(હિબ્રૂ ૭:૧-૨૮) ‘આ મેલ્ખીસેદેક, શાલેમનો રાજા ને પરાત્પર ઈશ્વરનો યાજક હતો. તેણે જ્યારે ઇબ્રાહિમ રાજાઓની કતલ કરીને પાછો આવ્યો, ત્યારે તેને મળીને તેને આશીર્વાદ આપ્યો, અને ઇબ્રાહિમે એને બધી [લૂંટ] માંથી દશમો ભાગ આપ્યો, (તેના [નામનો] પહેલો અર્થ તો, ‘ન્યાયીપણાનો રાજા, ’ અને પછી ‘શાલેમનો રાજા, એટલે શાંતિનો રાજા છે.’ તે પિતા વગરનો, મા વગરનો, વંશાવાળી વગરનો છે, તેના દિવસનો આરંભ કે તેના આયુષ્યનો અંત નથી, પણ તે ઈશ્વરના પુત્રના જેવો છે), તે હંમેશા યાજક રહે છે. તો જેને આદિપિતા ઇબ્રાહિમે લૂંટમાંનો દશમો ભાગ આપ્યો, તે કેવો મહાન હશે એનો વિચાર કરો. લેવીનાં સંતાનમાંના જેઓને યાજકપદ મળે છે, તેઓને લોકોની પાસેથી, એટલે ઇબ્રાહિમથી ઉત્પન્ન થયેલા પોતાના ભાઈઓની પાસેથી, નિયમશાસ્ત્ર પ્રમાણે દશમો ભાગ લેવનો હુકમ છે ખરો, પણ જે તેઓનો વંશજ નહોતો તેણે ઇબ્રાહિમની પાસેથી દશમો ભાગ લીધો, અને જેને વચનો આપવામાં આવ્યાં હતાં તેને તેણે આશીર્વાદ આપ્યો. હવે, મોટો નાનાને આશીર્વાદ આપે છે એમાં તો કંઈ પણ વાંધો નથી. અહીં મર્ત્ય માણસો દશમો ભાગ લે છે. પણ ત્યાં જેના સંબંધી તે જીવતો છે એવી સાક્ષી આપેલી છે, તે લે છે. વળી એમ પણ કહી શકાય કે, જે લેવી દશમો ભાગ લે છે, તેણે પણ ઇબ્રાહિમની મારફતે દશમો ભાગ આપ્યો, કેમ કે જયારે મેલ્ખીસેદેક તેના પિતાને મળ્યો, ત્યારે તે હજી પોતાના પિતાની કમરમાં હતો. હવે જો લેવીયના યાજકપદથી પરિપૂર્ણતા થઈ હોત (કેમ કે તે દ્વારા લોકોને નિયમશાસ્ત્ર મળ્યું હતું), તો હારુનના ધારા પ્રમાણે ગણાયેલો નહિ, એવો બીજો યાજક મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે ઉત્પન્ન થવાની શી અગત્ય હતી? કેમ કે યાજકપદ બદલાયાથી નિયમ પણ બદલાવાની અગત્ય છે. કેમ કે જેમના સંબંધમાં એ વાતો કહેવામાં આવેલી છે, તે બીજા કુળના છે, તેમનામાં કોઈએ વેદીની સેવા કરી નથી. કેમ કે સર્વ જાણે છે કે, યહૂદા [ના કુળ] માં આપણા પ્રભુનો જન્મ થયો. તે કુળમાંના યાજકપદ સંબંધી મૂસાએ કંઈ કહ્યું નથી. હવે જો મેલ્ખીસેદેકના જેવો, એટલે ઐહિક આજ્ઞાના ધોરણ પ્રમાણે નહિ, પણ અવિનાશી જીવનના સામર્થ્ય પ્રમાણે, બીજો એક યાજક ઊભો થયો છે, તો સદરહુ વાત વિશેષ સ્પષ્ટ થાય છે. કેમ કે એવી સાક્ષી આપવામાં આવેલી છે, “મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે તું સનાતન યાજક છે.” કેમ કે પૂર્વેની આજ્ઞા નિર્બળ તથા નિરુપયોગી હોવાથી તેને રદ કરવામાં આવે છે. (કેમ કે નિયમશાસ્ત્રથી કશું પરિપૂર્ણ થયું નથી), અને [તેને બદલે] જે વડે આપણે ઈશ્વરની પાસે જઈએ શકીએ, એવી વિશેષ સારી આશા ઉપસ્થિત થાય છે. [તે વિશેષ સારી છે કેમ કે] તે વિષેનું વચન સમ વગર આપવામાં આવ્યું નહોતું. (કેમ કે બીજા તો સમ વગર યાજક થયા છે. પણ એ તો સમથી થાય છે, એટલે જેમણે તેમને કહ્યું, “પ્રભુએ સમ ખાધા, ને તે પસ્તાવો કરનાર નથી, તું સનાતન યાજક છે.” આવી રીતે તે તેનાથી યાજક થયો.) તે જ પ્રમાણે પણ ઈસુ વિશેષ સારા કરારના જામીન થયા. અને એ યાજકો સંખ્યાબંધ હતા ખરા, કેમ કે મરણને લીધે તેઓ કાયમ રહી શકતા નહોતા. પણ એ તો સદાકાળ રહે છે, માટે એમનું યાજકપદ અવિકારી છે. માટે જેઓ એમની મારફતે ઈશ્વરની પાસે આવે છે, તેઓને સંપૂર્ણ રીતે તારવાને એ સમર્થ છે, કેમ કે એ તેઓને માટે મધ્યસ્થતા કરવાને સદાકાળ જીવતા રહે છે. વળી આપણને એવા પ્રમુખયાજકની જરૂર હતી કે, જે પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક, પાપીઓથી અલગ છે, અને જેમને આકાશ કરતાં વધારે ઊંચે ચઢાવેલા છે. પ્રથમ પ્રમુખયાજકોની જેમ પોતાનાં પાપોને માટે, અને પછી લોકોનાં પાપોને માટે બલિદાન આપવાની દરરોજ તેમને અગત્ય રહેતી નથી; કેમ કે તેમણે પોતાનું સ્વાર્પણ કરીને એ કામ એક જ વખત કર્યું. કેમ કે નિયમશાસ્ત્ર નિર્બળ માણસોને પ્રમુખયાજકો ઠરાવે છે. પણ નિયમશાસ્ત્ર પછીના સમનુમ વચન તો સદાકાળ સંપૂર્ણ કરેલા પુત્રને [પ્રમુખયાજક] ઠરાવે છે.’
ઈસુ સ્વર્ગીય યાજક પદનો સેવક
કોણ શ્રેષ્ઠ છે, મહાયાજક મેલ્ખીસેદે કે હારૂનની રીતી પ્રમાણે પૃથ્વી પરનો મહાયાજક?
મહાયાજક મેલ્ખીસેદેક
જુના કરારમાં, મેલ્ખીસેદેક નામનો એક મહાયાજક હતો. ઈબ્રાહિમના સમયમાં રાજા કદોરલાઓમેર અને અન્ય રાજાઓ વચ્ચે સંધી થઈ, તેઓ સદોમ અને ગમોરાના સર્વ ધન અને ભોજનની વસ્તુઓને લુંટીને ચાલ્યા ગયા. ત્યારે ઈબ્રાહિમે પોતાના કુટુંબના યુદ્ધ કૌશલ્યમાં પારંગત સેવકોને લઈને, અને શસ્ત્રો ધારણ કરીને રાજા કદોરલાઓમેર અને તેના સાથી રાજાઓ વિરુદ્ધ યુદ્ધ કર્યું.
ત્યાં ઈબ્રાહિમે એલામના રાજા કદોરલાઓમાર અને તેના સાથી રાજાઓને હરાવીને પોતાના ભત્રીજા લૂત અને તેની સંપતિને પાછી લઈ લીધી. જ્યારે ઇબ્રાહિમ પોતાના શત્રુઓને હરાવીને પાછો આવી રહ્યો હતો, ત્યારે શાલેમનો રાજા મેલ્ખીસેદેક જે મહાન ઈશ્વરનો યાજક હતો, તે રોટલી અને દ્રાક્ષારસ લઈને આવ્યો અને તેણે ઇબ્રાહિમને આશીર્વાદ આપ્યો, ત્યારે ઈબ્રાહિમે તેને સર્વ વસ્તુનો દશમો ભાગ આપ્યો (ઉત્પતિ ૧૪).
બાઈબલમાં મહાયાજક મેલ્ખીસેદેકની મહાનતા અને મહાયાજકના ક્રમનું ચિત્રણ કરવામાં આવ્યું છે. જેમાં મેલ્ખીસેદેક શાંતિ અને ધર્મનો રાજા છે, જેનો કોઈ પિતા નથી, માતા નથી, વંશાવળી નથી, જેના દિવસોની ન શુરુઆત છે કે ન તો અંત છે, પરંતુ ઈશ્વરના પુત્ર રૂપ ઠરીને તે સદા માટે યાજક બની રહે છે.
બાઈબલ આપણને કહે છે કે સાવધાની પૂર્વક ઈસુ ખ્રિસ્તની મહાનતા પર વિશ્વાસ કરો જે મેલ્ખીસેદેકની રીત પ્રમાણે યુગાનુયુગ યાજક છે, નવા કરારમાં ઈસુ ખ્રિસ્તની મહાયાજકીય તુલના જુના કરારના નિયમના હારૂન મહાયાજક સાથે કરવામાં આવી છે.
લેવી કૂળના વંશજ યાજક બન્યા અને તેઓ તે લોકો પાસેથી દશાંશ લેતા હતા જેઓ તેમેના ભાઈ હતા, ભલે પછી તે ઇબ્રાહિમના વંશજ કેમ ન હોય. પણ જ્યારે ઈબ્રાહિમે મેલ્ખીસેદેક મહાયાજકને દશાંશ આપ્યું ત્યારે લેવી પોતાના પિતાની દેહમાં જ હતા.
શું જુના કરારના યાજક ઈસુથી ઉત્તમ હતા? આ બાઈબલમાં વર્ણિત છે. શું ઈસુ સાંસારીક યાજકોથી ઉત્તમ છે? કોને કોના દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યો? હિબ્રૂની પત્રીનો લેખક આ વિષય પર શુરુથી ચર્ચા કરે છે. ‘તેમાં શંકા નથી કે નાનો મોટાથી આશીર્વાદ મેળવે છે.’ ઇબ્રાહિમ પણ મેલ્ખીસેદેક યાજક દ્વારા આશીર્વાદિત થયો.
હવે આપણે આપણા વિશ્વાસમાં કઈરીતે જીવવું જોઈએ? શું આપણે ઈશ્વરે આજ્ઞા આપી તે પ્રમાણે જુના કરારના મુલાકાત મંડપની બલિદાન પ્રથા પર નિર્ભર થવું જોઈએ કે પછી આપણે ઈસુ ખ્રિસ્ત પર નિર્ભર થવું જોઈએ જે આપણી મધ્યે પાણી અને આત્માના બલિદાન દ્વારા આવ્યો?
હવે આ તે વાત ઉપર નિર્ભર કરે છે કે આપણે કઈ વ્યાખ્યા પસંદ કરીએ છીએ. અથવા તો આપણે આશીર્વાદિત થઈશું અથવા તો શ્રાપિત થઈશું. શું આપણે ઈશ્વરના વચન પર વિશ્વાસ કરીને જીવન જીવીએ છીએ અને દરરોજ બલિદાન અર્પણ કરીએ છીએ કે પછી આપણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને તેના ઉદ્ધાર પર ભરોષો કરીએ છીએ જે તેણે પાણી અને રક્ત દ્વારા એકજ વાર હંમેશા માટે આપ્યું છે. આપણે ઉપરોક્ત બે માંથી કોઈપણ એકને પસંદ કરવું જ પડશે.
જુના કરારના દિવસોમાં લોકો હારૂન યાજક અને લેવી યાજકના સંતાનોને જોયા કરતા કતા. પણ જો નવા કરારના દિવસોમાં પૂછવામાં આવે કે કોણ ઉત્તમ છે, ઈસુ ખ્રિસ્ત કે હારૂનના વંશના યાજકો? તો સંકોચ વગર ઉત્તર હશે કે ઈસુ ખ્રિસ્ત. પરંતુ લોકો આ સત્યતાને જાણવા છતાં પણ ઘણાં ઓછા લોકો તેનું અનુસરણ કરે છે.
બાઈબલ આ પ્રશ્નો સ્પષ્ટ પણે ઉત્તર આપે છે. તે આપણને કહે છે કે ઈસુ બીજા ગોત્રનો હતો જેમાંથી કોઈએ પણ વેદીની સેવા કરી નહોતી, તેણે સ્વર્ગીય યાજાકીય પદને સંભાળ્યું, ‘કેમ કે યાજકપદ બદલાયાથી નિયમ પણ બદલાવાની અગત્ય છે.’
ઈશ્વરે મૂસા દ્વારા ઇસ્રાએલીઓને આજ્ઞાઓ આપી જેમાં ૬૧૩ પ્રકારના વિસ્તૃત નિયમોનું વર્ણન છે. મૂસાએ ઇસ્રાએલીઓને કહ્યું કે તેઓ આજ્ઞાનું અનુસરણ કરીને તેનું પાલન કરે, ત્યારે લોકોએ તેવું કરવાની પ્રતિજ્ઞા કરી.
કેમ ઈશ્વરે પ્રથમ વાચાને દૂર કરીને બીજી વાચાની સ્થાપના કરી?
કેમ કે મનુષ્ય એટલા નબળાં હતા કે તેઓ પ્રથમ વાચા અનુરૂપ ચાલી શકતા નહોતા.
બાઈબલ અનુસાર ઇસ્રાએલીઓએ એવી પ્રતિજ્ઞા લીધી કે વ્યવસ્થા અનુરૂપ તેનું પાલન કરીશું જે પંચગ્રથની પુસ્તકો ઉત્પતિ, નિર્ગમન, લેવીય, ગણના અને પુનર્નિયમમાં છે, તેને ઈશ્વરે તેઓની સામે ઘોષિત કર્યું ત્યારે તેઓએ સંકોચ વગર બધીજ વાતોનું પાલન કરવા માટે ‘હા’ કહ્યું.
જેમ આપણે જોઈએ છીએ કે પુનર્નિયમ પછી યહોશુઆ બાદ કોઈપણ વ્યક્તિ ઈશ્વરની વ્યવસ્થા અનુરૂપ ચાલી ન શક્યા.
ત્યારે ન્યાયાધીશોમાં પ્રથમ રાજાના વૃત્તાંતથી બીજા રાજાઓના વૃત્તાંત સુધી તેઓ પોતાના આગેવાનનો નિરાદર કરવા લાગ્યા. ત્યારબાદ તો તેમણે મુલાકાત મંડપની બલિદાનની પદ્ધતિને પણ બદલી નાખી.
અને અંતમાં માલાખીના સમયમાં તેઓ બલિદાન માટે લંગડા તેમજ રોગી પશુઓને લાવવા લાગ્યા, જ્યારે ઈશ્વરે તેઓને નિર્દોષ પશુ અર્પણ કરવા માટે કહ્યું હતું. ત્યાં સુધી કે તેઓ યાજકોને મનાઈ કરવામાં આવેલા પશુ વિષે તેને સ્વીકાર કરવા માટે આગ્રહ કરતા હતા. તેઓએ પોતાની મનમાની કરીને નિયમ વિરુદ્ધ બલિદાન અર્પણ કરીને વ્યવસ્થાને બદલી નાખી.
જુના કરારમાં ઇસ્રાએલીઓએ ક્યારેય પણ ઈશ્વરના આદેશોનું પાલન કર્યું ન હતું. તેઓ વ્યવસ્થામાં પ્રગટ થયેલ ઉદ્ધારના નિયમોને સરળતાથી ભૂલી ગયા, અને જાણી જોઈને તેનો ત્યાગ કર્યો. યર્મિયાના પુસ્તકમાં ઈશ્વર કહે છે, હું ઇસ્રાએલના વંશજોની સાથે તથા યહૂદાના વંશજો સાથે નવો કરાર કરીશ.’
આવો, યાર્મિયા ૩૧:૩૧-૩૪ જોઈએ, ‘યહોવા કહે છે, “જુઓ, એવો સમય આવે છે કે જે સમયે હું ઇઝરાયલના વંશજોની સાથે તથા યહૂદાના વંશજોની સાથે નવો કરાર કરીશ. જે સમયે મેં તેઓના પૂર્વજોને મિસર દેશમાંથી કાઢી લાવવા માટે તેઓનો હાથ પકડયો, તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો તે કરાર નહિ થાય! હું તેઓનો ધણી થયા છતાં તે મારો કરાર તેઓએ તોડયો, ” એવું યહોવા કહે છે. પણ યહોવા કહે છે, “હવે પછી જે કરાર હું ઇઝરાયલના વંશજોની સાથે કરીશ, તે આ છે: હું મારો નિયમ તેઓનાં હ્રદયમાં મૂકીશ, તેઓના હ્રદયપટ પર તે લખીશ. હું તેઓનો ઈશ્વર થઈશ, ને તેઓ મારા લોકો થશે. વળી યહોવાને ઓળખો, એમ કહીને તેઓ હવે પછી દરેક પોતાના પડોશીને, તથા દરેક પોતાના ભાઈને શીખવશે નહિ; કેમ કે નાનાથી તે મોટા સુધી તેઓ સર્વ મને ઓળખશે; હું તેઓના અન્યાયની ક્ષમા કરીશ, ને તેઓનાં પાપોનું સ્મરણ ફરી કરીશ નહિ.” એવું યહોવા કહે છે.’
ઈશ્વર કહે છે કે તે એક નવો કરાર સ્થાપિત કરશે. તેણે ઇસ્રાએલના કુટુંબો સાથે પહેલો કરાર કર્યો હતો, તેને તોડી નાખવામાં આવી અને તેઓ ઈશ્વરના વચન અનુસાર તેની ઉપર ચાલી ન શક્યા. તેથી તેણે ફરીથી ઉદ્ધારનો એક નવો કરાર પોતાના લોકો સાથે સ્થાપિત કરવાની પ્રતિજ્ઞા કરી.
ઇસ્રાએલીઓએ ઈશ્વર આગળ શપથ લીધી હતી કે તેઓ ઈશ્વરના વચન અને તેમની આજ્ઞાનું પાલન કરશે, ઈશ્વરે તેઓને કહ્યું, ‘તમે મને છોડી બીજા કોઈને ઈશ્વર તરીકે ન માનતા.’ ત્યારે ઇસ્રાએલીઓએ કહ્યું હતું કે ‘નિશ્ચય અમે બીજા કોઈ ઈશ્વરની આરાધના નહિ કરીએ, ફક્ત તુજ અમાર્પ ઈશ્વર છે, તમે છોડીને બીજો કોઈ અમારો ઈશ્વર નથી.’ પણ તેઓ આ કરારનું પાલન કરી શક્ય નહીં. સંપૂર્ણ આજ્ઞાઓનો સાર દશ આજ્ઞાઓમાં આ પ્રમાણે વર્ણિત છે.
મારા સિવાય તારા કોઈ અન્ય દેવો ન હોય, તું તારે માટે કોઈ કોરેલી મૂર્તિ ન કર, તું તેની આગન ન નમ, અને તેની સેવા ન કર, તારા ઈશ્વર યહોવાનું નામ તું વૃથ્થા ન લે, સાબાથ્થ દિનને પવિત્ર પાળવાને તું યાદ રાખ, તારા પિતાનું તથા તારી માતાનું સન્માન રાખ, તું ખૂન ન કર, તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર, તું તારા પાડોશી વિરુદ્ધ જુઠી સાક્ષી ન પૂર, તું તારા પાડોશીના ઘર પર લોભ ન રાખ (નિર્ગમન અધ્યાય ૨૦).
આગળ તેને ૬૧૩ પ્રકારના ઉપ નિયમોમાં વિભાજીત કરવામાં આવ્યું જેનું તેઓએ પાલન કરવાનું હતું. જેમ ‘પોતાના દીકરા અને દીકરીઓને આ કરવું અને આ ન કરવું, અને તેવીજ રીતે પોતાની સાવકી માને આ કરવું અને આ ન કરવું વગેરે.’ ઈશ્વરની આજ્ઞામાં તેઓને સર્વ સારી બાબતો કરવાનું કહેવામાં આવ્યું છે અને ભૂંડાઈથી દૂર રહેવામાં કહેવામાં આવ્યું છે. આ જ દશ આજ્ઞાઓ અને તેના ૬૧૩ વિસ્તૃત ઉપ-નિયમો છે.
જેમ કે સમગ્ર મનુષ્યજાતિમાં એવું કોઈપણ વ્યક્તિ નથી જેણે સંપૂર્ણ નિયમો, ઉપનિયમોનું પાલન કર્યું હોય. તેથી ઈશ્વરે મનુષ્યોના પાપોના ઉદ્ધાર માટે એક વૈકલ્પિક માર્ગ બનાવ્યો.
શું યાજકીય પદ બદલાઈ ગયું છે? ઈસુ ખ્રિસ્તના આ જગતમાં આવ્યા બાદ આ યાજકીય પદ બદલાઈ ગયું. ઈસુ ખ્રિસ્તે હારૂનની રીત અનુસાર બધા યાજકોના પદને પોતાની ઉપર લઈ લીધા. તેણે મુલાકાત મંડપની બલિદાનની સર્વ પ્રથાઓને દૂર કરી જે લેવીઓનો અધિકાર હતો. તેણે એકલાએ સ્વર્ગીય યાજકીય પદની સેવા કરી, તે આ જગતમાં હારૂનના વંશજના રૂપમાં નહોતો આવ્યો, પણ તે યહૂદાના વંશના રૂપમાં આ જગતમાં આવ્યો.
જે રાજાઓના વંશનું કુળ છે. તેણે પોતાને બલિદાન કર્યો, પોતાના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર પોતાના રક્તને વહેવડાવવા દ્વારા સમગ્ર મનુષ્યજાતિને તેણે પાપોથી બચાવી.
તેણે પોતાને બલિદાન થવા માટે આપી દીધી જેના દ્વારા પાપોની સમસ્યાનું સમાધાન થયું અને તેણે સમગ્ર મનુષ્યજાતિના પાપોનું બાપ્તિસ્માના બલિદાન અને રક્ત દ્વારા ધોઈ નાખ્યું.
યાજકીય પદના પરિવર્તન સાથે વ્યવસ્થામાં પણ પરિવર્તન થયું
ઉદ્ધારની બદલેલી વ્યવસ્થા કઈ છે?
ઈસુનું અનંત બલિદાન
વહાલાં મિત્રો, જુના કરારનું યાજક પદ નવા કરારમાં બદલી નાખવામાં આવ્યું. જુના કરારના સમયમાં મહાયાજક હારૂનના વંશના લેવી કૂળના હતા. તેઓ જ ઇસ્રાએલીઓના પાપોના પ્રાયશ્ચિત માટે બલિદાન અર્પણ કરતા હતા. મહાયાજક પરમપવિત્ર સ્થાનમાં પ્રવેશ કરતો હતો અને દયાસન પાસે પશુઓનું રક્ત લઈને જતો હતો, ફક્ત મહાયાજક જ પડદાની પેલી બાજુ પરમપવિત્ર સ્થાનમાં જી શકતો હતો.
પણ, ઈસુ ખ્રિસ્તના આવ્યા પછી હારૂનનું યાજકીય પદ તેને સોંપવામાં આવ્યું અને ઈસુએ તે અનંત યાજકીય પદને પોતાની ઉપર લઈ લીધું. તેણે પોતાને બલિદાન કરીને યાજકીય પદની સેવા કરી જેથી મનુષ્યજાતિને તેના પાપોથી બચ્જ્હાવી શકાય.
જુના કરારમાં મહાયાજક પણ પોતાના પાપો માટે પાપબલી ના વાછરડાં ઉપર પોતાના હાથ રાખીને પ્રાયશ્ચિત કરતો હતો, પછી તે ઇસ્રાએલીઓના સમૂહની સેવા કરતો હતો. તે પાપબલીના વાછરડાં ઉપર હાથ રાખવા દ્વારા પોતાના પાપોને તેની ઉપર નાખતો હતો, ત્યારે આવું કહેતો હતો કે, ‘ઈશ્વર મેં પાપ કર્યું છે.’ પછી તે બલીપશુંને અર્પણ કરીને તેના રક્તને દયાસન પર સાતવાર છાંટતો હતો.
જો હારૂન મહાયાજક પોતે સિદ્ધ નહોતો, તો તમે વિચારી શકો છો કે સામાન્ય માણસ કેટલો અને કેવો નબળો છે. લેવીનો પુત્ર હારૂન મહાયાજક પણ પાપી હતો, તેથી તેને પોતાના અને પોતાના કુટુંબ માટે પાપબલી અર્પણ કરવું પડતું હતું.
યહોવા ઈશ્વરે યર્મિયા અધ્યાય ૩૧માં કહ્યું છે, મેં તમારી સાથે કરેલો કરાર હું તોડી નાંખીશ, કેમ કે તેનું પાલન કરવામાં નથી આવ્યું. તેથી હું તે કરારને પૂરો કરીને ઉદ્ધારનો એક નવો કરાર આપીશ જેનાથી તમારા પાપોની માફી મળશે. હવેથી હું મારી આજ્ઞાઓ દ્વારા નહિ પણ તમારો ઉદ્ધાર પાણી અને આત્માની સુવાર્તાથી કરીશ.
ઈશ્વરે આપણને નવો કરાર આપ્યો છે. જ્યારે સમય પૂરો થયો ત્યારે ઈસુ ખ્રિસ્ત મનુષ્યની સમાનતામાં થઈને આવ્યો અને પોતાને વધસ્તંભ પર બલિદાન કરીને આપણા પાપોને લઈ લીધા જેથી જે કોઈપણ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય. તેણે પોતાના બાપ્તિસ્મા દ્વારા સર્વ મનુષ્યજાતિના પાપોને પોતાની ઉપર લઈ લીધા.
ઈશ્વરની વ્યવસ્થાને દૂર કરીને તેને હટાવી દેવામાં આવી. જો ઇસ્રાએલના કુટુંબ ઈશ્વરની વ્યવસ્થા પ્રમાણે જીવ્યા હોત તો તેઓ બચી ગયા હોત. પરંતુ તેઓ એવું ન કરી શક્યા કેમકે, ’નિયમ દ્વારા પાપ વિષે જ્ઞાન થાય છે’ (રોમન ૩:૨૦).
ઈશ્વરની ઈચ્છા હતી કે ઇસ્રાએલીઓ એ વાતને જાણે કે તેઓ પાપી છે અને નિયમો તેઓને બચાવી શકતા નથી. તેણે પાણી અને આત્મા દ્વારા તેઓને ઉદ્ધારની વ્યવસ્થાથી બચાવ્યા, તેઓના કર્મો દ્વારા નહીં. ઈશ્વરના અસીમિત પ્રેમના કારણે તેણે આપણને નવો કરાર આપ્યો જેના દ્વારા આપણે આ જગતમાં ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત દ્વારા આપણા પાપોથી બચી શક્યા.
ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તને જાણ્યાં વગર જો કોઈ તેના પર વિશ્વાસ કરે છે, તો તેનો વિશ્વાસ વ્યર્થ છે. જો કોઈ આવું કરે છે તો તે મોટી સમસ્યામાં છે અને ત્યારે તમારો ઈસુ પર વિશ્વાસ ના બરાબર છે. ઈશ્વર કહે છે કે તે સર્વ મનુષ્યજાતિને બચાવવા માટે એક નવો કરાર આપશે. પરિણામ સ્વરૂપ હવે આપણે આપણા કર્મોની વ્યવસ્થા દ્વારા નથી બચ્યાં, પરંતુ આપણે તે ન્યાયીપણા દ્વારા બચ્યાં છીએ જે આપણને ઈસુના પાણી અને રક્ત દ્વારા મળે છે.
આ તેની અનંત પ્રતિજ્ઞા હતી જે ઈશ્વરે ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવાવાળા પર પૂર્ણ કરી અને તેણે આપણને ઈસુની મહાનતા વિષે તેણે ઈસુના ઉત્તમ હોવાની તુલના જુના કરારના હારૂનની રીતી પ્રમાણે યાજકો સાથે કરી.
આપણે ઈસુના પાણી અને રક્ત પર વિશ્વાસ કરવા દ્વારા વિશેષ લોકો બનીએ છીએ. કૃપા કરીને આના પર ધ્યાનપૂર્વક વિચાર કરો. તમારો પાળક કેટલો જ્ઞાની અને વિખ્યાત છે તેનાથી કોઈ ફરક નથી પડતો, તો પણ શું તે ઈસુથી મહાન છે? આપણી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી, આપણે ફક્ત ઈસુના પાણી અને રક્તની સુવાર્તા દ્વારા બચી શકીએ છીએ. ફક્ત ઈશ્વરની આજ્ઞાઓ માની લેવાથી નહિ, કેમ કે યાજકીય પદ તો બદલાઈ ગયું છે. અને તેની સાથે જ ઉદ્ધારના નિયમો પણ બદલાઈ ગયા છે.
ઈશ્વરના પ્રેમની શ્રેષ્ઠતા
કોણ શ્રેષ્ઠ છે, ઈશ્વરનો પ્રેમ કે ઈશ્વરની વ્યવસ્થા?
ઈશ્વરનો પ્રેમ
આપણે ફક્ત ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા ઉદ્ધાર પ્રાપ્ત કરી શકીએ છીએ. ઈસુએ આપણને કેવી રીતે બચાવ્યા, આપણા માટે ઈશ્વરનો પ્રેમ કેટલો અદભુત છે તે જાણવાં દ્વારા જ આપણે જાણી શકીએ છીએ કે ઈશ્વરની આજ્ઞાઓ અને ઈશ્વરનો પ્રેમ આ બંનેમાં કેટલો તફાવત છે. વ્યવસ્થાથી બંધાએલા લોકો ઈશ્વરના વચનની અપેક્ષાએ પોતાની સંસ્થા અને પોતાની વ્યક્તિગત શિક્ષાઓ પર વધારે મહત્વ આપે છે. પણ જેમ તમે જનો છો, સાચો અને પરિપૂર્ણ વિશ્વાસ ત્યારે જ મળે છે જ્યારે આપણે ઈસુના ઉત્તમ ઉદ્ધાર પર વિશ્વાસ કરીએ છીએ જે આપણને પાણી અને આત્માની સુવાર્તા દ્વારા પ્રાપ્ત થાય છે.
આજે પણ ઘણાં બધાં લોકો એવું કહે છે કે આપણને આપણા મૂળ પાપથી ક્ષમા મળી ચુકી છે, પરંતુ આપણે દરરોજ આપણા પ્રતિદિવસના પાપોનું પ્રાયશ્ચિત કરવાનું છે. ઘણાં લોકો એવો વિશ્વાસ કરવા દ્વારા જુના કરારમાં આપવામાં આવેલી આજ્ઞા અનુસાર જીવન જીવે છે, પણ ઘણાં લોકો આજે તે સચ્ચાઈથી જે ઈસુ ખ્રિસ્તના શ્રેષ્ઠ ઉદ્ધાર જે તેણે આપણને પાણી અને આત્મા દ્વારા આપ્યો છે, તેનાથી અજાણ્યાં છે.
જુના કરારમાં યહૂદીઓને પોતાના પાપોની માફી માટે ઈશ્વર દ્વારા આપવામાં આવેલી વ્યવસ્થા અનુસાર ચાલવું પડતું હતું. પરંતુ, છતાં તેઓ બચી શકતા નહોતા. કેમ કે ઈશ્વર મનુષ્યોની નબળાઈઓને જાણતા હતા કે મનુષ્ય અપરીપૂર્ણ છે. ત્યારે તેણે પોતાની વ્યવસ્થાને હટાવી દીધી કેમ કે આપણે આપણા કર્મો દ્વારા ક્યારેય ઉદ્ધાર પ્રાપ્ત કરી શકતા નથી. ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તે આપણને પાણી અને આત્માની સુવાર્તાથી બચાવી શકે છે. તેણે એવું પણ કહ્યું કે ‘હું જ તમને તમારાં સઘળા પાપોથી બચાવી શકું છું.’ ઈશ્વરે ઉત્પતિના પુસ્તકમાં જાતે જ ભવિષ્યવાણી કરી હતી.
‘તે તારું માથું છૂંદશે, ને તું એની એડી છૂંદશે’ (ઉત્પત્તિ ૩:૧૫). આદમ અને હવા પાપમાં પડ્યા તે પછી તેઓએ અંજીરના પત્તાથી અંગરખો બનાવીને લપેટી લીધો. જેથી તેઓનું ઉઘાડું ડીલ ઈશ્વર સામે ઢંકાઈ જાય. પણ ઈશ્વરે તેઓને બોલાવ્યા અને તેઓના માટે ચામડાનું અંગરખું બનાવ્યું જે ઉદ્ધારનું પ્રતિક છે. ઉત્પતિના પુસ્તકમાં ઉદ્ધારના બે પ્રકારના વસ્ત્રો વિષે લખવામાં આવ્યું છે પહેલું જે અંજીરના પતાઓથી બનાવેલું હતું અને બીજું જે ચામડાથી બનાવવામાં આવ્યું હતું. આમાંઘી તમારી સમજણ અનુસાર કયું ઉત્તમ છે? ચોક્કસપણે ચામડાનું વસ્ત્ર ઉત્તમ છે કેમ કે તે પશુના ચામડાનું હતું જે મનુષ્યને બચાવવા માટે બલિદાન કરવામાં આવ્યું હતું.
અંજીરના પતાઓનું વસ્ત્ર જલદી ચીમળાઈ જતું હતું જેમ કે તમે જાણો છો કે અંજીરના પત્તા હાથની પાંચ આંગળીઓ જેવા દેખાય છે. તેથી અંજીરના પત્તાઓનું વસ્ત્ર બનાવવાનો અર્થ ફક્ત પાપોને છુપાવવા બરાબર છે. જો તમે અંજીરના પત્તાઓનું વસ્ત્ર પહેરીને બેસી જાઓ તો તે થોડી જ વારમાં ટુકડા થઈને વિખેરાઈ જશે. જ્યારે હું એક બાળક હતો, ત્યારે હું પત્તાઓની ડાળીઓથી હથિયાર બનાવીને સિપાહીની રમત રમતો હતો. પણ હું ખુબજ સાવધાની પૂર્વક તેને પહેરતો હતો, છતાં પણ દિવસનો અંત થાય તે પહેલાં તે ફાટી જતા હતા. તેવી જ રીતે, મનુષ્યજાતિના નબળા શરીર દ્વારા પવિત્રીકરણ અસંભવ છે.
પરંતુ, ઈસુનું બાપ્તિસ્મા, વધસ્તંભ પર તેનું રક્ત અને મૃત્યુ ઘણાં પાપીઓના ઉદ્ધાર માટે ઉપયુક્ત છે જે ઈશ્વરનો પ્રેમ પ્રગટ કરે છે. આ પ્રમાણે ઈશ્વરનો પ્રેમ ઈશ્વરની વ્યવસ્થાથી શ્રેષ્ઠ છે.
તેઓ જેને હજી પણ ઈશ્વરની વ્યવસ્થા પર વિશ્વાસ છે
આજ્ઞાઓ પર વિશ્વાસ કરવાવાળા રોજ પોતાના કર્મોના નવા કપડાં કેમ પહેરે છે?
કેમ કે તેઓ જાણતા નથી કે તેઓના કર્મ તેઓને ન્યાયી બનાવી શકતા નથી.
જે લોકો આજે પણ પોતાના માટે અંજીરના પત્તાથી વસ્ત્ર બનાવે છે તેઓ વ્યવસ્થાને આધીન છે. આ ભટકેલા વિશ્વાસીઓ છે જેઓને દરરોજ પોતાનું વસ્ત્ર બદલવું પડે છે. તેઓને પોતાનું નવું વસ્ત્ર પ્રત્યેક રવિવારે મંડળીમાં જતા પહેલા બદલવું પડે છે. પ્રિય ઈશ્વર, મેં પાછલાં અઠવાડીએ ઘણાં પાપ કર્યા, પરંતુ પ્રભુ હું વિશ્વાસ કરું છું કે તમે મને વધસ્તંભ દ્વારા બચાવ્યો. પ્રભુ કૃપા કરીને મારા પાપોને ઈસુના રક્ત દ્વારા ધોઈ નાંખો. તેઓ તરત જ નવી વસ્તુથી નવા વસ્ત્રો બનાવી આપે છે. ‘ઈશ્વરની મહિમા થાઓ. હાલ્લેલુયાહ!’
પરંતુ, તેઓ ફરીથી એક નવું વસ્ત્ર પોતાના ઘરે સીવી લે છે. કેમ? કેમ કે તેઓનો જુનો અંગરખો ફાટી ગયો હોય છે. ‘પવહાલાં પ્રભુ, મેં પાછલાં ત્રણ દિવસોમાં ઘણાં પાપ કર્યા છે. કૃપા કરીને મારી ઉપર દયા કરો.’ તેઓ પ્રાયશ્ચિત દ્વારા નવા નવા અંગરખા વારંવાર પહેરે છે.
શુરુઆતમાં, તે અંગરખો ઘણાં દિવસો સુધી ચાલે છે, ત્યારબાદ નવા વસ્ત્રની તેઓને દરરોજ જરૂર પડે છે. જેમ કે તેઓ વ્યવસ્થા વગર રહી શકતા નથી, તેઓને પોતાના પર પણ લજ્જા આવે છે, ‘ઓહ પ્રભુ, આતો ખુબજ શરમજનક છે. અરે પ્રભુ, મેં ફરીથી પાપ કર્યું છે.’ તેઓ ફરીથી પ્રાયશ્ચિતનું એક નવું વસ્ત્ર બનાવે છે. ‘અરે પ્રભુ, આતો ખુબજ કઠીન છે આજે ફરીથી અંજીરના પત્તાનું અંગરખું બનાવવાનું છે.’ તેઓ કઠોર પરિશ્રમ કરીને એક નવું વસ્ત્ર બનાવે છે.
જ્યારે આવા લોકો ઈશ્વરને પોકાર કરે છે, તો તે ફક્ત તેઓના પાપો કબૂલ કરવા માટેના ઉદ્દેશ્યથી થાય છે. તેઓ પોતાના હોઠોને દબાવીને ઈશ્વરને પોકાર કરે છે. ‘પ્રભુ!’ અને દરરોજ નવું વસ્ત્ર બનાવે છે, પરિણામ એવું છે કે શું તેઓ આવું કરીને થાકી જાય છે?
વર્ષમાં એક કે બે વાર તેઓ પહાડો પર જાય છે, અને તેઓ વધારે મજબુત વસ્ત્ર બનાવવાનો પ્રયાસ કરે છે. તેઓ આ પ્રમાણે કહે છે, “પ્રભુ મારાં પાપ ધોઈ નાખો, મને નવો માણસ બનાવો, હું તમારી ઉપર વિશ્વાસ કરું છું.” તેઓ વિચારે છે, કે દરરોજની પ્રાર્થના ઉત્તમ છે. તેથી તેઓ દિવસે ઊંઘી જાય છે અને જેમ અંધારું થાય છે ત્યારે ભટકી જાય છે અથવા તો અંધારી ગુફામાં ચાલ્યાં જાય છે. અને પછી આ પ્રમાણે પોકાર કરે છે. ‘♪હે પ્રભુ, હું વિશ્વાસ કરું છું.’ ‘હું ખેદિત તથા તૂટેલાં મન સાથે તમારી પાસે આવું છું♪।ʼ તેઓ બૂમ પાડીને પ્રાર્થના કરે છે કે “હું વિશ્વાસ કરું છું”. આ પ્રમાણે તેઓ એક વિશેષ ટકાઉ વસ્ત્ર બનાવે છે, પરંતું ખુબજ જલ્દી તે પણ ચીમળાઈ જાય છે.
જ્યારે પર્વત પરથી પ્રાર્થના કરીને નીચે આવીએ છીએ ત્યારે કેટલું શક્તિવર્ધક લાગે છે! વરસાદના ટીપાં જેવું જે વૃક્ષો અને છોડવાઓમાં તાજગી ભરી દે છે. તેવું જ તેઓ પોતાના આત્મામાં ઈશ્વરીય સામર્થથી ભરેલાં હોય તેવો અનુભવ કરે છે. ત્યાં સુધી કે તેઓ પર્વતની હવાને પોતા કરતા વધારે પવિત્ર માને છે. તેઓ જગતને એક નવું વસ્ત્ર ધારણ કરેલું જોવે છે.
પણ જ્યારે તેઓ પોતાના ઘરે અથવા મંડળીમાં જાય છે, અને ફરીથી જીવન જીવવાનું આરંભ કરે છે, ત્યારે આ વસ્ત્ર ગંદુ અને ઉતારવા યોગ્ય થઈ જાય છે.
તેઓના મિત્રો તેઓને પૂછે છે, ‘તમે ક્યાં હતા?’
‘ખરેખર, હું થોડાં દિવસો માટે બહાર ગયો હતો.’
‘એવું લાગો છો કે તમે તમારું વજન ઘટાડી દીધું છે.’
‘ખરેખર, હા, પણ અહીંયા એક અલગ જ કહાની છે.’
પરંતુ, તેઓ સીધા આરાધનાલયમાં જઈને આ પ્રમાણે પ્રાર્થના કરે છે. “હું ફરીથી ક્યારેય કોઈપણ સ્ત્રીને ખરાબ નજરે નહીં જોઉં, હું ક્યારેય ખોટું નહિ બોલું, હું મારા પડોશીની કોઈપણ વસ્તુનું લાલચ નહીં કરું, હું બીજાઓને પ્રેમ કરીશ.”
પરંતુ જ્યારે તેઓ સુંદર અને સુડોળ શરીરવાળી સ્ત્રીને જુએ છે ત્યારે તેઓનું ન્યાયીપણું સમાપ્ત થઈ જાય છે અને તેઓના હૃદયમાં વાસના ભરાય છે. છતાં તેઓ આવું કહે છે, ‘જુઓ સ્કર્ટ કેટલું ટૂંકું છે! દિવસે દિવસે સ્કર્ટ નાનાં થતા જાય છે! મારે તે જાંઘો પર ફરીથી ધ્યાન આપવું જોઈએ! એવું નથી, ઓહ! પ્રભુ મેં ફરીથી પાપ કર્યું છે.’
વ્યવસ્થા હેઠળ જીવવાવાળા પોતાને વધારે ન્યાયી માને છે. પણ તમે જાણો છો કે તેઓને દરરોજ નવું વસ્ત્ર બનાવવું પડે છે. વ્યવસ્થા હેઠળ જીવન જીવનારાઓનો વિશ્વાસ અંજીરના પત્તાથી બનેલા વસ્ત્ર ઉપર હોય છે, જે એક ખોટો વિશ્વાસ છે. ઘણાં લોકો પૂરો પ્રયત્ન કરે છે કે તેઓ ઈશ્વરની વ્યવસ્થા હેઠળ જીવન જીવે. તેઓ પહાડો પર ખુબજ મોટેથી બૂમ પાડે છે જેથી તેઓના અવાજોમાં વધારે ન્યાયીપણું પ્રગટ થાય.
વ્યવસ્થા હેઠળ જીવવાવાળા જ્યારે આરાધનાનું સંચાલન કરે છેત્યારે બનાવતી ચહેરાને પ્રસ્તુત કરે છે. ‘હે સ્વર્ગીય પોયા અમે પાછલાં અઠવાડીએ પાપ કર્યા છે, કૃપા કરીને અમારાં પર દયા કરો.’ તેઓ આંસુઓ સાથે શરુ કરે છે ત્યારે આખી મંડળી પણ તેમનું અનુસરણ કરવા લાગે છે. વ્યવસ્થા હેઠળ જીવવાવાળા મંડળીમાં પ્રાર્થના સભાનું સંચાલન કરતી વખતે ખુબજ પ્રભાવશાળી રીતે પોતાને પ્રસ્તુત કરે છે. જેમ કે ‘હે પવિત્ર પિતા, અમને માફ કરો. અમે પાછલાં અઠવાડીએ પાપ કર્યા છે.’ તેઓ આંસુઓ સાથે ભાવુક થઈ જાય છે, અને તેઓની સાથે આખી મંડળી તેવું જ કરે છે. તેઓ પોતાના વિષે એવું વિચારે છે કે તેઓએ પોતાનો ઘણો ખરો સમય પહાડ પર ઉપવાસ અને પ્રાર્થનામાં વિતાવ્યો છે. તેથી તેઓના અવાજમાં ન્યાયીપણું છલકાય છે. પરંતુ, તેઓનો વિશ્વાસ ફક્ત કર્મોની વ્યવસ્થા પર હોવાને કારણે પ્રાર્થના પૂરી થાય તે પહેલા જ તેઓના હૃદય ભૂંડાઈ અને પાપથી ભરાઈ જાય છે.
જ્યારે લોકો અંજીરના પત્તાઓથી નવું વસ્ત્ર બનાવે છે ત્યારે તે બે કે ત્રણ મહિના સુધી જ તકે છે અને જલ્દી તેઓ નવું વસ્ત્ર બનાવે છે. તે પણ ખુબજ જલ્દી ચીમળાઈ તેમજ સુકાઈ જાય છે. ત્યારે તેઓ નવું વસ્ત્ર બનાવીને પોતાનું ખોટું ન્યાયીપણું છુપાવે છે. આવીજ હાલત વ્યવસ્થા હેઠળ જીવવાવાળાની છે. તેઓએ પોતાના ઉદ્ધારને બનાવીને રાખવા માટે વારંવાર અંજીરના વસ્ત્રો બનાવવા પડે છે.
વ્યવસ્થા હેઠળ લોકોનો વિશ્વાસ અંજીરના પાત્તાઓ જેવો હોય છે. તેઓ હંમેશા તમને કહે છે, ‘તમે પાછલાં અઠવાડીએ જે પાપ કર્યું છે, શા માટે તેની માફી માટે તમારે પ્રાયશ્ચિત કરવાની જરૂર છે?’
તેઓ તમારા ઉપર બૂમ પાડીને પ્રાયશ્ચિત માટે તમારા ઉપર દબાણ કરે છે.
વ્યવસ્થા હેઠળ જીવવાવાળો મનુષ્ય સારી રીતે પોતાનો અવાજ પવિત્ર હોવાનો નમૂનો પ્રસ્તુત કરે છે. જેમ કે ‘હે પ્રભુ, હું વ્યવસ્થા અનુરૂપ જીવી નથી શકતો, મને માફ કરો. હું તમારા વાયદાને પૂરો ન કરી શક્યો. કૃપા કરીને પ્રભુ મને એક વાર માફ કરો.’
તેઓ ક્યારેય પણ વ્યવસ્થા અનુસાર ચાલી શકતા નથી, પછી ભલે તેઓ આવું કરવાનો કઠીન પ્રયત્ન કેમ ન કરે. પરંતુ વાસ્તવમાં ઈશ્વર અને તેમની વ્યવસ્થાને તેઓ પોતે બદલી રહ્યાં છે. તેઓ ઈશ્વર સન્મુખ વિદ્રોહી બનતા જાય છે.
સુદાલ-બે જેવું
કેમ ઈશ્વરે વ્યવસ્થા હટાવી?
કેમ કે પાપોથી છૂટકારો આપવા માટે તેનો કોઈ ઉપયોગ નહતો.
સુદાલ-બે નામનો એક યુવક હતો. ઈ.સ. ૧૯૫૦માં કોરિયન યુદ્ધના સમયમાં કેટલાંક કોમ્યુનીસ્ટ સૈનિકોએ તેને સાબાથ્થના દિવસે ઝાડું મારવાનો આદેશ આપ્યો. તેઓએ તેના ન્યાયીપણાને પારખવા માટે તેને કોમ્યુનીસ્ટ બનાવવાના હેતુથી આવું કર્યું. પરંતુ, આ ધાર્મિક વ્યક્તિએ આવું કરવતનો નકાર કરી દીધો. તેઓ નિરંતર તેને દબાણ કરતા રહ્યા, પરંતુ તેણે આવું કરવાનું નકારી દીધું.
અંતમાં, સૈનિકોએ તેને ઝાડથી બાંધી દીધી અને તેના માથાં પર બંદૂક રાખીને કહ્યું, ‘તું શું ઈચ્છે છે, આંગણામાં ઝાડું મારવાનું કે મારવાનું?’
જ્યારે તેની ઉપર નિર્ણય લેવા માટે દબાણ કરવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું, ‘હું સાબાથ્થના દિવસે કામ કરવા કરતા મારવાનું પસંદ કરીશ.’
‘તે તારો નિર્ણય કરી લીધો છે અને અમે તારી પસંદગીનો આદર કરીએ છીએ.’
અને તેઓએ તેને મારી નાખ્યો. ત્યારબાદ, મંડળીના આગેવાનોએ તેના મૃત્યુપરાંત ધર્મ પ્રત્યે તેના વિશ્વાસ અને હિંમત માટે તેને ડિકનની ઉપાધી આપી.
તેનો અટલ વિશ્વાસ અને હિંમત તેના ધર્મ પ્રત્યે તેના મજબુદ હેતુ છતાં તેનો ધાર્મિક વિશ્વાસ ભ્રમિત નહોતો. કેમ નઈ તેણે તે સૈનિકોનો આદેશ માનીને આંગણાની સફાઈ કરીને તેઓને સુવાર્તા પ્રચાર કરવો જોઈતો હતો. કેમ તેને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. શું ઈશ્વર સાબાથ્થના દિવસે તેના કામ ના કરવાથી તેની પ્રશંસા કરત? ના.
આપણે આત્મિક જીવનમાં જરૂર આગળ વધવું જોઈએ. ઈશ્વર આગળ આપણા કર્મો નહિ, પરંતુ આપણો વિશ્વાસ મહત્વનો છે. મંડળીના લોકો સુદાલ જેવા લોકોથી આનંદ માણવા માંગે છે, જેથી તેઓ પોતાની સંસ્થાના કઠોર નિયમોને પાળવા માટે પોતાના પાખંડને સદૂકી અને ફરોશીઓ જેવો બતાવી શકે, જેઓએ ઈસુનો પણ વિરોધ કર્યો.
વિધિવાદથી આવું કંઈ પણ નથી જે આપણે શીખી શકીએ. પરંતુ આપણે આત્મિક જીવનના વિષે શીખવું જોઈએ. આપણે વિચાર કરવો જોઈએ કે શા માટે ઈસુને બાપ્તિસ્મા લેવાની અને વધસ્તંભ પર રક્ત વહેવડાવવાની જરૂર પડી અને સાથે સાથે આપણે પાણી અને આત્માની સુવાર્તાના સ્વભાવ પર વિચાર કરવો જોઈએ.
આપણે પહેલા ઉપરના પ્રશ્નોના ઉત્તર શોધવા જોઈએ. ત્યારબાદ આપણે આખા જગતમાં તેની સુવાર્તાનો પ્રસાર કરવાનો છે જેથી તેઓ નવો જન્મ પામી શકે. આપણે આપણા જીવનને આત્મિક કાર્યો માટે સમર્પિત કરવું જોઈએ.
જો કોઈ પ્રચારક તમને કહે છે કે તમારે સુદાલ-બે જેવા બનવાનું છે અને સાબાથ્થનું પાલન કરવાનું છે, તો તે તમને ફક્ત રવિવારની આરાધના માટે નિમંત્રણ આપી રહ્યાં છે.
અહીંયા એક બીજી ઘટના છે જે કદાચ તમારા અંત:કરણને પ્રકાશિત કરે. એક એવી સ્ત્રી હતી જેને દર રવિવારે મંડળીમાં જવા માટે કઠોર પરિસ્થિતિમાંથી પસાર થવું પડતું હતું. તેની સાસુ અને સસરા ખ્રિસ્તી નહોતા. તેઓ પૂરો પ્રયત્ન કરતા હતા કે તે મંડળીમાં ન જઈ શકે. તેઓ તેને રવિવારે પણ કામ કરવા માટે મજબુર કરતા હતા. તે શનિવારે જ રાત્રે બહાર કામ કરવા જતી રહેતી હતી, જેથી પરિવારના લોકોને રવિવારે કોઈ તકલીફ ન પડે. તે ચંદ્રના પ્રકાશમાં રાત્રે કામ કરી લેતી હતી અને રવિવારે મંડળીમાં જતી હતી.
રવિવારે મંડળીમાં જવું ચોક્કસપણે જરૂરી છે. પણ શું એટલું પુરતું છે કે આપણે રવિવારે મંડળીમાં જઈને એવું સાબિત કરીએ કે આપણે ખુબજ વિશ્વાસયોગ્ય ન્યાયી છીએ? પણ સાચો વિશ્વાસી તે છે તેનો નવો જન્મ પાણી અને આત્માથી થયો છે. સાચો વિશ્વાસ ત્યારેજ જાગે છે જ્યારે કોઈ વ્યક્તિ નવો જન્મ પ્રાપ્ત કરે છે.
શું તમે વ્યવસ્થાને આધીન જીવન જીવીને તમારા પાપોથી બચી શકો છો? ના! મારો અર્થ એવો ક્યારેય નથી કે તમે વ્યવસ્થાને નકારો, પણ આપણે સર્વ એ જાણીએ છીએ કે માનવતા માટે સર્વ ઉપ-નિયમોનું સંપૂર્ણ પાલન કરી શકાય.
યાકૂબ ૨:૧૦માં લખ્યું છે કે ‘કેમ કે જે કોઈ વ્યવસ્થાનું પાલન કરે છે, પરંતુ એકજ વાતમાં ચુકી જાય છે તો તે સર્વ વાતોમાં દોષી ઠરે છે.’ તેથી પહેલા એ વિચારવાનું છે કે તમે પાણી અને આત્માની સુવાર્તા દ્વારા કઈ રીતે નવો જન્મ પામી શકો છો. તેથી તમે કોઈ એક મંડળીમાં જાઓ, ત્યાં તમે તે સુવાર્તા સાંભળી શકશો. નવો જન્મ પામ્યાં પછી તમે એક ન્યાયી જીવન જીવશો, અને ત્યારે જ્યારે ઈશ્વર તમને પોકારશે ત્યારે તમે આનંદપૂર્વક તેની સામે જઈ શકશો.
કોઈ ખોટી મંડળીમાં જઈને તમારો સમય બરબાદ ન કરો. ખોટી રીતે દાન દેવા દ્વારા તમે તમારા પૈસા પણ બરબાદ ન કરો. ખોટા પ્રબોધકો તમને નરકમાં જવાથી બચાવી નહીં શકે. તેથી સર્વ પ્રથમ પાણી અને આત્માની સુવાર્તા સાંભળો અને નવા જન્મના ભાગીદાર બનો.
કેમ ઈસુ આ જગતમાં આવ્યો, તે કારણો વિષે વિચાર કરો. જો આપણે આજ્ઞાઓનું પાલન કરવા દ્વારા સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ કરી લીધો હોત, તો ઈસુને આ જગતમાં આવવાની શું જરૂર હતી. તેના આવવાથી યાજકીય પદ બદલાઈ ગયું. વ્યવસ્થા અને તેના નિયમો ભૂતકાળની વસ્તુ બની ગયા. આપણે ઉદ્ધાર મેળવીએ તે પહેલા, આપણું વિચારવું હતું કે આપણે વ્યવસ્થાના પાલનથી બચી જઈશું. પણ આ સાચા વિશ્વાસની ઓળખાણ નથી. ઈસુએ પોતાના પ્રેમ દ્વારા આપણને જગતના સર્વ પાપોથી બચાવ્યાં.
ઈસુએ પોતાના પ્રેમથી, પોતાના બાપ્તિસ્માના પાણીથી, પોતાના રક્ત અને આત્માથી આપણને બચાવ્યા. તેણે યર્દન નદીમાં બાપ્તિસ્મા લેવા દ્વારા આપણા ઉદ્ધારને પરિપૂર્ણ કર્યો અને વધસ્તંભ પર તેના રક્ત વહાવવા અને પુનરુત્થાન દ્વારા આ શક્ય થયું.
ઈશ્વરે જૂની વ્યવસ્થા તેમજ નિયમોને દૂર કર્યા કેમ કે હવે તેની કોઈ ઉપયોગીતા નહોતી. ‘(કેમ કે નિયમશાસ્ત્રથી કશું પરિપૂર્ણ થયું નથી), અને [તેને બદલે] જે વડે આપણે ઈશ્વરની પાસે જઈએ શકીએ, એવી વિશેષ સારી આશા ઉપસ્થિત થાય છે. [તે વિશેષ સારી છે કેમ કે] તે વિષેનું વચન સમ વગર આપવામાં આવ્યું નહોતું’ (હિબ્રૂ ૭:૧૯-૨૦). ઈસુએ પ્રતિજ્ઞા લેવા તેમજ પોતાના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા આપણને આપણા સઘળા પાપોથી છૂટકારો આપ્યો. વ્યવસ્થાને આધીન શુદ્ધ થવું વ્યર્થ વિશ્વાસ છે.
આપણી પાસે ફળદાયક વિશ્વાસ હોવો જોઈએ. તમે વિચારો છો કે તમારા પ્રાણ અને આત્મા માટે શું સારું છે. શું તમારું નિરંતર મંડળીમાં જવું તેમજ વ્યવસ્થા હેઠળ જીવન જીવવું સારું છે કે પછી એ સારું થશે કે તમે ઈશ્વરની મંડળીમાં જાઓ જ્યાં પાણી અને આત્માના નવા જન્મનો પ્રચાર થાય, જેથી તમારો નવો જન્મ થાય. કયો પ્રચારક તેમજ કઈ મંડળી તમારાં માટે ફાયદા અને તમારાં પ્રાણ તેમજ આત્મા માટે ફાયદાકારક થશે? તમે આ વિષે વિચાર કરો અને તે જ પસંદ કરો જે તમારી આત્મા માટે સારું છે.
ઈશ્વર તમારા આત્માની રક્ષા તે પ્રચારક દ્વારા કરે છે જેની પાસે પાણી અને આત્માના વચનની સુવાર્તા છે. પ્રત્યેક વ્યક્તિ પોતાના આત્માની જવાબદારી જાતે જ લે. એક સાચો અને બુદ્ધિમાન વિશ્વાસી એ છે જે ઈશ્વરના વચન દ્વારા પોતાની આત્માને સોંપે છે.
ઈસુ પ્રતિજ્ઞા દ્વારા યાજક બન્યો
કેમ લેવીના વંશજ પ્રતિજ્ઞા દ્વારા યાજક બનતા હતા?
ના, ફક્ત ઈસુ પ્રતિજ્ઞા દ્વારા યાજક બન્યો.
હિબ્રૂ ૭:૨૦-૨૧માં લખવામાં આવ્યું છે, ‘[તે વિશેષ સારી છે કેમ કે] તે વિષેનું વચન સમ વગર આપવામાં આવ્યું નહોતું. (કેમ કે બીજા તો સમ વગર યાજક થયા છે. પણ એ તો સમથી થાય છે, એટલે જેમણે તેમને કહ્યું, “પ્રભુએ સમ ખાધા, ને તે પસ્તાવો કરનાર નથી, તું સનાતન યાજક છે.” આવી રીતે તે તેનાથી યાજક થયો.)’.
ગીતશાસ્ત્ર ૧૧૦:૪ આ પ્રમાણે કહે છે: ‘યહોવાએ સમ ખાધા, તે પસ્તાવો કરશે નહિ, તમે મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે સનાતન યાજક છો.’ ઈશ્વરે આપણી સાથે પ્રતિજ્ઞા કરી કે તેણે આપણી સાથે નવો કરાર સ્થાપિત કર્યો છે અને તેને લિખિત વચનો દ્વારા પ્રગટ કર્યું છે. આ પ્રમાણે; મેલ્ખીસેદેક ‘હું મેલ્ખીસેદેકની રીત પ્રમાણે હંમેશા માટે યાજક છું, મેલ્ખીસેદેક ધર્મનો રાજા અને શાંતિનો રાજકુમાર અને હંમેશા માટે યાજક હતો, હું મેલ્ખીસેદેકની રીત પ્રમાણે હંમેશા માટે યાજક છું, તમારા ઉદ્ધાર માટે.’
ઈસુ આ જગતમાં આવ્યો અને તે એક ઉત્તમ કરારનો સાક્ષી ઠર્યો (હિબ્રૂ ૭:૨૨). તેને બકરા અને બળદના રક્તને બદલે પોતાને વધસ્તંભ પર ચઢાવીને બલિદાન કર્યું. તેણે પોતાના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર રક્ત વહેવડાવવા દ્વારા આપણા પાપોને ધોઈ નાખ્યાં.
જુના કરારના સમયમાં જયારે મહાયાજક મરતો હતો, તો તેની જગ્યાએ તેનો પુત્ર જ્યારે ૩૦ વર્ષનો થાય ત્યારે યાજકીય પદ સંભાળતો હતો. અને જ્યારે તે ઘરડો થતો હતો, ત્યારે તેના પુત્ર જે ૩૦ વષના થાય તેઓને તે પદ સોંપી દેતા હતા.
મહાયાજકોના ઘણાં બધાં વંશજો હતા. તેથી દાઉદે એક માળખું તૈયાર કર્યું જેમાં દરેક યાજકો પોતાની વારી પ્રમાણે એક પછી એક સેવા કરતા હતા. હારૂનના સર્વ વંશજો યાજક પદ પર નિયુક્ત થતા હતા. તેઓ પાસે અધિકારી અને જવાબદારી હતી કે તેઓ પોતાના યાજાકીય પદને સંભાળે. જેમ લૂક પોતાની સુવાર્તામાં કહે છે – ‘અબિયાના વર્ગમાંનો ઝખાર્યા નામે એક યાજક હતો, અને.....હવે તે પોતાના વર્ગના વારા પ્રમાણે યાજકનું કામ ઈશ્વરની આગળ કરતો હતો.’
હારૂન મહાયાજકના વંશજો નબળા અને અપૂર્ણ હતા. જ્યારે એક મહાયાજકની મૃત્યુ થતી હતી, ત્યારે શું થતું હતું? તેના પુત્ર તેની જગ્યાએ મહાયાજકનું પદ લઈ લેતા હતા, પણ આ પ્રકારના બલિદાનોથી મનુષ્યજાતિનો ઉદ્ધાર ક્યારેય થઈ શકતો નહોતો. મનુષ્યની રીતીથી વિશ્વાસ ક્યારેય પણ સિદ્ધ થઈ શકતો નથી.
નવા કરારના સમયમાં જ્યારે ઈસુ આ જગતમાં આવ્યા, ત્યારે તેને હંમેશા બલિદાન અર્પણ કરવાની જરૂર ન પડી કેમ કે તે હંમેશા માટે જીવિત છે. તેણે પોતાના બાપ્તિસ્મા દ્વારા આપણા સઘળા પાપોને પોતાની ઉપર લઈ લીધા. તેણે પોતાને બલિદાન કર્યો અને જેઓ તેના પર વિશ્વાસ કરે છે, તેઓને સંપૂર્ણ રીતે પાપોથી મુક્ત કરવા માટે તે વધસ્તંભ પર ચઢ્યો.
હવે, તે જીવિત હૈ અને આપણા માટે સાક્ષી બનીને ઈશ્વર પિતાની જમણી બાજુ બિરાજમાન છે. ‘હે પિતા, તેઓ હજી અપૂર્ણ છે, પણ તેઓએ મારા પર વિશ્વાસ કર્યો છે. ઘણાં સમય પહેલાં શું મેં તેઓના પાપોને નહોતા સાફ કર્યા?’
ઈસુ આપણા ઉદ્ધાર માટે સ્વર્ગીય મહાયાજક છે.
પૃથ્વી પરના યાજકો ક્યારેય સિદ્ધ નહોતા. યાજકના મૃત્યુ પછી તેના પુત્ર યાજકીય પદ પ્રાપ્ત કરતા હતા. આપણો ઈસુ સદાકાળ માટે જીવીત છે. ઈસુએ આ જગતમાં આવીને આપણા માટે અનંત ઉદ્ધારના કાર્યને પૂરું કર્યું, યોહાન બાપ્તિસ્ત દ્વારા બાપ્તિસ્મા લીધું, અને ત્યારબાદ આપણા સઘળા પાપો માટે વધસ્તંભ પર રક્ત વહેવડાવ્યું.
‘હવે જ્યાં તેઓના પાપની ક્ષમા થઈ છે, ત્યાં પાપને માટે ફરીથી બીજા અર્પણની જરૂર નથી’ (હિબ્રૂ ૧૦:૧૮).
ઈસુ જગતના અંત સુધી આપણા ઉદ્ધારની સાક્ષી છે. શું પાણી અને આત્માથી તમારો નવો જન્મ થયો છે?
‘વળી આપણને એવા પ્રમુખયાજકની જરૂર હતી કે, જે પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક, પાપીઓથી અલગ છે, અને જેમને આકાશ કરતાં વધારે ઊંચે ચઢાવેલા છે’ (હિબ્રૂ ૭:૨૬). ‘કેમ કે નિયમશાસ્ત્ર નિર્બળ માણસોને પ્રમુખયાજકો ઠરાવે છે. પણ નિયમશાસ્ત્ર પછીના સમનુમ વચન તો સદાકાળ સંપૂર્ણ કરેલા પુત્રને [પ્રમુખયાજક] ઠરાવે છે’ (હિબ્રૂ ૭:૨૮).
જે હું તમને કહેવા માંગુ છું એ આ છે કે ઈસુ ખ્રિસ્ત, જે નિર્દોષ છે, તેણે આપણા પાપોને એકવાર હંમેશાને માટે પોતાના બાપ્તિસ્માના પાણી અને વધસ્તંભ પર પોતાના રક્ત દ્વારા ધોઈ નાખ્યાં. તેને આપણને આપણા પાપોથી વ્યવસ્થાના કર્યો દ્વારા નથી બચાવ્યાં પણ આપણા સર્વ પાપોને ઉઠાવી લીધા અને હંમેશા માટે તેનો દંડ ચૂકવી દીધો.
શું તમે વિશ્વાસ કરો છો કે ઈસુએ અનંત ઉદ્ધાર દ્વારા આપણને આપણા સર્વ પાપોથી બચાવ્યાં છે? જો તમે વિશ્વાસ કરો છો, તો તમારે હજી પણ ઈસુના અનંત ઉદ્ધાર વિષે ઘણું બધું શીખવાનું છે.
સાચો વિશ્વાસ પાણી અને આત્માની સુવાર્તાથી મળે છે, જે સંપૂર્ણપણે ધર્મશાસ્ત્ર પર આધારિત છે. ઈસુ ખ્રિસ્ત, અનંત સ્વર્ગીય મહાયાજક, ઈસુ પોતાના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર વહાવેલા રક્ત દ્વારા આપણો અનંત ઉદ્ધારક બની ગયો.
આપણે સંપૂર્ણ રીતે આપણા વિશ્વાસને સમજવાનો છે
ઈસુ પર વિશ્વાસ કરવાનો અર્થ શું છે?
ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના મૃત્યુ પર વિશ્વાસ કરવો.
આપણે વિચારવાનું છે કે આપણે કઈ રીતે ઈસુ પર સાચો વિશ્વાસ કરી શકીએ અને આપણા વિશ્વાસને ટકાવી રાખીએ. આપણે કઈ રીતે ઈસુ પર સાચો અને યોગ્ય વિશ્વાસ કરીએ? અપને ઈસુ પર તેના બાપ્તિસ્માની સુવાર્તા અને વધસ્તંભ પર વહાવેલા રક્ત પર વિશ્વાસ કરવા દ્વારા સાચો અને યોગ્ય વિશ્વાસ કરી શકીએ છીએ.
યીગ્ય અને સાચો વિશ્વાસ એ છે કે આપણે આપણી ખોટી ધારણાઓને એકબાજુ પર રાખીને ઈસુના કર્યો અને તેના બાપ્તિસ્મા અને રક્ત પર વિશ્વાસ કરીએ. શું તમે વિશ્વાસ કરો છો કે આ સત્ય છે? તમારી આત્મિક સ્થિતિ કેવી છે? શું તમે તમારા કર્મો પર વધારે વિશ્વાસ કરો છો?
ઈસુ પર વિશ્વાસ કરતા મારે વધારે સમય નથી થયો, પરંતુ મેં વ્યવસ્થાને આધીન લોકોના કારણે દશ વર્ષો સુધી ઘણું દુઃખ ઉઠાવ્યું. તેથી હું તે પ્રકારના જીવનથી થાકી ગયો હતો. હું પોતાને તે જીવન સાથે જોડીને યાદ કરવા પણ નથી માંગતો. મારી પત્ની અત્યારે અહીંયાં જ બેઠી છે. તેને સારી રીતે ખબર છે કે તે કેટલી ભયાનક દશા હતી.
રવિવારના દિવસે હું કહેતો હતો, ‘પ્રિય, આવો આપણે આનંદ મનાવીએ.’
‘પણ આજે તો રવિવાર છે.’
તે રવિવારે કપડાં નહોતી ધોતી. એક રવિવારે મારું પેન્ટ ફાટેલું હતું, પણ તેણે મને કહ્યું કે સોમવાર સુધી રોકાવું પડશે. હકીકતતો એ છે કે અમે લોકો સાબાથ્થ વારનું પાલન કરવામાં વધારે ઉત્સાહિત હતા, પરંતુ સાબાથ્થને સાચી રીતે પાળવો ખુબજ કઠીન હતું. હું આજે પણ તે દિવસોને યાદ કરું છું.
વહાલાં મિત્રો, ઈસુ પર સાચો વિશ્વાસ ત્યારે જ કરી શકાય છે જ્યારે આપણે તેના બલિદાનને એટલે કે આપણા પાપો માટે તેણે બાપ્તિસ્મા લીધું અને વધસ્તંભ પર રક્ત વહેવડાવવા દ્વારા પ્રાપ્ત થયું. સાચો વિશ્વાસ એ છે કે આપણે ઈસુના ઈશ્વરત્વ અને તેના મનુષ્યત્વ પર જે કંઈ પણ તેણે આ જગતમાં કર્યું છે તેના વચનો પર વિશ્વાસ કરવો જ સાચો વિશ્વાસ છે.
‘પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાનો અર્થ શું છે? અર્થાત તેના બાપ્તિસ્મા અને રક્ત પર વિશ્વાસ કરવો કજ સાચો વિશ્વાસ છે. આ એક ખુબજ સરળ ઉપાય છે. આપણે બાઈબલને ખુબજ ગંભીરતાથી જોવું જોઈએ અને તેની સુવાર્તા પર વિશ્વાસ કરવો જોઈએ. આપણે તેની ઉપર સાચી રીતે વિશ્વાસ કરવાનો છે.
‘આભાર પ્રભુ, હું જોઉં છું કે આ મારા પ્રયત્નો દ્વારા નથી થયું કેમ કે નિયમો દ્વારા પાપનું જ્ઞાન થાય છે (રોમન ૩:૨૦). હવે હું બધુજ સમજી ગયો છું. હું વિચારતો હતો કે નિયમો સારા છે કેમ કે તે ઈશ્વરની આજ્ઞા છે, મેં તેના અનુસાર જીવવાનો પુરતો પ્રયાસ કર્યો. હું હજી પણ પૂરી નિષ્ઠા સાથે કરું છું. પણ હવે હું જોઉં છું કે હું ખોટો હતો કે હું સંપૂર્ણપણે નિયમોનું પાલન કરી શકું છું. પણ હું ક્યારેય ઈશ્વરની આજ્ઞાઓનું પાલન નથી કરી શકતો. હવે હું અનુભવ કરું છું કે મારું હૃદય પાપ અને ભૂંડાઈથી ભરેલું છે. હવે હું સમજી ગયો છું કે નિયમો આપણને પાપના જ્ઞાન માટે આપવામાં આવેલા છે. ઓહ! આભાર પ્રભુ, હું તમારી ઈચ્છાને સમજી શક્યો અને પૂરો પ્રયાસ કર્યો કે નિયમોનું પાલન કરી શકું, પણ તે મારા માટે વિદ્રોહ કરવા બરાબર હતું. મેં પસ્તાવો કર્યો કે ઈસુએ મારા માટે પાણીનું બાપ્તિસ્મા લીધું તથા વધસ્તંભ પર પોતાનું રક્ત વહાવ્યું. મારા ઉદ્ધાર માટે હવે હું આ જ વિશ્વાસ કરું છું.
તમારે સ્પષ્ટ અને શુદ્ધ રીતે વિશ્વાસ કરવાનો છે. તમારે ઈશ્વરના લિખિત વચનો પર વિશ્વાસ કરવાનો છે. અ જ એકમાત્ર રીત છે જેના દ્વારા તમે પૂર્ણ રૂપથી નવો જન્મ પામી શકો છો.
ઈસુ પર વિશ્વાસ કરવો શું છે? શું તે એવું છે કે એક સમયના ગાળા બાદ કેટલીક વાતોનું પૂરું થવું? શું આપણો વિશ્વાસ એક ધર્મ છે કે જેના માટે તમારે કાર્ય કરવાનું છે? લોકોએ અનેક ઈશ્વરોને બનાવ્યા છે, અને તેઓએ તે ઈશ્વરો માટે યોગ્ય ધર્મો પણ બનાવ્યા છે. ધર્મ એક પ્રક્રિયા છે જેના દ્વારા લોકો લક્ષ્ય સુધી પહોંચવાનું કાર્ય કરે છે, મનુષ્ય સારા કાર્યો દ્વારા કંઈક પામવાની ઈચ્છા રાખે છે.
તો વિશ્વાસ શું છે? તેનો અર્થ છે ઈશ્વરમાં વિશ્વાસ કરવો અને તેમની તરફ જોવું. આપણે ઈસુના ઉદ્ધાર તરફ જોઈએ છીએ અને આ આશીર્વાદો માટે તેનો આભાર માનીએ છીએ. આ જ સાચો વિશ્વાસ છે. વિશ્વાસ અને ધર્મમાં આ જ તફાવત છે. જ્યારે તમે એકવાર આ બંનેમાં તફાવતને ઓળખો છો તો તમને ૧૦૦ ટકા વિશ્વાસની સમજણ થઈ જાય છે.
ધર્મ વૈજ્ઞાનિક જેઓનો નવો જન્મ નથી થયો, તેઓ કહે છે કે આપણે વિશ્વાસ કરવો જોઈએ અને ભક્તિમય જીવન જીવવું જોઈએ. શું કોઈ વ્યક્તિ ધર્મમાં ઊંડો વિશ્વાસ કરવા દ્વારા ખરેખર સાચો અને નિષ્ઠાવાન બની શકે છે? નિસંદેહ આપણે સારું બનવાનું છે. આપણે જેઓ નવો જન્મ પામેલા છીએ તેઓની અપેક્ષા કોણ ભક્તિમય જીવન તરફ આગળ વધી શકે છે?
પરંતુ, તથ્ય એ છે કે તેઓ આ વાત પાપીઓને કહી રહ્યા છે. એક સામાન્ય પાપી માણસની અંદર બાર પ્રકારના પાપ હોય છે. એવામાં કેવીરીતે તે ભક્તિમય જીવન જીવી શકે? નિશ્ચિતપણે તેને શું કરવું જોઈએ તે બાબત તેનું મન સંપૂર્ણ રીતે સમજી શકે છે, પણ તેમનું હૃદય આ કાર્ય કરી શકતું નથી. જ્યારે એક પાપી મંડળીની બહાર પગ મુકે છે, ત્યારે ભક્તિમય જીવન જીવવું તેના માટે એક સિદ્ધાંત બની જાય છે અને તેની સ્વાભાવિક પ્રવૃત્તિ તેને પાપ તરફ લઈ જાય છે.
તેથી આપણે આપણા મનમાં નિર્ણય કરવાનો છે, પછી ભલે આપણે નિયમો આધારે જીવી રહ્યા હોઈએ કે ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર વહાવેલા તેના રક્ત પર વિશ્વાસ કરવા દ્વારા તથા સ્વર્ગ રાજ્યના અનંત મહાયાજક પર વિશ્વાસ કરવા દ્વારા બચ્યાં હોઈએ.
સ્મરણ રાખો કે ઈસુ તે લોકોનો સાચો મહાયાજક છે જેઓ તેના પર વિશ્વાસ કરે છે. આવો આપણે સર્વ લોકો ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર વહાવેલા તેના રક્ત પર વિશ્વાસ કરવા દ્વારા બચી જઈએ.
નવો જન્મ પામેલાં વ્યક્તિ જગતના અંતથી ડરતા નથી
નવો જન્મ પામેલાં લોકો જગતના અંતથી કેમ નથી ડરતા?
કેમ કે પાણી અને આત્માની સુવાર્તા પર તેઓનો વિશ્વાસ તેમને પાપથી મુક્ત કરે છે.
જ્યારે તમે ખરેખર નવો જન્મ પામો છો ત્યારે તમારે જગતના અંતથી ભયભીત થવું જોઈએ નહિ. કોરિયામાં અનેક ખ્રિસ્તીઓએ દાવો કર્યો કે ૨૮ ઓકટોબર ૧૯૯૨માં જગતનો અંત થઈ જશે. તેઓ કહે છે, આતો કેવો અશાંત અને નીરસ દિવસ છે. પરંતુ અંતમાં તેઓના સઘળા દાવાઓ ખોટા ઠરે છે. ખરેખર નવો જન્મ પામેલા લોકો ભક્તિમય જીવન જીવે છે, તેઓ અંતિમ ક્ષણ સુધી સુવાર્તા ફેલાવતા રહે છે. જ્યાં સુધી જગતનો અંત ન થાય ત્યાં સુધી આપણે પાણી અને આત્માની સુવાર્તાનો પ્રચાર કરવાનો છે.
જ્યારે વરરાજો આવશે, ત્યારે જે દુલ્હને પાણી અને આત્માથી નવો જન્મ પ્રાપ્ત કર્યો છે તે મહાઆનંદ સાથે તેને મળશે અને કહેશે, ‘અરે આખરે તમે આવી ગયા. મારી દેહ હજી પણ અપૂર્ણ છે, પરંતુ તમે મને પ્રેમ કરો છો અને મને મારા પાપોથી બચાવી લીધો છે. તેથી હવે મારા હૃદયમાં પાપ નથી. તમારો અભાર, પ્રભુ. તમે મારા ઉદ્ધારક છો.’
ઈસુ સઘળા ન્યાયીઓ માટે આત્મિક વરરાજો છે. તેણે વિવાહનું સ્થાન લઈ લીધું છે કેમ કે દુલ્હનને વરરાજો પ્રેમ કરે છે, કોઈ બીજી રીતે નથી. હું જાણું છું કે આ થોડાજ સમયમાં થવાનું છે, પણ સ્વર્ગમાં આ વરરાજો નિર્ણય કરશે કે તે વિવાહનું સ્થાન લેશે કે નહીં. આ વરરાજો ઈસુ છે જે પોતાના પ્રેમ અને ઉદ્ધાર આપવાના આધાર પર કોઈપણ દુલ્હનની ચિંતા કર્યા વગર વિવાહની પસંદગી કરશે. આ રીતે સ્વર્ગમાં વિવાહ કરવામાં આવશે.
વરરાજો પોતાની દુલ્હન વિષે સઘળું જાણે છે. કેમ કે તેની પ્રિય દુલ્હન પાપી હતી, તે તેના પર દયા કરશે અને બાપ્તિસ્મા અને વધસ્તંભ પર રક્ત વહાવવા દ્વારા સઘળા પાપોથી તેને બચાવશે.
આપણો ઈસુ હારૂનના વંશજોની જેમ આ જગતમાં નથી આવ્યો. તે આ દુનિયામાં સંભવિત બલિદાન અર્પણ કરવા માટે નહોતો આવ્યો. હારૂનના વંશના ઘણાં બધાં લેવી આ કાર્ય કરતા હતા.
ખરેખર જુના કરારમાં બલિદાનોનું મુખ્ય પાત્ર બીજું કોઈ નહીં પણ ઈસુ પોતે છે. તેથી, જ્યારે સાચી વસ્તુ આ દુનિયામાં આવી, ત્યારે તેના પ્રતિબિંબનું શું થયું? પ્રતિબિંબ પાછળના સમય માટે છે.
જયારે ઈસુ આ જગતમાં આવ્યો ત્યારે ક્યારેય પણ તેણે હારૂનની જેમ બલિદાન અર્પણ નથી કર્યું. તેણે બાપ્તિસ્મા લેવા દ્વારા અને પાપીઓના ઉદ્ધાર માટે રક્ત વહાવીને પોતાને મનુષ્યજાતિ માટે આપી દીધો. તેણે વધસ્તંભ પર ઉદ્ધારના કાર્યને પૂરું કર્યું.
જેઓ ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના રક્ત પર વિશ્વાસ કરે છે તેઓ માટે, ઉદ્ધાર અનિશ્ચિત પણે નથી આવ્યું. આપણા પાપો માટે ઈસુએ અસ્પષ્ટ રૂપે પ્રાયશ્ચિત નથી કર્યું. ‘માર્ગ, સત્ય અને જીવન હું છું’ (યોહાન ૧૪:૬). ઈસુ આ જગતમાં આવ્યા અને બાપ્તિસ્મા તથા તેના મૃત્યુ અને તેના પુનરુત્થાન દ્વારા આપણને બચાવી લીધા.
જુનો કરાર ઈસુનું પ્રતિરૂપ છે
બીજી વાચા સ્થાપિત કરવાનું કારણ શું હતું?
કેમ કે પહેલી વાચા અસ્થિર અને અનુપયોગી હતી.
જુનો કરાર, નવા કરારનું પ્રતિબિંબ છે. જોકે ઈસુએ જુના કરારમાં મહાયાજકની જેમ ક્યારેય બલિદાન અર્પણ નથી કર્યું, તેણે એક સારા યાજક અને અનંત સ્વર્ગીય યાજકની જેમ સેવા કરી છે. કેમ કે આ જગતના લોકો જન્મથી જ પાપી છે, તેઓ પાપી બની ગયા અને હવે તેઓ ક્યારેય ઈશ્વરની વ્યવસ્થા દ્વારા ન્યાયી નહીં બની શકે. તેથી ઈશ્વરે બીજા કરારને સ્થાપિત કર્યો.
આપણા સ્વર્ગીય પિતાએ પોતાના એકાકીજનિત દીકરાને આ જગતમાં મોકલ્યો તથા આપણને તેના બાપ્તિસ્મા, રક્ત અને પુનરુત્થાન પર વિશ્વાસ કરીને પાછાં આવવા માટે કહે છે. આ જ ઈશ્વરનો બીજો કરાર છે. બીજો કરાર આપણી પાસેથી માંગ કરે છે કે આપણે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરીએ.
પ્રભુ આપણને સારા કાર્યો કરવા માટે નથી કહેતા. તે આપણને નથી કહેતો કે આપણે ફક્ત તેના પુત્ર દ્વારા ઉદ્ધાર પર વિશ્વાસ કરીએ. તે આપણને કહે છે કે આપણે તેના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર વહાવેલા રક્ત પર વિશ્વાસ કરીએ અને આપણે તેમને હા કહેવાનું છે.
બાઈબલમાં યહૂદાનું કૂળ રાજકીય કૂળ હતું. સુલેમાન સુધીના પ્રત્યેક રાજાઓ યહૂદાના કૂળના હતા. રાજ્યના ભાગલાં પછી પણ યહૂદાના કુળે રાજ્યના દક્ષિણ ભાગમાં ઈ.સ. પૂર્વે ૫૮૬ માં તેના અંત સુધી સિંહાસન પર પોતાની પકડ બનાવી રાખી. આ પ્રમાણે યહૂદાના લોકો ઇસ્રાએલ માટે ઉભા રહે છે. લેવીના કૂળના લોકો યાજક હતા. ઇસ્રાએલના પ્રત્યેક કુળ પાસે અલગ અલગ કાર્યો હતા. ઈશ્વરે યહૂદાના કુળ સાથે પ્રતિજ્ઞા કરી હતી કે ઈસુ તેઓના વંશ માંથી આવશે.
તેણે યહૂદાના કુળ સાથે આ કરાર કેમ કર્યો? આ કરારની સ્થાપના કરાવી એવું જ છે જેમ જગતના લોકો સાથે કરવું કેમ કે ઇસ્રાએલ જગતના સઘળા લોકોને દર્શાવે છે. ઈસુએ નવા કરારને પોતાના બાપ્તિસ્મા, વધસ્તંભ પર પોતાના મૃત્યુ અને પોતાના પુનરુત્થાન દ્વારા પૂર્ણ કર્યો જે મનુષ્યજાતિનો ઉદ્ધાર છે.
મનુષ્યજાતિના પાપ પ્રાયશ્ચિત દ્વારા ધોઈ શકાતા નથી
શું મનુષ્યના પાપ પ્રાયશ્ચિતથી ધોવાઈ શકે છે?
ના.
યર્મિયા ૧૭:૧માં લખવામાં આવ્યું છે કે પ્રત્યેક મનુષ્યોના પાપ બે સ્થાનો પર લખવામાં આવ્યા છે. “યહૂદાનું પાપ લોઢાના ટાંકણાથી તથા હીરાકણીથી લખેલું છે! તે તેઓના હ્રદયપટ પર તથા તમારી વેદીઓનાં શિંગો પર કોતરેલું છે!”
આપણા પાપો આપણા હૃદયપટ પર લખ્યાં છે. તેના દ્વારા જ આપણે જાણીએ છીએ કે આપણે પાપી છીએ. ઈસુ પર વિશ્વાસ કરતા પહેલા તેઓ નહોતા જાણતા કે તેઓ પાપી છે. કેમ? કેમ કે ઈશ્વરની વ્યવસ્થા તેઓના હૃદયમાં છે જ નહિ. તેહ્હી જયારે કોઈ ઈસુ પર વિશ્વાસ કરે છે, ત્યારે તે અનુભવ કરે છે કે ઈશ્વર સામે તે પાપી છે.
કેટલાંક લોકો ઈસુ પર વિશ્વાસ કરવાના ૧૦ વર્ષો પછી અનુભવ કરે છે કે તેઓ પાપી છે. હે પ્રિય! હું પાપી છું. મેં વિચાર્યું હતું કે મારો બચાવ થયો છે, પણ હું તો આજે પણ પાપી છું. આ વિશ્વાસ તે દિવસે આવે છે જ્યારે આપણે પોતાની જાતને વાસ્તવમાં તેવી જોઈએ છીએ જેવા આપણા છીએ. તેઓ દસ વર્ષોથી પ્રસન્ન હતા, પરંતુ અચાનક સત્યને જુએ છે. શું તમે જાણો છો, કેમ? આવો અનુભવ થાય છે કેમ કે અંતમાં તેઓના પાપ ઈશ્વરની વ્યવસ્થા દ્વારા પ્રગટ થાય છે. આવો માણસ નવો જન્મ પ્રાપ્ત કાર્ય વગર દસ વર્ષોથી ઈસુ પર વિશ્વાસ કરી રહ્યો છે.
કેમ કે પાપી પોતાના પાપોને પોતાના હાથે મિટાવી શકતો નથી, તેથી ઈશ્વર સન્મુખ પાપી બની રહે છે. કેટલાંક ૫ વર્ષ તો કેટલાંક ૧૦ વર્ષોમાં આ આનુભવ સુધી પહોંચે છે. કેટલાંક ૩૦ વર્ષ, કેટલાંક ૫૦ વર્ષ અને કેટલાંક તો અંત સુધી હકીકતના અનુભવમાં નથી આવતા. પ્રિય ઈશ્વર, હું મારા મનથી આજ્ઞાઓ આગળ સારો બનીને રહેતો હતો. હું વ્યવસ્થાનું સારી રીતે પાલન કરવામાં વિશ્વાસ કરતો હતો, પણ હવે અનુભવ કરું છું કે હું દરરોજ પાપ કરું છું. જેમ પ્રેરિત પાઉલ કહે છે, ‘હું તો અગાઉ નિયમ વગર જીવતો હતો, પણ અજ્ઞા આવી એટલે પાપ સજીવન થયું, અને હું મારી ગયો’ (રોમન ૭:૯).
આ તમારું પોતાનું પાપ છે જે તમને ઈશ્વરના વચન દ્વારા જીવન જીવવાથી દૂર રાખે છે. તમારા પાપ તમારા હૃદયમાં અંકિત છે. કેમ કે ઈશ્વરે તમારા પાપોને ત્યાં લખ્યાં છે. જ્યારે તમે પ્રાર્થનામાં માથું નમાવો છો ત્યારે તમારા સઘળા પાપો પ્રગટ થાય છે. ‘આશ્ચર્ય! હું તે જ પાપ છું જે તે કર્યું છે.’
‘પણ મેં બે વર્ષ પહેલાં તેની કીમત ચૂકવી દીધી છે, કેમ તમે અચાનક પોતાને પ્રગટ કરો છો? તમે કેમ ચાલ્યાં નથી ગયા?’
‘અરે, ખોટું ન લગાડો! હું તમારા મનમાં લખાયેલું છું. તમે જે પણ વિચારો, પણ તમે હજી પાપી છો.’
‘ના! ના!’
તેથી, પાપી ૨ વર્ષ પહેલાં કરેલા પોતાના પાપોનું ફરીથી પ્રાયશ્ચિત કરે છે. ‘કૃપા કરીને મને માફ કરો પ્રભુ! મેં ૨ વર્ષ પહેલાં કરેલા પાપો દ્વારા હજી પણ સતાવનો સામનો કરું છું. મેં મારા પાપોનો પસ્તાવો કર્યો હતો પણ પાપ હજી મારી સાથે છે. કૃપા કરીને મને મારા પાપોને માટે માફ કરો.’
પરંતુ, શું આ પાપ પસ્તાવો કરવાથી નીકળી જાય છે? કેમ કે લોકોના પાપ તેઓના મનમાં અંકિત છે, તેથી તે પાણી અને આત્માની સુવાર્તા વગર દૂર કરવા અસંભવ છે. ફક્ત પાણી અને આત્માની સુવાર્તા દ્વારા જ સાચો પસ્તાવો કરી શકાય છે. આપણે ફક્ત ઈસુની સાચી સુવાર્તા પર વિશ્વાસ દ્વારા બચી શકીએ છીએ.
હું તમારો ઉદ્ધારક બનીશ
આપણે નવી વાચાનો પ્રતિઉત્તર કેવી રીતે આપવો જોઈએ?
આપણે તેને પોતાના હૃદયમાં વિશ્વાસ કરવાનું છે અને સંપૂર્ણ જગતમાં પ્રચાર કરવાનો છે.
આપણા પ્રભુ જે સ્વર્ગમાં છે, તેણે આપણી સાથે નવો કરાર કર્યો છે. ‘હું તમારો ઉદ્ધારક બનીશ. હું તમને પાણી અને રક્ત દ્વારા જગતના સઘળા પાપોથી સંપૂર્ણપણે મુક્ત કરીશ. જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓને હું નિશ્ચિત આશીર્વાદ આપીશ.’
શું તમે ઈશ્વર સાથે આ નવા કરાર પર વિશ્વાસ કરો છો? આપણે આપણા સઘળા પાપોથી બચી શકીએ છીએ અને નવો જન્મ પામી શકીએ છીએ, જ્યારે આપણે પાણી અને રક્ત દ્વારા તેના નવા કરારમાં અને તેના ઉદ્ધારની સત્યતા પર વિશ્વાસ કરીએ છીએ.
જો ડોક્ટર આપણી સારી સારવાર નથી કરતા તો આપણે તેના પર વિશ્વાસ નથી કરતા. એક ડોકટરે પ્રથમ તેના દર્દીનો યોગ્ય ઉપચાર કરવો જોઈએ અને ત્યારબાદ સાચી દવાઓ આપવી જોઈએ. વિભિન્ન પ્રકારની દવાઓ છે, પણ ડોકટરે જાણવું જોઈએ કે કઈ દવાઓ ઉપયોગી છે. ડોક્ટર પોતાના દર્દીની યોગ્ય રીતે સારવાર કરે છે. ઘણી બધી દવાઓ છે જે તેઓને સ્વસ્થ કરે છે. પણ ખોટા ઉપચારથી સારી દવાઓ પણ દર્દીની હાલતને વધારે ખરાબ કરી નાખે છે.
તેજ રીતે જ્યારે તમે ઈસુ પર વિશ્વાસ કરો છો, ત્યારે તમારી ઈશ્વરના વચન અનુસાર તમારી આત્મિક દશાને જાણવી જોઈએ. જ્યારે તમે ઈશ્વરના વચન અનુસાર તમારી આત્માને પારખો છો, ત્યારે તમે તમારી આત્માની વાસ્તવિક સ્થિતિ જોઈ શકો છો. આત્મિક ડોક્ટર પોતાના દર્દીને સાજા કરે છે. તે સઘળા નવો જન્મ પામી શકે છે.
જો તમે કહો છો, ‘હું નથી જાણતો કે મારો છૂટકારો થયો છે કે નથી થયો.’ તેનો અર્થ છે કે તમારો ઉદ્ધાર નથી થયો. જો એક પાળક ઈસુનો સાચો શિષ્ય છે, તો તેણે પોતાના વિશ્વાસીઓના પાપ સંબંધી સમસ્યાઓનું સમાધાન કરવા યોગ્ય બનવાનું છે. ત્યારે તે તેઓના વિશ્વાસ સંબંધી સમસ્યાઓનું સમાધાન કરી તેઓને આત્મિક જીવનમાં આગેવાની કરી શકે છે. તેણે પોતાના અનુયાયીઓની વાસ્તવિક આત્મિક સ્થિતિને જાણવાની છે.
ઈસુ આ જગતમાં દુનિયાના સઘળા પાપોને ઉઠાવવા માટે આવ્યો. તે આવ્યી અને બાપ્તિસ્મા લીધું અને વધસ્તંભ પર પોતાનું રક્ત વહેવડાવ્યું. જ્યારે તેને પાપોની સંપૂર્ણ કીમત ચૂકવી, તો શું તેણે તમારા પાપોને દૂર નથી કર્યા? પાણી અને આત્માના વચનોએ સઘળા વિશ્વાસીઓના પાપોને દૂર કર્યા છે.
સુવાર્તા એક વિસ્ફોટક જેવી છે. તે એક ઉંચી ઈમારતથી પર્વત સુધી વિસ્ફોટ કરે છે. ઈસુનું કાર્ય એવું જ છે. તેણે તે સર્વ પાપોને દૂર કર્યા છે જેઓ તેના પર અને પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરે છે. આવો, હવે આપણે પાણી અને આત્માની સુવાર્તાને જેવી રીતે જ જોઈએ જેવી રીતે બાઈબલમાં વ્યક્ત કરવામાં આવી છે.
જુના કરારમાં હાથ મુકવાની સુવાર્તા
જુના કરારમાં હાથ મોકવાનો ઉદ્દેશ્ય શો હતો?
તેનો ઉદ્દેશ્ય પાપોને પાપબલી પર નાખવાનો હતો.
આવો આપણે છૂટકારાની વાસ્તવિકતાને લેવી ૧:૩-૪માં જોઈએ. ‘જો કોઈનું અર્પણ ઢોરના દહનીયાર્પણનું હોય, તો તે ખોડખાંપણ વગરનો નર ચઢાવે કે, તે પોતે યહોવાની આગળ માન્ય થાય. 4અને તે દહનીયાર્પણના માથા પર પોતાનો હાથ મૂકે, અને પ્રાયશ્ચિત કરવા તે તેને માટે માન્ય થશે’.
આ ભાગ જણાવે છે કે દહાનાર્પણ મુલાકાત મંડપના દ્વાર પર ઈશ્વરની સન્મુખ, બલિદાન પર હાથ રાખવા દ્વારા અર્પણ કરવામાં આવતું હતું અને બલિદાન નિર્દોષ પશુનું હોવું જોઈએ.
જુના કરારના સમયમાં એક પાપી પોતાના દરરોજના પાપોની કીમત માટે બલિદાનના માથા પર હાથ રાખતો હતો. તે ઈશ્વર સામે બલિદાનનું વધ કરતો હતો અને યાજક થોડું રક્ત લઈને દહાનાર્પણની વેદીના શિંગો પર લગાવતો હતો. ત્યારબાદ તે વધેલા રક્તને વેદી પાસે ઢોળી દેતો હતો અને આ પ્રકારે પાપીના એક દિવસનું પાપ માફ થતું હતું.
એક વર્ષના પાપ માટે લેવીય ૧૬:૬-૧૦માં લખ્યું છે, ‘અને પોતાને માટે પાપાર્થાર્પણનો જે બળદ હોય તેને હારુન રજૂ કરે, ને પોતાને માટે તથા પોતાના ઘરનાંને માટે પ્રાયશ્ચિત્ત કરે. અને બે બકરા તે લે, ને તેઓને મુલાકાતમંડપના દ્વાર આગળ યહોવાની સમક્ષ લાવે. અને હારુન એ બે બકરા ઉપર ચિઠ્ઠીઓ નાખે: એટલે એક ચિઠ્ઠી યહોવાને માટે, ને બીજી ચિઠ્ઠી અઝાઝેલને માટે. અને જે બકરા પર યહોવાના નામની ચિઠ્ઠી પડે, તેને રજૂ કરીને હારુન પાપાર્થાર્પણને માટે ચઢાવે. પણ જે બકરા પર અઝાઝેલના નામની ચિઠ્ઠી પડે, તેને અઝાઝેલને માટે અરણ્યમાં મોકલી દેવા માટે તેને સારુ પ્રાયશ્ચિત્ત કરવાને યહોવાની સમક્ષ તેને જીવતો રજૂ કરવો.’ જેમ બાઈબલમાં વર્ણન છે, અઝાઝેલનો અર્થ છે, ‘બહાર રાખવું.’ તેથી એક વર્ષના પાપ સાતમાં મહિનાના પંદરમાં દિવસે માફ થતા હતા.
લેવીય ૧૬:૨૯-૩૦માં લખ્યું છે, ‘અને એ સદાને માટે તમારો વિધિ થાય. સાતમા માસમાં તે માસને દશમે દિવસે તમે આત્મકષ્ટ કરો, ને કોઈ પ્રકારનું કામ ન કરો, પછી આ દેશનો હો, કે તમારા મધ્યે પ્રવાસ કરતો પરદેશી હો; 30કેમ કે તમારા શુદ્ધિકરણને માટે એ દિવસે તમારે માટે પ્રાયશ્ચિત્ત કરવામાં આવશે. તમે તમારાં સર્વ પાપથી યહોવાની સમક્ષ શુદ્ધ થશો.’
આ તે જ દિવસ છે જે દિવસે ઇસ્રાએલીઓ પાપોનું પ્રાયશ્ચિત કરતા હતા. આ કઈ રીતે થઈ શક્યું? પ્રથમ, મહાયાજક હારૂનને બલિદાન માટે ઉપસ્થિત થવું પડતું હતું. ઇસ્રાએલીઓનો પ્રતિનિધિ કોણ છે? ઈશ્વરે હારૂન અને તેની સંતાનોને મહાયાજક તરીકે નિયુક્ત કર્યા હતા.
હારૂન પોતાના અને પોતાના કુટુંબના પ્રાયશ્ચિત માટે બળદની બલી ચઢાવતો હતો. તે બળદનું બલિદાન કરતો હતો અને થોડા રક્તને સાતવાર દયાસન સામે છાંટતો હતો. તેને સૌથી પહેલા પોતાના માટે અને પોતાના કુટુંબ માટે પ્રાયશ્ચિત કરવું પડતું હતું.
પ્રાયશ્ચિતનો અર્થ વ્યક્તિના પાપને પાપબલી પર પારિત કરવો છે અને તે પાપબલીને પાપી વ્યક્તિની જગ્યાએ બલિદાન કરવામાં આવતું હતું. પાપીએ જ મરવું જોઈએ, પરંતુ પાપબલી પર પાપોને પારિત કરવા દ્વારા પાપીની જગ્યાએ તેની બલી ચઢાવવામાં આવતી હતી.
પોતાના અને પોતાના કુટુંબના પાપોના પ્રાયશ્ચિત પછી તે એક બકરાને ઈશ્વર આગળ અર્પણ કરતો કટો, તથા બીજા બકરાને બલીના બકરાના રૂપમાં ઇસ્રાએલીઓની ઉપસ્થિતિમાં છોડી દેવામાં આવતો હતો.
એક બકરાને પાપબલીના રૂપમાં અર્પણ કરવામાં આવતો હતો. પાપબલી પર હાથ રાખવા દ્વારા હારૂન અંગીકાર કરતો હતો કે, ‘હે ઈશ્વર તમારી ઇસ્રાએલ પ્રજાએ દસ આજ્ઞાઓ તથા ૬૧૩ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ઇસ્રાએલીઓ પાપી થઈ ગયા છે. હવે હું આ બકરા પર મારા હાથ રાખીને અમારા વર્ષ ભરના સંપૂર્ણ પાપોને સ્થાનાંતરિત કરું છું.’
તે બકરાના ગળાને કાપે છે અને મંડપની અંદર પરમપવિત્ર સ્થાનમાં તેના રક્તની સાથે પ્રવેશ કરે છે. ત્યારબાદ તે થોડાંક રક્તને લઈને દયાસનની સામે સાતવાર છાંટતો હતો.
પરમપવિત્ર સ્થાનની અંદર કરાર કોશ રહેતો હતો. તેના ઢાંકણાને દયાસન કહેવામાં આવતું હતું અને તેમાં પત્થરની બે કરારની પટ્ટીઓ, મન્નાથી ભરેલી સોનાનું પાત્ર અને હારૂનની લાકડી જેમાં ફૂલ ખીલેલાં હતા.
હારૂનની લાકડી પુનરુત્થાન, પત્થરની બે કરારની પટ્ટીઓ, તેના ન્યાય અને મન્નાથી ભરેલો સોનાનું પાત્ર તેના જીવનનું પ્રતિક છે.
કરારકોશની ઉપર એક ઢાંકણું હતું. દયાસનની સામે સાતવાર રક્તને છાંટવામાં આવતું હતું. મહાયાજકના વસ્ત્રની કોર પર સોનાની ઘૂઘરી બાંધેલી હતી. અને જ્યારે રક્તને છાંટવામાં આવતું હતું ત્યારે તે ઘૂઘરી વાગતી હતી.
લેવી ૧૬:૧૪-૧૫માં આ પ્રમાણે લખ્યું છે, ‘અને વાછરડાના રક્તમાંનું લઈને તે પોતાની આંગળી વડે પૂર્વ તરફ દયાસન પર છાંટે; અને તે રક્તમાંનું સાત વાર પોતાની આંગળી વડે દયાસનની સામે તે છાંટે. અને ત્યાર પછી લોકોને માટે પાપાર્થાર્પણનો જે બકરો તેને તે કાપે તે તેના રક્તનું પણ કરે, એટલે તેને દયાસન પર તથા દયાસનની સામે તે છાંટે.’
જયારે જયારે તે વાછરડાંના રક્તને છાંટતો હતો, ત્યારે ત્યારે ઘૂઘરી વાગતી હતી અને સઘળા ઇસ્રાએલીઓ જે બહાર એકત્ર રહેતા હતા તેઓ ઘુઘારીનો અવાજ સાંભળતાં હતા. જ્યારે મહાયાજક દ્વારા તેઓના પ્રાયશ્ચિતનું કાર્ય સમાપ્ત થતું હતું, ત્યારે ઘૂઘરીના અવાજથી સમજવામાં આવતું હતું કે તેઓના પાપો માફ થયા છે. આ સર્વ ઇસ્રાએલીઓ માટે આશીર્વાદનો અવાજ હતો.
જ્યારે સાત વાર ઘૂઘરી વાગતી હતી, ત્યારે તેઓ કહેતા હતા, ‘હવે હું ચિંતા મુક્ત થઈ ગયો છું. હું વર્ષ ભરના પાપોની ચિંતામાં હતો, હવે હું સ્વતંત્રતાનો અનુભવ કરું છું.’ અને લોકો પોતાના પાપોથી મુક્ત થઈને પોતાના ઘરે ચાલ્યાં જતા હતા. તે સમયની ઘૂઘરીનો અવાજ તેવો જ છે, જેવી પાણી અને આત્માની સુવાર્તા ઈસુનું બાપ્તિસ્મા આપણા ઉદ્ધાર માટે છે.
જ્યારે આપણે પાણીના છૂટકારાની સુવાર્તાને સાંભળીએ છીએ અને પોતાના હૃદયમાં વિશ્વાસ કરી અને પોતાના મુખથી અંગીકાર કરીએ છીએ તો તે પાણી અને આત્માની સંપૂર્ણ સુવાર્તા છે. જ્યારે સાતવાર ઘૂઘરી વાગી જતી હતી ત્યારે ઇસ્રાએલીઓના વર્ષ ભરના સઘળા પાપો માફ થઈ જતા હતા. તેઓના પાપ ઈશ્વર આગળથી ધોવાઈ જતા હતા.
ઇસ્રાએલીઓ માટે બકરાનું બલિદાન અર્પણ કરીને મહાયાજક મંડપની બહાર પ્રતીક્ષા કરી રહેલા લોકો પાસે જતો રહેતો હતો. તેઓના દેખાતા મહાયાજક હારૂન બીજા બકરા પર પોતાના હાથ રાખતો હતો.
લેવી ૧૬:૨૧-૨૨ વચનમાં ‘અને હારુન જીવતા બકરાના માથા ઉપર પોતાના બન્ને હાથ મૂકે, ને તેના ઉપર ઇઝરાયલી લોકોના સર્વ અન્યાય તથા તેઓનાં સર્વ ઉલ્લંઘન એટલે તેઓનાં સર્વ પાપ કબૂલ કરીને તેઓને બકરાને શિર મૂકે; અને ઠરાવેલા માણસનિ હસ્તક તેને અરણ્યમાં મોકલી દેવો. અને બકરો તેઓના સર્વ અન્યાય પોતાને શિર ધરીને ઉજ્જડ પ્રદેશમાં લઈ જશે; અને રાનમાં તે બકરાને છોડી દેવો.’
મહાયાજક હારૂન, બીજા બકરા પર પોતાના હાથોને રાખતો હતો અને ઈશ્વર સમક્ષ ઇસ્રાએલીના વર્ષ ભરના પાપોનો અંગીકાર કરતો હતો. ‘હે ઈશ્વર ઇસ્રાએલીઓએ તમારા સામે પાપ કર્યું છે. તેઓએ વ્યવસ્થાની દશ આજ્ઞાઓ અને ૬૧૩ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. હે ઈશ્વર હું ઇસ્રાએલના વર્ષ ભરના પાપોને આ બકરાના માથાં પર પારિત કરું છું.’
યર્મિયા ૧૭:૧ અનુસાર, પાપ બે સ્થાનો પર અંકિત છે. પહેલું ન્યાયની પુસ્તકમાં અને બીજું તેઓના હૃદયપટ પર.
તેથી જો લોકોને પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવું છે, તો તેઓએ પોતાના પાપ ન્યાયના પુસ્તક અને તેના હૃદયપટ પરથી દૂર કરવું જોઈએ. પ્રાયશ્ચિતના દિવસે એક બકરો ન્યાયની પુસ્તકમાં લખેલા પાપો અને બીજો બકરો હૃદયપટ પર લખેલા પાપો માટે હતો.
જુના કરારની બલિદાનની પ્રથા દ્વારા ઈશ્વર ઇસ્રાએલીઓને શું દર્શાવતો હતો?
ઉદ્ધારક આવશે અને એકજ વારમાં સઘળા લોકોના પાપોને યોગ્ય રીતે દૂર કરશે
બકરાના માથાં પર હાથ રાખવા દ્વારા, મહાયાજક લોકોને બતાવે છે કે તેઓના વર્ષ ભરના પાપો બકરા પર ચાલ્યાં ગયા છે. જ્યારે બકરાના માથાં પર પાપ નાખવામાં આવતા હતા, ત્યારબાદ નિયુક્ત કરેલા વ્યક્તિ દ્વારા બકરાને અરણ્યમાં છોડી દેવામાં આવતો હતો.
પલીસ્તીઓની ભૂમિ અરણ્ય હતી. તે બકરો જે ઇસ્રાએલીઓના વાર્ષિક પાપોને ઉઠાવતો હતો, તેને એક વ્યક્તિ દ્વારા અરણ્યના એવા ભાગમાં છોડી દેવામાં આવતો હતો જ્યાં પાણી કે ઘાસ ન હતું. લોકો ઉભા રહીને બકરાને જંગલ તરફ જતો જોતા હતા.
તેઓ પોતાની જાતને કહેતા હતા, ‘મારે મરવું જોઈતું હતું, પણ બલીનો બકરો મારી જગ્યાએ મર્યો. પાપનો મૂસારો મરણ છે. પણ બકરો મારી જગ્યાએ મર્યો. બલીના બકરા તારો આભાર. તારી મૃત્યુનો અર્થ છે કે હું જીવી શકું છું. આ બકરાને અરણ્યમાં દૂર છોડી દેવામાં આવતો હતો અને ઇસ્રાએલીઓ પોતાના પાપોને ભૂલી જતા હતા.
જ્યારે તમારા હૃદયના પાપ પાપબલી પર નાખવામાં આવે છે, ત્યારે તમે શુદ્ધ કરવામાં આવો છો. આ સરળ છે. સચ્ચાઈ હંમેશા સરળ હોય છે જ્યારે આપણે તેને સમજીએ છીએ.
બકરો અદ્રશ્ય થઇ જાય છે. જે વ્યક્તિ તેને છોડવા માટે જાય છે, તે એકલો તેને છોડીને પાછો આવી જાય છે. ઇસ્રાએલીઓનું વર્ષ ભરનું પાપ દૂર થઈ જાય છે. બકરો અરણ્યમાં પાણી અને ઘાસ વગર ઇસ્રાએલીઓના પાપોને લઈને મરી જાય છે.
પાપનો મૂસારો મરણ છે, અને ઈશ્વરનો ન્યાય ઠરાવવામાં આવ્યો છે. ઈશ્વર બકરાનું બલિદાન આપતા હતા જેથી ઇસ્રાએલીઓ જીવિત રહી શકે. ઇસ્રાએલીઓના વર્ષ ભરના સઘળા પાપોને ધોઈને સાફ કરવામાં આવતા હતા.
જેમ જુના કરારમાં એક દિવસ અને એક વર્ષનું પાપ આ રીતે માફ કરવામાં આવતું હતું. તેમજ ઉ=ઈશ્વરનો કરાર છે કે આપણા પાપ એકજ વારમાં સઘળા લોકો માટે માફ કરવામાં આવશે. આ તેનો કરાર છે કે તે ‘મસીહા’ ને મોકલશે અને તે આપણને આપણા જીવનભરના પાપોથી છોડાવશે. આ કરાર ઈસુના બાપ્તિસ્મા દ્વારા આગળ જાય છે.
નવા કરારમાં પાણી અને આત્માથી નવો જન્મ પ્રાપ્ત કરવો
કેમ, ઈસુએ યોહાન બાપ્તિસ્ત દ્વારા બાપ્તિસ્મા લીધું?
જગતના સઘળા પાપોને પોતાની ઉપર ઉઠાવીને ન્યાયીપણાને પૂરું કરવા માટે. નવા કરારમાં ઈસુનું બાપ્તિસ્મા જુના કરારમાં હાથો મુકવા જેવું છે.
આવો માથ્થી ૩:૧૩-૧૫ વાંચીએ, ‘ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવા માટે ગાલીલથી યર્દન [નદીએ] તેની પાસે આવ્યા. પણ યોહાને તેમને વારતાં કહ્યું, “તમારાથી મારે બાપ્તિસ્મા પામવું જોઈએ, ને શું તમે મારી પાસે આવો છો?” પણ ઈસુએ તેને ઉત્તર આપ્યો, “હમણાં એમ થવા દે; કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણ માટે ઘટિત છે.” ત્યારે તેણે તેમને બાપ્તિસ્મા પામવા દીધું.’
ઈસુએ યર્દન નદીમાં જઈને યોહાન બાપ્તિસ્ત પાસેથી બાપ્તિસ્મા લીધું અને સર્વ ન્યાયીપણાને પૂરું કર્યું. તેનું બાપ્તિસ્મા યોહાન દ્વારા થયું. તે યોહાન જે સ્ત્રીઓથી જન્મેલાંમાં સૌથી મોટો હતો.
માથ્થી ૧૧:૧૧-૧૨ કહે છે, ‘હું તમને ખચીત કહું છું કે, સ્ત્રીઓથી જેટલા જન્મ પામ્યા છે, તેઓમાં યોહાન બાપ્તિસ્ત કરતાં કોઈ મોટો ઉત્પન્ન થયો નથી. તોપણ આકાશના રાજ્યમાં જે નાનો છે તે પણ તેના કરતાં મોટો છે. અને યોહાન બાપ્તિસ્તના વખતથી તે હજી સુધી આકાશના રાજ્ય પર બળજબરી કરાય છે, ને બળજબરી કરનારાઓ બળજબરીથી તે લઈ લે છે.’
યોહાન બાપ્તિસ્તને મનુષ્યોના પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવ્યો અને ઈસુથી છ મહિના પહેલા આ જગતમાં મોકલવામાં આવ્યો. તે હારૂનના વંશનો અને અંતિમ યાજક હતો.
જ્યારે ઈસુ તેની પાસે આવ્યો ત્યારે યોહાન બાપ્તિસ્તે કહ્યું, ‘તમારાથી મારે બાપ્તિસ્મા પામવું જોઈએ, ને શું તમે મારી પાસે આવો છો?’
‘હમણાં એમ થવા દે; કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણ માટે ઘટિત છે.” ત્યારે તેણે તેમને બાપ્તિસ્મા પામવા દીધું.’ તેનો ઉદ્દેશ્ય મનુષ્યજાતિના પાપોને માફ કરવાનો હતો જેનાથી તેઓ ઈશ્વરની સંતાન બની જાય. ઈસુએ યોહાનને કહ્યું, ‘આપણે પાણી અને આત્મા દ્વારા નવા જન્મની સુવાર્તાને પૂરી કરવાની છે, તેથી મને અત્યારે બાપ્તિસ્મા આપ.’
યોહાને ઈસુને બાપ્તિસ્મા આપ્યું. ઈસુને જગતના પાપોને ઉઠાવવા માટે બાપ્તિસ્મા લેવું ઉચિત હતું, કેમ કે તેને સાચી રીતે બાપ્તિસ્મા લીધું તેથી આપણે લોકો આપણા પાપોથી યોગ્ય રીતે બચાવવામાં આવ્યા છીએ. ઈસુનું બાપ્તિસ્મા એટલા માટે થયું કે આપણા પાપો તેની ઉપર નાખવામાં આવે.
ઈસુ આ જગતમાં આવ્યો અને તેનું બાપ્તિસ્મા ત્રીસ વર્ષની ઉંમરે થયું. આ તેની પ્રથમ સેવકાઈ હતી. ઈસુએ જગતના સઘળા પાપોને ઉઠાવીને સર્વ ન્યાયીપણાને પૂરું કર્યું છે, તેથી તે સર્વ લોકોને પવિત્ર કરે છે.
ઈસુ આ જગતમાં આવ્યો અને યોગ્ય રીતે બાપ્તિસ્મા લીધું, જેથી આપણને સઘળા પાપોથી છોડાવે. ‘આમ’ સર્વ ન્યાયીપણું પૂરું થયું.
ઈશ્વરે કહ્યું, ‘આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું’ (માથ્થી ૩:૧૭). ઈસુ ખ્રિસ્ત જાણતો હતો કે તે મનુષ્યજાતિના પાપો લઈને વધસ્તંભ પર મારશે, પરંતુ તે પિતાની ઈચ્છાને આજ્ઞાકારી રહ્યો, આવું કહેવા દ્વારા કે ‘તોપણ જેમ હું ઈચ્છું છું તેમ નહિ પણ જેમ તું ઈચ્છે છે તેમ થાય’ (માથ્થી ૨૬:૩૯). પિતાની ઈચ્છા હતી કે મનુષ્યજાતિના સઘળા પાપો માફ કરીને જગતના સર્વ લોકોનો ઉદ્ધાર કરે.
તેથી ઈસુએ આજ્ઞાકારી પુત્ર બનીને પોતાના પિતાની આજ્ઞા માનીને યોહાન બાપ્તિસ્ત દ્વારા બાપ્તિસ્મા લીધું.
યોહન ૧:૨૯માં, ‘બીજા દિવસે તેણે ઈસુને પોતાની તરફ આવતો જોઇને કહ્યું, જુઓ, ઈશ્વરનું હલવાન જે જગતના પાપ દોર કરે છે. ‘ઈસુએ ગલગથામાં વધસ્તંભ પર પ્રાણ આપીને સઘળા પાપોને પોતાની ઉપર ઉઠાવી લીધા. ‘જુઓ, ઈશ્વરનું હલવાન, જે જગતના પાપ દૂર કરે છે.’ યોહાન બાપ્તિસ્તે આ સાક્ષી આપી.
શું તમારી અંદર પાપ છે કે નથી? શું તમે એક ન્યાયી વ્યક્તિ છો કે પાપી? હકીકત એ છે કે ઈસુ જગતના પાપોને ઉઠાવીને આપણા સર્વ માટે વધસ્તંભ પર બલિદાન થયો.
ક્યારે જગતના સઘળા પાપો ઈસુ પર નાખવામાં આવ્યા?
જ્યારે ઈસુએ યર્દન નદીમાં યોહાન બાપ્તિસ્તથી બાપ્તિસ્મા લીધું, તે જ સમયે આપણા પાપો તેણે પોતાની ઉપર ઉઠાવી લીધા.
જ્યારે આપણે આ જગતમાં જન્મ લઈએ છીએ, ત્યારે આપણે ૧ થી ૧૦ વર્ષની ઉંમરમાં પણ પાપ કરીએ છીએ. પણ ઈસુએ તે પાપોને પણ પોતાની ઉપર ઉઠાવી લીધા છે. આપણે ૧૧ થી ૨૦ વર્ષની ઉંમરમાં પણ પાપ કરીએ છીએ, ઈસુએ તેને પણ લઈ લીધા.
આપણે ૨૧ થી ૪૫ વર્ષની વચ્ચે પણ પાપ કરીએ છીએ. તેણે તે સર્વ પાપોને પણ ઉઠાવી લીધા છે. તે જગતના સઘળા પાપોને ઉઠાવીને વધસ્તંભ પર ચઢી ગયો. આપણે આપણા જન્મના દિવસથી લઈને મૃત્યુના દિવસ સુધી પાપ કરીએ છીએ. તેણે પસંદગી નથી કરી કે કોના પાપ પોતાની ઉપર ઉઠાવવા.
‘જુઓ, ઈશ્વરનું હલવાન, જે જગતના પાપ દૂર કરે છે.’ સર્વ પાપ, પહેલા મનુષ્ય આદમથી લઈને અંતિમ મનુષ્ય જે આ જગતમાં જન્મ લેશે, પછી ભલે તે ગમે તે જગ્યાનો હોય, તેણે તે સર્વના પાપ ઉઠાવી લીધા છે. તેણે પસંદગી નથી કરી કે કોનું પાપ ઉઠાવવું.
તેણે આપણામાંથી થોડાંજ લોકોને પ્રેમ કરવાનો નિર્ણય નથી લીધો. તે શરીરમાં જન્મ્યો અને જગતના સઘળા પાપોને ઉઠાવીને વધસ્તંભ પર બલિદાન થયો. તેણે આપણા સર્વનો ન્યાય પોતાની ઉપર લઈ લીધો અને જગતના સઘળા પાપોને હંમેશા માટે દૂર કર્યા.
કોઈ પણ વ્યક્તિને ઉદ્ધારથી વંચિત રાખવામાં નથી આવ્યો. ‘જગતના સઘળા પાપો માં’ આપણા પાપો પણ સામેલ છે. ઈસુએ તે સઘળા પાપોને લઈ લીધા છે.
પોતાના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા તેણે જગતના સઘળા પાપોને શુદ્ધ કર્યા છે. તેણે પોતાના બાપ્તિસ્મા દ્વારા સર્વ પાપો લઈ લીધા અને આપણી જગ્યાએ ન્યાયને સહન કર્યું. વધસ્તંભ પર મારતા પહેલા તેણે કહ્યું, ‘સંપૂર્ણ થયું’ (યોહાન ૧૯:૩૦). જેનો અર્થ છે મનુષ્યજાતિ માટે ઉદ્ધારનું કાર્ય પૂરું થઈ ગયું છે.
કેમ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર બલિદાન થયા? કેમ કે શરીરનું જીવન રક્તમાં છે, અને રક્ત દ્વારા જ પ્રાયશ્ચિત થાય છે (લેવી ૧૭:૧૧). ઈસુએ બાપ્તિસ્મા કેમ લીધું? કેમ કે તે જગતના સઘળા પાપો ઉઠાવવા માંગતો હતો.
“એ પછી ઈસુ હવે બધું પૂરું થયું એ જાણીને, શાસ્ત્રવચન પૂર્ણ થાય માટે કહે છે, “મને તરસ લાગી છે” (યોહાન ૧૯:૨૮). જુના કરારમાં ઈશ્વરની સર્વ વાચાઓ તેના યર્દન નદીમાં બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના મૃત્યુ દ્વારા પૂરી થઇ, આ જાણીને ઈસુએ પોતાનો પ્રાણ છોડ્યો.
ઉદ્ધારનું કાર્ય તેના દ્વારા પૂરું થઈ ગયું છે તે જાણવા દ્વારા, તેણે કહ્યું ‘સંપૂર્ણ થયું.’ અને તે વધસ્તંભ પર મૃત્યુ પામ્યો. તેણે આપણને પવિત્ર કર્યા અને ત્રણ દિવસ પછી મરેલા માંથી સજીવન થઈને સ્વર્ગમાં ઉંચે ચડ્યો, જ્યાં તે ઈશ્વરની જમણી બાજુએ બિરાજમાન છે.
ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના મૃત્યુ દ્વારા સઘળા પાપોને સાફ કરવું એ જ પાણી અને આત્માથી નવો જન્મ પામવાની સુવાર્તા છે. આના પર વિશ્વાસ કરો, તમારા સર્વ પાપ માફ કરવામાં આવશે.
આપણે દરરોજ પસ્તાવો કરીને આપણા પાપોનું પ્રાયશ્ચિત કરી શકતા નથી. એકજ વાર ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના મૃત્યુ દ્વારા સર્વ લોકો માટે ઉદ્ધાર ઉપલબ્ધ છે. “હવે જ્યાં તેઓની ક્ષમા થઈ છે. ત્યાં પાપને માટે ફરીથી બીજા અર્પણની જરૂર નથી’ (હિબ્રૂ ૧૦:૧૮).
હવે આપણે ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભના બલિદાન દ્વારા છૂટકારા પર વિશ્વાસ કરવાનો છે. વિશ્વાસ કરો અને તમારો ઉદ્ધાર થઈ જશે.
રોમન ૫:૧-૨ કહે છે, ‘ત્યારે આપણને વિશ્વાસથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે, તેથી આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરની સાથે સમાધાન પામીએ છીએ. આ જે કૃપામાં આપણે સ્થિર છીએ, તે [કૃપા] માં [ઈસુ] ને આશરે પણ વિશ્વાસથી પ્રવેશ પામેલા છીએ. વળી આપણે ઈશ્વરના મહિમાની આશાથી આનંદ કરીએ છીએ.’
ન્યાયી ઠરાવનો બીજો કોઈ રસ્તો નથી, ફક્ત પાણી અને આત્માની ધન્ય સુવાર્તા પર વિશ્વાસ કરો.
ઈશ્વરની વ્યવસ્થાનો ઉદ્દેશ્ય
શું આપણે વ્યવસ્થા દ્વારા પવિત્ર થઈ શકીએ છીએ?
ના, આપણે નથી થઈ શકતા, વ્યવસ્થા ફક્ત આપણને પાપોની જાણકારી આપે છે.
હિબ્રૂ ૧૦:૯માં લખ્યું છે, ‘ત્યારે તેમણે કહ્યું, “જો તમારી ઈચ્છા પૂર્ણ કરવાને હું આવ્યું.” બીજાને સ્થાપવા માટે પહેલાને રદ કરે છે.’ આપણે નિયમો દ્વારા પવિત્ર થઇ શકતા નથી. તે ફક્ત આપણને પાપી બનાવે છે. પવિત્ર ઠરવા માટે ઈશ્વરનો અર્થ એવી નથી કે નિયમોનું પાલન કરવામાં આવે.
રોમન ૩:૨૦ કહે છે, ‘નિયમ દ્વારા પાપ વિષે જ્ઞાન થાય છે.’ ઇબ્રાહિમ સાથે કરાર કર્યાના ૪૩૦ વર્ષો પછી ઈશ્વરે મૂસા દ્વારા ઇસ્રાએલીઓને નિયમો આપ્યા. નિયમો એટલા માટે આપવામાં આવ્યાં કે જેથી તેઓ જાણે કે તેઓ ઈશ્વર સન્મુખ પાપ શું છે. ઈશ્વરના નિયમોની અનુપસ્થિતિમાં મનુષ્યોને પાપનું કોઈ જ્ઞાન નહોતું. ઈશ્વરે નિયમો એટલા માટે આપ્યા કે લોકો પાપને સમજી શકે.
નિયમોનો ઉદ્દેશ્ય ફક્ત એ હતો કે આપણે જાણી શકીએ કે ઈશ્વરની સામે આપણે સર્વ પાપી છીએ. આ જ્ઞાન દ્વારા આપણે ઈસુની પાસે પાણી અને આત્મા દ્વારા નવો જન્મ પામવાની સુવાર્તા દ્વારા પાછું આવવાનું છે. આ જ નિયમોનો ઉદ્દેશ્ય છે જે ઈશ્વરે આપણને આપ્યાં છે.
ઈસુ ઈશ્વરની ઉચ્ચા પૂરી કરવા માટે આવ્યો
આપણે ઈશ્વર આગળ શું કરવાનું છે?
આપણે ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરના છૂટકારા પર વિશ્વાસ કરવાનો છે.
‘જો તમારી ઈચ્છા પૂર્ણ કરવાને હું આવ્યું.” બીજાને સ્થાપવા માટે પહેલાને રદ કરે છે’ (હિબ્રૂ ૧૦:૯). કેમ કે આપણે નિયમો દ્વારા પવિત્ર બની શકતા નથી, ઈશ્વરે આપણને ફક્ત છોડાવ્યાં જ નથી પણ સંપૂર્ણ છૂટકારો પણ આપ્યો છે. ઈશ્વરે આપણને પોતાના પ્રેમ અને ન્યાયથી બચાવી લીધા છે.
‘તે ઇચ્છા વડે ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વાર અર્પણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે. વળી દરેક યાજક નિત્ય સેવા કરતાં તથા એ ને જ બલિદાનો બહુ વાર આપતાં ઊભો રહે છે, પરંતુ એ બલિદાનો પાપોને દૂર કરવાને કદી પણ સમર્થ નથી. પણ એ તો પાપોને માટે એક બલિદાન સદાકાળને માટે કરીને, ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે’ (હિબ્રૂ ૧૦:૧૦-૧૨).
તે ઈશ્વરના જમણે હાથે જઈને બેઠો કેમ કે તેનું ઉદ્ધારનું કાર્ય પૂરું થઈ ગયું છે અને હવે તેને બીજું કશું કરવાનું નથી. તેને હવે નથી તો બાપ્તિસ્મા લેવાનું, કે નથી તો આપણને બચાવવા માટે ફરીથી બલિદાન થવાનું.
હવે જગતના સઘળા પાપો ધોવાઈ ગયા છે, હવે તમે જે તેના પર વિશ્વાસ કરો છો. તેઓને તે અનંત જીવન આપે છે. હવે જેઓ પાણી અને અત્માની સુવાર્તા પર વિશ્વાસ કરે છે, તેઓને તે પોતાની મુદ્રા આપે છે.
ઈસુ આ જગતમાં આવ્યો અને જગતના સઘળા પાપોને પોતાની ઉપર લઈ લીધા અને વધસ્તંભ પર મર્યો. આ પ્રમાણે તેણે પોતાનું કાર્ય પૂરું કર્યું. હવે પ્રભુનું કાર્ય પૂરું થઈ ગયું અને તે પિતાને જમણે હાથે જઈને બેઠો છે.
આપણે આપણા ઈસુ પર વિશ્વાસ કરવાનો છે કે તેણે આપણને અનંતકાળના પાપોથી બચાવ્યા છે. તેણે પોતાના રક્ત અને બાપ્તિસ્મા દ્વારા આપણને હમેશા માટે સિદ્ધ કર્યા છે.
તેઓ જે ઈશ્વરના દુશ્મન બને છે
ઈશ્વરના દુશ્મન કોણ છે?
તેઓ જે ઈસુ પર વિશ્વાસ કરે છે, પણ છતાં જેઓના હૃદયમાં પાપ છે.
હિબ્રૂ ૧૦:૧૨-૧૪ કહે છે, ‘પણ એ તો પાપોને માટે એક બલિદાન સદાકાળને માટે કરીને, ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે. અને હવે પછી તેમના વૈરીઓને તેમનું પાદાસન કરવામાં આવે ત્યાં સુધી તે રાહ જુએ છે. કેમ કે જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓને તેમણે એક જ અર્પણથી સદાકાળને માટે પરિપૂર્ણ કર્યા છે.’
તેના દુશ્મનો હજી પણ કહે છે, ‘ઈશ્વર, કૃપા કરીને મારા પાપોને માફ કરો.’ શેતાન અને તેના અનુયાયી પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ નથી કરતા અને નિરંતર માફી માંગતા રહે છે.
આપણો પ્રભુ ઈશ્વર અત્યારે તેઓનો ન્યાય નહિ કરે. પણ જયારે ઈસુ ફરીથી આવશે, તે દિવસે તેઓ દોષી ઠરશે અને હંમેશા માટે નરકનો ડંડા મેળવશે. જ્યાં સુધી તેઓ પાસે પસ્તાવો કરીને છૂટકારો પામી ન્યાયી બનવાની આશા છે, ત્યાં સુધી ઈશ્વર સહન કરશે.
આપણા ઈસુ આપણા સઘળા પાપોને પોતાની ઉપર લઈને વધસ્તંભ પર ચઢ્યો, તેઓ માટે જેઓ તેના પર વિશ્વાસ કરે છે. જેઓ તેના પર વિશ્વાસ કરે છે તેઓને ઈસુ બીજીવાર છૂટકારો આપશે. ‘હે પ્રભુ કૃપા કરીને જલદી આવો.’ તે બીજી વાર આવશે અને તેઓને પોતાની સાથે લઈ જશે અને તેઓ સ્વર્ગમાં હંમેશા રાજ્ય કરશે.
જ્યારે પ્રભુ આવશે ત્યારે જે લોકો પાપી બન્યા રહેશે તેઓને સ્વર્ગમાં કોઈ સ્થાન નહિ મળે. અંતના દિવસે તેઓનો ન્યાય કરવામાં આવશે અને તેઓ નરકની આગમાં ફેકવામાં આવશે. આ દંડ તે લોકોની રાહ જોઈ રહ્યું છે જેઓ પાણી અને આત્મા દ્વારા નવા જન્મ પર વિશ્વાસ કરવાનો નકાર કરે છે.
જેઓ અસત્ય પર વિશ્વાસ કરે છે તેઓને પ્રભુ પોતાના દુશ્મન કહે છે. તેથી આપણે અસત્ય સામે લડવાનું છે. તેથી આપણે પાણી અને આત્મા દ્વારા નવું જીવન પામવાની ધન્ય સુવાર્તા પર વિશ્વાસ કરવાનો છે.
આપણે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવાનો જ છે
શું, હવે આપણે આપણા પાપો માટે પ્રાયશ્ચિત કરવાની જરૂર છે કે આપનું દેવું (પાપ) પૂર્ણ રીતે ચૂકવાઈ ગયું છે?
ના, બિલકુલ નહીં.
હિબ્રૂ ૧૦:૧૫-૧૬ કહે છે, “વળી પવિત્ર આત્મા પણ આપણને સાક્ષી આપે છે. કેમ કે તેમણે [પ્રથમ] કહ્યું હતું, “તે દિવસો પછી જે કરાર હું તેઓની સાથે કરીશ તે આ છે કે, હું મારા નિયમ તેઓના મનમાં મૂકીશ, અને તેઓના હ્રદયપટ પર તેઓને લખીશ, એમ પ્રભુ કહે છે.”
આપણા પાપોને દૂર કર્યા પછી ઈશ્વરે કહ્યું, ‘તે દિવસો પછી જે કરાર હું તેઓની સાથે કરીશ તે આ છે કે, હું મારા નિયમ તેઓના મનમાં મૂકીશ, અને તેઓના હ્રદયપટ પર તેઓને લખીશ, એમ પ્રભુ કહે છે.’ આપણે પહેલા તેના નિયમો દ્વારા જીવન જીવવાનો પ્રયાસ કર્યો, પણ આપણે નિયમો દ્વારા સંપૂર્ણ રીતે ઉદ્ધાર નથી મેળવી શકતા.
પછીથી આપણે જાણી શક્યા કે ઈસુ પહેલાંજ તેઓનો ઉદ્ધાર કરી ચુક્યા છે જેઓ પાણી અને આત્માની ધન્ય સુવાર્તા પર વિશ્વાસ કરે છે. જે કોઇપણ ઈસુના બાપ્તિસ્મા અને રક્ત પર વિશ્વાસ કરે છે તેઓ છૂટકારો મેળવે છે.
ઈસુ ઉદ્ધારનો પ્રભુ છે. ‘બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ નીચે માણસોમાં આપેલું નથી’ (પ્રેરિત ૪:૧૨). ઈસુ આપણા ઉદ્ધારકના રૂપમાં આ જગતમાં આવ્યા કેમ કે આપણે આપણા કર્મો દ્વારા બચી શકતા નથી. ઈસુએ આપણને બચાવ્યા અને આપણા હૃદયપટ પર પણ લખ્યું છે કે તેણે પોતાના પ્રેમના નિયમો અને ઉદ્ધારથી આપણને બચાવ્યા છે.
‘ત્યાર પછી [તે કહે છે કે], “તેઓનાં પાપનું તથા તેઓના અન્યાયનું હું ફરી સ્મરણ કરીશ નહિ.” હવે જ્યાં તેઓની ક્ષમા થઈ છે, ત્યાં પાપને માટે ફરીથી બીજા અર્પણની જરૂર નથી’ (હિબ્રૂ ૧૦:૧૭-૧૮).
હવે તે આપણા અન્યાયી કાર્યોને ફરીથી ક્યારેય સ્મરણ નહિ કરે. હવે તેણે આપણા સઘળા પાપોને લઈ લીધા છે, આપણ વિશ્વાસીઓ પાસે હવે કશું બાકી રહ્યું નથી જેના માટે માફી મળે. આપણું દેવું સંપૂર્ણ રીતે ચુકવવામાં આવ્યું છે, હવે કશુંજ બાકી રહ્યું નથી જેની ચુકવણી કરવાની હોય. ઈસુની સેવામાં વિશ્વાસ કરવા દ્વારા લોકો બચી જાય છે જે આપણને તેના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર વહાવેલા રક્ત દ્વારા બચાવે છે.
હવે આપણે ઈસુના પાણી અને રક્ત પર વિશ્વાસ કરવાનો છે, ‘તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે’ (યોહાન ૮:૩૨). તેથી ઈસુના ઉદ્ધાર પર વિશ્વાસ કરો. ઉદ્ધાર પામવો શ્વાસ લેવા જેટલું સરળ છે. તમારે ફક્ત જેવો તે છે તે રૂપમાં વિશ્વાસ કરવાનો છે. ઈશ્વરના વચન પર વિશ્વાસ કરવો એજ ઉદ્ધાર છે.
વિશ્વાસ કરો કે ઈસુ આપણો ઉદ્ધારક છે (ઈસુનું બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેનું મૃત્યુ), અને વિશ્વાસ કરો કે ઉદ્ધાર તમારો છે. તમારા પોતાના વિચારોનો નકાર કરો અને ફક્ત ઈસુના ઉદ્ધાર પર વિશ્વાસ કરો. હું પ્રાર્થના કરું છું કે તમે ખરેખર ઈસુ પર વિશ્વાસ કરો અને તે અનંત જીવન તરફ તમારું નેતૃત્વ કરવા માટે તૈયાર છે.