(રોમન ૮:૨૮-૩૦)
‘વળી આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને માટે ઈશ્વર એકંદરે બધું હિતકારક બનાવે છે. કેમ કે જેઓને તે અગાઉથી જાણતા હતા, તેઓને વિષે તેમણે અગાઉથી ઠરાવ્યું પણ હતું કે, તેઓ તેમના દીકરાની પ્રતિમા જેવા થાય. જેથી તે ઘણા ભાઈઓમાં જયેષ્ઠ થાય: વળી જેઓને તેમણે અગાઉથી નકકી કર્યા, તેઓને તેમણે તેડયા પણ; અને જેઓને તેમણે તેડયા, તેઓને તેમણે ન્યાયી પણ ઠરાવ્યા. અને જેઓને તેમણે ન્યાયી ઠરાવ્યા, તેઓને તેમણે મહિમાવંત પણ કર્યા’.
શું ખરેખર ઈશ્વરે આપણા માંથી ફક્ત થોડાંક
લોકોને જ પસંદ કર્યા છે?
ના, ઈસુ ખ્રિસ્તે આપણ સર્વ લોકોને
પસંદ કર્યા છે.
પ્રારબ્ધ અને દૈવીય ચુંટણીનો સિદ્ધાંત, જેના આધાર પર ખ્રિસ્તી સિદ્ધાંતનું નિર્માણ થયું છે, તેણે ઘણાં લોકોને જે ઈસુ પર વિશ્વાસ કરવા માંગે છે તેઓને ભ્રમિત કર્યા છે. આ ભ્રમિત કરવાવાળા સિદ્ધાંતનો વધારે ભ્રમ છે.
ભ્રમિત ધર્મ વિજ્ઞાનવાળા પ્રારબ્ધના વિષયમાં કહે છે કે ઈશ્વર જેઓને પ્રેમ કરે છે, તેઓને પસંદ કરે છે. પણ જેઓ તેનો નકાર કરે છે તેઓને તે નાપસંદ કરે છે. તેનો અર્થ છે કે થોડાં લોકો જેઓએ પાણી અને આત્માથી નવો જન્મ પ્રાપ્ત કર્યો છે, તેઓ પસંદ કરાએલા છે અને સ્વર્ગમાં તેઓનો સ્વીકાર કરવામાં આવે છે અને જેઓને પસંદ કરવામાં નથી આવ્યા તેઓને નરક માટે પસંદ કરવામાં આવ્યા છે.
જો હકીકતમાં ઈશ્વરે ફક્ત આપણને જ પસંદ કર્યા છે, તો આપણે કંઈ પણ નથી. પણ આ કઠીન પ્રશ્ન વિષે વિચારજો. શું હું ઉદ્ધાર માટે પસંદ કરાયેલો છું? જો આપણે પસંદ કરવામાં નથી આવ્યા, તો ઈસુ પર વિશ્વાસ કરવો આપણા માટે વ્યર્થ છે. એટલા માટે આ સિદ્ધાંત ઘણાં બધાં લોકોની ચિંતાને વધારે છે કે શું તેઓ ઈશ્વર દ્વારા પસંદ કરાયેલા છે કે સ્વયં દ્વારા.
આપણે પોતાના વિશ્વાસ પર ભરોષો કરીએ છીએ કે ફક્ત ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ કે આપણે કેવીરીતે સંદેહ માંથી મુક્ત થઇ શકીએ. કેવી રીતે સુનિશ્ચિત કરીએ કે ઈશ્વરે ખરેખર આપણને પસંદ કર્યા છે? તે તો ફક્ત પસંદ કરાયેલા લોકોનો ઈશ્વર છે. તેથી તે કહે છે, “અથવા શું ઈશ્વર કેવળ યહૂદીઓના જ છે? શું વિદેશીઓના પણ નથી? હા, વિદેશીઓના પણ છે” (રોમન ૩:૨૯).
કેમ કે ઘણાં બાધા લોકો પ્રારબ્ધ અને દૈવીય ચુંટણીને ખોટી સમજે છે. તેઓને શંકા છે કે તેઓ ઈસુ પર વિશ્વાસ કરવા છતાં પણ નાશ થઈ જશે.
એફેસીઓ ૩:૧-૫ કહે છે, “એ કારણથી હું પાઉલ, તમ વિદેશીઓની માટે ખ્રિસ્ત ઈસુનો બંદીવાન, ઈશ્વરની જે કૃપાનું [દાન] તમારે માટે મને આપવામાં આવ્યું છે, તેના વહીવટ વિષે અને પ્રકટીકરણથી તેમણે મને મર્મ જણાવ્યો તે વિષે, તમે કદાચ સાંભળ્યું છે, તે વિષે મેં અગાઉ ટૂંકમાં લખ્યું. તે વાંચીને તમે ખ્રિસ્તના મર્મ વિષેની મારી માહિતી જાણી શકશો. તે જેમ હમણાં તેમના પવિત્ર પ્રેરિતોને તથા પ્રબોધકોને આત્માથી પ્રગટ થયેલા છે, તેમ આગલા જમાનાઓમાં માણસોના જાણવામાં આવ્યા નહોતા”
તેથી આપણે ધર્મ વિજ્ઞાન પર આધારિત પ્રારબ્ધ અને દૈવીય ચુંટણીની સમીક્ષા કરાવી જોઈએ. સૌ પ્રથમ આપણે જાણવું જોઈએ કે બાઈબલ પ્રારબ્ધ અને દૈવીય ચુંટણી વિષે શું કહે છે, અને ત્યારે આપણે પાણી અને આત્મા દ્વારા ઉદ્ધાર પર આપણો વિશ્વાસ દૃઢ કરવો જોઈએ.
રોમનોને પત્ર આપણને શું કહે છે? કેટલાંક ધર્મ વૈજ્ઞાનિકોએ “શરત વગરની ચુંટણી’ ના આધાર વગરના સિદ્ધાંતને સ્થાપિત કરે છે. શું ધર્મ વિજ્ઞાન ઈશ્વર છે? ધર્મ વિજ્ઞાન પોતે ઈશ્વર નથી.
સૃષ્ટિની રચના પહેલા જ ઈશ્વરે ઈસુ ખ્રિસ્તમાં સમગ્ર મનુષ્યજાતિને પસંદ કરી લીધી અને આપણને ન્યાયી બનાવવા દ્વારા આપણને બચાવવાનો નિર્ણય કર્યો. ઈસુ આપણને શરત વગરનો પ્રેમ કરે છે. આપણે તેને ભેદભાવ કરવાવાળો ઈશ્વર ન બનાવીએ. અવિશ્વાસીઓનો પોતાના વિચાર પર વિશ્વાસ હોય છે, પરંતુ વિશ્વાસીઓનો વિશ્વાસ ઈશ્વરના જીવિત વચન પર આધારિત હોય છે.
જુના કરારમાં દૈવીય ચુંટણી
શું શરત વગરની ચુંટણીનો સિદ્ધાંત સાચો છે?
ના. આપણા ઈશ્વર નાની વિચારધારા વાળા ઈશ્વર નથી.
ઈશ્વરે ઈસુમાં સર્વ પાપીઓને પસંદ કર્યા છે,
ફકત થોડા લોકોને નહીં.
ઉત્પતિ ૨૫:૨૧-૨૬માં આપણે ઈસહાકના બે પુત્રો એસાવ અને યાકૂબ વિષે વાંચીએ છીએ. ઈશ્વરે યાકૂબને પસંદ કર્યો જ્યારે ઈસહાકના બંને પુત્રો પોતાની માના પેટમાં જ હતા.
જેઓ ઈશ્વરના વચનોને સાચી રીતે નથી સમજતા, તેઓ શરત વગરના તેડાને સિદ્ધાંતના આધારના રૂપમાં લે છે. આ ભાગ્યના ઈશ્વરને ખ્રિસ્તી ધર્મમાં મેળવવા જેવું છે.
જો આપણે વિશ્વાસ કરીએ છીએ કે ઈશ્વરે આપણને શરત વગરના આધારે પસંદ કર્યા છે અને ઈસુ ખ્રિસ્તમાં પસંદ નથી કર્યા, તો આ એવું છે કે આપણે ભાગ્યને ઈશ્વર તરીકે માનીએ છીએ અને મૂર્તિની પૂજા કરીએ છીએ. જો આપણે ભાગ્યના ઈશ્વર પર વિશ્વાસ કર્યો હોત તો આપણે ઈશ્વરની યોજનાને ઠોકર મારી દેત અને શેતાનની જાળમાં ફસાઈ જાત.
જો લોકો ઈશ્વરની ઇચ્છા પ્રત્યે આજ્ઞાકારી નથી, તો તેઓ જાનવરોથી વધારે કંઈ પણ નથી જેઓ અંતમાં નાશ પામે છે. જ્યારે આપણે વિશ્વાસી લોકો જાનવર નથી, તેથી આપણે સાચા વિશ્વાસી બનવાનું છે જે બાઈબલમાં લખેલા સત્યને વાંચે અને વિશ્વાસ કરે. બાઈબલમાં લખેલા સત્ય પર પ્રથમ વિચાર ન કરવો એ પોતાને શેતાનના હાથમાં સોંપવું છે.
સાચા વિશ્વાસ માટે સૌથી પહેલાં આપણે બાઈબલમાં લખેલી હકીકત વિષે વિચારવું જોઈએ અને જેઓ ખ્રિસ્તમાં નવો જન્મ પામેલાં છે તેઓએ આ વિશ્વાસનું અનુસરણ કરવું જોઈએ.
કાલ્વીનવાદની દ્રષ્ટિમાં છૂટકારો સીમિત છે. આ પરોક્ષ રીતે સંકેત કરે છે કે ઈશ્વરનો પ્રેમ અને પ્રભુનો છૂટકારો કેટલાંક લોકો પર લાગૂ થતો નથી. શું આ સાચું હોઈ શકે?
બાઈબલ કહે છે, ‘સર્વ માણસો તારણ પામે એવી તેમની (ઈશ્વર) ઈચ્છા છે’ (૧ તિમોથી ૨:૪). જો છૂટકારાનો આશીર્વાદ ફક્ત થોડાં લોકો માટે જ લાગૂ થાય છે, તો ઘણાં બધાં વિશ્વાસી ઈસુમાં વિશ્વાસ કરવાનું છોડી દેશે. અંતમાં, કોણ આવા સીમિત વિચારવાળા ઈશ્વર પર વિશ્વાસ કરવાનું પસંદ કરશે?
આપણને નિશ્ચિતતા હોવી જોઈએ કે આપણો ઈશ્વર સીમિત સમાજવાળો નથી. તે સત્યતા, પ્રેમ અને ન્યાયનો ઈશ્વર છે. આપણે ઈસુ પર વિશ્વાસ કરીએ અને પાણી અને આત્માથી નવો જન્મ પામીએ. આ પ્રકારે આપણે આપણા સઘળા પાપોથી બચી શકીએ છીએ. ઈસુ એ સર્વ લોકોનો ઉદ્ધારક છે જેઓએ પાણી અને આત્માથી નવો જન્મ પ્રાપ્ત કર્યો છે.
કેલ્વિનવાદ મુજબ જો અહીંયા દસ લોકો છે તેમાંથી થોડાં લોકો ઈશ્વર દ્વારા બચાવવામાં આવ્યા છે જ્યારે બાકીના લોકોને નરકની આગમાં સળગવા માટે છોડી દેવામાં આવ્યા છે, આ સાચું નથી.
આ કહેવાનો કોઈ તર્ક નથી કે ઈશ્વર કેટલાંક લોકોને જ પ્રેમ કરે છે અને બીજાઓને અલગ કરી દે છે. જરા વિચાર કરો કે ઈશ્વર આજે આપણી સાથે છે. જેઓ તેના જમણે બેઠો છે ફક્ત તેઓને જ બચાવવાનો નિર્ણય કર્યો છે અને જેઓ ડાબી બાજુ બેઠા છે તેઓને નરકમાં મોકલવાનો વિચાર મનમાં કરી લીધો છે તો શું આપણે તેને ઈશ્વરના રૂપમાં માની શકીએ?
જેઓ ત્યજેલા છે, શું તેઓ બચાવમાં પોતાનો અવાજ ઉંચો નહિ કરે? સઘળા પ્રાણીઓ બોલી ઉઠશે, ‘ઈશ્વર કેવી રીતે અન્યાયી થી શકે છે.’ શરત વગરની ચુંટણી આધાર વગરની છે કેમ કે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તમાં સમગ્ર મનુષ્યજાતિને પસંદ કરી છે.
તેથી ઈસુના નામમાં જેઓ ઈશ્વર દ્વારા પસંદ કરાયેલા છે તે સઘળા ઈશ્વર દ્વારા તેડાયેલા છે. તો પછી ઈશ્વર કોને તેડે છે? તે પાપીઓને તેડે છે, ન્યાયીઓને નહિ. ઈશ્વર તેઓને નથી તેડતા જેઓ પોતાને ન્યાયી માને છે.
ઈશ્વરના છૂટકારાનો આશીર્વાદ પાપીઓ માટે છે અને તેઓ માટે છે જેઓ નરકને યોગ્ય છે. પસંદગીનો અર્થ એવો છે કે ઈશ્વર પાપીઓને તેડીને તેઓને પોતાની ન્યાયી સંતાન બનાવે છે.
ઈશ્વર ન્યાયી છે
શું ઈશ્વર ફક્ત થોડાં લોકોને જ
પ્રેમ કરે છે?
ના, ઈશ્વર નાની વિચારધારા વાળા નથી.
ઈશ્વર ન્યાયી છે.
ઈશ્વર ન્યાયપ્રિય છે. તે એવો ઈશ્વર નથી જે ફક્ત પસંદ કરાયેલાઓને પ્રેમ કરે છે. તે ઈસુના નામમાં સર્વ પાપીઓને તેડે છે. ઈસુ ખ્રિસ્ત દ્વારા પાપોથી મુક્તિ અને પાપોની માફી પામ્યાં વગર આપણે કેવી રીતે ઈશ્વરના પ્રેમ અને ઉદ્ધારને સમજી શકીએ છીએ. ઈશ્વરને ક્યારેય અન્યાયી ન બનાવો.
એફેસીઓ ૧:૩-૫ વાંચતી વખતે શોધવાનો પ્રયત્ન કરો કે શું ગાયબ છે. “આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા સ્તુત્ય હો, તેમણે સ્વર્ગીય [સ્થાનો] માં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યાં છે; એ પ્રમાણે તેમણે જગતના મંડાણની અગાઉ આપણને એમનામાં પસંદ કર્યા છે, એ માટે કે આપણે તેમની આગળ પ્રેમમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ. તેમણે પોતાની ઇચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે, પોતાને માટે, આપણને ઈસુ ખ્રિસ્તદ્વારા પુત્રો તરીકે ગણાવાને અગાઉથી નિર્માણ કર્યાં”. શું ગાયબ છે? ગાયબ થયેલો શબ્દ “ઈસુમાં.”
કેલ્વિનવાદમાં શરત વગરની પસંદગી બાઈબલના વચન સાથે બંધ બેસતી નથી. બાઈબલ કહે છે, ‘તેણે જગતની ઉત્પતિ પહેલાં આપણને એનામાં પસંદ કર્યા છે.’
ઈશ્વરે ખ્રિસ્તમાં પાણી અને આત્માથી જન્મ લેવા માટે સર્વ મનુષ્યજાતિને પસંદ કરી છે. જેઓ અસહાય અને જન્મથી પાપી છે તેઓ પાપોથી મુક્ત થઇ જાય છે અને ઈશ્વરની સંતાન બની જાય છે. તે સર્વ મનુષ્યજાતિને તે સૂચિમાં સામેલ કરે છે જેઓ ઈસુ ખ્રિસ્તમાં ઉદ્ધાર મેળવ્યો છે અને પસંદ કરાયેલા છે.
કેમ કે અનેક ધર્મ વૈજ્ઞાનિક જે શરત વગરની પસંદગી પર અડગ છે, કહે છે કે ફક્ત કેટલાંક લોકો જ પસંદ કરાયેલા છે. ઘણાં બધાં લોકો સંપૂર્ણ રીતે તર્કહીન સિદ્ધાંત પર વિશ્વાસ કરવા દ્વારા ફસાઈ જાય છે. આ જુઠ્ઠા ધર્મ વૈજ્ઞાનિક કહે છે કે ઈશ્વર કેટલાંક લોકોને પસંદ કરે છે અને શરત વગરની પસંદગી દ્વારા બીજાઓનો ત્યાગ કરે છે, જ્યારે તેના વચનની સત્યતા છે કે ઈશ્વરે ઈસુમાં સર્વ પાપીઓને પસંદ કર્યા છે.ઘણાં બધાં લોકો પોતાના અંધવિશ્વાસના કારણે ખોટા સિદ્ધાંતો માં ફસાઈને પીડિત છે.
જો આપણે આ સત્યનો સ્વીકાર કરીએ કે ઈશ્વરે સર્વ મનુષ્યજાતિને ઈસુમાં બચાવવાનો નિર્ણય કર્યો છે તો જેઓ ઈસુમાં વિશ્વાસ કરે છે તે સઘળા વ્યક્તિ માટે પાપોનું પ્રાયશ્ચિત લાગૂ થાય છે. આવું કરવાથી આપણે આપણા સઘળા પાપોથી બચી જઈએ છીએ, ઈશ્વરની સંતાન બનીએ છીએ, ન્યાયી લોકો બનીએ છીએ, અનંત જીવન મેળવીએ છીએ, અને નિશ્ચિત થાય છે કે ઈશ્વર ન્યાયી છે.
એસાવ અને યાકૂબની કહાનીમાં દૈવીય ચુંટણી
ઈશ્વર કોને પસંદ કરે છે?
ફક્ત પસંદ કરેલાઓને?
ના. ઈશ્વરે ખ્રિસ્તમાં સમગ્ર મનુષ્યજાતિને પસંદ કરી છે. તેથી જે કોઈ
ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે અને ઈસુના બાપ્તિસ્મા દ્વારા
પાપોની માફી મેળવે છે તે પસંદ કરાયેલાં છે.
ઉત્પતિ ૨૫:૧૯-૨૮માં, એસાવ અને યાકૂબ પોતાની માતા રિબકાના ગર્ભમાં અંદરો અંદર લડવા લાગે છે. ઈશ્વર ઉત્પતિ ૨૫:૨૩મ કહે છે, ‘અને યહોવાએ તેને કહ્યું, “તારાં પેટમાં બે કૂળ છે, ને તારાં પેટમાંથી જ બે પ્રજાઓ ભિન્ન થશે; અને એક પ્રજા બીજી પ્રજા કરતાં બળવાન થશે અને મોટો નાનાનો દાસ થશે.’
પાપી આ વચનોને પહેલેથી નિર્ધારિત અને ઈશ્વરીય પસંદગીને ધર્મ વિજ્ઞાનના સિદ્ધાંતમાં બદલી નાખે છે. ઘણાં બધાં લોકો જે ઈસુ પર વિશ્વાસ કરે છે તેઓ ભ્રમિત છે કે તેઓની પસંદગી થઇ છે કે નથી! જ્યારે તેઓ પોતાની પસંદગીનો સ્વીકાર કરે છે, ત્યારે તેઓ વિચારે છે કે તેઓનો ઉધ્ધાર થઇ ગયો છે, અને તેઓ પાણી અને આત્માથી નવો જન્મ પામવાની ઈચ્છાને ખોઈ નાખે છે.
શરત વગરની વિચારધારાએ ઘણાં બધાં લોકોને જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે, તેઓને ઉદ્ધારથી દૂર અને નરકના દંડ તરફ વાળ્યા છે. આવું કહેવા દ્વારા તેઓ ઈશ્વરને અન્યાયી દર્શાવે છે.
કેમ કે ઘણાં બધાં ધર્મ વૈજ્ઞાનિક ખોટા સિદ્ધાંતની શિક્ષા આપે છે, જે તેઓના પોતાના વિચારોની ઉપજ છે. ઘણાં લોકો જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે, તેઓ અસુરક્ષિત અને આશ્ચર્યમાં રહે છે કે તેઓ પસંદ કરાયેલા છે કે તેઓનો છૂટકારો પહેલેથી જ નિર્ધારિત હતો.
યાકૂબ અને એસાવ માંથી ઈશ્વરે કોને પસંદ કર્યો? તેણે ઈસુ ખ્રિસ્તમાં યાકૂબને પસંદ કર્યો. રોમન ૯:૧૦-૧૧માં કહે છે કે ઈશ્વરે યાકૂબને તેના ભાઈના બદલામાં પસંદ કર્યો. જોકે, તેઓએ એક જ પુરુષ દ્વારા ગર્ભ ધારણ કર્યો હતો, હજી જન્મ્યાં નહોતા, કે ન તેઓએ સારાં કે ખરાબ કર્મ કર્યા હતા.
ઈશ્વરનું યાકૂબને પસંદ કરવાનો ઉદ્દેશ્ય તેના કાર્યો નહિ, પરંતુ ઈશ્વરની પસંદગીના કારણે હતું. બાઈબલ આપણને એ પણ કહે છે કે ઈસુ પાપીઓને તેડવા આવ્યો, તેઓને નહિ જેઓ ન્યાયીપણાનું જીવન જીવે છે.
સર્વ લોકો આદમના વંશજના રૂપમાં જન્મજાત પાપી છે. દાઉદ કહે છે, માના ગર્ભથી જ તે એક પાપી હતો અને ‘હું અન્યાયીપણામાં જન્મ્યો, અને મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો હતો’ (ગીતશાસ્ત્ર ૫૧:૫).
કેમ કે સઘળા મનુષ્યો તેઓના પૂર્વજોના પાપોને કારણે પાપીના રૂપમાં જન્મ લે છે. તેથી આ સંસારમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ જન્મથી જ પાપી છે. તે એક પાપી જેવી આચરણ કરે છે અને પાપના ફળોના વાહક છે.
એક નવું જન્મેલું બાળક જેણે હજી કોઈ પાપ નથી કર્યું તે પણ પાપી છે, કેમ કે તે પાપના બીજથી ઉત્પન્ન થયું છે.તેના હૃદયમાં ખરાબ વિચારો, વ્યાભિચાર, અને હત્યા છે. તે પોતાના પૂર્વજોના પાપોથી ઉત્પન્ન થાય છે, તેથી જન્મ લેતા પહેલા જ તેઓ પાપી છે.
તેથી ઈશ્વરે આપણને કમજોર બનાવ્યા છે. મનુષ્યજાતિ ઈશ્વરની રચના છે, પણ ઈશ્વરની યોજના હતી કે તે પાપથી બચાવવા દ્વારા આપણને પોતાની સંતાન બનાવે. તેથી તેણે આદમને પાપ કરવાની અનુમતિ આપી.
પરિણામે જ્યારે આપણી પાપી બન્યા ત્યારે ઈશ્વરે ઈસુના, પોતાના એકાકીજનીત પુત્રના બાપ્તિસ્મા દ્વારા મનુષ્યજાતિના સઘળા પાપોને ઉઠાવવા માટે તેને આ જગતમાં મોકલ્યો.
ઈશ્વરની ઈચ્છા, પોતાના પુત્ર ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના રક્તથી સમગ્ર મનુષ્યજાતિને છૂટકારો આપવો અને ઈસુ પર વિશ્વાસ કરવા દ્વારા તેઓને ઈશ્વરની સંતાન બનાવાનો અધિકાર આપવો. ખ્રિસ્તમાં સઘળા પાપ ધોવાની પ્રતિજ્ઞા અનુસાર તેણે આદમને પાપની અનુમતિ આપી.
ખોટા સિદ્ધાંતમાં વિશ્વાસ કરવાવાળા પાપી કહે છે કે, ‘યાકૂબ અને એસાવ તરફ જુઓ. તે એકને પસંદ કરે છે અને બીજાને શરત વિના ત્યજી દે છે.’ ઈશ્વર આપણને શરત વગર ક્યારેય પસંદ કરતી નથી. આપણે ફક્ત બાઈબલમાં લખેલા શબ્દોને જોઈએ છીએ. રોમન ૯:૧૦-૧૨ કહે છે, “માત્ર એટલું જ નહિ; પરંતુ રિબકાએ પણ એકથી એટલે આપણા પૂર્વજ ઇસહાકથી ગર્ભ ધર્યો, અને [છોકરાઓના] જન્મ્યા પહેલાં જ્યારે તેઓએ હજુ કંઈ પણ સારું કે ભૂંડું કર્યું ન હતું, ત્યારે ઈશ્વરનો સંકલ્પ જે તેમની પસંદગી પ્રમાણે છે તે, કરણીઓ પર નહિ, પણ તેડું કરનારની ઇચ્છા પર આધાર રાખે, માટે તેને કહેવામાં આવ્યું, “વડો નાનાની ચાકરી કરશે.”
ઈશ્વરે યાકૂબને ઈસુમાં પસંદ કર્યો. યાકૂબ પાપીઓ માટે આદર્શ છે જે યોગ્યતા અને ન્યાયીપણાથી વંચિત છે. એફેસીઓ ૧:૪ કહે છે, ઈશ્વરે ખ્રિસ્તમાં આપણને પસંદ કર્યા છે.
ઈશ્વરે કોને પસંદ કર્યા છે? તેણે યાકૂબને પસંદ કર્યો કેમ કે તે જાણતો હતો કે તે પાપી છે અને ઈશ્વર સન્મુખ અન્યાયી છે, અને તેણે ઈશ્વર પર ભરોષો કર્યો. તેણે પોતાના પુત્ર ઈસુના નામ પર યાકૂબને તેડયો અને પાણી અને રક્તની સુવાર્તાથી બચાવવા દ્વારા તેને પોતાની સંતાન બનાવ્યો. એટલા માટે ઈશ્વરે યાકૂબને તેડયો અને તેને છૂટકારાનો આશીર્વાદ આપ્યો.
તેણે પાપીઓને ન્યાયી બનવા માટે ઈસુમાં પાપની મુક્તિ માટે તેડ્યા. આ જ ઈશ્વરની યોજના છે.
શરત વગરની ચુંટણીનો ખોટો સિદ્ધાંત
કેમ ઈશ્વરે યાકૂબને પ્રેમ કર્યો?
કેમ કે યાકૂબ પોતાના અન્યાયીપણાને
જાણતો હતો.
મેં હમણાંજ શરત વગરની પસંદગી ઉપર એક પુસ્તક વાંચી. એક જુવાન માણસે સ્વપ્ન જોયું. એક વૃદ્ધ સ્ત્રી તેના સ્વપ્નમાં આવે છે અને જુવાન માણસને અજાણી જગ્યાએ આવવા કહે છે, અને તે ચાલ્યો જાય છે. ત્યારે તે સ્ત્રી તેને કહે છે કે તે ઈશ્વર દ્વારા પસંદ થયેલો છે.
તે વૃદ્ધ મહિલાને કહે છે, ઈશ્વર તેને કઈ રીતે પસંદ કરી શકે છે કેમ કે તેણે તો હજી ઈશ્વર પર વિશ્વાસ પણ નથી કર્યો? તેણી તેને કહે છે કે ઈશ્વરે તેને શરત વગર વિશ્વાસયોગ્યતા વગર પસંદ કર્યો છે.
આ સાચું નથી. ઈશ્વર કેવીરીતે પોતાની મનમાની થી કેટલાંક લોકો માટે નરકની ઘોષણા કરી શકે અને બીજાઓને ઉદ્ધાર માટે પસંદ કરી શકે? ઈશ્વરે પ્રત્યેક વ્યક્તિને ઈસુમાં પસંદ કરી છે.
ધર્મ વૈજ્ઞાન ચુંટણીનો સિદ્ધાંત છે જેમાં ઈશ્વર સામેલ નથી અર્થાત ખોટું છે. આ સાચું નથી. પરંતુ ઘણાં બધાં ધર્મ વૈજ્ઞાનિક એવું કહે છે કે ઈશ્વરે ફક્ત થોડાં લોકોને જ પસંદ કર્યા છે. આ સાચું નથી. ઈશ્વર ઈસુમાં સઘળા લોકોને બચાવવા માંગે છે. જેઓ ઈસુ પર પાણી અને આત્માથી છૂટકારા પર વિશ્વાસ નથી કરતા ફક્ત તેઓને બચાવવામાં નહિ આવે.
ઈશ્વરે પોતાના પુત્ર ઈસુ દ્વારા સર્વ મનુષ્યજાતિના ઉદ્ધારને પહેલાથી જ નિર્ધારિત કર્યો, અને જગતની ઉત્પતિ પહેલાં તેણે આપણને પોતાના સંતાન થવા માટે પસંદ કરી લીધા. તેણે જગતના સઘળા પાપોથી મનુષ્યજાતિને ઈસુના છૂટકારા દ્વારા બચાવવાની યોજના બનાવી છે. આજ સત્ય છે જેમ બાઈબલમાં તેને લખવામાં આવ્યું છે.
ન્યાયી જેઓએ ખ્રિસ્તમાં નવો જન્મ પ્રાપ્ત કર્યો છે તેઓ પસંદ કરાયેલા છે. પરંતુ ધર્મ વૈજ્ઞાનિક કહે છે કે ઈશ્વરે ફક્ત અમારામાંથી થોડાં લોકોને પસંદ કર્યા છે. તેઓ કહે છે, ઉધાહરણ માટે, બૌદ્ધ ભિક્ષુક જેઓને ઈશ્વરે પસંદ નથી કર્યા. પણ ઈશ્વરે તે જ પ્રકારે તેઓને ઈસુમાં પસંદ કર્યા છે.
જો ઈશ્વરે શરત વગર કેટલાંક લોકોને ઈસુ વગર પસંદ કર્યા છે તો આપણે સુવાર્તા પ્રચાર કરવાની જરૂર નથી. જો ઈશ્વરે ઈસુ વગર કેટલાંક લોકોને પસંદ કરવાની યોજના બનાવી હોત, તો પાપીઓને ઈસુ પર વિશ્વાસ કરવાની જરૂર જ નહોત. તો પછી તેના પ્રેમ, સચ્ચાઈ અને છૂટકારાનું વચન કઈ રીતે પૂરું થયું હોત?
શું ઈશ્વરના સેવકો માટે આ જગતમાં સુવાર્તા પ્રચાર કરવાનું કોઈ કારણ હોત? શું એનું કોઈ મહત્વ છે કે ઈશ્વરે પહેલા જ શરત વગર અને ઈસુ વગર છૂટકારો પ્રાપ્ત કરેલા લોકોને પસંદ કર્યા છે કે દોષી ઠરાવ્યા છે?
ઈશ્વરે ઈસુમાં યાકૂબને એટલા માટે પસંદ કર્યો કે તેણે યાકૂબને પ્રેમ કર્યો અને એસાવાને ઘૃણા કરી. એટલા માટે કે તે તેના ઉત્પન્ન થતા પહેલા જ જાણતો હતો કે યાકૂબ ઈસુ પર વિશ્વાસ કરશે અને એસાવ ઈસુ પર વિશ્વાસ નહિ કરે.
આ જગતમાં ઘણાં બધાં પાપી છે જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે. એમાંથી કેટલાંક એસાવ જેવા છે અને બીજા યાકૂબ જેવા છે.
ઈશ્વરે કેમ યાકૂબને પ્રેમ કર્યો? યાકૂબ ન્યાયી નહોતો અને તે પોતાની અયોગ્યતાને જાણતો હતો. એટલા માટે તેણે માન્યું કે તે ઈશ્વર સન્મુખ પાપી છે અને ઈશ્વરની કૃપા માટે તેને પોકાર કરે છે.
પરંતુ એસાવ ઈશ્વરની અપેક્ષાએ પોતાની જાત પર વધારે વિશ્વાસ કરતો હતો અને તેનામાં ઈશ્વરની કૃપા માટે ભૂખ નહોતી. તેથી ઈશ્વર કહે છે કે તેણે યાકૂબને પ્રેમ કર્યો અને એસાવાને ઘૃણા કરી. આ જ વચનની સત્યતા છે.
ઈશ્વરે પહેલાંથી જ આપણને ઈસુમાં ઉદ્ધાર માટે નિર્ધારિત કર્યા છે. સર્વ પાપીઓએ ઈસુમાં વિશ્વાસ કરવાનો છે. ત્યારે ઈશ્વરની સચ્ચાઈ અને ન્યાય તેઓના હૃદયોમાં નિવાસ કરશે. આપણે પાપી કંઈ પણ નહીં કરી શકીએ, પણ આપણા સંપૂર્ણ મનથી વિશ્વાસ કરવાથી ઈસુ દ્વારા બચી શકીએ છીએ. આપણે જે કરવાનું છે તે એ છે કે ઈસુના દ્વારા છૂટકારાના કાર્યમાં વિશ્વાસ કરવો.
ક્રમિક પવિત્રીકરણનો ખોટો સિદ્ધાંત
શું આ સાચું છે કે એક પાપી ધીરે ધીરે
ન્યાયી બને છે?
ના. આ અશક્ય છે. એકજ વારમાં ઈશ્વરે ઈસુના બાપ્તિસ્માના
છૂટકારો અને વધસ્તંભ પર તેની મૃત્યુ દ્વારા પાપીને
ન્યાયી અને નિર્દોષ બનાવ્યાં.
શેતાન પાપીઓને ક્રમિક પવિત્રતાનો સિદ્ધાંત આપે છે. એટલા માટે કે તેઓ પોતાના પાપોથી ઉદ્ધાર ન મેળવે. ક્રમિક પવિત્રીકરણનો અર્થ છે પાપી ઈસુ પર વિશ્વાસ કર્યા બાદ ધીરે ધીરે પવિત્ર થતો જાય.
આ સિદ્ધાંત આ પ્રમાણે છે કે પાપી એકજ વારમાં ન્યાયી બનતો નથી, પરંતુ તેઓ ફક્ત પોતાના મૂળ પાપોથી બચાવવામાં આવે છે જ્યારે તેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે. વાસ્તવિક પાપ દરરોજની પ્રાર્થનાથી ધોવાતા જાય છે અને લોકો ધીરે ધીરે પવિત્ર બનતા જાય છે.
આ સિદ્ધાંતની સૌથી મોટી સમસ્યા ક્રમિક પવિત્રીકરણ છે. જાણવામાં આ સારું લાગે છે કે જે કોઈ ઈસુ પર વિશ્વાસ કરે છે તે ધીમે ધીમે પવિત્ર ખ્રિસ્તી બની જાય છે. આ સિદ્ધાંત ઘણાં વર્ષોથી ખ્રિસ્તીઓને ચિંતામુક્ત બનાવતો આવ્યો છે. તે કારણે અહીંયાં બીજાઓની અપેક્ષાએ ખ્રિસ્તી ધર્મમાં વધારે પવિત્ર ખ્રિસ્તીઓ છે.
તેઓ વિચારે છે કે એક દિવસ તેઓ જાતે જ બદલાઈ જશે અને પાપ નહીં કરે. પણ તેઓ પોતાનું જીવન પાપીઓ જેવું જીવે છે, અને મૃત્યુ બાદ ઈશ્વર સમક્ષ તેઓનો પાપીઓ જેવો ન્યાય થશે.
બાઈબલમાં વચનને સારી રીતે વાંચો. રોમન ૮:૩૦ માં ‘વળી જેઓને તેમણે અગાઉથી નકકી કર્યા, તેઓને તેમણે તેડયા પણ; અને જેઓને તેમણે તેડયા, તેઓને તેમણે ન્યાયી પણ ઠરાવ્યા. અને જેઓને તેમણે ન્યાયી ઠરાવ્યા, તેઓને તેમણે મહિમાવંત પણ કર્યા’.
વચન ૨૯માં ‘કેમ કે જેઓને તે અગાઉથી જાણતા હતા, તેઓને વિષે તેમણે અગાઉથી ઠરાવ્યું પણ હતું કે, તેઓ તેમના દીકરાની પ્રતિમા જેવા થાય. જેથી તે ઘણા ભાઈઓમાં જયેષ્ઠ થાય’. પ્રથમ દ્રષ્ટિમાં એવું લાગે છે કે અહીંયાં ન્યાયી બનવાનું પગલું છે, પરંતુ વચન જે આપણને કહે છે કે ન્યાયીપણું એકજ વારમાં સર્વને આપવામાં આવી છે.
અને જેઓને તેમણે તેડ્યા, તેઓને તેમણે ન્યાયી પણ ઠરાવ્યા. ઈસુ પાપીઓને તેડે છે અને યર્દન નદીમાં પોતાના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર પોતાની મૃત્યુ દ્વારા તેઓને ન્યાયી બનાવે છે.
આ કારણે જેઓ ઈસુમાં પાપથી મુક્તિ પર વિશ્વાસ કરે છે, તેઓ ઈશ્વરની મહિમાવાન સંતાન બની જાય છે. આ પાપીઓને બચાવવા માટે ઈશ્વરની કૃપા છે અને આ નામ તેમને મહિમાવંત કરે છે.
ઈશ્વર આપણને આ જ કહે છે. પણ કેટલાંક ખ્રિસ્તીઓ આપણને કહે છે કે રોમન ૮:૩૦ને જુઓ. ‘અહીંયા પવિત્રીકરણના પગલાં છે. તેનો અર્થ એવો નથી કે આપણે ધીરે ધીરે બદલીએ છીએ’. આ પ્રમાણે તેઓને ભ્રમિત કરવામાં આવે છે. તેઓ લોકોને ભવિષ્યકાળમાં કહે છે કે એક પાપી સમય સાથે ન્યાયી બને છે.
પરંતુ બાઈબલ આપણને ભવિષ્યકાળમાં નહીં, પરંતુ ભૂતકાળમાં કહે છે કે આપણે એક જ વારમાં ન્યાયી બની જઈએ છીએ. અહીંયા ભવિષ્યના વિચાર અને પૂર્ણ ભૂતકાળ મધ્યે એક નિશ્ચિત અંતર છે.
આપણે બાઈબલ પર સંપૂર્ણ વિશ્વાસ કરીએ છીએ. જેમ લખવામાં આવ્યું છે, આપણે એક જ વારમાં હંમેશા માટે ઈશ્વરની સંતાન બની શકીએ છીએ. આ ક્રમિક પવિત્રીકરણના સિદ્ધાંતથી તદન અલગ છે.
ક્રમિક પવિત્રીકરણનો સિદ્ધાંત કહે છે કે જયારે આપણે ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ, ત્યારે ફક્ત આપણા મૂળ પાપો જ માફ થાય છે. આ સિદ્ધાંત કહે છે કે આપણે ધાર્મિક જીવનમાં વધીએ છીએ, અને આપણા દરરોજના પાપો માટે પ્રાયશ્ચિત કરીએ છીએ.
કેમ કે ઘણાં લોકો આ સિદ્ધાંત પર વિશ્વાસ કરે છે, તેથી તેઓ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા છતાં પણ પાપ કરતા રહે છે. આ પ્રમાણે ક્રમિક પવિત્રીકારણ સિદ્ધાંત ખોટો છે.
બાઈબલ આપણને સ્પષ્ટ કહે છે કે આપણે વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરીએ છીએ અને ઈશ્વરની સંતાન બનીએ છીએ. જેમ એક તાજું જન્મેલું બાળક આ જગતમાં આવે છે, તેમ જ ઈશ્વરની સંતાન પણ જયારે ઈસુના છૂટકારાને સમજે છે અને વિશ્વાસ કરે છે ત્યારે પવિત્ર બને છે. આ ખોટો ક્રમિક પવિત્રીકરણનો સિદ્ધાંત અસત્યતાથી નીકળે છે.
સઘળાં પાપોથી સંપૂર્ણ છૂટકારો
આપણે સંપૂર્ણ પવિત્રીકરણ માટે
શું કરવું જોઈએ?
આપણે પાણી અને આત્માના છૂટકારોમાં
વિશ્વાસ કરવો જોઈએ.
રોમન ૮:૧-૨ કહે છે, ‘એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે શિક્ષા નથી. કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે’. આ આપણને કહે છે કે ઈશ્વર સર્વ પાપીઓને ન્યાયી બનાવે છે અને જેઓ પાપ અને મૃત્યુના નિયમમાંથી નીકળીને ઈસુ પાસે આવે છે, તે સર્વનો છૂટકારો થાય છે.
હિબ્રૂ ૯:૧૨માં બાઈબલ આપણને સંપૂર્ણ છૂટકારા વિષે કહે છે, ‘તે આ છેલ્લા સમયમાં પુત્ર કે, જેમને તેમણે સર્વના વારસ ઠરાવ્યા, અને વળી જેમના વડે તેમણે સૃષ્ટિનું સર્જન કર્યું, તે દ્વારા આપણી સાથે બોલ્યા’. તેનો અર્થ છે કે આપણે જેઓ ઈસુમાં વિશ્વાસ કરીએ છીએ તેઓ પાપથી મુક્તિ મેળવે છે અને સ્વર્ગમાં પ્રવેશ કરે છે.
આપણે ઉપરના વચનને સાંભળ્યું અને ખ્રિસ્ત ઈસુમાં પાણી અને આત્માના છૂટકારાની સુવાર્તા પર વિશ્વાસ કર્યો અને તેમાં આપણા સઘળા પાપોને માફ કરી દેવામાં આવ્યા છે. પરંતુ તે પાપી જેઓ વિશ્વાસ કરે છે કે ફક્ત તેઓના મૂળ પાપો જ માફ કરવામાં આવ્યા છે, તેઓને વાસ્તવમાં બચાવી શકાતા નથી. ઈસુ પર વિશ્વાસ કર્યા પછી કરેલા પાપોના પવિત્રીકરણ માટે તેઓ અનુભવે છે કે તેઓએ દરરોજ પ્રાયશ્ચિત કરવું જોઈએ.
તેઓનો ભ્રમિત કરવાવાળો વિશ્વાસ તેઓને નરકમાં લઈ જાય છે. પોતાના ખોટા વિશ્વાસના કારણે દરરોજ તેઓ પ્રાયશ્ચિત કરે છે જેથી તેઓના સઘળા ખોટા કામોથી તેઓને મુક્તિ મળે. આ સાચો વિશ્વાસ નથી જે આપણને નરકથી બચાવી શકે.
જો તેઓએ ઈસુમાં વિશ્વાસ કર્યો અને હંમેશા માટે એક જ વારમાં તેઓનો છૂટકારો થઈ ગયો છે, તો તેઓ ખરેખર ન્યાયી બની જાય છે અને ઈશ્વરની સંતાન બને છે. સાચો છૂટકારો વિશ્વાસીઓને ન્યાયી બનાવે છે અને એક જ વારમાં હંમેશા માટે તેઓને ઈશ્વરની સંતાનમાં બદલી નાખે છે.
જોકે વિશ્વાસી જગતના સઘળા પાપોથી મુક્ત થઇ ગયા છે, પણ તેઓનું શરીર તેઓના મૃત્યુ સુધી બદલાતું નથી. પણ તેઓના હૃદય સંપૂર્ણપણે ઈશ્વરના ન્યાયીપણાથી ભીંજાય જાય છે. આપણે ક્યારેય આ સત્યને સમજવામાં ભૂલ કરાવી જોઈએ નહીં.
બાઈબલ આપણને કહે છે કે જ્યારે આપણે સુવાર્તામાં વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણે પવિત્ર અને ન્યાયી બનીએ છીએ.
આવો હિબ્રૂ ૧૦:૯-૧૪માં સાચી સુવાર્તાને જોઈએ, “ત્યારે તેમણે કહ્યું, “જો તમારી ઇચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો.” બીજાને સ્થાપવા માટે પહેલાને તે રદ કરે છે. તે ઇચ્છા વડે ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વાર અર્પણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે. વળી દરેક યાજક નિત્ય સેવા કરતાં તથા એ ને જ બલિદાનો બહુ વાર આપતાં ઊભો રહે છે, પરંતુ એ બલિદાનો પાપોને દૂર કરવાને કદી પણ સમર્થ નથી. પણ એ તો પાપોને માટે એક બલિદાન સદાકાળને માટે કરીને, ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે. અને હવે પછી તેમના વૈરીઓને તેમનું પાદાસન કરવામાં આવે ત્યાં સુધી તે રાહ જુએ છે. કેમ કે જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓને તેમણે એક જ અર્પણથી સદાકાળને માટે પરિપૂર્ણ કર્યા છે”.
‘તે ઇચ્છા વડે ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વાર અર્પણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે’ ધ્યાન આપો કે આ પૂર્ણ વર્તમાનકાળમાં લખવામાં આવ્યું છે, ભવિષ્યકાળમાં નહીં.
સંપૂર્ણ રીતે પવિત્ર થવા માટે આપણે સઘળા લોકોએ પાણી અને આત્માના છૂટકારામાં વિશ્વાસ કરવાનો છે જે ઈસુ આપણને આપે છે.
ઈસુએ એક જ વારમાં હંમેશા માટે અનંત છૂટકારો આપ્યો
શા માટે એક મનુષ્ય સદા માટે આનંદ મનાવવા
માટેનો અધિકારી છે? (૧ થેસ્સાલોનિકી ૫:૧૬)
કેમ કે ઈસુએ તેના સર્વ પાપો લઈ લીધા છે, અને તે તેની
કૃપા માટે નમ્રતાથી તેને ધન્યવાદ આપે છે.
જો આપણે ઈસુના અનંત છૂટકારામાં વિશ્વાસ કરીએ તો આપણે સદાકાળ માટે ન્યાયી બનીએ છીએ. બાઈબલ કહે છે, ‘સદા આનંદ કરો. નિત્ય પ્રાર્થના કરો. દરેક સંજોગમાં આભારસ્તુતિ કરો, કેમ કે તમારા વિષે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની મરજી એવી છે’ (૧ થેસ્સાલોનિકી ૫:૧૬-૧૮).
સદા આનંદ કરો. આપણે કેવીરીતે સદા આનંદિત રહી શકીએ છીએ? જે કોઈ પણ સદા માટે એકજ વારમાં અનંત છૂટકારો પ્રાપ્ત કરે છે, તેઓ ક્યારેય સમાપ્ત ન થવાવાળો આનંદ પ્રાપ્ત કરે છે. ઈસુએ તેઓના સર્વ પાપો યર્દન નદીમાં ઉઠાવી લીધા છે આ જાણીને તેઓ સુરક્ષિત છે. તેઓ તેની સન્મુખ નમ્ર થઈને અને તેના અનુગ્રહ માટે આભારી બનીને પ્રત્યેક પરિસ્થિતિમાં આનંદિત રહી શકે છે.
‘જેઓના અપરાધ માફ થયા છે, અને જેઓના પાપ ઢંકાયા છે, તેઓને ધન્ય છે’ (રોમન ૪:૭). તેનો અર્થ એવો નથી કે આપણા હૃદયમાં પાપ હોવા છતાં પણ આપણા પાપોને ઢાંકી દેવામાં આવ્યા છે. ઈસુએ તે સઘળા પાપોને ધોઈ નાખ્યાં છે અને સદા માટે એકજ વારમાં આપણને બચાવી લીધા છે.
આ અનંત છૂટકારાને નવા કરારમાં સંદર્ભિત કરવામાં આવ્યો છે. જયારે ઈસુએ બાપ્તિસ્મા લીધું, ત્યારે તેણે કહ્યું, “હમણાં એમ થવા દે; કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણ માટે ઘટિત છે.” (માથ્થી ૩:૧૫).
જેમ જુના કરારમાં બકરા કે ઘેટાંના માથાં પર હાથ રાખવા દ્વારા લોકોના પાપોને તેની ઉપર નાંખવામાં આવતા હતા. ઈસુએ જગતના સઘળા પાપોને પોતાની ઉપર લઈ લીધા અને સૌથી યોગ્ય રીતે મનુષ્યજાતિને શુદ્ધ કરી દીધી. યોગ્ય છે કે આપણે આ જ પ્રકારે ઈશ્વરના સંપૂર્ણ અભિપ્રાયને પૂર્ણ કરીએ.
ઈસુએ કહ્યું, ‘સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણા માટે ઘટિત છે.’ ઈસુનું બાપ્તિસ્મા યોગ્ય રીતે થયું અને તેણે સર્વ મનુષ્યજાતિના પાપોને પોતાની ઉપર લઈ લીધા, આ પ્રમાણે તે આપણને બચાવે છે.
માથ્થી ૩:૧૫માં લખવામાં આવ્યું છે કે ઈસુએ જગતના સઘળા પાપોને પોતાની ઉપર લઈ લીધા. ઈશ્વરનો ન્યાય પૂર્ણ થઈ ગયો. આપણે આ અનંત છૂટકારાને સમજવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. આપણે તેને છૂટકારાના વચનના રૂપમાં લેવા જોઈએ. ‘જેનું ઉલ્લંઘન માફ થયું છે અથવા જેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે’ (ગીતશાસ્ત્ર ૩૨:૧).
જ્યારે ઈસુએ યર્દન નદીમાં યોહાન બાપ્તિસ્ત દ્વારા બાપ્તિસ્મા લીધું ત્યારે તેણે શરીર અને હૃદયના સઘળા પાપોને ધોઈ નાખ્યાં. આ ભ્રષ્ટ અને ચરિત્રહીન જગતમાં આપણે જે પાપ કર્યા તેના માટે તેણે દંડ સહન કર્યો. આપણા સઘળા પાપોને દૂર કાર્ય બાદ તે વધસ્તંભ પર મર્યો.
જે લોકો આ પાપથી છૂટકારા પર વિશ્વાસ કરે છે તે ન્યાયી બની શકે છે અને એકજ વારમાં હંમેશા માટે નિર્દોષ ઠરે છે. કેમ કે ઈસુ અનંતકાળ સુધી જીવિત છે, અને જે કોઈ ખ્રિસ્તના છૂટકારા પર વિશ્વાસ કરે છે તે ન્યાયી બને છે.
હવે આપણે ઈશ્વર સન્મુખ હિંમતથી ઉભા રહીને કહી શકીએ છીએ, “તમે કેમ છો, પ્રભુ? હું તમારા એકાકીજનીત પુત્ર ઈસુ પર વિશ્વાસ કરું છું અને હું પણ તમારી સંતાન છું. હે પિતા તમારો આભાર. તમારા પુત્રના રૂપમાં મને ગ્રહણ કરવા બદલ તમારો આભાર. આ મારા સારા કર્મો નથી, પણ ફક્ત ઈસુમાં પાણી અને આત્મામાં વિશ્વાસ કરવા દ્વારા નવો જન્મ પ્રાપ્ત કરવા દ્વારા થયું છે. તમે મને જગતના સઘળા પાપોથી બચાવી લીધો. જે તમે કહ્યું, તેના પર મેં વિશ્વાસ કર્યો. ‘સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણા માટે ઘટિત છે’ (માથ્થી ૩:૧૫). ઈસુના બાપ્તિસ્મા અને તેના ક્રૂસ દ્વારા, હું તમારી સંતાન બન્યો છું. તેથી હું તમારો આભારી છું.”
શું તમે તમારા સઘળા પાપોને ઈસુ પર સોંપી દીધા છે? શું તમારા સઘળા પાપો તેના બાપ્તિસ્મા દ્વારા દૂર કરવામાં આવ્યા છે? બાઈબલ આપણને કહે છે કે ઈસુના બાપ્તિસ્મા અને ક્રૂસ પરના તેના રક્ત માટે તેનો આભાર, પાપી ફક્ત તેમાં વિશ્વાસ કરવા દ્વારા જ પવિત્ર થઈ શકે છે.
ઈસુના બાપ્તિસ્મા અને છૂટકારા વચ્ચે સંબંધ
ઈસુના બાપ્તિસ્મા અને છૂટકારા વચ્ચે શો સંબંધ છે?
ઈસુનું બાપ્તિસ્મા જુના કરારમાં હાથ રાખવાં દ્વારા મળતાં
છૂટકારાની ભવિષ્યવાણીનું પ્રતિક છે.
કલ્પના કરો, એક માણસ જે પાપી હોવા છતાં ઈસુ પર વિશ્વાસ કરે છે અને મંડળીમાં પ્રાર્થના કરે છે, ‘વહાલાં ઈશ્વર, કૃપા કરીને પાછલાં અઠવાડીએ મેં જે પાપ કર્યા છે તેના માટે મને માફ કરો. પાછલાં ત્રણ દિવસ પહેલાં મેં જે પાપ કર્યા તેને માફ કરો. હે પ્રભુ, આજે જે પાપ મેં કર્યા છે, તેના માટે મને માફ કરો. હું ઈસુ પર વિશ્વાસ કરું છું.’
આવો માની લઈએ કે ઉપરની પ્રાર્થના દ્વારા આ માણસના દરરોજના પાપોથી તેને માફી મળી ગઈ. પણ ત્યારબાદ ફરીથી તે પોતાના રોજીંદા કાર્યમાં વ્યસ્ત થઇ જાય છે અને ફરીથી પાપ કરે છે. ત્યારે તે ફરીથી પાપી બની જાય છે.
ઈસુ ઈશ્વરનું હલવાન બન્યો અને પોતાના બાપ્તિસ્મા દ્વારા સઘળા પાપીઓના પાપોને પોતાના ઉપર લઈ લીધા અને વધસ્તંભ પર ચઢાવવા દ્વારા તેઓની પ્રાયશ્ચિત કરીને તેઓને બચાવ્યા. આ પ્રકારે આપણે બચાવવામાં આવ્યા, પાપી વિશ્વાસ કરે કે તેઓને બચાવી લેવામાં આવ્યા છે.
ઈસુએ જ્યારે યોહાન બાપ્તિસ્તથી બાપ્તિસ્મા લીધું ત્યારે તેના દ્વારા સઘળા પાપોને તેણે પોતાની ઉપર ઉઠાવી લીધા હતા. આ પ્રકારે ઈશ્વરનું સર્વ ન્યાયીપણું પૂરું થયું. આં પ્રકારે જગતના સઘળા પાપોને ધોવામાં આવ્યા. જે કોઈ પણ આ સત્ય પર વિશ્વાસ કરે છે તે મુક્ત થાય છે. જેમ માથ્થી ૩:૧૩-૧૭માં લખ્યું છે, ‘એમ’ ઈસુને યોહાન બાપ્તિસ્ત દ્વારા બાપ્તિસ્મા આપવામાં આવ્યું અને તે સર્વ વિશ્વાસીઓનો ઉદ્ધારક બન્યો.
સુવાર્તાની હકીકત આપણને કહે છે કે ઈસુએ એકજ વારમાં હંમેશા માટે જગતના પાપોને પોતાની ઉપર લઈ લીધા. પણ ખોટું ધર્મ વિજ્ઞાન આપણને કહે છે કે આપણે દરરોજ છૂટકારો મેળવીએ છીએ. આપણે શેમાં વિશ્વાસ કરીએ? એકજ વારમાં હંમેશા માટે બચાવવામાં આવ્યાં તેમાં કે પછી દરરોજ બચીએ છીએ એમાં?
આ સ્પષ્ટ છે કે ઈસુએ આપણને એકજ વાર અને હંમેશા માટે છૂટકારો આપ્યો છે. સાચો વિશ્વાસ પાણી અને આત્માના છૂટકારામાં એકજ વાર હમેશા વિશ્વાસ કરવો છે. જે આવો વિશ્વાસ કરે છે કે આપણે દરરોજ બચવું જોઈએ તેનો છૂટકારો ક્યારેય થઈ શકતો નથી.
તેઓએ જાણવું જોઈએ કે હકીકતમાં છૂટકારો એવો વિશ્વાસ કરવા દ્વારા મળે છે કે ઈસુએ પોતાના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર મૃત્યુ દ્વારા એકજ વારમાં હંમેશા માટે આપણને છૂટકારો આપ્યો છે. આપણે સર્વ ઈશ્વરનો આભાર માનીએ અને આ સાચી સુવાર્તામાં વિશ્વાસ કરીએ.
પરંતુ જેઓ પોતાના વિશ્વાસથી ભટકી ગયા છે, તેઓ કહે છે કે આપણે ફક્ત મૂળ પાપથી છૂટકારો પામ્યાં છીએ. એટલા માટે આપણે દરરોજ વાસ્તવિક પાપોથી છૂટકારો મેળવવો જોઈએ અને આપણે ‘ધીરે ધીરે’ ન્યાયી બનીએ છીએ. આ ખોટું છે.
ઈસુનું બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેનું મૃત્યુ એકજ વારમાં હંમેશા માટે આપણા પાપોને માફ કરવા માટે સક્ષમ છે. આ જ સચ્ચાઈ છે. આપણા પાપોને યોહાન બાપ્તિસ્ત દ્વારા ઈસુ પર નાખવામાં આવ્યા અને ઈસુને વધસ્તંભ પર મરવું પડ્યું જેથી આપણે બચી શકીએ.
પાપ કર્યા પછી એવું કહેવું કે ‘મને માફ કરો’ આ ઈશ્વરના ન્યાયથી ઉચિત નથી. ઈશ્વરની વ્યવસ્થા કહે છે કે પાપનો મૂસારો મરણ છે. આપણે જાણીએ છીએ કે ઈશ્વર ન્યાયી અને ધર્મી છે.
‘જેઓ ઈશ્વરને પ્રાર્થના કરે છે, ‘હું દુઃખી છું, કૃપા કરીને મને માફ કરો.’ ત્યારબાદ તેઓ પાપ કરીને ઈશ્વરના ન્યાયને ઓળખતા નથી. તેઓ પાપોની માફી માટે પ્રાર્થના કરે છે, પરંતુ એવું કરવા દ્વારા તેઓ પોતાની ભાવનાની તીવ્રતાને ઓછી કરે છે. શું વારંવાર પોતાના અપરાધો માટે પ્રાયશ્ચિત કરવું અને દરરોજના પાપો માટે અંત:કરણથી દુઃખી થવું સારું છે? ફક્ત એકજ માર્ગ છે, ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્ત પર વિશ્વાસ દ્વારા છૂટકારો મેળવવો. આપણે આપણા હૃદયમાં તેના પર વિશ્વાસ કરીએ. ઈશ્વરના ન્યાયથી બચવા માટેનો આપણા માટે આ એકજ માર્ગ છે.
આવો પાપથી છૂટકારા વિષે વધારે વિચાર કરીએ. હિબ્રૂ ૯:૨૨ કહે છે, ‘નિયમશાસ્ત્ર પ્રમાણે ઘણું કરીને સર્વ વસ્તુઓ રક્તથી શુદ્ધ કરવામાં આવે છે, ને રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી’.
ઈશ્વરની ન્યાયસંગત વ્યવસ્થા અનુસાર પાપ રક્ત દ્વારા શુદ્ધ કરવામાં આવે છે અને રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી. આ જ ઈશ્વરની ન્યાયસંગત વ્યવસ્થા છે. પાપોની કીમત ચૂકવ્યાં વિના પાપની માફી મળી શકતી નથી.
ઈશ્વરની વ્યવસ્થા ન્યાયસંગત છે. યોહાન બાપ્તિસ્ત દ્વારા ઈસુએ બાપ્તિસ્મા લીધું અને આપણને પાપોથી છોડાવવા માટે વધસ્તંભ પર પોતાનું રક્ત વહેવડાવ્યું. પોતાના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર રક્ત વહેવડાવવા દ્વારા તેણે આપણા સઘળા અપરાધોને પોતાની ઉપર લઈ લીધા અને આપણા સર્વ પાપો માટે વધસ્તંભ પર રક્ત વહેવડાવવા દ્વારા તેનું મૂલ્ય ચુકવ્યું. તેણે આપણા માટે પાપોનું મુલ્ય ચૂકવી દઈશું.
શું છૂટકારો એકજ વાર હંમેશાને માટે મળે છે,
કે દરરોજ મળે છે?
એકજ વારમાં હંમેશા માટે. ઈસુએ પોતાના બાપ્તિસ્મા દ્વારા સર્વ
પાપીઓના પાપોને પોતાની ઉપર લઈ લીધા છે.
માથ્થી ૩:૧૫માં, જ્યારે ઈસુએ સૌથી યોગ્ય રીતે બાપ્તિસ્મા લીધું, તેણે પોતાના બાપ્તિસ્મા દ્વારા સઘળા પાપોને ધોઈ નાખ્યાં અને વધસ્તંભ પર મરીને જગતના સઘળા પાપોથી આપણને છોડાવ્યાં.
દરરોજ પાપની માફી માંગવી એ એવું છે કે આપણા પાપોને દૂર કરવા માટે વારંવાર તેને મારવા માટે કહેવું. આપણે ઈશ્વરની વ્યવસ્થાને વાસ્તવિક રૂપમાં સમજવી જોઈએ. આપણા પાપોથી આપણને છોડાવવા માટે ઈસુએ વારંવાર મરવાનું નથી.
ઈશ્વર તેઓને ખુબજ અભદ્ર સમજે છે, જેઓ વારંવાર પાપો માટે માફી માંગે છે. ‘આ અભદ્ર વિચાર મૂર્ખતા છે! તેઓ મારા પુત્રને કહે છે, ઈસુ બીજીવાર બાપ્તિસ્મા લે અને ફરીથી વધસ્તંભ પર મર! તેઓ ઈસુના છૂટકારા પર વિશ્વાસ કરવા છતાં પોતાને પાપી કહે છે! હું મારી વ્યવસ્થા અનુસાર તેઓનો ન્યાય કરીશ અને તે સર્વને નરકની આગમાં ફેંકીશ. શું તમે તમારા એકના એક પુત્રને બુજીવાર મારવા દ્વારા રાજી થશો? શું તમે મને મારા પુત્રને તમારા વાસ્તવિક પાપો માટે ફરીથી મારવાનું કહો છો. મેં પહેલાં જ મારા પુત્રને તમને જગતના પાપોથી બચાવવા માટે એકજ વાર હંમેશા માટે બલિદાન કર્યો. તેથી વારંવાર તમારા વાસ્તવિક પાપોની માફીનું નિવેદન કરવા દ્વારા મને ક્રોધિત ન કરો. ફક્ત પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરો.’
જેઓ હજી પણ પાપ કરે છે, તેઓને ઈસુ કહે છે કે તેઓ તે મંડળીમાં જાય જ્યાં સાચી સુવાર્તાનો પ્રચાર કરવામાં આવે છે. ખોટા વિશ્વાસને ત્યજી અને વિશ્વાસ સાથે અસત્યને જીતવા દ્વારા છૂટકારો મેળવો.
આ સમય જ તમારા માટે છે, તમારા હૃદયમાં વિશ્વાસ કરવા દ્વારા તમે બચી જશો. શું તમે વિશ્વાસ કરો છો?
વિશ્વાસનું પરિણામ સચ્ચાઈમાં નથી, પરંતુ કાર્યોમાં છે
કેમ મોટાભાગના ખ્રિસ્તી નિરંતર વિશ્વાસનું જીવન
જીવવામાં નિષ્ફળ છે?
કેમ કે તેઓ પોતાના કાર્યો પર ભરોસો કરે છે.
જે પાપી ઈસુ પર વિશ્વાસ કરે છે, પરંતુ તેઓને બચાવવામાં નથી આવ્યા તેઓ ૩-૫ વર્ષો માટે વધારે ચમકી શકે છે. તેઓ આરંભમાં ઉત્સાહથી ભરેલાં હોય છે, પણ તેઓનો વિશ્વાસ સમય સાથે ઓછો થતો જાય છે. જો તમે તમારા કાર્યો દ્વારા ઈસુ પર વિશ્વાસ કરો છો, તો ખુબજ જલ્દી તમારો ઉત્સાહ પણ ગાયબ થઈ જશે અને એવું જ થશે.
આંધળો જોઈ શકતો નથી. તેથી તેઓ પોતાની બીજી ઈન્દ્રીઓ પર નિર્ભર રહે છે અને પોતાના જ્ઞાનને વધારે છે. જ્યારે તેઓ આંસુઓ વહાવતા વહાવતા અનુભવ કરે છે ત્યારે તેઓ પાપોની માફીને એક ચિહ્ન માનવાની ભૂલ કરે છે. સાચી માફી એક ભાવના નથી.
આત્મિક રીતે આંધળો માણસ ઘમંડ પૂર્વક આત્મિક જાગૃતિની સભાઓમાં ભાગ લેવા દ્વારા ફરીથી પોતાના પ્રેમને મેળવવાની કોશિશ કરે છે, પણ તેઓ ક્યારેય પણ પોતાની તે ભાવનાને ભરી શકતા નથી. તેવીજ રીતે પાપોની માફી મેળવવી અશક્ય છે. જો તેઓએ આરંભથી યોગ્ય વિશ્વાસ કર્યો હોત, તો સમય જતા માફી અને કૃપા વધતા ગયા હોત.
પણ પાપની ખોટી માફી ફક્ત શુરુઆતમાં જ ચમકે છે અને ત્યારબાદ આ ઈચ્છા ખોવાઈ જાય છે. ઉત્સાહની ચમક ગાયબ થઇ જાય છે કેમ કે આત્મિક રીતે આંધળા લોકો સત્યની સુવાર્તા આરંભથી સાંભળવામાં અને સમજવામાં અસફળ થાય છે.
પાખંડી સદુકી અને ફરોશી લોકો ધર્મશાસ્ત્રને હાથ નીચે દબાવીને ચાલે છે, પ્રભુની પ્રાર્થનાને યાદ કરે છે અને પ્રેરિતોના વિશ્વાસના કથનને સ્મરણ કરે છે અને હર વખત પ્રાર્થના કરે છે. તેઓ મંડળીમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે અને ભાવનાત્મક રૂપથી આત્મિકતાથી ભરેલા હોય છે, પણ ખરેખર તેઓ પાપથી ભરેલા હોય છે. અને અંતમાં ઈશ્વર દ્વારા અસ્વીકૃત કરવામાં આવે છે. બહારથી ધાર્મિક જોશથી ભરેલા સફેદ ચુનાથી ધોળેલી કબર જેવા હોય છે, પણ અંદરથી તેઓનું હૃદય પાપમાં સડતું રહે છે. આ વિશ્વાસનું પરિણામ છે જે સચ્ચાઈથી નહિ, પણ ધર્મ પર આધારિત કાર્યોનું પરિણામ હોય છે.
આપણે વિશ્વાસથી ન્યાયી બનીએ છીએ
શું આ જગતમાં સર્વ પાપોના છૂટકારાનું કાર્ય
પરિપૂર્ણ કરી દેવાયું છે?
હા. આ ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેની મૃત્યુ દ્વારા
પરિપૂર્ણ કરવામાં આવ્યું છે.
આવો, હવે હિબ્રૂ ૧૦:૧૩-૧૮ વાંચીએ, “અને હવે પછી તેમના વૈરીઓને તેમનું પાદાસન કરવામાં આવે ત્યાં સુધી તે રાહ જુએ છે. કેમ કે જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓને તેમણે એક જ અર્પણથી સદાકાળને માટે પરિપૂર્ણ કર્યા છે. વળી પવિત્ર આત્મા પણ આપણને સાક્ષી આપે છે. કેમ કે તેમણે [પ્રથમ] કહ્યું હતું, “તે દિવસો પછી જે કરાર હું તેઓની સાથે કરીશ તે આ છે કે, હું મારા નિયમ તેઓના મનમાં મૂકીશ, અને તેઓના હ્રદયપટ પર તેઓને લખીશ,એમ પ્રભુ કહે છે.” ત્યાર પછી [તે કહે છે કે] , “તેઓનાં પાપનું તથા તેઓના અન્યાયનું હું ફરી સ્મરણ કરીશ નહિ.” હવે જ્યાં તેઓની ક્ષમા થઈ છે, ત્યાં પાપને માટે ફરીથી બીજા અર્પણની જરૂર નથી”.
કેમ કે હવે આપણે ઈસુના બાપ્તિસ્માના પાણી અને વધસ્તંભ પર તેના રક્ત દ્વારા છોડાવવામાં આવ્યા છીએ તો હવે આપણે પાપ માટે પ્રાયશ્ચિત કરવાની આવશ્યકતા નથી. જ્યારે તમે તેને પહેલીવાર સાંભળો છો તો થઇ શકે છે કે તમને આ અજીબ લાગે પણ આ બાઈબલના વચન અનુરૂપ છે. શું આ મનુષ્યોના વચન છે? બાઈબલ પ્રત્યેક વસ્તુને માપવા માટે નિર્ધારિત માનક છે.
તે દિવસો પછી જે કરાર હું તેઓની સાથે કરીશ તે આ છે કે, હું મારા નિયમ તેઓના મનમાં મૂકીશ, અને તેઓના હૃદયપટ પર તેઓને લખીશ. છૂટકારો મેળવ્યા બાદ તમે કેવો અનુભવ કરશો? તમે અનુભવ કરશો કે હવે તમારું હૃદય પાપથી મુક્ત છે, તમે નવી સ્ફૂર્તિનો અનુભવ કરશો. તમે એક ન્યાયી વ્યક્તિ બની જાઓ છો અને પ્રકાશમાં રહો છો.
અને પ્રભુ હિબ્રૂ ૧૦:૧૭માં કહે છે, ‘તેઓના પાપનું તથા તેઓના અન્યાયનું હું ફરી સ્મરણ કરીશ નહિ.’ તે આપણને કહે છે કે તેણે આપણને આપણા જે પાપો અને અપરાધોથી મુક્ત કર્યા છે, તેનું ક્યારેય ફરીથી સ્મરણ કરશે નહિ. કેમ? કેમ કે ઈસુએ સૌથી યોગ્ય રીતે બાપ્તિસ્મા લીધું. ‘આમ’ તેણે આપણા સઘળા પાપોને પોતાની ઉપર લઈ લીધા. પોતાના પર સઘળા પાપો લેવા ઉપરાંત ઈસુએ તેના પર વિશ્વાસ કરનારા લોકોનો દંડ પણ સહ્યો.
હવે તેણે આપણા સઘળા પાપોની કીમત ચૂકવી દીધી છે, થઇ શકે કે આપણે તેને યાદ રાખીએ, પણ આપણે તેના વિષે અપરાધ બોધ મહેસુસ કરવાનો નથી. આપણે આપણા પાપો માટે પ્રાણ આપી શકતા નથી કેમ કે ઈસુએ આપણા સર્વ પાપો ધોઈ નાખ્યા છે અને આપણા માટે વધસ્તંભ પર રક્ત વહાવીને પોતાના પ્રાણ આપી દીધા.
હિબ્રૂ ૧૦:૧૮ કહે છે, ‘હવે જ્યાં તેઓની ક્ષમા થઈ છે, ત્યાં પાપને ફરીથી માટે બીજાં અર્પણની જરૂર નથી.’ તેનો અર્થ છે કે તેણે જગતના સઘળા પાપોને ધોઈ નાખ્યા છે. તેનો અર્થ એ પણ છે કે જેઓ ઈસુમાં નવો જન્મ લે છે, તેઓને પાપ માટે બલિદાનની કોઈ જરૂર નથી.
‘હે ઈશ્વર, કૃપા કરીને મને ક્ષમા કરો. હું ઈસુ પર વિશ્વાસ કરું છું અને હજી પણ હું ઘોર નિરાશામાં છું, હજી સુધી હું બચ્યો નથી. હું એક ખ્રિસ્તી છું, પણ મારું મન સંપૂર્ણ રીતે સડી ગયું છે.’ આપણે આ રીતે પ્રાર્થના કરવાની જરૂર નથી.
પાપી જાણ્યા વગર આ પ્રકારના પાપ કરે છે. તેઓ નથી જાણતા કે પાપ શું છે, કેમ કે તેઓ ઈશ્વરની વ્યવસ્થાની સત્યતાને નથી જાણતા. તેઓ ફક્ત એટલું જાને છે કે તેઓના અંત:કરણમાં પાપ નથી, પણ તેઓ નથી જાણતા કે આ ઈશ્વર સન્મુખ પાપ છે. ઈશ્વરે આપણને સ્પષ્ટ કર્યું છે કે ઈસુ પર વિશ્વાસ ન કરવો પણ એક પાપ છે.
યોહાન ૧૬:૯માં તે કહે છે કે ઈશ્વર સન્મુખ પાપ શું છે. ‘પાપ વિષે, કેમ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી’. ઈસુ પર વિશ્વાસ ન કરવો ઈશ્વર સન્મુખ પાપ છે. યોહાન ૧૬:૧૦ વચન કહે છે, ન્યાયીપણું શું છે? ‘ન્યાયીપણા વિષે, કેમ કે હું પિતા પાસે જઉં છું, અને તમે હવેથી મને જોશો નહિ.’ બીજા શબ્દોમાં, ઈશ્વરે આ જગતને સઘળા પાપોથી પહેલાં જ છોડાવી લીધું છે, અને હવે તે ફરીથી બાપ્તિસ્મા લઈને અને વધસ્તંભની મૃત્યુ દ્વારા આપણને નહિ છોડાવે.
જેઓ પવિત્રીકરણના છૂટકારા પર વિશ્વાસ કરે છે તેઓને તે તેડે છે અને ન્યાયી બનાવે છે. આ જગતમાં પાપોથી છૂટકારો તેના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના મૃત્યુ દ્વારા પૂરું કરવામાં આવ્યું છે.
‘બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ નીચે માણસોમાં આપેલું નથી’ (પ્રેરિત ૪:૧૨). ઈસુએ આ જગતમાં આવીને યોહાન બાપ્તિસ્તથી બાપ્તિસ્મા લીધું અને વધસ્તંભ પર પોતાનું રક્ત વહાવવા દ્વારા સર્વ પાપીઓને છોડાવ્યા. તમારા હૃદયમાં આ વિશ્વાસ કરો અને મુક્તિ મેળવો. ઈસુએ પાણી અને આત્મા દ્વારા તમને પવિત્ર કરી દીધા છે.
ઈસુએ પાણી અને આત્મ દ્વારા આપણી દેહમાંથી સઘળા પાપોને સાફ કરી નાખ્યાં છે. આપણે વિશ્વાસથી બચાવવામાં આવ્યા છીએ. જો આપણે સચ્ચાઈ પર વિશ્વાસ કરીએ, જો આપણે ઈસુ ખ્રિસ્ત દ્વારા સુવાર્તામાં વિશ્વાસ કરીએ તો આપણે એક જ વારમાં હંમેશા માટે ન્યાયી બની જઈએ છીએ. ઈસુનું બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેનું મૃત્યુ આ બે તત્વ આધારભૂત સચ્ચાઈના ઘટક છે.
પાપીઓ દ્વારા પોતાની રક્ષા માટે ઉપયોગ કરવામાં આવતા વચન
શું હકીકતમાં આપણે પાપોનો અંગીકાર કરીને
છૂટકારો મેળવીએ છીએ, કે પછી આપણે પહેલા જ
છૂટકારો મેળવી લીધો છે?
ઈશ્વરે પાપોથી એકજ વારમાં હંમેશા માટે
છૂટકારો આપી દીધો છે.
૧ યોહાન ૧:૯ કહે છે, ‘જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે.’
સારું હોત જો આપણે પાપોની માફી માટે ફક્ત આપણા પાપોને અંગીકાર કરવાની જરૂર હોત. આ જ વિચારથી કેટલાંક ધર્મ વૈજ્ઞાનિક એક નવા સિદ્ધાંત માટે વિચાર કરે છે. તેઓ ભાર મૂકે છે કે જો કોઈ પોતાના પાપોને નિરંતર સ્વીકાર કરે છે, તો તેના પાપ માફ થઈ શકાય છે. શું આ સરળ છે? પણ ઈસુએ ક્યારેય નથી કહ્યું કે આપણે ઈશ્વર સન્મુખ અંગીકાર કરવાનો છે.
શું ખરેખર આપણા પાપો ફક્ત સ્વીકાર કરવાથી માફ થઈ જાય છે કે પછી આપણને પહેલાંથી જ માફ કરી દેવામાં આવ્યાં છે? તમે શેના પર વિશ્વાસ કરશો? જે લોકો ખોટા સિદ્ધાંતનું સમર્થન કરે છે કે તેઓને દર સમયે પોતાના પાપોને સ્વીકાર કરવાથી તેઓના પાપ માફ થશે કેમ કે તેઓ મુક્તિના સાચા વચનને નથી જાણતા. તેનો કોઈ અર્થ નથી કે પાપીઓ જે ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓ જયારે પણ પાપોની માફી માટે પ્રાર્થના કરે ત્યારે તેઓને માફ કરવામાં આવે છે.
આ કારણથી, આપણે છૂટકારાના વચનો પર વિશેષ ધ્યાન આપવું પડશે અને આપણને શું શીખવવામાં આવ્યું છે તેની પરવાહ કર્યા વગર આપણે સાચાં અને ખોટાને અલગ અલગ સમજવું જોઈએ.
પાપી લોકો ૧ યોહાન ૧:૯ને સમજવામાં ભૂલ કરે છે. તેઓ ભૂલથી વિચારે છે કે આ દરરોજના પાપોના સંબંધમાં છે. આવો સાવધાનીથી આ શિક્ષાને વાંચીએ. ‘જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે.’ તમે શું વિચારો છો કે આપણે ફક્ત મૂળ પાપોથી બચીએ છીએ અર્થાત આપણે આપણા વાસ્તવિક પાપોનો સ્વીકાર કરીએ છીએ ત્યારે ઈશ્વર આપણા પાપોને માફ કરવા અને સર્વ અધર્મથી શુદ્ધ કરવા માટે વિશ્વાસ યોગ્ય અને ન્યાયી છે અને તેને માફ કરે છે. આ ફક્ત ભ્રમિત કરવાવાળો વિચાર છે જે આપણા શરીરની નબળાઈને કારણે છે.
આપણે સમજીએ છીએ કે જ્યારે આપણે ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત પર વિશ્વાસ કરીએ છીએ તે સત્ય નથી. જ્યારે સઘળા પાપો પહેલાં જ તેના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્ત દ્વારા ધોવામાં આવ્યા છે.
આત્મા અનુસાર વિશ્વાસ કરવો અને ભ્રમિત કરવાવાળા વિચારો અનુસાર વિશ્વાસ કરવો બંને અલગ અલગ વસ્તુ છે. જેઓ પોતાના વિચારો અનુસાર વિશ્વાસ કરે છે, તેઓ દરરોજ પોતાના પાપોને સાફ કરવાની જરૂરીયાતનો અનુભવ કરે છે. પણ જેઓ પાણી અને આત્માના છૂટકારામાં વિશ્વાસ કરે છે તેઓ જાને છે કે એક જ વારમાં હંમેશા માટે ઈસુ ખ્રિસ્તના બાપ્તિસ્મા અને તેના રક્ત દ્વારા તે મુક્ત થયા છે.
જેઓ વિશ્વાસ કરે છે કે તેઓને દરરોજ પાપ સ્વીકાર કરવાથી નવો છૂટકારો મળે છે, વાસ્તવમાં તેઓ ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત દ્વારા છૂટકારામાં વિશ્વાસ ન કરવાનું પાપ કરે છે.
શું તમે ઈસુના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા એકજ વારમાં હંમેશા માટે બચી ગયા છો? જેઓને બચાવવામાં નથી આવ્યા, તેઓ દરરોજ પોતાના પાપોનો સ્વીકાર કરવા દ્વારા ઉદ્ધાર પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. આ બાબત એક નવી સમસ્યાને ઉત્પન્ન કરે છે કે જો તેઓ ભવિષ્યમાં પાપ કરશે તો તેનું શું થશે.
તેઓ પહેલાથી જ ભવિષ્યના પાપોને સ્વીકાર કરવાનો પ્રયત્ન કરવા માંગે છે. પરંતુ આવું કરવા દ્વારા તેઓ ઈસુમાં વિશ્વાસની કમીને દર્શાવે છે. આ લોકો છૂટકારાની સુવાર્તા પ્રત્યે આંધળા છે. ઈસુએ આપણને બાપ્તિસ્મા અને રક્ત દ્વારા એક જ વારમાં હંમેશા માટે આપણા પાપોથી છોડાવ્યાં છે, અને સ્વયં પર આપણા પાપોને લઈ લીધા છે. આપણે ફક્ત તેના પર વિશ્વાસ કરવા દ્વારા જ છૂટકારો પામ્યાં છીએ.
જો તમે વિચારો છો કે ભવિષ્યના પાપોને સ્વીકાર કરીને તમે બચી જશો, તો અવિશ્વાસી અને તમારા વચ્ચે કોઈ અંતર નથી જેઓ પાણી અને આત્માથી નવો જન્મ લેવાને નથી જાણતા. પાપી ક્યારેય પણ પાપોનો સ્વીકાર કરવા દ્વારા બચી શકતા નથી.
તેથી જો તમે ઈમાનદારીથી અંગીકાર કરો છો કે ‘હું એક પાપી છું જે હજુ સુધી બચાવવામાં આવ્યો નથી, અને ત્યારે જો તમે ઈસુના બાપ્તિસ્મા અને ક્રૂસ પર તેની મૃત્યુની સુવાર્તા સાંભળો છો અને તેમાં વિશ્વાસ કરો છો, તો ઈશ્વર અવશ્ય તમને તમારા પાપોથી છોડાવશે.
જો તમે છૂટકારાની સુવાર્તામાં નથી કરતા અને ફક્ત પ્રાયશ્ચિતની પ્રાર્થના નીચે પોતાને સંતાડો છો, તો ઈસુ જ્યારે આ જગતમાં ફરીથી ન્યાય કરવા માટે આવશે ત્યારે તમે ઈશ્વરના ભયાનક ન્યાયનો સામનો કરશો.
જેઓ પાણી અને આત્માથી છૂટકારાની સુવાર્તામાં વિશ્વાસ નથી કરતા તેઓનો ન્યાય કરવામાં આવશે. જો તેઓ પોતાના અંગીકાર પાછળ સંતાય છે તો તેઓ ઈશ્વરના ન્યાયનો સામનો કરશે. તેથી ન્યાયના દિવસની પ્રતીક્ષા ન કરો. હજી સમય છે, પાણી અને આત્માની ધન્ય સુવાર્તામાં વિશ્વાસ કરો.
યોગ્ય અંગીકાર અને સાચો વિશ્વાસ
એક પાપીનો યોગ્ય અંગીકાર
કયો છે?
તેવો અંગીકાર કરવું કે જયારે તે સાચી સુવાર્તામાં વિશ્વાસ
નથી કરતો ત્યારે તે હજી પણ પાપી છે
અને તે નરકમાં જશે.
ઈશ્વરે આપણને એકજ વાર હંમેશાને માટે છોડાવ્યા છે. અહિયાં વિવેચના માટે વાસ્તવિક જીવનનું એક ઉદાહરણ છે જે હું તમને બતાવવા જઈ રહ્યો છું. માની લો કે ઉત્તર કોરિયાનો એક જાસૂસ દક્ષીણ કોરિયામાં આવે છે. તે જુએ છે કે આ લોકો કેટલા ધનવાન અને સફળ છે. તે વિચાર કરે છે કે તે ભ્રમિત થઈ ગયો છે, અને પોતાને સમર્પિત કરવા માંગે છે.
જ્યારે તે નજીકના પોલીસ સ્ટેશનમાં જાય છે ત્યારે તે આ પ્રમાણે અંગીકાર કરે છે, ‘હું ઉત્તર કોરિયાનો એક જાસૂસ છું’, અહિયાં ‘હું દક્ષિણમાં કોઈ મુખ્ય માણસની હત્યા કરવા માટે આવ્યો છું, અને અહીંયાં તહીયા વિસ્ફોટ કરવા છે. હું પહેલા પણ આવા વિસ્ફોટ કરી ચુક્યો છું, પણ હવે હું મારી જાતને સમર્પણ કરવા માંગું છું. એટલે હવે હું વાસ્તવમાં કોઈ જાસૂસ નથી’.
શું આ યોગ્ય અંગીકાર છે? જો તે વાસ્તવમાં અંગીકાર કરવા માંગે છે, તો તેને કહેવું જોઈએ, ‘હું એક જાસૂસ છું.’ સીધું વક્તવ્ય બધુજ કહી દે છે કે તે એક ખરાબ માણસ છે અને તે દોષી છે. આ સરળ વક્તવ્ય સાથે, તેને સોંપવામાં આવેલા કાર્યની ચિંતા કર્યા વગર તેને માફ કરવામાં આવશે.
તે જ રીતે, જો એક પાપી ઈશ્વર આગળ કબૂલ કરે, કે ‘હું એક પાપી છું. હજી સુધી મારો છૂટકારો થયો નથી. હું દંડ મેળવવા અને નરકને યોગ્ય છું. કૃપા કરીને મને બચાવી લો’ અને ઈસુ પર વિશ્વાસ કરે છે તો તે બચી જશે. ઈસુએ આપણા માટે બાપ્તિસ્મા લીધું અને વધસ્તંભ પર આપણા માટે રક્ત વહેવડાવ્યું હતું, અને હવે આપણે ફક્ત તે છૂટકારા પર વિશ્વાસ કરવાનો છે અને બચવાનું છે.
પ્રકટીકરણ ૨:૧૭ કહે છે, ‘જે જીતે છે તેને હું ગુપ્ત રાખેલા માન્નામાંથી આપીશ, વળી હું તેને શ્વેત પથ્થર આપીશ, તે પથ્થર પર એક નવું નામ લખેલું છે, તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ [તે નામ] જાણતું નથી’. બાઈબલ કહે છે કે ફક્ત સાચી સુવાર્તા સ્વીકાર કરવાવાળા જ ઈસુના નામને જાણશે. જેણે એકજ વારમાં હંમેશા માટે છૂટકારો મેળવ્યો છે તેઓ જ ન્યાયી બનવાના રહસ્યને જાણશે.
જેઓ દરરોજ પ્રાયશ્ચિતની પ્રાર્થના કરવા છતાં પણ નથી જાણતા તેઓ હજી પણ પાપી છે. અંગીકાર કરવાનો અર્થ એ નથી કે દરરોજ માફી માટે પ્રાર્થના કરાવી. ભલે તે ૧૦ વર્ષોથી ખ્રિસ્તી હોય, પણ જો તે દરરોજ ઈશ્વરને માફી માટે પોકારે છે તો તે હજી પાપી છે. હજી સુધી તે ઈશ્વરની સંતાન નથી બન્યો.
બચવા માટે તેઓએ કબૂલ કરવું પડશે કે તેઓ પાપી છે, અને ઈસુના છૂટકારાના કાર્યમાં વિશ્વાસ કરે છે. આ જ સાચો વિશ્વાસ છે.
૧ યોહન ૧:૯ આપણને અંગીકાર વિષે એવું નથી કહેતું કે વ્યક્તિના પાપોની સૂચી બનાવો
શું આપણે બચવા માટે દરરોજ આપણા
પાપોનો સ્વીકાર કરવાનો છે કે એકજ વાર?
ફક્ત એકજ વાર
શું એક ચોર અને હત્યારો પોતાના કાર્યોનો સ્વીકાર કરીને બચી શકે છે? પાપી પોતાના પાપોનો સ્વીકાર કરવા દ્વારા નહીં બચે. તેઓ ફક્ત પાણી અને આત્માથી નવો જન્મ લેવાની સુવાર્તા દ્વારા ઈસુ પર વિશ્વાસથી બચી શકે છે.
કેટલાક ભટકેલા ખ્રિસ્તીઓ આ પ્રમાણે અંગીકાર કરે છે, ‘વહાલાં ઈશ્વર, મેં આજે ફરીથી કોઈની જોડે ઝગડો કર્યો છે. મેં પાપ કર્યું છે, મેં કોઈકને દગો આપ્યો છે. મેં કંઈક ચોરી કરી છે.
જો તેઓ આ પ્રમાણે ઈશ્વર પાસે જાય છે તો ઈશ્વર કહેશે, ‘શાંત થઈ જા, તું પાપી છે! તો શું થયું?
‘કૃપા કરીને મને સાંભળો. ઈશ્વર, તમે અપને અંગીકાર કરવા માટે કહો છો. હું તમારી દયાની ભીખ માંગું છું.’
શું આ પ્રકારની પ્રાર્થના ઈશ્વર સાંભળવાનું પસંદ કરશે? તે તેઓની પ્રાર્થના સાંભળવાનું પસંદ કરશે જેઓ પાણી અને આત્માના છૂટકારામાં વિશ્વાસ કરે છે. જેઓ પોતાના પાપોને માને છે અને પાણી અને આત્માથી વાસ્તવિક નવો જન્મ લેવાની સુવાર્તામાં વિશ્વાસ કરે છે.
ઓગસ્ટીન કહે છે કે જ્યારથી તે પોતાની માના સ્તનથી દૂધ પીવા લાગ્યા, ત્યારથી જ પ્રાયશ્ચિત કરે છે. તેઓ વિચારતા હતા કે આ પ્રકારે અંગીકાર કરવાનું તેને સ્વર્ગ રાજ્યમાં લઈ જઈ શકે છે. આપણે આ વાત પર ફક્ત હસી શકીએ છીએ. ફક્ત પાપોને અંગીકાર કરવાથી કશુંજ નહીં થાય.
ઈશ્વર કહે છે, ‘ચુપ થઈ જાઓ અને જો તમે પાપ કર્યું છે, તો મને કહો. જો તમે કર્યું છે, તો તેના વિષે કહેવાનું બંદ કરો. તમે હજી સુધી ખોટી રીતે વિશ્વાસ કર્યો છે, તેથી તમે તે મંડળીમાં જાઓ જ્યાં સાચી સુવાર્તા શીખવવામાં આવે છે. છૂટકારાની સુવાર્તામાં યોગ્ય રીતે વિશ્વાસ કરો અને છૂટકારો મેળવો. જો નહીં કરો, તો હું આવીશ અને તમારો ન્યાય કરીશ.’
માફી માટે પ્રાયશ્ચિતની પ્રાર્થના અને અંગીકાર દ્વારા બચવાનો પ્રયત્ન આપણને ખોટા વિશ્વાસ તરફ લઈ જવાનો સંકેત કરે છે.
આ ૧ યોહાન ૧:૯માં લખવામાં આવ્યું છે કે જ્યારે આપણે આપણા સઘળા પાપોને માની લઈએ છીએ ત્યારે પાણી અને રક્તની સુવાર્તા સઘળા પાપોથી આપણને છોડાવે છે.
‘મારી પાસેથી દૂર જાઓ’
વ્યવસ્થાવિહોણા થવાના અભ્યાસનો
શો અર્થ છે?
તેનો અર્થ છે હૃદયમાં પાપ સાથે
ઈસુ પર વિશ્વાસ કરવો.
ખ્રિસ્તી પાપીઓ પાસે ભ્રમિત વિશ્વાસ હોય છે, ઈશ્વર સન્મુખ વિધિ વગરનું જીવન જીવવાનો અભ્યાસ. ‘તે દિવસે ઘણા મને કહેશે કે, ‘પ્રભુ, પ્રભુ, શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નથી? અને તમારે નામે ભૂતોને કાઢયાં નથી? અને તમારે નામે ઘણાં પરાક્રમી કામો કર્યાં નથી?’ ત્યારે હું તેઓને સાફ કહીશ કે, મેં તમને કદી પણ ઓળખ્યા નથી, ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ’ (માથ્થી ૭:૨૨-૨૩)
કલ્પના કરો કે જેઓ ખોટો વિશ્વાસ કરીને મારી જાય છે, તેઓ ઈશ્વરની આગળ આવીને કહે છે, ‘તમે ક્યા છો પ્રભુ? જ્યારે હું નીચે તમારા વિષે વિચારતો હતો ત્યારે તમે ખુબજ સુંદર હતા, પણ અહીંયાં ઉપર તમે વધારે સુંદર દેખાઓ છો. તમારો આભાર, પ્રભુ. તમે મને બચાવ્યો. હું વિશ્વાસ કરું છું કે મારા હૃદયમાં પાપ છે, છતાં પણ તમે હું પાપરહિત હોઉં તેમ મારા પર દ્રષ્ટિ કરી છે. હું અહીંયા આવ્યો છું ત્યારથી તમે મને સ્વર્ગમાં લઈ જવાની પ્રતિજ્ઞા કરી છે. હવે હું ખીલેલાં ફૂલોને અહિયાં જોઇશ. આવજો, અને મને આશા છે કે હું તમને ચારેય બાજુ જોઉં.
તે બગીચા તરફ જવાનું આરંભ કરે છે, પણ ઈસુ તેને રોકે છે. થોભો! આવો જોઈએ કે આ વ્યક્તિના હૃદયમાં પાપ છે કે નહીં. શું તું પાપી છે?’
‘નિશ્ચય મારામાં પાપ છે. પણ શું હું તમારા પર વિશ્વાસ નથી કરતો?’
‘શું તું મારા પર વિશ્વાસ કરવા છતાં પણ પાપ કરે છે?’
‘નિશ્ચય! મેં પાપ કર્યું છે.’
‘શું? તારા અંદર પાપ છે? મને જીવનનું પુસ્તક અને વ્યવસ્થાના કાર્યોનું પુસ્તક બંને આપો. તેમાં આનું નામ જુઓ. જુઓ તેનું નામ ક્યાં પુસ્તકમાં છે.’
નિશ્ચે, તેનું નામ વ્યવસ્થાના કાર્યોની પુસ્તકમાં છે.
‘હવે, તે જે પાપો પૃથ્વી પર કર્યા છે, તેનો અંગીકાર કર.’
આ વ્યક્તિ તૈયાર નથી, પણ ઈશ્વરે તેના પર પોતાનું મોં ખોલવા માટે દબાદ કર્યું અને તેણે પોતાના પાપ માની લીધાં.’
‘હાં, મેં પાપ કર્યા છે અને એવા જ કંઈક પાપ...’
તે સંપૂર્ણ રીતે ભ્રમિત હતો અને પોતાનું મુખ બંદ ન રાખી શક્યો.
‘બધું બરાબર છે, આટલું પર્યાપ્ત છે! તેણે નરકમાં પ્રવેશ કરવા માટે પર્યાપ્ત પાપ કર્યા છે. તેણે પોતાની યોગ્યતાથી વધારે કર્યા છે. તેને સળગવા માટે એક સ્થાનમાં મોકલી દો.’
આ તે સ્થાનમાં ન જાય જ્યાં ફૂલ ખીલેલાં છે, પરંતુ તે સ્થાનમાં નાંખી ડો જે આગ અને ગંધકથી ભરેલું છે. જ્યારે તે નરકમાં જશે ત્યારે તે પોતાના દાંત પીસસે.
‘મેં તમારા પર વિશ્વાસ કર્યો, તમારાં નામથી ભવિષ્યવાણી કરી, પ્રચાર કર્યો, તમારી સેવા માટે ઘર વેચી નાખ્યું, અનાથોની સેવા કરી, તમારાં નામમાં ખુબજ પીડા સહન કરી, ઘૂંટણ ટેકવીને પ્રાર્થના કરી, બીમારોની કાળજી લીધી...હું સ્વર્ગમાં જવા માટે યોગ્ય છું.’
તેઓ પોતાના દાંતોને એટલા વધારે પીસે છે કે તે ઘસાઈને નાના થઈ જાય છે. જયારે તે નરકમાં પહોંચે છે, ત્યારે તે સઘળા ખ્રિસ્તીઓને જુએ છે જેઓ ઈસુમાં છૂટકારાના સાચાં અર્થને સમજી ન શક્યા. જેઓએ ઉદ્ધારની સુવાર્તાને વ્યર્થ સમજી તેઓને ફેંકી દેવામાં આવ્યા.
જુઠ્ઠા વિશ્વાસીઓના પાપોને કર્મોની પુસ્તકમાં લખવામાં આવ્યા છે
સર્વ પાપીઓના પાપોને ક્યા લખવામાં
આવ્યા છે?
તે તેઓના હૃદયોમાં અને કર્મોની પુસ્તકમાં
લખવામાં આવ્યા છે.
આપણે ઈસુ પર વિશ્વાસ કરીએ કે ન કરીએ, ઈશ્વર તેઓનો નાશ કરશે જેઓના હૃદયમાં પાપ છે. જો તે કોઈના હૃદયમાં પાપનો એક પણ ડાઘ મેળવશે, તો તે વ્યક્તિ ન્યાયના દિવસે નરકમાં જશે. ઈશ્વરનો આગ્રહ છે કે જે પાપીઓને ઉદ્ધાર માટે સ્વીકાર કરવામાં નથી આવ્યા અને જો તેઓ છૂટકારો મેળવવાની ઈચ્છા રાખે છે તો ઈશ્વર તેઓને છોડાવશે.
એક પાપીનું પાપ તેના હૃદયમાં લખાયેલું છે. જેઓ પાણી અને આત્માથી નવો જન્મ પ્રાપ્ત કરી ચુક્યા છે તેઓ પોતાના પાપોને સ્મરણ કરશે પરંતુ તે તેઓના હૃદયમાંથી ભૂંસી નાખવામાં આવ્યા છે. તે જ ન્યાયી છે.
પરંતુ જેઓએ નવો જન્મ નથી પ્રાપ્ત કર્યો તેઓના હૃદયમાં પાપ વસે છે. તેથી તેઓ ઈશ્વર સન્મુખ પાપી છે. જ્યારે પણ તેઓ પ્રાર્થના માટે નમે છે, ત્યારે તેના પાપ તેઓને ઈશ્વરથી અલગ કરી દે છે અને તેઓના પાપ ઈશ્વર તેઓની પ્રાર્થના સાંભળે તેમાં અવરોધ બની જાય છે. તેઓ અન્ય લોકો માટે પ્રાર્થના કરે છે, પરંતુ તેઓના પાપ બન્યા રહે છે. તેઓ પોતાના પાપોનો અંગીકાર કરીને, ૧૦ વર્ષ પહેલા, ૧૧ વર્ષ પહેલા, ત્યાં સુધી કે ૨૦ વર્ષ પહેલાં કરેલા પાપોનું પણ પ્રાયશ્ચિત કરવા દ્વારા સમાપ્ત કરે છે.
શું ખરેખર તેઓને તેમની પ્રાર્થનામાં વારંવાર પાપોની માફીની જરૂર છે? તેઓ આવું શા માટે કરે છે? તેઓ આવું કરવા નથી માંગતા, પણ જ્યારે પણ તેઓ પ્રાર્થના આરંભ કરે છે ત્યારે સ્મરણ કરે છે કે તેઓ ઈશ્વર સન્મુખ પાપી છે. તેથી તેઓ અનુભવ કરે છે કે તેઓને પહેલાની અપેક્ષાએ વધારે ગંભીરતા સાથે પોતાના પાપોના પ્રાયશ્ચિત માટે પ્રાર્થનાની જરૂર છે.
ઈશ્વરે તેઓના પાપોને લોઢાના ટાંકણાથી તેઓના હૃદયપટ પર લખેલાં છે તેથી તેઓના પાપ ક્યારેય ભૂંસી શકાતા નથી. તેના પરિણામ સ્વરૂપે તેઓ ઈશ્વરની સન્મુખ આવતાં પહેલા પ્રત્યેક સમય પોતાના પાપોનો અંગીકાર કરે છે. તેથી જેઓ ઈસુની સંપૂર્ણ સુવાર્તાની અડધી સુવાર્તા પર જ વિશ્વાસ કરે છે તેઓ પાપીની જેમ ઘોર નિરાશામાં જીવે છે અને અંતમાં નરકના ભાગીદાર થાય છે.
યર્મિયા ૧૭:૧માં, આ લખવામાં આવ્યું છે કે ‘યહૂદાનું પાપ લોઢાના ટાંકણાથી તથા હીરાકણીથી લખેલું છે! તે તેઓના હૃદયપટ પર તથા વેદીઓના શિંગો પર કોતરેલું છે.’
યહૂદા ઇસ્રાએલ દેશના રાજકીય ગોત્રનું નામ છે. બાઈબલમાં યહૂદાને સર્વ મનુષ્યજાતિનો પ્રતિનિધિ બતાવવામાં આવ્યો છે. તેથી યહૂદાનો અર્થ છે સર્વ લોકો.
યહૂદાનું પાપ લોઢાનાં ટાંકણાથી તથા હીરાકણીથી લખેલું છે જે ફક્ત લોઢાથી કપાઈ શકે છે. દુનિયામાં હીરો સૌથી કઠણ ધાતુ છે. આપણા પાપોને લોઢાના ટાંકણાથી તથા હીરાકણીથી લખેલું છે.
જે એકવાર લખવામાં આવ્યું છે, તે ભૂંસી શકાતું નથી. જ્યાં સુધી આપણે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ નથી કરતા, ત્યાં સુધી આપણા પાપ ભૂંસાવાના નથી.
તેઓના વિચારોથી જ છૂટકારો મેળવવાનો કોઈ અર્થ નથી, જો તેઓના હૃદયમાં હજી પાપ છે તો ખ્રિસ્તી સિદ્ધાંતો પર વિશ્વાસ કરવું, ધર્મ વિજ્ઞાનને કંઠસ્થ કરવું, અને પોતાની કમાણીને મંડળીમાં સમર્પિત કરવાનો કોઈ અર્થ નથી.
ઈસુના બાપ્તિસ્મા વગર તેઓના પાપ ક્યારેય દૂર નહીં કરી શકાય, તેથી પાપી તેને સ્મરણ રાખે, અને જયારે પણ પ્રાર્થના કરે ત્યારે કહે, ‘પ્રભુ, હું એક પાપી છું. તેઓના હૃદયમાં પાપ હોવા છતાં તેઓ ઈશ્વર સાથે સંગતી કરવાનો પ્રયત્ન કરે છે, મંડળીની મોટી જવાબદારી પોતાના ઉપર લઈ લીધી છે, અને ધર્મ વિજ્ઞાન અને ડોકટરેટનો અભ્યાસ કરે છે.
તેથી તેઓ પર્વત પર જાય છે, વ્યર્થામાં અન્ય ભાષા બોલે છે અને સળગતી ઝાડીનું દર્શન પામવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આ બધું વ્યર્થ છે. જો તમારા હૃદયમાં હજી પણ પાપ છે, તો તમને ક્યારેય શાંતિ નહીં મળે.
આપણા પાપો જેમ કે યર્મિયા ૧૭:૧માં લખ્યું છે, વેદીના શિંગો પર પણ તેઓના અધર્મ અંકિત છે. સ્વર્ગમાં, જીવન અને કર્મોનું પુસ્તક છે. પાપીઓના પાપ કર્મોના પુસ્તકમાં લખેલા છે અને આ પ્રમાણે લોકો પોતાના અપરાધથી ક્યારેય પણ બચી નહીં શકે. ઈશ્વરે તે કર્મોની પુસ્તક અને આપણા હૃદયપટ પર લખ્યાં છે અને આપણને તેની વ્યવસ્થા બતાવે છે.
ઈસુના બાપ્તિસ્મા અને તેનું રક્ત જે આપણા છૂટકારા માટે વહેવડાવવામાં આવ્યું, તેમાં વિશ્વાસ કરવા દ્વારા આપણે તે લખાણને ધોઈને સાફ કરી શકીએ છીએ. ત્યારે આપણે અંનત જીવન માટે તૈયાર થઈશું અને આપણા નામ જીવનની પુસ્તકમાં લખવામાં આવશે.
શું તમારું નામ જીવનની પુસ્તકમાં છે?
કોનું નામ જીવનની પુસ્તકમાં લખેલું છે?
જેઓના હૃદયમાં પાપ નથી તેઓનું નામ
ત્યાં લખવામાં આવ્યું છે.
એ મહત્વપૂર્ણ છે કે તમારું નામ જીવનની પુસ્તકમાં લખવામાં આવે. જો તમારું નામ ત્યાં લખેલું નથી, તો ઈસુ પર વિશ્વાસ કરવાનો શો ફાયદો? હકીકતમાં છૂટકારો મેળવવા માટે તમારે પાણી અને આત્માની સુવાર્તાથી નવો જન્મ પ્રાપ્ત કરવા પર વિશ્વાસ કરવો જોઈએ.
ઈસુ આ દુનિયામાં આવ્યો, અને જ્યારે તે ૩૦ વર્ષનો થયો ત્યારે તેણે બાપ્તિસ્મા લઈને જગતના સઘળા પાપોને ધોઈ નાખ્યાં અને આપણને બચાવવા માટે વધસ્તંભ પર મર્યો. જેમ માથ્થી ૩:૧૫માં લખવામાં આવ્યું છે, ‘આમ’ ઈસુએ બાપ્તિસ્મા લીધું અને વધસ્તંભ પર ચઢાવવામાં આવ્યા. આપણા વિશ્વાસ કરવાના કારણે આપણું નામ જીવનની પુસ્તકમાં લખવામાં આવ્યું છે.
જયારે લોકો મરે છે અને ઈશ્વર આગળ ઉભા રહે છે, ત્યારે ઈશ્વર દૂતોને કહે છે, ‘જુઓ આ વ્યક્તિનું નામ જીવનની પુસ્તકમાં લખ્યું છે.’
‘હા છે, પ્રભુ.’
‘હા, તે દુઃખ સહન કર્યું છે, પૃથ્વી પર મારે માટે આંસુ વહાવ્યાં છે, હવે હું એવું કરીશ કે તારે ફરી ક્યારેય એવું નહીં કરવું પડે.’
ઈશ્વર ઈનામના રૂપમાં તેને ન્યાયીપણાનો મુગટ આપે છે.
‘આભાર પ્રભુ. હું હંમેશા તમારો આભારી રહીશ.’
‘દૂતો, આ વ્યક્તિને મુગટ પહેરાવવામાં આવે.’
‘પ્રભુ, તમે મને બચાવ્યો મારાં માટે એજ મહત્વનું છે. આ મુગટ મારા માટે સૌથી મહત્વનો છે. તમારો આભાર, હું ખુબજ આભારી છું કે તમે મને બચાવ્યો. હું તમારી ઉપસ્થિતિમાં રહીને ખુબજ સંતુષ્ટ છું.’
‘દૂતો, ઘૂંટણ ટેકવો અને મારાં આ ૧૦,૦૦૦માં પુત્રને તમારી પીઠ પર ઊંચકી લો.’
તે દૂતે ઉત્તર આપ્યો, ‘હા, શ્રીમાન.’
‘કૃપા કરીને મારી પીઠ પર બેસો.’
‘આ ખુબજ આરામદાયક છે. શું હું બરાબર કરું છું? આવો જઈએ.’
દૂતે સાવધાનીથી પગલાં ભર્યા.
‘શું તમે થોડુક વધારે આગળ જવાનું પસંદ કરશો?’
‘વાહ, આ જગ્યા ખુબજ સુંદર છે. આ કેટલું વિશાલ છે?’
‘હું આ સ્થાનો પર અરબો વર્ષો કરતાં વધારે સમય માટે જઈ રહ્યો છું, પણ મેં હજી તેનો અંત નથી જોયો.’
‘શું આ સાચું છે? હું તમારા માટે બોજો બની રહ્યો છું. તમે મને હવે નીચે ઉતારી ડો.’
‘આપણે અહીંયાં શક્તિ દ્વારા ચાલી શકતા નથી.’
‘તમારો આભાર, પણ હું સ્વર્ગ રાજ્યની ભૂમિ પર ઉભો રહેવા માંગુ છું, અહીંયાં મારા કરતા પહેલાં પહોંચેલા ન્યાયી લોકો ક્યા છે?’
‘તેઓ ત્યાં છે.’
‘ત્યાં ચાલો.’
હાલ્લેલૂયાહ! તેઓ એક બીજાને ભેટે છે અને હસે છે. અને ત્યારબાદ આનંદથી રહેવા લાગે છે.
હવે કલ્પના કરો કે એક મનુષ્ય જેણે ઈસુ પર વિશ્વાસ કર્યો પણ છતાં તે હજી પણ પાપી છે અને મરી ગયો અને ઈશ્વરની આગળ ઉભો છે. તે પણ કહે છે કે તેણે ઈસુ પર વિશ્વાસ કર્યો છે અને સ્વીકાર કર્યો છે કે તે પણ પાપી છે.
ઈશ્વર દૂતોને કહે છે, ‘જુઓ, આ વ્યક્તિનું નામ જીવનની પુસ્તકમાં લખવામાં આવ્યું છે.’
‘આ વ્યક્તિનું નામ પુસ્તકમાં નથી, પ્રભુ.’
‘તો પછી કર્મોના પુસ્તકમાં જુઓ.’
‘તેનું નામ અને પાપ આ પુસ્તકમાં લખેલાં છે.’
‘તો આ મનુષ્યને તે જગ્યાએ મોકલી દો જ્યાં તેને ઈંધણની કોઈ ચિંતા ન હોય, અને તેને હંમેશા માટે ત્યાં રહેવા ડો.’
‘અરે, પ્રભુ, આ તો અન્યાય છે....’
તે કહે છે, આ તો અન્યાયપૂર્ણ છે. તે તો ઈસુ પર નિરંતર વિશ્વાસ કરતો હતો તો પછી તેને નરકમાં કેમ મોકલવામાં આવ્યો?
આ વ્યક્તિ શેતાન દ્વારા ભ્રમિત થયો હતો અને તેણે સુવાર્તાની ફક્ત અડધી સચ્ચાઈને સાંભળી હતી. જો આપણે ઈસુ દ્વારા છૂટકારાના સાચા અર્થને નહીં સમજીએ તો અંતમાં આપણે પણ અવશ્ય નરકમાં જઈશું.
આ વ્યક્તિએ ઈસુ પર વિશ્વાસ કર્યો હતો. અંતમાં તે શેતાન દ્વારા ભ્રમિત કરવામાં આવ્યો અને વિચાર્યું કે તે પાપી છે. જો તેણે સાચી સુવાર્તા સાંભળી લીધી હોત, તો તેણે સ્વીકાર કર્યો હોત કે તેનો વિશ્વાસ ખોટો છે. પણ તે પોતાના ખોટા વિશ્વાસના અહંકારને કારણે વિશ્વાસ કરવામાં અસફળ થઈ ગયો.
જો તમે સ્વર્ગ રાજ્યમાં જવા માંગો છો, તો તમારે પહેલાં પાણી અને આત્માથી નવો જન્મ પ્રાપ્ત કરવાની સુવાર્તા પર વિશ્વાસ કરવો પડશે. જેમ માથ્થી ૩:૧૫માં લખ્યું છે, ‘આમ’ ઈસુએ જગતના સઘળા પાપોને પોતાની ઉપર લઈ લીધા. તમારે પાણી અને રક્તથી ઉદ્ધારની સુવાર્તા પર વિશ્વાસ કરવો જોઈએ.
કર્મોની પુસ્તકમાં કોના નામ
લખેલાં છે?
જેઓના હૃદયમાં પાપ છે તેઓના નામ
ત્યાં લખવામાં આવ્યા છે.
જો તમે કોઈ વસ્તુને વિશ્વાસ માટે પસંદ કરો છો, જેમ કે એક સારા સ્વભાવ વાળો માણસ, જે બીજાઓના આગ્રહને ઠોકર મારતો નથી, તો તમે અંતમાં નરકમાં હશો. નરકમાં સારા સ્વભાવ વાળા લોકો ખુબજ છે, પણ સ્વર્ગમાં સાચા યોદ્ધા છે. તે વિશ્વાસમાં લડવા વાળા યોદ્ધા છે.
જેઓ સ્વર્ગમાં છે, તેઓ જાણે છે કે તેઓ પાપી છે. નરકમાં જવું તેમની નિયતિ હતી અને તેઓ આનંદ પૂર્વક વિશ્વાસ કરતા હતા કે તેઓના પાપોને ઈસુના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા ધોવાઈ ગયા છે.
એવું કહેવામાં આવે છે કે સ્વર્ગમાં દીવાલોને કાન અને મોઢું હોય છે કેમ કે ઘણાં બધાં લોકો ઈસુના છૂટકારા પર ફક્ત મોઢાં અને કાનથી વિશ્વાસ કરે છે, ઈશ્વર તેઓના શેષ શરીરને આગ અને ગંધકની આગમાં ફેંકી દેશે.
કલ્પના કરો કે એક વ્યક્તિ જે ઈસુ પર વિશ્વાસ કરે છે છતાં પણ તેના હૃદયમાં પાપ છે, તે ઈશ્વરની સામે ઉભો છે અને કહે છે, ‘પ્રભુ, લોકો મને ન્યાયી કહે છે કેમ કે મેં ઈસુ પર વિશ્વાસ કર્યો છે, ત્યાં સુધી કે હજી પણ મારા હૃદયમાં પાપ છે. હું વિશ્વાસ કરું છું કે તમે પણ મને પાપથી મુક્ત થયેલી વ્યક્તિની દ્રષ્ટીએ જોશો. આ જ હું શીખ્યો છું અને વિશ્વાસ કર્યો છે. જેમ ઘણાં બધાં લોકો વિશ્વાસ કરે છે, મેં પણ તેવું જ કર્યું. જ્યાંથી હું આવું છું ત્યાં આવું જ કરવામાં આવે છે.’
પ્રભુએ ઉત્તર આપ્યો, ‘હું તેઓને માફ નથી કરી શકતો જેઓના હૃદયમાં પાપ છે. મેં તારા સઘળા પાપોને પાણી અને આત્માથી નવો જન્મ લેવાના આશીર્વાદથી ધોઈ નાખ્યાં છે. પણ તમે તેમાં વિશ્વાસ કરવાની ના પાડી દીધી. દૂતો! આ અભદ્ર માણસને આગમાં નાંખી દો.’
જે કોઈ પણ ઈસુમાં વિશ્વાસ કરે છે, પણ છતાં તેઓ વિચારે છે કે તેઓના હૃદયમાં પાપ છે, તેઓ અવશ્ય નરકમાં જશે. છૂટકારાની સાચી સુવાર્તાને સાંભળો અને સઘળા પાપોથી છૂટકારો મેળવો. અન્યથા તમે નરકમાં સળગશો.
તમારા હૃદયમાં પાપ હોવા છતાં મારામાં પાપ નથી એવું કહેવું ઈશ્વરને દગો અપાવો છે. અંતમાં આપણે અહીંયાં જોઈ શકીએ છીએ કે એક પાપી અને ન્યાયી વ્યક્તિમાં કેટલું અંતર છે. તમે સમજશો કે કેમ હી છૂટકારો મેળવવાનું નિવેદન કરી રહ્યો છું.
જયારે તમે સ્વર્ગ અને નરકના ચાર રસ્તા પર ઉભા હશો, ત્યારે તમે જે સંપૂર્ણ છૂટકારા પર વિશ્વાસ કરે છે (ઈસુનું બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેમનું મૃત્યુ) અને જેઓ નથી કરતા તેઓના વચ્ચેનું અંતર જોશો. અહિયાં એક મોટું અંતર જોશો. કેટલાંક લોકો સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરશે, પણ બાકીના લોકો નરકમાં જશે.
શું તમે ઈસુમાં વિશ્વાસ કરો છો, છતાં તમે પાપી છો? તો તમારે સમજવું પડશે કે તમારે પાણી અને આત્માથી નવો જન્મ લેવો જોઈએ. ઈશ્વરે તેઓને નરકમાં મોકલી દીધાં જેઓના હૃદયમાં પાપ છે. જેઓ પાપની સંપૂર્ણ માફીમાં વિશ્વાસ કરે છે ફક્ત તેઓ જ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકે છે.
તેના પર સારી રીતે વિશ્વાસ કરો. જો તમે એને છોડી દો છો, તો ખુબજ મોડું થઈ જશે. સમય પહેલાં તૈયાર રહો. તમે નરકમાં પહોચી જાઓ તે પહેલા, પાણી અને આત્માના છૂટકારામાં વિશ્વાસ કરો અને પવિત્ર બની જાઓ.
આપણા પ્રભુ ઈસુની મહિમા થાઓ! આપણે તેના અનુગ્રહ માટે તેમનો આભાર માનીએ જે આપણ પાપીઓને ન્યાયી બનાવે છે. હાલ્લેલુયાહ!
ઈસુ: ન્યાયીઓ માટે સહાયક
શું પસ્તાવાની પ્રાર્થનાથી આપણા પાપો
ધોવાઈ શકે છે?
ના, આ સંપૂર્ણપણે અશક્ય છે. આપણને ભ્રમિત કરવા માટે
શેતાનની આ એક રીત છે.
આવો ૧ યોહન ૨:૧-૨ વાંચીએ, ‘મારાં બાળકો, તમે પાપ ન કરો, માટે હું તમને આ વાતો લખું છું. જો કોઈ પાપ કરે તો પિતાની પાસે આપણો મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે. અને તે આપણાં પાપનું પ્રાયશ્ચિત છે; અને માત્ર આપણાં જ નહિ પણ આખા જગત [નાં પાપ] નું [તે પ્રાયશ્ચિત છે]’.
શું તમે જોઈ શકો છો, અહીંયાં શું લખ્યું છે? શું કોઈ છે જે વિશ્વાસ કરે છે, પણ છતાં તેઓના હૃદયમાં પાપ છે? જો તમારા હૃદયમાં પાપ છે, પણ તમે ઈશ્વરને કહો છો કે પાપ નથી, તો તમે તેને દગો પાપો છો અને પોતાને પણ દગો આપો છો.
પણ જો તમે વાસ્તવમાં ઈસુને સમજો છો અને વિશ્વાસ કરો છો કે તેણે યર્દન નદીમાં આપણા સઘળા પાપોને ધોઈ નાખ્યાં, તો તમે પાપોથી સંપૂર્ણ રીતે મુક્ત છો. પછી તમે કહી શકો છો, ‘પ્રભુ, પાણી અને આત્મા દ્વારા તમારામાં મારો નવો જન્મ થયો છે. મારામાં પાપ નથી. હું કોઈ પણ શરમ વગર તમારી સામે ઉભો રહી શકું છું.
ત્યારે ઈશ્વર જવાબ આપશે, ‘હા, તમે સાચાં છો. જેમ ઈબ્રાહીમે મારા પર વિશ્વાસ કર્યો અને પોતાનામાં વિશ્વાસ કરવાથી ન્યાયી બન્યો, તમે પણ ન્યાયી છો કેમ કે મેં તમારા સઘળા પાપોને ધોઈ નાખ્યા છે.’
પણ જે એક માણસ ઈસુમાં વિશ્વાસ કરવા છતાં પણ એવું માને કે હજી તેના હૃદયમાં પાપ છે, તે કહે છે, ‘કેમ કે હું ઈસુ પર વિશ્વાસ કરું છું, એટલે જો મારા હૃદયમાં થોડા ઘણા પાપ છે છતાં હું સ્વર્ગમાં જઈશ.’
તે સ્વર્ગમાં પ્રવેશ કરવાની ઘણી ઈચ્છા રાખે છે, અને જયારે પણ ઈશ્વરના ન્યાયાસન આગળ ઉભો રહેવાની કોશિશ કરે છે ત્યારે તેને અવરોધ નડે છે, પણ છતાં તે નરકમાં જશે. કેમ? કેમ કે તે પાણી અને આત્માથી નવો જન્મ લેવાની ધન્ય સુવાર્તાને જાણતો નથી.
પ્રત્યેક વ્યક્તિ સ્વીકાર કરે છે કે પૃથ્વી પર તેના જીવનના દિવસોમાં તે પાપી છે. ‘હું એક પાપી છું. હું નરકમાં જઈશ. કૃપા કરીને મને બચાવો.’ એક પાપી પ્રાયશ્ચિતની પ્રાર્થનાથી બચી શકતો નથી. તેના બદલે, તે ભૂલનો સ્વીકાર કરે કે તે એક પાપી છે અને પાણી અને આત્માના છૂટકારાને ગ્રહણ કરે તો તે બચી જશે. તે ફક્ત પાણી અને આત્માના છૂટકારાથી ન્યાયી બની શકે છે.
આ જુઠ્ઠી સુવાર્તાનો આગ્રહ છે કે ફક્ત મૂળ પાપ જ ઈસુમાં માફ કરવામાં આવ્યા છે અને વાસ્તવિક પાપોનું પ્રાયશ્ચિત કરવાથી આપણને ઉદ્ધાર પ્રાપ્ત થશે. આ આપણને સીધા નરકમાં લઈને જાય છે. તેથી ઘલા વિશ્વાસી ખોટી સુવાર્તામાં વિશ્વાસ કરવા દ્વારા પોતાના વિનાશ માટે ખુદને નરકમાં લઈને જાય છે અને આ પ્રવૃત્તિ આ દિવસોમાં બધે પ્રચલિત પણ છે.
શું તમે ખોટી સુવાર્તામાં પડી ગયા હોત તો તમને ખબર પડી હોત? તમારું સઘળું દેવું ભરપાઈ કરવા છતાં તમે શું હજી પણ દેવાદાર છો? આના વિષે વિચાર કરો. જો તમે ઈસુ પર વિશ્વાસ કરવા છતાં હજી પોતાને પાપી માનો છો, તો શું તમે એવું કહું શકો છો કે તમે યોગ્ય રીતે તેનામાં વિશ્વાસ કરો છો? શું તમે એક વિશ્વાસી છો કે પાપી, અથવા શું તમે એક વિશ્વાસી છો કે એક ન્યાયી માણસ?
તમે તમારાં માટે પસંદગી કરી શકો છો. તમે વિશ્વાસ કરો કે તમારાં સર્વ પાપ માફ થયા છે અથવા વિશ્વાસ કરો કે તમે તમારા અપરાધો માટે દરરોજ પ્રાયશ્ચિત કરો. તમારી પસંદગી નિર્ધારિત કરશે કે તમે સ્વર્ગમાં જશો કે નરકમાં. જે પ્રચારક તમને સાચી સુવાર્તા પ્રચાર કરે છે, તેઓના પ્રચાર પર વિશેષ ધ્યાન આપો.
જેઓ ખોટી સુવાર્તા પર વિશ્વાસ કરે છે અને હજી પણ પ્રત્યેક પ્રાર્થના સભામાં પોતાના પાપો માટે માફી માંગે છે, પ્રત્યેક બુધવારની આરાધનામાં, પ્રત્યેક શુક્રવાર રાત્રે જાગરણની પ્રાર્થનામાં પોતાના પાપોને ધોવાનો પ્રયાસ કરે છે.
તેઓ કહે છે, ‘પ્રભુ, મારા અંદર પાપ છે. મેં આ અઠવાડિયામાં પાપ કર્યું છે.’ ત્યારબાદ તેઓ વર્ષ પહેલાના પાપોને યાદ કરે છે અને પછી તેની માફી માટે પ્રાર્થના કરે છે. જો કે તેઓ પાણી આત્માથી નવો જન્મ લેવાની ધન્ય સુવાર્તાનો નકાર કરે છે.
રક્તથી આપણા પાપોની કીમત ચુકવવામાં આવી છે. હિબ્રૂ ૯:૨૨ કહે છે, ‘રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી.’ જો તમે વિચારો છો કે તમારા અંદર પાપ છે, તો તમે તેને ફરીથી રક્ત વહેવડાવવા માટે કહોઈ છો? જેઓ સંપૂર્ણ છૂટકારામાં વિશ્વાસ નથી કરતા, તેઓ ઈસુના છૂટકારાને તોડી મરોડીને અસત્યમાં બદલી નાખે છે. તેઓ હકીકતનો વિરોધ કરે છે કે ઈસુએ આપણને એકજ વારમાં હંમેશા માટે નથી છોડાવ્યાં અને તે એક ખોટો માણસ છે.
ઈસુમાં બચવા માટે, પાણી અને આત્મા દ્વારા પાપથી છૂટકારાના સત્યમાં વિશ્વાસ કરવો જોઈએ. શું ખરેખર તમારી સેકડો, હજારો અને લાખો વખત પ્રાર્થના કરવાથી તમારા પાપોની માફી મળી જશે? સાચી સુવાર્તા આપણને એકજ વારમાં હંમેશા માટે છૂટકારો આપે છે. ન્યાયી બનીને આપણે સ્વર્ગ રાજ્યમાં જઈએ છીએ અને હંમેશા માટે ત્યાં ધાર્મિક જીવન જીવીએ છીએ.
♪હું ઈસુમાં એક નવું જીવન જીવું છું. મારો કાલ વીતી ગયો છે અને હવે હું નવી સૃષ્ટિ છું. અનાવશ્યક કાલ જે વીતી ગયું છે. અરે, ઈસુ છે મારું સાચું જીવન, હું ઈસુમાં એક નવું જીવન જીવું છું.♪ʼ
તમે ઈસુમાં એક નવું જીવન જીવો છો. તમે સારા દેખાવા માંગતા હતા પણ નથી દેખાતા તેની ચિંતા કર્યા વગર, ભલે તમે ઠીંગણા અને જાડા છો, જેઓ પાણી અને આત્માથી નવો જન્મ પ્રાપ્ત કરવાની સુવાર્તામાં આશીર્વાદિત થયા છે તેઓ આનંદમય જીવન જીવે છે. શું તમારી સમસ્યા એ છે કે તમારાં નાકનો આકાર સારો નથી અથવા તમે થોડાક નીચા છો? કેમ કે આપણે સર્વ ગુણ સંપૂર્ણ નથી, છતાં પણ આપણે પાણી અને આત્માથી નવો જન્મ લેવાની સુવાર્તામાં વિશ્વાસ કરવા દ્વારા બચી ગયા છીએ. પરંતુ જેઓ અહંકારી છે તેઓ અંતમાં નરકમાં જશે.
તમારો આભાર પ્રભુ. હું હંમેશા પ્રભુનો આભાર માનું છું. કેમ કે આપણે પાણી અને આત્મા દ્વારા નવો જન્મ લેવાની સુવાર્તામાં વિશ્વાસ કરીએ છીએ. સ્વર્ગમાં આપણું સ્વાગત કરવામાં આવે.
જુઠાણું આપણને નરકમાં લઈને જાય છે
અંતમાં કોણ ન્યાયીપણાનું
મુગટ મેળવશે?
તેઓ જે જુઠ્ઠાણા પર જાય મેળવે છે.
અસત્ય આપણને કહે છે કે આપણે માફી મેળવવા માટે દરરોજ પ્રાયશ્ચિત કરવું જોઈએ, પણ પાણી અને આત્માની સુવાર્તા આપણને કહે છે કે આપણા પાપો પહેલાંજ સંપૂર્ણ રીતી થી માફ થઇ ગયા છે અને આપણે સર્વે તે બાબત પર વિશ્વાસ કરવો જોઈએ.
કયો વિકલ્પ સાચો છે? શું આપણે દરરોજ પ્રાયશ્ચિત કરવું જોઈએ? કે પછી એવો વિશ્વાસ કરવો જોઈએ કે ઈસુએ યોગ્ય રીતે બાપ્તિસ્મા લેવા દ્વારા આપણા પાપોને દૂર કરી દીધાં છે. હકીકત એ છે કે ઈસુએ એકજ વારમાં હંમેશા માટે આપણા પાપોને દૂર કરીને, યોગ્ય રીતે આપણને ઉદ્ધાર આપ્યો.
આત્મિક યુદ્ધમાં આપણે અસત્ય ઉપર સફળતા પ્રાપ્ત કરી છે. ઘણાં લોકો અસત્યનું અનુસરણ કરે છે. ‘પેર્ગામમમાંની મંડળીના દૂતને લખ:જેની પાસે બેધારી પાણીદાર તરવાર છે તે આ વાતો કહે છે: તું ક્યાં વસે છે તે હું જાણું છું, એટલે જ્યાં શેતાનની ગાદી છે ત્યાં.વળી તું મારા નામને વળગી રહે છે, અને જયારે મારા વિશ્વાસુ શાહેદ અંતિપાસને, તમારામાં, એટલે જ્યાં શેતાન વસે છે ત્યાં, મારી નાખવામાં આવ્યો, તે સમયે પણ તેં મારા પરના વિશ્વાસને નાકબૂલ કર્યો નહિ’ (પ્રકટીકરણ ૨:૧૨-૧૩).
‘જે જીતે છે તેને હું ગુપ્ત રાખેલા માન્નામાંથી આપીશ, વળી હું તેને શ્વેત પથ્થર આપીશ, તે પથ્થર પર એક નવું નામ લખેલું છે, તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ [તે નામ] જાણતું નથી’ (પ્રકટીકરણ ૨:૧૭).
જ્યાં મોટી સંખ્યામાં દુષ્ટ આત્માઓ રહે છે અને સત્યને પ્રતાડિત કરવા માટે અનેક જુઠ્ઠાણાં ઉભા થાય છે, શેતાન ત્યાં એક તેજોમય દૂતના રૂપમાં પ્રવેશ કરે છે. જે કોઈ પણ પાણી અને અત્માતની સત્યતાથી છૂટકારાને સાંભળે છે અને જાણે છે અને તેમાં વિશ્વાસ નથી કરતા, ઈશ્વર તેમની મદદ કરી શકતા નથી. આવી વ્યક્તિ અંતમાં અવશ્ય નરકમાં હશે.
પ્રત્યેક વ્યક્તિએ જાતે જ નિર્ણય લેવાનો છે કે ઈસુના ઉદ્ધાર પર વિશ્વાસ કરવો કે ન કરવો. તમારી સામે નમીને કોઈ પણ વ્યક્તિ તમને વિશ્વાસ કરવા માટે અને છૂટકારો પ્રાપ્ત કરવા માટે ભીખ નહીં માંગે.
જો તમે પાપથી બચવા માંગો છો, તો પાણી અને આત્માના ઉદ્ધાર પર વિશ્વાસ કરો. જો તમે તેના છૂટકારાના પ્રેમ માટે આભારી છો અને તેની કૃપામાં બચાવવામાં આવ્યાં છે, તો તેના પર વિશ્વાસ કરો. જો તમે એક પાપી છો જેની નિયતિ નરકમાં જવાની છે, તો તમે પાણી અને આત્મમાં, ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના મૃત્યુ પર વિશ્વાસ કરો. ત્યારે તમે ન્યાયી બની જશો.
જો તમે વિચારો છો કે તમે પાપી નથી, તો તમે ઈસુ પર વિશ્વાસ કરવા દ્વારા છોડાવવામાં નથી આવ્યા. ફક્ત પાપી વ્યક્તિ જ પાણી અને આત્માથી નવો જન્મ લેવાની સુવાર્તા પર વિશ્વાસ કરવા દ્વારા પોતાના સઘળા પાપોથી છોડાવવામાં આવે છે. ઈસુ પાપીઓનો ઉદ્ધારક છે અને દુઃખી લોકોને સાંત્વના આપે છે. તે સૃષ્ટિકર્તા છે, તે પ્રેમી ઈશ્વર છે.
હું તમને વિનમ્ર આગ્રહ કરું છું કે પાણી અને આત્માથી નવો જન્મ પ્રાપ્ત કરવાની સુવાર્તા પર વિશ્વાસ કરો. તમે નિશ્ચિત પાને જાણો કે ઈસુ જ ઉદ્ધારક, મિત્ર, ઘેંટાપાળક અને તમારો ઈશ્વર છે. પાપીઓએ ઈસુ પર વિશ્વાસ કરવો જોઈએ. જો તમે વિશ્વાસ કરવા નથી માંગતા, તો તમે નરકમાં હશો. આના પર તમે અવશ્ય વિશ્વાસ કરો. ઈશ્વર ક્યારેય પણ આપણને ઉદ્ધારની સુવાર્તા પર વિશ્વાસ કરવા માટે નિવેદન નહીં કરે.
શું તમે સ્વર્ગમાં જવા માંગો છો? તો પછી તમે પાણી અને આત્માથી નવો જન્મ લેવાની સુવાર્તા પર અવશ્ય વિશ્વાસ કરો. ઈસુ કહે છે, ‘માર્ગ, સત્ય અને જીવન હું છું. મારા પર વિશ્વાસ કરો.’ શું તમે કહેશો કે તમે નરકમાં જવા માંગો છો? તો પછી વિશ્વાસ ન કરો. તેણે કહ્યું છે કે તમારા માટે પહેલાંથી જ નરકમાં સ્થાન તૈયાર કરવામાં આવ્યું છે.
ઈશ્વર ક્યારેય નિવેદન નથી કરતા. એક વ્યાપારી પોતાના સામાનને વેચવા માટે લોકોનું આંધળી રીતે સ્વાગત કરે છે, પરંતુ ઈશ્વર ફક્ત તેઓને જેઓ પાપથી છોડાવવામાં આવ્યા છે તેઓને સ્વર્ગનું રાજ્ય મફતમાં આપે છે. ઈશ્વર ન્યાયપ્રિય છે.
લોકો કહે છે કે આ જગતનો અંત નજીક છે. હા, હું પણ એવું જ માનું છું. અને પાણી અને આત્માથી નવો જન્મ લેવાની સુવાર્તા પર વિશ્વાસ ન કરવો મૂર્ખતા છે.
પાણી અને આત્માથી નવો જન્મ લેવાની ધન્ય સુવાર્તા પર વિશ્વાસ કરો. આવો, સ્વર્ગના રાજ્યમાં એકત્ર થવા માટે ચાલીએ. શું તમે મારી સાથે જ્યાં ઈસુ નિવાસ કરે છે ત્યાં જવા માંગો છો?
શું તમે પાપી માણસ છો કે
ન્યાયી માણસ છો?
એક ન્યાયી માણસ જેના હૃદયમાં
પાપ નથી.
આવો રોમન ૮:૧-૨ વાંચીએ. ‘એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે શિક્ષા નથી. કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે’.
ઈસુએ પોતાના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર મૃત્યુ દ્વારા આપણા સઘળા પાપોને પોતાની ઉપર લઈ લીધાં છે. તેણે તે સઘળા પાપીઓને બચાવી લીધા જેઓ પોતાના પાપો માટે દંડ મેળવવાનાં હતા.
ઈશ્વરનો ઉદ્ધાર બે બાબતોથી બન્યો છે. એક તેની વ્યવસ્થા છે અને બીજો તેનો પ્રેમ. વ્યવસ્થા આપણને કહે છે કે આપણે પાપી છીએ. વ્યવસ્થા અનુસાર પાપનો મૂસારો મરણ છે. આપણે વ્યવસ્થા અનુસાર બચી શકતા નથી. તે ફટ આપણને આપણા પાપમય સ્વભાવ અને નિયતિ વિષે શિખવે છે. તે આપણને બતાવે છે કે આપણે પાપી છીએ.
પાપની કીમત ચુકાવવા માટે ઈસુ આ જગતમાં આવ્યા, તેણે આપણા સઘળા પાપો પોતાની ઉપર લઈ લીધા અને આપણને ન્યાયથી બચાવવા માટે પોતાનું જીવન આપીને તેનું મુલ્ય ચુકવ્યું. આ ઈશ્વરનો પ્રેમ છે કે તેણે આપણા સઘળા પાપોથી આપણને બચાવી લીધા છે.
આપણે અસત્ય પર જય મેળવવાની છે. ઈશ્વર તેઓને નવો જન્મ પ્રાપ્ત કરવાનો આશીર્વાદ પ્રદાન કરે છે જેઓ અસત્ય પર જય મેળવે છે.
આપણે ઈસુ પર વિશ્વાસ કરવા દ્વારા બચાવવામાં આવ્યાં છીએ. તેના વચનો પર વિશ્વાસ કરવા દ્વારા આપણે ન્યાયીપણું પ્રાપ્ત કરીએ છીએ અને સત્યને સમજીએ છીએ. તમારાં હૃદયમાં પાણી અને આત્માથી નવો જન્મ પામવાની સચ્ચાઈ પર વિશ્વાસ કરો, અને તમે અવશ્ય બચી જશો.