• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

વિષય ૮ : પવિત્ર આત્મા

[8-2] શું કોઈ વ્યક્તિ ખરેખર પોતાના પ્રયાસોથી પવિત્ર આત્માને ખરીદી શકે છે? (પ્રેરિતોના કૃત્યો ૮:૧૪-૨૪)

શું કોઈ વ્યક્તિ ખરેખર પોતાના પ્રયાસોથી પવિત્ર આત્માને ખરીદી શકે છે?(પ્રેરિતોના કૃત્યો ૮:૧૪-૨૪)
“હવે સમરૂનીઓએ ઈશ્વરની વાત સ્વીકારી છે એવું યરુશાલેમમાં પ્રેરિતોના સાંભળવામાં આવ્યું, એટલે તેઓએ પિતર તથા યોહાનને તેઓની પાસે મોકલ્યા. ત્યાં પહોંચ્યા પછી તેઓ પવિત્ર આત્મા પામે માટે તેઓએ તેઓને માટે પ્રાર્થના કરી. કેમ કે ત્યાર સુધી તેઓમાંના કોઈના ઉપર તે ઊતર્યો નહોતો, પણ તેઓ માત્ર પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા પામ્યા હતા. પછી તેઓએ તેઓના પર હાથ મૂક્યા, એટલે તેઓ પવિત્ર આત્મા પામ્યા. હવે પ્રેરિતોના હાથ મૂકવાથી પવિત્ર આત્મા આપવામાં આવે છે, એ જોઈને સિમોને તેઓને પૈસા આપવા માંડયા. અને કહ્યું, “તમે મને પણ એ અધિકાર આપો કે જેના પર હું હાથ મૂકું તે પવિત્ર આત્મા પામે.” પણ પિતરે તેને કહ્યું, “ઈશ્વરનું દાન પૈસાથી વેચાતું લેવાનું તે ધાર્યું માટે તારી સાથે તારા પૈસા નાશ પામો. આ વાતમાં તારે લાગભાગ નથી, કેમ કે તારું અંત:કરણ ઈશ્વરની આગળ ચોખ્ખું નથી. માટે તારી આ દુષ્ટતાનો પસ્તાવો કર, અને પ્રભુને વિનંતી કર કે, કદાચ તારા અંત:કરણનો વિચાર તને માફ થાય. કેમ કે હું જોઉં છું કે તું પિત્તની કડવાશમાં અને પાપના બંધનમાં છે.” ત્યારે સિમોને ઉત્તર આપ્યો, “તમારી કહેલી વાતોમાંની કોઈ પણ મારા પર ન આવે માટે તમે મારે માટે પ્રભુને વિનંતી કરો.”


સ્ધુ કોઈ વ્યક્તિ હાથ રાખવાં દ્વારા પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકે છે?
ના. તેને પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવો પડશે.
 
મુખ્ય ભાગનાં આધારે, હું આ વાત પર એક ઉપદેશ આપવા માંગું છું કે શું “પોતાના પ્રયાસોથી પવિત્ર આત્માનું અંતર્નીવાસ પ્રાપ્ત કરી શકાય છે” પ્રારંભની મંડળીના સમયમાં પ્રેરિતોને ઈશ્વરથી સામર્થ પ્રાપ્ત થઈ હતી અને તેઓને વિભિન્ન સ્થાનો પર મોકલવામાં આવ્યા હતા. પ્રેરિતોમાં ઘણી અલૌકિક ઘટનાઓ છે, તેમાંની એક છે પ્રેરિતોએ વિશ્વાસીઓના માથાં પર હાથ મૂક્યા ત્યારે પવિત્ર આત્માનું તેઓ પર ઉતરવું. બાઈબલ કહે છે, “જ્યારે પ્રેરિતોએ તેઓ પર હાથ રાખ્યા જેઓએ ઈસુ પર વિશ્વાસ કરવા છતાં પણ પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો નહતો, ત્યારે તેઓએ પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો”.
તો પછી તેઓએ હાથ રાખવા દ્વારા પવિત્ર આત્મ કઈરીતે પ્રાપ્ત કર્યો હતો? તે સમયે ઈશ્વરના વચનો હજી લખવામાં આવી રહ્યાં હતા અને કાર્ય હજી પૂરું થયું નહોતું, તેથી ઈશ્વરે પ્રેરિતોને પોતાનું મિશન પૂરું કરવા માટે વિશેષ અધિકાર આપ્યાં હતા. તે પ્રેરિતોની સાથે હતો અને તેઓ દ્વારા ઘણાં ચિહ્ન અને ચમત્કાર થયા. આ એક વિશેષ સમય હતો, જ્યારે ઈશ્વરે ચિહ્ન અને ચમત્કાર કર્યા, જે લોકોને વિશ્વાસ અપાવવા માટે મનુષ્યોની આંખોથી જોઈ શકાતું હતું કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરનો પુત્ર અને ઉદ્ધારક છે. ઈશ્વરે પ્રેરિતોની સાથે મળીને પવિત્ર આત્માના કાર્યને સામર્થી રીતે બતાવવાની જરૂર હતી કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે અને તે ઈશ્વરનો પુત્ર, ઉદ્ધારક છે. જો પ્રારંભિક મંડળીના સમયમાં પવિત્ર આત્માએ ચિહ્ન અને ચમત્કાર દ્વારા કાર્ય કર્યું નહોત તો કોઈપણ વ્યક્તિને વિશ્વાસ થયો નહોત કે ઈસુ ઉદ્ધારક છે.
જોકે, આપણા માટે આજે ચિહ્ન અને ચમત્કારો દ્વારા પવિત્ર આત્મા પ્રાપ્ત કરવો આવશ્યક નથી, કેમ કે બાઈબલ પૂર્ણ થઇ ચુકી છે. હવે પવિત્ર આત્માનો અંતર્નીવાસ વિશ્વાસ પર નિર્ભર છે. બીજા શબ્દોમાં, સત્યની સુવાર્તા પર વિશ્વાસ કરવો. ઈશ્વર તે લોકોને પવિત્ર આત્માનો અંતર્નીવાસ આપે છે જેઓ ઈશ્વરના વચનો પર વિશ્વાસ કરે છે, કેમ કે તે ઈસુનું આ જગતમાં આવવા અને તેના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા પૂર્ણ થયું છે.
આજકાલ, ઘણાં પાળકો વિશ્વાસીઓને શીખવે છે કે ચમત્કારની દેખાતી ઘટના પવિત્ર આત્માના અંતર્નીવાસની ઘટના છે. અને તે તેવી જ રીતે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે વિશ્વાસીઓની દોરવણી કરે છે. તેઓ લોકોને ખોટા ઉપદેશ આપીને તેઓને છેતરે છે, જેમ કે અન્ય ભાષામાં બોલવું પવિત્ર આત્માના આવવાનો સંકેત છે. આ પાળકો પોતાને મહાન ચિહ્નો અને ચમત્કાર કરવાવાળા પ્રેરિત માને છે, અને તેઓ ધાર્મિક કટ્ટરપંથીઓનું ધ્યાન આકર્ષિત કરે છે જેઓ પોતાની લાગણી દ્વારા ઈશ્વરનો અનુભવ કરવા માંગે છે. 
આ કટ્ટરતા જગતના સઘળા ખ્રિસ્તીઓમાં ફેલાઈ ગઈ છે, અને તેમાંના ઘણાં પોતાની માન્યતાઓનું પાલન કરે છે અને અલૌકિક સાધનો દ્વારા દુષ આત્માઓને પ્રાપ્ત કરે છે. હજી પણ, જે લોકો ધાર્મિક કટ્ટરતાથી પ્રભાવિત છે, તેઓ વિચારે છે કે હાથ મૂકવા દ્વારા પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકાય છે.
જોકે, શિમોનના રૂપમાં, તે મુખ્ય ભાગમાં એક જાદુગરના જેવો છે. તે આત્મ-સંતુષ્ટિ અને દૈહિક લાલચના નશામાં છે, પણ તેઓના સર્વ કાર્યો લોકોના વચ્ચે ભ્રમનું કારણ બને છે. આ પ્રકારનું ખોટું શિક્ષણ ઈશ્વર સામે પવિત્ર આત્માના વિશ્વાસને પ્રાપ્ત કરવાના સાચા માર્ગથી ભટકાવે છે.
આજે પણ, ઘણાં ખોટા પ્રબોધકો પોતાની ખોટી ધાર્મિક પ્રથાઓ દ્વારા શેતાનનું કાર્ય કરે છે, અને પવિત્ર આત્માનું કાર્ય કરવાનો ઢોંગ કરે છે. સાચા ખ્રિસ્તીઓએ ઈશ્વરના વચન અને જ્ઞાનથી જોડાઈ રહેવું જોઈએ, જે પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવાનો એકમાત્ર માર્ગ છે. કહેવાતા પેન્તીકોસ્ટ લોકો, જે પવિત્ર આત્માના ભૌતિક અનુભવો પર વધારે ભાર મૂકે છે, તેઓએ પોતાની ખોટી માન્યતાને છોડી દેવી જોઈએ, અને ઈશ્વરના વચન તરફ પાછાં ફરવું જોઈએ અને સત્ય પર વિશ્વાસ કરવો જોઈએ, જે તેઓને પવિત્ર આત્માના અંતર્નીવાસ માટે દોરવણી કરે છે.
તે સમયે શિમોન સામરિયામાં એક પ્રસિદ્ધ જાદુગર હતો. જ્યારે તેણે ઈસુના શિષ્યોને લોકો માટે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવાનું કારણ બનતા જોયા, ત્યારે તેણે પૈસાથી પવિત્ર આત્મા ખરીદવાની માંગ કરી. આ પ્રકારના વિશ્વાસવાલા લોકો અનિવાર્ય રૂપમાં શેતાનના ગુલામ બની ગયા, જેઓનો ઉપયોગ તેણે પોતાનું કાર્ય કરવા માટે કર્યો. શિમોન પવિત્ર આત્માને પ્રાપ્ત કરવા માંગતો હતો પણ તેની ઈચ્છા લાલચથી વધારે બીજું કંઈ નહોતી. આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રકારનો વિશ્વાસ સાચો આત્મા પ્રાપ્ત કરવાનો વિશ્વાસ નથી.
શિમોને પોતાની સામર્થની લાલચમાં ફક્ત ધન દ્વારા પવિત્ર આત્માને ખરીદવાનો પ્રયાસ કર્યો. આ કારણે તેને, ઈશ્વરના સેવક પિતર દ્વારા ફટકાર લગાવવામાં આવી. ભલે કહેવામાં આવ્યું હતું કે શિમોન ઈસુ પર વિશ્વાસ કરતો હતો, પણ તે એવો વ્યક્તિ નહોતો જેણે પાપોની માફી દ્વારા પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો હોય. બીજા શબ્દોમાં, તેણે વિચાર્યું હતું કે તે ઈશ્વરને સાંસારિક વસ્તુઓ આપીને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવામાં સક્ષમ છે. 
જોકે તેના બહારી રૂપથી એવું લાગે છે કે તે ઈસુ પર વિશ્વાસ કરતો હતો, પણ તેના આંતરિક વિચાર ઈસુના સાચા વચનોથી અલગ હતા. તેથી તે શારીરિક લાલચથી ભરાઈ ગયો હતો. પિતર, જે શિમોનના વિચારોને જાણતો હતો, તેણે તેને પવિત્ર આત્મા ખરીદવાના પ્રયાસ માટે ફટકાર લગાવી, જે ઈશ્વરનો ઉપહાર છે. તેણે શિમોનને કહ્યું કે તે તેના પૈસા સાથે નાશ પામશે.
આજકાલ, દુષ્ટ આત્માઓથી ગ્રસિત ખોટા પ્રબોધાકોએ લોકોને આવું વિચારવા દ્વારા છેતર્યા છે કે સઘળા ચિહ્ન અને ચમત્કાર પવિત્ર આત્માનું કાર્ય છે. આપણે વારંવાર આવા લોકોને જોઈ શકીએ છીએ જેઓ આવા પ્રકારની સામર્થની પ્રશંસા કરે છે અને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરે છે. જોકે, વ્યક્તિએ ધ્યાન રાકાહ્વું જોઈએ કે કોઈપણ વ્યક્તિ પોતાની સાંસારિક લાલચ દ્વારા કરેલી પ્રાર્થના દ્વારા પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરી શકતું નથી.
શું કોઈપણ સંયોગથી તમારી પાસે કરિશ્માઈ લોકો છે? તમારે આ પ્રકારના લોકો પર નજર રાખવી જોઈએ. તેઓ કટ્ટર વિશ્વાસ સાથે બીજા લોકોનો સંપર્ક કરે છે. તેઓ કહે છે કે તેઓ દુષ્ટ આત્માઓને બહાર કાઢી શકે છે અને ત્યાં સુધી કે તેઓ લોકો પર હાથ મૂકવા દ્વારા પવિત્ર આત્મા પ્રાપ્ત કરવાનું કારણ બની શકે છે. જોકે, તેઓ પાસે પવિત્ર આત્માની નહિ પણ દુષ્ટ આત્માની શક્તિ છે. જે લોકો દાવો કરે છે કે તેઓએ હાથ મૂકવા દ્વારા પવિત્ર આત્માને પ્રાપ્ત કર્યો છે, તેઓ પોતાને અને બીજાઓને ફક્ત દુષ્ટ આત્મા પ્રાપ્ત કરાવે છે.
પવિત્ર આત્માની સાચી પ્રેરણા તે લોકો ઉપર આવે છે જેઓ પાણી અને આત્માના વચનો પર વિશ્વાસ કરે છે (૧ યોહાન ૫:૩-૭). ભલે બાઈબલમાં પાણી અને આત્માની સુવાર્તાને સ્પષ્ટ રૂપમાં લખવામાં આવી છે, પણ લોકોના હૃદયોમાં પાપ છે તેથી તેઓ અલૌકિક શક્તિ અને અનુભવો દ્વારા ઈશ્વર સુધી પહોચવાનો પ્રયાસ કરે છે, જેમ કે બેભાન થવું, અન્ય ભાષામાં બોલવું, દુષ્ટ આત્માઓને બહાર કાઢવા. આ જ કારણ છે કે ખોટા પ્રબોધક શેતાનથી પ્રાપ્ત અંધવિશ્વાસી ખ્રિસ્તી ધર્મમાં વિશ્વાસ કરવામાં ઘણાં લોકોને છેતરવામાં સક્ષમ છે.
પિતરે આવું કહેવા દ્વારા શિમોનને ફટકાર લગાવી; “પણ પિતરે તેને કહ્યું, “ઈશ્વરનું દાન પૈસાથી વેચાતું લેવાનું તે ધાર્યું માટે તારી સાથે તારા પૈસા નાશ પામો. આ વાતમાં તારે લાગભાગ નથી, કેમ કે તારું અંત:કરણ ઈશ્વરની આગળ ચોખ્ખું નથી. માટે તારી આ દુષ્ટતાનો પસ્તાવો કર, અને પ્રભુને વિનંતી કર કે, કદાચ તારા અંત:કરણનો વિચાર તને માફ થાય. કેમ કે હું જોઉં છું કે તું પિત્તની કડવાશમાં અને પાપના બંધનમાં છે.” આપણે એ વાતથી દુઃખી થવું જોઈએ કે વર્તમાન સમયમાં આવા ઘણાં સેવકો છે. તેમાનાં મોટાભાગના કરિશ્માઈ લોકો છે. તેઓ પોતાના ટોળા પાસે પૈસા માંગે છે. આપણે આ પ્રકારના વિશ્વાસથી દૂર રહેવું જોઈએ અને પાણી અને આત્માની સાચી સુવાર્તા પર વિશ્વાસ કરવા દ્વારા પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવો જોઈએ (માથ્થી ૩:૧૫, ૧ પિતર ૩:૨૧, યોહાન ૧:૨૯, યોહાન ૧૯:૨૧-૨૩).

 

કરિશ્માઈ લોકો હાથ મૂકવા દ્વારા કાર્ય કરે છે!


આપણે આ પ્રકારના વિશ્વાસથી દૂર રહેવું જોઈએ. આજકાલ કેટલાંક લોકોની નકામી ધારણા છે કે જો તેઓ સામર્થ પામેલા વ્યક્તિ દ્વારા પોતાના માથાં પર હાથ મૂકાવે તો તેઓ પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકે છે. તેઓ વિચારે છે કે પવિત્ર શાસ્ત્ર કહે છે કે જ્યારે પ્રેરિતોએ લોકો ઉપર હાથ મૂક્યા ત્યારે લોકોએ પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો. કેટલાક ઢોંગી એવો પણ વિશ્વાસ કરે છે કે તેઓ લોકો પર હાથ રાખવા દ્વારા લોકોને પવિત્ર આત્માનો અંતર્નીવાસ આપી શકે છે. આપણને આ પ્રકારના લોકોના અસ્તિત્વ વિષે ખબર હોવી જોઈએ.
જોકે, આપણે ધ્યાન રાખવું જોઈએ કે તેઓનો વિશ્વાસ પ્રારંભિક મંડળીના પ્રેરિતોના વિશ્વાસથી અલગ છે. આજકાલ કેટલાંક ખ્રિસ્તીઓની માન્યતા માટે સૌથી ગંભીર પડકાર એ છે કે તેઓને પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ નથી. તેઓ કહે છે કે તેઓ ઈશ્વર પર વિશ્વાસ કરે છે, પણ તેઓ ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા નથી રાખતા અને પોતાને અને બીજા લોકોને છેતરે છે. જોકે, એક પાપીને પવિત્ર આત્માની પ્રેરણા મળતી નથી અને બીજાઓ માટે પ્રેરણાદાયી પણ બની શકતા નથી. જો કોઈ કહે છે કે આત્મા પાપી વ્યક્તિ પર ઉતર્યો, તો તે આત્મા હકીકતમાં પવિત્ર આત્મા નહતો; પણ તે દુષ્ટ આત્મા હતી જે ફક્ત એક સાચી આત્મા હોવાનો દેખાવ કરી રહી હતી.
પ્રારંભિક મંડળીના સમયમાં પ્રેરિત લોકો એવા લોકો હતા જેઓ જાણતા હતા અને માનતા હતા કે ઈસુ ઉદ્ધારક હતો, જેણે યોહાન દ્વારા બાપ્તિસ્મા પામવા દ્વારા અને વધસ્તંભ પર તેના મૃત્યુ દ્વારા મનુષ્યજાતિના પાપો લઈ લીધા હતા. તેઓએ બીજા લોકોને પણ પાણી અને આત્માની સુવાર્તાનો પ્રચાર કર્યો, આ પ્રમાણે તેઓને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવામાં મદદ મળી. 
પણ આજકાલ, ઘણા ખ્રિસ્તીઓએ કટ્ટર માન્યતાઓને ખોટી માની છે. શું કોઈ પાપી માટે આજે શક્ય છે કે તે કોઈ બીજા પાપી સેવક દ્વારા હાથ મૂકાવીને પવિત્ર આત્માને પ્રાપ્ત કરે? આ એકદમ ખોટી વાત છે. એવા લોકો છે જે કહે છે કે ભલે તેઓના હૃદયમાં પાપ છે, પણ તેઓને પવિત્ર આત્માનો અંતર્નીવાસ મળ્યો છે. ત્યાં સુધી કે જો કોઈ પોતાના અનુયાયીઓની નજરમાં એક સારો પાળક દેખાય છે, પણ તેના હૃદયમાં પાપ છે તો તે કોઈપણ વ્યક્તિને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટેનું કારણ બની શકતો નથી.
છતાં પણ, ઘણાં લોકો પાસે આવો ખોટો વિશ્વાસ છે. આ જ કારણ છે કે આટલાં બધાં ખોટા પ્રબોધકો લોકોને નરકમાં લઈ જવામાં સક્ષમ બન્યા છે. તમારે આ હકીકતને જાણવી જોઈએ કે જે લોકો આ પ્રકારનો વિશ્વાસ કરે છે, તેઓ ખોટા પ્રબોધકો છે. આ એવા લોકો છે જે પહેલાંથી જ દુષ્ટ આત્માથી ગ્રસિત છે.
જો કોઈ વ્યક્તિના હૃદયમાં પાપ છે, તો શું પવિત્ર આત્મા તેની અંદર નિવાસ કરી શકે છે? ના. તો પછી શું એવું શક્ય છે કે એક વ્યક્તિના હૃદયમાં પાપ છે અને તે બીજા લોકો માટે પવિત્ર આત્માનું અંતર્નીવાસ પ્રાપ્ત કરવા માટે કારણ બને છે? ફરીથી ઉત્તર છે, ના. તો પછી શું કારણ છે કે કરિશ્માઈ લોકો પોતાના હ્રયામાં પાપ હોવા છતાં ખ્રિસ્તી ધર્મના ચિહ્ન અને ચમત્કાર કરે છે? દુષ્ટ આત્મા એવું કરે છે. પવિત્ર આત્મા ક્યારેય પણ પાપીની અંદર નથી વસતો. તે ફક્ત પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવાવાળા લોકોની સાથે રહે છે. શું તમે સુનિશ્ચિત છો કે તમારી પાસે જે આત્મા છે તે પવિત્ર આત્મા છે?
યોહન ૩:૫માં, ઈસુએ કહ્યું કે, “હું તને ખચીત ખચીત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય, તો ઈશ્વરના રાજ્યમાં તે જઈ શકતું નથી”. આ પ્રમાણે પવિત્ર આત્માનો અંતર્નીવાસ ફક્ત પાણી અને આત્માની સાચી સુવાર્તા પર વિશ્વાસ કરવા દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. આજે ઘણાં ખ્રિસ્તીઓ ભૂલ કરે છે, તે એ છે કે પાપી સેવકો દ્વારા હાથ મૂકાવીને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરી શકાય છે. આ એક મોટી ભૂલ છે. આજકાલ, ઘણાં ખ્રિસ્તીઓ અને સેવકોનો દૃઢ વિશ્વાસ છે કે પવિત્ર આત્માનો અંતર્નીવાસ હાથ મૂકવા દ્વારા પ્રાપ્ત કરી શકાય છે.

 

પાપોની સાચી માફી અને હાથ મૂકવા વચ્ચેનો તફાવત 

 
“હાથ મૂકવો” તે એવું માધ્યમ છે જેના દ્વારા વ્યક્તિ પોતાની અંદરથી કોઈ વસ્તુને પારિત કરી શકે છે. આ રીતે વિચારો: જો આપણે કોઈ માઈક્રોફોનમાં બોલીએ છીએ, તો અવાજ કેબલ દ્વારા એમ્પ્લીફાયરમાં જાય છે અને પછી લાઉડસ્પીકર માંથી નીકળે છે જેથી દરેક લોકો સાંભળી શકે. અજ રીતે, જુના કરારમાં, જ્યારે કોઈ પપીએ બલિદાન પર હાથ મૂક્યા, ત્યારે તેના પાપ બલિદાન પર ચાલ્યાં ગયા અને તેને માફ કરવામાં આવ્યો. તે જ રીતે, ઈશ્વરનું સામર્થ લોકો પર ત્યારેજ આવે છે જ્યારે તેમના સેવક તેઓ ઉપર હાથ મૂકે છે. આ પ્રમાણે, હાથ મૂકવાનો અર્થ છે “પારિત કરવું”.
કરિશ્માઈ લોકો પોતાના હાથ મૂકવા દ્વારા લોકોને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવા માટેનું કારણ નથી બનતા, પણ તે તેઓને દુષ્ટ આત્મા પ્રાપ્ત કરાવે છે. તમને યાદ હોવું જોઈએ કે દુષ્ટ આત્માઓની શક્તિવાળો વ્યક્તિ પોતાના હાથ મૂકીને દુષ્ટ આત્મા બીજા સુધી પહોચાડે છે. જ્યારે એક દુષ્ટ આત્મા ગ્રસિત વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિ પર હાથ મુકે છે, ત્યારે તેની અંદર રહેલો દુષ્ટ આત્મા બીજા વ્યક્તિની અંદર જતો રહે છે, કેમ કે શેતાન પાપીઓ માટે કાર્ય કરે છે. આ કારણે, જેકોઈ પણ પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવા માંગે છે તે સઘળા લોકોએ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવો જોઈએ. શેતાન તે લોકો પર શાસન કરે છે જેઓ પાપમાં છે, ભલે પછી તેઓ ઈસુ પર વિશ્વાસ કરતા હોય અને તેઓ પાપોની માફી પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યાં હોય. 
જો કોઈ વ્યક્તિ દુષ્ટ આત્મા ગ્રસિત વ્યક્તિના હાથો પોતાના પર મૂકાવે છે, તો દુષ્ટ આત્મા પણ તેની પાસે આવશે અને તે ખોટા ચમત્કારો પણ કરશે. આપણે તે જાણવું જોઈએ કે દુષ્ટ આત્માઓને હાથ મૂકવા દ્વારા બીજાઓમાં પ્રવેશ કરતા આવડે છે, અને પવિત્ર આત્માનો અંતર્નીવાસ ફક્ત પાણી અને આત્માની સુવાર્તા દ્વારા જ શક્ય છે.
હાથો મૂકવા એ વિધિ છે જે કોઈ વસ્તુને બીજા પર પારિત કરવા માટે ઈશ્વર દ્વારા સ્થાપિત કરવામાં આવી છે. પણ શેતાન ઘણાં લોકોને હાથ મૂકવા દ્વારા દુષ્ટ આત્માઓ પ્રાપ્ત કરવાનું કારણ બનાવે છે. હકીકત એ છે કે આજે ઘણાં લોકો એવા છે જેઓ પૈસાથી પવિત્ર આત્માની સામર્થ ખરીદવાનો પ્રયત્ન કરે છે જે ખુબજ મોટી સમસ્યા છે.

 

મોટાભાગના ખ્રિસ્તી પવિત્ર આત્માના અંતર્નીવાસને ખોટું સમજે છે 


તેઓએ પવિત્ર આત્માનો અંતર્નીવાસ કેવીરીતે પ્રાપ્ત કર્યો છે એવું પૂચવા પર, ઘણાં લોકો જવાબ આપે છે કે આ પસ્તાવા તથા ઉપવાસની પ્રાર્થના દ્વારા શક્ય બન્યું છે. આ સાચું નથી. જ્યારે તમે ઈશ્વરને ખાસ પ્રાર્થના કરો છો ત્યારે શું પવિત્ર આત્મા તમારી ઉપર આવે છે? ના. પવિત્ર આત્માનો અંતર્નીવાસ ફક્ત તે લોકો પર આવે છે જેઓ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરે છે.
કેમ કે ઈશ્વર સત્ય છે, તેણે પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવા માટે નિયમોની સ્થાપના કરી. શું પવિત્ર આત્મા તે વ્યક્તિની અંદર નિવાસ કરી શકે છે જેના હૃદયમાં પાપ છે? જવાબ છે, ના. હાથ મૂકવા દ્વારા પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકાતો નથી. ત્યાં સુધી કે જો કોઈ જાગૃતિની સભામાં ભાગ લે છે અને ઈશ્વરને પ્રાર્થના કરે છે કે તે પવિત્ર આત્માની સામર્થ પ્રાપ્ત કરી શકે છે, તો પવિત્ર આત્મા યેની સમજણ બહાર છે. પાપીઓને સ્પષ્ટ પાને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત થઈ શકતો નથી. પાપી લોકો પવિત્ર આત્માને એક ઉપહારના રૂપમાં પ્રાપ્ત કરી શકે છે, પણ ફક્ત ત્યારે જ્યારે તેઓ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરીને પાપોથી છૂટકારો મેળવે છે.
જે કોઈપણ પાણી અને આત્માની સુવાર્તાને નથી જાણતું, તે પવિત્ર આત્માના અંતર્નીવાસને પ્રાપ્ત કરી શકતું નથી. આજકાલ જગતભરમાં ખ્રિસ્તી સાહિત્ય, મંડળીની સભા, ઈન્ટરનેટ અને ઈલેક્ટ્રોનિક પુસ્તકોનાં માધ્યમથી પાણી અને આત્માની સુવાર્તા ઝડપથી આગળ વધી રહી છે. તેથી, જે કોઈ પણ સાચી સુવાર્તાની શોધ કરે છે, તે તેની ઉપર વિશ્વાસ કરી શકે છે અને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરી શકે છે. જો તમને હજી શુધી પવિત્ર આત્માનો અંતર્નીવાસ મળ્યો નથી, તો તમારે સમજવું જોઈએ કે તે પ્રાપ્ત કરવા માટે તમારે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવો જોઈએ.


ખોટા વિશ્વાસનું એક પ્રમુખ ઉદાહરણ!

આજકાલ જ્યારે આપણે ખોટી આત્માઓને પ્રાપ્ત કરવાવાળા લોકોના લક્ષણોની ચકાસણી કરીએ છીએ તો આપણે દુષ્ટ આત્માઓના વાસ્તવિક અસ્તિત્વને જોઈ શકીએ છીએ. “પવિત્ર આત્મા માટે જાગૃતિની સભાઓ” હોય છે, તેમાં જેઓ પવિત્ર આત્માને પ્રાપ્ત કરવા માગે છે તેઓ ભાગ લે છે. આવી સભાઓમાં આપણે જોઈ શકીએ છીએ કે લોકો હાથોથી તાળી વગાડે છે અને રડતાં રડતાં અને ઉપવાસ સાથે પસ્તાવાની પ્રાર્થના કરે છે. ઉપદેશકે તેઓને એવું કહેવા દ્વારા કટ્ટર પ્રાર્થના કરવાનો આદેશ આપ્યો કે પવિત્ર આત્મા તે લોકો પર ત્યાં સુધી નહિ આવે જ્યાં સુધી તેઓ આવું નહિ કરે. લોકો ત્યારે પોકાર કરે છે, “ઈશ્વર!” અને પોતાની કટ્ટર પ્રાર્થના શરુ કરે છે.
શું આ કટ્ટરપંથીઓને આ પ્રમાણે પવિત્ર આત્માનો અંતર્નીવાસ મળી શકે છે? ના. તમે આ પ્રકારની સભાઓમાં અલગ પ્રકારનો અવાજ કરતા અને ધ્રુજતા જોયા હશે. કેટલાંક જમીન પર અહિયાં ત્યાં પાડીને વિખેરાઈ જાય છે, અને આપણે તેઓને બૂમો પાડતા અને અન્ય ભાષામાં બોલતા જોઈ શકીએ છીએ. સભા દરમિયાન કોઈ વ્યક્તિ જોરથી બૂમ પાડે છે અને ભીડ ભાવનાઓમાં અભિભૂત થઈ જાય છે. તેમાંથી કેટલાંક લોકો મૂર્છિત થઈ જાય છે, અને અન્ય ભાષામાં બોલે છે. લોકો કહે છે કે આ ઘટના એ વાતનું પ્રમાણ છે કે પવિત્ર આત્મા તેઓ ઉપર ઉતાર્યો છે. પણ વિચારો કે જ્યારે દુષ્ટ આત્મા પોતાનું કાર્ય કરે છે તો શું થાય છે? શું આ પવિત્ર આત્માનું કાર્ય છે? નિશ્ચિતપણે ના.


શેતાન ઘણાં ખ્રિસ્તીઓને છેતરે છે

આજકાલ, ઘણાં ખ્રિસ્તી લોકો એવું ધાર્મિક જીવન જીવે છે જેવું શેતાન ઈચ્છે છે. શેતાન લોકોને એવું કહેવા દ્વારા છેતરે છે કે તેઓએ પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે એક સામર્થી સેવક દ્વારા માથાં પર હાથ મૂકાવવો પડશે. ઘણાં ખ્રિસ્તીઓ આને ઔપચારિક સિદ્ધાંત માને છે. શેતાન લોકોના દિમાગમાં આ વિચાર પણ નાખે છે કે જો તેઓ વધારે પ્રાર્થના કરે છે તો તેઓ પવિત્ર આત્માને પ્રાપ્ત કરશે. શેતાન આ પ્રકારની આસ્થા રાખવાવાળા લોકોની સંખ્યાને બેગણી અને ત્રણગણી કરવાની કોશિશ કરી રહ્યો છે.
તેથી, ઘણાં લોકો જાણતાં નથી અને પાણી અને આત્માની સુવાર્તા વિષે જાણવાનો પ્રયત્ન પણ નથી કરતા. આપણે તે વિચારોથી બચવા માટે સંઘર્ષ કરવો જોઈએ જે શેતાન આપણા મનમાં નાખવાનો પ્રયાસ કરે છે અને આપણે પાણી અને આત્માની સુવાર્તાને જાણવી અને માનવી જોઈએ. પવિત્ર આત્માનો અંતર્નીવાસ ફક્ત તે લોકો ઉપર આવે છે જેઓ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરે છે. તમારે તેના પર વિશ્વાસ કરવો જોઈએ.


પવિત્ર આત્માના અંતર્નીવાસ વિષે ખ્રિસ્તીઓની ખોટી ધારણા

સર્વ પ્રથમ, કરિશ્માઈ ખ્રિસ્તી ધર્મના ઘણાં અનુયાયીઓની માન્યતામાં એક મોટી ખોટી ધારણા છે. તેઓ પોતાના હૃદયમાં પાપ સાથે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. તેઓ ભૂલથી એવું માને છે કે તેઓના હૃદયમાં પાપ છે છતાંપણ તેઓ પવિત્ર આત્માને પ્રાપ્ત કરી શકે છે. જોકે, પાણી અને આત્માની સુવાર્તામાં વિશ્વાસ વગર વ્યક્તિ પવિત્ર આત્માની પૂર્ણતા પ્રાપ્ત નથી કરી શકતો.
બીજું, એવું કહેવામાં આવે છે કે લોકોનો અહંકાર તેઓને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરતા રોકે છે. તો શું તેનો અર્થ એવો છે કે જો તેઓ અહંકારપૂર્ણ વ્યવહાર ન કરે તો તેઓ પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકે છે? શું આ જગતમાં કોઈ એવો વ્યક્તિ છે જે અભિમાની નથી? એક અભિમાની વ્યક્તિ જેને ઈશ્વર દ્વારા માફ કરવામાં નથી આવી શકતો તે તેઓ છે જે પોતાના વિચારો વચનો સાથે જોડે છે. ઘણાં બધાં લોકો પોતાની રીતે પવિત્ર અત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે, અને પાણી અને આત્માની સાચી સુવાર્તાની અવગણના કરે છે. જોકે, પવિત્ર આત્માનો અંતર્નીવાસ ફક્ત તેવા લોકોને મળે છે જેઓ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરે છે.
ત્રીજું, પવિત્ર આત્માનો અંતર્નીવાસ ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ ઈશ્વર સમક્ષ પોતાના સઘળા પાપોનો સ્વીકાર કરે છે. તેથી તેઓને આગ્રહ છે કે જો તેઓ પવિત્ર આત્માને પ્રાપ્ત કરવા માંગે છે તો પોતાના પાપો કબૂલ કરો. પણ તમારે યાદ રાખવું જોઈએ કે પવિત્ર આત્માનો અંતર્નીવાસ ત્યારે નથી થતો જ્યારે કોઈ વ્યક્તિ ફક્ત પોતાના પાપોનો સ્વીકાર કરે છે. ઘણાખરા ખ્રિસ્તીઓ આજે પવિત્ર આત્માના અંતર્નીવાસ માટે અને તેની પૂર્ણતા માટે લાંબા સમયથી ઉત્સુક છે, પણ તેઓ પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરી શકતા નથી કેમ કે તેઓના હૃદયમાં હજી પાપ છે. આવી પ્રકારની ભૂંડી ઈચ્છાઓ રાખવાવાળા વ્યક્તિને દુષ્ટ આત્મા દ્વારા કબજો કરવામાં આવશે.
ચોથું, કેટલાંક લોકો કહે છે કે પવિત્ર આત્માનો અંતર્નીવાસ ત્યારે મળે છે જ્યારે આપણે ઈશ્વરને આગ્રહ કરીએ છીએ કે તે આપણને આશીર્વાદ આપે. પણ આ ભીખ માંગવા દ્વારા પ્રાપ્ત કરી શકાતું નથી. આ ફક્ત ખોટો વિચાર છે.
પાંચમી વાત, કેટલાંક લોકો આત્મિક સામર્થ દ્વારા પવિત્ર આત્માના અંતર્નીવાસને ઓળખી લે છે. અન્ય ભાષામાં બોલવું એ પવિત્ર આત્માના અંતર્નીવાસનું એક સામાન્ય પ્રમાણ માનવામાં આવે છે. પણ પવિત્ર આત્મા કોઈ વ્યક્તિના હૃદયમાં એટલા માટે નથી રહેતો કેમ કે તે દુષ્ટ આત્માને ઈસુના નામમાં બહાર કાઢવા તથા અન્ય ભાષામાં બોલવામાં સક્ષમ છે. પાપ શેતાનનું છે. શું કોઈ વ્યક્તિ પોતાના મનમાં પાપ સાથે ખરી રીતે આવું કહી શકે છે કે તેની પાસે એક અજીબ સામર્થ હોવાના કારણે તેને પવિત્ર આત્માનો અંતર્નીયમ મળ્યો છે? એકવાર ફરી, આ દુષ્ટ આત્મા દ્વારા કરવામાં આવેલું સડયંત્ર છે.
પાણી અને આત્માની સુવાર્તા જે ઈસુએ આપણને આપી છે ફક્ત તે જ સાચી સુવાર્તા છે જે પવિત્ર આત્માનો અંતર્નીવાસ મેળવવા માટે આપણી દોરવણી કરી શકે છે. જો તમે હજી પણ વિચારો છો કે તમે અલગ રીતે પવિત્ર આત્મા અને પાપોથી છૂટકારો મેળવી શકો છો, તો તમને ખરાબ રીતે ભ્રમિત કરવામાં આવ્યાં છે. મને આશા છે કે તમે પોતાને ખોટા વિશ્વાસોથી અલગ કરી લેશો અને આત્મિક વિચારો અને પ્રામાણિક વિશ્વાસ તરફ વળશો.
આ કહેવું કંઈ વધારે નથી કે આજે ઘણાં ખ્રિસ્તી લોકો દુષ્ટ આત્માઓથી ગ્રસિત છે. જગત ભરમાં ઘણાં ખ્રિસ્તીઓ દુષ્ટ આત્માની સામર્થ હેઠળ છે કેમ કે તેઓ વિશેષ જાગૃતિની સભાઓ દ્વારા અથવા હાથો મૂકવા દ્વારા પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવા માંગે છે. તે વિશેષ લોકો પાસે જાય છે જેમ કે પ્રાર્થના સભાના અધ્યક્ષ, વરિષ્ઠ ડિકન, જાગૃતિવાદી કે પાળકો પાસે જાય છે જેઓ વિષે કહેવામાં આવે છે કે તેઓને પવિત્ર આત્માની સામર્થ પ્રાપ્ત થઈ છે. તેઓ હાથ મૂકાવવા દ્વારા પવિત્ર આત્મા પ્રાપ્ત કરવાની આશામાં તેઓ પાસે જાય છે. જોકે, કોઈપણ ક્યારેય આ પ્રકારના વિશ્વાસ દ્વારા પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરી શકતા નથી, પછી ભલે તેઓ ઈસુ પર ગમે તેટલો વિશ્વાસ કેમ ન કરતા હોય. બીજા શબ્દોમાં, ઈશ્વર સિવાય બીજું કોઈ નથી જે કોઈને પવિત્ર આત્માનું અંતર્નીવાસ પ્રાપ્ત કરવાનું કારણ બની શકે છે.
સિમોનની જેમ, આજે ઘણાં લોકો પવિત્ર આત્માને ખરીદવાનો પ્રયત્ન કરે છે. તેઓ સુવાર્તાની જગ્યાએ સાંસારિક શિક્ષાઓ પર વિશ્વાસ કરીને પવિત્ર આત્માને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. જગતમાં મોટાભાગના ખ્રિસ્તીઓ આ પ્રકારના વિચારોમાં ફસાઈ ગયા છે. પવિત્ર આત્મા ફક્ત તેઓ ઉપર આવે છે જેઓ પાસે તે પ્રાપ્ત કરવાની જરૂરી યોગ્યતા હોય છે. પવિત્ર આત્માને પ્રાપ્ત કરવાનો એકમાત્ર માર્ગ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવાનો છે અને આ સત્યનો એકમાત્ર ઉત્તર છે (પ્રેરિતોના કૃત્યો ૨:૩૮).
હાથ મૂકવા દ્વારા પવિત્ર આત્માને પ્રાપ્ત કરવો પ્રારંભિક મંડળીના સમયમાં ફક્ત થોડા સમય માટે શક્ય હતું. ત્યારબાદ પવિત્ર આત્માનો અંતર્નીવાસ તે સમયે લોકો પર આવ્યો જ્યારે તેઓ પાણી અને આત્માની સુવાર્તાને જાણતાં અને માનતા હતા. તેથી, ઈશ્વરના વચનમાં વિશ્વાસ દ્વારા પવિત્ર આત્માના કાર્ય વગરનું બાકીનું બધું દુષ્ટ આત્માનું કાર્ય છે. ઈશ્વર કહે છે કે દુષ્ટ આત્માઓ શેતાનના સેવક છે, અને શેતાને ખુબ સરળતાથી કાર્ય કર્યું છે કે લોકો ઈસુ પર વિશ્વાસ કરવા છતાં પણ પાપનો ત્યાગ કરી શકતા નથી. શેતાન એવું કહેવા દ્વારા લોકો આગળ ખોટું બોલે છે કે જો તેઓ ઈસુ પર વિશ્વાસ કરે અને માથાં પર હાથ મૂકાવે તો તે તેને પવિત્ર આત્માનો અંતર્નીવાસ આપશે. શેતાન આ પ્રકારની ચાલ દ્વારા જગત ભરમાં પોતાના ક્ષેત્રનો વિસ્તાર કરી રહ્યો છે.
હવે આપણે તે લોકોના લક્ષણોને જોઈશું જે દુષ્ટ આત્માઓથી ગ્રસિત છે. સૌપ્રથમ, જ્યારે આપણે એક પ્રબોધકની અંદર દુષ્ટ આત્માથી ગ્રસિત થયાના લક્ષણોની ચકાસણી કરીએ છીએ, તો આપણે જોઈએ છીએ કે તેઓ ધ્રુજતા, મૂર્છિત થયેલા અને ત્યાં સુધી કે બેહોશીનો પણ અનુભવ કરે છે. ત્યારે તેઓની જીભ વળી જાય છે અને તેઓની ઈચ્છા વિરુદ્ધ તેઓના મુખ માંથી અજીબ શબ્દો નીકળે છે. તેઓ અજાણી ભાષામાં બોલે છે.
જાદુગર અને ખ્રિસ્તીઓ બંને જેઓ હાથ મૂકાવવા દ્વારા દુષ્ટ આત્માથી ગ્રસિત છે તેઓ સંયુક્ત રીતે આનો અનુભવ કરે છે. જ્યારે એક કરિશ્માઈ જાગૃતિવાદી પોતાના માઈકને કાઢે છે અને બૂમો પાડે છે, “આગથી, આગથી, આગથી,” ત્યારે ભીડ ઉત્તેજિત થઈ જાય છે અને આત્મ નિયંત્રણ ખોઈ બેસે છે. જે લોકો તેના દ્વારા હાથ મૂકાવવા માંગે છે, તે સામેથી આવે છે. તેઓ અનિયંત્રિત ઝટકાનો અનુભવ કરે છે અને અન્ય ભાષામાં બોલે છે. આ દુષ્ટ આત્માના કાર્યનું લક્ષણ છે જે પવિત્ર આત્માનું કાર્ય કરવાનો ઢોંગ કરે છે.
જે લોકો દુષ્ટ આત્માથી ગ્રસ્ત છે, જેઓને જાદુગર અને જ્યોતિષ દ્વારા બોલાવી શકાય છે, તે જ લક્ષણો તે ખ્રિસ્તીઓમાં દેખાય છે જે હાથ મૂકવા દ્વારા દુષ્ટ આત્મા ગ્રસિત થયા છે. જોકે, લોકો આ પ્રમાણ છતાં પણ આ વાતને ખોટી માને છે. તે ખ્રિસ્તીઓ ઊંડા ભ્રમમાં ડૂબેલાં છે કેમ કે તેઓને લાગે છે કે જ્યારે તેઓ આ પ્રકારના લક્ષણોનો અનુભવ કરે છે ત્યારે તેઓને પવિત્ર આત્મા પ્રાપ્ત થાય છે.


શેતાન ખ્રિસ્તીઓ દ્વારા પ્રબોધકના રૂપમાં કામ કરે છે

શેતાન દુષ્ટ આત્મા ગ્રસિત લોકોને ભવિષ્યવાણીની પ્રાર્થના કરવામાં સક્ષમ બનાવે છે. તેઓ કહે છે કે, “તમે એક અનમોલ આગેવાન બનશો. તમારી સામે હજારો ઘેટાંઓ હશે. ભવિષ્યમાં ઈશ્વર તમને પ્રશિક્ષિત કરશે અને તમને એક અનમોલ આગેવાન બનાવશે”. બીજાને તે ભ્રમિત શબ્દો કહે છે, જેવા કે, “તમે ઈશ્વરના એક અનમોલ સેવક બની જશો. તમે ઈશ્વરના એક પ્રતિષ્ઠિત સેવક બનશો,” જેથી તે લોકોને તેનું અનુસરણ કરવા માટે ઉત્સાહિત કરી શકે અને જીવનભર દુષ્ટ આત્માઓના સેવક બની રહે.
પ્રબોધક અન્ય વ્યક્તિઓના ભવિષ્ય માટે ભવિષ્યવાણી કરે છે. “તમારે ભવિષ્યમાં પાણીથી સાવધાન રહેવું જોઈએ.” “તમે પુષ્કળ પૈસા કમાશો.” “એક મહાન વ્યક્તિ પૂર્વમાં દેખાશે જે તમારી મદદ કરશે.” આ તે વાતોનું ઉદાહરણ છે જે તેઓ કહે છે. દુષ્ટ આત્મા ગ્રસિત વ્યક્તિની અંદર દેખાતું પહેલું લક્ષણ છે કે તેઓ ખોટી ભવિષ્યવાણી કરે છે.
પછી તેઓ અન્ય ભાષામાં બોલે છે જેને તેઓ પોતે પણ નથી સમજી શકતા. તેઓ ધ્રુજારીનો અનુભવ કરે છે અને તેઓમાં વ્યક્તિત્વ વિકારના લક્ષણ પણ દેખાય છે. જો તમે એક જાદુગર કે પ્રબોધકને માળો છો, તો શું તમે કહી શકો છો કે તેની પાસે એક સારું વ્યક્તિત્વ છે? તેઓ પોતાના કરતા મોટી ઉમરના વ્યક્તિ સાથે ખરાબ રીતે વાત કરે છે.
જોકે, જે લોકો પાસે પવિત્ર આત્માનો સાચો અંતર્નીવાસ છે, તેઓએ બાઈબલની સત્યતા પર વિશ્વાસ કરવા દ્વારા તે પ્રાપ્ત કર્યું છે કે ઈસુએ બાપ્તિસ્મા અને વધસ્તંભ પર પોતાની મૃત્યુ દ્વારા જગતના સઘળા પાપોને સાફ કર્યા છે. આ લોકો બીજા લોકોને પણ પાણી અને આત્માની સુવાર્તા જાણવા અને માનવા માટે મદદ કરે છે. તેઓ પોતે ન્યાયીની જેમ જીવન જીવવાનો પ્રયત્ન કરે છે, અને તેઓનું વ્યક્તિત્વ એટલું બધું સારું હોય છે કે તેઓ બીજાને ઈશ્વરના ધન્ય વિશ્વાસ અને ઈશ્વરના જીવન માટે દોરવણી કરે છે. જ્યારે તેઓનું મન સંસારમાં પાછાં ફરવાનો ઉદ્દેશ્ય રાખે છે, ત્યારે ઈશ્વર તેઓને પવિત્ર રાખવા માટે ફટકાર લગાવે છે.
ન્યાયી વ્યક્તિ જેને સઘળા પાપોથી છૂટકારો મેળવ્યો છે તેઓનું વ્યક્તિત્વ ચોક્કસપણે તેવા લોકોથી અલગ છે જેઓના વ્યક્તિત્વને દુષ્ટ આત્માઓ દ્વારા નષ્ટ કરવામાં આવ્યું છે. જ્યારે કોઈ પાપોની માફી મેળવે છે અને ત્યારબાદ પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરે છે તો સાચું વ્યક્તિત્વ ફરીથી જીવિત થાય છે. તે ઉપરાંત, ન્યાયી લોકો પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ બીજા લોકો માટે ઊંડાણથી ચિંતિત હોય છે, જેમ કે તેઓને ઈશ્વરના વચનમાં હકીકતમાં શેની જરૂર છે, તેઓના ઉદ્ધાર માટે પ્રાર્થના કરાવી, અને હકીકતમાં તેઓની મદદ કરવા માટે આત્મ-બલિદાન કરવું.
બીજી બાજુ, આપણે જોઈ શકીએ છીએ કે દુષ્ટ આત્મા ગ્રસિત લોકોના વ્યક્તિત્વને ખુબજ નષ્ટ કરી દેવામાં આવ્યું છે. શેતાન તેઓને નિયંત્રિત કરે છે અને પોતાની ઈચ્છાથી તેઓને નમાવે છે કેમ કે તેઓ વિચારે છે કે ધ્રુજારી અને અન્ય ભાષામાં બોલવું પવિત્ર આત્માનો ઉપહાર છે. જોકે, આ અનુભવ ચોક્કસપણે પવિત્ર આત્માનો અનુભવ નથી.
એવા ઘણાં સેવકો છે જે પોતાના સામર્થ્ય પર ગર્વ કરે છે જેમ કે ઈશ્વરના નામમાં ભવિષ્યવાણી કરાવી, ઘણાં ચમત્કારો કરવા અને અન્ય ભાષામાં બોલવામાં સક્ષમ હોવું. પણ જો તેઓના હૃદયમાં હજી પણ પાપ છે, તો તેઓનું સામર્થ હકીકતનું નિર્ણાયક પ્રમાણ છે કે તેઓ દુષ્ટ આત્મા ગ્રસિત છે. તેથી, તેઓ બીજાને પવિત્ર આત્માનો અંતર્નીવાસ આપી શકતા નથી, પણ ફક્ત તે વસ્તુ આપી શકે છે જે દુષ્ટ આત્મા તેઓને આપે છે. તે ઉપરાંત, કેમ કે શેતાન દગાબાજ છે, તેથી તેણે જે ચમત્કાર કર્યો છે  તે ખુબજ ટૂંક સમયમાં સરળતાથી સમાપ્ત થઈ જાય છે.
પવિત્ર આત્માનું કાર્ય અને દુષ્ટ આત્માના કાર્ય વચ્ચે સ્પષ્ટ અંતર છે. ભલે એવું લાગે છે કે પવિત્ર આત્માનું કાર્ય આરંભમાં કોઈપણ વિશેષ અનુભવ કે અદભુત ઉપહાર પ્રદાન કરતુ નથી, પણ સમય સાથે, ઈશ્વરનું સામર્થ ન્યાયી લોકોના હૃદયમાં નિરંતર ઉગતા સૂરજની જેમ વધતું જાય છે.


દુષ્ટ આત્મા ગ્રસિત ખ્રિસ્તી

એવું કેમ છે કે લોકો જ્યારે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે ત્યારે તેઓ દુષ્ટ આત્મા ગ્રસિત થઈ જાય છે?
કેમ કે તેઓ ખોટા પ્રબોધકો દ્વારા હાથ મૂકાવવા દ્વારા દુષ્ટ આત્મા પ્રાપ્ત કરે છે.
 
ચિંતાની વાત તો એ છે કે આપણે ઈસુ પર વિશ્વાસ કરનારા ઘણાં એવા લોકોને જોઈ શકીએ છીએ જેઓનું શરીર અને આત્મા બરબાદ થઈ ગયા છે કેમ કે તેઓએ ખોટા પ્રબોધકો પાસે હાથ મૂકાવીને દુષ્ટ આત્માઓને પ્રાપ્ત કર્યા છે. આ લોકોને ઈશ્વર સાથે કોઈ લેવાદેવા નથી કેમ કે તેઓનો વિશ્વાસ બાઈબલ અનુસાર નથી. તેઓ પોતાના સામર્થનો ઉપયોગ કરતા એ વાત નથી જાણતા કે તેઓની સેવા ઘણાં લોકોને સેતાનના સેવક બનાવી રહી છે. તેઓ ખ્રિસ્તી ધર્મમાં પોતાના સામર્થના પ્રદર્શન માટે આટલી મહેનત કેમ કરે છે? કેમ કે જો તેઓ તેનો પ્રયોગ નહિ કરે તો તેઓના સામર્થનો કહેવતો અધિકાર ગાયબ થઈ જશે.
તેઓને નિરંતર ઈસુના નામમાં ચિહ્ન અને ચમત્કારનો અભ્યાસ કરવો પડે છે. જે લોકો કહે છે, “મને સુવાર્તા પ્રચારનું વરદાન મળ્યું છે,” તેઓએ નિરંતર સુવાર્તા પ્રચાર કરાવી પડશે નહીતર તેમાંનોઈ ખોટો આનંદ ખુબજ જલ્દી સમાપ્ત થઈ જશે. જો આ લોકો દુષ્ટ આત્માથી મળેલું વરદાન એટલે કે અન્ય ભાષામાં બોલવું, સાજાપણું, કે ભવિષ્યવાણી પ્રત્યે ઈમાનદાર નથી રહેતા, બીજા શબ્દોમાં કહીએ તો, જો તેઓ સેતાનના કામો પ્રત્યે ઈમાનદાર નથી રહેતા તો થઈ શકે કે શેતાન તેઓને કારણ વગર બીમાર પાડી શકે છે. આ ફક્ત તેના જેવું છે કે જ્યારે કોઈ પ્રબોધક શેતાનનો સેવક થવા માટે ના પાડે છે ત્યારે બીમાર પડે છે. આ જ કારણે તેઓને શેતાન દ્વારા પ્રાપ્ત થયેલા વરદાનોનો ઉપયોગ કરવો પડે છે, અને પ્રબળ રીતે પોતાના સામર્થનો ઉપયોગ કર્યા બાદ તેઓને દુઃખમાં છોડી દેવામાં આવે છે.
હું એક એવા વ્યક્તિને ઓળખતો હતો જે ઈસુ પર ઉત્સાહથી વિશ્વાસ કરતો હતો અને એવું લાગતું હતું કે તેની પાસે ઈશ્વરની સામર્થ છે. તેણે લોકોને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવા માટે અને આત્મિક સભામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા જેમાં તેણે હાથ મૂકવા દ્વારા દુષ્ટ આત્માઓને બહાર કાઢ્યા અને અન્ય ભાષામાં બોલવા અને ચંગાઈ જેવા ચિહ્ન પણ બતાવ્યા. તે પોતાના આશ્ચર્ય કર્મો દ્વારા ઈર્ષ્યા અને સન્માનની વસ્તુ બની ગયો. હજારો વિશ્વાસીઓએ તેનું અનુસરણ કર્યું. જોકે, ખુબજ જલ્દી તેણે આવું કહેવા દ્વારા ઈસુનો નકાર કરવાનું શરુ કર્યું કે, “ઈસુ ખ્રિસ્ત એક અસફળતા છે. તે ઈશ્વરનો પુત્ર નથી.” તેણે ઈસુ ખ્રિસ્તને શ્રાપ આપ્યો અને દાવો કર્યો કે તે પોતે ઈશ્વર છે. અંતમાં તેણે ઈસુ ખ્રિસ્તને પોતાના અને બીજાં ઘણાં લોકોના મનમાં મારી નાખ્યો.
આ પ્રકારના લોકો પાણી અને આત્માની સુવાર્તાનો નકાર કરે છે કેમ કે શેતાન તેઓનો માર્ગદર્શક છે. તેઓને શુરુઆતથી જ ખોટી ધારણા છે, કેમ કે તેઓને ભ્રમ છે કે તેઓ પાસે પ્રેરિત જેવી સામર્થ છે જેનાથી તેઓ લોકો ઉપર હાથ મૂકવા દ્વારા તેઓને અન્ય ભાષા બોલવા સક્ષમ બનાવે છે અને દુષ્ટ આત્માઓને કાઢે છે. તેઓનો દૃઢ વિશ્વાસ છે કે પવિત્ર આત્માનો અંતર્નીવાસ તેઓ ઉપર થયો છે. 
તેઓ એવું વિચારવા દ્વારા લોકોને પવિત્ર આત્મા પ્રાપ્ત કરતાં શીખવે છે કે પ્રાર્થના દ્વારા આ શક્ય છે. જોકે, પવિત્ર આત્માને પ્રાપ્ત કરવાની આ રીત ઈશ્વરના વચનો આધારિત નથી. તેમ છતાં, તેઓ કહે છે કે જો ઈસુ પર વિશ્વાસ કરવા વાળો વ્યક્તિ અન્ય ભાષા બોલે છે અને ભવિષ્યવાણી કરે છે, તો આ તેના પર પવિત્ર આત્માના આવવાનું પ્રમાણ છે. કેમ કે હકીકતમાં ઘણા લોકો પવિત્ર આત્માના અંતર્નીવાસને નથી સમજતા, તેઓનું માનવું છે કે ખોટા પ્રબોધકોની શિક્ષા મેળવીને અને તેનું પાલન કરીને પણ પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકાય છે. આ શેતાન દુષ્ટ આત્માઓથી ખ્રિસ્તી લોકોને ભરીને તેઓ પર શાસન કરવા માટે સક્ષમ બન્યો છે. આ સર્વ રીતો શેતાનની જાળ છે.
ખોટા પ્રબોધકોની શિક્ષાઓના માધ્યમથી ઘણાં લોકો દુષ્ટ આત્મા ગ્રસિત થયા છે. સાધારણ વિશ્વાસી એક ધાર્મિક જીવન જીવે છે, પણ દુષ્ટ આત્મા ગ્રસિત લોકો દુષ્ટ આત્માઓની શક્તિઓનો ઉપયોગ કરે છે અને એવું લાગે છે કે તેઓ લાગણીશીલ ધાર્મિક જીવન જીવે છે. તેઓ કઈ ક્ષમતાઓ પ્રદર્શિત કરે છે? તેઓ પાસે સાજાપણું આપવાની, અન્ય ભાષામાં બોલવા માટે તેમજ હાથ મૂકવા દ્વારા બીજા લોકોને દુષ્ટ આત્માથી ગ્રસિત કરવાની ક્ષમતા છે. આપણને ખબર હોવી જોઈએ કે હાથ મૂકવો એ બીજા વ્યક્તિ પર કંઈક પારિત કરવાની વિધિ છે અને આ માધ્યમથી દુષ્ટ આત્માઓના રાજયનો ઘણો વિસ્તાર થયો છે.


દુષ્ટ આત્મા મનુષ્યોના લાલચ દ્વારા કાર્ય કરે છે!

શેતાન ખાસ કરીને શમોન જેવા લોકોમાં કાર્ય કરે છે. આ લોકો કહે છે કે પવિત્ર આત્માને હાથ રાખવા દ્વારા પ્રાપ્ત કરી શકાય છે, પછી ભલે પાણી અને આત્માની સુવાર્તા પર તેઓનો વિશ્વાસ હોય કે ન હોય. આજકાલ શેતાન દ્વારા ઘણાં લોકોને છેતરવામાં આવે છે, અને પસ્તાવો, ઉપવાસ, આત્મ-બલિદાન, કે હાથ મૂકવા દ્વારા પવિત્ર આત્માને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જોકે, તેઓ દુષ્ટ આત્મા ગ્રસિત છે અને શ્રાપિત જીવન જીવે છે.
આપણે આ વાતથી સારી રીતે જાણકાર હોવું જોઈએ કે આજનું ખ્રિસ્તતવ ‘હાથ મૂકવાની’ રીતથી પ્રત્યેક વ્યક્તિના આત્માની અંદર કાર્ય કરવા માટે દુષ્ટ આત્માની મદદ કરે છે. જે લોકો શમોન જેવા લક્ષણ ધરાવે છે, તેઓ ઈશ્વર સન્મુખ ખોટા પ્રબોધકો છે. ત્યાં સુધી કે ઈસુ પર વિશ્વાસ કરનારા લોકોના હૃદયમાં પાપ છે તો તેઓ દુષ્ટ આત્મા ગ્રસિત હોઈ શકે છે. આ લોકો શેતાનના કાર્ય દ્વારા ચમત્કાર કરવામાં સક્ષમ છે. શેતાન દુનિયા ભરમાં પોતાના રાજ્યના નિર્માણ માટે લોકો પર હાથ મૂકાવવા માટે પોતાના સેવકો પાસે લઈ જાય છે જેથી તેઓ દુષ્ટ આત્મા ગ્રસિત થઈ શકે. આજકાલ, [2]પેન્ટીકોસ્ટ-કરિશ્માઈ આંદોલન વાળી મંડળીઓને આધિકારિક રીતે દુનિયા ભરમાં ઔપચારિક ખ્રિસ્તી સંપ્રદાયોના રૂપમાં માન્યતા પ્રાપ્ત છે.
 
2પશ્ચિમી ખ્રિસ્તતવ ૨૦મી સદીના મધ્યમાં ભૌતિક સમૃદ્ધિ અને વધારે ખપતના કારણે અસ્ત વ્યસ્ત થઈ ગઈ અને આ સમયે, તેના પરિણામ સ્વરૂપે, જે ખ્રિસ્તી લોકો ઈસુની નજીક જવાનો માર્ગ શોધી રહ્યા હતા તેઓ પોતાની મંડળીના નીરસપણાને લીધે અતૃપ્ત હતા. બાકીના લોકો વિશ્વાસની કમી, અથવા ધીમી આત્મિક વૃદ્ધિ, અને પોતાના વિશ્વાસને વ્યક્તિગત ઈસુના પ્રેમ સમાન ન કરી શકવાને કારણે પીડિત હતા.
કહેવાતું પેન્ટીકોસ્ટ-કરિશ્માઈ આંદોલન આ પરીસ્થિતિમાં ઉદભવ થયું. જે લોકો આ આંદોલનમાં સામેલ હતા તેઓએ ખુબજ ઉત્તેજિત અનુભવ અને અન્ય ભાષામાં બોલવું, ભવિષ્યવાણી કરાવી, ચિહ્ન અને ચમત્કાર કરવા, આ સઘળું પહેલી પેન્ટીકોસ્ટ સભાઓમાં મેળવ્યું. પોતાના ઉત્સાહમાં તેઓ કહેવાતા પવિત્ર આત્માના પ્રભુત્વ પર વધારે વિશ્વાસ કરતા હતા, પણ તેમની શિક્ષા અને કાર્ય બાઈબલ આધારિત નહોતી.
વિકાસશીલ દેશોમાં, આ આંદોલન તેઓની જરૂરીયાતના આધારે ખુબજ વધારે વધી ગયું. તેના આગેવાનોએ વિકાસશીલ દેશોના ખ્રિસ્તીઓને ધાર્મિક ઉત્સાહ સાથે સમૃદ્ધિ અને સ્વાસ્થ્યના આશીર્વાદો સાથે આકર્ષિત કર્યા. આંદોલનની કેટલીક વિચલિત જેમ કે નિયો-પેન્ટીકોસ્ટવાદ પણ નવા યુગના આંદોલનની જેમ જ શિક્ષા આપતું હતું.
 
આ દુનિયા ધીરે ધીરે સમાપ્ત થઈ રહી છે. જો આપણે અંતિમ દિવસોમાં નવો જન્મ પ્રાપ્ત કરવા માંગીએ છીએ તો આપણે જાણવું પડશે કે શેતાન કઈ રીતે કાર્ય કરે છે અને તેની યોજનાઓ સામે ઉભું થવું પડશે. આપણે પણ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવા દ્વારા એકજ વારમાં હંમેશા માટે માફી પ્રાપ્ત કરીને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવો પડશે. આપણે આ વાતની સાચી જાણકારી સાથે પાછું ફરવું પડશે કે ઈશ્વરનો આત્મા આપણી પાસે કઈરીતે આવે છે.
જેમ ઈશ્વરે કહ્યું છે, “મારા લોકો જ્ઞાનના અભાવે નાશ પામે છે” (હોશિયા ૪:૬), આજકાલ સત્યને શોધવાવાળા ત્યારે નષ્ટ થાય છે જ્યારે તેઓની અજ્ઞાનતામાં કરિશ્માઈ લોકો તેઓને ભરમાવે છે. લોકો કહે છે કે ભલે પેન્ટીકોસ્ટ-કરિશ્માઈ મંડળીને જંગલમાં સ્થાપિત કરો પણ લોકો ત્યાં પણ એકઠા થશે. આવું કેમ? કરિશ્માઈ લોકો પોતાની ખોટી સામર્થથી બીજા લોકોને ભ્રમિત કરીને પોતાની મંડળીનો વિસ્તાર વધારે છે, અને હાથ મૂકવા દ્વારા તેઓને દુષ્ટ આત્મા ગ્રસિત કરે છે. તેઓની એક વિશેષ પ્રતિભા એ છે કે એકવાર જ્યારે લોકો હાથ મૂકાવવા દ્વારા દુષ્ટ આત્મા ગ્રસિત થઈ જાય છે ત્યારે તેઓ ધાર્મિક જીવનની આગેવાની કરવા માટે ઉત્સાહી બને છે.
કરિશ્માઈ લોકોની બીજી ખાસ વિશેષતા એ છે કે તેઓ પોતાની મંડળીમાં મોટી રકમ દાન કરે છે અને કટ્ટર વિશ્વાસી બની જાય છે. ત્યાં સુધી કે કેટલાંક ખ્રિસ્તીઓ દુષ્ટ આત્માની સામર્થ સાથે સુવાર્તા પ્રચાર કરવા માટે ઉત્સાહી છે, પણ નિશ્ચિતપણે પોતાના ગંતવ્યનો અનુભવ ન કરનારા લોકો નરકમાં જઈ રહ્યા છે. આ લોકો, શેતાનની સામર્થને પોતાના ઉદ્ધારનું પ્રમાણ મને છે, અને કોઈપણ શંકા વગર સ્વર્ગ તરફ જોઈ રહ્યા છે. જોકે, તેઓના હૃદયમાં પાપ છે અને તેઓ નષ્ટ થવા માટે બરબાદ થઈ રહ્યા છે.
જો તેઓને નિમ્નલિખિત પ્રશ્ન પૂછવામાં આવે, “શું ઈશ્વર પર વિશ્વાસ કરવા છતાં તમારા હૃદયમાં પાપ છે?” ત્યારે તેઓ નિશ્ચિતપણે ઉત્તર આપે છે કે આવું પાપ હોવું સ્વાભાવિક છે. તેઓ વિચારે છે કે કોઈ વ્યક્તિ માટે તેના હૃદયમાં પાપનું ન હોવું એ અશક્ય છે, પછી ભલે તે ઈસુ પર વિશ્વાસ કેમ ન કરતો હોય.
લોકોને એવું લાગે છે કે તેઓના હૃદયમાં પાપ હોવા છતાં તેઓ સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ કરવા માટે લાયક છે, કેમ કે તેઓ ઈસુ પર વિશ્વાસ કરીને ખોટા સામર્થના પ્રમાણથી ખુશ છે.
આ કેવી નકામી આશા છે! તેઓના દૃઢ વિશ્વાસનું કારણ એ છે કે તેઓ પાસે કોઈ ખાસ પ્રકારની અલૌકિક ક્ષમતા છે. તેઓએ અન્ય ભાષામાં બોલવું, દર્શન જોવું અને બીમારોને સાજા કરવાનો અનુભવ કર્યો છે, અને તેઓ આ અનુભવોને પવિત્ર આત્માનું કાર્ય માને છે. તેથી, તેઓ પોતાને કહે છે કે તેઓએ ચોક્કસપણે આ અનુભવો દ્વારા છૂટકારો તેમજ પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો છે.
કેમ કે આ લોકો પાસે ઉદ્ધારના વચનોનું અધૂરું જ્ઞાન છે, તેથી જો દેખાય તેવી ક્ષમતા બહાર નથી આવતી તો તેઓને પોતાના ઉદ્ધાર પર વિશ્વાસ થતો નથી. તેથી, આ લોકો ઉદ્ધારના દેખાય તેવા આશ્વાસનોને શોધવાની ખુબજ કોશિશ કરે છે અને ત્યાર બાદ પોતાના કાર્યોમાં શેતાન દ્વારા ઉપયોગ થાય છે. કેમ કે તેઓ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવાને બદલે પસ્તાવા અથવા આત્મ-બલિદાનની પ્રાર્થનાઓ દ્વારા ઈશ્વરનો ઉત્તર શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તેથી તેઓ પવિત્ર આત્માની જગ્યાએ ખોટી આત્માઓ પ્રાપ્ત કરે છે.
શેતાન લોકોના કાનોમાં બોલીને આરોપ લગાવે છે કે, “તમે પાપ કર્યું છે, શું તમે નથી કર્યું? અને તેઓને આત્મ-નિંદામાં પાડવા તરફ લઈ જાય છે. એક વ્યક્તિ છે જેને હું ઓળખું છું જેણે પાપોની માફી અને પવિત્ર આત્મા પ્રાપ્ત કરી લીધું છે. આ કંઈક એવું છે જે તેણે નવો જન્મ પ્રાપ્ત કર્યો તે પહેલા થયું હતું, જ્યારે તે ઈસુ પર એક ઉત્સાહી પણ લાપરવાહ વિશ્વાસી હતો. આ વ્યક્તિએ પણ અન્ય ભાષામાં વાત કરી અને ઘણાં ચમત્કાર કર્યા. ભલે તે રડ્યો અને આખી રાત પસ્તાવાની પ્રાર્થના કરી, અને ઈસુ પર વિશ્વાસ હોવા છતાં તેના હૃદયના પપોએ તેને હેરાન કરવાનું ચાલુ રાખ્યું. આ ત્યારે થયું જ્યારે શેતાને ગણગણવાનું ચાલુ કર્યું. “તે પાપ કર્યું છે એટલે તારા માટે જીવવા કરતા સારું છે કે તું મરી જાય.” શેતાન તેવા લોકો પાસે આવતો હતો અને આરોપ લગાવતો હતો, તેને હેરાન કરતો હતો અને તેઓને તેમના પાપોની યાદ અપાવતો હતો. શેતાને તેઓને આત્મ-નિંદા અને આત્મ-ન્યાય માટે પ્રેરિત કર્યા. જોકે, તે જે કંઈ પણ કરી શકતો હતો તેને તે હૃદયમાં સ્વીકાર કરતો હતો. જ્યાં સુધી તેને સુંદર સુવાર્તાને ન સાંભળી અને વિશ્વાસ ન કર્યો, ત્યાં સુધી તે શેતાનના હાથોથી મુક્ત થઈ શક્યો નહિ.
તમને ખબર હોવી જોઈએ કે જે લોકો પાણીની સુવાર્તા પર વિશ્વાસ નથી કરતા તે શેતાનના શિકાર બની જાય છે. શું તમને લાગે છે કે જે લોકોને પાપોની માફી નથી મળી તેઓ પાસે શેતાનનો અસ્વીકાર કરવાની શક્તિ છે? જે કોઈપણ પાણી અને આત્માની સુવાર્તા પર પકડ નથી રાખતા, તેઓને શેતાન દ્વારા પકડી પાડવામાં આવશે અને તેને યાતના આપવામાં આવશે. ઈશ્વરની પાણી અને આત્માની સુવાર્તા શેતાનને બહાર કાઢવા માટે ખુબજ મહત્વની છે. તેથી, પ્રત્યેક લોકો જે ઈસુ પર વિશ્વાસ કરે છે, તેઓને પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવો જોઈએ, અને તે જગતના સઘળા લોકોને પ્રચાર પણ કરવો જોઈએ. આ સાંભળનાર લોકોએ તેનું પાલન કરવું જોઈએ અને તેના પર વિશ્વાસ કરવો જોઈએ.


અધર્મનું રહસ્ય પહેલાંથી જ જગતમાં કાર્યરત છે!

આખું જગત હવે દુષ્ટ આત્માના કાર્યોથી છવાઈ ગયું છે. જો આપણે તે સુવાર્તાનો પ્રચાર કરવા માંગીએ છીએ જે લોકોને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા તરફ લઈ જાય છે, તો આપણે પવિત્ર આત્માના અંતર્નીવાસની ઊંડી ગેરસમજને દૂર કરાવી પડશે.
સૌ પ્રથમ આપણે આ સ્પષ્ટ કરવું પડશે કે આ એક ખોટી વાત છે કે પવિત્ર આત્મા હાથો મૂકવા દ્વારા આવે છે. આપણે સ્પષ્ટપણે એ વાતની સાક્ષી આપવી જોઈએ કે હાથ મૂક્યા બાદ અન્ય ભાષામાં બોલવું, પસ્તાવા અને ઉપવાસ દ્વારા કંઈક આગ જેવો અનુભવ કરવો અને સીધો ઈસુ તરફથી સંદેશ સાંભળવો એ શેતાનનું કાર્ય છે. ફક્ત પાણી અને આત્માની સુવાર્તાના માધ્યમ દ્વારા લોકોને શેતાનના ભ્રમથી બચાવી શકાય છે. ફક્ત પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ દ્વારા જ આપણે આપણા પાપોથી બચી શકીએ છીએ.
આપણે શેતાનને જે “જૂઠ્ઠાનો પિતા” છે તેને પાણી અને આત્માની સુવાર્તા દ્વારા હરાવવાનો છે. શેતાને જગતના સર્વ લોકોને આત્મ-નિંદાના બંધનમાં બાંધી દીધા છે, તેથી આપણે આ લોકોને એ સત્યાતાનું ભાન કરાવવાનું છે કે તેમના ખોટા અનુભવો અને ભાવનાઓ શેતાનની ચાલ છે અને તેઓએ પાછાં લાવવાના છે.
આ દિવસોમાં, સમરુની જેવા લોકો, જેમણે પૈસા દ્વારા પવિત્ર આત્માને ખરીદવાની કોશિશ કરી, તેઓ મંડળીની સેવા કરી રહ્યા છે. તેઓ આંધળા લોકોની આગેવાની કરી રહ્યા છે. તેઓ લોકોને પૂર્ણ ઉદ્ધારનો માર્ગ બતાવી શકતા નથી કેમ કે તેઓ પાણી અને આત્માની સુવાર્તાને જાણતા નથી, અને તેઓના હૃદયમાં પાપ છે. તેથી તેઓ રાત-દિવસ પ્રાથનાનું આયોજન કરી, પસ્તાવાની પ્રાર્થના માટે અને હાથ મૂકવા દ્વારા શેતાનને પોતાના અનુયાયીઓના હૃદયમાં વસવાનું કારણ બને છે. અ લોકો હકીકતમાં દુષ્ટ આત્માથી ગ્રસિત છે, અને જો આપણે ઇચ્છીએ છીએ કે તેઓ ઈશ્વરના વચન તરફ પાચા ફરે , તો આપણે તેઓને પાણી અને આત્માનું સાચું જ્ઞાન આપીને શેતાનના કાર્યને નષ્ટ કરવું જોઈએ. જો લોકો શેતાનની યોજનાઓને નથી જાણતા, તો તેઓની પાસે પીડા ભોગવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
જેમ મેં કહ્યું કે, અન્ય ભાષામાં બોલવું, હાથો મૂકવા દ્વારા ભવિષ્યવાણી કરાવી આ બધા ચમત્કાર શેતાનનું કાર્ય છે. બીજા શબ્દોમાં, શેતાનના કાર્યો દ્વારા કરિશ્માઈ લોકોની શક્તિ પ્રગટ થાય છે. આપણે તેઓને શીખવવું જોઈએ. “જો તમારા હૃદયમાં પાપ છે તો આ શેતાન છે જે કાર્ય કરે છે. જો તમને એવું લાગે છે કે તમારા હૃદયમાં પાપ હોવા છતાં પવિત્ર આત્મા તમારી અંદર નિવાસ કરે છે, તો તમને છેતરવામાં આવ્યા છે.”
પ્રેરિતોના વિશ્વાસ અને તે સર્વ લોકો જેઓએ પ્રેરિતોનાં કૃત્યો પુસ્તકના અધ્યાય ૮ના મુખ્ય ભાગમાં હાથ મૂકવા દ્વારા પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કર્યો છે તેઓ તે શ્રેણીમાં આવે છે, કેમ કે તેઓ બંને ઈસુ ખ્રિસ્તની પાણી અને આત્માની સુવાર્તા વિષે જાણતા હતા. પણ પ્રેરિતોનો વિશ્વાસ આજના મોટાભાગના ખ્રિસ્તીઓ કરતા અલગ હતો, જેઓ માને છે કે ફક્ત હાથ મૂકવા દ્વારા તેઓને પવિત્ર આત્મા પ્રાપ્ત થશે.
શું કોઈ વ્યક્તિ એવા વ્યક્તિ દ્વારા હાથ મૂકાવવા દ્વારા પવિત્ર આત્માને પ્રાપ્ત કરી શકે છે જેઓએ પાપોનો છૂટકારો મેળવ્યો છે? ના. બાઈબલ કહે છે કે ઈશ્વરનો આત્મા પાણી પર હાલતો હતો (ઉત્પતિ ૧:૨). તેનો અર્થ છે કે પાપોની માફી અને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે તેણે પાણી અને આત્માની સુવાર્તાને સાંભળવી પડશે અને વિશ્વાસ કરવો પડશે. ઈશ્વર નવો જન્મ પામેલાં વ્યક્તિ પાસે પવિત્ર આત્માને એક ઉપહારના રૂપમાં મોકલે છે, જેઓ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરે છે.
આપણે તે ધ્યાન રાખવું જોઈએ કે જો આપણે હાથ રાખવા દ્વારા પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા વિષે લોકોને શીખવીએ છીએ તો તે પાણી અને આત્માની સુવાર્તાનો વિરોધ કરવા જેવું છે, જે ઈશ્વરે આપણને આપણા પાપોથી બચવા માટે આપ્યું છે. કોઈ વ્યક્તિ બીજાને પવિત્ર આત્મા આપી શકે છે આ વિચારવું ઈશ્વરને પડકાર આપવો છે, અને આ પ્રકારના વિશ્વાસવાળા લોકો સરળતાથી શેતાનની જાળમાં ફસાઈ જાય છે. આવું ક્યારેય થવા દેવું જોઈએ નહિ.
જ્યારે આપણે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરીએ છીએ, અને પવિત્ર આત્મા આ વાતની સાક્ષી આપે છે, તો આપણા સઘળા પાપો માફ થઈ જાય છે. જે વ્યક્તિ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરતો નથી તેના હૃદયમાં પાપ નથી. આવું એટલા માટે નથી કે તેણે પાપ નથી કર્યું, પણ એટલા માટે છે કેમ કે તે પાણી અને આત્માની સુવાર્તાના સામર્થ પર વિશ્વાસ કરે છે. પાણી અને આત્માની સુવાર્તા એ વાતની સાક્ષી આપે છે કે તેના હૃદયમાં પાપ નથી, અને પવિત્ર આત્મા પણ તેની સાક્ષી આપે છે. કોઈપણ વ્યક્તિ પોતાની અંદર ઈશ્વરની આત્મા વગર ઈસુને પોતાનો ઉદ્ધારક કહી શકતું નથી.
દુષ્ટ આત્મા ગ્રસિત લોકો પાણી અને આત્માની સુવાર્તા વિષે જાણતા નથી, અને ક્યારેય પણ તેને ચર્ચાનો વિષય બનાવતા નથી. તેઓ પાણી અને આત્માની સુવાર્તાને નથી જાણતા અને તે ઉપરાંત તેઓ હકીકતને સમજવામાં અસમર્થ છે. તેઓ કહે છે કે પવિત્ર આત્મા ત્યારેજ આવે છે જ્યારે તેઓ હાથ મૂકવાનું પ્રદર્શન કરે છે. જોકે, પવિત્ર આત્મા હાથ મૂકવા દ્વારા આવતો નથી. તમને ભાન થવું જોઈએ કે શેતાનના કાર્યોનો પ્રભાવ જગત ભરની મંડળીના લોકો પર પોતાના ખોટા ઉપદેશો દ્વારા પ્રભાવ પાડે છે. આ કારણથી, પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરીને પવિત્ર આત્માની સાચી પ્રેરણા પ્રાપ્ત કરાવી અનિવાર્ય છે.