(નિર્ગમન ૧૨:૪૩-૪૯)અને યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું, “આ તો પાસ્ખાનો વિધિ છે. કોઈ પરદેશી તે ન ખાય; પણ મૂલ્ય આપીને ખરીદેલો પ્રત્યેક માણસનો દાસ સુન્નત કરાવ્યા પછી તે ખાય. પ્રવાસી કે પગારે રાખેલો ચાકર તે ન ખાય. એક જ ઘરમાં તે ખવાય; અને તારેતે માંસમાંથી કંઈ પણ બહાર લઈ જવું નહિ અને તમારે તેનું એકે હાડકું ભાંગવું નહિ. ઇઝરાયલના સર્વ લોકો તે પાળે. અને જો કોઈ પ્રવાસી તારી સાથે વસેલો હોય, ને તે યહોવાનું પાસ્ખઅ પાળવા ચાહતો હોય, તો તેના [ઘરના] સર્વ પુરુષો સુન્નત કરાવે, ને ત્યાર પછી તે પાસ્ખા પાળવાને પાસે આવે; અને દેશમાં જન્મેલા માણસ જેવો તે ગણાય; પણ કોઈ બેસુન્નત માણસ તે ન ખાય. દેશમાં જન્મેલાને માટે તથા તમારા પ્રવાસ કરનાર પરદેશીને માટે એક જ નિયમ હોય.
જુના કરારમાં ઇસ્રાએલીઓ માટે ઈશ્વરની સંતાન થવા માટે અનિવાર્ય શરત કઈ હતી?
તેઓને સુન્નત કરાવવી પડતી હતી.
જેઓ ઈશ્વરમાં વિશ્વાસ કરે છે તેઓ માટે ઈશ્વરનું વચન જુનો કરાર તેમ જ નવો કરાર બંને મહત્વપૂર્ણ છે. આપણે વચનના એકપણ ભાગને છોડી શકતા નથી કેમ કે ઈશ્વરનું વચન જીવન છે.
આજનો ભાગ આપણને કહે છે કે જે કોઈ પણ પાસ્ખા પર્વ પાળવા ચાહે તેમણે પહેલા સુન્નત કરાવવી પડશે. ઈશ્વરે આપણને આ કહ્યું છે તેના વિષે આપણે વિચારવું જોઈએ. જેની સુન્નત નથી થઇ તેઓ પાસ્ખા પર્વ પાળી શકતા નથી.
જો આપણે ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ તો ઈશ્વરના ઉદ્દેશ્ય માટે આ આદેશને આપણે સમજાવો પડશે. સુન્નત એટલે પુરુષ લિંગના અગ્રભાગને ઢાંકવાવાળી ચામડીને કાપી નાખવી.શા માટે ઈશ્વરે ઈબ્રાહીમ અને તેના વંશજોને સુન્નત કરાવવા માટે કહ્યું? તેનું કારણ છે કે ઈશ્વરે પ્રતિજ્ઞા કરી હતી કે જેઓ ‘પાપથી અળગા છે’ તેઓ જ તેમની પ્રજા છે.
એટલા માટે તે જુના કરારમાં ઇસ્રાએલની પ્રજાને સુન્નત કરાવવાનું કહે છે. ઈશ્વરની પ્રજા બનવા માટે ઇસ્રાએલી લોકોની સુન્નત કરવામાં આવતી હતી. આ ઈશ્વરનો નિયમ હતો. જે પવિત્રીકરણનો આધાર છે અને જેઓ વિશ્વાસથી પોતાની સુન્નત કરવા દ્વારા પાપો સાથેનો પોતાનો સંબંધ સમાપ્ત કરી દે છે. તે તેઓનો ઈશ્વર બની જાય છે. તે ઉપરાંત, નવા કરારમાં, તે તેવા લોકોનો ઈશ્વર છે જેઓ વિશ્વાસ દ્વારા પાપથી અલગ થયા છે.
પાસ્ખા પર્વ
પાસ્ખા પર્વ શું હતું?
ઇસ્રાએલીઓ માટે આ તે દિવસ હતો જ્યારે ઈશ્વર તેઓને મિસ્ર દેશની ગુલામી માંથી કાઢી લાવ્યો હતો, તેની જ યાદમાં અને ઈશ્વરને માટે આ ધન્યવાદનો દિવસ હતો.
ઇસ્રાએલી પ્રજા માટે સૌથી મહત્વપૂર્ણ વિશ્રામ દિવસ પાસ્ખા પર્વ હતો. આ મિસ્ર દેશમાંથી બહાર નીકળવાની યાદગીરી માટે અને ઈશ્વરનો આભાર માનવાનો દિવસ હતો, જ્યાં ઇસ્રાએલના લોકો ૪૦૦ વર્ષો સુધી ગુલામ તરીકે રહ્યાં હતા. ઈશ્વરે ૧૦ વિપત્તિઓ મોકલીને ફારૂનના કઠોર હૃદયને બદલી નાખ્યું હતું. આનો અર્થ એ છે કે તેણે ઇસ્રાએલની પ્રજાને મિસ્રથી બહાર કાઢીને અને કનાન દેશ પહોચાડ્યા.
ઇસ્રાએલના લોકોને અંતિમ વિપત્તિથી બલિદાન થયેલાં પ્રથમ જનિત અને તેના રક્ત દ્વારા બચાવવામાં આવ્યા હતા. એટલા માટે ઈશ્વરે તેઓને કહ્યું કે પાસ્ખા પર્વ તેની દયાના સ્મરણમાં પેઢી દર પેઢી પાળવામાં આવે.
પાસ્ખા પર્વ પાળવા માટે ઇસ્રાએલી લોકોને શું કરવું પડતું હતું?
પાસ્ખા પર્વ પાળવા માટે ઇસ્રાએલી લોકોને શું કરવું પડતું હતું?
તેઓને સુન્નત કરાવવી પડતી હતી.
આપણે જાણીએ છીએ કે આત્મિક પર્વ પાળવા માટેની આજ્ઞામાં આપડે આપણા હૃદયની સુન્નત કરાવી જોઈએ. ઇસ્રાએલી લોકો પાસ્ખા પર્વમાં સુન્નતનું બરાબર પાલન કરતા હતા.
આ નિર્ગમન ૧૨:૪૩-૪૯માં લખ્યું છે, “અને યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું, “આ તો પાસ્ખાનો વિધિ છે. કોઈ પરદેશી તે ન ખાય; પણ મૂલ્ય આપીને ખરીદેલો પ્રત્યેક માણસનો દાસ સુન્નત કરાવ્યા પછી તે ખાય. પ્રવાસી કે પગારે રાખેલો ચાકર તે ન ખાય. એક જ ઘરમાં તે ખવાય; અને તારે તે માંસમાંથી કંઈ પણ બહાર લઈ જવું નહિ અને તમારે તેનું એકે હાડકું ભાંગવું નહિ. ઇઝરાયલના સર્વ લોકો તે પાળે. અને જો કોઈ પ્રવાસી તારી સાથે વસેલો હોય, ને તે યહોવાનું પાસ્ખઅ પાળવા ચાહતો હોય, તો તેના [ઘરના] સર્વ પુરુષો સુન્નત કરાવે, ને ત્યાર પછી તે પાસ્ખા પાળવાને પાસે આવે; અને દેશમાં જન્મેલા માણસ જેવો તે ગણાય; પણ કોઈ બેસુન્નત માણસ તે ન ખાય. દેશમાં જન્મેલાને માટે તથા તમારામાં પ્રવાસ કરનાર પરદેશીને માટે એક જ નિયમ હોય.” ત્યારે ઈશ્વરે ઇસ્રાએલીઓને કહ્યું કે સુન્નત વિધિ પછી પાસ્ખા પર્વ પાળવું.
તેઓ કોણ હતા જેમને પાસ્ખા પર્વમાં હલવાનનું માંસ ખાવા માટે અને પાસ્ખા પર્વ પાળવા માટે અનુમતિ આપવામાં આવી હતી? ફક્ત તેઓ જેમની સુન્નત કરવામાં આવી હોય તેઓ પાસ્ખા પર્વને પાળી શકતા હતા. પાસ્ખાનું હલવાન, જેમ આપણે સર્વ જાણીએ છીએ, ઈસુ ખ્રિસ્ત છે જેણે જગતના પાપોને પોતાની ઉપર લઈ લીધા.
તો પછી જુના કરાર અને નવા કરારમાં સુન્નત શું છે? સુન્નતનો અર્થ છે કે પુરુષ લિંગના અગ્રભાગને ઢાંકવાવાળી ચામડીને કાપી નાખવી. આ જગતમાં ઈસુ ખ્રિસ્તને પણ જન્મના આઠમાં દિવસ પછી સુન્નત કરવામાં આવી હતી. ઈશ્વરે આજ્ઞા પાપી છે કે સુન્નતવાળા જ પાસ્ખા પર્વમાં શામેલ થઇ શકશે અને તે સ્પષ્ટ કર્યું છે કે જે કોઈંએ સુન્નત નથી કરાવી તે પાસ્ખા પર્વમાં શામેલ થઈ શકતા નથી.
તેથી ઈશ્વરે જેમ ઠરાવ્યું છે, દરેક લોકોની સુન્નત થવી જોઈએ. જો તમે ઈસુ પર વિશ્વાસ કરો છે, તો તમારે નવા કરારમાં સુન્નતનો અર્થ જાણવો જોઈએ.
સુન્નતની વિધિ શું હતી જે ઈશ્વરે ઈબ્રાહીમને પાળવા માટે કહી હતી?
ઈબ્રાહીમ અને તેની સંતાન કઈ રીતે ઈશ્વરની સંતાન બની શકે છે?
સુન્નત કરાવવા દ્વારા.
ઉત્પતિમાં, ઈશ્વર ઈબ્રાહીમ સામે પ્રગટ થયા અને તેની અને તેના સંતાનો સાથે વાચા બાંધી. ઉત્પતિ અધ્યાય ૧૫માં, ઈશ્વરે ઈબ્રાહીમના વંશજો સાથે પ્રતિજ્ઞા કરી કે તેઓ આકાશના તારાઓ સમાન અસંખ્ય થશે અને તે તેઓને વારસામાં કનાન દેશ આપશે.
અને અધ્યાય ૧૭માં, તે ઈબ્રાહીમને કહે છે કે જો તે અને તેના વંશજો વાચાનાં દેશમાં પ્રવેશ કરે અને સુન્નત કરે, ત્યારે તે તેઓનો ઈશ્વર થશે અને તેઓ તેમના લોક થશે. ઈશ્વરની આ વાચા ઈબ્રાહીમ અને તેના સંતાનો સાથે હતી. ઈશ્વરે પ્રતિજ્ઞા કરી કે જ્યારે તેઓ તેની વાચા પર વિશ્વાસ કરશે અને સુન્નત કરશે, જેનો અર્થ હતો કે તેઓ તેની પ્રજા બની જાય છે અને તે તેઓનો ઈશ્વર બની જાય છે.
ઉત્પત્તિ ૧૭:૭-૮ કહે છે, “અને તારો ઈશ્વર તથા તાર પછીના તારા વંશજોનો ઈશ્વર થવા માટે, હું મારો કરાર સનાતન કરાર તરીકે મારી ને તારી વચ્ચે ને પેઢી દરપેઢી તારા પછીના તારા વંશજોનો ઈશ્વર થવા માટે, હું મારો કરાર સનાતન કરાર તરીકે મારી ને તારી વચ્ચે ને પેઢી દરપેઢી તારા પછી તારા વંશજોની વચ્ચે કરીશ. જે દેશમાં તું પ્રવાસ કરે છે, એટલે આખો કનાન દેશ, તે હું તને ને તારા પછીના તારા વંશજોને સદાનું વતન થવા માટે આપીશ. અને હું તેઓનો ઈશ્વર થઈશ.”
આ સુન્નત ઈબ્રાહીમ અને તેના વંશજો સાથે ઈશ્વરની વાચાનું ચિહ્ન હતું.
આત્મિક સુન્નતનો અર્થ શું છે?
આત્મિક સુન્નત શું છે?
તે આપણા હૃદયના સઘળા પાપોને ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ કરવા દ્વારા અલગ કરવા હતા.
કેમ કે ઈબ્રાહિમે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો હતો, તેથી ઈશ્વરે તેને ન્યાયી અને પોતાની સંતાન બનાવ્યો. આ સુન્નત ઈશ્વર અને ઈબ્રાહિમની વચ્ચે વાચાનું ચિહ્ન હતુ.
‘મારી તથા તારી વચ્ચે, ને તારા પછી તારા વંશજો વચ્ચે, મારો જે કરાર તમારે પાળવો, તે એ જ કે તમારામાંનો જે દરેક પુરુષ તેની સુન્નત કરવી જોઈએ’ (ઉત્ત્પત્તિ ૧૭:૧૦).
શારીરિક સુન્નતનો અર્થ પુરુષ લીંગની આગળના ભાગની ચામડીને કાપવું છે: આત્મિક રૂપમાં આ ઈસુના બાપ્તિસ્મા પર આપણા વિશ્વાસ દ્વારા આપણા સઘળા પાપો ઈસુ પર નાખ્યાં તેનું પ્રતિક છે. આપણી આત્મિક સુન્નત ત્યારે થાય છે જ્યારે આપણે ઈસુના બાપ્તિસ્મા દ્વારા પાણી અને આત્માની સુવાર્તામાં ઉદ્ધારનો સ્વીકાર કરીને આપણા પાપોથી અલગ થઈએ છીએ. નવા કરારમાં સુન્નત ઈસુના બાપ્તિસ્મા દ્વારા આપણા સઘળા પાપોથી અલગ થવું છે.
એટલા માટે જુના કરારમાં સુન્નત, નવા કરારમાં ઈસુનું બાપ્તિસ્મા છે; અને બંને ઈશ્વરની વાચા છે જે આપણને તેના સંતાન બનાવે છે. એટલા માટે જુના કરારમાં સુન્નત અને નવા કરારમાં ઈસુનું બાપ્તીસ્માં બંને એક જ અને સરખા છે.
જેમ ઇબ્રાહિમની સંતાન સુન્નત કરતી હતી ત્યારે તે ઈશ્વરના લોકો બની જતા હતા. આપણે પણ જ્યારે આપણા હૃદયથી સઘળા પાપોને કાપીને અલગ કરીએ છીએ ત્યારે ઈશ્વરની સંતાન બનીએ છીએ. આપણે આ વિશ્વાસ કરવા દ્વારા કરીએ છીએ કે સંસારમાં પાપ નથી કેમ કે જ્યારે ઈસુએ યોહાન બાપ્તિસ્ત દ્વારા બાપ્તિસ્મા લીધું ત્યારે જગતના સઘળા પાપોને ઉઠાવી લીધા.
ઈસુનું બાપ્તિસ્મા સઘળા પાપીઓને તેમના પાપોથી કાપીને અલગ કરવા દ્વારા ન્યાયી બનાવે છે. જેમ સુન્નતમાં પુરુષ લીંગની આગળની ચામડીને અલગ કરવામાં આવે છે. એટલા માટે જયારે ઈસુએ યર્દન નદીમાં યોહાન બાપ્તિસ્ત દ્વારા બાપ્તિસ્મા લીધું ત્યારે મનુષ્યોના પાપોને તેમના હૃદથી કાપી નાંખવામાં આવ્યા. જે આ વિશ્વાસ કરે છે તેનું આત્મિક રૂપમાં સુન્નત થાય છે અને તેઓ ઈશ્વરના ન્યાયી લોકો બની જાય છે.
ખોટો વિશ્વાસ જે લોકોને ઈશ્વરથી અલગ કરે છે.
શું છે જે ઇસ્રાએલીઓને ઈશ્વરથી અલગ કરે છે?
બેસુન્નત હોવું.
ઈશ્વરે ઈબ્રાહિમને કહ્યું કે બેસુન્નત પુરુષ એટલે કે જેની સુન્નત થઇ નથી તેને પોતાના લોકોમાંથી નાશ કરવામાં આવશે. તો, શારીરિક સુન્નત શું છે? અને આત્મિક સુન્નત શું છે? જો શરીરની સુન્નત શરીરના એક ભાગથી ચામડીના ટુકડાને કાપવું છે, તો આત્મિક સુન્નત આપણા હૃદયના સઘળા પાપોને કાપીને અલગ કરી તેને ઈસુના બાપ્તિસ્મા દ્વારા તેની ઉપર નાખવું છે.
ઈસુનું બાપ્તિસ્મા મનુષ્યજાતિની આત્મિક સુન્નત છે. તેના દ્વારા જગતના સઘળા પાપોને આપણાથી અલગ કરીને ઈસુ ઉપર નાખવામાં આવ્યા છે. આ કારણે યોહાન બાપ્તિસ્તે ઈસુને બાપ્તિસ્મા આપ્યું અને આખી મનુષ્યજાતીને આત્મિક સુન્નત દ્વારા બચાવી અને તેઓના સઘળા પાપોને અલગ કર્યા.
મનુષ્યજાતિના સઘળા પાપો ઈસુ પર નાંખી દેવામાં આવ્યા. ઈશ્વર, ઈબ્રાહિમનો, ઈસહાકનો, યાકૂબનો અને ઈબ્રાહિમના સર્વ વંશજો જેની સાથે ઈશ્વરે વાચા બાંધી હતી તેઓનો ઈશ્વર બની ગયો અને તેણે તેઓની સુન્નત દ્વારા આવું કર્યું. આ પ્રમાણે તે તેઓનો ઈશ્વર છે જેઓએ સુન્નત દ્વારા પોતાના સઘળા પાપો અલગ કર્યા છે.
શું સુન્નત પાપને કાપે છે? આ ઈબ્રાહિમ અને તે સર્વ લોકો સાથેની ઈશ્વરની વાચા છે જેઓ ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેની મૃત્યુને પોતાની મુક્તિના રૂપમાં વિશ્વાસ કરવા દ્વારા નવો જન્મ પામે છે. આ પ્રકારે તે આપણને પોતાની સંતાન થવાની તક આપે છે. તે જ પ્રકારે તે એવા લોકોનો પ્રભુ છે જેમની સુન્નત થઇ ગઈ છે.
ઈશ્વરે ઈબ્રાહીમને કહ્યું, ‘અને તમારામાં આઠ દિવસના દરેક છોકરાની, એટલે તમારી પેઢી દરપેઢી દરેક નર બાળક જે તમાર ઘરમાં જન્મ્યો હોય, તેની, અથવા કોઈ પરદેશી પાસેથી પૈસે વેચાતો લીધો હોય, કે જે તમારા વંશનો ન હોય, તેની પણ સુન્નત કરવી. જે તારા ઘરમાં જન્મેલો હોય તથા જે તારા પૈસાથી વેચાતો લીધેલો હોય, તેની સુન્નત જરૂર કરવી; અને મારો કરાર તમારા માંસમાં સનાતન કરાર તરીકે રહેશે. અને સુન્નત વગરનો પુરુષ જેની સુન્નત કરવામાં આવી નહિ હોય, તે માણસ પોતાના લોકોમાંથી કપાઈ જશે; તેણે મારો કરાર તોડયો છે’ (ઉત્પતિ ૧૭:૧૨-૧૪).
જે લોકો આત્મિક સુન્નત વગર ઈસુ પાસે આવવાની કોશિશ કરે છે તેઓ પોતાના લોકોમાંથી નષ્ટ કરવામાં આવશે. નવા કરારમાં આત્મિક સુન્નત ઈસુનું બાપ્તિસ્મા છે, જેના દ્વારા સંસારના સઘળા પાપોને તેની ઉપર નાખવામાં આવ્યા હતા.
જે કોઈ ઈસુ પર વિશ્વાસ કરે છે, તે જુના કરારની સુન્નત અને નવા કરારના ઈસુના બાપ્તિસ્મા પર પણ વિશ્વાસ કરશે, જેથી તેઓ આત્માને પ્રાપ્ત કરે, સઘળા પાપોથી બચી જાય, અને તેઓ ઈશ્વરની સંતાન બને. આપણે જે ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ, તેઓ માટે જુના કરારની સુન્નત અને નવા કરારનું ઈસુનું બાપ્તિસ્મા બંને સમાન છે.
જો આપણે સુન્નતનો સાચો અર્થ સમજવામાં નિષ્ફળ જઈએ અથવા આત્મિક સુન્નત દ્વારા ઉદ્ધારને આપણા મનમાં સ્વીકાર નથી કરી શકતા જે નવો જન્મ પ્રાપ્ત કરવાની અનુમતિ આપે છે તો આપણું વિશ્વાસ કરવું વ્યર્થ છે. આપણે વિચારીએ છીએ કે આપણે ઈશ્વર પ્રત્યે વિશ્વાસ યોગ્ય છીએ, પણ તે રેતી ઉપર ઘર બાંધવા જેવું છે.
જે લોકો ઈશ્વર પર વિશ્વાસ કરે છે તે સર્વ લોકોને ઈશ્વર સુન્નત કરવા માટે, ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ કરવા દ્વારા છૂટકારો મેળવવા માટે, અને આત્મિક સુન્નત પર વિશ્વાસ કરવા માટે કહે છે. સુન્નત કરાવ્યા વગર, આપણે તેના લોકો બની શકતા નથી. સુન્નત વગર, ઈશ્વરના લોકો હોવાની શક્યતાને નકારવી છે. એટલા માટે ઈશ્વર ચેતવણી આપે છે કે કોઈ પણ ચાહે તે પૈસા આપીને ખરીદેલો ગુલામ હોય કે પરદેશી, પાસ્ખા પર્વમાં ભાગ લેતા પહેલા તેની સુન્નત કરાવવી પડશે.
ત્યાં સુધી કે ઇસ્રાએલ દેશમાં જન્મેલો મૂળ નિવાસી પણ જો બેસુન્નત હોય તો તેને પોતાના લોકોમાંથી કાઢી નાખવામાં આવતો હતો. ઇસ્રાએલના લોકો સાથે ઈશ્વરની વાચા તે લોકો ઉપર પણ લાગુ થાય છે જે ઈસુ પર વિશ્વાસ કરે છે.
નિર્ગમન અધ્યાય ૧૨માં, ઇસ્રાએલનાં લોકો જે પાસ્ખામાં હલવાનનું માંસ અને કડવી ભાજી ખાતા હતા, તે સર્વ સુન્નત કરાવેલા લોકો હતા. પાસ્ખાના હલવાનનું માંસ ખાવાનો અધિકાર ફક્ત તેઓને આપવામાં આવતો હતો જેઓની સુન્નત થઇ હોય.
આ જાણવું આપણા માટે ખુબજ મહત્વનું છે કે જ્યારે ઇસ્રાએલી લોકો હલવાનની માંસ ખાતા હતા અને હલવાનનું રક્ત બારસાંખની બંને બાજુ લગાવતા હતા ત્યારે તેઓની સુન્નત પણ થઇ જતી હતી.
“એ દ્દષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી, જે શરીરનો મેલ દૂર કરવાથી નહિ, પણ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હ્રદયની માંગણીથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હમણાં તમને પણ તારે છે” (૧ પિતર ૩:૨૧). અર્થાંત બાપ્તિસ્માનું પાણી જે શરીરનો મેલ દૂર કરવાથી નહિ પણ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હૃદયની માંગણી કરવાથી કરવું છે. શું તમે વિશ્વાસ કરો છો કે યર્દન નદીમાં ઈસુના બાપ્તિસ્મા દ્વારા તમારા સઘળા પાપો ઈસુ પર જતા રહ્યાં છે? જો તમે ખરેખર સમજો છો અને આ સત્ય પર વિશ્વાસ કરો છો તો તમે ચોક્કસ પાને જાણશો કે તમારી આત્મિક સુન્નત થઈ ગઈ છે અને તમે એક ધર્મી વ્યક્તિ બનો છો. અને તમે આત્મિક સચ્ચાઈ પર પણ વિશ્વાસ કરશો કે તેના બાપ્તિસ્મા વગર વધસ્તંભ પર તેનું રક્ત નિરર્થક છે.
જો તમે ઈસુના વધસ્તંભ પર આત્મિક સુન્નત અગર અને ઈસુના બાપ્તિસ્મા વગર વિશ્વાસ કરો છો, તો તમે પોતાને ઈશ્વરની દયાથી દૂર જોશો. તમે જોશો કે હજી તમારા મનમાં પાપ છે.
આપણે એ સત્ય પર વિશ્વાસ કરીએ છીએ કે ઈશ્વરનું છૂટકારાનું કાર્ય ઈસુ ખ્રિસ્તના બાપ્તિસ્માથી આરંભ થાય છે અને વધસ્તંભ પર તેના રક્ત દ્વારા પૂરું થાય છે. આ કરવા માટે આપણે સત્યના વચનો, ઈસુનું બાપ્તિસ્મા અને તેના રક્તને આપણા ઉદ્ધારના રૂપમાં આપણા હૃદયમાં ગ્રહણ કરવું જોઈએ.
આ વિશ્વાસ સાથે, આપણે અંધકારની શક્તિને દૂર ભગાડી શકીએ છીએ અને અજવાળાની સંતાન બનીએ છીએ. આ વિશ્વાસ ખરેખર નવો જન્મ પામેલા લોકોને સાધારણ વિશ્વાસીઓથી અલગ કરે છે.
આપણા પ્રભુ, ઈસુ આપણને તેનામાં બની રહેવાનું કહે છે. તેણે પોતાના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા આપણા સઘળા પાપોને હંમેશા માટે ધોઈ નાખ્યા છે. તેથી, ઈશ્વરની સંતાન હોવાનું ચિહ્ન પ્રાપ્ત કરવા માટે આપણે ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ કરવો જોઈએ. જો આપણે આવું કરવામાં નિષ્ફળ જઈએ, તો આપણે તેનાથી અલગ થઈ જઈશું.
ઉદ્ધારનો છૂટકારો ઈસુનું બાપ્તિસ્મા અને જુના કરારની સુન્નત સિવાય બીજું કશું નથી. આપણો છૂટકારો ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે આપણે ઈસુના બાપ્તિસ્મા (આત્મિક સુન્નત) અને વધસ્તંભ પર તેના રક્ત (પાસ્ખાનાં હલવાનનું રક્ત) બંને ઉપર વિશ્વાસ કરીએ છીએ.
જુના કરારનાં શરીરની સુન્નતને નવા નિયમમાં ઈસુના બાપ્તિસ્મા સાથે જોડી દીધું છે. “યહોવાના પુસ્તકમાં શોધ કરો ને વાંચો; તેઓમાંથી એક પણ ખૂટશે નહિ, તેઓમાંનું કોઈ પણ પોતાના સાથી વગરનું માલૂમ પડશે નહિ; કેમ કે [યહોવાના] મુખે તો આજ્ઞા આપી છે, ને તેમના આત્માએ તો તેમને એકઠાં કર્યાં છે”.
જુના કરારનો પ્રત્યેક શબ્દ નવા કરાર સાથે જોડાયેલો છે. ઈશ્વરનું એકપણ વચન તેના પ્રતિરૂપમાં ઓછું નથી.
તેઓનું શું થશે જે ખોટી રીતે મૂર્ખતાપૂર્વક વિશ્વાસ કરે છે?
જગતના સઘળા વિશ્વાસીઓમાંથી કોણ નરકમાં જશે?
તેઓ જે આત્મિક સુન્નતમાં વિશ્વાસ નથી કરતા.
આજે એવા ઘણાં લોકો છે જે ફક્ત પાસ્ખા પર્વનાં હલવાનના રક્તમાં જ વિશ્વાસ કરે છે. તેઓ કહે છે, ‘સુન્નતનો શો અર્થ છે? આ જુના કરારમાં ફક્ત યહૂદીઓ પર જ લાગૂ હતું. આપણે નવા કરારમાં આપણા શરીરની સુન્નત નથી કરી શકતા’.
હકીકતમાં આ સત્ય છે. હું સલાહ નથી આપી રહ્યો કે આપણે શારીરિક સુન્નત કરાવવી જોઈએ. પ્રેરિત પાઉલે આત્મિક સુન્નત વિષે સ્પષ્ટ વ્યાખ્યા કરી છે કે આ હૃદયની સુન્નત છે જે મેં હવે કરી છે.
હું તમને એવું નથી કહેતો કે શરીરની સુન્નત કરો. આપણા માટે શરીરની સુન્નતનો કોઈ અર્થ નથી, પણ આપણે ઈસુ પાસે આવીએ છીએ અને ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ કરવા દ્વારા આત્મિક સુન્નત થવાથી આપણે આપણા સઘળા પાપોથી ન્બચી જઈએ છીએ.
કેટલાક લોકોનો નવો જન્મ થયો છે, તેઓની આત્મિક સુન્નત પણ થઇ છે. જે કોઈ પણ ઈસુ પર વિશ્વાસ કરે છે તેની આત્મિક સુન્નત થઈ જાય છે. આ સઘળા પાપોથી અલગ થવું અને ન્યાયી થવાનો એકમાત્ર માર્ગ છે. ફક્ત આપાણી આત્મિક સુન્નત પછી જ આપણે પાપથી મુક્ત થઈએ છીએ. તેથી આપણે હૃદયથી સ્વીકાર કરવો જોઈએ કે ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ કરવા દ્વારા આપણી આત્મિક સુન્નત થઈ છે.
પ્રેરિત પાઉલ પણ આત્મિક સુન્નત પર વિશ્વાસ કરતા હતા. તેમણે કહ્યું કે, ‘આત્મિક છે તે જ સુન્નત છે’ (રોમન ૨:૨૯). આપણામાંથી પ્રત્યેક લોકોએ પાપોથી મુક્ત્ય થવા માટે આત્મિક રૂપમાં સુન્નત કરાવવી જરૂરી છે.
શું હકીકતમાં તમારા પાપોને તમારાથી અલગ કરીને ઈસુ પર નાખવામાં આવ્યા છે? ત્યાં સુધી કે નવા કરારમાં પણ, જે કોઈ નીસુ પોઅર વિશ્વાસ કરે છે તેઓની સુન્નત ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ કરવા દ્વારા થાય છે.
પ્રેરિત પાઉલ પોતાના પત્રોમાં આ સ્પષ્ટ કરે છે કે ઈશ્વર આખી મનુષ્યજાતિને જગતના પાપોથી બચાવે છે અને તેઓને પોતાના લોકો બનાવે છે. ઇસ્રાએલી પ્રજા સુન્નત કરવા દ્વારા ઈશ્વરના લોકો બની જાય છે અને આપણે પણ ઈસુ ખ્રિસ્તના બાપ્તિસ્મા પર વિશ્વાસ કરવા દ્વારા આપણા પાપોને તેની ઉપર નાખી શકીએ છીએ, ત્યારે તેમની સંતાન બનીએ છીએ.
ઈશ્વર આપણને પોતાની પ્રજાના રૂપમાં ત્યારે સ્વીકાર કરે છે જ્યારે તે આપણા વિશ્વાસને ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના રક્તમાં જોવે છે. આ જ વિશ્વાસ આપણી આત્મિક સુન્નત કરે છે અને આપણને ઉદ્ધાર તરફ લઇ જાય છે.
ઈસુના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા પાપીઓ માટે ઉદ્ધારનું અસ્તિત્વ છે
ઉદ્ધારનું કાર્ય ઈસુ દ્વારા કઈ રીતે પૂરું કરવામાં આવ્યું?
તેના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર મૃત્યુ દ્વારા.
પાપીઓના ઉદ્ધારને ઈસુ ખ્રિસ્તે પોતાના બાપ્તિસ્માના પાણી અને વધસ્તંભ પર વહેવડાવેલાં રક્ત દ્વારા પૂર્ણ કર્યું. હલવાનનું રક્ત ન્યાય માટે હતું, અને ઈસુનું બાપ્તિસ્મા આત્મિક સુન્નત હતી જેના દ્વારા આપણા સઘળા પાપોને તેની ઉપર નાખવામાં આવ્યા.
ખ્રિસ્તી મંડળી આજે આ દેશ માટે આત્મિક સુન્નતનું અજવાળું બની શકી છે. જોકે આ દિવસોમાં જીના કરારની સુન્નતનો કોઈ અર્થ નથી, છતાં પણ ઈસુના બાપ્તિસ્માની ઉપેક્ષા કરી શકાતી નથી.
હું તમને કહું છું કે તમારાં સઘળા પાપોને ઈસુના બાપ્તિસ્મા દ્વારા દૂર કરવામાં આવ્યા છે અને ઈસુના બાપ્તિસ્માએ તમને સઘળા પાપોથી બચાવ્યા છે. શું તમે તેમાં વિશ્વાસ કરો છો? જો તમે ઈસુના બાપ્તિસ્માની ઉપેક્ષા કરો છો તો તમે નવો જન્મ લેવાની સુવાર્તાને ક્યારેય સમજી નહિ શકો કેમ કે છૂટકારાની સંપૂર્ણ સુવાર્તા ઈસુના બાપ્તિસ્મા દ્વારા છે.
આપણે કેવીરીતે ઈસુના બાપ્તિસ્માની ઉપેક્ષા કરી શકીએ છીએ, જેને ઈશ્વર આપણને આત્મિક સુન્નત બતાવે છે? જો આપણે બાઈબલ વાંચીએ તો જોઈ શકીએ છીએ કે સુન્નત અને પાસ્ખાના હલવાનના રક્તનો નજીકનો સંબંધ છે.
પ્રેરિત યોહાન દ્વારા જે સુવાર્તા પ્રચાર કરવામાં આવી તે બીજું કઈ નહિ પરંતુ ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર વહાવેલાં રક્તની સુવાર્તા હતી. તે ૧ યોહન ૫:૬માં કહે છે, “પાણીથી તથા રક્તથી જે આવ્યા, તે એ છે એટલે ઈસુ ખ્રિસ્ત. અને તે માત્ર પાણીથી નહિ પણ પાણી તથા રક્તથી આવ્યા”.
તે કહે છે ઈસુ પાણી, રક્ત અને આત્મા દ્વારા આવ્યો. ફક્ત પાણી દ્વારા નહિ, કે ફક્ત રક્ત દ્વારા નહિ પરંતુ પાણી, રક્ત અને આત્મા આ ત્રણેય દ્વારા આવ્યો. આ ત્રણેય તત્વ ઈસુનું બાપ્તિસ્મા, વધસ્તંભ પર ઈસુનું રક્ત અને મૃત્યુમાંથી પુનરુત્થાન એક જ વાત છે. આ આપણા ઉદ્ધારનું પ્રમાણ છે.
શા માટે બાઈબલ ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તના વિષયમાં વાત કરે છે?
શું ઇસ્રાએલના લોકો પાસ્ખા પર્વના દિવસે ફક્ત હલવાનના રક્ત દ્વારા જ બચાવવામાં આવ્યા હતા?
ના. પાસ્ખા પર્વ પાળતા પહેલા તેઓની સુન્નત થઈ ગઈ હતી.
ઈસુનું બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેમનું રક્ત આપણને પાણી અને આત્મા દ્વારા નવો જન્મ લેવાની અનુમતિ આપે છે. નિર્ગમન અધ્યાય ૧૨ કહે છે, ‘તમે તમારા માટે એક હલવાન લો, અને તેનું થોડું રક્ત લઈને ઘરના દ્વાર અને બારસાખ પર બંને બાજુ લગાવો. જ્યારે હું રક્ત જોઇશ તો ત્યાંથી આગળ વધી જઈશ.’
આને જાણો, શું એવું સંભવ છે કે હલવાનના રક્ત પર વિશ્વાસ કરવા દ્વારા આપણે આપણા સઘળા પાપોથી બચી શકીએ છીએ? તો પછી નવા કરારમાં ઈસુના બાપ્તિસ્મા વિષે વધારેમાં વધારે કેમ કહેવામાં આવ્યું છે? પ્રેરિત કહે છે ‘તેમની સાથે તમે બાપ્તિસ્મામાં દટાયા’ (કલોસી ૨:૧૨). “એ દ્દષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી, જે શરીરનો મેલ દૂર કરવાથી નહિ, પણ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હ્રદયની માંગણીથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હમણાં તમને પણ તારે છે” (૧ પિતર ૩:૨૧).
પ્રેરિત પિતર, પાઉલ અને ઈસુ ખ્રિસ્તના સઘળા શિષ્યોએ ઈસુના બાપ્તિસ્મા વિષે કહ્યું છે. આ ઈસુનું યર્દન નદીમાં બાપ્તિસ્મા છે જેને તેઓએ સંદર્ભિત કર્યું છે. અને આ જ ઈસુનું બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના રક્તમાં વિશ્વાસ છે જે પાણી અને આત્માથી નવો જન્મ લેવાની સચ્ચાઈ છે.
તમને હકીકત જણાવું, હું પાછલાં ૧૦ વર્ષોમાં ઈસુના બાપ્તિસ્માને ઓળખ્યાં વગર ફક્ત તેના રક્ત પર વિશ્વાસ કરતો હતો. પણ તે મારી પોતાની બુદ્ધિ મારા હૃદયના પાપોને દૂર કરી શકી નહિ. હું ઈસુ પર મારા પૂરા હૃદયથી વિશ્વાસ કરતો હતો પરંતુ મારું હૃદય હજી પાપોથી ભરેલું હતું.
૧૦ વર્ષો પછી, મેં આત્મિક સુન્નતનો અર્થ શોધ્યો (ઈસુના બાપ્તિસ્મા દ્વારા) અને ત્યારે મારો નવો જન્મ થયો. ફક્ત ત્યારે જ મેં સત્યનો સ્વીકાર કર્યો: જુના કરારમાં સુન્નત, નવા કરારમાં ઈસુના બાપ્તિસ્માનું પ્રતિક છે. મેં તેના પર વિશ્વાસ કર્યો અને હજી પણ કરું છું.
‘નવા કરારમાં ઈસુનું રક્ત અને તેના તેના બાપ્તિસ્મા પર વિશ્વાસ કરવો સાચી આસ્થા છે? શું મારો વિશ્વાસ બાઈબલ અનુસાર સાચો છે?’ ત્યાર બાદ મારો નવો જન્મ થયો, હું આ વાતોથી અચંબિત હતો.
જોકે, હું ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તના સંદેશમાં વિશ્વાસ કરતોઈ હતો; છતાં મારા મનમાં પ્રશ્ન હતો. ‘શું આ જ સાચો વિશ્વાસ છે કે જ્યારે ઈસુનું બાપ્તિસ્મા થયું ત્યારે મારા સઘળા પાપો તેની ઉપર નાખવામાં આવ્યા, કે પછી આ સાચો વિશ્વાસ છે કે ઈસુએ ફક્ત પોતાના વધસ્તંભ પરના મૃત્યુ દ્વારા મને બચાવ્યો. શું આટલો વિશ્વાસ કરવો પુરતું નથી કે ઈસુ મારો પ્રભુ અને ઉદ્ધારક છે?’ જ્યારે હું નિર્ગમન અધ્યાય ૧૨ વાંચી રહ્યો હતો ત્યારે મેં આ વિષે વિચાર્યું.
ઘણાં બધાં લોકો આજે નિર્ગમન અધ્યાય ૧૨ વાંચે તો છે, પણ બીજીવાર ક્યારેય તેના ઉપર વિચાર નથી કરતા. તે સ્પષ્ટ છે કે ઈસુ ખ્રિસ્ત ઉદ્ધારકનાં રૂપમાં વધસ્તંભ ઉપર માર્યા ગયા. લોકો વિચારે છે કે આ સાચું છે, તેઓ ખ્રિસ્તના રક્ત પર વિશ્વાસ કરે છે અને કહે છે કે ઈસુ ખ્રિસ્ત જ પ્રભુ છે અને ઈશ્વરનો પુત્ર છે પરંતુ તેઓ હજી પાપી છે. તેઓ વિચારે છે કે ઈસુ પર ઉદ્ધારકના રૂપમાં વિશ્વાસ કરવા દ્વારા તેઓ બચી જશે, પછી ભલે તેઓના હૃદયમાં પાપ હોય.
આ પ્રકારની આસ્થા સાચી આસ્થા નથી. ફક્ત આ પ્રકારની આસ્થા તેઓને નવો જન્મ પામવામાં મદદ કરી શકતી નથી. ફક્ત ઈસુનું બાપ્તિસ્મા અને રક્ત આપણને ન્યાયી બનાવે છે.
તો પછી નિર્ગમન અધ્યાય ૧૨નો વાસ્તવમાં શો અર્થ છે? મેં બાઈબલની અંદર જોયું એન વિચાર્યું, ‘શું ફક્ત ઈસુના રક્ત પર વિશ્વાસ કરવો ઉચિત છે જ્યારે તેના બાપ્તિસ્માની ઉપેક્ષા કરવામાં આવે?’ મેં નિર્ગમનને વાંચવાનું સમાપ્ત કર્યું તે પહેલા, મેં આ હકીકતને શોધી કાઢી કે ઉદ્ધાર ફક્ત ઈસુના રક્તથી નથી પણ તેના બાપ્તિસ્મા સાથે છે. મેને નિશ્ચય હતો કે આપણા હૃદયની સુન્નત ઈસુના બાપ્તિસ્માની સાથે સાથે વધસ્તંભ પરના તેના રક્તના કારણે પણ હતી.
શા માટે મોટાભાગના ખ્રિસ્તીઓ હજી પણ પાપી છે?
કેમ કે તેઓ ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ કરતા નથી.
નિર્ગમન ૧૨:૪૭-૪૯માં મેં વાસ્તવિકતાને ઓળખી કે પાસ્ખાના હલવાનનું માંસ ખાતા પૂર્વે તેઓની સુન્નત કરવામાં આવતી હતી. તે કારણે ઈશ્વરે વચન ૪૯માં કહ્યું, ‘દેશમાં જન્મેલાને માટે તથા તમારામાં પ્રવાસ કરનાર પરદેશીને માટે એક જ નિયમ હોય’.
તેથી, જેઓની સુન્નત થઇ નથી તેઓ પાસ્ખા બલિદાનનું માંસ ખાઈ શકતા નહોતા. આ તે સત્ય છે જે મેં મેળવ્યું. તેજ રીતે, જ્યારે આપણે ઈસુ પર આપણા ઉદ્ધારકના રૂપમાં વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણે પહેલા આ સત્યને સ્વીકારવું જોઈએ કે ઈસુએ યર્દન નદીમાં પોતાના બાપ્તિસ્મા દ્વારા આપણા સઘળા પાપોને પોતાની ઉપર લઈ લીધા. અને ત્યારબાદ આ સત્યને સ્વીકારવું જોઈએ કે ઈસુ ખ્રિસ્ત આપણા આ પાપોને માટે વધસ્તંભ પર મર્યો.
જયારે મને ભાન થયું કે ઈસુએ પોતાના બાપ્તિસ્મા દ્વારા આપણા સઘળા પાપોને પોતાની ઉપર લઈ લીધા હતા તેના કારણે તે વધસ્તંભ પર તેનો ન્યાય થયો ત્યારે મને આત્મિક સુન્નતનું પણ ભાન થયું જે આપણને જગતના સઘળા પાપોથી બચાવે છે.
તેજ ક્ષણે મને ભાન થયું કે મારા સઘળા પાપો મારા હૃદયમાંથી ચાલ્યા ગયા છે. મારું હૃદય બરફ જેવું શ્વેત થઈ ગયું છે અને અંતમાં મેં મારા હૃદયમાં પાણી, રક્ત અને આત્માની સુવાર્તાનો સ્વીકાર કર્યો.
મને ભાન થયું કે બે બાબતો છે જે આપણને બચાવે છે, જુના કરારમાં સુન્નત અને હલવાનનું રક્ત અને નવા કરારમાં ઈસુનું બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના રક્ત દ્વારા સઘળા પાપોનું તેના ઉપર નંખાવું. જુના કરારમાં સુન્નત અને નવા કરારમાં બાપ્તિસ્મા વાસ્તવમાં એક સમાન જ છે.
ઈસુ ખ્રિસ્તનો ન્યાય થયો, એટલા માટે નહિ કે તેણે કોઈ પાપ કર્યું હતું પણ પોતાના બાપ્તિસ્મા દ્વારા તેણે જગતનાં સઘળા પાપો પોતાની ઉપર લઈ લીધા હતા. જે લોકો વિશ્વાસ કરે છે કે યોહાન બાપ્તિસ્ત જે મનુષ્યજાતિનો પ્રતિનિધિ હતો તેણે ઈસુને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું અને તેના દ્વારા જગતના સઘળા પાપો તેના ઉપર નાખી દીધા, તેઓ ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના રક્તમાં પણ વિશ્વાસ કરે છે.
કેમ ઘણાં બધાં લોકો તેના બાપ્તિસ્માનો નકાર કરે છે જ્યારે બાઈબલમાં વારંવાર તેની વ્યાખ્યા કરવામાં આવી છે? તેનો નકાર કરવા દ્વારા તેઓ હજી પાપી છે. ભલે તેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે, પણ તેઓ હજી ઈશ્વરથી અલગ છે. તેઓ ઈસુ પર વિશ્વાસ કરવા છતાં પણ નરકમાં જશે.
તેઓ ઈસુ પર વિશ્વાસ કરવા છતાં પાપી હોઈ શકે છે? કેમ તેઓ પાપી જેવા રહે છે? કેમ તેઓ બરબાદી તરફ જી રહ્યાં છે? આ ખુબજ દુઃખદ સ્થિતિ છે. તેઓ નિરંતર પાપ કરે છે કેમ કે તેઓ વિશ્વાસ નથી કરતા કે જગતના સઘળા પાપો ઈસુ ખ્રિસ્ત પર નાખી દેવામાં આવ્યા છે, જે પોતાના આત્મિક બાપ્તિસ્મા દ્વારા અનંત ઉદ્ધાર લાવ્યો.
લોકો વિચારે છે કે ઈસુના રક્ત પર વિશ્વાસ કરવા દ્વારા તેઓ બચી જશે, પરંતુ આ પ્રકારનો વિશ્વાસ તેઓને પૂર્ણ નથી બનાવતો. કેમ? કેમ કે તેઓ પોતાના પાપો ઈસુને સોપવામાં નિષ્ફળ ગયા છે.
આપણે ફક્ત પાણી (ખ્રિસ્તનું બાપ્તીસ્માં) અને તેના રક્તમાં વિશ્વાસ કરવા દ્વારા જ બચી શકીએ છીએ. આ જ એક માર્ગ જે જે ઈશ્વરે આપણને આપ્યો છે: ઉદ્ધારની આત્મિક સુન્નત. ત્યારે અને ફક્ત ત્યારે જ આપણે ઈશ્વરના સાચા સંતાન બની શકીએ છીએ.
આપણે ખુદને પૂછીએ. ‘જો આપણે આત્મિક સુન્નતના રૂપમાં ફક્ત ઈસુના રક્ત પર વિશ્વાસ કરીએ તો શું આપણે આપણા પાપોને સંપૂર્ણ પાને ધોઈ શકીએ છીએ? ઉત્તર મેળવવા માટે આપણે આપણા હૃદયના ઊંડાણમાં ડોકિયું કરવું પડશે.
જુના કરારમાં, લોકો સુન્નત અને પાસ્ખાના હલવાનના રક્ત દ્વારા બચ્યાં હતા, જેમ આપણે ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત દ્વારા ઉદ્ધાર પ્રાપ્ત કરીએ છીએ. આ રીતે આપણે ઈશ્વરના ન્યાયથી અને આ પાપી સંસારથી બચી જઈએ છીએ. જેઓ વિશ્વાસ કેરે છે તેઓ ઈશ્વરની સંતાન બની જાય છે અને ઈશ્વર તેઓનો પિતા બની જાય છે.
બે વાતો પર વિશ્વાસ કરવા દ્વારા વ્યક્તિ બચી જાય છે અને ઈશ્વરનો બની જાય છે: પહેલું, સુન્નત અને પાસ્ખાની બલિનું રક્ત અને બીજું, ઈસુનું બાપ્તિસ્મા અને તેના રક્ત દ્વારા. ઈસુના અનુસાર પાણી, રક્ત, અને આત્માથી નવો જન્મ લેવાની હકીકતનો અર્થ આ જ છે.
બાઈબલમાં દર્શાવવામાં આવેલું પાણી અને આત્માનો છૂટકારો શું છે?
શું ફક્ત ઈસુના રક્ત પર વિશ્વાસ કરવાથી પાપી વ્યક્તિ ન્યાયી બની શકે છે?
ક્યારેય નહિ.
ઈસુ સ્વર્ગનું સિંહાસન છોડીને આ જગતમાં ઉતારી આવ્યો. તેણે ૩૦ વર્ષની ઉમરમાં યોહાન બાપ્તિસ્ત દ્વારા જગતના સઘળા પાપો પોતાની ઉપર લેવા માટે પાણીમાં બાપ્તિસ્મા લીધું.
વધસ્તંભ પર ઈસુનું રક્ત જગતના સર્વ પાપીઓના પાપો માટે પોતાને દોષી ઠરાવવા માટે હતું. ઈસુ ખ્રિસ્ત આ જગતમાં ઉદ્ધારકના રૂપમાં અને સઘળા પાપીઓને તેઓના સર્વ પાપોથી પાણી અને રક્ત દ્વારા બચાવવા આવ્યો.
શું આપણે ફક્ત રક્ત દ્વારા નવો જન્મ લઈ શકીએ છીએ. ના. આપણે ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત દ્વારા આપણા પાપોથી બચીએ છીએ. જેઓ ફક્ત ઈસુના રક્ત પર વિશ્વાસ કરે છે તેઓને હું એક પ્રશ્ન પૂછવા માંગુ છું. ‘શું પાપી માણસ ફક્ત ઈસુના રક્ત પર વિશ્વાસ કરવાથી ન્યાયી બને છે, કે પછી આ ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્ત બંને દ્વારા થાય છે? શું એવો વિશ્વાસ કરવા દ્વારા કે આપણા સર્વ પાપો ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભના રક્ત દ્વારા તેના ઉપર ચાલ્યાં જાય છે કે ફક્ત તેના રક્ત દ્વારા? સત્ય શું છે, હું તમને પૂછું છું?’
પાણી અને આત્માથી વાસ્તવિક નવો જન્મ લેવા માટે આપણે નિમ્નલિખિત વાતોને પૂરી કરાવી પડશે. આપણે વિશ્વાસ કરવાનો છે કે ઈસુ શરીર ધારણ કરીને આ જગતમાં આવ્યા, જેથી તે સ્વયં યર્દન નદીમાં પોતાના બાપ્તિસ્મા દ્વારા જગતના સઘળા પાપો પોતાની ઉપર લઈને આપણા સઘળા પાપો માટે વધસ્તંભ પર દંડ મેળવે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા, તે આપણો સાચો ઉદ્ધારક છે, આ રીતે આપણો વાસ્તવિક નવો જન્મ થઇ શકે છે.
હું તમને ફરીથી પૂછું છું. બાઈબલમાં દર્શાવવામાં આવેલો વિશ્વાસ શું છે? શું આ ઈસુના રક્તમાં વિશ્વાસ છે કે ઈસુના બાપ્તિસ્મા અને રક્ત બંને પરનો વિશ્વાસ?
ઈસુના રક્તમાં વિશ્વાસ કરવો કંઈક એવું છે કે ઈસુને જગતના પાપો માટે સજા મળી અને વધસ્તંભ પર તેને દંડ આપવામાં આવ્યો. તેને છુંદી નાખવામાં આવ્યો અને આપણા પાપો માટે ઘાયલ કરવામાં આવ્યો જેથી આપણે ભયાનક ન્યાયથી બચી જઈએ. પરંતુ આ પૂર્ણ સત્ય નથી. આ સિદ્ધાંત પર વિશ્વાસ કરતા પહેલા, આપણે આ સમસ્યાનું સમાધાન કરવું પડશે. ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર કેમ ચઢાવ્યા?
બાઈબલ સ્પષ્ટ બતાવે છે કે પાપનો મૂસરો મરણ છે. આ જગતમાં ઈસુએ કોઈ પણ પાપ કર્યું નહોતું. તે માનવ દેહમાં મનુષ્યના રૂપમાં કુંવારી મરિયમથી જન્મ્યો. પણ તે અભિવ્યક્તિ સ્વરૂપમાં પોતાના લોકો માટે પવિત્ર ઈશ્વરના પુત્રના રૂપમાં અને પાપીઓનો ઉદ્ધારક બનીને જગતમાં આવ્યો. એટલા માટે તેણે વધસ્તંભ પર પોતાના મૃત્યુ પહેલા યોહાન બાપ્તિસ્ત દ્વારા બાપ્તિસ્મા લીધું. જ્યારે તેનું બાપ્તિસ્મા થયું ત્યારે તેણે આપણા સઘળા પાપો પોતાની ઉપર લઈ લીધા. આ પ્રમાણે બાપ્તિસ્મા વગર અને વધસ્તંભ પર લહૂ વહાવ્યા વગર તેને દંડ આપી શકાતો નહોતો.
જુના કરારમાં બલીપ્રથા
જુના કરારમાં બલી અર્પણ કરવા માટેની અનિવાર્ય શરત કઈ હતી?
(૧) એક નિર્દોષ જીવિત પશુ
(૨) તેના ઉપર હાથ મૂકવા
(૩) તેનું રક્ત
આવો આપણે આ હકીકતને જોઈએ જે પવિત્ર મુલાકાતમંડપની બલીપ્રથામાં હતી. જુના કરારમાં, એક પાપી અથવા મહાયાજક બલીના ઘેટાં અથવા બકરાનાં માથા પર પોતાના હાથો રાખવા દ્વારા પોતાના અથવા ઇસ્રાએલના પાપોને તેના માથા પર નાખતા હતા. ત્યારેજ બલીપશુને મારવામાં આવતું અને વેદી આગળ અર્પણ કરવામાં આવતું હતું. જુનો કરાર તો નવા કરારનું પૂર્વગામી હતું, અને ઈસુ ખ્રિસ્ત બલીનું હલવાન જેને ઈશ્વરે મોકલવાની પ્રતિજ્ઞા કરી હતી.
તમે તમારા પાપો ઈસુ પર ક્યારે નાખ્યાં? મારી ઈચ્છા છે કે તમે આ પ્રશ્ન વિષે વિચારો. જુના કરારમાં ઇસ્રાએલી લોકો બલીપશુના માથા પર હાથ મૂક્યા વગર બલિદાન નહોતા ચઢાવતા (બલીપશુના માથા પર હાથ મૂકવાનો અર્થ છે કે બલીપશુ પર પાપો નાખવા). પાપબલીને વેદી સામે લાવતા પહેલા, હાથોને બલીપશુ ઉપર રાખવા એ પાપોને પારિત કરવાનું સ્થાન લેતા હતા.
‘અને તે દહનીયાર્પણના માથા પર પોતાનો હાથ મૂકે, અને પ્રાયશ્ચિત કરવા તે તેને માટે માન્ય થશે’ (લેવીય ૧:૪). આ લેવીના પુસ્તકમાં લખ્યું છે કે સર્વ બલિદાનો ઉપર હાથો રાખવા જરૂરી હતું. બલીના માથા પર હાથ રાખવાં દ્વારા ઇસ્રાએલી લોકો પોતાના પાપોને તેના ઉપર નાખતાં હતા, અને વિશ્વાસ સાથે તેના રક્ત અને માંસને ઈશ્વર આગળ ચઢાવવા દ્વારા તેઓ પોતાના પાપોથી બચી જતા હતા. જુના કરારમાં ઇસ્રાએલીઓ પણ વિશ્વાસથી બચી ગયા હતા.
જ્યારે એક દહાનાર્પણને ઈશ્વાઈ સમક્ષ લાવવામાં આવતું હતું, અને પાપી પોતાના હાથને તેની ઉપર રાખતી હતો ત્યારે તેના પાપ તેની ઉપર પારિત થતા હતા. ત્યારે બલીપશુને બલિદાન કરવામાં આવતું હતું. તેના રક્તને વેદીની ચારે બાજુ શીંગો પર છાંટવામાં આવતું હતું અને જે વધતું હતું તેને વેદી નીચે જમીન પર ઢોળવામાં આવતું હતું. આ પ્રમાણે પાપી પોતાના પાપોથી બચી જતા હતા.
નવા કરારમાં પાપી પોતાના પાપોથી વિશ્વાસના કારણે બચી સકે છે જે પાણી અને ઈસુના રક્ત પર વિશ્વાસ કરવાથી થાય છે. યોહાન ૫:૧-૧૦ કહે છે કે એક પાપી જ્યારે ઈસુના બાપ્તિસ્મા અને હલવાનનાં રક્તમાં(વધસ્તંભ પર) વિશ્વાસ કરે છે ત્યારે તે બચી જાય છે.
તેથી કોઈપણ પાપી બચી શકે છે જ્યારે તે ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના રક્ત બંનેમાં વિશ્વાસ કરે છે. તે ઈસુના બાપ્તીસ્માં અને તેના રક્ત, બંને પવિત્ર આત્મા સાથે પાણી અને આત્માથી અવશ્ય નવો જન્મ પામશે.
વહાલાંઓ, શું તમે ફક્ત ઈસુના રક્ત પર વિશ્વાસ કરવા દ્વારા બચી શકો છો? જે લોકો એવું વિચારે છે કે તેઓ ફક્ત વધસ્તંભના રક્ત પર વિશ્વાસ કરવા દ્વારા નવો જન્મ પામી શકે છે, તેઓના હૃદયમાં હજી પણ પાપ છે. આપણે ઈસુનું બાપ્તિસ્મા જે નવા કરારમાં આત્મિક સુન્નત છે, તેના પર વિશ્વાસ કરવા દ્વારા સઘળા પાપોથી બચી શકીએ છીએ, જે જુના કરામમાં વર્ણિત સુન્નત સમાન છે.
સર્વ સંપ્રદાયોના પોતાના વિશ્વાસ છે. આપણે જાણીએ છીએ કે આ સઘળા લોકોનું નરકમાં જવું નિશ્ચિત છે, નહીંતર તેઓ તેમના ખોટા વિશ્વાસમાં હંમેશને માટે છોડી દેવામાં આવશે. પ્રીસબીટેરીયન મંડળી પ્રારબ્ધના સિદ્ધાંત પર મહત્વ આપે છે; મેથોડીસ્ટ મંડળી આર્મેનીયસના સિદ્ધાંત પર, અર્થાત બીજા શબ્દોમાં કહીએ તો માનવવાદ પર; બાપ્તિસ્ત મંડળી, બાપ્તિસ્મા પર; અને હોલીનેસ પન્દલી, પવિત્ર જીવન પર; તેઓ સાચા વચનની સત્યતાથી અલગ અલગ દિશામાં જઈ રહ્યાં છે.
પણ નવો જન્મ પામવા માટે બાઈબલમાં વચનની સત્યતા શું કહે છે? બાઈબલ કહે છે કે સત્યતા ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તમાં મળે છે. જે કોઈ વિશ્વાસ કરે છે અને ઈશ્વરના વચનનું પાલન કરે છે, અને પાણી અને આત્માથી નવા જન્મમાં વિશ્વાસ કરે છે તેઓ અવશ્ય ઉદ્ધાર પામશે.
ઈસુના બાપ્તિસ્માનું રહસ્ય શું છે?
નવા કરારમાં આત્મિક સુન્નત શું છે?
ઈસુનું બાપ્તિસ્મા
ઈસુનું બાપ્તિસ્મા જ આત્મિક સુન્નત છે. જુના કરારમાં, ઈશ્વર કહે છે કે જે કોઈ બેસુન્નત છે તેને તેનાં લોકોમાંથી નાશ કરવામાં આવે.
આપણે જાણીએ અને વિશ્વાસ કરીએ છીએ કે નવા કરારમાં આત્મિક સુન્નત નિશ્ચિત રૂપે ઈસુનું બાપ્તિસ્મા છે. કેમ કે યોહાન બાપ્તિસ્ત દ્વારા ઈસુ ખ્રિસ્તનું બાપ્તિસ્મા તેની જાહેર સેવાઓની શુરુઆત હતી. આપણે તેના બાપ્તિસ્મા પર વિશ્વાસ કરવા દ્વારા આપણી આત્મિક સુન્નત કરી શકીએ છીએ. આપણે આ કારણોનું ધ્યાનપૂર્વક વિચાર કરીએ છીએ કે શા માટે ઈસુએ યોહાન બાપ્તિસ્તથી બાપ્તિસ્મા લીધું.
‘ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવા માટે ગાલીલથી યર્દન [નદીએ] તેની પાસે આવ્યા. પણ યોહાને તેમને વારતાં કહ્યું, “તમારાથી મારે બાપ્તિસ્મા પામવું જોઈએ, ને શું તમે મારી પાસે આવો છો?” પણ ઈસુએ તેને ઉત્તર આપ્યો, “હમણાં એમ થવા દે; કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણ માટે ઘટિત છે’ (માથ્થી ૩:૧૩-૧૫).
ઈસુનું બાપ્તિસ્મા યોહન બાપ્તિસ્ત દ્વારા યર્દન નદીમાં અર્થાત ‘મૃત્યુની નદી’ માં થયું હતું. યોહાને ઈસુના માથા પર પોતાના હાથને રાખ્યાં અને તેને સંપૂર્ણ પણે પાણીમાં ડુબાડી દિશા. આ બાપ્તિસ્મા આપવાની સાચી રીત છે (બાપ્તિસ્મા: સંપૂર્ણ પણે પાણીમાં ડૂબાડી દેવું). આ પ્રમાણે ઈસુએ જગતના સઘળા પાપોને પોતાની ઉપર લઈ લીધા, તેણે તેવી રીતે જ બાપ્તિસ્મા લીધું જેમ જુના કરારમાં બલીપશુ પર હાથ રાખાવાનો સંદર્ભ આપવામાં આવ્યો છે.
જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે તેઓ માટે ઈસુનું બાપ્તિસ્મા આત્મિક સુન્નત છે. ‘કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણા માટે ઘટારત છે’ (માથી ૩:૧૫). ઈસુએ જગતના સર્વ પાપો પોતાની ઉપર લઈ લીધા અને આપણો ઈશ્વર અને ઉદ્ધારક બન્યો એ ઉચિત હતું. તેથી તે ઉચિત હતું, જેમ લખવામાં આવ્યું છે કે તે આપણા સઘળા પાપોને પોતાને માથે લઈને વધસ્તંભ પર મર્યો. ઈસુના બાપ્તિસ્મામાં સઘળા પાપીઓને નવો જન્મ પામવા યોગ્ય બનાવવાની સામર્થ છે અને આ જ પાણી અને આત્માની સુવાર્તાનું રહસ્ય છે.
પહેલી વાત કે ઈસુએ પોતાની જાહેર સેવામાં સર્વ પાપીઓને તેમના પાપોથી યોહાન બાપ્તિસ્ત દ્વારા બાપ્તિસ્મા લેવા દ્વારા બચાવ્યા. બાપ્તિસ્માનો અર્થ છે, ;ધોઈ નાખવું, મરી જવું, સોંપી દેવું.’
બાપ્તિસ્મા લેવા માટે ઈશ્વર દ્વારા જે રીતની માંગ કરાઈ હતી; તેમ ઈસુએ પોતે જગતના સઘળા પાપો પોતાની ઉપર લઈ લીધા. ‘જુઓ, ઈશ્વરનું હલવાન, જે જગતનું પાપ દૂર કરે છે’ (યોહાન ૧:૨૯). ઈસુના બાપ્તિસ્માનો અર્થ છે કે જગતના સઘળા લોકો જે તેની ઉપર વિશ્વાસ કરે છે તેઓની આત્મિક સુન્નત થઈ જાય છે.
થોડાં સમય પછી, તે ઈશ્વરના હલવાનના રૂપમાં વધસ્તંભ પર ચઢાવવામાં આવ્યો જેણે જગતના સઘળા પાપોને પોતાની ઉપર લઈ લીધા અને સર્વ પાપીઓના બદલામાં ન્યાયનો સ્વીકાર કર્યો. આ પ્રકારે તેણે આખી મનુષ્યજાતિને પાપથી બચાવી લીધી.
તેથી જે કોઈ ઈસુના બાપ્તિસ્મા, જુના કરારની સુન્નત, અને વધસ્તંભ પર તેના રક્તરક્ત દ્વારા સર્વ પાપીઓને બચાવી લીધા. આ જ આત્મિક સુન્નતની સચ્ચાઈ છે.
શું ઉદ્ધાર ફક્ત રક્ત દ્વારા છે? ના. એવું નથી
ઈસુ જગતમાં કોના દ્વારા આવ્યાં?
પાણી અને રક્ત દ્વારા
૧ યોહાન ૫:૪-૮ કહે છે, “કેમ કે જે કોઈ ઈશ્વરથી જન્મેલું છે તે જગતને જીતે છે. અને જે જયે જગતને જીત્યું છે તે આપણો વિશ્વાસ છે. જે વિશ્વાસ કરે છે કે ઈસુ ઈશ્વરના પુત્ર છે તે વગર બીજો કોણ જગતને જીતે છે? પાણીથી તથા રક્તથી જે આવ્યા, તે એ છે એટલે ઈસુ ખ્રિસ્ત. અને તે માત્ર પાણીથી નહિ પણ પાણી તથા રક્તથી આવ્યા. જે સાક્ષી પૂરે છે તે આત્મા છે, કેમ કે આત્મા સત્ય છે. કેમ કે સાક્ષી પૂરનાર ત્રણ છે, એટલે આત્મા, પાણી તથા રક્ત; અને એ ત્રણેની સાક્ષી એકસરખી છે”.
વહાલાં ખ્રિસ્તીઓ, તમારા ઉદ્ધારકના રૂપમાં તમારી પાસે તેના માટે શું સાક્ષી છે? આ બીજું કંઈ નથી પણ ઈશ્વરના પુત્ર પરનો વિશ્વાસ જ છે જે પાણી અને રક્ત દ્વારા આવ્યો.
જગતને જીતવા માટેનો જય શું છે? આ પાણી અને આત્મામાં વિશ્વાસની સામર્થ છે. આ ઈસુ ખ્રિસ્ત છે જે પાણી અને રક્ત દ્વારા આવ્યો. અને તે આત્મા છે જે સાક્ષી આપે છે, કેમ કે આત્મા સત્ય છે.
અહિયાં ત્રણ વાતો છે જે પૃથ્વી પર સાક્ષી આપે છે: પાણી, રક્ત અને આત્મા. અને આ ત્રણેય એક જ વાત પર સહમત છે. ઈસુ આ જગતમાં દેહમાં આવ્યો, તેણે બાપ્તિસ્મા લીધું, અને વધસ્તંભ પર મારીને આપણને અનંત દંડથી બચાવ્યા. તેનું પ્રમાણ છે ઈશ્વર, આપણો સૃષ્ટિકર્તા, જે પાણી અને આત્માની સુવાર્તામાં સઘળા પાપીઓ માટે ઉદ્ધારક બની ગયો અને આત્મા છે જે આપણને સર્વને બચાવે છે.
આ આપણા માટે પ્રમાણ છે કે ઈસુ, આ જગતમાં દેહમાં આત્માના રૂપમાં આવ્યો, જેણે યર્દન નદીમાં બાપ્તિસ્મા લઈને આપણા સઘળા પાપોને પોતાની ઉપર લઈ લીધા, અને આપણા અપરાધોના ન્યાય માટે વધસ્તંભ પર પોતાનું રક્ત વહાવ્યું. આ પ્રમાણે તે પાણી અને આત્માની મૂળ સુવાર્તાં છે.
પાણી અને રક્ત શું છે જે ઈશ્વરના ઉદ્ધારની સાક્ષી આપે છે?
જુના કરારમાં દર્શાવવામાં આવેલી સુન્નતનું પ્રતિરૂપ શું છે?
ઈસુનું બાપ્તિસ્મા
પાણી ઈસુ ખ્રિસ્તના બાપ્તિસ્માને દર્શાવે છે. જુના કરારની સુન્નતનું પ્રતિરૂપ નવા કરારમાં ઈસુનું બાપ્તિસ્મા છે. તેનું પ્રમાણ છે કે ઈસુના બાપ્તિસ્મામાં જ જગતના સઘળા પાપોને ઈસુ પર નાંખી દેવામાં આવ્યા.
જે કોઈ પણ આ સચ્ચાઈ પર વિશ્વાસ કરે છે, તે ઈશ્વર સન્મુખ ઉભો રહી શકે છે અને શુદ્ધ મને કહી શકે છે’, ‘પ્રભુ, તમે મારાં ઉદ્ધારક છો કેમ કે હું તમારા પાણી અને રક્તમાં વિશ્વાસ કરું છું, જે પાણી અને આત્માની સુવાર્તા છે. એટલા માટે હું પાપથી મુક્ત છે. હું ઈશ્વરની સંતાન છું અને તમે મારા ઉદ્ધારક છો.’ આપણે સાચા વિશ્વાસ સાથે આ દાવાને ઈમાનદારીથી વ્યક્ત કરવા માટે સક્ષમ છીએ. આપણે આવું કહેવા માટે સક્ષમ છીએ કેમ કે ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તમાં આપણો વિશ્વાસ છે.
તે વચન શું છે જે આપણને નવો જન્મ લેવાની અનુમતિ આપે છે? તે ઈસુ ખ્રિસ્તનું બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેનું રક્ત છે, જે આપણા હૃદયમાં ઉદ્ધારની સાક્ષી આપે છે. આ જ પાણી અને આત્માથી નવો જન્મ લેવાની સુવાર્તા છે.
વહાલાં ખ્રિસ્તીઓ, હું તમને ફરીથી કહું છું, ‘શું એક પાપી ફક્ત ખ્રિસ્તના રક્તમાં વિશ્વાસ કરવા દ્વારા બચી શકો છો?’ ના. ઉદ્ધારની માંગ ફક્ત વધસ્તંભ પર તેના મૃત્યુ પર વિશ્વાસ કરવો નહિ. આતો ફક્ત પાણી અને રક્ત બંનેમાં વિશ્વાસ કરવું છે – પાણી અને આત્માની સુવાર્તા – જેના દ્વારા પાપી નવો જન્મ લઈ શકે. આવો, હવે હું તમને બાઈબલથી બતાવું છું કે કોણ પાણીના વિષે કહે છે અથવા બીજા શબ્દોમાં ઈસુના બાપ્તિસ્માના વિષે.
૧ પિતર ૩:૨૧-૨૨ કહે છે, “એ દ્દષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી, જે શરીરનો મેલ દૂર કરવાથી નહિ, પણ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હ્રદયની માંગણીથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હમણાં તમને પણ તારે છે. દૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને સ્વાધીન કર્યા પછી તે તો આકાશમાં ગયા છે, અને ઈશ્વરની જમણી તરફ [બેઠેલા] છે”.
પિતર સાક્ષી આપે છે કે બાપ્તિસ્મા એક પ્રતિક છે જે આપણને હમણાં તારે છે, અને આ પાપથી છૂટકારાનું પ્રમાણ પણ હતું. ઈસુનું બાપ્તિસ્મા જુના કરારના સુન્નત સમાન છે. જેમ કે ઇસ્રાએલી લોકો જુના કરારના સમયમાં ઈશ્વરના વચન પર વિશ્વાસ કરતા અને સુન્નત કરવા દ્વારા ઈશ્વરની સંતાન બની જતા હતા. તેમ જ નવા કરારમાં ઈસુનું બાપ્તિસ્મા આપણને આપણા સઘળા પાપોથી બચાવે છે. તેથી જુના કરારમાં સુન્નત અને નવા કરારમાં ઈસુનું બાપ્તિસ્મા બંને એક સમાન છે અર્થાત્ એક જ છે.
શું તમે હવે વિશ્વાસ કરો છો કે ઈસુનું બાપ્તિસ્મા ખરેખર સુન્નત સમાન છે? જેમ કે ૧ પિતર ૩:૨૧માં લખ્યું છે, આ પાણી અને બાપ્તિસ્માનું પ્રતિક છે જેનાથી તમારો ઉદ્ધાર થયો છે. શું તમે ઈશ્વરના લખેલા વચનો સાથે તર્ક કરશો?
જો આપણે જેઓ આ જગતમાં રહીએ છીએ તેઓ પાપથી મુક્ત થઈ શકે તો કેવું થશે? આ ફક્ત એટલા માટે છે કેમ કે ઈસુ ખ્રિસ્તે સર્વ ધાર્મિકતાને પૂર્ણ કરવા માટે બાપ્તિસ્મા લીધું હતું જેથી પાપથી આપણને છૂટકારો મળી શકે. માથી ૩:૧૫ કહે છે કે, ‘સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણે ઘટારત છે’.
કેમ કે જગતના સઘળા પાપોને ઈસુ પર નાખવામાં આવ્યા, તેથી તેમાં વિશ્વાસ કરનારા સઘળા લોકો હવે પાપથી મુક્ત થઈ શકે છે. આ સચ્ચાઈને માનીને વિશ્વાસ કરવા દ્વારા આપણે ધર્મી બની ગયા છીએ કેમ કે તેના બાપ્તિસ્મા દ્વારા આપણા સઘળા પાપોને તેની ઉપર નાખવામાં આવ્યાં. ઈસુએ આપણા સઘળા પાપોને પોતાની ઉપર લઈ લીધા અને આપણને સર્વ દંડથી બચાવવા માટે તે વધસ્તંભ પર મર્યો.
વહાલાં મિત્રો, બે વસ્તુઓ છે જે પાપીઓને તેમના પાપોથી બચાવે છે પાણી અને રક્ત. ઈસુનું આપણા પાપોનું પોતાના ઉપર લેવું અને વધસ્તંભ પર તેનું મૃત્યુ. આ બે મુખ્ય વાતો છે ઈસુ ખ્રિસ્તે આપણા માટે આ જગતમાં ૩ વર્ષો સુધી સેવા કરી.
યોહાન ૧:૨૯ કહે છે, “જુઓ, ઈશ્વરનું હલવાન, જે જગતનું પાપ દૂર કરે છે”. ઈસુ ખ્રિસ્તે બાપ્તિસ્મા લેવા દ્વારા જગતના સઘળા પાપો પોતાની ઉપર લીધા હતા અને આપણા અપરાધોના પ્રાયશ્ચિત માટે વધસ્તંભ પર મર્યો. ઈસુ ઈશ્વરનો પુત્ર અને સૃષ્ટિકર્તા છે. તેણે સુન્નતની વાચાને પૂર્ણ કરી જેને ઈશ્વરે જુના કરારમાં જગતના પાપોને દૂર કરવા માટે બનાવી હતી.
જે કોઈ વ્યક્તિ પોતાના હૃદયમાં ઈસુના બાપ્તિસ્માની સુવાર્તા, પાણી અને આત્મમાં વિશ્વાસ કરે છે તેઓ પાણી અને આત્માથી નવો જન્મ પામે છે. અને ઈશ્વર તે સર્વનો ઉદ્ધારક બની જાય છે જેઓ તેના પર વિશ્વાસ કરે છે. પ્રભુનો ધન્યવાદ. હાલેલૂય્યા! ઈસુએ આપણા છૂટકારાને પૂર્ણ કર્યો અને જગતના સઘળા પાપોથી આપણને બચાવ્યાં જેની પ્રતિજ્ઞા ઈશ્વરે કરી હતી.
શરીરનો મેલ દૂર કરવાથી નહિ
શું શરીર સમય જતાં પવિત્ર બને છે?
ના. શરીર નિરંતર મૃત્યુના દિવસ સુધી પાપ કરે છે.
૧ પિતર ૩:૨૧ કહે છે, ‘એ દ્દષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી, જે શરીરનો મેલ દૂર કરવાથી નહિ, પણ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હ્રદયની માંગણીથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હમણાં તમને પણ તારે છે’.
જ્યારે કોઈ ઈસુ ખ્રિસ્ત પર પોતાના ઉદ્ધારકના રૂપમાં વિશ્વાસ કરે છે, તેનો એવો અર્થ નથી કે તે શરીરમાં પાપ કરવાનું બંદ કરી દે છે. આપણે નિરંતર પાપ કરીએ છીએ, પણ ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ કરવા દ્વારા આપણે આપણા સાંસારિક પાપોને ઈસુ પર સોંપીએ છીએ, જેણે વધસ્તંભ પર પોતાના રક્તથી પાપોની કીમત ચૂકવી દીધી. આપણા ઉદ્ધાર માટે આવશ્યક આ બે વાતો પર વિશ્વાસ દ્વારા આપણે આપણા પાપોથી બચી જઈએ છીએ.
નવો જન્મ પામવાનો અર્થ છે, ઈસુને આપણા હૃદયમાં સર્વ મનુષ્યજાતિના ઉદ્ધારકના રૂપમાં સ્વાગત કરવું. આપણા હૃદયમાં પાપોની ક્ષમા પણ પ્રાપ્ત થાય છે. જ્યારે આપણે ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના રક્તમાં વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણા હૃદયનો નવો જન્મ થાય છે પણ આપણે આપણી દેહમાં નિરંતર પાપ અને અપરાધ કરતા રહીએ છીએ. પણ આપણી દેહના સર્વ પાપો પહેલાથી જ ક્ષમા કરવામાં આવ્યા છે.
ઈસુનું બાપ્તિસ્મા તે સર્વ લોકો માટે એક સાક્ષી છે જેઓ બચી ગયા છે. જયારે આપણે ઈસુના બાપ્તિસ્મા દ્વારા પાપ ક્ષમા પર વિશ્વાસ કરીએ છીએ, ત્યારે આપણા સઘળા પાપોથી આપણે અલગ થઈ જઈએ છીએ. જયારે આપણે ઉદ્ધારની સચ્ચાઈ ઈસુના બાપ્તિસ્મા તથા પાણી અને આત્માની સુવાર્તા દ્વારા ન્યાયી થવા માટે આપણા હૃદયમાં ગ્રહણ કરીએ છીએ ત્યારે આપણો નવો જન્મ થાય છે અને આપણે સર્વ પાપોથી અલગ થઈએ છીએ.
જુના કરારમાં ઈબ્રાહીમને જેણે ન્યાયી બનાવ્યો તે આ જ વિશ્વાસ છે, જેના વિષે પ્રેરિત પાઉલે કહ્યું છે, અને આ ઉદ્ધારનું પ્રતિક પણ છે જેની સાક્ષી પિતર આપે છે.
જેમ કે ઈબ્રાહિમે ઈશ્વરના વચનને સાંભળ્યું અને તેમાં વિશ્વાસ કર્યો અને ન્યાયી ઠર્યો, તેમ જયારે આપણે ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેની મૃત્યુમાં વિશ્વાસ કરીએ છીએ ત્યારે બચી જઈએ છીએ.
યોહાન ૧:૧૨ કહે છે, ‘પણ જેટલાંએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલાં તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાંને તેણે ઈશ્વરના છોકરાં થવાનો અધિકાર આપ્યો’. શું તમે ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે, જે આપણને પોતાના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા સઘળા પાપોથી બચાવે છે, તે તમારો ઉદ્ધારક છે? આપણે તે છૂટકારો (ઉદ્ધાર) પ્રાપ્ત કરવો જોઈએ જે ઈશ્વરના પુત્રના પાણી અને રક્ત દ્વારા આપણને આપવામાં આવ્યો છે.
શું છૂટકારો ઈસુના રક્તથી છે? ના. તે ઈસુના પાણી અને રક્ત દ્વારા છે. બાઈબલમાં તે સ્પષ્ટ લખ્યું છે કે છૂટકારો ઈસુના રક્ત દ્વારા નથી. તે તો ઈસુના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા છે.
નવા કરારમાં ઈસુનું બાપ્તિસ્મા આત્મિક સુન્નત છે. આ છૂટકારાની સચ્ચાઈ છે જે આપણા સઘળા પાપોથી આપણને અલગ કરે છે. તેના દ્વારા જગતના પાપોનો ન્યાય કરવાની હકીકત નો અર્થ એ છે કે તમારાં અને મારા પાપો માટે તેને દંડ કરવામાં આવ્યો હતો.
પાપોની માફીની સુવાર્તાને પ્રાપ્ત કરવા દ્વારા, ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તથી, આપણે આપણા સઘળા પાપોના ન્યાયથી મુક્ત થઈ જઈએ છીએ. આપણા વિશ્વાસ ને કારણે આપણે આ જગતમાં જે પાપો કરીએ છીએ તેમાંથી બચી જઈએ છીએ. જ્યારે આપણે ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તને આપણા છૂટકારાના રૂપમાં ગ્રહણ કરીએ છીએ ત્યારે આપણા હૃદયના સઘળા પાપોને સાફ કરવામાં આવે છે. શું તમે વિશ્વાસ કરો છો અને સમજો છો કે આ સત્ય છે? હું નિષ્ઠાપૂર્વક આશા કરું છું કે તમે સર્વ પાણી અને આત્માની સુવાર્તામાં અવશ્ય વિશ્વાસ કરશો. વિશ્વાસ કરો અને અનંત જીવન પ્રાપ્ત કરો.
પાઉલ પ્રેરિત કહે છે, ‘આત્મિક છે તે જ સુન્નત છે’ (રોમન ૨:૨૯). આપણે હૃદયની સુન્નત કેમ કરીએ છીએ? જ્યારે આપણે ઈસુ ખ્રિસ્તનું દેહમાં આ પૃથ્વી પર આવવું, તેના બાપ્તિસ્મા દ્વારા તેણે જગતના સઘળા પાપો પોતાની ઉપર લઈ લીધા, વધસ્તંભ પર આપણા પાપો માટે તેનું મૃત્યુમાં અને તેના મૃત્યુમાંથી પુનરુત્થાન પર વિશ્વાસ કરીએ છીએ, ત્યારે આપણે આત્મિક રીતે પોતાની સુન્નત કરી શકીએ છીએ. પાઉલ પ્રેરિત કહે છે કે આત્મિક એ જ સુન્નત. હૃદયની સુન્નતનો અર્થ ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તમાં વિશ્વાસ કરવો છે. જો તમે તમારા હૃદયની સુન્નત ઈચ્છો છો તો તમારે ઈસુના બાપ્તિસ્મા અને રક્તની સુવાર્તાને હૃદયમાં ગ્રહણ કરવી પડશે. અને ફક્ત ત્યારે જ તમે ખરેખર ઈશ્વરની સંતાન બની શકો છો.
શું યોહાન બાપ્તિસ્ત ઈશ્વર તરફથી આવ્યો હતો?
યોહાન બાપ્તિસ્ત કોણ હતો?
તે સર્વ મનુષ્યજાતિનો પ્રતિનિધિ અને હારૂનના વંશનો છેલ્લો મહાયાજક હતો.
અહિયાં, આપણે પૂછવાની જરૂર છે કે યોહાન બાપ્તિસ્ત કોણ છે જેણે ઈસુ ખ્રિસ્તને બાપ્તિસ્મા આપ્યું. યોહાન બાપ્તિસ્ત સર્વ મનુષ્યજાતિનો પ્રતિનિધિ છે. માથ્થી ૧૧:૧૧-૧૪ કહે છે, “હું તમને ખચીત કહું છું કે, સ્ત્રીઓથી જેટલા જન્મ પામ્યા છે, તેઓમાં યોહાન બાપ્તિસ્ત કરતાં કોઈ મોટો ઉત્પન્ન થયો નથી. તોપણ આકાશના રાજ્યમાં જે નાનો છે તે પણ તેના કરતાં મોટો છે. અને યોહાન બાપ્તિસ્તના વખતથી તે હજી સુધી આકાશના રાજ્ય પર બળજબરી કરાય છે, ને બળજબરી કરનારાઓ બળજબરીથી તે લઈ લે છે. કેમ કે બધા પ્રબોધકોએ તથા નિયમશાસ્ત્રે યોહાન સુધી પ્રબોધ કર્યો છે. અને જો તમે માનવા ચાહો તો એલિયા જે આવનાર છે તે એ જ છે”.
વહાલાં ખ્રિસ્તીઓ, ઈસુ કહે છે કે જે સ્ત્રીઓથી ઉત્પન્ન થયા છે તેમાં કોઇપણ યોહન બાપ્તિસ્તથી મોટો નથી. યોહાન બાપ્તિસ્તના જન્મ સાથે, ઈશ્વરની પ્રથમ વાચાનો યુગ, જુના કરારના યુગનો અંત થયો. આ પૂરું થયું કેમ કે ઈસુ ખ્રિસ્તે ઈશ્વરની વાચાને પૂર્ણ કરી.
તો પછી તે કોણ હતા જેઓએ ઈશ્વરની વાચાને પૂર્ણ કરી? ઈસુ ખ્રિસ્ત અને યોહાન બાપ્તિસ્ત. યોહાન બાપ્તિસ્તે જગતના સઘળા પાપો ઈસુ ખ્રિસ્ત પર નાંખી દીધાં. જુના કરારનો છેલ્લો મહાયાજક કોણ હતો? ઈસુ ખ્રિસ્ત પોતે સાક્ષી આપે છે કે યોહાન બાપ્તિસ્ત સિવાય બીજું કોઈ નહોતું. યોહાન બાપ્તિસ્ત મનુષ્યજાતિનો પ્રતિનિધિ હતો, જેઓ સ્ત્રીથી જન્મ્યાં હતા તેઓમાં સૌથી મોટો હતો.
આવો, જે સત્ય આપણી પાસે છે તેના પર આપણે વિચાર કરીએ. મૂસા, ઈબ્રાહીમ, ઈસહાક, અને યાકૂબ આ સર્વ સ્ત્રીથી જન્મ્યાં હતા. પરંતુ જુના કરાર અને નવા કરારમાં લોકો વચ્ચે, સ્ત્રીઓથી જન્મ્યાં તેમાં સૌથી મોટો કોણ છે? તે યોહાન બાપ્તિસ્ત હતો.
યોહાન બાપ્તિસ્ત, જુના કરારનો છેલ્લો પ્રબોધક છે અને હારૂનનો વંશજ છે જેણે નવા કરારમાં ઈશ્વરના હલવાનને બાપ્તિસ્મા આપ્યું. ઠીક તેવી રીતે જેમ હારૂન જુના કરારમાં પ્રાયશ્ચિતના દિવસે બલીપશું ઉપર હાથો રાખતો હતો. તેને ઈસુ ખ્રિસ્તને બાપ્તિસ્મા આપ્યું અને જગતના સઘળા પાપો ઈસુ પર નાંખી દીધા. તે ઈશ્વરનો એક સેવક હતો. ઈસુ ખ્રિસ્તને બાપ્તિસ્મા આપવાં દ્વારા તેણે સર્વ મનુષ્યજાતિના હૃદયમાં આત્મિક સુન્નત પૂર્ણ કરી.
ઈસુના બાપ્તિસ્મા સાથે-સાથે આપણે તેના રક્તમાં સાક્ષીના રૂપમાં વિશ્વાસ કરવો જરૂરી છે. ઈસુ ખ્રિસ્તે પોતાના બાપ્તિસ્મા દ્વારા જગતના સઘળા પાપોને પોતાની ઉપર લઇ લીધા અને તેના માટે વધસ્તંભ પર દંડ પ્રાપ્ત કર્યો. અને આપણે ફક્ત એક કામ કરવાનું છે આપણે તેમાં સંપૂર્ણપણે વિશ્વાસ કરીએ. આ ઈશ્વરની ઈચ્છા છે કે આપણે તેના પર વિશ્વાસ કરીએ જે ઈસુએ આપણા માટે કર્યું છે.
એકવાર તમે પાણી અને આત્માથી નવો જન્મ પ્રાપ્ત કરવાની સુવાર્તાને તમારા હૃદયમાં ગ્રહણ કરો છો ત્યારે તમે ઈબ્રાહીમ અને ઈશ્વરની સંતાન બની શકો છો. અહીંયા ખુબજ થોડા લોકો છે જેઓ ઈસુમાં છે જયારે ખુબજ વધારે લોકો એવાં છે જેઓએ પોતાનાં હૃદયમાં હજી ગ્રહણ કર્યું નથી.
લગભગ દિવસ સમાપ્ત થવા પર છે અને કાળી રાત આવવાની છે. ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ કરો અને તેનું રક્ત તમારા આત્મિક છૂટકારા સાથે તમને આશીર્વાદિત કરશે.
હંમેશા સ્મરણ રાખો કે આત્મિક અભિષેક ત્યારે થાય છે જ્યારે તમે છૂટકારાની સુવાર્તા, ઈસુનું બાપ્તિસ્મા અને તેના રક્તમાં વિશ્વાસ કરો છો. હું તમારી પાસેથી જાણવાં માંગું છું કે શું તમે બુદ્ધિમાન કુમારીઓની જેમ ઈસુના બાપ્તિસ્માની સુવાર્તા અને તેના રક્ત પર વિશ્વાસ કરવા દ્વારા આત્મિક મશાલ (મંડળી) અને તેલ (આત્મા) લઈને તૈયાર છો (માથ્થી ૨૫:૮). જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે તેઓ પોતાના હૃદયમાં આત્માની સાથે મંડળીમાં જાય છે.
ઈસુએ કોના માટે બાપ્તિસ્મા લીધું?
કયા કારણથી ઈસુએ બાપ્તિસ્મા લીધું હતું?
મનુષ્યજાતિના સઘળા પાપોને ધોવા માટે.
“પણ યોહાને તેમને વારતાં કહ્યું, “તમારાથી મારે બાપ્તિસ્મા પામવું જોઈએ, ને શું તમે મારી પાસે આવો છો?” પણ ઈસુએ તેને ઉત્તર આપ્યો, “હમણાં એમ થવા દે; કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણ માટે ઘટિત છે.” ત્યારે તેણે તેમને બાપ્તિસ્મા પામવા દીધું” (માથ્થી ૩:૧૪-૧૫).
ઈસુએ મનુષ્યજાતિના સઘળા પાપો ધોવા માટે બાપ્તિસ્મા લીધું. ઈસુ ઈશ્વરનો પુત્ર અને આપણો ઉદ્ધારક છે. તે સૃષ્ટિકર્તા છે જેણે આપણી સૃષ્ટિ કરી છે. ઈસુ ખ્રિસ્ત આ જગતમાં ઈશ્વરની ઈચ્છાથી આપણને તેની સંતાન બનાવવા માટે આવ્યો.
જુના કરારમાં સર્વ પ્રબોધકોએ કોના વિષે કહ્યું છે? તેઓએ ઈસુ ખ્રિસ્ત વિષે કહ્યું. જુના કરારના સર્વ પ્રબોધકોએ ઈસુ માટે કહ્યું કે તે આ જગતમાં આપણા સર્વ પાપોને પોતાની ઉપર લેવા માટે અને હંમેશા માટે આપણને પાપથી સ્વતંત્ર કરવા માટે આવશે.
જેમ જુના કરારમાં ભવિષ્યવાણી કરવામાં આવી હતી તેમ ઈસુ આ જગતમાં આદમ અને હવાથી લઈને પૃથ્વીના અંતિમ વ્યક્તિ સુધી સઘળા પાપો દૂર કરવા માટે આવશે.
હવે, તમે ઈસુ ખ્રિસ્તના બાપ્તિસ્મા અને તેના રક્તથી તમારા હૃદયમાં છૂટકારો મેળવો. શું હજી પણ તમને સંદેહ છે કે આ જ સચ્ચાઈ છે? ‘હમણાં એમ થવા દે; કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણા માટે ઘટિત છે,’ યોહાન બાપ્તિસ્તે સર્વ ન્યાયીપણું પૂરું કરવા માટે ઈસુને બાપ્તિસ્મા આપ્યું.
‘બાપ્તિસ્મા’ શબ્દનો અર્થ છે, ‘ધોઈ નાખવું’. જેમ જુના કરારમાં માથા પર હાથ રાખવાની રીત બતાવવામાં આવી છે તેવી જ રીતે ઈસુએ યોહાન બાપ્તિસ્ત દ્વારા બાપ્તિસ્મા લીધું.
તે ઉપરાંત તેણે યર્દન નદીમાં પોતાને ડૂબાડીને મનુષ્યજાતિના સઘળા પાપોને પોતાની ઉપર લઈ લીધા. આ નદી પાપી માટે મૃત્યુ અને ન્યાયનું પ્રતિક છે. ખ્રિસ્તની પાણીમાં લગાવવામાં આવેલી ડૂબકી એ વધસ્તંભ પર તેનાં મૃત્યુને દર્શાવે છે. પાણી માંથી બહાર આવવું તેના પુનરુત્થાનનું પ્રતિક છે. ઈસુ વધસ્તંભના મૃત્યુ પછી ત્રીજા દિવસે પુનરુત્થાન પામ્યો.
ઈસુ આપણો ઉદ્ધારક ઈશ્વર છે. હકીકત એ છે કે ઈસુએ આ સંસારમાં બાપ્તિસ્મા લીધું, વધસ્તંભ પર રક્ત વહેવડાવીને માર્યો, ત્રીજા દિવસે પુનરુત્થાન પામ્યો અને અત્યારે ઈશ્વરના જમાને હાથે બિરાજમાન છે. આ સ્પષ્ટ પ્રમાણ છે કે તેણે સંપૂર્ણ મનુષ્યજાતિને મૃત્યુથી બચાવી. શું તમે આ સત્ય પર ઈમાનદારીથી વિશ્વાસ કરો છો?
ઈસુનું બાપ્તિસ્મા નવા કરારની આત્મિક સુન્નત છે. ‘આત્મિક છે તે જ સુન્નત છે’. હૃદયનું બાપ્તિસ્મા ત્યારે પૂરું થાય છે જયારે આપણે ઈસુના બાપ્તિસ્મા અને તેના ઉપર આપણા સંપૂર્ણ પાપો સોંપી દેવાની સત્યતા પર વિશ્વાસ કરીએ છીએ. હૃદયની સુન્નત ઈસુના બાપ્તિસ્માની ઓળખ છે. જ્યાંથી આપણે સઘળા પાપોને ઈસુ પર સોંપી દઈએ છીએ.
શું તમારા હૃદયની સુન્નત થઇ છે? જો તમે હૃદયની સુન્નત પર વિશ્વાસ કરો છો તો તમારા પાપ સદાય માટે એકજ વારમાં ધોવાઈ જશે. આ ઉદ્દેશ્યની પૂરતી માટે ઈસુ ખ્રિસ્તે સર્વ ન્યાયીપાણાને પૂરું કરીને સઘળા પાપો માટે ઉદ્ધાર નિશ્ચિત કરે છે.
વહાલાં ખ્રિસ્તીઓ, ઉદ્ધારના આ પ્રમાણને તમારાં હૃદય અને વિચારોમાં ગ્રહણ કરો, આ સત્યતા છે. એકવાર જ્યારે તમે ઈસુના ઉદ્ધારને તમારા હૃદયમાં ગ્રહણ કરશો, ત્યારે તમે તમારાં સઘળા પાપોથી મુક્ત થઈ જશો. ‘પણ જેટલાંએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલાં તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાંને તેણે ઈશ્વરના છોકરાં થવાનો અધિકાર આપ્યો’ (યોહાન ૧:૧૨).
શું તમે જાણો છો, શા માટે ઈસુએ આ જગતમાં બાપ્તિસ્મા લીધું? શું તમે હવે તેમાં વિશ્વાસ કરો છો? મનુષ્યજાતિના સઘળા પાપોને પોતાની ઉપર લેવા માટે ઈસુએ બાપ્તિસ્મા લીધું. આ સુન્નતનું બાપ્તિસ્મા હતું. ઈસુનું બાપ્તિસ્મા આપણને આત્મિક સુન્નત પૂરી પાડે છે. એટલા માટે પ્રેરિત પાઉલ આપણને હૃદયની સુન્નત કરવા માટે કહે છે. ઈસુએ પોતાના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા આપણને સ્પષ્ટ રીતે બચાવી લીધા છે કેમ કે આપણી પાસે કોઈ વિકલ્પ નથી. એટલા માટે પૂરા હૃદયથી તેમાં વિશ્વાસ કરો. આપણે ઈશ્વરના વચનોને જે આપણા હૃદયમાં છે તેને ‘હા, આમીન’ કહેવું જોઈએ. શું આ સાચું નથી? શું તમે તેમાં વિશ્વાસ કરો છો?
શું તમે આ સત્યતાને તમારા હૃદયમાં સ્વીકાર કરો છો?
ઈસુની આરાધના કરતા પહેલાં આપણે શું કરવું જોઈએ?
આપણે પાણી અને રક્તની સત્યતાને હૃદયમાં સ્વીકાર કરવું જોઈએ.
આ સંસારમાં ઈસુ આવ્યો તેને લગભગ ૨૦૦૦ વર્ષો થઇ ચુક્યા છે. આ દિવસોમાં અને ઈશ્વરની કૃપાના યુગમાં ઈસુની પાણી અને રક્તની સત્યતાને આપણા હૃદયમાં સ્વીકાર કરવા સિવાય આપણે કશું જ નથી કરવાનું.
‘આત્મિક છે તે જ સુન્નત છે’. આપણા હૃદયની સુન્નત વિશ્વાસ કરવા દ્વારા થઇ ગઈ છે. આપણે ફક્ત વિશ્વાસથી બચાવવામાં આવ્યા છે. જુના કરારમાં ઇસ્રએલી લોકો સુન્નત અને પાસ્ખાના રક્તથી બચાવવામાં આવ્યા હતા. તેના માટે હાલવાનના રક્તને તેઓ પોતાના ઘરોની બારસાખ ઉપર બંને બાજુએ લગાવતા હતા.
જે કોઈ ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત પર વિશ્વાસ કરે તેઓ ઈશ્વરના ન્યાયથી નહિ દરે કેમ કે તેઓ તેનાથી પાર થઈ ચુક્યા છે. પરંતુ જેઓએ પોતાના હૃદયમાં આ સત્યતાનો સ્વીકાર નથી કર્યો તેઓ ઉપર ઈશ્વરનો ન્યાય આવી પડશે. અહિયાં ઘણાં બધાં લોકો છે જેઓ ઈસુ પર વ્યર્થમાં વિશ્વાસ કરે છે અને આ પ્રકારે તેઓ હજી પણ પોતાના પાપના ગુલામ છે.
આ અવસ્થામાં તે કઈરીતે પહોંચ્યા? કેમ તેઓ હજી સુધી કષ્ટ ભોગવે છે? આ ફક્ત એટલા માટે છે કે તેઓ ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તની સત્યતાને નથી જાણતા. તેઓ ફક્ત ઈસુના રક્ત પર વિશ્વાસ કરે છે, તેના બાપ્તિસ્માને છોડી દે છે.
શું ઉદ્ધાર ફક્ત ઈસુના રક્ત પર સાધારણ વિશ્વાસ કરવા દ્વારા પ્રાપ્ત કરી શકાય છે? શું બાઈબલ આપણને કહે છે કે આવું જ છે? જુનો કરાર અને નવો કરાર આના વિષે શું કહે છે? બાઈબલ અનુસાર, તે ફક્ત ઈશ્વરના હલવાનના રક્ત દ્વારા જ નહિ, પરંતુ સાથે સાથે ઈસુના બાપ્તિસ્મા દ્વારા ઉદ્ધાર પ્રાપ્ત થાય છે (૧ યોહાન ૫:૩-૬).
શું તમે ફક્ત ઈસુના રક્ત પર વિશ્વાસ કરો છો? જેઓ આવું કરે છે તેઓના હૃદયમાં હજી પાપ છે. તેઓએ પોતાનો ખોટો વિશ્વાસ છોડીને સાચી સુવાર્તા તરફ ફરવું જોઈએ.
જેઓ વિશ્વાસ નથી કરતા હવે તેઓને ખબર હોવી જોઈએ કે તેઓ ભ્રમિત થઇ ગયા છે, તેઓ નથી જાણતા કે ઈસુએ યર્દન નદીમાં પોતાના બાપ્તિસ્મા દ્વારા જગતના સઘળા પાપોને પોતાના ઉપર લઈ લીધા છે. તેઓએ પોતાની ભૂલ માની લેવી જોઈએ કે ઈસુના બાપ્તિસ્માનો અસ્વીકાર કરીને તેઓએ ભૂલ કરી છે. તેઓએ તેને પોતાના હૃદયમાં સ્વીકાર કરવું જોઈએ કે ઈસુએ પોતાના બાપ્તિસ્મા દ્વારા જગતના સઘળા પાપો પોતાની ઉપર લઈ લીધા છે. ઉદ્ધાર સુલભ છે, પણ ત્યારે જ્યારે આપણે ઈસુના બાપ્તિસ્મા અને તેના વધસ્તંભ પરના રક્ત બંનેમાં વિશ્વાસ કરીએ ત્યારે. બીજા શબ્દોમાં, ફક્ત પાણી અને આત્માની સુવાર્તા દ્વારા જ આપણે અનંત જીવન પ્રાપ્ત કરવાને માટે યોગ્ય બનીએ છીએ.
વહાલાંઓ, શું હજી પણ ફક્ત તમે ઈસુના રક્ત પરના વિશ્વાસ પર નિર્ભર થઈને જીવિત છો? જો આવી જ સ્થિતિ છે, તો નિશ્ચિત રૂપથી તમારા હૃદયમાં પાપ છે. જો તમે પાપ કરો છોછો તો તમારા હૃદયમાં પાપ છે. જો તમે વિચારો છો કે વ્યવસ્થાનું પાલન કરીને તમે પાપથી મુક્ત થઈ ગયા છો, તો આ ફક્ત એક ભાવના માત્ર છે જે એક દિવસ સમાપ્ત થઈ જશે. આ પાક્કો વિશ્વાસ હોવાની અનુભૂતિ ઈશ્વરના વચન અનુસાર નથી.
હજુ પણ મોડું થયું નથી
સત્ય આપણને શેનાથી મુક્ત કરે છે?
પાપની વ્યવસ્થા અને મૃત્યુ થી.
હજુ પણ મોડું થયું નથી. તમે સઘળા લોકો ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત પર અનિવાર્ય પાને વિશ્વાસ કરી શકો છો, અને તમારા હૃદયની સુન્નત થઇ જશે અને તમે સર્વ પાપોથી મુક્ત થઇ જશો. સર્વ પાપોથી મુક્ત થવાનો અર્થ છે કે ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત પર વિશ્વાસ કરવા દ્વારા બચી જવું.
શું તમે ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત પર વિશ્વાસ કરીને તમારાં પાપોથી છૂટકારો મેળવવા માંગો છો? એકવાર તમે આમાં વિશ્વાસ કરો છો, તો તમે શીખી જાઓ છો કે ઉદ્ધાર શું છે. તમે મનમાં શાંતિ મેળવશો. તમારા કાર્યોથી નહિ, પણ ઈશ્વરના વચન પર વિશ્વાસ કરવા દ્વારા. હજી પણ જો તમારામાંથી કોઈ છૂટકારા માટે ફક્ત ઈસુના રક્ત પર વિશ્વાસ કરે છે અને તેના પર નિર્ભર છે, તો હું તમને પ્રોત્સાહિત કરવા માંગુ છું કે તમે ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત બંને પર વિશ્વાસ કરો.
વહાલાં ખ્રિસ્તીઓ, મનુષ્યજાતિનો પાપથી છૂટકારો ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તની સુવાર્તા દ્વારા પરિપૂર્ણ કરવામાં આવ્યો છે. આત્મા ઈશ્વર છે. ઈશ્વર મનુષ્ય દેહમાં આ જગતમાં અવતરિત થયા.
ઈશ્વરે પ્રબોધકો દ્વારા કહ્યું હતું કે અમે તેને ઈસુ નામથી બોલાવીશું, તે પોતાના લોકોને તેમના પાપોથી છોડાવશે. ઈશ્વરે કહ્યું, “જુઓ, કુંવારી ગર્ભવતી થશે, ને તેને દીકરો થશે, અને તેનું નામ તેઓ ઈમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, ઈશ્વર આપણી સાથે” (માથ્થી ૧:૨૩).
ઈશ્વર પાપીઓને બચાવવા માટે આ જગતમાં આવ્યા. તેણે જગતના સઘળા પાપોને પોતાની ઉપર લેવા માટે બાપ્તિસ્મા લીધું અને આ પ્રમાણે સઘળા પાપીઓ બચાવી લેવાયા. આ પાણી અને રક્તથી ઉદ્ધારની સત્યતા છે. હું અહીંયા તમને કહું છું, શું તમે ફક્ત ઈસુના રક્તથી બચ્યાં છો? બિલકુલ નહીં. આપણે ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર વહાવેલા તેના રક્તથી બચ્યાં છીએ.
આજે અહીંયા ઘણાં બધાં જુઠ્ઠા પ્રબોધકો અને પાખંડી છે જે ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ નથી કરતા. ઈસુએ કહ્યું, ‘અને તમે સત્યને જાણશો, અને સત્ય તમને મુક્ત કરશે’ (યોહાન ૮:૩૨).
આપણે સત્યને જાણીએ છીએ. આપણે જાણવું જરૂરી છે કે કેમ ઈસુ પોતાના બાપ્તિસ્મા વિષે કહે છે, અને કેમ આપણે તેમાં વિશ્વાસ કરીએ છીએ. આપણે જાણવું જોઈએ કે કેમ ઈશ્વર ઇસ્રાએલી લોકોને જુના કરારમાં સુન્નત માટે કહે છે અને કેમ તે પાસ્ખાના હલવાનના રક્ત વિષે કહે છે.
જયારે આપણે કહાનીના એક જ ભાગને જાણીએ છીએ, તો આપણે ક્યારેય સત્યને ઓળખી શકતા નથી. ઈસુ કહે છે, ‘હું તને ખચીત ખચીત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય, તો ઈશ્વરના રાજ્યમાં તે જઈ શકતું નથી’ (યોહાન ૩:૫).
ખ્રિસ્તમાં બાપ્તિસ્મા લેવું
આપણે કેવીરીતે ખ્રિસ્તના મૃત્યુમાં સહભાગી થઈ શકીએ છીએ?
ઈસુના બાપ્તિસ્મા દ્વારા આપણા સઘળા પાપો ઈસુ પર નાંખવા દ્વારા.
બાઈબલ ઉદ્ધારના રહસ્યની સાક્ષી આપે છે. શું આ ફક્ત ઈસુના રક્ત દ્વારા છે? ના. આ તેના રક્ત અને બાપ્તિસ્મા બંને દ્વારા છે. પ્રેરિત પાઉલ તેના વિષે રોમન અધ્યાય ૬માં તથા અન્ય ઘણાં બધા પત્રોમાં કહે છે.
આવો આપણે રોમન ૬:૩-૮ વાંચીએ, ‘શું તમે નથી જાણતા કે આપણે જેઓ ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા, તેઓ સર્વ તેમના મરણમાં બાપ્તિસ્મા પામ્યા? તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેમની સાથે મરણમાં દટાયા કે, જેમ ખ્રિસ્તને પિતાના મહિમાથી મૂએલાંમાંથી ઉઠાડવામાં આવ્યા તેમ જ આપણે પણ નવા જીવનમાં ચાલીએ. કારણ કે જો આપણે તેમના મરણની સમાનતામાં [તેમની] સાથે જોડાયા, તો તેમના પુનરુત્થાનની [સમાનતામાં] પણ આપણે [જોડાયેલા] થઈશું. વળી એ જાણીએ છીએ કે આપણું જૂનું માણસપણું તેમની સાથે વધસ્તંભે એ માટે જડાયું કે પાપનું શરીર નિરર્થક થાય, એટલે કે હવે પછી આપણે પાપની ગુલામગીરીમાં રહીએ નહિ. કેમ કે જે મર્યો છે તે ન્યાયી ઠરીને પાપથી મુકત થયો છે. હવે જો આપણે ખ્રિસ્તની સાથે મર્યા, તો આપણને વિશ્વાસ છે કે તેમની સાથે જીવીશું પણ ખરા’.
આવો વચન ૫ને જોઈએ. તે કહે છે, ‘કારણ કે જો આપણે તેમના મરણની સમાનતામાં [તેમની] સાથે જોડાયા, તો તેમના પુનરુત્થાનની [સમાનતામાં] પણ આપણે [જોડાયેલા] થઈશું’.
તેનું મૃત્યુ આપણી મૃત્યુ હતી કેમ કે તેના બાપ્તિસ્મા દ્વારા આપણા સઘળા પાપોને તેના ઉપર નાખવામાં આવ્યા હતા. એટલા માટે ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના રક્તનો સંબંધ આપણી સાથે છે.
ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત પર આપણો વિશ્વાસ આપણને તેની સાથે એક કરે છે. ‘કેમ કે પાપનો મૂસારો મરણ છે’ (રોમન ૬:૨૩). એટલા માટે વધસ્તંભ પર ઈસુનું મરવું આપણી મૃત્યુ છે. આપણા સઘળા પાપો પોતાની ઉપર લેવા માટે તેણે બાપ્તિસ્મા લીધું. આ હકીકત પર વિશ્વાસ કરવો, આપણને આપણા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્ત સાથે એક કરે છે.
આપણે ધાર્મિક જીવનના ભાગરૂપે ઈસુ પર અધુરો વિશ્વાસ ન કરવો જોઈએ
“તે વિશ્વાસયોગ્ય અને ન્યાયી” છે તેનો શો અર્થ છે?
તેનો અર્થ છે કે ઈસુએ એક જ વારમાં હંમેશા માટે આપણા પાપોને ધોઈ નાખ્યાં છે, અને જે કોઈ આ સત્ય પર વિશ્વાસ કરે તે બચી જાય છે.
ઘણાં બધાં લોકો ઈસુ પર એક ધાર્મિક શૈલીના રૂપમાં વિશ્વાસ કરે છે, એટલા માટે તેઓ મંડળીમાં જાય છે અને પ્રાર્થનામાં આંસુ વહાવે છે અને તેઓ પોતાના પાપોને સ્વીકારે છે અને દરરોજ માફી માટે પ્રાર્થના કરે છે. ‘ઈસુ, હું જાણું છું અને વિશ્વાસ કરું છું કે તું મારા માટે વધસ્તંભ પર માર્યો ગયો. હા, હું વિશ્વાસ કરું છું.’
તેઓ આ ભાગને સ્પષ્ટ પણે સમજતા નથી. ‘જો આપણે આપણાં પાપ કબૂલ કરીએ, તો આપણાં પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે’ (૧ યોહાન ૧:૯). તેઓ દાવો કરે છે કે પાપોને અંગીકાર કરવાથી તેઓના દરરોજના પાપો માફ થઈ જાય છે. પરંતુ જે પાપ ઉપરના ભાગમાં બતાવવામાં આવ્યા છે તે દરરોજના સામાન્ય પાપ નથી. આ ભાગનો અર્થ છે કે જયારે આપણે અંગીકાર કરીએ છીએ કે આપણે હજી પણ પાપી છીએ ત્યારે આપણને એકવારમાં હંમેશા માટે માફ કરી દેવામાં આવ્યા છે.
‘એ પ્રમાણે [સંદેશો] સાંભળવાથી વિશ્વાસ થાય છે, તથા ખ્રિસ્તના વચનો દ્વારા [સંદેશો] સાંભળવામાં આવે છે’ (રોમન ૧૦:૧૭). ‘અને તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે’ (યોહાન ૮:૩૨).
વહાલાં ખ્રિસ્તીઓ, હકીકત સ્પષ્ટ છે કે જો તમે વિશ્વાસ કરો કે યર્દન નદીમાં ઈસુ પોતાના બાપ્તિસ્મા દ્વારા આપણા પાપોને પોતાના ઉપર લીધા વગર વધસ્તંભ પર મર્યા, તો તમારો વિશ્વાસ કરવો વ્યર્થ છે. જો કોઈ ખ્રિસ્તી પોતાના સઘળા પાપોથી બચવા માંગે છે તો તે વિશ્વાસ કરે કે યર્દનમાં ઈસુના બાપ્તિસ્મા દ્વારા એક જ વારમાં હંમેશા માટે સઘળા પાપો ઈસુ પર જતા રહ્યા અને તેણે વધસ્તંભ પર આપણા સઘળા પાપોનો દંડ સહ્યો. બીજા શબ્દોમાં, આપણે ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત બંને પર વિશ્વાસ કરીએ.
‘બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ નીચે માણસોમાં આપેલું નથી’ (પ્રેરિત ૪:૧૨). ઈસુ ખ્રિસ્ત પોતાના બાપ્તિસ્મા દ્વારા આપણો ઉદ્ધારક ઠર્યો. ઈસુએ પોતાના બાપ્તિસ્મા દ્વારા આપણા સઘળા પાપોને ઉઠાવી લીધા છે અને આપણો ઉદ્ધારક બન્યો છે. આપણને અનંત દંડથી બચાવવા માટે ઈસુ પાણી અને રક્ત દ્વારા આવ્યો. ‘કારણ કે ન્યાયીપણાને અર્થે અંત:કરણથી વિશ્વાસ રાખવામાં આવે છે, ને તારણને અર્થે મોંથી કબૂલાત કરવામાં આવે છે’ (રોમન ૧૦:૧૦). શું તમે પાપી વ્યક્તિ છો કે ન્યાયી?
ગલાતીઓ ૩:૨૭ કહે છે, ‘કેમ કે તમારામાંના જેટલા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા તેટલાએ ખ્રિસ્તને પહેરી લીધા’. આ વચન આપણને સત્ય કહે છે કે ઈસુ પોતાના બાપ્તિસ્મા દ્વારા આપણા સર્વ પાપો પોતાની ઉપર ઉઠાવી લીધા બાદ વધસ્તંભ પર ચઢ્યો. તે ત્રીજા દિવસે મૃત્યુમાંથી સજીવન થયો અને અત્યારે પિતાની જમણી બાજુ બિરાજમાન છે. જેઓ તેનામાં વિશ્વાસ કરે છે તેઓ સર્વ માટે ઈસુ ઉદ્ધારનો પ્રભુ બની ગયો છે.
જો ઈસુનું બાપ્તિસ્મા નહોત, જો તે આપણા માટે વધસ્તંભ પર પોતાનું રક્ત વહેવડાવ્યું નનહોત, તો તે આપણો ઉદ્ધારક નહોત. આપણે ત્યારે જ બચી શકીએ છીએ જ્યારે આપણે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરીએ છીએ.
મૂસાનો પુત્ર પણ
કેમ ઈશ્વરે મિસ્ર દેશના માર્ગમાં મૂસાને મારવાની કોશિશ કરી?
કેમ કે તેણે પોતાના પુત્રની સુન્નત નહોતી કરાવી.
વહાલાંઓ, તમે ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત દ્વારા તમારા પાપોના છૂટકારાનું રહસ્ય સાંભળી રહ્યાં છો. આ એક આશ્ચર્યજનક આશીર્વાદ છે કે તમે ઈશ્વરના આ વચનો સાંભળી રહ્યાં છો.
શું આ ઈસુ ખ્રિસ્તનું રક્ત માત્ર છે? જુના કરારમાં સુન્નત અને પાસ્ખાના હલવાનના રક્ત દ્વારા લોકો ઈબ્રાહીમની સંતાન બન્યા. હવે આપણે ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત પર વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વરની સંતાન બન્યા છીએ. ઈશ્વરે જુના કરારમાં મૂસા દ્વારા તેનું પ્રમાણ બતાવ્યું.
ઇસ્રાએલીઓને બચાવવા માટે, ઈશ્વરે મૂસાને વાત કરી અને કહ્યું કે તે પોતાના લોકોને મિસ્રથી બહાર કાઢી લાવે. એટલા માટે મૂસા, પોતાના સસરાં યિથ્રોની અનુમતિથી મિદ્યાન દેશમાં પાછો આવ્યો અને પોતાની પત્ની અને પુત્રો સાથે મિસ્ર દેશ તરફ પાછો ફર્યો. જ્યારે તેને પોતાના પરિવારને ગધેડાં ઉપર બેસાડ્યું, ત્યારે ઈશ્વર માર્ગમાં મૂસાને મળ્યાં અને તેમણે મૂસાને મારી નાખવાનો પ્રયત્ન કર્યો.
પણ, તેની બુદ્ધિમાન પત્ની સિપ્પોરાહ તેનું કારણ જાણી ગઈ. તેણે એક ધારદાર પથ્થર લઈને પોતાના પુત્રની સુન્નત કરી અને કાપેલી ચામડી મૂસાના પગને અડાડી અને બોલી, ‘નિશ્ચે તમે તો મારે માટે રક્તના વાર છો!’ એટલા માટે ઈશ્વરે તેને છોડી દીધો.
આ પ્રમાણે ઈશ્વર કહે છે કે તે કોઈને પણ મારી શકે છે, ત્યાં સુધી કે જો મોસાએ પોતાના પુત્રની સુન્નત કરી નહોત તો તેને પણ. ઇસ્રાએલના લોકો માટે સુન્નત વાચાની નિશાની હતી. તેઓ જાણતાં હતા કે ઈશ્વર તેઓના લોકોમાંથી તેઓનો નાશ કરશે, અને જો આગેવાનનો પુત્ર સુન્નત ન કરે તો તેને પણ. એટલા માટે જ્યારે તેણે પોતાના પુત્રની સુન્નત નહોતી કરી તેથી ઈશ્વરે માર્ગમાં મૂસાને આ બાબત વિષે સાવધ કર્યો.
બાઈબલ કહે છેકે આ કારણે સિપ્પોરાહે પોતાના પુત્રની કાપેલી ચામડી લઈને મૂસાના પગ આગળ ફેંકી અને કહે છે, ‘તમે રક્તના વાર છો.’ સુન્નત માટે ઈશ્વરની આ જ માંગ હતી (નિર્ગમન ૪:૨૬).
જે કોઈ મનુષ્યે સુન્નત નહોતી કરી તેને ઇસ્રાએલીઓ વચ્ચેથી નષ્ટ કરવામાં આવે. ફક્ત જેઓની સુન્નત થઇ છે તેઓ પાસ્ખાના હલવાનનું માંસ ખાઈ શકતા હતા અને તે વિધિમાં ઈશ્વરના લોકો સમાન ભાગ લઈ શકતા હતા.
પ્રેરિત પાઉલ હિબ્રૂ હતો. તેના જન્મનાં આઠમાં દિવસે સુન્નત કરવામાં આવી હતી. તેણે મહાન ગુરુ ગમલિએલનાં ચરણોમાં શિક્ષા મેળવી હતી અને તે તેને સ્પષ્ટ રીતે જાણતો હતો કે ઈસુએ યર્દનમાં કેમ બાપ્તિસ્મા લીધું અને કેમ તેને વધસ્તંભ પર ચઢાવવામાં આવ્યો હતો. એટલા માટે પ્રેરિત પાઉલ પોતાના સર્વ પત્રોમાં ઈસુના બાપ્તિસ્મા વિષે લખે છે.
પ્રેરિત પાઉલ સાથે સાથે ઈસુના રક્ત દ્વારા આપણા છૂટકારાના કાર્યની પરિપૂર્ણતા વિષે પણ જણાવે છે. તેનું રક્ત ફક્ત પાપથી મુક્તિનું અંતિમ ચરણ હતું જ્યારે સાચી આત્મિક સુન્નત ઈસુના બાપ્તિસ્માથી થાય છે. તેના બાપ્તિસ્મા વગર તેના રક્ત પર જોર દેવાનો કોઈ લાભ નથી.
પ્રેરિત પાઉલ ઘણીવાર ઈસુના વધસ્તંભ વિષે સીધી ચર્ચા કરે છે. એવું કેમ કરવામાં આવ્યું? કેમ કે તે આપણા ઉદ્ધારનું અંતિમ પ્રમાણ છે. જો ઈસુએ જગતના સઘળા પાપો પોતાની ઉપર લઇ લીધા હોત, પણ વધસ્તંભ પર પોતાનું રક્ત વહેવડાવ્યા વગર વધસ્તંભ આપણા માટે દંડ સહ્યો હોત તો આપણે સંપૂર્ણ રીતે બચી શક્યા નહોત. એટલા માટે પાઉલ વારંવાર વધસ્તંભના વિષયમાં ચર્ચા કરે છે. વધસ્તંભ આપણી ઉદ્ધારની પ્રક્રિયામાં અંતિમ અને નિર્ણાયક પગલું છે.
જો ઉદ્ધારના સત્યને તોડ્યા મરોડ્યા વગર આ પેઢીના હાથોમાં સોંપવામાં આવે તો તેના દ્વારા ઘણાં લોકો પાપ મુક્ત થઈ જશે. પણ દુર્ભાગ્યે સત્ય અંતના દિવસોમાં ક્યાંક ખોવાઈ ગયું છે, અને ઘણાં બધાં લોકો ઈસુના બાપ્તિસ્માના સાચા અર્થને સમજ્યા વિના ફક્ત વધસ્તંભ વિષે જાણે છે.
કેમ કે તેઓનો વિશ્વાસ ફક્ત ખોખલી સુવાર્તામાં છે તેથી તેઓ હજુ પણ પાપી છે, પછી ભલે તેઓ ઘણાં વર્ષોથી ઈસુ પર વિશ્વાસ કેમ ન કરતા હોય. પોતાના ધાર્મિક જીવનના ૧૦ વર્ષો પછી, ત્યાં સુધી કે ૫૦ વર્ષો પછી પણ તેઓ પાપી જ હશે.
મારી સાક્ષી
શું ઈશ્વર પાપીના ન્યાયીપણા પર ધ્યાન આપે છે?
ના. તે ન્યાયી છે. ન્યાયી તેઓ છે જે પોતાના પાપોથી મુક્ત છે, જેઓએ ઈસુના બાપ્તિસ્માં દ્વારા પોતાના સઘળા પાપોને ઈસુ પર નાંખી દીધાં છે.
જયારે મેં ઈસુ પર વિશ્વાસ કરવાની શરૂઆત કરી, ત્યારે હું ૨૦ વર્ષનો હતો. તેના પહેલાં મને ખબર નહોતી કે મેં મારા જીવનમાં કેટલા પાપો કર્યા છે કેમ કે હું ઈશ્વરની વ્યવસ્થાને નહોતો જાણતો. તે સમયે હું ઈશ્વરને જાણ્યાં વગર મારું જીવન મારી રીતે જીવતો હતો.
પછી હું બીમાર પડ્યો. વધારે બીમાર પડવાથી મેં વિચાર્યું કે હું મારી જઈશ. એટલા માટે મેં નિર્ણય કર્યો કે મૃત્યુ પહેલાં મારાં પાપોથી બચવા હું કંઈક કરું. કેમ કે મેં સાંભળ્યું હતું કે ઈસુ મારા જેવા પાપી માટે મર્યો. એટલા માટે મેં તેના પર વિશ્વાસ કરવાનો નિર્ણય કર્યો. શુરુઆતમાં, હું ખુબજ આનંદ અને ધન્યવાદથી ભરાઈ ગયો.
પણ કેટલાંક સમય પછી આ અનુભવ ફિક્કો પાડવા લાગ્યો. થોડાંક વર્ષો પછી, ઈચ્છા ન હોવા છતાં પણ દરરોજ હું નવું પાપ કરવાં લાગ્યો. હું ફરીથી પાપી બનવા લાગ્યો. ૧૦ વર્ષો પછી હકીકત એવી હતી કે હું પહેલા જેવો પાપી બની ગયો. હું એક વિશ્વાસી અને પાપી બંને હતો.
જોકે, હું ગાતો હતો કે ‘રોવાનું મને નહિ બચાવે! મારો ચહેરો આંસુઓથી ભીંજાય જાય છે, હું બીકને ઓછી કરી શકતો નથી, મારા વર્ષોનાં પાપ ધોઈ શકાતા નથી. રોવાનું મને બચાવી શકતું નથી.’ હું પ્રત્યેક સમય રોતો રહેતો હતો કે મેં પાપ કર્યું છે.
“વહાલાં ઈશ્વર, કૃપા કરીને મારા પાપોને માફ કરો. એકવાર મને માફ કરી ડો, હું પછી ક્યારેય પાપ નહિ કરું.” ત્યારબાદ મેં ક્યારેય પાપ નહોતું કર્યું; મેં ત્રણ દિવસો સુધી પ્રાર્થના કરી. મેં મારી જાતને એક રૂમમાં બંદ કરી દીધી અને ત્રણ દિવસો સુધી ઉપવાસ સાથે પ્રાર્થના કરી. કેમ કે મારા વિચારોમાં ઘણો બોજો હતો. હું રડતો અને ઈશ્વરને માફી માટે કહેતો. ત્રીજા દિવસે, હું સારો અનુભવ કરવા લાગ્યો. અને વિચારવા લાગ્યો કે મેં મારી જાતને ઈશ્વરની ઉપસ્થિતિમાં ફરીથી સમર્પિત કરી દીધો છે.
“પછી મારા પાપો ધોવામાં આવ્યા, હાલ્લેલૂયાહ!” પછી હું રૂમની બહાર આવ્યો અને થોડાં સમય માટે ફરીથી પરિશ્રમથી રહેવા લાગ્યો. પણ ખુબજ જલ્દી હું ફરીથી પાપ કરવા લાગ્યો અને મારી નિરાશા વધવા લાગી. હું ઉપરની પ્રક્રિયાને વારંવાર નિરાશા સાથે કરવા લાગ્યો. શુરુઆતમાં ઈસુમાં મારો વિશ્વાસ ખુબજ કોમળ હતો, પરંતુ આ ઘટના પછી મેં સ્વીકાર્યું કે મારા પાપ બંદ રૂમમાં ધૂળની પરતની જેમ વધવા લાગ્યા છે.
૧૦ વર્ષો પછી જ્યારે હું એક ખરાબ પાપી બની ગયો, ત્યારે મેં મારું જીવન વિશેષ રીતે શરુ કર્યું. “કેમ મેં મારા જીવનમાં પહેલા ઈસુ પર્વ વિશ્વાસ ન કર્યો? ઈસુ પર વિશ્વાસ કરવો તો ખુબજ સરળ હતો જો મેં ૮૦ વર્ષ થવાની રાહ જોઈ હોત, તેના પહેલા તો હું મરી જાત. ત્યારે હું પાપ પ્રત્યે સચેત ન થયો હોત અને મારે દરરોજ પશ્ચાતાપની આવશ્યકતા નહોત.” મેં વિચાર્યું કે ઈશ્વરની ઈચ્છા અનુસાર જીવન જીવીશ. પણ તે અસંભવ હતું. અ મારા વિચારની બહાર હતું, હું આવું વિચારવા લાગ્યો!
મેં શોધ આરંભ કરી અને ઈશ્વર માટે કંઈક નવી શોધવા લાગ્યો. મેં ઘણો બધો સમય ધર્મવિજ્ઞાનના અભ્યાસમાં લગાવી દીધો. પણ થોડાંજ વર્ષો પછી મારું હૃદય વધારે નિષ્ફળ થઈ ગયું. હું ધર્મ સિદ્ધાંતો પર પુસ્તકો વાંચવાનું શરુ કરું તે પહેલાં હું ઘણીવાર કહેતો કે હું સંત દાનિયેલ જેવું જીવન જીવવા માંગું છું, હું ક્યારેય આરામ દાયક પથારીમાં નથી સુતો. મેં પ્રતિજ્ઞા કરી કે હું ક્યારેય મોજ મસ્તી નહિ કરું. મેં સંપૂર્ણ રીતે મારી જાતને આવશ્યકતા વાળા લોકોને સમર્પિત કરી દીધી.
જે સમયે મેં આ સંતના જીવન વિષે વાંચ્યું, ત્યારે મેં પોતે સન્યાસી જેવું જીવન જીવવાનો પ્રયત્ન કર્યો. હું સિમેન્ટના પાકા ભોંય પર ઘૂંટણ તેકાવતો અને એક સમયમાં કલાકો સુધી પ્રાર્થનાઓ કરતો. ત્યારે હું અનુભવ કરતો હતો કે મારી પ્રાર્થના વધારે મહત્વપૂર્ણ છે, અને ત્યાર બાદ હું ખુદ સારો અનુભવ કરતો હતો.
પણ ૧૦ વર્ષો પછી, હું વધારે સહન ન કરી શક્યો. એટલા માટે મેં ઈશ્વરને પ્રાર્થના કરી “વહાલાં ઈશ્વર તમે જે સ્વર્ગમાં છો, કૃપા કરીને મને બચાવો. હું પૂરા હૃદયથી તમારા પર વિશ્વાસ કરું છું. હું જાણું છું કે તમારા માટેની મારી ભક્તિને હું ક્યારેય બદલી નહિ શકું, ભલે પછી લોકો મારાં ગાળા પર ચાકું રાખે. ભલે હું તમારાં પર સંપૂર્ણ હૃદયથી વિશ્વાસ કરું છું છતાં પણ મારા હૃદયમાં ખાલીપણું કેમ છે? કેમ હું વધારે હતાશ છું? કેમ હું બીજાઓની અપેક્ષા વધારે પાપી બની ગયો છું? મેં પહેલા ક્યારેય પાપ વિષે વધારે વિચાર્યું નથી. હું વિશ્વાસથી આવ્યો છું અને હવે મને આશ્ચર્ય છે કે કેમ હું આટલા વર્ષોથી વિશ્વાસ કરવા છતાં પણ વધારે ખરાબ બની ગયો છું. મારી સાથે આ કેવી સમસ્યા છે?”
તેની મુખ્ય વાત એ હતી કે હું તેનું કારણ સમજી ગયો હતો. મારા પાપોથી બચ્યાં વગર હું ઈશ્વર પર વિશ્વાસ કરતો હતો. તે દિવસોમાં હું સત્યને નહોતો જાણતો, અને આ મને ઉત્સાહિત કરવા માટે પૂરતું હતું.
મારા હૃદયમાં પાપ હતું, તો પાછું કેવીરીતે હું બીજાઓને ઈશ્વરની કૃપાથી છૂટકારા વિષે કહેત? કેવીરીતે હું બીજાઓને ઈસુ પર વિશ્વાસ કરવા વિષે કહેતો? મેં વારંવાર ઈશ્વરને પ્રાર્થના કરી, “વહાલાં ઈશ્વર ખુબજ જલદી હું સેમીનારી થી સ્નાતક થવા માટે જઈ રહ્યો છું અને એક પાળકના રૂપમાં મારો અભિષેક થવા જઈ રહ્યો છે. પણ જો હું પાપ સાથે પાળક બનું તો બીજા પાપીઓને છૂટકારા વિષે કઈરીતે કહી શકું? હું ખુદ એક પાપી છું અને જ્યારે મેં પ્રેરિત પાઉલના પત્રને વાંચ્યો, તો મને ખબર પડી કે જેવી પાસે ખ્રિસ્તનો આત્મા નથી તે ઈશ્વરની સંતાન નથી. પરંતુ તે મહત્વની વાત નથી કે મેં કઈરીતે જલદી જાણી લીધું કે મારામાં આત્મા નથી. મને એવું લાગ્યું કે આરંભમાં તે હતો, પણ પછી તે અદ્રશ્ય થઇ ગયો. શું થયું? કૃપા કરીને પ્રભુ મને કહો કે એવું કેમ છે.”
હકીકતમાં, કારણ એ હતું કે હું અંદરથી વિચારીને ખુદ ભ્રમિત હતો કે હું ઈસુ પર સાધારણ વિશ્વાસ કરવા દ્વારા બચી ગયો. હું આ સમસ્યાના લીધે વધારે સમય સુધી દુઃખી હતો.
ઈશ્વરની પ્રતિજ્ઞા છે કે જે લોકો ઉત્સુકતાથી તેને શોધે છે તેઓ પર તે પોતાને પ્રગટ કરે છે. અંતમાં તે પોતાની સત્યતામાં મને મળ્યા. હું ઈસુ પર ૧૦ વર્ષોથી વિશ્વાસ કરવા છતાં પણ હજી પાપી હતો. પણ જ્યારે મેં જુના કરારમાં સુન્નતના અર્થને અને નવા કરારમાં આત્મિક સુન્નતના અર્થને શોધી લીધો, ત્યારે મને ઈસુના બાપ્તિસ્મા અને તેના અર્થના રહસ્યની ખબર પડી. જ્યારે મેં આ હકીકતને સમજી લીધી અને ઈસુના બાપ્તિસ્મા દ્વારા ઉદ્ધારના રહસ્ય પર વિશ્વાસ કરવા લાગ્યો, ત્યારે મારા સઘળા દુઃખ સમાપ્ત થઈ ગયા. મારી આત્મા બરફ જેવી શ્વેત થઈ ગઈ.
આ જ તમારા માટે પણ થશે. જો તમે ઈસુના બાપ્તિસ્મા અને રક્તની સુવાર્તા પર વિશ્વાસ કરો છો, તો તમે પણ પાપરહિત થઈ જશો. થઇ શકે કે હજી તમે અપૂર્ણ છો, પણ તમે ન્યાયી બનશો. જયારે તમે આ સત્યતાને તમારા હૃદયમાં ગ્રહણ કરો છો અને તેને બીજાઓને કહો છો તો તે પણ બચી જશે અમે ઈશ્વરની મહિમા કરશે અને જોરથી બૂમ પડશે, ‘હાલ્લેલૂયાહ!’
હું તે દરેક ભાઈઓ અને બહેનોને અભિનંદન આપવા માગું છું જેઓને બચાવી લેવામાં આવ્યા છે. આપણને સઘળા પાપોથી બચાવવા માટે હું ઈસુની મહિમા કરું છું. હાલ્લેલૂયાહ! આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આપણા સઘળા પાપોથી બચાવી લેવામાં આવ્યા છે.
આ કેટલો મહાન આશીર્વાદ છે કે આપણે આપણી સઘળી ખુશીઓને ફક્ત શબ્દોથી પ્રગટ કરવામાં અસમર્થ છીએ. આવો આપણે મળીને એક ગીત ગાઈએ – “તેનું નામ પવિત્ર છે, એટલા માટે કે આપણે હજી શુધી સઘળા પ્રાણીઓ સામે તે પવિત્ર ઈશ્વરની ઘોષણા નથી કરી. તેને નકામાં પથ્થરના રૂપમાં બહાર ફેંકી દેવામાં આવ્યો, પણ તેનું નામ મારા હૃદયમાં વધારે કીમતી રત્ન જેવું બની ગયું છે.”
ઈસુનું બાપ્તિસ્મા અને તેનું રક્ત સઘળા પાપીઓને તેઓના પાપોથી બચાવવા માટે પુરતું છે
આપણા હૃદયમાંથી સઘળા પાપોને કોણ દૂર કરે છે?
ઈસુનું બાપ્તિસ્મા
ઈસુ ખ્રિસ્તે પોતાના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા જગતના સઘળા પાપોને ધોઈ નાખ્યાં છે. તેણે આત્મિક રૂપે આપણી સુન્નત કરી અને પોતાની સંતાન બનાવ્યા. તે નવો જન્મ પામેલાનો ઈશ્વર છે.
પાપ માટે હંમેશા દંડ છે. પણ ઈસુએ આપણને બચાવવા માટે પાણીમાં બાપ્તિસ્મા લીધું અને વધસ્તંભનો દંડ સહન કર્યો. પોતાના રક્ત દ્વારા તેણે આપણને સર્વને બચાવી લીધા અને તે ત્રીજા દિવસે જીવતો થયો. ઈશ્વર પિતાએ ઈસુને મૃતકો માંથી સજીવન કર્યો.
ઈસુનું જીવન આપનું જીવન છે અને ઈશ્વરની સંતાન થવાનું ચિહ્ન છે. તેના બાપ્તિસ્માએ આપણા સઘળા પાપો પોતાની ઉપર લઈ લીધા અને વધસ્તંભ પર ઈસુનું મૂલ્યવાન રક્ત પ્રમાણ છે કે તેણે આપણા માટે દંડ સહ્યો.
વહાલાં મિત્રો, શું તમારા હૃદયમાં ઈસુના બાપ્તિસ્મા અને રક્તનું પ્રમાણ છે? હું તમને ફરી પૂછું છું. શું આપનો ઉદ્ધાર ફક્ત ઈસુના રક્તથી થયો છે? ના. તે ઈસુના બાપ્તિસ્મા અને રક્ત બંને સાથે આવે છે.
પાખંડી કોણ છે?
પાખંડી કોણ છે?
જે ઈસુના બાપ્તિસ્માનો અંગીકાર કરવામાં નિષ્ફળ જાય છે.
વહાલાં મિત્રો, તમારા દરરોજના જીવનમાં ઈસુ પર તમારાં વિશ્વાસનો અંગીકાર કરવા છતાં શું તમે હજી પણ એક પાપી છો? તમે પાપી છો, તમે ઈસુ પર વિશ્વાસ કરો છો છતાં પણ તમે પાખંડી છો. પાખંડી ઈશ્વરની સત્યતા પર વિશ્વાસ નથી કરતા. તિતસ ૩:૧૦-૧૧ પાખંડીઓ વિષે કહે છે, ‘એક વાર અને બીજી વાર ચેતવણી આપ્યા પછી પાખંડી માણસને દૂર કર. એમ જાણવું કે એવો માણસ ધર્મભ્રષ્ટ થયેલો છે, અને પોતે દોષિત છે એમ જાણ્યા છતાં પાપ કરે છે’.
પોતાને દોષી ઠરાવતો વ્યક્તિ કહે છે, ‘વહાલાં ઈશ્વર! હું એક પાપી છું. હું તમારા પર વિશ્વાસ કરું છું, પરંતુ હું હજી પણ પાપી છું. ભલે કોઈ કંઈ પણ કહે કંઈ વાંધો નહિ, હું એક પાપી છું અને હું જાણું છું કે આ સત્ય છે.’
ઈશ્વર તેને કહે છે, ‘શું તું હજી પણ પાપી છે અને મારી સંતાન નથી? તો પછી તું એક પાખંડી છે, અને તને નરકની આગમાં ફેકવામાં આવશે.’
જો તમે તમારા હૃદયમાં ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ કર્યા વગર ઈસુ પર વિશ્વાસ કરો છો, જો તમે ખુદને પાપીના રૂપમાં દોષી ઠરાવો છો અને ઈશ્વર આગળ અંગીકાર કરો છો કે તમારો આત્મા પાપની સાથે છે, તો તમે ઈશ્વર સન્મુખ પાખંડી છો.
સાચાં વિશ્વાસી કોણ છે?
ઉદ્ધાર વિષે ઈશ્વરની સાક્ષી શું છે?
પાણી, રક્ત અને આત્મા
જેઓ ઈસુના બાપ્તિસ્મા અને રક્ત પર વિશ્વાસ કરે છે તેઓ સર્વ જે ઈશ્વરની સંતાન છે અને જેઓના પાપો સાફ કરવામાં આવ્યાં છે તે સઘળા ન્યાયી છે. તમે ઈસુ પર વિશ્વાસ કરવા છતાં પાપી કઈરીતે હોઈ શકો? એક પાપી ક્યારેય ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકતો નથી.
જેઓ ઈસુ પર વિશ્વાસ કરવા દ્વારા પોતાના હૃદયોમાં ઈશ્વરની સાક્ષી આપે છે, તેઓ ન્યાયી બની જાય છે. ઈસુનું બાપ્તિસ્મા અને તેનું રક્ત તેની સાક્ષી છે. ઈસુ ખ્રિસ્તે આ જગતમાં જે પણ કર્યું છે તે ઉદ્ધારની સાક્ષી છે.
તેથી, જે કોઈ પણ બાપ્તિસ્માની સુવાર્તા પર વિશ્વાસ કરવાનો નકાર કરે છે જેના દ્વારા ઈસુએ આપણા સઘળા પાપોને પોતાની ઉપર લઈ લીધા તેઓને ઈશ્વરથી અલગ કરી દેવામાં આવશે.
વહાલાં વિશ્વાસી ભાઈઓ અને બહેનો, શું તમે આ સુવાર્તાને તમારા હૃદયમાં ગ્રહણ કરશો કે પાપીઓનો ઉદ્ધાર ફક્ત ઈસુના રક્તથી નહિ પણ ઈસુના બાપ્તિસ્માના પાણી દ્વારા પણ છે?
જે કોઈ પણ ઈસુએ આ જગતમાં કરેલા કાર્યો પર વિશ્વાસ કરે છે, જે કોઈ પણ પાણી, રક્ત, અને આત્માનો સ્વીકાર કરે છે તેઓને તેમના સઘળા પાપોથી બચાવી લેવાય છે. આ જ પાણી, રક્ત અને આત્માની સુવાર્તાની સત્યતા અને સમજ છે.
ઈસુએ પોતાના બાપ્તિસ્મા દ્વારા આપણા પાપોથી આપણને સંપૂર્ણપણે સાફ કર્યા છે. તેથી સમગ્ર મનુષ્યજાતિનો ઉદ્ધાર તેના દ્વારા છે. હવે, જો તમે ઈસુ પર સાચો વિશ્વાસ કર્યો છે તો નિશ્ચિતપણે તમે અહીંયા પાપી નથી રહેતા.
ઈસુએ આપણને મૃત્યુથી પુનરુત્થિત કર્યા છે. જે આત્માઓ શેતાનના છળથી ઈશ્વરથી ભટકી ગઈ હતી તેઓને બચાવે છે. ઈસુ સઘળી ખોવાયેલી આત્માઓને શોધવા માગે છે. ઈશ્વરનું કાર્ય પોતાના પુત્ર ઈસુના દ્વારા પાણી, રક્ત, અને આત્માની સુવાર્તા સાથે છે. તે આપણને પોકારે છે અને તેના દ્વારા હવે આપણે છૂટકારો અને ઉદ્ધાર મેળવી શકીએ છીએ.
શું તમે આ મહાન હકીકત પર વિશ્વાસ કરો છો? હું તમને કહું છું કે ઉદ્ધાર ફક્ત રક્ત દ્વારા નથી, પરંતુ ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર વહેવડાવેલા તેના રક્ત બંને દ્વારા છે. જેઓ કહે છે કે તેઓ ફક્ત રક્ત દ્વારા બચાવી લેવાયા છે તેઓ આ વાતને સ્વીકાર કરે છે કે તેઓના હૃદયમાં પાપ છે.
આપણે સર્વ એવું વિચારીએ છીએ કે ઈસુના રક્ત પર વિશ્વાસ કરવો એજ આપણા ઉદ્ધાર માટે પર્યાપ્ત છે. આપણે પહેલાં વિચારતા હતા, પણ હવે સ્વીકાર કરીએ કે આ પર્યાપ્ત નથી. આપણે જે પાણી, રક્ત અને આત્મા દ્વારા આવ્યો તે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા બચાવી લેવાયાં છીએ અને આપણે નવો જન્મ મેળવ્યો છે.
પ્રત્યેક પાપી ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત પર વિશ્વાસ કરવા દ્વારા નવો જન્મ મેળવી શકે છે (૧ યોહાન ૫:૫-૧૦). આવો, ઈશ્વરની સ્તુતિ કરીએ. હાલ્લેલૂયાહ!