(૧ યોહાન ૧:૯)‘જો આપણે આપણાં પાપ કબૂલ કરીએ, તો આપણાં પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે.’
રક્તની સુવાર્તા અડધી સુવાર્તા છે
શું આપણે ફક્ત રક્તની સુવાર્તાથી સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ કરી શકીએ છીએ?
ક્યારેય નહીં, આપણે સંપૂર્ણ સુવાર્તામાં વિશ્વાસ કરવો પડશે. (પાણી, રક્ત અને આત્માની સુવાર્તા)
૧ યોહાન ૧:૯ ફક્ત ન્યાયી લોકો માટે લાગૂ થાય છે. જો કોઈ પાપીનો હજી છૂટકારો નથી થયો, અને આ વચન અનુસાર પોતાના દરરોજના પાપો અને ભૂલો માટે ક્ષમા માંગે છે, તો તેના પાપ માફ નહીં થાય. હું અહીંયા શું કરું છું તમે જોયું? આ ભાગ તેવા લોકો માટે લાગૂ નથી થતો જેઓએ નવો જન્મ પ્રાપ્ત નથી કર્યો.
આ જગતમાં ઘણાં લોકો છે, જેઓનો હજી સુધી નવો જન્મ નથી થયો. પરંતુ તેઓ ૧ યોહાન અધ્યાય ૧ના ભાગને લઈને પાપની માફીની આશા સાથે પ્રાર્થાના અને પસ્તાવો કરે છે.
પરંતુ શું જે વ્યક્તિનો નવો જન્મ નથી થયો, તેઓના પાપ શું અંગીકારની પ્રાર્થનાથી માફ થઇ શકે છે? આ એક મહત્વપૂર્ણ તથ્ય છે, જેના પર આપણે આગળ વધતાં પહેલાં સ્પષ્ટ વિચાર કરવાનો છે.
૧ યોહાનને વાંચતા પહેલા, તમે વિચારો કે શું પ્રેરિત યોહન ન્યાયી હતો કે પાપી? હું તમને નિમ્ન પ્રશ્ન પૂછું છું. શું યોહન એક ન્યાયી વ્યક્તિ હતો જેનો નવો જન્મ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવાથી થયો હતો, કે પછી તે એક પાપી હતો?
જો તમે કહો છો, યોહાન પ્રેરિત પાપી હતો, તો તેનો વિશ્વાસ બાઈબલ અનુસાર ખોટો છે. અને જો યોહાન એક ન્યાયી માણસ હતો જેનો નવો જન્મ ઈસુ પર વિશ્વાસ કરવા દ્વારા થયો હતો, તો આ સ્પષ્ટ થાય છે કે તેનો વિશ્વાસ તમારા વિશ્વાસથી અલગ હતો. તમારી પાસે પણ જે જ વિશ્વાસ હશે જે યોહન પાસે હતો.
હું તમને હજી એક પ્રશ્ન પૂછું છું કે શું યોહાને તે પત્રો ન્યાયીઓને લખ્યાં હતા કે પાપીઓને? પ્રેરિત યોહાને તે પત્રો ન્યાયીઓને લખ્યા હતા.
તેથી, પાપી જેઓનો નવો જન્મ ૧ યોહન ૧:૮-૯ના આ વચનોથી નથી થયો અને છતાં પોતાના માટે તે લાગૂ કરે છે, તો આ ખોટું છે. જો તમે ન્યાયી બનવા માંગો છો, તો ઈશ્વર આગળ પોતાના પાપોને માની લો અને પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરો. ત્યારે પ્રભુ તમારાં સઘળા પાપોને આ સુવાર્તાથી ધોઈ નાખશે જેના દ્વારા જગતના સઘળા પાપો પહલેથી જ ધોવાઈ ગયા છે.
યોહાનનો વિશ્વાસ આ જ પ્રમાણેનો છે. ૧ યોહાન અધ્યાય ૫મા તે કહે છે, તેનો વિશ્વાસ ‘પાણી, રક્ત અને આત્મામાં’ હતો. શ્હું તમે વિશ્વાસ કરો છો કે ઈસુ પાણી, રક્ત અને આત્મા દ્વારા આવ્યો હતો? કે પછી તમે ફક્ત એવો વિશ્વાસ કરો છો કે ઈસુ વધસ્તંભ દ્વારા આવ્યો, કે પછી તેના બાપ્તિસ્મા, તેના રક્ત અને આત્મા દ્વારા આવ્યો?
શું તમે ફક્ત ઈસુના રક્તની સુવાર્તા પર વિશ્વાસ કરવા દ્વારા સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ કરી શકો છો? જો તમારો વિશ્વાસ ફક્ત ઈસુએ વધસ્તંભ પર વહાવેલાં રક્તમાં છે તો ચોક્કસપણે તમે દરરોજ પોતાના માટે પ્રાર્થના કરતા જોશો. થઇ શકે છે કે તમે વિશ્વાસ કરો છો કે તમારી પસ્તાવાની પ્રાર્થનાથી તમારા પાપો ધોવાઈ ગયા છે.
પણ શું તમારા પાપ ઈસુના વધસ્તંભ [પર વહાવેલા રક્તમાં વિશ્વાસ કરવા દ્વારા, પસ્તાવા અને દરરોજની પ્રાર્થના કરવાથી ધોવાઈ શકે છે? જો તમે આવા વ્યક્તિઓમાંના છો તો તમારા હૃદયમાં હજી પણ પાપ છે. કેમ કે કોઈ પણ વ્યક્તિ ઈસુએ વધસ્તંભ વહાવેલા રક્તમાં વિશ્વાસ કરવાથી કે દરરોજની માફીની પ્રાર્થના કરવાથી પોતાના પાપ ધોઈ શકતા નથી. જો તમે એક એવા વ્યક્તિ છો જેને પાણી, રક્ત અને આત્માની સુવાર્તા હજી સુધી ખબર નથી તો તમારો વિશ્વાસ અધુરો છે.
યોહન પ્રેરિતે પાણી, રક્ત અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરીને નવો જન્મ મેળવ્યો હતો. જ્યારે આ સુવાર્તા પ્રત્યે તમારો દ્રષ્ટિકોણ અસ્પષ્ટ છે તો પછી તમે બીજાઓને ઉદ્ધાર માટે આગેવાની કેવીરીતે કરી શકો છો? તમે પોતે નવો જન્મ પામેલાં નથી, પણ પસ્તાવાની પ્રાર્થાનાથી પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવાની કોશિશ કરી રહ્યાં છો. આ માર્ગ તમને ક્યાંય નહીં લઈ જાય.
ભલે મનુષ્ય ગમેતેવી કપરી પ્રાર્થના કરે પણ તેના હૃદયથી તેના પાપ ધોવાઈ શકતા નથી. તમે થોડાં સમય માટે અનુભવ કરી શકો છો કે તમારા પાપો સાફ થઇ ગયા છે, આ ફક્ત તમારા મનની કલ્પના અને તમારી ભાવના માત્ર છે. જો તમે પસ્તાવો અને પ્રાર્થના કરો છો, તો તમે એક દિવસ અથવા તો થોડા વધારે સમય માટે સારો અનુભવ કરી શકો છો, પણ આ રીતે તમે તમારા પાપોથી મુક્ત થતા નથી.
પાપી માણસની પ્રાર્થના અને પસ્તાવો કદાચ જ તેને તેના પાપોથી બચાવે, કેમ કે તેઓ ઘણાં સમયથી ઈસુ પર વિશ્વાસ કરવા છતાં પણ પાપી જ રહેશે. તેઓ પાણી અને આત્માની સુવાર્તાને સારી રીતે નથી જાણતા. જો તમે ઈસુ પર વિશ્વાસ કરો છો, પરંતુ નવો જન્મ નથી મેળવ્યો, તો તમે એવા લોકોમાંથી એક છો. જો તમે પ્રાર્થના અને દરરોજ પસ્તાવો કરવા દ્વારા પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવાનો પ્રયત્ન કરો, તો સ્પષ્ટ છે કે હજી તમારો નવો જન્મ થયો નથી. તમારે નિર્ણય લેવો પડશે કે તમે પાણી અને આત્માની સુવાર્તામાં વિશ્વાસ કરો જેમ યોહાન પ્રેરિતે કર્યો હતો, અથવા તો તમે પોતાના વિચારો અને ભાવનાઓ પર વિશ્વાસ કરો. આમાંથી એક સ્પષ્ટ સત્ય છે અને બીજું અસત્ય છે.
બાઈબલ અનુસાર સાચી સુવાર્તા એ છે કે ઈસુએ બાપ્તિસ્મા લીધું અને જગતના સઘળા પાપીઓના પાપોને એક જ વારમાં પોતાના પર લઈને દંડ સહન કર્યો. જો મનુષ્ય ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના મૃત્યુમાં વિશ્વાસ કરે તો તે એક જ વારમાં તેના સઘળા પાપોથી બચી જશે. અને બીજી બાજુ, જો મનુષ્ય પોતાના પસ્તાવાની પ્રાર્થના દ્વારા પોતાના અપરાધો ધોવાની કોશિશ કરે તો તે પોતાના પાપોથી ક્યારેય મુક્ત થઇ શકતો નથી. શું તમે વિચારો છો, તમે તમારા દરરોજના પાપોને યાદ કરી શકો છો? શું ઈશ્વર તમારા પાપો પર ધ્યાન આપશે, જેના માટે તમે પસ્તાવો નથી કર્યો? શું પસ્તાવાની પ્રાર્થના દરરોજના પાપોની સમસ્યાનું એક સ્પષ્ટ સમાધાન છે? આ પ્રશ્નો ફક્ત એક જ ઉત્તર છે.
સાચો પસ્તાવો અને અંગીકારનો ઉદ્દેશ્ય
પસ્તાવો અને સારા કાર્યોની સીમાઓ કઈ છે?
જો આપણે જીવનભર આપણા પાપોનો અંગીકાર કરીએ છીએ, છતાં પણ આપણે આપણા અપરાધોને અંગીકાર કરીને અને સારા કર્મો કરીને ઉદ્ધાર પામી શકતા નથી.
બાઈબલમાં પસ્તાવાનો અર્થ ખોટા વિશ્વાસથી સાચા વિશ્વાસ ફરવું એવો છે, અને ન્યાયી માટે તેનો અર્થ, ખરાબ બાબતોને છોડી દેવી અને સુવાર્તાના અજવાળામાં પાછું ફરવું છે.
જો તમે હજી પણ પાપી છો, તો તમારે આ પ્રમાણે અંગીકાર કરવું જોઈએ: ‘હે ઈશ્વર હું એક પાપી છું અને નરકમાં જવા યોગ્ય છું. પણ હું મારા સઘળા પાપોથી છુટકારો મેળવવા માંગુ છું. કૃપા કરીને મારા પાપોથી મને બચાવી લે. મેં હજી સુધી નવો જન્મ નથી મેળવ્યો અને નરકનો ભાગીકાર છું.’ – આ જ સાચો અંગીકાર છે.
એક નવો જન્મ પામેલો મનુષ્ય કેવો અંગીકાર કરે છે? ‘હે ઈશ્વર, મેં શરીરના વશમાં થઈને પાપ કર્યું છે. હું વિશ્વાસ કરું છું કે ઈસુએ યોહાન બાપ્તિસ્ત દ્વારા બાપ્તિસ્મા લીધું અને મને મારા સઘળા પાપોથી બચાવ્યો, જે પાપો મેં હમણાં કર્યા છે તેને પણ, મારે મારાં પાપો માટે મરવાનું હતું. હું પ્રભુનો આભાર માનું છું કે તેણે પાણી અને રક્તની સુવાર્તા દ્વારા મને બચાવી લીધો.’ નવો જન્મ પામેલાં વ્યક્તિ અને જેઓનો નવો જન્મ નથી થયો તેઓના અંગીકારમાં તફાવત છે.
આપણા સર્વ પાસે તેવોજ વિશ્વાસ છે જેવો યોહન પ્રેરિતનો હતો. જો તમે ન્યાયી બનવા માટે પાપ અંગીકારથી પાપોને છૂપાવવાનો પ્રયત્ન કરો તો તમે પાપની મૃત્યુથી ક્યારેય બચી નહીં શકો, કેમ કે પાપનો મૂસારો મરણ છે.
સઘળા પાપી જેઓનો નવો જન્મ નથી થયો તેઓ પોતાના પાપ અંગીકારની પ્રાર્થનાથી પોતાના પાપો ઢાંકવાનું બંદ કરે અને પાણી, રક્ત અને આત્માની સાચી સુવાર્તા પર વિશ્વાસ કરવાનું આરંભ કરે. તેઓ પ્રેરિત યોહાનના વિશ્વાસનું અનુસરણ કરે અને આ પ્રમાણે ઉદ્ધાર પ્રાપ્ત કરે.
પાપી વ્યક્તિ પોતાના પાપોના ભયંકર દંડનો સ્વીકાર નથી કરતા. ઈશ્વરની સામે સૌથી ભયંકર પાપ પાણી અને આત્માથી નવા જન્મની સુવાર્તા પર વિશ્વાસ ન કરવો છે.
જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે પણ તેઓનો નવો જન્મ નથી થયો તેઓ ઈશ્વર આગળ અંગીકાર કરે, ‘હે ઈશ્વર હું એક પાપી છું, તેથી નરકની આગમાં ફેંકાઈ જઈશ.’ ફરીથી કહો, ‘પ્રભુ કૃપા કરીને મારા પાપોને સાફ કરો.’ જ્યારે પાપી માણસ આ સુવાર્તાને પોતાના હૃદયમાં ગ્રહણ કરે છે કે ઈસુએ યારદાન નદીમાં પોતાના બાપ્તિસ્મા દ્વારા અને વધસ્તંભ પર પોતાનું રક્ત વહાવવા દ્વારા મને બચાવ્યો છે, તો તે પોતાના સઘળા પાપોથી મુક્ત થઇ જાય છે. આ પાપ અંગીકાર કરવાની એક રીત છે જેના દ્વારા એક પાપી ઈશ્વર આગળ પોતાના પાપોથી મુક્ત થાય છે.
એક પાપી મનુષ્ય ફક્ત એવો અંગીકાર કરે કે તેનો નવો જન્મ નથી થયો અને પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરે, ત્યારે તે જ સમયે ટેબ બચી જશે. પાણી અને આત્માની સુવાર્તા દ્વારા સઘળા પાપીઓના ઉદ્ધારના કાર્યને પૂર્ણ કરવામાં આવ્યું છે. “બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ નીચે માણસોમાં આપેલું નથી” (પ્રેરીતો ૪:૧૨). ઈશ્વરે પોતાના પુત્ર ઈસુને મોકલ્યો અને ઈસુએ યોહાન બાપ્તિસ્ત દ્વારા બાપ્તિસ્મા લઈને અને વધસ્તંભ પર પોતાની મૃત્યુ દ્વારા સઘળા પાપીઓને પોતાના પાપોથી બચાવી લીધા.
જન્મથી લઈને મૃત્યુ સુધી મનુષ્યે પોતાની દેહમાં અને હૃદયમાં જેટલાં પાપો કર્યા છે, પ્રભુએ તે સઘળા ધોઈ નાખ્યાં છે. આપણે સાચી સુવાર્તા પર વિશ્વાસ કરીને બચી શકીએ છીએ. આ આપણા પાપોથી બચવા માટેનો એકમાત્ર માર્ગ છે, જેના દ્વારા અપને આપણા પાપોથી મુક્ત થઈ જઈએ છીએ અને પવિત્ર બનીએ છીએ. જ્યારે આપણે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણે એક જ વારમાં હંમેશા માટે ન્યાયી બની શકીએ છીએ.
જગતના પાપોને પોતાના ઉપર લેવા માટે ઈસુએ બાપ્તિસ્મા લીધું અને વધસ્તંભ પર પોતાના પ્રાણ આપીને પાપોની કીમત ચૂકવી અને ત્રીજા દિવસે મરેલામાથી સજીવન થયો અને અત્યારે પિતાના જમણા હાથે બિરાજમાન છે, આ જ અનંત સત્ય છે.
આપણે સર્વ આ અંગીકાર કરીએ, ‘પ્રભુ, હું નિસહાય છું પણ પાપમાં મારે એક દિવસ મારવાનું છે. હું મારી માંના ગર્ભમાંથી જ પાપી જન્મ્યો હતો, અને તે કારણે મેં પાપ કર્યું છે. હું નરકની બળતી આગમાં નંખાઈશ. આ કારણથી, હું ઈસુ પર વિશ્વાસ કરવા માંગું છું, જે પાણી, આત્મા અને રક્ત દ્વારા આવ્યો અને તે મારો ઉદ્ધારક છે.’
જેમ માથ્થી અધ્યાય ૩માં લખવામાં આવ્યું છે, ઈસુએ યર્દન નદીમાં બાપ્તિસ્મા લેવા દ્વારા જગતના સઘળા પાપો પોતાની ઉપર લઈ લીધા, તે સર્વ પાપોને પણ જે આપણે મૃત્યુના દિવસ સુધી કરીશું. ‘તમે સત્યને જાણશો, અને સત્ય તમને મુક્ત કરશે’ (યોહાન ૮:૩૨).
જો ઈસુએ આપણને ફક્ત આપણા મૂળ પાપોથી જ બચાવ્યાં હોત, તો શેષ પાપોનું સમાધાન આપણે પોતે કરવાનું હોત. એવું હોત તો આપણા પાપો આપણી અંદર જ રહ્યાં હોત. પણ ઈસુએ પોતાના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા આપણા સઘળા પાપોથી આપણને મુક્ત કરી દીધા છે. તો પછી આપણે કેમ દુઃખી છીએ? જયારે આપણે ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના દ્વારા વહાવેલાં રક્તમાં વિશ્વાસ કરીએ છીએ, ત્યારે પવિત્ર આત્મા આપણા હૃદયમાં નિવાસ કરે છે.
શું તમે ઈસુમાં વિશ્વાસ કરો છો? શું તમે વિશ્વાસ કરો છો કે પવિત્ર આત્મા તમારી અંદર નિવાસ કરે છે? જ્યારે ઈસુએ પોતાના બાપ્તિસ્મા દ્વારા જગતના પાપોને પોતાની ઉપર લીધા ત્યારે તમારાં સઘળા પાપો તેની ઉપર જતા રહ્યા. તેણે આપણા અધર્મો માટે વધસ્તંભ પર દંડ પ્રાપ્ત કર્યો અને તેણે આપણને અનંતકાળ માટે મુક્ત કરી દીધાં, આ જ સાચી સુવાર્તા છે.
ન્યાયીનો અંગીકાર
ન્યાયીનો સાચો અંગીકાર શું છે?
તેઓ દરરોજ પાપ કરે છે તેવું અંગીકાર કરવું નહિ પણ તે સત્યતામાં વિશ્વાસ કરવો કે ૨૦૦૦ વર્ષ પહેલાં ઈસુએ આપણા દરરોજના પાપોને ધોઈ નાખ્યાં.
૧ યોહાન ૧:૮ ‘જો આપણે આપણાં પાપ કબૂલ કરીએ, તો આપણાં પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે.’ તેનો અર્થ છે કે જ્યારે એક માણસ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવાનો નિર્ણય કરે છે અને પોતાના પાપોને અંગીકાર કરીને કહે છે, ‘પ્રભુ હું બચી શકતો નથી કેમ કે મેં આખું જીવન પાપ કર્યું છે. પણ હું જાણું છું કે મારી પસ્તાવાની પ્રાર્થનાથી હું બચી નહીં શકું. પાપનો મુસારો મરણ છે, પણ હું વિશ્વાસ કરું છું કે ઈસુનું બાપ્તિસ્મા અને તેની વધસ્તંભની મૃત્યુ સિવાય મારા પાપો બીજે ક્યાંય સાફ થઈ શકતા નથી. આજે મેં પાપ કર્યું છે, પણ મને વિશ્વાસ છે કે ઈસુએ ૨૦૦૦ વર્ષો પહેલા યર્દન નદીમાં બાપ્તિસ્મા લેવા દ્વારા મારાં પાપોને સાફ કરી દીધાં છે. જો તે આ પ્રમાણે પ્રાર્થના કરે તો તેના અંત:કારણથી પાપોની સમસ્યાનું સમાધાન એક જ વારમાં થઇ જશે.
જે લોકો નવો જન્મ પામેલાં છે, તેઓએ ફક્ત પોતાના પાપોનો અંગીકાર કરવાનો છે. તેઓએ ફક્ત આ નિશ્ચિત કરવાનું છે કે ઈસુએ તેમના સઘળા પાપો ધોઈ નાંખ્યા છે. કેમ કે ઈસુએ પાપીઓ માટે ૨૦૦૦ વર્ષ પહેલાં યોહાન બાપ્તિસ્ત પાસેથી યર્દન નદીમાં બાપ્તિસ્મા લીધું અને વધસ્તંભ પર મર્યો. એમાં કોઈ સંદેહ નથી કે તેઓના સઘળા પાપો સંપૂર્ણ રીતે સાફ થઇ ગયા છે.
યોહાનના પત્રમાંથી જે ભાગ વાંચવામાં આવ્યો છે, તે ન્યાયી લોકો માટે ખુબજ સારો છે, પણ જેઓ પાપી છે તેઓ તેનો ખોટો ઉપયોગ કરે છે, આવો વ્યક્તિ અંતમાં નરક જાય છે. છતાં પણ આ ભાગ બાઈબલમાંથી સૌથી અનુચિત રીતે ઉપયોગમાં લેવાય છે. આ ખ્રિસ્તીઓ મધ્યે ઘણાં સમયથી મોટા ભ્રમનું કારણ છે.
એવી કહેવત છે કે યોગ્ય ડોક્ટર પોતાના દર્દીઓને મારી નાખે છે. તેને એવો ભ્રમ રહે છે કે તે સઘળું જાણે છે. આવા પ્રયાસમાં તે પોતાના દર્દીને ખોટા ઉપચારમાં મારી નાખે છે.
આ જીવનનો નિયમ છે કે, પ્રશિક્ષિત અને અનુભવી વ્યક્તિ જ પોતાના કર્તવ્યને સારી રીતે પાળી શકે છે. આ વાત વિશ્વાસ માટે પણ કહી શકાય છે. જો કોઈ વ્યક્તિ ઈશ્વરના વચન વિષે શિક્ષા આપે છે તો તે સત્યને જેમ લખ્યું છે તેમ જ સ્પષ્ટ રીતે લોકોને જણાવે. અને જે કોઈ પણ શીખે છે, તેને આ વિશ્વાસની નિશ્ચિતતા હોવી જોઈએ કે ઈસુએ મારા સઘળા પાપોને પોતાના બાપ્તિસ્માના પાણી અને રક્ત દ્વારા ધોઈ નાખ્યાં છે.
જો સુવાર્તા પ્રચારક પોતાના અનુયાયીઓને ખોટા સિદ્ધાંતની શિક્ષા આપે અને વિશ્વાસી બાઈબલને અનુચિત રીતે શીખે તો ન્યાયના દિવસે બંને નરકમાં જશે. ફક્ત નવો જન્મ પામેલો વ્યક્તિ જ બાઈબલની સ્પષ્ટ અને સાચી શિક્ષા આપી શકે છે. જો ડોક્ટર દ્વારા ખોટી દવાઓનો નિર્દેશ કરવામાં આવે તો સારી દવા પણ દર્દીને મારી શકે છે. આવું જ ઈશ્વરના વચનની શિક્ષા આપવા અને શીખવા સાથે છે. આગ જીવન માટે જરૂરી છે. પણ તે બાળકોના હાથોમાં આપવાથી અનર્થ થાય છે. ઈશ્વરના વચનોને ખોટા હાથોમાં આપવા એ વિપત્તિને લાવવું છે.
આપણે ન્યાયી અને પાપી બંનેના અંગીકાર વિષે વિચાર વિમર્શ કર્યો છે. ૧ યોહન ૧:૯ ન્યાયી માણસ માટે છે. જયારે એક ન્યાયી વ્યક્તિ ઈશ્વર સમક્ષ વિશ્વાસ સાથે પોતાના પાપોનો અંગીકાર કરે છે તો પોતાના પાપોથી મુક્ત થઈ જાય છે, કેમ કે ઈસુએ આજથી ૨૦૦૦ વર્ષ પહેલાં જ સઘળાં પાપોને ધોઈ નાખ્યાં છે.
સર્વ સમયે પાપોની માફી માટે પ્રાર્થના કરવાવાળા પાપીઓ માટે આ વિશ્વાસ કરવો ખોટો હશે કે તેના પાપોને ધોઈ નાખવામાં આવ્યાં છે. એક વ્યક્તિ જેનો નવો જન્મ નથી થયો, શું તે ફક્ત અંગીકાર કરવા દ્વારા પોતાના પાપોને ધોઈ શકે છે?
ઈશ્વર ન્યાયી ઈશ્વર છે, તેણે પોતાના એકાકીજનીત પુત્રને આ જગતમાં મોકલ્યો અને તેણે પોતાના બાપ્તિસ્મા દ્વારા જગતના સઘળાં પાપોને પોતાની ઉપર ઉઠાવી લીધાં છે અને જેઓ તેનાં બાપ્તિસ્માના પાણી અને વધસ્તંભ પર વહાવેલાં તેના રક્ત પર વિશ્વાસ કરે છે તેઓને બચાવ્યાં છે. તેથી જયારે કોઈ ન્યાયી વ્યક્તિ પોતાનાં પાપોનો અંગીકાર કરે છે ત્યારે ઈશ્વર તેને કહે છે કે ઈસુએ ૨૦૦૦ વર્ષ પહેલાં સઘળા પાપો પોતાની ઉપર લઈ લીધા છે. આ વિશ્વાસ તેને એ વાતની નિશ્ચિતતા આપે છે કે તેઓનું શરીર ભલે હજી પાપ કરતુ હોય પણ તેઓ પાપરહિત છે.