(માથ્થી ૭:૨૧-૨૩)‘જેઓ મને ‘પ્રભુ પ્રભુ’ કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે [તેઓ જ પેસશે]. તે દિવસે ઘણા મને કહેશે કે, ‘પ્રભુ, પ્રભુ, શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નથી? અને તમારે નામે ભૂતોને કાઢયાં નથી? અને તમારે નામે ઘણાં પરાક્રમી કામો કર્યાં નથી?’ ત્યારે હું તેઓને સાફ કહીશ કે, મેં તમને કદી પણ ઓળખ્યા નથી, ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ.’ થઈ શકે એમનો હું એક છું -
શું એ સર્વ લોકો જે, હે પ્રભુ, હે પ્રભુ કહે છે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરશે?
ના, ફક્ત તેઓ જે પિતાની ઈચ્છા પ્રમાણે ચાલે છે
ઈસુ ખ્રિસ્ત કહે છે,‘જેઓ મને ‘પ્રભુ પ્રભુ’ કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે [તેઓ જ પેસશે]. આ વચનોથી ઘણાં ખ્રિસ્તીઓના મનોમાં અચાનક દર પેદા થઈ જશે. તે કારણે તેઓ ઈશ્વરની ઈચ્છા અનુસાર ચાલવાનો કઠોર પરિશ્રમ કરશે.
મોટાભાગના ખ્રિસ્તીઓ વિચારે છે કે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવા માટે તેઓએ ફક્ત ઈસુ પર વિશ્વાસ કરવાની જરૂર છે, પરંતુ માથ્થી ૭:૨૧ આપણને કહે છે કે જેઓ મને ‘પ્રભુ પ્રભુ’ કહે છે, તેઓ આકાશના રાજ્યમાં પેસશે નહિ.
આ વચનને વાંચવાવાળા અનેક લોકો આશ્ચર્યમાં પડશે. ‘થઈ શકે છે, હું જ તેઓમાનો એક હોઉં.’ તેઓ પોતાને આ સમજાવવાની કોશિશ કરે છે કે, ઈસુએ આ અવિશ્વાસીઓને કહ્યું છે. પરંતુ આ વિચાર તેઓના મનમાં રહેશે, અને નિરંતર તેઓને ચિંતામાં પાડશે.
તેથી, તેઓ આ વચનના પછીના ભાગને મજબુતીથી પકડી રાખે છે, ‘પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે [તેઓ જ પેસશે].’ જેઓએ આ વચનોને મજબુતીથી પકડ્યા છે, તેઓ ‘મારા આકાશમાંના પિતાની ઈચ્છા પ્રમાણે ચાલે છે,’ અને તેઓ વિચારે છે કે વિશ્વાસ યોગ્યતાથી દાન આપવાથી, સવારે અને સાંજે પ્રાર્થના કરવાથી, પ્રચાર કરવાથી, સારા કાર્યો કરવાથી, અને પાપ ન કરવા દ્વારા તેઓ એમ કરવાનો પ્રયાસ કરે છે. તેઓને એવું કરતા જોઈને મને ઘણું દુઃખ થાય છે.
ઘણાં લોકો ભૂલો કરે છે કેમ કે તેઓ આ વચનને સમજતા નથી. તેથી હું આ વચનની સ્પષ્ટ વ્યાખ્યા કરવા ઈચ્છું છું, જેથી આપણે સર્વ ઈશ્વરની ઈચ્છાને જાણી શકીએ અને તેના દ્વારા જીવિત રહીએ.
પહેલા આપણે એ જાણવું જોઈએ કે ઈશ્વરની ઈચ્છા પોતાના પુત્ર માટે એ છે કે તે સઘળા લોકોના પાપો લી લે અને એ પ્રમાણે આપણને પાપથી મુક્ત કરે.
એફેસી ૧:૫માં લખ્યું છે, ‘તેમણે પોતાની ઇચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે, પોતાને માટે, આપણને ઈસુ ખ્રિસ્તદ્વારા પુત્રો તરીકે ગણાવાને અગાઉથી નિર્માણ કર્યાં.’
બીજા શબ્દોમાં, તેમનો અભિપ્રાય આપણા માટે એવો છે કે આપણે સાચી સુવાર્તાને ઓળખીએ કે ઈસુ ખ્રિસ્તે આપણા સઘળા પાપોને ધોઈ નાખ્યાં છે; આ પ્રમાણે આપનો નવો જન્મ થાય છે. તે ઈચ્છે છે કે આપણે પાણી અને આત્માથી નવો જન્મ લેવા દ્વારા આપણા સર્વ પાપો તેના પુત્રને સોંપી દઈએ. આ ઈશ્વરની ઈચ્છા છે.
જેઓ મને ‘હે પ્રભુ, હે પ્રભુ’ કહે છે!
જ્યારે આપણે ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ, ત્યારે આપણે શું જાણવું જોઈએ?
સ્વર્ગીય પિતાની ઈચ્છા
‘જેઓ મને ‘પ્રભુ પ્રભુ’ કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે [તેઓ જ પેસશે]’ (માથ્થી ૭:૨૧).
આપણે પિતાની ઈચ્છાને બે રીતે જાણી શકીએ છીએ. પ્રથમ, આપણે જાણીએ છીએ કે આ તેમની ઈચ્છા છે કે આપણે આપણા પાપોની માફી પ્રાપ્ત કરીએ અને પાણી અને આત્માથી નવો જન્મ પામીએ. બીજું, તે વિશ્વાસના આધાર પર આપણે કર્મ કરીએ.
પૃથ્વી પરના સઘળા મનુષ્યોના પાપોને દૂર કરવા તેમની ઈચ્છા છે. શેતાન પાપ દ્વારા આપણા પૂર્વજ આદમને પાપમાં પાડવાનું કારણ બન્યો. પરંતુ આપણા ઈશ્વર પિતાની ઈચ્છા સઘળા મનુષ્યોના પાપોને સંપૂર્ણપણે દૂર કરવાની છે. આપણે સમજવું જોઈએ કે આપણા માટે પિતાની ઈચ્છા એવી નથી કે આપણે વિશ્વાસ યોગ્યતાથી દશાંશ અને સવારની પ્રાર્થના અર્પણ કરીએ, પણ તે આપણને સર્વ પાપોથી બચાવવા માંગે છે.
બાઈબલ કહે છે કે જે મને, ‘પ્રભુ પ્રભુ’ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે નહિ. તેનો અર્થ છે કે આપણે ફક્ત ઈસુમાં વિશ્વાસ ન કરીએ પણ આપણા સ્વર્ગીય પિતા આપણી પાસેથી શું ઈચ્છા રાખે છે તે પણ જાણીએ. પાપ અને નરકના દંડથી આપણને બચાવવા તેમની ઈચ્છા છે. આદમ અને હવાથી મળેલા વારસાને જાણવાનો અર્થ છે કે આપણે પાપમાં જીવી રહ્યા છીએ.
ઈશ્વરની ઈચ્છા
ઈશ્વરની ઈચ્છા શું છે?
પાપથી મુક્ત કરવા દ્વારા આપણને પોતાની સંતાન બનાવવી
માથ્થી ૩:૧૫ કહે છે, “હમણાં એમ થવા દે; કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણ માટે ઘટિત છે.” આ જ પ્રમાણે ઈશ્વરની યોજના પૂરી થઈ કે આપણને સર્વને પાપથી બચાવવા માટે ઈસુ આ જગતમાં આવ્યા. જયારે ઈસુએ યોહાન બાપ્તિસ્ત દ્વારા બાપ્તિસ્મા લીધું, ત્યારે જ ઈશ્વરની ઈચ્છા પૂરી થઈ ગઈ.
તે આપણને બચાવવા અને પોતાની સંતાન બનાવવા માંગે છે. તેથી, તેના પુત્રે આપણા સઘળા પાપો પોતાની ઉપર લઈ લીધા જેથી તે સર્વ લોકોને પોતાની સંતાન બનાવે, આ તેમની ઈચ્છા હતી અને જે લોકો શેતાનની જાળમાં ફસાયેલા હતા તેઓના સઘળા પાપો લઈ લેવા માટે તેણે પોતાના પુત્રને મોકલ્યો. સર્વ મનુષ્યો માટે તેણે પોતાનો પુત્ર આપી દીધો, આ તેમની ઈચ્છા હતી કે જેથી લોકો તેમની સંતાન બને.
જ્યારે ઈસુએ બાપ્તિસ્મા લીધું અને વધસ્તંભ પર મર્યો, ત્યારે ઈશ્વરની ઈચ્છાને પૂર્ણ કરી. તેની ઈચ્છા એ પણ છે આપણે વિશ્વાસ કરીએ કે જ્યારે ઈસુએ બાપ્તિસ્મા લીધું, ત્યારે આપણા સઘળા પાપો તેની ઉપર નાખવામાં આવ્યા હતા અને વધસ્તંભ પર તેના મૃત્યુ દ્વારા તેણે આપણા સર્વ અપરાધો માટે દંડ સહન કર્યો.
‘કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજનીત પુત્રો આપ્યો’ (યોહાન ૩:૧૬). ઈશ્વરે પોતાના લોકોને પાપથી બચાવ્યા. આવું કરવા માટે ઈસુએ પોતાની જાહેર સેવાના આરંભમાં યોહાન બાપ્તિસ્ત દ્વારા બાપ્તિસ્મા લીધું.
‘ઈસુએ ઉત્તર આપ્યો, હમણાં એમ થવા દે; કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણ માટે ઘટિત છે’ (માથ્થી ૩:૧૫). આ ઈશ્વરની ઈચ્છા હતી કે ઈસુ આ જગતમાં આવે, પોતાના બાપ્તિસ્મા દ્વારા જગતના સઘળા પાપોને પોતાની ઉપર લઈને, વધસ્તંભ પર મારે, અને ફરીથી સજીવન થાય.
આપણે આ સ્પષ્ટપણે જાણવું જોઈએ. ઘણાં લોકો માથ્થી ૭:૨૧ વાંચે છે અને વિચારે છે કે ઈશ્વરની ઈચ્છા છે કે આપણે આપણી ભૌતિક સંપતિને ભેંટમાં આપીને મંડળી બનાવીએ અને જીવનના અંતિમ સમય સુધી તેમની સેવા કરીએ.
ખ્રિસ્તી સાથીઓ આપણે જેઓ ઈસુ પર વિશ્વાસ કરવાવાળા છીએ તેઓએ પહેલા ઈશ્વરની ઈચ્છાને જાણવાની છે અને પછી તે પૂરી કરવાની છે.
ઈશ્વરની ઈચ્છા જાણ્યાં વગર પોતાને મંડળી માટે સમર્પિત કરવું ખોટું છે.
લોકો પોતાને પૂછે કે રૂઢીવાદી મંડળીની અંદર વિશ્વાસથી જીવવા સિવાય બીજું કયું કાર્ય હોઈ શકે છે. પરંતુ મેં પોતે પ્રિસ્બીટેરીયન મંડળીમાં કેલ્વિનવાદનું શિક્ષણ પ્રાપ્ત કર્યું અને દતક માતાના નિયંત્રણમાં જે એક અનુભવી પાળકના જેમ ધાર્મિક હતી, મારું પાલન પોષણ કરવામાં આવ્યું. હું કહેવાતા ‘રૂઢીવાદી મંડળીમાં’ આ શીખ્યો હતો.
પાઉલ પ્રેરિત કહે છે કે મને ગર્વ હતો કે હું બીન્યામીન કૂળનો છું અને મેં ગમાલિએલના હેઠળ અભ્યાસ કર્યો, તે એક મહાન ગુરુ હતો. નવો જન્મ પ્રાપ્ત કરતા પહેલા પાઉલ, ઈસુ પર વિશ્વાસ કરવાવાળા લોકોને બંદી બનાવતો હતો. પરંતુ તેણે દમસ્કના માર્ગમાં ઈસુનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો અને પાણી અને આત્મા દ્વારા નવો જન્મ લેવાના આશીર્વાદથી ન્યાયી બની ગયો.
આ કરતા પહેલા આપણે ઈશ્વરની ઈચ્છા જાણવી જોઈએ
ઈસુ પર વિશ્વાસ કરતા પહેલા આપણે શું જાણવું જોઈએ?
પહેલા આપણે તેની ઈચ્છા જાણવી જોઈએ
આપણું પવિત્રીકરણ ઈશ્વરની ઈચ્છા છે ‘કારણ કે ઈશ્વરની ઇચ્છા એવી છે કે, તમારું પવિત્રીકરણ થાય, એટલે તમે વ્યભિચારથી દૂર રહો’ (૧ થેસ્સાલોનિકી ૪:૩). આપણે જાણીએ છીએ કે આ ઈશ્વરની ઈચ્છા છે કે આપણે સંપૂર્ણ રીતે ‘પાણી અને આત્મા’ દ્વારા પવિત્ર થઈને વિશ્વાસમાં જીવન જીવીએ.
જો અહીંયા એવું કોઈ વ્યક્તિ છે જે ઈસુ પર વિશ્વાસ કરે છે, અને તેના હૃદયમાં પાપ છે, તો તે ઈશ્વરની ઈચ્છા અનુસાર જીવન નથી જીવી રહ્યાં. જો તે વિચારે છે કે આપણને પવિત્રકરણ દ્વારા ઈસુમાં ઉદ્ધાર મળે છે તો આપણે જાણવું જોઈએ કે તે ઈશ્વરની ઈચ્છા પૂરી કરવાથી થાય છે.
જ્યારે હું તમને પૂછું છું કે, ‘શું ઈસુ પર વિશ્વાસ કરવા છતાં તમારાં હૃદયમાં પાપ છે?’ અને તમારો જવાબ હા છે, ત્યારે સ્પષ્ટ છે કે તમે હજી પણ ઈશ્વરની ઈચ્છા નથી જાણતા. આ ઈશ્વરની ઈચ્છા છે કે આપણે પવિત્ર બનીએ અને ‘પાણી અને આત્મા’ પર વિશ્વાસ કરવા દ્વારા આપણા સઘળા પાપોથી બચી જઈએ.
એક વ્યક્તિ હતો તેને બે આજ્ઞાકારી પુત્રો હતા. એક દિવસે તેણે પોતાના મોટા દીકરાને બોલાવ્યો. તે ખુબજ આજ્ઞાકારી હતો, અને કહે છે, ‘દીકરા ગામની પેલે પાર એક મેદાન છે ત્યાં જાઓ.......’
વાત પૂરી થાય તે પહેલા, દીકરાએ કહ્યું, ‘હં પિતાજી’ અને તે ચાલ્યો ગયો. તેને શું કરવાનું છે જાણ્યાં પહેલાંજ તે ચાલવા લાગ્યો.
ત્યારબાદ પિતાએ બીજા દીકરાએ બોલાવ્યો, ‘દીકરા, ખુબજ આનંદની વાત છે અને સારી વાત છે કે તું ઘણો આજ્ઞાકારી છે પણ તું જાણે છે કે તારે શું કરવાનું છે?’
પણ દીકરાએ કહ્યું, ‘તે સારું છે પિતાજી. હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. મારાથી વધારે તમારું આજ્ઞાકારી કોણ છે?’
પરંતુ, તે ખાલી હાથે પાછો આવ્યો. પિતા તેની પાસે શું કરાવવા માંગતો હતો એ જાણ્યા વગર તેની પાસે કરવા માટે કંઈજ ન હતું. તેણે ફક્ત વિચાર્યા વગર આજ્ઞાપાલન કર્યું.
જો આપણે ઈસુ ખ્રિસ્તને ન જાણતાં હોત તો આપણે પણ તેના જેવા થઈ શકીએ છીએ. ઘણાં લોકો જે પોતાને સમર્પિત કરે છે, થીયોલોજીકલ સિદ્ધાંતોનું પાલન કરીએ છીએ, ઈમાનદારીથી દાન આપીએ છીએ, રાત્રે જાગીને પ્રાર્થના કરીએ છીએ, ઉપવાસ કરીએ છીએ...આ સઘળા લોકો ઈશ્વરની ઈચ્છા જાણ્યા વગર કાર્ય કરે છે.
જ્યારે તેઓ પોતાના હૃદયમાં પાપ લઈને મારી જાય છે, તેઓ સ્વર્ગના દ્વારથી પાછાં વળી જાય છે. તેઓ ઈશ્વરની ઈચ્છાને ઉત્સાહથી કરવા માંગે છે, પરંતુ નથી જાણતાં કે ઈશ્વરની ઈચ્છા શું છે.
વિધિ વિહીનતાના આચરણનો શો અર્થ છે?
પાણી અને આત્માની સુવાર્તા જાણ્યા વગર એક પાપીના રૂપમાં ઈસુ પર વિશ્વાસ કરવો.
‘તે દિવસે ઘણા મને કહેશે કે, ‘પ્રભુ, પ્રભુ, શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નથી? અને તમારે નામે ભૂતોને કાઢયાં નથી? અને તમારે નામે ઘણાં પરાક્રમી કામો કર્યાં નથી?’ ત્યારે હું તેઓને સાફ કહીશ કે, મેં તમને કદી પણ ઓળખ્યા નથી, ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ’ (માથ્થી ૭:૨૨-૨૩).
ઈશ્વર ઈચ્છે છે કે આપણે આ બાબતો કરીએ અને તે આપણી પાસેથી વિશ્વાસ પણ ઈચ્છે છે. તે ઈચ્છે છે કે આપણે વિશ્વાસ કરીએ કે ઈસુએ આપણા સઘળા પાપોને પોતાની ઉપર લઈ લીધા છે. છતાં પણ તેના પાણી અને આત્માની સત્યતા જાણ્યા વગર ઘણી ભવિષ્યવાણી કરાવી, દુષ્ટ આત્માઓ કાઢવી, અને તેના નામમાં ચમત્કાર કરવા.
ચમત્કાર કરવાનો અર્થ છે, ઘણી મંડળી બનાવવી, મંડળીને દાન આપવા માટે સંપતિ વેચવી, સઘળી વસ્તુઓ વચ્ચે પોતાના જીવનને પ્રભુ માટે સમર્પિત કરવું.
તેના નામમાં ભવિષ્યવાણી કરવાનો અર્થ છે, એક આગેવાન બનવું. આવા લોકો ફરોશીઓ સમાન છે જેઓ વ્યવસ્થા અનુસાર જીવવામાં ગર્વ કરે છે જ્યારે તેઓ ઈસુને અત્યંત નારાજ કરે છે. આ વાત રૂઢીવાદી ખ્રિસ્તીઓ પર પણ લાગૂ પડે છે.
દુષ્ટ આત્માઓને બહાર કાઢવાનો અર્થ છે કે સામર્થનો અભ્યાસ કરવો. તેઓ સર્વ પોતાના વિશ્વાસમાં અધિક ઉત્સાહથી ભરેલાં હોય છે, પરંતુ અંતમાં ઈશ્વરની ઈચ્છા તેઓને કહે છે કે તે તેઓને નથી ઓળખતો. ઈશ્વર તેઓને પૂછશે કે તેઓ કઈ રીતે ઈશ્વરને જાણે છે, જ્યારે ઈશ્વર તેઓને ઓળખતો જ નથી.
પ્રભુ કહે છે, ‘ત્યારે હું તેઓને સાફ કહીશ કે, મેં તમને કદી પણ ઓળખ્યા નથી, ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ.’ તે દિવસે, લોકોની મોટી ભીડ મોટા અવાજે કહેશે, ‘પ્રભુ, હું વિશ્વાસ કરું છું. હું વિશ્વાસ કરું છું કે તમે મારા મુક્તિદાતા છો.’ તેઓ કહેશે કે તેઓ તેને પ્રેમ કરે છે, પરંતુ તેઓના મનમાં પાપ છે. પ્રભુ તેઓને કહેશે, હે કુકર્મીઓ મારાથી દૂર જાઓ.
તે દિવસે, જેઓ નવો જન્મ પામ્યાં વગર મારી ગયા છે, ઈસુ આગળ ઘાટો પાડશે. ‘મેં ભવિષ્યવાણી કરી, મંડળી બનાવી અને તારા નામમાં ૫૦ મિશનરીઓને મોકલ્યા.’
પરંતુ ઈસુ ઉત્તર આપશે, ‘મેં તમને કદી પણ ઓળખ્યા નથી, ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ.’
‘તમારો મતલબ શું છે? શું તમે નથી જાણતા કે મેં તમારા નામમાં ભવિષ્યવાણી કરી? ઘણાં વર્ષોથી મેં મંડળીમાં સેવા કરી, મેં બીજાઓને તમારા વિશ્વાસ કરવા માટે કહ્યું. તમે કઈ રીતે મને નથી જાણતા?
તે ઉત્તર આપશે, ‘હું તને નથી જાણતો. મને ઓળખવાનો દાવો કરવાવાળા તમે કોણ છો? છતાં તારા હૃદયમાં હજી પાપ છે, મારાથી દૂર થા!’
એક વ્યક્તિ પોતાના મનમાં પાપ સાથે વિશ્વાસ કરે અથવા ઈશ્વરની વ્યવસ્થા અનુસાર વિશ્વાસ ન કરવો એ ઈશ્વર સમક્ષ કુકર્મ છે. તેની ઈચ્છાને ન જાણવી એ કુકર્મ છે. પાણી અને આત્માથી નવો જન્મ ન લેવાના આશીર્વાદને સમજ્યા વગર તથા તેની ઈચ્છા જાણ્યાં વગર તેને કરવાનો પ્રયાસ કરવો એ કુકર્મ છે. તેની ઈચ્છાનું પાલન કર્યા વગર તેનું અનુસરણ કરવું, એ પણ કુકર્મ છે. કુકર્મ એક પાપ છે.
બાઈબલમાં ઈશ્વરની ઈચ્છા
ઈશ્વરની સંતાન કોણ છે?
ન્યાયી જેઓમાં પાપ નથી
તે આપણા માટે તેમની ઈચ્છા છે કે આપણે પાણી અને આત્માથી નવો જન્મ પ્રાપ્ત કરવાની સુવાર્તા પર વિશ્વાસ કરીએ. સાચી સુવાર્તા આપણા નવા જન્મને પ્રોત્સાહિત કરે છે. આ પણ તેમની ઈચ્છા છે કે આપણે તેમની સંતાનના જેમ સુવાર્તા માટે જીવીએ. આપણે ઈશ્વરની ઈચ્છાને જાણવી જોઈએ, પરન્રું ઘણા લોકો પાણી અને આત્માથી નવો જન્મ લેવાની સુવાર્તાને નથી જાણતાં.
જ્યારે હું લોકોને પૂછું છું, કેમ તેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે? મોટાભાગના કહે છે કે તેઓ પાપોથી બચવા માટે ઈસુ પર વિશ્વાસ કરે છે.
હું ત્યારે પૂછું છું, ‘શું તમારા હૃદયમાં પાપ છે?’
તેઓ કહે છે, ‘નિશ્ચિત છે.’
‘તો, શું તમે ઉદ્ધાર મેળવ્યો છે કે નહિ?’
‘નિશ્ચિત મેં ઉદ્ધાર મેળવ્યો છે.’
‘શું એક પાપી જેના હૃદયમાં પાપ છે, તે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકે છે?’
‘ના, તેઓ નથી કરી શકતા.’
‘તો, શું તમે સ્વર્ગના રાજ્યમાં જઈ રહ્યાં છો કે નરકની આગમાં જઈ રહ્યાં છો?’
તેઓ કહે છે, તેઓ સ્વર્ગના રાજ્યમાં જઈ રહ્યાં છીએ
પરંતુ શું તેઓ જઈ શકે છે? તેઓ નિશ્ચિત નરકમાં જશે.
કેટલાંક લોકો વિચારે છે કે તેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે. તેઓ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકે છે પછી ભલે તેઓના હૃદયમાં પાપ કેમ ન હોય, આ ઈશ્વરની ઈચ્છા છે. પરંતુ ઈશ્વર સ્વર્ગના રાજ્યમાં પાપીઓનો સ્વીકાર નહિ કરે.
ઈશ્વરની ઈચ્છા શું છે? બાઈબલમાં કહેવામાં આવ્યું છે કે આપણે તેના પુત્રમાં વિશ્વાસ કરીએ, ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના રક્ત દ્વારા છૂટકારો મેળવવાના આશીર્વાદ પર વિશ્વાસ કરીએ. આ જ આપણા માટે ઈશ્વરની ઈચ્છા છે.
જેઓ પાણી અને આત્માથી નવો જન્મ પ્રાપ્ત કરવાના આશીર્વાદ પર વિશ્વાસ કરે છે તેઓ તેની સંતાન બની જાય છે. તેની સંતાન થવું તે આપણી ઉપલબ્ધી છે. તેઓની સંતાન ન્યાયી હોય છે.
જ્યારે ઈશ્વર આપણને ન્યાયી કહીને બોલાવે છે, ત્યારે શું તે એક પાપી ખ્રિસ્તીને ન્યાયી જેવું સન્માન આપે છે? ઈશ્વર ક્યારેય ખોટું નથી બોલતા. તેથી તેમના સન્મુખ, તમે એક પાપી છો અથવા તો એક ન્યાયી છો. ત્યાં પાપરહિત હોવા વિષે તમે વિચારી નથી શકતા. તે ફક્ત તેઓને તેડે છે જેઓ પાણી અને આત્માની સુવાર્તાથી પવિત્ર થવામાં વિશ્વાસ કરે છે.
આપણે કઈરીતે ઈશ્વરની સંતાન બની શકીએ છીએ?
પાણી અને રક્તની સુવાર્તાને સ્વીકાર કરવા દ્વારા
કેમ કે ઈશ્વરે જગતના સઘળા પાપો પોતાના પુત્ર ઉપર નાંખી દીધા, અને પછી તેમણે પોતે પોતાના પુત્રને વધસ્તંભ પર દંડ આપ્યો. ઈશ્વરે ક્યારેય ખોટું કહ્યું નથી. તે કહે છે, ‘પાપનો મૂસારો મરણ છે’ (રોમન ૬:૨૩). જ્યારે ઈશ્વરનો પુત્ર મર્યો, ત્યારે ત્રણ કલાક માટે આખી પૃથ્વી પર અંધકાર છવાઈ ગયો.
“અને આશરે નવમા કલાકે ઈસુએ મોટે અવાજે બૂમ પાડી કે, “એલી, એલી, લામા સાબાખ્થાની, “એટલે, ઓ મારા, ઈશ્ચર, મારા ઈશ્ચર, તમે મને કેમ મૂકી દીધો છે?” (માથ્થી ૨૭:૪૬).
સઘળા લોકોને તેઓના પાપોથી બચાવવા માટે ઈસુએ પોતાના બાપ્તિસ્મા દ્વારા જગતના સઘળા પાપો પોતાની ઉપર લઈ લીધા. તેને વધસ્તંભ પર ચઢાવવામાં આવશે અને પોતાના પિતા દ્વારા ત્યજી દેવામાં આવશે તેમ છતાં મનુષ્યજાતિના પાપો પોતાની ઉપર લઈ લીધા. તેથી ઈશ્વરે જગતના સર્વ પાપો માટે પોતાના પુત્રને દંડ આપ્યો. તેણે યર્દન નદીમાં સઘળા પાપોને ધોઈ નાખ્યાં છતાં પણ ઈશ્વરે ત્રણ કલાક માટે પોતાના પુત્રથી મુખ ફેરવી લીધું હતું.
‘પણ જેટલાંએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલાં તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાંને તેણે ઈશ્વરના છોકરાં થવાનો અધિકાર આપ્યો’ (યોહાન ૧:૧૨).
શું તમે ઈશ્વરની સંતાન છો? આપણે નવો જન્મ પામીએ છીએ કેમ કે આપણે પાણી અને આત્માથી નવો જન્મ પામવાની સુવાર્તા પર સ્વીકાર કર્યો છે. જેઓ પાણી અને આત્માથી નવો જન્મ પામે છે તેઓ ન્યાયી છે. આપણે સર્વ લોકો ન્યાયી થઈ ગયા છીએ.
‘જો ઈશ્વર આપણા પક્ષના છે તો આપણી સામો કોણ?’ (રોમન ૮:૩૧). જ્યારે ઈશ્વર સન્મુખ એક ન્યાયી વ્યક્તિ પોતાને ન્યાયી કહે છે અને જેઓ છૂટકારો પામવા પર ધ્યાન નથી આપતા તેઓનો ન્યાય થશે. તેથી પાઉલ પ્રેરિત કહે છે, ‘ઈશ્વરના પસંદ કરેલા ઉપર કોણ દોષ મૂકશે? [તેઓને] ન્યાયી ઠારાવનાર ઈશ્વર છે’ (રોમન ૮:૩૩). ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરે આપણા સઘળા પાપોને દૂર કર્યા છે અને આપણને પવિત્ર, ન્યાયી અને તેમની સંતાન બનવા માટે તેડ્યા છે. તે આપણને ઈશ્વરની ગૌરવપૂર્ણ સંતાન થવા માટેનો અધિકાર પ્રદાન કરે છે.
જેઓ પાણી અને આત્માથી નવો જન્મ પામે છે, તેઓ તેની સંતાન છે. તેઓ તેની સાથે અનંતકાળ સુધી રહેશે. તેઓ આ જગતમાં પ્રાણી માત્ર નથી, પણ ઈશ્વરની સંતાન છે, તેઓ સ્વર્ગમાં જશે.
હવે તેઓ ઈશ્વરની ન્યાયી સંતાન છે, એવું કોઈ પણ નથી જે તેઓ પર દોષ લગાવી શકે, તેઓનો ન્યાય કરી શકે, અથવા તો ઈશ્વરથી અલગ કરી શકે.
ઈસુ પર વિશ્વાસ કરવા માટે આપણે પાણી અને આત્માની સુવાર્તા જાણવી જોઈએ. આપણે બાઈબલને જાણવું જોઈએ. તે આવશ્યક છે કે આપણે ઈશ્વરની ઈચ્છાને જાણીએ અને વિશ્વાસ કરીએ જેથી તેની ઈચ્છા અનુસાર જીવન વ્યતીત કરીએ.
આ ઈશ્વરની ઈચ્છા છે કે પાણી અને આત્માથી પાપીનો નવો જન્મ થાય
કેમ ઈશ્વરે પોતાના પુત્રને પાપી મનુષ્યની સમાનતામાં મોકલ્યો?
તેના ઉપર સઘળા પાપો નાંખવા માટે
આ ઈશ્વરની ઈચ્છા છે કે આપણે છૂટકારો મેળવીએ અને પાણી અને આત્માથી નવો જન્મ મેળવીએ. ‘ઈશ્વરની ઈચ્છા એવી છે કે તમારું પવિત્રીકરણ થાય’ (૧ થેસ્સાલોનિકી ૪:૩).
પોતાના પુત્રને મોકલાવો એ ઈશ્વરની ઈચ્છા હતી. તેથી સઘળા પાપો તેની ઉપર નાંખી દેવામાં આવ્યા જેથી આપણને બચાવી લેવામાં આવે. આ આત્માનો નિયમ છે કે આપણે પાણી અને આત્માથી નવો જન્મ પ્રાપ્ત કરીએ. તે આપણને સઘળા પાપોથી છૂટકારો આપે છે.
આપણને છૂટકારો મળ્યો છે. હવે શું તમે સર્વ લોગો ઈશ્વરની ઈચ્છાને ઓળખી શકો છો? આપણ સર્વને બચાવી લેવા આ તેની ઈચ્છા છે. તે નથી ઈચ્છતો કે જગત સાથે આપણે સમાધાન કરીએ. પણ તેના બદલે તે ઈચ્છે છે કે આપણે તેના વચનો પર વિશ્વાસ કરીએ અને ફક્ત તેની જ આરાધના કરીએ.
ઈશ્વરની એવી પણ ઈચ્છા છે કે જેઓનો નવો જન્મ થઇ ગયો છે તેઓ સુવાર્તાની સાક્ષી આપે અને મંડળીમાં રહીને અન્ય આત્માઓને ઈશ્વર પાસે લાવવાના કાર્ય માટે પોતાને સમર્પિત કરે.
આપણે પાપ કરીએ છીએ, એટલા માટે નહિ કે આપણે પાપ કરવાની ઈચ્છા રાખીએ છીએ, પણ આપણે કમજોર છીએ એટલે. પરંતુ ઈસુએ તે પાપોને પોતાના ઉપર લઈ લીધા છે. ઈશ્વરે યોહાન બાપ્તિસ્ત દ્વારા જગતના સઘળા પાપોને ઈસુ પર નાખી દીધા. ઈશ્વરે પોતાના પુત્રને આ જ અભિપ્રાય માટે મોકલ્યો અને યોહાન દ્વારા તેને બાપ્તિસ્મા આપવામાં આવ્યું. આપણે તેમાં વિશ્વાસ કરવા દ્વારા ઉદ્ધાર પામ્યા છીએ. આ જ ઈશ્વરની ઈચ્છા છે.
આપણા માટે ઈશ્વરની એવી ઈચ્છા છે કે આપણે ઈસુ પર વિશ્વાસ કરીએ, જેને તેઓએ મોકલ્યો છે.
કેમ ઈસુ પાપી મનુષ્યની સમાનતામાં આવ્યો?
મનુષ્યજાતિના સઘળા પાપો પોતાના પર લેવા માટે
બાઈબલ કહે છે કે જેને ઈશ્વરે મોકલ્યો છે તેના પર વિશ્વાસ કરવો એ ઈશ્વરની ઈચ્છા પૂરી કરાવી છે. ‘ત્યારે તેઓએ તેમને પૂછયું, “અમે ઈશ્વરનાં કામ કરીએ તે માટે અમારે શું કરવું જોઈએ?” ઈસુએ તેઓને કહ્યું, “જેને તેમણે મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કરો, એ જ ઈશ્વરનું કામ છે.” માટે તેઓએ તેમને કહ્યું, “તમે શો ચમત્કાર દેખાડો છો કે અમે તે જોઈને તમારા પર વિશ્વાસ કરીએ? તમે શું કામ કરો છો? અમારા પૂર્વજોએ તો અરણ્યમાં માન્ના ખાધું, જેમ લખેલું છે કે, ‘તેમણે આકાશમાંથી તેઓને ખાવાની રોટલી આપી’ (યોહાન ૬:૨૮-૩૧).
લોકોએ ઈસુને કહ્યું કે જ્યારે મૂસા કાનાનના માર્ગમાં હતો ત્યારે ઈશ્વરે તેને એક ચિહ્ન આપ્યું, ઇસ્રાએલીઓને તેણે સ્વર્ગમાંથી મન્ના આપ્યું હું, અને તે પ્રકારે તેઓએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો (યોહાન ૬:૩૨-૩૯). લોકોએ ઈસુને પૂછ્યું, ‘અમે ઈશ્વરના કામ કરીએ તે માટે અમારે શું કરવું જોઈએ?’
ઈસુએ ઉત્તર આપ્યો, ઈશ્વરનું કાર્ય એ છે કે ઈશ્વરે જેને મોકલ્યો છે તેના પર વિશ્વાસ કરવાનો છે. ફક્ત વિશ્વાસ અને સુવાર્તા પ્રચાર નથી કરવાની પરંતુ આનંદથી ભરેલું જીવન જીવો, તે જ ઈશ્વરની ઈચ્છા છે.
ઈસુએ આપણને આદેશ આપ્યો છે, ‘એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું’ (માથ્થી ૨૮:૧૯-૨૦).
ઈસુ આપણને સ્પષ્ટ કહે છે કે પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામમાં બાપ્તિસ્મા આપો. સઘળું તેણે પોતાના પિતા માટે કર્યું અને પવિત્ર આત્મા તેના બાપ્તિસ્મામાં શામેલ છે. જ્યારે આપણે તેને સમજીએ છીએ, ત્યારે ઈશ્વર પર આપણે વિશ્વાસ કરીએ છીએ અને ઈસુએ જગતમાં જે કંઈ પણ કર્યું તેને જોઈએ છીએ અને પવિત્ર આત્મા તેની સાક્ષી આપે છે.
પાણી અને આત્માની સાક્ષી આપવા માટે, ઈસુને ઈશ્વર દ્વારા મોકલવામાં આવ્યો હતો. તેથી જયારે આપણે ફક્ત ઈશ્વરના વચન અને તેના સેવક પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણે ઉદ્ધાર પામીએ છીએ.
ઈશ્વરનું કાર્ય કરવું
આપણા જીવનનો ઉદ્દેશ્ય શું છે?
આખા જગતમાં સુવાર્તા ફેલાવવા દ્વારા ઈશ્વરની ઈચ્છા પૂરી કરાવી
જો આપણે ઈશ્વરનું કાર્ય કરીએ છીએ, તો પહેલા આપણે ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેમની મૃત્યુની સુવાર્તા પર વિશ્વાસ કરવો જોઈએ. ઈશ્વરનું કાર્ય એ છે કે તેમણે જેને મોકલ્યો તેના પર વિશ્વાસ કરો. ઈસુ પર વિશ્વાસ કરવા માટે, પહેલા આપણે વિશ્વાસ કરવો જોઈએ કે તેણે પાણી અને રક્ત દ્વારા આપણને બચાવ્યાં છે.
જ્યારે આપણે ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ અને સુવાર્તા સાંભળીએ છીએ, ત્યારે ઈશ્વરની ઈચ્છા આપણા અંદર પૂર્ણ થાય છે. આ પ્રમાણે આપણે ઈશ્વરનું કાર્ય કરીએ છીએ. તે આપણને કહે છે કે જેઓ પાણી અને આત્માથી નવો જન્મ લેવાના આશીર્વાદ પર વિશ્વાસ કરે છે, તેઓ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકે છે.
આવો, આપણે નિમ્નલિખિત હકીકત દ્વારા સ્વર્ગના રાજ્યમાં આપનું સ્થાન પ્રાપ્ત કરીએ. ઈસુના બાપ્તિસ્મા દ્વારા આપણા સઘળા પાપો તેની ઉપર નાખવામાં આવ્યા છે આ વાતને જાણીને અને વિશ્વાસ કરીને આપણે ઈશ્વરની ઈચ્છાને જાણવી જોઈએ. તેના રાજ્યના વિસ્તાર માટે જીવીએ અને અંતમાં મૃત્યુના દિવસ સુધી સુવાર્તા પ્રચાર કરીએ.
સાથી ખ્રિસ્તીઓ! જેઓ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરે છે, તેઓ ઈશ્વરનું કાર્ય કરે છે. ઈશ્વરનું કાર્ય એ છે કે, જેને તેઓએ મોકલો છે, તેના પર વિશ્વાસ કરવો. એવો વિશ્વાસ કરવો કે ઈશ્વરે જેને મોકલ્યો છે તેના પર સઘળા પાપો નાખવામાં આવ્યા છે આ ઈશ્વરનું કાર્ય કરવું છે અને તે ઈસુ ખ્રિસ્ત આપણો ઉદ્ધારક છે.
મનુષ્યને પાપથી છૂટકારો આપવા માટે જ્યારે ઈસુએ યર્દન નદીમાં બાપ્તિસ્મા લીધું અને વધસ્તંભ પર આપણા સર્વના માટે મર્યો આ કાર્ય ખુબજ નિપુણતા સાથે પૂરું થયું. ઈશ્વરના કાર્યનો બીજો ભાગ એ છે કે જેને તેઓએ મોકલ્યો છે તેના પર વિશ્વાસ કરવો, ઉદ્ધારક પર વિશ્વાસ કરવો જેને જગતના સઘળા પાપો પોતાની ઉપર લઈ લીધા, અને હવે આપણે જેઓએ નવો જન્મ પ્રાપ્ત કર્યો છે, તેઓ આખા જગતમાં સુવાર્તા પ્રચાર કરે.
હવે આપણે જેઓએ નવો જન્મ પ્રાપ્ત કર્યો છે તેઓએ જગતના અંત સુધી સુવાર્તા અનુસાર જીવન જીવવું અને પ્રચાર કરવાનો છે.
ઈશ્વરની ઈચ્છા જાણ્યાં વગર જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે, તે લોકો ક્યા જાય છે?
તેઓ નરકમાં જાય છે
‘તે દિવસે ઘણા મને કહેશે કે, ‘પ્રભુ, પ્રભુ, શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નથી? અને તમારે નામે ભૂતોને કાઢયાં નથી? અને તમારે નામે ઘણાં પરાક્રમી કામો કર્યાં નથી?’ ત્યારે હું તેઓને સાફ કહીશ કે, મેં તમને કદી પણ ઓળખ્યા નથી, ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ’ (માથ્થી ૭:૨૨-૨૩).
આ ભાગ સ્પષ્ટ કહે છે કે ઈશ્વર સન્મુખ કોણ પાપી છે અને કોણ કુકર્મ કરવાવાળા છે.
અહીંયા ઘણાં લોકો છે જેઓનો નવો જન્મ નથી થયો, અને તેઓ હે પ્રભુ, હે પ્રભુ કહે છે. તેઓ પીડામાં છે કેમ કે તેઓના હૃદયમાં હજી પણ પાપ છે. તેથી તેઓ ઈશ્વરને પોકારે છે; અધૂરા મનથી, યોગ્ય રીતે આરાધના તથા પ્રાર્થના કરતા ઘાટો પાડે છે.
તેઓ વિશ્વાસ કરે છે કે જો તેઓ પ્રાર્થનામાં રડે છે, તો તેઓના અંત:કરણ ધોવાઈ જાય છે, પરંતુ આ અસંભવ છે, કેમ કે તેઓના હૃદયમાં હજી પાપ છે. તેઓ પર્વત પર પ્રાર્થના કરે છે, તેઓ વેદના સાથે પોકાર કરે છે, જેમ કે ઈશ્વર ખુબજ દૂર છે. જ્યાં સુધી આપણને પૂર્ણ વિશ્વાસ થતો નથી ત્યાં સુધી આપણે વિનમ્ર થઈને ‘હે પ્રભુ, હે પ્રભુ’ પોકાર કરીએ છીએ.
કેટલીક મંડળીની અંદર જેઓનો નવો જન્મ નથી થયો તેવા લોકો એટલા ઉન્માદ સાથે પ્રાર્થના કરે છે કે મંડળીનું પુલપીટ તૂટી જાય છે.
પરંતુ, આપણે બાઈબલમાં જોઈ શકીએ છીએ કે પ્રત્યેક મનુષ્ય જે મને ‘હે પ્રભુ, હે પ્રભુ કહે છે,’ તેઓ આકાશના રાજ્યમાં પ્રવેશ કરશે નહિ. ફક્ત જેઓ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરે છે તેઓ જ પ્રવેશ કરશે. આ વિશ્વાસ તેઓને ઈશ્વરનું કાર્ય કરવામાં આગેવાની કરે છે.
બાઈબલ આપણને બતાવે છે કે આપણા હૃદયમાં પાપ સાથે તેનું નામ પોકારવું કુકર્મ છે. શું તમે ક્યારેય પણ પર્વત પર થનારી પ્રાર્થના સભામાં ગયા છો? કેટલીક વૃદ્ધ સેવા કરનારી સ્ત્રીઓ રડે છે અને વિલાપ કરે છે, તેના નામને પોકારતી રહે છે કેમ કે હકીકતમાં તેઓ ક્યારેય ઈસુને મળી નથી, અને ન તો તેઓએ પોતાના હૃદયમાં તેની આત્માનો સ્વીકાર કર્યો છે, કે નથી તેઓએ પાણી અને આત્માથી નવો જન્મ લીધો. આવા લોકો તેના નામને ખુબજ આવશ્યક રીતે પોકારે છે કેમ કે તેઓ હંમેશા એવી બીક સાથે જીવન જીવે છે કે તેઓ નરકમાં જશે.
ધારો કે કેટલાક લોકો મિશનરી કે પાળકના રૂપમાં સેવા કરવા માટે પોતાનું જીવન મંડળીમાં સમર્પિત કરે છે, અંતમાં તેઓને ઈશ્વર દ્વારા નકામાં જાણીને છોડી દેવામાં આવે છે, આ બાબત તેમનું હૃદય તોડવા માટે પુરતી છે. પરંતુ જો આપણે ઈશ્વર જે રાજાઓનો રાજા, આત્માઓનો ન્યાયી છે તેના દ્વારા ત્યજી દેવાઈએ તો આપને ક્યા જઈશું?
મને આશા છે કે તમારામાંથી કોઈની પણ સાથે આવું ન થાય. મહેરબાનીને આ સાંભળો અને પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરો. આપણા માટે ઈશ્વરની ઈચ્છા એ છે કે આપણે પાણી અને આત્માની સુવાર્તામાં નવો જન્મ પામીએ અને તેમાં જ જીવન જીવીએ.
આપણ ખ્રિસ્તીઓએ હકીકતમાં પાણી અને આત્માની સુવાર્તા, ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ કરવો જોઈએ અને બાઈબલની સત્યતાથી સામર્થ પ્રાપ્ત કરવું જોઈએ. ફક્ત ત્યારે જ આપણે ઈશ્વરના ન્યાયથી બચી શકીએ છીએ.