<૧ યોહાન ૫:૧-૧૨>
“ઈસુ એ જ ખ્રિસ્ત છે એવો જે કોઈ વિશ્વાસ કરે છે, તે દેવથી જન્મેલો છે; અને જન્મ આપનાર પર જે કોઈ પ્રેમ રાખે છે તે તેનાથી જન્મેલા પર પણ પ્રેમ રાખે છે. જ્યારે આપણે દેવ પર પ્રેમ રાખીએ છીએ અને તેની આજ્ઞાઓ પાળીએ છીએ, ત્યારે એ પરથી આપણે જાણીએ છીએ કે આપણે દેવના છોકરાં પર પણ પ્રેમ રાખીએ છીએ. કેમ કે આપણે દેવની આજ્ઞાઓ પાળીએ, એજ દેવ પરનો પ્રેમ છે; અને તેની આજ્ઞાઓ ભારે નથી. કેમ કે જે કોઈ દેવથી જન્મેલું છે તે જગતને જીતે છે; અને જે જયે જગતને જીત્યું છે તે આપણો વિશ્વાસ છે. જે વિશ્વાસ કરે છે કે ઈસુ દેવનો પુત્ર છે તે વગર બીજો કોણ જગતને જીતે? પાણીથી તથા રકથી જે આવ્યો, તે એ છે, એટલે ઈસુ ખ્રિસ્ત; અને તે કેવળ પાણીથી નહિ, પણ પાણી તથા રક્તથી આવ્યો. જે સાક્ષી પૂરે છે તે આત્મા છે, કેમ કે આત્મા સત્ય છે. કેમ કે સાક્ષી પૂરનાર ત્રણ છે, એટલે આત્મા, પાણી તથા રક્ત; અને એ ત્રણેની સાક્ષી એકસરખી છે. જો આપણે માણસોની સાક્ષી માનીએ છીએ તો એ કરતા દેવની સાક્ષી મોટી છે; કેમ કે દેવે પોતાના પુત્ર સંબંધી જે સાક્ષી આપી છે તે એ જ છે. જે દેવના પુત્ર પર વિશ્વાસ રાખે છે તેના પોતાનામાં તે સાક્ષી છે; જે દેવ પર વિશ્વાસ રાખતો નથી તેણે તેને જૂઠો પાડ્યો છે; કેમ કે દેવે પોતાના પુત્ર વિષે જે સાક્ષી આપી છે, તે સાક્ષી પર તેણે વિશ્વાસ રાખ્યો નથી. એ સાક્ષી એવી છે કે દેવે આપણને અનંતજીવન આપ્યું, ને આ જીવન તેના પુત્રમાં છે. જેણે દેવનો પુત્ર છે તેને જીવન છે; જેને દેવનો પુત્ર નથી, તેને જીવન નથી.”
ઈસુ શેના દ્વારા આવ્યો હતો?
પાણી, રક્ત, અને પવિત્ર આત્મા
શું ઈસુ પાણી દ્વારા આવ્યો હતો? હા, તે આવ્યો હતો. તે તેના બાપ્તિસ્મા દ્વારા આવ્યો હતો. પાણી એ યર્દન નદીમાં યોહન બાપ્તિસ્ત દ્વારા ઈસુના બાપ્તિસ્માને દર્શાવે છે. તે છૂટકારાનું બાપ્તિસ્મા હતું જેના દ્વારા તેણે જગતના સઘળા પાપો લઈ લીધા.
શું ઈસુ રક્ત દ્વારા આવ્યો હતો? હા, તે આવ્યો હતો. તે માણસના રૂપમાં શરીરમાં આવ્યો અને જગતના સઘળા પાપો લઈ લેવા માટે તેણે બાપ્તિસ્મા લીધું, પછી વધસ્તંભ પર રક્ત વહેવડાવવા દ્વારા તેણે પાપોની કિંમત ચુકાવી દીધી.
શું ઈસુ આત્મા દ્વારા આવ્યો હતો? હા, તે આવ્યો હતો. ઈસુ ઈશ્વર હતો, પણ પાપીઓનો ઉદ્ધારક બનવા માટે તે શરીરમાં આત્મા બનીને આવ્યો હતો.
ઘણાં લોકો વિશ્વાસ નથી કરતા કે ઈસુ પાણી, રક્ત અને આત્મા દ્વારા આવ્યો. ફક્ત થોડાં જ વિશ્વાસ કરે છે કે ઈસુ ખરેખર રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છે. મોટી સંખ્યામાં લોકો હજી આશ્ચર્યમાં છે કે, ‘શું ઈસુ ખરેખર ઈશ્વરનો પુત્ર છે કે માણસનો પુત્ર?’ અને ઘણાં ધર્મશાસ્ત્રીઓ અને સેવકો સહિત ઈસુને ઈશ્વર, ઉદ્ધારક અને સપૂર્ણ વ્યક્તિ માનવને બદલે ફક્ત એક માણસ માને છે.
પણ ઈશ્વરે કહ્યું છે કે જે કોઈ વિશ્વાસ કરશે કે ઈસુ રાજાઓનો રાજા, સાચો ઈશ્વર અને સાચો ઉદ્ધારક છે તેઓ તેનાથી જન્મ લેશે. જેઓ ઈશ્વરને પ્રેમ કરે છે તેઓ ઈસુને પ્રેમ કરે છે અને જેઓ સાચી રીતે ઈશ્વર પર વિશ્વાસ કરે છે તેઓ તેજ રીતે ઈસુ પર વિશ્વાસ કરે છે.
વ્યક્તિ નવો જન્મ પામ્યા વગર જગતને જીતી શકતો નથી. તેથી, પ્રેરિત યોહાને આપણને કહ્યું છે કે ફક્ત સાચા ખ્રિસ્તીઓ જ જગતને જીતી શકશે. શા માટે વિશ્વાસુ જગતને જીતી શકશે તેનું કારણ છે કે તેઓનો વિશ્વાસ પાણી, રક્ત, અને આત્મા પર છે. જગતને જીતવાનું સામર્થ માણસની ઈચ્છા, પ્રયત્નો કે આવેગથી નથી મળતું.
“જોકે હું માણસોની તથા દૂતોની પણ ભાષાઓ બોલું, પણ મારામાં પ્રીતિ ન હોય, તો રણકારો કરનાર પિતળ કે ઝમકાર કરનાર ઝાંઝના જેવો હું થયો છું. જોકે મને પ્રબોધ કરવાનું દાન હોય, અને હું સર્વ મર્મો તથા સર્વ વિદ્યા જાણતો હોઉં; અને જો હું પર્વતોને પણ ખસેડી શકું એવો મને પૂરો વિશ્વાસ હોય, પણ મારામાં પ્રીતિ ન હોય તો હું કંઈ નથી. જોકે હું (કંગાલોનું) પોષણ કરવા સારુ મારી સર્વ સંપતિ આપી દઉં, અને જો હું મારું શરીર અગ્નિને સોંપું, પણ મારામાં પ્રીતિ ન હોય, તો મને કશો લાભ નથી” (૧ કરિંથી ૧૩:૧-૩).
‘પ્રીતિ’ અહિયાં દર્શાવે છે કે ઈસુ પાણી, રક્ત અને આત્મા દ્વારા આવ્યો. બાઈબલમાં ‘પ્રેમ’ શબ્દ હંમેશા ‘પ્રેમથી સત્ય’ (૨ થેસ્સલોનિકીઓ ૨:૧૦) ને દર્શાવે છે. હકીકતમાં, ઈશ્વરનો પ્રેમ તેમના એકાકીજનીત દીકરા દ્વારા પ્રકટ થાય છે (૧ યોહાન ૪:૯).
જેઓ પાણી અને રક્ત પર વિશ્વાસ કરે છે ફક્ત તેઓ જ જગતને જીતી શકે છે
કોણ જગતને જીતી શકે છે?
તેઓ જે ઈસુના બાપ્તિસ્માના છૂટકારા, તેના રક્ત અને આત્મા પર વિશ્વાસ કરે છે
૧ યોહાન ૫:૫-૬માં લખ્યું છે, “જે વિશ્વાસ કરે છે કે ઈસુ દેવનો પુત્ર છે તે વગર બીજો કોણ જગતને જીતે છે? પાણીથી તથા રક્તથી આવ્યો, તે એ છે, એટલે ઈસુ ખ્રિસ્ત; અને તે કેવળ પાણીથી નહિ, પણ પાણી તથા રક્તથી આવ્યો.”
સાથી ખ્રિસ્તીઓ, જેણે શેતાન અને જગત પર જીત મેળવી છે તે ઈસુ ખ્રિસ્ત છે. જેઓ ખ્રિસ્તના પાણી, રક્ત અને આત્મા પર વિશ્વાસ કરે છે તેઓ પણ જગતને જીતી શકે છે. ઈસુએ જગતને કઈ રીતે જીત્યું? છૂટકારાના પાણી, રક્ત અને આત્મા દ્વારા.
બાઈબલમાં ‘પાણી’ એ ‘ઈસુના બાપ્તિસ્માને’ દર્શાવે છે (૧ પિતર ૩:૨૧). ઈસુ શરીરમાં થઈને આ જગતમાં આવ્યો. તે જગતના પાપીઓને બચાવવા આવ્યો; તેણે સઘળા પાપીઓના પાપોને લઈ લેવા માટે બાપ્તિસ્મા લીધું અને તે પાપોના પ્રાયશ્ચિત માટે તે વધસ્તંભ પર મર્યો.
વધસ્તંભ પરનું રક્ત એ હકીકતને દર્શાવે છે કે તે માણસના શરીરમાં આ જગતમાં આવ્યો હતો. તે પાપીઓને બચાવવા માટે પાપી શરીરના રૂપમાં આવ્યો અને પાણીથી બાપ્તિસ્મા પામ્યો. તેથી, ઈસુ પાણી અને રક્ત દ્વારા આપણી પાસે આવ્યો. બીજા શબ્દોમાં, પોતાના બાપ્તિસ્માના પાણી અને મૃત્યુનાં રક્ત દ્વારા તેણે જગતના સઘળા પાપો લઈ લીધા.
શેતાન કઈ રીતે જગત પર શાસન કરે છે? શેતાને મનુષ્યજાતિને ઈશ્વરના વચન પર શંકા કરવા પ્રેર્યા અને તેઓના હૃદયમાં અનાજ્ઞાકારીતાના બી વાવ્યા. શેતાને લોકોને ઈશ્વરના વચનો પ્રત્યે અનાજ્ઞાકારી બનાવી પોતાના સેવકો તરફ વાળ્યા.
ઈસુ આ જગતમાં આવ્યા અને બાપ્તિસ્માના પાણી અને વધસ્તંભ પરના તેના રક્ત દ્વારા આ જગતના પાપોને ભૂંસી નાખ્યાં: તેણે શેતાન પર જીત પ્રાપ્ત કરી અન જગતના સઘળા પાપો ભૂંસી નાખ્યાં.
આ બન્યું કેમ કે ઈસુ ખ્રિસ્ત પાપીઓના ઉદ્ધારક હતા. તે આપણાં ઉદ્ધારક બન્યા કેમ કે તે પાણી અને રક્ત દ્વારા આવ્યા હતા.
ઈસુએ તેના છૂટકારાના બાપ્તિસ્મા વડે જગતના સઘળા પાપો લઈ લીધા
ઈસુએ જગતને જીતી લીધું છે તેનો શો અર્થ થાય છે?
તેનો અર્થ છે કે તેણે જગતના સઘળા પાપો લઈ લીધા છે.
જ્યારથી જગતના સઘળા પાપો લઈ લેવા માટે ઈસુએ બાપ્તિસ્મા લીધું અને તેઓના પ્રાયશ્ચિત માટે મૃત્યુ પામ્યો, ત્યારથી તે આપણને આપણાં સઘળા પાપોથી છોડાવવા માટે સક્ષમ બન્યો. કેમ કે ઈસુ સમગ્ર માનવજાતિના પ્રતિનિધિ યોહાન બાપ્તિસ્ત દ્વારા યર્દન નદીમાં બાપ્તિસ્મા પામ્યો તેથી જગતના સઘળા પાપો તેના પર નંખાયા. ઈસુએ પાપના વેતન તરીકે પોતાનું જીવન વધસ્તંભ પર આપ્યું. તેણે પોતાના મૃત્યુ અને પુનરુત્થાન વડે શેતાનના સામર્થ પર જીત મેળવી. ઈસુએ તેના મૃત્યુ દ્વારા આપણાં સઘળા પાપોનું વેતન ચુકવ્યું.
ઈસુ તેના બાપ્તિસ્માના પાણી અને વધસ્તંભ પરના રક્ત દ્વારા પાપીઓ પાસે આવ્યો
તેણે શેતાનના સામર્થને કઈ રીતે જીતી લીધું?
તેના બાપ્તિસ્મા, રક્ત અને આત્મા દ્વારા
પ્રેરિત યોહાને કહ્યું કે છૂટકારો ફક્ત પાણીથી નથી, પણ પાણી અને રક્ત બન્નેથી છે. તેથી, જેમ ઈસુએ સઘળા પાપો લઈ લીધા હતા અને આપણાં પાપો હંમેશા માટે દૂર કર્યા, તેથી દરેક પાપીઓ તેનામાં વિશ્વાસ કરવા દ્વારા અને તેના વચનો પ્રત્યે વિશ્વાસયોગ્ય રહેવા દ્વારા ઉદ્ધાર પામી શકશે.
જ્યારે ઈસુ જગતમાં આવ્યો, ત્યારે તેણે ફક્ત આપણાં પાપો જ નહોતા લીધા, પણ વધસ્તંભ પર મૃત્યુ સુધી રક્ત વહેવડાવવા દ્વારા તેની કિંમત પણ ચૂકવી હતી. તેણે યર્દન નદીમાં પોતાના બાપ્તિસ્મા દ્વારા આપણાં સઘળા પાપો લઈ લીધા અને વધસ્તંભ પર તેનું વેતન પણ ચુકવ્યું; તેણે આપણા પાપોની કિંમત પોતાના મૃત્યુથી ચૂકવી. ઈશ્વરનો ન્યાયી નિયમ જે કહે છે કે ‘પાપનો મુસારો મરણ છે’ (રોમન ૬:૨૩) તે પરિપૂર્ણ થયું હતું.
જગતને જીતવા દ્વારા ઈસુનો શો અર્થ હતો? જે વિશ્વાસ જગતને જીતે છે તે છૂટકારાની સુવાર્તા પરનો વિશ્વાસ છે, જે ઈસુએ આપણને પાણી અને રક્ત દ્વારા આપ્યું છે. તે શરીરમાં આવ્યો અને પોતાના પાણીના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના મૃત્યુ દ્વારા ઉદ્ધારની સાક્ષી આપી.
ઈસુએ જગતને જીતી લીધું, અર્થાત શેતાનને. શરૂઆતની મંડળીના શિષ્યો તે વખતના રોમન સામ્રાજ્ય અને જગતના પ્રલોભનને તાબે થયા વગર સતાવણીના સમયમાં પણ મક્કમતાથી ઊભા રહ્યા હતાં.
આ ફક્ત તેઓના વિશ્વાસનું પરિણામ હતું કે ઈસુ પાણી (આપણાં સઘળા પાપો લઈ લેવા માટે તે બાપ્તિસ્મા પામ્યો), અને વધસ્તંભ (તેણે આપણાં સઘળા પાપોની કિંમત પોતાના મૃત્યુ દ્વારા ચૂકવી) પરના પોતાના રક્ત દ્વારા આવ્યો.
ઈસુ આત્મામાં (તે માણસના શરીરમાં આવ્યો) આવ્યો, અને તેણે પોતાના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના પોતાન રક્ત દ્વારા પાપીઓના પાપોને લઈ લીધા જેથી આપણે સઘળા જેને છૂટકારો મેળવવાનો છે તેઓ જગતને જીતી શકે.
એક પ્રતિબિંબ પણ છે જે આપણને હમણાં તારે છે, અર્થાત બાપ્તિસ્મા, ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે - ૧ પિતર ૩:૨૧
ઉદ્ધારનું પ્રતિબિંબ શું છે?
ઈસુનું બાપ્તિસ્મા
૧ પિતર ૩:૨૧માં કહ્યું છે, “એ દ્રષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી, જે શરીરનો મેલ દૂર કરવાથી નહિ, પણ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હૃદયની માંગણીથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હમણાં તમને પણ તારે છે.” પ્રેરિત પિતરે સાક્ષી આપી કે ઈસુ ઉદ્ધારક હતો અને તે બાપ્તિસ્માના પાણી અને રક્ત દ્વારા આવ્યો હતો.
પરિણામ સ્વરૂપ આપણે ઈસુ પર વિશ્વાસ કરવો જોઈએ જે પાણી અને રક્ત દ્વારા આવ્યો હતો. અને આપણે જાણવું જોઈએ કે ઈસુના બાપ્તિસ્માનું પાણી આપણાં ઉદ્ધારનું પ્રતિબિંબ છે. પ્રેરિત પિતર આપણને કહે છે કે બાપ્તિસ્માનું ‘પાણી,’ ‘રક્ત,’ અને ‘આત્મા’ છૂટકારાના મુખ્ય પરિબળ છે.
તેના કોઈપણ શિષ્યોએ ઈસુના બાપ્તિસ્મા વગર વધસ્તંભ પરના તેના રક્તમાં વિશ્વાસ કર્યો નહતો. ફક્ત રક્ત પર વિશ્વાસ કરવો તે ફક્ત અડધો સાચો વિશ્વાસ હોવા જેવું છે. અધૂરા અથવા અપૂર્ણ સત્ય પરનો વિશ્વાસ સમય જતા કરમાઈ જાય છે. પણ જેઓ પાણી, રક્ત અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરે છે તેઓનો વિશ્વાસ સમય જતા વધારે મજબૂત બનતો જાય છે.
તેમ છતાં, ફક્ત રક્તની સુવાર્તાનો અવાજ આ દિવસોમાં વધારે મજબૂત બનતો જાય છે. આવું શા માટે? લોકો સત્યના વચનો, પાણી અને આત્માનો છૂટકારો નથી જાણતાં, તેથી તેઓ નવો જન્મ પામી શકતા નથી.
એક સમયે, પશ્ચિમની મંડળીઓ અંધશ્રદ્ધાનો ભોગ બની ગઈ હતી. થોડાક સમય માટે તેઓ આબાદ થતી હોય તેવું લાગતું હતું, પણ શેતાનના સેવકોએ વિશ્વાસને અંધશ્રદ્ધામાં ફેરવવામાં મદદ કરી હતી.
અંધશ્રદ્ધા એટલે એવો વિશ્વાસ કરવો છે કે એક કાગળ પર કે લાકડા પર વધસ્તંભ દોરવાથી શેતાન ભાગી જશે, અને જો કોઈ ઈસુના રક્તમાં વિશ્વાસની કબૂલાત કરશે તો શેતાન ત્યાંથી નાસી જશે. આવા અને બીજા ઘણાં અંધવિશ્વાસ દ્વારા શેતાને છેતરીને લોકોને એવો વિશ્વાસ કરાવ્યો કે તેઓએ ફક્ત ઈસુના રક્તમાં વિશ્વાસ કરવાની જરૂર છે. શેતાન એવું કહેવા દ્વારા રક્તથી ડરતો હોવાનો ઢોંગ કરે છે કે ઈસુએ પાપીઓ માટે જે કર્યુ તે એ છે કે તેણે વધસ્તંભ પર પોતાનું રક્ત વહેવડાવ્યું છે.
તેમ છતાં, પિતરે અને સઘળા શિષ્યોએ ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના રક્તની સાચી સુવાર્તાની સાક્ષી આપી. પણ, આજના દિવસોમાં ખ્રિસ્તીઓ શેના વિષે સાક્ષી આપે છે? તેઓ ફક્ત ઈસુના રક્તની સાક્ષી આપે છે.
આપણે બાઈબલમાં લખેલા વચનો પર વિશ્વાસ કરવો જોઈએ અને આત્મા, ઈસુના બાપ્તિસ્મા, અને તેના રક્તના ઉદ્ધાર પર વિશ્વાસ કરવો જોઈએ. જો આપણે ઈસુના બાપ્તિસ્માની અવગણના કરીએ અને ફક્ત એવી સાક્ષી આપીએ કે ઈસુ આપણાં માટે વધસ્તંભ પર માર્યો, તો આપણો ઉદ્ધાર સંપૂર્ણ ન થઈ શકે.
ઈશ્વરના પાણીના ઉદ્ધાર માટે ‘સાક્ષીના શબ્દો’
ઈશ્વરે આપણને બચાવ્યા છે તેની સાબિતી શું છે?
પાણી, રક્ત અને આત્મા
૧ યોહાન ૫:૮ કહે છે, “કેમ કે સાક્ષી પૂરનાર ત્રણ છે.” પ્રથમ આત્મા, બીજું ઈસુના બાપ્તિસ્માનું પાણી, અને ત્રીજું તેનું વધસ્તંભ પરનું રક્ત. આ ત્રણેય વસ્તુઓ એક જ છે. ઈસુ આ જગતમાં આપણને સઘળાને પાપોથી બચાવવા આવ્યો. તેણે એકલાએ જ બાપ્તિસ્મા, રક્ત, અને આત્મા વડે આ કર્યું.
‘કેમ કે સાક્ષી પૂરનાર ત્રણ છે’ આ ત્રણ વસ્તુઓ છે જે સાબિત કરે છે કે ઈશ્વરે આપણને બચાવ્યાં છે. આ ત્રણ પૂરાવાઓના તત્વો ઈસુના બાપ્તિસ્માનું પાણી, તેનું રક્ત, અને આત્મા છે. આ ત્રણ વસ્તુઓ છે જે ઈસુએ આ જગતમાં આપણાં માટે કરી.
જો આ ત્રણમાંથી કોઈ એક વસ્તુને કાઢી નાંખવામાં આવે, તો ઉદ્ધાર પૂર્ણ ન થઇ શકે. જગતમાં સાક્ષી પૂરનાર આ ત્રણ છે: આત્મા, પાણી, અને રક્ત.
ઈસુ ખ્રિસ્ત જે આપણી પાસે શરીરમાં આવ્યો તે ઈશ્વર, આત્મા, અને પુત્ર છે. તે માનવ શરીરમાં આત્માના રૂપમાં આ જગતમાં આવ્યો અને જગતના સઘળા પાપો લઈ લેવા માટે પાણીમાં બાપ્તિસ્મા લીધું. અને તેણે સઘળા પાપો પોતાના શરીર પર લઈ આપણ પાપીઓને બચાવવા માટે વધસ્તંભ પર મર્યા સુધી લોહી વહેવડાવ્યું. તેણે બધા જ પાપોની પૂરી કીમત ચૂકવી. આ પાણી, રક્ત, અને આત્મા દ્વારા સંપૂર્ણ છૂટકારાની સુવાર્તા છે.
જો તેમાંથી એકને પણ કાઢી નાખવામાં આવી હોત, તો તે આપણને સઘળા પાપોથી બચાવતા ઈશ્વરના ઉદ્ધારનો નકાર કરવો થાત. જો આપણે આજે અધિકાંશ વિશ્વાસીઓ સાથે સહમત થઈએ, તો આપણે કહીશું કે ‘સાક્ષી પૂરનાર બે છે: રક્ત અને આત્મા.’
પણ પ્રેરિત યોહાન કહે છે કે સાક્ષી પૂરનાર ત્રણ છે: ઈસુના બાપ્તિસ્માનું પાણી, વધસ્તંભ પરનું રક્ત, અને આત્મા. પ્રેરિત યોહાન તેની સાક્ષીમાં ખૂબજ સ્પષ્ટ હતો.
જે વિશ્વાસ પાપીઓને છૂટકારો આપે છે તે આત્મા, પાણી, અને લોહી પરનો વિશ્વાસ છે. કયા પ્રકારનો વિશ્વાસ માણસને જગતને જીતવા સક્ષમ બનાવે છે? અને આપણે આવો વિશ્વાસ ક્યા મેળવી શકીએ? તે અહિયાં જ બાઈબલમાં છે. તે ઈસુ પર વિશ્વાસ કરવો છે જે પાણી, રક્ત, અને આત્મા દ્વારા આવ્યો. તેમાં વિશ્વાસ કરો અને ઉદ્ધાર અને અનંતજીવન પ્રાપ્ત કરો.
શું ઈસુના બાપ્તિસ્મા વગર ઈશ્વરનો ઉદ્ધાર સંપૂર્ણ છે?
ના
મારા નવાં જન્મના ઘણાં સમય પહેલા, હું પણ એવો ખ્રિસ્તી હતો જે ફક્ત વધસ્તંભ પરના રક્ત અને આત્મામાં વિશ્વાસ કરતો હતો. હું વિશ્વાસ કરતો હતો કે તે આત્માના રૂપમાં પૃથ્વી પર આવ્યો અને મારા માટે વધસ્તંભ પર મર્યો અને મને સઘળા પાપોથી બચાવ્યો. હું ફક્ત આ બે બાબતો પર વિશ્વાસ કરતો હતો અને આવી ધારણાઓ સાથે સઘળા લોકોને પ્રચાર કરતો હતો.
મેં ઈસુની જેમ ખોવાએલી આત્માઓ માટે કાર્ય કરવા અને મરવા માટે મિશનરી બનવા ધર્મવિજ્ઞાનનો અભ્યાસ કરવાની યોજના બનાવી હતી. મેં બધી પ્રકારની ભવ્ય વસ્તુઓની યોજના કરી હતી.
પણ, જ્યાં સુધી હું ફક્ત બે વસ્તુઓ પર વિશ્વાસ કરતો રહ્યો, ત્યાં સુધી મારા હૃદયમાં હંમેશા પાપ રહેતું હતું. પરિણામ સ્વરૂપે, હું સંસારને ન જીતી શક્યો. હું પાપથી મુક્ત ન થઈ શક્યો. જ્યારે હું ફક્ત રક્ત અને આત્મા પર વિશ્વાસ કરતો હતો, ત્યારે મારા હૃદયમાં હજી પણ પાપ હતું.
હું ઈસુ પર વિશ્વાસ કરતો હતો છતાં મારા હૃદયમાં પાપ હતું કારણ કે હું પાણી એટલે કે ઈસુના બાપ્તિસ્મા વિષે જાણતો ન હતો. જ્યાં સુધી હું બાપ્તિસ્માના પાણી, રક્ત અને આત્મા દ્વારા છૂટકારો ન પામ્યો ત્યાં સુધી મારો છૂટકારો સંપૂર્ણ નહોતો થયો.
હું શરીરના પાપોને જીતી ન શક્યો તેનું કારણ એ હતું કે હું ઈસુના બાપ્તિસ્માનો અર્થ સમજી શક્યો નહતો. આજે પણ ઘણાં લોકો ઈસુમાં વિશ્વાસ કરવા છતાં શરીરના પાપો કરે છે. તેઓના હૃદયમાં હજી પાપ છે અને તેઓ ઈસુ પ્રત્યેનો તેમનો પહેલાનો પ્રેમ પામવાના સઘળા પ્રયત્નો કરે છે.
તેઓ પોતાનો પહેલા જેવો ઉત્સાહ ફરીથી પ્રાપ્ત કરી શકતા નથી કેમ કે તેઓના પાપો ક્યારેય પાણીથી સંપૂર્ણ રીતે સાફ કરવામાં આવ્યા નથી. તેઓને ભાન થતું નથી કે જ્યારે ઈસુએ બાપ્તિસ્મા લીધું ત્યારે તેઓના સઘળા પાપો તેની પર જતા રહ્યા હતા, અને એકવાર પડ્યા પછી તેઓ ફરીથી પોતાનો વિશ્વાસ પ્રાપ્ત કરી શકતા નથી.
હું તમને બધાને આ બાબત સ્પષ્ટ કરવા માંગુ છું. જ્યારે આપણે ઈસુમાં વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણે વિશ્વાસમાં જીવી શકીએ છીએ અને જગતને જીતી શકીએ છીએ. આપણે ગમે તેટલા અધૂરા હોઈએ, આ જગતમાં ગમે તેટલા પાપ કરતા હોઈએ, પણ જ્યારે આપણે એવો વિશ્વાસ કરીએ છીએ કે ઈસુ આપણો ઉદ્ધારક છે અને તેના બાપ્તિસ્મા અને રક્ત વહાવવા દ્વારા તેણે આપણને પાપથી સંપૂર્ણ સ્વતંત્ર કર્યા છે, ત્યારે જ આપણે વિજયી બની શકીએ છીએ.
પણ જો આપણે તેના બાપ્તિસ્માના પાણી વગર વિશ્વાસ કરીએ ત્યાં સુધી આપણે સંપૂર્ણ છૂટકારો મેળવી શકતા નથી. પ્રેરિત યોહાને આપણને કહ્યું છે કે જે વિશ્વાસ જગત પર જીત અપાવે છે તે ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ છે જે બાપ્તિસ્માના પાણી, રક્ત અને આત્મા દ્વારા આવ્યો હતો.
ઈશ્વરે પોતાનો એકાકીજનીત દીકરો આપણી પાસે મોકલ્યો જેથી જે કોઈ તેના બાપ્તિસ્મા અને રક્ત પર વિશ્વાસ કરે તે છૂટકારો મેળવે. ઈસુએ તેના બાપ્તિસ્મા દ્વારા આપણા સઘળા પાપો લઈ લીધા. ઈસુ, ઈશ્વરનો દીકરો આત્મામાં (માણસના શરીરમાં) આપણી પાસે આવ્યો. અને પાપની કિંમત ચૂકવવા માટે વધસ્તંભ પર તેણે રક્ત વહાવ્યું. આમ ઈસુએ સઘળી મનુષ્યજાતિને છૂટકારો આપ્યો.
જે વિશ્વાસ આપણને જગતને જીતવા માટે દોરવણી આપે છે તે એવા સત્ય ઉપર વિશ્વાસ કરવા દ્વારા મળે છે કે ઈસુ પાણી, રક્ત, અને આત્માથી આપણી પાસે આવ્યો અને આપણને સઘળા પાપોથી સ્વતંત્ર કર્યા.
જો પાણીનું બાપ્તિસ્મા અને વધસ્તંભ પરનું રક્ત નહોત તો કોઈ પણ સાચો ઉદ્ધાર નહોત. ત્રણમાંથી કોઈપણ એક ઘટક વગર પણ આપણી પાસે સાચો ઉદ્ધાર હોઈ શકે નહિ. સાચો ઉદ્ધાર પાણી, રક્ત અને આત્મા વગર પ્રાપ્ત કરી શકતો નથી. તેથી, આપણે પાણી, રક્ત, અને આત્મામાં વિશ્વાસ કરવો જોઈએ. આ જાણો અને તમે સાચો વિશ્વાસ પ્રાપ્ત કરશો.
હું તમને કહું છું કે પાણી, રક્ત, અને આત્માની સાક્ષી વગર તે સાચો ઉદ્ધાર નથી
ઉદ્ધારની સાક્ષી ધારણ કરી છે તે ત્રણ મુખ્ય ઘટકો કયા છે?
પાણી, રક્ત, અને આત્મા
કોઈ વ્યક્તિ ઉપરના પ્રશ્નને આ રીતે વિચારી શકે છે. “ઈસુ મારો ઉદ્ધારક છે. હું વધસ્તંભ પરના રક્ત પર વિશ્વાસ કરું છું અને હું શહીદ તરીકે મારવા માંગુ છું. મારા હૃદયમાં પાપ હોવા છતાં પણ હું ઈસુ પર વિશ્વાસ કરું છું. મેં ખંતથી પસ્તાવો કર્યો છે અને દરરોજ સારી, ન્યાયી, અને સેવાભાવી રીતે કામ કરવા સખત મહેનત કરી છે. મેં મારું જીવન અને દુન્વયી સંપતિ તમને આપી છે. મેં લગ્ન પણ નથી કર્યા. ઈશ્વર મને કેવીરીતે નહિ ઓળખે? ઈસુ મારા માટે વધસ્તંભ પર મર્યો હતો. આપણા પવિત્ર ઈશ્વર માનવરૂપમાં આવ્યા અને આપણા માટે વધસ્તંભ પર મર્યા. મેં તમારામાં વિશ્વાસ કર્યો છે, તમારાં માટે બલિદાન આપ્યું, અને તમારા માટે મારું કાર્ય વિશ્વાસયોગ્યતાથી કર્યું. તેમ છતાં હું યોગ્ય હોઈ શકું અને હજી મારા હૃદયમાં થોડું પાપ છે, પણ શું ઈસુ એટલા માટે મને નરકમાં મોકલશે? ના, તે નહિ મોકલે.”
આ વ્યક્તિ જેવા બીજા ઘણાં માણસો છે. તેઓ તે છે જેઓ વિશ્વાસ નથી કરતા કે જગતના પાપો લેવા લઈ લેવા માટે ઈસુએ બાપ્તિસ્મા લીધું હતું. જ્યારે આ નામમાત્રના ખ્રિસ્તીઓ જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે અને હજી પણ તેઓમાં પપ છે, તેઓ ક્યા જશે? તેઓ નરકમાં જશે. તેઓ ફક્ત પાપીઓ છે!
તેઓ જેઓ પોતાના મનમાં વિચારે છે કે ઈશ્વરે પણ આવું જ વિચારવું જોઈએ, તેઓ નરકમાં જશે. વળી, કેટલાક કહે છે કે જ્યારે ઈસુ વધસ્તંભ પર મર્યો તેથી તેણે સઘળા પાપો લઈ લીધા છે, તેથી હવે જગતમાં કોઈ પાપ નથી. જોકે, આ ફક્ત રક્ત અને આત્મા વિષે જ વાત કરે છે. આ એવો વિશ્વાસ નથી જે લોકોને સંપૂર્ણ છૂટકારા તરફ દોરી જાય.
આપણે એવો વિશ્વાસ કરવો જોઈએ કે ઈસુએ પોતાના બાપ્તિસ્મા દ્વારા આપણા પાપો લઈ લીધા, તેનો ન્યાય થયો, અને આપણા માટે વધસ્તંભ પર માર્યો, અને તેના મૃત્યુ પછી ત્રીજા દિવસે ફરીથી જીવતો થયો.
આવા વિશ્વાસ વગર, સંપૂર્ણ છૂટકારો શક્ય નથી. ઈસુ ખ્રિસ્ત બાપ્તિસ્મા પામ્યા, વધસ્તંભ પર મર્યા, અને પુનરુત્થાન પામ્યા. ઈસુ ખ્રિસ્ત આપણી પાસે પાણી, રક્ત, અને આત્મા દ્વારા આવ્યા. તેણે જગતના સઘળા પાપો લઈ લીધા.
પૃથ્વી પર તેમના ઉદ્ધારની સાક્ષી આપતા ત્રણ મહત્વપૂર્ણ તત્વો છે: આત્મા, પાણી અને રક્ત.
પ્રથમ, પવિત્ર આત્મા સાક્ષી આપે છે કે ઈસુ એ ઈશ્વર છે અને તે માણસના શરીરમાં પૃથ્વી પર આવ્યા.
બીજું તત્વ ‘પાણી’ ની સાક્ષી છે. પાણી એ યર્દન નદીમાં યોહાન બાપ્તિસ્ત દ્વારા ઈસુનું બાપ્તિસ્મા છે, જેના દ્વારા આપણા પાપો ઈસુ પર નંખાયા. જયારે ઈસુએ બાપ્તિસ્મા લીધું ત્યારે આપણા સઘળા પાપો તેના પર નંખાયા (માથ્થી ૩:૧૫).
ત્રીજી સાક્ષી ‘રક્ત’ છે જે આપણા બદલામાં ઈસુએ ન્યાયની જવાબદારી સ્વીકારી લીધી તેને દર્શાવે છે. ઈસુ આપણા માટે મર્યા અને આપણા બદલે પોતે તેના પિતાનો ન્યાય સ્વીકાર્યો અને આપણને નવું જીવન આપવા ત્રીજે દિવસે સજીવન થયા.
આપણા છૂટકારાની સાબિતી માટે જેઓ ઈશ્વરના પુત્રના બાપ્તિસ્મા અને રક્ત પર વિશ્વાસ કરે છે તોના હૃદયમાં ઈશ્વર પવિત્ર આત્મા મોકલે છે.
જેઓ નવો જન્મ પામ્યા છે તેઓ પાસે વચન છે જેના વડે તેઓ જગતને જીતી શકે છે. છૂટકારો પામેલો વ્યક્તિ શેતાન પર, જૂઠાં પ્રબોધકો અને અડચણો કે જગતના દબાણ પર જીત મેળવશે. આપણી પાસે આ સામર્થ હોવાનું કારણ એ છે કે આપણા હૃદયમાં ત્રણ સાક્ષીઓ છે: ઈસુનું પાણી, તેનું રક્ત, અને આત્મા.
આપણે જગત અને શેતાનને કઈ રીતે જીતી શકીએ?
ત્રણ સાક્ષીઓમાં વિશ્વાસ કરવા દ્વારા
આપણે શેતાન અને જગત પર જીત મેળવી શકીએ છીએ કારણ કે આપણે આત્મા, પાણી, અને રક્ત પર વિશ્વાસ કરીએ છીએ. જેઓ બાપ્તિસ્મા અને રક્ત પર વિશ્વાસ કરે છે તેઓ જૂઠાં પ્રબોધાકની દરેક ભ્રમણાઓ પર જીત મેળવી શકે છે. જીત મેળવવાની આપણી સામર્થનો વિશ્વાસ પાણી, રક્ત અને આત્મા પર આધાર રાખે છે. શું તમે આ વિશ્વાસ કરો છો?
જો તમે ઈસુના બાપ્તિસ્મા, અને તેના રક્ત દ્વારા છૂટકારો મળે છે એવો વિશ્વાસ નથી કરતા અને ઈસુ એ જ ઈશ્વરનો પુત્ર અને ઉદ્ધારક છે તેવું નથી માનતા તો તમે નથી તો નવો જન્મ નથી પામી શકતા અને નથી તો જગતને જીતી શકતા. શું તમારા હૃદયમાં આવો વિશ્વાસ છે?
શું તમારા હૃદયમાં આત્મા અને પાણી છે? શું તમે વિશ્વાસ કરો છો કે તમારા સઘળા પાપો ઈસુ પર નાંખવામાં આવ્યા છે? શું તમારા હૃદયમાં વધસ્તંભ પરનું રક્ત છે?
જો તમારા હૃદયમાં પાણી અને ઈસુના રક્ત પરનો વિશ્વાસ છે, અને જો તમે વિશ્વાસ કરો છો કે ઈસુ તમારાં માટે વધસ્તંભ પર મર્યો અને તમારાં માટેનો ન્યાય તેણે લઈ લીધો તો તમે જગતને જીતશો.
પ્રેરિત યોહાને જગતને જીત્યું કેમ કે તેના હૃદયમાં આ ત્રણેય જરૂરી તત્વો હતાં. તેણે વિશ્વાસમાં તેના ભાઈઓને જેઓ અડચણોનો સામનો કરી રહ્યા હતાં અને તેઓના કાર્યોમાં ધમકીઓનો સામનો કરી રહ્યા હતા તેઓને પણ છૂટકારા વિષે વાત કરી હતી. તેણે સાક્ષી આપી, “આ રીતે તમે પણ જગતને જીતી શકો છો. ઈસુ આત્મા, પાણી, અને રક્ત દ્વારા આવ્યો હતો. જેમ તેણે જગતને જીત્યું, તેથી તમે પણ જગતને જીતવા સક્ષમ છો. વિશ્વાસુ માટે જગતને જીતવાનો ફક્ત આ એક જ માર્ગ છે.”
૧ યોહાન ૫:૮માં કહ્યું છે, “કેમ કે સાક્ષી પૂરનાર ત્રણ છે, એટલે આત્મા, પાણી તથા રક્ત; અને એ ત્રણેની સાક્ષી એકસરખી છે.” ઘણાં લોકો હજી ફક્ત રક્ત અને આત્માની જ વાત કરે છે, પણ તેઓ ઈસુના બાપ્તિસ્માને કાઢી નાખે છે. જો તેઓ ‘પાણી’ ને કાઢી નાખે તો તેઓ હજી શેતાન દ્વારા છેતરાય છે. તેઓએ પોતાની ભ્રમણાઓ માંથી બહાર આવીને પસ્તાવો કરવો જોઈએ; નવો જન્મ પામવા માટે તેઓએ ઈસુના બાપ્તિસ્માના પાણી ઉપર વિશ્વાસ કરવો જોઈએ.
પાણી અને ઈસુના રક્ત પર વિશ્વાસ કર્યા વગર કોઈ પણ જગતને જીતી શકતું નથી. હું તમને ફરીથી કહું છું, કોઈ નહિ! આપણે પાણી અને રક્તને આપણા સામર્થી હથિયાર તરીકે ઉપયોગ કરીને યુદ્ધ કરવાનું છે. તેના વચનો આત્માની તલવાર અને અજવાળું છે.
હજુ એવા ઘણાં લોકો છે જેઓ ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ નથી કરતા જેનાથી તેઓના સઘળા પાપો ધોવાઈ ગયા છે. તેથી, જ્યારે ઈસુ તેઓને કહે છે, ‘ઊઠ પ્રકાશમાન થા,’ ત્યારે તેઓ જરા પણ પ્રકાશમાન ન થયા. હજી તેઓના હૃદયમાં પાપ છે. ભલે તેઓ ઈસુમાં વિશ્વાસ કરે છે છતાં તેઓ નરકમાં જશે.
ઈસુના બાપ્તિસ્મા અને રક્તની સુવાર્તા ચોક્કસપણે પ્રમાણિત થવી જોઈએ જેથી લોકો સાંભળી શકે, વિશ્વાસ કરી શકે, અને બચી શકે
શું તેના બાપ્તિસ્મામાં વિશ્વાસ એ ફક્ત એક અંધવિશ્વાસ છે?
ના, તે અંધવિશ્વાસ નથી. તે સત્ય છે.
જ્યારે આપણે સુવાર્તાની સાક્ષી આપીએ, ત્યારે તે સ્પષ્ટ હોવું જોઈએ. ઈસુ આત્મા, બાપ્તિસ્મા (જેણે આપણાં સઘળા પાપો લઈ લીધા), અને રક્ત (જેણે આપણાં સઘળા પાપોની કિંમત ચૂકવી) દ્વારા આવ્યો. આપણે આ ત્રણેયમાં વિશ્વાસ કરવો જ જોઈએ.
જો વિશ્વાસ નથી કરતા, તો આપણે કોઈ સુવાર્તાનો પ્રચાર નથી કરતા પણ સામાન્ય ધર્મનો પ્રચાર કરીએ છીએ. ઘણાં ખ્રિસ્તીઓ ખ્રિસ્તીપણાને ફક્ત એક ધર્મ ગણે છે, પણ ખ્રિસ્તીપણું એક ધર્મના રૂપમાં વર્ગીકૃત ન થઈ શકે. તે સત્ય ઉપર બાંધેલો છૂટકારાનો વિશ્વાસ છે, ઈશ્વર તરફ જોવાનો વિશ્વાસ. તે એક ધર્મ ન બની શકે.
ધર્મનું સર્જન મનુષ્ય કરે છે. જયારે વિશ્વાસ એ ઈશ્વર તરફથી મનુષ્યને માટે તારણની યોજના છે. તે તફાવત છે. જો તમે આ સત્યને ધ્યાનમાં નહીં લો તો, તમે ખ્રિસ્તીપણાની સાથે બીજા ધર્મની જેમ વર્તન કરશો, અને નૈતિકતા અને નીતિશાસ્ત્રની જેમ પ્રચાર કરશો.
ઈસુ ખ્રિસ્ત ધર્મની સ્થાપના કરવા આ જગતમાં નહોતા આવ્યા. તેણે ક્યારેય ખ્રિસ્તી ધર્મની સ્તાપના કરી ન હતી. શા માટે તમે વિશ્વાસ કરો છો કે, તે એક ધર્મ છે? જો તે સઘળા સમાન જ હોત, તો પછી બૌદ્ધ ધર્મમાં શા માટે વિશ્વાસ નથી કરતા? શું તમે એવું વિચારો છો કે હું જે કહું છું તે ખોટું છે?
કેટલાક લોકો ઈસુમાં ધર્મની રીતે વિશ્વાસ કરે છે, અને અંતે કહે છે, “શું તફાવત છે? સ્વર્ગ, નિર્વાણ, પારાદેશ.....આ બધી એક સમાન વસ્તુઓ જ છે, ફક્ત તેઓના નામ જુદા જુદા છે. ગમે તે હોય પણ અંતમાં તો સઘળા એક જગ્યાએ જ જવાના છીએ.”
સાથી ખ્રિસ્તીઓ, આપણે સત્યમાં સ્થિર ઉભું રહેવું જોઈએ. અને આપણે ‘ઊઠવાનું અને પ્રકાશમાન’ થવાનું છે. આપણે કોઈપણ જાતના સંકોચ વગર સત્ય કહેવું જોઈએ.
જ્યારે કોઈ કહે છે, “તે જ સ્વર્ગમાં જવાનો એક માત્ર માર્ગ ન હોઈ શકે,” ત્યારે તમારે સ્પષ્ટ અવાજે કહેવું જોઈએ, “હા! તે જ એક માત્ર માર્ગ છે. તમે સ્વર્ગમાં જઈ શકો છો ફક્ત ત્યારે જયારે તમે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરો જે પાણી, રક્ત, અને આત્મા દ્વારા આવ્યો.” તમારે એટલું પ્રકાશમાન થવું જોઈએ કે બીજી આત્માઓ પણ છૂટકારાના વચનો સાંભળી શકે, નવો જન્મ પામી શકે, અને સ્વર્ગમાં જઈ શકે.
સાચો વિશ્વાસ રાખો:
મુક્કરર ન કરાયેલા ઈસુના ચાહકો જેઓ ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તના છૂટકારા વિષે નથી જાણતા તેઓ નાશ પામશે
કોણ ઈસુ પર વિશ્વાસ રાખવા છતાં પણ નાશ પામશે?
તેઓ જે ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ નથી કરતા
ફક્ત મનસ્વી રીતે ઈસુમાં વિશ્વાસ કરવાનો દાવો કરવો એ ઈસુ માટેનો અનિયંત્રિત પ્રેમ અને ખ્રિસ્તી-ધર્મવાદી બનવાનો ટૂંકો રસ્તો છે.
પેસિફિક મહાસાગરમાંથી પસાર થઈ રહેલું વહાણ મહાસાગરમાં ડૂબી ગયું અને થોડા લોકો રબ્બરની હોડી પર બેસીને બચી ગયા. તેઓએ આપાતકાલીન સંદેશો મોકલ્યો, પણ સમુદ્ર પરના તોફાનને લીધે આજુબાજુથી પસાર થતા વહાણો તેમને બચાવવા માટે પાસે આવી શક્યા નહિ. પછી વહાણને બદલે હેલિકોપ્ટર આવ્યું અને એક દોરડું નીચે નાખ્યું. જો તેઓમાનો કોઈ દોરડાને તેની કમરે બંધાવાની જગ્યાએ ફક્ત હાથો વડે પકડી રાખે તો, તે તેવા વ્યક્તિ જેવો બનશે જે ઈશ્વરને મુક્કરર પ્રેમ કરે છે. તે તેની ઈચ્છા પ્રમાણે ઈશ્વર વિશ્વાસ કરે છે. તે હજી સુરક્ષિત નથી, પણ તે કહે છે, “હું વિશ્વાસ કરું છું, મને બચાવ. હું વિશ્વાસ કરું છું તેથી હું એવું માનું છું કે હું બચી જઈશ.”
જે ઈસુના બાપ્તિસ્મા અને રક્તના સત્યને સમજી નથી શકતા તેઓ એવું માને છે કે ફક્ત દોરડું પકડી રાખવાથી તેઓ બચી જશે.
પણ જેમ તેને ઉપર ખેંચવામાં આવે છે તેમ દોરડા પરની તેની પકડ ઢીલી પડતી જાય છે. તે ફક્ત પોતાની શક્તિથી જ દોરડું પકડી રાખશે. પણ અંત સુધી દોરડું પકડી રાખવું તેના માટે મુશ્કેલ બનશે. જ્યારે શક્તિ ખૂટી જશે, ત્યારે તે તેની પકડ ગુમાવી દેશે અને મહાસાગરમાં પડી જશે.
ઈસુ પર મુક્કરર ન કરાયેલો પ્રેમ આવો છે. ઘણાં લોકો કદાચ કહેશે કે તેઓ ઈશ્વર અને ઈસુમાં વિશ્વાસ કરે છે; તેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે જે આત્મા દ્વારા આવ્યો, પણ અ તો અખા સમીકરણનો એક ભાગ છે. તેઓ ન તો ખરેખર વિશ્વાસ કરી શકે છે કે ન તો સંપૂર્ણ સુવાર્તામાં રહી શકે છે., તેથી તેઓ વારંવાર પોતાની જાતને એવું કહેવા માટે દબાણ કરશે કે તેઓ તેનામાં ‘વિશ્વાસ’ કરે છે.
વિશ્વાસ કરવો અને વિશ્વાસ કરવાનો પ્રયત્ન કરવો બંને સમાન વસ્તુ નથી. તેઓ કહે છે કે તેઓ અંત સુધી ઈસુની પાછળ ચાલશે પણ તેઓના હૃદયમાં બાકી રહેલા પાપને કારણે તેઓને છેલ્લા દિવસે તેઓને બહાર ફેંકી દેવામાં આવશે. ઈસુ પોતાના બાપ્તિસ્મા, રક્ત, અને આત્મા દ્વારા આવ્યો એવું જાણ્યા વગર તેઓ ઈસુને પ્રેમ કરે છે. જો તેઓ ઈસુને ફક્ત તેના રક્તના કારણથી પ્રેમ કરે છે, તો તેઓ નરકમાં જશે.
સાચી સુવાર્તાના, પાણી અને રક્તની સુવાર્તાના દોરડા વડે તમારી આત્માને બાંધો. જ્યારે ઈસુ ઉદ્ધારનું દોરડું નીચે ફેંકે, ત્યારે જેઓ પોતાની જાતને પાણી, રક્ત, અને આત્મા વડે બાંધશે તેઓ ઉદ્ધાર પામશે.
હેલિકોપ્ટરમાંથી બચાવનાર લાઉડસ્પીકર પર મોટેથી બોલ્યો, “મહેરબાની કરીને મને ધ્યાનથી સાંભળ. જ્યારે હું દોરડું નીચે ફેંકુ, ત્યારે તે તમારી કમર અને ખભાના ભાગે કસીને બાંધજો. પછી તમે જ્યાં છો ત્યાં જ ઊભા રહેજો. તમારા હાથોથી દોરડાને પકડીને લટકશો નહિ. ફક્ત તમારી કમરે બાંધો અને આરામ કરો. પછી તમે બચી જશો.
પહેલા વ્યક્તિએ સૂચનાનું પાલન કર્યું અને પોતાને દોરડાથી બાંધી દીધો, અને તે બચી ગયો. પણ બીજા વ્યક્તિએ કહ્યું, “ચિંતા ન કર. હું ખુબજ બળવાન છું. હું આરોગ્ય કેન્દ્રમાં સેવા આપતો આવ્યો છું. જો! તું મારાં સ્નાયુઓને જોઈ શકે છે? હું ઘણાં બધા માઈલ સુધી લટકી શકું છું.” જ્યારે દોરડું ઉપર ખેંચવામાં આવ્યું ત્યારે તેણે તેના હાથો વડે દોરડું પકડ્યું.
શરૂઆતમાં બન્ને માણસોને ઉપર ખેંચવામાં આવ્યા. પણ ત્યાં તફાવત હતો. જે વ્યક્તિએ સુચના સાંભળી અને પોતાને દોરડાથી બાંધ્યો તેને એકપણ મુશ્કેલી વગર ઉપર ખેંચવામાં આવ્યો. તે બેશુદ્ધ બની ગયો હતો પણ તેને ઉપર ખેંચી લેવામાં આવ્યો.
જે વ્યક્તિને પોતાના બળ પર ઘમંડ હતો તેણે ધીરે ધીરે પોતાની પકડ ગુમાવી કારણકે તેનું બળ ખૂટી ગયું. ન સાંભળવાને કારણે અને સૂચનાઓને અવગણવાને કારણે તે મરી ગયો.
સંપૂર્ણ છૂટકારો મેળવવા માટે, વ્યક્તિએ તેના બાપ્તિસ્માના પાણી અને રક્તના છૂટકારા પર વિશ્વાસ કરવો જોઈએ જેણે પાપથી સઘળી આત્માઓનો બચાવ કર્યો. જેઓ પૂરા હૃદયથી વચન પર વિશ્વાસ કરે છે તેઓ માટે ઉદ્ધાર ઉપલબ્ધ છે: “મેં યોહાન બાપ્તિસ્ત દ્વારા મારા બાપ્તિસ્મા અને વધસ્તંભ પર મૃત્યુ સુધી રક્ત વહેવડાવીને તમને બચાવ્યાં છે.”
જેઓ ફક્ત રક્તમાં વિશ્વાસ કરે છે તેઓ કહે છે, “ચિંતા કરશો નહિ, હું વિશ્વાસ કરું છું. હું મારા છેલ્લા શ્વાસ સુધી ઈસુના રક્તનો આભારી રહીશ. હું અંત સુધી ઈસુની પાછળ ચાલીશ અને રક્ત પરનો મારો વિશ્વાસ જગતને જીતવા અને જીવનભર પાપોથી છૂટકારો મેળવવા માટે પર્યાપ્ત થઇ રહેશે.”
તેમ છતાં, એટલું પૂરતું નથી. જે લોકોને ઈશ્વર પોતાના લોકો ગણે છે તેઓ ત્રણેય સાક્ષીઓ પર વિશ્વાસ કરે છે: એટલે કે ઈસુ આત્મા દ્વારા આવ્યો, તેણે બાપ્તિસ્મા લીધું (યર્દન નદીમાં બાપ્તિસ્મા દ્વાર ઈસુએ સઘળા પાપો લઈ લીધા), દરેક પાપોની કિંમત ચૂકવવા માટે તે વધસ્તંભ પર મર્યો, અને મૃત્યુ પછી ત્રીજા દિવસે તે પુનરુત્થાન પામ્યો.
આત્મા ફક્ત તેઓ પાસે આવે છે જેઓ આ ત્રણેયમાં વિશ્વાસ કરે છે અને સાક્ષી આપે છે. “હા, હું તમારો ઉદ્ધારક છું. મેં તમને પાણી અને રક્ત દ્વારા બચાવ્યા છે. હું તમારો ઈશ્વર છું.”
પણ જેઓ આ ત્રણેમાં વિશ્વાસ કરતા નથી, તેઓને ઈશ્વર ઉદ્ધાર આપતા નથી. આ ત્રણમાંથી એકને પણ કાઢી નાખવામાં આવે તો ઈશ્વર કહે છે, “ના, તમારો ઉદ્ધાર થયો નથી.” તેના દરેક શિષ્યો આ ત્રણેયમાં વિશ્વાસ કરતા હતા. ઈસુ કહે છે કે તેનું બાપ્તિસ્મા ઉદ્ધારનું પ્રતિબિંબ છે, અને તેનું રક્ત ન્યાયનું પ્રતિબિંબ છે.
પ્રેરિત પાઉલ અને પિતરે પણ ઈસુના બાપ્તિસ્મા અને રક્ત બન્નેની સાક્ષી આપી
ઈસુના શિષ્યોએ કોના વિષે સાક્ષી આપી?
ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત વિષે
શું પ્રેરિત પાઉલે ઈસુના બાપ્તિસ્મા વિષે વાત કરી હતી? આવો જોઈએ કે તેણે કેટલી વાર ઈસુના બાપ્તિસ્મા વિષે વાત કરી હતી. તેણે રોમન ૬:૩માં કહ્યું છે, “શું તમે નથી જાણતા કે અપને જેઓ ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા, તેઓ સર્વ તેના મરણમાં બાપ્તિસ્મા પામ્યા.” અને ૬:૫માં “કારણ કે જો આપણે તેના મરણની સમાનતામાં [તેની] સાથે જોડાયા, તો તેના પુનરુત્થાનની [સમાનતામાં] પણ આપણે [જોડાયેલા] થઈશું.”
તેણે ગલાતી ૩:૨૭માં પણ કહ્યું છે, “કેમ કે તમારામાંના જેટલા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા તેટલાએ ખ્રિસ્તને પહેરી લીધો.” ઈસુના પ્રેરિતોએ સઘળાઓએ ‘પાણી,’ ઈસુના બાપ્તિસ્માની સાક્ષી આપી છે. “એ પ્રમાણે બાપ્તિસ્માનું પાણી, જે શરીરનો મેલ દૂર કરવાથી નહિ, પણ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હૃદયની માગણીથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હમણાં તમને પણ તારે છે” (૧ પિતર ૩:૨૧).
ઈશ્વરના છૂટકારાનો ઉદ્ધાર પાણી અને ઈસુના રક્ત દ્વારા આવ્યો
ઈશ્વર કોને ધર્મી કહે છે?
તેઓ જેના હૃદયમાં કોઈપણ પાપ નથી
છૂટકારો જેનું અનુદાન ઈસુએ માણસો પર કર્યુ તે ઈસુના બાપ્તિસ્માનું પાણી અને વધસ્તંભ પરના તેના રક્તનું હતું. તે છૂટકારા દ્વારા આપણે ઊઠીએ છીએ અને પ્રકાશમાન થઈએ છીએ. કઈ રીતે? આ ત્રણેય વસ્તુની સાક્ષી આપવા દ્વારા.
“ઊઠ, પ્રકાશિત થા; કેમ કે તારો પ્રકાશ આવ્યો છે, ને યહોવાનો મહિમા તારા પર ઊગ્યો છે” (યશાયા ૬૦:૧). ઈશ્વરે આપણા ઉપર પ્રકાશ પાડ્યો અને આપણને પણ પ્રકાશમાન થવા કહ્યું. આપણે તે આજ્ઞા માનવી જોઈએ.
આપણે આપણી પૂરી શક્તિથી સુવાર્તાનો પ્રચાર કરતા આવ્યા છીએ. તેમ છતાં, ઘણાં લોકો હજી સાંભળતાં નથી. ઈસુમાં વિશ્વાસ કરો અને તમે છૂટકારો મેળવશો. તમે ન્યાયી ઠરશો. જો હજી તમારા હૃદયમાં પાપ છે, તો તમે હજી ધર્મી નથી. તમે હજી પણ જગતના પાપોને જીત્યા નથી.
જો તમે ઈસુના પાણી (ઈસુનું બાપ્તિસ્મા) પર વિશ્વાસ નહિ કરો તો તમે ક્યારેય તમારાં હૃદયના પાપોથી છૂટકારો નહિ મેળવી શકો. જો તમે ઈસુના રક્ત પર વિશ્વાસ નહિ કરો તો તમે ક્યારેય ન્યાયને ટાળી શકશો નહિ. જો તમે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ નહિ કરો જે આત્માથી આવ્યો તો તમે ક્યારેય ઉદ્ધાર પ્રાપ્ત નહિ કરી શકો. જ્યાં સુધી તમે આ ત્રણેય વસ્તુ પર વિશ્વાસ નહિ કરો ત્યાં સુધી તમે ક્યારેય સંપૂર્ણપણે ન્યાયી નહિ બની શકો.
અધૂરું ન્યાયીપણું એ ફક્ત ‘કહેવાતા ન્યાયીપણા’ તરફ દોરી જાય છે. જો કોઈ કહે કે તેનામાં હજી પાપ છે પણ તે પોતાને ન્યાયી માને છે, તો તે હજુ સુધી ઈસુમાં નથી. આ દિવસોમાં કેટલાક લોકો ‘કહેવાતા ન્યાયીપણા’ પર છૂટકારાને લટકાવે છે. તેઓએ આ વિષય પર ઘણાં બધાં બિનઉપયોગી લેખો લખ્યા છે.
જ્યારે માણસના હૃદયમાં હજી પણ પાપ હોત તો શું ઈશ્વર તેણે પાપરહિત કહેશે? ઈશ્વર એવું નથી કરતો. ઈશ્વર તે જ કહે છે જે તે જુએ છે. તે સર્વસામર્થી છે પણ તે ક્યારેય જૂઠું બોલતો નથી. લોકો ન્યાયીપાણાના ખરા અર્થને સમજતા નથી. આપણે કોઈ વસ્તુને ‘સ્વચ્છ’ ત્યારેજ કહીએ છીએ જ્યારે તે સ્વચ્છ હોય. જ્યારે પાપ હોય ત્યારે અપને તેને ‘ન્યાયી’ કહેતા નથી.
તમે કદાચ એવું વિચારતા હશો કે તમારા હૃદયમાં પાપ હોવા છતાં ઈસુ તમને ન્યાયી કહે છે. તે ખોટું છે.
ઈસુ આપણને ત્યારેજ ન્યાયી કહે છે જયારે આપણે ઈસુમાં વિશ્વાસ કરીએ કે તે આત્મા દ્વારા, પાણી દ્વારા (કે જ્યારે તે બાપ્તિસ્મા પામ્યો ત્યારે આપણા સઘળા પાપો લઈ લીધા), અને રક્ત દ્વારા (તે શરીરમાં આવ્યો અને આપણા માટે મર્યો) આવ્યો.
સાથી ખ્રિસ્તીઓ, ‘કહેવાતા ન્યાયીપણાને’ પાણી અને રક્તની સુવાર્તા સાથે કોઈ જ નિસ્બત નથી. ‘કહેવાતું ન્યાયીપણું’ કે ‘ન્યાયી કહેવડાવવું’ એ માણસોએ ઉપજાવેલી અંધશ્રદ્ધા છે. જ્યારે તમારા હૃદયમાં પાપ હોય ત્યારે શું ઈશ્વર તમને ન્યાયી કહે છે? જયારે કોઈ વ્યક્તિના હૃદયમાં પાપ હોય ત્યારે ઈશ્વર તેને ન્યાયી નથી કહેતા, પછી ભલે ગમે તેટલા ઉત્સાહથી તે ઈસુમાં વિશ્વાસ કરતો હોય. ઈસુ ક્યારેય જૂઠું બોલતો નથી.
છતાં, શું તમે હજી એવું વિચારો છો કે જ્યારે કોઈ વ્યક્તિના હૃદયમાં પાપ હોય તો ઈસુ તેને ન્યાયી કહે છે? આવું ફક્ત માણસ જ વિચારે છે, ઈશ્વર નહિ. ઈશ્વર જૂઠું બોલવાને ધિક્કારે છે. જયારે તમે ફક્ત ‘આત્મા’ અને ‘રક્ત’ પર વિશ્વાસ કરો છો તો શું ઈશ્વર તમને ન્યાયી કહેશે? ક્યારેય નહિ.
ઈશ્વર ફક્ત એકજ પ્રકારના લોકોને ન્યાયી કહે છે. તેઓ તે છે જેઓના હૃદયમાં પાપ નથી. તે ફક્ત તેવા લોકોને જ ઓળખે છે જે ત્રણેય વસ્તુ પર વિશ્વાસ કરતા હોય: ઇસુ, જે ઈશ્વર છે, તે શરીરમાં પૃથ્વી પર આવ્યો, તે યર્દન નદીમાં બાપ્તિસ્મા પામ્યો, અને તેણે આપણા સઘળા પાપોને ભૂંસી નાંખવા વધસ્તંભ પર રક્ત વહેવડાવ્યું.
જેઓ છૂટકારાની સુવાર્તા પર વિશ્વાસ કરે છે ફક્ત તેવા લોકોને જ ઈશ્વર ન્યાયી તરીકે ઓળખે છે. તેઓ યોગ્ય રીતે વિશ્વાસ કરનારાઓ છે. તેઓ ઈસુએ આપણા માટે કરેલી સઘળી વસ્તુઓ પર સંપૂર્ણ વિશ્વાસ કરે છે. તેઓ વિશ્વાસ કરે છે કે ઈસુ આવ્યો અને તેઓના સઘળા પાપો લઈ લેવા તે બાપ્તિસ્મા પામ્યો, અને વધસ્તંભ પર મરવા દ્વારા તેણે પોતે આપણા માટે ન્યાય લઈ લીધો, અને તે મરેલામાંથી પુનરુત્થાન પામ્યો.
આ સઘળી બાબતો ઈશ્વરના પ્રેમને કારણે બની. ઈસુ સ્વર્ગમાંથી પૃથ્વી પર આવ્યો અને કહ્યું, “ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ” (માથ્થી ૧૧:૨૮). આપણાં પાપો લઈ લેવા દ્વારા તેણે આ કર્યું.
જેઓ ફક્ત ઈસુના રક્તમાં વિશ્વાસ કરે છે ઈશ્વર તેઓને નથી ઓળખતા. જેઓ ફક્ત ઈસુના રક્તમાં વિશ્વાસ કરે છે તેઓના હૃદયમાં હજી પાપ છે. ઈસુ કોને છૂટકારો પામેલા વ્યક્તિ તરીકે ઓળખે છે?
ઈસુના બાપ્તિસ્મા, તેના રક્ત, અને તે ઈશ્વર છે તે સત્ય પર વિશ્વાસ. તમારા ઉદ્ધાર માટે સઘળું જરૂરી છે. “જ્યારે હું આ જગતમાં આવ્યો અને યોહાન બાપ્તિસ્તથી બાપ્તિસ્મા પામ્યો ત્યારે મેં તમારા સઘળા પાપો લઈ લીધા. હું સાક્ષી આપું છું કે જગતના સઘળા પાપો મારા ઉપર નંખાઈ ગયા. વધસ્તંભ પર મેં પાપોની કિંમત ચુકાવી દીધી. આરીતે મેં તમને બચાવ્યા.”
જેઓ ત્રણેયમાં વિશ્વાસ કરે છે તેઓને ઈસુ કહે છે, “હા, તમે ઉદ્ધાર પ્રાપ્ત કર્યો છે. તમે ન્યાયી અને ઈશ્વરના બાળક છો.” જો તમે ઈસુના બાપ્તિસ્મા, તેના રક્ત, અને તેના આત્મા આ ત્રણેયમાં વિશ્વાસ કરીને તમે પણ ઉદ્ધાર પ્રાપ્ત કરી શકો છો. જેઓ ફક્ત રક્ત અને આત્મામાં વિશ્વાસ કરે છે તેઓના હૃદયમાં હજી પાપ છે.
ઈશ્વરના રાજ્યમાં ફક્ત એક જ સત્ય છે. ત્યાં ન્યાય, પ્રામાણિકતા, પ્રેમ, અને દયા છે. ત્યાં જૂઠનું નામોનિશાન નથી. સ્વર્ગમાં જૂઠાણું અને છેતરપીંડીનું અસ્તિત્વ નથી.
‘જે નિયમનો ભંગ કરે છે’ તે કોણ છે?
તે જે ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ નથી કરતો
“તે દહાડે ઘણાં મને કહેશે કે, પ્રભુ પ્રભુ, શું અમે તારે નામે પ્રબોધ કર્યો નથી? અને તારે નામે ભૂતોને કાઢયાં નથી? અને તારે નામે ઘણાં પરાક્રમી કામો કર્યા નથી?” (માથ્થી ૭:૨૨).
ઈશ્વર ક્યારેય માણસોના તેવા કાર્યોને લીધે તેને તેના રાજ્યમાં પ્રવેશવા માટે લાયક ગણાતો નથી. “ત્યારે હું તેઓને સાફ કહીશ કે મેં તમને કદી પણ ઓળખ્યા નહિ; ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ” (માથ્થી ૭:૨૩).
“મેં તમને બે ઘરો અર્પણ કર્યા. મેં તમારા માટે મારો જીવ પણ આપી દીધો. શું તમે મને જોયો નહિ? મેં મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી તમારો નકાર નથી કર્યો. શું તમે મને જોયો નહિ?”
“તો શું તારા હૃદયમાં પાપ છે?”
“હા, પ્રભુ. થોડા પાપ છે.”
“તો પછી, મારાથી દૂર રહો! અહિયાં કોઈ પણ પાપીને આવવાની અનુમતિ નથી.”
“પણ પ્રભુ તમારા પરના વિશ્વાસને લીધે હું શહીદના જેમ મૃત્યુ પામ્યો!”
“તારો શું મતલબ છે? શહીદ તરીકે મર્યો? તું ફક્ત તારા હઠીલાપણામાં મરણ પામ્યો છે. શું તે મારા બાપ્તિસ્મા અને રક્તને ઓળખ્યું? શું મેં તમારા હૃદયમાં સાક્ષી આપી કે તમે મારા લોકો છો? તમે મારા બાપ્તિસ્મામાં વિશ્વાસ નથી કર્યો અને મેં ક્યારેય સાક્ષી નથી આપી કે તમે મારા લોકો છો, તેમ છતાં તમે તમારા વિશ્વાસમાં વળગી રહ્યા અને તેના માટેથી મરણ પામ્યા. મેં ક્યારે તમારી સાક્ષી આપી? તે જાતે તારી ઉપર આ લીધું છે. તમે એકલાએ તમારા પોતાના છૂટકારા માટે પ્રેમ અને પ્રયાસ કર્યો. શું તમે સમજો છો? હવે, તમે તમારા માર્ગે જાઓ.”
ઈસુએ આપણને ઊઠવા અને પ્રકાશમાન થવા કહ્યું છે. છૂટકારો પામેલા લોકોને નજીવા ખ્રિસ્તીઓ અને જૂઠાં પ્રબોધકોનો સામનો કરવો પડી શકે છે, અને પ્રકાશમાન થવામાં નિષ્ફળ નીવડે છે! પણ એક નાની ચિનગારી મોટી આગને સળગાવી શકે છે. જો વ્યક્તિ હિંમતપૂર્વક ઊભો રહીને સત્યની સાક્ષી આપે છે, ત્યારે આખું જગત પ્રકાશમાન થાય છે.
યશાયા ૬૦:૧-૨માં કહ્યું છે, “ઊઠ, પ્રકાશિત થા, કેમ કે તારો પ્રકાશ આવ્યો છે, ને યહોવાનો મહિમા તારા પર ઊગ્યો છે. જુઓ, અંધારું પૃથ્વીને તથા ઘોર અંધકાર લોકોને ઢાંકશે; પણ યહોવા તારા પર ઊગશે, ને તેનો મહિમા તારા પર દેખાશે.”
ઈશ્વર આપણને ઉઠવા અને પ્રકાશમાન થવાનો આદેશ આપે છે કેમ કે અસ્ત્યનો અંધકાર, જે જૂઠી સુવાર્તા છે તેણે આખી પૃથ્વીને ઢાંકી દીધી છે. જેઓ ઈસુમાં વિશ્વાસ કરે છે ફક્ત તેઓ જ તેને પ્રેમ કરી શકે છે.જેઓ છૂટકારો નથી પામ્યા તેઓ ક્યારેય ઈસુને પ્રેમ કરી શકતા નથી. તેઓ ફક્ત પ્રેમની વાતો કરે છે પણ જ્યાં સુધી તેઓ સંપૂર્ણ સત્ય પર વિશ્વાસ નહિ કરે ત્યાં સુધી ક્યારેય તેને સાચો પ્રેમ કરી શકતા નથી.
એવી ત્રણ બાબતો છે જે પાપીઓના ઉદ્ધારની સાક્ષી આપે છે
આપણાં હૃદયમાં ઉદ્ધારની સાક્ષી શું છે?
ઈસુનું બાપ્તિસ્મા
“કેમ કે સાક્ષી પૂરનાર ત્રણ છે; આત્મા પાણી તથા રક્ત; અને એ ત્રણેની સાક્ષી એકસરખી છે.” ઈસુ પૃથ્વી પર આવ્યો અને તેણે પાણી અને રક્ત વડે પોતાનું કાર્ય કર્યુ. તેણે આ કર્યું અને આપણને બચાવ્યાં.
“જો આપણે માણસોની સાક્ષી માનીએ છીએ તો એ કરતાં દેવની સાક્ષી મોટી છે; કેમ કે દેવે પોતાના પુત્ર સંબંધી જે સાક્ષી આપી છે તે એ જ છે. જે દેવના પુત્ર પર વિશ્વાસ રાખે છે તેના પોતાનામાં તે સાક્ષી છે; જે દેવ પર વિશ્વાસ રાખતો નથી તેણે તેને જૂઠો પાડ્યો છે; કેમ કે દેવે પોતાના પુત્ર વિષે જે સાક્ષી આપી છે, તે સાક્ષી પર તેણે વિશ્વાસ રાખ્યો નથી. એ સાક્ષી એવી છે કે દેવે આપણને અનંતજીવન આપ્યું, ને આ જીવન તેના પુત્રમાં છે. જેને [દેવનો] પુત્ર છે તેણે જીવન છે; જેને દેવનો પુત્ર નથી, તેને જીવન નથી” (૧ યોહાન ૫:૯-૧૨).
નવો જન્મ પામેલા લોકો માણસોની સાક્ષી પ્રાપ્ત કરે છે. આપણે ન્યાયી તરીકે ઓળખાઈએ છીએ. જ્યારે નવો જન્મ પામેલા જેઓ છૂટકારો પામેલા છે તેઓ છૂટકારા વિશેના સત્ય વિષે બોલે છે, ત્યારે લોકો તેમાં વિવાદ કરતા નથી. તેઓ તેને સ્વીકારે છે. તેઓ કહે છે કે આપણે સાચીરીતે વિશ્વાસ કરીએ છીએ, આપણે આપણા વિશ્વાસમાં સાચા છીએ. જો આપણે તેઓને કહીશું કે આપણે નવો જન્મ કઈ રીતે પામ્યા, તો આપણે જે સત્યની સુવાર્તાની સાક્ષી આપીએ છીએ તેની વિરુદ્ધમાં કોઈ પણ ઉભું નહિ રહી શકે. તેઓ કહે છે કે આપણે સાચા છીએ. આપણે માણસની સાક્ષી પ્રાપ્ત કરીએ છીએ.
પણ આ ભાગ એવું પણ કહે છે, “દેવની સાક્ષી મોટી છે; કેમ કે આ સાક્ષી દેવે આપી છે.” તે કહે છે કે ઈશ્વરની સાક્ષી તેનો પુત્ર છે. સાચું? તેના પુત્રની સાક્ષી શું છે? ઈશ્વરે આપણને બચાવ્યા તે સાક્ષી એ છે કે ઈસુ આત્મા દ્વારા આવ્યા, તે છૂટકારાના પાણી દ્વારા આવ્યા, અને તે વધસ્તંભ પરના રક્ત દ્વારા આવ્યા. અને ઈશ્વર સાક્ષી આપે છે કે આ રીતે તેણે આપણને બચાવ્યા, અને આપણે તેના લોકો છીએ કેમ કે આપણે તેમાં વિશ્વાસ કરીએ છીએ.
“જે દેવના પુત્ર પર વિશ્વાસ રાખે છે તેના પોતાનામાં તે સાક્ષી છે; જે દેવ પર વિશ્વાસ રાખતો નથી તેણે તેને જૂઠો પાડ્યો છે; કેમ કે દેવે પોતાના પુત્ર વિષે જે સાક્ષી આપી છે, તે સાક્ષી પર તેણે વિશ્વાસ રાખ્યો નથી.”
આ ભાગ આપણને કહે છે કે છૂટકારો પામેલા કોણ છે. તે કહે છે કે જે ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ રાખે છે તેના પોતાનામાં તે સાક્ષી છે. શું તમારા હૃદયમાં સાક્ષી છે? તે તમારામાં છે અને તે મારામાં છે. ઈશ્વર આપણા માટે પૃથ્વી પર આવ્યા. (તે પવિત્ર આત્મા દ્વારા મરિયમની કુખે શરીરમાં આવ્યો.) જ્યારે તે ૩૦ વર્ષનો હતો, ત્યારે આપણા સઘળા પાપો પોતાના પર લેવા માટે બાપ્તિસ્મા પામ્યો. અને આપણા સઘળા પાપ સાથે, વધસ્તંભ પર તેનો ન્યાય થયો. તે આપણને અનંતજીવન આપવા માટે ત્રીજા દિવસે પુનરુત્થાન પામ્યો. અમ ઈસુએ આપણને બચાવ્યાં.
જો તે પુનરુત્થાન ન પામ્યો હોત તો શું થયું હોત? તે કઈ રીતે કબરમાં મારી સાક્ષી આપી શક્યો હોય? તેથી તે મારો ઉદ્ધારક છે. આ આપણો વિશ્વાસ છે.
અને જેમ તેણે કહ્યું હતું, તેણે આપણને પોતાના બાપ્તિસ્મા અને રક્તથી બચાવ્યા. અને આપણે વિશ્વાસ કરીએ છીએ તેથી, તમે અને હું બચી ગયા છીએ. સાક્ષી મારામાં છે અને તે તમારામાં પણ છે. છૂટકારો પામેલ વ્યક્તિ તેના બાપ્તિસ્માના ‘પાણી’ ને અવગણી શકે નહિ. આપણને બચાવવા માટે તેણે જે કાર્યો કાર્ય તે આપણે કાઢી શકતા નથી.
“કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણને ઘટારત છે” (માથ્થી ૩:૧૫). આપણે ક્યારેય નકારી શકતા નથી કે યોહાન બાપ્તિસ્ત દ્વારા યર્દન નદીમાં બાપ્તિસ્મા લેવા દ્વારા ઈસુએ આપણા સઘળા પાપો લઈ લીધા છે. છૂટકારો પામેલ વ્યક્તિ ક્યારેય પણ ‘પાણી,’ ઈસુના બાપ્તિસ્માની અવગણના કરશે નહિ.
જેઓ વિશ્વાસ કરે છે પણ જેઓનો છૂટકારો થયો નથી, તેઓ અંત સુધી ઈસુના બાપ્તિસ્માનો નકાર કરે છે
કોણ ઈશ્વરને જુઠ્ઠો પાડે છે?
તે જે ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ કરતો નથી
પ્રેરિત યોહાને કેટલી ચોક્કસપણે વાત કહી છે, “જે દેવ પર વિશ્વાસ રાખતો નથી તેણે તેને જૂઠો પાડ્યો છે.” જો પ્રેરિત યોહાન અત્યારે અને અહિયાં જીવતો હોત, તો તે આજના ખ્રિસ્તીઓને શું કહેત? તેણે આપણને પૂછ્યું હોત કે જ્યારે ‘ઈસુનું બાપ્તિસ્મા થયું ત્યારે’ તેણે આપણા સઘળા પાપો લઈ લીધા હતા કે નહિ?
શું યોહાન બાપ્તિસ્ત આ સુવાર્તાની સાક્ષી નથી આપતો કે, ઈસુએ પોતાના બાપ્તિસ્મા દ્વારા આપણા બધાનો છૂટકારો કર્યો છે? “જ્યારે તે મારા દ્વારા બાપ્તિસ્મા પામ્યો ત્યારે શું તમારા પાપો તેના માથા પર નહોતા નંખાયા અને શું તેણે તમારા પાપોને પોતાની પીઠ પર નહોતા ઉઠાવ્યા?” આમ, તે સ્પષ્ટ રીતે સાક્ષી આપે છે કે આપણને સઘળાને બચાવવા માટે ઈસુ બાપ્તિસ્મા પામ્યો હતો (યોહાન ૧:૨૯, ૧ યોહાન ૫:૪-૮).
જેઓ ઈશ્વર પર વિશ્વાસ નથી કરતા, બીજા શબ્દોમાં, તેણે આપણને બચવવા જે કર્યું તે બધામાં જેઓ વિશ્વાસ નથી કરતા, તેઓ તેને જૂઠો પાડે છે. જ્યારે આપણે કહીએ છીએ કે ઈસુ જયારે બાપ્તિસ્મા પામ્યો ત્યારે તેણે આપણા સઘળા પાપો લઈ લીધા, ત્યારે તેઓ કહે છે, “અરે, મારા વહાલા! તે આપણા સઘળા પાપો નથી લઈ શક્યો! તેણે ફક્ત મૂળ પાપો લીધા છે, તેથી અપના દરરોજના પાપો હજી બાકી છે.”
તેથી, તેઓ આગ્રહ રાખે છે કે તેઓને છૂટકારા માટે દરરોજના પાપોની પસ્તાવાની પ્રાર્થના કરવી જોઈએ. તેઓ આવો વિશ્વાસ કરે છે. શું તમે પણ આવો જ વિશ્વાસ કરો છો? જે વ્યક્તિ વિશ્વાસ નથી કરતી કે આપણા પાપો ઈસુના બાપ્તિસ્મા સાથે ધોવાઈ ગયા તેઓ ઈશ્વરને જૂઠો પાડે છે.
જ્યારે ઈસુનું બાપ્તિસ્મા થયું અને વધસ્તંભ પર લોહી વહેવડાવ્યું ત્યારે તેણે આપણને એક જ વાર હંમેશને માટે છૂટકારો આપ્યો
કોણ જુઠ્ઠું બોલે છે?
તે વ્યક્તિ જે ઈસુના બાપ્તિસ્મામાં વિશ્વાસ કરતો નથી
ઈસુ બાપ્તિસ્મા પામ્યો અને સઘળાં પાપો એકજ વારમાં હંમેશને માટે લઈ લીધા. જેઓ ઈસુના બાપ્તિસ્મા અને રક્ત પર વિશ્વાસ કરે છે ઈશ્વર તેઓને બચાવે છે, પણ જેઓ વિશ્વાસ નથી કરતા તેઓને ઈશ્વર છોડી દે છે. તેઓ નરકમાં જાય છે. તેથી આપણે બચેલા છીએ કે નથી તે આપણે શેમાં વિશ્વાસ કરીએ છીએ તેના પર આધાર રાખે છે. ઈસુએ જગતને સઘળા પાપોથી બચાવ્યું. જેઓ વિશ્વાસ કરે છે તેઓ બચેલા છે અને જેઓ વિશ્વાસ નથી કરતા તેઓ હજી બચેલા નથી કેમ કે તેઓએ ઈશ્વરને જૂઠો પાડ્યો છે.
લોકો તેમની નબળાઈઓને લીધે નરકમાં નથી જતા, પણ તેઓના વિશ્વાસની ઉણપને લીધે જાય છે. “જે દેવ પર વિશ્વાસ રાખતો નથી તેણે તેને જૂઠો પાડ્યો છે” (૧ યોહાન ૫:૧૦). જેઓ વિશ્વાસ નથી કરતા કે તેઓના પાપ ઈસુ પર નંખાયા છે તેઓના હૃદયમાં હજી પાપ છે. તેઓમાં પાપ નથી એમ તેઓ કહી શકતા નથી.
એક વખત હું ધર્મગુરુને મળ્યો અને તેમને પૂછ્યું, “ધર્મગુરુ, જ્યારે તમે ઈસુ પર વિશ્વાસ કર્યો ત્યારે તમારા સઘળા પાપો ક્યા ગયા?
“ચોક્કસ તેઓ હતા.”
“તો પછી, ઈસુએ જગતના સઘળા પાપો લઈ લીધા પછી કહ્યું ‘સંપૂર્ણ થયું,’ તમે બચી ગયા છો. શું તે સાચું નથી?
“હા, હું બચી ગયેલો છું.”
“તો પછી તમે પાપરહિત હોવા જોઈએ.”
“હા, હું છું.”
“જો તમે ફરીથી પાપ કરશો તો શું થશે?”
“આપણે ફક્ત મનુષ્ય છીએ. આપણે કઈ રીતે ફરીથી પાપ ન કરી શકીએ? તેથી આપણે પસ્તાવો કરવો જોઈએ અને દરરોજના પાપોને સાફ કરવા જોઈએ.”
આ ધર્મગુરુના હૃદયમાં હજુ પણ પાપ છે કેમ કે તે છૂટકારાના સંપૂર્ણ સત્યને નથી જાણતો.
તેના જેવા લોકો ઈશ્વરનો મજાક ઉડાવે છે અને તેને જૂઠો પાડે છે. શું ઈસુ, જે ઈશ્વર છે તે જગતના સઘળા પાપોનો છૂટકારો કરવામાં નિષ્ફળ રહ્યો? તે ખુબજ નિરાશા જનક છે. જો ઈસુએ સઘળા પાપોનો છૂટકારો ન કર્યો હોત, તો તે ઉદ્ધારનો ઈશ્વર કઈ રીતે બન્યો હોય? તે આપણને તેનામાં વિશ્વાસ કરાવનું કઈ રીતે કહી શકત? શું તમે તેને જૂઠો પાડવા માટે જઈ રહ્યા છો? મારી સલાહ છે કે તમારે તે ન કરવું જોઈએ!
બાઈબલ આપણને કહે છે કે તેનો મજાક ન ઉડાઓ. આનો અર્થ છે તેને જૂઠો ન પાડો અને તેને છેતરવાનો પ્રયત્ન ન કરો. તે આપણા જેવો નથી.
પ્રેરિત યોહાન આપણને છૂટકારાની સુવાર્તા વિષે સ્પષ્ટ પણે કહે છે. ઘણાં લોકો ઈશ્વરે આપણા માટે કરેલી બાબતો પર વિશ્વાસ કરવા નથી માગતા – હકીકત એ છે કે ઈસુ પાણી, રક્ત, અને આત્મા વડે આવ્યા.
અહિયાં ખ્રિસ્તીઓના બે સમૂહો છે: તેઓ જે બાઈબલના કહ્યા પ્રમાણે વિશ્વાસ નથી કરતા અને કબૂલાત નથી કરતા, “હું પાપી છું,” અને તેઓ જે ઈશ્વરે તેઓ માટે કરેલી દરેક બાબતો પર વિશ્વાસ કરે છે અને વિશ્વાસથી કબૂલાત કરે છે, “હું ન્યાયી છું.” તમને શું લાગે છે કયું સમૂહ સાચું બોલે છે?
તેઓ જે ઈશ્વરે કરેલી બાબતો પર વિશ્વાસ નથી કરતા, બીજા શબ્દોમાં, જેઓ પાણી, રક્ત, અને આત્માની સાક્ષીનો સ્વીકાર નથી કરતા તેઓ જૂઠું બોલે છે. તેઓ પાસે ખોટો વિશ્વાસ છે. જેઓ વિશ્વાસ નથી કરતા તેઓ ઈશ્વરને જૂઠા પાડે છે.
તેને જૂઠો ન પાડો. ઈસુ યર્દન નદીએ આવ્યો અને આમ (બાપ્તિસ્મા પામવા દ્વારા) સઘળું ન્યાયીપણું (જગતના પાપો લઈ લીધા) પૂર્ણ કર્યું.
અવિશ્વાસીઓ ઈસુનું બાપ્તિસ્માં અને તેની પવિત્રતાનો નકાર કરે છે
શેતાન અને દુષ્ટ આત્મા શું નકાર કરે છે?
ઈસુના બાપ્તિસ્માનો
જે ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ રાખે છે તેના પોતાનામાં તે સાક્ષી છે. નવો જન્મ પામેલા વિશ્વાસ કરે છે કે જ્યારે ઈસુ બાપ્તિસ્મા પામ્યો ત્યારે તેઓના પાપો તેના પર નંખાયા, અને પાણી અને રક્ત દ્વારા તેઓનો છૂટકારો થયો. તેઓ વિશ્વાસ કરે છે કે ઈસુએ કુંવારી મરિયમની કુખે આ પૃથ્વી પર જન્મ લીધો, વધસ્તંભ પર મૃત્યુ પહેલા તેણે યર્દનમાં બાપ્તિસ્મા લીધું અને તે પુનરુત્થાન પામ્યો.
ન્યાયીઓના હૃદયમાં સાક્ષી હોય છે. આપણા ઉદ્ધારની સાબિતી ઈસુ પર આપણા વિશ્વાસમાં છે, જે પાણી, રક્ત, અને આત્મા દ્વારા આવ્યો. સાક્ષી તમારામાં છે. મારી તમને સલાહ છે કે તમારા હૃદયમાં સાક્ષી રાખો. હું તમને કહું છું. જો સાક્ષી નથી તો ઉદ્ધાર નથી, ઉદ્ધારની સાબિતી તમારા અંદર છે.
પ્રેરિત યોહાન કહે છે, “જે દેવના પુત્ર પર વિશ્વાસ રાખે છે તેના પોતાનામાં તે સાક્ષી છે” (૧ યોહાન ૫:૧૦). શું ફક્ત વધસ્તંભ પરના રક્ત પર વિશ્વાસ કરવા સાક્ષી હોવી જરૂરી છે? કે, રક્તમાં નહિ પણ પાણીમાં વિશ્વાસ કરવા માટે? ઈશ્વર દ્વારા ઓળખાવવા માટે તમારે આ ત્રણેય પર વિશ્વાસ કરવો જોઈએ.
ફક્ત ત્યારે જ ઈસુ તમારી સાક્ષી આપશે કે ‘તમે બચેલા છો.’ શું તમે એવું કહો છો કે ત્રણમાના ફક્ત બે ઉપર વિશ્વાસ કરવા તમારે સાક્ષીની જરૂર છે? તે તમારી પોતાની રીતે ઈશ્વર પર વિશ્વાસ કરવા જેવું થશે. તે ‘તમારી જાતની સાક્ષી’ આપવા જેવું થશે.
આવા ઘણાં બધા લોકો છે. આ જગતનમાં એવા ઘણાં લોકો છે જે ત્રણમાંથી ફક્ત બે પર જ વિશ્વાસ કરે છે. તેઓ સાક્ષી આપે છે કે તેઓ ઉદ્ધાર પામ્યા છે અને તે વિષે પુસ્તકો લખે છે. તેઓ કેટલાં વાક્ચતુર છે! તે કેટલું નિરાશાજનક છે. તેઓ પોતાની જાતને ‘સુવાર્તિક’ કહેવડાવે છે. તેઓ એવું અનુભવે છે કે તેઓ ફક્ત ‘સુવાર્તિક’ જ નહિ ‘ધાર્મિક’ પણ છે. તેઓ ‘પાણી’ માં વિશ્વાસ નથી કરતા છતાં તેઓના ઉદ્ધાર વિષે બડાઈ હાંકે છે! તેઓ કેટલાં તાર્કિક જણાય છે! પણ તેઓના મનમાં ઈશ્વરની સાક્ષી નથી. તેઓ ફક્ત ઢોંગી છે.
તમે તેને તારણ કઈ રીતે કહી શકો? ફક્ત તેઓ જે ઈસુ પર વિશ્વાસ કરે છે, જે આત્મા, પાણી, અને રક્ત દ્વારા આવ્યો, તે પાસે જ ઈશ્વર અને માણસોની સાક્ષી છે.
પ્રેરિત પાઉલ કહે છે, “કેમ કે અમારી સુવાર્તા કેવળ શબ્દોથી નહિ, પણ સામાર્થ્યથી, પવિત્ર આત્માથી તથા ઘણી ખાતરીપૂર્વક તમારી પાસે આવી; એમ જ અમે તમારી ખાતર તમારી સાથે રહીને કેવી રીતે વર્ત્યા, એ તમે જાણો છો” (૧ થેસ્સલોનિકી ૧:૫). જ્યારે લોકો ફક્ત ઈસુના રક્ત પર વિશ્વાસ કરે છે ત્યારે શેતાન ખુશ થાય છે. “અરે, મૂર્ખ, તમે મારા દ્વારા છેતરાયા છો, હા-હા!” ઘણાં એવા લોકો છે જેઓ માને છે કે ઈસુના રક્તની સ્તુતિ કરવાથી શેતાન ભાગી જશે. તેઓ વિચારે છે કે કદાચ શેતાન વધસ્તંભથી ડરે છે. પણ તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે શેતાન ફક્ત દેખાવ કરી રહ્યો છે. આપણે તેનાથી મૂર્ખ ન બનવું જોઈએ.
જ્યારે શેતાન કોઈ માણસમાં પ્રવેશે છે ત્યારે તે પાગલ જેવો લાગે છે અને મોંમાંથી ફીણ નીકળે છે. આવું કરવું શેતાન માટે અઘરું નથી. શેતાન માણસ પાસે કંઈપણ કરાવવાની શક્તિ રાખે છે. આ માટે શેતાનને ફક્ત થોડી બુદ્ધિનો ઉપયોગ કરવો પડે છે. ઈશ્વરે શેતાનને બધાજ સામર્થ્ય આપ્યા છે સિવાય કે માણસને મારી નાખવો. તે માણસને પાંદડાની જેમ ધ્રુજાવી શકે છે, ચીસો પડાવી શકે છે, અને મોંમાંથી ફીણ પણ કઢાવી શકે છે.
જયારે આ બને છે, વિશ્વાસીઓ બૂમો પાડે છે, “ઈસુના નામમાં ચાલ્યો જા! ચાલ્યો જ!” અને જ્યારે તે માણસ ભાનમાં આવે છે અને સામાન્ય રીતે વર્તે છે, ત્યારે તેઓ તેને કહે છે આ તો ઈસુના રક્તના સામર્થથી થયું છે. પણ આ તેના રક્તનો સામર્થ નથી. તે ફક્ત શેતાન છે જે ‘દેખાવ’ કરે છે.
શેતાન અને દુષ્ટ આત્મા સૌથી વધારે તેઓથી ડરે છે જેઓ ઈસુમાં વિશ્વાસ કરે છે જેણે બાપ્તિસ્મા દ્વારા આપણને શુદ્ધ કર્યાં છે, અને પોતાના રક્ત દ્વારા આપણો ન્યાય લઈ લીધો છે અને ત્રીજા દિવસે પુનરુત્થાન પામ્યો. શેતાન ઈસુના બાપ્તિસ્મા અને રક્તના ઉદ્ધારની આસપાસ ઊભો પણ નથી રહી શકતો.
જેમ તમે જાણો છો, કેથલિક ધર્મગુરુઓ કેટલીક વાર ભૂતો કાઢવાનું કામ કરે છે. આપણે ચલચિત્રોમાં આ જોયું છે. ‘ઓમેન’ નામના ચલચિત્રમાં, એક ધર્મગુરુએ લાકડાનો વધસ્તંભ પકડ્યો છે અને તેને હલાવે છે પણ ધર્મગુરુ મૃત્યુ પામે છે. જે નવો જન્મ પામેલો છે તેને આવી રીતે હરાવી શકાતો નથી.
નવો જન્મ પામેલો વિશ્વાસી સાહસથી ઈસુના રક્ત અને ઈસુના પાણી વિષે વાત કરે છે. જ્યારે શેતાન તેને ત્રાસ આપવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે શેતાનને પૂછે છે, “શું તું જાણે છે કે ઈસુએ મારા સઘળા પાપો લઈ લીધા છે?” ત્યારે શેતાન ત્યાંથી ભાગી જશે. શેતાન ‘નવો જન્મ પામેલા’ લોકોની આસપાસ રહેવાને ધિક્કારે છે. જો ‘નવો જન્મ પામેલો’ વ્યક્તિ ફક્ત ત્યાં બસે, તો શેતાન ભાગવાનો પ્રયાસ કરશે. એવું કહેવામાં આવ્યું છે કે જે માણસ ઈશ્વર પર વિશ્વાસ કરતો નથી તે ઈશ્વરને જૂઠો પડે છે. તેઓ તેના પુત્રની સાક્ષી પર વિશ્વાસ કરતા નથી, પાણી અને રક્તની સાક્ષી.
ઈશ્વરના પુત્રની સાક્ષી શું છે?
તેનું બાપ્તિસ્મા, તેનું રક્ત, અને આત્મા
ઈશ્વરના પુત્રની સાક્ષી શું છે? સાક્ષી એ છે કે તે આત્મા દ્વારા આવ્યો અને પાણી દ્વારા આપણા પાપો લઈ લીધા. તેણે જગતના સઘળા પાપો પોતાની ઉપર લઈ લીધા અને તેણે આપણા સઘળા માટે વધસ્તંભ પર લોહી વહેવડાવ્યું. શું તે પાણી, રક્ત, અને આત્માનો છૂટકારો નથી?
લોકો ઈશ્વર આગળ જૂઠ્ઠું બોલે છે કેમ કે તેઓ પાણી અને રક્તની સાચી છૂટકારાની સુવાર્તા પર વિશ્વાસ કરતા નથી. આ સાચી સુવાર્તા સિવાયની બધી જ સુવાર્તા ખોટી છે. તેઓનો વિશ્વાસ ખોટો છે, અને તેઓ આ ખોટી સુવાર્તાનો વ્યર્થ પ્રચાર કરે છે.
આવો ૧ યોહાન ૫ તરફ પાછા ફરીએ. ૧૧મું વચન કહે છે, “એ સાક્ષી એવી છે કે દેવે આપણને અનંતજીવન આપ્યું, ને આ જીવન તેના પુત્રમાં છે.” તે કહે છે કે ઈશ્વરે આપણને અનંતજીવન અઆપ્યું છે; અને તે જીવન તે વ્યક્તિમાં છે જે તેનો સ્વીકાર કરે છે. આ જીવન તેના પુત્રમાં પણ છે.
જેઓ અનંતજીવન પ્રાપ્ત કરે છે તેઓ ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત દ્વારા છૂટકારો પામેલા લોકો છે. છૂટકારો પામેલા અનંતજીવન પ્રાપ્ત કરે છે અને હંમેશા માટે જીવે છે. શું તમે અનંતજીવન પ્રાપ્ત કર્યું છે?
૧૨માં વચનમાં, “જેને દેવનો પુત્ર છે તેને જીવન છે; જેને દેવનો પુત્ર નથી તેણે જીવન નથી.” બીજા શબ્દોમાં, જેઓ પુત્રે પૃથ્વી પર કરેલી બાબતો પર વિશ્વાસ કરે છે – તેનું બાપ્તિસ્મા લેવું, અને વધસ્તંભ પર મૃત્યુ પામવું, અને તેનું પુનરુત્થાન – તે પાસે અનંતજીવન છે. પણ જેઓ આમાનું એકપણ કાઢી નાખે છે તેઓ પાસે જીવન નથી, અને તેઓ છૂટકારો પણ પ્રાપ્ત કરશે નહિ.
પ્રેરિત યોહાને લોકોને ઈસુએ પૃથ્વી પર કરેલા કર્યો પરના તેઓના વિશ્વાસના આધારે અલગ અલગ વર્ણવ્યા છે: પાણી, રક્ત, અને આત્મા. આ બાબતો આપણને કહે છે કે તેઓની અંદર વચન છે કે નહિ. તે છૂટકારો પામેલા વ્યક્તિને ઈસુના પાણી, તેનું રક્ત, અને આત્મા પરના તેના વિશ્વાસથી ઓળખી કાઢે છે.
જેઓ નવો જન્મ પામ્યા નથી તેઓ ઘેટાં અને બકરા વચ્ચેનો તફાવત ઓળખી શકતા નથી
છૂટકારો મેળવેલા અને છૂટકારો ન મેળવેલાનો તફાવત કોણ કરી શકે?
તે જે નવો જન્મ પામેલો છે
પ્રેરિત યોહાન સ્પષ્ટ રીતે ઓળખી કાઢે છે કે જેઓ છૂટકારો પામેલા છે તેઓ ન્યાયી છે. પ્રેરિત પાઉલે પણ આવું જ કર્યુ. ઈશ્વરના સેવકો ઘેટાં અને બકરા વચ્ચેનો તફાવત કઈ રીતે કરી શકે? તેઓ ઈશ્વરના સાચા સેવકો અને બનાવટી સેવકો વચ્ચે તફાવત કઈ રીતે કરી શકે? જેઓ ઈસુના પાણી અને રક્ત પરના વિશ્વાસથી છૂટકારો પામ્યા છે તેઓ આ તફાવત ને જોઈ શકે છે.
જો કોઈ વ્યક્તિ પાદરી, સુવાર્તિક કે વડીલ હોય પણ તે છૂટકારો પામેલાને ઓળખી ન શકે, અથવા ઘેટાં અને બકરા વચ્ચેનો તફાવત ન કરી શકે તો તે હજી પણ નવો જન્મ પામેલો નથી, અને તેનામાં હજુ જીવન નથી. પણ જેઓ ખરેખર નવો જન્મ પામેલા છે તેઓ તફાવત પારખી શકે છે. જેની અંદર જીવન નથી તે નથી તફાવત ઓળખી શકતા કે નથી તેણે સ્વીકારી શકતા.
તે તેના જેવું છે કે આપણે અંધારામાં રંગોને નથી ઓળખી શકતા. લીલો રંગ લીલો જ છે અને સફેદ રંગ સફેદ જ છે. પણ, જો તમે તમારી આંખો બંધ કરશો, તો તમે રંગોને જોઈ પણ નહિ શકો અને ઓળખી પણ નહિ શકો.
પણ જેઓ આંખો ખુલ્લી રાખીને જુએ છે તેઓ રંગમાં નાનામાં નાની વિવિધતાને પણ જોઈ શકે છે. તેવી જ રીતે, જેઓ છૂટકારો પામેલા છે અને જેઓ છૂટકારો નથી પામ્યા તેઓમાં પણ આવો જ તફાવત રહેલો છે.
આપણે છૂટકારાની સુવાર્તાનો, પાણીની, રક્તની, અને આત્માની સુવાર્તાનો પ્રચાર કરવાનો છે. આપણે ઊઠવાનું છે અને પ્રકાશમાન થવાનું છે. જ્યારે આપણે સુવાર્તા કહેવા માટે લોકોને આપણી આસપાસ ભેગા કરીએ છીએ ત્યારે આપણે માણસોના શબ્દો વડે બોલી શકતા નથી. બાઈબલમાં, ૧ યોહાન ૫માં તેનો અર્થ સમજાવે છે. આપણે તેને એક પછી એક સમજાવવી જોઈએ કે જેથી કોઈ મૂંઝવણ રહે નહિ.
જે વચનનો આપણે પ્રચાર કરીએ છીએ, તે ઈસુના છૂટકારાના પાણી, રક્ત, અને આત્માના વચનો છે. ઈસુના ‘રક્ત’ને લોકોને જણાવવા માટે આપણે પ્રકાશમાન થવાની જરૂર છે. આપણે તેને સ્પષ્ટ બનાવવાની જરૂર છ જેથી આ જગતમાં કોઈપણ આ સત્યને જાણ્યા વગર રહી ન જાય.
જો નવો જન્મ પામેલો વ્યક્તિ ઉઠીને પ્રકાશિત નહિ થાય, તો ઘણાં લોકો છૂટકારા વગર મારી જશે, અને ઈશ્વર આનાથી પ્રસન્ન નહિ થાય. તે આપણને આળસુ સેવક કહીને બોલાવશે. આપણે ઈસુના પાણી અને રક્તની સુવાર્તા ફેલાવવાની છે.
હું એક જ વાતને વારંવાર કહું છું કારણ કે આપણા ઉદ્ધાર માટે ઈસુનું બાપ્તિસ્મા ખુબજ મહત્વનું છે. જ્યારે આપણે બાળકો સાથે વાત કરીએ, ત્યારે આપણે વારંવાર વાત કહેવી પડે છે, દરેક બાબતો કહેવી પડે છે જેથી આપણને ખાતરી થાય કે તેઓ સમજી ગયા છે.
જો આપણે અભણ વ્યક્તિને ભણાવવાનો પ્રયત્ન કરતા હોત, તો આપણે મૂળાક્ષરોથી શરૂઆત કરત. પછી આપણે ધીરે ધીરે શીખાવાડીશું કે મૂળાક્ષરોનો ઉપયોગ કરીને શબ્દ કઈ રીતે લખાય. જ્યારે તે શબ્દોને સાથે લખતા શીખી જાય છે જેમ કે ‘શિક્ષા,’ ત્યારે આપણે આ શબ્દનો અર્થ સમજાવવાની શરૂઆત કરીશું. આ રીતે જ આપણે લોકો સાથે ઈસુની વાત કરવી જોઈએ જેથી આપણને ખાતરી થાય કે તેઓ ખરેખર સમજે છે.
આપણે ઈસુના બાપ્તિસ્માને સ્પષ્ટ રીતે સમજાવવું જોઈએ. તે આ જગતમાં પાણી, રક્ત, અને આત્મા દ્વારા આવ્યો. હું પ્રાર્થના કરું છું કે તમે ઈસુ પર તમારા ઉદ્ધારકના રૂપમાં વિશ્વાસ કરો અને છૂટકારો મેળવો.
ઈસુના બાપ્તિસ્મા, તેના વધસ્તંભ પરના રક્ત, અને ઈસુ એજ આપણો ઈશ્વર અને ઉદ્ધારક છે તેવો વિશ્વાસ કરવાથી પાણી અને આત્માનો છૂટકારો મળે છે.