• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

વિષય ૬ : પાખંડી

[6-1] ખ્રિસ્તી ધર્મમાં જૂઠા ખ્રિસ્તીઓ અને પાખંડી લોકો ( યશાયા ૨૮:૧૩-૧૪ )

ખ્રિસ્તી ધર્મમાં જૂઠા ખ્રિસ્તીઓ અને પાખંડી લોકો( યશાયા ૨૮:૧૩-૧૪ )
“તેથી યહોવાની વાત તેઓને માટે આજ્ઞા પર આજ્ઞા, આજ્ઞા પર આજ્ઞા; નિયમ પર નિયમ, નિયમ પર નિયમ; થોડું આમ, થોડું તેમ એવી થશે; એ માટે કે તેઓ ચાલતાં ચાલતાં ઠોકર ખાઈને પાછા પડે, ને નાસે, ફસાય ને પકડાય. એ માટે, હે યરુશાલેમમાંના લોકો પર અધિકાર ચલાવનાર તિરસ્કાર કરનાર માણસો, તમે યહોવાની વાત સાંભળો”.
 

બાઈબલમાં પાખંડ

બાઈબલમાં પાખંડી શબ્દને કઈ રીતે પરિભાષિત કરવામાં આવ્યો છે?
બાઈબલ અનુસાર પાખંડી એ છે જેના હૃદયમાં ઈસુ પર વિશ્વાસ કરવા છતાં પાપ છે.
 
આ દિવસોમાં વધુ પ્રમાણમાં ખોટા લેખકો છે, ખાસ કરીને વિકાસશીલ દેશોમાં. તેઓ સમાચાર લેખક હોવાનો ડોળ કરે છે પરંતુ તેઓ પીડિતો પાસેથી બળજબરીથી પૈસા વસૂલે છે, તેઓએ જે કર્યું છે તેને ઉજાગર કરે છે. ખોટું શબ્દનો અર્થ છે કે કોઈ વસ્તુનું અસલ દેખાવું, પણ ખરેખર એવું હોતું નથી. બીજા શબ્દોમાં, જે બહારથી કંઈક અને અંદરથી કંઈક બીજું હોય છે. 
“પાખંડી” અને “જૂઠા” શબ્દ વધારે ખ્રિસ્તી મંડળીઓમાં પ્રયોગ થાય છે.
અહીંયા પાખંડી અને જૂઠામાં ખુબજ થોડું અંતર છે. બાઈબલ અનુસાર આ વિષયની શિક્ષા અને તેની વિચારધારા પર વધારે લોકો ધ્યાન નથી આપતા. 
“પાખંડ” ને બાઈબલમાં જે રીતે પરિભાષિત કરવામાં આવ્યું છે તેને હું મારું કર્તવ્ય સમજીને જે રીતે બતાવવામાં આવ્યું છે તે રીતે પ્રગટ કરવા માટે તે વિષય પર થોડો પ્રકાશ પાડવા માગું છું. હું કેટલાંક ઉદાહરણ બતાવવા માંગુ છું કે દરરોજના દિવસમાં પાખંડી આપણને સામૂહિક રીતે વિચાર કરવામાં બાધા બને છે. ઈશ્વર પર વિશ્વાસ કરનાર પ્રત્યેક વ્યક્તિ, આ પ્રકારે પોતાના જીવનમાં એકવાર ચોક્કસ પાખંડ વિષે વિચારે છે. 
તિતસ ૩:૧૦-૧૧ પાખંડીની પથ-ભ્રષ્ઠ મનુષ્યના રૂપમાં વ્યાખ્યા કરે છે, જે પાપ કરતો રહેશે, તે પોતાને દોષી ઠરાવી ચુક્યો છે. પાખંડી એ છે જે પોતાને પાપી તરીકે દોષી માને છે. એટલા માટે જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે છતાં પણ તેના હૃદયમાં પાપ છે તેઓ ઈશ્વર સન્મુખ પાપી છે. 
ઈસુએ પોતાના બાપ્તિસ્મા દ્વારા સઘળા પાપોને દૂર કરી દીધા છે. પરંતુ પાખંડી લોકો સાચી સુવાર્તા પર વિશ્વાસ કરવાથી નકાર કરે છે જે પાપીઓના ઉદ્ધારનું કારણ છે અને આ પ્રકારે તેઓ પોતાને પાપી માનીને પાપીઓની શ્રેણીમાં રાખે છે. 
શું તમે એક પાખંડી છો? આપણે આ વિષે વિચારવાનું છે. જો આપણે સીધું અને નિષ્ઠાપૂર્વક જીવન જીવવા માગીએ છીએ તો આપણે આ વિષે વિચારવું જોઈએ.
શું તમે ઈસુ પર વિશ્વાસ કરવા છતાં પોતાને પાપી માનો છો. શું તમે પાણી અને આત્માની સુવાર્તા હજી સુધી નથી સાંભળી? જો તમે ખુદને પાપી માનો છો, તો તમે ઈસુ દ્વારા તેના પૂર્ણ ઉદ્ધાર અને પાણી અને આત્માની સુવાર્તાને હાની પહોંચાડો છો. 
તે વ્યક્તિ ઈશ્વરની સંતાન નથી જે પોતાને ઈશ્વરની આગળ પાપી માને છે. જે લોકો ઈસુની આગળ અંગીકાર કરે છે, “પ્રભુ હું પાપી છું,” તેણે પોતાના ખુદના વિશ્વાસ પર ફરીથી વિચાર કરવો જોઈએ. 
તમે ઈસુ પર કઈ રીતે વિશ્વાસ કરી શકો અને એક પાપી થઈને કેવી રીતે દાવો કરી શકો કે ઈસુએ જગતના સઘળા પાપો પોતાની ઉપર લઈ લીધા છે અને આપણને અનંત આગથી સંપૂર્ણપણે બચાવી લીધા છે? તમે કઈ રીતે તેના ઉદ્ધારનાં મફત ઉપહારનો નકાર કરીને પોતાને એક પાપીના રૂપમાં નિરુપિત કરી શકો છો જ્યારે ઈસુએ તો પોતાના બાપ્તિસ્મા દ્વારા સઘળા પાપોને પોતાના ઉપર લઈને વધસ્તંભ પર સંપૂર્ણ ન્યાય ચૂકવી દીધો છે? 
આવા લોકો પાખંડી છે કેમ કે તેઓ ઈશ્વરના વચન અનુસાર પાપ માટે કાર્ય કરે છે. તમારે જાણવું જોઈએ પાણી અને આત્માની સુવાર્તા આપણને ઈશ્વરના સન્મુખ પાપ કરતા બચાવે છે. 
જે કોઈ ઈસુ પર વિશ્વાસ કરે છે, પરંતુ તેનો નવો જન્મ નથી થયો તે પાખંડી છે કેમ કે તેનાં હૃદયમાં હજુ પણ પાપ છે. 
કેમ કે ઈશ્વરે જગતના સઘળા પાપો પોતાની ઉપર લઈ લીધા તેમાં આપણા પાપો પણ સામેલ છે. જો આપણે ઉદ્ધારનાં આશીર્વાદની અપેક્ષા કરીએ તો આપણે ઈશ્વર સામે પાખંડી છીએ કેમ કે આપના હૃદયમાં પાપ છે એટલે ઈશ્વર પવિત્ર છે અને આપણે પાંખંડી છીએ. જો આપણે ખરેખર ન્યાયી થવા માંગતા હોઈએ તો આપણે ઈસુના ઈસુના બાપ્તિસ્માની સુવાર્તા અને વધસ્તંભ પર તેના રક્તમાં વિશ્વાસ કરવો જોઈએ. 
 

બાઈબલમાં પાખંડનો આરંભ

એક યાજક માટે સૌથી મહત્વની યોગ્યતા કઈ છે?
તે નવો જન્મ પામેલો હોવો જોઈએ.
 
આવો ૧ રાજાઓ ૧૨:૨૫-૨૬ જોઈએ, “પછી યરોબામે એફ્રાઈમના પહાડી પ્રદેશમાં શખેમ બાંધ્યું, ને તેમાં રહ્યો; અને ત્યાંથી નીકળીને તેણે પનુએલ બંધ્યું. અને યરોબામે પોતાના મનમાં ધાર્યું, “હવે રાજ્ય દાઉદના કુટુંબને પાછું મળશે”. યરોબામ સુલેમાન રજાનો ખાસ કર્મચારી હતો. જ્યારે સુલેમાન પોતાના અંતિમ સમયમાં ભ્રષ્ઠ થઈ ગયો ત્યારે તે રાજાની વિરુદ્ધ થઈ ગયો અને સુલેમાનના પુત્ર રહુબીયામનાં સમયમાં દસ કુળોનું રાજ સ્થાપિત થયું. 
યરોબામ જ્યારે ઇસ્રાએલ દેશનો રાજા બન્યો ત્યારે તેને વિચાર્યું કે તેના લોકો યહૂદીયા પાછાં જી શકે છે જ્યાં ઈશ્વરનું મંદિર હતું. 
તેથી આવું ન થાય તે માટે તેના મનમાં એક વિચાર આવ્યો. તેણે સોનાના બે વાછરડાં બેતેલ અને દાનમાં બનાવ્યાં અને પોતાના લોકોને તેની આરાધના કરવાનો આદેશ આપ્યો. ૧ રાજા ૧૨:૨૮ કહે છે, “તે પરથી રાજાએ સલાહ લઈને બે વાછરડા બનાવ્યા”. યરોબામે વાછરડાની એક મૂર્તિ બેતેલ નગરમાં અને બીજી મૂર્તિ દાન નગરમાં સ્થાપી  અને લોકોને તેની આરાધના કરવાનો આદેશ આપ્યો. તે ઉપરાંત તેણે એક ભયંકર પાપ કર્યું. યરોબામે પોતાની ઈચ્છાથી આરાધના કરવા યાજકોને નિયુક્ત કર્યા.
“આ બિના પછી યરોબામ પોતાના કુમાર્ગથી ફર્યો નહિ, પણ ફરીથી તેણે સર્વ લોકોમાંથી ઉચ્ચસ્થાનોનાં યાજકો ઠરાવ્યા તે ચાહે તેની પ્રતિષ્ઠા કરતો કે, જેથી તે ઉચ્ચસ્થાનોને માટે યાજકો થાય” (૧ રાજા ૧૩:૩૩). આ પાખંડનો આરંભ હતો.
આજે પણ યાજાકીય કામ માટે પાખંડીઓને નિયુક્ત કરવામાં આવે છે જેઓ પોતાની ઈચ્છાથી ઈશ્વરના કાર્ય માટે યાજક બનવા માંગે છે. આજે જે કોઈ પણ ધર્મવિજ્ઞાન સેમીનરીથી સ્નાતક થાય છે: તેઓ નવો જન્મ પામ્યા વગર પણ સેવક, ઉપદેશક, મિશનરી અને વડીલ બની શકે છે. 
જે વ્યક્તિનો નવો જન્મ નથી થયો, તે સેવક કઈ રીતે બની શકે? જે વ્યક્તિની યાજકના રૂપમાં નિયુક્તિ થઈ છે, અને જો તેને મંડળીએ પસંદ કર્યો છે, તો તેઓ તેને પાખંડી ઉત્પન્ન કરતી ફેક્ટરી થવા માટે પસંદ કરે છે. 
આવો આપણે પાખંડના આરંભ વિષે ફરીથી વિચાર કરીએ. પહેલા, યરોબામે પોતાની રાજનૈતિક શક્તિઓને બનાવી રાખવા ઈશ્વરની જગ્યાએ સોનાનાં વાછરડાની સ્થાપના કરી. બીજું, તેને કોઈને પણ યાજક બનવા માટે અભિષેક કર્યો. બીજા શબ્દોમાં, તેણે સાધારણ લોકોને પણ યાજક તરીકે સ્થાપ્યાં. આ પ્રથા આજે પણ ચાલું છે.
પાખંડનો ઈતિહાસ યરોબામનાં સમયથી નિયમિત ચાલતો આવ્યો છે. તેથી જે વ્યક્તિનો પાણી અને આત્માથી નવો જન્મ નથી થયો તેને યાજાકીય સેવા માટે અનુમતિ આપવી જોઈએ નહિ. 
શું જે કોઈ વ્યક્તિ થીઓલોજી સેમીનારીથી સ્નાતક છે તે એક યાજક કે ઉપદેશક થઈ શકે? શું જે ઈશ્વર દ્વારા સ્વીકાર્ય નથી અને છતાં ઈશ્વરની સેવા કરે છે તે ઉચિત છે? ક્યારેય નહિ. ફક્ત જેઓ ઈશ્વર દ્વારા માન્ય છે તેઓ ઈશ્વરના સેવક બનવા માટે યોગ્ય છે. ઈશ્વર દ્વારા માન્ય એવા લોકો છે જેઓએ પાણી અને આત્મા દ્વારા નવો જન્મ પામ્યો છે. 
૧ રાજા ૧૨:૨૫-૨૬ અને ૧ રજા અધ્યાય ૧૩માં આવું લખ્યું છે કે યરોબામના પાપે ઈશ્વરના ક્રોધને ભડકાવ્યો. આપણે સર્વ આ કહાનીને સારી રીતે જાણીએ છીએ. જો કોઈ આ કહાનીથી પરિચિત નથી તો તેણે બાઈબલમાં વાંચવું જોઈએ. 
ફરીથી વિચાર કરો કે શું તમે તમારી સેવામાં ઈશ્વરનું સ્થાન સોનાનાં વાછરડાને આપી દીધું છે. શું તમે ક્યારેય અચાનક સાંસારિક આશીર્વાદો પર એટલું મહત્વ આપ્યું છે કે તમારા વિશ્વાસી પાણી અને આત્માથી નવો જન્મ પામવાની સુવાર્તા તરફ પાછાં ફરી શકે? 
શું તમે તમારાં વિશ્વાસીઓને કહ્યું છે કે જો તેઓ ઈસુ પર વિશ્વાસ કરે તો તેઓ બીમારીથી સાજાપણું પ્રાપ્ત કરશે? શું તમે તેઓને કહ્યું છે કે તેઓ ધન-સંપતિથી આશીર્વાદિત થશે? શું તમે જેઓએ નવો જન્મ પ્રાપ્ત નથી કર્યો તેઓને તમારી મંડળીમાં યાજક કે કર્મચારી તરીકે નિમ્યાં છે? અને શું એવો દાવો કર્યો છે કે તમારી સંસ્થા જ એકમાત્ર રૂઢીવાદી ‘ઓર્થોડોક્ષ’ છે? તો તમે યારોબામ સમાન ઈશ્વર આગળ પાપ કરો છો અને ઈશ્વરના ક્રોધને ભડકાવી રહ્યાં છો.
 
 

પાખંડી વ્યક્તિ સોનાનાં વાછરડાની આરાધના કરે છે 


આજે પણ ઘણાં બધાં પાખંડી લોકો સોનાનાં વાછરડાની આરાધના કરે છે. તેઓ કહે છે કે જ્યારે સુલેમાને ઈશ્વર માટે હજારો દહાનાર્પણ અર્પણ કર્યા ત્યારે ઈશ્વરે તેને આશીર્વાદિત કર્યો. ૧ રાજા ૧:૩-૫ કહે છે કે, “સુલેમાન પોતાના પિતા દાઉદના વિધિઓ પ્રમાણે ચાલીને યહોવા પર પ્રેમ રાખતો હતો; એટલું જ કે તે ઉચ્ચસ્થાનોમાં યજ્ઞ કરતો હતો, ને ધૂપ બાળતો હતો. રાજા ગિબ્યોનમાં યજ્ઞ કરવા લાગ્યો; કેમ કે તે મુખ્ય ઉચ્ચસ્થાન હતું. તે વેદી પર સુલેમાને એક હજાર દહનીયાર્પણ ચઢાવ્યાં. ગિબ્યોનમાં યહોવાએ રાત્રે સુલેમાનને સ્વપ્નમાં દર્શન દીધું. અને ઈશ્વરે કહ્યું, “માગ, હું તને શું   આપું?” 
તેઓ “સુલેમાનના એક હજાર દહાનાર્પણ” નાં નાપ પર પોતાના અનુયાયીઓને દગો કરીને તેઓનું ધન લુંટે છે. જેઓ મૂર્ખ અનુયાયીઓ હોય છે તેઓ પાસેથી તે બળજબરીથી ધન વસુલ કરે છે. અને જેઓ પોતાના ઈશ્વરના રૂપમાં સોનાનાં વાછરડાની આરાધના કરે છે, તેઓ પોતાના ધનને ગુમાવી બેસે છે અને જેને દાનનાં રૂપમાં ઉપયોગ કરીને તેઓ ભવ્ય મંડળીનું નિર્માણ કરે છે. આ એટલા માટે નહિ કે તેઓની મંડળી નાની છે, પણ તેઓ પોતાના અનુયાયીઓ પાસેથી ધન વસૂલ કરવા માંગે છે. 
પોતાના ટોળાની આરાધના માટે તેઓ સોનાનાં વાછરડાની સ્થાપના કરીને ભૂલા પડેલા પાખંડીઓ પાસેથી બળજબરીથી પૈસા પડાવે છે. આપણે જેઓ ઈશ્વરમાં વિશ્વાસ કરીએ છીએ તેઓ મૂર્ખ નથી બનતા. જો તમે તમારું ધન સોનાનાં વાછરડાની આરાધનામાં દાન કરો છો, તો તે ઈશ્વરને આપવું નથી, પરંતુ અંતમાં તે જુઠ્ઠા યાજકોના ખિસ્સામાં જાય છે જેઓ યરોબામની જેમ લાલચથી ભરેલા હોય છે. તમે ક્યારેય પણ આવા પાખંડીઓની જાળમાં ન ફસાતા. 
તો પછી કેમ ઈશ્વર સુલેમાનના હજારો દહાનાર્પણથી પ્રસન્ન થયા? કેમ કે સુલેમાન પોતાના અપરાધોને જાણીને સ્વીકારી લે છે કે તેના પાપોને કારણે તેને મારવાનું જ છે અને તે વિશ્વાસ અનુસાર તે બલિદાન અર્પણ કરે છે. આ પ્રકારે તે ઈશ્વરના ઉદ્ધાર માટે આભાર માને છે. સુલેમાન દર દિવસે એક હજાર દહાનાર્પણ અર્પણ કરતો હતો. પાણી અને આત્મા દ્વારા ઉદ્ધાર માટે ઈસુના બાપ્તિસ્મા વિષે વિચારો. 
હવે તમે પાખંડના સાચા અર્થને યાદ રાખો જેથી તમે ખોટા યાજકોની વાતોમાં ફસાઓ નહિ. 
 
 

જે લોકો નવો જન્મ પામ્યાં વગર સેવા કરે છે તે પાખંડી છે

 
પાખંડી નવો જન્મ પામવા વિષે શું કહે છે?
તેઓ દર્શનો, સ્વપ્નો અને આત્મિક અનુભવોને નવો જન્મ કહે છે.

જે લોકોનો નવો જન્મ નથી થયો તેઓ નવો જન્મ પામવા વિષે શીખવે છે. તેઓ પ્રત્યેક લોકો પાખંડી છે. તેઓ બીજાને નવો જન્મ પામવાં માટે કહે છે પરંતુ તેઓ પોતે નવો જન્મ લેવા માટે સક્ષમ નથી કેમ કે તેઓ ઉદ્ધાર માટે પાણી અને આત્માની સુવાર્તાને નથી જાણતાં. આપણે ફક્ત તેઓ ઉપર હસી શકીએ. 
ખોટા યાજકો ખોટી સુવાર્તા પ્રચાર કરે છે. તેઓ પાણી અને તમની સુવાર્તાને બગાડીને ખોટી સુવાર્તા પ્રચાર કરે છે. તેઓ પ્રત્યેક દિવસ લોકોને પોતાના પાપો ધોવા માટે કહે છે. 
તેઓ કહે છે, ‘જાઓ અને પર્વત પર પ્રાર્થના કરો, ઉપવાસ કરવાનો  પ્રયાસ કરો, પોતાની જાતને ઈશ્વરના કામ માટે સમર્પિત કરો, વહેલી સવારે પ્રાર્થના કરો, આજ્ઞાકારી બનો, મંડળીના ભવન માટે મોટી રકમ દાન કરો, પણ તમારા પાપો માટે સાવધાન રહો.’
એકવાર હું કોઈકની સાક્ષી સાંભળી રહ્યો હતો કે તેણે નવો જન્મ પ્રાપ્ત કર્યો છે. તેણે કહ્યું કે સ્વપ્નમાં તે એક લાઈનમાં ઉભો છે અને જયારે તે પાછળ ફરે છે, ત્યારે ઈસુ તેનું નામ પોકારે છે. તે કહે છે કે આ તેના નવા જન્મ લેવાની સાક્ષી છે. પણ શું આ તેનો સાચો વિશ્વાસ છે? ઈસુ આવું નથી કહેતા. 
યોહાન ૩:૫માં તે કહે છે, “હું તને ખચીત ખચીત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય, તો ઈશ્વરના રાજ્યમાં તે જઈ શકતું નથી”. ઈશ્વર કહે છે કે જેણે પાણી અને આત્માથી નવો જન્મ લીધો છે તે જ સાચો યાજક છે. જે કોઈ એવો વિશ્વાસ કરે છે કે તેનો નવો જન્મ સ્વપ્નો, કલ્પનાઓ, આત્મિક ભાવના, કે પસ્તાવાની પ્રાર્થનાથી થયો છે, તો તે વ્યક્તિ પાખંડી છે. 
આ દિવસોમાં ઘણાં લોકો ઈશ્વરના લિખિત વચનમાં વિશ્વાસ નથી કરતા, અને તેઓ પાણી અને આત્માના માધ્યમથી નવો જન્મ પ્રાપ્ત કરવાના બદલે પોતાના સિદ્ધાંતોને ઊંચા ઉઠાવે છે. જે કોઈ વ્યક્તિ પાણી અને આત્મા દ્વારા નવો જન્મ પામવાની સુવાર્તાનો પ્રચાર કરવાનો નકાર કરે છે તેઓ જૂઠ્ઠા ખ્રિસ્તી અને પાખંડી છે.
 

ધર્મ સુધારક અને વર્તમાન ખ્રિસ્તત્વ

ક્યારથી સાચી સુવાર્તામાં મિલાવટનો આરંભ થયો અને તેને બીજા ધર્મો દ્વારા તોડી-મરોડીને પ્રસ્તુત કરવામાં આવી?
ઈ.સ. ૩૧૩માં રોમન સમ્રાટ કોન્સ્ટનટાઈન દ્વારા મિલાન રાજાજ્ઞાની ઘોષનાના સમયથી.
 
ખ્રિસ્તત્વમાં ક્યારે ધાર્મિક પંથોનો ઉદય થયો? ક્યારે વિભિન્ન પંથો જેવા કે પ્રેસબિટેરીયન, મેથોડિસ્ટ, બાપ્તિસ્ત, લૂથરન, હોલીનેસ અને ફૂલ ગોસ્પલનો આરંભ થયો? ધર્મ સુધારણા લગભગ ૫૦૦ વર્ષ પહેલાની વાત છે. 
પ્રારંભિક ખ્રિસ્તીઓ એ હતા જેઓ ઈસુનું અનુસરણ કરતા હતા જ્યારે તે આ સંસારમાં હતો. “ખ્રિસ્તી” નો અર્થ છે, ‘જેઓ ખ્રિસ્તનું અનુસરણ કરે છે.’ 
પહેલા ખ્રિસ્તી પ્રેરિત અને શિષ્યો હતા. પ્રેરિત અને મંડળીના વડીલો સાચી સુવાર્તાનું અનુસરણ ઈ.સ. ૩૧૩ સુધી પાલન કરતા હતા. તેમ છતાં, કોન્સ્ટનટાઈન મહાનની રાજાજ્ઞાની ઘોષણા ઉપરાંત, ખ્રિસ્તી અને અન્યજાતીઓનું એકબીજા સાથે મળવાનું શરુ થયું. તેનું પરિણામ અંધકાર યુગ જેમાં પાછલાં લગભગ ૧૦૦૦ વર્ષોથી પણ વધારે સમય સુધી આ કાર્ય ચાલુ રહ્યું. 
ત્યાર બાદ, ૧૬મી શતાબ્દીમાં માર્ટીન લ્યુથરે ધર્મ સુધારણાની ઘોષણા કરી અને કહ્યું, “ફક્ત વિશ્વાસથી ન્યાયી જીવશે” (રોમન ૧:”૧૭). થોડાં સમય બાદ સન ૧૫૦૦-૧૬૦૦ની વચ્ચે જ્હોન કેલ્વીન અને જ્હોન નોક્સ જેવા ધર્મ સુધારક આ આંદોલનને કેથોલિક વાદથી અલગ રીતે આગળ લઇ ગયા. આ બધું ધર્મ સુધારણાના સમયની ઉપલબ્ધિઓ હતી.  
ધર્મ સુધારણાનું કાર્ય કેથોલિક મંડળીથી અલગ નવી મંડળીઓની સ્થાપના કરવાનો સીધો પ્રયાસ હતો. ધર્મ સુધારકોએ કેથોલિકવાદનો કોઇપણ પ્રકારે ખંડન કર્યું નથી. 
તેઓનો ઉદ્દેશ્ય પાણી અને આત્માથી નવો જન્મ લેવામાં વિશ્વાસ કરવાને પ્રોત્સાહિત કરવાનો હતો, પરંતુ તેઓનો ઉદ્દેશ્ય રોમન કેથોલિક મંડળીના ઉત્પીડન અને ભ્રષ્ટાચારથી પોતાને મુક્ત કરવાનો હતો. રોમન કેથોલિક મંડળી આ આંદોલનને પ્રોટેસ્ટંટવાદ કહે છે. તેનો અર્થ છે વિરોધી. 
તે સમયે, જ્યારે રોમન કેથોલિક મંડળીમાં લોકોને બળજબરીથી ક્ષમા પત્ર ખરીદવા માટે બાધ્ય કરવામાં આવ્યા. તેઓ કહેતા હતા કે જો તેઓ મોટી રકમ આપીને આ ક્ષમા પત્રને ખરીદશે તો તેઓ તેમના મૃત વંશજોને સ્વર્ગમાં મોકલી દેશે. માર્ટીન લ્યુથરે ક્યારેય અનુભવ નહોતી કર્યો કે કેથોલિક મુખ્ય રીતે ખોટું છે. તેઓએ ફક્ત કેથોલિક મંડળીઓમાં ધન પ્રાપ્ત કરવા માટે ક્ષમા પત્રોને સેંટ પીટર્સ કેથેડ્રલથી વેચવાને રોકવાનો પ્રયાસ કર્યો. ફલસ્વરૂપ, આધુનિક પ્રોટેસ્ટંટ મંડળીઓમાં કેથોલિક મંડળીઓના અવશેષો દેખાઈ આવે છે: જેવા કે બાળકોનું બાપ્તિસ્મા, પાપોની માફીની પ્રાર્થના જે રોમન કેથોલિક મંડળીના જેવી જ છે, પવિત્ર ધાર્મિક વિધિઓ, જેઓ થીઓલોજીકલ સ્નાતક છે તેઓને યાજક બનાવવા, શાનદાર અને અનાવશ્યક રૂપથી મોટી મંડળીઓ બનાવવી. આ બધા રોમન કેથોલિક મંડળીના અવશેષો છે. 
ઈ.સ. ૧૫૦૦ના આરંભથી જોઈએ તો ધર્મ સુધારણાનો ઈતિહાસ લગભગ ૫૦૦ વર્ષ જુનો જ છે. આ વર્ષે ધર્મ સુધારણાની ૪૮૧મી વર્ષગાંઠ હતી. તમને કદાચ અંદાજ નહિ હોય કે માર્ટીન લ્યુથરે ફક્ત ૪૮૧ વર્ષો પહેલા પોતાની માતૃ મંડળીની વિરુદ્ધ વિદ્રોહ કરીને બચાવી હતી. પ્રોટેસ્ટંટવાદ પોતાની કિશોરાવસ્થાની તુલનામાં વિશેષ સ્થિતિમાં રાખવાનો એકમાત્ર તર્કસંગત દાવો નથી થઈ શકતો. ખ્રિસ્તત્વમાં સુધાર હજુ સુધી ચાલી રહ્યો છે અને આ નિરંતર ચાલતો રહેશે. 
જે પણ થાય આપણે એક વાતનું ધ્યાન રાખવું પડશે. આપણે ક્યારેય ભૂલવું જોઈએ નહિ કે જેઓનો નવો જન્મ પાણી અને આત્માથી થયો છે, તેઓ જ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકે છે. આવો તેનો પ્રચાર કરીએ! શું તમે ઈસુના પાણી અને આત્માથી નવો જન્મ પામવાની સુવાર્તાનો પ્રચાર કરશો? જો નહિ કરો, તો તમે ઈશ્વરના સેવક નથી. આ સુવાર્તા ‘પાણી અને આત્માથી નવો જન્મ લેવાની’ છે, ઈશ્વર ઈચ્છે છે કે આપણે આના પર વિશ્વાસ કરીએ. યોહાનના ત્રીજા અધ્યાયમાં નિકોદેમસને ઈસુ શું કહે છે. 
શું બાઈબલ ફક્ત પાણી અને આત્માથી નવો જન્મ પામવાની સુવાર્તા વિષે કહે છે, કે પછી તે બીજી વાતો જેવી કે સમાજ માટે સારું કરો તથા એક પવિત્ર જીવન જીવો? થઇ શકે કે આપણા માટે બંને વાતો મહત્વની હોય. જે પણ હોય તમે પાણી અને આત્માથી નવો જન્મ લઈને આવા કાર્યો કરી શકો છો. ઈશ્વરની ઈચ્છા છે કે આપણે સુવાર્તા પર વિશ્વાસ કરીએ. 
 

પાખંડીઓની શિક્ષાઓ

પાખંડી કોણ છે?
તે જે ઈસુ પર વિશ્વાસ કરવા છતાં પણ પાપી છે.

જુઠ્ઠા ખ્રિસ્તીઓ, પાખંડી વિશ્વાસે સંસારમાં ક્યારે વધવાનું શરુ કર્યું?
જેવી રીતે ૧ રાજા અધ્યાય ૧૨-૧૩માં લખ્યું છે તે પ્રમાણે જ્યાં સુધી યરોબામના સમયમાં તેઓ બે રાજ્યોમાં વિભાજીત થઈ ગયા ત્યાં સુધી ઇસ્રાએલના લોકો એક ઈશ્વરને માનતા હતા. તે સમયથી લઈને ઈસુના આ જગતમાં આવતાં પહેલા સુધી પાખંડી વિશ્વાસનો ફેલાવો શરુ થઈ ગયો. આ દિવસોમાં પણ ઘણીબધી પાખંડની શિક્ષાઓ ફેલાએલી છે. 
યશાયા અધ્યાય ૨૮ અને તિતસ ૩:૧૦-૧૧માં બાઈબલ જુઠ્ઠી શિક્ષાઓ વિષે કહે છે. બાઈબલ કહે છે કે પાખંડી તે છે જે ઈસુમાં વિશ્વાસ તો કરે છે પરંતુ હજી પણ તેના મનમાં પાપ છે. જે કોઈ આવો છે તે પાખંડી છે.
અને તેઓ શીખવે છે, જેમ યશાયા ૨૮:૯-૧૦માં લખ્યું છે કે, “તે કોને જ્ઞાન શીખવશે! કોને સંદેશો સમજાવશે? શું તે ધાવણ મુકાવેલાઓને તથા થાન છોડાવેલાઓને સમજાવશે? કેમ કે આજ્ઞા પર આજ્ઞા, આજ્ઞા પર આજ્ઞા; નિયમ પર નિયમ, નિયમ પર નિયમ; થોડું આમ, થોડું તેમ [એ પ્રમાણે તેઓ બોલે છે]”.
પાખંડી નિયમ ઉપર નિયમ, વાક્ય ઉપર વાક્ય જોડી દે છે. આનો શો અર્થ છે? આનો અર્થ છે, “સાવધાન, સાવધાન, સાવધાન તેઓથી જેઓ કહે છે કે ઈસુ પર વિશ્વાસ કરવાથી તેઓનો નવો જન્મ થયો છે”. તેઓ પણ તમને સાવધાન રહેવા માટે કહેશે, કંઈ વાંધો નહિ. તેઓ કહેશે, ન સાંભળો, ત્યાં ન જાઓ, થઇ શકે છે કે તમે અધર્મમાં પડી જશો.  
તેમ છતાં, જો તેમને પાક્કો નિશ્ચય થાય કે તેઓનો વિશ્વાસ રૂઢીવાદી છે, તો પછી કેમ તેઓ તેવા લોકોનો વિરોધ નથી કરતા જેઓનો વિશ્વાસ ઈશ્વરના વચનથી અલગ છે? આ દયનીય સ્થિતિ છે. તેઓ પોતાને રૂઢીવાદી સાચા વિશ્વાસી હોવાનો દાવો કરે છે, પરંતુ તેઓ પાસે પોતાને પાખંડી કહેવડાવવાથી બચવા માટે કોઈ શબ્દો નથી. ઈશ્વરના વચનો દ્વારા એક સાચ્ચો ખ્રિસ્તી કોઈ પણ પાખંડીને જીતી શકે છે. 
આ દિવસોમાં, રૂઢીવાદી ખ્રિસ્તી નવો જન્મ પામવાવાળાને “પાખંડી” જેવા ખોટા ઠરાવે છે, કેમ કે તેઓનો વિશ્વાસ અલગ છે. જ્યારે આપણે પાણી અને આત્માની સુવાર્તામાં વિશ્વાસ કરીએ છીએ તો અપને કઈ રીતે પાખંડી હોઈ શકીએ? 
જો તેઓ પાણી અને આત્માની સુવાર્તા પ્રચારને પાખંડ કહે છે તો તેઓ ચોક્કસ પણે રૂઢીવાદી ખ્રિસ્તી છે. જેમ કે, જો રૂઢીવાદી ખ્રિસ્તી પાણી અને આત્માની સુવાર્તાનો પ્રચાર નથી કરતા તો તેઓ પાખંડી છે. 
“રૂઢીવાદી” અને “પાખંડી” વચ્ચેનો અંતર એ વાત પર નિર્ભર છે કે તેઓ પાણી અને આત્માની સુવાર્તાનો પ્રચાર કરે છે, અને તેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે અને છતાં તેમના હૃદયમાં પાપ છે જે નથી. જો તેઓ ઈશ્વરના વચન પર વિશ્વાસ કરે છે અને તેઓએ પાણી અને આત્માથી નાવો જન્મ લીધો છે તો તેઓ કઈ રીતે પાખંડી હોઈ શકે? 
શું આ પાખંડી ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્ત પર વિશ્વાસ કરીને પોતાના પાપોથી શુદ્ધ થશે? શું પાણી અને આત્માની સુવાર્તામાં વિશ્વાસ ન કરવો “રૂઢીવાદ” છે? 
અહિયાં ઘણાં બધાં સંપ્રદાયવાડી છે જેઓ બાઈબલના ઉદ્દેશ્યથી દૂર થઈ ગયા છે અને છતાં પણ રૂઢીવાદી ખ્રિસ્તી હોવાનો દાવો કરે છે. તેઓ પાણી અને આત્મા દ્વારા નવો જન્મ પામવાના ઉદ્દેશ્યથી ભટકી ગયા છે. જેમ બાઈબલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેઓ ફક્ત વધસ્તંભના રક્તનો પ્રચાર કરે છે અને ઈસુના બાપ્તિસ્માનો (પાણી) નકાર કરે છે. 
આ દિવસોમાં રોમન કેથોલિક અને પ્રોટેસ્ટંટ મંડળીઓ વચ્ચે શું અંતર છે? જેમ કે સુધારવાદી લોકો રોમન કેથોલિક મંડળીઓના નિયમોથી વિરુદ્ધ થઈ ગયા છે, અને તેઓ જેવા રોમન કેથોલિક મંડળીમાંથી બહાર આવ્યાં તેવા પ્રોટેસ્ટંટવાદી બની ગયા. આપણે પણ આંધળા ખ્રિસ્તીઓ અને ખોટા યાજકોનો વિરોધ કરવો જોઈએ. આ ફક્ત ત્યારે જ થઈ શકે છે જ્યારે આપણે આપણી આંખો સાચી સુવાર્તા માટે જે સાચો વિશ્વાસ છે તેના માટે ખોલીએ અને પાણી અને આત્માની સુવાર્તા દ્વારા આપણે સંપૂર્ણપણે બચી જઈશું. 

આપણે પાખંડી ન બનવા માટે શું કરી શકીએ છીએ?
આપણે પાણી અને આત્મા દ્વારા નવો જન્મ લેવો પડશે.

બાઈબલ આપણને કહે છે કે જેઓ ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્ત પર વિશ્વાસ કરે છે તેઓ સાચા વિશ્વાસનું પાલન કરે છે. જેમ કે યોહાન ૩:૧-૧૨માં ઈસુ નિકોદેમસને કહે છે. 
પાખંડી હંમેશા પોતાના અનુયાયીઓને તેમના વિશ્વાસમાં નિષ્ઠાવાન બની રહેવા માટે બાધ્ય કરે છે. સવારે સાંજ પ્રાર્થના કરવા માટે અને કઠોર કામ કરવા માટે બાધ્ય કરે છે. આ તો આંધળા માણસને દોડવા માટે પ્રેરિત કરવા જેવું છે. 
તમારી કથોએ પ્રાર્થનાથી કશું જ નહિ થાય, જ્યાં સુધી તમારો પાણી અને આત્માથી નવો જન્મ ન થાય ત્યાં સુધી તેનો કોઈ ઉપયોગ નથી. જ્યારે આપણે કહીએ છીએ કે જેનો પાણી અને આત્માથી નવો જન્મ થઇ ગયો છે તે ધર્મી છે ત્યારે પાખંડી લોકો રોમન ૩:૧૦ની સાથે તેઓનો પ્રતિકાર કરે છે, “કોઈ ન્યાયી નથી, એક પણ નથી”. આ વચન સાથે તેઓ પાખંડીઓ જેવા વિશ્વાસનું લેબલ લગાવે છે. 
હકીકતમાં આ તે લોકો છે જે પાખંડી છે. આ વચનના શબ્દોની જેમ તેનો અર્થ સરળ નથી. પાખંડી આખા બાઈબલને નથી વાંચતા. પ્રેરિત પાઉલ કહે છે કે જગતમાં એક પણ ન્યાયી માણસ નથી. તે ફક્ત જુના કરારમાંથી એક વચનનો ઉપયોગ કરે છે. જે કહે છે કે ઈસુ ખ્રિસ્ત સામે આ જગતમાં કોઈ પણ ન્યાયી નથી. ઈસુ આ જગતમાં આવ્યો અને મનુષ્યજાતિના સઘળા પાપો પોતાના ઉપર લઈને ઈશ્વરના ઉદ્ધારથી આપણને બચાવ્યા. જેઓ ઈસુ દ્વારા બચાવવામાં આવ્યા તેઓ ન્યાયી બને છે. 
જો આપણે આ આખા અધ્યાયને વાંચીએ, તો આપણે હકીકતને જોઈ શકીએ છીએ. પાખંડી ફક્ત પોતાના અનુયાયીઓને સાવધાન કરે છે કે તેઓનો વિશ્વાસ બીજાઓથી અલગ છે. ત્યાં સુધી કે જે રૂઢીવાદી મંડળી કહેવાય છે, તેઓ પોતાના વિશ્વાસીઓને બીજાઓ સાથે આરાધના કરવા માટે નાં પાડે છે. એટલા માટે તેઓના લોકો આવી મંડળીમાં જવાનું સાહસ નથી કરતા, જ્યાં પાણી અને આત્માની સુવાર્તાનો પ્રચાર કરવામાં આવે છે. 
તેઓ સાચી સુવાર્તા પ્રત્યે બહેરા થઇ ગયા છે અને તેઓનો નવો જન્મ થઇ શકતો નથી. આ ખોટી શિક્ષાઓનાં લીધે છે જે સત્યતા પ્રગટ કરે છે કે તેઓ નરકના સંતાન છે. આ માટે ઈશ્વર તેઓનો ન્યાય કરશે. પાખંડીઓએ ઈશ્વર પાસે પાછા ફરવું જોઈએ. 
પાખંડી કોણ છે? શું તે લોકો જેઓએ પાણી અને આત્માની સુવાર્તાથી છૂટકારો મેળવ્યો છે કે પછી તેઓ જે ઈસુ પર વિશ્વાસનો દાવો કરે છે, પરંતુ હજી શુધી ‘પાણી અને આત્માથી’ નવો જન્મ પામવામાં અસફળ થયા છે? 
તિતસ ૩:૧૧ કહે છે કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરે છે પરંતુ “પોતે દોષિત છે એમ જાણ્યાં છતાં પાપ કરે છે”. તેઓ બધા પથભ્રષ્ટ થઈને પાખંડી થઈ ગયા છે. 
તેઓ પોતાના વિશ્વાસીઓને આત્મ જાગૃતિની સભાઓમાં જવાની ના પાડે છે જ્યાં પાણી અને આત્માની સુવાર્તાનો પ્રચાર થાય છે. તેઓ કહે છે કે આ ખતરનાક છે. કેમ રૂઢીવાદી વિચારધારા વાળા લોકો આ વિશ્વાસના વિરોધાભાસથી ગભરાય છે? તેઓ એટલા માટે ગભરાય છે કેમ કે તેઓના પક્ષમાં તેઓ પાસે કોઈ સચ્ચાઈ નથી. “આજ્ઞા પર આજ્ઞા અને નિયમ પર નિયમ”. પાખંડીઓની શિક્ષા આવી જ છે.
પાખંડી યાજક પોતાના ઉપદેશમાં થોડું આ પુસ્તકમાંથી અને થોડું પેલી પુસ્તકમાંથી, થોડું દાર્શનિકના વિચારોથી, થોડું સાહિત્યમાંથી લે છે અને તેને પોતાના વિચારો સાથે મેળવે છે અને તેને આકર્ષક અવાજમાં પ્રસ્તુત કરે છે. 
તેઓ વિશ્વાસ કરે છે કે તેઓના વિશ્વાસી આ વાતથી અજાણ્યા છે અને તેઓ તેને સાંસારિક શિક્ષાઓથી શિક્ષિત કરવા માગે છે. સાચી મંડળી ઈશ્વરના વચનોનો પ્રચાર કરે છે અને વિશ્વાસીઓને ઈશ્વરના વચનથી શિક્ષિત કરે છે. લોકો મંડળીમાં એટલા માટે નથી જતા કે તેઓને સંસારની રીતમાં પ્રશિક્ષિત કરવામાં આવે. પરંતુ તેઓ મંડળીમાં સ્વર્ગની વાતો સાંભળવા માટે જાય છે જેને તેઓએ આ સંસારમાં નથી સાંભળી. તેઓ અહિયાં ઈસુના વચનો સાંભળવા માટે આવે છે. 
લોકો મંડળીમાં એક પાપીના રૂપમાં પ્રવેશ કરે છે. પરંતુ તેઓ મંડળીમાંથી એક ન્યાયી બનીને બહાર નીકળે છે જેનામાં પાપ નથી. પાખંડી યાજક તેઓને શું શિક્ષણ આપે છે? તેઓ પોતાના વિશ્વાસીઓને કહે છે કે આવી આત્મ જાગૃતિની સભાઓમાં ન જાઓ જ્યાં પ્રભુના સેવક સાચી સુવાર્તાનો પ્રચાર કરે છે. તેઓ પોતાના વિશ્વાસીઓને પાણી અને આત્માથી નવો જન્મ લેવામાં નડતરરૂપ થાય છે. 
આ મૂર્ખતા છે કે તેઓ પોતાના વિશ્વાસીઓને છેતરે છે, પરંતુ તેઓ ઈશ્વરને છેતરી શકતા નથી.

શું જુઠ્ઠા યાજક પોતાના વિશ્વાસીઓને પાણી અને આત્માથી નવો જન્મ પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે?
ના, ફક્ત નવો જન્મ પામેલાં જ બીજાઓને નવો જન્મ પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે.

પાખંડીઓ, જો તમે ઈશ્વરના સાચા સેવક છો, તો શું તમે પવિત્ર આત્માની ધિક્કારને નથી સાંભળી શકતા? તમારે પાછું ફરવું પડશે. તમે તમારા અનુયાયીઓને આત્મિક જાગૃતિની સભામાં જતા ન રોકો જ્યાં પ્રભુના સાચા સેવક પાણી અને આત્માથી નવો જન્મ પામવાની સુવાર્તા સંભળાવે છે. 
પાખંડી પોતાના વિશ્વાસીઓને ફક્ત ધર્મવિજ્ઞાનની જ શિક્ષા આપે છે, તેથી જયારે તેઓ અન્ય સિદ્ધાંતોનો સામનો કરે છે ત્યારે તેઓ પછાડત ખાય છે. આ ખુબજ દુઃખદ સ્થિતિ છે. જુઠા પ્રચારક ઈશ્વરના વચન વગર સારી રીતે સેવા કરી શકે છે. તેઓ પ્રચાર કરવાથી, વિચાર-વિમર્શ કરવાથી અને પોતાની જૂઠી આસ્થાથી સેવક હોય છે. જેઓ ઈશ્વરના વચન વગર પ્રચાર કરે છે, તેઓ પાખંડી અને ભાડાનાં મજૂર હોય છે (યોહાન ૧૦:૧૩). 
જુઠા સેવક પાખંડી છે કેમ કે તેઓનો અંદર અને બહારનો સ્વભાવ જુદો જુદો હોય છે. કેટલાંક લોકો આવું પરિભાષિત કરે છે કે સ્થાપિત મંડળી પાખંડી મંડળી જેવી હોય છે. ભલે કેટલીક મંડળી કોઈ સંસ્થાની સભ્ય કહેવડાવવા નથી માંગતી, પણ બાઈબલની સાચી શિક્ષાથી ખુબજ દૂર થઈને સંચાલિત થઈ રહી છે. 
પાખંડી પોતાના વિશ્વાસીઓને કહે છે કે તેઓએ છૂટકારો મેળવ્યો છે જયારે તેઓ પોતાના પાપોનું નિવારણ પોતે જ કરી શકતા નથી. તેઓ યરોબામની જેમ પાપ કરે છે. જો અહીંયા એવું કોઈ વ્યક્તિ છે જેના મનમાં હજી પણ પાપ છે, પણ તેઓ ઈશ્વરના કાર્યોને કરવાનો પ્રયત્ન કરે છે, પોતાના પાપોનો સ્વીકાર કરે છે, અને ઈશ્વરની પવિત્રતાના સંપૂર્ણ વિરોધી છે. તે પોતે ચોક્કસપણે જાને છે કે તે પાખંડી છે. 
એટલા માટે, જો આવી વ્યક્તિ મંડળીમાં પ્રચાર કરે છે અથવા કાર્ય કરે છે, તે હજી પાપી છે, તેને માનવું જોઈએ કે તે પાખંડી છે. કેમ કે તે ઈસુ ખ્રિસ્તના ઉદ્ધારની સુવાર્તા પાણી અને આત્માથી નવો જન્મ પામવા વિષે નથી જાણતો. જો કોઈ પણ વ્યક્તિ પાખંડી પાસેથી બાઈબલ વિષે શીખે છે અને તેવું જ બીજાઓને પણ શીખવે છે, તો તેઓ પણ પાખંડી બની જાય છે. 
આપણે વૃક્ષને તેના ફળથી ઓળખીએ છીએ. જેઓ ઈસુના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા ન્યાયી ઠરાવવામાં આવ્યા છે તેઓ પણ પાપી હોવા છતાં ન્યાયી બની જાય છે. પણ જેઓ હજી પાપી છે તેઓનો નાશ થવો નિશ્ચિત છે. “તેમ જ હરેક સારું ઝાડ સારાં ફળ આપે છે, ને ખરાબ ઝાડ નઠારાં ફળ આપે છે” (માથ્થી ૭:૧૭).
 

પાખંડી યાજક પોતાના ઉપદેશમાં શું પ્રચાર કરે છે?
 
પાખંડી યાજક પોતાના ઉપદેશમાં શું પ્રચાર કરે છે?
સાંસારિક ધર્મવિજ્ઞાન અને મનુષ્યોના વિચારોને.

ખોટા સેવકો અહિયાં ત્યાં પોતાની નજર રાખે છે. તેઓ આટલા સાવધાન કેમ રહે છે! તેઓ પોતાની નાની ભૂલો ઉઘાડી ન થાય માટે દરે છે કેમ કે તેઓની પાસે પાણી અને આત્માથી નવો જન્મ પ્રાપ્ત કરવાનો મજબુત વિશ્વાસ નથી. 
પાખંડી થોડું અહીંથી અને થોડું ત્યાંથી લઈને બોલે છે. તેઓ લોકોને ભરમાવે છે અને સુવાર્તાનો સાચો અર્થ જાણ્યાં વગર જ શીખવે છે. 
“આજ્ઞા પર આજ્ઞા, આજ્ઞા પર આજ્ઞા; નિયમ પર નિયમ, નિયમ પર નિયમ; થોડું આમ, થોડું તેમ એવી થશે” (યશાયા ૨૮:૧૩).
નિયમ પર નિયમ, તેઓ કહે છે, “આ શબ્દનો અર્થ ગ્રીક ભાષામાં એવો અને હિબ્રૂ ભાષામાં આવો છે. અને આ એવો અને તેવો સિધાંત છે.” 
જો તેમનો સામનો ઉદ્ધારના સિદ્ધાંત સાથે થાય તો તેઓ લોકોને સાવચેત કરે છે, અને તેઓ તેને સ્પષ્ટ રીતે અભિવ્યક્ત કરે છે. તેઓ કહે છે ‘માર્ટીન લ્યુથરે આવું કહ્યું છે, કેલ્વીને આવું કહ્યું છે, જ્યારે જ્હોન નોક્સે આવું કહ્યું છે. અને આપણે વિચારીએ છીએ કે તેઓ સર્વ પોતાની રીતે સમજાવે છે.’ 
તેઓ નથી જાણતા કે તેઓ કોના વિષે શું કહે છે અને તેઓ શું વિશ્વાસ કરે છે. જેની પાસે સાચો વિશ્વાસ છે તે સત્યને સ્પષ્ટ રીતે અભિવ્યક્ત કરી શકે છે. નવો જન્મ પામેલો વિશ્વાસી નવો જન્મ પામેલા અને નવો જન્મ ન પામેલા વ્યક્તિ વચ્ચે તફાવત કરી શકે છે. આપણે ‘પાણી અને આત્માથી’ નવો જન્મ લેવાની સુવાર્તાનો સ્પષ્ટ પ્રચાર કરીએ છીએ. 
પરંતુ પાખંડી સાંસારિક જગતના હોય છે. તેઓનો વિશ્વાસ ચામાચિડિયા જેવો હોય છે. જે એક ચામાચિડિયું દિવસે ગુફાની અંદર રહે છે અને ફક્ત રાત્રે બહારની દુનિયામાં રહેવાનું પસંદ કરે છે. પાખંડી લોકો આવા જ સિદ્ધાંતના હોય છે, જે અહીં તહીનું હોય તેમાં જ વિશ્વાસ કરે છે. તેઓ ક્યારેય પણ જાણી શકતા નથી કે સત્ય શું છે. જ્યારે એક પાખંડી યાજક નરકમાં જાય છે, ત્યારે તેના વિશ્વાસીઓ દુઃખદ અંતમાં તેનો સાથ આપે છે. ઘણાં બધાં લોકો નરકમાં જાય છે કેમ કે તેઓ ખોટા પ્રબોધકો ઉપર વિશ્વાસ કરે છે.
શું તમારા યાજાકે પાણી અને આત્માથી નવો જન્મ પ્રાપ્ત કર્યો છે? શું તે નવો જન્મ લેવાના વચનોને જેમ બાઈબલમાં લખ્યું છે તેમ પ્રચાર કરે છે? જો તે કરે છે તો ચોક્કસપણે તમે ભાગ્યશાળી છો, અને જો તે એમ નથી કરતો તો નિશ્ચિતપણે તમારો નાશ થશે, જો તમારો જન્મ નથી થયો, તો તમારે પાણી અને આત્માની સુવાર્તાને ચોક્કસપણે સાંભળવી જોઈએ. એવી પુસ્તકો વાંચો જે તેની વ્યાખ્યા કરે છે અને નવો જન્મ પ્રાપ્ત કરો. 
પાખંડી લોકો પાણી અને આત્માથી નવો જન્મ લેવાની સુવાર્તાને નાપસંદ કરે છે. તેઓ પ્રચાર કરે છે કે, ‘ઈસુ ખ્રિસ્તે અમારાં પાપો માટે રક્ત વહાવ્યું અને તેણે આવું કર્યું છે. તે આજે પણ અમારાં પાપોને સાફ કરે છે અને ભવિષ્યમાં પણ એવું જ કરશે’. આ કેવી રીતે સાચું હોઈ શકે? તેઓ કહે છે કે તેઓ ન્યાયી છે, પણ તેઓ નિરંતર પાપ કરતા રહે છે. એક ક્ષણ માટે તેઓ ન્યાયી હોય છે અને બીજી જ ક્ષણે તે પાપી બની જાય છે.
આ તેઓનું ખોટું ધર્મવિજ્ઞાન છે જે અસત્ય છે. જે કોઈ વ્યક્તિ અત્યારે ન્યાયી છે પણ થોડા સમય પછી પાપી બની જાય છે તો તે પાખંડી, એક ખોટો પ્રબોધક છે. જે કોઈ પોતાને અપરાધી માને છે, તે પોતાને દોષી ઠરાવીને પાખંડી છે.
 

ઈશ્વરનો શ્રાપ પાખંડીના અનુયાયીઓ પર છે

પાખંડી શું કરવાને વધારે મહત્વ આપે છે?
કર્મ પર

પાખંડી હંમેશા માટે એક સમાન નથી રહેતા. એટલા માટે જ્યારે તેના વિશ્વાસીઓ તેની પાસે જાય છે અને તેઓને પૂછે છે કે નવો જન્મ કેવી રીતે પામીએ, ત્યારે તેઓ પોતાના વિશ્વાસીઓને પાણી અને આત્માથી નવો જન્મ લેવા માટે આગેવાની કરી શકતા નથી. ઘણીવાર તેઓ પોતાના અનુયાયીઓને સારી સલાહ આપવાને બદલે મૂર્ખતા ભરેલા વિચારો આપે છે કે લોકો નવા જન્મની કલ્પના કરે, પણ નવો જન્મ લેવા વિષે સજાગ ન રહે. આ ખુબજ મૂર્ખતા ભરેલું છે. 
ઈસુએ યોહાન અધ્યાય ૩માં કહ્યું, “જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય, તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતું નથી” આ દિવસોમાં, જે ન્યાયી લોકોએ નવો જન્મ પામ્યો છે તેઓ પાખંડી કહેવાય છે. 
પાખંડી ઉપદેશક કહે છે કે તેઓ પોતાને ન્યાયી નથી કહી શકતા કેમ કે તેઓ નમ્ર છે. તેઓ પોતાના અનુયાયીઓને કહે છે કે “કોઈ પણ આત્મિક જાગૃતિની સભામાં ન જાઓ જ્યાં ઉપદેશક પાણી અને આત્માથી નવો જન્મ પામવાના આશીર્વાદો વિષે બોલવાની યોજના બનાવે છે. જો તમે નવો જન્મ પ્રાપ્ત કર્યો તો તમે પાખંડી થઈ જશો. તમને આ મંડળી દ્વારા ખોટા ઠરાવવામાં આવશે. જો તમે અમારી સાથે રહેવા માંગો છો તો પાપી દશામાં રહો, જ્યારે સમય આવશે ત્યારે ઈશ્વર તમને ધર્મી બનાવશે.” તેઓ આવું શા માટે કહે છે? શું ખરેખર તેનો સાચો અર્થ એવો છે કે નિર્ણય તમારે કરવાનો છે કે તમારે નવો જન્મ લેવો છે કે નહિ.
પાખંડી પોતાના વિશ્વાસીઓને કહે છે કે, “તમે અમારી સાથે જોડાઈ રહો પણ નવો જન્મ પાર્પ્ત કરવો એ તમારી ફરજ નથી. તેથી તમે તમારી રીતે પ્રયત્ન કરો. તમે જેવી પરિસ્થિતિમાં છો તેવી રીતે જ રહો, અને જ્યારે સમય આવે ત્યારે ઈશ્વર પાસે જાઓ, ત્યારે તમે સત્યને પામશો. હું નથી જાણતો કે ત્યારબાદ શું થશે. પરંતુ આ તો એક રૂઢીવાદી મંડળી છે, એટલા માટે તમે અમારી સાથે રહો.” તમે શું વિચારો છો, શું આ સાચું છે?
આ પાખંડી લોકો થોડું અહીંથી અને થોડું ત્યાંથી લઈને પોતાનો સિદ્ધાંત બનાવે છે. તે ફક્ત તેઓની હકીકત જ હોય છે. તેઓ નથી જાણતા કે ઈશ્વરનું કયું વચન પાણી અને આત્માના વિષયમાં આપણને જણાવે છે. 
પાખંડી બાઈબલની વ્યાખ્યા અને અર્થને પોતાના વિચારોથી સમજે છે. અમે બાઈબલનો અર્થ તેના વચન અનુસાર સમજાવીએ છીએ. એવું કેમ છે? કેમ કે ખ્રિસ્તી ધર્મમાં ઘણાં બધાં ધર્મવિજ્ઞાન અને પંથ છે. 
કેમ કે અહીંયા ઘણાં બધાં પાખંડી પંથ અને ધર્મશાસ્ત્રી અને અગણિત પાખંડી પુસ્તકો છે. જુઠા ઉપદેશક થોડું આ પુસ્તકમાંથી અને થોડું પેલી પુસ્તકમાંથી લઈને પ્રચાર કરે છે. જ્યારે સાચો ઉપદેશક ફક્ત બાઈબલમાંથી જ પ્રચાર કરે છે. 
પાખંડી પોતાના વિશ્વાસીઓ પાસેથી ચાલાકીથી ધન વસુલ કરે છે. તેઓ આ જગતમાં ખુબ જ સરસથી ખાય છે અને રહે છે, અને અંતમાં નરકમાં જાય છે કેમ કે તેઓ નવો જન્મ પ્રાપ્ત કરવામાં અસફળ રહ્યાં. ઈશ્વરે તેઓ માટે અંતમાં આવું જ રાખ્યું છે. 
ઈશ્વર આરંભથી તેઓને સહન કરતો આવ્યો છે. પણ તેમાંથી જે કોઈ પાણી અને આત્માથી નવો જન્મ પ્રાપ્ત કરવાના આશીર્વાદને નકારી દેશે તેઓને તે નરકમાં નાંખશે. 
ઈશ્વર પાખંડીઓને ન્યાય કરશે. પાખંડી લોકો ઈશ્વરમાં ખુબજ જોશથી વિશ્વાસ કરે છે અને બાઈબલ ટીકાની પુસ્તકો ખરીદે છે અને બીજા ધર્મશાસ્ત્રીય કાર્યોનો આરંભ કરે છે. પરંતુ તેઓ ધીરે-ધીરે મનુષ્યના દ્રષ્ટિકોણથી પ્રચાર કરવાનું શરુ કરે છે, એટલા માટે તેઓનાં અનુયાયીઓનો નવો જન્મ ક્યારેય થઈ શકતો નથી. 
પાખંડી પોતાનું સ્થાન બનાવવાં માટે પોતાના સાંસારિક કાર્યો પર વધારે ધ્યાન આપે છે. જે સેવક પાણી અને આત્માથી નવો જન્મ પ્રાપ્ત કરવાની સુવાર્તાનો પ્રચાર નથી કરતો, તે ઈશ્વર સામે પાખંડી છે. 
તે પોતાના અનુયાયીયો પર નિરંતર દબાણ કરે છે. તેઓ તેમને ૪૦ દિવસો સુધી આખી રાત ભાર પ્રાર્થના કરવા માટે, ૧૦૦ દિવસ સુધી સવારની પ્રાર્થના કરવા, નિરંતર ઉપવાસ સાથે પર્વત પર જઈને પ્રાર્થના કરવા, મંડળી બાંધવા માટે દાન કરવા, એક હજાર દહાનાર્પણ અર્પણ કરવા, આત્મિક સભા હેતુ દાન આપવું વગેરે માટે દબાણ કરે છે...અને તેઓ આ દેખાડવા માટે કે પ્રત્યેક વિશ્વાસીઓએ કેટલું દાન આપ્યું માટે એક ગ્રાફ બનાવે છે. ફક્ત આના દ્વારા તેઓ પોતાના કાર્યોનું ફળ જુએ છે. આપણે જોઈ શકીએ છીએ કે તેઓ પાખંડી છે.
ઈશ્વરનો ક્રોધ તેઓના અનુયાયીઓ ઉપર આવે છે, અને તે સેવકો પર પણ જેઓ નવો જન્મ પ્રાપ્ત કર્યા વગર પ્રચાર કરે છે અને તેઓના બધાં અનુયાયીઓ ઈશ્વરના શ્રાપ તળે આવી જાય છે. 
 

પાખંડી પોતાના અનુયાયીઓના વિચારોને વાંચવાનો પ્રયત્ન કરે છે

પાખંડી પોતાના વિશ્વાસીઓના વિચારોને વાંચવાનો પ્રયત્ન કેમ કરે છે?
કેમ કે તેઓનો નવો જન્મ નથી થયો, પણ પોતાના મનમાં પાખંડ સાથે અને આત્મા વગર સેવા કરે છે.

પાખંડી યાજક દરરોજ વિલાપ કરે છે. તેઓ વરિષ્ઠ ડિકન, વડીલ, સામાન્ય સેવકો અને ત્યાં સુધી કે સાધારણ સદસ્યોને ખુશ કરવામાં લાગુ રહે છે. તેઓ આવું દરરોજ કેવી રીતે કરી શકે છે?  
તેઓ પ્રત્યેક દિવસ પાખંડી જેવો બનાવતી વ્યવહાર કરે છે. તેઓ “પવિત્ર અને દયાળુ....” પાપથી ભરેલા છે, પરંતુ તેઓની વાતો પવિત્રતાની હોય છે. તેથી તેઓ પ્રત્યેક દિવસ વધારે પાખંડી બનતા જાય છે. 
એકવાર એક પ્રચારકે કહ્યું, “સેવકની અંદર આત્માનું ન હોવું તેના માટે શ્રાપ છે”. તેનો શું એવો અર્થ છે કે છૂટકારો મેળવ્યાં વગર ઈશ્વરનું કાર્ય કરવું પાખંડીપણું છે અને તેનું જીવન શ્રાપિત છે. જો તમે આ પાખંડીઓ માંના એક છો, તો તમારે પાણી અને આત્માથી જન્મ લેવો પડશે.  
જે કોઈ પણ ઈસુ પર વિશ્વાસ કરે છે પરંતુ તેનો નવો જન્મ નથી થયો તો તે પાખંડી છે. તેની સાથે પ્રત્યેક વ્યક્તિએ પાણી અને આત્માથી જન્મ લેવાની સુવાર્તા તરફ પાછું ફરવું પડશે. ફક્ત જે વ્યક્તિનો જન્મ પાણી અને આત્માથી થયો છે તે જ વ્યક્તિ બીજાઓને સુવાર્તા પ્રચાર કરી શકે છે. 
 

પાખંડી ફક્ત શાંતિ માટે બૂમો પાડે છે

પાખંડી યાજક પોતાના અનુયાયીઓને કઈ રીતે સંતુષ્ટ કરી શકે છે?
તેઓ હંમેશા શાંતિ માટે વિલાપ કરે છે, પોતાના અનુયાયીઓને સ્વર્ગમાં પ્રવેશ કરાવવાની વાત કરે છે પછી ભલે તેઓ પાપી કેમ ન હોય.
 
યશાયા ૨૮:૧૪-૧૫ કહે છે, “એ માટે, હે યરુશાલેમમાંના લોકો પર અધિકાર ચલાવનાર તિરસ્કાર કરનાર માણસો, તમે યહોવાની વાત સાંભળો: કેમ કે તમે કહ્યું છે, “અમે મૃત્યુ સાથે કરાર કર્યો છે, અને શેઓલની સાથે સંપ કર્યો છે; જ્યારે સંકટ ઊભરાઈને [દેશમાં થઈને] પાર જશે, ત્યારે તે અમારા પર આવવાનું નથી; કેમ કે અમે જૂઠાણાનું શરણું લીધું છે, અને અસત્યતાનો આશ્રય લીધો છે.”
અહીંયા તિરસ્કાર કરનારા લોકો કોણ છે? તેઓ જે ઈશ્વરના વચનમાં પોતાના ખોટા વિશ્વાસને મિલાવીને પ્રચાર કરે છે. પ્રચારકોના પોતાના જે પણ વિચારો છે, ધર્મવિજ્ઞાન પણ જે કહેવું હોય તે કહે, પણ તે બાઈબલની સાચી વ્યાખ્યા કરવાવાળું હોવું જોઈએ, પણ પાખંડી પ્રચારકો પોતાની રીતે ઉમેરીને બાઈબલનો પ્રચાર કરે છે. આ જ લોકો તિરસ્કાર કરવાવાળા લોકો હોય છે.  
“ત્યારે મૃત્યુની સાથેનો તમારો કરાર રદ કરવામાં આવશે, અને શેઓલ સાથેનો તમારો સંપ ટકશે નહિ”.
પાખંડી કહે છે કે કોઈ પણ વિપત્તિ તેઓની પાસે આવી શકતી નથી. વિનાશ અને નરક તેઓની વાત જુએ છે, પરંતુ તેઓ કહે છે – ચિંતા ન કરો, વિનાશ અને નરકનો તેમના માટે કોઈ અસ્તિત્વ નથી. જો તમે જીવનની ઈચ્છા રાખો છો, તો તમે આવા પાખંડીઓથી દૂર જ રહો. 
પાખંડી કહે છે કે પાણી અને આત્માથી તમારો નવો જન્મ નથી થયો. શું આ સત્ય છે? ના, બિલકુલ નહિ. પાણી અને આત્માથી નવો જન્મ પ્રાપ્ત કર્યા વગર તમે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકતા નથી. 
શું સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ ન કરવો બરાબર છે? આ એવું કહેવા જેવું છે કે નરકની આગમાં બળવું સારું છે. આવું કહેવું અનાવશ્યક છે કે આ બંને પ્રશ્નોના ઉત્તર નથી. આવો આપણે પાણી અને આત્માથી નવો જન્મ પ્રાપ્ત કરવાની સુવાર્તા પર વિશ્વાસ કરીએ અને એક સાથે મળીને સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ કરીએ. 
પાખંડી પ્રચારક અને યાજક લોકોને સમજાવે અને કહે છે કે તેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે. તેઓ માટે પાપી બનીને રહેવું સારું છે અને તેઓ કહે છે કે તેઓ નરકમાં નહિ જાય. 
જો તમે હજી પણ પાપી છો તો શી ઈસુ તમારી ચિંતા કરશે? શું એક પાપી સ્વર્ગમાં જઈ શકે છે? શું તમે એક પાપી હોવા છતાં પણ નરક જવાથી બચી શકો છો? શું આવું બાઈબલમાં લખ્યું છે કે ઈસુ પર વિશ્વાસ કરવા છતાં પણ જો તમારા મનમાં પાપ છે, તો પણ તમે નરકમાં નહિ જાઓ? 
પાખંડી કહે છે કે અમે મૃત્યુ સાથે કરાર કર્યો છે, એટલા માટે તેઓને મૃત્યુ નહિ આવે. તેઓ કહે છે કે એક વિશ્વાસીના મનમાં પાપ હોવા છતાં તે નરકમાં જવાથી બચી શકે છે. શું તમને લાગે છે કે હકીકતમાં આવું થશે? 
પાખંડી લોકો આત્મવિશ્વાસથી લોકોને પ્રભાવિત કરીને કહે છે કે મૃત્યુ અને નરક તેઓની વાત નથી જોઈ રહ્યાં. પાખંડી યાજક એવા લોકોને ડિકન, વડીલ, અને સેવક તરીકે નિયુક્ત કરે છે જેઓનો નવો જન્મ નથી થયો. પણ તેઓને ખબર છે કે અંતમાં તેઓ નરકમાં હશે કેમ કે તેઓ પાણી અને આત્માની સુવાર્તામાં વિશ્વાસ નથી કરતા. શું તેઓ પોતાના અનુયાયીઓને પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવાની શિક્ષા આપશે. 
શું વિશ્વાસી પાપી હોવા છતાં સ્વર્ગમાં પ્રવેશ કરવા યોગ્ય છે? શું એક પાપી સ્વર્ગ જઈ શકે છે? શું બાઈબલ કહે છે કે પાપી સ્વર્ગમાં જઈ શકે છે? ના. શું એક ન્યાયી વ્યક્તિમાં પાપ હોઈ શકે છે? ના. આ પાખંડી શિક્ષા છે અને સાથે જુઠ્ઠું ધર્મવિજ્ઞાન. 
બાઈબલ કહે છે, “પાપનો મૂસારો મરણ છે” (રોમન ૬:૨૩). આ જ ઈશ્વરનું વિધાન છે. તે સઘળા પાપીઓને નરકમાં ફેકશે. આ ભયાનક પરિણામના વિપરીત જેઓએ પાણી અને આત્માથી નવો જન્મ પ્રાપ્ત કર્યો છે તેઓનું સ્વર્ગમાં સ્વાગત કરવામાં આવશે.  
“જ્યારે સંકટ ઊભરાઈને [દેશમાં થઈને] પાર જશે, ત્યારે તે અમારા પર આવવાનું નથી; કેમ કે અમે જૂઠાણાનું શરણું લીધું છે, અને અસત્યતાનો આશ્રય લીધો છે.” પાખંડી યાજક પોતાના મનમાં પાપ હોવા છતાં વચનોને એવા પ્રભાવ અને દ્રઢતાથી બોલે છે કે તેઓ નરકમાં નહિ જાય કેમ કે તેઓ એક ખોટા અને અસત્ય ધર્મજ્ઞાન પાછળ સંતાઈ જાય છે. ઈશ્વર એમની કોઈ મદદ નથી કરી શકતા. તેઓ ઈશ્વરના વચનની જગ્યાએ ફક્ત તેઓના ધર્મજ્ઞાન પર વિશ્વાસ કરે છે, આ પાખંડી અને પાપી છે જેનું ગંતવ્ય નરક છે. આ કેવી દુઃખદ સ્થિતિ છે કે આવા લોકો ઘણાં બધાં છે.
 
 
પાખંડી ફક્ત પૈસામાં રૂચી રાખે છે

પાખંડી યાજકોનો ઉદ્દેશ્ય શું છે?
પોતાના અનુયાયીઓ પાસેથી વધુમાં વધુ પૈસા લુંટવા.

પાખંડી અને જુઠ્ઠા યાજકો ફક્ત પૈસા ઉપર ધ્યાન રાખે છે. તેઓ લાલચુ હોય છે. “જો આ વ્યક્તિ મારી મંડળીમાં આવશે તો કેટલાં વધારે પૈસા આપશે.” તેઓ તેના દાન દેવા વિષે વિચારે છે. આ સોનાનાં વાછરડાની આરાધના કરવા જેવું છે. “પ્રભુ કૃપા કરીને મને સફળ થવા દો, મને વધારે ધન કમાવવા દો જુઠ્ઠા યાજકો લોકોને આવી જ પ્રાર્થના કરતા શીખવે છે. 
તેઓ કહે છે, “જો તમે ઈસુ પર વિશ્વાસ કરો, તો તમે પુષ્કળ ધન પ્રાપ્ત કરશો, વાંઝણી હોવા છતાં તમે બાળકને જન્મ આપશો, ત્યારે જ તમે સંતુષ્ટ થશો અને પોતાના વ્યવસાયમાં સફળ થશો.” 
ઘણાં બધાં લોકો જુઠ્ઠા યાજકો દ્વારા છેતરાઈ જાય છે અને તેઓ તેમની પાસેથી પૈસા પડાવી લે છે અને ઘણી બધી મુશ્કેલીઓ સાથે તેઓ નરકમાં જાય છે. આ કેટલું અન્યાયી છે! જો કોઈ પણ વ્યક્તિ પાખંડીની જાળમાં ફસાય છે અને જ્યારે તે ભાનમાં આવે છે ત્યારે તે એ જાણીને આશ્ચર્યચકિત થાય છે તેને કેટલી મોટી રકમ જુઠ્ઠા લોકોને દાનમાં આપી દીધી. તે પોતાની મૂર્ખામીને લીધે પોતાને ધિક્કારે છે કે તે તેઓ માટે કેટલો કઠોર પરિશ્રમ કરતો હતો.
પાખંડી ખાસ કરીને ઉત્સાહી કાર્ય કરવાવાળા હોય છે જેને તેઓ સાચો ધર્મ માને છે. તેઓના વિશ્વાસી પોતાને સવારની પ્રાર્થના, પર્વત પરની પ્રાર્થના, વિશેષ દાન, સાપ્તાહિક ભેંટ માટે સમર્પિત કરે છે. પોતાના વિશ્વાસીઓ પાસેથી ધન લેવા માટે તેઓ પાસે ઘણાં કારણો હોય છે.
તેઓના વિશ્વાસીઓ કઠોર પરિશ્રમ કરે છે, પરંતુ તેઓના હૃદયમાં હજી પણ પાપ છે. કોઈ પણ તેઓને પાણી અને આત્માની સુવાર્તા નથી શીખવતા. કેટલાક આ બાબતે પૂછે છે, પણ ક્યારેય તેઓને સીધો ઉત્તર નથી મળતો. જે વ્યક્તિનો પાણી અને આત્માથી નવો જન્મ નથી થયો તે પાખંડી છે. 
 

દયનીય પાખંડી અને તેના અનુયાયી

આ જગતમાં સૌથી દયનીય કોણ છે?
તેઓ જે પાણી અને આત્માથી નવો જન્મ પામ્યાં વગર સેવા કરે છે.

“હે દયનીય પાખંડી! પહેલાં તમે તમારાં છૂટકારાનું કાર્ય કરો!” ખોટા વિશ્વાસનું સૌથી મહત્વપૂર્ણ ચિહ્ન યરોબામના સોનાનાં વાછરડાની આરાધના કરવું છે. જુના કરારમાં પાખંડીઓએ જે કાર્ય કર્યું તે હતું મંદિર બનાવવું અને તેને સોનાનાં વાછરડાથી ભરી દેવાનું (૧ રાજા ૧૨:૨૫-૩૩).
આ દિવસોમાં, તેઓ ખુબ મોટી મંડળી બનાવે છે અને પોતાના અનુયાયીઓ પાસેથી પૈસા વસુલે છે. તેઓ પોતાના વિશ્વાસીઓને બેંક લોન દ્વારા ભવ્ય મંડળીનું નિર્માણ કરવાનું કહે છે. તેઓ મંડળીના લોકોની ભાવનાઓને ઉકસાવે છે અને દાન પાત્રોને તેઓની ચારે બાજુ ફેરવે છે. ઈચ્છા ન હોવા છતાં પણ લોકો દાન પાત્રમાં રૂપિયા-પૈસા, સોનાની વીંટી, સોનાની ઘડિયાળ નાંખે છે. પાખંડી આજ રીતે કાર્ય કરે છે. આજે આવું જ પ્રત્યેક પાખંડી મંડળીઓમાં થઈ રહ્યું છે.
બહારથી તેઓ આત્મિક વસ્તુઓના વિષયમાં રૂચી લેતા હોય તેવું લાગે છે, પરંતુ હકીકતમાં તેઓને ફક્ત ધનમાં જ રૂચી હોય એવું લાગે છે. મારી સલાહ છે કે આવી મંડળીઓથી દૂર જ રહીએ જેઓને ફક્ત ધનની ચિંતા છે. કૃપા કરીને એવી મંડળીમાં ન જાઓ જ્યાં ફક્ત અમીર લોકો સાથે જ સારો વ્યવહાર કરવામાં આવે છે. મંડળીઓમાં ભેંટની રકમ બતાવવી ખોટું છે, કેમ કે તેઓ આવું વધારે ધનની આશાથી કરે છે. 
પાખંડી પોતાના વિશ્વાસીઓને લલચાવનાર શબ્દોમાં કહે છે:
“જો તમે ઈસુમાં વિશ્વાસ કરો છો, તો તમે ખરેખર આશીર્વાદિત થશો”.
“ઈશ્વરના કાર્યો માટે પોતાને સમર્પિત કરો, જેટલું વધારે તમે આપશો તેટલાં જ વધારે તમે આશીર્વાદિત થશો”.
“જો તમે વડીલની જેમ સેવા કરશો, તો તમે સાંસારિક રીતે ધન્ય થશો”.
ફળસ્વરૂપે તેઓના વિશ્વાસી વડીલ થવા માટે એક બીજા સાથે ઝગડો કરે છે. અને જો અહીં તહીં થી ક્યાય મદદ ન મળે, તો કોણ વડીલ બનીને સેવા કરવાની ઈચ્છા રાખશે? જયારે કે વડીલ લોકો આર્થિક રીતે કંઈક મેળવવાની ઈચ્છા રાખે છે. 
શું તેનો કોઈ ચુંટણીલક્ષી આધાર હોય છે, કેવી રીતે તેઓ ઊંડાણપૂર્વક સંપ્રદાયના સિદ્ધાંતો પર વિશ્વાસ કરે છે, તેઓ કઈ રીતે સમાજમાં મહત્વપૂર્ણ છે, અને તેઓ મંડળીમાં તેઓ કેવી રીતે વધારે દાન આપી શકે? આ જ સત્ય છે. 
પાખંડી ફક્ત ધન વિષે વિચારે છે. તેઓ ભવ્ય મંડળી બનાવવામાં રૂચી રાખે છે. તેઓના અનુયાયી ગમે તેટલાં વધારે કેમ ન હોય, ભલે તેઓ નરકમાં કેમ ન જઈ રહ્યાં હોય, તેઓ તેમની ચિંતા કરતા નથી.
પાખંડી એ છે જેઓ ભોજન માટે કાર્ય કરે છે. તેઓ પોતાના લોકોને વિશિષ્ઠ ધાર્મિક સ્થાન અથવા પદવી આપીને જાળમાં ફસાવે છે. તેઓ પોતાના વિશ્વાસીઓ માટે અર્થ વગરની પદવી બહાર પાડે છે (હઝકિયેલ ૧૩:૧૭-૧૯). તેનો અર્થ છે, તેઓને પોતાની મંડળીમાં જોડીને રાખવા અને મંડળીની સંપતિને વધારવી. પાખંડી ક્યારેય પાણી અને આત્માની સુવાર્તાનો પ્રચાર કરતા નથી. તેઓ ફક્ત પોતાને મજબુત કરવાની કોશિશ કરે છે. 
ત્યાં સુધી કે જે વ્યક્તિ થોડા મહિના માટે મંડળીમાં આવે છે તેઓને પણ તે ડિકન બનાવી શકે છે. સાથે જ જેઓ ધર્મસિદ્ધાંતના જાણકાર અને મજબુત આર્થિક પૃષ્ઠભૂમિના હોય છે તેઓને વડીલના ઉચ્ચ હોદ્દા પર પહોંચાડી દે છે. આ બધું યરોબામના પાપની એક દુર્ભાગ્યપૂર્ણ પરંપરા છે જે ઈશ્વરના સ્થાને સોનાનાં વાછરડાની સ્થાપના કરે છે. 
પાખંડી સોનાનાં વાછરડાની આરાધના કરે છે. તેઓ લોકોને નવો જન્મ પ્રાપ્ત કરવામાં મદદ કરતા નથી. તેઓ પોતાના અનુયાયીઓને સાંસારિક આશીર્વાદોની પ્રતિજ્ઞા આપીને તેઓ પાસેથી પૈસા પડાવે છે. તેઓને પોતાના અનુયાયીઓ અને મંડળીની કોઈ ચિંતા હોતી નથી, ભલે તેઓ નરકમાં જાય, પણ તેમની મંડળીનો આર્થિક આધાર ઠીક રહેવો જોઈએ. 
 

પાખંડીના ઉપદેશમાં દૃઢ વિશ્વાસની કમી હોય છે
 
પાખંડી વારંવાર આવું કહે છે, “થઈ શકે છે” અથવા “હોઈ શકે છે” કેમ કે જ્યારે તેઓ આવું કહે છે, ત્યારે તેઓમાં પાકા વિશ્વાસની કમી હોય છે. તેઓને ઈશ્વરના વચન પર વિશ્વાસ નથી હોતો અને તેઓ જે પ્રચાર કરે છે તેમાં પણ તેઓને પૂરો વિશ્વાસ નથી હોતો. તેઓની વિશ્વાસની રીત ઈશ્વરના વચન પરના વિશ્વાસ સાથે મેળ ખાતી નથી. તેઓ કહે છે “એવી કહેવામાં આવે છે કે...” તેઓ ક્યારેય સ્પષ્ટ અને વિશ્વાસની સાથે બોલતા નથી. તેઓ પોતાના અનુયાયીઓને જુઠ્ઠી શિક્ષા આપવાના બદલે કશું જ ન શીખવે તો સારું થશે. 
પાખંડી પોતાના અનુયાયીઓને પાણી અને આત્માથી જન્મ લેવા માટે આગેવાની કરી શકતા નથી. આ રીતે તેઓ ઘણાં બધાં લોકોને નરકમાં ફેંકે છે. 
 

પાખંડી જુઠ્ઠા પ્રબોધકોની ભૂમિકા નિભાવે છે

પવિત્ર આત્માની નિંદની બરાબર શું છે?
એવા પાપી તરીકે જીવવું જે ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ નથી કરતો પણ ઈસુ પર વિશ્વાસ કરે છે

માથ્થી અધ્યાય ૭ આપણને એવા લોકો વિષે કહે છે જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે, અને અંતમાં નરકમાં જાય છે. પાખંડી લોકો અંતના દિવસોમાં ઈશ્વર સમક્ષ પોતાના બચાવ માટે પોતાની વાત રજુ કરશે. જેમ બાઈબલમાં લખવામાં આવ્યું છે, “તે દિવસે ઘણા મને કહેશે કે, ‘પ્રભુ, પ્રભુ, શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નથી? અને તમારે નામે ભૂતોને કાઢયાં નથી? અને તમારે નામે ઘણાં પરાક્રમી કામો કર્યાં નથી?’ ત્યારે હું તેઓને સાફ કહીશ કે, મેં તમને કદી પણ ઓળખ્યા નથી,  ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ” (માથ્થી ૭:૨૨-૨૩). 
તેઓ વિશ્વાસ કરતા નથી કે ઈસુએ મનુષ્યોના સઘળા પાપો ધોઈ નાખ્યાં છે. તેઓ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરતા નથી. 
તેઓ વ્યવસ્થાની વિરુદ્ધ કાર્ય કરે છે. તેનો શો અર્થ છે? તેનો અર્થ છે કે તેઓ લોકોને ઈસુ પર વિશ્વાસ કરવા માટે કહે છે જ્યારે તેઓના પોતાના હૃદયમાં પાપ છે. તમે વિચાર કરશો કે એમાં ખોટું શું છે, પણ ઈશ્વર વિરુદ્ધ આ એક મોટું પાપ છે. 
જ્યારે એક પાપી બીજા લોકોને ઈસુ પર વિશ્વાસ કરવાની અનિવાર્યતા વિષે પ્રચાર કરે છે છે ત્યારે તે તેઓને નવો જન્મ પ્રાપ્ત કરવાની આગેવાની કરી શકતો નથી કેમ કે તે પોતે પાણી અને આત્માથી નવો જન્મ પામેલો નથી. તેથી પાખંડી લોકો ખાલી પાપીઓને જ ઉત્પન્ન કરે છે જે ઈસુ પર વિશ્વાસ કરે છે. આ વ્યવસ્થા વગરનું કાર્ય આત્માની વિરુદ્ધ એક પાપ છે. 
પાખંડી લોકો ન તો ઈશ્વરના વચનમાં વિશ્વાસ કરે છે ન તો સુવાર્તામાં લખ્યા અનુસાર પ્રચાર કરે છે. તેઓ ફક્ત પોતાના અનુયાયીઓ પાસેથી ધન વસુલ કરે છે. તેઓ બીજાની આગેવાની કરવાનો પ્રયત્ન કરે છે જ્યારે તેઓએ પોતે નવો જન્મ પામ્યો નથી. આ રીતે તેઓ વ્યવસ્થા વગરનું કાર્ય કરે છે.
 

પાખંડી લોકો ન્યાયીઓની નકલ કરે છે

આપણે કેવી રીતે નવો જન્મ પામેલા અને નવો જન્મ ન પામેલા લોકો વચ્ચે તફાવત કરી શકીએ?
તેઓના અંદર પાપ છે કે નહિ તે જાણવા દ્વારા આપણે તફાવત કરી શકીએ છીએ.

જેઓ પાપી છે તેઓ કહે છે કે ખોટા ઉપદેશકોથી પ્રભાવિત થશો નહિ. તેઓને પોતાના પૈસા ન આપો, તમારી મહેનતની કમાણી તે પાપીઓને નહિ આપવાની. 
જે તમને પાપોથી બચવા તમારી મદદ ન કરી શકે તેવા ઉપદેશકોને તમારું ધન કેમ આપો છો? જો તમે તમારું ધન મંડળીમાં આપવા માગો છો તો જ્યાં સુધી તમે પાણી અને આત્માની સુવાર્તા દ્વારા તમારા પાપ ધોવાઈ જ જાય ત્યાં સુધી રાહ જુઓ. 
જેમ અહીંયા કળાની નકલ થાય છે તેમ જ જીવનમાં પણ એવું થાય છે. ઉદાહર તરીકે ખોટા ધર્મો જે હૃદયના પાપો સાફ કરી શકતા નથી. તમે ખોટા ધર્મની ઓળખાણ કઈ રીતે કરશો? કેટલીક વસ્તુ જે બહારથી વાસ્તવિક લાગે છે, પણ હકીકતમાં તે અસલ વસ્તુથી વિપરીત જ હોય છે, નકલ કરવી. 
તમે પોતે નિર્ણય કરો કે કોણ સાચો ધર્મોપદેશક છે? પાખંડી કોણ છે? રૂઢીવાદી વિશ્વાસ શું છે? રૂઢીવાદી લોકો ઈસુ પર અને તેના છૂટકારાની સામર્થ પર વિશ્વાસ કરે છે. તેમના હૃદયમાં કોઈ પાપ નથી. પણ પાખંડીઓના હૃદયમાં પાપ છે. 
શું દરેક લોકો તેઓના જેવા પાખંડી છે? કદાચ એ સારું હોય. જે પણ હોય, આવો બાઈબલ તરફ પાછાં ફરીએ. જે કોઈ પણ ઈસુ પર વિશ્વાસ કરે છે અને નવો જન્મ નથી પામ્યો, તે પાખંડી છે. એક વાત સ્પષ્ટ છે કે નવો જન્મ પામેલો વ્યક્તિ રૂઢીવાદી છે. તેથી, જેનો નવો જન્મ નથી થયો તે પાખંડી છે. પાખંડી તે છે જે ઈસુ પર વિશ્વાસ કરે છે, પણ તેના હૃદયમાં હજી પણ પાપ છે. 
પાખંડી લોકો ન્યાયી લોકોની નકલ કરે છે. તેઓ જાણે છે કે પવિત્રીકરણ ઈસુ પર વિશ્વાસ કરવાથી થાય છે, પણ દુર્ભાગ્યથી તેઓના હૃદયમાં હજી પણ પાપ છે. તેઓ પોતાને પાપી માને છે. તેઓ દાવો કરે છે કે તેઓ નિશ્ચિતપણે સ્વર્ગમાં જશે, અને તેઓ કહે છે કે તેઓ ઈશ્વરની આરાધના કરે છે. તેઓ જોરથી બૂમો પાડે છે કે તેઓ ન્યાયી છે, પણ આપણે આવું કરવાવાળાથી ભ્રમિત ન થઈએ.
 
 

ઈશ્વરનો ન્યાય પાખંડીની પ્રતિક્ષામાં છે 


પવિત્ર સુવાર્તાને કેમ બદલી નાખવામાં આવી?
કેમ કે ખોટા યાજક અને પાખંડીઓએ ખોટી વાતોને પવિત્ર સુવાર્તા સાથે ભેળવી દીધી.

“તે માટે સૈન્યોના ઈશ્વર યહોવા, ઇઝરાયલના સમર્થ પ્રભુ, એવું કહે છે: “હાશ! મારા શત્રુઓ ઉપર વૈર વાળીને હું સંતોષ પામીશ. તારા પર હું મારો હાથ ઉગામીશ, અને જેમ ક્ષારથી [મેલ કપાય છે તેમ] તારો મેલ કાઢીશ, તારામાંથી બધો ભેગ હું દૂર       કરીશ. આદિકાળની જેમ હું તારા ન્યાયાધીશોને, અને પૂર્વકાળની જેમ તારા મંત્રીઓને પાછા લાવીશ; ત્યાર પછી તારું નામ ન્યાયનગર, ધર્મપુરી કહેવાશે. સિયોન ઇનસાફથી, અને [પ્રભુ પાસે] તેના પાછા ફરનારા ન્યાયીપણાથી ઉદ્ધાર પામશે. પણ દ્રોહીઓનો તથા પાપીઓનો વિનાશ સાથે થશે, યહોવાથી વિમુખ થનાર નાશ પામશે. કેમ કે જે એલોન ઝાડને તમે ચાહતા હતા તેને લીધે તમે શરમાશો, ને જે વાડીઓને તમે પસંદ કરી હતી તેઓથી લજ્જિત થશો. જે એલોન ઝાડનાં પાંદડા ખરી પડે છે, ને જે વાડીમાં પાણી નથી, તેના જેવા તમે થશો. વળી જે બળવાન છે તે શણના કચરા જેવો, ને તેનું કામ ચિણગારી જેવું થશે; તે બન્નેને સાથે બળી નાખવામાં આવશે, ને તેને કોઈ હોલવનાર મળશે નહિ” (યશાયા ૧:૨૪-૩૧). 
ઈશ્વર આપણને કહે છે કે જો આપણે માણસો પર ભરોષો કરીશું તો આપણે માણસોને કારણે લજ્જિત થઈશું. તે આપણને કહે છે કે આપણે મંડળીને કારણે  શરમજનક છીએ જેને આપણે પોતાને માટે પસંદ કરી છે, અને આ શરમની વાત ઝાડનાં ચીમળાઈ ગયેલા પાંદડા સમાન છે જ્યાં બાગમાં પાણી નથી. 
તે આપણને કહે છે કે ખોટા યાજકો અને તેઓના વિશ્વાસીઓ જે ઈશ્વરના વચન પર વિશ્વાસ કરવાની અપેક્ષાએ માણસોના દ્રષ્ટિકોણ પર વધારે વિશ્વાસ કરે છે, તેઓ શણના જેવા થશે અને તેઓના કાર્યો ચિણગારી જેવા થશે. બન્ને નરકમાં સળગશે. જુઠ્ઠા ઉપદેશક અને પાખંડી જેઓનો ઉદ્ધાર થયો નથી તેઓ પાપી જેવા છે. અને ન્યાયીપણાના દુશ્મનોનો ન્યાય આગથી કરવામાં આવશે. 
જે મંડળીઓ ફક્ત ધર્મવિજ્ઞાનથી બની છે, તે બહારથી ભવ્ય દેખાય છે પણ અંદરથી તે ખોખલી હોય છે. જે કોઈ પણ મંડળી ઈશ્વરના વચન પર વિશ્વાસ અને પાણી અને આત્માથી નવો જન્મ લેવાની સુવાર્તા પર સ્થાપિત નથી તે એક એવા બગીચા સમાન છે જ્યાં પાણી નથી.
તે એક ઝાડ હોઈ શકે છે પણ મરેલું ઝાડ જે ફળ આપવામાં અસમર્થ છે. જે કુવામાં પાણી ન હોય તે કુવો નથી.
“વળી જે બળવાન છે તે શણના કચરા જેવો, ને તેનું કામ ચિણગારી જેવું થશે; તે બન્નેને સાથે બળી નાખવામાં આવશે, ને તેને કોઈ હોલવનાર મળશે નહિ”. જેની પાસે આત્મા નથી તેઓ બીજા કરતા વધારે તાકતવર દેખાય છે, પણ ઈશ્વરની નજરમાં તેઓ શણના રેસા સમાન નરકની આગમાં જઈ રહ્યાં છે. 
પ્રભુ કહે છે, રે ચોકીદાર, રાત કેટલી ગઈ?” (યશાયા ૨૧:૧૧) ન્યાયી પાસે અનંત જીવન છે તે પાણી અને આત્માની સુવાર્તા રાત્રીના અંધકારમાં પ્રચાર કરશે. 
ઈશ્વર પ્રકાશ છે અને શેતાન અંધકાર છે. ઈશ્વર લોકોને ન્યાયીપણા તરફ લઇ જાય છે અને શેતાન અવ્યવસ્થાના જુઠ્ઠા મંદિરો અને જુઠ્ઠા ધર્મવિજ્ઞાન તરફ લઈ જાય છે.  
યશાયા પ્રબોધકના સમયમાં, લોકોનો વિશ્વાસ અવ્યવસ્થિત હતો જેમ આજે પણ છે. તેઓ ઈશ્વરના વચનોમાં ધર્મસિદ્ધાંતો અને જગતના માનવીય વિચારોની મિલાવટ કરી દીધી છે. તેઓએ ઇસ્રાએલના લોકોની આગેવાની મનુષ્યના બનાવેલી અવ્યવસ્થિત બાબતોથી કરી. એટલા માટે ઈશ્વરે નિર્ણય કર્યો કે તે તેઓને છોડી દે. 
“તારામાંથી બધો ભેગ હું દૂર કરીશ. આદિકાળની જેમ હું તારા ન્યાયાધીશોને,   અને પૂર્વકાળની જેમ તારા મંત્રીઓને પાછા લાવીશ”. બલિદાન જેને ઈશ્વરે ક્યારેય સ્વીકાર્યું નથી તે મિલાવટ જેવું છે, ઈશ્વરની સત્યતા અને મનુષ્યજાતિના સિદ્ધાંતોની      મિલાવટ. 
ઇશ્વરન ભેળસેળવાળા અર્પણનો ક્યારેય સ્વીકાર કરતા નથી. તે મનુષ્યના દ્રષ્ટિકોણથી શુદ્ધ દેખાય છે, પણ જો તેઓ તેમાં માનવીય ભૂલોથી ભરેલા વિશ્વાસના મતોની અશુદ્ધતાને ઉમેરી દે છે તો આ ઈશ્વર માટે સ્વીકાર્ય રહેતું નથી નથી. 
ઈશ્વર ઇસ્રાએલનાં લોકોને ફટકાર લગાવે છે, ખાસ કરીને પાખંડી લોકોને, જુઠ્ઠા ઉપદેશકોને અને પાપીઓને. 
જો આપણે નિર્ગમન કે ગણનાનું પુસ્તક વાંચીએ તો આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વરે પહેલાથી તેઓને ફટકાર લગાવી નથી. ઈશ્વરે ઇસ્રાએલી લોકોની મદદ કરી અને તેઓને વિશેષ આશીર્વાદો આપ્યા. પણ યહોશુઆના મૃત્યુ પછી ન્યાયાધીશના સમયથી ઇસ્રાએલના લોકો ઘુસણખોરી કરવા લાગ્યા. 
જોકે, તેઓએ પોતાનો માર્ગ પસંદ કર્યો. તે જ સમયે ઈશ્વરે યાર્મિયા પ્રબોધકને મોકલ્યો અને ઇસ્રાએલને કહ્યું, બેબીલોનને આત્મસમર્પણ કરી દો. 
યાર્મિયાએ લોકોને કહ્યું, બેબીલોન સાથે યુદ્ધ સમાપ્ત કરીને આત્મસમર્પણ કરો. તેનો આત્મિક અર્થ છે, આ તે સત્યતાનું પ્રતિક છે જેને ન્યાયી એવા પાખંડીઓને જે પાખંડ કરે છે પાણી અને આત્માની સુવાર્તા માટે આત્મસમર્પણ કરવાનું કહે છે. 
 

ઈશ્વર પાખંડીઓની નિંદા કરશે

કેમ ઈશ્વર પાખંડીઓની નિંદા કરશે?
કેમ કે તેઓ ઈશ્વરની જગ્યાએ મૂર્તિઓની સેવા કરે છે.

કેમ ઈશ્વરના સેવકો ઇસ્રાએલના લોકોને ફટકારે છે? કેમ કે તેઓ બલિદાનની પ્રથાને બદલી નાખે છે, સામાન્ય લોકોને યાજક બનાવી દે છે, અને બલિદાનની તારીખને બદલી નાખે છે. 
તેઓ પ્રાયશ્ચિતના દિવસને સાતમાં મહિનાના દસમાં દિવસથી બદલીને આઠમાં મહિનાના પાંચમા દિવસે અને લેવી વંશના ન હોય તેવા લોકોને યાજક તરીકે નિયુક્ત કરે છે. તેઓ આ પ્રકારે નવો જન્મ લેવાના માર્ગમાં અવરોધ ઉભો કરે છે. 
ઈશ્વર ખોટા ઉપદેશકોને ફટકાર લગાવે છે. જે કોઈ ઈશ્વર ની સન્મુખ સોનાનાં વાછરડાની આરાધના કરે છે તેઓ પાખંડી યાજક છે. 
હકીકતમાં, ઈશ્વર મૂર્તિપૂજા માટે તેઓને ફટકારતા નથી? શું તમે અને મેં મૂર્તિપૂજા ક્યારેય નથી કરી? વારંવાર આપણે પાપ કરીએ છીએ, પણ આપણે આપણી અનિયમિતતાનો મરતા સમય સુધી સ્વીકાર કરતા નથી કેમ કે ફક્ત પાપો માટે આપણે ઈશ્વરની કૃપા મેળવીએ છીએ. પરંતુ ઈશ્વરના સ્થાને સોનાનું વાછરડું ઈશ્વર ક્યારેય માફ કરી શકતા નથી. અને આ પ્રકારે બલિદાનની પ્રથા માટે અને સામાન્ય લોકોને યાજાકીય પદ માટે નિયુક્ત કરવામાં આવે છે. 
આ કેવું ભયાનક પાપ છે! આ પાપોની કબર છે. જેઓ ઈશ્વરને સોનાનાં વાછરડામાં બદલી નાખે છે તેઓની ક્ષમા કઈ રીતે થઈ શકે છે. બાઈબલમાં લખવામાં આવ્યું છે કે આ યરોબામનું પાપ છે જે ઈશ્વરનો ક્રોધ લઈને આવ્યું હતું.
જેમ ઈશ્વરે જુના કરારમાં પોતાનો ક્રોધ બતાવ્યો, અને જેઓ તેની વિરુદ્ધ હતા તે સર્વનો તેણે નાશ કર્યો. ઈશ્વર ઇસ્રાએલને કહે છે કે જેઓ સોનાનાં વાછરડાની આરાધના બંધ નથી કરતા તેઓને તે શ્રાપ આપશે.
 

પાખંડી વ્યવસ્થા વિરુદ્ધ બલિદાન ચઢાવે છે

આપણે ઈશ્વરની સેવા કરતા પહેલા શું કરવું જોઈએ?
આપણા સઘળા પાપોને સાફ કરવા જોઈએ.

ઇસ્રાએલના રજા અને પાખંડી યાજક ઈશ્વરની વિરુદ્ધ થઈ ગયા અને તેઓએ બલિદાનની પ્રથાની ઉપેક્ષા કરવાવાળા યાજકોને નિયુક્ત કર્યા હતા. યરોબામ, એક વિકૃત દિમાગ વાળો રાજા હતો. તેણે જેઓ લેવી કૂળના ન હતા તેઓનો યાજાકીય પદ માટે અભિષેક કર્યો. 
જે લેવી કૂળના હોય ફક્ત તેઓ જ યાજક બની શકતા હતા અને મુલાકાતમંડપમાં કાર્ય કરતા હતા. તેઓ યાજક હારૂનના કુટુંબના હતા. આ ઈશ્વરની અનંત વ્યવસ્થા હતી. પરંતુ યરોબામે લેવી કૂળની બહારના લોકોને યાજક બનાવ્યા અને તેઓને સોનાનાં વાછરડાં માટે બલિદાન કરવાનું કહ્યું. આપણે જાણવું જોઈએ કે ઈશ્વરનો ક્રોધ કઈ રીતે આવ્યો. 
આજે પણ જેઓનો નવો જન્મ નથી થયો તેઓ મંડળીમાં સેવક, વડીલ, અને ડિકન બને છે. આ ઈશ્વરના નિયમ વિરુદ્ધ છે અને ઈશ્વરના ક્રોધને આમંત્રિત કરે છે. શું ઈશ્વર દોષપૂર્ણ બલિદાનથી પ્રસન્ન થાય છે? પાખંડી લોકો પોતાના સોનાનાં વાછરડાંને નષ્ટ કરે અને ઈશ્વર પાસે પાછાં ફરે અને નવો જન્મ લે. 
યશાયા ૧:૧૦-૧૭ કહે છે, “હે સદોમના ન્યાયાધીશો, તમે યહોવાની વાત સાંભળો; હે ગમોરાના લોકો, આપણા ઈશ્વરના નિયમ [શાસ્ત્ર] પ્રત્યે કાન દો. યહોવા કહે છે,   “મારી આગળ તમે પુષ્કળ યજ્ઞો કરો છો તે શા કામના? હું ઘેટાનાં દહનીયાર્પણથી    તથા માતેલાં જાનવરોના મેદથી ધરાઈ ગયો છું; અને ગોધા, હલવાન તથા બકરાનું  રક્ત મને ભાવતું નથી. તમે મારું દર્શન કરાવ માટે આવો છો, ત્યારે મારાં આંગણાં   તમે પગ નીચે ખૂંદો છો એમ કરવાને કોણે તમારી પાસે માગ્યું છે? બીજાં વ્યર્થ      ખાદ્યાર્પણ લાવશો નહિ; ધૂપ તો મને ધિક્કારપાત્ર લાઘે છે; ચંદ્રદર્શન તથા સાબ્બાથ   [તથા]    સભા ભેગી કરવી, -અન્યાય સાથેનો ધર્મમેળો હું સહન કરી શકતો નથી.   તમારાં ચંદ્રદર્શનનાં તથા બીજાં પર્વોથી મારું મન કંટાળે છે. તેઓ મને બોજારૂપ થઈ પડે છે. સહન કરી કરીને હું થાકી ગયો છું. જયારે તમે પોતાના હાથ જોડાશો ત્યારે હું તમારી તરફથી નજર અવળી ફેરવીશ. તમે ઘણી પ્રાર્થનાઓ કરશો, પણ હું તે સાંભળનાર નથી; તમારા હાથ રક્તથી ભરેલા છે. સ્નાન કરો, શુદ્ધ થાઓ, તમારા ભૂંડા કર્મો મારી આંખ આગળથી દૂર કરો, ભૂંડું કરવું મૂકી ડો; સારું કરતા શીખો; ન્યાય શોધો,   જુલમથી દુઃખી થતાં માણસોનું રક્ષણ કરો. અનાથને ઇનાસાફ આપો, વિધવાની      હિમાયત કરો”.
જો આપણે આ ભાગને ધ્યાનપૂર્વક વાંચીએ, તો આપણે જોઈએ છીએ કે ઇસ્રાએલનાં ધાર્મિક આગેવાનો વધારે ધર્મનિષ્ઠ હતા. તેમ છતાં તેમની ઊંડી ધાર્મિક આસ્થા હોવા છતાં તેઓ નાશ થઈ ગયા કેમ કે તેઓએ અનુચિત બલિદાનો અર્પણ કર્યા અને ઈશ્વરની વ્યવસ્થાનું ઉલ્લંઘન કર્યું. 
આપણે જોઈ શકીએ છીએ કે તેઓએ બલિદાનો ચઢાવવા દ્વારા ન તો ઈશ્વરની વ્યવસ્થાનું પાલન કર્યું, અને ન ઈશ્વરના વચનો પર ધ્યાન આપ્યું. આ આગેવાનો વધારે ધર્મનિષ્ઠ હતા અને તેઓ ઈશ્વર સન્મુખ અસંખ્ય બલિદાનો ચઢાવતા હતા. બાઈબલ કહે છે કે મુલાકાતમંડપની અંદર રક્ત નદીની જેમ વહેતું હતું.
જોકે, જ્યારે ઈશ્વર જોતા હતા કે તેઓ શું કરી રહ્યાં હતાં, ત્યારે તે કહે છે કે આ ગમોરાના પાપ જેવું છે. ઈશ્વરે જોયું કે તેમની સામે તેઓ બલિદાન અર્પણ ચઢાવતા હતા પરંતુ હકીકતમાં તેઓ પાપ કરતા હતા. તેણે કહ્યું, સારું હોત કે તેઓ બલિદાન લાવ્યાં જ નહોત. તે બલિદાન પ્રાપ્ત કરવા માંગતા જ નહોતા.
જેમ તેઓ સોનાનાં વાછરડાનું બલિદાન ચઢાવતા હતા, ત્યારે ઈશ્વર તેઓના પાપોને માફ કરતા નહોતા. ઈશ્વર તેનાથી ઘૃણા કરતો હતો. તે હવે વધારે સહન કરી શકે એમ નહોતા. ઈશ્વરે તેઓને કહ્યું કે તેઓ તેમની આજ્ઞા અનુસાર બલિદાન ચઢાવે. અને જો તેમ ન કરી શકે તો તેઓ માટે બલિદાન અર્પણ ન કરવું જ સારું રહેશે. 
તેઓના બલિદાન ઈશ્વરને યોગ્ય રીતે ચઢાવવામાં આવતા નહોતા, અને પરિણામ સ્વરૂપે યાજક ઈશ્વર વિરુદ્ધ પાપ કરતા હતા. તમે જાણતા હશો કે ઈશ્વર આગળ પાપોને સાફ કર્યા વગર તેમની સેવા અને આ કાર્ય કરવું મહાપાપ છે. 
 

પાખંડી લોકો સ્કૂલ શિક્ષક જેવા છે 

પાખંડી શું શીખવે છે?
તેઓ નવો જન્મ પામવા માટે નહિ પણ નૈતિકતા શીખવે છે.

પાખંડી બહારથી પવિત્ર દેખાય છે. જ્યારે તેઓ પુલપીટ પર જાય છે ત્યારે તેઓ ખુબ પ્રભાવશાળી દેખાય છે અને ઘણાં બધાં લોકો તેમના બહારી રૂપથી છેતરાય છે. તેઓ સ્વાભાવિક અવાજથી અને લોકોને સારું બનવાની ચેતવણી ભરેલાં શબ્દો દ્વારા હંમેશા પોતાના ઉપદેશોને સમાપ્ત કરે છે. આ કેવા પ્રકારનો ઉપદેશ છે? તેઓના પ્રવચન અને સ્કૂલ શિક્ષકના ભણતરમાં શું તફાવત છે? 
ઈશ્વરની મંડળી એ સ્થાન છે જ્યાં નવો જન્મ પામેલા લોકો એકઠાં થઈને ઈશ્વરની આરાધના કરે છે. ફક્ત આ જ પ્રકારની મંડળી સાચી મંડળી છે. ઈશ્વરની સાચી મંડળી એવું શીખવવાની કોશિશ નથી કરતી કે ઈશ્વરની સામે કઈ રીતે આચરણ કરવું. સાચી મંડળીના ઉપદેશક પાણી અને આત્માની સુવાર્તાનો પ્રચાર કરે છે. તમે ગમે તેટલાં અશક્ત કેમ નહોય, પણ ઈશ્વરે તમારા પાપોને સાફ કર્યા છે. 
પાખંડી પ્રચારક પોતાના વિશ્વાસીઓને કહે છે, આવું કરો અને તેવું કરો, તેઓ ઉપર વધારે બોજ રાખે છે પરંતુ તેઓ પોતે પોતાની આંગળીથી નાનું તણખલું પણ ઉપાડતા નથી. 
એક પાખંડી ઉપદેશક પોતાના બાળકો માટે એક કીમતી વાયોલીન ખરીદીને આપે છે અને ભણવા માટે બાળકોને વિદેશ મોકલે છે. એક યાજક કેવી રીતે આટલો મોટો ખર્ચ ઉપાડી શકે? તેણે ધન ક્યાંથી મેળવ્યું? જો તેના પાસે આ પ્રકારનું ધન છે તો શું તે તેને સુવાર્તા પ્રચાર માટે ઉપયોગ નહિ કરે? શું એક ઉપદેશક મોંઘી કાર ચલાવશે? શું તેઓ પોતાની મર્યાદા અનુરૂપ લક્ઝરી કારમાં સવારી કરશે? એક ધર્મ પ્રચારક જે કીમતી કાર ચલાવે છે તે ચોર છે. જ્યારે તેમના વિશ્વાસી એક સાધારણ કાર પણ ખરીદી શકતા નથી ત્યારે તેઓ માટે શું તે યોગ્ય છે કે તેઓ પાસે ડીલક્સ મોડલની કાર હોય? આપણે એક પાખંડી પ્રચારકને તેના કાર્યોથી જોઈએ છીએ. 
પાખંડી પ્રચારક મોટી રકમની વાતો કરે છે. કેટલીક મંડળીમાં પ્રચારકોને મહીને ૧૦,૦૦૦ ડોલર કરતાં પણ વધારે વેતન મળે છે. અને આ ફક્ત ઔપચારિક પાને આપે છે. તેઓને શિક્ષણ ભથ્થું, પુસ્તકો માટે પૈસા, બાળકોની કાળજી માટેના પૈસા, અને કેટલાક લોકોની મુલાકાત કરવાની કીમત પણ આપવામાં આવે છે અને તેમ છતાં કેટલાક લોકો ફરીયાદ કરે છે કે તેમને પુરતું મળતું નથી.
તેઓ મહીને ૧૦,૦૦૦ ડોલર મેળવે છે છતાં પણ વધારે પૈસા માગશે. શું ૧૦,૦૦૦ ડોલર ઓછું વેતન છે? એક પ્રચારકને પાણી અને આત્માની સુવાર્તામાંથી જે આવક થાય તેમાં જ સંતુષ્ટ રહેવું જોઈએ.
એક સાચો પ્રચારક ઈશ્વર પાસેથી સાંત્વના અને શાંતિ પ્રાપ્ત કરે છે પરંતુ એક પાખંડી પ્રચારક પાસે વાસ્તવમાં આવું બધું નથી હોતું. આવા પ્રકારના પ્રચારક હકીકતમાં સોનાનાં વાછરડાની આરાધના કરે છે. 
ઈશ્વરની મંડળીને ક્યારેક સિયોન પણ કહેવામાં આવે છે. સિયોન જેવી સુંદર મંડળી અહીંયા એક પણ નથી. ઈશ્વરની મંડળી એ સ્થાન છે જ્યાં પાણી અને આત્માની સુવાર્તાનો પ્રચાર કરવામાં આવે છે. 
યશાયા ૧:૨૧ કહે છે, “પતિવ્રતા નગરી કેમ વ્યભિચારિણી થઈ ગઈ છે! તે ઇનસાફથી ભરેલી હતી! ન્યાયીપણું તેમાં વસતું, પણ હાલ ઘાતકીઓ વસે છે”. યશાયા ઈશ્વરની મંડળીની વિવેચના કરતા કહે છે કે, “તે ઇનસાફથી ભરેલી હતી”.
ઈશ્વર જ સાચો અને ઇનસાફથી ભરેલો છે. કેમ કે આપણે અધૂરા છીએ, કેમ કે આપણે આદમની સંતાન છીએ અને પાપથી જન્મ્યાં છીએ એટલા માટે ઈસુ આ સંસારમાં આપણા પાપોને પાણી અને આત્માથી ધોવા માટે આવ્યો. 
જુના કરારમાં, જ્યારે લોકો જાણવા લાગ્યા કે તેઓ અપૂર્ણ છે, ત્યારે તેઓ ઈશ્વર પાસે આવ્યા અને તેઓએ બલિદાન અર્પણ કર્યું. “મેં આ-આ પ્રકારના ખોટા કામો કર્યા છે. હું દોષી હતો”. ત્યારે તેઓના દરરોજના પાપોની માફી મળતી હતી, અને પ્રાયશ્ચિતના દિવસે પણ વર્ષમાં એકવાર પોતાના પાપોથી તેઓ પ્રાયશ્ચિત મેળવતા હતા. 
તે જ રીતે, નવા કરારમાં ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા અને તેણે મનુષ્યોના સઘળા પાપો એક જ વારમાં સાફ કરવા માટે બાપ્તિસ્મા લીધું અને વધસ્તંભ પર ચઢ્યા. 
પરંતુ નવા વર્ષની આરાધનામાં, ઘણાં લોકો રડીને પસ્તાવો કરે છે, “હે ઈશ્વર, કૃપા કરીને પાછલાં વર્ષમાં મેં જે પાપો કર્યા છે તેને માફ કર અને નવા વર્ષમાં મને આશીર્વાદિત કર.” આ બધા પાખંડી લોકો છે જે આવું કરે છે. 
તો શું, આ પાણી અને આત્માથી નવો જન્મ પામવાની સચ્ચાઈ છે? ૨૦૦૦ વર્ષ પહેલા ઈસુ આ જગતમાં આવ્યા, સર્વ મનુષ્યોના પાપો એક જ વારમાં હંમેશા માટે સાફ કરી નાખ્યાં. અને આ પ્રકારે આપણને જગતના સઘળા પાપોથી પાણી અને રક્ત દ્વારા હંમેશા માટે બચાવી લીધા. અને છતાં પણ આપણે દરરોજના પાપોની માફી માંગીએ છીએ, તો હવે તે આપણને શી કહેશે? 
“પતિવ્રતા નગરી કેમ વ્યભિચારિણી થઈ ગઈ છે! તે ઇનસાફથી ભરેલી હતી! ન્યાયીપણું તેમાં વસતું, પણ હાલ ઘાતકીઓ વસે છે”. જે કોઈ પોતાને પાપી કહે છે તે એક પાખંડી છે. 
 

પાખંડી યાજક પાણી અને આત્માથી નવો જન્મ પામવાની સુવાર્તાનો પ્રચાર નથી કરી શકતા

શું ઈશ્વર પાપીની પ્રાર્થના સાંભળે છે?
ના! તે નથી સાંભળતો કેમ કે તેઓના પાપોએ તેમને ઈશ્વરથી અલગ કરી દીધા છે.

આપનો ઈશ્વર તેઓને તેડે છે જેઓ તેના પર વિશ્વાસ કરે છે, અને તેઓને કહે છે કે તેઓ હત્યારાઓને ક્ષમા કરે. જ્યારે તેઓ ક્ષમા માટે કહે છે અને છતાં તેઓને પાપી કહે છે ત્યારે શું તેઓ એવી અપેક્ષા રાખે છે કે ઈસુ પાછો આવીને ફરીથી તેઓનાં પાપો માટે મારે? ઈસુનું બાપ્તિસ્મા અને તેનું વધસ્તંભ ઉદ્ધારની વાસ્તવિકતા છે. 
૧ પિતર ૩:૨૧માં કહેવામાં આવ્યું છે કે આ પાણી તે બાપ્તિસ્માનું પ્રતિક છે જે હમણાં તમને તારે છે અર્થાત્ ઈસુનું બાપ્તિસ્મા આપણા ઉદ્ધારનું પ્રતિક છે. ઈસુ ખ્રિસ્ત મનુષ્યોના પાપો માટે એક જ વાર માર્યો. તેણે મનુષ્યોના પાપોને હંમેશા માટે સાફ કરી દીધા અને ત્રણ દિવસો પછી પાછો સજીવન થયો. હવે તે ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. 
ઈસુ ખ્રિસ્તે એકવાર બાપ્તિસ્મા લીધું, આપણને પાપોથી હંમેશા માટે બચાવવા માટે એક જ વાર વધસ્તંભ પર મર્યો. જ્યારે તે ત્રીસ વર્ષનો હતો ત્યારે તેણે યોહાન બાપ્તિસ્ત દ્વારા બાપ્તિસ્મા લીધું. જગતના સઘળા પાપોથી આપણને બચાવવા માટે તે એક જ વાર મર્યો. તેનો અર્થ એવો નથી કે ન્યાય દર વખતે કરવામાં આવશે? 
જો પાખંડી કહે છે કે તે પાપી છે, તો તેઓ કહી રહ્યાં છે કે ઈસુ બીજીવાર આવીને ફરીથી વધસ્તંભ પર બલિદાન થાય. હકીકતમાં તેઓ વારંવાર આવા કાર્યો કરે છે, એટલા માટે દર વખતે માફી માગ્યા કરે છે. 
જેઓ પોતાના હૃદયમાં પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરે છે, તેઓ હંમેશા માટે પાપથી બચી જાય છે અને ન્યાયી બનીને સ્વર્ગમાં જઈને ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને અનંતકાળનું જીવન પ્રાપ્ત કરે છે. જે કોઈ પણ ન્યાયી વ્યક્તિને મળે છે તેઓ પાણી અને આત્મા દ્વારા બચી જાય છે અને ઈશ્વરનો આશીર્વાદિત વ્યક્તિ બની જાય છે. જે કોઈ પણ ઉદ્ધારના ન્યાયીપણાની સાક્ષી આપે છે તેઓ ઈશ્વર સન્મુખ ધન્ય છે. 
આવો યશાયા ૧:૧૮-૨૦ વાંચીએ, “યહોવા કહે છે, “આવો, આપણે વિવાદ કરીએ: તમારાં પાપ જો કે લાલ [વસ્ત્રના] જેવા હોય, તોપણ તેઓ હિમ સરખાં શ્વેત થશે; જો તે કીરમજના જેવા રાતાં હોય, તોપણ તેઓ ઊન સરખાં થશે. જો તમે રાજી થઈને [મારું] માનશો, તો દેશની ઉત્તમ પેદાશ ખાશો; પણ જો તમે મારાથી વિમુખ થઈને દ્રોહ કરશો તો તમે તરવારથી માર્યા જશો; કેમ કે એ યહોવાના મુખનું વચન છે”.
ઈશ્વર આપણને કહી રહ્યો છે કે જો આપણે પાણી અને આત્માની સુવાર્તા પ્રત્યે આજ્ઞાકારી છીએ, તો તે ભૂમિની ઉત્તમ પેદાશ ખાઈશું, પણ જો આપણે તેનું ઉલ્લંઘન કે વિદ્રોહ કરીએ તો તરવારથી માર્યા જઈશું. 
આપનો ઈશ્વર કહે છે, “હવે, આવો આપણે વિવાદ કરીએ. શું તમે અપર્યાપ્ત છો? શું તમે અધર્મી છો? શું તમે ખુદને જ પુષ્કળ પ્રેમ કરો છો? કે આજ્ઞાઓ અનુસાર જીવન જીવી શકતા નથી? શું તમે વ્યવસ્થાનું પાલન નથી કરી શકતા? તમે જાણો તો છો, પણ શું તમે આચરણ નથી કરતા? તો, મારી પાસે આવો. ભલે તમારા પાપ લાલ રંગના હોય, પણ તે ઊન જેવા શ્વેત થશે”. આનો અર્થ છે કે ઈશ્વર ઈમાનદારીથી પાપીઓને બચાવે છે અને તેઓને ન્યાયી બનાવે છે. 
જ્યારે ઈશ્વરે આદમ અને હવાને બનાવ્યા, ત્યાં પાપ નહોતું. પણ શેતાન તે સ્થળ પર આવે છે. તે તેઓને ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા માટે પ્રેરે છે અને પાપ કરવા દ્વારા આખી મનુષ્યજતીને પાપી બનાવે છે. શેતાનનું લક્ષ્ય છે મનુષ્યજાતીનું પતન. શરૂઆતમાં આદમ અને હવા ઈશ્વર આગળ પાપી નહોતા. તેઓ ઈશ્વરની સાથે એદન વાડીમાં રહેતા હતા. પણ પછી તેઓ પાપી બની ગયા. એટલા માટે ઈશ્વર હવે આપણને બોલાવે છે કે આવો આપણે વિવાદ કરીએ. 
“તમે આ જગતમાં કેટલા પાપ કર્યા છે? અને તમે મૃત્યુ પહેલાં હજી કેટલાં પાપ કરશો?”
“અરે; ઈશ્વર! પાપ ન કરવું અશક્ય છે. આપણે ક્યારેય પવિત્ર બની શકતા નથી, પછી ભલે આપણે ગમે તેટલી કોશિશ કરીએ”.
“અચ્છા, તો તમે અત્યાર સુધી કેટલાં પાપ કર્યા છે?”
“અચ્છા, પ્રભુ, હું પ્રત્યેક વાતોને યાદ નથી કરી શકતો, પણ મારા દિમાગમાં થોડાં જ છે. તમને તે સમય યાદ છે? તમે જાણો છો હું શેના વિષે વાત કરી રહ્યો છું...અને ત્યાં બીજા સમયે...તમે જાણો છો...”
ત્યારે ઈશ્વરે કહ્યું, “એટલા માટે આગળ વધો અને મને કહો. શું તમે તે બાબત વિષે વિચારો છો? શું તમે જાણો છો કે તેની પાછળ કેટલાં છે? તમે જેટલાં પાપો યાદ રાખ્યા છે, કે પછી બધા પાપોને ભૂલી જાઓ, ત્યાં સુધી કે ભવિષ્યમાં તમે જે પાપો કરવાના છે તે સઘળા પાપોને મેં હંમેશા માટે ધોઈ નાખ્યાં છે. ફક્ત તમારાં જ નહિ, પણ તમારાં બાળકોના બાળકોના પાપો પણ મેં સાફ કરી નાખ્યાં છે. મેં તમારાં પાપોને ધોઈ નાખ્યાં છે, એક જ વાર હંમેશા માટે.”
ઈશ્વર, જેમણે મનુષ્યજાતિના સઘળા પાપોને આદમથી લઈને પૃથ્વીના અંત સુધીના બધાં પાપોને ધોઈ નાખ્યાં છે. તે જ આલ્ફા અને ઓમેગા છે, શુરુઆત અને અંત છે. 
“હું તારો છોડાવનાર, સર્વ શક્તિમાન ઈશ્વર છું.”
“હું યહોવા છું, દયા કરનાર ઈશ્વર છું”.
“જે લોકો દયાને પાત્ર છે તેઓ ઉપર હું દયા કરું છું. અને જે કોઈ કરુણાને પાત્ર છે, તેઓ ઉપર હું કરુણા કરું છું”.
જો આપણે તેની દયા માગીએ અને તેમના વિચારો સાતેહ હોઈએ તો આપણે તેની કરુણા પ્રાપ્ત કરીશું. આપણા પિતા આપણને સર્વને આશીર્વાદ આપવા માગે છે. તે ઈચ્છે છે કે આપણે સર્વ લોકો ન્યાયી બની જઈએ. પોતાના પ્રેમ અને કરુણાથી તે આપણને સર્વને પોતાની ન્યાયી સંતાન બનાવવા માગે છે. 
 
નવો જન્મ પામ્યાં પછી ઈશ્વર શું ઈચ્છે છે કે આપણે કરીએ?
તે આપણી પાસેથી ઈચ્છે છે કે આપણે આખા જગતમાં સુવાર્તાનો પ્રચાર કરીએ.

તે આપણને હિમ જેવા શ્વેત બનાવવા માગે છે. ઈસુએ આખા જગતના સઘળા પાપોને પોતાના બાપ્તિસ્મા અને પોતાના રક્ત દ્વારા એક જ વારમાં ધોઈ નાખ્યા છે. જો કોઈ મંડળી સર્વ વિશ્વાસીઓના પાપોની સમસ્યાઓનું સમાધાન નથી કરી શકતી તો તે ઈશ્વરની સાચ્ચી મંડળી નથી. 
લોકો યાજક પાસે આવીને પૂછે છે, “મેં પાપ કર્યું છે. હું શું કરું?” હું પસ્તાયો અને ઘણીવાર પસ્તાવો કર્યો, પરંતુ પસ્તાવાથી મારા પાપ દૂર થતાં નથી. હું બીજે ક્યાંય જઈ શકતો નથી. હું વિચારી શકતો નથી કે હું મારું આત્મિક જીવન જીવી શકું છું.” જો એક યાજક તે વ્યક્તિને તેની સમસ્યાઓનો સાચો ઉત્તર નથી આપી શકતો, તો તે પાખંડી છે. તે કહી શકી છે, તે તમારા પર નિર્ભર છે, જાઓ પર્વત પર જઈને પ્રાર્થના કરો. ચાળીસ દિવસ ઉપવાસ કરવાની કોશિશ કરો.
પાખંડી યાજક અને ધાર્મિક આગેવાન અપવિત્રતાથી ભરેલાં હોય છે, એટલા માટે તેઓ પાણી અને આત્માની સુવાર્તાને નથી જાણતા હોતા. તેઓ નથી જાણતા કે અંતમાં તેઓની આત્મા નરકમાં જશે કે સ્વર્ગમાં જશે. 
આવા આગેવાનો ઈશ્વર આગળ સારા નથી. તેઓ જુઠ્ઠા ખ્રિસ્તી અને પાખંડી છે. બહારથી તેઓ એવા દેખાવાની કોશિશ કરે છે કે તેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે, પરંતુ તેઓના હૃદય હજી પણ પાપથી ભરેલાં છે. તેઓના પાપો હજી સુધી સાફ થયા નથી. તેઓ સઘળા પાપો સાફ કરનાર પાણી અને આત્માની સુવાર્તાનો પ્રચાર કરતા નથી. આપણે આવા લોકોથી ભ્રમિત ન થઈએ. 
તિતસ ૩:૧૦-૧૧ પાખંડીઓ માટે કહે છે, “એક વાર અને બીજી વાર ચેતવણી આપ્યા પછી પાખંડી માણસને દૂર કર. એમ જાણવું કે એવો માણસ ધર્મભ્રષ્ટ થયેલો છે, અને પોતે દોષિત છે એમ જાણ્યા છતાં પાપ કરે છે”. કેમ કે તેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે, પણ તેઓનો નવો જન્મ નથી થયો, તેઓ પોતાને પાપી ઠરાવે છે. તેઓ પાણી અને આત્માની સુવાર્તાની અપેક્ષા કરે છે અને પગથી છુંદી નાખે છે, અને કહે છે કે તેઓ પાપી ન હોય શકે, પણ તેઓ નરકમાં જાય છે. 
ખ્રિસ્તી ધર્મમાં આ લોકો પાખંડી છે. જે વ્યક્તિ ઈસુ પર વિશ્વાસ કરવા છતાં તેના હૃદયમાં પાપ છે તો તે પાખંડી છે. પાખંડી ઈશ્વરથી અલગ છે. ઈશ્વર પવિત્ર છે, પણ તેઓ પવિત્ર નથી. જે લોકો પાણી અને આત્માની સુવાર્તામાં વિશ્વાસ કરે છે તેઓ પોતાના પાપોથી શુદ્ધ થઈ ચુક્યા છે. તેથી, જે કોઈ પણ ઈસુ પર વિશ્વાસ કરે છે, છતાં પાપી છે તે પાખંડી છે. આપણે તેઓથી દૂર થઈ જવું જોઈએ જેઓ કહે છે કે તેઓ ઈશ્વર પર વિશ્વાસ કરે છે, પણ હજી સુધી તેઓ પાપી છે. 
આવો જેઓએ હજી સુધી નથી સાંભળ્યું અને જેઓ વિશ્વાસ કરવા માંગે છે પણ વિશ્વાસ નથી કરી શકતા તેવા લોકોને સુવાર્તાનો પ્રચાર કરીએ. આવો નવો જન્મ પામવા માટે તેઓની મદદ કરીએ. આવો જે લોકો પાણી અને આત્માની સુવાર્તાના માર્ગમાં આડા ઉભા છે તેઓને રોકીએ. 
પાણી અને આત્માથી નવો જન્મ પામવાની સુવાર્તાને આપણે આખા જગતમાં અવશ્ય પ્રચાર કરવું જોઈએ. આમીન!