માર્ક ૭:૨૦-૨૩
“વળી તેણે કહ્યું કે, માણસમાંથી જે નીકળે છે તે જ માણસને વટાળે છે. કેમ કે માંહેથી, એટલે માણસોના હૃદયમાંથી, ભૂંડા વિચારો નીકળે છે, એટલે છીનાળાં, ચોરીઓ, હત્યાઓ, વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, કામાતુરપણું, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખપણું; એ બધાં ભૂંડાં વાનાં માંહેથી નીકળે છે, ને માણસને વટાળે છે.”
માણસો મૂંઝવણમાં છે અને પોતાની ભ્રમણા પ્રમાણે જીવે છે
કોણ ઉદ્ધાર પામવા માટે સંભવિત છે?
તે જે પોતાની જાતને સૌથી ખરાબ પાપી માને છે
સર્વપ્રથમ, હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. તમે તમારી જાતને કઈરીતે જુઓ છો? શું તમે વિચારે છો કે તમે સારા કે ખરાબ છો? તમે શું વિચારો છો?
દરેક લોકો પોતાની ભ્રમણામાં જીવી રહ્યા છે. તમે જેટલા ધારો છો તેટલા ખરાબ નથી, અને જેટલા ધારો છો તેટલા સારા પણ નથી.
તો પછી વિશ્વાસનું સારુ જીવન કોણ જીવી શકે? તે વ્યક્તિ જે પોતાની જાતને ખુબ સારી માને છે? કે તે વ્યક્તિ જે પોતાની જાતને ખરાબ માને છે?
તે પછીનું છે. મને તમને બીજો પ્રશ્ન પૂછવા દો? કોણ છૂટકારો મેળવવા માટે સંભવિત છે – તે જેણે ખુબજ પાપો કર્યા છે કે તે જેણે ખુબજ ઓછા પાપ કાર્ય છે? જે વ્યક્તિ સ્વીકારે છે કે તેણે અગણિત પાપ કર્યા છે તે છૂટકારો મેળવવા માટે સંભવિત છે કારણકે તે વ્યક્તિ સ્વીકારે છે કે તે ગંભીર પાપી છે. આવા વ્યક્તિ ઈસુ દ્વારા તૈયાર કરાયેલા છૂટકારાના વચનો સારી રીતે સ્વીકારી શકે છે.
જ્યારે આપણે ખરેખર આપણી જાતને જોઈએ છીએ, ત્યારે આપણને ખબર પડે છે કે આપણે માત્ર પાપનો જથ્થો છીએ. મનુષ્ય કોણ છે? માણસ ‘દુષ્ટતા આચરનારાઓનો વંશજ’ છે, યશાયા ૫૯ માં દર્શાવ્યું છે કે, માણસનું મન બધાજ પ્રકારની દુર્વાસાનાઓથી ભરેલું છે. તેથી, એ સ્પષ્ટ થાય છે કે મનુષ્ય પાપનો જથ્થો છે. પરંતુ, જો આપણે મનુષ્યને પાપના જથ્થા તરીકે ગણીએ તો, ઘણાં લોકો સહમત નહિ થાય. પણ, માણસ એ ‘દુષ્ટતા આચરનારાઓનો વંશજ’ છે એવી વ્યાખ્યા સાચી છે. જો આપણે પ્રામાણિક પણે આપણી જાતને જોઈએ, તો આપણને સ્પષ્ટ પણે નજર આવશે કે આપણે દુષ્ટ છીએ. જેઓ પોતાની જાત સાથે પ્રામાણિક છે તે આવા જ નિષ્કર્ષમાં આવશે.
પણ, એવું લાગે છે કે ઘણાં લોકો એવું સ્વીકારવા તૈયાર જ નથી કે તેઓ પાપનો જથ્થો છે. ઘણાં લોકો આરામદાયક જીવન જીવે છે કેમ કે તેઓ પોતાની જાતને પાપી માનતા જ નથી. આપણે દુષ્ટતા આચરનારા છીએ, તેથી આપણે પાપી સભ્યતાનું નિર્માણ કર્યું છે. જો આ સાચું ન હોત, તો આપણે પાપ આચરતા શરમાતા હોત. જો કે, આપણામાંના ઘણાં લોકો પાપ આચરતા શરમાતા નથી.
તોપણ, તેમની વિવેકબુદ્ધિ જાણે છે. દરેક વ્યક્તિ પાસે વિવેકબુદ્ધિ છે જે તેઓને કહે છે કે “આ શરમજનક છે”. આદમ અને હવા પાપ કર્યા પછી વૃક્ષ પાછળ સંતાઈ ગયા. આજે, ઘણાં પાપીઓ પોતાને ખરાબ પાપની સંસ્કૃતિ પાછળ સંતાડી દે છે. ઈશ્વરના ન્યાયને ટાળવા માટે તેઓ તેમના સાથી પાપીઓની પાછળ પોતાને સંતાડી દે છે.
લોકો પોતાની ભ્રમણા દ્વારા છેતરાઈ ગયા છે. તેઓ પોતાને બીજાઓ કરતા વધારે ધાર્મિક માને છે. તેથી, જ્યારે તેઓ કોઈ ખરાબ સમાચાર સાંભળશે, ત્યારે તેઓ ક્રોધ સાથે રડી પડે છે, “કોઈ વ્યક્તિ આવું કઈ રીતે કરી શકે? કોઈ દીકરો પોતાના માતાપિતા સાથે આવું કઈ રીતે કરી શકે?” તેઓ પોતે જ માને છે કે તેઓ આવું ન કરી શકે.
પ્રિય મિત્રો, તમારાં માટે તમારી જાતને ઓળખાવી ખુબજ કઠીન છે? સાચી રીતે આપણી જાતને ઓળખવા માટે, સૌપ્રથમ આપણે પાપોની માફી પ્રાપ્ત કરવી પડશે. આપણાં મનુષ્ય સ્વભાવ વિષે ની જાણકારી મેળવવામાં આપણને લાંબો સમય લાગશે, અને આપણામાંથી ઘણાં લોકો તો એવા છે કે જેઓ તેમના મૃત્યુ સુધી પણ આ બાબત વિષે નહિ જાણી શકે.
તમારી જાતને ઓળખો
જેઓ પોતાની જાતને નથી ઓળખાતા તેઓ કઈરીતે જીવે છે?
તેઓ પોતાના પાપોને છુપાવીને દંભી જીવન જીવે છે.
ઘણીવાર આપણો સામનો એવા લોકો સાથે થાય છે જેઓ ખરેખર પોતાની જાતને ઓળખતા જ નથી. સોક્રેટિસે કહ્યું, “તમારી જાતને ઓળખો”. જોકે, આપણામાંથી ઘણાં લોકો નથી જાણતા કે આપણાં હૃદયમાં શું છે: હત્યા, ચોરી, લાલચ, દુષ્ટતા, કપટ, અનીતિ, ખરાબ દ્રષ્ટિ...વગેરે.
જે પોતાની જાતને નથી ઓળખતો તેના હોઠ પર સાપનું ઝેર રહેલું હોય છે પણ તે સારાપણાંની વાતો જ કરે છે. તેનું કારણ એ છે કે તે વ્યક્તિ જાણતો નથી કે જન્મથી જ અનિવાર્ય પાપી છે.
આ સંસારમાં એવા ઘણાં લોકો છે જે પોતાના સાચા સ્વભાવ વિષે જાણતા જ નથી. તેઓએ પોતાની જાતને છેતરી છે અને તેઓ સંપૂર્ણપણે પોતાના ભ્રમમાં વીંટળાઈને પોતાનું જીવન જીવવા દ્વારા અંત લાવે છે. તેઓ નથી જાણતા કે તેઓ પોતાના ભ્રમને લીધે પોતાની જાતને નરકમાં ધકેલી રહ્યા છે.
માણસ જીવનભર સતત પાપ ફેલાવતો રહ્યો છે.
શા માટે તેઓ નરકમાં જાય છે?
કેમ કે તેઓ પોતાની જાતને ઓળખાતા નથી.
આવો માર્ક ૭:૨૧-૨૩ જોઈએ, “કેમ કે માંહેથી, એટલે માણસોના હૃદયમાંથી, ભૂંડા વિચારો નીકળે છે, એટલે છીનાળાં, ચોરીઓ, હત્યાઓ, વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, કામાતુરપણું, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખપણું; એ બધાં ભૂંડાં વાનાં માંહેથી નીકળે છે, ને માણસને વટાળે છે”. માણસનું મન તેની માંના ગર્ભમાંથી જ દુષ્ટ વિચારોથી ભરેલું હોય છે.
આવો આપણે કલ્પના કરીએ કે વ્યક્તિનું મન કાચના પ્યાલાનું બનેલું છે અને કોઈ ગંદા પ્રવાહી એટલે કે આપણાં પાપથી છલોછલ ભરેલુ છે. જ્યારે આ વ્યકી આઘો પાછો થાય તો શું થશે? ગંદુ પ્રવાહી (પાપ) ચારેય બાજુ ઢોળાઈ જશે. જેમ જેમ વ્યક્તિ ફરતો જશે તેમ તેમ પાપ ચારેય બાજુ ઢોળાતું જશે.
આપણે, જેઓ પાપનો જથ્થો છીએ, આપણું જીવન આવી રીતે જ જીવીએ છીએ. આપણે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં પાપ ઢોળીએ છીએ. આપણે જીવનભર પાપ કરીએ છીએ કેમ કે આપણે પાપનો જથ્થો છીએ.
સમસ્યા એ છે કે આપણને ભાન નથી કે આપણે પાપનો જથ્થો છીએ, બીજી ભાષામાં કહું તો, પાપના બીજો છીએ. આપણે પાપનો જથ્થો છીએ અને જન્મથી જ આપણાં હૃદયમાં પાપ છે.
પાપનો જથ્થો છલકાવા માટે તૈયાર છે. તેમ છતાં, લોકો માનતા નથી કે તેઓ સ્વાભાવિક રીતે પાપથી ભરેલાં છે. તેઓ માને છે કે બીજા લોકો તેમને પાપ તરફ દોરે છે અને તેથી તેઓ સારાં છે.
જયારે માણસ પાપ કરે છે ત્યારે તે વિચારે છે કે પાપોને સાફ કરવા માટે તેને ફક્ત પોતાની જાતને સાફ કરવાની જરૂર છે. તેઓ દર વખતે પાપ કરીને પોતાની જાતને સાફ કર્યા કરે છે અને પોતાની જાતને કહે છે કે આમાં તેનો કોઈ વાંક ન હતો. આપણે આપણી જાતોને સાફ કરીએ છીએ તો શું તેનો અર્થ એવો છે કે વારંવાર ઢોળવું સારુ છે? આપણે તેનેમ વારંવાર સાફ કરવું પડશે.
જ્યારે પ્યાલો પાપથી ભરાઈ જાય છે ત્યારે તે વારંવાર ઢોળાયા કરશે. બહારથી સાફ કરવાનો કોઈ જ અર્થ નથી. જ્યાં સુધી પ્યાલો પાપથી ભરેલો છે ત્યાં સુધી આપણે ધાર્મિક કૃત્યો કરવા દ્વારા આપણી જાતને બહારથી ગમે તેટલી સાફ કરીએ પણ તેનો કોઈ અર્થ નથી.
આપણે એટલા બધા પાપો સાથે જન્મ લીધો છે કે હવે આપણું હૃદય ખાલી થઈ શકે તેમ નથી, ભલે પછી ગમે તેટલા પાપ આપણે ઢોળીએ. તેથી, આપણે જીવનભાર પાપ કર્યા જ કરીએ છીએ.
જ્યાં સુધી કોઈ વ્યક્તિને એ ખબર નહિ પડે કે તે પાપનો જથ્થો છે, ત્યાં સુધી તે વ્યક્તિ પોતાનો પાપી સ્વભાવ છુપાવતો રહેશે. પાપ દરેક મનુષ્યના હૃદયમાં રહેલું છે અને તે બહારની સપાટી સાફ કરવાથી જતું નથી. જ્યારે આપણે નાનું પાપ ઢોળીએ છીએ, ત્યારે આપણે કપડાથી તેને સાફ કરીએ છીએ. જયારે આપણે ફરીથી ઢોળીએ છીએ, ત્યારે આપણે પોતાથી...ટુવાલથી અને પછી ગોદડાંથી સાફ કરીએ છીએ. આપણે એવી આશા રાખીએ છીએ કે જો આપણે વારંવાર તેને સાફ કરીશું તો તે સાફ થઈ જશે, પણ ખરેખર તે વારંવાર ઢોળાયા કરશે.
તમને શું લાગે છે આવું ક્યા સુધી ચાલશે? આવું માણસના મૃત્યુ સુધી ચાલશે. માણસ તેના મૃત્યુના દિવસ સુધી પાપ કરતો રહે છે. તેથી આપણે છૂટકારો મેળવવા ઈસુ પર વિશ્વાસ કરવો પડશે. છૂટકારો મેળવવા સૌપ્રથમ આપણે આપણી જાતને ઓળખાવી પડશે.
કોણ કૃતજ્ઞતા પૂર્વક ઈસુના પ્રેમને મેળવી શકે છે?
જે પાપી કબૂલ કરે કે તેણે ઘણાં ખરાબ કાર્યો કર્યા છે
ચાલો આપણે બે માણસો ને જોઈએ કે જેઓ ગંદા પ્રવાહીથી ભરેલા બે કાચના પ્યાલાઓ જેવા છે. બંને પ્યાલાઓ પાપથી ભરેલા છે. તેમાંથી એક પોતાની તરફ જોઈને કહે છે, “અરે, હું કેટલો પાપી માણસ છું”. પછી, તે છોડી દે છે અને કોઈ એવા વ્યક્તિની શોધમાં જશે જે તેને મદદ કરી શેકે.
પણ બીજો વિચારે છે કે તે ખરેખર દુષ્ટ નથી. તે પોતાની અંદરના પાપના જથ્થાને જોઈ શકતો નથી અને વિચારે છે કે તે પાપી નથી. તેના જીવનભર તે ઢોળાયેલું સાફ કરતો રહે છે. તે એક બાજુ સાફ કરે છે અને પછી બીજી બાજુ...પછી તરત બીજી તરફ ફરે છે.,..
એવા ઘણાં બધા લોકો છે જે સાવચેતી પૂર્વક જીવન જીવે છે, ચારેય બાજુ ન ઢોળાય તે માટે તેઓ બને તેટલું ઓછું પાપ કરવાનો પ્રયત્ન કરે છે. પણ તેમના હૃદયમાં હજું પાપ તો છે જ, આવું કરવાથી શું ફાયદો થશે? સાવચેત રહેવું તેમને સ્વર્ગની નજીક નહિ લઈ જાય પરંતુ ‘સાવચેત રહેવું’ તેમને નરકના માર્ગમાં લઈ જશે
પ્રિય મિત્રો, ‘સાવચેત રહેવું’ ફક્ત નરક તરફ જ દોરી જાય છે. આપણે આ પાઠને હૃદયમાં સંગ્રહીને રાખવો જોઈએ. જ્યારે માણસો સાવચેત હોય છે, ત્યારે તેમના પાપો વધારે ઢોળાતાં નથી, પણ છતાં તેઓ પાપી તો છે જ.
મનુષ્યજાતિના હૃદયમાં શું રહેલું છે? પાપ? અનૈતિકતા? હા! દુષ્ટ વિચારે? હા! ચોરી? હા! ઉદ્ધતાઈ? હા!
આપણે મદદ નથી કરી શકતા પણ આપણે કબૂલ કરી શકીએ છીએ કે આપણે પાપના સમૂહો છીએ, ખાસ કરીને ત્યારે જયારે આપણને કોઈ શીખવાડતું નથી છતાં આપણે આપણી જાતને પાપી અને દુષ્ટ કાર્યો કરતા જોઈએ છીએ.
આપણે જ્યારે નાની ઉંમરના હોઈએ ત્યારે કદાચ તે આપણને સ્પષ્ટ ન લાગે. પણ આપણે જ્યારે વૃદ્ધ થઈએ ત્યારે? જ્યારે આપણે ઉચ્ચ શાળામાં, કોલેજમાં, એમ આગળ વધતા જઈએ ત્યારે આપણને સમજાય છે કે આપણી અંદર જે કંઈપણ છે તે પાપ છે. શું આ સાચું નથી? પ્રામાણિકપણે કહું છું, આપણાં પાપી સ્વભાવને છૂપાવવું અશક્ય છે. ખરુંને? આપણે પાપ ઢોળતાં જ રહીએ છીએ. પછી આપણે પસ્તાવો કરીએ છીએ, “મારે આવું નહોતું કરવું જોઈતું”. જોકે, ખરેખર બદલાવું આપણને અશક્ય લાગે છે. આવું શા માટે? કેમ કે આપણે દરેક પાપના જથ્થા સાથે જનમ્યાં છીએ.
આપણે ફક્ત સાવચેત રહેવા દ્વારા શુદ્ધ થઈ શકતા નથી. સંપૂર્ણ છૂટકારો મેળવવા માટે આપણે તે જાણવાની જરૂર છે કે આપણે પાપના જથ્થાના રૂપમાં જન્મ લીધો છે. જેઓ કૃતજ્ઞતાથી ઈસુએ તૈયાર કરેલા છૂટકારાનો સ્વીકાર કરશે તેઓ જ ઉદ્ધાર પામશે.
જેઓ એવું વિચારે છે કે, “મેં વધારે ખોટું કે પાપો નથી કર્યા”, તેઓ એ વાત પર વિશ્વાસ નહિ કરે કે ઈસુએ તેઓના સઘળાં પાપો લઈ લીધા છે અને તેથી તેઓ નરક માટે નિયુક્ત થયેલા છે. આપણે જાણવું જોઈએ કે આપણાંમાંથી દરેકની અંદર આ પાપનો જથ્થો રહેલો છે કારણકે આપણે તેની સાથે જ જનમ્યાં છીએ.
જો કોઈ વિચારે કે, “મેં વધારે ખોટું નથી કર્યું પણ જો ફક્ત આ નાનાં પાપથી મને છૂટકારો મળે તો”, શું પછી તે પાપથી સ્વતંત્ર થશે? આવું ક્યારેય નહિ થાય.
જે વ્યક્તિ છૂટકારો મેળવી શકે છે તે જાણે છે કે તે પાપનો ઢગલો છે. તે સંપૂર્ણ પણે વિશ્વાસ કરે છે કે ઈસુએ યર્દન નદીમાં બાપ્તિસ્માં લેવા દ્વારા આપણાં સઘળાં પાપો લઈ લીધા અને જ્યારે તે આપણાં માટે મૃત્યુ પામ્યો ત્યારે તેણે પાપોની કિંમત ચુકાવી દીધી.
આપણને છૂટકારો મળ્યો હોય કે ન મળ્યો હોય, પણ આપણે બધાં ભ્રમમાં જ જીવીએ છીએ. આપણે પાપનો જથ્થો છીએ. આપણે ત્યારેજ છૂટકારો પ્રાપ્ત કરી શકીએ જયારે આપણે વિશ્વાસ કરીએ કે ઈસુએ આપણાં બધા પાપો લઈ લીધા છે.
જેઓમાં ‘નાનું અમથું પાપ’ છે તેઓને ઈશ્વરે છૂટકારો નથી આપ્યો
તે કોણ છે જે ઈશ્વરને છેતેરે છે?
તે જે દરરોજના પાપ માટે માફી માંગે છે
જેઓમાં ‘નાનું અમથું પાપ’ છે તેઓને ઈશ્વર છૂટકારો નથી આપતા. ઈશ્વર તેઓ તરફ નજર પણ નથી કરતા જેઓ કહે છે, “ઈશ્વર, મારી અંદર ફક્ત નાનું અમથું પાપ છે”. તે તેવા વ્યક્તિઓ પર દયા કરે છે જેઓ કહે છે કે, “ઈશ્વર, હું પાપનો જથ્થો છું. હું નરકમાં જઈ રહ્યો છું. મહેરબાની કરીને મને બચાવ”. સંપૂર્ણ પાપી જે કહે છે કે, “ઈશ્વર, જો તું મને બચાવીશ તો જ હું બચીશ. હવે વધારે હું પસ્તાવાની પ્રાર્થન કરી શકતો નથી કારણકે હું જાણું છું કે હું વારંવાર પાપ કરું છું. મહેરબાની કરીને મને બચાવ”.
ઈશ્વર તેઓને બચાવે છે જેઓ સંપૂર્ણપણે તેના ઉપર આધારિત રહે છે. હું પણ દરરોજ પસ્તાવાની પ્રાર્થના કરતો હતો, પણ પસ્તાવાની પ્રાર્થનાએ મને ક્યારેય પાપથી સ્વતંત્ર ન કર્યો. તેથી, હું ઈશ્વર આગળ ઘૂટણભેર પડ્યો અને પ્રાર્થના કરી, “ઈશ્વર, મહેરબાની કરીને મારા પર દયા કરો અને મારા સઘળાં પાપોથી મને બચાવો”. જે વ્યક્તિ આવીરીતે પ્રાર્થના કરશે તે બચી જશે. તેઓ ઈશ્વરના છૂટકારા અને યોહાન બાપ્તિસ્ત દ્વારા ઈસુના બાપ્તિસ્માં પર વિશ્વાસ કરશે. તેઓ બચી જશે.
ઈશ્વર ફક્ત તેવા લોકોને બચાવશે જેઓ પોતાની જાતને ઓળખે છે કે તેઓ પાપનો જથ્થો અને દુષ્કૃત્યો આચરનારાઓના વંશજો છે. કોઈ વ્યક્તિ જે કહે છે કે, “મેં ફક્ત નાનું અમથું પાપ કર્યું છે. મહેરબાની કરીને મને માફ કરો” તેઓ હજી પાપી છે અને ઈશ્વર તેઓને બચાવી શકતા નથી. ઈશ્વર ફક્ત તેવા લોકોને જ બચાવે છે જેઓ કબૂલ કરે છે કે તેઓ સંપૂર્ણ પાપના સમૂહો છે.
યશાયા ૫૯:૧-૨ માં લખ્યું છે, “જુઓ, યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે; અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે. પણ તમારા અપરાધો તમારી ને તમારા દેવની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે, અને તમારાં પાપોએ તેનું મુખ તમારી તરફથી એવું ફેરવી નાખ્યું છે કે, તે સાંભળે નહિ.”
આપણે પાપના જથ્થા સાથે જન્મેલાં છીએ તેથી ઈશ્વર આપણને પ્રેમાળ દ્રષ્ટિથી જોતો નથી. એટલા માટે નહિ કે તેનો હાથ ટૂંકો થઈ ગયો છે, તેના કાન મંદ પડી ગયા છે તેથી તે આપણી માફીની પ્રાર્થના સાંભળી ન શકે.
ઈશ્વર આપણને કહે છે, “પણ તમારા અપરાધો તમારી ને તમારા દેવની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે, અને તમારાં પાપોએ તેનું મુખ તમારી તરફથી એવું ફેરવી નાખ્યું છે કે, તે સાંભળે નહિ.” આપણાં હૃદયમાં ઘણાં પાપો હોવાથી, આપણે સ્વર્ગમાં પ્રવેશ પામી શકતા નથી, ભલે પછી દરવાજો ખુલ્લો કેમ ન હોય.
જો આપણે જેઓ પાપના સમૂહોથી ભરેલા છીએ, વારંવાર પાપ કર્યા પછી માફી માંગીએ તો ઈશ્વરને પોતાના દીકરાને વારંવાર મારવો પડે. ઈશ્વર આવું કરવા ઈચ્છતા નથી. તે કહે છે, “તમે દરરોજ તમારાં પાપ સાથે મારી પાસે ન આવો. તમને તમારાં સઘળાં પાપોથી છોડાવવા મેં મારા દીકરાને મોકલ્યો છે. તમારે ફક્ત એટલું સમજવાનું છે કે તેણે તમારાં પાપો કઈ રીતે લઈ લીધા અને તે સત્ય છે તેવું સ્વીકારવાનું છે. અને પછી ઉદ્ધાર પામવા માટે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવાનો છે. મારી સૃષ્ટિ, મેં તમને આપેલો આ સૌથી મહાન પ્રેમ છે.
ઈશ્વર આપણને કહે છે, “મારા પુત્ર પર વિશ્વાસ કરો અને તમારા પાપોની માફી મેળવો. મેં, તમારાં ઈશ્વરે, તમારાં સઘળાં પાપો અને દુર્વાસનાઓના બલિદાન તરીકે મારા પુત્રને મોકલ્યો છે. મારા પુત્ર પર વિશ્વાસ કરો અને ઉદ્ધાર પ્રાપ્ત કરો”.
જેઓ નથી જાણતા કે તેઓ પાપના સમૂહો છે તેઓ પોતાના દરેક નાનાં પાપો માટે પણ માફી માંગે છે. તેઓ તેમના પાપો કેટલા ભયંકર છે તે જાણ્યાં વગર ઈશ્વર આગળ જાય છે અને પ્રાર્થના કરે છે, “મહેરબાની કરીને આ નાના પાપને માફ કરો. હું ફરીથી આ નહિ કરું.”
તેઓ આવી પ્રાર્થનાઓ વડે પોતાને પણ છેતરે છે. આપણે ફક્ત એકવાર પાપ નથી કરતા, પણ મરતાં સુધી કરીએ છીએ. આપણે આપણાં જીવનના છેલ્લા દિવસ સુધી માફી માંગતા રહેવું પડશે, કેમ કે આપણે પાપ કરવાનું બંધ નહિ કરી શકીએ અને આપણું શરીર મૃત્યુ સુધી પાપના નિયમને અનુસરસે.
એક નાનાં પાપની માફી પાપની સમસ્યા નહિ ઉકેલી શકે કેમ કે આપણે દરરોજ અગણિત પાપો કરીએ છીએ. તેથી, પાપ માંથી સ્વતંત્ર થાવાનો માત્ર એક જ રસ્તો છે કે આપણાં પાપો ઈસુ પર નાંખવા.
માણસનો સ્વભાવ કેવો છે?
પાપોનો એક જથ્થો
બાઈબલ મનુષ્યના પાપોને ગણતરીમાં લે છે: “કેમ કે તમારા હાથ લોહીથી, ને તમારી આંગળીઓ અપરાધોથી અશુદ્ધ થઈ છે; તમારા હોઠો જૂઠું બોલ્યા છે, ને તમારી જીભ દુષ્ટતા બબડે છે. ન્યાયને અનુસરીને કોઈ દાવો કરતો નથી, ને સત્યથી કોઈ વાદ કરતો નથી; તેઓ વ્યર્થતા પર ભરોષો રાખે છે, ને જૂઠું બોલે છે; તેઓ વિપત્તિનો ગર્ભ ધરે છે, ને દુષ્ટતા પ્રસવે છે. તેઓ નાગણનાં ઈંડા સેવે છે, ને કરોળિયાની જાળો વણે છે; તેમના ઈંડા જે ખાય તે મરી જાય છે, ને જે છુંદાય છે તેમાંથી સાપ નીકળે છે. તેમની જાળો વસ્ત્ર તરીકે કામમાં આવશે નહિ, ને પોતાની કરણીઓથી તેઓ પોતાનું આચ્છાદન કરશે નહિ; તેમની કરણીઓ અન્યાયી છે, ને તેમના હાથોથી બળાત્કારનાં કામો થાય છે. તેઓના પગ દુષ્ટ કૃત્યો તરફ દોડે છે, ને નિરપરાધી લોહી વહેવડાવવાને તેઓ ઉતાવળ કરે છે; તેમના વિચારે ભૂંડા છે; તેમના માર્ગોમાં પાયમાલી તથા વિનાશ છે. તેઓ શાંતિનો માર્ગ જાણતા નથી; અને તેમના પગલાંમાં કંઈ ઈનસાફ નથી; તેઓએ પોતાનો માર્ગ વાંકોચૂકો કર્યો છે; જે કોઈ તે માર્ગે ચાલે છે, તેને શાંતિ મળતી નથી” (યશયા ૫૯:૩-૮).
માણસોની આંગળીઓ અપરાધોથી અશુદ્ધ થઈ છે અને તેઓ તેમના જીવનભર જે કંઈ પણ કરે છે તે પાપથી ભરેલું હોય છે. અને આપણી જીભ “જૂઠું બોલી” છે. આપણાં મુખમાંથી જે કંઈ પણ નીકળે છે તે સઘળું જૂઠું છે.
“જયારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાથી જ બોલે છે” (યોહાન ૮:૪૪). જેઓ નવો જન્મ પામેલા નથી તેઓ કહેશે કે, “હું તને સાચું કહું છું...હું તને ખરેખર કહું છું. હું જે કહું છું તે સત્ય છે...” પણ તેઓ જે કંઈ પણ કહે છે તે જૂઠું જ છે. જેમ લખેલું છે તેમ. “જ્યારે શેતાન બોલે છે ત્યારે તેના દુષ્ટ ઈરાદાઓથી જ બોલે છે”.
માણસ અર્થહીન શબ્દોમાં વિશ્વાસ રાખે છે અને જૂઠું બોલે છે. માણસ દુષ્ટતાને ધારણ કરે છે અને અન્યાયને જન્મ આપે છે. તેઓ નાગણનાં ઈંડા સેવે છે અને કરોળિયાની જાળો વણે છે. ઈશ્વર કહે છે, “તેમના ઈંડા જે ખાય તે મરી જાય છે, ને જે છુંદાય છે તેમાંથી સાપ નીકળે છે.” ઈશ્વર કહે છે તમારા હૃદયમાં નાગણનાં ઈંડા છે. નાગણનાં ઈંડા! તમારાં હૃદયમાં દુષ્ટતા છે. તેથી આપણે પાણી અને રક્તની સુવાર્તા પર વિશ્વાસ કરવા દ્વારા છૂટકારો મેળવવાની જરૂર છે.
જયારે હું ઈશ્વર વિષે વાત કરવાની શરૂઆત કરું છું, ત્યારે એવા લોકો પણ હોય છે જે કહે છે, “અરે, વહાલા! મહેરબાની કરીને મને ઈશ્વરની વાત કરીશ નહિ. દર વખતે હું કંઈક કરવાનો પ્રયત્ન કરું છું, પણ મારા અંદરથી પાપ ઢોળાઈ આવે છે. તે પૂરજોશમાં આવે છે. હું કોઈ જગ્યાએ પાપ ઢોળ્યાં વગર એક ડગલું પણ ચાલી શકતો નથી. હું કશું કરી શકતો નથી. હું ખુબજ પાપથી ભરેલો છું. હું ની:સહાય બની જાઉં છું. તેથી મને પવિત્ર ઈશ્વરની કોઈ પણ વાત ન કરો”.
આ વ્યક્તિ ચોક્કસપણે જાણે છે કે તે પાપનો જથ્થો છે, પરંતુ તે એ વાત નથી જાણતો કે ઈશ્વરે પોતાના પ્રેમની સુવાર્તા દ્વારા તેને સંપૂર્ણપણે બચાવી લીધો છે. જેઓ જાણે છે કે તેઓ પાપના સમૂહો છે તેઓ જ બચી શકશે.
હકીકતમાં પ્રત્યેક માણસ આ વ્યક્તિ જેવી જ છે. દરેક વ્યક્તિ જ્યાં જાય છે ત્યાં પાપ ઢોળે છે. પાપ છલકાય છે કેમ કે દરેક માણસ પાપનો જથ્થો છે. આવા અસ્તિત્વથી બચવાનો એકમાત્ર રસ્તો ઈશ્વરનું સામર્થ્ય છે. શું આ આશ્ચર્ય પમાડે તેવું નથી? જેઓ દુ:ખમાં, સુખમાં, કે આરામદાયી જીવનમાં પાપો ઢોળાતાં રહે છે તેઓ ફક્ત ઈસુ ખ્રિસ્ત દ્વારા જ બચી શકે છે. ઈસુ આપણને બચાવવા માટે આવ્યો.
તેણે તમારાં સઘળાં પાપોને સંપૂર્ણપણે કાઢી નાખ્યાં છે. તમે પાપનો જથ્થો છો એવું કબૂલ કરો અને ઉદ્ધાર પ્રાપ્ત કરો.