• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

વિષય ૧ : પાપ

[1-1] ઉદ્ધાર પામવા માટે આપણે સૌ પ્રથમ આપણા પાપોને ઓળખવા જોઈએ

2021.04.11 112
ઉદ્ધાર પામવા માટે આપણે સૌ પ્રથમ આપણા પાપોને ઓળખવા જોઈએમાર્ક ૭:૮-૯ 
“તમે દેવની આજ્ઞા પડતી મૂકીને માણસોના સંપ્રદાય પાળો છો. અને તેણે તેઓને કહ્યું કે, તમે તમારા સંપ્રદાય પાળવા સારુ દેવની આજ્ઞા ઠીક રદ કરો છો.”
 
માર્ક ૭:૨૦-૨૩ 
“વળી તેણે કહ્યું કે, માણસમાંથી જે નીકળે છે તે જ માણસને વટાળે છે. કેમ કે માંહેથી, એટલે માણસોના હૃદયમાંથી ભૂંડા વિચારો નીકળે છે, એટલે છિનાળાં, ચોરીઓ, હત્યાઓ, વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, કામાતુરપણું, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખપણું; એ બધાં ભૂંડા વાનાં માંહેથી નીકળે છે, ને માણસને વટાળે છે.”
 
 
સૌ પ્રથમ, હું દર્શાવવા માંગું છું કે પાપ શું છે. કેટલાક પાપ એવા છે જે ઈશ્વરે દર્શાવ્યા છે અને કેટલાક પાપ એવા છે જે મનુષ્યોએ દર્શાવ્યા છે. ગ્રીક ભાષામાં પાપ શબ્દનો અર્થ, ‘નિશાન ચૂકવું’ એવો થાય છે, બીજા શબ્દોમાં કહીએ તો કંઈક ખોટું કરવું. ઈશ્વરના નિયમોની અનાજ્ઞાકારીતા પાપ છે. આવો મનુષ્યના દ્રષ્ટિકોણ પ્રમાણે પાપ શું છે તે જોઈએ.
 
પાપ શું છે?
તે ઈશ્વરના નિયમોની અનાજ્ઞાકારીતા છે.

આપણે આપણી વિવેકબુદ્ધિ પ્રમાણે પાપને ઓળખીએ છીએ. જોકે, મનુષ્યનું માપદંડ વ્યક્તિની સામાજિક પૃષ્ઠભૂમિ, માનસિક સ્તર, પરિસ્થિતિ અને વિવેકબુદ્ધિ પ્રમાણે બદલાતું રહે છે. 
આમ, અલગ અલગ વ્યક્તિએ પાપની વ્યાખ્યા બદલાતી રહે છે. એક સરખું જ કાર્ય દરેક વ્યકિતના પોતાના માપદંડ અનુસાર પાપ હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. તેથી ઈશ્વરે આપણને પાપના માપદંડ તરીકે નિયમની ૬૧૩ કલમો આપી છે. 
નીચે આપેલી આકૃતિ માણસના પાપોને દર્શાવે છે.
 
ઈશ્વરનો નિયમ
માણસની વિવેકબુદ્ધિ,
નૈતિકતા અને સામાજિક ધોરણો
રાષ્ટ્રીય નિયમ, નાગરિક નિયમ

આપણે સામાજિક ધોરણ પર આધારિત આપણી વિવેકબુદ્ધિના આધારે પાપનું માપદંડ નક્કી કરવું જોઈએ નહિ. 
ઈશ્વરની પાપની વ્યાખ્યા સાથે માણસની વિવેકબુદ્ધિ પ્રમાણે કરેલી પાપની વ્યાખ્યા બંધ બેસતી નથી. તેથી, આપણે આપણી વિવેકબુદ્ધિનું સાંભળવું જોઈએ નહિ, પરંતુ ઈશ્વરની આજ્ઞાઓના આધારે પાપનું માપદંડ નક્કી કરવું જોઈએ. 
પાપ શું છે તે વિષે આપણા દરેકની પાસે પોતપોતાના વિચારો છે. કેટલાક લોકો તેને પોતાની ખામી માને છે જયારે બીજાઓ તેને વિકૃત વલણ માને છે. 
ઉદાહરણ તરીકે, કોરિયામાં, લોકો તેઓના માતાપિતાની કબરોને ઘાસથી ઢાંકી દે છે અને જ્યાં સુધી પોતે મરે નહિ ત્યાં સુધી કબરોની કાળજી લે છે. પરંતુ પપુઆ ન્યુ જિનિઆની એક આદિવાસી જાતિ તેઓના મૃત માતાપિતાને માન આપવા માટે તેમના મૃત શરીરને પરિવારના લોકો સાથે વહેંચીને ખાય છે. (તેઓ મૃત શરીરને ખાતા પહેલા તેને રાંધે છે કે નથી રાંધતા મને ખબર નથી) હું એવું માનું છું કે તેઓ મૃત શરીરને કીડાઓ ન ખાય તે માટે રોકે છે. આ રીવાજો દર્શાવે છે કે પાપ માટેની મનુષ્યની વિચારસરણી ખુબજ અલગ અલગ છે. 
એક સમાજમાં જે કાર્યોને સારા ગણવામાં આવે છે તેજ કાર્યો બીજા સમાજમાં ખરાબ ગણવામાં આવી શકે છે. જો કે, બાઈબલ આપણને કહે છે કે ઈશ્વરના નિયમોની અનાજ્ઞાકારીતા પાપ છે. “તમે દેવની આજ્ઞા પડતી મૂકીને માણસોના સંપ્રદાય પાળો છો. અને તેણે તેઓને કહ્યું કે, તમે તમારા સંપ્રદાય પાળવા સારુ દેવની આજ્ઞા ઠીક રદ કરો છો” (માર્ક ૭:૮-૯). ઈશ્વર આપણા શારીરિક દેખાવ તરફ જોતો નથી કારણ કે તે ફક્ત આપણા હૃદયના ઊંડાણમાં જુએ છે. 
 
 
વ્યક્તિનો પોતાનો માપદંડ ઈશ્વરની સન્મુખ પાપ છે 
 
સૌથી ગંભીર પાપ કયું છે?
ઈશ્વરના વચનોનો અનાદર કરવો સૌથી ગંભીર પાપ છે.

ઈશ્વરની ઈચ્છા અનુસાર જીવન ન જીવવું એ પાપ છે. તેમના વચનોમાં વિશ્વાસ ન કરવો તેવું જ. ઈશ્વરે કહ્યું કે, ફરોશીઓ જેવું જીવન જીવવું પાપ છે, જેઓએ ઈશ્વરની આજ્ઞાઓની અવગણના કરી અને તેઓના પોતાના પરંપરાગત શિક્ષણને વધારે મહત્વ આપ્યું. ઈસુએ ફરોશીઓને ઢોંગી કહ્યા.
“તમે ક્યા ઈશ્વરમાં વિશ્વાસ કરો છો? શું તમે ખરેખર મને ભક્તિભાવથી ભજો છો? તમે મારા નામમાં બડાઈ હાંકો છો પણ શું તમે ખરેખર મને માન આપો છો?” લોકો ફક્ત બહારી દેખાવને જુએ છે અને તેના વચનોનો અનાદર કરે છે. સૌથી ગંભીર પાપ તેના વચનોનો અનાદર કરવો છે. શું તમે આ જાણો છે? 
આપણી દુર્બળતા માંથી જન્મેલું નિયમો ન પાળાનારુ વલણ તે દુષ્ટતાના કાર્યો છે. આપણી અપૂર્ણતાઓને લીધે આપણે જે કંઈ ખોટું કરીએ છીએ અને ભૂલો કરીએ છીએ તે મૂળભૂત પાપ નથી, પણ ખામીઓ છે. ઈશ્વર પાપોને અને ખામીઓને જુદા ગણે છે. જેઓ આજ્ઞાઓનો અનાદર કરે છે તેઓ પાપી છે, ભલે પછી તેઓની અંદર કોઈ ખામીઓ ન હોય. તેઓ ઈશ્વરની સમક્ષ મોટા પાપીઓ છે. તેથી જ ઈસુએ ફરોશીઓને ધમકાવ્યા. 
પેન્ટાટૂકમાં, ઉત્પતિ થી લઈને પુનર્નિયમ સુધી, આજ્ઞાઓ આપવામાં આવી છે જે આપણને કહે છે કે આપણે શું કરવું અને શું ન કરવું. તે ઈશ્વરના વચનો, તેમની આજ્ઞાઓ છે. આપણે ૧૦૦% તેને ન પણ પાળી શકીએ, પણ આપણે તેઓને ઈશ્વરની આજ્ઞાઓ તરીકે માનવી જ જોઈએ. ઈશ્વરે આપણને આ આજ્ઞાઓ પહેલેથી જ આપી છે અને આપણે તેણે ઈશ્વરના વચન તરીકે સ્વીકારવી જ જોઈએ. 
“આદિએ શબ્દ હતો, અને શબ્દ દેવની સંઘાતે હતો, અને શબ્દ દેવ હતો” (યોહાન ૧:૧). પછી તેણે કહ્યું, “અજવાળું થાઓ, ને અજવાળું થયું” (ઉત્પત્તિ ૧:૩). તેણે સઘળું ઉત્પન્ન કર્યું. ત્યારબાદ, તેણે નિયમો સ્થાપ્યા. 
“શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો, અને શબ્દ દેવ હતો” (યોહાન ૧:૧, ૧૪). ઈશ્વરે પોતાને આપણી સમક્ષ કઈ રીતે પ્રગટ કર્યા? પોતાની આજ્ઞાઓ દ્વારા તેણે પોતાની જાતને પ્રગટ કરી છે કારણકે ઈશ્વર વચન અને આત્મા છે. તેથી, આપણે બાઈબલને શું કહીએ છીએ? આપણે તેને ઈશ્વરના વચનો કહીએ છીએ. 
અહીંયા કહ્યું છે કે, “ઈશ્વરની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને તમે મનુષ્યોની પરંપરાણે કાયમ રાખો છો.” તેમના નિયમમાં ૬૧૩ કલમો છે. આ કરો અને આ ન કરો, તમારા માં બાપનું સન્માન કરો...વગેરે. લેવીયના પુસ્તકમાં, દર્શાવવામાં આવ્યું છે કે પુરુષો અને સ્ત્રીઓએ કઈ રીતે વર્તવું અને જ્યારે પાલતું પ્રાણી કૂવામાં પડી જાય ત્યારે શું કરવું...વગેરે. તેમના નિયમોમાં આવી ૬૧૩ કલમો છે. 
આ વચનો માણસોના નથી, તે વિષે આપણે વારંવાર વિચારવું જોઈએ. આપણે તેના બધા નિયમો પાળી શકતા ન હોઈએ, તેમ છતાં પણ આપણે તેનો સ્વીકાર કરવો જોઈએ અને ઈશ્વરની આજ્ઞાઓ પાળવી જોઈએ. 
શું ઈશ્વરના વચનમાં એક પણ ભાગ એવો છે જે સાચો ન હોય? ફરોશીઓએ ઈશ્વરની આજ્ઞાઓની અવગણના કરી અને ઈશ્વરની આજ્ઞાઓની ઉપરવટ જઈને મનુષ્યોની પરંપરા જાળવી. તેમના વૃદ્ધોના વચનો ઈશ્વરના વચનો કરતા વધારે ભારે હતાં. જયારે ઈસુ આ પૃથ્વી ઉપર હતાં, ત્યારે તેમણે આવું જ જોયું, અને તેમને સૌથી વધારે દુ:ખ એ વાતનું થયું કે લોકો ઈશ્વરના વચનોની અવગણના કરતા હતાં. 
ઈશ્વરે આપણને નિયમની ૬૧૩ કલમો એટલા માટે આપી કે આપણને આપણા પાપોનું ભાન થાય અને તે બતાવી શકે કે તે જ સત્ય છે અને આપણા પવિત્ર ઈશ્વર છે. આપણે સઘળાં તેની સન્મુખમાં પાપી છીએ, તેથી આપણે વિશ્વાસથી જીવવું જોઈએ અને ઈસુ પર વિશ્વાસ કરવો જોઈએ, જેને ઈશ્વર દ્વારા આપણી પાસે મોકલવામાં આવ્યો કારણકે તે આપણને પ્રેમ કરે છે. 
જે લોકો તેના વચનોની અવગણના કરે છે અને તેના પર વિશ્વાસ નથી કરતા તેઓ પાપી છે. જેઓ તેના વચનો પાળવા અસમર્થ છે તેઓ પણ પાપી છે, પણ તેના વચનોની અવગણના કરવી તે ખુબજ ગંભીર પાપ છે. જે લોકો આવું ગંભીર પાપ કરે છે તેઓ નરકમાં જશે. તેના વચનમાં વિશ્વાસ ન કરવો તે તેની સન્મુખમાં મોટું પાપ છે. 
 
 

શા માટે ઈશ્વરે આપણને નિયમો આપ્યા તેનું કારણ

 
શા માટે ઈશ્વરે આપણને નિયમો આપ્યા?
આપણા પાપો અને તેની સજા વિષે ભાન કરાવવા માટે

શા કારણથી ઈશ્વરે આપણને નિયમો આપ્યા? આપણને આપણા પાપોનું ભાન કરાવાવા અને આપણે તેની તરફ પાછા ફરીએ માટે આપ્યા. તેણે નિયમોની ૬૧૩ કલમો આપી જેથી આપણે આપણા પાપોને ઓળખીએ અને ઈસુ ખ્રિસ્ત દ્વારા છૂટકારો મેળવીએ. એટલા માટે ઈશ્વરે આપણને નિયમો આપ્યા છે. 
રોમન ૩:૨૦ માં લખ્યું છે, “કારણ કે નિયમ દ્વારા પાપ વિષે જ્ઞાન થાય છે.” તેથી, આપણે જાણીએ છીએ કે કાયદાના આગ્રહ પ્રમાણે જ જીવવા માટે ઈશ્વરે આપણને નિયમો આપ્યા નથી. 
તો એવું કયું જ્ઞાન છે જે આપણને નિયમ દ્વારા પ્રાપ્ત થાય છે? તે એ છે કે આપણે નિયમોને સંપૂર્ણપણે પાળવા માટે દુર્બળ છીએ અને આપણે તેની સન્મુખમાં ગંભીર પાપીઓ છીએ. તેના નિયમોની ૬૧૩ કલામોથી આપણે શું જાણી શકીએ છીએ? આપણે આપણી ખામીઓ અને તેમના નિયમો અનુસાર જીવવા અસમર્થ છીએ તે જાણી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે આપણે, ઈશ્વરની સૃષ્ટિ, ખુબજ અશક્ત છીએ, સાથે સાથે આપણે તેમની સન્મુખમાં ગંભીર પાપીઓ છીએ. તેમના નિયમ અનુસાર આપણો અંત નરકમાં થવો જોઈએ. 
જયારે આપણને આપણા પાપોનું અને તેમના નિયમો અનુસાર જીવન જીવવા અસમર્થ છીએ તેવું ભાન થાય છે, ત્યારે આપણે શું કરીએ છીએ? શું આપણે સંપૂર્ણ મનુષ્ય બનવાનો પ્રયત્ન કરીએ છીએ? ના. આપણે સ્વીકારવું જ જોઈએ કે આપણે પાપી છીએ, ઈસુ પર વિશ્વાસ કરવો, અને તેના પાણી અને આત્માના ઉદ્ધારથી છૂટકારો મેળવવો જોઈએ અને તેનો આભાર માનવો જોઈએ. 
તેણે આપણને નિયમો એટલા માટે આપ્યા કે આપણને આપણા પાપોનું ભાન થાય અને આપણે જાણીએ કે તે પાપોની સજા શું છે. અને આપણને સમજાય કે ઈસુ વગર નરકમાંથી બચવું અશક્ય છે. જો આપણે ઈસુને આપણા ઉદ્ધારકર્તાના રૂપમાં સ્વીકારીએ તો આપણે છૂટકારો પ્રાપ્ત કરીશું. ઉદ્ધારકર્તા ઈસુ તરફ આપણી દોરવણી કરવા તેણે આપણને નિયમો આપ્યા. 
આપણે જાણી શકીએ કે આપણે કેટલા મોટા પાપી છીએ અને આવા પાપોથી આપણને બચાવવા માટે ઈશ્વરે નિયમો બનાવ્યા. તેણે આપણને નિયમો આપ્યા અને પોતાના એકાકીજનીત પુત્ર, ઈસુને, મોકલી આપ્યો જેથી તેના બાપ્તિસમાં દ્વારા તે આપણા સઘળાં પાપો પોતાના પર લઈ લે અને આપણને બચાવે. તેના ઉપરનો વિશ્વાસ આપણને બચાવી શકે છે. 
આપણે આશાવિહીન થયેલા પાપીઓ છીએ જેઓએ પાપમાંથી છૂટકારો મેળવવા ઈસુ પર વિશ્વાસ કરવો જ જોઈએ, આપણે તેના બાળકો બનીએ અને ઈશ્વરને મહિમા આપીએ. 
આપણે તેના વચન અનુસાર સમજવું, વિચારવું અને ન્યાય કરવો જોઈએ કારણકે તેમનામાંથી સઘળું ઉત્પન્ન થયું છે. આપણે તેમના વચન દ્વારા મળતા છૂટકારાના સત્યને સંપૂર્ણપણે સમજવું જોઈએ. આ સાચો અને ખરો વિશ્વાસ છે. 
 
 
માણસના હૃદયમાં શું છે?
 
આપણે ઈશ્વરની સમક્ષ શું કરવું જોઈએ?
આપણે આપણા પાપોની કબુલાત કરવી જોઈએ અને આપણા ઉદ્ધાર માટે ઈશ્વરને કહેવું જોઈએ.

ઈશ્વરના વચન સાથે જ આપણા વિશ્વસની શરૂઆત થવી જોઈએ અને આપણે તેના વચનો દ્વારા તેનામાં વિશ્વાસ કરવો જોઈએ. જો આપણે એમ નહિ કરીએ, તો આપણે ભૂલમાં પડીશું. તે એક ખોટો અને અસત્ય વિશ્વાસ હશે. 
જ્યારે ફરોશીઓએ અને શાસ્ત્રીઓએ ઈસુના શિષ્યોને ગંદા હાથે રોટલી ખાતા જોયા, ત્યારે જો તેઓએ દેવના વચનોને ધ્યાનમાં રાખીને જોયું હોત તો તેઓએ ઈસુના શિષ્યોણે ઠપકો આપ્યો ન હોત. ઈશ્વરના વચનો આપણને કહે છે કે, બહારથી જે કંઈ પણ માણસના શરીરમાં જાય છે તે તેને વટાળતું નથી કારણકે તે પેટમાં જાય છે અને મળ વાટે બહાર નીકળી જાય છે, તે તેના હૃદયને અસર કરતુ નથી. 
જેમ માર્ક ૭:૨૦-૨૩ માં લખ્યું છે, “વળી તેણે કહ્યું કે, માણસમાંથી જે નીકળે છે તે જ માણસને વટાળે છે. કેમ કે માંહેથી, એટલે માણસના હૃદયમાંથી ભૂંડા વિચારો નીકળે છે, એટલે છીનાળાં, ચોરીઓ, હત્યાઓ, વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, કામાતુરપણું, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખપણું; એ બધાં ભૂંડા વાનાં માંહેથી નીકળે છે, ને માણસને વટાળે છે.” ઈસુએ કહ્યું માણસો પાપી છે કેમ કે તેઓ પાપમાં જ જન્મ્યાં છે. 
શું તમે આનો અર્થ સમજો છો? આપણે જન્મથી જ પાપી છીએ કારણકે આપણે સૌ આદમના વંશજો છીએ. પરંતુ આપણે સત્યને જોઈ શકતા નથી કેમ કે આપણે તેના વચનોને સ્વીકારતા નથી અને તેના પર વિશ્વાસ પણ કરતા નથી. માણસના હૃદયની અંદર શું છે? 
ઉપરનો ભાગ દર્શાવે છે, “વળી તેણે કહ્યું કે, માણસમાંથી જે નીકળે છે તે જ માણસને વટાળે છે. કેમ કે માંહેથી, એટલે માણસના હૃદયમાંથી ભૂંડા વિચારો નીકળે છે, એટલે છીનાળાં, ચોરીઓ, હત્યાઓ, વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, કામાતુરપણું, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખપણું; એ બધાં ભૂંડા વાનાં માંહેથી નીકળે છે, ને માણસને વટાળે છે.” 
ગીતશાસ્ત્રમાં લખ્યું છે , “આકાશો, જે તારા હાથના કૃત્યો છે, અને ચંદ્ર તથા તારાઓ, જેઓને તે ઠરાવ્યા છે, તેઓ વિષે હું વિચાર કરું છું, ત્યારે[હું કહું છું કે,] માણસ તે કોણ છે કે, તું તેનું સ્મરણ કરે છે? અને મનુષ્યપુત્ર કોણ કે, તું તેની મુલાકાત લે છે?” (ગીતશાસ્ત્ર ૮:૩-૪). 
શા માટે ઈશ્વર પોતે આપણી મુલાકાત લે છે? તે આપણી મુલાકાત લે છે કેમ કે તે આપણને પ્રેમ કરે છે, તેણે આપણને બનાવ્યા છે અને આપણ પાપીઓ પર દયા કરી છે. તેણે આપણાં સઘળાં પાપો ધોઈ નાંખ્યા છે અને આપણને તેના લોક બનાવ્યા છે. “ઓ પ્રભુ, અમારા પ્રભુ, આખી પૃથ્વી પર અને સ્વર્ગમાં તારું નામ કેટલું મહાન છે!” (ગીતશાસ્ત્ર ૮:૧) જૂના કરારમાં દાઉદ રાજા આ ગીતને ગાય છે જ્યારે તેણે જાણ્યું કે ઈશ્વર પાપીઓનો ઉદ્ધાર કરશે. 
નવા કરારમાં, પ્રેરિત પાઉલે આ જ ગીતનું પુનરાવર્તન કર્યું છે. તે કેટલી આશ્ચર્યજનક વાત છે કે આપણે, ઈશ્વરની સૃષ્ટિ, ઈશ્વરના બાળકો બની શકીએ છીએ. તે આપણા પ્રત્યેની તેમની કરુણાને લીધે જ થયું છે. આ ઈશ્વરનો પ્રેમ છે.
આપણે જાણવું જોઈએ કે સંપૂર્ણ ઈશ્વરના નિયમો અનુસાર જીવન જીવવું એ ઈશ્વરને એક સાહસિક પડકાર છે. તે આપણો ઘમંડી અભિગમ પણ છે જે આપણા અજ્ઞાનના કારણે આવે છે. જ્યારે આપણે તેના નિયમો પાળવાને ઝઝૂમીએ છીએ અને આવા જીવન માટે ખુબજ પ્રાર્થના કરીએ છીએ ત્યારે તેના પ્રેમથી બહાર રહીને જીવન જીવવું તે યોગ્ય નથી. તે ઈશ્વરની ઈચ્છા છે કે આપણે જાણીએ કે નિયમો હેઠળ આપણે પાપી છીએ અને ઈસુના પાણી અને રક્તના છૂટકારામાં વિશ્વાસ કરીએ. 
માર્ક ૭:૨૦-૨૨ માં તેનું વચન કહે છે, “વળી તેણે કહ્યું કે, માણસમાંથી જે નીકળે છે તે જ માણસને વટાળે છે. કેમ કે માંહેથી, એટલે માણસના હૃદયમાંથી ભૂંડા વિચારો નીકળે છે, એટલે છીનાળાં, ચોરીઓ, હત્યાઓ, વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, કામાતુરપણું, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખપણું; એ બધાં ભૂંડા વાનાં માંહેથી નીકળે છે, ને માણસને વટાળે છે.” 
ઈસુએ કહ્યું કે માણસમાંથી જે બહાર નીકળે છે તેમાં પાપ છે, અને તે માણસને વટાળે છે. ત્યાં સુધી કે ઈશ્વર આપણને જે અશુદ્ધ ખોરાક આપે છે તે આપણને વટાળી શકતો નથી. ઉત્પન્ન કરેલી બધી જ વસ્તુઓ શુદ્ધ છે, પણ જે માણસની અંદરથી આવે છે તે અશુદ્ધ છે, તે પાપ છે અને તે આપણને વટાળે છે. આપણે સૌ આદમના વંશજો છીએ. તો, આપણે શું લઈને જન્મ્યાં છીએ? આપણે બાર પ્રકારના પાપો સાથે જન્મ્યાં છીએ. શું આ સાચું નથી? 
તો પછી, શું આપણે પાપ કર્યા વગર જીવી શકીએ? આપણે નિરંતર પાપ કરવાનું ચાલુ રાખીશું કારણ કે આપણે પાપ સાથે જન્મ્યાં છીએ. શું આપણે નિયમો જાણીએ છીએ એટલે પાપ કરવાનું બંધ કરી દઈશું? શું આપણે ઈશ્વરની આજ્ઞાઓ દ્વારા જીવી શકીએ? ના. 
જેમ વધારે આપણે નિયમો અનુસાર જીવવાનો પ્રયત્ન કરીશું, તેટલું જ તે કઠીન બનતું જશે. આપણે આપણી મર્યાદાઓ જાણવી જોઈએ અને આપણા ભૂતકાળના અભિગમને છોડી દેવો જોઈએ. પછી, નમ્ર મનથી આપણે ઈસુનું બાપ્તિસ્માં અને રક્તનો સ્વીકાર કરી શકીએ છીએ, જે આપણને બચાવે છે.
નિયમની બધી જ ૬૧૩ કલમો સારી અને ન્યાયપૂર્ણ છે. પણ મનુષ્ય પોતાની માતાના ગર્ભમાંથી જ પાપી છે. જયારે આપણને ભાન થાય છે કે ઈશ્વરના નિયમો સાચા છે અને આપણે પાપી તરીકે જન્મ લીધો છે અને આપણે પોતાના પ્રયત્નોથી ન્યાયી બની શકતા નથી, ત્યારે આપણને સમજાય છે કે આપણને ઈશ્વરની દયાળુ કરુણાની અને પાણી, રક્ત અને આત્માની સુવાર્તામાં ઈસુના છૂટકારાની જરૂર છે. જ્યારે આપણને આપણી મર્યાદાનું ભાન થાય છે – કે આપણે આપણી જાતે ન્યાયી બની શકતા નથી અને આપણે આપણાં પાપોને લીધે નરકમાં જવાના છીએ – આપણે કશું નથી કરી શકતા પણ ઈસુના છૂટકારા પર આધાર રાખવો જોઈએ.
આપણે છૂટકારો મેળવી શકીએ છીએ. આપણે જાણવું જોઈએ કે આપણે આપણી જાતે ઈશ્વર સમક્ષ સાચા અને સારા બની શકતા નથી. તેથી, ઈશ્વર આગળ આપણે કબુલ કરવું જોઈએ કે આપણે પાપી છીએ જેઓ નરકમાં જવા માટે નિયોજિત છે અને આપણે તેમની કરુણા માટે પ્રાર્થના કરી શકીએ છીએ. “ઈશ્વર, મને મારા પાપોથી બચાવો અને મારા પર દયા કરો.” ત્યારબાદ, ચોક્કસ પણે ઈશ્વર આપણને તેમના વચનોમાં મળશે. આ રીતે, આપણે છૂટકારો મેળવી શકીએ છીએ.
આવો દાઉદની પ્રાર્થના જોઈએ, “તેથી જ્યારે તું બોલે ત્યારે તું ન્યાયી ઠરે, અને તું ન્યાય કરે ત્યારે તું નિર્દોષ ઠરે” (ગીતશાસ્ત્ર ૫૧:૪). 
દાઉદ જાણતો હતો કે તે એક પાપનો જથ્થો હતો જે તેને નરકમાં ધકેલી દે તેટલું દુષ્ટ હતું, પણ તે ઈશ્વર આગળ કબૂલ કરે છે, “તમે મને પાપી કહો છો, તો હું પાપી છું. જો તું મને ન્યાયી ગણશે, તો હું ન્યાયી છું. જો તું મારો બચાવ કરશે, તો હું બચી જઈશ; અને જો તું મને વિનાશની ખાઈમાં નાખશે તો હું તેમાં પડીશ.” 
આ એક સાચો વિશ્વાસ છે અને બચવા માટેનો માર્ગ છે. જો આપણને ઈસુના છૂટકારામાં વિશ્વાસની આશા છે તો આપણે આવું જ બનવું પડશે. 
 
 

આપણાં પાપો કયા છે તે આપણે ચોક્કસપણે જાણવું જોઈએ 

 
આપણે આદમના વંશજો છીએ, તેથી, આપણા દરેકના હૃદયમાં વાસના રહેલી છે. પરંતુ ઈશ્વર આપણને શું કહે છે? તે કહે છે આપણાં હૃદયમાં વ્યભિચાર હોવા છતાં પણ આપણે વ્યભિચાર કરવો જોઈએ નહિ. આપણા હૃદયમાં ખૂન કરવાની ઈચ્છા છે, તો ઈશ્વર શું કહે છે? તે આપણને કહે છે ખૂન કરવું નહિ. આપણા દરેકના હૃદયમાં આપણા માતાપિતા પ્રત્યે અવજ્ઞા છે, પણ ઈશ્વર આપણને તેઓનો આદર કરવા કહે છે. આપણે એ જાણવું જોઈએ કે ઈશ્વરના વચનો સાચા અને સારા છે, પણ આપણાં દરેકના હૃદયમાં પાપ છે. 
શું આ સાચું છે કે નહિ? આ સંપૂર્ણપણે સાચું છે. તેથી, આપણે ઈશ્વર સમક્ષ શું કરવું જોઈએ? આપણે કબૂલ કરવી જોઈએ કે આપણે પાપનો જથ્થો છીએ અને આપણે આશા વિહોણા પાપીઓ છીએ. એવું વિચારવું યોગ્ય નથી કે આપણે ગઈકાલે પાપ નહોતું કર્યું એટલે આપણે કાલે ન્યાયી હતા, પણ આજે પાપ કર્યું છે માટે આજે પાપી છીએ. આપણે જન્મથી જ પાપી છીએ. તેથી આપણે ઈસુના બાપ્તિસ્માં માં વિશ્વાસ દ્વારા છૂટકારો મેળવવો જોઈએ.
આપણે આપણાં કાર્યોને લીધે પાપી નથી: જેવા કે વ્યભિચાર, ખૂન, ચોરી...પણ આપણે પાપી એટલા માટે છીએ કારણકે આપણે પાપ સાથે જન્મ લીધો હતો. આપણે બાર પ્રકારના પાપો સાથે જન્મ્યાં છીએ અને આપણે ઈશ્વરની દ્રષ્ટિમાં પાપી જન્મ્યાં છીએ, તેથી આપણે આપણાં પોતાના પ્રયત્નો થકી સારા બની શકતા નથી. આપણે ફક્ત સારા હોવાનો ડોળ કરી શકીએ છીએ. 
આપણે પાપી વિચારો સાથે જન્મ લીધો છે, તો આવા પાપો ન કરવા દ્વારા પણ આપણે કેવી રીતે ન્યાયી ઠરી શકીએ? આપણે આપણી પોતાની જાતે ઈશ્વર સમક્ષ ન્યાયી ઠરી શકતા નથી. અને જો આપણે ન્યાયી હોવાનો દાવો કરીએ છીએ, તો આપણે પાખંડ કરીએ છીએ. ઈસુએ ફરોશીઓ અને શાસ્ત્રીઓણે કહ્યું ‘પાખંડી ફરોશીઓ અને શાસ્ત્રીઓ’ (માથ્થી ૨૩:૨૩). મનુષ્ય જન્મથી જ પાપી હોય છે અને તેઓ જીવનભર ઈશ્વર સમક્ષ પાપ કરતા રહે છે.
જો કોઈ એમ કહે છે કે તેણે પોતાના જીવનમાં ક્યારેય ઝઘડો નથી કર્યો કે કોઈને માર્યું નથી અથવા કોઈની પાસેથી એક સોય પણ ચોરી નથી તો તે જુઠ્ઠું બોલે છે કેમ કે મનુષ્ય જન્મથી જ પાપી છે. તે વ્યક્તિ જુઠ્ઠી, પાપી અને પાખંડી છે. આ પ્રમાણે ઈશ્વર લોકોને જોઈ રહ્યો છે.
દરેક વ્યક્તિ જન્મથી જ પાપી છે. ભલે તમે પાપથી ભરેલું એક પણ કાર્ય નથી કરતા, છતાં પણ તમે નરક માટે નિયોજિત છો. ભલે તમે મોટાભાગના નિયમો અને આજ્ઞાઓ પાળી છે, છતાં પણ તમે પાપી છો અને નરક માટે નિયોજિત છો. 
તો પછી આવા નિર્ધારિત અંત વિષે આપણે શું કરવું જોઈએ? આપણે ઈશ્વરની કરુણા માંગવી જોઈએ અને પાપોથી બચવા માટે તેમના પર આધાર રાખવો જોઈએ. જો તે આપણને નહિ બચાવે તો આપણે નરકમાં જઈશું. તે આપણું નિયોજિત સ્થાન છે. 
ફક્ત જેઓ ઈશ્વરના વચનો સ્વીકારે છે તેઓ જ કબૂલાત કરશે કે તેઓ ખરેખર પાપી છે. તેઓ એ પણ જાણે છે કે તેઓ વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરશે. તેથી, તેઓ જાણે છે કે તેમના વચનોને જાણ્યા વગર તેની અવગણના કરવી અને તેને બાજુ પર મુકીદેવું તે ગંભીર પાપ છે. જેઓ તેના વચનોને સ્વીકારે છે તેઓ ન્યાયી છે, ભલે પછી તેઓ ભૂતકાળમાં પાપી હતાં. તેઓ તેમની કૃપામાં તેના વચનથી નવો જન્મ પામેલા છે અને સૌથી આશીર્વાદિત છે. 
 
 
જેઓ પોતાના કાર્યો દ્વારા છૂટકારો મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેઓ હજી પણ પાપી છે
  
કોણ ઈસુ પર વિશ્વાસ કરવા છતાં પણ હજી પાપી છે?
તેઓ જે પોતાના કર્યો દ્વારા છૂટકારો મેળવવાનો પ્રયત્ન કરે છે

આવો ગલાતી ૩:૧૦ અને ૧૧ વાંચીએ. “કેમ કે જેટલા નિયમની કારણીઓવાળા છે તેટલા શાપ તળે છે; કેમકે એમ લખેલું છે કે, “નિયમશાસ્ત્રના પુસ્તકમાં જે આજ્ઞાઓ લખેલી છે તે બધી પાળવામાં જે કોઈ ટકી રહેતો નથી તે શાપિત છે.” તો નિયમથી દેવની આગળ કોઈ પણ માણસ ન્યાયી ઠરતું નથી એ ખુલ્લું છે; કેમ કે “ન્યાયી વિશ્વાસથી જીવશે.” 
એમ લખવામાં આવ્યું છે કે, “નિયમશાસ્ત્રના પુસ્તકમાં જે આજ્ઞાઓ લખેલી છે તે બધી પાળવામાં જે કોઈ ટકી રહેતો નથી તે શાપિત છે.” જેઓ વિચારે છે કે તેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે, છતાં પોતાના કાર્યોથી ન્યાયી બનવાનો પ્રયત્ન કરે છે તેઓ શાપિત છે. જેઓ પોતાના કાર્યો વડે ન્યાયી બનવાનો પ્રયત્ન કરતા હતા તે લોકો ક્યાં છે? તેઓ ઈશ્વરના શાપ હેઠળ છે.
ઈશ્વરે આપણને નિયમ શા માટે આપ્યા? તેણે આપણને નિયમો આપ્યા જેથી આપણને આપણાં પાપોનું ભાન થાય (રોમન ૩:૨૦). તે તેવી પણ ઈચ્છા રાખે છે કે આપણે જાણીએ કે આપણે સંપૂર્ણ પાપી છીએ અને નરક માટે નિયુક્ત કરાયેલા છીએ. 
ઈશ્વરના પુત્ર, ઈસુના બાપ્તિસ્માં પર વિશ્વાસ કરો અને પાણી અને આત્માથી નવો જન્મ પામો. ત્યારે જ તમે તમારાં પાપોથી બચશો, ન્યાયી બનશો, અનંત જીવન પ્રાપ્ત કરશો અને સ્વર્ગમાં જશો. તમારા હૃદયમાં વિશ્વાસ કરો. 
 
 
દુનિયાનું સૌથી અહંકારી પાપ
 
દુનિયાનું સૌથી અહંકારી પાપ કયુ છે?
નિયમશાસ્ત્ર પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરવો

તેના આશીર્વાદો પર વિશ્વાસ કરવા દ્વારા આપણે આશીર્વાદિત છીએ. જેઓ ઈશ્વરના વચન ઉપર વિશ્વાસ કરે છે તેઓને ઈશ્વર બચાવે છે.
પણ આજે, વિશ્વાસીઓની મધ્યે ઘણાં વિશ્વાસીઓ એવા છે જે નિયમશાસ્ત્ર પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરે છે, પણ તે કઈ રીતે શક્ય થઈ શકે?
આપણને એ બાબતનું ભાન થવું જોઈએ કે તેના નિયમો અનુસાર જીવવું કેટલું મૂર્ખામી ભરેલું છે. જેટલો આપણે વધારે પ્રયત્ન કરીશું, તેટલું જ તે કઠીન બનતું જશે. તે કહે છે, “[સંદેશો] સાંભળવાથી વિશ્વાસ [થાય છે], તથા ખ્રિસ્તના વચનો દ્વારા [સંદેશો] સાંભળવામાં આવે છે” (રોમન ૧૦:૧૭). ઉદ્ધાર મેળવવા માટે અહંકાર ફેંકી દેવો ખૂબજ જરૂરી છે. 
 
 

ઉદ્ધાર પામવા માટે આપણે આપણું માપદંડ છોડવું પડશે

 
ઉદ્ધાર પામવા માટે આપણે શું કરવું જોઈએ?
આપણે આપણું પોતાનું માપદંડ છોડવું પડશે.

કોઈ વ્યક્તિ કેવી રીતે ઉદ્ધાર મેળવી શકે? તે ત્યારે જ શક્ય છે જ્યારે તે વ્યકીને ભાન થાય કે તે પાપી છે. તેવા ઘણાં લોકો છે જેઓએ હજુ સુધી છૂટકારો મેળવ્યો નથી કારણકે તેઓ પોતાના ખોટા વિશ્વાસ અને પ્રયત્નો છોડી શકતા નથી. 
ઈશ્વર કહે છે કે જેઓ નિયમશાસ્ત્રને વળગી રહે છે તેઓ શાપિત છે. જેઓને એવો વિશ્વાસ છે કે ઈસુ પર વિશ્વાસ કર્યા પછી નિયમશાસ્ત્ર અનુસાર જીવન જીવવાથી ધીરે ધીરે તેઓ ન્યાયી બની જશે તો તેઓ શાપિત છે. તેઓ ઈશ્વર પર વિશ્વાસ કરે છે, પણ છતાં તેઓ એવું માને છે કે ઉદ્ધાર મેળવવા નિયમશાસ્ત્રનું પાલન કરવું જરૂરી છે. 
પ્રિય મિત્રો, શું આપણે આપણાં કાર્યો દ્વારા ન્યાયી બની શકીએ? આપણે ફક્ત ઈસુના વચનો ઉપર વિશ્વાસ કરવા દ્વારા જ ન્યાયી બની શકીએ છીએ; અને ત્યાર બાદ આપણે છૂટકારો મેળવી શકીએ છીએ. ફક્ત ઈસુના બાપ્તિસ્માં, તેના રક્ત, અને તે ઈશ્વર છે તે બાબત પર વિશ્વાસ કરવા દ્વારા જ આપણે છૂટકારો મેળવી શકીએ છીએ. 
એટલા માટે જ ઈશ્વરે વિશ્વાસના નિયમો બનાવ્યા જેથી આપણે ન્યાયી બની શકીએ. પાણી અને આત્માનો છૂટકારો માણસોના કાર્યોમાં રહેલો નથી, પણ તે ઈશ્વરના વચનો પર વિશ્વાસ કરવામાં રહેલો છે. ઈશ્વર આપણને વિશ્વાસ દ્વારા છૂટકારો આપે છે અને તે રીતે ઈશ્વરે આપણાં ઉદ્ધારની યોજના બનાવી અને પૂર્ણ કરી. 
શા માટે જેઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો છતાં તેઓને છૂટકારો ન મળ્યો? કારણકે તેઓએ પાણી અને આત્માના છૂટકારાના વચનનો સ્વીકાર કર્યો ન હતો. પણ આપણે જેઓ તેમના જેવા જ અયોગ્ય છીએ, છતાં ઈશ્વરના વચનો પર આપણાં વિશ્વાસને લીધે આપણે છૂટકારો મેળવ્યો. 
ઘંટી પર દળતા બે જણમાંથી એકને લઈ લેવાયો પરંતુ બીજો દળતો જ રહ્યો. જેને લઈ લેવામાં નથી આવ્યો તે વ્યક્તિ જેણે છૂટકારો પ્રાપ્ત નથી કર્યો તેને દર્શાવે છે. શા માટે એકને લઈ લેવાયો અને બીજો રહી ગયો? 
કારણ એ છે કે એકે ઈશ્વરના વચનો સાંભળ્યા અને વિશ્વાસ કર્યો, પણ બીજાએ નિયમશાસ્ત્ર પાળવા ખૂબજ મહેનત કરી અને અંતમાં નરકમાં નાંખી દેવામાં આવ્યો. તે વ્યક્તિએ ઈશ્વર પાસે સરકીને આવવાનો પ્રયત્ન કર્યો પણ ઈશ્વરે તેને ઝાટકી નાખ્યો, જેવી રીતે કોઈ પોતાના પગ પર ચોંટેલી જૂ ને ઝાટકી નાંખે છે. જો કોઈ વ્યક્તિ નિયમશાસ્ત્ર પાળવાના પ્રયત્નો થકી ઈશ્વર પાસે આવશે તો તે વ્યક્તિ ચોક્કસ રીતે નરકમાં નંખાશે. 
તેથી આપણે પાણી અને આત્મા પર વિશ્વાસ દ્વારા છૂટકારો મેળવવો જોઈએ. 
“કેમ કે જેટલા નિયમની કરણીઓવાલા છે તેટલા શાપ તળે છે; કેમ કે એમ લખેલું છે કે, “નિયમશાસ્ત્રના પુસ્તકમાં જે આજ્ઞાઓ લખેલી છે તે બધી પાળવામાં જે કોઈ ટકી રહેતો નથી તે શાપિત છે.” તો નિયમથી દેવની આગળ કોઈ પણ માણસ ન્યાયી ઠરતું નથી એ ખુલ્લું છે; કેમ કે “ન્યાયી વિશ્વાસથી જીવશે,” કેમ કે તેમાં દેવનું ન્યાયીપણું પ્રગટ થયેલું છે, તે [ન્યાયીપણું] વિશ્વાસથી છે, અને વિશ્વાસને અર્થે છે; જેમ લખેલું છે તેમ, ન્યાયી વિશ્વાસથી જીવશે” (ગલાતી ૩:૧૦-૧૧, રોમન ૧:૧૭). 
ઈશ્વરના વચનો પર વિશ્વાસ ન કરવો તે તેની સમક્ષ પાપ છે. તદુપરાંત, કોઈ વ્યક્તિના પોતાના માપદંડ અનુસાર ઈશ્વરના વચનોની અવગણના કરવી એ પણ પાપ છે. આપણે મનુષ્યો તેમના નિયમો અનુસાર જીવી શકતા નથી કારણકે આપણે જન્મથી જ પાપી છીએ અને જીવનભર પાપ કરીએ છીએ. આપણે અહીં તહીં અને જ્યાં જઈએ તે સર્વ જગ્યાએ પાપ કરતા જ રહીએ છીએ. આપણે એ સ્વીકારવું જ જોઈએ કે આપણે દેહમાં છીએ અને પાપ કર્યા વગર રહી શકતા નથી. 
માણસ છાણથી ભરેલા મોટા ટોપલા જેવો છે. જો આપણે તેને ઊંચકીને લઈ જવાનો પ્રયત્ન કરીએ તો, આખે રસ્તે તે ઢોળાશે. આપણે તેવા છીએ. આપણે જ્યાં જ્યાં જઈએ છીએ તે બધી જ જગ્યાએ પાપ ઢોળીએ છીએ. શું તમે તેની કલ્પના કરી શકો? 
શું તમે હજુ પણ પવિત્ર હતાં તેવો ઢોંગ કરશો? જો તમે સ્પષ્ટરીતે તમારી જાત વિષે સજાગ હોત, તો તમે પવિત્ર બનવાના નકામા પ્રયત્નોને છોડી દીધાં હોત અને પાણી અને ઈસુના રક્ત પર વિશ્વાસ કર્યો હોત. 
જેઓ હજુ નવો જન્મ પામ્યા નથી તેઓએ તેમની હઠ છોડી દેવી જોઈએ અને ઈશ્વર આગળ કબૂલ કરવું જોઈએ કે તેઓ પાપી છે. ત્યારબાદ, તેઓએ ઈશ્વરના વચન તરફ પાછાં ફરવું જ જોઈએ અને શોધવું જોઈએ કે તેણે કેવીરીતે પાણી અને આત્મા વડે તેઓને ઉદ્ધાર આપ્યો.