(યોહાન ૩:૧-૬)‘ફરોશીઓમાં નિકોદેમસ નામે એક જણ હતો. તે યહૂદીઓનો અધિકારી હતો. તેણે રાત્રે [ઈસુની] પાસે આવીને તેમને કહ્યું, “રાબ્બી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વરની પાસેથી આવેલા ઉપદેશક છો; કેમ કે જો કોઈ માણસની સાથે ઈશ્વર ન હોય તો જે ચમત્કારો તમે કરો છો તે તે કરી નહિ શકે.” ઈસુએ તેને ઉત્તર આપ્યો, “હું તને ખચીત ખચીત કહું છું, “જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય, તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતું નથી’ નિકોદેમસ તેમને કહે છે, “માણસ ઘરડો થઈને જન્મ કેમ પામી શકે? તે શું બીજીવાર પોતાની માના ઉદરમાં પેસીને જન્મ લઈ શકે છે?” ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને ખચીત ખચીત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય, તો ઈશ્વરના રાજ્યમાં તે જઈ શકતું નથી. જે દેહથી જન્મેલું છે તે દેહ છે; અને જે આત્માથી જન્મેલું છે તે આત્મા છે.’
બાઈબલ અનુસાર નવો જન્મ પામવાનો અર્થ શું છે?
આ દુનિયામાં, ઘણાબધાં લોકો એવા છે જે ફક્ત ઈસુ પર વિશ્વાસ કરવા માત્રથી નવો જન્મ પામવા માગે છે. કેવીરીતે? પહેલા હું તમને એ જણાવવા માંગુ છું કે નવો જન્મ પ્રાપ્ત કરવો આપણા હાથમાં નથી. બીજા શબ્દોમાં, આ એવું કંઈક છે જે ફક્ત આપણા કાર્યોથી થઇ શકાતું નથી.
શું નવો જન્મ પ્રાપ્ત કરવાનો સંબંધ શારીરિક ભાવના અને પરિવર્તન સાથે છે?
ના, નવો જન્મ પ્રાપ્ત કરવાનો સંબંધ આત્મિક પરિવર્તન સાથે છે. આ એક પાપી મનુષ્યનું પાપથી મુક્ત થવું છે.
લગભગ બધાં જ ખ્રિસ્તીઓની આ ખોટી ધારણા છે. તેઓ વિશ્વાસ કરે છે કે તેઓનો નવો જન્મ થઈ ગયો છે. તેથી તેઓ નિમ્નલિખિત કારણોથી અંદરોઅંદર વિશ્વાસ કરે છે. કેટલાંક લોકો નવી મંડળી બનાવવા દ્વારા ઉદ્ધાર પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે. કેટલાક લોકો પોતાને જ્યાં ઈશ્વરનું વચન નથી પહોચ્યું, એવા દૂર સ્થાનોમાં પ્રચાર કરવા પોતાને ઈસુ ખ્રિસ્તની જેમ મિશનરીના રૂપમાં સમર્પિત કરે છે, અને કેટલાક લોકો લગ્નથી દૂર રહે છે. તેઓ પોતાની બધી જ શક્તિ ઈશ્વરના કાર્યમાં વાપરે છે એવા વિશ્વાસથી કે આ જ ઈશ્વરનું કાર્ય છે.
અ જ બધું નથી. એવા પણ લોકો છે જે મોટી રકમ મંડળીમાં દાન કરે છે, કેટલાક લોકો મંડળીમાં પ્રત્યેક દિન સફાઈ કરે છે. અંતમાં તેઓ પોતાની બધી સંપતિ અને સમય પોતાની મંડળીમાં દાન કરે છે અને તેઓ વિશ્વાસ કરે છે આવા પ્રયત્નો દ્વારા તેઓને જીવનનો મુગટ પ્રાપ્ત થશે. તેઓ કહે છે કે ઈશ્વર તેઓના કાર્યોની પ્રસંશા કરશે અને તેઓને નવો જન્મ પ્રાપ્ત કરવાની અનુમતિ આપશે.
હકીકત એ છે કે ઘણાબધાં સમર્પિત લોકો નવો જન્મ પ્રાપ્ત કરવા માગે છે. આવા લોકો બધી જ જગ્યાએ મળી આવે છે. તેઓ કઠીન કાર્ય કરે છે અને આશા કરે છે કે એક દીવાહ ઈશ્વર જરૂર તેમને આશીર્વાદ આપશે અને તેઓનો નવો જન્મ થશે. આવા લોકો ઘણી ધાર્મિક સંસ્થામાં, બાઈબલ કોલેજમાં અને સ્વાસ્થ્ય સુધાર કેન્દ્રમાં જોવા મળે છે. આ ખુબજ ખરાબ બાબત છે કે તેઓ નવો જન્મ પ્રાપ્ત કરવાની હકીકતને નથી જાણતા.
તેઓ પોતાના કાર્યોના પ્રતિફળથી વિચારે છે કે, “જો હું આ કાર્ય સારી રીતે કરીશ તો મારો નવો જન્મ થઇ જશે”. એટલા માટે તેઓ આવા કાર્યો માટે પ્રયત્ન કરે છે, તેઓ વિચારે છે કે તેઓ નવો જન્મ પ્રાપ્ત કરવાના જરૂરી આધારને બનાવી રહ્યા છે અને વિચારે છે કે ‘રેવ્હ. વેસ્લીની જેમ મારો પણ એક દિવસ નવો જન્મ થશે.!’ યોહાન ૩:૮ વાંચીને તેઓ વ્યાખ્યા કરે છે કે નવો જન્મ પ્રાપ્ત કરવાનો આશીર્વાદ ક્યાંથી આવે છે, અથવા ક્યાં જાય છે.
તેથી તેઓ એવી આશાથી કઠોર કાર્ય કરે છે કે એક દિવસ પ્રભુ ચોક્કસપણે તેઓને નવો જન્મ પામવાની અનુમતિ આપશે. અહિયાં ઘણાબધાં એવા લોકો છે જે વિચારે છે કે, “જો હું આવીરીતે જ પ્રયત્ન કરતો રહીશ તો ઈસુ ચોક્કસપણે મને એક દિવસ નવો જન્મ પામવાની અનુમતિ આપશે. આ વાત જાન્ય વગર કે એક દિવસ તેઓનો નવો જન્મ થશે. એક દિવસ નવો જન્મ પામીને હું જાગીશ અને જોઇશ કે હું સ્વર્ગમાં પહોચી ગયો છું. આ કેવી નિષ્ફળ આશા અને વિશ્વાસ છે.
આ રીતે આપનો નવો જન્મ ક્યારેય નથી થઈ શકતો! દારુ અને ધૂમ્રપાનથી દૂર રહીને આપણો નવો જન્મ ક્યારેય નથી થઈ શકતો, ભલે પછી આપણે નિયમિતપણે મંડળીમાં જતા હોઈએ. જેમ પ્રભુ ઈસુ કહે છે – ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવા માટે આપણે “પાણી અને આત્માથી નવો જન્મ પામવો પડશે”. અને નવો જન્મ પામવા માટે ઈશ્વરની એક શરત છે, પાણી અને આત્મા પર વિશ્વાસ.
જે મનુષ્યનો પાણી અને આત્માથી નવો જન્મ નથી થયો, તેના ન્યાયીપણાના દરેક કર્યો ઈસુની સામે વ્યર્થ છે. તેમનું અર્પણ ચઢાવવું, દાન આપવું કે ધાર્મિક વિશ્વાસથી ક્યારેય નવો જન્મ થઇ શકતો નથી. એક વ્યક્તિ વિચારે છે કે કોણે નવો જન્મ પ્રાપ્ત કર્યો તે ફક્ત ઈશ્વર જ જાને છે, મનુષ્ય ક્યારેય નથી જાણી શકતો કે તેનો નવો જન્મ થયો છે કે નહિ.
અ રીતે વિચારવું સરળ છે, પણ નવો જન્મ પામેલા લોકો મેજ નીચે છુપાઈ નથી શકતા. તેઓ પોતે પણ જાણશે અને બીજા લોકો પણ અનુભવ કરશે.
આપણે સાંસારિક રીતે તેનો અનીભાવ નહિ કરી શકીએ, પણ આપણે આત્મિક રીતે ચોક્કસ તેનો અનીભાવ કરી શકીએ છીએ. જેઓનો ખરેખર નવો જન્મ થયો છે તેવા વિશ્વાસીઓનો નવો જન્મ ઈશ્વરના વચન, પાણી, રક્ત અને આત્માના વચનથી થયો છે. જેઓનો નવો જન્મ નથી થયો તેઓ સમજાતા નથી, તેવી જ રીતે જેમ નિકોદેમાસ નહોતો સમજ્યો.
તેટલા માટે આપણે વચનની હકીકતને સાંભળવાની છે, છૂટકારો ઈસુના બાપ્તિસ્મા અને રક્તથી છે. જેમ આપણે ઈશ્વરના વચનને સાંભળીએ અને શીખીએ છીએ, તેમ આપણે તેની અંદર સત્યને મેળવી શકીએ છીએ. એટલા માટે આ ખૂબજ મહત્વનું છે કે આપણે આપણા માનોને ખોલીએ અને ધ્યાનપૂર્વક સાંભળીએ.
“વા જ્યાં ચાહે છે ત્યાં વાય છે, અને તું તેનો અવાજ સાંભળે છે, પણ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, એ તું નથી જાણતો. દરેક જે આત્માથી જન્મેલું છે તે તેના જેવું જ છે” (યોહન ૩:૮).
જ્યારે જે વ્યક્તિનો નવો જન્મ નથી થયો તે આ વચનને વાંચે છે, ત્યારે તે વિચારે છે: “અરે! ઈસુ કહે છે કે તે નથી જાણતો કે મેં ક્યારે નવો જન્મ પામ્યો છે. કોઈ પણ નથી જાણતું”. અને આ વિચાર તેને દિલાસો આપે છે, પણ આ સાચું નથી. આપણે નથી જાણતા કે હવા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, પણ ઈશ્વર બધું જ જાને છે.
ઘણીવાર નવો જન્મ પામેલી વ્યક્તિ પણ શુરુઆતમાં આ સચ્ચાઈને નથી સમજી શકતા. આ સમાજ યોગ્ય છે. પરંતુ આવા વ્યક્તિના હૃદયમાં ઈસુના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા છૂટકારાની આ જ સુવાર્તા છે.
નવો જન્મ પામેલાની આ જ સાક્ષી છે. જે વ્યક્તિ સુવાર્તા સાંભળે અને સમજે છે: “અરે, હવે હું પાપથી મુક્ત છું. મારો નવો જન્મ થયો છે અને હું બચી ગયો છું”. જ્યારે તે વિશ્વાસ કરે છે અને પાણી અને આત્માની સુવાર્તાને પોતાના હૃદયમાં ગ્રહણ કરે છે, ત્યારે તે ન્યાયી અને ઈશ્વરની સંતાન બને છે.
કેટલાક લોકો વારંવાર પૂછે છે, “શું તમારો નવો જન્મ થયો છે? અને તેઓ ઉત્તર આપે છે, “હજી નહિ”. તો શું તમે ઉદ્ધાર મેળવ્યો છે? હા, હું વિશ્વાસ કરું છું. પરંતુ આ એક વિરોધાભાસી વાક્ય છે, શું તે આવું નથી કહેતા? તેઓ એવું વિચારે છે કે જ્યારે કોઈ માણસ નવો જન્મ પામે છે ત્યારે તેના શરીરમાં પણ પરિવર્તન થાય છે.
લોકો માને છે કે નવો જન્મ પામવો એટલે આપણા જીવન સ્તરમાં સ્વાભાવિક પરિવર્તન થવું. પરંતુ હકીકત એવી છે કે તેઓ પાણી અને આત્માથી નવો જન્મ પામવાની સુવાર્તાને નથી સમજતા.
ઘણાબધાં એવા લોકો છે જેઓ નવો જન્મ પામવાના અર્થને નથી સમજતા. આ ખુબજ દુખદ અવસ્થા છે, આ ફક્ત સાધારણ વિશ્વાસી નથી, પરંતુ ઘણાખરા લોકો મંડળીના આગેવાન પણ છે જેઓ આ ભ્રામક સ્થિતિમાં ચાલ્યા જાય છે. જેઓએ નવો જન્મ પામ્યો છે તેઓના હૃદય આવા લોકો માટે રડે છે.
જ્યારે આપણે આ પ્રમાણે વિચારીએ છીએ, ત્યારે આપણા કારણે સ્વર્ગમાં પ્રભુ ઈસુને કેટલી પીડા થતી હશે? આવો આપણે ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્તથી નવો જન્મ પામવાની સુવાર્તામાં વિશ્વાસ કરવા દ્વારા નવો જન્મ પામીએ.
નવો જન્મ પામવો અને ઉદ્ધાર પામવો બંનેનો અર્થ એક જ છે. કેવીરીતે, અહિયાં ઘણાબધાં લોકો છે જે આ હકીકતને નથી જાણતા. નવો જન્મ પામવાનો અર્થ છે કે વ્યક્તિના હૃદયના પાપોને પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવા દ્વારા સાફ કરવામાં આવ્યું છે. આનો અર્થ, ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના બલિદાન પર વિશ્વાસ કરવા દ્વારા ન્યાયી બનવું એવો છે.
નવો જન્મ પામ્યા પહેલા લોકો પાપી હતા. પરંતુ નવો જન્મ પામ્યાં બાદ, તેઓ સંપૂર્ણપણે પાપરહિત બની જાય છે. નવો જન્મ પામેલી વ્યક્તિ નવી સૃષ્ટિ બરાબર હોય છે. તે ઉદ્ધારની સુવાર્તામાં વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વરની સંતાન બની જાત છે. નવો જન્મ પામવાનો અર્થ ઈસુના બાપ્તિસ્માના વસ્ત્ર પહેરવાનો, ઈસુ સાથે વધસ્તંભ પર મરવું અને તેની સાથે પુનરુત્થિત તવું એવો છે. તેનો અર્થ, ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભના વચનો દ્વારા વ્યક્તિનું ન્યાયી બનવું છે.
જ્યારે કોઈ વ્યક્તિ પોતાની માંના ગર્ભમાંથી જન્મ લે છે, ત્યારે તે એક પાપી હોય છે. પણ જ્યારે તે પાણી અને આત્માથી નવો જન્મ પામવાની સાચી સુવાર્તાને સાંભળે છે, ત્યારે તે નવો જન્મ પામે છે અને ન્યાયી બને છે.
બહારથી તે વ્યક્તિમાં કોઈ બદલાવ નથી દેખાતો, પરંતુ અંદરથી તે વ્યક્તિ આત્મામાં નવો જન્મ પામેલો હોય છે. આ છે નવો જન્મ પામવાનો અર્થ. પરંતુ ખુબજ થોડા એવા લોકો છે જે આ હકીકતને જાણે છે, ત્યાં સુધી કે દસ હજારમાં ફક્ત એક જ વ્યક્તિ. શું તમે મારા સાથે સહમત છો કે ખુબજ થોડાં લોકો છે જે નવો જન્મ પામવાની હકીકતને સમજે છે?
જેઓ પાણી અને આત્માની સુવાર્તામાં વિશ્વાસ કરે છે અને નવો જન્મ મેળવે છે તેઓ સાધારણ ખ્રિસ્તી અને ખરેખર નવો જન્મ પામેલા લોકોમાં તફાવત કરી શકે છે.
તે ઈસુ છે જે હવા પર નિયંત્રણ રાખે છે
કોણ જાણી શકે છે કે કોણે ઉદ્ધાર મેળવ્યો છે?
ફક્ત નવો જન્મ પામેલી વ્યક્તિ.
“વા જ્યાં ચાહે છે ત્યાં વાય છે, અને તું તેનો અવાજ સાંભળે છે, પણ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, એ તું નથી જાણતો. દરેક જે આત્માથી જન્મેલું છે તે તેના જેવું જ છે”. ઈસુ એવા લોકો વિષે કહેતા હતા જેઓએ નવો જન્મ નથી પામ્યો. નવો જન્મ પામેલો વ્યક્તિ નવો જન્મ પામવા વિષે જાણે છે. પણ નિકોદેમાસ નહોતો જાણતો. ઈશ્વર જાણે છે કે કોનો નવો જન્મ થયો છે, અને જેણે નવો જન્મ પામ્યો છે તે પણ જાણે છે.
જે વ્યક્તિએ નવો જન્મ નથી પામ્યો તે સમજી નથી શકતો કે કેવીરીતે વ્યક્તિનો નવો જન્મ થાય છે અને તે નથી જાણતો કે હવા ક્યાંથી આવે છે અને ક્યા જાય છે.
શું તમે આ સમજી શકો છો? હવાને કોણ વહાવે છે? ઈશ્વર હવાને વહાવે છે. હવાને કોને બનાવી? ઈશ્વર જે સ્વર્ગમાં છે. ધરતી પર ઋતુને કોણ નિયંત્રિત કરે છે, કોણ પાણી અને વાયુના ચક્રને નિયંત્રિત કરે છે? અને કોણ સજીવ પ્રાણીઓને જીવનનો શ્વાસ આપે છે? બીજા શબ્દોન માં, કોણ છે જેને અ પૃથ્વી પરના પ્રત્યેક જીવધારીઓને બનાવ્યા અને તેઓને વિકસિત કર્યા? તે ઈસુ ખ્રિસ્ત સિવાય બીજું કોઈ નથી, અને ઈસુ જ પ્રભુ છે.
જ્યાં સુધી અપને પાણી, રક્ત અને આત્માની સુવાર્તાને નથી જાણતા, આપણે નવો જન્મ નથી પામી શકતા અને આત્મિક રીતે બીજાઓને શીખવી પણ નથી શકતા. તેટલા માટે ઈસુ આપણને કહે છે કે જ્યાં સુધી કોઈ પાણી અને આત્માથી જન્મ ન લે ત્યાં સુધી તે નવો જન્મ પામી શકતો નથી.
આપણે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવો પડશે, આ સામર્થી સુવાર્તા આપણને નવો જન્મ આપે છે. જેઓ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરે છે, તેઓ દરેકના હૃદયમાં પવિત્ર આત્મા પ્રવેશ કરે છે અને નિવાસ કરે છે.
મનુષ્યજાતિના સઘળાં પાપો પોતાના પર લેવા માટે ઈસુએ બાપ્તિસ્મા લીધું હતું અને આ પાપો માટે વધસ્તંભ પર પોતાનું રક્ત વહેવડાવી કીમત ચૂકવી. તેણે પ્રત્યેક મનુષ્યના હૃદયમાં નવો જન્મ પામવાના ઉદ્ધારને સ્થાપિત કરી દીધું છે. જ્યારે આપણે આ સુવાર્તામાં વિશ્વાસ કરીએ છીએ, ત્યારે પવિત્ર આત્મા આપણા હૃદયમાં પ્રવેશ કરે છે. આ જ નવો જન્મ પામવાનો ઉદ્ધાર છે. જ્યારે આપણે ઈસુના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા સઘળા પાપો સાફ થાય છે તેવો વિશ્વાસ કરીએ છીએ ત્યારે હકીકતમાં આપણે નવો જન્મ પામીએ છીએ.
ઉત્પત્તિ ૧:૨ માં લખ્યું છે, “અને પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી; અને જળનિધિ પર અંધારું હતું; અને ઈશ્વરનો આત્મા પાણી પર હાલતો થયો”.
તેનો અર્થ છે કે પવિત્ર આત્મા પાપી માણસની અંદર પ્રવેશ નથી કરી શકતો. જેણે નવો જન્મ નથી પામ્યો તે વ્યક્તિ સંસારમાં છે અને આ સંસાર અંધકારથી ભરેલું છે. તેથી આવા વ્યક્તિના હૃદયમાં ઈશ્વરનો આત્મા રાજે તે શક્ય નથી.
ઈશ્વરે પોતાની સુવાર્તાના પ્રકાશને પાપીના હૃદયમાં સંગ્રહીને રાખ્યું છે. ઈશ્વરે કહ્યું, “અજવાળું થાઓ” (ઉત્પત્તિ ૧:૩) અને અજવાળું થયું. ફક્ત ત્યારથી જ સઘળા લોકોના હૃદયમાં ઈશ્વરનો આત્મા રહેવા લાગ્યો.
તેથી, જે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરે છે તેવા વ્યક્તિના હૃદયમાં ઈશ્વરનો આત્મા વાસ કરે છે. આ જ છે “નવો જન્મ” પામવાનો અર્થ. તેઓ પોતાના હૃદયમાં નવો જન્મ પામે છે કેમકે તેઓએ પાણી અને આત્માના ઉદ્ધારના વચનોને સાંભળ્યા છે અને તેના પર વિશ્વાસ કર્યો છે.
એક મનુષ્ય કેવી રીતે નવો જન્મ પામી શકે છે? ઈસુ તેને સ્પષ્ટ કરતા નિકોદેમસ ફરોશીને કહે છે, “જો કોઈ પાણી અને આત્માથી ન જન્મે તો તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકતો નથી”. નિકોદેમસે કહ્યું, “અમે પાણી અને આત્માથી જન્મ કઈ રીતે લઇ શકીએ? શું અમારે ફરીથી માંના ગર્ભમાં પ્રવેશ કરવો પડશે, ત્યારે અમારો નવો જન્મ થશે? સ્પષ્ટ છે: તે તેને શાબ્દિક લે છે અને તે સમજી ન શક્યો કે કઈરીતે એક મનુષ્ય નવો જન્મ લઈ શકે છે.
ઈસુએ તેને કહ્યું, “તું એક ગુરુ છે, છતાં પણ તું તેનો અર્થ નથી સમજતો? ઈસુ તેને કહે છે કે જ્યાં સુધી કોઈ પાણી અને આત્મા દ્વારા જન્મ ન લે તે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકાતું નથી, અને તેને જોઈ પણ શકાતું નથી. ઈસુએ નિકોદેમસને નવો જન્મ પામવાની હકીકત કહી.
આ હકીકત છે કે ઘણાબધાં લોકો નવો જન્મ પામ્યા વગર ઈસુ પાર વિશ્વાસ કરે છે. ઘણાંખરા ખ્રિસ્તી નિકોદેમસ જેવા જ છે જેઓનો હજી વાસ્તવમાં નવો જન્મ નથી થયો.
ઇસ્રાએલમાં નિકોદેમસ એક ધાર્મિક ગુરુ હતો, જેમ આજે મંડળીમાં આગેવાન હોય છે. આજની સરખામણીએ તે એક રાજકીય નેતાના સમકક્ષ હતો. ધાર્મિક માપદંડ દ્વારા તે એક શિક્ષક, હિબ્રૂઓનો ગુરુ, યહૂદીઓનો એક ધાર્મિક ગુરુ હતો. તે એક પારંગત વિદ્વાન પણ હતો.
તે દિવસોમાં ઇસ્રાએલમાં આજના જેવી કોઈ પણ સંસ્થાઓ ન હતી. તેથી સઘળા લોકો “બુદ્ધિજીવી વ્યક્તિઓ” ના આધીન શિક્ષા પ્રાપ્ત કરવા માટે આરાધનાલયમાં જતા હતા. જેમ આજે પણ છે તેમ તેઓના મધ્યે જુઠ્ઠા શિક્ષક પણ હતા. અને તેઓ પોતે નવો જન્મ પામ્યા વગર બીજા લોકોને સીખાવતા હતા.
આજે પણ અહિયાં ઘણાબધાં ધાર્મિક આગેવાનો, મંડળીના પદાધિકારીઓ, શિક્ષક, ઉપદેશક, વડીલ અને ડીકન છે, જેઓનો નવો જન્મ નથી થયો. નિકોદેમસની જેમ તેઓ નવું જીવન પામવાની હકીકતને નથી જાણતા. ઘણાબધાં લોકો વિચારે પણ છે કે તેઓને નવો જન્મ પામવા માટે માંના ગર્ભમાં ફરીથી પ્રવેશ કરવો પડશે. તેઓ જાને છે કે તેઓનો નવો જન્મ થશે, પણ કેવી રીતે થશે તે નથી જાણતા.
આ તેઓની અજ્ઞાનતાને કારણે છે, જેમ એક આંધળો માણસ હાથીને પોતાના હાથના સ્પર્શ વડે ઓળખવાની કોશિશ કરે છે. તેઓના નિર્ણય પોતાની વ્યક્તિગત ભાવનાઓ અને અનુભવ પર આધારિત હોય છે. તેઓ મંડળીમાં સાંસારિક મૂલ્ય વિષે ઉપદેશ આપે છે. તેમ છતાં, ઘણાં લોકોને તેઓ નવો જન્મ પામવાથી રોકી રાખે છે.
સારા કર્યો કરવાથી નવો જન્મ થતો નથી. આપનો નવો જન્મ પાણી, રક્ત અને આત્માના વચનો પર વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વર આપણને આપે છે. આ ઈશ્વરની સુવાર્તા છે જે આપણને એક પાપી માંથી ન્યાયી બનાવે છે.
ઈસુએ કહ્યું, “જો મેં તમને પૃથ્વી પરની વાતો કહી, છતાં તમે વિશ્વાસ કરતા નથી, તો હું તમને આકાશમાંની વાતો કહું તો તમે કેમ વિશ્વાસ કરશો?” (યોહાન ૩:૧૨) અને જ્યારે ઈસુએ તેઓને કહ્યું કે તેણે આપણા સઘળા પાપોનું પ્રાયશ્ચિત પોતાના બાપ્તિસ્મા દ્વારા કર્યું હતું ત્યારે ખરેખર લોકોએ તે વાત માની નહિ. તેઓએ શું વિશ્વાસ ન કર્યો? તેઓ વિશ્વાસ નથી કરતા કે તેઓનો છૂટકારો ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના મૃત્યુ દ્વારા શક્ય બન્યો. આનો અર્થ એવો છે કે જયારે તેણે કહ્યું કે હું “સ્વર્ગની વાતો” કરું છું ત્યારે લોકો વિશ્વાસ નથી કરતા.
આપણા સઘળા પાપોને સાફ કરવા માટે ઈસુએ યોહાન બાપ્તિસ્ત દ્વારા બાપ્તિસ્મા લીધું અને વધસ્તંભ પર માર્યા અને મૃત્યુથી સજીવન થઈને પાપીઓ માટે નવો જન્મ પ્રાપ્ત કરવાના માર્ગને તૈયાર કર્યો.
એટલા માટે ઈસુ જુના કરારના સંદર્ભ દ્વારા નિકોદેમસને સમજાવે છે, “આકાશમાંથી ઊતરેલો માણસનો દીકરો જે આકાશમાં છે તે વિના આકાશમાં કોઈ નથી ચઢયું. જેમ મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો, તેમ માણસના દીકરાને ઊંચો કરાવવાની જરૂર છે. એ માટે કે જે કોઈ વિશ્વાસ કરે તે તેનામાં અનંતજીવન પામે” (યોહાન ૩:૧૩-૧૫). જેમ મૂસાએ રાનમાં સર્પને ઉંચો કર્યો હતો, તે જ પ્રકારે મનુષ્યના પુત્રને ઉંચે ચઢાવાવો અનિવાર્ય હતું. જે કોઈ તેના પર વિશ્વાસ કરશે તે અનંત જીવન પ્રાપ્ત કરશે.
જ્યારે ઈસુએ કહ્યું કે “જેમ મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો, તેમ માણસના દીકરાને ઊંચો કરાવવાની જરૂર છે” (યોહન ૩:૧૪) ત્યારે તેનો અર્થ શું હતો. તે આ વાક્યને જુના કરારનું વચન લઈને સમજાવે છે કે તેના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા મનુષ્યજાતિના સઘળા પાપોનું પ્રાયશ્ચિત થયું છે.
ઈસુએ વધસ્તંભ પર ચઢાવા માટે તેને પહલેથી જ યોહાન બાપ્તિસ્ત દ્વારા બાપ્તિસ્મા લઈને જગતના પાપોને પોતાની ઉપર લઇ લીધા હતા. કેમકે ઈસુ પાપરહિત હતા તેથી તેમને વધસ્તંભ પર ચઢાવી શકાતા નહોતા. તેમને વધસ્તંભ પર ચઢાવવા માટે યોહાન બાપ્તિસ્ત દ્વારા તેમનું બાપ્તિસ્મા થયું અને આ રીતે જગતના સઘળા પાપો પોતાની ઉપર લઇ લીધા.
ફક્ત આપણા પાપો પોતાની ઉપર લેવા દ્વારા અને પોતાના રક્ત દ્વારા તેનું મૂલ્ય ચુકવવા દ્વારા તેને સઘળા પાપીઓને શાપથી બચાવી લીધા. ઈસુએ પાણી અને રક્તથી નવો જન્મ પામવાનો છૂટકારો આપણને આપી દીધો છે.
તેથી જેઓ ઈસુ પર પોતાના ઉધ્ધારક તરીકે વિશ્વાસ કરે છે ફક્ત તેઓ જ તેના બાપ્તિસ્માના વસ્ત્રો પહેરી શકે છે, તેની સાથે મારે છે અને નાવો જન્મ પ્રાપ્ત કરે છે. પછીથી નિકોદેમસને આ વાત સમજાઈ.
જેવી રીતે સર્પને ઉંચે ઉઠાવ્યો
કેમ ઈસુને વધસ્તંભ પર ચઢાવ્યો હતો?
કેમકે તેને પોતાના બાપ્તિસ્મા દ્વારા સઘળા પાપોને લઈ લીધા હતા.
શું તમે આ કહાની જાણો છો કે મૂસાએ રાનમાં પીતળના સર્પને ઉંચો કર્યો હતો? આ કહાની ગણના અધ્યાય ૨૧માં લખવામાં આવી છે. આ બતાવે છે કે મિસ્ર દેશમાંથી નીકળ્યા બાદ ઇસ્રાએલીઓના પ્રાણ અધીરા થઇ ગયા, તે કારણે તેઓ ઈશ્વર અને મૂસાની વિરુદ્ધ બોલવા લાગ્યા.
તેથી, ઈશ્વરે લોકોના મધ્યે ઝેરીલા સર્પો મોકલ્યા, જે તેઓના તંબૂમાં ઘૂસી ગયા અને તેઓને ડંખ મારવા લાગ્યા. ડંખ લાગ્યા બાદ તેઓના શરીર ફૂલવા લાગ્યા અને ઘણાબધાં ઇસ્રાએલીઓ મારી ગયા.
જ્યારે લોકો મરવા લાગ્યા, ત્યારે તેના આગેવાન મૂસાએ ઈશ્વરને પ્રાર્થના કરી, “પ્રભુ! કૃપા કરી અમને બચાવો”. ઈશ્વરે મૂસાને કહ્યું, પિતળનો એક સર્પ બનાવ અને તેને એક ઝંડા પર મૂક. તેમને તેને કહ્યું કે જે કોઈ આ ઝંડા તરફ જોશે તે જીવિત રહેશે. મૂસાએ જેમ ઈશ્વરે કહ્યું હતું તેમ જ કર્યું અને ઇસ્રાએલીઓને ઈશ્વરનું વચન કહી સંભળાવ્યું.
જે કોઈ તેના વચનો પર વિશ્વાસ કરતા અને પિતળના સર્પ ની તરફ જોતા તેઓ સાજાં થતા. તેવીજ રીતે આપણે પણ શેતાનના ઝેરી ડંખથી સાજા થાય છીએ. ઇસ્રાએલી લોકોએ મૂસાની વાત સાંભળી અને ઝંડા પર લટકતા સર્પ તરફ જોયું અને તે પ્રકારે તેઓ સાજાં થયા.
ઝંડાના સર્પનું પ્રકાશન એ હતું કે ઈસુ ખ્રિસ્તના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેમના મૃત્યુ દ્વારા મનુષ્યજાતિના સઘળા પાપો ઈસુ પર નાખી દીધા. તેણે જગતના સઘળા પાપીઓના પાપોનો દંડ ચુકવવા માટે બધું પોતાના પર લઇ લીધું. આ પ્રકારે, તેમને આપણા સઘળા પાપોના દંડનો અંત કરી દીધો.
ઈસુ ખ્રિસ્ત આ સંસારમાં સઘળા લોકોને બચાવવા માટે આવ્યા, તેઓને જેઓ “સર્પના ઝેર” જેવા શેતાનના પરીક્ષણથી મારી રહ્યાં હતા. આપણા સઘળા પાપોની કીમત ચુકવવા માટે, તેણે બાપ્તિસ્મા લીધું અને વધસ્તંભ પર માર્યો. તેના સજીવન થવા પર જેઓ વિશ્વાસ કરે છે તેઓ બચી ગયા છે.
જેવી રીતે જુના કારારમાં ફક્ત તે ઇસ્રાએલીઓ જ બચી શક્યા જેઓએ ઝંડા પર લટકતા સર્પને જોયો હતો. આજે જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે તેઓને વિશ્વાસ છે કે તેણે પોતાના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા આપણા પાપોનું મૂલ્ય ચૂકવી દીધું છે, અને તેઓ બચી જાય છે અને નવો જન્મ પામી શકે છે.
ઈસુએ યર્દન નદીમાં યોહાન બાપ્તિસ્ત દ્વારા બાપ્તિસ્મા લેવા દ્વારા વધસ્તંભ પર તેનું મૃત્યુ અને મૃત્યુમાંથી સજીવન થવા દ્વારા જગતના સઘળા પાપો માટે કીમત ચૂકવી દીધી છે. હવે જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તેઓ તેની કૃપા દ્વારા ઉદ્ધારનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે.
“આકાશમાંથી ઉતારેલો માણસનો દીકરો જે આકાશમાં છે તે વિના આકાશમાં કોઈ નથી ચઢ્યું” (યોહાન ૩:૧૩). આપણા પાપોના દંડ માટે ઈસુએ બાપ્તિસ્મા લીધું અને આપણા માટે સ્વર્ગના દ્વાર ખોલી નાખ્યા. યોહન ૧૪:૬માં ઈસુએ કહ્યું, “માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી”.
કેમ કે આપણા માટે સ્વર્ગનાં દ્વાર ખોલવા માટે ઈસુએ બાપ્તિસ્મા લીધું અને વધસ્તંભ પર ચઢ્યો. જે લોકો તેના દ્વારા ઉદ્ધારમાં વિશ્વાસ કેરે છે તેઓ બચી જશે. ઈસુએ આપણા પાપોનું મુલ્ય ચૂકવી દીધું છે, તેથી જે કોઈ તેના પાણી, રક્ત અને આત્માના સત્યમાં વિશ્વાસ કરે છે તેઓ સ્વર્ગનાં રાજ્યમાં પ્રવેશ કરી શકે છે.
ઈસુએ આપણને પાનિયા ને આત્માની સુવાર્તા દ્વારા બચાવી લીધા છે. નવો જન્મ ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તમાં વિશ્વાસ કરવાથી મળે છે અને તે સત્ય પર વિશ્વાસ કરવા દ્વારા કે તે ઈશ્વર છે.
“જેમ મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો, તેમ માણસના દીકરાને ઊંચો કરાવવાની જરૂર છે” (યોહન ૩:૧૪). આ વાક્યનો અર્થ શું છે? કેમ ઈસુને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા? શું તેમણે આપણી જેમ પાપ કર્યું હતું? શું તે આપણી જેમ કમજોર હતા? શું તે આપણી જેમ જ અપૂર્ણ હતા? ના! એવું નહોતું?
તો પછી કેમ તેમને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા? તે આપણને બચાવવા માટે અને આપણા સઘળા પાપોના દંડ માટે હતું. આપણા સઘળા પાપોથી આપણને બચાવવા માટે તેમણે બાપ્તિસ્મા લીધું અને વધસ્તંભ પર ચડ્યા.
આ પાણી અને આત્માથી નવો જન્મ પામવાની હકીકત છે. ઈસુ એ લોકોને નવું જીવન આપે છે જેઓ તેમના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેમના મૃત્યુમાં વિશ્વાસ કરે છે જે આપણા પાપોના દંડ માટે હતું.
‘પાણી’ અને ‘આત્મા’ નો અર્થ
પાણી અને આત્માનો શો અર્થ છે?
પાણીનો અર્થ છે ઈસુનું બાપ્તિસ્મા અને આત્માનો અર્થ છે કે તે ઈશ્વર છે.
બાઈબલ આપણને કહે છે કે જ્યારે આપણે ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના રક્ત પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણે જવો જન્મ પામીએ છીએ. નવો જન્મ પામવા દ્વારા આપણે ઈશ્વરની સંતાન બનીએ છીએ, આ ઈશ્વરના લિખિત વચનોમાં જોઈ શકાય છે. પાણી, રક્ત, અને આત્માની સુવાર્તા જે આપણા પાપોની પૂર્તિ છે.
બાઈબલ અનુસાર “પાણીનો અર્થ ઈસુનું બાપ્તિસ્મા છે” (૧ પિતર ૩:૨૧). અને આત્માનો અર્થ છે કે ઈસુ ઈશ્વર છે. અને આ નવો જન્મ પામવાની હકીકત છે કે ઈસુ મનુષ્ય દેહમાં આ પૃથ્વી પર આવ્યા અને પોતાના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા આપણા પાપો માટે મૂલ્ય ચુકવ્યું.
તેમણે પોતાના બાપ્તિસ્મા દ્વારા આપણા સઘળા પાપોને પોતાના પર લઇ લીધા અને વધસ્તંભ પર પોતાના મૃત્યુ દ્વારા પાપનાં મૂલ્યને ચૂકવી દીધું. બાપ્તિસ્મા લેવા દ્વારા અને વધસ્તંભ પર રક્ત વહેવડાવા દ્વારા જેઓ તેના પર વિશ્વાસ કરે છે તેઓને બચાવી લીધા.
આપણે જાણવું જોઈએ કે ઈસુનું બાપ્તિસ્મા અને રક્ત આપણા છૂટકારાનું પ્રતિનિધિત્વ કરે છે જેણે આપણને પાપોથી બચાવ્યા છે. ફક્ત તે લોકો જ સ્વર્ગ રાજ્યને જોઈ શકે છે અને તેમાં પ્રવેશ કરી શકે છે જેઓ ‘પાણી અને આત્મા’ થી નવો જન્મ પામ્યાં છે. ઈસુએ પોતાના બાપ્તિસ્મા, રક્ત અને આત્માથી આપણને બચાવી લીધા છે. શું તમે વિશ્વાસ કરો છો?
ઈસુ સ્વર્ગનો મહાયાજક છે. તે આ જગતનાં પાપોનું મૂલ્ય ચુકવવા માટે આ પૃથ્વી પર આવ્યાં હતા. તેને બાપ્તિસ્મા લીધું, વધસ્તંભ પર પોતાનું રક્ત વહેવડાવ્યું અને પુનરુત્થિત થયા. આ પ્રકારે જે લોકો ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓનો તે ઉદ્ધારક છે.
યોહાન ૧૦:૭માં ઈસુએ કહ્યું, “ઘેટાનું બારણું હું છું”. ઈસુ સ્વર્ગના દ્વાર પર ઉભા છે. કોણ આપણા માટે દ્વાર ખોલશે? ઈસુ ખ્રિસ્ત ખોલશે.
જે તેવા લોકોથી પોતાનું મોઢું ફેરવી લેશે જેઓ તેના છૂટકારાની હકીકત જાણ્યાં વગર તેના પર વિશ્વાસ કરે છે. તે તેવા લોકોને અનુમતિ નથી આપતો જે તેના બાપ્તિસ્મા, રક્ત અને આત્માથી નવો જન્મ પ્રાપ્ત કરવામાં વિશ્વાસ નથી કરતા. તે તેવાં લોકોથી પોતાનું મુખ ફેરવી લેશે જેઓ તેના લિખિત વચનો પર વિશ્વાસ નથી કરતા. જેઓ તેની પવિત્રતાનો અસ્વીકાર કરે છે અને તેને ઈશ્વરના રૂપમાં સ્વીકારવાનો નકાર કરે છે.
લિખિત હકીકત એવી છે કે તે દેહમાં આ દુનિયામાં આવ્યો, બાપ્તિસ્મા લીધું અને જગતના સઘળા પાપો માટે વધસ્તંભ પર માર્યો. આપણા અધર્મોને કારણે તેણે વધસ્તંભ પર દંડ ચૂકવ્યો, અને વધસ્તંભ પર ચઢાવ્યાં બાદ ત્રીજા દિવસે જીવિત થયો. જે કોઈ પણ આ હકીકત પર વિશ્વાસ કરવાની નાં પાડે છે, તેઓને બહાર ફેંકી દેવામાં આવશે અને તેઓનો નાશ થશે. જેમ લખવામાં આવ્યું છે, “પાપનો મૂસારો મરણ છે”.
જે લોકો કોઈ પણ પ્રકારે તેના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા છૂટકારા પર વિશ્વાસ કરે છે તેઓ પોતાના હૃદયમાં પવિત્ર બને છે, અને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરે છે. નવો જન્મ પામવાની સાચી સુવાર્તા આ જ છે જે પાણી, રક્ત અને આત્મા દ્વારા આપણી પાસે આવી. પાણી અને આત્માથી નવો જન્મ પામવો એ જ સ્વર્ગની સુવાર્તા છે. ફક્ત જેઓ ઈસુના બાપ્તિસ્મા અને રક્ત પર વિશ્વાસ કરે છે તેઓ નવો જન્મ પામી શકે છે. જેઓ પાણી, રક્ત અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરે છે તેઓ પાપરહિત છે. આ તે લોકો છે જેઓએ હકીકતમાં નવો જન્મ મેળવ્યો છે.
આજે, સત્યથી અજાણ નિકોદેમસ જેવા મોટાભાગનાં લોકો સાચી સુવાર્તાને જાણ્યા વગર ઈસુ પર વિશ્વાસ કરે છે. નિકોદેમસ પોતાના સમૂહનો પ્રતિષ્ઠિત વ્યજતી હતી. તે ઉપરાંત તેને ઈસુથી સાચી સુવાર્તા સાંભળી, અને પછી જ્યારે ઈસુને વધસ્તંભ પર ચડાવી દેવાયો ત્યાર બાદ તે એવાં વ્યક્તિઓ માનો હતો જેમને તેને દફનાવ્યો હતો. તે સમયથી જ નિકોદેમસ ઈસુ પર સંપૂર્ણપણે વિશ્વાસ કરવા લાગ્યો.
આજે પણ આપણામાંથી ઘણાં લોકો ઈસુના પાણી અને આત્માની હકીકત વિષે નથી જાણતા. તે ઉપરાંત ઘણાબધાં એવા લોકો પણ છે જેઓ સત્યનો સ્વીકાર નથી કરતા જ્યારે તેમની પાસે સુવાર્તા સાંભળવાનો અવસર છે. આ એક દુઃખની વાત છે.
ઈસુએ આપણા સર્વ માટે નવો જન્મ પામવું શક્ય કર્યું છે. શું આપણો નવો જન્મ થયો છે? પાણી, રક્ત અને આત્માથી. જ્યારે ઈસુએ પાણીમાં બાપ્તિસ્મા લીધું ત્યારે આપણા પાપો પોતાની ઉપર લઈ લીધા. તે વધસ્તંભ પર મૃત્યુ પામ્યો અને ત્યાર બાદ મૃત્યુમાંથી સજીવન થયો.
અને તે આપણ સર્વ ને જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે, નવો જન્મ પામવાનાં આશીર્વાદ પર વિશ્વાસ કરે છે, તેઓને નવો જન્મ પામવાની અનુમતિ આપે છે. પ્રાર્થના કરો કે તમે ઈસુની સાથે હોવ, જેણે સ્વર્ગ અને પૃથ્વીની રચના કરી અને તે બંનેના વચ્ચેની સઘળી વસ્તુઓને બનાવી.
યોહાન ૩:૧૬ કહે છે, “જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ અનંત જીવન મેળવે”. ઈસુ પર વિશ્વાસ કરવા દ્વારા આપણે અનંત જીવન પ્રાપ્ત કરીએ છીએ. પાણી અને આત્મામાં વિશ્વાસ કરવા દ્વારા અપાણે નવો જન્મ પામીએ છીએ. આ હકીકત છે કે જો આપણે ઉદ્ધારની સુવાર્તા પર, ઈસુના બાપ્તિસ્મા અને રક્ત પર અને ઈસુ જ ઉદ્ધારક છે એવો વિશ્વાસ કરીએ તો આપણે બચી જઈશું.
પરંતુ જો આપણે આ હકીકત પર વિશ્વાસ નથી કરતા તો આપણને અનંતકાળ સુધી નરકમાં નાખી દેવામાં આવશે. એટલા માટે ઈસુ નિકોદેમસને કહે છે, “જો મેં તમને પૃથ્વી પરની વાતો કહી, છતાં તમે વિશ્વાસ કરતા નથી, તો હું તમને આકાશમાંની વાતો કહું તો તમે કેમ વિશ્વાસ કરશો?”
ઈશ્વરે આપણા માટે શું કર્યું છે? ઈસુ દ્વારા છૂટકારો અને નવો જન્મ પામવા માટેની અનુમતિ આપી છે. ઈસુ આપણને જગતની દુષ્ટતા અને પાપોથી બચાવે છે. આ જગતના પાપીઓને પાપના દંડથી બચાવવા માટે તેણે પોતાના બાપ્તિસ્મા દ્વારા આપણા પાપો પોતાની ઉપર લઈ લીધા, વધસ્તંભ પર ચડ્યો અને ત્યાર બાદ મૃતકોમાંથી સજીવન થયો.
આ આપણી પસંદગી છે કે આપણે આ ઉદ્ધાર પર વિશ્વાસ કરવો કે નહિ. નવો જન્મ પામવાનો ઉદ્ધાર, ઈસુના બાપ્તિસ્મા અને રક્ત પર વિશ્વાસ કરવા દ્વારા મળે છે.
એવું કહેવામાં આવ્યું છે કે ઈશ્વર આપણને બે પ્રકારના આશીર્વાદ આપે છે. એક સામાન્ય આશીર્વાદ છે, જેમાં પ્રકૃતિની બધીજ વસ્તુઓ રહેલી છે, સુરજ અને હવા પણ. આને આપણે સામાન્ય આશીર્વાદના રૂપમાં ઓળખીએ છીએ કેમકે આ દરેક મનુષ્યને આપવામાં આવ્યું છે, પછી તે પાપી હોય કે ન્યાયી.
તો પછી આ વિશેષ આશીર્વાદ શું છે? પાણી અને આત્માથી નવો જન્મ પામવો જન વિશેષ આશીર્વાદ છે, જે સઘળા પાપીઓને તેના પાપોથી છે.
વિશેષ આશીર્વાદ
વિશેષ આશીર્વાદ શું છે?
ઈસુનું બાપ્તિસ્મા, વધસ્તંભ પર તેનું ચડવું, અને તેના પુનરુત્થાન દ્વારા નવો જન્મ મેળવવો.
યોહાન ૩:૧૬માં લખ્યું છે, “કેમ કે ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે”. આ ઈશ્વરના વિશેષ આશીર્વાદને દર્શાવે છે: ઈસુ મનુષ્યની દેહમાં આ પૃથ્વી પર આવ્યા અને તેમણે આપણા માટે બાપ્તિસ્મા લેવા અને વધસ્તંભ પર ચડવા દ્વારા આપણા પાપોને સાફ કાર્ય. આ જ ઈશ્વરનો વિશેષ આશીર્વાદ છે. આ હકીકત છે કે આપણે સઘળા પાપોથી બચી ગયા છીએ.
આ એક હકીકત છે કે ઈસુએ આપણને બચાવ્યાં છે અને પાપીમાંથી આપણને ન્યાયી બનાવ્યાં છે. આ સત્ય પર વિશ્વાસ કરવા દ્વારા તમે ઈશ્વરનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. શું તમે દરેક લોકો વિશ્વાસ કરો છો?
જો તમે ઈશ્વરના આ વિશેષ આશીર્વાદને ઠોકર મારશો તો તમારો વિશ્વાસ કરવો વ્યર્થ જશે. તમે તમારા જીવનભર ભલે ગમે તેટલાં નિષ્ઠાવાન રહ્યા હોય, ભલે ગમે તે કર્યું હોય બધું જ વ્યર્થ જશે.
હું હંમેશા પ્રચાર કરું છું અને ક્યારેય પણ આ પ્રચાર કરવાનું નથી ભૂલતો કે ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર વિશ્વાસ કરવું એ જ નવો જન્મ પ્રાપ્ત કરવાનો એકમાત્ર માર્ગ છે. બાઈબલની અન્ય પુસ્તકો પ્રગટ કરે છે કે ઈસુ દ્વારા નવો જન્મ પ્રાપ્ત કરવાનો આશીર્વાદ જ ‘ઈશ્વરનો વિશેષ આશીર્વાદ છે’ જેના વિષે આપણે વાત કરી રહ્યાં છીએ. ઈસુનું બાપ્તિસ્મા અને તેના વધસ્તંભ પર ચડવું તેની અપેક્ષા ઈશ્વરનો આશીર્વાદ સારો છે. એવું અહિયાં કશું જ નથી.
ઈસુનું બાપ્તિસ્મા અને તેને વધસ્તંભ ચડાવ્યો એ જ ઈશ્વરનો વિશેષ આશીર્વાદ છે. આ જગતમાં ખોટા ઉપદેશક તેના વિષે કશું જ નથી કહેતા. આ ખોટા ઉપદેશક અજવાળાના દૂતના વેશમાં આવે છે, તેઓ ખ્રિસ્તત્વ અને માનવતાની નૈતિકતાથી સુસજ્જ રહે છે. હા, એ જ સાચું છે. જે અદભુત કાર્ય તેઓ કરે છે જેમ કે બીમારને સાજા કરવા એ બધું દુષ્ટતા છે. પણ ઈશ્વરના વિશેષ આશીર્વાદ સાથે તેઓનું કઈ લેવાદેવા નથી.
આ જ ઈશ્વરનો વિશેષ આશીર્વાદ છે જે આપણ પાપીઓને પ્રાયશ્ચિતની સુવાર્તા આપે છે.તેમના વિશેષ આશીર્વાદ સાથે ઈશ્વર આપણને નવો જન્મ પામવાનો આદેશ પણ આપે છે. પોતાના બાપ્તિસ્મા, રક્ત અને પુનરુત્થાન દ્વારા તે આપણને નવાં બનાવે છે. તે આપણને પોતાની સંતાન બનાવે છે અને પાપથી મુક્ત કરે છે.
શું તમે આમાં વિશ્વાસ કરો છો? હા! શું તમે ખરેખર આશીર્વાદ મેળવ્યો છે? હા. ઈસુના બાપ્તિસ્મા, રક્ત, મૃત્યુ અને પુનરુત્થાનનો આ આશીર્વાદ ઈશ્વરે આપણને આપ્યો છે. આ વિશેષ આશીર્વાદ ઈશ્વરે આપણને પાણી અને આત્મા દ્વારા દીધો છે. આ વિશેષ આશીર્વાદની સુવાર્તા છે. આપણને વિશેષ આશીર્વાદ વડે બચાવવા માટે પ્રભુની સ્તુતિ થાઓ.
આ એક દુઃખની વાત છે કે ઘણાં નિષ્ઠાવાન ખ્રિસ્તી આજે ઈશ્વરના વિશેષ આશીર્વાદ પ્રત્યે, બાપ્તિસ્મા અને રક્તની સુવાર્તા પ્રત્યે, પાણી અને આત્માથી નવો જન્મ પામવા પ્રત્યે સજાગ નથી અને તેઓ વિચાર્યા અને સમજ્યા વગર પોતાના ધર્મ વિજ્ઞાન અને ધાર્મિક નૈતિકતામાં ચાલીને માર્ગ શોધવાનો પ્રયત્ન કરે છે. તેઓ કેવી રીતે આ વાતથી અજાણ્યાં છે.
ખ્રિસ્તી ધર્મ આપણી સાથે ઘણાં સમયથી છે. સુધારણાના સમયને લગભગ પાંચસો વર્ષ થઇ ગયા. પરંતુ આજે પણ કોરિયામાં ઘણાબધાં લોકો અને જગતમાં પણ એવા ઘણાબધાં લોકો છે જેઓ નવો જન્મ પામવાની હકીકત અને ઈશ્વરના વિશેષ આશીર્વાદ વિષે આજે પણ અજાણ્યાં છે.
પણ મને આશા અને વિશ્વાસ છે કે તેઓ હવે આ હકીકતને જાણશે કેમ કે આપણે જગતના અંતિમ સમયથી ખુબજ નજીક છીએ.
પાપીઓનો નવો જન્મ થશે અને તેઓ પાણી અને આત્માની હકીકતનો સ્વીકાર કરવા અનુસાર ન્યાયી બનીને સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ કરશે. ઘણાબધાં ખ્રિસ્તીઓ નવો જન્મ પામવા માટે કઠોર પ્રયાસો કરે છે.
તેથી, જો તેઓ નવો જન્મ પામવાના સાચાં અર્થને જાણ્યા વિના પ્રયાસ કરે છે તો તેઓનો વિશ્વાસ કરવો બેકાર છે. તેઓનો નવો જન્મ થઇ ગયો છે, પણ તેઓની પાસે નવો જન્મ પામવાની હકીકત વિષે કોઈ જાણકારી નથી.
તેઓ એવું માની લે છે કે તેઓએ નિષ્ઠાપૂર્વક વિશ્વાસ કર્યો છે અને પોતાના હૃદયમાં અગ્નિનો અનુભવ કર્યી છે, તેથી તેઓ નવો જન્મ પામી શકે છે. પણ વ્યક્તિગત અનુભવો અને ધાર્મિક કર્મકાંડનાં આધારે નવો જન્મ પામવાની કોશિશ કરાવી ફક્ત ખોટા વિશ્વાસ તરફ લઇ જાય છે.
ઈશ્વરના વચનો જે આપણને ખરું નવું જીવન પામવા તરફ લઈ જાય છે.
વિશ્વાસ અને ધર્મ વચ્ચે શું અંતર છે?
વિશ્વાસનો અર્થ છે કે ઈસુએ આપણને બચાવવા માટે જે કર્યું તેના પર ભરોષો કરવો, જ્યારે ધર્મ વ્યક્તિના પોતાના વિચારો અને કર્યો પર ભરોષો કરવો છે.
૧ યોહાન ૫:૪-૮માં સ્પષ્ટ લખ્યું છે કે આપણે ફક્ત પાણી, આત્મા અને રક્ત પર વિશ્વાસ કરવા દ્વારા જ નવો જન્મ પામી શકીએ છીએ. જો આપણે નવો જન્મ પામીએ છીએ તો આપણે યાદ રાખવું જોઈએ કે આપણે ફક્ત ઈશ્વરના સત્યના વચનો દ્વારા જ નવો જન્મ પામી શકીએ છીએ. આપણે જાણવું જોઈએ કે દર્શન, અન્ય ભાષામાં બોલવું કે ભાવનાત્મક અનુભવ ક્યારેય આપણને નવો જન્મ પામવાની તરફ નથી લઈ જઈ શકાતું.
યોહન અધ્યાય ૩માં ઈસુ કહે છે કે જ્યાં સુધી કોઈ મનુષ્ય પાણી અને આત્મા દ્વારા જન્મ ન લે ત્યાં સુધી તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકતું નથી. જો કોઈ નવો જન્મ પામવા ઈચ્છે છે, તો તેને ઈસુ પર બે વાર વિશ્વાસ કરવો પડશે. પહેલું, એક ધાર્મિક પ્રવૃત્તિને કારણે ઈસુ પર વિશ્વાસ કરવાનો છે, કે તે આપણા પાપોને વ્યવસ્થા દ્વારા સ્વીકાર કરે છે. આ ઈશ્વરની વ્યવસ્થા દ્વારા છે અને વાસ્તવમાં તે એક ખરાબ પાપી છે એવું સિદ્ધ થાય છે.
ઈસુ પર આપણો વિશ્વાસ દુનિયાના બીજા ધર્મો જેવો નથી. ખ્રિસ્તત્વ બીજા ધર્મો જેવું નથી. આ ફક્ત વિશ્વાસ દ્વારા અનંત જીવન મેળવવાનો એકમાત્ર માર્ગ છે.
જો કોઈ ઈસુ પર ધર્મની રીતે વિશ્વાસ કરે છે તેઓ અંતમાં ખાલી હાથ રહેશે. તેઓ પાપથી ભરેલા હૃદય સાથે સંસાર અને ખાલીપણામાં છોડી દેવામાં આવશે. શું આ સત્ય નથી? તમારો અંત બાઈબલના ફરોશીઓ જેવો થાય તેવું તમે નહિ ઈચ્છો.
પ્રત્યેક વ્યક્તિ નવો જન્મ પામેલી ખ્રિસ્તી વ્યક્તિ બનવા માંગે છે. જોકે, જ્યારે કોઈ વ્યક્તિ ખ્રિસ્તત્વને એક ધર્મની રીતે વિશ્વાસ કરે છે, ત્યારે અંતમાં તે વ્યક્તિ પાપથી ભરેલા પાખંડી વ્યક્તિ જેવો થઈ જાય છે. આપણે નવો જન્મ પામવાની હકીકતને સમજવું જોઈએ.
જે વ્યક્તિ નવો જન્મ પામ્યાં વગર ખ્રિસ્તત્વમાં એક ધર્મની રીતે વિશ્વાસ કરે છે તો નિશ્ચિતપણે અંતમાં તેનું હૃદય ભ્રમ અને ખાલીપણાથી ભરેલું હશે. એક વ્યક્તિ જે ઈસુ પર વિશ્વાસ કરે છે, પરંતુ નવો જન્મ નથી મેળવ્યો તો તેનો વિશ્વાસ ખોટો છે. તેથી અંતમાં તે એક મૂર્ખ છે. તે લોકો સામે પવિત્રતાથી આવવા માટે ઘણાં પ્રયાસો કરે છે, પણ તે ખરાબ રીતે અસફળ થાય છે.
જેમ જેમ તમે ખ્રિસ્તત્વમાં એક ધર્મના રૂપમાં વિશ્વાસ કરશો, તેમ તમે પાપી જ બની રહેશો. એક પાખંડી પોતાના જીવનના સઘળા પાપો માટે વિલાપ જ કરતો રહેશે. જો તમે તમારા પાપોથી મુક્ત થવા માગો છો, તો તમારે પાણી, રક્ત અને આત્માની સુવાર્તાની લખેલી હકીકત પર વિશ્વાસ કરવો પડશે.
ઈસુના બાપ્તિસ્મા દ્વારા છૂટકારાના રહસ્યને શોધવું
આપણને નવો જન્મ કોણ આપે છે?
ઈસુનું બાપ્તિસ્મા, વધસ્તંભ પર તેનું મૃત્યુ અને તેનું પુનરુત્થાન
બાઈબલ આપણને બતાવે છે કે ઈશ્વરના વચન દ્વારા પ્રત્યેક વ્યક્તિનો નવો જન્મ થઈ શકે છે, જે ક્યારેય નથી બદલાતું. હવે આપણે પ્રેરિત પિતરના વચનોને ૧ પિતર ૩:૨૧માં જોઈએ. “એ દ્રષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી હમણાં તમને પણ તારે છે”.
બાઈબલમાં એવો ઉલ્લેખ છે કે ઈસુનું બાપ્તિસ્મા પૂર્વ સંકેત છે જે હમણાં આપણને તારે છે. ઈસુ પર વિશ્વાસ કરનારા પ્રત્યેક લોકો જાણે છે કે અહિયાં આપણા બાપ્તિસ્મા વિષે નહિ પરંતુ ઈસુના બાપ્તિસ્મા વિષે લખ્યું છે. ઈસુનું બાપ્તિસ્મા આપણ પાપીઓને નવું જીવન આપે છે. વિશ્વાસ કરો અને તમારો નવો જન્મ થશે અને ઉદ્ધારનો આશીર્વાદ પ્રાપ્ત કરો.
સમજવા માટે કે ઉદ્ધાર ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ દ્વારા પ્રાપ્ત થાય છે. આપણે પાપથી ન્યાયી થઈને અનંત જીવન પ્રાપ્ત કરીને બચી શકીએ છીએ. બીજા શબ્દોમાં, જ્યારે આપણે ઈશ્વરના વચનો દ્વારા સત્ય પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણા પાપો હંમેશા માટે સાફ કરી દેવાશે.
નવો જન્મ પામવો ફરીથી જન્મ લેવો છે. આપણામાંથી ઘણાખરાં લોકો ઈસુ પર એક ધર્મના રૂપમાં વિશ્વાસ કરે છે પણ જ્યારે આપણે આ સત્યને માનીએ છીએ, ત્યાર બાદ વિશ્વાસ દ્વારા આપણો નવો જન્મ થાય છે. ઈસુના નામનો અર્થ છે, “કેમ કે જે પોતાનાં લોકને તેઓનાં પાપથી તારશે તે એ જ છે” (માથ્થી ૧:૨૧).
જ્યારે આપણે ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ અને પૂર્ણરૂપે જાણીએ છીએ કે તેણે મનુષ્યો માટે શું કર્યું, તો આપણે આપણા પાપોથી મુક્ત થઈએ છીએ અને એકદમ નવા વ્યક્તિની જેમ આપનો નવો જન્મ થાય છે. પહેલાં આપણે ઈસુ પર એક ધર્મના રૂપમાં વિશ્વાસ કરતાં હતા. ત્યાર બાદ જ્યારે આપણે ઈસુના બાપ્તિસ્મા અને રક્તની સુવાર્તાને સાંભળી અને વિશ્વાસ કર્યો ત્યારે આપણો નવો જન્મ થયો.
તે સત્ય શું છે જે આપણને નવો જન્મ આપે છે? પહેલું તે ઈસુનું બાપ્તિસ્મા છે, અને ત્યારબાદ તેનું રક્ત જે વધસ્તંભ પર વહેવડાવવામાં આવ્યું અને અંતમાં તેનું મૃત્યુમાંથી સજુવન થવું છે. નવો જન્મ પામવાનો અર્થ છે ઈસુ પર ઈશ્વર અને ઉદ્ધારકનાં રૂપમાં વિશ્વાસ કરવો. આવો, આપણે જોઈએ કે કઈ રીતે જુના કરારનાં લોકોનો નવો જન્મ થયો હતો.
જુના કરારમાં પાપનો દંડ: હાથ રાખવો અને રક્ત વહાવવું
જુના કરારમાં નવો જન્મ પામવાની સુવાર્તાનો શો અર્થ છે? પહેલા આપણે લેવીય અધ્યાય પહેલો વાંચીએ અને જોઈએ કે નવો જન્મ પામવા માટે તે શું કહે છે.
લેવીય ૧:૧-૫ વચન, “અને યહોવાએ મૂસાને બોલાવીને મુલાકાતમંડપમાંથી તેની સાથે વાત કરતાં કહ્યું, “ઇઝરાયલી લોકોને એમ કહે કે, જયારે તમારામાંનો કોઈ માણસ યહોવાને અર્પણ ચઢાવે ત્યારે તે અર્પણ તમારે પશુમાનું, એટલે ઢોરમાંનું તથા ઘેટાંબકરાંમાં ચઢાવવું. જો કોઈનું અર્પણ ઢોરના દહનીયાર્પણનું હોય, તો તે ખોડખાંપણ વગરનો નર ચઢાવે કે, તે પોતે યહોવાની આગળ માન્ય થાય. અને તે દહનીયાર્પણના માથા પર પોતાનો હાથ મૂકે, અને પ્રાયશ્ચિત કરવા તે તેને માટે માન્ય થશે. અને તે વાછરડાને યહોવાની સમક્ષ તે કાપે; અને યાજકો, એટલે હારુનના પુત્રો, તે રક્તને રજૂ કરે, ને મુલાકાતમંડપના દ્વાર પાસેની વેદી પર ચારે બાજુએ તે રક્ત છાંટે”.
ઈશ્વર આપણને લેવીયમાં કહે છે કે કેવી રીતે ઇસ્રાએલી લોકો બલિદાન પ્રથા દ્વારા એક થઈ જતા હતા. આ હકીકતને આપણે સર્વ લોકો જાણીએ અને સમજીએ છીએ. એટલા માટે આપણે આ શબ્દો પર ફરીથી વિચાર કરીએ.
ઈશ્વરે મૂસાને બોલાવ્યો અને મુલાકાતમંડપમાં વાતો કરી. આ ઇસ્રાએલી લોકોના પાપોના પ્રાયશ્ચિત માટે હતી. જ્યારે ઇસ્રાએલી લોકો ઈશ્વરની વ્યવસ્થાનું ઉલ્લંઘન કરીને પાપ કરતા હતા, ત્યારે તેઓ ઈશ્વર માટે નિર્દોષ પશુનું બલિદાન કરતા હતા.
અને આ પશુબલિ માટે ઈશ્વરનો ખાસ આદેશ હતો કે તે નિર્દોષ હોવું જોઈએ, અને એ પણ કે અર્પણ ઈશ્વર દ્વારા સ્થાપિત વિધિ અનુસાર હોવું જોઈએ. બલિદાનનું પ્રારૂપ નિમ્નલિખિત પ્રમાણે હતું:
જુના નિયમમાં કોઈ પાપ કરતુ હતું ત્યારે તે ઈશ્વર સન્મુખ પાપોની માફી માટે બલિદાન અર્પણ કરતો હતો. પહેલું, તે બલિદાન નિર્દોષ હોય અને તે બલિદાનના પશુ પર પોતાનો હાથ રાખે જેનાથી સઘળા પાપો પશુબલિ પર પારિત થાય.
ત્યારબાદ તે પશુની બલિ ચડાવવામાં આવતી હતી, પછી તેના રક્તને વેદીના શીંગો પર છાંટવામાં આવતું હતું અને વધેલાં રક્તને વેદીની ચારેય બાજુ જમીન પર ઢોળી દેવામાં આવતું હતું. આ વિધિને પવિત્ર મુલાકાતમંડપમાં કરવામાં આવતી હતી જેને ઈશ્વરે પોતાના લોકોને પાપોથી મુક્ત થવાના આશીર્વાદના રૂપમાં આપ્યું હતું.ઈશ્વર દ્વારા પોતાની વ્યવસ્થા અને આજ્ઞામાં ૬૧૩ નિયમો આપ્યાં હતા, જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓએ “શું કરવું” અને “શું ન કરવું” જોઈએ. ઈશ્વરે વ્યવસ્થા અને આજ્ઞાઓ ઇસ્રાએલી લોકોને સોંપી હતી. એટલા માટે લોકો જાણતા હતા કે ઈશ્વરની આ વ્યવસ્થા અને આજ્ઞાઓ સાચી છે, પણ તેઓ તે અનુસાર જીવન જીવી શકતા નહોતા કેમ કે પ્રત્યેક મનુષ્ય બાર પ્રકારના પાપો સાથે આદમના સ્વભાવમાં જન્મ્યો છે.
એટલા માટે તેઓ ઈશ્વરની સન્મુખ સાચું જીવન જીવવાની યોગ્યતા ખોઈ બેઠા છે. એટલા માટે લોકો ન્યાયી બનવાની યોગ્યતા ખોઈ બેઠા છે. પાપથી બચવાનાં કઠોર પ્રયાસો છોડવાની જગ્યાએ તેઓ વધારે પાપ કરે છે. આ મનુષ્યજાતિની નિયતિ છે કે તેઓ પાપી તરીકે મારે છે.
પરંતુ ઈશ્વરે લોકોને પોતાની અનંત દયાથી બલિદાનની પ્રથા આપી જેના દ્વારા તેઓ પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરીઓ શકે. તેમણે પવિત્ર મુલાકાતમંડપની વિધિ આપી. એટલા માટે કે ઇસ્રાએલનાં લોકો અને જગતના લોકોને તેમના પાપોથી બચાવી શકાય. તેમણે આખી મનુષ્યજાતિ માટે બલિદાનની પ્રથા દ્વારા પોતાના પ્રેમને પ્રગટ કર્યો. તેમણે આ જગતને ઉદ્ધારનો માર્ગ બતાવી દીધો છે.
ઈશ્વરે લોકોને બલિદાનની પ્રથા આપી અને લેવી કૂળનો બલિદાન અર્પણ કરવા માટે અભિષેક કર્યો. ઇસ્રાએલના બાર કૂળમાંથી ફક્ત લેવી કૂળને જ ઇસ્રાએલના લોકો માટે બલિદાન અર્પણ કરવા માટે અભિષેક કર્યો હતો.
મૂસા અને હારૂન લેવી કૂળના હતા. અને બાઈબલમાં લિખિત વ્યવસ્થા અને નિયમો છે જેનું પાલન પવિત્ર મુલાકાતમંડપમાં કરવામાં આવતું હતું. બલિદાન પર હાથ મૂકવા પ્રાયશ્ચિતની સુવાર્તા હતી.
એટલા માટે જ્યારે આપણે લેવીયની બલિદાન પ્રથાને સરસ રીતે સમજીશું, તો આપણે નવો જન્મ પામી શકીએ છીએ. એટલા માટે આપણે ઈશ્વરના વચનમાં મુલાકાતમંડપની બલિદાન પ્રથા વિષે અભ્યાસ કરીએ છીએ. આ જીના કરારનો ખુબજ મહત્વપૂર્ણ ભાગ છે. અંતમાં જ્યારે અપને નવા કરારમાં આવીએ છીએ, ત્યારે આપણે પાણી અને આત્મા દ્વારા નવો જન્મ પામવાના આશીર્વાદને પ્રાપ્ત કરીએ છીએ.
જુના કરારમાં પાપ માટે પ્રાયશ્ચિત
ઈશ્વરના ગુણ કયા છે?
ન્યાય અને પ્રેમ.
ઈશ્વરે લેવી કૂળમાંથી મૂસાને મુલાકાતમંડપમાં બોલાવ્યો અને તેના ભાઈ હારુનનો મહાયાજક તરીકે અભિષેક કર્યો. હારૂન પાપબલિ ઉપર લોકોના પાપોને પારિત કરતો હતો.
ઈશ્વરે લેવીય ૧:૨માં મૂસાને શું કહ્યું તે લખ્યું છે. “અને યહોવાએ મૂસાને બોલાવીને મુલાકાતમંડપમાંથી તેની સાથે વાત કરતાં કહ્યું, “ઇઝરાયલી લોકોને એમ કહે કે, જયારે તમારામાંનો કોઈ માણસ યહોવાને અર્પણ ચઢાવે ત્યારે તે અર્પણ તમારે પશુમાનું એટલે ઢોરમાંનું તથા ઘેટાંબકરાંમાં ચઢાવવું”. ઈશ્વર અહિયાં બલિદાનની ભેંટને સ્પષ્ટ કરે છે. જો કોઈ પણ મનુષ્ય પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરે, તો તે એક બળદ અથવા એક ઘેટું પોતાના ઢોરમાંનું તથા ઘેટાંબકરામાં ચઢાવવું.
ઈશ્વરે તેને એવું પણ કહ્યું, “જો કોઈનું અર્પણ ઢોરના દહનીયાર્પણનું હોય, તો તે ખોડખાંપણ વગરનો નર ચઢાવે કે, તે પોતે યહોવાની આગળ માન્ય થાય” (લેવીય ૧:૩).
જે વ્યક્તિને પોતાના પાપોને કારણે મારવાનું હતું તેની જગ્યાએ આ બલિદાન ઈશ્વરને માન્ય હતું. ઇસ્રાએલી પોતાના પાપો પાપબલિ ઉપર તેના માથે હાથ રાખવાં દ્વારા પારિત કરી શકતા હતા. તે વ્યક્તિ પોતાની ઈચ્છાથી પશુબલિ ચઢાવતો હતો. હવે જોઈએ વચન ૪ શું કહે છે -
“અને તે દહનિયાર્પણના માથા પર પોતાનો હાથ મૂકે, અને પ્રાયશ્ચિત કરવા તે તેને માટે માન્ય થશે”. આ પ્રમાણે આ બલિદાન ઈશ્વર માન્ય કરતા હતા. જ્યારે એક પાપી દહનિયાર્પણ પર પોતાનો હાથ રાખતો હતો ત્યારે તેના પાપ પશુના માથે ચાલ્યાં જતા હતા. એટલા માટે એક પાપી ઈશ્વર આગળ બલિદાનના પશુ પર હાથ રાખતો હતો, ત્યારે તે તેને ગ્રહણ કરતો હતો અને તેના પાપોનું પ્રાયશ્ચિત થતું હતું.
બલિદાન અર્પણ કરવાવાળો વ્યક્તિ પહેલા પશુનો વધ કરતો હતો અને તેના રક્તને લઈને વેદીના શીંગો પર લગાવતો હતો અને બાકીનું રક્ત વેદીની ચારેય બાજુ ઢોળી દેતો હતો. આ પ્રમાણે તે પોતાના પાપો માટે મૂલ્ય ચૂકવતો અને તેનાથી મુક્ત થતો, વ્યક્તિએ ઈશ્વર દ્વારા સ્થાપિત વ્યવસ્થા અનુસાર બલિદાન અર્પણ કરવું જરૂરી હતું.
લેવીય ૧:૫માં લખ્યું છે, “અને તે વાછરડાને યહોવાની સમક્ષ તે કાપે; અને યાજકો, એટલે હારુનના પુત્રો, તે રક્તને રજૂ કરે, ને મુલાકાતમંડપના દ્વાર પાસેની વેદી પર ચારે બાજુએ તે રક્ત છાંટે”. મુલાકાતમંડપની અંદર દ્વાર પર દહાનાર્પણની વેદી ની ચારેય બાજુ ચારેય ખૂણે ચાર શીંગો હતા.
દહાનાર્પણના માથા પર હાથ રાખ્યાં બાદ વ્યક્તિના પાપ તેની ઉપર પારિત થતા હતા, જે પાપ કરતો હતો તે પશુબલિનો વધ કરતો હતો અને યાજક તેના રક્તને વેદી પર છાંટતો હતો. વેદીના શીંગ પાપો માટે ન્યાયને દર્શાવે છે. આ પ્રમાણે શીંગો પર રક્ત લગાડવાનો અર્થ પશુનું રક્ત વહાવીને પાપીના પાપોને બદલે કીમત ચૂકવવી હતું. જયારે ઈશ્વર વેદીના શીંગો પર રક્તને જોતા હતા ત્યારે તે તેના પાપોને માફ કરતા હતા.
પાપબલિનું રક્ત કેમ વહાવવામાં આવતું હતું? કેમ કે “પાપનો મૂસારો મરણ છે” (રોમન ૬:૨૩) અને કેમ કે શરીરનો પ્રાણ રક્તમાં છે. એટલા માટે હિબ્રૂઓમાં લખવામાં આવ્યું છે, “રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી” (હિબ્રૂ ૯:૨૨). એટલા માટે પાપબલિને રક્ત વહેવડાવવું ઈશ્વરની વ્યવસ્થાને પરિપૂર્ણ કરવું હતું, જે કહે છે કે પાપનો મૂસારો મરણ છે.
ઉચિત રીતે પાપી તરફથી રક્ત અર્પણ કરવામાં આવતું હતું, પરંતુ પાપીના પ્રાયશ્ચિત માટે પશુનું રક્ત વહેવડાવવામાં આવતું હતું. ત્યારે યાજક વેદીના શીંગો પર પ્રતીકના રૂપમાં રક્ત લગાવતો હતો. જેથી પાપની કીમત ચૂકવી દેવામાં આવતી હતી.
જો આપણે નવા કરારમાં પ્રકટીકરણ ૨૦:૧૧-૧૫ વાંચીએ તો આપણે જોઈ શકીએ છીએ કે આ શીંગ ન્યાયની પુસ્તકનું પ્રતિક છે. એટલા માટે જ્યારે તમે વેદીના શીંગો પર રક્ત લગાવો છો, ત્યારે તમે ન્યાયની પુસ્તક પર રક્ત લગાવો છો. આ સ્પષ્ટ છે કે બલિદાન પર હાથ મૂકવા દ્વારા પાપો માટે ન્યાય પરિપૂર્ણ કરાયો છે.
પાપની નીંધણી બે જગ્યાએ થઈ છે
સમગ્ર મનુષ્યજાતિનાં પાપો ઈશ્વર સન્મુખ બે જગ્યાએ નોંધવામાં આવ્યા છે. એક તેમના હૃદય પર અને બીજું ન્યાયની પુસ્તકમાં જે ઈશ્વર આગળ ખુલ્લી છે.
યર્મિયા ૧૭:૧માં લખવામાં આવ્યું છે, “યહૂદાનું પાપ લોઢાના ટાંકણાથી તથા હીરાકણીથી લખેલું છે! તે તેઓના હ્રદયપટ પર તથા તમારી વેદીઓનાં શિંગો પર કોતરેલું છે”.
લેવીય ૧૭:૧૧માં કહેવામાં આવ્યું છે, “કેમ કે શરીરનો પ્રાણ રક્તમાં છે”. રક્ત પ્રાણીનું જીવન છે અને આપણા પાપોની કીમત ફક્ત રક્ત દ્વારા જ ચૂકવાય છે. એટલા માટે રક્તને વેદીના શીંગો પર લગાવવામાં આવતું હતું. વ્યવસ્થા અનુસાર સઘળી વસ્તુઓ રક્ત દ્વારા શુદ્ધ કરવામાં આવતી હતી. અને રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી (હિબ્રૂ ૯:૨૨).
“અને દહનીયાર્પણનું ચામડું તે ઉતારે, ને કાપીને તેના ટુકડા કરે. અને હારુન યાજકના પુત્રો વેદી પર અગ્નિ મૂકીને અગ્નિ પર લાકડાં ગોઠવે; અને યાજકો, એટલે હારુનના પુત્રો, તે ટુકડા, માથું તથા ચરબી, વેદી પરના અગ્નિ પરનાં લાકડાં ઉપર ગોઠવે; પણ તેનાં આતરડાં તથા તેના પગ તે પાણીથી ધોઈ નાખે, અને યાજક વેદી પર તે બધાનું દહન કરે. તે યહોવાને માટે સુવાસિત દહનીયાર્પણ એટલે હોમયજ્ઞ છે” (લેવીય ૧:૬-૯).
ત્યારે યાજક દહાનાર્પણને ટુકડામાં કાપે અને તેને વેદીની આગ પર દહન કરે. આ વિધીનો અર્થ હતો સોંપી દેવું. મનુષ્ય જ્યારે ઈશ્વર સન્મુખ પાપ કરતા હતા, ત્યારે તેઓ આ પ્રમાણે મરતા હતા અને રક્ત વહાવતા હતા અને નરકની અગ્નિમાં નાંખી દેવામાં આવતા હતા. પાપબલિ દ્વારા દંડ લઈ લેવામાં આવતો હતો. અને લોકો આ રીતે પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરતા હતા.
દહાનાર્પણ ઈશ્વરની ધાર્મિક વ્યવસ્થામાં ન્યાયનું વિધાન હતું. ઈશ્વર પોતાની બંને વ્યવસ્થા એટલે કે ન્યાયીપણાની વ્યવસ્થા અને પ્રેમ પર આધારિત વ્યવસ્થામાં સંયુક્ત રીતે આખી મનુષ્યજાતિના પ્રાયશ્ચિત માટે બંધાયેલો છે.
કેમ કે ઈશ્વર ન્યાયી છે, એટલા માટે તે ન્યાય કરે છે અને તેઓને મૃત્યુ દંડ આપે છે. પણ તે પોતાના લોકોને પ્રેમ પણ કરે છે, અને તેઓના પાપોને બલિદાનના પશુ પર પારિત કરવાની અનુમતિ પણ આપે છે. નવા કરારમાં આપણો ઈશ્વર આપણને ખુબજ પ્રેમ કરે છે એટલા માટે તેણે બાપ્તિસ્મા લીધું અને આપણ પાપીઓ માટે પાપબલિ બનીને વધસ્તંભ પર ચડ્યા. ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેમના મૃત્યુએ જગતના સઘળા પાપો સાફ કરી દીધા છે.
જુના કરારમાં એક દિવસના પાપોનું પ્રાયશ્ચિત.
જુના કરારમાં નિર્દોષ પાપબલિ કોનું પ્રતિક હતી?
ઈસુ ખ્રિસ્ત.
આવો આપણે લેવીય ૪:૨૭થી આગળ વાંચીએ; “અને જે કૃત્યો કરવાની યહોવાએ મના કરી છે તેમાંનું કોઈ પણ કરીને કોઈ સાધારણ માણસ જાણે પાપ કરે, ને દોષમાં પડે, ત્યારે જો જે પાપ વિષે તે દોષિત થયો હોય તેની તેને જાણ કરવામાં આવે. તો તે એક ખોડખાંપણ વગરની બકરીનું અર્પણ લાવે. જે પાપ વિષે તે દોષિત થયો હોય તેને લીધે તે લાવે. અને તે પોતાનો હાથ પાપાર્થાર્પણના માથા પર મૂકે, ને દહનીયાર્પણની જગામાં પાપાર્થાર્પણ કાપે. અને યાજક પોતાની આંગળી વડે તેના રક્તમાંનું લઈને યજ્ઞવેદીનાં શિગ પર તે લગાડે, ને તેનું બધું રક્ત વેદીના થડમાં ઢોળી દે. અને જેમ શાંત્યર્પણના યજ્ઞની ચરબી કાઢી લેવામાં આવે છે તેમ તેની બધી ચરબી તે કાઢી લે; અને યાજક યહોવા પ્રત્યે સુવાસને માટે વેદી પર તેનું દહન કરે; અને યાજક તેને માટે પ્રાયશ્ચિત્ત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે” (લેવીય ૪:૨૭-૩૧).
આદમના વંશજો, ઇસ્રાએલી લોકો અને આખા જગતના લોકો જેઓનો જન્મ આ સંસારમાં થયો છે, તે સઘળા પાપથી ભરેલાં છે. એટલા માટે આપણા હૃદય પાપથી ભરેલાં છે. એક મનુષ્યના હૃદયમાં સર્વ પ્રકારના પાપ છે: દુષ્ટ વિચાર, પરસ્ત્રીગમન, વ્યાભિચાર, ચોરી, લાલચ, અને મૂર્ખતા.
જ્યારે એક પાપી એક દિવસના પાપોનું પ્રાયશ્ચિત કરવા માગે ત્યારે તે પવિત્ર મુલાકાતમંડપમાં નિર્દોષ પશુ લઈને આવે છે. ત્યારે તે પોતાના પાપોને તેના પર પારિત કરવા માટે પશુના માથાં પર પોતાના હાથ રાખે છે. ત્યારબાદ પશુબલિનો વધ કરીને રક્ત યાજકને ઈશ્વર સન્મુખ અર્પણ કરવા માટે આપે છે. યાજક ત્યારે શેષ બલિને લાવતો હતો. આ પ્રકારે પાપી પોતાના પાપોથી માફી પ્રાપ્ત કરી શકતો હતો.
ઈશ્વરની વ્યવસ્થા અને આજ્ઞાઓ વગર લોકો જાણતા નહોતા કે તેઓ પાપી છે કે નથી. જ્યારે આપણે ખુદને ઈશ્વરની વ્યવસ્થા અને આજ્ઞાઓ દ્વારા જોઈએ છીએ, ત્યારે આપણને આપણા પાપોનું ભાન થાય છે. આપણા માપદંડ અનુસાર આપણા પાપોનો ન્યાય નહિ થાય, પણ ઈશ્વરની વ્યવસ્થા અને આજ્ઞાઓ દ્વારા થશે.
ઇસ્રાએલ દેશના લોકોએ પાપ કર્યું, એટલા માટે નહિ કે તેઓ આવું કરવા માંગતા હતા, પણ એટલા માટે કે તેઓ પોતાના હૃદયમાં સર્વ પ્રકારના પાપ સાથે જન્મ્યાં હતા. કેમ કે મનુષ્ય પોતાની નબળાઈ અર્થાત્ જેને અપરાધ કહેવાય છે તેના લીધે પાપ કરે છે. પાપની અંદર મનુષ્યજાતિનાં સઘળા પાપોનો સમાવેશ થાય છે.
સઘળા મનુષ્યો અપૂર્ણ પાપી છે. જેમ ઇસ્રાએલી લોકો પણ અપૂર્ણ હતા, તેઓ પાપી હતા અને પાપ કરતા હતા. આપણા દરેક અપરાધો અને અનિયમિતતાઓને નિમ્ન પ્રકારે શ્રેણીબદ્ધ કરવામાં આવ્યા છે. જ્યારે આપણા મનમાં દુષ્ટ વિચાર હોય છે, તો તેને પાપ કહેવાય છે અને જ્યારે આપણે તેનું આચરણ કરીએ છીએ ત્યારે તેને દુષ્ટતા કહે છે. જગતના પાપોમાં બંને પ્રકારના પાપોનો સમાવેશ થાય છે.
જુના કરારમાં પાપબલીનાં માથાં પર હાથ રાખવા દ્વારા સઘળા પાપો તેની ઉપર જતા રહેતા હતા. ત્યારબાદ પાપી પાપથી મુક્ત થતો હતો. તેથી તેને પોતાના પાપ માટે મારવાની જરૂર પડતી નહોતી. આ રીતે બલીપ્રથા ઈશ્વરના પ્રેમ અને ન્યાયની પડછાઈ છે.
કેમ કે ઈશ્વરે આપણને માટીથી બનાવ્યા છે, એટલા માટે આપણે આરંભથી જ ધૂળ છીએ. વેદીના શીંગો પર રક્ત લગાવવા અને શેષ રક્તને વેદીના પાયામાં ઢોળવાનો અર્થ હતો કે ઇસ્રાએલીઓ પોતાના પાપોને કારણે ખેદિત થતા હતા અને તેમના હ્રિદય પટથી સઘળા પાપો દૂર થતા હતા.
“યાજક યહોવા પ્રત્યે સુવાસને માટે વેદી પર ચરબીનું દહન કરતો હતો”. બાઈબલમાં ચરબીનો અર્થ છે પવિત્ર આત્મા. એટલા માટે આપણા પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે ઈશ્વરે જે ઠરાવ્યું છે તેવું આપણે કરવું જોઈએ. આપણે પણ તે જ રીતે આપણા પાપોના પ્રાયશ્ચિતને આપણા હૃદયમાં ઉચિત માનવા જોઈએ.
ઈશ્વરે ઇસ્રાએલીઓને કહ્યું કે પશુબલી એક ઘેટું, બકરી કે વાછરડું હોવું જોઈએ. જુના કરારમાં પાપબલી પસંદ કરેલા લોકો માટે હતી. વાછરડું એક શુદ્ધ પ્રાણી છે. એટલા માટે પાપબલી નિર્દોષ હતી જે ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ છે. તેણે પવિત્ર આત્મા દ્વારા ગર્ભ ધારણ કર્યો અને મનુષ્યજતી માટે પાપબલી બની ગયો.
જુના કરારના લોકો નિર્દોષ પાપબલી પર પોતાના હાથ રાખવા દ્વારા પોતાના પાપોને તેના પર પારિત કરતા હતા. યાજક તેના પાપોના નિવારણ માટે બલિદાન અર્પણ કરતો હતો. આ પ્રકારે ઇસ્રાએલી લોકો પોતાના પાપો માટે પ્રાયશ્ચિત કરતા હતા.
પ્રાયશ્ચિતના દિવસની વિધિ
ઇસ્રાએલના લોકો માટે પ્રાયશ્ચિતના દિવસે બલી અર્પણ કરવું આવશ્યક કેમ હતું?
એટલા માટે કે તેઓ મૃત્યુના દિવસ સુધી પાપ કરે છે. પ્રતિદિવસની પાપબલી તેઓને ઈશ્વર સન્મુખ પવિત્ર કરતી નહોતી.
જોકે, જયારે તેઓ પાપ કરે ત્યારે બલિદાન ચઢાવવું પડતું હતું, એટલા માટે આ તેઓના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે આવશ્યક સર્વ બલીઓની આપૂર્તિ કરવું અસંભવ હતું. એટલા માટે ધીરે ધીરે આ પ્રથા બંધ થઈ ગઈ. તેઓના દરરોજના પાપો માટે પૂરું ન થનાર પ્રાયશ્ચિતનું નિયત કાર્ય બંદ કરી દેવામાં આવ્યું અને તેઓ સમજવા લાગ્યા કે તેઓ બધા મળીને આ પ્રથાથી દૂર થઈ ગયા છે.
આપણે ગમે તેટલો સખત પ્રયાસ કરીએ, તો પણ આપણે આપણા સર્વ પાપો માટે પર્યાપ્ત બલિદાન ક્યારેય નહિ ચઢાવી શકીએ. એટલા માટે ઉદ્ધારની વ્યવસ્થામાં આપણા હૃદયના ઊંડાણથી વિશ્વાસ દ્વારા આપણા પાપો માટે વાસ્તવિક પૂર્તિ આપવામાં આવી છે, જેને ઈશ્વરે આપણા માટે તૈયાર કરી છે.
આપણી નિર્બળતાને લીધે આપણે ઈશ્વરની વ્યવસ્થા અનુસાર જીવવાની કોશિશ કરીએ છીએ. આવું કરવા દ્વારા આપણે એવું વધારે જાણીએ છીએ કે આપણે કેટલા અધૂરાં અને નિર્બળ છીએ. એટલા માટે ઈશ્વરે ઇસ્રાએલની પ્રજાના આખા વર્ષના પાપોને એક જ વારમાં પ્રાયશ્ચિત કરવા માટે એક માર્ગ આપ્યો હતો (લેવીય ૧૬:૧૭-૨૨).
લેવીયમાં લખ્યું છે, “અને એ સદાને માટે તમારો વિધિ થાય. સાતમા માસમાં તે માસને દશમે દિવસે તમે આત્મકષ્ટ કરો, ને કોઈ પ્રકારનું કામ ન કરો, પછી આ દેશનો હો, કે તમારા મધ્યે પ્રવાસ કરતો પરદેશી હો; કેમ કે તમારા શુદ્ધિકરણને માટે એ દિવસે તમારે માટે પ્રાયશ્ચિત્ત કરવામાં આવશે. તમે તમારાં સર્વ પાપથી યહોવાની સમક્ષ શુદ્ધ થશો. તે તમારે આત્મકષ્ટ કરવું. તે સદાને માટે વિધિ છે” (લેવીય ૧૬:૨૯-૩૧).
આ પ્રમાણે ઇસ્રાએલી વર્ષમાં એકવાર સુરક્ષિત રહેતા હતા જયારે મહાયાજક સાતમાં મહિનાના દસમાં દિવસે સઘળા લોકોના આખા વર્ષના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે બલિદાન અર્પણ કરતો હતો. આનાથી તેના પાપો સાફ થઈ જતા હતા અને તેઓના મનમાં તે દિવસથી શાંતિ થતી હતી.
સાતમાં મહિનાના દસમાં દિવસે હારૂન મહાયાજક આખા ઇસ્રાએલના પ્રતિનિધિનાં રૂપમાં પ્રાયશ્ચિત માટે બલિદાન અર્પણ કરતો હતો. તે સમયે બીજા યાજકો વેદી પાસે જઈ શકતા નહોતા. સૌથી પ્રથમ હારૂન પોતા અને પોતાના પરિવાર માટે પ્રાયશ્ચિતનું બલિદાન અર્પણ કરતો હતો. ત્યારબાદ શેષ આખી ઇસ્રાએલી પ્રજા માટે પ્રાયશ્ચિત કરતો હતો કેમ કે તે અને તેનો પરિવાર પણ પાપ કરતા હતા.
આ પ્રમાણે તે લોકો માટે બલિદાન ચઢાવતા હતા. “અને બે બકરા તે લે, ને તેઓને મુલાકાતમંડપના દ્વાર આગળ યહોવાની સમક્ષ લાવે. અને હારુન એ બે બકરા ઉપર ચિઠ્ઠીઓ નાખે: એટલે એક ચિઠ્ઠી યહોવાને માટે, ને બીજી ચિઠ્ઠી અઝાઝેલને માટે. અને જે બકરા પર યહોવાના નામની ચિઠ્ઠી પડે, તેને રજૂ કરીને હારુન પાપાર્થાર્પણને માટે ચઢાવે. પણ જે બકરા પર અઝાઝેલના નામની ચિઠ્ઠી પડે, તેને અઝાઝેલને માટે અરણ્યમાં મોકલી દેવા માટે તેને સારુ પ્રાયશ્ચિત્ત કરવાને યહોવાની સમક્ષ તેને જીવતો રજૂ કરવો” (લેવીય ૧૬:૭-૧૦).
પોતાના પરિવાર તથા ખુદ માટે પ્રાયશ્ચિતની વિધિને પૂર્ણ કર્યા બાદ, હારૂન “બે બકરાં માટે ચિઠ્ઠીઓ નાખતો હતો”, એક બકરો ઈશ્વર માટે અને બીજો બકરો અઝાઝેલ માટે.
બે બકરામાંથી પહેલો બકરો ઈશ્વર માટે ચઢાવવામાં આવતો હતો. અહિયાં, મહાયાજક લોકોના આખા વર્ષના પાપો માટે પોતાના હાથોને બકરાના માથાં પર રાખતો હતો.
પરમપવિત્ર સ્થાનમાં દયાસનની પાસે રક્તને લઈને સાત વાર છાંટતો હતો. આ પ્રકારે ઇસ્રાએલીઓના આખા વર્ષના પાપોને માફ કરવામાં આવતા હતા. ઇસ્રાએલના લોકોને પોતાના પાપો માટે મરવાનું હતું, પણ તેના બદલે હારૂન મહાયાજક પાપબલીના માથાં પર તેઓના પાપ નાંખતો હતો અને આ તે માટે ન્યાય મેળવવું હતું. પછી તે બીજા જીવતા બકરાને ઈશ્વરના સન્મુખ બલિદાન કરતો હતો. આ તે બલિદાન હતું જે લોકો માટે અર્પણ કરવામાં આવતું હતું.
લોકો માટે
સઘળા લોકોની સામે હારૂન બીજા બકરાનાં માથાં પર પોતાના હાથોને રાખતો હતો અને ઈશ્વર આગળ અંગીકાર કરતો હતો. “પ્રભુ, ઇસ્રાએલનાં લોકોએ હત્યા, વ્યાભિચાર, ચોરી, લાલચ, ખોટું અને દગો કર્યો છે.... અને તેઓએ મૂર્તિઓ સામે માથું નમાવ્યું છે. તેઓએ વિશ્રામવારને પવિત્ર નથી પાળ્યો, તેઓએ તારાં નામને વ્યર્થમાં લીધું છે, અને તેઓએ વ્યવસ્થા અને આજ્ઞાઓના સર્વ નિયમોને તોડ્યા છે. પછી તે પોતાના હાથોને હટાવી લેતો હતો. આ રીતે લોકોના સઘળા પાપો પાપબલી ઉપર નાખવામાં આવતા હતા.
આવો લેવીય ૧૬:૨૧ વાંચીએ, “અને હારુન જીવતા બકરાના માથા ઉપર પોતાના બન્ને હાથ મૂકે, ને તેના ઉપર ઇઝરાયલી લોકોના સર્વ અન્યાય તથા તેઓનાં સર્વ ઉલ્લંઘન એટલે તેઓનાં સર્વ પાપ કબૂલ કરીને તેઓને બકરાને શિર મૂકે; અને ઠરાવેલા માણસનિ હસ્તક તેને અરણ્યમાં મોકલી દેવો”. બલીનો બકરો અરણ્યમાં ફરતો રહેતો હતો અને ઇસ્રાએલનાં લોકોના પાપોને પોતાની ઉપર લઈને મરી જતો હતો. બલીનો બકરો, હિબ્રૂ ભાષામાં “અઝાઝેલ” જેનો અર્થ છે “બહાર રાખવું”. જેનો અર્થ છે કે પાપબલીને સઘળા ઇસ્રાએલી લોકોના બદલામાં ઈશ્વરના સામેથી કાઢી મુકવો.
એટલા માટે ઇસ્રાએલનાં સર્વ પાપોને હારૂનના હાથ રાખવા દ્વારા બલીના બકરા પર નાંખી દેવામાં આવતા હતા. આ પ્રકારે ઇસ્રાએલી લોકો પોતાના પાપોની ક્ષમા પ્રાપ્ત કરતા હતા. જ્યારે તેઓ મહાયાજકને બકરાનાં માથા પર હાથ રાખતા અને તેને અરણ્યમાં જતા જોતા હતા ત્યારે ઇસ્રાએલના લોકો પ્રાયશ્ચિતની પ્રથામાં વિશ્વાસ કરતા હતા, તેઓને પોતાના પાપોના પ્રાયશ્ચિત પર નિશ્ચય થતો હતો. જુના કરારની સર્વ પ્રથાઓ નવા કરારની “નવો જન્મ પામવાની સુવાર્તાની” પડછાઈ હતી.
જુના કરારમાં હાથોને મૂકવા અને બલીનું રક્ત પાપથી મુક્તિની સુવાર્તા હતી. આ જ આધારભૂત વાતો નવા કરારમાં જોઈ શકાય છે.
નવા નિયમમાં છૂટકારાની સુવાર્તા
નવા નિયમમાં લોકોને સઘળા પાપોથી કઈ રીતે છોડાવવામાં આવ્યા? આ માથ્થી ૧:૨૧-૨૫માં લખવામાં આવ્યું છે, “અને તેને દીકરો થશે, ને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓનાં પાપથી તારશે તે એ જ છે.” હવે એ બધું એ માટે થયું કે, પ્રભુએ પ્રબોધકોની મારફતે જે કહાવ્યું હતું તે પૂરું થાય એટલે, “જુઓ, કુંવારી ગર્ભવતી થશે, ને તેને દીકરો થશે, અને તેનું નામ તેઓ ઈમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, ઈશ્વર આપણી સાથે.” ત્યારે યૂસફે ઊંઘમાંથી ઊઠીને જેમ પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું, એટલે તે પોતાની પત્નીને તેડી લાવ્યો. અને તેને દીકરો થયો ત્યાં સુધી તેણે તેને જાણી નહિ અને તેણે તેનું નામ ‘ઈસુ’ પાડયું”.
આપણા ઈસુ આ સંસારમાં ઇમ્માનુએલ નામથી સઘળા લોકોને તેમના પાપોથી બચાવવા માટે આવ્યા. એટલા માટે તેમનું નામ ઈસુ રાખવામાં આવ્યું. આ જગતના સઘળા લોકોના પાપો પોતાના પર લઈ લેવા માટે ઈસુ આવ્યા. તે મનુષ્ય દેહમાં મનુષ્યજાતિના ઉદ્ધારક બનીને આવ્યો. તેમણે આપણા ઉદ્ધારને પરિપૂર્ણ કર્યો અને હંમેશા માટે આપણને પાપથી મુક્ત કર્યા.
નવો જન્મ પામવાની સુવાર્તા
અને ઈસુએ આપણને આપણા સઘળા પાપોથી કઈ રીતે મુક્ત કર્યા? તેણે પોતાના બાપ્તિસ્મા દ્વારા આ કર્યું. માથ્થી ૩:૧૩-૧૭ જુઓ:
એ સમયે ઈસુ ગાલીલથી યર્દનના કિનારે બાપ્તિસ્મા લેવા યોહાન પાસે આવ્યો. “ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવા માટે ગાલીલથી યર્દન [નદીએ] તેની પાસે આવ્યા. પણ યોહાને તેમને વારતાં કહ્યું, “તમારાથી મારે બાપ્તિસ્મા પામવું જોઈએ, ને શું તમે મારી પાસે આવો છો?” પણ ઈસુએ તેને ઉત્તર આપ્યો, “હમણાં એમ થવા દે; કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણ માટે ઘટિત છે.” ત્યારે તેણે તેમને બાપ્તિસ્મા પામવા દીધું. અને ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યા; અને જુઓ, તેમને માટે આકાશ ખૂલી ગયું, ને ઈશ્વરના આત્માને કબૂતરની જેમ ઊતરતો ને પોતા પર આવતો તેમણે જોયો. અને જુઓ, આવી આકાશવાણી થઈ, “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું” (માથ્થી ૩:૧૩-૧૭).
નવા કરારમાં, જ્યારે ઈસુ ૩૦ વર્ષના થયા ત્યારે તે યોહાન બાપ્તિસ્ત પાસે યર્દન નદીમાં આવ્યા. તેમણે તેના દ્વારા બાપ્તિસ્મા લીધું અને સઘળા પાપીઓના પાપોને પોતાના પર લઇ લીધા. આ પ્રકારે તેણે ઈશ્વરના સર્વ ન્યાયીપણાને પૂરું કર્યું.
ઈસુએ કેમ યર્દન નદીમાં બાપ્તિસ્મા લીધું?
સુવાર્તાઓમાં શું બતાવવામાં આવ્યું છે?
ઈશ્વરનું ન્યાયીપણું.
આવો, આપણે હવે એક દ્રશ્ય જોઈએ જેમાં સ્વર્ગના મહાયાજકનું મિલન પૃથ્વીના મહાયાજક સાથે થાય છે. અહિયાં આપણે બાપ્તિસ્મા દ્વારા ઈશ્વરના ન્યાયીપણાને જોઈ શકીએ છીએ જે જગતના સઘળા પાપો માટે સુરક્ષિત પ્રાયશ્ચિત છે.
યોહાન બાપ્તિસ્ત, જજેણે ઈસુને બાપ્તિસ્મા આપ્યું, તે સ્ત્રીઓથી જેટલા જન્મ પામ્યા છે તેમાં સર્વથી મોટો છે. માથ્થી ૧૧:૧૧માં ઇસુ આ વાતની સાક્ષી આપે છે, “સ્ત્રીઓથી જેટલા જન્મ પામ્યા છે, તેઓમાં યોહાન બાપ્તિસ્ત કરતા કોઈ મોટો ઉત્પન્ન થયો નથી”. જે પ્રકારે પ્રાયશ્ચિતના દિવસે હારૂન મહાયાજક પાપબલીનાં માથાં પર પોતાના હાથ રાકાહ્તો હતો ત્યારે લોકોના સર્વ પાપોનું પ્રાયશ્ચિત થઇ જતું હતું. તેમ જ નવા નિયમમાં જ્યારે ઈસુએ યોહાન બાપ્તિસ્ત દ્વારા બાપ્તિસ્મા લીધું ત્યારે સઘળા પાપોનું પ્રાયશ્ચિત થયું.
નવો જન્મ પામવાની સુવાર્તા આપણા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળનાં સઘળા પાપો માટે સંપૂર્ણ પ્રાયશ્ચિતની સુવાર્તા છે. એટલા માટે છૂટકારાની સુવાર્તા ઈસુના બાપ્તિસ્મા દ્વારા ઈશ્વરે પોતાના ન્યાયીપણાને પૂરું કરવા માટે તૈયાર કરી હતી. જેણે જગતના સઘળા લોકોને બચાવી લીધા. જગતના પાપોના પ્રાયશ્ચિત માટે ઈસુએ સૌથી યોગ્ય અને ઉચિત રીતે બાપ્તિસ્મા લીધું.
“સર્વ ન્યાયીપણું” પૂરું કરવાનો અર્થ શું છે? તેનો અર્થ છે કે ઈશ્વરે જગતના સઘળા પાપોને યોગ્ય રીતે સાફ કર્યા. મનુષ્યજાતિના સઘળા પાપો સાફ કરવા માટે ઈસુએ બાપ્તિસ્મા લીધું. “કેમ કે તેમાં ઈશ્વરનું ન્યાયીપણું વિશ્વાસથી અને વિશ્વાસ માટે પ્રગટ થાય છે” (રોમન ૧:૧૭). આ સુવાર્તામાં ઈશ્વરનું ન્યાયીપણું શુરુઆતથી અંત સુધી વિશ્વાસ પર જ આધારિત છે.
ઈશ્વરનું ન્યાયીપણું તેમના નિર્ણયને પ્રગટ કરવું હતું કે તેણે પોતાના પુત્ર ઈસુને આ જગતમાં મોકલીને પોતાના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના રક્ત દ્વારા જગતના સઘળા પાપોને ધોઈ નાખ્યા.
નવા કરારમાં, ઈશ્વરનું ન્યાયીપણું ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત દ્વારા અભિવ્યક્ત કરવામાં આવ્યું છે. આપણે ન્યાયી બનીએ છીએ કેમ કે ઈસુએ આજથી બે હજાર વર્ષો પહેલા યર્દન નદીમાં બાપ્તિસ્મા લઈને સમગ્ર મનુષ્યજાતિના પાપોને પોતાની ઉપર લઈ લીધા. જ્યારે આપણે ઈશ્વરના ઉદ્ધારને આપણા હૃદયમાં ગ્રહણ કરીએ છીએ, ત્યારે હકીકતમાં ઈશ્વરનું ન્યાયીપણું પૂરું થાય છે.
“પણ ઈસુએ તેને ઉત્તર આપ્યો, “હમણાં એમ થવા દે; કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણ માટે ઘટિત છે.” ત્યારે તેણે તેમને બાપ્તિસ્મા પામવા દીધું. અને ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યા; અને જુઓ, તેમને માટે આકાશ ખૂલી ગયું, ને ઈશ્વરના આત્માને કબૂતરની જેમ ઊતરતો ને પોતા પર આવતો તેમણે જોયો. અને જુઓ, આવી આકાશવાણી થઈ, “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું” (માથ્થી ૩:૧૫-૧૭).
આ ભાગ પ્રગટ કરે છે કે ઈશ્વર પોતે સાક્ષી આપે છે કે તેના પુત્રના બાપ્તિસ્મામાં ઉદ્ધારનું સર્વ ન્યાયીપણું પૂરું થાય છે. તે આપણને કહી રહ્યા હતા, “ઈસુ, જેણે યોહાન બાપ્તિસ્ત દ્વારા બાપ્તિસ્મા લીધું તે જ મારો પુત્ર છે”. ઈશ્વર સાક્ષી આપે છે કે તેના પુત્રનું બાપ્તિસ્મા સર્વ મનુષ્યજાતિના પ્રાયશ્ચિત માટે હતું. ઈશ્વરે એટલા માટે આવું કહ્યું છે કેમ કે ઈસુનું પવિત્ર કાર્ય વ્યર્થ નહિ જાય.
ઈસુ ઈશ્વરનો પુત્ર છે અને જગતના પાપીઓનો ઉદ્ધારક છે. ઈશ્વર કહે છે, “જેનાથી હું પ્રસન્ન છું,” આ હકીકત છે કે ઈસુએ પિતાની ઈચ્છાનું પાલન કર્યું અને પોતાના બાપ્તિસ્મા દ્વારા સઘળી મનુષ્યજાતિના પાપોને પોતાની ઉપર લઈ લીધા.
બાપ્તિસ્મા શબ્દનો અર્થ છે: ‘ધોઈ નાખવું, સોંપી દેવું, દબાવી દેવું’. કેમ કે જ્યારે ઈસુએ બાપ્તિસ્મા લીધું ત્યારે આપણા સઘળા પાપો તેની ઉપર પારિત થયા. જગતના સર્વ પાપોથી બચવા માટે આપણે સર્વ લોકોએ આ સુવાર્તા પર વિશ્વાસ કરવાનો છે.
જુના કરારમાં ઉદ્ધારની સર્વ ભવિષ્યવાણીઓને નવા કરારમાં ઈસુના બાપ્તિસ્મા દ્વારા પૂરી કરવામાં આવી. આ પ્રકારે જુના કરારની ભવિષ્યવાણીઓ નવા કરારમાં પૂર્ણરૂપે પ્રાપ્ત થયેલો બીજો ભાગ છે. જેમ કે જુના કરારમાં ઇસ્રાએલનાં લોકો વર્ષમાં એકવાર પોતાના પાપો માટે પ્રાયશ્ચિત કરતા હતા. નવા કરારમાં એ જ પ્રમાણે મનુષ્યોનાં પાપોને ઈસુ પર નાખવામાં આવ્યા અને હંમેશા માટે પ્રાયશ્ચિત કરવામાં આવ્યું.
લેવીય ૧૬:૨૯નું પ્રતિક રૂપ માથ્થી ૩:૧૫માં છે. જગતના સઘળા પાપોને પોતાની ઉપર લેવા માટે ઈસુએ બાપ્તિસ્મા લીધું. ધન્યવાદ તેના બાપ્તિસ્માને, જે કોઈ તેના પાપોની અનંત ક્ષમામાં વિશ્વાસ કરે છે, તેઓ બચી જાય છે. તેઓના સઘળા પાપો તેઓના હૃદય પટ પરથી ભૂંસી નાખવામાં આવે છે.
જો તમે ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના રક્તની હકીકતને તમારા હૃદયમાં સ્વીકાર અને વિશ્વાસ નથી કરતા, તો તમે તમારા પાપોને ક્યારેય સાફ નથી કરી શકતા, ભલે પછી તમે ધાર્મિક જીવન જીવતા હો, તેનું કોઈ મહત્વ નથી. ફક્ત ઈસુના બાપ્તિસ્મા દ્વારા જ ઈશ્વરનું વચન પૂરું થાય છે જે આપણા પાપોને દૂર કરે છે. આપણા સઘળા પાપોના છૂટકારા દ્વારા જ સાચો ઉદ્ધાર પ્રાપ્ત થાય છે. બીજા શબ્દોમાં, ઈસુના બાપ્તિસ્મા દ્વારા.
આ વાતોને જાણીને, હવે તમે શું કરશો? શું તમે આ ઉદ્ધરને તમારા હૃદયમાં ગ્રહણ કરશો? કે નહિ કરો? આ મનુષ્યના વચન નથી, પણ સ્વયં ઈશ્વરના વચન છે. ઈસુ વધસ્તંભ પર માર્યો ગયો કેમ કે પોતાના બાપ્તિસ્મા દ્વારા તેણે આપણા સઘળા પાપોને પોતાની ઉપર લઈ લીધાં હતા. શું તમે સહમત નથી કે ઈસુને વધસ્તંભ પર ચઢાવવો એ તેના બાપ્તિસ્માનું પરિણામ છે?
રોમન ૮:૩-૪માં લખ્યું છે, “કેમ કે દેહને લીધે નિયમ નિર્બળ હતો, તેથી જે [કામ] તેને અશક્ય હતું તે ઈશ્વરે [કર્યું, એટલે] પોતના દીકરાને પાપી દેહની સમાનતામાં, અને પાપાર્થાર્પણને માટે મોકલીને તેમના દેહમાં પાપને શિક્ષા ફરમાવી, જેથી આપણામાં, એટલે દેહ પ્રમાણે નહિ પણ આત્મા પ્રમાણે ચાલનારામાં, નિયમની માગણી પૂર્ણ થાય”.
કેમ કે જેમ આપણે દેહની દુર્બળતાના કારણે ઈશ્વરની વ્યવસ્થા અને અજ્ઞાઓનું પાલન કરી શકતા નથી, એટલા માટે ઈસુએ દેહમાં થઈને સઘળા પાપોને પોતાના પર લઈ લીધા. આ જ ઈસુના બાપ્તિસ્માની હકીકત છે. ઈસુનું બાપ્તિસ્મા વધસ્તંભ પર તેની મૃત્યુનું અગ્રીમ રૂપથી કરવામાં આવેલો અભિષેક છે. આ ઈશ્વરની મૂળ સુવાર્તાની બુદ્ધિમાની છે.
જો તમે ફક્ત વધસ્તંભ પર ઈસુના મૃત્યુ પર જ વિશ્વાસ કરો છો, તો તમારે અત્યારે જ પાછાં ફરવાનું છે અને ઈસુના બાપ્તિસ્મા દ્વારા ઉદ્ધારની સુવાર્તાને તમારા હૃદયમાં સ્વીકાર કરવાનો છે. ત્યારે અને ફક્ત ત્યારે જ તમે ઈશ્વરની વાસ્તવિક સંતાન બની શકો છો.
મૂળ સુવાર્તા
મૂળ સુવાર્તા શું છે?
પાણી અને આત્માની સુવાર્તા.
પાપોના પ્રાયશ્ચિતની સુવાર્તા જ મૂળ સુવાર્તા છે. આ ઈસુનું બાપ્તિસ્મા, તેનું મૃત્યુ અને પુનરુત્થાનની સુવાર્તા છે જેને ઈશ્વરે આપણા પર પ્રગટ કરી છે. ઈસુ ખ્રિસ્તે યર્દન નદીમાં બાપ્તિસ્મા લેવા દ્વારા જ સઘળા પાપો એકવારમાં ધોઈ નાખ્યા છે અને તેના દ્વારા જે કોઈ પણ આ સત્ય પર વિશ્વાસ કરે છે, તેઓ ઉદ્ધાર પામે છે. આપણા વિશ્વાસને કારણે આપણા ભવિષ્યના પાપોને પણ ધોઈ નાખવામાં આવ્યાં છે.
હવે જે કોઈ ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના રક્ત પર વિશ્વાસ કરશે, તે જગતના સઘળા પાપોથી હંમેશા માટે બચી જશે. શું તમે વિશ્વાસ કરો છો? જો તમારો ઉત્તર ‘હા, હું કરું છું,’ એવો છે તો તમે હકીકતમાં ન્યાયી બની જશો.
આવો અપને સર્વ આ ઘટનાનું સંક્ષેપમાં સારાંશ જોઈએ, જે ઈસુના બાપ્તિસ્મા બાદ ઘટ્યું હતું. યોહાન ૧:૨૯માં લખ્યું છે,”જુઓ, ઈશ્વરનું હલવાન, જે જગતનું પાપ દૂર કરે છે”.
યોહન બાપ્તિસ્તે સાક્ષી આપી છે કે ઈસુ ઈશ્વરનું હલવાન છે જે જગતના પાપ દૂર કરે છે. યોહાન બાપ્તીસ્તે જ્યારે ઈસુને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું ત્યારે જગતના સઘળા પાપો તેની ઉપર નાખી દીધા. તે ઉપરાંત, કેમ કે યોહાન બાપ્તિસ્તે પોતે ઈસુને બાપ્તિસ્મા આપ્યું હતું, એટલા માટે તે સાક્ષી આપે છે, “જુઓ, ઈશ્વરનું હાલવાન, જે જગતનું પાપ દૂર કરે છે”. ઈસુએ બાપ્તિસ્મા લીધું અને જગતનું પાપ પોતાના પર ઉઠાવી લીધું, અને આ જ નવો જન્મ પામવાની સુવાર્તા છે.

“જુઓ, ઈશ્વરનું હલવાન, જે જગતનું પાપ દૂર કરે છે” (યોહાન ૧:૨૯). ઈસુએ પોતાના બાપ્તિસ્મા દ્વારા જગતના સઘળા પાપો પોતાની ઉપર ઉઠાવી લીધા.
જે પાપો જન્મથી લઈને દસમાં જન્મદિવસ સુધી કર્યા તે સઘળા પાપો જગતના પાપોમાં સમ્મિલિત છે. શું તમે વિશ્વાસ કરો છો કે તે પાપ ઈસુ પર પારિત કરી દેવામાં આવ્યા છે? હા, હું વિશ્વાસ કરું છું. જે અપરાધ તમે ૧૧ થી ૨૦ વર્ષ સુધી કર્યા તેના વિષે શું? શું તમે વિશ્વાસ કરશો કે તે પાપ પણ ઈસુ ઉપર પારિત કરવામાં આવ્યા છે? હા, હું વિશ્વાસ કરું છું.
ભવિષ્યમાં આપણે જે પાપો કરીશું, શું તે જગતના પાપોમાં સમ્મિલિત છે? હા, તે પણ સમ્મિલિત છે. તો શું તે પાપ ઈસુ પર નાખવામાં આવ્યા? હા, તે નાખવામાં આવ્યા. શું તમે ખરેખર વિશ્વાસ કરો છો કે તમારા સઘળા પાપ ઈસુ પર પારિત કરવામાં આવ્યા છે? હા, હું વિશ્વાસ કરું છું. શું તમે વિશ્વાસ કરો છો કે જગતના સઘળા પાપો ઈસુના બાપ્તિસ્મા દ્વારા તેના પર પારિત કરવામાં આવ્યા? હા, હું વિશ્વાસ કરું છું.
શું તમે ખરેખર જગતના પાપોથી બચવા માંગો છો? જો તમે ઈચ્છો છો તો ઈસુના બાપ્તિસ્મા અને ક્રૂસ પર તેના મૃત્યુમાં વિશ્વાસ કરો. એકવાર વિશ્વાસ કરો અને તમે બચી જશો. શું તમે આ વિશ્વાસ કરો છો? નવો જન્મ પામવાનનો આ સાચો ઉદ્ધાર છે. ઈસુનું બાપ્તિસ્મા અને તેનું રક્ત નવો જન્મ પામવાની મૂળ સુવાર્તા છે. જગતના સઘળાં પાપીઓ માટે આ ઈશ્વર તરફથી આશીર્વાદ છે.
ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્ત દ્વારા નવા જન્મ પામવાના ઉદ્ધાર પર વિશ્વાસ કરવા માટે તેના પ્રેમને જોવો એ જ સાચો વિશ્વાસ અને વાસ્તવિક નવો જન્મ પામવો છે. તમારે ફક્ત બાઈબલમાં લખેલા સત્યના વચનોનો સ્વીકાર કરવાનો છે.
ધર્મ અને વિશ્વાસ
આપણ નવો જન્મ પામેલી વ્યક્તિના મનમાં કઈ સાક્ષી છે?
કે ઈસુએ પોતાના બાપ્તિસ્મા અને રક્તથી આપણા પાપોને ધોઈ નાખ્યા છે.
ધર્મનો અર્થ છે, પોતાની ઈચ્છા અનુસાર ઈસુ પર વિશ્વાસ કરવો અથવા ઈશ્વરના પવિત્ર વચનોનો તિરસ્કાર કરવો. પાપથી ઉદ્ધાર કેમ લોકોના વિચારોથી અલગ છે. વિશ્વાસ ઈશ્વરના જુના અને નવા કરારના વચનો પર ભરોષો કરવો છે અને પોતાના વિચારનો ત્યાગ કરવો છે. જેમ બાઈબલમાં લખ્યું છે તેમ જ આનો સ્વીકાર કરવાનો છે. પાણી અને રક્ત દ્વારા ઉદ્ધારનો સ્વીકાર કરવો: ઈસુનું બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના મૃત્યુનો સ્વીકાર કરવું છે. વ્યક્તિ મૂળ સુવાર્તાને પોતાના હૃદયમાં સ્વીકાર કરીને બચી શકે છે.
ઈસુના બાપ્તિસ્મા વગર આપણા પાપોને તેના પર નાંખી શકતા નથી, અને રક્ત વહેવડાવ્યા વગર પાપોની ક્ષમા નથી. આપણા સઘળા પાપો ઈસુને વધસ્તંભ પર ચઢાવ્યાં અને આપણા માટે રક્ત વહેવડાવ્યું તેના પહેલા જ તેની ઉપર પપારિત કતરી દેવામાં આવ્યા હતા. જ્યારે આપણે ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના રક્ત પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે સુવાર્તા દ્વારા આપણો નવો જન્મ થાય છે અને આપણે જગતના પાપોથી છૂટકારો મેળવીએ છીએ.
સાચો વિશ્વાસ એવું માનવામાં છે કે જ્યારે ઈસુ ખ્રિસ્તે બાપ્તિસ્મા લીધું ત્યારે તેણે આપણને આપણા સઘળા પાપોથી સંપૂર્ણપણે સાફ કરી દીધા હતા; એવો વિશ્વાસ કરવાનો છે કે તેણે આપણા સઘળા પાપોને લીધે વધસ્તંભ પર દંડ મેળવ્યો. આપણે ઈશ્વરના ન્યાયી ઉદ્ધારમાં વિશ્વાસ કરીએ છીએ. ઈશ્વરે આપણને ખૂબજ પ્રેમ કર્યો છે કે તેણે પોતાના પુત્ર ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર વહાવેલા તેના રક્ત દ્વારા આપણને બચાવી લીધા. જયારે આપણે આ સુવાર્તામાં વિશ્વાસ કરીએ છીએ, ત્યારે આપણે આપણા સઘળા પાપોથી બચી જઈએ છીએ, દંડથી છૂટકારો મેળવીએ છીએ અને ઈશ્વર સન્મુખ ન્યાયી ઠરીએ છીએ.
“પ્રભુ હું વિશ્વાસ કરું છું. હું ઉદ્ધાર પામવા યોગ્ય નથી, પણ ઈસુના બાપ્તિસ્મા, તેનું વધસ્તંભ પર ચઢાવું અને પુનરુત્થાનની સુવાર્તામાં વિશ્વાસ કરું છું”. નવો જન્મ પામવાના ઈશ્વરના આશીર્વાદ માટે ધન્યવાદ. નવો જન્મ પામવાની મૂળ સુવાર્તામાં વિશ્વાસ કરવો એ જ સાચો વિશ્વાસ છે.
નવો જન્મ પામવાની હકીકત આ છે, એ પ્રમાણે સાંભળવાથી વિશ્વાસ થાય છે, તથા ખ્રિસ્તના વચન દ્વારા સાંભળવામાં આવે છે” (રોમન ૧૦:૧૭), “તમે સત્યને જાણશો, અને સત્ય તમને મુક્ત કરશે” (યોહાન ૮:૩૨). આપણે સત્યને સાચી રીતે જાણવું જોઈએ અને પાણી, રક્ત અને આત્મામાં વિશ્વાસ કરવો જોઈએ જો તેની સાક્ષી આપે છે (યોહાન ૫:૫-૮).
“સત્ય તમને મુક્ત કરશે”. પાણી અને આત્મા વિષે આ ઈસુના વચનો છે. શું તમે મુક્ત થઇ ગયા છો? શું આપણે ન્યાયી છીએ કે નિષ્ઠાવાન? ઈસુ ફક્ત તેઓને પ્રેમ કરે છે જેઓ પાણી અને આત્માથી નવો જન્મ પામવાની સુવાર્તા પર વિશ્વાસ કરે છે.
જો તમે ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તની સુવાર્તામાં વિશ્વાસ કરો છો, તો તમારા હૃદયમાં પાપ નથી. તેમ છતાં જો ઈસુ પર તમારો વિશ્વાસ એક ધર્મના રૂપમાં છે તો હજી તમે પાપમાં જીવી રહ્યા છો. કેમ કે ઈસુના ઉદ્ધારમાં તમારો પૂરો વિશ્વાસ નથી. ધર્મ પર વિશ્વાસ કરવા વાળા પોતાના પાપોથી મુક્તિ પામવાની કોશિશ કરે છે અને દર સમય પાપો માટે પ્રાયશ્ચિતની પ્રાર્થના કરે છે.
એટલા માટે આવા લોકો ક્યારેય પણ પોતાના પાપોથી બચી શકતા નથી. પછી તેઓ જીવનભર તેના માટે પ્રાયશ્ચિત કરે છે. આ ક્યારે પણ ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેની મૃત્યુ દ્વારા પાપોની પૂર્ણ ક્ષમાનું સ્થાન લઇ શકતું નથી. આવો આપણે ઈસુની સુવાર્તામાં વિશ્વાસ કરવા દ્વારા બચી જઈએ, જેણે જગતના સઘળા પાપોને સાફ કાર્ય છે. ત્યાં સુધી કે ભવિષ્યના પાપોને પણ.
હું તમને ફરીથી કહું છું કે દરરોજ પસ્તાવો કરવો નવો જન્મ પામવાની સુવાર્તાનો વિકલ્પ બની શકતું નથી. સઘળા ખ્રિસ્તીઓએ હવે નવો જન્મ પામવાની સુવાર્તા દ્વારા પાપોની ક્ષમા પર વિશ્વાસ કરવો જોઈએ.
આપણે ક્યારે પણ આપણા પાપો માટે પૂર્ણ પસ્તાવો કરી શકતા નથી. ખોટો પસ્તાવો વ્યક્તિને ઈશ્વર પાસે પહોચાડી શકતું નથી. પણ ફક્ત તેને સંતોષ આપી શકે છે. ખોટો પસ્તાવો એક તરફી અંગીકાર છે જે ઈશ્વરને ક્યારેય પસંદ નથી. આ એ નથી જે ઈશ્વર આપણી પાસેથી ઈચ્છા રાખે છે.
સાચો પસ્તાવો શું છે? તે ઈશ્વર પાસે પાછાં ફરવું છે. ઈસુના ઉદ્ધારની સુવાર્તા તરફ પાછાં ફરવું છે જેમ વચનમાં લખવામાં આવ્યું છે તેમ વિશ્વાસ કરવો. જે સુવાર્તા આપણને બચાવે છે તે ઈસુનું બાપ્તિસ્મા, વધસ્તંભ પર તેમને ચઢાવવા અને પુનરુત્થાન છે. જ્યારે આપણે આ સુવાર્તા પર પૂર્ણરૂપે વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણે બચી જઈએ છીએ અને અનંત જીવન પ્રાપ્ત કરીએ છીએ.
આ નવો જન્મ પામવાની સુવાર્તાનો વિવેકપૂર્ણ નિર્ણય લેવાની સમજદારી છે. આ ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત અને સ્વર્ગ રાજ્યની સુવાર્તા પર વિશ્વાસ કરવો છે. તે આપણને નવો જન્મ પામવાની અનુમતિ આપે છે.
જ્યારે ઈસુ આપણને કહે છે કે આપણે પાણી અને આત્માથી નવો જન્મ પામવાનો છે, તો તેનો અર્થ છે કે તેના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર વહાવેલા તેના રક્ત પર વિશ્વાસ કરવા દ્વારા આપણો નવો જન્મ થાય. ત્યારે અપને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવા અને તેમાં રહેવા યોગ્ય બનીએ છીએ. આપણે તેના વચનો પર વિશ્વાસ કરવો જોઈએ. બે બાબત જે આપણા પાપોની ક્ષમાની સાક્ષી આપે છે, ઈસુનું બાપ્તિસ્મા અને વધસ્તંભ પરનું તેનું રક્ત, આ જ વચનો છે જે આપણને નવો જન્મ પામવાની અનુમતિ આપે છે.
શું હવે તમે નવો જન્મ પામવાની સુવાર્તા અને પાપોની ક્ષમાની સુવાર્તા પર વિશ્વાસ કરો છો? ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના રક્ત પર વિશ્વાસ આપણને જગતના સઘળા પાપોથી બચાવે છે. આપણે આ વિશ્વાસ સાથે નવો જન્મ પામી શકીએ છીએ. હજી પણ બાઈબલ આપણને કહે છે કે જગતના સઘળા પાપીઓના પાપો ઈસુએ સાફ કરી નાખ્યાં છે. આપણે કેમ વિશ્વાસ કરવા દ્વારા નવી જન્મ પ્રાપ્ત નથી કરતા?
જે કોઈ પણ આ બે વાતો પર વિશ્વાસ કરે છે, તે આપણા નવો જન્મ પામવાની સાક્ષી આપે છે. ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર ચઢાવ્યાં તે વાત પર વિશ્વાસ કરવા દ્વારા આપણે વાસ્તવિક રીતે નવો જન્મ પામીએ છીએ. અને જે ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ કરે છે તે પોતે સાક્ષી આપે છે (યોહાન ૫:૩-૧૦). જ્યારે તમે ઈસુ પર વિશ્વાસ કરો છો ત્યારે તમે પાણી, આત્મા અને રક્તની સુવાર્તાને છોડી શકતા નથી.
જેમ સેનાપતિ નામાને કોઢથી સંપૂર્ણપણે સાજાપણું પ્રાપ્ત કરવા માટે યર્દન નદીમાં સાત વાર સ્નાન કર્યું (૨ રજાઓ અધ્યાય ૬). આપણે વિશ્વાસ કરીએ કે જગતના સઘળા પાપોને એક જ વારમાં હંમેશા માટે યર્દન નદીમાં ધોઈ નાખ્યાં અને તેના પરિણામ સ્વરૂપે આપણને અનંત ઉદ્ધાર આપ્યો છે.
કેમ કે ઈસુ આપણને પ્રેમ કરે છે, એટલા માટે આપણે જગતના સઘળા પાપોથી બચી શકીએ છીએ અને પાપોની માફીની સુવાર્તા પર વિશ્વાસ કરવા દ્વારા અનંત જીવન પ્રાપ્ત કરી શકીએ છીએ. આવો આપણે સર્વ નવો જન્મ પામવાની સુવાર્તા પર વિશ્વાસ કરીએ અને ઈશ્વરના ઉદ્ધારને પ્રાપ્ત કરીએ.