• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

વિષય ૮ : પવિત્ર આત્મા

[8-3] જ્યારે તમે ઈસુ પર વિશ્વાસ કર્યો હતો ત્યારે શું તમે પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો હતો? (પ્રેરિતોના કૃત્યો ૧૯:૧-૩)

જ્યારે તમે ઈસુ પર વિશ્વાસ કર્યો હતો ત્યારે શું તમે પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો હતો?(પ્રેરિતોના કૃત્યો ૧૯:૧-૩)
 “જયારે આપોલસ કરિંથમાં હતો, ત્યારે પાઉલ ઉપલા પ્રદેશમાં ફરીને એફેસસ આવ્યો, અને ત્યાં કેટલાક શિષ્યો તેને મળ્યા. તેણે તેઓને પૂછયું, “તમે વિશ્વાસ કર્યો ત્યારે તમે પવિત્ર આત્મા પામ્યા?” તેઓએ તેને કહ્યું, “ના, પવિત્ર આત્મા છે એ અમે સાંભળ્યું પણ નથી.” ત્યારે તેણે પૂછયું, “તમે કોનું બાપ્તિસ્મા પામ્યા?” તેઓએ તેને કહ્યું, “યોહાનનું બાપ્તિસ્મા.”


કેમ બાઈબલ કહે છે કે, “કેમ કે યોહાન બાપ્તિસ્તના વખતથી તે હજી સુધી, આકાશના રાજ્ય પર બળજબરી કરાય છે, ને બળજબરી કરનારાઓ બળજબરીથી તે તે લઈ લે છે?”
કેમ કે લોકો સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવા દ્વારા રાજ્ય લઈ શકે છે જે કહે છે કે ઈસુએ યોહાન દ્વારા પોતાના બાપ્તિસ્મા અને વધસ્તંભના રક્તથી જગતના સઘળા પાપો દૂર કર્યા છે.

પાઉલે કયા પ્રકારની સુવાર્તાનો પ્રચાર કર્યો? તેણે ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તની સુવાર્તાનો પ્રચાર કર્યો. પ્રેરિતોના કૃત્યો ૧૯:૧-૨ કહે છે, “જયારે આપોલસ કરિંથમાં હતો, ત્યારે પાઉલ ઉપલા પ્રદેશમાં ફરીને એફેસસ આવ્યો, અને ત્યાં કેટલાક શિષ્યો તેને મળ્યા. તેણે તેઓને પૂછયું, “તમે વિશ્વાસ કર્યો ત્યારે તમે પવિત્ર આત્મા પામ્યા?” જોકે, આ લકો ઈસુના બાપ્તિસ્માનો અર્થ સમજ્યા વગર ઈસુ પર વિશ્વાસ કરતા હતા. તેઓ તે સુંદર સુવાર્તાને નહોતા જાણતા જે પવિત્ર આત્માના અંતર્નીવાસ તરફ લઈ જાય છે. આ જ કારણ છે કે પાઉલ પ્રશ્ન પૂછે છે, “શું તમે વિશ્વાસ કરતા સમયે પવિત્ર આત્મા મેળવ્યો?” એફેસસના કેટલાક શિષ્યો માટે આ ખુબજ અલગ પ્રશ્ન હતો. બીજા લોકોએ તેને પૂછ્યું, “શું તમે ઈસુ પર વિશ્વાસ કરો છો?” પણ પાઉલે ખુબજ સાધારણ રીતે પ્રશ્ન પૂછ્યો જેથી તેઓ સુંદર સુવાર્તા પર પોતાના વિશ્વાસને નવો કરીને પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકે. પાઉલની સેવા ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તની સુંદર સુવાર્તાનો પ્રચાર કરવો હતી. પાઉલ, પિતર અને યોહાને પણ ઈસુએ જે બાપ્તિસ્મા લીધું તેની સાક્ષી આપી.
 આવો બાપ્તિસ્માની સુવાર્તા વિષે પ્રેરિત શું સાક્ષી આપે છે તે જોઈએ. પહેલા પાઉલે સાક્ષી આપી, “ના, એવું ન થાઓ. આપણે પાપના સંબંધમાં મર્યા, તો પછી એમાં કેમ જીવીએ? શું તમે નથી જાણતા કે આપણે જેઓ ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા, તેઓ સર્વ તેમના મરણમાં બાપ્તિસ્મા પામ્યા?” (રોમન ૬:૨-૩) “કેમ કે તમારામાંના જેટલા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા તેટલાએ ખ્રિસ્તને પહેરી લીધા” (ગલાતી ૩:૨૭). 
પિતરે પણ ૧ પિતર ૩:૨૧માં ઈસુના બાપ્તિસ્માની સુવાર્તાની સાક્ષી આપી, કહ્યું, “એ દ્રષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી, જે શરીરનો મેલ દૂર કરવાથી નહિ, પણ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હૃદયની માંગણીથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હમણાં તમને પણ તારે છે. દૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને સ્વાધીન કર્યા પછી તે તો આકાશમાં ગયા છે, અને ઈશ્વરની જમણી તરફ [બેઠેલા] છે.”
પ્રેરિત યોહાને પણ આ સુંદર સુવાર્તાને ૧ યોહાન ૫:૫-૮માં સાક્ષી આપી. “જે વિશ્વાસ કરે છે કે ઈસુ ઈશ્વરના પુત્ર છે તે વગર બીજો કોણ જગતને જીતે છે? પાણીથી તથા રક્તથી જે આવ્યા, તે એ છે એટલે ઈસુ ખ્રિસ્ત. અને તે માત્ર પાણીથી નહિ પણ પાણી તથા રક્તથી આવ્યા. જે સાક્ષી પૂરે છે તે આત્મા છે, એટલે આત્મા, પાણી તથા રક્ત; અને એ ત્રણેની સાક્ષી એકસરખી છે”.
યોહાન બાપ્તિસ્તે સુંદર સુવાર્તાને પરિપૂર્ણ કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. બાઈબલ માલાખી ૩:૧-૩માં અને માથ્થી ૧૧:૧૦-૧૧માં યોહાન બાપ્તિસ્ત વિષે નિમ્નલિખિત વાત કહે છે. યોહાન બાપ્તિસ્ત મનુષ્યજાતિનો પ્રતિનિધિ હતો અને તે આવનાર એલિયા હતો જેમ જુના કરારમાં લખવામાં આવ્યું છે. જુના કરારમાં, પાપબલીના માથા પર હાથ મૂકીને મનુષ્યોના પાપ તેની ઉપર નાખ્યાં બાદ પાપબલીને મારી નાખવામાં આવતી હતી. જોકે, નવા કરારમાં, ઈસુ પાપબલી હતો જેણે પોતાના બાપ્તિસ્મા દ્વારા જગતના સઘળા પાપો દૂર કર્યા અને પાપોની કીમત ચુકવવા માટે તે વધસ્તંભ પર મર્યો. ઈસુએ મનુષ્યજાતિને બચાવી કેમ કે યોહન બાપ્તિસ્તે યર્દન નદીમાં બાપ્તિસ્મા દ્વારા જગતના સઘળા પાપો ઈસુ પર નાખી દીધા હતા.
ઈશ્વરે મનુષ્યોને તેઓના પાપોથી બચાવવા માટે બે પ્રકારના મહાન કાર્યોની યોજના બનાવી અને તેણે તે સર્વ પૂરી કરી. પહેલું તે હતું કે કુંવારી મરિયમના શરીર દ્વારા ઈસુ આ જગતમાં આવે, અને તેણે જગતના સઘળા પાપોને દૂર કરવા માટે બાપ્તિસ્મા લીધું અને વધસ્તંભ પર ચઢ્યો. બીજું હતું એલીસાબેત દ્વારા યોહાન બાપ્તિસ્તનો જન્મ. ઈશ્વરે મનુષ્યજાતિને તેઓના પાપોથી બચાવવા માટે આ બે ઘટનાઓને જન્મ આપ્યો. આ ત્રીએક ઈશ્વર દ્વારા નિર્દેશિત કાર્ય હતું. ઈશ્વરે ઈસુના છ મહિના પહેલા યોહાન બાપ્તિસ્તને આ જગતમાં મોકલ્યો, પછી મનુષ્યજાતિના ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તને આ દુનિયામાં મોકલ્યાં, જેથી મનુષ્યજાતિને તેમના પાપોના ન્યાયથી મુક્ત કરી શકાય.
ઈસુએ માથ્થી ૧૧:૯માં યોહાન બાપ્તિસ્ત વિષે સાક્ષી આપી. “તો તમે શું જોવા નીકળ્યા? શું પ્રબોધકને? હું તમને કહું છું કે, હા પ્રબોધક કરતાં જે ઘણો અધિક તેને”. તે ઉપરાંત, જ્યારે યોહાન બાપ્તિસ્ત, જેણે ઈસુ પર જગતના સઘળા પાપો નાખ્યાં હતા, તેણે બીજા દિવસે તેને જોયો, ત્યારે તેણે કહ્યું, “જુઓ, ઈશ્વરનું હલવાન જે જગતના પાપ દૂર કરે છે!” (યોહાન ૧:૨૯)
 બાઈબલમાં યોહાન વિષે ઘણી સાક્ષી છે, જેણે ઈસુને બાપ્તિસ્મા આપ્યું અને આપણે તેનું ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. યોહાન બાપ્તિસ્ત ઈસુ પહેલા આ જગતમાં આવ્યો. તેની ભૂમિકા સુંદર સુવાર્તાને પરિપૂર્ણ કરવાની હતી, જે ઈશ્વરની યોજના હતી. બાઈબલ કહે છે કે ઈસુએ યોહાનથી જગતના સઘળા પાપોને સ્વીકાર કર્યો અને યોહાને ઈશ્વરની ઈચ્છા પૂરી કરવા માટે તે સઘળા તેના ઉપર નાખી દીધા.
આપણે તેને યોહાન બાપ્તિસ્ત કહીએ છીએ કેમ કે તેણે ઈસુને બાપ્તિસ્મા આપ્યું. યોહાન દ્વારા ઈસુના બાપ્તિસ્માનો વાસ્તવિક અર્થ શું છે? “બાપ્તિસ્મા” શબ્દનો અર્થ છે “ધોવાઈ જવું”. કેમ કે જગતના સઘળા પાપોને ઈસુના બાપ્તિસ્મા દ્વારા તેના ઉપર નાખવામાં આવ્યા હતા તેથી તે સાફ થઈ ચુક્યા છે. ઈસુનું બાપ્તિસ્મા અને જુના કરારમાં “હાથ મૂકવા” બંને એક સમાન છે. બાપ્તિસ્માનો આત્મિક અર્થ છે “પર પારિત થવું,” “ધીવાઈ જવું” કે “દફન થવું”. યોહાન દ્વારા ઈસુનું બાપ્તિસ્મા જગતના સઘળા લોકોના પાપોને દૂર કરવા માટે છૂટકારાનું એક કાર્ય હતું.
ઈસુના બાપ્તિસ્માનું એટલું જ મહત્વ છે જેટલું જુના કરારમાં પાપોને બલીપશું પર નાખવા માટે તેના માથા પર હાથ રાખવાની વિધિનું મહત્વ હતું. બીજા શબ્દોમાં, ઇસ્રાએલના લોકોએ મહાયાજક દ્વારા પાપબલીના માથા પર હાથ મૂકવા દ્વારા પોતાના પાપોને તેની ઉપર નાખી દીધા હતા. જુના કરારમાં આ બલિદાનનું ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેની મૃત્યુ જેટલું જ મહત્વ હતું.
 ઈશ્વરે ઇસ્રાએલીઓના પાપો દૂર કરવા માટે પ્રાયશ્ચિતનો દિવસ નક્કી કર્યો. સાતમાં મહિનાના દસમાં દિવસે, મહાયાજકે લોકોના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે બલિદાન પર પોતાના હાથ મૂકીને લોકોના વાર્ષિક પાપોને બલિદાન ઉપર નાખી દિશા. આ તે બલિદાન પ્રણાલી હતી જે ઈશ્વરે સ્થાપિત કરી હતી. લોકોના પાપોને બલિદાન પર નાખવાનો આ જ એકમાત્ર માર્ગ હતો, અને હાથ મૂકીને પાપો નાખવાનો નિયમ હંમેશાનો નિયમ બની ગયો.
“અને હારૂન જીવતા બકરાના માથા ઉપર પોતાના બંને હાથ મૂકે, ને તેના ઉપર ઇસ્રાએલના લોકોના સર્વ અન્યાય તથા તેઓનાં સર્વ ઉલ્લંઘન એટલે તેઓનાં સર્વ પાપ કબૂલ કરીને તેઓને બકરાને શિરે મૂકે; અને ઠરાવેલા માણસના હસ્તક તેને અરણ્યમાં મોકલી દેવો. અને બકરો તેઓના સર્વ અન્યાય પોતાને શિરે ધરીને ઉજ્જડ પ્રદેશમાં લઈ જશે; અને રાનમાં તે બકરાને છોડી દેવો” (લેવી ૧૫:૨૧-૨૨).
 જુના કરારમાં, એક પાપીએ પાપબલીના માથા પર હાથ મૂક્યો અને માફી મેળવવા માટે પોતાના પાપો તેની ઉપર નાખી દીધા. અને પ્રાયશ્ચિતના દિવસે, હારૂન મહાયાજક, સઘળા ઇસ્રાએલીઓના પ્રતિનિધિના રૂપમાં, ઇસ્રાએલના પાપોને બલીપશું પર નાખવા માટે બલિદાનના માથા પર હાથ મૂક્યા. સઘળા પાપ લઈ લીધા બાદ બલીપશુંને મારી નાખવામાં આવ્યું.
તેનો આત્મિક અર્થ બાપ્તિસ્મા જેવો જ છે (ગ્રીકમાં બાપ્તિસ્મા નો અર્થ છે “ધોવાઈ જવું, દફન થવું, પારિત કરવું”) જે ઈસુએ નવા કરારમાં યોહાનથી પ્રાપ્ત કર્યું હતું. જેમ જુના કરારમાં મહાયાજકે ઇસ્રાએલના લોકોના પાપો પાપબલી ઉપર નાખવા માટે તેના માથા પર હાથ મૂક્યા હતા, તે પ્રકારે જ મનુષ્યોના સઘળા પાપો યોહાન બાપ્તિસ્ત દ્વારા ઈસુના બાપ્તિસ્મા સમયે તેની ઉપર નાખવામાં આવ્યા. પછી ઈસુ આપણા પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે વધસ્તંભ પર માર્યો. આ સત્યની સુંદર સુવાર્તા છે.
જે રીતે હારૂન મહાયાજકે ઇસ્રાએલના લોકોના સ્થાન પર પ્રાયશ્ચિતના દિવસે બલિદાન કર્યું, એ જ પ્રકારે યોહન બાપ્તિસ્તે જે હારૂનના વંશજો માંનો એક હતો તેણે ઈસુને બાપ્તિસ્મા આપીને મનુષ્યજાતિના પ્રતિનિધિના રૂપમાં કાર્યને પરિપૂર્ણ કર્યું, અને આ પ્રમાણે મનુષ્યજાતિના સઘળા પાપો તેની ઉપર નાંખી દેવામાં આવ્યા. ઈશ્વરે બાઈબલમાં તેમના પ્રેમની યોજનાનું એટલું અદભુત વર્ણન કર્યું છે જે ગીતશાસ્ત્ર ૫૦:૪-૫માં છે, “પોતાના લોકોનો ન્યાય કરવા તે ઉપરના આકાશને તથા પૃથ્વીને બોલાવશે; જેઓએ યજ્ઞથી મારી સાથે કરાર કર્યો છે એવા મારા ભક્તોને મારી પાસે ભેગા કરો”. આમીન, હાલ્લેલુયાહ.
મંડળીનો ઈતિહાસ કહે છે કે પ્રારંભિક મંડળીમાં પહેલી બે શતાબ્દી માટે કોઈ નાતાલ નહોતી. ઈસુના પ્રેરિતો સાથે મંડળીના પ્રારંભિક ખ્રિસ્તીઓએ યોહાન બાપ્તિસ્ત દ્વારા યર્દનમાં ફક્ત ૬ જાન્યુઆરીએ “ઈસુના બાપ્તિસ્માનો દિવસ” તરીકે મનાવ્યો હતો. તેઓએ પોતાના વિશ્વાસમાં ઈસુના બાપ્તિસ્માને આટલું બધું મહત્વ કેમ આપ્યું હતું? તેનો ઉત્તર એપોસ્ટોલીક રીત પ્રમાણેનું ખ્રિસ્તત્વ છે. પણ હું આશા કરું છું કે તમે વિશ્વાસીઓનું બાપ્તિસ્મા અને ઈસુના બાપ્તિસ્મામાં ભ્રમિત નહિ થાઓ.
વિશ્વાસીઓનું બાપ્તિસ્મા જે આજે હયાત છે તેનો અર્થ યોહાન બાપ્તિસ્ત દ્વારા ઈસુના બાપ્તિસ્માથી અલગ છે. તેથી, જો આપણે પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવા માંગીએ છીએ તો આપણે ઈસુના શિષ્યો સમાન વિશ્વાસ કરવો જોઈએ. આપણે સર્વ લોકોએ ઈસુ ખ્રિસ્તના બાપ્તિસ્મા પર જે તેમને યોહાન બાપ્તિસ્ત દ્વારા મળ્યું હતું અને તેમના વધસ્તંભ પરના રક્ત પર વિશ્વાસ કરીને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવો જોઈએ.
જો પ્રારંભિક મંડળીએ બાપ્તિસ્માને એક મહત્વપૂર્ણ વિધિના રૂપમાં વિચારી હતી, તો આ ઈસુના બાપ્તિસ્મા પર તેમના વિશ્વાસને કારણે હતું, અને આપણે આજકાલ યોહાન દ્વારા બાપ્તિસ્માને આપણા ઉદ્ધાર માટે અનિવાર્ય ઘટકના રૂપમાં માનવું જોઈએ. તે ઉપરાંત, આપણે પૂર્વ જ્ઞાનના સાચા વિશ્વાસ સુધી પહોચવું જોઈએ અને તેને જાળવી રાખવું જોઈએ, જે કહે છે કે ઈસુએ યોહાન દ્વારા બાપ્તિસ્મા લીધું તે કારણે તેને વધસ્તંભ પર ચઢાવવામાં આવ્યો. આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે પવિત્ર આત્મા આપણી અંદર ત્યારે નિવાસ કરે છે જ્યારે આપણે માનીએ છીએ કે ઈસુએ બાપ્તિસ્મા લીધું હતું, વધસ્તંભ પર મર્યો અને આપણો ઉદ્ધારક બનવા માટે પુનરુત્થિ થયો. યોહાન દ્વારા ઈસુનું બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના રક્તનું સુંદર સુવાર્તામાં ખાસ અર્થ છે.
આપણા માટે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટેની સુરક્ષિત રીત છે ઈસુના બાપ્તિસ્મા અને રક્તની સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવો. ઈસુના બાપ્તિસ્માએ એકજ વારમાં મનુષ્યજાતિના સઘળા પાપોને સાફ કરી દીધા. આ છૂટકારાનું બાપ્તિસ્મા હતું જે આપણને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરે છે. કેટલાક લોકો ઈસુના બાપ્તિસ્માના સમર્થનો અનુભવ નથી કરતા, તે તેને માત્ર એક સમારોહના રૂપમાં સમજે છે.
ઈસુનું બાપ્તિસ્મા સુંદર સુવાર્તાનો ભાગ છે, જે કહે છે કે તેણે જગતના સઘળા પાપો કઈ રીતે દૂર કર્યા અને વધસ્તંભ પર રક્ત વહાવીને ન્યાયનો સ્વીકાર કર્યો. જે કોઈ પણ આ સુંદર સુવાર્તાના વચનો પર વિશ્વાસ કરે છે, તે મંડળીનો સભ્ય બની જાય છે, જે પ્રભુનું આધિપત્ય છે, અને પવિત્ર આત્માના આશીર્વાદોનો આનંદ માણે છે. પવિત્ર આત્મા તે લોકો માટે ઈશ્વર તરફથી એક ઉપહાર છે જેઓએ પોતાના પાપોની માફી મેળવી છે.
“જુઓ, ઈશ્વરનું હલવાન, જે જગતનું પાપ દૂર કરે છે” (યોહાન ૧:૨૯). યોહાન ૧:૬-૭ કહે છે, “ઈશ્વરે મોકલેલો એક માણસ આવ્યો. તેનું નામ યોહાન હતું. તે સાક્ષીને માટે આવ્યો કે અજવાળા વિષે તે સાક્ષી આપે, એ માટે કે સર્વ તેનાથી વિશ્વાસ કરે”. ઈસુ પર ઉદ્ધારકના રૂપમાં વિશ્વાસ કરવા માટે જેણે આપણા સઘળા પાપો લઈ લીધા છે, આપણે બાઈબલમાં લખેલી યોહાનની સેવા અને સાક્ષીને સમજવી પડશે. ત્યાર બાદ આપણે ઈસુ પર આપણા ઉદ્ધારકના રૂપમાં વિશ્વાસ કરવા યોગ્ય બનીશું. પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે, આપણે પણ તેની સાક્ષીમાં મજબુત વિશ્વાસ કરવાની જરૂર છે. તેથી, સત્યની સુંદર સુવાર્તાને પૂર્ણ કરવા માટે, આપણે યોહાન દ્વારા ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના રક્તમાં વિશ્વાસ કરવો જ જોઈએ.
માથ્થી ૧૧:૧૨માં લખ્યું છે કે, “યોહાન બાપ્તિસ્તના વખતથી તે હજી સુધી આકાશના રાજ્ય પર બળજબરી કરાય છે, ને બળજબરી કરનારાઓ બળજબરીથી તે લઈ લે છે”. આ ભાગને બાઈબલમાં સૌથી કઠીન ભાગના રૂપમાં માનવામાં આવે છે. જોકે, આપણે “યોહાન બાપ્તિસ્તના વખતથી” વાક્ય પર ધ્યાન આપવું જોઈએ. આ ચોક્કસપણે ઘોષણા કરે છે કે યોહાનની સેવા આપણા ઉદ્ધાર માટે ઈસુની સેવા સાથે જોડાયેલી હતી.
ઈસુ ઈચ્છે છે કે આપણે નીડર વિશ્વાસ સાથે રાજ્યમાં પ્રવેશ કરીએ. આપણે દરરોજ પાપ કરીએ છીએ, આપણે નબળાં છીએ, પણ તે આપણી દુષ્ટતાની ચિંતા કર્યા વગર તેના રાજ્યમાં પ્રવેશ કરવાની અનુમતિ આપે છે. તો આ ભાગનો અર્થ છે કે લોકો સુંદર સુવાર્તા પર વિશ્વાસ દ્વારા સ્વર્ગના રાજ્યને લઈ શકે છે જે કહે છે કે ઈસુએ યોહાનથી બાપ્તિસ્મા દ્વારા અને વધસ્તંભ પર પોતાના રક્ત દ્વારા જગતના સઘળા પાપોને દૂર કર્યા છે. બીજા શબ્દોમાં, તેનો અર્થ છે ઈસુના બાપ્તિસ્મા અને રક્તની આ સુંદર સુવાર્તા પર વિશ્વાસ દ્વારા સ્વર્ગ રાજ્ય લઈ શકાય છે.
ઈસુના બાપ્તિસ્માએ આપણા સઘળા પાપોને દૂર કર્યા છે, અને તેમાં આપણો વિશ્વાસ એ વાતનો નિશ્ચય આપે છે કે આપણને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત થશે. આપણે આપણા પાડોશી, સંબંધીઓ, જાણીતા લોકો અને દુનિયાના બાકીના લોકોને આ સુવાર્તાનો પ્રચાર કરવો જોઈએ. આપણે તે સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવો જોઈએ જે કહે છે કે જગતના પાપોને ઈસુએ પોતાના બાપ્તિસ્મા દ્વારા પોતાના ઉપર લઈ લીધા. આપણા વિશ્વાસ દ્વારા આપણે છૂટકારાનો આનંદ અને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરીશું.
ઈસુના બાપ્તિસ્માએ આપણા સઘળા પાપોને દૂર કર્યા છે, અને તેનું રક્ત પાપનો ન્યાય હતું. આપણે અવિશ્વાસીઓને પાણી અને આત્માની સુંદર સુવાર્તા સમજાવવી જોઈએ. ફક્ત આવું કરવા દ્વારા જ તેઓ સુવાર્તા પર વિશ્વાસ કરશે અને પવિત્ર આત્માને પ્રાપ્ત કરશે. હું ઈચ્છું છું કે તમે વિશ્વાસ કરો. ફક્ત યોહાન દ્વારા ઈસુનું બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના રક્ત પર વિશ્વાસ કરવા દ્વારા જ મનુષ્યોને તેમના પાપોની માફી મળે છે અને તેઓ પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરી શકે છે.
પ્રત્યેક વ્યક્તિ ઈસુની સંતાન બની શકે છે, જેમાં પવિત્ર આત્મા નિવાસ કરે છે, અને આપણા ભાઈઓ અને બહેનો પાણી અને આત્માની સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે. તમને સુંદર સુવાર્તા પર એટલો જ વિશ્વાસ હોવો જોઈએ જેટલો પાઉલ પાસે હતો. હું ઈશ્વરનો આભાર માનું છું અને તેમની પ્રશંસા કરું છું કે તેમણે આપણને આ સુંદર સુવાર્તા આપી. આમીન.