• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

વિષય ૩ : પાણી અને આત્માની સુવાર્તા

[3-8] ઈસુનું બાપ્તિસ્મા આપણા છૂટકારા માટે અનિવાર્ય પ્રક્રિયા છે ( માથ્થી ૩:૧૩-૧૭ )

ઈસુનું બાપ્તિસ્મા આપણા છૂટકારા માટે અનિવાર્ય પ્રક્રિયા છે(માથ્થી ૩:૧૩-૧૭)  
“ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવા માટે ગાલીલથી યર્દન [નદીએ] તેની પાસે આવ્યા. પણ યોહાને તેમને વારતાં કહ્યું, “તમારાથી મારે બાપ્તિસ્મા પામવું જોઈએ, ને શું તમે મારી પાસે આવો છો?” પણ ઈસુએ તેને ઉત્તર આપ્યો, “હમણાં એમ થવા દે; કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણ માટે ઘટિત છે.” ત્યારે તેણે તેમને બાપ્તિસ્મા પામવા દીધું. અને ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યા; અને જુઓ, તેમને માટે આકાશ ખૂલી ગયું, ને ઈશ્વરના આત્માને કબૂતરની જેમ ઊતરતો ને પોતા પર આવતો તેમણે જોયો. અને જુઓ, આવી આકાશવાણી થઈ,  “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્‍ન છું.”

 

યોહાન બાપ્તિસ્તનું બાપ્તિસ્મા

 
પસ્તાવો શું છે?
પાપી જીવનથી પાછાં ફરવું અને પવિત્ર થવા માટે ઈસુ પર વિશ્વાસ કરવો.

જગતમાં ઘણાં લોકો આ વાતથી અજાણ્યાં છે કે ઈસુ આ જગતમાં શા માટે આવ્યો અને શા માટે યોહાન દ્વારા બાપ્તિસ્મા લીધું? તેથી આવો, આપણે ઈસુના બાપ્તિસ્મા લેવાના ઉદ્દેશ્ય અને તેને બાપ્તિસ્મા આપનાર યોહાન બાપ્તિસ્ત વિષે ચર્ચા કરીએ. 
સર્વ પ્રથમ, આપણે તે વિષય પર વિચાર કરવાનો છે કે કોણે યોહાન બાપ્તિસ્તને યર્દન નદીમાં લોકોને બાપ્તિસ્મા આપવાની પ્રેરણા આપી. આ સર્વ માથ્થી ૩:૧-૧૨માં વર્ણિત છે કે યોહાન બાપ્તિસ્તે લોકોને તેઓના પાપથી મન ફેરાવીને, બાપ્તિસ્માના માધ્યમથી ઈશ્વર આગળ પાછો લાવતો હતો. જેનું કાર્ય હતું, પાપોથી મુક્ત થવામાં લોકોની મદદ કરાવી. 
‘પાસ્તા માટે હું પાણીએ તમારું બાપ્તિસ્મા કરું છું,’ (વચન ૧૧), રાનમાં પોકારનારની એવી વાણી કે, પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેના રસ્તા સીધા કરો’ (વચન ૩). યોહાન બાપ્તિસ્ત ઊંટના રુંઆનાનું વસ્ત્ર પહેરતો હતો, અને પોતાની કમર પર ચામડાનો પટો પહેરતો હતો, જેનું ભોજન હતું તીડો અને રાની મધ હતું. તે અરણ્યમાં ઊંચા અવાજે બાપ્તિસ્મા, પસ્તાવો અને મન ફેરવવા વિષેનો પ્રચાર કરતો હતો.
તે ઊંચા અવાજે લોકોને કહેતો હતો કે ‘પસ્તાવો કરો, દયાનો મસીહા (મનુષ્યોનો ઉદ્ધારક) આવી રહ્યો છે, તેના માટે માર્ગ સીધો કરો, અને વિદેશીઓના ઈશ્વરોની આરાધના બંદ કરો અને પ્રભુને પોતાના હૃદયમાં ગ્રહણ કરો.’
ક્યાંથી પાછું ફરવાનું છે? મૂર્તિ પૂજા અને દુષ્ટતાથી ભરેલા જીવનથી. તો આપણે શું કરવાનું છે? આપણે ઈસુના નામમાં બાપ્તિસ્મા લેવાનું છે, જેનાથી આપણે પવિત્ર થઈએ છીએ. યોહાન બાપ્તિસ્ત અરણ્યમાં પોકારતો હતો કે ‘મારા દ્વારા બાપ્તિસ્મા લઈને શુદ્ધ થઈ જાઓ. ઈસુ ખ્રિસ્ત, ઉદ્ધારક છે જે આ જગતમાં આવી રહ્યો છે.’ તેણે તમારા પાપો જુના કરારના ઈશ્વરના હાલવાનની જેમ પોતાની ઉપર ઉઠાવીને તમને પાપોથી શુદ્ધ કર્યા છે.
જુના કરારમાં, પાપબલી દ્વારા દરરોજના પાપોને બલી પશુના માથાં પર હાથ રાખવા દ્વારા તેના પર પારિત કરવામાં આવતા હતા. વર્ષમાં એકવાર પાસ્ખા પર્વના દિવસે મહાયાજક બકરાના માથાં પર હાથ રાખીને સર્વ ઇસ્રાએલના પાપોનું પ્રાયશ્ચિત કરવું પડતું હતું, આ પર્વ દર વર્ષે સાતમાં મહિનાના દસમાં દિવસે મનાવવામાં આવતો હતો (લેવી ૧૬:૧૯-૩૧).
તેવીજ રીતે, મનુષ્યજાતિના પાપોને ઈસુ ખ્રિસ્ત ઉપર બાપ્તિસ્મા દ્વારા નાખવામાં આવ્યા જેથી એકજ વારમાં સઘળા પાપો દૂર કરવામાં આવ્યા. યોહાન લોકોને આગ્રહ કરતો હતો કે તેઓ ઈસુ પાસે પાછા આવે અને તેના દ્વારા બાપ્તિસ્મા પ્રાપ્ત કરે. 
પ્રથમ મહત્વપૂર્ણ વાત, યોહાન બાપ્તિસ્તનું બાપ્તિસ્મા પસ્તાવાનું બાપ્તિસ્મા હતું, જેના દ્વારા ઇસ્રાએલીઓને ઈસુ પાસે પાછા લવાયા જે પછી આવવાનો હતો. પસ્તાવાનો અર્થ છે, પાપોથી પસ્તાવો કરીને પાછું ફરવું અને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો જેથી સઘળા પાપોથી માફી મળે. 
ઇસ્રાએલી પ્રજા એ આશાએ છૂટકારો મેળવશે કે મસીહા આવવાનો છે અને તેઓના પાપોને ધોઈ નાખશે. તેવીજ રીતે, આપણે પણ ઈસુ પર વિશ્વાસ દ્વારા છૂટકારો મેળવ્યો, આજથી ૨૦૦૦ વર્ષ પહેલાં ઈસુ સ્વર્ગથી આવ્યા અને તેણે જગતના સઘળા પાપો ધોઈ નાખ્યા. પરંતુ ઇસ્રાએલીઓએ જુના કરારમાં ઈશ્વરની વ્યવસ્થાને સંપૂર્ણપણે ત્યાગ કર્યો અને તેઓ ખોટી રીતે બલિદાન ચઢાવતા હતા અને તેઓ ખ્રિસ્તને ભૂલી ગયા હતા. 
તેથી યોહાન બાપ્તિસ્તે તેઓને ઈશ્વરના નિયમો અને ખ્રિસ્ત જે આવવાનો હતો તેના વિષે તેઓને ચેતાવતો હતો. તેથી તે લોકોને તે જ ઉદ્દેશ્યથી લોકોને બાપ્તિસ્મા આપતો હતો અને અંતમાં તેણે યર્દન નદીમાં ઈસુ ખ્રિસ્તને પણ બાપ્તિસ્મા આપ્યું. 
ઘણાં લોકો ઈશ્વરના નિયમોને ત્યાગવા અને મૂર્તિ પૂજા જેવા પાપોથી પ્રાયશ્ચિત કરતા, યોહાન પાસે આવીને બાપ્તિસ્મા લેતાં હતા. નિયમ અનુસાર બલિદાન અર્પણ કરવામાં ત્રણ પ્રકારના મહત્વપૂર્ણ અને અનિવાર્ય તત્વ હતા. જેમ કે જીવતું પશુ, હાથોને પશુ ઉપર રાખવું, અને તેનું રક્ત. જગતના સર્વ મનુષ્યો ઈસુ પર વિશ્વાસ કરવા દ્વારા બચ્યાં હતા. 
જયારે તેને ઘણાં ફરોશી અને સદૂકીઓને બાપ્તિસ્મા લેવા માટે પોતાની પાસે આવતા જોયા ત્યારે યોહાને તેઓને કહ્યું, “ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને કોણે તમને ચેતાવ્યા? તો પસ્તાવો [કરનારાને] શોભે એવાં ફળ આપો. અને તમારા મનમાં એમ ન વિચારો કે, ‘ઇબ્રાહિમ અમારો પિતા છે’, કેમ કે હું તમને કહું છું કે, આ પથ્થરોમાંથી ઈશ્વર ઇબ્રાહિમને માટે સંતાન ઉત્પન્‍ન કરી શકે છે’ (માથ્થી ૩:૭-૯).
આ ફરોશી સદૂકી તેમજ રાજનેતા અને મૂર્તિ પૂજકો પોતાને ઈશ્વરની સંતાન માનતા હતા, પરંતુ વાસ્તવિકતા એ હતી કે તેઓ ઈશ્વરના વચન પર વિશ્વાસ કરતા નહોતા. તેઓ બીજા ઈશ્વર પર અને પોતાના વિચારો પર જ વિશ્વાસ કરતા હતા. 
જ્યારે તેઓ બાપ્તિસ્મા લેવા માટે યોહાન બાપ્તિસ્ત પાસે આવ્યા, ત્યારે તેણે તેઓને કહ્યું, ‘તમારે અનુચિત બલિદાન ન ચઢાવવા જોઈએ, પરંતુ તમારા પાપોથી પસ્તાવો કરીને પાછા ફરો અને વિશ્વાસ કરો કે મસીહા આવશે અને તમને તમારા સઘળા પાપોથી પવિત્ર કરશે. આ વાતો તમારે તમારા પૂરા મનથી વિશ્વાસ કરવાની છે.’
પસ્તાવાનો અર્થ છે, ખોટા માર્ગથી પાછા ફરવું. સાચા વિશ્વાસનો અર્થ છે પાપોથી પાછા ફરવું તથા ખોટા વિશ્વાસનો ત્યાગ કરીને ઈસુ પાસે આવવું. આ ઈસુના બાપ્તિસ્માનો છૂટકારો અને વધસ્તંભ પર તેના ન્યાય પર વિશ્વાસ કરવો છે.
તેથી યોહાન બાપ્તિસ્ત ઇસ્રાએલીઓને જેઓ ઈશ્વરના નિયમો અને તેના બલિદાનનો ત્યાગ કરી ચુક્યા હતા તેઓને કહેતો હતો કે તેઓ ઈશ્વર પાસે પાછાં ફરે. યોહાન બાપ્તિસ્તની આ જ ભૂમિકા હતી, કે લોકો ઈસુ પાસે પાછા ફરે જેથી તેઓના પાપ માફ કરવામાં આવે અને તેઓ ઈસુ પર વિશ્વાસ કરે. 

 

શું તમે ઈસુ ખ્રિસ્તના બાપ્તિસ્મા દ્વારા પાપથી છૂટકારામાં વિશ્વાસ કરો છો?

 
સર્વ લોકોએ ઈસુની સામે શું કરવું જોઈએ?
તેઓએ પોતાના પાપોના છૂટકારા માટે ઈસુ પર વિશ્વાસ કરવો જોઈએ.

સર્વપ્રથમ ઈસુ ખ્રિસ્તે પોતાની સેવા પહેલા યોહાન દ્વારા બાપ્તિસ્મા લીધું. આ પ્રમાણે જગતના સઘળા પાપો પોતાની ઉપર લઈ લીધા. 
તેથી ઈસુનું બાપ્તિસ્મા ઈશ્વરના ઉદ્ધારની યોજનાનો આરંભ છે, અને સાથે જ ઈસુનું ન્યાયી કાર્ય છે જેનાથી સર્વ મનુષ્યોનના પાપોને તેણે ધોઈ નાખ્યા. ઈશ્વર તેઓને છૂટકારો આપે છે જેઓ સત્યતા પર વિશ્વાસ કરે છે કે ઈસુના બાપ્તિસ્માના માધ્યમથી જગતના પાપોને ઈસુએ પોતાની ઉપર લઈ લીધા. 
જ્યારે ઈસુએ આ જગતમાં આવીને યોહાન બાપ્તિસ્ત દ્વારા બાપ્તિસ્મા લીધું ત્યારે સ્વર્ગના રાજ્યની સુવાર્તાનો આરંભ થયો. માથ્થી ૩:૧૫માં જે રીતે વર્ણન છે કે ઈસુના બાપ્તિસ્માના સમયે સ્વર્ગ ઉઘડી ગયું, તે એવુજ છે જે લેવીય ૧:૧-૫માં પ્રાયશ્ચિત અને બલિદાન સંબંધિત જુના કરારમાં વર્ણન કરવામાં આવ્યું છે. 
જુના કરારની દરેક વાતો નવા કરાર સાથે જોડાયેલી છે. જેમ કે યશાયા ૩૪:૧૬માં વર્ણિત છે, ‘યહોવાના પુસ્તકમાં શોધ કરો અને વાંચો: તેઓમાંથી એક પણ ખૂટશે નહિ, તેઓમાંનું કોઈ પણ પોતાના સાથી વગરનું માલૂમ પડશે નહિ. કેમ કે [યહોવાના] મુખે તો આજ્ઞા આપી છે, ને તેમના આત્માએ તેમને એકઠાં કર્યા છે.’

 

જુનો અને નવો બંને કરાર મનુષ્યોના પાપોથી મુક્તિ અને પ્રાયશ્ચિત વિષે વર્ણન કરે છે


શું આપણા દરરોજના પાપો માટે આપણે દરરોજ પસ્તાવો કરવાનો છે?
ના! સાચો પસ્તાવો એ છે જે પોતાના પાપોને માનીને પોતાને ઈસુ તરફ પાછો વાળીને તેના બાપ્તિસ્મા પર વિશ્વાસ કરે છે જેથી તે છૂટકારો પ્રાપ્ત કરી શકે.

જુના કરારમાં પ્રત્યેક દિવસના પાપો માટે પાપબલીના માથાં પર હાથ મુકવા દ્વારા પાપોને તેની ઉપર પારિત લારવામાં આવતા હતા. ત્યારે તે બલિદાનના પશુનું રક્ત વહેવડાવવા દ્વારા પાપીઓના બદલામાં તેને દંડ આપવામાં આવતો હતો. અને વર્ષ ભરના પાપોને પણ પાપબલી પશુના માથાં પર હાથ રાખવા દ્વારા તેના ઉપર પારિત કરવામાં આવતા હતા. જેથી સર્વ મનુષ્યોના વર્ષ ભરના પાપોના દોષથી તેઓ મુક્ત થઈ શકે. 
નવા કરારમાં તેવીજ રીતે ઈસુ ખ્રિસ્તે આ જગતમાં આવીને યર્દન નદીમાં બાપ્તિસ્મા લીધું અને આખા જગતના લોકોના પાપો પોતાની ઉપર ઉઠાવી લીધા. તેથી જે વાતો જુના કરારમાં પ્રબોધકો દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવી હતી તે નવા કરારમાં પરિપૂર્ણ થઈ. 
યોહાન બાપ્તિસ્તે ઈસુને બાપ્તિસ્મા આપ્યું. તે ઈશ્વર દ્વારા જગતમાં ઈસુ ખ્રિસ્ત કરતા છ મહિના પહેલા મોકલવામાં આવ્યો. તે ઈશ્વરનો સેવક હતો, તેણે આ સાક્ષી આપી હતી કે ઈસુએ જગતના પાપોને પોતાની ઉપર ઉઠાવી લીધા, જે યોહાન ૧:૨૯માં આ પ્રમાણે લખેલું છે, ‘જુઓ, ઈશ્વરનું હલવાન જે જગતના પાપ દૂર કરે છે.’
યોહાન બાપ્તિસ્તે યર્દન નદીમાં ઈસુને બાપ્તિસ્મા આપવા દ્વારા જગતના પાપો ઈસુ ઉપર નાખી દીધા. આ પ્રમાણે ઈસુએ જગતના સઘળા મનુષ્યોના પાપો માટે પ્રાયશ્ચિત કર્યું. હવે આપણે ફક્ત તેના પર વિશ્વાસ કરવાનો છે. 
જગતના સઘળા પાપો ઈસુ ખ્રિસ્ત ઉપર નાખવામાં આવ્યા. ઈસુના શિષ્યોએ પ્રેરીતો ૩:૧૯માં આ પ્રમાણે કહ્યું છે, ‘માટે તમે પસ્તાવો કરો, ને ફરો, જેથી તમારાં પાપ ભૂંસી નાખવામાં આવે, અને એમ પ્રભુની હજૂરમાંથી તાજગીના સમયો આવે.’
શિષ્યો આપણને સમજાવવા માટે આગ્રહ કરી રહ્યાં છે કે શા માટે યોહાન બાપ્તિસ્તે ઈસુને બાપ્તિસ્મા આપ્યું. તેણે તે લોકોને કહ્યું કે તેઓ તેનું અનુસરણ કરે? તેણે કહ્યું, ‘પસ્તાવો કરો અને પાછાં ફરો અને ઈસુના છૂટકારાના બાપ્તિસ્મા પર વિશ્વાસ કરો અને પોતાના પાપોથી છૂટકારો મેળવો.’ 
ઈસુ ખ્રિસ્ત જગતમાં આવ્યા અને તેણે પોતાના બાપ્તિસ્મા દ્વારા આપણા પાપો ઈસુ પર નાંખી દીધા. તેથી ઈશ્વરનો કરાર ઈસુના બાપ્તિસ્મા દ્વારા પરિપૂર્ણ થઈ. જેમ માથ્થી ૩:૧૩-૧૭માં વર્ણન છે. 
“ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવા માટે ગાલીલથી યર્દન [નદીએ] તેની પાસે આવ્યા. પણ યોહાને તેમને વારતાં કહ્યું, “તમારાથી મારે બાપ્તિસ્મા પામવું જોઈએ, ને શું તમે મારી પાસે આવો છો?” પણ ઈસુએ તેને ઉત્તર આપ્યો, “હમણાં એમ થવા દે; કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણ માટે ઘટિત છે.” ત્યારે તેણે તેમને બાપ્તિસ્મા પામવા દીધું. અને ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યા; અને જુઓ, તેમને માટે આકાશ ખૂલી ગયું, ને ઈશ્વરના આત્માને કબૂતરની જેમ ઊતરતો ને પોતા પર આવતો તેમણે જોયો. અને જુઓ, આવી આકાશવાણી થઈ,  “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્‍ન છું.”
ઈશ્વરની ઉદ્ધારની યોજના પૂરી કરવા માટે ઈસુ ખ્રિસ્ત પોતે યોહાન બાપ્તિસ્ત પાસે બાપ્તિસ્મા લેવા માટે આવે છે. યોહાન બાપ્તિસ્ત ઈશ્વરનો એક વિશેષ સેવક હતો. જેમ લૂક અધ્યાય ૧માં લખેલું છે કે તે યોહાન પ્રથમ મહાયાજક હારૂનના વંશનો હતો. ઈશ્વરે યોહાનને જે હારૂનના વંશનો હતો, તેની પસંદગી કરી કેમ કે તે સર્વ મનુષ્યજાતિના પ્રતિનિધિના રૂપમાં ન્યાયીપણાને પરિપૂર્ણ કરવાના ઉદ્દેશ્યથી અલગ કરવામાં આવ્યો હતો. 
તેથી ઈશ્વરે ઈચ્છ્યું કે યોહાન એક મહાયાજકના ઘરમાં ઈસુના છ મહિના પહેલા જન્મ લે. યોહાને ઈસુ માટે માર્ગ સીધો કરવાનું કાર્ય કર્યું. અરણ્યમાં બૂમ પાડતાં તેણે કહ્યું કે ‘હે સર્પના વંશજો, પસ્તાવો કરો અને પાછા ફરો. જે મસીહ આવશે તેની પાસે પાછા ફરો અથવા તો તે તમને કાપીને આગની ભઠ્ઠીમાં નાખશે. તેના બાપ્તિસ્મા અને વહાવેલાં રક્ત પર વિશ્વાસ કરો, પસ્તાવો કરો અને બાપ્તિસ્મા લો. ત્યારે તમે બચાવવામાં આવશે.’
છૂટકારાની સુવાર્તા સ્પષ્ટપણે પ્રેરીતો ૩:૧૯માં લખવામાં આવ્યું છે, જ્યારે યોહાન બાપ્તિસ્તે મનુષ્યોના પાપો વિષે ઊંચા અવાજે કહ્યું ત્યારે ઘણાં લોકોએ પસ્તાવો કર્યો અને બાપ્તિસ્મા લીધું. 
કેમ કે યોહાને સર્વ મનુષ્યજાતિના પાપો ઈસુ ઉપર નાખ્યાં અને સઘળા પાપો એકજ વારમાં દૂર થયા. કેમ કે યોહાન બાપ્તિસ્તે સાક્ષી આપી હતી કે ઈસુએ સઘળા મનુષ્યોના પાપો પોતાની ઉપર લઈ લીધા. આપણે જાણીએ છીએ કે આપણે તેના પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવા દ્વારા છૂટકારો પ્રાપ્ત કરી શકીએ છીએ. 

 

શા માટે યોહાન બાપ્તિસ્તને ઈસુ પહેલા આવવું પડ્યું તેનું કારણ


‘એમ થવા દે’ નો શો અર્થ છે?
૧. સૌથી યોગ્ય
૨. સૌથી ઉપયુક્ત
૩. ફક્ત આજ રીતે અતિ આવશ્યક 
(બીજો કોઈ રસ્તો નથી)

જેઓના પાપોની માફી ઈસુ ખ્રિસ્ત પર ઉદ્ધારકનાં રૂપમાં વિશ્વાસ કરવાથી થઈ છે તેઓ પોતાના ઉદ્ધારની સાક્ષી માથ્થીની સુવાર્તા દ્વારા ઈસુના બાપ્તિસ્મા દ્વારા કહી શકે છે. જેમ કે માથ્થી ૩:૧૫-૧૬ અનુસાર ઈસુ યોહાન પાસે આવીને કહે છે, ‘મને બાપ્તિસ્મા આપ.’ ત્યારે યોહાને ઉત્તર આપ્યો, “તમારાથી મારે બાપ્તિસ્મા પામવું જોઈએ, ને શું તમે મારી પાસે આવો છો?” 
તે યોહાન જ હતો જેણે ઓળખ્યું કે ઈસુ કોણ છે, અને તેને બાપ્તિસ્મા આપ્યું. યોહાન ઈશ્વરનો સેવક હતો જેને ઈશ્વરે એટલા માટે મોકલ્યો કે તે સઘળી મનુષ્યજાતિના પાપોને ઈસુ પર પારિત કરે. કેમ કે ઈસુ ‘ખ્રિસ્ત’ જુના કરારની ભવિષ્યવાણીને પૂરી કરવા માટે આવ્યો હતો. તેથી ઈસુએ યોહાનને કહ્યું કે તે તેને બાપ્તિસ્મા આપે જેના દ્વારા તે સર્વ મનુષ્યજાતિના પાપોને પોતાની ઉપર લઈ શકે. 
કેમ? કેમ કે ઈસુ ઈશ્વરનો પુત્ર છે, તે સૃષ્ટિકર્તા અને ઉદ્ધારક છે, તે આ જગતમાં એટલા માટે આવ્યો કે તે સર્વ મનુષ્યજાતિના પાપોને ધોઈને દૂર કરે, જેથી સઘળા લોકો બચી શકે. તેથી તેણે બાપ્તિસ્મા લીધું. 
‘આમ’ ઈસુને યોહાન બાપ્તિસ્ત દ્વારા બાપ્તિસ્મા આપવામાં આવ્યું જેથી તે સઘળા મનુષ્યોના પાપોને ધોઈ શકે. તે આપણા પાપો માટે વધસ્તંભ પર શ્રાપિત થયો. ઈસુનું બાપ્તિસ્મા આપણા ઉદ્ધારની સાક્ષી છે. જેમ જુના કરારમાં પ્રતિજ્ઞા કરવામાં આવી છે, કે સઘળા પાપોને પાપબલીના હલવાન પર નાખવામાં આવશે. ઈશ્વરનો પુત્ર હલવાન બન્યો જેણે સઘળા મનુષ્યોના પાપોને પોતાની ઉપર ઉઠાવી લીધા. 
તેથી બંને કાર્યોં જેમ કે જુના કરારમાં હાથ મુકવા અને નવા કરારમાં ઈસુ ખ્રિસ્તના બાપ્તિસ્મા દ્વારા પાપો પારિત કરવા અને તેના દ્વારા જેઓ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરે છે તેઓને અનંત ઉદ્ધાર આપવો, બંને એકજ ઘટનાને દર્શાવે છે. 
 
 

ઈસુ ખ્રિસ્તના બાપ્તિસ્માએ આપણા સઘળા પાપો ધોઈ નાખ્યાં છે


આપણે કેવી રીતે ઈસુને ધારણ કરીએ?
તેના બાપ્તિસ્મા દ્વારા.

જ્યારે ઈસુ બાપ્તિસ્મા પ્રાપ્ત કરવા ઈચ્છતો હતો, ત્યારે યોહાન બાપ્તિસ્ત તેને આ કહેવા દ્વારા રોકવા માંગતો હતો કે “તમારાથી મારે બાપ્તિસ્મા પામવું જોઈએ, ને શું તમે મારી પાસે આવો છો?” 
પણ ઈસુએ તેને ઉત્તર દીધો કે એમ થવા દે, હમણાં એમ થવા દે, કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણને ઘટારત છે. હમણાં એમ થવા દે, તેણે આદેશ આપ્યો અને યોહાનને કહ્યું કે તું સર્વ મનુષ્યજાતિના પાપોને મારી ઉપર નાંખી દે જેથી જેઓ મારા પાણીના છૂટકારાની સુવાર્તા પર વિશ્વાસ કરે છે તેઓને હું મારી પાસે પાછાં લાવી શકું. પછી મારો ન્યાય તે સર્વ લોકોના પાપો માટે હશે જેઓ મારા મારા પર વિશ્વાસ કરે છે અને મારા બાપ્તિસ્મા પર પણ વિશ્વાસ કરે છે, તેઓ બચી જશે. બાપ્તિસ્મા દ્વારા જગતના સઘળા પાપો મારી ઉપર નાંખી દે. જેથી આવનાર યુગો સુધી જે કોઈ મારા પર વિશ્વાસ કરે, તેઓ પણ પાપથી છૂટકારો મેળવે. તેથી હમણાં એમ થવા દે.
ઈસુએ યોહાન બાપ્તિસ્ત દ્વારા બાપ્તિસ્મા મેળવ્યું. તે બાપ્તિસ્મા ઈશ્વરનું ન્યાયીપણું અને તેના છૂટકારાના નિયમ અંતર્ગત હતું. કેમ કે સઘળા પાપો ઈસુ પર ત્યારેજ નાખવામાં આવ્યા જ્યારે તેણે બાપ્તિસ્મા લીધું. આપણે પણ તે જ સમયે છૂટકારો મેળવી શકીએ છીએ, જ્યારે આપણે ઈસુ પર વિશ્વાસ કરીને બાપ્તિસ્મા લઈએ છીએ. કેમ કે તેણે હાથ મૂકવા દ્વારા આપણા સઘળા અન્યાયોને પોતાની ઉપર લઈ લીધા. તે આપણા પાપોને લીધે વધસ્તંભ પર મર્યો, અત્યારે તે ઈશ્વરની જમણી બાજુએ બેઠો છે. આપણે પાણી અને આત્માના છૂટકારા પર વિશ્વાસ કરવા દ્વારા બચી શકીએ છીએ. 
ઈસુએ આપણને જગતના સઘળા પાપોથી બચાવ્યા છે. આપણે ઈસુ પર વિશ્વાસ કરવા દ્વારા બચી શકીએ છીએ કેમ કે તેણે આપણા સઘળા પાપો પોતાની ઉપર લઈ લીધા અને પાપના મૂસારને વધસ્તંભ પર ચૂકવ્યો. ઈસુ ખ્રિસ્તનું બાપ્તિસ્મા જ છૂટકારાનો આરંભ છે. 
બાઈબલમાં છૂટકારાના બાપ્તિસ્માનું વર્ણન ઘણી જગ્યાએ છે અને સંત પાઉલ પણ ગલાતીઓની પત્રીમાં કહે છે કે તે ઈસુ સાથે વધસ્તંભ પર ચઢ્યો કેમ કે તેણે ઈસુમાં બાપ્તિસ્મા દ્વારા તેને ધારણ કર્યો હતો. સંત પાઉલ પોતાના વિશ્વાસ વિષે કહે છે કે ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના મૃત્યુ દ્વારા તેને છૂટકારો મળ્યો છે. 


“હમણાં એમ થવા દે”

યોહાન બાપ્તિસ્તની ભૂમિકા કઈ હતી?
તેનું મૂક્ય કાર્ય એ હતું કે જે સર્વ મનુષ્યજાતિના યાજકના રૂપમાં જગતના પાપોને ઈસુ ઉપર પારિત કરે.

ઈસુએ કહ્યું, ‘કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણ ઘટિત છે.’ સર્વ ન્યાયીપણુંનો અર્થ છે કે સઘળા પાપોને તેના બાપ્તિસ્મા દ્વારા દૂર કરવામાં આવ્યા જેથી લોકોને હૃદયથી પાપરહિત બનાવી શકાય. ‘’ત્યારે તેણે તેમને બાપ્તિસ્મા પામવા દીધું.’ ઈસુએ યર્દન નદીમાં બાપ્તિસ્મા લીધું. 
જેમ મહાયાજક પોતાના હાથો બકરાના માથાં પર રાખતો હતો તેમજ યોહાન બાપ્તિસ્તે ઈસુનાં માથાં પર પોતાના હાથ રાખ્યા અને તેણે આવું કરવા દ્વારા જગતના સઘળા પાપોને ઈસુ પર નાખી દિશા. યોહાન બાપ્તિસ્ત એક મહાયાજક હતો જેણે જગતના સઘળા પાપો ઈસુ પર નાંખી દિશા. આવું કરવા દ્વારા તેણે મનુષ્યજાતિના પ્રતિનિધિના રૂપમાં કાર્ય કર્યું. તેણે કહ્યું કે ‘હે ઈશ્વર હું જગતના સઘળા પાપો તમારા હલવાન ઉપર નાખી રહ્યો છું.’ આમ આ રીતે સર્વ મનુષ્યજાતિના પાપો ઈસુ પર નાખવામાં આવ્યા છે. 
યોહાન બાપ્તિસ્તે ઈસુના માથાં પર પોતાના હાથો રાખ્યાં અને તેને પાણીમાં ડુબાડ્યો. અને જેવો ઈસુ પાણીમાંથી ઉપર આવ્યો ત્યારે તેણે પોતાનો હાથ હટાવી લીધો. ઈસુનું બાપ્તિસ્મા ઉદ્ધારની ધાર્મિકતા માટે હતું. આમ ઈસુ સમગ્ર મનુષ્યજાતિને બચાવી શકે છે જેઓ તેના પર વિશ્વાસ કરે છે. 


આકાશ ઉઘડ્યું અને આકાશમાંથી આકાશવાણી થઈ

કયા સમયથી સ્વર્ગનું રાજ્ય ઉઘડી ગયું?
યોહાન બાપ્તિસ્તના વખતથી (માથ્થી ૧૧:૧૨)

“અને ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યા; અને જુઓ, તેમને માટે આકાશ ખૂલી ગયું, ને ઈશ્વરના આત્માને કબૂતરની જેમ ઊતરતો ને પોતા પર આવતો તેમણે જોયો. અને જુઓ, આવી આકાશવાણી થઈ,  “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્‍ન છું” (માથ્થી ૩:૧૬-૧૭).
જ્યારે ઈસુએ પોતાના બાપ્તિસ્મા દ્વારા જગતના સઘળા પાપો પોતાની ઉપર ઉઠાવી લીધા ત્યારે સ્વર્ગ તેના માટે ઉઘડી ગયું. આમ ઈશ્વરનો કરાર જે તેણે હજારો વર્ષ પહેલા સ્થાપિત કર્યો હતો, તે યર્દનમાં તેના બાપ્તિસ્મા લેવા દ્વારા પરિપૂર્ણ થઈ. 
આ રીતે ઈસુએ ઈશ્વરનું હલવાન બનીને જગતના લોકોને તેઓના પાપોથી બચાવ્યા. જગતના સઘળા પાપો તેની ઉપર નાખવામાં આવ્યા અને તેણે ઈશ્વરની ઈચ્છાને પરિપૂર્ણ કરી. 
યોહાન ૧:૨૯માં તેની સાક્ષી પણ આપવામાં આવી છે. ‘જુઓ, ઈશ્વરનું હાલવાન જે જગતના પાપ દૂર કરે છે.’ કેમ કે સઘળા પાપોને ઈસુ પર નાખવામાં આવ્યા. ઈસુ ઈશ્વરનું હલવાન હતો. તે વધસ્તંભને પોતાની ઉપર ઉઠાવીને ગુલગુથા તરફ ચાલી પડ્યો અને ત્રણ વર્ષ સુધી પોતાના ખંભા પર તે બોજો ઉઠાવીને બાપ્તિસ્મા બાદ જ્યાં પણ ગયો ત્યાં તેણે લોકોને કહ્યું કે, જેઓએ વિશ્વાસથી તેને ગ્રહણ કર્યો છે તેઓના પાપ માફ થયા છે. 
યોહાન ૮:૧૧માં તેણે વ્યાભિચારમાં પકડાયેલી સ્ત્રીને કહ્યું, ‘હું પણ તને દોષિત નથી ઠરાવતો.’ તેણે તેને દંડ ન આપ્યો કેમ કે જેને દંડ મળ્યો તે ઈસુ હતો, જેણે જગતના સઘળા પાપો પોતાની ઉપર ઉઠાવ્યા હતા. તેથી તેણે સર્વ લોકોને કહ્યું કે તે પાપીઓનો ઉદ્ધારક છે. 
કેમ કે તે ઈશ્વરનો પુત્ર છે જેણે આપણા પાપોને પોતાની ઉપર ઉઠાવી લીધા. જગતના સઘળા વિશ્વાસીઓ તેના દ્વારા જ પવિત્ર બન્યા છે. જયારે તેણે બાપ્તિસ્મા લીધું ત્યારે આકાશ ઉઘડી ગયું, ત્યારે સ્વર્ગના દ્વાર ખુલી ગયા. જેકોઈ પણ ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ કરે તે નિશ્ચિતપણે તેમાં પ્રવેશ કરશે. 

 

ઈસુએ પોતાના બાપ્તિસ્મા દ્વારા જગતના સઘળા પાપોને પોતાની ઉપર ઉઠાવ્યા, જેના પછી તેને વધસ્તંભ પર ચઢાવવામાં આવ્યો.


કઈ રીતે ઈસુએ શેતાનના માથાને છુંદી નાખ્યું?
આપણા સર્વ પાપોને બદલે દંડ ઉઠાવીને મૃત્યુથી પુનરુત્થાન દ્વારા તેણે શેતાનના માથાંને છુંદી નાખ્યું.

કેમ કે સઘળા અપરાધો ઈસુના માથાં પર નાખવામાં આવ્યા હતા, જેથી ઈસુએ વધસ્તંભ પર દંડ પ્રાપ્ત કર્યો. જ્યારે તે વધસ્તંભ પર સહન કરવાની પીડા વિષે વિચારે છે ત્યારે તે વ્યાકુળ થઈ ગયો અને દુઃખથી ભરાઈ ગયો, અને જ્યારે તે ગેત્સ્માની બાગમાં પ્રાર્થના કરી રહ્યો હતો ત્યારે તેના માથાં પરથી પરસેવાના રૂપમાં લીહીના ટીપાં પડતા હતા. તેણે આ પ્રમાણે મોટા અવાજમાં કહ્યું; ‘“ઓ મારા પિતા, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો” (માથ્થી ૨૬:૩૯). મેં બાપ્તિસ્મા દ્વારા જગતના સઘળા પાપોને મારી ઉપર લઈ લીધાં છે, પરંતુ મને તેના બદલેની મૃત્યુમાંથી છોડાવી લે. પરંતુ ઈશ્વર પિતાએ કોઈ ઉત્તર આપ્યો નહિ. 
જુના કરારમાં પ્રાયશ્ચિતનાં દિવસે પાપબલીનું જે પશુ હતું તેને મારવામાં આવતું હતું જેથી તેના રક્તને મહાયાજક દ્વારા દયાસન સામે છાંટવામાં આવે. તેવીજ રીતે ઈસુએ પણ વધસ્તંભ પર મૃત્યુ દ્વારા ઈશ્વરની ઈચ્છાને પૂરી કરી. 
વેદી ઈશ્વરના ન્યાયનું સિંહાસન છે અને પાપબલીનું રક્ત જીવન છે. અને તે રક્તને સાતવાર દયાસન પર છાંટવાનો અર્થ છે કે સઘળા અપરાધો પાપબલી પર નાંખી દેવામાં આવ્યા (લેવી ૧૬:૧-૨૨).
ઈસુએ ઈશ્વરને પ્રાર્થના કરી કે આ દુઃખનો કટોરો મારી પાસેથી લઈ લે, પરંતુ ઈશ્વરે આવું થવા ન દીધું. પછી ઈસુએ અંતમાં આ પ્રાર્થના કરી, “તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ” (માથી ૨૬:૩૯). તેણે ઈશ્વરને પ્રાર્થના કરી કે તે તેવુજ કરે જે ઉચિત હોય. તેણે પ્રાર્થના કરવાનું બંધ કર્યું અને તે પિતાની ઈચ્છા અનુસાર ચાલવા લાગ્યો. 
ઈસુએ પોતાની ઈચ્છાની જગ્યાએ ઈશ્વર પિતાની ઈચ્છાનું પાલન કેમ કર્યું? કેમ કે જો તેણે વધસ્તંભ પર દુઃખ ઉઠાવીને દંડ સહન ન કર્યો હોત તો કદાચ ઉદ્ધારનું કાર્ય પોરું થયું નહોત. તેને વધસ્તંભ પર ચઢાવવામાં આવ્યો કેમ કે તેણે બાપ્તિસ્મા દ્વારા જગતના સઘળા પાપોને પોતાની ઉપર ઉઠાવી લીધા ‘કેમ કે પાપનો મૂસારો મરણ છે, પણ ઈશ્વરનું વરદાન આપણા ખ્રિસ્ત ઈસુમાં અનંત જીવન છે’ (રોમન ૬:૨૩).
ઈશ્વરે પોતાના કરારને પૂર્ણ કર્યો જે તેણે સ્થાપિત કરી હતી કે તે એક ઉદ્ધારકને મોકલશે જે સર્વ મનુષ્યજાતિના પાપોને હાથ મૂકવા દ્વારા પોતાની ઉપર લઈ લેશે. ઈસુએ પોતાના બાપ્તિસ્મા દ્વારા ઈશ્વરની આજ્ઞાને પૂરી કરી અને ન્યાયને આપણી જગ્યાએ તેણે પોતાની ઉપર લઈ લીધો. 
આ ઉત્પત્તિ ૩:૧૫ની ભવિષ્યવાણીની પરિપૂર્ણતા છે જે આ પ્રમાણે છે, ‘અને તારીને સ્ત્રીની વચ્ચે તથાં તારાં સંતાન અને તેનાં સંતાન વચ્ચે હું વેર કરાવીશ, તે તારું માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.’ ઈશ્વરે આદમને વાયદો કર્યો હતો કે તે મસીહાને સ્ત્રીના વંશથી મોકલશે અને તે શેતાનના સર્વ સામર્થને હરાવીને મનુષ્યજાતિને નરકમાં જતા રોકશે. 
જ્યારે આપણે જાણીએ છીએ કે ઈસુએ પોતાના બાપ્તિસ્મા તથા વધસ્તંભ પર મૃત્યુ દ્વારા આપણા સઘળા પાપોને ધોઈ નાખ્યાં અને આપણને દંડથી છોડાવ્યાં. 
તેથી આપણે ખરા હૃદયથી ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના મૃત્યુ પર વિશ્વાસ કરવો જોઈએ. આના પર મનથી વિશ્વાસ કરો, ત્યારે જ આપણે બચાવવામાં આવીશું. 

 

ઈસુ ખ્રિસ્તનું બાપ્તિસ્મા સ્વર્ગીય સુવાર્તાનો આરંભ છે 


સ્વર્ગારોહણ પહેલા ઈસુનો અંતિમ આદેશ શું હતો?
તેણે પોતાના શિષ્યોને આદેશ આપ્યો કે ‘જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા, તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે બાપ્તિસ્મા આપતા જાઓ.’

ઈસુનું બાપ્તિસ્મા સુવાર્તાનો આરંભ છે. અને તેણે પોતાના રક્ત અને બાપ્તિસ્મા દ્વારા પાપીઓને બચાવ્યા. માથ્થી ૨૮:૧૯માં આ પ્રમાણે લખ્યું છે, ‘જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે બાપ્તિસ્મા આપતા જાઓ.’ ઈસુએ શિષ્યોને સાક્ષી આપવાનું કહ્યું કે પિતા, પુત્ર અને પવિત્ર આત્માએ સર્વ મનુષ્યજાતિને તેઓના પાપોથી છોડાવીને તેઓને પોતાના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા બચાવ્યાં છે. 
ઈસુએ તેઓને અધિકાર આપ્યો કે તેઓ સર્વ મનુષ્યોને શિષ્ય કરે અને તેઓને ઈસુના બાપ્તિસ્મા વિષે શિક્ષા આપે, છૂટકારાનું બાપ્તિસ્મા તેમજ જગતના પાપોને ધોઈ નાખવાના બાપ્તિસ્મા વિષે શીખવે. 
આજથી લગભગ ૨૦૦૦ વર્ષ પહેલા ઈસુ આ જગતમાં દેહ ધારણ કરીને આવ્યો અને યોહાન બાપ્તિસ્તના હાથોથી બાપ્તિસ્મા લીધું. ઈસુના બાપ્તિસ્માથી જગતના સઘળા પાપો સાથે સાથે આપણા પાઓને તેની ઉપર નાખવામાં આવ્યા. 
કેટલા પાપો તેના માથે નાખવામાં આવ્યા? તે કહે છે કે ભૂતકાળના પાપોને પણ તેની ઉપર નાખવામાં આવ્યા. આપણા નાનપણના પાપો અને સર્વ યુગના પાપોને પણ, વર્તમાન, ભૂતકાળ, ભવિષ્યના સઘળા પાપોને ત્યાં સુધી કે આદમથી લઈને અત્યાર સુધીના સર્વ પાપોને પણ તેના ઉપર નાખવામાં આવ્યા. 
હવે આપણે કઈરીતે પાપરહિત રહી શકીએ છીએ? કેમ કે ઈસુએ પોતાના બાપ્તિસ્મા દ્વારા આપણા તેમજ જગતના સર્વ પાપોને પોતાની ઉપર લઈ લીધા. તેથી સઘળા વિશ્વાસી વ્યક્તિઓ પોતાને પાપથી મુક્ત કરીને સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ કરશે. 
જેમ યોહાન ૩:૨૧માં લખેલું છે, ‘જે સત્ય કરે છે તે પોતાના કામ ઈશ્વરથી કરાયા છે એ પ્રગટ થાય માટે અજવાળા પાસે આવે છે’ (યોહાન ૩:૨૧).
ઈસુ આપણા સર્વ પાપોને પોતાના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર રક્ત વહેવડાવવા દ્વારા અને તેનું મૃત્યુ અને પુનરુત્થાન દ્વારા સાફ કર્યા. તેથી આપણે તેના બાપ્તિસ્મા તથા વધસ્તંભ પર તેની મૃત્યુ પર વિશ્વાસ કરીને આપણે પાપોથી બચી શકીએ છીએ. આ જ છૂટકારાનો વિશ્વાસ છે. 
જયારે આપણે ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના મૃત્યુ પર પર વિશ્વાસ કરતે હૈ, ત્યારે આપણે તે વિશ્વાસ દ્વારા બચી જઈએ છીએ. જ્યારે આપણે ઈસુ પર સાચો વિશ્વાસ કરીએ છીએ, ત્યારે શું આપણે ન્યાયી છીએ કે પાપી?ઉત્તર છે, આપણે ન્યાયી લોકો છીએ. શું આપણે અપૂર્ણ મનુષ્ય હોવા છતાં પાપરહિત છીએ? હા, આપણે પાપરહિત છીએ. જ્યારે આપણે ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના દુઃખ સહન કરવા પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણે તેના પર સંપૂર્ણ વિશ્વાસ કરીએ છીએ. 


ઈસુના નામથી બાપ્તિસ્મા પામવું અને બાપ્તિસ્મા આપવું

સ્વર્ગના રાજ્યની સુવાર્તાનો આરંભ શું છે?
ઈસુનું બાપ્તિસ્મા

કેમ કે મનુષ્ય અપૂર્ણ પાપી છે, તેથી ઈશ્વરના સેવક જયારે ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ કરે છે તેઓને તે બાપ્તિસ્મા આપે છે. અને તેના વિશ્વાસની ખાતરી કરે છે. 
સર્વપ્રથમ સેવક નવો જન્મ પામેલા વ્યક્તિના માથાં પર પોતાના હાથ રાખીને પ્રાર્થના કરે છે અને તેના માટે આશીર્વાદ માંગે છે, જેથી આગળ જીવનભર તે ઈશ્વરની આરાધના કરતો રહે. ત્યારે તે તેને ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, અને ઈશ્વર પવિત્ર આત્માના નામથી બાપ્તિસ્મા આપે છે. 
આપણે વિશ્વાસના આધાર પર ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત દ્વારા બાપ્તિસ્મા પ્રાપ્ત કર્યું છે. આ બાપ્તિસ્મા એ વાતનું પ્રતિક છે કે આપણા સઘળા પાપો ઈસુ પર નાખવામાં આવ્યા છે. અને તે બાપ્તિસ્મા પ્રાપ્ત કરેલો વ્યક્તિ ઈસુ સાથે મર્યો અને તેની સાથે જીવિત થયો. 
બાપ્તિસ્મા પ્રાપ્ત કરવાનું તાત્પર્ય છે કે તે વ્યક્તિ પોતાના વિશ્વાસની ઘોષણા કરે છે, કે તેના સઘળા પાપો તેના બાપ્તિસ્મા દ્વારા ઈસુ પર નાખવામાં આવ્યા. ઈસુએ તેના પાપોના બદલે વધસ્તંભ પર દંડ પ્રાપ્ત કર્યો. અને તે તેની સાથે જીવિત પણ થયો. આ જ વિશ્વાસને આ વ્યક્તિ ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, અને ઈશ્વર પવિત્ર આત્માની સામે ઘોષણા કરે છે કે તે પાણી અને આત્મા દ્વારા નવો જન્મ પામી ચુક્યો છે. 
જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે, તે એ વાત માટે કે ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર વહાવવામાં આવેલા રક્ત દ્વારા તેઓ જગતના સઘળા પાપોથી બચી ગયા છે, તેથી તેઓએ પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામથી બાપ્તિસ્મા પ્રાપ્ત કર્યું. 
જેમ બાઈબલ કહે છે, ‘જે જુનું હતું તે સર્વ જતું રહ્યું છે; જુઓ તે નવું થયું છે’ (૨ કરિંથી ૫:૧૭). આપણા અંદરની જૂની વાતો વીતી ગઈ છે અને આપણે નવો જન્મ પ્રાપ્ત કરીને વિશ્વાસ દ્વારા નવા બની ગયા છીએ. અને આપણા હૃદયની નિશ્ચિતતા માટે આપણે બાપ્તિસ્મા લીધું છે. આપણે ઈસુમાં તેના બાપ્તિસ્મા પર વિશ્વાસ કરીને તેના જ નામે બાપ્તિસ્મા લીધું છે.


ઈસુનું બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના રક્ત વહાવ્યાં દ્વારા નવો જન્મ પામ્યાં પછીનું જીવન

નવો જન્મ પામેલા લોકો શા માટે જીવિત છે?
ઈશ્વરના રાજ્ય, તેનું ન્યાયીપણું, અને સુવાર્તાને સમગ્ર જગતમાં પ્રસાર કરવા માટે જીવિત છે.

નવો જન્મ પ્રાપ્ત કરી અને છૂટકારો મેળવ્યા પછી વિશ્વાસીઓએ ઈશ્વરના વચનો સાથે જોડાવું જોઈએ. તેઓએ લાગણીશીલ ન થવું જોઈએ કે તેઓએ પ્રતિ દિવસના પાપો માટે વારંવાર પસ્તાવો કરવાનો છે. તેથી તેઓએ વિશ્વાસમાં દૃઢ થઈને નિશ્ચિતતા સાથે તેઓને કહેવું જોઈએ કે ઈસુએ તેઓના સર્વ પાપોને પોતાના બાપ્તિસ્મા દ્વારા એકજ વારમાં હંમેશા માટે પોતાની ઉપર લઈ લીધા છે. 
આપણા સઘળા પાપ અને અપરાધો ઈસુ પર નાંખી દેવામાં આવ્યાં છે. જ્યારે ઈસુ બાપ્તિસ્મા લઇ રહ્યો હતો, ત્યારે તે ત્રણ વર્ષોથી તે બોજાને ઉપાડીને જીવી રહ્યો હતો જ્યાં સુધી કે તેણે વધસ્તંભ પર ન્યાય ન ચૂકવ્યો. અને પાપો માટે વધસ્તંભ પર બલિદાન થઈ ગયો. 
તેથી આપણે વિશ્વાસીઓ લિખિત વચન પર વિશ્વાસ કરીએ છીએ, ભાવનાઓ પર નહિ. જો આપણે આવું નથી કરતા, તો આપણે છૂટકારો અને નવો જન્મ પામ્યા પછી પણ આપણા દરરોજના પાપો માટે ચિંતિત રહીશું. 
આપણે પાપના અવાસ્તવિક દૃષ્ટિકોણનો ત્યાગ કરીને પાણી અને રક્તની સુવાર્તા પર વિશ્વાસ કરવો જોઈએ. આ જ તે જીવન છે જે છૂટકારો પામેલી વ્યક્તિએ જીવવું જોઈએ. 
યોહાન બાપ્તિસ્તે ઈસુ વિષે શું કહ્યું? તેણે કહ્યું, ‘જુઓ, ઈશ્વરનું હલવાન જે જગતના પાપ હરે છે’ (યોહાન ૧:૨૧). તેણે સાક્ષી આપી કે ઈસુએ આજ, કાલ, અને આવનાર ભવિષ્યના સઘળા પાપોને, અને ત્યાં સુધી કે મૂળ પાપોને પણ દૂર કર્યા છે. 
શું તેણે સર્વ પાપોને પોતાની ઉપર નથી ઉઠાવ્યા? શું સઘળા પાપોને તેની ઉપોઅર નાખવામાં નથી આવ્યા? જગતના પાપોનો અર્થ છે, આજ, કાલ અને આવનારા પાપોનો સમાવેશ. આપણે ઈસુના બાપ્તિસ્મા દ્વારા તેના છૂટકારાને નિશ્ચિત કરવાનો છે. 
જેઓ ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તની સત્યતા પર વિશ્વાસ કરે છે, તેઓ બચાવવામાં આવશે. જેઓ પણ ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ રાખે છે, તેઓના હૃદય શુદ્ધ થશે. 
જેમ ઘણાં લોકોનું માનવું છે કે તેઓ પાપમાં છે કેમ કે તેઓને એ વાતની જાણકારી નથી કે તેઓના પાપોને ઈસુના બાપ્તિસ્મા દ્વારા તેના પર નાખવામાં આવ્યા છે. તેઓ શેતાન દ્વારા તેની ચાલમાં ફસાયા છે, શેતાન તેને સાંસારિક વિચારોથી દગો આપે છે કે ‘તમે દરરોજ પાપ કરો છો, તમે પાપ વગર કઈ રીતે રહી શકો?’
તેઓએ ફક્ત ઈશ્વર પર વિશ્વાસ કરવો જોઈએ, ત્યારે જ તેઓ પાપરહિત રહી શકે છે. પણ શેતાન તેઓને છેતરવા દ્વારા એવું વિચારવા માટે મજબુર કરે છે કે તેઓ હજી પણ પાપમાં છે કેમ કે તેઓ પાપી છે. જે કોઈપણ ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર વહાવેલા તેના રક્ત પર વિશ્વાસ કરે છે તેઓ કોઈપણ પાપી નથી. 
કેમ કે આપણે આ જગતમાં અપૂર્ણ તેમજ નબળા મનુષ્યના રૂપમાં રહીએ છીએ. આપણે તેવું ક્યારેય ન કહી શકીએ કે આપણે આપણા કર્મ દ્વારા બચ્યાં છીએ. પરંતુ આપણે તે ચોક્કસપણે કહી શકીએ છીએ કે આપણે ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર વહાવેલા તેના રક્ત દ્વારા છૂટકારો પામેલાં લોકો છીએ. એકવાર જ્યારે આપણે આ સત્યતાને સારી રીતે સમજી લઈએ છીએ ત્યારે આપણું મન શુદ્ધ થઈ જાય છે, ત્યારે આપણે ચોક્કસપણે સમજી જઈએ છીએ કે આપણી અંદર પાપ નથી. 
‘હું પણ છૂટકારો પામેલો છું તમે પણ છૂટકારો પામેલાં છો અને આપણે સર્વ છૂટકારો પામેલાં છીએ.’ આ કેટલો મનોહર અને આનંદદાયક અનુભવ છે કે આપણે સુવાર્તાનો પ્રસાર કરવાવાળા, અને આત્મા દ્વારા ચાલવાવાળા લોકો છીએ. 
હા, આપણે વિશ્વાસી દરરોજ પાપ કરીએ છીએ, પરંતુ આપણી અંદર પાપ નથી કેમ કે આપણા હૃદયની અંદર ઈસુનું બાપ્તિસ્મા અને તેનું રક્ત નિવાસ કરે છે. આપણા મનોમાં પાપ ભરેલું હતું, પરંતુ ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ કરવા દ્વારા હવે આપણે પાપી કઈ રીતે રહી શકીએ. 
‘તે દિવસો પાછું જે કરાર હું તેઓની સાથે કરીશ તે આ છે કે, હું મારા નિયમ તેઓના મનમાં મૂકીશ અને તેઓના હૃદયપટ પર તેઓને લખીશ, એમ પ્રભુ કહે છે’ (હિબ્રૂ ૧૦:૧૬). 
આપણા હૃદય પાપથી મુક્ત છે, ઈસુએ આ સર્વ પોતાના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર પોતાના મૃત્યુ દ્વારા શક્ય કર્યું. પાપથી છૂટકારાનો સમાચાર ઈશ્વરના વચન પર વિશ્વાસ દ્વારા મળે છે. 


જે કોઈપણ ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર વહાવેલા રક્ત પર વિશ્વાસ કરે છે, તેઓ ફરીથી ક્યારેય પાપી બનતા નથી

જ્યારે આપણે પાપ કરીએ છીએ તો શું આપણે ફરીથી પાપી બનીએ છીએ?
ના, આપણે ક્યારેય પણ ફરીથી પાપી બનતા નથી.

જ્યારે આપણે ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત પર વિશ્વાસ નથી કરતા, તો તેનાથી કોઈ ફરક નથી પડતો કે આપણે પાપની માફી માટે કેટલીવાર પ્રાર્થના કરીએ છીએ. આપણા હૃદયમાં પાપ હાજર રહે છે, પણ જ્યારે આપણે તેની સાચી સુવાર્તા પર વિશ્વાસ કરીએ છીએ, ત્યારે આપણા સઘળા પાપ તથા અધર્મ ધોવાઈ જાય છે. 
‘અરે! આ દિવસોમાં તમે ખુબજ ખુશ અને ચમકી રહ્યાં છો?’
‘શું વાત છે. જુઓ; મારા મનમાં કોઈપણ પ્રકારના પાપ નથી.’
‘ખરેખર હું વિચારું છું કે તમે જેટલાં ચાહો તેટલાં પાપ કરી શકો છો?’
‘જુઓ તમે જાણો છો કે મનુષ્ય પાપ સિવાય કંઈજ નથી કરી શકતા. આ જ એક મનુષ્યની વાસ્તવિકતા છે. પણ ઈસુએ સર્વ પાપોને પોતાની ઉપર લઈ લીધા અને વધસ્તંભ પર દંડ સહન કરવા દ્વારા સર્વ પાપોને દૂર કર્યા. આ જ કારણે હવે હું પોતાનું સમર્પણ કરીને મંડળીમાં સુવાર્તા સંભળાવવા માટે મારો સમય આપું છું. રોમન અધ્યાય ૬ આપણને આ જ રીતે જીવવાનું શીખવે છે. જયારે હવે મારી અંદર કોઈ પાપ નથી, તો હવે હું ન્યાયી કર્યો કરવા માંગુ છું. હવે આપણે ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના વહાવેલા રક્ત પર વિશ્વાસ કરીને જગતના અંત સુધી સુવાર્તાનો પ્રચાર કરવો જોઈએ. હવે આપણે આપણને છૂટકારો આપવાવાળા પ્રભુ પર વિશ્વાસ કરવા દ્વારા ક્યારેય પણ પાપ કરી શકતા નથી. આપણે ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર વહાવેલા રક્ત જેના દ્વારા આપણને અનંત ઉદ્ધાર મળ્યો છે તેના પર વિશ્વાસ કરીને તેનો આભાર માનવો જોઈએ.’ 

 

કોણ પવિત્ર આત્મા પ્રાપ્ત કરે છે?


યોહાન બાપ્તિસ્તે ઈસુ વિષે શું સાક્ષી આપી?
તતેણે સાક્ષી આપી કે જુઓ ઈશ્વરનું હલવાન જે જગતના પાપ હરે છે. ખાસ કરીને ભૂતકાળ, વર્તમાનકાળ, અને ભવિષ્યકાળના પાપોને અને ત્યાં સુધી કે મૂળ પાપોને પણ.

જે કોઈ પણ ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર વહાવેલાં રક્ત પર વિશ્વાસ કરે છે, તે ઉદ્ધાર પ્રાપ્ત કરે છે. આપણે પવિત્ર આત્માને કઈરીતે પ્રાપ્ત કરી શકીએ? પ્રેરીતો ૨:૩૮-૩૯ અનુસાર ઉત્તર આ પ્રમાણે છે. “ત્યારે પિતરે તેઓને [કહ્યું,] “પસ્તાવો કરો, અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો કે, તમારાં પાપનું નિવારણ થાય, અને તમને પવિત્ર આત્માનું દાન મળશે. કેમ કે તે વચન તમારે માટે, તમારાં છોકરાંને માટે, તથા જેઓ દૂર છે તેઓને માટે, એટલે આપણા ઈશ્વર પ્રભુ જેટલાંને પોતાની પાસે બોલાવશે તેઓ સર્વને માટે છે.”
ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ્તિસ્મા લેવાનો અર્થ ઈસુ ખ્રિસ્તના બાપ્તિસ્મા અને તેના છૂટકારા પર વિશ્વાસ કરવો છે. ત્યારે તેઓને ઈશ્વરના વરદાનના રૂપમાં આત્મા આપવામાં આવે છે. 
ઈસુના નામમાં બાપ્તિસ્મા લેવાનો અર્થ એવો પણ છે કે ખ્રિસ્તના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા વિશ્વાસથી પવિત્રીકરણ પ્રાપ્ત કરવું. જયારે આપણે આ વિશ્વાસનો અંગીકાર કરીએ છીએ ત્યારે આપણો છૂટકારો થાય છે અને આપણે ન્યાયી બનીએ છીએ.ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર રક્ત વહાવવા દ્વારા વિશ્વાસી બરફ જેવા શ્વેત બની જાય છે.
‘તમને પવિત્ર આત્માનું દાન મળશે.’ જ્યારે આપણે ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના દંડ પર નમ્રતાથી વિશ્વાસ કરીએ છીએ કે આપણા પાપો તેની ઉપર નાખવામાં આવ્યા છે, ત્યારે આપણું હૃદય ધોવાઈને સાફ થઈ જાય છે. ઈસુ ખ્રિસ્તના બાપ્તિસ્મા અને રક્ત પર વિશ્વાસ કરવા દ્વારા આપનું નવું જીવન આરંભ થાય છે. ત્યારે આપણે પવિત્રતાનું વરદાન પ્રાપ્ત કરીને ઈશ્વરની સંતાન બની જઈએ છીએ.
‘તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે’ (યોહાન ૮:૩૨). વધસ્તંભ પર પ્રભુના ન્યાયને ખરા અર્થમાં જાણવું આપણા માટે જરૂરી છે. હકીકત એ છે કે ઈસુએ પોતાના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર પોતાના મૃત્યુ દ્વારા આપણા પાપો દૂર કર્યા છે અને તેની વાસ્તવિકતા પર વિશ્વાસ કરવા દ્વારા આપણને છૂટકારો મળે છે. 

 

ઈસુનું બાપ્તિસ્મા આપણને છૂટકારો આપે છે


કોણ આત્મા પ્રાપ્ત કરે છે?
તે જેણે ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર વહાવેલાં રક્ત પર વિશ્વાસ કરીને છૂટકારો મેળવ્યો છે

જુના કરારમાં પાપોના પ્રાયશ્ચિત માટે બલીપ્રથા હતી, તે નવા કરારમાં ઈસુના બાપ્તિસ્મા તરફ પ્રતિનિધિત્વ કરે છે. ઈસુનું બાપ્તિસ્મા જુના કરારની સર્વ ભવિષ્યવાણીનું કેન્દ્ર બિંદુ હતું. જુના કરારમાં બલીનાં માથાં પર હાથ રાખવાની વાત છે, અને નવા કરારમાં ઈસુનું બાપ્તિસ્મા છે. 
જેમ જુના કરારમાં બલિદાન (અઝાઝેલ) ઉપર હાથ મૂકવા દ્વારા ઇસ્રાએલના પાપોને પારિત કરવામાં આવતા હતા તેવીજ રીતે જગતના સઘળા પાપોને બાપ્તિસ્મા દ્વારા ઈસુ પર નાખવામાં આવ્યા હતા. 
શું આપણા સઘળા પાપોથી બચવા માટે આપણે ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ કરીએ છીએ? હા! આપણે કરીએ છીએ. આપણે આ સત્યતાની વાસ્તવિકતાને સ્વીકાર કરવાનું છે કે ઈસુએ પોતાના બાપ્તિસ્મા દ્વારા જગતના પાપોને પોતાના બાપ્તિસ્મા દ્વારા લઈ લીધા. જો આપણે તેના બાપ્તિસ્મા પર વિશ્વાસ નથી કરતા, તો આપણા પાપ તેની ઉપર પારિત થતા નથી. આપણે આપણા સંપૂર્ણ ઉદ્ધાર માટે તેના પર ચોક્કસપણે વિશ્વાસ કરવો કરવો નહીંતર આપણે ન્યાયી બની શકતા નથી. 
ઈસુએ જગતના સઘળા પાપીઓને યોગ્ય તેમજ ન્યાયી રીતીથી પોતાના બાપ્તિસ્મા દ્વારા બચાવી લીધા છે. આ અનુચિત રીતે કરી શકાતું નહતું કેમ કે ઈસુનું બાપ્તિસ્મા એક પ્રક્રિયા છે જેના દ્વારા સઘળા પાપોને તેની ઉપર પારિત કરવામાં આવ્યા હતા. આપણે એવો પણ વિશ્વાસ કરવાનો છે ઈસુનું રક્ત આપણા પાપોના ન્યાય માટે હતું. આ પ્રમાણે જેઓ ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્તમાં વિશ્વાસ કરે છે તેઓ પાપથી બચી જાય છે. 
સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવા માટે આપણે ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ કરવાનો છે. સર્વ પાપોથી છૂટકારો મેળવવા અને દંડથી બચવાનો આ જ એકમાત્ર માર્ગ છે. 
નવા કરારમાં ઈસુનું બાપ્તિસ્મા અને જુના કરારમાં હાથો મુકવા એક બીજાનું પુરક છે. નવો કરાર અને જુના કરાર વચ્ચે એકબીજાને જોડવાવાળી આ મજબુત ગાંઠ છે. 
નવા કરારમાં યોહાન બાપ્તિસ્ત ઈસુ ખ્રિસ્તના છ મહિના પહેલા આ જગતમાં આવ્યો, અને ઈસુએ બાપ્તિસ્મા લીધું. માર્ક ૧:૧ અનુસાર ‘ઈશ્વરના પુત્ર ઈસુ ખ્રિસ્તની આ સુવાર્તા છે.’ સુવાર્તાનો આરંભ એ સમયે થયો જ્યારે ઈસુએ જગતના પાપોને બાપ્તિસ્મા દ્વારા પોતાની ઉપર લઈ લીધા. 
મનુષ્યજાતિના ઉદ્ધારની સેવકાઈને ઘટનાક્રમની કડીઓ દ્વારા આગળ વધારવામાં આવ્યું: ઈસુનો જન્મ, તેનું બાપ્તિસ્મા, વધસ્તંભ પર તેનું મૃત્યુ, તેનું પુનરુત્થાન અને તેનું સ્વર્ગારોહણ વગેરે. જ્યારે આપણે જાણીએ છીએ અને સમજીને તેમાં વિશ્વાસ કરીએ છીએ, ત્યારે ઉદ્ધારની પ્રક્રિયા આરંભ થાય છે અને આપણે સઘળા પાપોથી બચી જઈએ છીએ. ઈસુનું બાપ્તિસ્મા સુવાર્તાનો આરંભ છે અને જ્યારે વધસ્તંભ પર તેનું રક્ત વહાવવું તેની પરિપૂર્ણતા છે. 
‘ઈશ્વરના પુત્ર ઈસુ ખ્રિસ્તની આ સુવાર્તા છે’ (માર્ક ૧:૧). આપણે તેના કોઈપણ ન્યાયી કાર્યને છોડી શકતા નથી. તેનું બાપ્તિસ્મા, વધસ્તંભ પર તેનું રક્ત વહાવવું, તેનું પુનરુત્થાન, તેનું સ્વર્ગારોહણ અને પૃથ્વી પર તેનું ફરીથી આગમન – ઈશ્વરના પુત્રની સુવાર્તામાં છે. (ઉપરોક્ત એકપણ તથ્યને છોડી શકાતું નથી). 
ઈસુ આ જગતમાં દેહના રૂપમાં આવ્યો અને તેણે પોતાના બાપ્તિસ્મા દ્વારા સર્વ મનુષ્યજાતિના પાપોને ધોઈ નાખ્યા. આ સ્વર્ગની સુવાર્તાનો આરંભ હતો. જો ઉપરોક્ત માંથી એકપણ છૂટી જાય છે તો સ્વર્ગની સુવાર્તા પરિપૂર્ણ થતી નથી. 
તેથી જો કોઈ નવો જન્મ પામવા ચાહે છે, તો તેણે ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત પર વિશ્વાસ કરવો જરૂરી છે. આ દિવસોમાં ઘણાં બધાં લોકો ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તની સચ્ચાઈ પર વિશ્વાસ નથી કરતા. તેઓ વિચારે છે કે ઈસુનું બાપ્તિસ્મા ફક્ત એક વિધિ છે. આ એક ખુબજ ગંભીર ખોટી ધારણા છે. જો કોઈ ઈસુ પર વિશ્વાસ કરે છે, તો તેણે તેના બાપ્તિસ્મા અને રક્ત પર પણ વિશ્વાસ કરવો જોઈએ. 
ફક્ત પાપની માફીથી આપણા પાપો કેવી રીતે ધોવાઈ શકે છે? જયારે ઈસુએ યોહાન બાપ્તિસ્ત દ્વારા યર્દનમાં બાપ્તિસ્મા લીધું ત્યારે આપણા સઘળા પાપો તેની ઉપર પારિત કરવામાં આવ્યા. તેના સિવાય બીજો કોઈ માર્ગ નહતો કે તે સર્વ મનુષ્યજાતિના પાપોને પોતાની ઉપર ઉઠાવી શકે. 
સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવા માટે આપણે પાણી અને આત્માથી નાવો જન્મ પામવો જરૂરી છે. પાણીનું બાપ્તિસ્મા, વધસ્તંભ પરનું રક્ત, અને આત્મા વગર પાપોની માફી નથી. જેઓએ પાપોની માફી મેળવી છે ફક્ત તેઓજ ઈશ્વરને જોઈ શકે છે. જેમ ઈસુએ યોહાન ૩:૫માં નિકોદેમસને કહ્યું કે જયારે આપણે ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણને સાચો ઉદ્ધાર મળે છે. 

 

શું આપણે ઈસુના બાપ્તિસ્મા વગર બચી શકીએ છીએ?


ઈસુ કઈરીતે આપનો ઉદ્ધારક બન્યો?
બાપ્તિસ્મા દ્વારા આપણા પાપોને પોતાની ઉપર લેવા દ્વારા

જો આપણે ઈસુની જાહેર સેવાઓ માંથી કોઈપણ એકને કાઢી નાખીએ. જેમ કે ઈસુ આ જગતમાં આવ્યો અને બાપ્તિસ્મા દ્વારા આપણા પાપોને તેણે લઈ લીધા. અથવા ઈસુનું કુંવારી મરિયમથી જન્મ લેવાની પવિત્રતાનો નકાર કરવો અથવા ઈસુના વધસ્તંભ પર વિશ્વાસ ન કરવો. આવી સ્થિતિમાં ખ્રિસ્તી ધર્મ એક અંધવિશ્વાસનો ધર્મ બની જશે જેમાં વિશ્વાસીઓ મને માફ કરો, મને માફ કારોનો આલાપ શરુ કરશે. જેમ બૌદ્ધ લોકો પોતાના મંદિરમાં માળા જપે છે તે રીતે. 
જો આપણે ઈસુના બાપ્તિસ્માના અર્થને છોડી દઈએ છીએ તો તેનો અર્થ છે કે આપણા પાપો તેની ઉપર સોંપાયા નથી. આવી સ્થિતિમાં આપણું વિશ્વાસ કરવું વ્યર્થ હશે. આપણા અને એક દેવાદારમાં કોઈ અંતર નહિ હોય જે કહે છે કે તેનું સઘળું દેવું ચૂકવાઈ ગયું છે. જ્યારે તેણે કશું ચુકવ્યું જ નથી, આ આપણને ખોટાં ઠરાવે છે. જો એક દેવાદાર કહે છે કે તેણે પોતાનું દેવું ચૂકવી દીધું છે. જ્યારે તે વિચારે છે કે તેણે કોઈ ભૂલ નથી કરી. ત્યારે પણ તે પોતાના અંત:કરણમાં દેવાદાર બનીને રહેશે. 
ઈસુ પોતાના બાપ્તિસ્માના પાણીથી વિશ્વાસીઓને ધોઈને શુદ્ધ કરે છે અને ઈશ્વરની સંતાન બનાવે છે. યોહાન બાપ્તિસ્ત દ્વારા ઈસુએ જગતના પાપોને પોતાની ઉપર લઈ લીધા, જેથી સઘળા પાપી પવિત્ર બને. જ્યારે આપણે જાણીએ અને વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણા હૃદય હંમેશા માટે શુદ્ધ થઈ જાય છે. 
ઈશ્વરની કૃપા માટે આભાર. લૂક ૨:૧૪ કહે છે, ‘પરમ ઊંચામાં ઈશ્વરને મહિમા થાઓ, તથા પૃથ્વી પર જે માણસો વિષે તે પ્રસન્ન છે, તેઓને શાંતિ થાઓ.’ ઈસુના પાણી અને રક્ત પર આપણો વિશ્વાસ આપણને સંપૂર્ણ ઉદ્ધાર આપે છે અને આપણને ઈશ્વરની સંતાન બનાવે છે. ઈસુનું બાપ્તિસ્મા અને તેનું રક્ત આપણને બચાવે છે અને જે કોઈ પણ આ બે વાતો પર વિશ્વાસ કરે છે, તેઓ બચી જાય છે. 
તેના ઉદ્ધારના કાર્યોમાં કંઈપણ છોડી શકાતું નથી. કેટલાંક લોકો ફક્ત રક્ત પર વિશ્વાસ કરે છે. સંત પાઉલે કહ્યું છે, વધસ્તંભ સિવાય હું કંઈપણ નથી જાણતો. પણ ઈસુના વધસ્તંભમાં તેનું બાપ્તિસ્મા પણ સમાયેલું છે. 
આપણે તેને રોમન અધ્યાય ૬માં જોઈએ છીએ કે પાઉલે ખ્રિસ્ત સાથે બાપ્તિસ્મા લીધું અને ખ્રિસ્ત સાથે મરી ગયો. અને ગલાતી ૨:૨૦માં પણ આ જ રીતે જોઈ શકીએ છીએ, “હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો, પરંતુ હું જીવું છું, તોપણ હવેથી હું નહિ, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે; અને હવે દેહમાં જે મારું જીવન તે ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી જ છે. તેમણે મારા પર પ્રેમ રાખ્યો, અને મારે માટે પોતાનું અર્પણ કર્યું.”
અને ગલાતી ૩:૨૭-૨૯માં પણ આ પ્રકારે જોઈ શકાય છે, “કેમ કે તમારામાંના જેટલા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા તેટલાએ ખ્રિસ્તને પહેરી લીધા. માટે હવે યહૂદી કે ગ્રીક કોઈ નથી, દાસ કે સ્વતંત્ર કોઈ નથી, પુરુષ કે સ્‍ત્રી કોઈ નથી; કેમ કે તમે બધાં ખ્રિસ્તમાં એક છો. અને જો તમે ખ્રિસ્તનાં છો, તો  તમો ઇબ્રાહિમનાં સંતાન, અને વચન પ્રમાણે વારસ પણ છો.”
ઈસુમાં બાપ્તિસ્મા લેવાનો અર્થ તેણે જગતમાં કરેલાં સર્વ કાર્યો પર એટલે કે બાપ્તિસ્મા અને વધસ્તંભ પર રક્ત વહેવડાવ્યું તેના પર વિશ્વાસ કરવો. ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તમાં વિશ્વાસ કરવાની હકીકતનો અર્થ એ છે કે તેણે આજથી ૨૦૦૦ વર્ષ પહેલાં આપણા પાપોને ધોઈ નાખ્યાં છે, અને આપણા માટે ઉદ્ધાર પામવા માટેનો તેના સિવાય બીજો કોઈ માર્ગ નથી. 


જ્યારે આપણે ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્ત પર વિશ્વાસ કર્યો ત્યારે ઈશ્વર દ્વારા આપણે બચાવવામાં આવ્યા

શું ફક્ત પસ્તાવાની પ્રાર્થનાથી આપણા પાપ ધોવાઈ શકે છે?
ના. આપણા પાપોની માફી ત્યારેજ શક્ય છે જયારે આપણે વિશ્વાસ કરીએ છીએ કે યોહાનના બાપ્તિસ્મા દ્વારા આપણા સઘળા પાપોને ઈસુ પર નાખવામાં આવ્યાં.

રોમન ૧૦:૧૦ ‘કારણ કે ન્યાયીપણાને અર્થે અંત:કરણથી વિશ્વાસ રાખવામાં આવે છે, ને તારણને અર્થે મોંથી કબૂલાત કરવામાં આવે છે.’
ગલાતી ૩:૨૭ ‘કેમ કે તમારામાંના જેટલા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા તેટલાએ ખ્રિસ્તને પહેરી લીધા.’ આપણો વિશ્વાસ આપણને ઈસુમાં બાપ્તિસ્મા લેવા માટે લઈ જાય છે, જેથી આપણે ખ્રિસ્તને પહેરી લઈએ અને ઈશ્વરની સંતાન બની જઈએ. જ્યારે ઈસુ આ જગતમાં આવ્યો ત્યારે તેણે બાપ્તિસ્મા લીધું. ત્યારે આપણા અને જગતના સઘળા પાપોને તેના ઉપર નાખવામાં આવ્યાં. 
આપણો વિશ્વાસ આપણને ઈસુમાં એક કરે છે. જ્યારે તે (ઈસુ) મર્યો ત્યારે આપણે પણ મરી ગયા. જ્યારે તે સજીવન થયો, ત્યારે આપણે પણ તેની સાથે સજીવન થયા. કેમ કે આપણે તેના બાપ્તિસ્મા, તેના રક્ત અને તેના પુનરુત્થાન, તેના સ્વર્ગારોહણ, અને બીજા આગમન પર વિશ્વાસ કરીએ છીએ. ત્યારે આપણે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી હંમેશા માટે જીવિત રહીશું. 
જ્યારે લોકો ફક્ત ઈસુના રક્ત પર જ વિશ્વાસ કરે છે, તો તેઓ બચી શકતા નથી. પણ તેઓના પાપ તેઓના હૃદયમાં બન્યા રહે છે અને તેઓ પાપોથી પીડિત બને છે. કેમ? કેમ કે તેઓ બાપ્તિસ્માનાં અર્થને નથી સમજતા અને તેનો સ્વીકાર પણ નથી કરતા, જેને તેઓના પાપો દૂર કરી તેઓના પાપી હૃદયને શુદ્ધ કરી તેઓને હંમેશા માટે હિમ જેવા શ્વેત કર્યા છે.  
શું તમે ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત પર વિશ્વાસ કરો છો કે ઈસુએ તમને તમારા પાપોથી બચાવ્યા છે? કૃપા કરીને તમે આ ન બદલનાર હકીકત પર વિશ્વાસ કરો. ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ વગર તમારો વિશ્વાસ વ્યર્થ છે. ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ કર્યા વગર તમે તમારા પાપોથી છૂટકારો મેળવી શકતા નથી; તમે અમાન્ય પ્રેમથી બંધાયેલા છો. 
જેઓ ફક્ત વધસ્તંભ પર વિશ્વાસ કરે છે અને કહે છે કે ‘ઈસુ મારો પ્રભુ છે, મારો ઉદ્ધારક છે, તે મારા માટે વધસ્તંભ પર મર્યો. તે મૃત્યુમાંથી સજીવન થયો અને સ્વર્ગારોહણ પહેલા ૪૦ દિવસો સુધી પોતાના પુનરુત્થાનની સાક્ષી આપી અને હવે તે ઈશ્વરના જમણે હાથે બેઠો છે. હું વિશ્વાસ કરું છું કે તે બીજીવાર આપણો ન્યાય કરવા માટે આવી રહ્યો છે અને હું પ્રાર્થનાન કરું છું કે ઈસુ મને સંપૂર્ણ રીતે બદલી નાખશે. હું તેની સાથે મુલાકાત કરીશ. ઓહ, મારા વહાલાં ઈસુ, મારા પ્રભુ.’
તેઓ પોતાના પાપોની માફી માંગે છે અને પાપરહિત હોવાની આશા કરે છે, પરંતુ તેઓના હૃદયમાં પાપ છે. ‘હું ઈસુ પર વિશ્વાસ કરું છું, પરંતુ મારા હૃદયમાં પાપ છે. હું ઈસુને પ્રેમ કરું છું, પરંતુ મારા હૃદયમાં પાપ છે. હું કઈરીતે કહું, ‘કૃપા કરીને મારી પાસે આવો, મારા વરરાજા.’ કેમ કે મારી અંદર પાપ છે અને મને મારા ઉદ્ધારની નિશ્ચિતતા નથી. તેથી મને આશા છે કે ઈસુ આવશે, ત્યારે હું સારી તૈયારી અને કઠોર પ્રાર્થના સાથે કઠોર પસ્તાવો કરીશ. હું સંપૂર્ણ હૃદયથી ઈસુને પ્રેમ કરું છું, પણ હું તેમનો સામનો નથી કરી શકતો કેમ કે મારા હૃદયમાં પાપ છે. 
જો તેઓને ઈસુએ કહ્યું હતું, ‘તમે સંપૂર્ણ નથી તમે કેમ ચિંતા કરો છો?’
તેઓ ઉત્તર આપે છે, ‘પ્રભુ, હું જાણું છું, હું ન્યાયી નથી કેમ કે હું દરરોજ પાપ કરું છું. તેથી જ્યારે તમે પાપીઓને બોલાવો છો ત્યારે મને પણ બોલાવો.’
તેઓ નથી જાણતા કે ઈશ્વર સૃષ્ટિકર્તા અને ન્યાયી છે, ઈશ્વર ક્યારેય પણ પાપીઓને સ્વીકાર નહિ કરે અને તેઓને પોતાની સંતાન પણ નહિ બનાવે.
વરરાજો આવ્યો અને તેણે દુલ્હનના પાપની સમસ્યાનું સમાધાન કર્યું, પરંતુ દુલ્હન એ વાતથી અજાણી હતી અને તે દુઃખ સહન કરી રહી હતી. જ્યારે આપણે વિચારીએ છીએ કે આપણે પાપી છીએ કેમ કે આપણી દેહે પાપ કર્યું છે. ત્યારે ઈશ્વર પર આપણો વિશ્વાસ હોતો નથી. જ્યારે આપણે ઈશ્વરના વચનની હકીકતને નથી સમજતા અને નથી જાણતા, ત્યારે પાપ આપણા હૃદયમાં વધે છે. 

શા માટે કેટલાંક લોકો તેમના હૃદયમાં બાકી રહેલા પાપથી પીડિત છે?
કેમ કે તેઓ નથી તો ઈસુના બાપ્તિસ્માના અર્થને જાણતા કે નથી તો તેને ગ્રહણ કરતા કે ઈસુએ તેમના સઘળા પાપો પોતાની ઉપર લઈ લીધા.

વરરાજાએ જગતના પાપો પોતાની ઉપર લઈ લીધા છે. ક્યા? યર્દન નદીમાં જયારે તેણે બાપ્તિસ્મા લીધું. જેઓ આ વાત પર વિશ્વાસ નથી કરતા, તેઓ હજી પાપી છે. તેઓ અશુદ્ધ દુલ્હન છે. 
વરરાજાએ પોતાની દુલ્હનને પૂછ્યું, ‘તું મારી દુલ્હન નથી છતાં મને પ્રેમ કેમ કરે છે? હું તને મારી દુલ્હન કહું તે પહેલા, તારે તારા સઘળા પાપોથી શુદ્ધ થવું જોઈએ.’
શું આપણે ઈસુના બાપ્તિસ્મા વગર છૂટકારો મેળવી શકીએ છીએ? ના! આપણે ઈશ્વરના સ્વરૂપ અને સમાનતામાં....બની ગયા છીએ. તેથી આપણે આપણા હૃદયમાં ન્યાય શોધીએ છીએ અને આપણો વિવેક આપણને ન્યાયી ઠરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આપણું હૃદય સાફ નથી તો આપણે પાપરહિત છીએ, આ વિચારવું અશક્ય છે. જયારે આપણે ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ કરીએ છીએ અને તેનો સ્વીકાર કરીએ છીએ, ત્યારે વાસ્તવમાં કહી શકીએ છીએ કે આપણામાં પાપ નથી અને આપણે ન્યાયી છીએ. 
જો આપણા હૃદયમાં પાપ હોવા છતાં જો આપણે વિચાર કકરીએ છીએ કે આપણે પાપરહિત છીએ તો આવી સ્થિતિમાં આપણું વિવેક ક્યારેય પવિત્ર ન હોઈ શકે. અને આવી સ્થિતિમાં ઈશ્વર ક્યારેય પણ આપણો સ્વીકાર નહિ કરે કેમ કે ઈશ્વર ક્યારેય ખોટું બોલતા નથી. 
ઈશ્વરે મૂસાને કહ્યું કે ઇસ્રાએલીઓની ગણતરી કરો અને તેઓના જીવનના છૂટકારાના બદલામાં મને બલિદાન અર્પણ કરો. ધનવાન માણસ અડધો શેકેલથી વધારે ન આપે અને ગરીબ તેનાથી ઓછું ન આપે, કેમ કે પ્રત્યેકે છૂટકારા માટે આપવાનું જ છે. 
તેથી જો કોઈ વ્યક્તિ ઈસુ પર વિશ્વાસ નથી કરતો કે તેના જીવન માટે છૂટકારો મળી ગયો છે, તો તે શુદ્ધ કઈરીતે થઇ શકે? આવા વ્યક્તિના હૃદયમાં પાપ બની રહે છે. 
જો આપણે ફક્ત ઈસુના રક્ત પર વિશ્વાસ કરીએ છીએ, તો આપણે આ સ્વીકાર કરવો જોઈએ કે આપણા હૃદયમાં પાપ છે અને આપણે પાપી છીએ. પણ જ્યારે આપણે ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભની સુવાર્તા પર સંયુક્ત રીતે વિશ્વાસ કરીએ છીએ, ત્યારે આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ કે આપણી અંદર પાપ નથી. ત્યારે ઉદ્ધાર અને અનંત જીવન આપણું છે. 

 

આત્મા વિરુદ્ધ નિંદા


કઈ પ્રકારનું પાપ મનુષ્યને નરકનો ભાગીદાર બનાવે છે?
પવિત્ર આત્મા વિરુદ્ધ પાપ, બીજા શબ્દોમાં ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ ન કરવો

રોમન ૧:૧૭ કહે છે, ‘કેમ કે તેમાં ઈશ્વરનું ન્યાયીપણું પ્રગટ થયેલું છે, તે વિશ્વાસથી છે અને વિશ્વાસના અર્થે છે.’ સુવાર્તામાં ઈશ્વરનું ન્યાયીપણું પ્રગટ થયું છે. ઈસુ આ જગતમાં આવ્યો અને તેણે પોતાના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર પોતાના મૃત્યુ દ્વારા આપણા સઘળા પાપોને ધોઈ નાખ્યાં. ઈસુનું બાપ્તિસ્મા અને તેનું રક્ત સુવાર્તાની સામર્થ છે. ઈસુએ આપણા પાપોને એકજ વારમાં હમેશા માટે ધોઈ નાખ્યાં છે. 
વિશ્વાસ કરવાનો અર્થ ઉદ્ધાર છે, અને વિશ્વાસ ન કરવાનો અર્થ અનંત વિનાશ છે. તેથી આપણા સ્વર્ગીય પિતાએ પોતાના એકાકીજનીત પુત્રને આ જગતમાં મોકલ્યો અને આપણા પાપોના પ્રાયશ્ચિત માટે તેનું બાપ્તિસ્મા થયું. તેથી જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે, તે પોતાના સઘળા અન્યાયોથી શુદ્ધ થઈ જશે.
આ જગતમાં ફક્ત એકજ પાપ બાકી છે, તે ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત પર વિશ્વાસ ન કરવો છે. તેના પર વિશ્વાસ ન કરવો એ આત્મા વિરુદ્ધ નિંદા અને પાપ છે જેનો ઈશ્વર ન્યાય કરશે. નરકની વાસ્તવિકતા પર અવિશ્વાસ પણ સૌથી મોટું પાપ છે. જો તમારામાંથી કોઈપણ આવું પાપ કરે છે તો તેણે ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ કરીને પોતાના પાપોનો પસ્તાવો કરવો જોઈએ જેથી તે બચી જાય. નહીતર હંમેશા માટે તમારો નાશ થઈ જશે. 
શું તમે તેના બાપ્તિસ્મા અને રક્તના છૂટકારાની સાક્ષી દ્વારા બચાવવામાં આવ્યા છો? શું તમે યોહાનની સાક્ષીનો સ્વીકાર કર્યો છે. જેમ કે યોહાન ૧:૨૯માં લખેલું છે, ‘જુઓ, ઈશ્વરનું હલવાન જે જગતના પાપ હરે છે.’ શું તમે હિબ્રૂ ૧૦:૧૮માં લખ્યું છે તે પ્રમાણે ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત પર વિશ્વાસ કરો છો, ‘હવે જ્યાં તેઓની ક્ષમા થઈ છે, ત્યાં પાપને માટે ફરીથી બીજા અર્પણની જરૂર નથી.’
જે કોઈ પોતાના હૃદયમાં ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત પર વિશ્વાસ કરે છે, ઈશ્વર તેઓને પ્રમાણિત કરે છે. ઈશ્વર તેઓને પોતાની સંતાન બનાવે છે. જેકોઈ ઈસુના બાપ્તિસ્મા અને રક્ત પર વિશ્વાસ કરે છે, તેઓ ઈસુના ન્યાયીપણા અને પ્રેમ દ્વારા છોડાવવામાં આવ્યા છે. 
જેકોઈ પણ ઈશ્વર તરફથી મોકલવામાં આવ્યો છે, તે ઈશ્વરના વચનોથી વાત કરે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ સંસારમાંથી છે, તે ઈશ્વર તરફથી મોકલવામાં નથી આવ્યો. તે પોતાના વિચારોનો પ્રચાર કરે છે. આ જગતમાં ઘણાં બધાં લોકો છે જે ઈશ્વરના વચનોનો પ્રચાર કરે છે. પરંતુ જે કોઈ ઈશ્વર તરફથી મોકલવામાં આવ્યો છે, તે વ્યક્તિ ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તનો પ્રચાર કરે છે. 
જે કોઈ પોતાના શબ્દોનો પ્રચાર કરે છે, તે ફક્ત પોતાના વિચારોને અભિવ્યક્ત કરે છે. તેઓ કહે છે કે ‘આપણે મૂળ પાપોથી બચી ગયા છીએ, પરંતુ આપણે દરરોજના પાપોનો પસ્તાવો કરવાનો છે.’ તેઓ કહે છે કે આપણે ધીરે ધીરે પવિત્ર થઈએ છીએ. 
શું કોઈ વ્યક્તિ જાતે પવિત્ર થઈ શકે છે? શું આપણે આપણા સારા કર્મો અને સારા વિચારો અને સાધનોથી પવિત્ર થઈ શકીએ છીએ? કે પછી આપણે ઈશ્વર દ્વારા આપણા પાપોથી શુદ્ધ થયા છીએ અથવા આપણે આપણા પોતાના પ્રયત્નો દ્વારા તેનાથી છૂટકારો મેળવ્યો છે? 
સાચો વિશ્વાસ જ આપણને પવિત્ર કરે છે. શું આપણે કોલસાને હજારો વાર ધોવા દ્વારા શુદ્ધ કરી શકીએ છીએ? શું આપણે કાળી ચામડીને શ્વેત કરી શકીએ છીએ? સાબુ અને પાણી આપણા પાપોને ધોઈ શકતા નથી, કેમ કે આપના ન્યાયી કૃત્યો મેલા કપડાં જેવા છે. શું આપણે ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત દ્વારા ન્યાયી ઠરીએ છીએ કે ફક્ત વધસ્તંભ પરના તેના રક્ત પર વિશ્વાસ કરવા દ્વારા?
સાચો વિશ્વાસ ઈસુના પાણીના બાપ્તિસ્મા અને વધસ્તંભના રક્ત દ્વારા આવે છે. ઉદ્ધાર આપના પ્રયાસોથી નથી મળતો. ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત પરનો આપણો વિશ્વાસ જ આપણને આપણા પાપોથી મુક્ત કરીને આપણને ન્યાયી બનાવે છે. 
ઈશ્વર પિતાએ જગતના લોકોને પોતાના પુત્રના હાથમાં સોંપી દીધા છે, જેથી જે કોઈપણ તેના પર વિશ્વાસ કરે તે અનંત જીવન પ્રાપ્ત કરે. પુત્ર પર વિશ્વાસ કરવાનો અર્થ છે કે તેના બાપ્તિસ્મા અને તેના રક્ત દ્વારા છૂટકારા પર વિશ્વાસ કરવો. જેઓ ઈસુ પર વિશ્વાસ કરશે, તેઓ અનંત જીવન મેળવશે અને ઈશ્વરની સંતાન બનશે. જેઓ બચાવવામાં આવેલા લોકો છે તેઓ હંમેશા માટે ઈશ્વરના જમણા હાથ પર જીવિત રહેશે.
ઈસુના બાપ્તિસ્મા અને પિતા સાથે એકતા પર વિશ્વાસ કરવો જ આત્મા પર વિશ્વાસ કરવો છે. વચનની સત્યતા આપણને નવા જન્મની અનુમતિ આપે છે. આપણે ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત પર વિશ્વાસ કરવા દ્વારા બચાવવામાં આવ્યા છીએ. 
આપણે ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત પર વિશ્વાસ કરવાથી છૂટકારો મેળવીએ છીએ. સત્યની સુવાર્તા પર વિશ્વાસ કરવાથી આપણને પાપોની માફી મળે છે.