(પ્રેરિત ૧:૪-૮)“તેમણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી, “યરુશાલેમથી જતા ના, પણ પિતાનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની રાહ જોતા રહેજો; કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.” હવે તેઓ એકત્ર થયા ત્યારે તેઓએ તેમને પૂછયું, “પ્રભુ, શું તમે આ સમયે ઇઝરાયેલનું રાજ્ય ફરીથી સ્થાપન કરો છો?” તેમણે તેઓને કહ્યું, “જે કાળ તથા સમય પિતાએ પોતાના અધિકારમાં રાખ્યા છે, તે જાણવાનું તમારું કામ નથી. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો; અને યરુશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.”
શું પવિત્ર આત્મા ઈશ્વર તરફથી મળતી ભેંટ છે કે વ્યક્તિના પ્રયાસો દ્વારા તેને આપવામાં આવ્યો છે?
આ ભેંટ છે જે તે વ્યક્તિને આપવામાં આવી છે જેણે પોતાના પાપોની માફી મેળવી છે, અને ઈશ્વરના વાયદાનો પૂર્ણ થવાનો અર્થ જેની અંદર છે.
એક વાર મને પ્રાર્થના દ્વારા પવિત્ર આત્મા જેવી કોઈ વસ્તુ પ્રાપ્ત થવાનો અનુભવ થયો. પણ આ વસ્તુ લાંબા સમય સુધી ન રહી, અને જલ્દી જ પાપને કારણે સમાપ્ત થઈ ગઈ. જોકે, હવે હું તમને પવિત્ર આત્મા વિષે હકીકત બતાવવા માંગુ છું, જે અનંતકાળ સુધી અપની અંદર રહેશે, સરળતાથી પાપ દ્વારા હોલવાઈ જવાવાળી ખોટી આત્મા દ્વારા નહિ, પરંતુ સાચી સુવાર્તાના માધ્યમથી. હવે હું જે પવિત્ર આત્માને આ સંદેશ દ્વારા પરિચિત કરાવીશ જે તમે પ્રાર્થનાઓ દ્વારા પ્રાપ્ત કરી શકતા નથી, પણ આ ફક્ત પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસના માધ્યમથી પ્રાપ્ત થાય છે.
હું તમને આ પુસ્તક દ્વારા [1]પવિત્ર આત્માને તમારી અંદર નિવાસ કરવા માટે દોરવણી કરવા માંગુ છું. તમને સમજાશે કે જે સંદેશ હું આપી રહ્યો છું તે પવિત્ર આત્માથી પ્રેરિત છે. આ સમયે ઈશ્વરની પૂર્ણ ઈચ્છા એ છે કે આપણે પવિત્ર આત્માને પ્રાપ્ત કરીએ. તમે આ પુસ્તક દ્વારા પવિત્ર આત્મા વિષે જાણી શકો છો અને તેને પ્રાપ્ત કરી શકો છો. જો આ પુસ્તક તમારા માટે પુરતી નથી, તો મારા દ્વારા પહેલાં પ્રકાશિત કરેલી મારી બે પુસ્તકોને વાંચવાની હું સલાહ આપું છું. તમે આ પુસ્તકો દ્વારા ઈશ્વર સન્મુખ પૂર્ણ વિશ્વાસ પ્રાપ્ત કરશો.
| 1 પવિત્ર આત્મા નવો જન્મ પામેલાં વ્યક્તિના હૃદયમાં રહે છે, જેના પાપ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવા દ્વારા માફ થયા છે. જયારે તે સંતની અંદર આવે છે, તે હંમેશા માટે તેના અંદર રહે છે, અને જ્યાં સુધી તે સુવાર્તા પર વિશ્વાસ કરે છે ત્યાં સુધી તેને નથી છોડતો. તે સંતોને નિશ્ચિતતા આપે છે, બાઈબલમાં ઈશ્વરની ઈચ્છા જાણવા તેની દોરવણી કરે છે, આ જગતના સઘળા પ્રલોભનો અને તકલીફોથી પાર થવા માટે સામર્થી બનાવે છે, અને પવિત્ર આત્માના ફળ આપવા માટે સક્ષમ બનાવે છે. ઈશ્વર પવિત્ર આત્માની અંતર્નીવાસ આપીને સંતોના શરીરની મંદિરના રૂપમાં મહિમા કરે છે (પ્રેરિત ૨:૩૮-૩૯, યોહાન ૧૪:૧૬, ૧૬:૮-૧૦, ૧ કરિંથી ૩:૧૬, ૬:૧૯, ગલાતી ૫:૨૨-૨૩). |
ઘણાં ખ્રિસ્તીઓ પેન્ટીકોસ્ટના દિવસે ઈસુએ શિષ્યો પર પવિત્ર આત્મા આપ્યો તેમ પવિત્ર આત્મા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. આ વિધીનો ફાયદો ઉઠાવીને કેટલાંક લોકોએ મોટી રકમ લૂંટી લીધી છે. તેઓ એવો દેખાવ કરે છે કે પવિત્ર આત્મા એક એવી વસ્તુ છે જેને મનુષ્યના પ્રયાસો દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. તેઓ દર્શન જોવા માંગે છે, ચમત્કાર કરવા માંગે છે, ઈસુનો અવાજ સાંભળવા માંગે છે, અન્ય ભાષામાં બોલવા માંગે છે, રોગોને સારા કરવા માંગે છે અને દુષ્ટ આત્માઓને બહાર કાઢવા માંગે છે. જોકે, તેઓના હૃદયમાં પાપ છે, અને તેઓ દુષ્ટ આત્માઓના પ્રભાવમાં છે (એફેસી ૨:૧-૨). હજી પણ ઘણાં લોકો એવું જાણે છે કે તેઓ દુષ આત્માના પ્રભાવમાં છે છતાં પણ તેવું જીવન જીવવાનો પ્રયાસ કરે છે. આ જ કારણ છે કે શેતાન ચિહ્ન અને ચમત્કાર જેવા દરેક પ્રકારનો ઉપયોગ કરીને લોકોને છેતરે છે જે હકીકતમાં ફક્ત ભ્રમ છે.
ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “યરુશાલેમથી જતા ના, પણ પિતાનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની રાહ જોતા રહેજો” (પ્રેરિત ૧:૪). પ્રેરીતોમાં પ્રગટ કરવામાં આવેલી પવિત્ર આત્માની પ્રાપ્તિ “અનુભવ”, “ભક્તિ” કે “પસ્તાવાની પ્રાર્થના” ના દ્વારા નથી, પણ “પવિત્ર આત્માની પ્રતીક્ષા” ના દ્વારા તેઓને પવિત્ર આત્મા આપવા માટે છે. આ ભાગથી આપણે જે શીખવું જોઈએ તે એ છે કે પવિત્ર આત્માની પ્રાપ્તિ પ્રાર્થનાઓ દ્વારા થતી નથી. આ ઈશ્વરનો ઉપહાર છે, જો ફક્ત પાણી અને આત્માની સુંદર સુવાર્તા પર પૂર્ણ વિશ્વાસ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે, જે ઈશ્વર પિતા અને ઈસુ ખ્રિસ્તે મનુષ્યજાતિને આપ્યું છે. પવિત્ર આત્માની ખરી પ્રાપ્તિ તે સુવાર્તામાં વિશ્વાસ દ્વારા થાય છે જે ઈસુ ખ્રિસ્તે આપણને આપ્યું છે. ઈશ્વરે આપણને પાણી અને આત્માનું સત્ય આપ્યું જેથી આપણે પવિત્ર આત્માને (૧ યોહન ૩:૩-૫) પ્રાપ્ત કરી શકીએ.
“પવિત્ર આત્માનો વાયદો” આ વાક્ય ઘણીવાર નવા કરારમાં પ્રગટ થયો છે. પેન્ટીકોસ્ટના દિવસે પવિત્ર આત્માના બાપ્તિસ્મા પર પોતાના સંદેશમાં કહે છે (પ્રેરિત ૨:૩૮-૩૯), “આ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવાના પરિણામ સ્વરૂપ પાપોની માફી પ્રાપ્ત કરવાવાળાને પવિત્ર આત્મા આપવાનું ઈશ્વરનું વચન છે.”
પવિત્ર આત્માનો અંતર્નીવાસ તે લોકોને આપવામાં આવ્યો છે જેઓ પોતાના પાપોની માફી પ્રાપ્ત કરે છે, અને તેમાં ઈશ્વરના વચનની પૂર્તિનો અર્થ સમાયેલો છે. નવા કરારમાં પવિત્ર આત્મા એવો નથી જે ઈશ્વર અને મનુષ્યો વચ્ચે સમાધાન દ્વારા પ્રાપ્ત કરી શકાય, પણ ઈશ્વર દ્વારા એક વાયદો કરવામાં આવેલો ઉપહાર છે. તેથી, પવિત્ર આત્માનો અંતર્નીવાસ, જેમ પ્રેરીતોમાં જોઈ શકાય છે, તે એવી વસ્તુ નથી જેને પ્રાર્થના દ્વારા પ્રાપ્ત કરી શકાય (પ્રેરિત ૮:૧૯-૨૦).
પવિત્ર આત્મા ફક્ત તેઓ ઉપર જ આવે છે જેઓ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરે છે જે ઈસુએ આપણને આપી છે. ઈસુએ તેના શિષ્યોને પવિત્ર આત્મા મોકલવાનો વાયદો કર્યો જેથી તેઓ પવિત્ર આત્માને તેમની અંદર રાખી શકે. “કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો” (પ્રેરિત ૧:૫). તેથી, તેના શિષ્યોએ ઈશ્વરના વચનને પૂરું થવા માટે રાહ જોઈ.
બાઈબલમાં જે લોકોએ પવિત્ર આત્મા મેળવ્યો તેઓના વિશ્વાસને જોઈએ, આપણે અનુભવ કરી શકીએ છીએ કે આ તેઓના પ્રયાસોથી નહિ પણ ઈશ્વરની ઈચ્છાથી થયું. પ્રેરિતોના કૃત્યોમાં શિષ્યો પર આવવાવાળો પવિત્ર આત્માનો અંતર્નીવાસ માનવીય પ્રયાસ કે આત્મિક ઉપલબ્ધિના આધાર પર નહોતું થયું.
પોતાના શિષ્યો પર પવિત્ર આત્મા આવવો, જેમ કે આ પ્રેરિતોમાં લખવામાં આવ્યું હતું તે જલ્દી સાચું થઈ ગયું. આ તેવું જ હતું જેવું ઈસુએ કહ્યું હતું, “હવેથી વધારે દિવસ નહિ.” આ પ્રારંભની મંડળીના સમયમાં પહેલો આશીર્વાદ. ઈશ્વરને જોઈએ, આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વરનો વાયદો ઉપવાસ, પ્રાર્થના, કે આત્મ-બલિદાન દ્વારા પૂરું નાઠું થયું, પણ ઈસુ પર વિશ્વાસના માધ્યમથી પૂરું કરવામાં આવ્યું હતું. ઈસુના સ્વર્ગારોહણ પછી, વિશ્વાસીઓને એક જ સમયમાં પાપોની માફી અને પવિત્ર આત્માના અંતર્નીવાસની પ્રાપ્તિ થઈ.
પવિત્ર આત્મા ઈસુના શિષ્યો પર અચાનક આકાશથી ઉતાર્યો!
“પચાસમાના મારવાનો દિવસ આવ્યો, તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકત્ર થયા હતા” (પ્રેરિત ૨:૧). ઈસુના શિષ્યો એક સ્થળે એકઠા થયા હતા અને તેઓ ઈશ્વરના વચન અનુસાર, પવિત્ર આત્માની રાહ જોઈ રહ્યાં હતા. અને પવિત્ર આત્મા અંતમાં તેની ઉપર આવ્યો.
“ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીના ઘુઘવાટ જેવો અવાજ આવ્યો, અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી રહ્યું, અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી; અને તેઓમાંના દરેક ઉપર [એક એક] બેઠી. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ જુદી જુદી ભાષાઓમાં બોલવા લાગ્યા” (પ્રેરિત ૨:૨-૪).
પવિત્ર આત્મા “સ્વર્ગથી અચાનક” તેઓ ઉપર આવ્યો. અહીંયા “અચાનક” શબ્દનો અર્થ છે કે આ મનુષ્યની ઈચ્છા અનુસાર કરવામાં નહોતું આવ્યું. તેના બદલે, આ વાક્ય “સ્વર્ગથી” બતાવે છે કે પવિત્ર આત્મા ક્યાંથી આવ્યો, અને એ વિચારને પણ બતાવે છે કે પવિત્ર આત્માનો અંતર્નીવાસ મનુષ્યની ઈચ્છા કે પ્રયાસોથી પ્રાપ્ત કરી શકાતું નથી. વાક્ય “સ્વર્ગથી” એવું દર્શાવે છે કે પ્રાર્થનાના માધ્યમથી પવિત્ર આત્માને પ્રાપ્ત કરી શકાય છે આ એક ખોટો દાવો છે.
બીજા શબ્દોમાં, એવું કહેવું કે સ્વર્ગથી અચાનક પવિત્ર આત્માનો અર્થ છે કે પવિત્ર આત્માનો અંતર્નીવાસ સાંસારિક સાધનો દ્વારા થતો નથી, જેમ કે અન્ય ભાષા બોલાવી કે આત્મ-બલિદાન. ઈસુના શિષ્યો પહેલીવાર સર્વ દેશના લોકોને સુંદર સુવાર્તા સંભળાવવા માટે અન્ય ભાષામાં બોલ્યા. તેનું કારણ એ છે કે તેઓને પવિત્ર આત્માની સહાયથી અન્ય ભાષા બોલવાવાળા યહૂદીઓને તેઓની ભાષામાં સુવાર્તા પ્રચાર કરવાની અનુમતિ આપવી હતી. ભિન્ન દેશના લોકોને આ અજીબ લાગતું હતું કે તેઓએ શિષ્યોને તેઓની ભાષામાં વાત કરતા જોયા, કેમ કે મોટાભાગના શિષ્યો ગાલીલના હતા.
“અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી; અને તેઓમાંના દરેક ઉપર [એક એક] બેઠી. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ જુદી જુદી ભાષાઓમાં બોલવા લાગ્યા” (પ્રેરિત ૨:૨-૪). અહીંયા આપણે પવિત્ર આત્મા “તેઓમાંના દરેક પર ઉતર્યો” આ વાક્ય પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. શિષ્યો, એક સ્થળે પવિત્ર આત્માના આવવાની રાહ જોતા, તેઓ પહેલાંથી જ પાણી અને આત્માથી નવો જન્મ પામવાની સુવાર્તા પર વિશ્વાસ કરતા હતા.
ઘણાં ખ્રિસ્તીઓ આજકાલ એવું માનવા દ્વારા આ ભાગને ખોટો સમજે છે કે જ્યારે તેઓ પ્રાર્થના કરશે ત્યારે પવિત્ર આત્મા હવાના તોફાનની જેમ તેઓ ઉપર આવશે. જોકે, આ પવિત્ર આત્મા વિષે ગેરસમજ છે જે અજ્ઞાનતા અને ભ્રમને કારણે ઉત્પન્ન થાય છે. જયારે તે લોકો ઉપર ઉતારે છે ત્યારે શું પવિત્ર આત્મા આવો અવાજ કરે છે? ના, તે આવું નથી કરતો.
જે લોકો પોતાના કાનોથી આવું સાંભળે છે તે એવો અવાજ છે જે શેતાન ત્યારે કરે છે જ્યારે તે લોકોની આત્માઓને નષ્ટ કરે છે. જ્યારે તે પવિત્ર આત્મા હોવાનો ઢોંગ કરીને લોકોને ભ્રમમાં નાખવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે આવા અવાજો, ભ્રમ, નકલનો અવાજ અને ખોટા ચમત્કારો સાથે કામ કરે છે. પવિત્ર આત્માના આવવાની સાક્ષી માટે લોકો આ વાતોને ભૂલી જાય છે. લોકો એવું પણ વિચારે છે કે પવિત્ર આત્મા તેજ હવાની જેમ ‘સુહહ” અવાજ સાથે આવે છે. તેઓને દુષ્ટ આત્માઓ દ્વારા ભરમાવવામાં આવે છે. પ્રેરિતોમાં લખેલું પવિત્ર આત્માનું આગમન સુંદર સુવાર્તા પર વિશ્વાસ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે.
પિતરનો વિશ્વાસ (૧ પિતર ૩:૨૧) તેને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવાની અનુમતિ આપવા માટે પરિપૂર્ણ હતો
પ્રેરિતોના કૃત્યો અધ્યાય ૨માં પહેલા પેન્તીકોસ્ટની ઘટનાઓને સ્વીકાર કરીને, ઈશ્વર એ સત્યતા પર જોર આપવા માગે છે કે પવિત્ર આત્મા તે લોકો પર આવ્યો કેમ કે તેઓ પહેલાંથી જ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરતા હતા. પણ લોકો “પેન્તીકોસ્ટ” વિષે વિચારે છે કે પવિત્ર આત્મા સ્વર્ગથી કંઈક અલૌકિક સંકેતો અને અવાજો સાથે આવે છે.
આ જ કારણ છે કે આજકાલ જાગૃતિની સભાઓમાં, એવું માનવામાં આવે છે કે વ્યક્તિ ઉન્મત પ્રાર્થનાઓ, ઉપવાસો તથા હાથ રાખવા દ્વારા પવિત્ર આત્મા પામી શકે છે. દુષ્ટ આત્માથી ગ્રસિત થવું, બેહોશ થઈને પડી જવું, ઘણાં દિવસો સુધી અસ્ત વ્યસ્ત રહેવું, અથવા બેકાબુ થઈને ધ્રુજવું પવિત્ર આત્માના કર્યો નથી.
પવિત્ર આત્મા તર્કસંગત છે અને મનુષ્યના વ્યક્તિત્વની અવહેલના કરતો નથી. તે મનુષ્ય પ્રત્યે અપમાનજનક વ્યવાર કરતો નથી કેમ કે પવિત્ર આત્મા ઈશ્વર છે, જેની પાસે બુદ્ધિ, લાગણી અને ઈચ્છા શક્તિ છે. તે લોકો પર ફક્ત ત્યારે જ આવે છે જયારે તેઓ પાણી અને આત્માની સુવાર્તાના વચનો પર વિશ્વાસ કરે છે (પ્રેરિત ૨:૩૮).
પિતરે સાક્ષી આપી કે પવિત્ર આત્મા યોએલ પ્રબોધકની ભવિષ્યવાણીના રૂપમાં શિષ્યો પર આવ્યો હતો. તે ઈશ્વરના વચનની પૂર્તિ હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે પવિત્ર આત્મા તે લોકો પર આવશે જેઓ પોતાના પાપોની માફી મેળવે છે. બીજા શબ્દોમાં, પવિત્ર આત્માનો અંતર્નીવાસ તે લોકોને આપવામાં આવે છે જેઓ આ વાત પર વિશ્વાસ કરે છે કે ઈસુને યોહાન દ્વારા બાપ્તિસ્મા આપવામાં આવ્યું હતું અને સર્વ મનુષ્યોને તેઓના પાપોથી બચાવવા માટે વધસ્તંભ પર ચઢાવવામાં આવ્યો હતો. યોએલની ભવિષ્યવાણી સાથે પિતરનો ઉપદેશ આપણને બતાવે છે કે આપણે તે જાણવાની જરૂર છે કે ઈસુને બાપ્તિસ્મા કેમ આપવામાં આવ્યું અને આપણે તેના પર વિશ્વાસ કેમ કરવો જોઈએ. આ હકીકતને જાણવાથી ખ્રિસ્તીઓને પવિત્ર આત્મા પ્રાપ્ત થાય છે.
શું તમે તે સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરો છો જેના વિષે પિતર સાક્ષી આપે છે? (૧ પિતર ૩:૨૧) કે પછી તમારી પાસે હજી પણ અંધવિશ્વાસ છે જે સુંદર સુવાર્તાથી વિપરીત છે? શું તમે ઈશ્વરની યોજનાઓની ચિંતા કર્યા વગર પોતાના દ્વારા પવિત્ર આત્મા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો છો? જો કોઈ વ્યક્તિ ઈશ્વર પર વિશ્વાસ કરે છે અને પોતાના પાપોને સાફ કરવાની આશાએ પસ્તાવાની પ્રાર્થના કરે છે, તો પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવા સિવાય પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટેનો બીજો કોઈ માર્ગ નથી.
શું તમે પાણી અને આત્માની સુવાર્તાનું જ્ઞાન ન હોવા છતાં પવિત્ર આત્માના અંતર્નીવાસની રાહ જોઈ રહ્યાં છો? શું તમે ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્તનો સાચો અર્થ જાણો છો, જે તમારા હૃદયમાં પવિત્ર આત્માના અંતર્નીવાસનું કારણ બને છે. તમને ખબર હોવી જોઈએ કે પવિત્ર આત્માનો અંતર્નીવાસ ત્યારે જ શક્ય છે જ્યારે તમે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરો છો. પવિત્ર આત્માના સાચા અંતર્નીવાસની અનુમતિ ફક્ત તે લોકોને જ આપવામાં આવે છે જેઓ પાણી અને આત્માની સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે. આપણને પાણી અને આત્માની સુવાર્તા આપી, જે પવિત્ર આત્માના અંતર્નીવાસ માટે આપણી દોરવણી કરે છે એટલા માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ.