• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

વિષય ૩ : પાણી અને આત્માની સુવાર્તા

[3-4] ઈસુનું બાપ્તિસ્માં પાપીઓ માટે ઉદ્ધારનું ચિહ્ન છે

2021.04.11 111
ઈસુનું બાપ્તિસ્માં પાપીઓ માટે ઉદ્ધારનું ચિહ્ન છે<૧ પિતર ૩:૨૦-૨૨>
“જ્યારે થોડા, એટલે આઠ જણ પાણીથી બચી ગયા. એ દ્રષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી, જે શરીરનો મેલ દૂર કરવાથી નહિ, પણ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હૃદયની માગણીથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હમણાં તમને પણ તારે છે. દૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને સ્વાધીન કર્યા પછી તે તો આકાશમાં ગયો છે, અને દેવની જમણી તરફ [બેઠેલો] છે.” 
 
 
શેના દ્વારા આપણે ધર્મી બની શકીએ છીએ?
ઈશ્વરની કૃપા દ્વારા

આ પૃથ્વી પર આપણો જન્મ થયો તે પહેલાથી ઈશ્વર આપણને ઓળખે છે. જે જાણતાં હતા કે આપણે પાપી તરીકે જન્મ લઈશું અને પોતાના બાપ્તિસ્મા જે જગતના સઘળા પાપો લઈ લે છે તેના દ્વારા આપણને બચાવ્યા છે. તેણે સઘળા વિશ્વાસીઓને બચાવ્યા છે અને તેઓને પોતાના લોક બનાવ્યા છે. 
આ સઘળું ઈશ્વરની કૃપાનું પરિણામ છે. જેમ ગીતશાસ્ત્ર ૮:૪માં કહેવામાં આવ્યું છે, “માણસ તે કોણ કે તું તેનું સ્મરણ કરે?” છૂટકારો પામેલા જેઓએ સઘળા પાપોથી ઉદ્ધાર મેળવેલો છે તેઓએ તેમનો વિશેષ પ્રેમ મેળવ્યો છે. તેઓ તેના બાળકો છે. 
આપણે ઈશ્વરના બાળકો બન્યા તે પહેલા, આપણે ન્યાયી બન્યા અને ઉદ્ધાર મેળવ્યો અને તેને પિતા કહેવાનો અધિકાર મેળવ્યો તે પહેલા, આપણે જેઓ ફક્ત તેના રક્ત અને આત્મામાં વિશ્વાસ કરતા હતા તેઓ શું હતાં? આપણે પાપીઓ હતાં, માત્ર પાપીઓ જેઓએ આ પૃથ્વી પર ૭૦ અથવા જો તંદુરસ્ત હોય તો ૮૦ વર્ષ જીવવા માટે જન્મ લીધો છે. 
આપણા પાપો ધોવાયા તે પહેલા, અને ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તની સુવાર્તા પર વિશ્વાસ કરતા હતા તે પહેલા, આપણે અન્યાયી લોકો હતા જેઓ ચોક્કસપણે નાશ થવાના હતા. 
પ્રેરિત પાઉલે કહ્યું છે કે તે જે હતો તે ઈશ્વરની કૃપાના કારણે હતો. તેમજ, અત્યારે આપણે જે છીએ તે સંપૂર્ણપણે ઈશ્વરની કૃપાના લીધે છીએ. આપણે તેની કૃપા માટે તેનો આભાર માનીએ છીએ. સર્જનહાર આ દુનિયામાં આવ્યો અને આપણને બચાવ્યા, આપણને તેમના બાળકો અને લોક બનાવ્યા. આપણે પાણી અને આત્માના ઉદ્ધારની કૃપા માટે તેમનો આભાર માનીએ છીએ. 
તેણે આપણને તેના બાળકો અને ન્યાયી બનવાની અનુમતિ આપી તેનું કારણ શું છે? શું આપણે દેખાવમાં સુંદર છીએ માટે? શું આપણે ખુબજ લાયક છીએ માટે? અથવા શું આપણે ખુબજ સારા છીએ માટે? આવો આપણે ઊંડો વિચાર કરીએ અને જ્યાં ઉચિત હોય ત્યાં તેમનો આભાર માનીએ. 
કારણ એ છે કે ઈશ્વરે આપણને તેના બાળકો બનાવવા માટે અને સ્વર્ગના રાજ્યમાં તેમની સાથે જીવવા માટે આપણું સર્જન કર્યું છે. ઈશ્વરે અનંતકાળ સુધી તેમની સાથે રહેવા માટે આપણને તેમના લોક બનાવ્યા છે. ફક્ત તે જ કારણથી ઈશ્વરે આપણને અનંતજીવન વડે આશીર્વાદિત કર્યા છે. આપણે સારા દેખાતા હતા, વધારે લાયક હતા, કે તેમના સર્જેલા બીજા વ્યક્તિઓ કરતા વધારે ધાર્મિક જીવન જીવતા હતા એટલા માટે તેણે આપણને તેના લોક નથી બનાવ્યા. ફક્ત એકજ કારણ છે કે તે આપણને પ્રેમ કરે છે. 
“એ દ્રષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી, હમણાં તમને પણ તારે છે” (૧ પિતર ૩:૨૧). “જયારે થોડા, એટલે આઠ જણ પાણીથી બચી ગયા” (૧ પિતર ૩:૨૦). 
ફક્ત થોડાક જ, શહેરમાંથી એક અને પરિવારમાંથી બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તો પછી, શું આપણે બીજાઓ કરતા વધારે સારા છીએ? ના, બિલકુલ નહીં. આપણે કોઈ ખાસ નથી, પણ તેમ છતાં પાણી અને આત્મા પર વિશ્વાસ કરવાથી આપણો ઉદ્ધાર થયો છે. 
તે તો ચમત્કારોમાં એક ચમત્કાર છે કે આપણે ઉદ્ધાર મેળવ્યો છે, અને આ ઈશ્વર તરફથી મળેલી બિનશરતી ભેંટ અને આશીર્વાદ છે કે આપણે તેને આપણા પિતા, આપણા પ્રભુ કહી શકીએ છીએ. જો આપણે હજી પાપી છીએ તો આપણે તેને આપણા પિતા કે આપણા પ્રભુ કઈ રીતે કહી શકીએ? 
જયારે આપણે હકીકત વિષે વિચારીએ છીએ કે આપણો ઉદ્ધાર થયો છે, ત્યારે આપણે જાણીએ છીએ કે ઈશ્વરે આપણને બિનશરતી પ્રેમ કર્યો છે. શું આપણે તેનો આભાર નહિ માનીએ? જો ઈશ્વરનો પ્રેમ અને આશીર્વાદો આપણને ન મળ્યા હોત, તો આપણે જન્મ પામીને ભયાવહ રીતે મૃત્યુ પામ્યા હોત અને નરકમાં ગયા હોત. આપણે ઈશ્વરના આશીર્વાદો અને પ્રેમ માટે વારંવાર ઈશ્વરનો આભાર માનીએ છીએ જેણે આપણને તેની નજરમાં તેના બાળકો બનવા માટે લાયક બનાવ્યા.
 
 

ઈસુના બાપ્તિસ્મા દ્વારા મૂલ્યવાન ઉદ્ધાર આપણને આપવામાં આવ્યો

 
શા માટે નૂહના સમયમાં લોકો નાશ પામ્યા?
કેમ કે તેઓએ પાણીમાં (ઈસુનું બાપ્તિસ્મા) વિશ્વાસ ન કર્યો

“એ દ્રષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી, હમણાં તમને પણ તારે છે.” પિતરના પહેલા પત્રમાં લખ્યું છે કે પાણી દ્વારા ફક્ત આઠ આત્માઓ જ બચી હતી. નૂહના સમયમાં કેટલાં લોકો હશે? કેટલા માણસો હતા તે જાણવા માટે કોઈ જ રસ્તો નથી, પરંતુ ધારી લઈએ કે દસ લાખ લોકો હતાં. દસ લાખ લોકોમાંથી ફક્ત નૂહના પરિવારમાંથી ૮ લોકો બચ્યા. 
આજે પણ તેનું પ્રમાણ એટલું જ હશે. તેઓ કહે છે કે અત્યારે પૃથ્વી ઉપર ૬૦૦ કરોડ કરતા વધારે લોકો છે. આજે ઈસુ પર વિશ્વાસ કરનારાઓ માંથી કેટલાં લોકોના પાપો ધોવાયા હશે? જો આપણે ફક્ત એક શહેર પર નજર કરીએ તો તેમાંના બહુ જ થોડા લોકો હશે. 
મારાં શહેરમાં જેમાં ૨૫૦,૦૦૦ લોકો છે, તેમાંથી કેટલાં લોકોએ તેમના પાપોથી છૂટકારો મેળવ્યો હશે? કદાચ ૨૦૦? તો પછી તેનું પ્રમાણ કેટલું થશે? તેનો અર્થ એ થશે કે એક હજારમાંથી એક કરતા પણ ઓછાએ છૂટકારાનો આશીર્વાદ પ્રાપ્ત કર્યો હશે. 
એક અંદાજ મુજબ કોરિયામાં ૧ કરોડ ૨૦ લાખ જેટલા ખ્રિસ્તીઓ છે, જેમાં કેથલીકોનો પણ સમાવેશ થાય છે. આમાંથી કેટલાં લોકો પાણી અને આત્માથી નવો જન્મ પામેલા હશે? આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે નૂહના સમયમાં આખી પૃથ્વી પરથી ફક્ત ૮ લોકો જ બચ્યા હતા. આપણે જાણવું જોઈએ અને વિશ્વાસ કરવો જોઈએ કે જેઓ ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ કરે છે જેના દ્વારા તેણે આપણા સઘળા પાપો લઈ લીધા હતા, તે સઘળાઓના પાપો તે ધોઈ નાખે છે. 
ઈસુએ પોતાના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના રક્ત દ્વારા છૂટકારો આપ્યો છે એવો વિશ્વાસ કરનારા બહુ થોડા છે. ‘ઈસુના પુનરુત્થાનના’ પ્રખ્યાત પિક્ચર તરફ જુઓ. કેટલાં પુનરુત્થાન પામેલા લોકો દેખાય છે? તમે યરુશાલેમના કિલ્લામાંથી તેઓને ઈસુ તરફ આવતા જોઈ શકો છો, જેણે તેઓ માટે પોતાના હાથ પહોળા કરીને રાખ્યા છે, અનુમાન લગાવો તેમાંથી કેટલાં ધર્મવિજ્ઞાનીઓ અને સેવકો છે. 
આજે, જગતમાં પુષ્કળ ધર્મવિજ્ઞાનીઓ છે, પણ જેઓ ઈસુના બાપ્તિસ્મા જે છૂટકારાના મહત્વનું સત્ય છે તેના પર વિશ્વાસ કરનારા ખુબજ થોડા છે. કેટલાક ધર્મવિજ્ઞાનીઓ કહે છે કે ઈસુએ બાપ્તિસ્મા લીધું તેનું કારણ એ હતું કે તે નમ્ર હતો, અને કેટલાક કહે છે કે તેણે આપણા જેવા, એટલે કે માણસ બનવા માટે બાપ્તિસ્મા લીધું. 
પરંતુ બાઈબલમાં લખ્યું છે કે, પિતર અને યોહાન સહિત ઈસુના બધાજ પ્રેરિતો આ વાતની સાક્ષી આપે છે કે, ઈસુના બાપ્તિસ્મા દ્વારા આપણા સઘળા પાપો તેના પર ચાલ્યા ગયા, અને આપણે પણ તે વિશ્વાસ કરીએ છીએ. 
પ્રેરિતો પવિત્રશાસ્ત્રમાં સાક્ષી આપે છે કે ઈસુના બાપ્તિસ્મા સાથે આપણા પાપો તેના પર ચાલ્યા ગયા. ઈશ્વરની કૃપાની તે કેટલી અદભુત સાક્ષી છે કે આપણે ફક્ત તે વિશ્વાસ કરવા દ્વારા છૂટકારો મેળવીએ છીએ. 
 
 
છૂટકારાના બાપ્તિસ્મા વિષે ‘કદાચ’ એવો શબ્દ નથી 
 
કોણ ઈશ્વરના અમર્યાદિત પ્રેમને પ્રાપ્ત કરી શકે છે?
તે વ્યક્તિ જે ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તમાં વિશ્વાસ કરે છે

લોકો વિશ્વાસ કરે છે કે ફક્ત ઈસુ પર વિશ્વાસ કરવાથી આપણે બચી જઈશું. બધા જ સંપ્રદાયોએ તેઓના વિશ્વાસો દ્વારા ઉદ્ધારની ખાતરી મેળવી છે, અને ઘણાં લોકો વિચારે છે કે ઈસુનું બાપ્તિસ્મા એ ખ્રિસ્તી સમાજનો અંધવિશ્વાસ માત્ર છે. પણ તે સાચું નથી. મેં વાંચેલી હજારો પુસ્તકોમાં, મને ઉદ્ધારની એકપણ પુસ્તક મળી નથી કે જે ઈસુના બાપ્તિસ્મા અને રક્તમાં છૂટકારો અને ઈશ્વરના ઉદ્ધાર વચ્ચે સંબંધ છે તેવું બતાવતું હોય. 
નૂહના સમયમાં ફક્ત ૮ લોકો બચ્યા હતાં. હું નથી જાણતો કે આજે કેટલાં લોકો ઉદ્ધાર પામેલા છે, પણ કદાચ વધારે નથી. જેઓ ઉદ્ધાર પામેલા છે તેઓ તે છે જેઓએ ઈસુના બાપ્તિસ્મા અને રક્તમાં વિશ્વાસ કર્યો. જ્યારે ઘણી બધી મંડળીઓની મુલાકાત લીધી, ત્યારે મેં વારંવાર ઓળખ્યું કે ફક્ત થોડા લોકો છે જે ઈસુના બાપ્તિસ્માની સુવાર્તાનો પ્રચાર કરે છે, જે સત્યની સુવાર્તા છે. 
જો આપણે ઈસુના બાપ્તિસ્મા અને રક્તમાં વિશ્વાસ નથી કરતા, તો આપણે હજી પાપી છીએ અને ઉદ્ધાર પામેલા નથી, ભલે પછી આપણે ગમે તેટલી વિશ્વાસ યોગ્યતાથી મંડળીમાં કેમ ન જતા હોઈએ. કદાચ આપણે આખા જીવન દરમિયાન વિશ્વાસ યોગ્યતાથી મંડળીમાં ગયા હોઈશું, પણ જો હજી અપણા હૃદયમાં પાપ છે તો આપણે પાપી છીએ. 
જો આપણે ૫૦ વર્ષ મંડળીમાં ગયા, પણ હજી આપણા હૃદયમાં પાપ છે, તો ૫૦ વર્ષનો આપણો વિશ્વાસ એ જૂઠાણું છે. તેના કરતા એક દિવસનો સાચો વિશ્વાસ સારો છે. ઈસુમાં વિશ્વાસ કરનારાઓમાંથી, જેઓ ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તમાં ખરી રીતે વિશ્વાસ કરે છે ફક્ત તેઓ જ સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ પામશે. 
સાચો વિશ્વાસ એવી માનવામાં છે કે ઈશ્વરનો પુત્ર આ પૃથ્વી પર આવ્યો અને જગતના સઘળા પાપો લઈ લેવા માટે તેણે બાપ્તિસ્મા લીધું. આ વિશ્વાસ આપણને સ્વર્ગના રાજ્યમાં દોરી જશે. આપણે એવો વિશ્વાસ પણ કરવો જોઈએ કે તમારા અને મારા માટે ઈસુએ વધસ્તંભ પર રક્ત વહેવડાવ્યું છે. આપણે ઈશ્વરનો આભાર માનવા અને તેમની મહિમા કરવા આ પણ જાણવું જોઈએ. 
આપણે કોણ છીએ? આપણે પુરુષો અને સ્ત્રીઓના સંતાનો છીએ જેઓ ઈસુના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા ઉદ્ધાર પામ્યા. આપણે તેનો અભાર કેમ ન માનીએ? ઈસુ જ્યારે ૩૦ વર્ષના હતાં ત્યારે આપણને બચાવવા માટે તેણે યર્દન નદીમાં બાપ્તિસ્મા લીધું. આ રીતે, તેણે આપણા સઘળા પાપો લઈ લીધા અને વધસ્તંભ પર આપણાં માટેનો ન્યાય તેણે લઈ લીધો.
જ્યારે આપણે તે વિષે વિચારીએ છીએ, ત્યારે નમ્રતાથી તેનો આભાર માનીએ છીએ. આપણે જાણવું જોઈએ કે ઈસુએ આ જગતમાં જે કંઈ પણ કર્યું તે આપણા ઉદ્ધાર માટે કર્યું. પ્રથમ, તે આ જગતમાં આવ્યો. તેણે બાપ્તિસ્મા લીધું, વધસ્તંભ પર મૃત્યુ પામ્યો, ત્રીજા દિવસે પુનરુત્થાન પામ્યો, અને અત્યારે પિતાના જમણા હાથે બેઠો છે.
ઈશ્વરનો છૂટકારો કોઈ પણ અપવાદ વગર આપણા સઘળા માટે છે. ઈસુનો ઉદ્ધાર તમારા અને મારા માટે છે. આપણે ઈશ્વરના પ્રેમ અને આશીર્વાદો માટે તેમની સ્તુતિ કરીએ છીએ.
આપણે સુવાર્તાનું ગીત જાણીએ છીએ તે આ પ્રમાણે છે. “એક સુંદર કહાની છે. જગતના ઘણાં લોકોમાંથી, હું એક એવો છું જેની પાસે તેનો પ્રેમ અને ઉદ્ધારન છે. ઓહ! કેટલો અદભુત છે તેનો પ્રેમ. મારા માટેનો તેનો પ્રેમ, મારા માટેનો તેનો પ્રેમ. એક સુંદર કહાની છે. જગતના ઘણાં લોકોમાંથી, આપણે ઉદ્ધાર પામેલા છીએ, જેઓ તેના લોક બન્યા છીએ. આપણે તેનો પ્રેમ પહેરેલો છે. ઈશ્વરનો પ્રેમ, ઈશ્વરની કૃપા. ઓહ! કેટલો અદભુત છે તેનો પ્રેમ! મારા માટેનો તેનો પ્રેમ.
ઈસુ તમને અને મને બચાવવા માટે પૃથ્વી પર આવ્યા, અને તેના બાપ્તિસ્માનો છૂટકારો આપણા માટે છે. સુવાર્તા એ કોઈ પરીકથા નથી; તે સત્ય છે જે આપણને વૈતારાથી ભરેલા જીવન માંથી ઊંચકીને ઈશ્વરના સુંદર રાજ્યમાં લઈ જાય છે. તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે વિશ્વાસ એ તમારા અને ઈશ્વર વચ્ચેનો સંબંધ છે. 
તે આપણને બચાવવા માટે આ જગતમાં આવ્યો. આપણા પાપોને સાફ કરવા માટે તેણે બાપ્તિસ્મા લીધું અને વધસ્તંભ પર તેનો ન્યાય થયો. 
તે કેટલો મહાન આશીર્વાદ છે જયારે વિશ્વાસુ ઈશ્વરને તેમના પિતા કહીને બોલાવી શકે છે! આપણે કેવી રીતે આપણા વિશ્વાસ વડે ઈસુમાં ઉદ્ધારક તરીકે વિશ્વાસ કરી શકીએ અને ઉદ્ધાર પ્રાપ્ત કરી શકીએ? આપણા માટેના તેના અનહદ પ્રેમના કારણે તે શક્ય છે. આપણે ઉદ્ધાર પ્રાપ્ત કર્યો છે કારણકે ઈશ્વરે પ્રથમ આપણને પ્રેમ કર્યો છે.
 
 

ઈસુએ એકજ વારમાં હંમેશને માટે આપણાં સઘળા પાપો ધોઈ નાખ્યાં 

 
શું આપણે એકજ વારમાં હંમેશને માટે ઉદ્ધાર પામ્યા છીએ કે ધીરે ધીરે?
એકજ વારમાં હંમેશને માટે

“કેમ કે ખ્રિસ્તે પણ એક વેળા પાપોને સારુ, એટલે ન્યાયીએ અન્યાયીઓને બદલે દુ:ખ સહ્યું કે, જેથી તે આપણને દેવની પાસે પહોંચાડે” (૧ પિતર ૩:૧૮). આપણા છૂટકારા માટે ઈસુએ બાપ્તિસ્મા લીધું અને તમને અને મને એટલે કે અન્યાયીઓને બચાવવા માટી તે વધસ્તંભ પર મર્યો. 
આપણા માટેના ઈશ્વરના ન્યાયને ટાળવા માટે ઈસુ આ પૃથ્વી પર એકવાર મર્યો. જેથી આપણે સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ મેળવી શકીએ અને ઈશ્વર સાથે હંમેશને માટે જીવી શકીએ, તે આ જગતમાં આવ્યો અને પોતાના બાપ્તિસ્મા દ્વારા, પોતાના વધસ્તંભ પરના રક્ત દ્વારા, અને પુનરુત્થાન દ્વારા સંપૂર્ણ રીતે આપણા પાપ સાફ કરી નાખ્યાં. 
શું તમે વિશ્વાસ કરો છો કે ઈસુએ તેના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા આપણને સંપૂર્ણપણે બચાવી લીધા છે? જો તમે તેના બાપ્તિસ્માં અને રક્તની સુવાર્તા પર વિશ્વાસ નથી કરતા તો તમે ઉદ્ધાર મેળવી શકતા નથી. કેમ કે આપણે ખુબજ નબળાં છીએ, તેથી જો આપણે એવો વિશ્વાસ નથી કરતા કે ઈસુએ તેના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા આપણા સઘળા પાપો સંપૂર્ણ રીતે સાફ કરી નાખ્યાં છે તો આપણે નવો જન્મ પામી શકતા નથી. 
તેણે આપણા સઘળા પાપો લઈ લેવા માટે બાપ્તિસ્મા લીધું અને આપણા માટે વધસ્તંભ પરનો ન્યાય લઈ લીધો. ઈસુએ તેના બાપ્તિસ્મા અને રક્તના છૂટકારા વડે એકજ વારમાં હંમેશને માટે આપણા સઘળા પાપો સાફ કરી નાખ્યાં છે. 
જો આપણે પ્રત્યેક સમયે આપણા પાપોનું પ્રાયશ્ચિત કરીએ, દરેક સમયે સારા અને દયાળુ બનીએ, અને મંડળીમાં ઘણાં અર્પણો ચઢાવીએ તો પણ મનુષ્ય તરીકે છૂટકારો મેળવવો અશક્ય હોત. 
તેથી, આપણા ઉદ્ધાર માટે ઈસુનું બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્ત પરનો વિશ્વાસ ખુબજ જરૂરી છે. આપણે પાણી અને રક્ત પર વિશ્વાસ કરવો જ જોઈએ. સારા કાર્યો કરવાથી આપણા પાપોનું પ્રાયશ્ચિત થતું નથી. 
ગરીબો માટે મોંઘા કપડા લેવાથી કે પાળકને સ્વાદિષ્ટ ભોજન કરાવવાથી ઉદ્ધાર મળતો નથી. ઈસુ ફક્ત તેવા લોકોને જ બચાવશે જેઓ તેના બાપ્તિસ્મા અને રક્ત પર વિશ્વાસ કરે છે. જો આપણે વિશ્વાસ કરીએ કે ઈશ્વરે આપણને ઈસુના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા એકજ વારમાં હંમેશને માટે બચાવ્યા છે તો આપણે ઉદ્ધાર પ્રાપ્ત કરીશું. 
કેટલાક એવું વિચારશે કે ઈશ્વરે આ વિષે બાઈબલમાં કહ્યું તો છે પણ તેઓને હજી આ વિષે વિચારવું જોઈએ. આ તેઓ પર આધાર રાકે છે, પણ આપણે જેમ લખ્યું છે તેમ તેના વચનો પર વિશ્વાસ કરવો જોઈએ. 
હિબ્રૂ ૧૦:૧-૧૦માં લખું છે કે તેણે એક જ વાર હંમેશને માટે આપણને ઉદ્ધાર આપ્યો. તે સત્ય છે કે જેઓ ઈસુના બાપ્તિસ્મા અને રક્ત પર વિશ્વાસ કરે છે ઈશ્વર તેઓને એક જ વારમાં હંમેશને માટે ઉદ્ધાર આપે છે. આપણે પણ તેમાં વિશ્વાસ કરવો જોઈએ. “તે એક વાર મર્યો, એક જ વારમાં આપણને સઘળાને બચાવ્યા. ઓ ભાઈઓ, વિશ્વાસ કરો અને છૂટકારો મેળવો. ઈસુના બાપ્તિસ્મા હેઠળ તમારા બોજાને રાખી દો.” ઈસુએ એક જ વાર બાપ્તિસ્મા લેવા દ્વારા અને એક જ વાર રક્ત વહેવડાવવા દ્વારા એકજ વારમાં હંમેશને માટે આપણા અન્યાયો અને પાપોથી આપણને બચાવ્યા છે. 
“ન્યાયીએ અન્યાયીઓને બદલે” (૧ પિતર ૩:૧૮). ઈસુ પાપરહિત ઈશ્વર છે, અને તેણે ક્યારેય પાપ કર્યુ નહતું. તે લોકોને તેઓના પાપોથી બચાવવા માટે શરીરમાં આપણી પાસે આવ્યો. તેણે બાપ્તિસ્મા લીધું અને આપણા સઘળા પાપો લઈ લીધા. તેણે આપણને પાપ અને અન્યાયથી બચાવ્યા છે. 
જ્યારે ઈસુએ બાપ્તિસ્મા લીધું ત્યારે લોકોના જન્મથી લઈને મૃત્યુ સુધીના સઘળા પાપો તેની ઉપર નંખાયા, અને જયારે તેણે વધસ્તંભ પર રક્ત વહેવડાવ્યું અને મર્યો તેના દ્વારા સઘળા લોકો તેઓના ન્યાયથી બચી ગયા. તેણે પાપીઓ માટે બાપ્તિસ્મા લીધું અને તેઓની જગ્યાએ વિજયી મૃત્યુ પામ્યો. 
આ તેના બાપ્તિસ્માનો છૂટકારો છે. ઈસુએ આપણને સઘળાને જેઓ પાપી હતા તેઓને એકજ વારમાં હંમેશને માટે ઉદ્ધાર આપ્યો છે. આપણે કેટલાં બધાં નબળાં છીએ! ઈસુએ આપણા જન્મથી લઈને મૃત્યુ સુધીના સઘળા પાપોનો છૂટકારો કર્યો અને પોતાને ન્યાય માટે વધસ્તંભ પર અર્પણ કર્યો. આપણે જેઓ ઈસુમાં વિશ્વાસ કરીએ છીએ તેઓ એ વિશ્વાસ કરવો જોઈએ કે ઈસુએ તેના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા આપણને ઉદ્ધાર આપ્યો છે. 
આપણે નબળાં છીએ, પણ ઈસુ નબળો નથી. આપણે વિશ્વાસુ નથી, પણ ઈસુ છે. ઈશ્વરે એકજ વારમાં હંમેશને માટે આપણને ઉદ્ધાર આપ્યો છે.“કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ સારુ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ એ અનંતજીવન પામે” (યોહાન ૩:૧૬). ઈશ્વરે આપણને તેનો એકાકીજનિત દીકરો આપ્યો. જગતના સઘળા પાપો ઈસુ પર નંખાય તેથી ઈશ્વરે પોતાના દીકરાનું બાપ્તિસ્મા કરાવ્યું, જેથી સઘળા મનુષ્યોનો ન્યાય તેના ઉપર આવે. 
આ કેટલો અદભુત ઉદ્ધાર છે! આપણે ઈશ્વરના પ્રેમ અને ઉદ્ધાર માટે તેનો આભાર માનીએ છીએ. ઈશ્વર તેઓને ઉદ્ધાર આપે છે જેઓ ઈસુના પાણી અને રક્તમાં વિશ્વાસ કરે છે: ઈસુનું બાપ્તિસ્મા અને રક્ત વહેવડાવવું, અને ઈસુ ઈશ્વરનો દીકરો છે તે હકીકત. 
જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે તેઓ ઈસુના બાપ્તિસ્મા અને રક્ત પર વિશ્વાસ કરવા દ્વારા ઉદ્ધાર મેળવી શકે છે અને ન્યાયી તરીકે અનંત જીવન જીવી શકે છે. આપણે સઘળાએ તેમાં વિશ્વાસ કરવો જોઈએ. 
આપણને કોણ ઉદ્ધાર આપે છે? શું તે ઈશ્વર છે જે આપણને ઉદ્ધાર આપે છે, કે તે ઈશ્વરની કોઈ સૃષ્ટિ છે જે આપણને ઉદ્ધાર આપે છે? તે ઈસુ, જે ઈશ્વર છે તે છે જે આપણને ઉદ્ધાર આપે છે. આપણે ઉદ્ધાર પામ્યા કેમ કે આપણે ઈશ્વરના છૂટકારામાં વિશ્વાસ કર્યો, અને આ છૂટકારાનો ઉદ્ધાર છે.
 
 
ઈસુ ઉદ્ધારનો પ્રભુ છે
 
‘ખ્રિસ્ત’ નો અર્થ શું થાય છે?
યાજક, રાજા, અને પ્રબોધક

ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે. ઈસુનો અર્થ છે ઉદ્ધારક, અને ખ્રિસ્તનો અર્થ છે ‘તે જેને અભિષેક કરવામાં આવ્યો છે.’ જેમ જૂના કરારમાં શમુએલે શાઉલનો અભિષેક કર્યો, તેવી રીતે રાજાઓનો અભિષેક કરવામાં આવ્યો હતો, યાજકોનો અભિષેક કરવામાં આવ્યો હતો અને પ્રબોધકોને પોતાની સેવા કરવા માટે અભિષિક્ત થવાની જરૂર હતી. 
ઈસુ આ જગતમાં આવ્યો અને ત્રણ ફરજો પૂરી કરવા માટે તેનો અભિષેક કરવામાં આવ્યો હતો: યાજક, રાજા, અને પ્રબોધક. સ્વર્ગીય યાજક તરીકે, સઘળા મનુષ્યોના પાપો લઈ લેવા માટે તેનું બાપ્તિસ્મા કરવામાં આવ્યું હતું. 
તેના પિતાની ઈચ્છા પૂરી કરતા, તેણે પિતાની સામે પોતાની જાતને પાપ અર્પણ તરીકે રજુ કરી.“માર્ગ તથા સત્ય તથા જીવન હું છું; મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી” (યોહન ૧૪:૬). ઈસુ આપણામાંથી તેવા લોકોનો જ ઉદ્ધાર કર્યો છે જેઓ વિશ્વાસ કરે છે કે ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર જડાવા દ્વારા તે આપણા સઘળા પાપો લઈ લે છે. 
“કેમ કે શરીરનો જીવ રક્તમાં છે” (લેવીય ૧૭:૧૧). ઈસુએ પોતાના બાપ્તિસ્મા પછી વધસ્તંભ પર રક્ત વહેવડાવ્યું; આમ, તેણે પોતાનું જીવન આપણા પાપોની કિંમત તરીકે ઈશ્વર આગળ અર્પણ કર્યું જેથી આપણે વિશ્વાસીઓ ઉદ્ધાર પ્રાપ્ત કરીએ. 
તે વધસ્તંભ પર મર્યો ત્યાર પછીના ત્રીજા દિવસે તે પુનરુત્થાન પામ્યો અને કેદખાનામાં પૂરાયેલી આત્માઓને સુવાર્તાનો પ્રચાર કર્યો. જેઓએ હજી છૂટકારો પ્રાપ્ત નથી કર્યો તેઓ પાપના કેદખાનામાં પૂરાયેલા આત્મિક કેદીઓ જેવા છે, અને તેઓને ઈસુ સત્યની સુવાર્તા એટલે કે પાણી અને આત્માની સુવાર્તાનો પ્રચાર કરે છે. આપણે ઉદ્ધાર પ્રાપ્ત કરી શકીએ માટે ઈશ્વરે આપણને પાણી અને આત્માની સુવાર્તા આપી. જે કોઈપણ તેમાં વિશ્વાસ કરે છે તે નવો જન્મ પામી શકે છે. 
 
 

ઈસુનું બાપ્તિસ્મા અને રક્ત પાપીઓને બચાવે છે 

 
આપણે કઈ રીતે ઈશ્વર સમક્ષ સારુ અંત:કારણ રાખી શકીએ?
ઈસુના બાપ્તિસ્મા અને રક્ત પર વિશ્વાસ કરવા દ્વારા

ઈસુ ખ્રિસ્ત આપણા ઉદ્ધારક છે, અને તેની સાક્ષી ૧ પિતર ૩:૨૧માં આપેલી છે, “એ દ્રષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી, જે શરીરનો મેલ દૂર કરવાથી નહિ, પણ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હૃદયની માગણીથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હમણાં તમને પણ તારે છે.” ઈસુના બાપ્તિસ્માનું પાણી પાપીઓના ઉદ્ધાર માટે જરૂરી જ છે. 
ઈસુએ પોતાના બાપ્તિસ્મા વડે પાપો પોતાના પર લેવા દ્વારા પાપીઓના સઘળા પાપો સાફ કર્યા છે. શું તમે ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ કરો છો? શું તમે વિશ્વાસ કરો છો કે તેના બાપ્તિસ્મા દ્વારા આપણા હૃદય પાપોથી શુદ્ધ કરવામાં આવ્યા છે? આપણા હૃદયને પાપોથી શુદ્ધ કરવામાં આવ્યું છે, પણ આપણા શરીર હજુ પાપી છે. 
‘નવો જન્મ’ પામવો તેનો અર્થ એ નથી કે તે વ્યક્તિ ફરીથી પાપ નહિ કરે. આપણે નવો જન્મ પામેલા લોકો પણ પાપ કરીએ છીએ, પણ તેના બાપ્તિસ્મા પરના વિશ્વાસને લીધે આપણા હૃદય શુદ્ધ રહે છે. આમ, ઉપરનો ભાગ સૂચવે છે, “શરીરનો મેલ દૂર કરવાથી નહિ, પણ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હૃદયની માગણીથી” (૧ પિતર ૩:૨૧). 
ઈસુએ મારાં પાપો ધોઈ નાખ્યાં અને ઈશ્વરે મારા માટેનો ન્યાય માન્ય રાખો તો પછી હું કેવી રીતે તેનામાં વિશ્વાસ ન કરી શકું? ઈસુ, જે ઈશ્વર છે તેણે પોતાના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા મને ઉદ્ધાર આપ્યો તે જાણતાં હોવા છતાં હું કેવી રીતે તેનામાં વિશ્વાસ ન કરી શકું? આપણે ઈશ્વરની સમક્ષ ઉદ્ધાર પ્રાપ્ત કર્યો છે અને હવે આપણું અંત:કારણ શુદ્ધ છે. જેમ આપણે નથી કહી શકતા કે ઈશ્વર આપણને પ્રેમ નથી કરતો તેવીજ રીતે આપણે ઈશ્વરની આગળ એવું પણ નથી કહી શકતા કે ઈસુએ સંપૂર્ણપણે મારા પાપો નથી ધોયા.
 નવો જન્મ પામ્યા પછી આપણું અંત:કારણ વધારે સંવેદનશીલ બને છે અને જ્યારે આપણે ખોટું કરીએ છીએ ત્યારે તે આપણને કહે છે. જો આપણું અંત:કારણ નાની મૂંઝવણ અનુભવે છે તો જ્યાં સુધી આપણે આપણી જાતને ઈસુના બાપ્તિસ્માના સામર્થ વિષે યાદ ન અપાવીએ ત્યાં સુધી આપણે પાપમાંથી સંપૂર્ણપણે સ્વતંત્ર થઈ શકતા નથી. 
જ્યારે આપણું અંત:કારણ મૂંઝવણ અનુભવે છે તેનો અર્થ છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે. ઈસુના બાપ્તિસ્માનું પાણી પાપની સઘળી ગંદકી દૂર કર છે. ઈસુએ પોતાના બાપ્તિસ્મા સાથે આપણા સઘળા પાપો લઈ લીધા છે અને આપણને સાફ કર્યા છે, આપણા અંત:કારણને પણ સાફ કર્યું છે. જ્યારે આપણે ખરેખર આ વિશ્વાસ કરીએ છીએ, ત્યારે આપણું અંત:કારણ ખરેખર શુદ્ધ થાય છે. આપણું અંત:કારણ કઈ રીતે શુદ્ધ થઈ શકે? ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત પર વિશ્વાસ દ્વારા. જન્મથી જ દરેક લોકોની અંદર દુષ્ટતા અને ખરાબ અંત:કારણ હોય છે, પણ જો આપણે વિશ્વાસ કરીએ કે આપણા સઘળા પાપો ઈસુ પર નંખાયા છે, તો આપણે તે પાપોને ભૂંસી શકીએ છીએ. 
આ નવો જન્મ પામેલાનો વિશ્વાસ છે. આ કોઈ એવી બાબત નથી કે જેને તમે તમારા પૂરા હોશમાં કબૂલ કરો. શું તમારું અંત:કારણ શુદ્ધ છે? શું તે એટલા માટે શુદ્ધ છે કે તમે સારુ જીવન જીવ્યા છો, અથવા શું તે એટલા માટે શુદ્ધ છે કે તમારા સઘળા પાપો ઈસુ પર નંખાયા છે અને તમે તેનામાં વિશ્વાસ કરો છો? માત્ર ઈસુ પરના વિશ્વાસથી જ તમે શુદ્ધ અંત:કારણ પ્રાપ્ત કરી શકો છો. 
કેટલાક શબ્દોમાં જીવન હોય છે જ્યારે કેટલાક શબ્દોમાં જીવન હોતું નથી. કઈ રીતે સઘળા લોકોના અંત:કારણ શુદ્ધ કરી શકાય? ન્યાયી બનવાનો અને અંત:કારણ શુદ્ધ કરવાનો એક માત્ર રસ્તો એ છે, કે ઈસુના સંપૂર્ણ છૂટકારા પર વિશ્વાસ કરવો. 
જ્યારે તેના બાપ્તિસ્મામાં વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણે પવિત્ર થઈએ છીએ, તેનો અર્થ એ નથી કે શરીરની ગંદકી સાફ થઈ ગઈ છે, પણ ઈશ્વર પ્રત્યેનું આપણું અંત:કારણ શુદ્ધ થયું છે. તેના માટે, તે આવ્યો, તેણે બાપ્તિસ્મા લીધું, વધસ્તંભ પર મૃત્યુ પામ્યો અને મરેલામાંથી પુનરુત્થાન પામ્યો અને અત્યારે ઈશ્વરના જમણે હાથે બિરાજમાન છે. 
જ્યારે સમય થશે, ત્યારે તે ફરીથી આ જગતમાં આવશે. “જેઓ તેની વાટ જુએ છે તેઓના સંબંધમાં તારણને અર્થે તે બીજી વાર પાપ પ્રગટ થશે” (હિબ્રૂ ૯:૨૮). આપણે વિશ્વાસ કરીએ છીએ કે જેઓ તેની વાટ જુએ છે અને તેના બાપ્તિસ્મા અને રક્તમાં વિશ્વાસ દ્વારા પાપરહિત થયા છે, તેઓને લેવા માટે તે પાછો આવશે. 
 
 
વિશ્વાસનો વૈદકીય પ્રયોગ 
 
શું આપણે ઈસુના બાપ્તિસ્મા વગર ઉદ્ધાર મેળવી શકીએ?
ક્યારેય નહિ

અમારાં દેજોનની મંડળીમાં અમે વૈદકીય અને અણધાર્યો પ્રયોગ કર્યો. 
દેજોન મંડળીના રેવ. પાર્કે એક દંપતીને કહ્યું કે ઈસુના બાપ્તિસ્માનો અર્થ દર્શાવ્યા વગર જગતમાં કોઈ પાપ નથી. જ્યારે તેઓ બીજી મંડળીમાં ભાગ લેતા હતા ત્યારે પતિ સંદેશા વખતે ઉંઘી જતો કારણ કે સઘળા પાદરીઓ સુવાર્તાનો પ્રચાર તો કરતા હતા પણ ઈસુના બાપ્તિસ્માથી છૂટકારો મળે છે તે બાબત કાઢી નાખતા હતા, તેથી તેઓને દરરોજ પ્રાયશ્ચિત કરવું પડતું હતું. 
પણ અહીં દેજોન મંડળીમાં, તેણે પોતાની બંને આંખો ખુલ્લી રાખીને સંદેશો સાંભળ્યો કારણ કે તેને કહેવામાં આવ્યું હતું કે તેના સઘળા પાપો ઈસુ પર નંખાયા છે. તેનાથી તેની પત્ની માટે તેને મંડળીમાં લાવવું સરળ થઈ ગયું. 
એક દિવસ, તે મંડળીમાં બેઠો હતો અને તેણે રોમન ૮:૧ સાંભળ્યું. “એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી”. પછી, તેણે તરત જ વિચાર કર્યો, ‘આહા, જો કોઈ ઈસુ પર વિશ્વાસ કરે છે, તો તે પાપરહિત છે. હું ઈસુ પર વિશ્વાસ કરું છું માટે, હું પણ પાપરહિત છું.’ 
પછી તેણે પોતાના સાળાને અને બીજા ઘણાં મિત્રોને એક પછી એક ફોન કર્યો અને કહ્યું, “શું તમારા હૃદયમાં પાપ છે? તો પછી તમારો વિશ્વાસ સાચો નથી.” આ સમયે રેવ. પાર્ક મૂંઝવણમાં પડી ગયા. પતિ ઈસુના બાપ્તિસ્મા વિષે જાણતો નહતો પણ તેનો આગ્રહ એવો હતો કે તે હવે હવે પાપરહિત છે. 
પછી, દંપતી વચ્ચે સમસ્યાઓ શરુ થઈ. પત્ની વધારે ધાર્મિક હતી, પણ તેના હૃદયમાં હજી પાપ હતું જ્યારે તેનો પતિ કહેતો હતો કે તે પાપરહિત છે. પતિ ક્યારેક જ મંડળીમાં જતો હતો, પણ તે કહેતો હતો કે તે પહેલથી જ પાપરહિત છે. પત્નીને ખાતરી હતી કે બન્નેના હૃદયમાં હજી પણ પાપ છે. તેઓએ તે વિષે દલીલ કરવાનું શરુ કર્યું. પતિએ આગ્રહ કરવાનું ચાલુ રાખ્યું કે તે પાપરહિત છે કારણ કે ‘એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી’ અને પત્નીએ વિવાદ કર્યો કે તેના હૃદયમાં હજી પણ પાપ છે. 
પછી એક દિવસ, તેની પત્નીને તે વિષે એટલી રૂચી પડી કે તેણે રેવ. પાર્ક પાસે જઈને પૂછવાનું નક્કી કર્યું કે જ્યારે તે કહે છે કે તેના સઘળા પાપો ઈસુ પર નંખાયા છે તેનો અર્થ શું છે? 
તેથી એક દિવસ, સાંજની આરાધના સભા પછી, તેણે તેના પતિને ઘરે મોકલી દીધો અને પોતે રેવ. પાર્કને પ્રશ્ન પૂછવા ત્યાં રોકાઈ. તેણે કહ્યું, “હું જાણું છું કે તમે અમને કંઈક કહેવાનો પ્રયત્ન કરો છો, પણ મને ખાતરી છે કે એક મહત્વનો ભાગ છૂપાયેલો છે. મહેરબાની કરીને મને કહો તે શું છે.” પછી, રેવ. પાર્કે તેને પાણી અને આત્મા દ્વારા નવો જન્મ પામવા વિષે કહ્યું. 
ત્યારે તેને સમજાયું કે રોમન ૮:૧માં શા માટે લખ્યું છે કે, “એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી” તેણે એકજ વારમાં વિશ્વાસ કર્યો અને ઉદ્ધાર પ્રાપ્ત કર્યો. તેને છેલ્લે ભાન થયું કે આપણા સઘળા પાપો ઈસુના બાપ્તિસ્મા દ્વારા તેના પર નંખાયા છે તેથી જેઓ ખ્રિસ્તમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી. 
તેણે લખેલા વચનો સમજવાનું શરુ કર્યું. અંતે તેને ખબર પડી કે છૂટકારાની ચાવી એ ઈસુનું બાપ્તિસ્મા છે અને આપણે તેના બાપ્તિસ્માના છૂટકારા વડે ન્યાયી બની શકીએ છીએ. 
હકીકતમાં, તેનો પતિ ઘરે ગયો જ નહતો પણ બહાર ઊભો રહીને તેની રાહ જોતો હતો. તેણે તેની સાક્ષી સાંભળી કે તેના પાપો સંપૂર્ણપણે સાફ થયા છે, અને આનંદથી તેને પૂછ્યું, “શું હવે તમે છૂટકારો પામેલા છો?” 
પણ પાળકે તેની પત્નીને જે કહ્યું તે સાંભળ્યા પછી, તે મૂંઝવણમાં પડી ગયો. તેણે પહેલા ક્યારેય ઈસુના બાપ્તિસ્માની સુવાર્તા વિષે સાંભળ્યું નહતું. તેને ખાતરી હતી કે ઈસુના બાપ્તિસ્મા વગર પણ તેના હૃદયમાં પાપ નથી. તેથી ઘરે જઈને, તેઓએ ફરીથી વિવાદ શરુ કર્યો. 
આ સમયે, પરિસ્થિતિ ઉલટી હતી. પત્ની પતિને પૂછતી હતી કે તેના હૃદયમાં પાપ છે કે નથી. પત્નીએ પતિને પૂછ્યું કે ઈસુના બાપ્તિસ્મામાં વિશ્વાસ કર્યા વગર તે કઈ રીતે પાપરહિત બની શકે. તેણે દલીલ કરી કે તે પોતાના અંત:કારણને તપાસે. પછી, જયારે તેણે તેના અંત:કારણને તપાસ્યું ત્યારે તેને ખબર પડી કે તેના હૃદયમાં હજી પાપ છે. 
તેથી, તે રેવ. પાર્ક પાસે ગયો અને કબૂલાત કરી કે તેના હૃદયમાં પાપ છે. તેણે પૂછ્યું, “જ્યારે તેઓએ પોતાના હાથ બકરા પર મૂક્યા, તે તેને માર્યા પહેલા મૂકયા, કે તેને માર્યા બાદ મૂક્યા?” તેણે ક્યારેય પાણી અને આત્માની સુવાર્તા સાંભળી ન હતી, તેથી તે ખુબજ મૂંઝવણમાં મૂકાઈ ગયો હતો. 
તે આ આત્મિક પ્રયોગનું બિંદુ હતું. જગતના સઘળા પાપો પોતાના પર લેવા માટે ઈસુને બાપ્તિસ્મા પામવાની જરૂર પડી. ત્યાર પછી તે વધસ્તંભ પર મર્યો કેમ કે પાપનો મૂસારો મરણ છે. 
“તેઓએ બકરાના માથા પર પોતાના હાથ તેને માર્યો તે પહેલા મૂક્યા હતા કે તેને માર્યા બાદ?” તેણે આ પૂછ્યું કારણ કે તે હાથ મૂકવા અને ઈસુના બાપ્તિસ્મા વિષે મૂંઝવણમાં મૂકાયો હતો. તેથી રેવ. પાર્કે તેને ઈસુના બાપ્તિસ્માના છૂટકારા વિષે વિગતવાર સમજાવ્યું. 
તે દિવસે, પતિએ પાણી અને આત્માની સુવાર્તા પહેલીવાર સાંભળી હતી અને તેણે છૂટકારો મેળવ્યો. તેણે ફક્ત એકવાર સુવાર્તા સાંભળી અને છૂટકારો પ્રાપ્ત કર્યો. 
તે ઈસુના બાપ્તિસ્માને કાઢી નાખવા પરનો પ્રયોગ હતો. આપણે કહી શકીએ કે આપણામાં પાપ નથી, પણ ઈસુના બાપ્તિસ્મા વગર ચોક્કસપણે આપણા અંત:કારણમાં પાપ છે. લોકો સામાન્ય રીતે કહે છે કે ઈસુએ વધસ્તંભ પરના કાર્ય દ્વારા સઘળા પાપો ધોઈ નાખ્યાં, પણ જેઓ ઈસુના બાપ્તિસ્મા અને રક્ત પર વિશ્વાસ કરે છે ફક્ત તેઓ જ કહી શકે છે કે ઈશ્વર સમક્ષ તેઓમાં કોઈ પાપ નથી. 
રેવ. પાર્કે આ દંપતી દ્વારા સાબિત કરી બતાવ્યું કે ઈસુના બાપ્તિસ્મા પરના વિશ્વાસના છૂટકારા વગર આપણે આપણા પાપોથી સંપૂર્ણ છૂટકારો મેળવી શકતા નથી, 
 
 

ઉદ્ધારનું ચિહ્ન: ઈસુનું બાપ્તિસ્મા

 
ઉદ્ધારનું ચિહ્ન શું છે?
ઈસુનું બાપ્તિસ્મા

“એ દ્રષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી, હમણાં તમને પણ તારે છે.” ઈસુ આપણા સઘળા પાપો સાફ કરવા અને આપણા અંત:કારણને બરફ જેવું શ્વેત કરવા માટે આ જગતમાં આવ્યા હતા. આપણે સઘળા પાપોથી સાફ થયા છીએ કેમ કે ઈસુએ પોતાના બાપ્તિસ્મા દ્વારા તે સઘળા તેણે પોતાના પર લઈ લીધા. તેણે તેના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા આપણને ઉદ્ધાર આપ્યો છે. તેથી, આખી સૃષ્ટિએ તેની આગળ ઘૂંટણે પડવું જોઈએ. 
ઈસુ પરનો વિશ્વાસ આપણને બચાવે છે. ઈસુ પર વિશ્વાસ કરવાથી આપણે ઈશ્વરના બાળકો બનીએ છીએ અને સ્વર્ગમાં જઈએ છીએ. ઈસુમાં વિશ્વાસ કરવા દ્વારા આપણે ન્યાયી બનીએ છીએ. આપણે રાજમાન્ય યાજકવર્ગ છીએ. આપણે ઈશ્વરને આપણા પિતા કહીને બોલાવી શકીએ છીએ. આપણે આ જગતમાં જીવીએ છીએ, પણ આપણે રાજાઓ છીએ. 
શું તમે વિશ્વાસ કરો છો કે ઈશ્વર તેઓને ઉદ્ધાર આપે છે જેઓ પાણી અને આત્માના છૂટકારા પર વિશ્વાસ કરે છે? આપણો છૂટકારો ઈસુના બાપ્તિસ્મા વગર સંપૂર્ણ થઈ શકતો નથી. ઈશ્વર અને ઈસુ એવાજ વિશ્વાસને સાચા વિશ્વાસ તરીકે સ્વીકારે છે જે તેના બાપ્તિસ્મા, તેનો વધસ્તંભ, અને આત્મા જે આપણને સંપૂર્ણ છૂટકારો આપે છે તેના પર વિશ્વાસ કરતા હોય. ફક્ત આજ સાચો વિશ્વાસ છે. 
આપણા પાપો તે સમયે ધોવાઈ ગયા જ્યારે ઈસુએ પોતાના બાપ્તિસ્મા દ્વારા તેને પોતાના પર લઈ લીધા અને જ્યારે ઈસુએ વધસ્તંભ પર રક્ત વહેવડાવ્યું ત્યારે આપણા સઘળા પાપોની કિંમત ચૂકવાઈ ગઈ. ખ્રિસ્ત ઈસુએ પાણી અને આત્મા દ્વારા આપણને ઉદ્ધાર આપ્યો. હા! અમે વિશ્વાસ કરીએ છીએ!