• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

વિષય ૩ : પાણી અને આત્માની સુવાર્તા

[3-2] ઈસુનું બાપ્તિસ્માં અને પાપોનું પ્રાયશ્ચિત

2021.04.11 50
ઈસુનું બાપ્તિસ્માં અને પાપોનું પ્રાયશ્ચિત
<માથ્થી ૩:૧૩-૧૭>
“ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસમા પામવા સારુ ગાલીલથી યર્દન [નદીએ] તેની પાસે આવ્યો. પણ યોહાને તેને વારતાં કહ્યું કે, તારાથી મારે બાપ્તિસ્મા પામવું જોઈએ, ને શું તું મારી પાસે આવે છે? પણ ઈસુએ તેને ઉત્તર દીધો કે, હમણાં એમ થવા દે: કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણને ઘટારત છે. ત્યારે તેણે તેને બાપ્તિસ્મા પામવા દીધું. અને ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યો; અને જુઓ, તેને સારુ આકાશ ઊઘડાયું, ને દેવના આત્માને કબૂતરની પેઠે ઊતરતો ને પોતા પર આવતો તેણે દીઠો. અને જુઓ, એવી આકાશવાણી થઈ કે, આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું.” 
 
 
શું હજુ પણ કોઈ એવું છે જે પાપને લીધે પીડાતું હોય? 
 
શું આપણાં પાપોનું બંધન તૂટી ગયું છે?
હા.

આપણાં પ્રભુ ઈશ્વરે સઘળા લોકોના પાપનાં બંધનો તોડી નાખ્યા છે. જે લોકો પાપ હેઠળ સમય પસાર કરે છે તેઓ બધાં પાપના ગુલામ છે, પણ પ્રભુએ તેમના છૂટકારાથી તે બધાને સંપૂર્ણપણે તોડી નાંખ્યા છે. તેણે આપણાં સઘળા પાપ દૂર કર્યા છે. શું હજુ કોઈ પણ એવું છે જે પાપને લીધે પીડાતું હોય? 
આપણે સમજવું જોઈએ કે પાપ વિરુદ્ધનું આપણું યુદ્ધ પૂરું થયું છે. આપણે ફરીથી ક્યારેય પાપની પીડા નહિ ભોગવીએ. જ્યારે ઈસુએ તેના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા આપણો છૂટકારો કર્યો ત્યારે આપણાં પાપના બંધનનો અંત થયો. ત્યારે અને ત્યાં આપણાં સઘળા પાપોનો અંત થયો. ઈશ્વરે ઈસુ દ્વારા આપણાં સઘળા પાપોની ભરપાઈ કરી, જેણે આપણને સ્વતંત્ર કાર્ય, હંમેશા માટે. 
શું તમે જાણો છો કે કેટલાં લોકો તેમના પાપોને લીધે સહન કરી રહ્યા છે? તે આદમ અને હવાના સમયથી શરુ થયું હતું. મનુષ્યજાતિ આદમ દ્વારા વારસામાં મળેલા પાપોને લીધે સહન કરી રહી છે. 
પણ આપણાં ઈશ્વરે એક વાચા બાંધી જે ઉત્પતિ ૩:૧૫માં લખવામાં આવી છે, અને વાચા એ હતી કે તે બધાં પાપીઓને છોડાવશે. તેણે કહ્યું કે પાણી અને આત્મા વડે ઈસુ ખ્રિસ્તના છૂટકારા દ્વારા મનુષ્યો છૂટકારો મેળવશે. જ્યારે સમય આવ્યો, ઈશ્વરે આપણાં ઉદ્ધારક, ઈસુને, આપણાં મધ્યમાં રહેવા માટે મોકલી આપ્યો. 
તેણે યોહાન બાપ્તિસ્તને ઈસુ પહેલા મોકલવાનો વાયદો પણ કર્યો હતો અને તેણે પોતાનો વાયદો પૂરો કર્યો. 
માર્ક ૧:૧-૮ જણાવે છે, “દેવના દીકરા ઈસુ ખ્રિસ્તની સુવાર્તાનો આરંભ; જેમ યશાયા પ્રબોધાક[ના પુસ્તક]માં લખેલું છે કે, જો, હું તારી આગળ મારા દૂતને મોકલું છું; તે તારી આગળ મારો માર્ગ તૈયાર કરશે; રાનમાં પોકારનારની એવી વાણી કે, પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેના રસ્તા સીધા કરો; તેમ યોહાન રાનમાં બાપ્તિસ્મા આપતો, અને પાપોની માફીને સારુ પસ્તાવાનું બાપ્તિસ્મા સિદ્ધ કરતો હતો. અને આખા યહૂદિયા દેશના તથા યરુશાલેમના રહેવાસીઓ તેની પાસે ગયા; અને બધા પોતાના પાપ કબૂલ કરીને યર્દન નદીમાં તનાથી બાપ્તિસ્મા પામ્યા. અને યોહાનનો પોશાક ઊંટના રૂઆંનો હતો, તે તેની કમરે ચામડાનો પટો હતો; તેના ચંપલની વાધરી હું વાંકો વાળીને છોડવા યોગ્ય નથી. મેં પાણીથી તમારું બાપ્તિસ્મા કર્યું છે ખરું, પણ તે પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે.”
 
 

યોહાન બાપ્તિસ્ત, સુવાર્તાનો સાક્ષી અને અગ્રદૂત

 
યોહાન બાપ્તિસ્ત કોણ છે?
છેલ્લો મહાયાજક અને આખી મનુષ્યજાતિનો પ્રતિનિધિ

ગ્રીકમાં બાપ્તિસ્માને,‘βάπτισμα (બાપ્તિસ્મા)’ કહે છે, મૂળભૂત રીતે તેનો અર્થ ‘પાણીમાં ડુબાડવું’ છે. પણ તે ‘ધોઈ નાખવું, દાટી દેવું, ડુબાડેલું, કે પર પસાર કરવું’ ને પણ સૂચિત કરે છે. જયારે ઈસુએ બાપ્તિસ્મા લીધું, ત્યારે ઈશ્વરનું ન્યાયીપણું પૂર્ણ થયું. ગ્રીકમાં ‘ન્યાયીપણું’ એ “દીકાઈઓસુને” છે, જેનો અર્થ છે ‘ન્યાયી બનવું’, અને તેનો અર્થ ‘સૌથી યોગ્ય’, સૌથી ઉચિત’, કે ‘સૌથી ન્યાયી’ પણ છે.
ઈસુએ બાપ્તિસ્મા લીધું જેથી તે સૌથી ઉચિત અને સૌથી યોગ્ય રીતે ઉદ્ધારક બને. તેથી, જેઓ ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર વિશ્વાસ કરશે તેઓ ઈશ્વર તરફથી છૂટકારાની ભેંટ પ્રાપ્ત કરશે. 
નવા કરારામાં. યોહાન બાપ્તિસ્ત એ જૂના કરારનો છેલ્લો મહાયાજક છે. આવો માથ્થી ૧૧:૧૦-૧૧ જોઈએ. પવિત્રશાસ્ત્ર કહે છે કે યોહાન બાપ્તિસ્ત નવા કરારના યુગમાં મનુષ્યજાતિનો પ્રતિનિધિ અને મહાયાજક છે, તેણે જગતના સઘળા પાપો ઈસુ પર નાખ્યા; આમ તેણે જૂના કરારના મહાયાજક પદ પર સેવા કરી. 
ઈસુ પોતે યોહાન વિષે સાક્ષી આપે છે. માથ્થી ૧૧:૧૩-૧૪માં તેણે કહ્યું, “કેમ કે બધા પ્રબોધકોએ તથા નિયમશાસ્ત્રે યોહાન લગી પ્રબોધ કર્યો છે. અને જો તમે માનવા ચાહો તો એલિયા જે આવનાર છે તે એ જ છે.” તેથી, યોહાન બાપ્તિસ્ત, જેણે ઈસુને બાપ્તિસ્મા આપ્યું, તે મહાયાજક હારુનનો વંશજ હતો અને છેલ્લો મહાયાજક હતો. બાઈબલ પણ જૂના કરારમાં યોહન હારુનનો વંશજ હતો તે વિષે સાક્ષી આપે છે (લૂક ૧:૫, ૧ કાળવૃત્તાંત ૨૪:૧૦). 
તો પછી કેમ યોહાન રાનમાં એકલો રહેતો હતો, અને ઊંટના રૂઆંના કપડા પહેરતો હતો? તે મહાયાજક પદની ધારણા હતી. આખી મનુષ્યજાતિના પ્રતિનિધિ તરીકે, યોહાન બાપ્તિસ્ત લોકો વચ્ચે રહી શકતો ન હતો. તેથી, તેણે લોકોને ઘાંટો પાડીને કહ્યું, “ઓ સર્પોના વંશજો, પસ્તાવો કરો!” અને લોકો ઈસુ તરફ પાછા ફરે, જે તેઓના સઘળા પાપ લઈ લેવાનો હતો માટે પાપની માફીના ફળ સ્વરૂપે તેઓને બાપ્તિસ્મા આપતો. મોટા ભાગે, જ્યારે યોહાન બાપ્તિસ્તે ઈસુના માથા પર હાથ મૂક્યા ત્યારે તેણે આપણાં ઉદ્ધાર માટે જગતના સઘળા પાપ ઈસુ પર નાખ્યા. 
 
 
બે પ્રકારના બાપ્તિસમા 

શા માટે યોહાન બાપ્તિસ્ત લોકોને બાપ્તિસ્મા આપતો હતો?
લોકો તેમના પાપોનો પસ્તાવો કરે અને ઉદ્ધાર માટે ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ કરે તેની દોરવણી માટે

યોહન બાપ્તિસ્તે લોકોને બાપ્તિસ્મા આપ્યું અને પછી ઈસુને બાપ્તિસ્મા આપ્યું. પહેલું ‘પસ્તાવાનું બાપ્તિસ્મા’ હતું જે પાપીઓને ઈશ્વર તરફ પાછા વળવા માટેનું હતું. ઘણાં બધા લોકોએ યોહાન દ્વારા ઈશ્વરના વચનો સાંભળ્યા પછી તેઓએ તેમની મૂર્તિઓને છોડી દીધી અને ઈશ્વર તરફ પાછા ફર્યા. 
બીજું બાપ્તિસ્મા એ ઈસુનું બાપ્તિસ્માં હતું, એ બાપ્તિસ્મા કે જેના દ્વારા સંસારના સઘળા પાપો ઈસુ પર નાખવામાં આવ્યા. યોહાન બાપ્તિસ્તે ઈશ્વરનું ન્યાયીપણું પૂરું કરવા માટે ઈસુને બાપ્તિસમાં આપ્યું હતું. બીજા શબ્દોમાં, સઘળાં લોકોને તેમના પાપોથી બચાવવા માટે ઈસુ યોહાન બાપ્તિસ્ત દ્વારા બાપ્તિસમા પામ્યો (માથ્થી ૩:૧૫). 
શા માટે યોહાનને ઈસુને બાપ્તિસ્મા આપવાની જરૂર હતી? જગતના પાપોને દૂર કરવા, ઈશ્વરે યોહાનને સઘળા પાપો ઈસુ પર નાંખવા અનુમતિ આપી જેથી જે લોકો તેના પર વિશ્વાસ કરે તેઓ ઉદ્ધાર પામે. 
યોહાન બાપ્તિસ્ત ઈશ્વરનો એક સેવક હતો જેનું મિશન બાપ્તિસ્મા દ્વારા જગતના સઘળા પાપોને ઈસુ પર નાખવાનું હતું, અને છૂટકારાની સુવાર્તા પર વિશ્વાસ કરવા દ્વારા આખી મનુષ્યજાતિના પસ્તાવા અને સાફ થવા માટે ઈસુની સાક્ષી આપવી. તેથી, યોહાનને રાનમાં એકલા રહેવાની જરૂર પડી. યોહાન બાપ્તિસ્તના સમયમાં, ઈસ્રાએલનાં લોકો ખૂબજ ભ્રષ્ટ અને નકામાં હતા. 
તેથી ઈશ્વરે જૂના કરારમાં, માલાખી ૪:૫-૬માં કહ્યું છે, “જુઓ, યહોવાનો મહાન તથા ભયંકર દિવસ આવે તે પહેલાં હું તમારી પાસે એલિયા પ્રબોધકને મોકલી દઈશ. તે પિતાઓનાં મન પુત્રો તરફ ને પુત્રોનાં મન પોતાના પિતાઓ તરફ ફેરવશે; રખેને હું આવીને પૃથ્વીને શાપથી મારું.”
ઈશ્વરની દ્રષ્ટિમાં, ઈસ્રાએલના દરેક લોકો જેઓએ પહેલા યહોવાની આરાધના કરી હતી તેઓ ભ્રષ્ટ હતાં. તેમની સન્મુખમાં કોઈ પણ ધર્મી ન હતો. મંદિરના ધાર્મિક આગેવાનો, ઉદાહરણ તરીકે યાજકો, પંડિતો અને શાસ્ત્રીઓ નકામા હતા. ઈસ્રાએલીઓ અને તેઓના યાજકો ઈશ્વરના નિયમ પ્રમાણે બલિદાન ચઢાવતા નહતા.
યાજકોએ અર્પણ ઉપર હાથ મૂકવાનું અને રક્તના અર્પણની વિધિને છોડી દીધી હતી, જે ઈશ્વરે તેઓને તેમના પાપોના પ્રાયશ્ચિત માટે આપી હતી. નોંધવામાં આવ્યું છે કે માલાખીના સમયમાં યાજકોએ અર્પણ ઉપર પોતાના હાથ મૂકવાની અને બલિદાનના પશુના રક્તનું અર્પણ કરવાનું છોડી દીધું હતું.
તેથી, યોહન બાપ્તિસ્ત તેઓ સાથે રહી શકતો ન હતો. તે રાનમાં ગયો અને ઘાંટો પાડી. તેણે શું કહ્યું?
માર્ક ૧:૨-૩માં લખ્યું છે, યશાયા પ્રબોધકના શબ્દો ટાંકવામાં આવ્યા છે, “જો, હું તારી આગળ મારા દૂતને મોકલું છું; તે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે; રાનમાં પોકારનારાની એવી વાણી કે – પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેના રસ્તા સીધા કરો.” 
રાનમાં પોકારનારાની વાણીએ લોકોને પસ્તાવાનું બાપ્તિસ્મા આપવાનું કહ્યું. બાઈબલ જે ‘પસ્તાવાના બાપ્તિસમા’ વિષે વાત કરે છે તે શું છે? આ તે બાપ્તિસ્મા છે જેના માટે યોહાન બાપ્તિસ્તે કહ્યું હતું; એવું બાપ્તિસ્મા જે લોકોને ઈસુ પાસે પાછા બોલાવે છે જેથી તેઓ તેનામાં વિશ્વાસ કરે, જે તેઓના સઘળા પાપો લઈ લેશે અને તેઓ બચી જશે. પસ્તાવાનું બાપ્તિસ્મા તેઓને ઉદ્ધાર તરફ દોરવા માટે હતું. 
“પસ્તાવો કરો અને બાપ્તિસમા પામે. આપણાં ઉદ્ધારક ઈસુ તમારાં પાપોને લઈ લેવા માટે આ જ રીતે બાપ્તિસ્મા પામ્યા હતાં.” યોહાન બાપ્તિસ્તની વાણી એ હતી કે સઘળા લોકોને બચાવવા માટે ઈસુ જગતના પાપો લઈ લેશે અને વધસ્તંભ પર તેનો ન્યાય થશે, તેથી લોકોએ ઈશ્વર તરફ પાછા ફરવું જોઈએ. 
“મેં પાણીથી તમારું બાપ્તિસ્મા કર્યું છે ખરું, પણ તે પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે” (માર્ક ૧:૮). ‘પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે’ નો અર્થ છે તમારાં સઘળા પાપોને ધોઈ નાખવા. બાપ્તિસ્મા પામવુંનો અર્થ છે ‘સાફ કરવું.’ યર્દન નદીમાં ઈસુનું બાપ્તિસ્મા આપણને કહે છે કે ઈશ્વરનો પુત્ર બાપ્તિસ્મા પામ્યો અને આપણને બચાવવા માટે આપણાં પાપો લઈ લીધા.
 
 
પાપોના પ્રાયશ્ચિત માટે મહાયાજકનું કાર્ય
 
ઉદ્ધાર માટેનો માર્ગ કોણે તૈયાર કર્યો?
યોહાન બાપ્તિસ્તે

યશાયા પ્રબોધાકે ભવિષ્યવાણી કરી હતી કે, “યરુશાલેમ સાથે હેતથી વાત કરો; તેની લડાઈ પૂરી થઈ છે, તેના અપરાધનો બદલો મળ્યો છે, તેને યહોવાને હાથે પોતાના સર્વ પાપોને લીધે બમણી [શિક્ષા] થઈ છે, તે પ્રમાણે તેણે પોકારીને કહો” (યશાયા ૪૦:૨).
ઈસુ ખ્રિસ્તે કોઈપણ જાતના અપવાદ વગર આપણાં પાપો લઈ લીધા છે, તેના બાપ્તિસ્મા દ્વારા વર્તમાનના પાપો તેમજ ભવિષ્યના પાપો ધોવાઈ ગયા છે. તેણે આપણને સઘળાને છૂટકારો આપ્યો છે. આપણે દરેકે ઈશ્વરના છૂટકારા વિષે જાણવું જોઈએ.
આપણાં સઘળા પાપોથી છૂટકારો મેળવવા માટે, આપણે સુવાર્તા પર વિશ્વાસ કરવો જોઈએ જેમાં દર્શાવ્યું છે કે બાપ્તિસ્મા દ્વારા યોહાન બાપ્તિસ્તે સઘળા પાપો ઈસુ પર નાંખી દીધાં. 
આપણને એવું વિચારવા દ્વારા ગેરસમજ ન થવી જોઈએ કે “ઈશ્વર પ્રેમ છે, તેથી ફક્ત ઈસુ પર વિશ્વાસ કરવાથી આપણે સ્વર્ગમાં પ્રવેશ મેળવી શકીશું, ભલે પછી આપણાં હૃદયમાં પાપ કેમ ન હોય.” 
આપણાં સઘળા પાપોથી છૂટકારો મેળવવા, આપણે તેના બાપ્તિસ્મા પર વિશ્વાસ કરવો જોઈએ, જેના દ્વારા યોહાન બાપ્તિસ્તે જગતના સઘળા પાપો તેના પર નાખી દીધાં અને વધસ્તંભ પર વિશ્વાસ કરવો જોઈએ. ‘પાણી’ દ્વારા યોહાન બાપ્તિસ્તે મનુષ્યજાતિના સઘળા પાપો ઈસુ પર નાખી દીધાં. 
આપણને બચાવવા માટે ઈશ્વરે સૌથી પહેલું કાર્ય યોહાનાને આ જગતમાં મોકલવાનું કર્યું. ઈશ્વરના દૂત તરીકે, યોહન બાપ્તિસ્તને રાજા પાસે રાજદૂત તરીકે મોકલવામાં આવ્યો, જેણે બાપ્તિસ્મા દ્વારા જગતના સઘળા પાપો ઈસુ પર નાખ્યા. તેણે આખા મનુષ્યજાતિ માટે યાજકપદની સેવા કરી. 
ઈશ્વરે આપણને કહ્યું હતું કે તેણે તેનો દૂત આપણી પાસે મોકલ્યો છે, યોહાન બાપ્તિસ્ત. “હું તારી આગળ મારા દૂતને મોકલું છું.” શા માટે ઈશ્વરે યોહાનને ઈસુ પહેલા મોકલ્યો? બાપ્તિસ્મા દ્વારા જગતના સઘળા પાપો ઈશ્વરના પુત્ર, ઈસુ પર નાંખવા. “તે તારી આગળ મારો માર્ગ તૈયાર કરશે.” આ ભાગનો અર્થ ખરેખર આવો થાય છે. 
એ કોણ છે જે માર્ગ તૈયાર કરશે જેથી આપણે છૂટકારો પ્રાપ્ત કરી શકીએ અને સ્વર્ગમાં જઈ શકીએ? યોહાન બાપ્તિસ્ત. ‘તારી’ મતલબ ઈસુ અને ‘મારો’ મતલબ ઈશ્વર પોતે. તેથી, જ્યારે તે કહે છે, “હું તારી આગળ મારા દૂતને મોકલું છું, તે તારી આગળ મારો માર્ગ તૈયાર કરશે”, તેનો અર્થ શું થાય છે? 
કોણ માર્ગ તૈયાર કરશે જેથી આપણે સ્વર્ગમાં જઈ શકીએ? યોહાન બાપ્તિસ્ત આપણાં સઘળા પાપો ઈસુ પર નાખશે જેથી આપણે વિશ્વાસ કરીએ કે તેણે તે બધા સાફ કરી નાખ્યાં છે; તેનું કાર્ય ઈસુને બાપ્તિસ્મા આપવા દ્વારા તેના પર પાપો નાખવાનું હતું. તે ઈસુ અને યોહાન હતા જેણે આપણા માટે સત્ય પર વિશ્વાસ કરવું અને છૂટકારો મેળવવાનું શક્ય બનાવ્યું. 
આપણો ઉદ્ધાર શેના પર આધાર રાખે છે? આપણે ઈશ્વરના પુત્ર, ઈસુના ધર્મી કાર્યો, અને ઈશ્વરના દૂત યોહન બાપ્તિસ્તે જગતના સઘળા પાપો તેના પર નાખી દીધાં છે તે વાત પર વિશ્વાસ કરીએ છીએ કે નહિ તેના પર આધાર રાખે છે. આપણે દરેકે પાપોની માફીની સુવાર્તા જાણવી જોઈએ. ઈશ્વર પિતાએ તેમના દૂતને આગળ મોકલ્યો, કે જે તેમના પુત્રને બાપ્તિસ્મા આપવાનો હતો, અને તેને મનુષ્યજાતિનો પ્રતિનિધિ બનાવ્યો. આમ, તેણે આપણાં માટે છૂટકારાનું કાર્ય પૂર્ણ કર્યું. 
ઈશ્વરે તેના પુત્રને બાપ્તિસ્મા આપવા માટે યોહાન બાપ્તિસ્તને મોકલ્યો જેથી તે ઈસુ પર વિશ્વાસ કરનારા લોકો માટે ઉદ્ધારનો માર્ગ તૈયાર કરી શકે. તે કારણથી યોહાને ઈસુને બાપ્તિસ્મા આપ્યું. યોહાન બાપ્તિસ્ત દ્વારા ઈસુનું બાપ્તિસ્મા એ ઈશ્વરના છૂટકારાને પૂર્ણ કરવા માટે હતું જેના દ્વારા મનુષ્યજાતિના સઘળા પાપો તેના ઉપર નાખવામાં આવ્યા જેથી દરેક લોકો ઈસુ પર વિશ્વાસ કરી શકે અને સ્વર્ગમાં જઈ શકે. 
ઈસુના બાપ્તિસ્મા દ્વારા ભવિષ્યના પાપો પણ તેના ઉપર નાખવામાં આવ્યા હતા. ઈસુ અને યોહને સાથે મળીને આપણા દરેકને માટે સ્વર્ગનો માર્ગ તૈયાર કર્યો. આ રીતે, ઈશ્વરે યોહાન બાપ્તિસ્ત દ્વારા છૂટકારાનું રહસ્ય પ્રગટ કર્યું. 
મનુષ્યજાતિના પ્રતિનિધિ તરીકે, યોહાને ઈસુને બાપ્તિસ્મા આપ્યું જેથી આપણે આપણાં છૂટકારા પર વિશ્વાસ કરી શકીએ અને સ્વર્ગમાં જઈ શકીએ. તેણે બાપ્તિસ્મા દ્વારા સઘળા પાપો ઈસુ પર નાખ્યા. આ છૂટકારાના આનંદના સમાચાર છે, સુવાર્તા. 
 
 
શા માટે યોહાન બાપ્તિસ્તે જન્મ લીધો? 
 
આપણે કોના દ્વારા ઈસુ પર વિશ્વાસ કરી શકીએ?
યોહાન બાપ્તિસ્ત

માલાખી ૩:૧માં લખ્યું છે, “જુઓ, હું મારા દૂતને મોકલું છું, ને તે મારી આગળ માર્ગ તૈયાર કરશે.” તમારે ખુબ કાળજીપૂર્વક બાઈબલ વાંચવું જોઈએ. શા માટે ઈશ્વરે તેના દૂતને ઈસુ પહેલા મોકલ્યો? શા માટે યોહાન બાપ્તિસ્તનો જન્મ ઈસુના ૬ મહિના પહેલા થયો? 
આપણે સમજવાની જરૂર છે કે બાઈબલ શું છે? જૂના કરારમાં મહાયાજક હારુનના કાર્ય વિષે દર્શાવવામાં આવ્યું છે. હારુન મૂસાનો મોટો ભાઈ હતો. ઈશ્વરે તેને અને તેના પુત્રોને યાજક થવા માટે અભિષેક કર્યો હતો. બીજા લેવીઓ તેઓની નીચે કામ કરતા હતાં, જુદા રાખેલા વાસણો લાવવાનું, રોટલી માટેનો લોટ મસળવાનું અને બીજું ઘણું, જ્યારે હારુનના પુત્રો પવિત્ર મંડપમાં અર્પણો ચઢાવવાનું કામ કરતા હતા. 
હારૂનના પુત્રોને સરખે ભાગે કામની વહેંચણી કરવા માટે પસંદ કરવામાં આવ્યા હતાં, પણ પ્રાયશ્ચિતના દિવસે, એટલે સાતમાં મહિનાના દસમાં દિવસે, મહાયાજક જ પોતાના લોકોના વાર્ષિક પાપ માટે અર્પણ બલિદાન કરતો હતો. 
લૂક ૧:૫માં, યોહાન બાપ્તિસ્તની વંશાવળી આપેલી છે. આપણે ઈસુને ખરી રીતે સમજવા માટે ઈશ્વરના આ દૂત વિષે સમજવું જરૂરી છે. આપણે ઈસુ વિષે ઘણું બધું વિચારીએ છીએ, પણ આપણે યોહાન બાપ્તિસ્તની અવગણના કરીએ છીએ, જે ઈસુ પહેલા આવ્યો હતો. હું તમને આ સમજવા મદદરૂપ થવાની ઈચ્છા રાખું છું. 
“દેવના દીકરા, ઈસુ ખ્રિસ્તની સુવાર્તાનો પ્રારંભ; જેમ યશાયા પ્રબોધક [ણા પુસ્તક] માં લખેલું છે કે, જો હું તારી આગળ મારા દૂતને મોકલું છું” (માર્ક ૧:૧-૨). સ્વર્ગની સુવાર્તા હંમેશા યોહાન બાપ્તિસ્તથી શરુ થાય છે. 
જ્યારે આપણે સંપૂર્ણરીતે યોહન બાપ્તિસ્ત વિષે શીખીશું, ત્યારે આપણે ઈસુના છૂટકારાની સુવાર્તાને સ્પષ્ટ રીતે સમજી શકીશું અને વિશ્વાસ કરી શકીશું. આ તેના જેવું જ છે કે, આપણે બધા રાષ્ટ્રોમાં શું ચાલી રયું છે તે જાણવાં રાજદૂતોને મોકલીએ છીએ. જયારે આપણે યોહાન બાપ્તિસ્ત વિષે જાણીશું, ત્યારે આપણે ઈશ્વરના છૂટકારાને સારી રીતે સમજી શકીશું. 
કેટલું દયનીય છે કે, તેમ છતાં, આ દિવસોમાં ઘણાં ખ્રિસ્તીઓ યોહાનના મહત્વને જોતા નથી. ઈશ્વરે યોહાન બાપ્તિસ્તને એટલા માટે નથી મોકલ્યો કે તે કંટાળી ગયા હતાં અને કરવા માટે બીજું કંઈ ન હતું. ચારેય સુવાર્તા ઈસુના છૂટકારાની વાત કરતા પહેલા યોહાન બાપ્તિસ્ત વિષે વાત કરે છે. 
પણ આજના સુવાર્તા પ્રચારકોએ તેને સંપૂર્ણપણે અવગણ્યો છે અને લોકોને કહે છે કે ઉદ્ધાર મેળવવા માટે ફક્ત ઈસુ પર વિશ્વાસ કરવો પુરતું છે. હકીકતમાં તેઓ લોકો ને પાપીઓનું જીવન જીવવા તરફ દોરે છે અને તેનો અંત નરકમાં થશે. જો સઘળા ખ્રિસ્તીઓ યોહાન બાપ્તિસ્તના પાત્રને સમજ્યા વગર ફક્ત ઈસુ પર જ વિશ્વાસ કરશે, તો ખ્રિસ્તી ધર્મ એક સાંસારિક ધર્મમાં પતિત થશે. જો તમે સત્ય નથી જાણતા તો તમે છૂટકારો કેવીરીતે મેળવશો? તે અશક્ય છે. 
છૂટકારાની સુવાર્તા એટલી સરળ નથી અને એટલી કઠીન પણ નથી. તેથી ઘણાં લોકો એવો વિચાર કરે છે કે છૂટકારો વધસ્તંભ પર વિશ્વાસ કરવા દ્વારા મળે છે કેમ કે ઈસુ આપણાં માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યો. તેમ છતાં, જો તમે તેના પર હાથ મૂકવા દ્વારા આપણાં પાપો તેની પર નાખવામાં આવ્યા એવા સપૂર્ણ સત્યને જાણ્યા વગર ફક્ત તેના ક્રૂસારોહણ પર વિશ્વાસ કરો છો, તો આવો વિશ્વાસ તમને છૂટકારો નહિ અપાવે, ભલે પછી તમારો વિશ્વાસ ગમે તેટલો મજબૂત કેમ ન હોય. 
ઈશ્વરે યોહન બાપ્તિસ્તને મોકલ્યો જેથી જગત જાણી શકે કે છૂટકારો કેવીરીતે મળ છે અને ઈસુ કઈ રીતે જગતના પાપો લઈ લે છે. જ્યારે આપણે સંપૂર્ણ સત્યને જાણીશું ત્યારે જ આપણે સમજીશું કે ઈસુ ઈશ્વરનો પુત્ર છે, જેણે આપણાં સઘળા પાપો પોતાના પર લઈ લીધા. 
યોહાન બાપ્તિસ્ત આપણને છૂટકારાના સત્ય વિષે કહે છે. તે કહે છે કે કેવીરીતે તે ઈસુ ઈશ્વર છે અને સાચું અજવાળું છે તેની સાક્ષી આપવા માટે આવ્યો. તે સ્પષ્ટ રીતે કહે છે કે તે અજવાળું નહતો, પણ અજવાળાની સાક્ષી આપનાર હતો. તે યોહાન ૧ માં પણ સાક્ષી આપે છે કે તેણે ઈસુ ખ્રિસ્તને બાપ્તિસ્મા આપવા દ્વારા છૂટકારાની સુવાર્તાની તૈયારી કરી છે.
જો આપણી પાસે યોહાન બાપ્તિસ્ત દ્વારા છૂટકારાની સાક્ષી ન હોય, તો આપણે કઈ રીતે ઈસુ પર વિશ્વાસ કરી શકીએ? આપણે ક્યારેય ઈસુને જોયા નથી, અને જ્યારે આપણે અલગ સંસ્કૃતિ અને ધર્મમાંથી આવીએ છીએ, તો યહોવા જ આપણાં ઈશ્વર છે તે વિશ્વાસ કરવું કેવી રીતે શક્ય બને?
જગતમાં આટલા વિવિધ ધર્મો હોવાથી, આપણે કેવીરીતે ઈસુ ખ્રિસ્તને જાણી શકીએ? આપણે કેવીરીતે જાણી શકીએ કે હકીકતમાં ઈસુ ઈશ્વરનો પુત્ર છે, જેણે જગતના સઘળા પાપો પોતાની ઉપર લઈ લીધા આપણને છૂટકારો આપ્યો છે?
આરંભથી છૂટકારાના વચનો શોધવા અને ઈસુ આપણો ઉદ્ધારક છે તે જાણવાં આપણે જૂના કરારમાં જોવું પડશે. સાચો વિશ્વાસ મેળવવા આપણે સાચું જ્ઞાન મેળવવું પડશે. સાચા જ્ઞાન વિના આપણે કશું જ કરી શકતા નથી. ઈસુ પર વિશ્વાસ કરવા અને ઉદ્ધાર મેળવવા, આપણે છૂટકારાની સુવાર્તા જાણવી પડશે જેની સાક્ષી યોહાન બાપ્તિસ્તે આપી છે અને તેમાં તેનું પાત્ર પણ છે. ઈસુમાં સંપૂર્ણ વિશ્વાસ માટે, આપણે છૂટકારાના સત્ય વિષે જાણવું પડશે.
તેથી, ઈસુએ કહ્યું, “અને તમે સત્ય જાણશો, અને સત્ય તમને મુક્ત કરશે” (યોહાન ૮:૩૨), આપણે ઈસુમાં છૂટકારાના સત્યને જાણવું પડશે. 
 
 
બાઈબલમાં રહેલાં પૂરાવાઓ
 
કઈ ઘટનાથી ચારેય સુવાર્તાઓ શરુ થાય છે?
યોહાન બાપ્તિસ્તના આગમનથી

આવો બાઈબલમાં છૂટકારાના પુરાવાઓ શોધવા માટે આગળ વધીએ. આવો આપણે ચારેય સુવાર્તાઓ યોહાન બાપ્તિસ્ત વિષે, તે કોણ હતો, શા માટે તેણે ‘મનુષ્યજાતિનો પ્રતિનિધિ’ કે ‘છેલ્લો મહાયાજક’ કહેવામાં આવ્યો, કઈ રીતે તેના દ્વારા જગતના પાપોને ઇસુ પર નાખવામાં આવ્યા, અને ઈસુએ આપણાં સઘળા પાપો પોતાના પર લઈ લીધા છે કે નહિ તે વિષે શું કહે છે તેને ઉઘાડું કરીએ. 
આપણે તે હકીકત પર ધ્યાન આપવાની જરૂર છે કે ચારેય સુવાર્તાઓ યોહાન બાપ્તિસ્તથી શરુ થાય છે. યોહાન ૧:૬ સુવાર્તામાં સૌથી મહત્વની હકીકતને દર્શાવે છે. તે આપણને કહે છે કે જગતના સઘળા પાપો ઈસુ પર નાંખવાના કાર્યને કોણે કર્યુ. દેવે મોકલેલો એક માણસ આવ્યો. તેનું નામ યોહાન હતું. તે શાહેદીને સારુ આવ્યો કે અજવાળા વિષે તે શાહેદી આપે, એ માટે કે સર્વ તેનાથી વિશ્વાસ કરે” (યોહાન ૧:૬-૭). 
તે કહે છે, ‘સર્વ તેનાથી વિશ્વાસ કરે,’ અને તે ‘અજવાળા વિષે તે શાહેદી આપે.’ અજવાળું ઈસુ ખ્રિસ્ત છે. તેનો અર્થ છે કે યોહાન ઈસુ વિષે શાહેદી આપે છે જેથી તેના દ્વારા સઘળા વિશ્વાસ કરે. હવે, માથ્થી અધ્યાય ૩ને ખુબજ ધ્યાનથી જોઈએ. 
માથ્થી ૩:૧૩-૧૭માં “ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસમા પામવા સારુ ગાલીલથી યર્દન [નદીએ] તેની પાસે આવ્યો. પણ યોહાને તેને વારતાં કહ્યું કે, તારાથી મારે બાપ્તિસ્મા પામવું જોઈએ, ને શું તું મારી પાસે આવે છે? પણ ઈસુએ તેને ઉત્તર દીધો કે, હમણાં એમ થવા દે: કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણને ઘટારત છે. ત્યારે તેણે તેને બાપ્તિસ્મા પામવા દીધું. અને ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યો; અને જુઓ, તેને સારુ આકાશ ઊઘડાયું, ને દેવના આત્માને કબૂતરની પેઠે ઊતરતો ને પોતા પર આવતો તેણે દીઠો. અને જુઓ, એવી આકાશવાણી થઈ કે, આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું.” 
 
શા માટે આપણે યોહાનની વંશાવળી સમજવાની જરૂર છે?
કારણકે બાઈબલ આપણને કહે છે કે યોહાન સમગ્ર મનુષ્યજાતિનો મહાયાજક છે.

યોહાન બાપ્તિસ્તે જગતના સઘળા પાપોની માફી માટે ઈસુને બાપ્તિસ્મા આપ્યું. ઈસુએ યોહાન દ્વારા જે બાપ્તિસ્મા પ્રાપ્ત કર્યું તે આપણાં ઉદ્ધાર માટેની સૌથી મહતવની ઘટના હતી. પણ સંપૂર્ણ સત્યને વિગતવાર સમજવા અને વિશ્વાસ કરવા માટે, આપણે સર્વ પ્રથમ યોહાન બાપ્તિસ્ત વિષે અભ્યાસ કરવો પડશે.
લૂક ૧:૧-૧૪માં, “આરંભથી જેઓ નજરે જોનારા તથા વચનના સેવકો હતા, તેમણે આપણને કહ્યું છે તે પ્રમાણે આપણામાં પૂરી થયેલી વાતોનું વર્ણન કરવાને ઘણાએ હાથમાં લીધું છે; માટે, ઓ નેકનામદાર થિયોફિલ, મેં પણ શરૂઆતથી સઘળી વાતોની શોધ ચોકસાઈથી કરીને તારા પર વિગતવાર લખવાનો ઠરાવ કર્યો; એ માટે કે જે વાતો તને શીખવવામાં આવી છે, તેઓની સત્યતા તું જાણે. યહૂદિયાના રાજા હેરોદની કારકિર્દીમાં અબિયાના વર્ગમાંનો ઝખાર્યા નામે એક યાજક હતો; તેની પત્ની હારુનની દીકરીઓમાંની હતી, ને તેનું નામ એલિસાબેત હતું. તેઓ બંને દેવની આગળ ન્યાયી હતાં, ને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે ચાલતાં હતાં. તેઓને સંતાન નહોતું, કારણ કે એલિસાબેત વાંઝણી હતી; અને તેઓ બંને ઘણાં ઘરડાં હતાં. હવે તે પોતાના વર્ગના વારા પ્રમાણે યાજકનું કામ દેવની આગળ કરતો હતો, એટલામાં યાજકપદના રિવાજ પ્રમાણે પ્રભુના મંદિરમાં જઈને ધૂપ ચઢાવવાનો તેનો વારો આવ્યો. ધૂપ કરતી વેળાએ લોકની આખી સભા બહાર પ્રાર્થના કરતી હતી. તેટલામાં ધૂપવેદીની જમણી બાજુએ પ્રભુનો એક દૂત ઊભેલો તેને દેખાયો. તેને જોઇને ઝખાર્યા ગભરાઈ ગયો, અને તેને બીક લાગી. પણ દૂતે તેને કહ્યું કે, ઝખાર્યા, બી મા; કેમ કે તારી વિનંતી સાંભળવામાં આવી છે, ને તારી પત્ની એલિસાબેતને દીકરો થશે, તેનું નામ તું યોહાન પાડશે. તને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે, ને તેના જન્મને લીધે ઘણાં હરખાશે.” 
અહીંયા, લૂક, ઈસુનો શિષ્ય, આપણને યોહાનાની વંશાવળી વિગતવાર કહે છે. લૂક, ઈસુનો શિષ્ય, યોહાનાની વંશાવળીને વિગતવાર સમજાવે છે. લૂકને થિયોફિલ નામના વ્યક્તિને સુવાર્તા શીખવવાની હતી, જે ભિન્ન સંસ્કૃતિ માંથી આવતો હતો અને પ્રભુ વિષે જાણતો ન હતો. 
તેથી, તેને ઈસુ, પાપીઓના ઉદ્ધારક વિષે શીખવવા માટે, લૂકે વિચાર્યું કે તેને યોહાન બાપ્તિસ્તની વંશાવળી વિગતવાર સમજવાની જરૂર છે. જેમ આપણે પણ ભિન્ન ભિન્ન જાતિઓના વિધર્મીઓ છીએ, તેથી જ્યાં સુધી આપણને ક્રમશ: રીતે ચોક્કસપૂર્ણ સમજાવવામાં ન આવે તો આપણે ઈસુના ઉદ્ધાર વિષે સમજી શકતા નથી. આવો શોધીએ વિગતો શું છે.
લૂક ૧:૫-૯માં કહ્યું છે, “યહૂદિયાના રાજા હેરોદની કારકિર્દીમાં અબિયાના વર્ગમાંનો ઝખાર્યા નામે એક યાજક હતો; તેની પત્ની હારુનની દીકરીઓમાંની હતી, ને તેનું નામ એલિસાબેત હતું. તેઓ બંને દેવની આગળ ન્યાયી હતાં, ને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે ચાલતાં હતાં. તેઓને સંતાન નહોતું, કારણ કે એલિસાબેત વાંઝણી હતી; અને તેઓ બંને ઘણાં ઘરડાં હતાં. હવે તે પોતાના વર્ગના વાર પ્રમાણે યાજકનું કામ દેવની આગળ કરતો હતો, એટલામાં યાજકપદના રિવાજ પ્રમાણે પ્રભુના મંદિરમાં જઈને ધૂપ ચઢાવવાનો તેનો વારો આવ્યો.” 
અહીંયા, જ્યારે યાજકપદના રિવાજ પ્રમાણે ઝખાર્યા ઈશ્વરની સેવા કરતો હતો ત્યારે એક ઘટના ઘટી. લૂક સ્પષ્ટ પણે સાક્ષી આપે છે કે ઝખાર્યા હારુનનો વંશજ હતો. પછી, ઝખાર્યા કયા વર્ગનો હતો? આ ખુબજ મહત્વનું બિંદુ છે. 
તે સમજાવે છે, “જ્યારે ઝખાર્યા પોતાના વર્ગના વારા પ્રમાણે યાજકનું કામ દેવની આગળ કરતો હતો.” આપણે જોઈ શકીએ છીએ કે લૂક ઝખાર્યા વિષે ખુબજ સારીરીતે જાણતો હતો તેથી તેણે ઝખાર્યા અને એલિસાબેત બન્નેનો ઉલ્લેખ કરીને છૂટકારાની સુવાર્તા સમજાવી છે. 
યોહાનનો જન્મ ઝખાર્યા અને એલિસાબેત દ્વારા થયો હતો, જે હારુનની દીકરીઓમાની એક હતી. હવે, યોહાનના પિતા, ઝખાર્યાની વંશાવળી જોઈએ. 
 
 
યોહાન બાપ્તિસ્તની વંશાવળી
 
યોહાન બાપ્તિસ્ત કોનો વંશજ હતો?
હારુન, મહાયાજક

યોહાન બાપ્તિસ્તની વંશાવળી સમજવા માટે, આપણે જૂના કરારમાં ૧ કાળવૃત્તાંત ૨૪:૧-૧૯ વાંચવું જોઈએ.
“હારુનના પુત્રોના [આ પ્રમાણે વર્ગ પાડ્યા હતા]. હારુનના પુત્રો: નાબાદ, અબીહૂ, એલઆઝાર તથા ઇથામાર. નાદાબ તથા અબીહૂ પોતાના બાપની અગાઉ મરણ પામ્યા હતા, તેઓને ફરજંદ ન હતાં; માટે એલઆઝાર તથા ઇથામાર યાજકનું કામ કરતા હતાં. દાઉદે તથા એલઆઝારના પુત્રોમાંના સાદોકે તથા ઇથામારના પુત્રોમાંના અહીમેલેખે સેવાના કામની ગોઠવણ કરવાને તેઓના આ પ્રમાણે વર્ગ પાડ્યા. ઇથામારના પુત્રોમાં એલઆઝારના પુત્રો કરતાં મુખ્ય પુરુષો વધારે મળી આવ્યા; એલઆઝારના પુત્રોમાં આગેવાન પુરુષો સોળ હતા, માટે તેઓના સોળ વર્ગ પડ્યા; અને ઇથામારના પુત્રોમાં આઠ મુખ્ય પુરુષો હતા, માટે તેઓના આઠ વર્ગ પડ્યા. ચિઠ્ઠી નાખીને તે બંને ટોળીઓના સરખા વર્ગો પાડ્યા; કેમ કે એલઆઝારના પુત્રોમાંથી તેમ જ ઇથામારના પુત્રોમાંથી પવિત્રસ્થાનના કારભારીઓ તથા દેવના કારભારીઓ નીમવામાં આવ્યા હતાં. નાથાનએલનો પુત્ર શમાયા ચિટનીસ, જે લેવીઓમાંનો એક હતો, તેણે રાજાની, સરદારોની, સાદોક યાજકની, અબ્યાથારના પુત્ર અહીમેલેખની તથા યાજકોનાં ને લેવીઓનાં [કુટુંબોના] મુખ્ય પુરુષોની સમક્ષ તેઓની નોંધ કરી; એલઆઝાર તથા ઇથામારનું વારાફરતી એક કુટુંબ ગણાતું. પહેલી ચિઠ્ઠી યાહોયારીબની નીકળી, બીજી યાદાયાની, ત્રીજી હારીમની, ચોથી સેઓરીમની; પાંચમી માલ્કિયાની, છઠ્ઠી મીયામીનની, સાતમી હાક્કોસની, આઠમી અબિયાની; નવમી યેશૂઆની, દસમી શખાન્યાની, અગિયારમી એલ્યાશીબની, બારમી યાકીમની; તેરમી હુપ્પાહની, ચૌદમી યેશેબઆબની; પંદરમી બિલ્ગાહની, સોળમી ઈમ્મેરની; સત્તરમી હેઝીરની, અઢારમી હાપ્પિસ્સેસની; ઓગણીસમી પથાહ્યાની, વીસમી યહેઝકેલની; એકવીસમી યાખીનની, બાવીસમી ગામૂલની; ત્રેવીસમી દલાયાંની, ને ચોવીસમી માઆઝયાની. ઈસ્રાએલના દેવ યહોવાએ તેઓના પિતા હારુનને આપેલી આજ્ઞા પ્રમાણે તેની હસ્તક અપાયેલા હુકમ મુજબ સેવા કરવાને યહોવાના મંદિરમાં આવવાનો તેઓનો અનુક્રમ એ પ્રમાણે હતો.”
આવો આપણે ૧૦મું વચન ફરીથી વાંચીએ, “સાતમી હાક્કોસની, આઠમી અબિયાની” દાઉદ રાજાના દિવસોમાં, ઘણાં બધાં યાજકો હતા, તેથી તેઓની વ્યવસ્થિત સેવાઓને માટે નિયમ સ્થાપિત કરવાની જરૂર હતી. આમ, દાઉદે હારુનના દરેક પુત્રોને ચિઠ્ઠીઓ વહેંચી જેથી બલિદાનને ક્રમમાં ચઢાવાય. (જેમ તમે દરેક જાણો છો, હારુન મૂસાનો મોટો ભાઈ હતો. ઈશ્વરે ઈસ્રાએલના લોકોની સામે મૂસાને ઉચ્ચ પ્રતિનિધિ અને હારુનને પવિત્ર મંડપના મહાયાજક તરીકે નિયુકત કર્યા હતાં.) 
બીજા સઘળા લેવીઓને યાજકો નીચે રાખવામાં આવ્યા હારુન અને યાજકો, તેના પુત્રો ઈશ્વરની સન્મુખમાં બલિદાન ચઢાવતા હતા. દાઉદે ચિઠ્ઠીઓ નાંખી તે પહેલા, યાજકોએ, જે હારુનના વંશજો હતા તેઓએ દર વખતે ચિઠ્ઠી નાંખવી પડતી હતી અને તેના લીધે ઘણો ગૂંચવાડો ઊભો થતો હતો. 
તેથી, દાઉદે બધાંજ વર્ગોને ક્રમશ: રાખીને ગોઠવણી કરી. હારુનના પૌત્રથી શરુ કરીને ૨૪ વર્ગો પાડવામાં આવ્યા હતાં, અને આઠમો વર્ગ અબિયાનો હતો. એમ કહેવામાં આવ્યું છે, “અબિયાના વર્ગનો ઝખાર્યા નામે એક સેવક હતો.” તેથી ઝખાર્યા અબિયાના વર્ગનો હતો અને તે બંને મહાજાયક હારુનના વંશજો હતાં. 
અબિયાના વર્ગમાંનો ઝખાર્યા નામે એક યાજક, યોહાન બાપ્તિસ્તનો પિતા હતો. બાઈબલમાંથી આપણે જાણીએ છીએ કે તેઓ તેમના કુટુંબમાં જ લગ્ન કરતા હતાં. 
તેથી, યાકૂબે તેની માતાના કુટુંબમાં, તેના મામાની દીકરી સાથે લગ્ન કાર્ય હતાં. તે વંશનું આ વર્ણન છે જેનું ઘણું મહત્વ છે. તે કહે છે, “અબિયાના વર્ગમાંનો ઝખાર્યા નામે એક યાજક હતો.” 
તેથી, ચોક્કસપણે તે હારુનનો વંશજ હતો. કોણ? ઝખાર્યા, યોહાન બાપ્તિસ્તનો પિતા. ઈસુનો છૂટકારો, અને યોહાન બાપ્તિસ્તની સેવા, અને ઈસુ પર જગતના પાપો નાખવામાં આવ્યા આ બધી ઘટનાને સમજવા માટે આ એક મહત્વપૂર્ણ હકીકત છે. 
 
 
ફક્ત હારુનના પુત્રો જ યાજક તરીકે સેવા કરી શકે 
 
જૂના કરારના સમયમાં મહાયાજકના પદ તરીકે કોણ સેવા કરી શકતું હતું?
હારુન અને તેના નિયુક્ત કરેલા વંશજો

તો બાઈબલમાં ચોક્કસપણે ક્યાં એવું કહેવામાં આવ્યું છે કે, હારુનના પુત્રો જ યાજકો તરીકે સેવાઓ આપી શકે? ચાલો આપણે તે જોઈએ. 
ગણના ૨૦:૨૨-૨૯, “અને ઈસ્રાએલપુત્રો, એટલે આખી જમાત કાદેશથી નીકળીને હોર પર્વત પાસે આવ્યા. અને હોએ પર્વતમાં અદોમ દેશની સરહદ પાસે યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું, હારુન પોતાના પૂર્વજોની સાથે મળી જશે; કારણ કે જે દેશ મેં ઈસ્રાએલપુત્રોને આપ્યો છે તેમાં તે જવા પામશે નહિ, કેમ કે તમે મરીબાહનાં પાણી પાસે મારા વચન વિરુદ્ધ દંગો કર્યો. હારુનને તથા તેના દીકરા એલઆઝારને લઈને તેઓને હોર પર્વત ઉપર લાવ; અને હારુનના વસ્ત્ર ઉતારીને તેના દીકરા એલઆઝારને પહેરાવ; અને હારુન ત્યાં મારી જશે, ને [પોતાના પૂર્વજોની સાથે] મળી જશે. અને જેમ યહોવાએ આજ્ઞા આપી હતી, તેમ મૂસાએ કર્યું; અને આખી જમાતના દેખાતાં તેઓ હોર પર્વત પર ચઢ્યા. અને મૂસાએ હારુનનાં વસ્ત્ર ઉતારીને તેના પુત્ર એલઆઝારને પહેરાવ્યાં; અને ત્યાં પર્વતના શિખર પર હારુન મારી ગયો; અને મૂસા તથા એલઆઝાર પર્વત પરથી ઉતર્યા. અને આખી જમાતે જોયું કે હારુન મારી ગયો, ત્યારે તેઓએ, એટલે ઈસ્રાએલના આખા ઘરનાંએ, હારુનને લીધે ત્રણ દિવસ સુધી શોક પાળ્યો.” 
નિર્ગમનમાં, ઈશ્વરના નિયમો નોંધવામાં આવ્યા છે, તેમાં કહેવામાં આવ્યું છે કે મહાયાજક હારુનના પુત્રોએ યાજકપદ સંભાળવું જોઈએ, અને નિયુક્ત કરેલા પુત્રે ૩૦ વર્ષની ઉંમરનો થાય ત્યારે તેના પિતાની જેમ મહાયાજકપદ સંભાળવું જોઈએ. 
નિર્ગમન ૨૮:૧-૫, “વળી ઈસ્રાએલપુત્રોમાંથી તું તારા ભાઈ હારુનને તથા તેની સાથે તેના દીકરાઓને મારી આગળ યાજકપદ બજાવવાને માટે તારી પાસે તેડાવ, એટલે હારુનને તથા તેના દીકરાઓ નાદાબ, એલઆઝાર, તથા ઇથામારને તેડાવ. અને તારા ભાઈ હારુનને માટે ગૌરવ તથા શોભાને અર્થે તું પવિત્ર વસ્ત્રો બનાવ. અને જે બુદ્ધિવંતો છે, એટલે જેઓને મેં બુદ્ધિના આત્માથી ભરપૂર કર્યા છે, તે સઘળાને તું કહે કે હારુનની પ્રતિષ્ઠા કરવા સારુ તેનાં વસ્ત્રો તેઓ બનાવે, એ માટે કે તે મારી આગળ યાજક્પદ બજાવે. અને તેઓએ જે વસ્ત્ર બનાવવાં તે આ: ઉરપત્ર તથા એફોદ તથા જામો તથા ચોકડીવાળો ડગલો, પાઘડી તથા કમરબંધ; આવાં પવિત્ર વસ્ત્રો તેઓ તારા ભાઈ હારુનને માટે તથા તેના દીકરાઓને માટે બનાવે, એ સારુ કે તે મારી આગળ યાજક્પદ બજાવે. અને [તેને માટે] તેઓ સોનું તથા નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનું તથા ઝીણા શણનું લૂગડું લે.” 
ઈશ્વરે સ્પષ્ટ રીતે મૂસાના ભાઈ હારુનને મહાયાજકપદ સોંપ્યું હતું. યાજકપદ બીજા કોઈ માણસ માટે ન હતું. ઈશ્વરે મૂસાને આદેશ કર્યો હતો કે તે હારુનને મહાયાજક તરીકે પવિત્ર કરે, અને જેમ ઈશ્વરે કહ્યું હતું તેમ તેના માટે યોગ્ય વસ્ત્ર તૈયાર કરે. આપણે ઈશ્વરના વચનોને ક્યારેય ન ભૂલવા જોઈએ. 
નિર્ગમન ૨૯:૧-૯માં પણ, “અને મારી આગળ યાજક્પદ બજાવવા સારુ તેઓને પવિત્ર કરવાને જે ક્રિયા તારે કરવી, તે આ પ્રમાણે: એક વાછરડો તથા ખોડ વગરના બે ઘેટાં, તથા બેખમીર રોટલી તથા તેલમાં મોહેલી બેખમીર પોળીઓ તથા તેલ ચોપડેલા બેખમીર પાપડ લે; તે તું ઘઉંના મેદાનાં બનાવ. વળી તેઓને એક ટોપલીમાં મૂકીને તું વાછરડો તથા બે ઘેટાં સુદ્ધાં તેમને લાવ. અને તું હારુનને તથા તેના દીકરાઓને મુલાકાતમંડપના બારણા પાસે લાવ, ને તેઓને પાણીથી નહવડાવ. અને વસ્ત્ર લઈને તું હારુનને અંગરખો તથા એફોદનો જામો તથા એફોદ તથા ઉરપત્ર પહેરાવ, ને એફોદના કારીગરીથી વણેલા પટાથી તેની કમર બાંધ; અને માથે તું પાઘડી મૂક, ને પાઘડી પર પવિત્ર મુગટ રાખ. અને અભિષેકનું તેલ લઈને તે તું તેના માથા પર રેડ, ને તેણે અભિષિક્ત કર. વળી તું તેના દીકરાઓને લાવ, ને તેઓને અંગરખા પહેરાવ અને તું તેઓને, એટલે હારુનને તથા તેના દીકરાઓને, કમરબંધ તથા ફાળિયાં બાંધ; અને હંમેશના નિયમ તરીકે તેમને યાજકપદ મળે; અને તું હારુનને તથા તેના દીકરાઓને પ્રતિષ્ઠિત કર.” 
હારુન અને તેના દીકરાઓને કમરબંધ, ફાળિયાં બાંધ અને તેમના માથા પર પવિત્ર મુગટ મૂક.... યાજકાના પદનો આ ધારો અવિરત તેમને આપવામાં આવ્યો. આ રીતે તારે હારુન અને તેના દીકરાઓને પવિત્ર કરવા.... ઈશ્વરે સ્પષ્ટ કર્યુ હતું કે ફક્ત હારુન અને તેના દીકરાઓ યાજકપદ બજાવવા માટે પવિત્ર કરવામાં આવે. તેમણે સ્પષ્ટ પણે કહ્યું કે “હંમેશને માટે,” તે સૂચવે છે કે ઈસુ આ પૃથ્વી પર આવ્યા ત્યાર પછી પણ યાજકપદ અસરકારક હતું. 
લૂક ઊંડાણપૂર્વક સમજાવે છે કે ઝખાર્યા મહાયાજક હારુનનો વંશજ હતો. જ્યારે ઝખાર્યા યાજક તરીકે મંદિરમાં ઈશ્વર આગળ સેવા કરી રહ્યો હતો ત્યારે, એક દૂતે આવીને તેને કહ્યું કે તેની વિનંતી સાંભળવામાં આવી છે; કે તેની પત્ની એલિસાબેત દીકરાને જન્મ આપશે. 
ઝખાર્યાને વિશ્વાસ ન આવ્યો અને તેણે કહ્યું, “મારી પત્ની ઘણાં વરસની થઈ છે, તે કઈરીતે દીકરાને જન્મ આપી શકે?” તેની શંકાના કારણે, તેને થોડા સમય માટે ઈશ્વરે મૂંગો બનાવી દીધો કે જેથી તેના વચનો સાચા હતા તેવું ઈશ્વર બતાવી શકે. 
યોગ્ય સમયે, તેની પત્ની ગર્ભવતી થઈ અને થોડા સમય પછી, કુંવારી મરિયમ પણ ગર્ભવતી થઈ. બંને ઘટનાઓ આપણાં ઉદ્ધાર માટે ઈશ્વરે તૈયાર કરેલું કાર્ય હતું. ભ્રષ્ટ માનવજાતિને બચાવવા માટે, તેને પોતાના સેવક યોહાન અને એકાકીજનિત પુત્ર ઈસુને આ જગતમાં મોકલવાની જરૂર પડી. 
તેથી, જગતના પાપો ઈસુ પર નાખવા ઈશ્વરે તેના દીકરાનું બાપ્તિસ્મા યોહાન દ્વારા કરાવ્યું, જેથી જેઓ તેનામાં વિશ્વાસ કરે તેઓ ઉદ્ધાર પ્રાપ્ત કરી શકે.
 
 
ઈશ્વરની ખાસ જોગવાઈ! 
 
ઈશ્વરે તેના છૂટકારાના કાર્ય માટે ઈસુ પહેલા કોને તૈયાર કર્યો?
યોહાન બાપ્તિસ્તને

ઈસુ ખ્રિસ્ત માનવજાતિનો ઉદ્ધારક હતો, જે કુંવારી મરિયમના પેટે જન્મ લીધો હતો. મરિયમનું વેવિશાળ યૂસફ સાથે થયું હતું, જે યહૂદાનો વંશજ હતો. ઈશ્વરની વાચાને પૂરી કરવા માટે ઈસુને યહૂદાના કુળમાં જન્મ લેવાનો હતો, જેવી રીતે યોહાન બાપ્તિસ્તને હારુન મહાયાજકના કુળમાં જન્મ લેવાનો હતો. 
ઈસુ પહેલા યોહાન એ ક્રમમાં આ જગતમાં જન્મ લેવા માટે ઈશ્વરે તે બંનેને તૈયાર કર્યા હતાં. યોહાનનો જન્મ થયો જેથી તે ઈસુને બાપ્તિસ્મા આપી શકે અને તેના ઉપર જગતના સઘળા પાપો નાંખી શકે. જૂના અને નવા કરારમાં ઈશ્વરે કરેલાં કરાર પ્રમાણેની વિધિ ચોક્કસપણે પાર પાડવામાં આવે તે માટે મહાયાજકનો વંશ જ પ્રાયશ્ચિતનું બલિદાન ચઢાવી શકતો હતો; ઈસુના છૂટકારાની સુવાર્તાનું યોગ્યરીતે વાહન કરવાનું હતું જેથી સઘળા લોકો ઉદ્ધાર પામે. 
નિર્ગમનમાં, ઈશ્વરે ઈસ્રાએલને તેમના નિયમો અને વાચાઓ આપી; ઈશ્વરના નિયમ અને મંડપના બલિદાનની પધ્ધતિ આપી, યાજકોના પહેરવેશ આપ્યા, બલિદાનોની વિગતો આપી, અને યાજકોના દીકરાઓને યાજકપદનો વારસો આપ્યો.. ઈશ્વરે હારુન અને તેના દીકરાઓને મહાયાજક તરીકે નિમણૂક કર્યા. 
તેથી, હરુનના દરેક વંશજો બલિદાન અર્પણ કરી શકે છે અને હારુનના ઘરનો વ્યક્તિ જ મહાયાજક બની શક છે. શું તમે જોઈ શકો છો કે આવું કેમ છે? 
હારુનના ઘણાં વંશજોમાંથી ઈશ્વરે ચોક્કસપણે યાજક ઝખાર્યા અને તેની પત્ની એલિસાબેતને પસંદ કર્યા. તેણે એવું કહ્યું, “જો હું તારી આગળ મારા દૂતને મોકલું છું.” જયારે ઈશ્વરે ઝખાર્યાને એવું કહ્યું કે તે તેની પત્ની એલિસાબેતને દીકરાને જન્મ આપવા સક્ષમ બનાવશે, અને તે તેનું નામ યોહાન પાડશે, ત્યારે તે એટલો બધો ચકિત થઈ ગયો કે ઈશ્વરની આજ્ઞા પ્રમાણે તેના દીકરાના જન્મ અને તેનું નામ રાખવા સુધી તે મૂંગો થઈ ગયો.
ખરેખર, તેના ઘરમાં દીકરાનો જન્મ થયો. જ્યારે ઈસ્રાએલના રિવાજ પ્રમાણે બાળકનું નામ રાખવાનો સમય આવ્યો, ત્યારે દીકરાનું નામ તેના પિતાના નામ પરથી કે કોઈ એક સગાંના નામ પરથી રાખવાનું હતું.
“હવે એલિસાબેતના દહાડા પૂરા થયા, એટલે તેણે દીકરો થયો. તેના પાડોશીઓએ તથા સગાંઓએ સાંભળ્યું કે, પ્રભુએ તેના પર મોટી દયા કરી છે, ત્યારે તેઓ તેની સાથે હર્ષ પામ્યાં. આઠમે દિવસે તેઓ છોકરાની સુન્નત કરવા આવ્યાં, ત્યારે તેઓ તેના બાપના નામ ઉપરથી તેનું નામ ઝખાર્યા પાડત; પણ તેની માએ તેઓને કહ્યું કે, એમ નહિ; પણ તેનું નામ યોહાન પાડવું. તેઓએ તેને કહ્યું કે, તારાં સગાંમાંના કોઈનું એવું નામ પાડેલું નથી. તેઓએ ઈશારો કરીને તેના બાપને પૂછ્યું કે, તું તેનું શું નામ પાડવા ચાહે છે? ત્યારે તેણે પાટી માગીને તેના પર લખ્યુંકે, તેનું નામ યોહાન છે. એથી તેઓ સર્વ અચંબો પામ્યા. તરત તેનું મોં ઉઘડી ગયું, ને તેની જીભ [છૂટી થઈ], ને તે દેવની સ્તુતિ કરતો બોલવા લાગ્યો. તેઓની આસપાસના સર્વ રહેવાસીઓને બીક લાગી, ને યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાં એ સર્વ વાતોની ચર્ચા ચાલી. વળી જેઓએ તે વાતો સાંભળી તેઓ સઘળાએ પોતાના મનમાં રાખીને કહ્યું કે, ત્યારે આ છોકરો કેવો થશે? કેમ કે પ્રભુનો હાથ તેના પર હતો” (લૂક ૧:૫૭-૬૬).
જયારે તેના દીકરાનો જન્મ થયો ત્યારે ઝખાર્યા હજુ મૂંગો હતો. જયારે બાળકનું નામ પાડવાનો સમય આવ્યો, ત્યારે પાડોશીઓએ કહ્યું કે તેનું નામ ઝખાર્યા પાડવું જોઈએ. પણ તેની માએ કહ્યું કે તેનું નામ યોહન રાખવું જોઈએ. ત્યારે, સગાંઓએ કહ્યું કે તારાં પરિવારમાં તેવા નામનું કોઈ નથી તેથી બાળકનું નામ તેના પિતાના નામ પરથી રાખવું જોઈએ. 
જ્યારે એલિસાબેતે નામને લઈને આગ્રહ કર્યો, ત્યારે સગાંઓ ઝખાર્યા પાસે ગયા અને પૂછ્યું કે બાળકનું નામ શું હોવું જોઈએ. ઝખાર્યા જે હજી સુધી બોલી શકતો ન હતો, તેણે પાટી માગીને તેની ઉપર ‘યોહાન’ લખ્યું. દરેક સગાંઓ નામની અસામાન્ય પસંદગીથી અચંબો પામ્યાં. 
પણ નામ પાડ્યા પછી, તરત જ ઝખાર્યાનું મોં ઉઘડી ગયું. તેણે ઈશ્વરની સ્તુતિ કરી અને તે પવિત્ર આત્માથી ભરાઈ ગયો અને ભવિષ્યવાણી કરી. 
આમ, લૂક ઝખાર્યાના ઘરે યોહાન બાપ્તિસ્તના જન્મ વિષે કહે છે. “અબિયાના વર્ગમાંનો ઝખાર્યા નામે એક યાજક હતો.” હારુનનો વંશજ, મનુષ્યજાતિનો પ્રતિનિધિ યોહાન બાપ્તિસ્તનો જન્મ એ ઈશ્વર તરફથી એક ખાસ જોગવાઈની વ્યવસ્થા હતી. 
યોહાન બાપ્તિસ્ત અને ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરે મનુષ્યજાતિ માટે ઉદ્ધારનું કાર્ય પૂરું કર્યું. યોહાન અને ઈસુ ખ્રિસ્ત દ્વારા કરવામાં આવેલા છૂટકારાના કાર્યમાં વિશ્વાસ કરવાથી આપણાં સઘળા પાપોથી આપણે બચી ગયા છીએ. 
 
 

ઈસુનું બાપ્તિસ્મા

 
શા માટે ઈસુ યોહાન દ્વારા બાપ્તિસ્મા પામ્યો?
જગતના સઘળા પાપો લઈ લેવા માટે

યોહાન બાપ્તિસ્તે સાક્ષી આપી કે ઈસુ ઈશ્વરનો દીકરો હતો અને તેણે આપણાં સઘળા પાપો લઈ લીધા છે. તે યોહાન બાપ્તિસ્ત, ઈશ્વરનો સેવક હતો જેને ઈશ્વરના ઉદ્ધારની સાક્ષી આપવા મોકલવામાં આવ્યો હતો. તેનો અર્થ એ નથી કે ઈશ્વર આપણને તેના વિષે કહી શકતા નથી કે તે આપણાં ઉધ્દ્ધારકર્તા છે. ઈશ્વર મંડળીમાં તેના સેવકો દ્વારા અને તેના બધાં લોકો જે ઉદ્ધાર મેળવી ચૂક્યાં છે તેના દ્વારા કાર્ય કરે છે.
ઈશ્વર કહે છે, “યારુલાશેમ સાથે હેતથી વાત કરો; તેની લડાઈ પૂરી થઈ છે, તેના અપરાધનો બદલો મળ્યો છે, તેને યહોવાને હાથે પોતાના સર્વ પાપોને લીધે બમણી [શિક્ષા] થઈ છે, તે પ્રમાણે તેને પોકારીને કહો. ઘાસ સુકાઈ જાય છે, ફૂલ ચીમળાય છે; પણ આપણા દેવનું વચન સર્વકાળ સુધી કાયમ રહેશે” (યશાયા ૪૦:૨,૮). 
ખ્રિસ્તના જન્મના ૭૦૦ વર્ષ પહેલા જ ઈશ્વરે વાયદો કર્યો હતો, “હવે તમે પાપી નથી. મેં તમારાં સઘળા પાપોનું પ્રાયશ્ચિત કરી દીધું છે અને લડાઈ પૂરી થઈ છે.” આમ, સુવાર્તાની વાણી આપણને પોકારીને કહ્યાં કરે છે. આ આપણાં માટે તૈયાર કરવામાં આવેલી સુવાર્તા છે. 
જયારે આપણે યોહાન બાપ્તિસ્તના કાર્યને સમજીશું અને ખરેખર સમજીશું કે યોહાન બાપ્તિસ્ત દ્વારા જગતના સઘળા પાપો ઈસુ પર નાખવામાં આવ્યા, ત્યારે આપણે સર્વ આપણાં પાપોથી મુક્ત થઈ શકીશું. 
ચારેય સુવાર્તાઓ આપણને યોહન બાપ્તિસ્ત વિષે કહે છે, અને જૂના કરારનો છેલ્લો પ્રબોધક માલાખી પણ સાક્ષી આપે છે કે યોહન બાપ્તિસ્ત ઈશ્વર દ્વારા તૈયાર કરવામાં આવેલો સેવક હતો. નવા કરારની શરૂઆત યોહાનના જન્મ અને તેના દ્વારા પાપોને નાંખવાથી શરુ થાય છે. 
તો પછી શા માટે આપણે તેને યોહન બાપ્તિસ્ત કહીએ છીએ? તે એટલા માટે કેમ કે તેણે ઈસુને બાપ્તિસ્મા આપ્યું હતું. બાપ્તિસ્માનો અર્થ શું થાય છે? તેનો અર્થ છે ‘પર નાખવું, દાટી દેવું, ધોઈ નાખવું’ – એ જ પ્રમાણે જૂના કરારમાં ‘પર બંને હાથ મૂકવા.’ 
જૂના કરારમાં, જ્યારે કોઈ માણસ પાપ કરતો, ત્યારે તે એબરહિત બલિદાનના પશુના માથા પર પોતાના બંને હાથ મૂકતો, અને બલિદાન તે પાપ સાથે મૃત્યુ પામતું. ‘હાથ મૂકવા’ નો અર્થ છે ‘તેના પર મૂકવું.’ તેથી, ‘હાથ મૂકવા’ અને ‘બાપ્તિસ્મા’ બંને એક જ ક્રિયાઓ છે, ભલે તેઓ જુદી જુદી લાગતી હોય. 
તો પછી ઈસુના બાપ્તિસ્માનો શું અર્થ છે? તેનું બાપ્તિસ્મા આપણાં પાપોની માફી પ્રાપ્ત કરવા માટે એકમાત્ર માર્ગ છે. ઈશ્વરે નિયમ સ્થાપિત કર્યો હતો કે બલિદાનના માથા પર ‘હાથ મૂકવા’ દ્વારા પાપોને તેના પર નાંખવા. જૂના કરારના દિવસોમાં પાપીઓએ પોતાના પાપો બલિદાન ઉપર નાંખવા માટે બલિદાનના માથા પર હાથ મૂકવો પડતો હતો. ત્યાર પછી, તેઓને તેનું ગળું કાપવું પડતું હતું અને યાજક દહાનાર્પણની વેદીના ચારેય શીંગ પર તે રક્ત મૂકતો. દરરોજના પાપોનું પ્રાયશ્ચિત આ રીતે કરવામાં આવતું હતું. 
તો પછી તેઓ વાર્ષિક પ્રાયશ્ચિત કેવી રીતે કરતા હતાં? 
આ બાબતમાં, ઈસ્રાએલના દરેક લોકો માટે હારુન મહાયાજક બલિદાનનું અર્પણ કરતો હતો. કારણ કે યોહાન બાપ્તિસ્તે હારુનના કુટુંબમાં જન્મ લીધો હતો, તેના માટે મહાયાજક બનવું યોગ્ય હતું, અને ઈશ્વરે તેના છૂટકારાના વાયદા પ્રમાણે તેને છેલ્લા મહાયાજક તરીકે અગાઉથી જ નીમ્યો હતો.
યોહાન બાપ્તિસ્ત સમગ્ર માનવજાતિનો પ્રતિનિધિ હતો અને છેલ્લો મહાયાજક હતો કેમ કે જ્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય છે ત્યારે જૂના કરારનો અંત થાય છે. જેમ જૂના કરારમાં પોતાના લોકો માટે હારુન પ્રાયશ્ચિત કરતો હતો, તેમ નવા કરારમાં શું યોહાને જગતના સર્વ પાપો ઈસુ પર નાખ્યા ન હતા? જૂના કરારનો છેલ્લો મહાયાજક અને મનુષ્યજાતિના પ્રતિનિધિ અરીકે યોહાન બાપ્તિસ્તે જ્યારે ઈસુનું બાપ્તિસ્મા કર્યું ત્યારે જગતના સઘળા પાપો તેની ઉપર નાખ્યા હતા.
કારણકે યોહાને જગતના સઘળા પાપો ઈસુ પર નાખ્યાં તેથી પાણી અને આત્માની સુવાર્તા પરનો વિશ્વાસ આપણને છૂટકારો આપી શકે છે. સઘળા પાપીઓને બચાવવા માટે ઈસુ હલવાન બન્યો, અને આમ ઈશ્વરની યોજના પ્રમાણેનું છૂટકારાનું કાર્ય પૂર્ણ કર્યું. ઈસુએ આપણને કહ્યું હતું કે યોહાન બાપ્તિસ્ત છેલ્લો પ્રબોધક અને છેલ્લો મહાયાજક હતો જેણે જગતના સઘળા પાપો તેની ઉપર નાખ્યા. 
શા માટે ઈસુએ તે પોતાની જાતે ન કર્યું? શા માટે તેને યોહાન બાપ્તિસ્તની જરૂર પડી? યોહાન બાપ્તિસ્તને ઈસુના ૬ મહિના પહેલા જન્મ લેવા માટેનું એક કારણ હતું; તે હતું જૂના કરારના નિયમોને પરિપૂર્ણ કરવા અને તેના વાયદાઓને પૂર્ણ કરવા. 
ઈસનો જન્મ કુંવારી મરિયમને પેટે થયો હતો અને યોહાન બાપ્તિસ્તનો જન્મ ઘરડી વાંઝણી સ્ત્રીના પેટે થયો હતો જેનું નામ એલિસાબેત હતું. 
આ કાર્યો ઈશ્વરના હતાં અને તેણે સઘળા પાપીઓને બચાવવા યોજનાઓ કરી હતી. પાપ સામેના કાયમી યુદ્ધથી અને સાથે સાથે આપણાં પાપી અસ્તિત્વની પીડા સહન કરવાથી બચાવવા માટે ઈશ્વરે પોતાના સેવક યોહાનને મોકલ્યો અને પછી તેમના દીકરા ઈસુને મોકલ્યો. યોહાન બાપ્તિસ્તને સમગ્ર માનવજાતિના પ્રતિનિધિ અને છેલ્લા મહાયાજક તરીકે મોકલ્યો હતો. 
 
 
સ્ત્રીથી જન્મેલો સૌથી મહાન માણસ
 
પૃથ્વી પરનો સૌથી મહાન માણસ કોણ હતો?
યોહાન બાપ્તિસ્ત

આવો માથ્થી ૧૧:૭-૧૪ જોઈએ, “અને તેઓ પાછા જતા હતા ત્યારે ઈસુ યોહાન સંબંધી લોકોને કહેવા લાગ્યો કે, તમે રાનમાં શું જોવા નીકળ્યા? શું પવનથી હાલતા બરુને? પણ તમે શું જોવા નીકળ્યા? શું ઝીણાં લૂગડાં પહેરેલા માણસને? જુઓ, જેઓ ઝીણાં લૂગડાં પહેરે છે તેઓ રાજમહેલોમાં રહે છે. તો તમે શું જોવા નીકળ્યા? શું પ્રબોધકને? હું તમને કહું છું કે, હા, પ્રબોધક કરતા જે ઘણો અધિક તેને. જેના સંબંધી એમ લખેલું છે કે, જો હું મારા દૂતને તારા મોં આગળ મોકલું છું, જે તારી આગળ તારો માર્ગ સિદ્ધ કરશે, તે એ જ છે. હું તમને ખચીત કહું છું કે, સ્ત્રીઓથી જેટલા જન્મ્યા છે, તેઓમાં યોહાન બાપ્તિસ્ત કરતાં કોઈ મોટો ઉત્પન્ન થયો નથી; તોપણ આકાશના રાજ્યમાં જે નાનો છે તે પણ તેનાં કરતાં મોટો છે. અને યોહાન બાપ્તિસ્તના વખતથી તે હજી સુધી આકાશના રાજ્ય પર બળાત્કાર કરનારાઓ બળાત્કારથી તે લઈ લે છે. કેમકે બધા પ્રબોધાકોએ તથા નિયમશાસ્ત્રે યોહાન લગી પ્રબોધ કર્યો છે. જો તમે માનવા ચાહો તો એલિયા જે આવનાર છે તે એ જ છે.” 
લોકો રાનમાં યોહન બાપ્તિસ્તને જોવા માટે નીકળ્યા હતાં, જે ઘાંટો પાળીને કહેતો હતો કે, “ઓ સર્પોના વંશો, પસ્તાવો કરો” અને ઈસુએ કહ્યું, “પણ તમે શું જોવા નીકળ્યા? શું ઝીણાં લૂગડાં પહેરેલા માણસને? જુઓ, જેઓ ઝીણાં લૂગડાં પહેરે છે તેઓ રાજમહેલોમાં રહે છે.” 
ઈસુએ પોતે યોહાનની મહાનતા વિષે સાક્ષી આપી. “તમે બહાર શું જોવા માટે નીકળ્યા? એક જંગલી માણસને જે ઘાંટો પાડીને બોલે છે? તેણે ઊંટના રુઆંના વસ્ત્રો પહેર્યા હોવા જોઈએ. તમે બહાર શું જોવા માટે નીકળ્યા? શું ઝીણાં લૂગડાં પહેરેલા માણસને? જેઓ ઝીણાં લૂગડાં પહેરે છે તેઓ રાજમહેલમાં રહે છે,” ઈસુએ સાક્ષી આપી. “જુઓ, જેઓ ઝીણાં લૂગડાં પહેરે છે તેઓ રાજમહેલોમાં રહે છે. તો તમે શું જોવા નીકળ્યા? શું પ્રબોધકને? હું તમને કહું છું કે, હા, પ્રબોધ કરતા જે ઘણો અધિક તેને.”
જુના સમયમાં, પ્રબોધકોને રાજાઓ કરતા અધિક ગણવામાં આવતા હતા. યોહાન બાપ્તિસ્ત રાજા કરતા અધિક હતો, અને પ્રબોધક કરતા પણ અધિક હતો. તે જૂના કરારના સઘળા પ્રબોધકો કરતા અધિક હતો. હકીકતમાં, યોહાન, છેલ્લો મહાયાજક અને મનુષ્યજાતિનો પ્રતિનિધિ હતો અને હારુન, પહેલા મહાયાજક કરતા પણ વધારે મહત્વનો હતો. ઈસુએ આ વાતની સાક્ષી આપી હતી.
મનુષ્યજાતિનો પ્રતિનિધિ કોણ હતો? ઈસુને બાદ કરતા પૃથ્વી પર સૌથી મહાન માણસ કોણ છે? યોહાન બાપ્તિસ્ત. “હું તમને કહું છું કે, હા, પ્રબોધક કરતા જે ઘણો અધિક તેને. જો હું મારા દૂતને તારા મોં આગળ મોકલું છું, જે તારી આગળ તારો માર્ગ સિદ્ધ કરશે.”
યોહાન બાપ્તિસ્તે સાક્ષી આપી કે પાપ વિરુદ્ધની લડાઈ હવે પૂરી થઈ છે. “જુઓ! દેવનું હલવાન જે જગતનું પાપ હરણ કરે છે!” તે યોહાન બાપ્તિસ્ત છે જેણે સાક્ષી આપી હતી કે ઈસુએ જગતના પાપો લઈ લીધા છે. 
માથ્થી ૧૧:૧૧, “હું તમને ખચીત કહું છું કે, સ્ત્રીઓથી જેટલા જન્મ્યા છે, તેઓમાં યોહન બાપ્તિસ્ત કરતાં કોઈ મોટો ઉત્પન્ન થયો નથી.” સ્ત્રીના પેટે જેઓએ જન્મ લીધો તેમાં યોહાન બાપ્તિસ્ત કરતાં વધારે મહાન કોઈ છે? 
‘સ્ત્રીથી જન્મેલો’ તેનો અર્થ શું થાય? તે સમગ્ર માનવજાતિને દર્શાવે છે. આદમ અને હવા સિવાય સઘળા મનુષ્યો સ્ત્રીથી જન્મેલા છે. હા, સ્ત્રીથી જન્મેલાઓમાં યોહાન બાપ્તિસ્તથી મહાન કોઈ નથી. તેથી, તે છેલ્લો મહાયાજક અને મનુષ્યજાતિનો પ્રતિનિધિ છે. યોહાન બાપ્તિસ્ત મહાયાજક, પ્રબોધક અને સમગ્ર મનુષ્યજાતિનો પ્રતિનિધિ હતો.
જૂના કરારમાં, ઈશ્વરે હારુન અને તેના દીકરાઓને હંમેશને માટે સેવા કરવા નિયુક્ત કર્યા હતાં. દરેક પાપો હારુન અને તેના દીકરાઓ દ્વારા સાફ કરવામાં આવતા હતાં. તે ઈશ્વરનો આદેશ હતો.
જો કેટલાક લેવીઓ આગળ આવીને તેઓના યાજકપદ પર બેસવાની હિંમત કરતા, તો ચોક્કસપણે તેઓ મૃત્યુ પામતા. તેઓ દરેક વેદી માટે લાકડા ભેગા કરવા, પશુઓના ચામડા ઉતારવા, ચરબી કાઢવી, આંતરડાઓ સાફ કરીને નકામી વસ્તુને છાવણીની બહાર લાવવા જેવા કામો કરવા યોગ્ય હતાં. જો તેઓ તેમના કાર્ય સિવાય યાજકનું કાર્ય કરવાનો અહંકાર ધરાવતા હોત તો તેઓ માર્યા ગયા હોત. તે ઈશ્વરનો નિયમ છે. તેઓ સીમા ઓળંગી શકતા ન હતા. 
પૃથ્વી પર યોહાન બાપ્તિસ્ત કરતા વધારે મહાન કોઈ ન હતું. સઘળા માણસોમાં તે સૌથી મહાન હતો. “યોહાન બાપ્તિસ્તના વખતથી તે હજી સુધી આકાશના રાજ્ય પર બળાત્કાર કરાય છે, ને બળાત્કાર કરનારાઓ બળાત્કારથી તે લઈ લે છે.” 
જ્યારે યોહાન બાપ્તિસ્તે ઈસુને બાપ્તિસ્મા આપ્યું ત્યારે મનુષ્યજાતિના છૂટકારાનું કાર્ય પૂર્ણ થયું, જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે તેઓ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરશે કેમ કે તેઓ વિશ્વાસથી ધર્મી બનશે.
હવે, આવો આપણે જોઈએ કે કેવીરીતે યોહાના પિતાએ તેના દીકરાની સાક્ષી આપી. 
 
 
યોહાનના પિતા, ઝખાર્યાની સાક્ષી 
 
ઝખાર્યાએ તેના દીકરા વિષે શું ભવિષ્યવાણી કરી?
યોહાન ઈશ્વરના લોકોને ઉદ્ધારનું જ્ઞાન આપવા દ્વારા પ્રભુનો માર્ગ તૈયાર કરશે.

આવો લૂક ૧:૬૭-૮૦ વાંચીએ. “તેના બાપ ઝખાર્યાએ પવિત્ર આત્માથી ભરપૂર થઈને એવો પ્રબોધ કર્યો કે, ઈસ્રાએલનો દેવ પ્રભુ સ્તુતિમાન થાઓ; કેમ કે તેણે પોતાના લોકની મુલાકાત લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે. જગતના આરંભથી થતા આવેલા પવિત્ર પ્રબોધકોના મોંથી તેણે જે કહ્યું હતું તે પ્રમાણે, તેણે પોતાના સેવક દાઉદના કુળમાં, આપણે સારુ તારણનું શિંગ ઉભું કર્યું છે કે, તે આપણા શત્રુઓથી તથા આપણા પર દ્વેષ રાખનારા સર્વોના હાથમાંથી આપણને બચાવે; એ સારુ કે તે આપણા બાપદાદાઓ પ્રત્યે દયા દેખાડે, તથા પોતાનો પવિત્ર કરાર સંભારે; એટલે તેણે આપણા બાપ ઈબ્રાહિમની આગળ જે સમ ખાધા તે. એ માટે કે તે આપણે સારુ એવું કરે કે, આપણે પોતાના શત્રુઓના હાથમાંથી છૂટકો પામીને નિર્ભયતાથી આપણા આખા આયુષ્યભર તેની આગળ શુદ્ધતાથી તથા ન્યાયીપણાથી તેની સેવા કરીએ. અને, છોકરા, તું પરાત્પરનો પ્રબોધક કહેવાશે; કેમકે તું પ્રભુની આગળ ચાલશે, એ માટે કે તું પ્રભુના માર્ગો તૈયાર કરે; તથા તેના લોકનાં પાપની માફી મળવાથી જે તારણ છે, તેનું જ્ઞાન તું તેઓને આપે. આપણા દેવની ઘણી દયાથી અરુણોદય ઉપરથી આપણા પર આવશે, જેથી અંધારામાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા છે તેઓને તે પ્રકાશ પમાડે; તથા આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જાય. છોકરો મોટો થયો, અને આત્મામાં બળવાન થાતો ગયો, અને ઈસ્રાએલમાં તેને પ્રગટ થવાના દિવસ સુધી રાનમાં રહ્યો.” 
ઝખાર્યાએ બે ભવિષ્યવાણીઓ કરી. તેણે ભવિષ્યવાણી કરી કે સઘળા લોકોનો રાજા આવશે. ૬૮ થી ૭૩ વચનોમાં તે આનંદ સાથે ભવિષ્યવાણી કરે છે કે ઈશ્વર તેના વાયદાઓ ભૂલી ગયો નથી અને જેમ ઈશ્વરે ઈબ્રાહિમને વાયદો કર્યો હતો તેમ તેના વંશજોને શત્રુઓના હાથોથી બચાવવા માટે ઈસુ કુંવારી મરિયમને પેટે જન્મ્યો. 
૭૪ વચનથી, “આપણે પોતાના શત્રુઓના હાથમાંથી છૂટકો પામીને નિર્ભયતાથી આપણા આખા આયુષ્યભર તેની આગળ શુદ્ધતાથી તથા ન્યાયીપણાથી તેની સેવા કરીએ.” આ ઈબ્રાહિમ અને ઈસ્રાએલના લોકો માટે ઈશ્વરનો વાયદો યાદ અપાવે છે, “નિર્ભયતાથી આપણા આખા આયુષ્યભર તેની આગળ શુદ્ધતાથી તથા ન્યાયીપણાથી તેની સેવા કરીએ.” 
વચન ૭૬થી, તેણે તેના દીકરાને ભવિષ્યવાણી કરી, “અને, છોકરા, તું પરાત્પરનો પ્રબોધક કહેવાશે; કેમકે તું પ્રભુની આગળ ચાલશે, એ માટે કે તું પ્રભુના માર્ગો તૈયાર કરે; તથા તેના લોકનાં પાપની માફી મળવાથી જે તારણ છે, તેનું જ્ઞાન તું તેઓને આપે. આપણા દેવની ઘણી દયાથી અરુણોદય ઉપરથી આપણા પર આવશે, જેથી અંધારામાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા છે તેઓને તે પ્રકાશ પમાડે; તથા આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જાય.” 
અહિયાં તે કહે છે, “તથા તેના લોકનાં પાપની માફી મળવાથી જે તારણ છે, તેનું જ્ઞાન તું તેઓને આપે.” ઉદ્ધારનું જ્ઞાન કોના દ્વારા આપવામાં આવશે? યોહાન બાપ્તિસ્ત. શું તમે બધાં આ જોઈ શકો છો? યોહાન બાપ્તિસ્ત ઈશ્વરના વચનો દ્વારા આપણને જ્ઞાન આપવાનો હતો કે ઈસુ ઈશ્વરનો પુત્ર છે, જેણે જગતના પાપો લઈ લીધા છે. 
હવે, આવો માર્ક ૧ જોઈએ. “દેવાના દીકરા ઈસુ ખ્રિસ્તની સુવાર્તાનો આરંભ: જેમ યશાયા પ્રબોધક [ના પુસ્તક] માં લખેલું છે કે, હું તારી આગળ મારા દૂતને મોકલું છું; રાનમાં પોકારનારની એવી વાણી કે પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેના રસ્તા સીધા કરો; તેમ યોહાન રાનમાં બાપ્તિસ્મા આપતો, અને પાપોની માફીને સારુ પસ્તાવાનું બાપ્તિસ્મા પ્રસિદ્ધ કરતો હતો. અને આખા યહૂદિયા દેશના તથા યરુશાલેમના રહેવાસીઓ તેની પાસે ગયા; અને બધા પોતાનાં પાપ કબૂલ કરી યર્દનમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા” (માર્ક ૧:૧-૫). 
જયારે ઈસ્રાએલીઓએ યોહન બાપ્તિસ્ત દ્વારા સાંભળ્યું, ત્યારે તેઓ વિધર્મીઓની મૂર્તિઓની આરાધના કરવાથી ફર્યા અને યોહાન બાપ્તિસ્ત દ્વારા બાપ્તિસ્મા પામ્યા. પણ યોહને સાક્ષી આપી, “હું તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું જેથી તમે ઈશ્વર તરફ પાછા ફરો. પણ ઈશ્વરનો પુત્ર આવશે અને મારા દ્વારા બાપ્તિસ્મા પામશે જેથી આજ રીતે તમારા પાપો તેના ઉપર નાખવામાં આવે. અને જો તમે તેના બાપ્તિસ્મા પર વિશ્વાસ કરશો જેમ તમે મારી પાસે બાપ્તિસ્મા લઈ રહ્યા છો, તો તમારા સઘળા પાપો તેના પર નાખી દેવામા આવશે, જેમ જૂના કરારમાં હાથ મૂકવા દ્વારા પાપ બલિદાન ઉપર મૂકવામાં આવતા હતા.” આવી સાક્ષી યોહાન બાપ્તિસ્તે આપી હતી. 
હકીકત છે કે ઈસુ યર્દનમાં બાપ્તિસમાં પામ્યો હતો અર્થાત કે તે મૃત્યુની નદીમાં બાપ્તિસ્મા પામ્યો હતો. દફનવિધિમાં આપણે એક ગીત ગાઈએ છીએ, “આપણે એક મધુરતામાં ધીરે ધીરે, સામેના સુંદર કિનારે ફરી મળીશું, આપણે સામેના સુંદર કિનારે ફરી મળીશું.” જ્યારે આપણે મરીએ છીએ, ત્યારે આપણે યર્દન નદી ઓળંગીએ છીએ. યર્દન નદી એ મૃત્યુની નદી છે. ઈસુ આ મૃત્યુની નદીમાં બાપ્તિસમાં પામ્યા હતાં, અને તેણે ત્યાં જગતના સઘળા પાપો લઈ લીધા હતાં અને “પાપનો મુસારો મરણ છે.”
 
 
બાપ્તિસ્મા જે આપણાં પાપો લઈ લે છે 
 
નવા કરારમાં હાથ મૂકવાનું પ્રતિબિંબ શું છે?
ઈસુનું બાપ્તિસ્મા

માથ્થી ૩:૧૩-૧૭માં આપણે વાંચીએ છીએ. “ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસમા પામવા સારુ ગાલીલથી યર્દન [નદીએ] તેની પાસે આવ્યો. પણ યોહાને તેને વારતાં કહ્યું કે, તારાથી મારે બાપ્તિસ્મા પામવું જોઈએ, ને શું તું મારી પાસે આવે છે? પણ ઈસુએ તેને ઉત્તર દીધો કે, હમણાં એમ થવા દે: કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણને ઘટારત છે. ત્યારે તેણે તેને બાપ્તિસ્મા પામવા દીધું. અને ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યો; અને જુઓ, તેને સારુ આકાશ ઊઘડાયું, ને દેવના આત્માને કબૂતરની પેઠે ઊતરતો ને પોતા પર આવતો તેણે દીઠો. અને જુઓ, એવી આકાશવાણી થઈ કે, આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું.”
ઈસુ યર્દન પાસે જાય છે અને યોહાન બાપ્તિસ્તથી બાપ્તિસ્મા પામે છે. તેણે યોહાનને આદેશ આપ્યો, “મને બાપ્તિસ્મા આપ.” યોહાને ઉત્તર આપ્યો, “તારાથી મારે બાપ્તિસ્મા પામવું જોઈએ, ને શું તું મારી પાસે આવે છે?” સ્વર્ગ અને પૃથ્વીના મહાયાજકો એકબીજાને મળે છે.
હિબ્રૂઓના દર્શાવ્યા પ્રમાણે, મલ્ખીસેદેક પછી ઈસુ ખ્રિસ્ત હંમેશને માટે મહાયાજક છે. આનો અર્થ છે કે ઈસુ માનવ વંશાવળી વગરનો હતો. તે હારુન કે પૃથ્વી પરના કોઈ મનુષ્યનો વંશજ ન હતો. તે આપણાં સૃષ્ટિકર્તા, ઈશ્વરનો પુત્ર છે. તે જે છે તે છે; તેથી; તેની કોઈ વંશાવળી નથી. ઈસુએ સ્વર્ગની મહિમાનો ત્યાગ કર્યો અને પોતાના લોકોને બચાવવા પૃથ્વી પર આવ્યો. 
તે આ પૃથ્વી પર આવ્યો તેનું કારણ સઘળા પાપીઓને બચાવવા હતું જેઓ શેતાનના છળથી પીડાઈ રહ્યા હતાં. વધારામાં, યોહાન બાપ્તિસ્ત દ્વારા બાપ્તિસ્મા પામવા દ્વારા તેણે જગતના સઘળા પાપો લઈ લીધા. “પણ ઈસુએ તેને ઉત્તર દીધો કે, હમણાં એમ થવા દે: કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણને ઘટારત છે. ત્યારે તેણે તેને બાપ્તિસ્મા પામવા દીધું.” 
“હમણા એમ થવા દે.” એમ થવા દે! ઈસુએ મનુષ્યજાતિના પ્રતિનિધિને આદેશ આપ્યો અને બાપ્તિસ્મા પામવા તેનું માથું નમાવ્યું. જૂના કરારમાં, જ્યારે ઈશ્વરને બલિદાનનું અર્પણ ચઢાવવામાં આવતું, ત્યારે પાપી અથવા મહાયાજક તેના માથા પર હાથ મૂકતા અને પાપોને તેના પર નાખતા. ‘પર હાથ મૂકવા’ અર્થાત ‘નાખવું.
યોહાન બાપ્તિસ્તે ઈસુને બાપ્તિસ્મા આપ્યું. તે જૂના કરારમાં માથા પર હાથ મૂકવા જેવું જ છે. ‘પસાર કરવું,’ ‘દાટી દેવું,’ ‘સાફ કરવું,’ અને ;બલિદાન કરવું’ સરખા જ છે. નવો કરાર વાસ્તવિકતા છે જયારે જૂનો કરાર પડછાયો છે.
જ્યારે જૂના કરારમાં કોઈ પાપી ઘેટાં પર તેના હાથ મૂકતો ત્યારે તેના પાપ ઘેટાં પર જતા રહેતા અને ઘેટાંને મારી નાખવો પડતો. જ્યારે ઘેટું મરી જતું, તો તેને દાટવામાં આવતું. જેણે ઘેંટા પર પોતાના હાથ મૂક્યા હોય તેના પાપો બલિદાનના પશુ પર જતા રહેતા, તેથી પાપના કારણે ઘેંટાને મારી નાખવું પડતું! જો પાપો ઘેંટા પર જતા રહેતા તો, જેણે ઘેટું અર્પણ કર્યુ હોય તે શું પાપરહિત બની જતો? હા.
ચાલો આપણે કહીએ કે આ હાથરૂમાલ પાપ છે અને આ માઈક્રોફોન ઘેટું છે. જયારે હું માઈક્રોફોન પર મારા હાથ મૂકું છું, ત્યારે આ પાપો ઘેટાં પર જતા રહે છે. ઈશ્વરે પોતેજ નિર્ણય કર્યો હતો કે તેમ રહેવા દો. “તમારાં હાથ તેના પર મૂકો.” જૂના કરારના સમયમાં પાપોથી છૂટકારો મેળવવા, વ્યક્તિએ બલિદાનના માથા પર હાથ મૂકવા પડતા હતાં. ત્યાર પછી, તે પાપરહિત બનતો. તેજ રીતે, ઈસુનું બાપ્તિસ્મા સાફ કરવા, દાટવા અને જગતના પાપો તેના પર લઈ લેવાં માટે હતું. આનો અર્થ એ જ છે. 
 
સઘળું ન્યાયીપણું પૂરું કરવાનો અર્થ શું થાય છે?
તે ઈસુ પર પાપો નાંખવા દ્વારા સઘળા પાપો સાફ કરવા છે.

તેથી, જ્યારે જગતના સઘળા પાપો લઈ લેવા માટે ઈસુને બાપ્તિસ્મા આપવામાં આવ્યું, તો શું ખરેખર સઘળા પાપો તેના પર જતા રહ્યા? જગતના સઘળા પાપો ઈસુ પર જતા રહ્યા અને સઘળા લોકોને છૂટકારો આપવામાં આવ્યો. તે જૂના કરારમાં બલિદાન ઉપર પાપોને નાંખવા જેવું જ છે. ઈસુ ગાલીલથી યર્દન પાસે આવ્યો અને યોહાનને કહ્યું, “પણ ઈસુએ તેને ઉત્તર દીધો કે, હમણાં એમ થવા દે: કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણને ઘટારત છે” (માથ્થી ૩:૧૫). 
પછી, યોહાને ઈસુને બાપ્તિસ્મા આપ્યું. તેણે યોહાનને કહ્યું કે તેના બાપ્તિસ્મા દ્વારા સર્વ ન્યાયીપણું પૂરું કરવું તેઓને ઘટારત છે. ‘સર્વ ન્યાયીપણું’ અર્થાત ‘સૌથી યોગ્ય.’ ‘આ રીતે,’ બીજા શબ્દોમાં, બાપ્તિસ્મા દ્વારા, સર્વ ન્યાયીપણું પૂરું થયું. આનો મતલબ છે કે યોહાનનું ઈસુને બાપ્તિસ્મા આપવું યોગ્ય હતું, અને ઈસુનું યોહાન દ્વારા બાપ્તિસ્મા પામવું યોગ્ય હતું, જેથી જગતના સઘળા પાપોને તેના પર નાખી શકાય. 
ઈશ્વર ઈસુના બાપ્તિસ્મા, તેના વધસ્તંભ પરના બલિદાન અને આપણા વિશ્વાસના આધારે છૂટકારો આપશે. “દરેક લોકો પાપથી પીડાય છે અને તેઓના પાપોના લીધે શેતાનાથી પીડાય છે. તેથી, તેઓને બચાવવા માટે અને સ્વર્ગમાં મોકલવા માટે, તારે, મનુષ્યજાતિના પ્રતિનિધિ અને હારુનના વંશજ તરીકે, દરેક લોકો માટે મને બાપ્તિસ્મા આપવું જોઈએ. યોહાન, મારે તારા દ્વારા બાપ્તિસ્મા પામવું જોઈએ. ત્યારે, છૂટકારાનું કાર્ય પૂરું થશે.” 
“હું સમજી ગયો,” યોહાને ઉત્તર આપ્યો. 
તેથી યોહાને ઈસુને બાપ્તિસ્મા આપ્યું. તેણે ઈસુના માથ પર હાથ રાખ્યા અને જગતના સઘળા પાપો તેના પર નાખ્યા. આમ, ઈસુ ઉદ્ધારક બન્યો જેણે આપણા સઘળા પાપો સાફ કર્યા છે. હવે, તેના છૂટકારામાં વિશ્વાસ કરવાથી આપણે બચી શકીએ છીએ. શું તમે વિશ્વાસ કરો છો? 
સમગ્ર મનુષ્યજાતિના પ્રતિનિધિના હાથ દ્વારા યર્દનમાં તેના બાપ્તિસ્મા પછી, તેની સેવાના પહેલા જાહેર કાર્ય તરીકે તેણે જગતના સઘળા પાપો પોતાના શરીર પર લઈને સાડાત્રણ વર્ષ સુધી ઈસુએ મુસાફરી કરી અને સુવાર્તાનો પ્રચાર કર્યો. 
વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રીને તેણે કહ્યું, “હું પણ તને દોષિત નથી ઠરાવતો.” તેણે તેને દોષિત ન ઠરાવી કારણકે તેણે તેના સઘળા પાપો પોતાના પર લઈ લીધા હતાં અને તેઓ માટે વધસ્તંભ પર મરવાની તૈયારીમાં જ હતો. જ્યારે તે ગેથસેમાની વાડીમાં પ્રાર્થના કરતો હતો, ત્યારે તેણે ત્રણ વાર પ્રાર્થના કરી, ઈશ્વરના ન્યાયનો પ્યાલો તેનાથી દૂર કરવા માટે બાપને વિનંતી કરી, તરત જ છોડી દઈને કહ્યું, “મારી નહિ પણ તારી ઈચ્છા પ્રમાણે થાઓ.” 
 
 
“જુઓ દેવનું હલવાન જે જગતનું પાપ હરણ કરે છે!”
 
ઈસુએ કેટલાં પાપો લઈ લીધા?
જગતના સઘળા પાપો

યોહાન ૧:૨૯માં દર્શાવ્યું છે, “બીજે દહાડે યોહન પોતાની પાસે ઈસુને આવતો જોઇને કહે છે કે, જુઓ દેવનું હલવાન કે, જે જગતનું પાપ હરણ કરે છે!" યોહાન બાપ્તિસ્તે ઈસુને બાપ્તિસ્મા આપ્યું અને પછીના દિવસે, ઈસુ તેની પાસે આવ્યો, તેથી તેણે લોકોને કહ્યું, “જુઓ દેવનું હલવાન કે, જે જગતનું પાપ હરણ કરે છે!” તે તેની સાક્ષી હતી. 
ઈશ્વરનો દીકરો આ જગતમાં આવ્યો અને તેણે સઘળા પાપો લઈ લીધા. યોહાન બાપ્તિસ્ત ફરીથી સાક્ષી આપે છે. યોહાન ૧:૩૫-૩૬માં, “બીજે દહાડે યોહાન તેના બે શિષ્યોની સાથે ફરી ઊભો રહેલો હતો. તેણે ઈસુને ચાલતો જોઈને કહ્યું કે, જુઓ, દેવનું હલવાન!” 
ઈશ્વરનું હલવાન હકીકતને દર્શાવે છે કે ઈસુ એ જૂના કરારમાં દર્શાવેલા બલિદાનનું સાચું અને ખરું અસ્તિત્વ ધરાવે છે, જે ઈસ્રાએલના પાપો માટે મૃત્યુ પામ્યો. તમારા અને મારા માટે, આપણાં સૃષ્ટિકર્તા અને ઈશ્વરનો પુત્ર આપણાં પાપોને લેવા માટે આ જગતમાં આવ્યો; ઉત્પત્તિથી લઈને છેલ્લા દિવસ સુધીના સઘળા પાપો, મૂળ પાપથી લઈને આપણાં અન્યાયો, આપણી ખામીઓથી લઈને આપણી ભૂલો સઘળા પાપો. તેણે આપણને તેના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્તથી આપણને સઘળાને છૂટકારો આપ્યો છે. 
ઈસુએ આપણાં સઘળા પાપો લઈ લીધા છે અને આપણને સંપૂર્ણ છૂટકારો આપ્યો છે. શું તમે આ સમજો છો? “દેવનું હલવાન કે, જે જગતનું પાપ હરણ કરે છે.” 
ઈસુએ આ જગતમાં જન્મ લીધો તેને લગભગ ૨૦૦૦ વર્ષો થઇ ગયા છે અને ઈ.સ. ૩૦માં તેણે આપણાં સઘળા પાપો લઈ લીધા હતાં. ઈ.સ. ૧લું વર્ષ ઈસુ જ્યારે જન્મ્યા હતા તે વર્ષ છે. આપણે ખ્રિસ્ત પહેલાના સમયને કહીએ છીએ: B.C. ઈસુ આ પૃથ્વી પર આવ્યા તેણે લગભગ ૨૦૦૦ વર્ષો વીતી ગયા છે. 
ઈ.સ. ૩૦માં, યોહાન બાપ્તિસ્તે ઈસુને બાપ્તિસ્મા આપ્યું અને પછીના દિવસે, યોહાને લોકોને ઘાંટો પાડીને કહ્યું, “જુઓ દેવનું હલવાન કે, જે જગતનું પાપ હરણ કરે છે!” “જુઓ!” તેણે લોકોને ઈસુ પર વિશ્વાસ કરવા કહ્યું, જેણે તેઓના સઘળા પાપો લઈ લીધા હતા. તેણે સાક્ષી આપી કે ઈસુ દેવનું હલવાન હતો, જેણે આપણને આપણાં સઘળા પાપોથી બચાવ્યા છે. 
ઈસુએ આપણાં સઘળા પાપો લઈ લીધા છે અને પાપ સામેના આપણા હંમેશાના યુદ્ધને સમાપ્ત કર્યું છે. હવે આપણે પાપરહિત છીએ કેમ કે ઈશ્વરના પુત્રએ સઘળા પાપો લઈ લીધા છે. યોહાન બાપ્તિસ્તે સાક્ષી આપી હતી કે ઈસુએ તમારાં અને મારા બન્નેના પાપો લઈ લીધા છે. “તે શાહેદીને સારુ આવ્યો કે અજવાળા વિષે તે શાહેદી આપે, એ માટે કે સર્વ તેનાથી વિશ્વાસ કર” (યોહાન ૧:૭). 
યોહાનાની સાક્ષી વગર, આપણે કેવી રીતે જાણી શકીએ કે ઈસુએ આપણાં સઘળા પાપો લઈ લીધા છે? બાઈબલ વારંવાર આપણને કહે છે કે તે આપણાં માટે મર્યો, પણ ફક્ત યોહાન બાપ્તિસ્ત જ સ્પષ્ટ પણે સાક્ષી આપે છે કે તેણે આપણાં સઘળા પાપો લઈ લીધા છે. 
 
કેટલાં પાપો જગતના પાપ છે?
જગતના આરંભથી તે અંત સુધી મનુષ્યોના સઘળા પાપો

ઘણાં લોકોએ ઈસુના મૃત્યુ પછી હકીકતની સાક્ષી આપી, પણ ફક્ત યોહને ઈસુ જીવતો હતો ત્યારે સાક્ષી આપી. અલબત, ઈસુના શિષ્યોએ પણ ઈસુના છૂટકારા વિષે સાક્ષી આપી છે. તેઓએ સાક્ષી આપી કે ઈસુએ આપણાં પાપો લઈ લીધા છે, તેથી તે આપણો ઉદ્ધારક છે. 
ઈસુએ જગતના પાપો લઈ લીધા. હવે પાઠકો, તમે ઉંમરમાં ૧૦૦ વર્ષના નથી શું તમે છો? ઈસુએ જગતના પાપો લઈ લીધા જ્યારે તે ૩૦ વર્ષનો હતો. આ આકૃતિ ધ્યાનમાં લો. 
 
ef0a1bc4-efad-4dff-a6cd-a2fa2263a1b3
 
ચાલો આપણે કહીએ કે ઈસુના જન્મ પહેલાના ૪૦૦૦ પૂર્વે પહેલા માણસની રચના કરવામાં આવી. અને ઈસુ આવ્યા તેને લગભગ ૨૦૦૦ વર્ષ જેવું થઈ ગયું છે. આપણે નથી જાણતા કે જગત હવે કેટલાં સમય રહેશે, પણ અંત તો ચોક્કસપણે આવશે જ. અહિયાં તે કહે છે, “હું આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લો, આદિ તથા અંત છું” (પ્રકટીકરણ ૨૨:૧૩). 
તેથી, અંત ચોક્કસ પણે થશે. આપણે હવે ૨૦૦૨ વર્ષનું બિંદુ દર્શાવ્યું છે ત્યાં છીએ. ખ્રિસ્તે આપણાં પાપો ઈ.સ. ૩૦ માં લઈ લીધા, અને તે તેના મૃત્યુનાં ૩ વર્ષ પહેલા હતું. 
“જુઓ દેવનું હલવાન કે, જે જગતનું પાપ હરણ કરે છે.” તેણે જગતના પાપો લઈ લીધા, તમારાં અને મારા પાપો.” આપણે ઈસુના જન્મથી ૨૦૦૦ વર્ષ દૂર છીએ અને ઈસુએ આપણાં પાપો લઈ લીધાના ૨૦૦૦ વર્ષ પછી જીવી રહ્યા છીએ. આપણે હજી જીવતા છીએ અને દરરોજ પાપ કરીએ છીએ, જોકે, ઈસુ ઈશ્વરનું હલવાન છે જેણે પહેલેથી જ જગતના પાપો લઈ લીધા છે. 
આપણે જન્મ લઈએ છીએ તે જ ક્ષણથી આ જગતમાં જીવવાનું અને પાપ કરવાનું શરુ કરીએ છીએ. શું આપણે જે ક્ષણે જન્મ લઈએ છીએ ત્યારથી જ પાપ કરવાનું શરુ કરીએ છીએ, કે નથી કરતા? – આપણે કરીએ છીએ. – આવો આપણે આખી પ્રક્રિયા જોઈએ. આપણે જન્મ લઈએ તે દિવસથી લઈને આપણે ૧૦ વર્ષના થઈએ ત્યાં સુધીમાં શું આપણે પાપ કરીએ છીએ, કે નથી કરતા? – આપણે કરીએ છીએ. – તો પછી, તે પાપો ઈસુ પર નંખાયા કે નહિ? – હા નંખાયા છે. – સઘળા પાપો ઇસુ પર નંખાયા છે, તેથી તે આપણો ઉદ્ધારક છે. જો નથી, તો તે આપણો ઉદ્ધારક કેવી રીતે બની શકે? સઘળા પાપો ઈસુ પર નાંખી દેવામાં આવ્યા હતાં. 
૧૧ વર્ષથી ૧૨ વર્ષની ઉંમરમાં શું આપણે પાપ કરીએ છીએ, કે નથી કરતા? આપણે આપણાં હૃદયમાં અને કાર્યોમાં પાપ કરીએ છીએ.... આપણે તે કરવામાં ખુબજ સારા છીએ. આપણને પાપ ન કરવાનું શીખવવામાં આવ્યું છે, પણ આપણે સ્વભાવથી જ પાપ કરવા તરફ જુકેલાં છીએ.
ઈશ્વર આપણને કહે છે કે તે સઘળા પાપો ઈસુ પર નંખાયા છે. તે જાણતો હતો કે આપણે પાપી હતાં, તેથી તેણે પહેલેથી જ સઘળા પાપો લઈ લીધા હતા. 
અને આપણે સામાન્યરીતે આ જગતમાં કેટલું જીવીએ છીએ? આવો ધારીએ કે ૭૦ વર્ષ. જો આપણે આ ૭૦ વર્ષોમાં કરેલા સઘળા પાપોનો સરવાળો કરીએ, તો તે આપણા માટે કેટલો મોટો બોજો બની જાય? જો આપણે તેને ૮ ટન ક્ષમતાવાળા ટ્રકમાં ભરીએ તો કદાચ ૧૦૦ કરતા પણ વધારે ટ્રકો ભરાય. 
કલ્પના કરવાનો પ્રયત્ન કરો કે આપણે આપણાં આખા જીવન દરમિયાન કેટલા પાપો કરીએ છીએ. શું તેઓ જગતના પાપો છે, કે નથી? તે જગતના પાપોનો એક ભાગ છે. આપણે જન્મથી ૧૦ વર્ષના થયા ત્યાં સુધી, પછી ૧૦ થી ૨૦, ૨૦ થી ૩૦....જ્યાં સુધી આપણે મરીએ નહિ ત્યાં સુધી, પણ તે સઘળા પાપો જગતના પાપોમાં સમાવિત છે કે જેને પહેલેથી જ ઈસુના બાપ્તિસ્મા દ્વારા તેના પર નાંખી દેવામાં આવ્યા હતાં. 
 
 
માણસનો ઉદ્ધારક, ઈસુ ખ્રિસ્ત 
 
કેટલાં પાપ ઈસુ લઈ લે છે?
આપણાં પૂર્વજોના, આપણાં અને આપણા વંશજોના જગતના અંત સુધીના સઘળા પાપો

ઈસુ આપણને કહે છે કે તે સઘળા પાઓ સાફ કરવાને માટે દેહ ધારણ કરીને આવ્યો. પણ, ઈસુ પોતાને બાપ્તિસ્મા આપી શકતો ન હતો, તેથી ઈશ્વરે તેના સેવક યોહાનને આગળ મોકલ્યો, જે સર્વ મનુષ્યજાતિનો પ્રતિનિધિ હતો. જેમ લખ્યું છે, ‘તેને અદભુત મંત્રી, પરાક્રમી દેવ નામ આપવામાં આવશે.’ ઈશ્વરે પોતાના, ડહાપણથી અને પોતાની સલાહથી, લોકોના પ્રતિનિધિ તરીકે આગળ મોકલ્યો, અને ઈશ્વરનો દીકરો પોતે જગતના સઘળા પાપો લેવા માટે શરીરમાં આવ્યો. શું આ ઈશ્વરનો અદભુત ઉદ્ધાર એ મોટી કૃપા નથી?
તે અદભુત છે, શું તે નથી? તેથી, યોહાન બાપ્તિસ્ત દ્વારા બાપ્તિસ્મા લઈને તેણે આખા જગતના સઘળા પાપો ધોઈ નાખ્યાં છે અને ક્રૂસારોહન દ્વારા દરેકને પાપોથી છૂટકારો આપ્યો છે, એકજ વાર હંમેશને માટે. તેણે આપણને સઘળાને છોડાવ્યાં છે. આવો આપણે તમારા ૨૦ થી ૩૦, ૩૦ થી ૪૦, ૪૦ થી ૬૦, ૭૦, ૧૦૦ ઉંમર સુધીના અને બાળપણના સઘળા પાપો તરફ નજર કરીએ. શું તેણે તે સઘળા પાપો ભૂંસી નાખ્યા છે, કે નથી ભૂંસ્યા? હા, તેણે ભૂંસી નાખ્યાં છે. તે ઈસુ ખ્રિસ્ત છે, મનુષ્યજાતિનો ઉદ્ધારક. 
જ્યારથી યોહાન બાપ્તિસ્તે આપણાં સઘળા પાપો ઈસુ પર નાખ્યાં છે, અને ઈશ્વરે તેની યોજના બનાવી હતી તેથી આપણે તેના પર વિશ્વાસ કરવા દ્વારા છૂટકારો મેળવી શકીએ છીએ. શું તમે અને હું પાપી છીએ? શું આપણાં સઘળા પાપો ઈસુ પર નાખવામાં આવ્યા છે નહિ? – હવે આપણે પાપી નથી કેમ કે આપણાં પાપો પહેલેથી જ ઈસુ પર નાંખી દેવામાં આવ્યા છે. 
આ જગતમાં પાપ છે તેવું કહેવાની હિંમત કોણ કરી શકે? ઈસુએ જગતના સઘળા પાપો લઈ લીધા છે. તે જાણતો હતો કે આપણે પાપ કરીશું, તેથી તેણે ભવિષ્યના પાપો પણ લઈ લીધા છે. આપણામાંથી કેટલાક હજી ૫૦ વર્ષના પણ નથી થયા અને કેટલાકે તો હજી અડધું જીવન પણ નથી જીવ્યું, પણ આપણામાંથી કેટલાક પોતાના વિષે એવી રીતે વાત કરે છે કે જાણે આપણે હંમેશ ને માટે જીવતા રહેવાના હોય. એમાં મારો પણ સમાવેશ થાય છે.
આપણાં માંથી ઘણાં લોકો ઉપદ્રવી જીવન જીવી રહ્યા છે. મને આ રીતે સમજાવવા દો. એક મેફ્લાય નામના જીવડાંનું અડધું જીવન કેટલાં સમયનું હોય છે? તે લગભગ ૧૨ કલાકનું હોય છે. 
”હે પ્રભુ! હું આવા જ માણસને મળ્યો છું અને તેમણે માખી મારવાનું સાધન મારી તરફ ફેંક્યું! હું લગભગ મરી જ જવાનો હતો, અને તમે જાણો છો, હું મારા જીવનભરમાં આટલા ક્રૂર માણસને ક્યારેય નથી મળ્યો.” મારે ફક્ત ૧૨ કલાક જ જીવવાનું હતું અને હું ચુપ રહી શકતો ન હતો. પણ તેનું અડધું જીવન તો પહેલેથી જ પૂરું થઈ ગયું છે. 
સાંજે ૭ કે ૮ વાગે, તે તેના જીવનના સંધિકાળનો સામનો કરે છે, અને પછી થોડા જ સમયમાં મૃત્યુ પામે છે. કેટલીક મેફ્લાય ૨૦ કલાક સુધી જીવે છે, કેટલીક ૨૧, અને કેટલીક વૃદ્ધાવસ્થાના ૨૪ કલાક સુધી જીવે છે. તેઓ તેમના જીવનના અનુભવો વિષે વાત કરી શકે છે, પણ તેના વિષે આપણે શું? જેમ આપણે ૭૦ કે ૮૦ વર્ષ જીવીએ છીએ તેથી આપણે કહીશું, “મને હસાવો નહિ.” તેઓના અનુભવો આપણી નજરમાં કંઈજ નથી. 
આવો આ દ્રષ્ટાંતને ઈશ્વર અને આપણી વચ્ચેના સંબંધમાં લાગૂ કરીએ. ઈશ્વર અનંત છે. તે અંતકાળ સુધી જીવે છે. તે પૃથ્વીની શરૂઆત અને અંત નક્કી કરે છે. તે અનંતકાળ સુધી જીવે છે તેથી તે અનંતકાળના સમયથી પરે અનંતકાળમાં જીવે છે. તે તેના અનંતકાળમાં રહીને આપણને જુએ છે. 
એક વખત, તેણે જગતના સઘળા પાપો લઈ લીધા, વધસ્તંભ પર મૃત્યુ પામ્યા અને કહ્યું, “સંપૂર્ણ થયું.” તે ત્રીજા દિવસે પુનરુત્થાન પામ્યો અને સ્વર્ગમાં ચઢી ગયો. હવે તે અનંતકાળમાં વસે છે. હવે, તે આપણને પ્રત્યેકને જોઈ રહ્યો છે. 
એક માણસ કહી શકે, “અરે વહાલા, મેં ખુબજ પાપ કર્યું છે. હું ફક્ત ૨૦ વર્ષનો છું અને મેં ઘણાં બધા પાપ કર્યા છે.” “હું ૩૦ વર્ષનો છું અને મેં ઘણાં બધા પાપ કર્યા છે. હું કેવીરીતે પાપરહિત બની શકું? 
પણ અનંતકાળનો આપણો ઈશ્વર કહેશે, “મને હસાવો નહિ. મેં ફક્ત તારા અત્યાર સુધીના જ પાપ માંથી તને નથી છોડાવ્યો, પણ તારા જન્મ પહેલાના તારા પૂર્વજોના પાપ, અને તારા મૃત્યુ પછી આવનાર તારા વંશજોના પાપો માંથી પણ છૂટકારો આપ્યો છે.” તે આપણને અનંતકાળના સમયથી આપણને આ કહે છે. શું તમે આ વિશ્વાસ કરો છો? તેના પર વિશ્વાસ કરો તમને મફતમાં અપાયેલી ઉદ્ધારની ભેંટ પ્રાપ્ત કરો. સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરો. 
તમારાં વિચારોથી તમારી જાતને બાંધો નહિ, પણ ઈશ્વરના વચનો ઉપર વિશ્વાસ કરો. ‘સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણને ઘટારત છે.’ ઈશ્વરનું હલવાન, જેણે જગતના પાપો લઈ લીધા છે, તેણે પહેલેથી જ ન્યાયીપણું પૂર્ણ કર્યું છે. ઈસુએ જગતના સઘળા પાપો લઈ લીધા છે. શું તેણે લઈ લીધા છે, કે નથી લીધા? તેણે લઈ લીધા છે. 
 
ઈસુએ વધસ્તંભ પર તેનો છેલ્લો શ્વાસ લેતા પહેલા શું કહ્યું?
“સંપૂર્ણ થયું.”

ઈસુએ તેના બાપ્તિસ્મા દ્વારા જગતના સઘળા પાપો લઈ લીધા, પોંતિયુસ પિલાતની અદાલતમાં તેને મૃત્યુ દંડ આપવામાં આવ્યો અને વધસ્તંભ પર તેને લટકાવવામાં આવ્યો.
“પછી તે પોતાનો વધસ્તંભ ઊંચકીને ખોપરીની જગા, જે હિબ્રૂ ભાષામાં ગુલગુથા કહેવાય છે, ત્યાં બહાર ગયો. ત્યાં તેઓએ તેને તથા તેની સાથે બીજા બેને વધસ્તંભે જડ્યા; દરેક બાજુએ એકને, તથા વચમાં ઈસુને. પિલાતે એક લેખ લખીને વધસ્તંભ પર ચોઢ્યો. ઈસુ નાઝારી, યહૂદીઓનો રાજા એવો એ લેખ હતો. વળી જ્યાં ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યો હતો, તે સ્થળ શહેરની પાસે હતું; અને તે લેખ હિબ્રૂ, લેટીન તથા ગ્રીક ભાષામાં લખેલો હતો, તેથી ઘણા યહૂદીઓએ તે વાંચ્યો” (યોહાન ૧૯:૧૭-૨૦).
આવો જોઈએ કે, વધસ્તંભ પર ક્રૂસારોહણ પછી શું થયું. “એ પછી ઈસુએ હવે સઘળું પૂરું થયું છે એ જાણીને શાસ્ત્રવચન પૂર્ણ થાય માટે કહે છે કે, મને તરસ લાગી છે. હવે ત્યાં સરકાથી ભરેલું એક વાસણ મૂકેલુ હતું; માટે તેઓએ એક વાદળી સરકાથી ભરીને ઝુફા પર મૂકીને તેના મોં આગળ ધરી. માટે ઈસુએ સરકો લીધા પછી કહ્યું કે, સંપૂર્ણ થયું; અને માથું નમાવીને તેણે પ્રાણ છોડ્યો” (યોહન ૧૯:૨૮-૩૦).
સરકો લીધા પછી, તેણે કહ્યું, “સંપૂર્ણ થયું!” અને પોતાનું માથું નમાવ્યું અને પ્રાણ છોડ્યો. ખરેખર તે મરી ગયો. ત્રીજે દિવસે ઈસુ પુનરુત્થાન પામ્યો અને સ્વર્ગમાં ચઢી ગયો.
આવો આપણે હિબ્રૂ ૧૦:૧-૯ તરફ ફરીએ, “કેમ કે જે સારી વસ્તુઓ થવાની હતી તેની પ્રતિછાયા નિયમશાસ્ત્રમાં છે ખરી, પણ તે વસ્તુઓની ખરી પ્રતિમાઓ તેમાં નહોતી, માટે જે એકનાએક યજ્ઞો વર્ષોવર્ષ તેઓ હંમેશ કરતા હતા તેઓથી ત્યાં આવનારાઓને પરિપૂર્ણ કરવાને [નિયમશાસ્ત્ર] કદી સમર્થ નહોતું. જો એમ હોત, તો યજ્ઞ કરવાનું શું બંધ ન થાત? એમ કે એકવાર પવિત્ર થયા પછી ભક્તિ કરનારાઓનાં અંત:કરણમાં ફરી પાપોની કઈ અંતર્વાસના થાત નહિ પણ તે [યજ્ઞોથી] વર્ષોવર્ષ પાપોનું સ્મરણ થયા કરે છે. કેમકે ગોધાઓનું તથા બકારાઓનું રક્ત પાપો દૂર કરવા સમર્થ નથી. એ માટે જગતમાં આવતા જ તે કહે છે, તેં બલિદાન તથા અર્પણની ઈચ્છા રાખી નહિ, પણ મારે સારુ તેં શરીર તૈયાર કર્યું છે; દહાનાર્પણથી તું કંઈ પ્રસન્ન થતો નહોતો; ત્યારે મેં કહ્યું કે, હે દેવ, જો, (શાસ્ત્રના પુસ્તકમાં મારાં સંબંધી લખેલું છે) તારી ઈચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો. ઉપર તેણે કહ્યું “બલિદાનો, અર્પણો તથા દહાનાર્પણ તથા પાપાર્થાર્પણ (જે નિયમશાસ્ત્ર પ્રમાણે આપવામાં આવે છે), તેઓની તે ઈચ્છા રાખી નહિ, ને તેઓથી તું પ્રસન્ન થતો નહોતો; ત્યારે તેણે કહ્યું, “જો, તારી ઈચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો.” બીજાને સ્થાપવા સારુ પહેલાને તે રદ કરે છે.” 
 
 
અનંત છૂટકારો 
 
ઈસુમાં વિશ્વાસ કર્યા પછી આપણે દરરોજના પાપોની સમસ્યાનું નિરાકરણ કેવી રીતે કરી શકીએ?
તે ખાતરી સાથે કે ઈસુએ તેના બાપ્તિસ્મા દ્વારા સઘળા પાપો ભૂંસી નાખ્યાં છે

નિયમો, બીજા શબ્દોમાં બલિદાનની પદ્ધતિ એ આવનારી સારી બાબતોની પ્રતિછાયા હતી. જૂના કરારના ઘેટાં અને બકરાઓના બલિદાન આપણને પ્રકટ કરે છે કે આપણાં સઘળા પાપોને ભૂંસી નાખવા માટે ઈસુ ખ્રિસ્ત આવશે અને આ જ રીતે આપણાં સઘળા પાપો લઈ લેશે.
જૂના કરારના સઘળા લોકો, દાઉદ, ઈબ્રાહીમ, અને બીજા દરેક લોકો બલિદાનન પદ્ધતિનું તેમના માટે શું મહત્વ છે તે જાણતાં હતા અને વિશ્વાસ પણ કરતા હતાં. તેણે પ્રગટ કર્યુ હતું કે ખ્રિસ્ત (ખ્રિસ્તનો અર્થ છે ‘અભિષિક્ત રાજા’) એક દિવસ તેઓના પાપોને સાફ કરવા માટે આવશે. તેઓએ તેમના છૂટકારામાં વિશ્વાસ કર્યો અને તેઓના વિશ્વાસે તેઓને બચાવી લીધા.
નિયમ એ આવનારી સારી બાબતની પ્રતિછાયા હતું. દિન પ્રતિદિન, વર્ષોવર્ષ તેઓના પાપો માટેના બલિદાનોના અર્પણોથી તેઓને સંપૂર્ણપણે છૂટકારો મળવાનો નહોતો. તેથી, સંપૂર્ણ અને અનંતકાળિક, પાપરહિત, ઈશ્વરના દીકરાએ પૃથ્વી પર આવવું પડ્યું. 
ઈસુએ કહ્યું કે તે તેના પિતાની ઈચ્છા પૂરી કરવા માટે આવ્યા હતા, જેમ પુસ્તકમાં લખ્યું છે, જે તેમના માટે લખવામાં આવ્યું છે. “અને પછી મેં એમ કહ્યું, જુઓ! હું દેવની ઈચ્છા પૂર્ણ કરવા આવ્યો છું. તે પ્રથમના વાના લઈ લે છે જેથી કરીને તે બીજા વાના સ્થાપિત કરે.” આપણાં પાપોથી આપણો છૂટકારો થયો છે કારણકે ઈસુ ખ્રિસ્તે આપણાં પાપો લઈ લીધા છે, જેમ જૂના કરારમાં લખ્યું છે, અને કારણકે આપણે તેનામાં વિશ્વાસ કરીએ છીએ. 
આવો હિબ્રૂ ૧૦:૧૦ વાંચીએ, “તે ઈચ્છા વડે ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વાર અર્પણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે.” તે ઈચ્છા વડે ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વાર અર્પણ થયથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે. શું આપણને પવિત્ર કરવામાં આવ્યા છે કે નહિ? – આપણને પવિત્ર કરવામાં આવ્યા છે.-
આનો અર્થ શું થાય છે? ઈશ્વર પિતાએ તેનો દીકરો મોકલ્યો અને તેના બાપ્તિસ્મા દ્વારા આપણા સઘળા પાપો તેના પર જતા રહ્યા. તેણે વધસ્તંભ પર એકજ વાર સર્વને માટે ન્યાય પ્રાપ્ત કર્યો. આમ, તેણે આપણને સઘળાને છોડાવ્યાં જેઓ પાપથી સહન કરી રહ્યા હતા. તે ઈશ્વરની ઈચ્છા હતી. 
આપણને છોડાવવા માટે, ઈસુએ પોતાની જાતને અનંત બલિદાન તરીકે અર્પણ કરી, જેથી આપણે પવિત્ર થઈ શકીએ. આપણને પવિત્ર કરવામાં આવ્યા કારણકે ઈસુએ આપણા સઘળા પાપ માટે પોતાનું બલિદાન આપ્યું અને આપણાં માટે મર્યો જેથી આપણો ન્યાય કરવામાં ન આવે. 
જૂના કરારના બલિદાનમાં દરરોજ અર્પણ કરવામાં આવતું હતું કારણકે દરરોજના પાપોને સાફ કરવા માટે બીજા બલિદાનની જરૂર પડતી હતી. 
 
 

ઈસુએ પિતરના પગ ધોયા નો આત્મિક અર્થ

 
હવે બીજા કોઈ પાપો છે જેના માટે આપણે પસ્તાવાની પ્રાર્થના કરવી પડે?
ના

યોહાન ૧૩માં, ઈસુ પિતરના પગ ધોવે છે તેની કહાની છે. પિતર ભવિષ્યમાં પાપ કરશે તે દર્શાવવા માટે અને તેને શીખવવા માટે કે તેને તે બધા પાપોથી પણ છૂટકારો મળી ગયો છે તે બતાવવા માટે તેણે પિતરના પગ ધોયા. ઈસુ જાણતો હતો કે પિતર ભવિષ્યમાં ફરીથી પાપ કરશે, તેથી તેણે વાસણમાં પાણી રેડ્યું અને તેના પગ ધોયા. 
પિતરે વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો, પણ ઈસુએ કહ્યું, “હમણા હું જ કરી રહ્યો છું તે તું હમણાં સમજી શકતો નથી પણ હવે પછી તું સમજશે.” આ ભાગનો અર્થ એ છે કે, ‘આ પછી તું ફરીથી પાપ કરશે. તારા સઘળા પાપો ધોયા પછી તું મારો નકાર કરશે અને ફરીથી પાપ કરશે. તું મારા સર્ગારોહણ પછી પણ પાપ કરશે. તેથી, શેતાનને ચેતવણી આપવા માટે હું તારા પગ ધોઈ રહ્યો છું કારણકે મેં તારા ભવિષ્યના પાપ પણ લઈ લીધા છે. 
શું તમને લાગે છે કે તેણે પિતરના પગ એટલા માટે ધોયા કે તે આપણને કહી શકે કે આપણે દરરોજ પસ્તાવો કરવાનો છે? ના. જો આપણે છૂટકારો મેળવવા દરરોજ પસ્તાવો કરવો પડે તો તેનો અર્થ છે કે ઈસુએ એક જ વારમાં હંમેશને માટે આપણાં સઘળા પાપો નથી લીધા. 
પણ ઈસુ કહે છે કે તેણે એક જ વાર હંમેશને માટે આપણને પવિત્ર કર્યા છે. જો આપણે દરરોજ પસ્તાવો કરવો પડ્યો હોત, તો આપણે કદાચ જૂના કરારના સમયમાં પાછા જઈશું. તો પછી કોણ ધર્મી બનશે? કોણ સંપૂર્ણપણે છૂટકારો મેળવશે? જો આપણે ઈશ્વરમાં વિશ્વાસ કરીએ તો પણ પાપ કર્યા વગર કોણ જીવી શકે? 
પસ્તાવો કરવા દ્વારા કોણ પવિત્ર બની શકે? આપણે દરરોજ અવિરત પણે પાપ કરીએ છીએ, તેથી આપણે પ્રત્યેક પાપો માટે માફી કઈ રીતે માગી શકીએ? આપણે આટલી જાડી ચામડીવાળા કેમ બની શકીએ અને આપણા છૂટકારા માટે તેને દરરોજ હેરાન કઈ રીતે કરી શકીએ? સવારે કરેલા પાપો સાંજ સુધીમાં ભૂલી જવાની આપણી આદત છે. આપણાં માટે આપણાં સઘળાં પાપોનો છૂટકારો મેળવવો અશક્ય છે. 
તેથી, ઈસુ એક જ વાર બાપ્તિસ્મા પામ્યા અને પોતાને વધસ્તંભ પર અર્પણ કર્યા જેથી આપણે એક જ વારમાં પવિત્ર બની શકીએ. શું તમે આ સમજી શકો છો? આપણને એક જ વાર હંમેશને માટે છૂટકારો મળી ગયો છે. આપણે દર વખતે પસ્તાવો કરીએ છીએ ત્યારે છૂટકારો નથી મેળવતા. 
ઈસુએ આપણાં દરેકના પાપો, તમારા અને મારા પાપો લઈ લીધા છે તેવો વિશ્વાસ કરવાથી આપણને ઉદ્ધાર મળ્યો છે. 
“વળી દરેક યાજક નિત્ય સેવા કરતાં તથા એ ને એ જ બલિદાનો બહુ વાર આપતાં ઊભો રહે છે, પરંતુ એ બલિદાનો પાપોને દૂર કરવાને કદી સમર્થ પણ નથી; પણ એ તો પાપોને માટે એક બલિદાન સદાકાળને સારુ કરીને, દેવની જમણી તરફ બિરાજેલો છે; અને હવે પછી તેના વૈરીઓને તેનું પાદાસન કરવામાં આવે ત્યાં સુધી તે વાટ જુએ છે. કેમ કે જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓને તેણે એક જ અર્પણથી સદાકાળને માટે પરિપૂર્ણ કર્યા છે. વળી પવિત્ર આત્મા પણ આપણને સાક્ષી આપે છે; કેમ કે તેણે પ્રથમ કહું હતું કે તે દહાડાઓ પછી જે કરાર હું તેઓની સાથે કરીશ તે આ છે કે, હું મારા નિયમ તેઓના મનમાં મૂકીશ અને તેઓના હૃદયપટ પર તેઓને લખીશ, એમ પ્રભુ કહે છે. ત્યાર પછી [તે કહે છે કે,] તેઓનાં પાપનું તથા તેઓના અન્યાયનું હું ફરીથી સ્મરણ કરીશ નહિ. હવે જ્યાં તેઓની ક્ષમા થઈ છે, ત્યાં પાપને સારુ ફરીથી બીજા અર્પણની જરૂર નથી” (હિબ્રૂ ૧૦:૧૧-૧૮).
ઉપર વચન ૧૮માં “હવે જ્યાં તેઓની ક્ષમા થઈ છે” તેનો શો અર્થ થાય છે? તેનો અર્થ છે કે પાપ, કોઈપણ જાતનું પાપનો, કોઈપણ જાતના અપવાદ વગર હંમેશને માટે દંડ ચૂકવાઈ ગયો છે. ઈશ્વરે તેણે ભૂંસી નાખ્યાં છે અને આપણને માફ કર્યા છે. શું તમે આ વિશ્વાસ કરો છો? “હવે જ્યાં તેઓની ક્ષમા થઈ છે, ત્યાં પાપને સારુ ફરીથી બીજા અર્પણની જરૂર નથી.” 
ચાલો આપણે અત્યાર સુધીની બધી બાબતોને સંક્ષિપ્ત કરીએ. જો યોહાન બાપ્તિસ્તે ઈસુ પર પોતાના હાથ મૂક્યા નહોત, બીજા શબ્દોમાં, જો તેણે ઈસુને બાપ્તિસ્મા આપ્યું નહોત, તો શું આપણે છૂટકારો મેળવી શક્યા હોત? ના, ચોક્કસપણે નહિ! ચાલો પાછળનો વિચાર કરીએ. જો ઈસુએ યોહાનને સમગ્ર માનવજાતિના પ્રતિનિધિ તરીકે પસંદ કર્યો ન હોત અને તેના દ્વારા સઘળા પાપો ન લીધા હોત, તો શું તે આપણાં સઘળા પાપો સાફ કરી શક્યો હોત? તે ન કરી શક્યો હોત. 
ઈશ્વરનું વચન ન્યાયી છે. તે નિષ્પક્ષ છે. તેણે ફક્ત એમ ન કહ્યું કે તે આપણો ઉદ્ધારક છે અને તેથી તેણે આપણાં સઘળા પાપો લઈ લીધા છે. તેમને આપણા પાપો વ્યાવહારિક રીતે દૂર કરવા પડ્યા. શા માટે ઈસુ, ઈશ્વર, શરીરમાં આપણી પાસે આવ્યા? તેના બાપ્તિસ્મા દ્વારા મનુષ્યજાતિના પાપો લઈ લેવા માટે આવ્યા. ઈસુ જાણતાં હતા કે જ્યાં સુધી અનંત બલિદાનના અર્પણ માટે તે શરીરમાં નહિ આવે ત્યાં સુધી આપણા હૃદય અને શરીરના પાપો દૂર થવાના નથી. 
જો ઈસુ ખ્રિસ્ત બાપ્તિસ્મા ન પામ્યા હોત તો આપણાં પાપો હજુ એમને એમ જ હોત. જો તે આપણાં પાપો લીધા વગર વધસ્તંભ પર મર્યા હોત તો તેમના મૃત્યુનો કોઈ અર્થ ન રહ્યો હોત. તેનો આપણી સાથે કોઈ જ સંબંધ ન હોત. તે સંપૂર્ણ અર્થ વગરનું હોત. 
તેથી, જ્યારે તેણે ૩૦ વર્ષની ઉંમરે તેની જાહેર સેવાઓ શરુ કરી, ત્યારે તે યોહાન પાસે યર્દનમાં બાપ્તિસ્મા લેવા ગયો. તેની જાહેર સેવાઓ ૩૦ વર્ષની ઉંમરે શરુ થઈ અને ૩૩ વર્ષની ઉંમરે પૂરી થઈ. જ્યારે તે ૩૦ વર્ષનો હતો ત્યારે તે યોહાન બાપ્તિસ્ત પાસે બાપ્તિસ્મા લેવા ગયો. “હમણાં એમ થવા દે, કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણને ઘટારત છે જેથી દરેક લોકો ઉદ્ધાર પામે અને ધર્મી બને. તે કરવું આપણાં માટે યોગ્ય બાબત છે. હવે, મને બાપ્તિસ્મા આપ.” હા, ઈસુ ખ્રિસ્તે સઘળા લોકોના છૂટકારા માટે બાપ્તિસ્મા લીધું. 
ઈસુએ બાપ્તિસ્મા લીધું અને આપણાં સઘળા પાપો લઈ લીધા, અને યોહાન બાપ્તિસ્તના હાથો દ્વારા આપણાં સઘળા પાપો તેના પર નાંખવા દ્વારા જ્યારે ઈસુ વધસ્તંભ પર મરી રહ્યો હતો ત્યારે ઈશ્વરે પોતે તેનાથી પોતાની આંખો ફેરવી લીધી હતી. ભલે ઈસુ તેનો એકાકીજનીત દીકરો હતો, છતાં તેણે પોતાના દીકરાનું બલિદાન કર્યું. 
ઈશ્વર પ્રેમ છે, પણ તેણે પોતાના દીકરાને મરવા દીધો. તેથી, ત્રણ કલાક સુધી, આખી પૃથ્વી પર અંધકાર છવાઈ ગયો. મૃત્યુ પામતા પહેલા ઈસુ મોટેથી પોકારી ઉઠ્યો, “એલોઈ, એલોઈ, લમા શબકથની?” અર્થાત “મારા દેવ, મારા દેવ તેં મને કેમ મૂકી દીધો છે?” ઈસુએ આપણાં સઘળા પાપો પોતાના ખભે લીધા અને આપણાં માટે વધસ્તંભ પર નિયુકત કરાયેલ ન્યાય તેણે પોતાના પર લઈ લીધો. આમ, તેણે આપણને સઘળાને બચાવ્યાં. ઈસુના બાપ્તિસ્મા વગર, તેના મૃત્યુનો કોઈ અર્થ રહ્યો ન હોત. 
 
તમે પાપી વ્યક્તિ છો કે ધર્મી વ્યક્તિ છો?
એક ધર્મી વ્યક્તિ જેના હૃદયમાં કોઈ પાપ નથી

જો ઈસુ તેના બાપ્તિસ્મા દ્વારા આપણા સઘળા પાપો લીધા વગર વધસ્તંભ પર મૃત્યુ પામ્યો હોત તો, તેના મૃત્યથી છૂટકારો પરિપૂર્ણ થયો ન હોત. આપણને સંપૂર્ણરીતે છૂટકારો અપાવવા, ઈસુએ સમગ્ર માનવજાતિના પ્રતિનિધિ યોહાન દ્વારા બાપ્તિસ્મા લીધું, અને વધસ્તંભ પર ન્યાય પ્રાપ્ત કર્યો જેથી જેઓ તેના પર વિશ્વાસ કરે તેઓ ઉદ્ધાર પ્રાપ્ત કરે. 
તેથી, યોહાન બાપ્તિસ્તના સમયથી અત્યાર સુધી, ઈશ્વરના રાજ્ય પર બળાત્કાર કરવામાં આવ્યું છે. કારણકે યોહાન બાપ્તિસ્તે જગતના સઘળા પાપો ઈસુ પર નાખી દીધા, તેથી આપણાં પાપોનું પ્રાયશ્ચિત થયું. તમે અને હું હવે ઈશ્વરને પિતા કહીને બોલાવી શકીએ છીએ અને સાહસથી સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકું છું. 
હિબ્રૂ ૧૦:૧૮માં, “હવે જ્યાં તેઓની ક્ષમા થઈ છે, ત્યાં પાપને સારુ ફરીથી બીજા અર્પણની જરૂર નથી” શું તમે હજી પાપી છો? હવે જ્યારે ઈસુએ તમારું સઘળું ઋણ પહેલેથી જ ચૂકવી દીધું છે, તો શું તમારે હજી ઋણ ચૂકવવાનું બાકી છે? 
એક એવો માણસ હતો જેની દારુ પીવાની લતને કારણે તે ઘણાં લેણદારોના કરજમાં ડૂબી થઈ ગયો હતો. પછી, એક દિવસ તેનો દીકરો ઘણી સંપતિ કમાયો અને પોતાના પિતાનું સઘળું દેવું ભરપાઈ કરી દીધું. હવે તેના પિતા પર કોઈજ દેવું રહેશે નહિ પછી ભલે તે ઘણાં બધા લોકોનો દેવાદાર કેમ ન હોય.
ઈસુએ આપણાં માટે આજ કર્યુ છે. તેણે આપણાં સઘળા પાપો માટે પહેલેથી જ ચુકવણું કરી દીધું છે. ફક્ત આપણાં જીવનકાળ સમયના જ પાપ નહિ, પણ જગતના સઘળા પાપો. જ્યારે ઈસુએ બાપ્તિસ્મા લીધું ત્યારે સઘળું તેની પર નાખવામાં આવ્યું. તેથી શું તમે હજી પાપી છો? ના, તમે નથી. 
જો આપણે શરૂઆતથી જ આ છૂટકારાની સુવાર્તા જાણતા હોત તો, આપણા માટે ઈસુ પર વિશ્વાસ કરવું કેટલું સહેલું બની ગયું હોત. પણ જેમ તે છે, તેમ તે એટલું નવું લાગે છે કે ઘણાં લોકો આશ્ચર્ય પામે છે. 
પણ આ કંઈ નવું નથી. મનુષ્યની કહાનીની શુરુઆતથી જ તેનું અસ્તિત્વ છે. ફક્ત આપણે પહેલા તેના વિષે જાણતાં ન હતાં. પવિત્રશાસ્ત્રમાં પાણી અને આત્માની સુવાર્તા હંમેશા નોંધવામાં આવી છે અને તે હંમેશા અમલમાં રહી છે. તે દરેક સમયથી ત્યાં છે. તે તમારાં અને મારા જન્મ પહેલાથી અહિયાં છે. તે પૃથ્વીની રચનાથી અહિયાં રહી છે. 
 
 
અનંત છૂટકારાની સુવાર્તા 
 
ઈશ્વર સમક્ષ કરવા માટે આપણી પાસે શું છે?
આપણે અનંત છૂટકારાની સુવાર્તા પર વિશ્વાસ કરવો જ જોઈએ.

ઈસુ ખ્રિસ્ત, જેણે આપણા સઘળા પાપો ધોયા, તેણે તે તમારા અને મારા જન્મ પહેલાનું કર્યુ છે. તેણે તે સઘળા લઈ લીધા છે. શું તમે હજુ પાપો સાથે છો? – ના - તો પછી આવતીકાલે તમે જે પાપ કરવાના છો તેના વિષે શું? જગતના પાપોમાં તેનો પણ સમાવેશ થાય છે. 
ચાલો આપણે આવતીકાલના પાપોને થોડીવાર માટે છોડી દઈએ. આપણે અત્યાર સુધી જે પાપો કાર્ય છે તેનો પણ જગતના પાપોમાં સમાવેશ થયો છે. શું નથી થયો? 
તો પછી શું આવતીકાલના પાપો પણ ઈસુ પર નાખવામાં આવ્યા છે? હા, તેણે અપવાદ વગર તે સઘળા લઈ લીધા છે. તેણે એક પાપને પણ પાછળ છોડ્યું નથી. સુવાર્તા આપણને સંપૂર્ણ હૃદયથી વિશ્વાસ કરવાનું કહે છે કે ઈસુએ આપણા સઘળા પાપ એક જ વારમાં હંમેશને માટે લઈ લીધા છે, અને તે બધાની કિંમત ચૂકવી છે. 
‘દેવના દીકરા ઈસુ ખ્રિસ્તની સુવાર્તાનો આરંભ.’ (માર્ક ૧:૧) સ્વર્ગની સુવાર્તાં એ આનંદના સમાચાર છે. તે આપણને પૂછે છે, “મેં તમારા સઘળા પાપો લઈ લીધા, હું તમારો ઉદ્ધારક છું. શું તમે મારામાં વિશ્વાસ કરો છો?” અસંખ્ય લોકો માંથી ફક્ત થોડાંએ જ ઉત્તર આપ્યો, “હા, હું વિશ્વાસ કરું છું. જે પ્રામાણે તમે કહ્યું તેમ હું વિશ્વાસ કરું છું. તે ખુબજ સરળ હતું કે હું તે તરત જ સમજી ગયો.” જેઓ તેમના વિશ્વાસની આ રીતે કબૂલાત કરે છે તેઓ ઈબ્રાહિમ જેવા જ ધર્મી બને છે. 
પણ બીજાઓ કહે છે, “હું તેમાં વિશ્વાસ કરી શકતો નથી. તે મારાં માટે નવું અને વિચિત્ર છે.” 
પછી, તે પૂછે છે, “ફક્ત મને કહે કે, શું મેં તારા સઘળા પાપો લઈ લીધા છે કે નહિ? 
“મને શીખવવામાં આવ્યું છે કે તમે ફક્ત મૂળ પાપ જ લઈ લીધા છે, મારાં દરરોજના પાપો નહિ.” 
“હું જોઉં છું કે તે જે કહ્યું તેના પર વિશ્વાસ રાખવા માટે તું ઘણો હોશિયાર છે. તું નરકમાં જ જઈશ કેમ કે તને કહેવા માટે મારી પાસે બીજું કશું નથી.” 
તેના સંપૂર્ણ છૂટકારા પર વિશ્વાસ કરવાથી જ આપણો બચાવ થયો છે. તેઓ સઘળા જેઓ નકાર કરે છે કે તેઓએ પાપ કર્યું છે તેઓ નરકમાં જશે. તેઓએ પોતાની પસંદગી જાતે કરી છે. 
છૂટકારાની સુવાર્તાની શરૂઆત યોહન બાપ્તિસ્તની સાક્ષીથી થાય છે. યોહાન બાપ્તિસ્ત દ્વારા તેના બાપ્તિસ્માથી ઈસુએ આપણા સઘળા પાપો ધોઈ નાખ્યાં છે, તેથી જયારે આપણે વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણે પવિત્ર બનીએ છીએ. 
પ્રેરિત પાઉલે તેના પત્રોમાં ઈસુના બાપ્તિસ્મા વિષે ઘણી વાતો કહી છે. ગલાતી ૩:૨૭માં, :કેમ કે તમારામાં જેટલા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા તેટલાએ ખ્રિસ્તને પહેરી લીધો.” ‘ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા’ તેનો અર્થ છે કે તેના બાપ્તિસ્મા પર વિશ્વાસ દ્વારા આપણે ઈસુ સાથે એક થયા. જ્યારે ઈસુને બાપ્તિસ્મા આપવામાં આવ્યું, ત્યારે યોહાન બાપ્તિસ્ત દ્વારા આપણા સઘળા પાપો તેની ઉપર નાખવામાં આવ્યા હતા, અને તેઓ સંપૂર્ણ પણે ધોવાઈ ગયા છે. 
૧ પિતર ૩:૨૧માં, “એ દ્રષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી, જે શરીરનો મેલ દૂર કરવાથી નહિ, પણ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હૃદયની માગણીથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હમણાં તમને પણ તારે છે.” 
જેઓ યોહાન બાપ્તિસ્તની સાક્ષી પર, ઈસુના બાપ્તિસ્મા પર અને વધસ્તંભ પરના રક્ત પર વિશ્વાસ કરે છે ફક્ત તેઓ પાસે જ ઉપરથી છૂટકારાની કૃપા છે. 
ઈસુના બાપ્તિસ્માને ઉદ્ધારના પ્રતિકના રૂપમાં તમારા હૃદયમાં પ્રાપ્ત કરો અને બચી જાઓ.