<યોહાન ૮:૧-૧૨>
“પણ ઈસુ જૈતૂનના પહાડ પર ગયો, પરોઢિયે તે ફરી મંદિરમાં આવ્યો ત્યારે સઘળા લોક તેની પાસે આવ્યા; અને તેણે બેસીને તેઓને બોધ કર્યો. ત્યારે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ વ્યભિચારમાં પકડાયેલી એક સ્ત્રીને લાવે છે; અને તેને વચમાં ઉભી રાખીને, તેઓ તેને કહે છે કે, ગુરુ, આ સ્ત્રી વ્યભિચાર કરતાં જ પકડાઈ છે. હવે મૂસાએ નિયમશાસ્ત્રમાં આપણને આજ્ઞા આપી છે કે, એવીઓને પથ્થરે મારવી; તો તું તેને વિષે શું કહે છે? પણ તેના પર દોષ મૂકવાનું [કારણ] તેમને મળી આવે માટે તેનું પરીક્ષણ કરતાં તેઓએ એ કહ્યું. પણ ઈસુએ નીચા વળીને ભોંય પર આંગળીએ લખ્યું. તેઓએ તેને પૂછ્યા કર્યું, ત્યારે તેણે ઊભા થઈને કહ્યું કે, તમારામાં જે કોઈ પાપ વગરનો હોય તે પહેલો તેના પર પથ્થર નાખે. ફરી તેણે નીચા વળીને આંગળી વડે ભોંય પર લખ્યું. તેઓ એ સાંભળીને ઘરડાથી માંડીને એક પછી એક નીકળી ગયા, અને એકલા ઈસુને તથા વચમાં ઊભી રહેલી સ્ત્રીને મૂકી ગયા. ત્યારે ઈસુ ઊભો થયો, અને તેને પૂછ્યું કે, બાઈ, તેઓ ક્યાં છે? શું કોઈએ તને દોષિત ઠરાવી નથી? તેણે કહ્યું કે, પ્રભુ, કોઈએ નહિ. ત્યારે ઈસુએ કહ્યું કે, હું પણ તને દોષિત નથી ઠરાવતો; તું ચાલી જા; હવેથી પાપ કરતી ના. ઈસુએ ફરી તેઓને કહ્યું કે, જગતનું અજવાળું હું છું; જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહિ ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે.”
ઈસુએ કેટલાં પાપો દૂર કર્યા?
સંસારના સઘળા પાપો
ઈસુ આપણને અનંત છૂટકારો આપ્યો છે. જો કોઈ ઈસુ પર ઉદ્ધારકર્તા તરીકે વિશ્વાસ કરે, તો આ સંસારમાં એવું કોઈપણ નથી જે છૂટકારો ન મેળવી શકે. તેણે આપણને સઘળાને છોડાવ્યાં છે. જો કોઈ પાપી જે પોતાનાં પાપ પર વ્યથા કરતુ હોય તો, તે ઈસુએ તેનાં બાપ્તિસ્માં અને વધસ્તંભ દ્વારા તેને સઘળા પાપોથી કઈરીતે છોડાવ્યો તે વિષેની તેની ગેરસમજના કારણે છે.
આપણે દરેકે ઉદ્ધારના રહસ્યમાં વિશ્વાસ કરવો જોઈએ. ઈસુએ બાપ્તિસ્માં દ્વારા આપણાં સઘળા પાપો લઈ લીધા છે અને વધસ્તંભ પર મૃત્યુ પામવા દ્વારા આપણાં પાપોના ન્યાયને લઈ લીધો.
તમારે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવો જોઈએ; સઘળા પાપોથી અનંત છૂટકારો. તમારે તેના મહાન પ્રેમ જેણે તમને પહેલેથી જ ધર્મી બનાવ્યા છે તેના પર વિશ્વાસ કરવો જોઈએ. યર્દન નદી અને વધસ્તંભ પર તેણે તમારાં ઉદ્ધાર માટે જે કર્યું તેના પર વિશ્વાસ કરો.
ઈસુ આપણાં સઘળા ગુપ્ત પાપો વિષે જાણે છે. ઘણાં લોકોને પાપ વિષે ગેરસમજ હોય છે. તેઓ વિચારે છે કે કેટલાક પાપોનો છૂટકારો મેળવી શકાતો નથી. ઈસુએ સઘળા પાપો, એકે એક પાપોનો છૂટકારો આપ્યો છે.
આ સંસારમાં એવું એક પણ પાપ નથી કે જે તેનાથી છૂટી ગયું હોય. કેમ કે તેણે આ સંસારમાં સઘળા પાપોને દૂર કર્યા છે, તેથી સત્ય એ છે કે હવે કોઈ પાપી નથી. શું તમને સમજાયું કે સુવાર્તાએ તમારાં સઘળા પાપોથી છૂટકારો આપ્યો છે, તમારા ભવિષ્યના પાપો પણ? તેમાં વિશ્વાસ કરો અને ઉદ્ધાર પામો, અને બધીજ મહિમા ઈશ્વરને આપો.
સ્ત્રી જે વ્યભિચારમાં પકડાઈ હતી
સંસારમાં કેટલાં લોકો વ્યભિચાર કરે છે?
દરેક લોકો
યોહાન ૮મા, એક સ્ત્રી વિષેની કહાની છે જે વ્યભિચારમાં પકડાઈ હતી. અને આપણે જોયું કે કેવીરીતે ઈસુ તેને બચાવે છે. તેણીએ જે પ્રાપ્ત કરી તે કૃપા અમે વહેંચવા માગીએ છીએ. એવું કહેવું વધારે નહિ હોય કે સઘળા મનુષ્યો તેમનાં જીવનમાં કોઈને કોઈ સ્તરે વ્યભિચાર કરે છે. દરેક વ્યક્તિ વ્યભિચાર કરે છે.
જો તમે વિચારો છો કે તેવું નથી, તે ફક્ત એટલાં માટે કેમ કે આપણે વારંવાર તે કરીએ છીએ તેથી એવું લાગે છે કે આપણે તે કરતા જ નથી. શા માટે? આપણે આપણાં જીવનમાં ઘણાં બધાં વ્યભિચારો લઈને જીવીએ છીએ.
યોહાન ૮માં જે સ્ત્રી હતી તેના પર નજર નાંખતા, આપણાં મધ્યમાં જેણે વ્યભિચાર કર્યું ન હોય તેવું વ્યક્તિ છે કે નથી તેના વિષે ચિંતન કરું છું. એવું કોઈ નથી જેણે વ્યભિચાર ન કર્યું હોય, તે સ્ત્રી જે વ્યભિચારમાં પકડાઈ હતી તેમ જ. આપણે દરેકે તે કર્યું છે, પણ આપણે એવો ઢોંગ કરીએ છીએ કે આપણે નથી કર્યું.
શું તમે એવું વિચારો છો કે હું ખોટો છું? ના, હું નથી. અંદર કાળજીપૂર્વક જુઓ. શેરીમાં સ્ત્રી તરફ જોતી વખતે, તેઓના વિચારો અને કાર્યોમાં, કોઈપણ સમયે, કોઈપણ જગ્યાએ તેઓ વ્યભિચાર કરે છે.
તેમને ખ્યાલ નથી આવતો કે તેઓ આ કરી રહ્યાં છે. ઘણાં લોકો એવા છે જેઓ મરી જાય ત્યાં સુધી તેઓને ખબર નથી પડતી કે તેઓએ જીવનભર અસંખ્ય વ્યભિચાર કર્યા છે. ફક્ત જેઓ પકડાયા છે તેઓ જ નહિ, પણ આપણે દરેક લોકો પણ જેઓ પકડાયા નથી. સઘળા લોકો તેમનાં વિચારો અને કાર્યોમાં તે કરે છે. શું આ આપણાં જીવનનો ભાગ નથી?
શું તમે ઉદાસ છો? તે સત્ય છે. આપણે તે વિષે માત્ર સાવધાન છીએ કેમ કે આપણે શરમ અનુભવીએ છીએ. સત્ય એ છે કે આ દિવસોમાં લોકો દરેક સમયે વ્યભિચાર કરે છે, પણ સમજતા નથી કે તેઓ તે કરી રહ્યાં છે.
લોકો તેમની આત્મામાં પણ વ્યભિચાર કરે છે. આપણે, જે ઈશ્વર દ્વારા બનાવવામાં આવ્યા છીએ, આ પૃથ્વી પર એ વાત સમજ્યા વિના જીવન જીવીએ છીએ કે આપણે આત્મિક વ્યભિચાર પણ કરીએ છીએ. બીજા દેવતાઓની આરાધના કરવી તે આત્મિક વ્યભિચાર કરવા જેવું જ છે કેમ કે ફક્ત ઈશ્વરજ આખી મનુષ્યજાતિનો એકમાત્ર પતિ છે.
વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રી એક મનુષ્ય હતી, આપણાં દરેકની જેમ જ, અને તેણીએ ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરી, આપણી જેમ જ જેઓ છૂટકારો પ્રાપ્ત કરેલાં છીએ. પણ પાખંડી ફરોશીઓએ તેણીને તેઓની ઉપસ્થિતિમાં ઊભી રાખી અને ન્યાયાધીશની જેમ તેણી તરફ આંગળી ચીંધી, તેઓ તેણી પર પથ્થર ફેંકવાની તૈયારીમાં જ હતા. તેઓ તેણીને ધમકાવવા અને ન્યાય કરવાની તૈયારીમાં જ હતા જેમ કે તેઓ પોતે શુદ્ધ હોય, અને ક્યારેય વ્યભિચાર ન કર્યો હોય.
સાથી ખ્રિસ્તીઓ, જેઓ પોતાની જાતને પાપનો ઢગલો સમજે છે તેઓ ઈશ્વરની સામે કોઈનો પણ ન્યાય કરતા નથી. તેના બદલે, તેઓ જાણે છે કે તેઓએ પણ તેમના આખા જીવન દરમિયાન વ્યભિચાર કર્યો છે, અને તેઓ ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરે છે જેના દ્વારા આપણો છૂટકારો થયો છે. ફક્ત તેઓ જેમને સમજાય છે કે તેઓ પાપી છે જેમણે વ્યભિચાર કર્યો છે તેઓ જ ઈશ્વર સમક્ષ છૂટકારો મેળવવાને લાયક છે.
ઈશ્વરની કૃપા કોણ પ્રાપ્ત કરે છે?
ઈશ્વરની કૃપા કોણ પ્રાપ્ત કરે છે?
અયોગ્ય લોકો
જે વ્યભિચાર કર્યા વગર શુદ્ધ જીવન જીવે છે તે તેની કૃપા પ્રાપ્ત કરે છે, કે એક અયોગ્ય માણસ જે સ્વીકારે છે કે તે ખુબજ પાપી છે તે ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરે છે? જે વ્યક્તિ કૃપા પ્રાપ્ત કરે છે તે તેવો વ્યક્તિ છે જે તેના છૂટકારાની પુષ્કળ કૃપા પ્રાપ્ત કરે છે. જેઓ પોતાની મદદ નથી કરી શકતા, તેઓ નબળાં અને ની:સહાય છે, તેઓ છૂટકારો પ્રાપ્ત કરે છે. તેઓ તે લોકો છે જે તેમની કૃપામાં છે.
જેઓ વિચારે છે કે તેઓ પાપ વગરના છે તેઓ છૂટકારો પ્રાપ્ત કરી શકતા નથી. જો છૂટકારો મેળવવા જેવું કશું હોય જ નહિ તો તેઓ છૂટકારો કઈ રીતે મેળવી શકે?
શાસ્ત્રીઓ અને ફરોશીઓ વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રીને લઈને ઈસુની સામે આવે છે અને તેઓની વચમાં ઊભી રાખે છે અને ઈસુને પૂછે છે, “ગુરુ, આ સ્ત્રી વ્યભિચાર કરતાં જ પકડાઈ છે. હવે મૂસાએ નિયમશાસ્ત્રમાં આપણને આજ્ઞા આપી છે કે, એવીઓને પથ્થરે મારવી; તો તું તેને વિષે શું કહે છે?” શા માટે તેઓ સ્ત્રીને ઈસુની સામે લાવ્યા અને તેની પરીક્ષા કરી?
તેઓએ પોતે પણ ઘણીવાર વ્યભિચાર કર્યો હતો, પણ તેઓ ઈસુદ્વારા તેણીનો ન્યાય કરવા માંગતા હતા અને તેણીને મારી નાંખવા માંગતા હતા જેથી ઈસુ પર દોષ મૂકી શકાય.
ઈસુ જાણતાં હતા કે તેઓ શું વિચારી રહ્યાં છે અને સ્ત્રી વિષે પણ સઘળું જાણતાં હતા. તેથી તેણે કહ્યું, “તમારામાં જે કોઈ પાપ વગરનો હોય તે પહેલો તેના પર પથ્થર નાખે.” પછી શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઘરડાથી માંડીને એક પછી એક નીકળી ગયા, અને એકલા ઈસુને તથા સ્ત્રીને મૂકી ગયા.
જેઓ બાકી રહી ગયા તેઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ હતા, ધાર્મિક આગેવાનો. જેમ કે તેઓ પોતે પાપી ન હોય તેવી રીતે, તેઓ સ્ત્રીનો ન્યાય કરવાની તૈયારીમાં હતા જે વ્યભિચાર કરતા પકડાઈ હતી.
ઈસુએ આ જગતમાં પોતાના પ્રેમને જાહેર કર્યો છે. તે પ્રેમેનો યજમાન હતો. ઈસુએ લોકોને ભોજન આપ્યું, મરેલાંને જીવતા કર્યા, વિધવાના છોકરાને જીવતો કર્યો, બેથનિયાના લાજરસને સજીવન કર્યો, કોઢીઓને સાજા કર્યા, અને ગરીબો માટે ચમત્કારો કર્યા. તેણે પાપીઓના સઘળા પાપો લઈ લીધા અને તેઓને ઉદ્ધાર આપ્યો.
ઈસુ આપણને પ્રેમ કરે છે. તે સર્વશક્તિમાન છે જે કંઈ પણ કરી શકે છે, પણ શાસ્ત્રીઓ અને ફરોશીઓએ વિચાર્યું કે તે તેઓનો દુશ્મન છે. તેથી તેઓ સ્ત્રીને તેની સામે લઈને આવ્યાં અને તેની પરીક્ષા કરી.
તેઓએ પૂછ્યું, ગુરુ, મૂસાએ નિયમશાસ્ત્રમાં આપણને આજ્ઞા આપી છે કે, એવીઓને પથ્થરે મારવી; તો તું તેને વિષે શું કહે છે?” તેઓએ વિચાર્યું કે તે તેણીને પથ્થર મારવાનું કહેશે. શા માટે? જો ઈશ્વરના નિયમમાં લખ્યાં અનુસાર આપણો ન્યાય કરવામાં આવે, તો જેઓએ વ્યભિચાર કર્યો છે તેઓને અપવાદ વગર પથ્થરે મારી નાંખવા જોઈએ.
દરેકને પથ્થરે મારી નાંખવા જોઈએ અને દરેક નરકમાં જવા માટે નિયોજિત છે. પાપનો મુસારો મરણ છે. તેમ છતાં, ઈસુએ તેઓને તેને પથ્થર મારવાનું ન કહ્યું. તેણે કહ્યું, “તમારામાં જે કોઈ પાપ વગરનો હોય તે પહેલો તેના પર પથ્થર નાખે.”
શા માટે ઈશ્વરે આપણને નિયમની ૬૧૩ કલમો આપી છે?
આપણને ભાન કરાવવા કે આપણે પાપી છીએ
નિયમ ક્રોધ લાવે છે. ઈશ્વર પવિત્ર છે માટે તેમના નિયમ પણ. આ પવિત્ર નિયમો ૬૧૩ કલમોમાં આપણી પાસે આવ્યા. ઈશ્વરે આપણને નિયમોની ૬૧૩ કલમો આપી છે તેનું કારણ એ છે કે આપણને ભાન થાય કે આપણે પાપી છીએ; આપણે અપૂર્ણ છીએ. તે આપણને શીખવે છે કે આપણે છૂટકારો મેળવવા માટે ઈશ્વરની કૃપાની ઈચ્છા રાખવી જોઈએ. જો આપણે આ નથી જાણતાં અને ફક્ત નિયમોમાં જે લખ્યું છે તે વિષે જ વિચાર કરીએ છીએ, તો આપણને પથ્થરેથી મારી નાંખવા જોઈતા હતા, વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રીની જેમ.
શાસ્ત્રીઓ અને ફરોશીઓ જેઓ તેના નિયમના સત્યને નહોતા જાણતાં તેઓએ કદાચ વિચાર્યું હશે કે તેઓ સ્ત્રી પર પથ્થર ફેંકી શકે છે, કદાચ આપણાં ઉપર પણ. પરંતુ, આવાજ પાપી કૃત્ય માટે એક નિસહાય સ્ત્રી પર પથ્થર ફેંકવાની હિંમત કોણ કરી શકે? જો તે વ્યભિચારમાં પકડાઈ હોય તો પણ, આ જગતનો કોઈ પણ વ્યક્તિ તેના પર પથ્થર નહિ ફેંકે.
જો સ્ત્રી અને આપણાં બધાનો ન્યાય ફક્ત નિયમ અનુસાર કરવામાં આવે, તો આપણે, સાથે સાથે સ્ત્રી પણ, ભયાનક ન્યાય પ્રાપ્ત કરીશું. પણ ઈસુએ આપણને જેઓ પાપી છીએ તેઓને આપણાં પાપથી અને ત્વરિતના ન્યાયથી બચાવ્યા. જો ઈશ્વરના નિયમો આપણાં દરેક પાપો પર લાગૂ કરવામાં આવે, તો આપણાંમાંનો કોણ જીવિત રહી શકે? આપણાંમાંથી દરેકનો અંત નરકમાં થશે.
પણ શાસ્ત્રીઓ અને ફરોશીઓ જે રીતે નિયમો લખવામાં આવ્યા છે ફક્ત તે રીતે જ જાણતાં હતાં. જો તેના નિયમોને સાચી રીતે લાગૂ કરવામાં આવે, તો તેઓએ જેનો ન્યાય કર્યો હતો તેવી જ રીતે તેઓ પણ ચોક્કસ રીતે મરત. હકીકતમાં, ઈશ્વરના નિયમો માણસોને આપવામાં આવ્યા જેથી તેઓને તેમના પાપોનું ભાન થાય, પણ તેઓએ સહન કર્યું કારણકે તેઓ નિયમને ખોટી રીતે સમજ્યા અને ખોટી રીતે તેનો ઉપયોગ કર્યો.
આજના ફરોશીઓ, બાઈબલના ફરોશીઓ જેવા જ છે, ફક્ત જેમ લખવામાં આવ્યું છે તેમ જ સમજે છે. તેઓએ કૃપા, ન્યાય અને ઈશ્વરના સત્યને સમજવું જોઈએ. તેઓએ ઉદ્ધાર પામવા માટે છૂટકારાની સુવાર્તા શીખવી પડશે.
ફરોશીઓએ કહ્યું, ”નિયમશાસ્ત્રમાં આપણને આજ્ઞા આપી છે કે, એવીઓને પથ્થરે મારવી; તો તું તેને વિષે શું કહે છે?” તેઓએ આત્મવિશ્વાસથી તેઓના પથ્થરો પકડીને પૂછ્યું. તેઓએ ચોક્કસપણે વિચાર્યું હશે કે ઈસુ પાસે આ વિષે કહેવા માટે કશું જ નહિ હોય. તેઓ ઈસુના પ્રત્યુત્તરની રાહ જોઈ રહ્યા હતાં.
જો ઈસુએ નિયમશાસ્ત્ર પ્રમાણે ન્યાય કર્યો હોત તો તેઓ તેને પણ પથ્થરે મારત. તેઓનો ઉદ્દેશ્ય ઈસુ અને સ્ત્રી બંનેને પથ્થરે મારવાનો હતો. જો ઈસુએ સ્ત્રીને પથ્થર મારવાની ના પાડી હોત, તો તેઓએ કહ્યું હોત કે તેણે ઈશ્વરના નિયમનું અપમાન કર્યું છે, અને તેને નિંદાના લીધે પથ્થરે મારી નાખ્યો હોત. તે ખુબજ ભયાવહ છટકું હતું!
પણ ઈસુ નીચે નમ્યો અને જમીન પર આંગળી વડે લખ્યું, અને તેઓએ તેને પૂછવાનું ચાલુ રાખ્યું, “તું શું કહે છે? તું જમીન પર શું લખે છે? અમારાં પ્રશ્નનો ઉત્તર આપ. તું શું કહે છે?” તેઓએ ઈસુ તરફ તેઓની આંગળી ચીંધી અને તેની પજવણી કરી.
પછી, ઈસુ ઊભો થયો અને તેઓને કહ્યું કે તમારામાં જે કોઈ પાપ વગરનો હોય તે પહેલો તેના પર પથ્થર નાખે. પછી તેણે નીચે વળીને જમીન પર લખવાનું ચાલું રાખ્યું. જેઓએ તે સાંભળ્યું, તેઓ તેની વિવેકબુદ્ધિના લીધે દોષી ઠર્યા. એક પછી એક જવા લાગ્યા, ઘરડાથી માંડીને એક પછી એક નીકળી ગયા, અને એકલા ઈસુને તથા વચમાં ઊભી રહેલી સ્ત્રીને મૂકી ગયા.
“તમારામાં જે કોઈ પાપ વગરનો હોય તે પહેલો તેના પર પથ્થર નાખે.”
પાપો ક્યાં નોંધવામાં આવ્યા છે?
આપણાં હૃદયપટ પર અને કરણીઓના પુસ્તકમાં
ઈસુએ તેઓને કહ્યું, “તમારામાં જે કોઈ પાપ વગરનો હોય તે પહેલો તેના પર પથ્થર નાખે.” અને તેણે જમીન પર લખવાનું ચાલુ રાખ્યું. કેટલાક ઘરડાઓએ ત્યાંથી ચાલ્યા જવાનું શરુ કર્યું. ઘરડા ફરોશીઓ, જેઓએ ઘણાં પાપ કર્યા હતા, તેઓએ પહેલા જવાની જરૂર હતી. નાનાંઓ પણ ત્યાંથી ચાલ્યા ગયા. ધારોકે ઈસુ આપણી મધ્યે ઊભો હોત, અને આપણે સ્ત્રીની ફરતે ઊભા હોત. જો ઈસુએ આપણને કહ્યું હોત કે આપણામાંનો કોઈ એક પહેલા પથ્થર ફેંકે, તો તમે શું કર્યું હોત?
ઈસુ જમીન પર શું લખતો હતો? ઈશ્વર, જેણે આપણને બનાવ્યાં છે, તે આપણાં પાપો બે જુદી જુદી જગ્યાઓએ લખે છે.
પહેલું, તે આપણાં પાપોને આપણાં હૃદયપટ પર લખે છે.“ યહૂદાનું પાપ લોઢાના ટાંકાણાથી તથા હીરાકણીથી લખેલું છે; તે તેઓના હૃદયપટ પર તથા અમારી વેદીઓનાં શિંગો પર કોતરેલું છે” (યાર્મિયા ૧૭:૧).
ઈશ્વર યહૂદા દ્વારા આપણી સાથે વાત કરે છે, જે આપણો પ્રતિનિધિ છે. મનુષ્યોના પાપો લોઢાના ટાંકાણાથી અને હીરાકણીથી કોતરવામાં આવ્યા છે. તે આપણાં હૃદયપટ પર લખવામાં આવ્યા છે. ઈસુ નીચે વળ્યો અને જમીન ઉપર લખ્યું કે દરેક લોકો પાપી છે.
ઈશ્વર જાણે છે કે આપણે પાપ કરીએ છીએ અને તે પાપોને આપણાં હૃદયપટ પર કોતરે છે. પ્રથમ, તે આપણી કરણીઓ, આપણાં કરેલા પાપોને નોંધે છે, કેમ કે આપણે નિયમની સામે નબળા છીએ. જેમ પાપો આપણાં હૃદયપટ પર નોંધાયેલા છે, તેથી જ્યારે આપણે નિયમો સામે જોઈએ ત્યારે આપણને ભાન થાય કે આપણે પાપી છીએ. જ્યારથી તેણે આપણાં હૃદય અને વિવેકબુદ્ધિમાં તેને નોંધ્યા છે, ત્યારથી આપણે જાણીએ છીએ કે તેની સામે આપણે પાપી છીએ.
ઈસુ જમીન પર લખવા માટે બીજીવાર નીચે વળ્યા. પવિત્રશાસ્ત્ર એવું પણ કહે છે કે ઈશ્વરની સામે આપણાં દરેક પાપો કરણીઓના પુસ્તકમાં નોંધવામાં આવ્યા છે (પ્રકટીકરણ ૨૧:૧૨). દરેક પાપીઓનું નામ અને તેઓના પાપ પુસ્તકમાં નોંધાયેલા છે. તે વ્યક્તિના હૃદયપટ પર પણ નોંધાયેલા છે. આપણાં પાપો કારણીઓના પુસ્તકમાં અને આપણાં હૃદયપટ બંને જગ્યાએ નોંધાયેલ છે.
પાપો દરેક લોકોના હૃદયપટ પર નોંધાયેલા છે, યુવાન કે વૃદ્ધ. તેથી ઈસુની સમક્ષ તેઓના પાપ વિષે કહેવા માટે તેઓની પાસે કશું જ નહતું. તેઓ, જેણે સ્ત્રીને પથ્થર મારવાનો પ્રયત્ન કર્યો હતો, તેઓ ઈશ્વરના વચનો આગળ નિસહાય હતાં.
આપણાં પાપો જે બે જગ્યાએ નોંધાયેલા છે તે ક્યારે ભૂંસી નાંખવામાં આવશે?
જ્યારે આપણે આપણાં હૃદયમાં પાણી અને ઈસુના રક્તના છૂટકારાનો સ્વીકાર કરીશું ત્યારે.
જોકે, જ્યારે તમે તેનો ઉદ્ધાર પ્રાપ્ત કરો છો, ત્યારે કરણીઓના પુસ્તકમાંના તમારા સઘળા પાપો ભૂંસાઈ જાય છે અને તમારું નામ જીવનની પુસ્તકમાં લખવામાં આવે છે. જેઓના નામ જીવનની પુસ્તકમાં લખવામાં આવ્યા છે તેઓ સ્વર્ગમાં જશે. તેઓની સારી કરણીઓ, ઈશ્વરના રાજ્ય અને તેની ધાર્મિકતા માટે કરેલા તેના કાર્યને પણ જીવનની પુસ્તકમાં નોંધવામાં આવશે. તેઓ સ્વર્ગમાં સ્વીકૃત છે. જેઓએ તેમના પાપમાંથી છૂટકારો મેળવ્યો છે તેઓ અનંતકાળની જગ્યામાં પ્રવેશ પામશે.
યાદરાખો કે દરેક લોકોના સઘળા પાપો બે જગ્યાએ નોંધાયેલા છે, તેથી કોઈપણ ઈશ્વરને છેતરી શકતું નથી. તેવું કોઈ નથી જેણે પોતાના હૃદયમાં પાપ ન કર્યું હોય કે વ્યભિચાર ન કર્યો હોય. દરેક લોકો પાપી અને અપૂર્ણ છે.
જેઓએ પોતાના હૃદયમાં ઈસુના છૂટકારાનો સ્વીકાર કર્યો નથી તેઓ તેમના પાપો પર વેદના કરશે. તેઓ વિશ્વાસુ નથી. તેઓ તેમના પાપોના કારણે ઈશ્વર અને બીજાઓથી ડરે છે. પણ જે ક્ષણે તેઓ તેમના હૃદયમાં પાણી અને આત્માની છૂટકારાની સુવાર્તા પર વિશ્વાસ કરશે, ત્યારે તેમના હૃદયપટ પર અને કરણીઓના પુસ્તકમાં લખેલા સઘળા પાપો ભૂંસાઈ જશે. તેઓ તેમના સઘળા પાપોથી બચી ગયા છે.
સ્વર્ગમાં જીવનનું પુસ્તક છે. જેઓ પાણી અને આત્માની છૂટકારાની સુવાર્તા પર વિશ્વાસ કરે છે તેઓના નામ તે પુસ્તકમાં નોંધવામાં આવ્યા છે, તેથી તેઓ સ્વર્ગમાં પ્રવેશ પામશે. તેઓ સ્વર્ગમાં પ્રવેશ પામશે એટલા માટે નહિ કે તેઓએ આ જગતમાં કોઈ પાપ નથી કર્યું, પરંતુ પાણી અને આત્માના છૂટકારા પર વિશ્વાસ કરવા દ્વારા તેમનો છૂટકારો થયો છે માટે. તે ‘વિશ્વાસનો નિયમ’ છે (રોમન ૩:૨૭).
સાથી ખ્રિસ્તીઓ, શાસ્ત્રીઓ અને ફરોશીઓ પાપી હતા, વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રીની જેમ.
હકીકતમાં, તેઓએ કદાચ વધારે પાપ કર્યા હશે કેમ કે તેઓ પાપી નથી એ વાત પર વિશ્વાસ કરવા દ્વારા તેઓએ પોતાની જાતને અને લોકોને છેતર્યા હતાં. ધાર્મિક આગેવાનો ઔપચારિક પરવાનગીવાળા લૂંટારાઓ હતાં. તેઓ આત્માના લૂંટારાઓ હતાં, બીજા શબ્દોમાં, જીવનના લૂંટારાઓ. તેઓ પોતે છૂટકારો પામેલા ન હતા છતાં બીજાઓને અધિકાર સાથે શીખવવાની હિંમત કરતા હતાં.
નિયમ અનુસાર એવું કોઈ નથી જેણે પાપ ન કર્યું હોય, પણ વ્યક્તિ ધર્મી બની શકે છે, એટલા માટે નહિ કે તેણે પાપ નથી કર્યું, પણ એટલા માટે કેમ કે સઘળા પાપોથી તેને છૂટકારો મળી ગયો છે. આવા વ્યક્તિનું નામ જીવનની પુસ્તકમાં લખેલું છે. મહત્વની બાબત એ છે કે વ્યક્તિનું નામ જીવનની પુસ્તકમાં લખેલું છે કે નથી. લોકો જીવનભર પાપ કર્યા વગર રહી શકતા નથી, તેથી પુસ્તકમાં નામ લખાવા માટે તેઓને અનંત છૂટકારો પ્રાપ્ત કરવો જ પડશે.
સ્વર્ગમાં તમારો સ્વીકાર થશે કે નહિ તે એ બાબત પર આધાર રાખે છે કે તમે સાચી સુવાર્તા પર વિશ્વાસ રાખો છો કે નહિ. તમે ઈસુના ઉદ્ધારને સ્વીકારો છો કે નહિ તેના આધારે તમે ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરશો. જે સ્ત્રી પકડાઈ હતી તેની સાથે શું થયું? કદાચ તેણીએ ઘૂટણભેર પાડી અને પોતાની આંખો બંધ કરી દીધી હશે કેમ કે તેણીને ખબર હતી કે તે મરવા જઈ રહી છે. તે કદાચ ડર અને પસ્તાવાને લીધે રડતી હશે. લોકો જયારે મૃત્યુનો સામને કરે છે ત્યારે પોતાની જાત સાથે પ્રામાણિક બને છે.
“અરે, ઈશ્વર, મારે મારવાનું છે તે બરાબર જ છે. મહેરબાની કરીને મારી આત્માને તારા હાથમાં સ્વીકાર કર, અને મારા પર દયા કર. મહેરબાની કરીને મારાં પર દયા કર, ઈસુ.” તે છૂટકારાના પ્રેમ માટે ઈસુને વિનંતી કરે છે. “ઈશ્વર, જો તું મારો ન્યાય કરીશ, તો મારો ન્યાય થશે, અને જો તું કહીશ કે હું પાપરહિત છું, તો મારા પાપો ભૂંસાઈ જશે, તે તારા પર આધાર રાખે છે.” તેણીએ કદાચ આ બધી વાતો કહી હશે. તેણીએ કદાચ કબૂલાત કરી હશે કે બધું જ ઈસુ પર આધાર રાખે છે.
જે સ્ત્રીને ઈસુની સમક્ષ લાવવામાં આવી તેણે એવું નથી કહ્યું કે, ”મેં ખરાબ કર્યું છે, મહેરબાની કરીને મારાં વ્યભિચારને માફ કરી દો.” તેણીએ કહ્યું, “મહેરબાની કરીને મારા પાપથી મારો ઉદ્ધાર કર. જો તું મારા પાપોનો છૂટકારો કરીશ, તો હું બચી જઈશ. જો નહિ કરે, તો હું નરકમાં જઈશ. મારે તારા છૂટકારાની જરૂર છે. માટે ઈશ્વરના પ્રેમની જેરીર છે , અને મારે ઈશ્વરની દયાની જરૂર છે.” તેણીએ તેની આંખો બંધ કરી અને તેના પાપની કબૂલાત કરી.
અને ઈસુએ તેણીને પૂછ્યું, “તેઓ ક્યાં છે? શું કોઈએ તને દોષિત ઠરાવી નથી?” તેણે ઉત્તર આપ્યો, “પ્રભુ, કોઈએ નહિ.”
અને ઈસુએ તેણે કહ્યું, “હું પણ તને દોષિત નથી ઠરાવતો.” ઈસુએ તેને દોષિત ઠારવી નહિ કેમ કે ઈસુએ યર્દન નદીમાં તેના બાપ્તિસ્માં દ્વારા પહેલાજ તેના બધા પાપ લઈ લીધા હતા, અને તે પહેલેથી જ છૂટકારો પામેલી હતી. હવે, તે સ્ત્રી ને નહિ, પણ ઈસુને તેણીના પાપોને લીધે ન્યાયનો સામનો કરવાનો હતો.
તેણે કહ્યું, “હું પણ તને દોષિત નથી ઠરાવતો.”
શું તે ઈસુ દ્વારા દોષિત ઠરી?
ના
આ સ્ત્રી ઈસુમાં ઉદ્ધારથી આશીર્વાદિત હતી. તેણી તેનાં સઘળા પાપોથી છૂટકારો મેળવી ચૂકી હતી. આપણાં પ્રભુ ઈસુ આપણને કહે છે કે તેણે આપણાં સઘળા પાપોનો છૂટકારો આપ્યો છે અને તેથી આપણે બધા ધર્મી છીએ.
તે બાઈબલમાં પણ આપણને કહે છે. આપણાં પાપોની કિંમત ચૂકવવા માટે તે વધસ્તંભ પર મૃત્યુ પામ્યો, જે તેણે તેના યર્દન નદીના બાપ્તિસ્માં દ્વારા લઈ લીધા. તે આપણને સ્પષ્ટ રીતે કહે છે કે જે કોઈ તેના બાપ્તિસ્માંના છૂટકારા અને વધસ્તંભ પરના ન્યાય પર વિશ્વાસ કરે છે તે સઘળા લોકોને તે છૂટકારો આપે છે. આપણને દરેકને ઈસુના લખેલા વચનની જરૂર છે અને વચનને વળગી રહેવાની જરૂર છે. ત્યારબાદ, આપણે સઘળા છૂટકારા વડે આશીર્વાદિત થઈશું.
“ઈશ્વર, તમારા સમક્ષ મારી કોઈ યોગ્યતા નથી. મારા અંદર કંઈજ સારુ નથી. મારી પાસે તમને બતાવવા માટે પાપ સિવાય બીજું કશું જ નથી. પણ હું વિશ્વાસ કરું છું કે ઈસુ મારા છૂટકારાનો પ્રભુ છે. તેણે યર્દન નદીમાં મારાં સઘળા પાપો લઈ લીધા અને વધસ્તંભ પર તેની ભરપાઈ કરી દીધી. તેણે તેના બાપ્તિસ્માં અને તેના રક્ત દ્વારા મારાં સઘળા પાપો લઈ લીધા. હું તમારા પર વિશ્વાસ કરું છું, પ્રભુ.”
આ રીતે તમને ઉદ્ધાર મળ્યો છે. ઈસુ ‘આપણને દોષિત ઠરાવતો’ નથી. તેણે આપણને ઈશ્વરના બાળકો બનાવાનો અધિકાર આપ્યો છે: જેઓ પાણી અને આત્માના છૂટકારા પર વિશ્વાસ કરે છે, તેણે તેઓના સઘળા પાપો લઈ લીધા છે અને તેઓને ધર્મી બનાવ્યા છીએ.
પ્રિય મિત્રો! સ્ત્રીને છૂટકારો મળ્યો. જે સ્ત્રી વ્યભિચારમાં પકડાઈ હતી તે આપણાં પ્રભુ ઈસુના છૂટકારા વડે આશીર્વાદિત થઈ. આપણે પણ તેવા આશીર્વાદિત થઈ શકીએ છીએ. જે કોઈ પોતાના પાપને જાણે છે અને ઈશ્વર પાસે પોતાના માટે દયા માંગે છે, અને જે કોઈ ઈસુમાં પાણી અને આત્માના છૂટકારા પર વિશ્વાસ કરે છે તેઓ ઈશ્વર તરફથી છૂટકારાનો આશીર્વાદ પ્રાપ્ત કરશે. જેઓ પોતાના પાપ ઈશ્વર આગળ કબૂલ કરે છે તેઓ છૂટકારો મેળવશે, પણ જેઓને પોતાના જ પાપનું ભાન નથી તેઓ છૂટકારા વડે આશીર્વાદિત થશે નહિ.
ઈસુ જગતના પાપોને લઈ લે છે (યોહાન ૧:૨૯). જગતનો કોઈપણ પાપી છૂટકારો મેળવી શકે છે જો તે ઈસુ પર વિશ્વાસ કરે તો. ઈસુએ સ્ત્રીને કહ્યું, “હું પણ તને દોષિત નથી ઠરાવતો.” તેણે કહ્યું કે તે તેણીને દીષિત નથી ઠરાવતો કેમ કે ઈસુના બાપ્તિસ્માં દ્વારા પહેલેથી જ તેણીના બધા પાપો તેના પર લઈ લેવામાં આવ્યા છે. તેણે આપણાં સઘળા પાપો પોતાના પર લઈ લીધા, અને આપણા બદલામાં તેનો ન્યાય કરવામાં આવ્યો.
આપણે ઈસુ સમક્ષ છૂટકારો મેળવવો જોઈએ
શું મોટું છે, ઈશ્વરનો પ્રેમ કે ઈશ્વરનો ન્યાય?
ઈશ્વરનો પ્રેમ
જેઓના હાથમાં પથ્થરો હતાં તે ફરોશીઓ, અને આજના ધાર્મિક આગેવાનો, નિયમોનું શાબ્દિક રીતે અર્થઘટન કરે છે. તેઓ માને છે કે નિયમ આપણને કહે છે વ્યભિચાર ન કર, અને જો કોઈ આવું પાપ કરે તો તેને પથ્થરે મારી નાંખવું. જ્યારે તેઓ વ્યભિચાર ન કરવાનો ઢોંગ કરતાં હતાં ત્યારે તેઓ ચોરી છૂપે સ્ત્રીઓ પર નજર નાખતા હતાં. તેઓ નથી તો છૂટકારો પ્રાપ્ત કરી શકતા કે નથી તો ઉદ્ધાર પામી શકતા. ફરોશીઓ અને શાસ્ત્રીઓ આ જગતના નૈતિકતાવાદી હતાં. તેઓ તે નહોતા જેઓને ઈસુએ તેડ્યા હતાં. આ લોકોએ ક્યારેય ઈસુ પાસે થી સાંભળ્યું નથી કે “હું તને દોષિત નથી ઠરાવતો.”
ફક્ત તે સ્ત્રી જે વ્યભિચારમાં પકડાઈ હતી તેણે તે આનંદદાયક શબ્દો સાંભળ્યા હતાં. જો તમે તેની સામે પ્રામાણિક છો, તો તમે પણ તેણી જેવા આશીર્વાદિત થઈ શકો છો. “ઈશ્વર, હું જીવનભર વ્યભિચાર કરું છું. મને તેની જાણકારી નથી કેમ કે હું તે વારંવાર કરું છું. હું તેવા પાપ દરરોજ ઘણી બધી વખત કરું છું.
જયારે આપણે નિયમો અને હકીકતને સ્વીકાર કરીએ છીએ કે આપણે પાપી છીએ જેને મરવું જ જોઈએ અને પ્રામાણિકતાથી ઈશ્વરનો સામનો કરીએ છીએ અને કહીએ છીએ, “ઈશ્વર, હું આવો જ છું. મહેરબાની કરીને મને બચાવ.” ત્યારે ઈશ્વર આપણને તેના છૂટકારા વડે આશીર્વાદિત કરશે.
ઈસુનો પ્રેમ, પાણી અને આત્માની સુવાર્તાએ ઈશ્વરના ત્વરિત ન્યાય પર જીત મેળવ્યો છે. “હું પણ તને દોષિત નથી ઠરાવતો.” તે આપણને દોષિત ઠરાવતો નથી. તે કહે છે, “તું છૂટકારો પામી ચુક્યો છે.” આપણાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરુણાના ઈશ્વર છે. તેણે આપણને સંસારના સઘળા પાપોથી છોડાવ્યા છે.
આપણો ઈશ્વર ન્યાયનો ઈશ્વર છે અને પ્રેમનો ઈશ્વર છે. પાણી અને આત્માનો પ્રેમ તેના ન્યાય કરતા ઘણો ચડિયાતો છે.
તેનો પ્રેમ તેના ન્યાય કરતા ચડિયાતો છે
શા માટે તે આપણને બધાને છૂટકારો આપે છે?
કેમ કે તેનો પ્રેમ તેના ન્યાય કરતા ચડિયાતો છે.
જો ઈશ્વરે તેના ન્યાયને પૂર્ણ કરવા ચુકાદાને અમલમાં મૂક્યો હોત, તો તેણે સઘળા પાપીઓનો ન્યાય કર્યો હોત અને તેઓને નરકમાં મોકલ્યા હોત. પણ ઈસુના પ્રેમને કારણે, જે આપણને બધા જ ન્યાયથી બચાવે છે, તે ચડિયાતું છે, ઈશ્વરે તેનો એકનો એક દીકરોને, ઈસુને મોકલ્યો. ઈસુએ આપણાં બધા પાપો પોતાના પર લઈ લીધા અને આપણા માટે તેણે ત્વરિત ન્યાય પ્રાપ્ત કર્યો. હવે, જે કોઈ ઈસુ પર પોતાના ઉદ્ધારક તરીકે વિશ્વાસ કરશે તે તેનું બાળક અને ધર્મી બનશે. તેનો પ્રેમ તેના ન્યાય કરતા ચડિયાતો છે, તેથી તેણે આપણને સર્વને છોડાવ્યા છે.
આપણે ઈશ્વરનો આભાર માનવો જ જોઈએ કે તે તેના ન્યાયથી આપણો ચુકાદો કરતો નથી. એકવાર ઈસુએ શાસ્ત્રીઓને, ફરોશીઓને, અને તેઓના શિષ્યોને કહ્યું, “પણ યજ્ઞ કરતાં હું દયા ચાહું છું, એનો શો અર્થ છે, તે જઈને શીખો; કેમ કે ન્યાયીઓને નહિ, પણ પાપીઓને તેડવા હું આવ્યો છું” (માથ્થી ૯:૧૩). કેટલાક લોકો હજી પણ કદાચ દરરોજ ગાય કે બકરાને મારતા હશે, અને ઈશ્વરની સામે અર્પણ કરતા, પ્રાર્થના કરતા કશે, “ઈશ્વર, દરરોજ મારા પાપો માફ કરો.” ઈશ્વર આપણાં અર્પણ નથી ચાહતો, પણ તે પાણી અને આત્માના છૂટકારા પર આપણા વિશ્વાસને ચાહે છે. તે ઈચ્છે છે કે આપણે છૂટકારો મેળવીએ અને મુક્ત થઈએ. તે આપણને તેનો પ્રેમ આપવા માગે છે અને આપણાં વિશ્વાસને સ્વીકારવા માગે છે. શું તમે બધા આ જોઈ શકો છો? ઈસુએ આપણને તેનો સંપૂર્ણ ઉદ્ધાર આપ્યો છે.
ઈસુ પાપને ધિક્કારે છે, પણ મનુષ્યો જે ઈશ્વરના સ્વરૂપમાં બનાવવામાં આવ્યા છે તેઓને તે ખુબજ પ્રેમ કરે છે. સૃષ્ટિની રચના પહેલા જ તેણે આપણને તેના બાળકો બનાવવાનો અને તેના બાપ્તિસમાં અને રક્ત દ્વારા આપણાં સઘળા પાપોને ભૂંસી નાખવાનો નિર્ણય લઈ લીધો હતો. ઈશ્વરે આખરે આપણને છૂટકારો આપવા, ઈસુમાં વસ્ત્ર પહેરાવવા, અને તેમના બાળક બનાવવા આપણી રચના કરી છે. આ આપણાં, તેમની રચના માટેનો તેનો પ્રેમ છે.
જો ઈશ્વર ફક્ત તેના નિયમ અનુસાર આપણો ન્યાય કરે, તો આપણે, પાપીઓને મરવું પડે. પણ તેણે આપણને બાપ્તિસ્માં અને વધસ્તંભ પર તેના દીકરાના ન્યાય દ્વારા આપણો છૂટકારો કર્યો છે. શું તમે વિશ્વાસ કરો છે? આવો જુના કરારમાં તેની ખાતરી કરીએ.
હારુન બકરાના માથા ઉપર પોતાના હાથ મૂકે છે
કોણે તેઓના પ્રતિનિધિ તરીકે ઈસ્રાએલના પાપો જીવતા બકરાના માથા પર મૂકે છે?
મહાયાજક
આ જગતના બધાં પાપોનું જૂના કરારના સ્થાપિત નિયમ પર વિશ્વાસ દ્વારા અને નવા કરારના બાપ્તિસ્માં દ્વારા પ્રાયશ્ચિત કરવામાં આવ્યું હતું. જૂના કરારમાં, ઈસ્રાએલના દરેક વાર્ષિક પાપોનું મહાયાજક દ્વારા પ્રાયશ્ચિત કરવામાં આવતું, જે ખામીરહિત બકરાના માથા પર પોતાના હાથ મૂકતો.
“અને હારુન જીવતા બકરાના મથા ઉપર પોતાના બન્ને હાથ મૂકે, ને તેના ઉપર ઈસ્રાએલપુત્રોના સર્વ અન્યાય તથા તેઓના સર્વ ઉલ્લંઘન એટલે તેઓના સર્વ પાપ કબૂલ કરીને તેઓને બકરાને શિરે મૂકે; અને ઠરાવેલા માણસની હસ્તક તેને અરણ્યમાં મોકલી દેવો” (લેવીય ૧૬:૨૧).
આ રીતે જૂના કરારમાં તેઓ પ્રાયશ્ચિત કરતા હતાં. દરરોજના પાપોથી છૂટકારો મેળવવા, વ્યક્તિ ખામીરહિત ઘેટું કે બકરું તંબુ પાસે લાવતો અને વેદી પર તેનું અર્પણ કરતો. તે અર્પણના માથાપર પોતાના હાથ રાખતો, અને તેના પાપો બલિદાન ઉપર જતા રહેતા. ત્યારબાદ, તે બલિદાનને મારવામાં આવતું અને યાજક તેના રક્તને વેદીના શીંગ પર છાંટતો.
વેદીના ચારેય ખૂણે શીંગ હતાં. શીંગ કરણીઓના પુસ્તકને દર્શાવે છે જે પ્રકટીકારણ ૨૧:૧૨ માં લખવામાં આવ્યું છે. બલિદાનના વધેલા રક્તને જમીન પર પણ છાંટવામાં આવતું. જમીન માણસના હૃદયને દર્શાવે છે કેમ કે માણસને ધૂળમાંથી બનાવવામાં આવ્યો છે. આ રીતે લોકો પોતાના દરરોજના પાપોનું પ્રાયશ્ચિત કરતા હતાં.
જોકે, તેઓ દરરોજ પાપનું અર્પણ આપી શકતા નહતા, તેથી, ઈશ્વરે તેઓના વાર્ષિક પાપ માટે વર્ષમાં એક જ વાર પ્રાયશ્ચિત કરવાની અનુમતિ આપી હતી. આ સાતમાં મહિનાના દસમાં દિવસે કરવામાં આવતું હતું, પ્રાયશ્ચિતનો દિવસ. તે દિવસે, મહાયાજક, દરેક ઈસ્રાએલી લોકોનો પ્રતિનિધિ, બે બકરાઓ લાવતો અને લોકોના દરેક પાપો તેના ઉપર મૂકવા માટે તે તેના હાથોને તેના ઉપર મૂકતો અને ઈસ્રાએલના લોકોના પ્રાયશ્ચિત માટે ઈશ્વર આગળ તેઓનું અર્પણ કરતો.
“અને હારુન જીવતા બકરાના મથા ઉપર પોતાના બન્ને હાથ મૂકે, ને તેના ઉપર ઈસ્રાએલપુત્રોના સર્વ અન્યાય તથા તેઓના સર્વ ઉલ્લંઘન એટલે તેઓના સર્વ પાપ કબૂલ કરીને તેઓને બકરાને શિરે મૂકે” (લેવીય ૧૬:૨૧).
ઈશ્વરે પ્રતિનિધિ બનવા માટે, મહાયાજક તરીકે હારુનની નિમણૂક કરી. દરેક લોકોને વ્યકિગત રીતે અર્પણ ઉપર હાથ મૂકવાની જગ્યાએ, દરેક લોકોનો પ્રતિનિધિ, મહાયાજક, આખા વર્ષના પાપોના પ્રાયશ્ચિત માટે જીવતા બકરા ઉપર પોતાના બન્ને હાથ મૂકતો.
તે ઈશ્વર સમક્ષ ઈસ્રાએલના સઘળા પાપો વર્ણવતો, “ઓ ઈશ્વર, ઈસ્રાએલના તમારા બાળકોએ પાપ કર્યું છે. અમે મૂર્તિઓની આરાધાના કરી છે, તારા નિયમોની દરેક કલમો તોડી છે, તારું નામ વ્યર્થ લીધું છે, બીજી મૂર્તિઓ બનાવી અને તારા કરતા વધારે તેને પ્રેમ કર્યો. અમે સાબ્બાથ ને પવિત્ર પાળ્યો નથી, અમારા માતાપિતાનો આદર કર્યો નથી, હત્યા કરી છે, વ્યભિચાર અને લૂંટ કરી...અમે અદેખાઈ અને ઝઘડામાં રસ લીધો.”
તેણે બધાજ પાપો સાંભળ્યા. “ઈશ્વર, ઈસ્રાએલના લોકો કે હું અમે કોઈ પણ તારા નિયમોને પાળી ન શક્યા. આ સઘળા પાપોથી છૂટકારો મેળવવા, હું આ બકરા ઉપર મારા હાથ મૂકું છું અને તે સઘળા પાપો તેની ઉપર મૂકું છું.” મહાયાજક દરેક લોકોના માટે અર્પણ ઉપર પોતાના હાથ મૂકે છે અને દરેક પાપોને અર્પણના માથા ઉપર મૂકે છે. સ્થાપિત નિયમ, અથવા બન્ને હાથો મૂકવાનો અર્થ છે ‘પસાર કરવું’ (લેવીય ૧:૧-૪, ૧૬:૨૦-૨૧)
જૂના કરારમાં પ્રાયશ્ચિત કઈ રીતે કરવામાં આવતું?
પાપ અર્પણના માથા પર બન્ને હાથ મૂકવા દ્વારા
ઈશ્વરે ઈસ્રાએલના લોકોને બલિદાનની પદ્ધતિ આપી હતી જેથી તેઓ પોતાના સઘળા પાપોને અર્પણના શિરે મૂકીને છૂટકારો મેળવે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પાપનું અર્પણ એબરહિત હોવું જોઈએ અને વ્યક્તિની જગ્યાએ પાપનું અર્પણ મરવું જોઈએ. પાપીઓનો વ્યક્તિગત છૂટકારો આવી રીતે થતો હતો.
જોકે, પ્રાયશ્ચિતના દિવસે, પાપના અર્પણને મારવામાં આવતું અને તેનું રક્ત પવિત્ર સ્થાનમાં લઈ જવામાં આવતું અને સાતવાર તેને દયાસન પર છાંટવામાં આવતું. આમ, ઈસ્રાએલના લોકો સાતમાં મહિનાના દસમાં દિવસે આખા વર્ષના પાપનું પ્રાયશ્ચિત કરતા હતા.
મહાયાજક પવિત્ર સ્થાનમાં બલિદાનનું અર્પણ કરવા માટે એકલો જતો હતો, પરંતુ લોકો બહાર એકઠા થતા અને મહાયાજકના એફોદના જામાની કોરે બાંધેલી સોનાની ઘૂઘરીઓનો અવાજ સાંભળતાં. જ્યારે દયાસન પર રક્ત છાંટવામાં આવતું ત્યારે સાતવાર ઘૂઘરીઓ વાગતી. પછી, લોકો આનંદ મનાવતા કે તેઓના પાપોનું પ્રાયશ્ચિત થઈ ગયું છે. સોનાની ઘૂઘરીઓનો અવાજ એ આનંદિત સુવાર્તાના અવાજને સૂચિત કરે છે.
તે સત્ય નથી કે ઈસુ ફક્ત થોડાક પસંદ કરેલા લોકોને જ પ્રેમ કરે છે અને કફત તેઓને જ છૂટકારો આપે છે. ઈસુએ એકજ વારમાં તેના બાપ્તિસ્માં વડે આખા જગતના સઘળા પાપોને લઈ લીધા. તે આપણને એકજ વારમાં હંમેશા માટે છૂટકારો આપવા માગતા હતાં. દરરોજ આપણાં પાપોનો છૂટકારો થઈ શકતો નથી, તેથી એકજ વારમાં તેઓને દૂર કરી નાખવામાં આવ્યા.
જૂના કરારમાં, સ્થાપિત નિયમો અને પાપ અર્પણના રક્ત દ્વારા પ્રાયશ્ચિત કરવામાં આવતું હતું. બધા લોકોની સામે હારુન પોતાના બન્ને હાથ જીવતા બકરાના માથા પર મૂકતો અને વર્ષ દરમિયાન લોકોએ કરેલા સઘળા પાપોને સૂચીબદ્ધ કરતો. તે ઈસ્રએલી લોકોના સામે બકરા ઉપર પાપો મૂકતો. મહાયાજક બકરા ઉપર પોતાના બન્ને હાથ મૂકે છે પછી લોકોના પાપો ક્યાં જાય છે? તે સઘળા બકરા ઉપર જાય છે.
પછી, ‘ઠરાવેલા માણસ’ દ્વારા બકરાને લઈ જવામાં આવતો. બકરોને, તેના પર ઈસ્રાએલના સઘળા પાપોને લઈને, અરણ્યમાં લઈ જવામાં આવતો જ્યાં પાણી કે ઘાસ ન હતું. પછી બકરાને ખરા તડકામાં ભટકવું પડતું અને છેલ્લે તે મૃત્યુ પામતો. બકરો ઈસ્રાએલના પાપોને કારણે મૃત્યુ પામતો.
આ ઈશ્વરનો પ્રેમ છે, છૂટકારાનો પ્રેમ. તે દિવસોમાં આ રીતે તેઓ આખા વર્ષના પાપોનું પ્રાયશ્ચિત કરતા હતા. પણ આપણે નવા કરારના સમયમાં જીવીએ છીએ. ઈસુ આપણી દુનિયામાં ઉતારીને આવ્યા તેને લગભગ ૨,૦૦૦ વર્ષ થઈ ગયા. તે આવ્યો અને તેણે જૂના કરારમાં કરેલા વાયદાઓને પૂરા કર્યા. તે આવ્યો અને આપણાં સઘળા પાપોથી છૂટકારો કર્યો.
આપણને દરેકને છોડાવવા
ઈસુનો અર્થ શું થાય છે?
ઉદ્ધારક જે તેના લોકોને તેઓના પાપથી બચાવશે
આવો માથ્થી ૧:૨૦-૨૧ વાંચીએ, “પણ એ સંબંધી તે વિચારતો હતો, એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે, ઓ યૂસફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાને બી મા; કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે. અને તેને દીકરો થશે, ને તું તેનું નામ ઈસુ પાડશે; કેમ કે જે પોતાના લોકોને તેઓનાં પાપથી તારશે તે એ જ છે” (માથ્થી ૧:૨૦-૨૧).
સ્વર્ગમાનાં આપણા પિતાએ જગતના સઘળા પાપોને સાફ કરવા પોતાના દીકરાને આ જગતમાં મોકલવા માટે કુંવારી મરિયમનું શરીર ઉછીનું લીધું. તેણે મરિયમ પાસે એક દૂતને મોકલ્યો અને તેને કહ્યું, “જો, તને ગર્ભ રહેશે, ને દીકરો થશે, ને તું તેનું નામ ઈસુ પાડશે.” તેનો અર્થ છે કે મરિયમ દ્વાર જે દીકરો થશે તે ઉદ્ધારક થશે. ઈસુ ખ્રિસ્તનો અર્થ છે કે જે પોતાના લોકને તારશે, બીજા શબ્દોમાં, ઉદ્ધારક.
તો, ઈસુ આપણને સઘળા પાપથી કેવીરીતે બચાવશે? યર્દન નદીમાં બાપ્તિસ્માં દ્વારા ઈસુએ જગતના સઘળા પાપોને લઈ લીધા. જ્યારે યોહન બપ્તીસ્તે તેને બાપ્તિસમાં આપ્યું, ત્યારે જગતના સઘળા પાપો તેના પર જતા રહ્યા. આવો માથ્થી ૩:૧૩-૧૭ વાંચીએ.
“ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસમા પામવા સારુ ગાલીલથી યર્દન [નદીએ] તેની પાસે આવ્યો. પણ યોહાને તેને વારતાં કહ્યું કે, તારાથી મારે બાપ્તિસ્મા પામવું જોઈએ, ને શું તું મારી પાસે આવે છે? પણ ઈસુએ તેને ઉત્તર દીધો કે, હમણાં એમ થવા દે: કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણને ઘટારત છે. ત્યારે તેણે તેને બાપ્તિસ્મા પામવા દીધું. અને ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યો; અને જુઓ, તેને સારુ આકાશ ઊઘડાયું, ને દેવના આત્માને કબૂતરની પેઠે ઊતરતો ને પોતા પર આવતો તેણે દીઠો. અને જુઓ, એવી આકાશવાણી થઈ કે, આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું.”
આપણને બધાને પાપોથી છૂટકારો આપવા માટે ઈસુ યોહાન બાપ્તિસ્ત પાસે ગયો. તે પાણીમાં ગયો અને યોહાન આગળ પોતાનું માથું આગળ કર્યું. “યોહાન, હવે મને બાપ્તિસ્મા આપ. હવે આપણને સઘળું ન્યાયીપણું પૂરું કરવું ઘટારત છે. મારે જગતના સઘળા પાપોને લઈ લેવાના છે અને દરેક પાપીઓને તેમના પાપોથી છોડાવવાના છે, મારે તેઓના પાપો બાપ્તિસ્મા દ્વારા લેવાની જરૂર છે. હવે મને બાપ્તિસ્મા આપ! અનુમતિ આપ!”
આમ, ન્યાયીપણું પૂરું કરવું ઘટારત છે. ઈસુ યર્દન નદીમાં યોહાન બાપ્તિસ્ત દ્વારા બાપ્તિસમા લીધું અને તે જ ક્ષણે, આપણાં પાપોથી જે છૂટકારો આપે છે તે ઈશ્વરનું ન્યાયીપણું પૂરું થયું.
આ રીતે તેણે આપણાં સઘળા પાપો લઈ લીધા. તમારા સઘળા પાપો ઈસુ પર નાખવામાં આવ્યા. શું તમે તે સમજો છો?
ઈસુના બાપ્તિસ્મા અને આત્માના છૂટકારા પર વિશ્વાસ કરો અને ઉદ્ધાર પ્રાપ્ત કરો.
કઈ રીતે સઘળું ન્યાયીપણું પૂરું થયું?
ઈસુના બાપ્તિસ્મા દ્વારા
ઈશ્વરે પહેલા ઈસ્રાએલને વાયદો કર્યો હતો કે પાપ અર્પણના બલિદાન ઉપર બન્ને હાથો રાખવા દ્વારા અને તેના બલિદાન દ્વારા જગતના સઘળા પાપો દૂર થશે. જોકે, દરેક લોકોનું વ્યક્તિગત રીતે બકરાના માથા પર હાથ મૂકવું અશક્ય હતું, તેથી ઈશ્વરે હારુનને મહાયાજક બનવા પવિત્ર કર્યો જેથી તે દરેક લોકો માટે અર્પણ ચઢાવી શકે. આમ, તે એકજ વારમાં તેઓના સઘળા વાર્ષિક પાપોને પાપ અર્પણ પર મૂકી દેતો. આ તેની બુદ્ધિ અને છૂટકારાનું સામર્થ છે. ઈશ્વર બુદ્ધિશાળી અને અદ્ભુત છે.
આખા જગતને બચાવવા તેણે તેના દીકરા ઈસુને મોકલ્યો. તેથી પાપ અર્પણ તૈયાર હતું. હવે, સઘળી મનુષ્યજાતિના પ્રતિનિધિ તરીકે કોઈક હોવું જરૂરી હતું, કે જે ઈસુના માથા પર પોતાના હાથ મૂકી શકે અને જગતના સઘળા પાપો તેના પર નાખી શકે. તે પ્રતિનિધિ યોહાન બાપ્તિસ્ત હતો. બાઈબલમાં લખ્યું છે કે ઈશ્વરે ઈસુને મોકલતા પહેલા આખી મનુષ્યજાતિના પ્રતિનિધિને મોકલ્યો.
તે યોહાન બાપ્તિસ્ત હતો, માણસોનો મહાયાજક. જેમ માથ્થી ૧૧:૧૧માં લખ્યું છે, “`સ્ત્રીઓથી જેટલા જન્મ્યા છે, તેઓમાં યોહાન બાપ્તિસ્ત કરતાં કોઈ મોટો ઉત્પન્ન થયો નથી.” માત્ર તે જ મનુષ્યોનો પ્રતિનિધિ છે. તેણે યોહાનને મનુષ્યજાતિના પ્રતિનિધિ તરીકે મોકલ્યો જેથી તે ઈસુને બાપ્તિસમા આપી શકે અને જગતના સઘળા પાપો તેના પર નાખી શકે.
જો પૃથ્વી પરના છ અબજ લોકો અત્યારે ઈસુ પાસે જાય અને દરેકને પોતાના પાપ તેના પર નાખવા ઈસુના માથા પર હાથ મૂકવો પડે, તો ઈસુના માથાની શું હાલત થાય? જો આ પૃથ્વી પરના છ અબજ કરતા વધારે લોકોને તેમના હાથ ઈસુ પર મૂકવા પડે, તો તે દ્રશ્ય સારુ નહિ હોય. કેટલાક ઉત્સાહી લોકો એટલું જોરથી દબાવશે કે તેના બધા વાળ નીકળી જશે. આમ, ઈશ્વરે બુદ્ધિથી આપણાં પ્રતિનિધિ તરીકે યોહાનાની નિમણૂક કરી અને જગતના સઘળા પાપોને ઈસુ પર નાખ્યાં, એકજ વાર હંમેશને માટે.
માથ્થી ૩:૧૩માં નોંધવામાં આવ્યું છે, “ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસમા પામવા સારુ ગાલીલથી યર્દન [નદીએ] તેની પાસે આવ્યો.” ત્યારે ઈસુ ૩૦ વર્ષના હતા. ઈસુના જન્મના ૮ દિવસ પછી તેની સુન્નત કરવામાં આવી, અને ત્યારથી તે ૩૦ વર્ષાનો થયો ત્યાં સુધીમાં તેની ફક્ત થોડીજ વિગતો છે.
ઈસુ ૩૦ વર્ષનો થાય ત્યાં સુધી તેને રાહ જોવા પાછળનું કારણ હતું કે જૂના કરાર પ્રમાણે તેને કાયદેસરનું સ્વર્ગીય મહાયાજક બનવાનું હતું. પુનર્નિયમમાં, ઈશ્વરે મૂસાને કહ્યું હતું કે મહાયાજક પદ સંભાળવા માટે મહાયાજક ઓછામાં ઓછો ૩૦ વર્ષનો હોવો જોઈએ. ઈસુ સ્વર્ગીય મહાયાજક હતો. શું તમે આ વિશ્વાસ કરો છો?
નવા કરારમાં, માથ્થી ૩:૧૩-૧૪, કહે છે, “ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસમા પામવા સારુ ગાલીલથી યર્દન [નદીએ] તેની પાસે આવ્યો. પણ યોહાને તેને વારતાં કહ્યું કે, તારાથી મારે બાપ્તિસ્મા પામવું જોઈએ.” મનુષ્યજાતનો પ્રતિનિધિ કોણ છે? યોહાન બાપ્તિસ્ત. તો પછી, સ્વર્ગનું પ્રતિનિધિ કોણ છે? ઈસુ ખ્રિસ્ત છે. પ્રતિનિધિઓની મુલાકાત થઈ. તો પછી મોટું કોણ છે? અવશ્ય, સ્વર્ગનો પ્રતિનિધિ મોટો છે.
યોહાન બાપ્તિસ્ત, જે ખુબજ સાહસિક હતો, તે દિવસોમાં તેણે ધાર્મિક આગેવાનોને ઘાંટો પાડીને કહ્યું, “સર્પના વંશજો! પસ્તાવો કરો!” તરત જ ઈસુ આગળ નમ્ર બની જાય છે. “તારાથી મારે બાપ્તિસ્મા પામવું જોઈએ, ને શું તું મારી પાસે આવે છે?”
આ સમયે, ઈસુએ કહ્યું, “હમણાં એમ થવા દે: કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણને ઘટારત છે.” ઈસુ આ જગતમાં ઈશ્વરનું ન્યાયીપણું પૂરું કરવા માટે આવ્યો, અને જ્યારે યોહાન બાપ્તિસ્તે તેને બાપ્તિસ્મા આપ્યું ત્યારે તે પૂરું થયું.
“ત્યારે તેણે તેને બાપ્તિસ્મા પામવા દીધું. અને ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યો; અને જુઓ, તેણે સારુ આકાશ ઊઘડાયું, ને દેવના આત્માને કબૂતરની પેઠે ઊતરતો ને પોતા પર આવતો તેણે દીઠો. અને જુઓ, એવી આકાશવાણી થઈ કે, આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું.”
જ્યારે તેણે બાપ્તિસ્મા લીધું ત્યારે આ થયું. જ્યારે તે યોહાન બાપ્તિસ્ત દ્વારા બાપ્તિસ્માં પામ્યો ત્યારે સ્વર્ગના દરવાજા ખુલી ગયા અને જગતના સઘળા પાપોને લઈ લીધા.
“અને યોહાન બાપ્તિસ્તના વખતથી તે હજી સુધી આકાશના રાજ્ય પર બળાત્કાર કરાય છે, ને બળાત્કાર કરનારાઓ બળાત્કારથી તે લઈ લે છે” (માથ્થી ૧૧:૧૨).
દરેક પ્રબોધકો અને ઈશ્વરના નિયમોએ યોહાન બાપ્તિસ્ત ઉપર ભવિષ્યવાણીઓ કરી છે. “અને યોહાન બાપ્તિસ્તના વખતથી તે હજી સુધી આકાશના રાજ્ય પર બળાત્કાર કરાય છે, ને બળાત્કાર કરનારાઓ બળાત્કારથી તે લઈ લે છે.” જેકોઈ તેના બાપ્તિસ્મા પર વિશ્વાસ કરે છે તે ચોક્કસપણે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકશે.
“હું પણ તને દોષિત નથી ઠરાવતો”
શા માટે વધસ્તંભ પર ઈસુનો ન્યાય થયો?
કેમ કે તેણે આપણાં સઘળા પાપો લઈ લીધા.
ઈસુ યોહાન બાપ્તિસ્ત દ્વારા બાપ્તિસ્મા પામ્યો અને જગતના સઘળા પાપો લઈ લીધા. પછી, વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રીને તેણે કહ્યું, “હું પણ તને દોષિત નથી ઠરાવતો.” તેણે સ્ત્રીને દોષિત ઠરાવી નહિ કારણકે તેણે યર્દન નદીમાં જગતના સઘળા પાપો લઈ લીધા હતાં અને તે પાપો માટે સ્ત્રીનો નહિ પણ ઈસુનો ન્યાય થયો.
ઈસુએ જગતના સઘળા પાપો ભૂંસી નાખ્યાં છે. આપણે જોઈ શકીએ છીએ કે વધસ્તંભ પર જે પીડા તેને સહન કરવાની હતી તેનાથી તે કેટલો ડરેલો હતો કારણકે ‘પાપનો મુસારો મરણ છે’ (રોમન ૬:૨૩). આ ન્યાય તેની પાસેથી પાછો લઈ લેવા માટે તેણે જૈતુન પર્વત પર ઈશ્વરને ત્રણ વાર પ્રાર્થના કરી. ઈસુ દેહ અને રક્તમાં હતો, તેથી સમજી શકાય છે કે તે પીડાથી ડરતો હતો. ન્યાયને પૂર્ણ કરવા ઈસુને લોહી વહેવડાવાની જરૂર હતી.
જેમ જૂના કરારમાં પાપોની કીમત ચૂકવવા માટે પાપ અર્પણને લોહી વહેવડાવાની જરૂર હતી, તેમ તેને પણ વધસ્તંભ પર બલિદાન થવાનું હતું. તેણે પહેલા જ જગતના સઘળા પાપો લઈ લીધા હતા અને હવે આપણાં છૂટકારા માટે તેને પોતાનું જીવન આપવાનું હતું. તે જાણતો હતો કે ઈશ્વર સમક્ષ તેનો ન્યાય થવાનો છે.
ઈસુના હૃદયમાં કોઈ પાપ ન હતું, પણ બાપ્તિસ્મા દ્વારા બધા પાપો તેની પર નાખી દીધાં, તેથી ઈશ્વરને હવે પોતાના દીકરાનો ન્યાય કરવાનો હતો. આમ, પ્રથમ, ઈશ્વરનો ન્યાય પૂર્ણ થયો અને બીજું, આપણાં ઉદ્ધાર માટે તેણે તેનો પ્રેમ આપણાં ઉપર આપ્યો. તેથી, વધસ્તંભ પર ઈસુનો ન્યાય થયો.
“હું તને પણ દોષિત નથી ઠરાવતો, ને હું તારો ન્યાય પણ નથી કરતો.” આપણાં દરેક પાપો, જાણતાં કે અજાણતાં કરેલાં, ઓળખાય તેવા કે ન ઓળખાય તેવા, બધાનો ઈશ્વર આગળ ન્યાય થવાનો હતો.
તેમ છતાં, ઈશ્વર આપણો ન્યાય કરતા નથી. ઈશ્વરે ઈસુનો ન્યાય કર્યો, જેણે બાપ્તિસ્મા દ્વારા આપણાં સઘળા પાપો પોતાના પર લઈ લીધા હતા. તેના પ્રેમ અને કરુણાને લીધે ઈશ્વર પાપીઓનો ન્યાય કરવા માગતો ન હતો. બાપ્તિસ્મા અને વધસ્તંભ પરનું રક્ત એ આપણાં માટે તેનો છૂટકારાનો પ્રેમ હતો. “કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ સારુ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે” (યોહાન ૩:૧૬).
આ રીતે આપણે તેના પ્રેમને જાણીએ છીએ. વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રીને ઈસુએ દોષિત ઠરાવી ન હતી.
તેણી જાણતી હતી કે તે પાપી હતી કેમ કે તે વ્યભિચાર કરતા પકડાઈ હતી. તેણીના ફક્ત હૃદયમાં જ પાપ નહોતું, પણ દેહમાં પણ પાપ હતું. તે તેના પાપનો ઈનકાર કરે એવો કોઈ રસ્તો નહતો. તેમ છતાં, ઈસુએ તેણીનાં સઘળા પાપો લઈ લીધા છે તેવો વિશ્વાસ કરવા દ્વારા તે ઉદ્ધાર પામી. જો આપણે ઈસુના છૂટકારા પર વિશ્વાસ કરીએ, તો આપણે પણ ઉદ્ધાર પામીશું. વિશ્વાસ કરો! તે ફક્ત આપણાં પોતાના ભલા માટે છે.
સૌથી આશીર્વાદિત કોણ છે?
તેઓ જેમનામાં પાપ નથી
દરેક લોકો પાપ કરે છે. દરેક લોકો વ્યભિચાર કરે છે. પરંતુ દરેક લોકોનો તેઓના પાપો માટે ન્યાય કરવામાં નથી આવતો. આપણે બધાંએ પાપ કર્યું છે, પણ જેઓ ઈસુના છૂટકારા પર વિશ્વાસ કરે છે તેઓના હૃદયમાં પાપ નથી. જે ઈસુના ઉદ્ધારમાં વિશ્વાસ કરે છે તે સૌથી ખુશ વ્યક્તિ છે. જેઓને તેમના સઘળા પાપોથી છોડાવવામાં આવ્યા છે તેઓ સૌથી આશીર્વાદિત લોકો છે. બીજા શબ્દોમાં, તેઓ હવે ઈસુમાં ધર્મી છે.
ઈશ્વર રોમન ૪:૭માં આપણને સુખ વિષે કહે છે, “જેઓના અપરાધ માફ થયા છે, અને જેઓનાં પાપ ઢંકાયાં છે, તેઓને ધન્ય છે.” આપણે મરતા સુધી પાપ કરીએ છીએ. આપણે ઈશ્વર સન્મુખ નિયમ ન પાળનારા અને અપૂર્ણ છીએ. આપણે તેના નિયમોને જાણ્યા પછી પણ પાપ કરવાનું ચાલુ રાખીએ છીએ. આપણે કેટલા નબળા છીએ.
પણ ઈશ્વરે તેમના એકાકીજનિત દીકરાના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા આપણને છોડાવ્યા છે અને આપણને કહે છે, તમે અને હું હવે પાપીઓ નથી, અને તેથી હવે આપણે ઈશ્વરની સન્મુખમાં ધર્મી છીએ. તે આપણને કહે છે કે આપણે તેમના બાળકો છીએ.
પાણી અને આત્માની સુવાર્તા એ અનંત છૂટકારાની સુવાર્તા છે. શું તમે તે વિશ્વાસ કરો છો? જેઓ વિશ્વાસ કરે છે, તે તેઓને ધર્મી, છૂટકારો મેળવેલા અને તેમના બાળકો કહે છે. આ જગતમાં સૌથી ખુશ વ્યક્તિ કોણ છે? તે જે સાચી સુવાર્તા પર વિશ્વાસ કરે છે અને સાચી સુવાર્તા પર વિશ્વાસ દ્વારા જેને છૂટકારો મળ્યો છે. શું તમે છૂટકારો પ્રાપ્ત કર્યો છે?
શું ઈસુ તમારા પાપોને લેવાનું ભૂલી ગયો છે? ના, તેણે તેના બાપ્તિસ્મા વડે તમારા સઘળા પાપો લઈ લીધા છે. તેવો વિશ્વાસ કરો. વિશ્વાસ કરો અને તમારા સઘળા પાપોથી છૂટકારો મેળવો. આવો યોહાન ૧:૨૯ વાંચીએ.
જેવી રીતે ઝાડુ થી વાળવામાં આવે છે તેમ
ઈસુએ કેટલાં પાપ લઈ લીધા?
જગતના સઘળા પાપો
“બીજે દહાડે યોહાન પોતાની પાસે ઈસુને આવતો જોઈને કહે છે કે, જુઓ દેવનું હલવાન કે, જે જગતનું પાપ હરણ કરે છે!” (યોહાન ૧:૨૯).
“જુઓ દેવનું હલવાન કે, જે જગતનું પાપ હરણ કરે છે!””
યોહાને યર્દનમાં જગતના સઘળા પાપો ઈસુ પર નાખી દીધાં. પછીના દિવસે, તે સાક્ષી આપે છે કે ઈસુ દેવનું હાલવાન હતો જેણે જગતના સઘળા પાપો લઈ લીધા. તેણે જગતના સઘળા પાપો પોતાના ખભે લઈ લીધા.
જગતના સઘળા પાપો એ મનુષ્યજાતિ આ જગતમાં જે સઘળા પાપો કરે છે તેને દર્શાવે છે, ઉત્પતિથી તેના અંત સુધી. લગભગ ૨૦૦૦ વર્ષ પહેલા, ઈસુએ જગતના સઘળા પાપો લઈ લીધા અને આપણને છૂટકારો આપ્યો. ઈશ્વરના હલવાનની જેમ, તેણે આપણાં સઘળા પાપો લઈ લીધા અને આપણાં માટે તેનો ન્યાય થયો.
આપણે માનુષ જે કોઈપણ પાપ કરીએ છીએ તે ઈસુ પર નંખાય છે. તે ઈશ્વરનું હલવાન બન્યો જે જગતના સઘળા પાપો લઈ લે છે.
ઈસુ આ જગતમાં નમ્ર માણસ બનીને આવ્યા, એક એવો વ્યક્તિ જે જગતના બધાંજ લોકોને બચાવવાનો હતો. આપણે પાપ કરીએ છીએ કેમ કે આપણે નબળાં, દુષ્ટ, અજ્ઞાની, અને મૂર્ખ અને અપૂર્ણ છીએ. બીજા શબ્દોમાં, આપણે પાપ કરીએ છીએ કારણકે તે આપણને આપણા પૂર્વજ આદમ દ્વારા વારસામાં મળ્યું છે. આ દરેક પાપો યર્દન નદીમાં ઈસુના બાપ્તિસ્મા દ્વારા તેના માથા પર નંખાયા. તેણે વધસ્તંભ પર તેના શરીરના મૃત્યુ દ્વારા આ સઘળાનો અંત કર્યો. તેને દફનાવવામાં આવ્યો, પણ ઈશ્વરે ત્રીજા દિવસે તેને મરેલા માંથી જીવિત કર્યો.
દરેક પાપીઓના ઉદ્ધારકની જેમ, વિજેતાની જેમ, ન્યાયાધીશની જેમ, હવે તે ઈશ્વરના જમણે હાથે બેઠો છે. તેણે હવે આપણને વારંવાર છૂટકારો આપવાની જરૂર નથી. આપણે હવે ઉદ્ધાર મેળવવા તેના પર વિશ્વાસ કરવાનો છે. જેઓ વિશ્વાસ કરે છે તેમના માટે અનંતજીવન રાહ જોઈ રહ્યું છે, અને જેઓ વિશ્વાસ નથી કરતા તેમન માટે વિનાશ રાહ જોઈ રહ્યો છે. બીજો કોઈ વિકલ્પ નથી.
ઈસુએ તમને બધાંને છોડાવ્યા છે. તમે પૃથ્વી પરના સૌથી ખુશ વ્યક્તિ છો. તમારી નબળાઈના કારણે તમે ભવિષ્યમાં ચોક્કસપણે પાપ કરશો જ, પણ તેણે તે બધાં પાપો પણ લઈ લીધા છે.
શું તમારાં હૃદયમાં કોઈ પાપ વધ્યું છે?----ના----
શું ઈસુએ તે બધાં જ લઈ લીધા?---હા! તેણે લઈ લીધા.---
દરેક લોકો સરખા જ છે. કોઈપણ વ્યક્તિ પોતાના પડોશી કરતા વધારે પવિત્ર નથી. પણ તેમ જ ઘણાં લોકો પાખંડી છે, તેઓ માને છે કે તેઓ પાપી નથી, જ્યારે ખરેખર તેઓ પણ પાપી જ છે. આ જગત ગ્રીનહાઉસ છે જેમાં પાપનો ઉછેર થાય છે.
જ્યારે સ્ત્રીઓ ઘરની બહાર નીકળે છે, ત્યારે તેઓ લાલ લિપસ્ટિક લગાવે છે, મોઢા પર પાઉડર લગાવે છે, વાળાને વાંકડિયા કરે છે, સારાં કપડાં પહેરે છે, અને ઊંચી એડી પહેરે છે....પુરુષો પણ પોતાના વાળ કપાવવા માટે વાળંદની દુકાને જાય છે, સારાં તૈયાર થાય છે, ચોખ્ખો શર્ટ અને ફેશનેબલ ટાઈ પહેરે છે, અને તેઓના બૂટને ચમકાવે છે.
જ્યારે તેઓ બહારથી કદાચ રાજકુમાર કે રાજકુમારી જેવા દેખાતા હશે, પણ અંદરથી સંપૂર્ણપણે મલિન છે.
શું પૈસા માણસને ખુશ બનાવે છે? શું સ્વાસ્થ્ય માણસને ખુશ બનાવે છે? ના. ફક્ત અનંત છૂટકારો, દરેક પાપોનો છૂટકારો, માણસોને ખરા અર્થમાં ખુશ બનાવે છે. માણસ બહારથી ભલે ગમે તેટલો ખુશ દેખાતો હોય, પણ જો તેના હૃદયમાં પાપ છે તો તે ખરાબ છે. આવા વ્યક્તિ ન્યાયના ડરથી જીવન જીવે છે.
છૂટકારો મેળવેલો વ્યક્તિ સિંહ જેવો સાહસિક હોય છે. તેના હૃદયમાં કોઈ પાપ નથી. “આભાર પ્રભુ, તે મારા જેવાં પાપીને બચાવ્યો. તે મારા સઘળા પાપો ફેંકી દીધાં છે. હું જાણું છું કે હું તારો પ્રેમ મેળવવાને યોગ્ય નથી, પણ મને બચાવવા બદલ હું તારી સ્તુતિ કરું છું. મેં મારા દરેક પાપોથી અનંતકાળ માટે છૂટકારો મેળવ્યો છે. ઈશ્વરની મહિમા થાઓ?”
જે વ્યક્તિને છોડાવવામાં આવ્યો છે તે સાચા અર્થમાં ખુશ વ્યક્તિ છે. જે વ્યક્તિ તેના છૂટકારાની કૃપાથી આશીર્વાદિત થયો છે તે સાચા અર્થમાં ખુશ વ્યક્તિ છે.
કારણકે ઈસુએ, “દેવનું હલવાન કે, જે જગતનું પાપ હરણ કરે છે.” તેણે આપણા સઘળા પાપો લઈ લીધા છે, આપણે પાપરહિત છીએ. તેણે આપણાં માટે વધસ્તંભ પર ઉદ્ધારને ‘પૂર્ણ’ કર્યો. આપણાં સર્વ પાપો, તમારાં અને મારાં પાપોનો સમાવેશ ‘જગતના પાપોમાં’ થાય છે અને તેથી, આપણે બધાં ઉદ્ધાર પામેલા છીએ.
ઈશ્વરની ઈચ્છા દ્વારા
જયારે આપણે ઈસુમાં છીએ ત્યારે શું આપણાં હૃદયમાં પાપ છે?
ના, આપણાં હૃદયમાં નથી.
પ્રિય મિત્રો, વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રીએ ઈસુના વચન પર વિશ્વાસ કર્યો અને તેણે ઉદ્ધાર પ્રાપ્ત કર્યો. તેની કહાની બાઈબલમાં નોંધવામાં આવી છે કારણકે તે ઈશ્વરના છૂટકારાથી આશીર્વાદિત થઈ હતી. જોકે, પાખંડી શાસ્ત્રીઓ અને ફરોશીઓ ઈસુ પાસેથી ભાગી ગયા હતાં.
જો તમે ઈસુ પર વિશ્વાસ કરશો, તો સ્વર્ગ તમારી રાહ જુએ છે, પણ જો તમે ઈસુને છોડી દેશો, તો તમે નરકમાં જશો. જો તમે તેના ધર્મી કાર્યો પર વિશ્વાસ કરશો, તો તે સ્વર્ગ જેવું છે, પણ જો તમે તેના કાર્યો પર વિશ્વાસ નહિ કરો, તો તે નરક જેવું છે. છૂટકારો વ્યક્તિના પ્રયત્ન પર આધાર નથી રાખતો, પણ ઈસુના ઉદ્ધાર પર આધાર રાખે છે.
આવો હિબ્રૂ ૧૦ વાંચીએ, “કેમ કે જે સારી વસ્તુઓ થવાની હતી તેની પ્રતિછાયા નિયમશાસ્ત્રમાં છે ખરી, પણ તે વસ્તુઓની ખરી પ્રતિમાઓ તેમાં નહોતી, માટે જે એકનાએક યજ્ઞો વર્ષોવર્ષ તેઓ હમેશ કરતા હતા તેઓથી ત્યાં આવનારાઓને પરિપૂર્ણ કરવાને [નિયમશાસ્ત્ર] કદી સમર્થ નહોતું. જો એમ હોત, તો યજ્ઞ કરવાનું શું બંધ ન થાત? કેમ કે એક વાર પવિત્ર થયા પછી ભક્તિ કરનારાઓનાં અંત:કારણમાં ફરી પાપોની કંઈ અંતર્વાસના થાત નહિ પણ તે [યજ્ઞોથી] વર્ષોવર્ષ પાપોનું સ્મરણ થયા કરે છે. કેમ કે ગોધાઓનું તથા બકારાઓનું રક્ત પાપો દૂર કરવાને સમર્થ નથી. એ માટે જગતમાં આવતાં જે તે કહે છે, તેં બલિદાન તથા અર્પણની ઈચ્છા રાખી નહિ, પણ મારે સારુ તેં શરીર તૈયાર કર્યું છે; દહાનાર્પણથી તથા પાપાર્થાર્પણથી તું કંઈ પ્રસન્ન થતો નહોતો; ત્યારે મેં કહ્યું કે, હે દેવ, જો, (શાસ્ત્રના પુસ્તકમાં મારા સંબંધી લખેલું છે) તારી ઈચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો. ઉપર તેણે કહ્યું, “બલિદાનો, અર્પણો તથા દહાનાર્પણ તથા પાપાર્થાર્પણ (જે નિયમશાસ્ત્ર પ્રમાણે આપવામાં આવે છે), તેઓની તેં ઈચ્છા રાખી નહિ, ને તેઓથી તું પ્રસન્ન થતો નહોતો;” ત્યારે તેણે કહ્યું, “જો, તારી ઈચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો.” બીજાને સ્થાપવા સારુ પહેલાને તે રદ કરે છે. તે ઈચ્છા વડે ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વાર અર્પણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે” (હિબ્રૂ ૧૦:૧-૧૦).
“ઈશ્વરની ઈચ્છા દ્વારા” ઈસુએ આપણાં પાપોને એક જ વારમાં લઈ લેવાને માટે પોતાનું શરીર અર્પણ કર્યું, અને એક જ વાર તેનો ન્યાય થયો અને પુનરુત્થાન.
તેથી, આપણને પવિત્ર કરવામાં આવ્યા. “પવિત્ર કરવામાં આવ્યા” (હિબ્રૂ ૧૦:૧૦) એ પૂર્ણ વર્તમાન કાળમાં લખેલું છે. તેનો અર્થ થાય છે કે સંપૂર્ણપણે આપણો છૂટકારો થઈ ચુક્યો છે, અને બીજીવાર તેનો ઉલ્લેખ કરવાની જરૂર નથી. તમને પવિત્ર કરવામાં આવ્યાં છે.
“વળી દરેક યાજક નિત્ય સેવા કરતાં તથા એ ને એ જ બલિદાનો બહુ વાર આપતાં ઊભો રહે છે, પરંતુ એ બલિદાનો પાપોને માટે દૂર કરવાને કદી સમર્થ પણ નથી; પણ એ તો પાપોને માટે એક બલિદાન સદાકાળને સારુ કરીને, દેવની જમણી તરફ બિરાજેલો છે; અને હવે પછી તેના વૈરીઓને તેનું પાદાસન કરવામાં આવે ત્યાં સુધી તે વાટ જુએ છે. કેમ કે જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓને તેણે એક જ અર્પણથી સદાકાળને માટે પરિપૂર્ણ કર્યા છે” (હિબ્રો ૧૦:૧૧-૧૪).
તમે હંમેશાને માટે પવિત્ર કરવામાં આવ્યા છો. જો તમે આવતી કાલે પાપ કરો, તો શું તમે ફરીથી પાપી બનશો? શું ઈસુએ તે પાપો પણ નથી લઈ લીધા? તેણે લઈ લીધા છે. તેણે ભવિષ્યના પાપો પણ લઈ લીધા છે.
“વળી પવિત્ર આત્મા પણ આપણને સાક્ષી આપે છે; કેમ કે તેણે [પ્રથમ] કહ્યું હતું કે, તે દહાડાઓ પછી જે કરાર હું તેઓની સાથે કરીશ તે આ છે કે, હું મારા નિયમ તેઓના મનમાં મૂકીશ, અને તેઓના હૃદયપટ પર તેઓને લખીશ; એમ પ્રભુ કહે છે. ત્યાર પછી [તે કહે છે કે,] તેઓનાં પાપનું તથા તેઓના અન્યાયનું હું ફરી સ્મરણ કરીશ નહિ. હવે જ્યાં તેઓની ક્ષમા થઈ છે, ત્યાં પાપને સારુ ફરીથી બીજા અર્પણની જરૂર નથી.” (હિબ્રૂ ૧૦:૧૫-૧૮).
‘આ માટે માફી છે’ તેનો અર્થ થાય છે કે તેણે જગતના સઘળા પાપોની ભરપાઈ કરી છે. ઈસુ આપણો ઉદ્ધારક છે, મારો અને તમારો બન્નેનો ઉદ્ધારક. ઈસુ પરના વિશ્વાસે આપણને બચાવ્યાં છે. આ ઈસુમાં છૂટકારો અને મહાન કૃપા અને ઈશ્વર તરફથી ભેંટ છે. તમે અને હું, જેઓને સઘળા પાપોનો છૂટકારો પ્રાપ્ત થયો છે, તેઓ સર્વમાં સૌથી આશીર્વાદિત છે!