• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

વિષય ૮ : પવિત્ર આત્મા

[8-4] તેઓ જેનો વિશ્વાસ ઈસુના શિષ્યોના વિશ્વાસ સમાન છે (પ્રેરિત ૩:૧૯)

2021.09.11 105
તેઓ જેનો વિશ્વાસ ઈસુના શિષ્યોના વિશ્વાસ સમાન છે(પ્રેરિત ૩:૧૯)
“માટે તમે પસ્તાવો કરો, ને ફરો, જેથી તમારાં પાપ ભૂંસી નાખવામાં આવે, અને એમ પ્રભુની હજૂરમાંથી તાજગીના સમયો આવે.”
 

પ્રેરિતો પાસે કઈ પ્રકારનો વિશ્વાસ હતો?
તેઓ ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્ત પર વિશ્વાસ કરતા હતા.

ઈસુ ખ્રિસ્તના શિષ્યોને જોતા, જ્યારે તેઓ માસે પવિત્ર આત્માનો અંતર્નીવાસ નહોતો તેના કરતા જ્યારે તેઓની પાસે પવિત્ર આત્માનો અંતર્નીવાસ આવ્યો ત્યારે તેઓના વિશ્વાસની સીમા વધી ગઈ. તેમની શરીર અલગ નહોતું દેખાતું, પણ પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યા બાદ, ઇસુ ખ્રિસ્તના પ્રકાશથી તેઓના જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયા હતા.
જે શહેરમાં હું રહું છું, ત્યાં સુંદર પહાડ અને તળાવો છે. આ પ્રકારના સુંદર દ્રશ્યોને જોઈને, હું સંતુષ્ટિથી ભરાઈ જાઉં છું અને આશ્ચર્ય થાય છે કે અને હું આવી કૃતિઓ માટે પ્રભુનો આભાર માનું છું. તડકામાં ચમકતા પાણીની ચમક મારા હૃદયને ભરી દે છે અને મારી ચારેય બાજુની દુનિયા મને સોના જેવી લાગવા લાગે છે.
પણ એવી જગ્યાઓ છે જ્યાં આવી પ્રાકૃતિક સુંદરતા પ્રગટ થતી નથી. એવી જગ્યાઓ છે જ્યાં આકાશ સ્પષ્ટ છે, પણ સૂરજના પ્રકાશ નીચેનું પાણી ડહોળું દેખાય છે. આવા દ્રશ્યમાં કોઈ ચમક નથી. આ પ્રકારે તળાવને જોતા, હું ઈશ્વરને સુંદર સુવાર્તા માટે આભાર માનું છું, જેમણે મારા પાપોને શુદ્ધ કર્યા અને મારા માટે પવિત્ર આત્માનો અંતર્નીવાસ આપ્યો.
કેમ કે ડહોળા તળાવોની સપાટી પ્રકાશને પ્રતિબિંબિત કરવામાં સક્ષમ નથી, તેથી આપણે ઈશ્વરના પ્રકાશથી પણ દૂર થઈ શકીએ છીએ અને અજાણતા આપણા પાપી સ્વભાવને કારણે અજ્ઞાત ભાગ્ય તરફ જઈ શકીએ છીએ. પણ જો પવિત્ર આત્મા આપણા હૃદયમાં નિવાસ કરે છે, તો આપણને ઈશ્વરની સંતાનના રૂપમાં પ્રગટ કરવામાં આવશે અને અન્ય લોકોને સુવાર્તા શીખવવા માટે આગેવાની કરવામાં આવશે. કેમ કે આપણે તેમના પ્રકાશનો સ્વીકાર કર્યો છે, તેથી આપણે પ્રકાશના રૂપમાં પ્રકાશિત થઈશું.
આ જ રીતે, ઈસુના પુનરુત્થાન બાદ, તેમના શિષ્યોએ પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો અને જ્યોતિના સંતાન અને પ્રેરિત બની ગયા. પવિત્ર આત્માનો પ્રકાશ સર્વ લોકો માટે એક મોટો આશીર્વાદ છે અને તેથી મોટાભાગના લોકો પવિત્ર આત્માને પ્રાપ્ત કરવા માંગે છે.

 

પ્રેરિત પાઉલનો વિશ્વાસ


પાઉલ પાસે કઈ પ્રકારનો વિશ્વાસ હતો? પાઉલે પોતાના વિશ્વાસની કબૂલાતમાં કહ્યું છે કે તે વખતના સૌથી મહાન શિક્ષક ગમાલિએલના હાથ નીચે તેને શિક્ષા પ્રાપ્ત કરી છે. પણ તેને કબૂલ કર્યું કે વ્યવસ્થા સાથે પણ, તેને તેના પાપોથી બચાવી શકાય તેમ નહોતો અને તે હકીકતમાં આપણા ઉદ્ધારક ઈસુને સતાવનારો હતો. એક વખત તે દમસ્કના માર્ગમાં ઈસુને મળ્યો અને તેની સુવાર્તાનો પ્રચારક બની ગયો. તે ઈસુ પર ઈશ્વરના પુત્ર તરીકે વિશ્વાસ કરતો હતો, જે આ જગતમાં આવ્યો, તેને જગતના સઘળા પાપો સાફ કરવા માટે યોહાન દ્વારા બાપ્તિસ્મા આપવામાં આવ્યું, અને તે સઘળા પાપોનો ન્યાય લેવા માટે વધસ્તંભ પર તેનું રક્ત વહાવવામાં આવ્યું. બીજા શબ્દોમાં, પાઉલને પોતાના હૃદયમાં પાપોની માફી પર વિશ્વાસ હતો.
ઈસુના શિષ્યોનું માનવું હતું કે યોહાન દ્વારા ઈસુનું બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેનું રક્ત વહાવવું તેઓના પાપોની માફી માટે હતું. પાઉલે શિષ્યો સાથે એક સમાન વિશ્વાસ કર્યો અને તેથી તેના સઘળા પાપોથી તેને બચાવી લેવાયો. 
પાઉલે ગલાતી ૩:૨૭માં કહ્યું, “કેમ કે તમારામાંના જેટલા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા તેટલાએ ખ્રિસ્તને પહેરી લીધા.” અને પોતાના ઉદ્ધારના રૂપમાં ઈસુના બાપ્તિસ્મામાં તેમના વિશ્વાસને સ્વીકાર કર્યો. સાથે જ, પિતરે ૧ પિતર ૩:૨૧માં કહ્યું, “એ દૃષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી, જે શરીરનો મેલ દૂર કરવાથી નહિ, પણ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હૃદયની માંગણીથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હમણાં તમને પણ તારે છે”. અને તેઓને આ વચનો દ્વારા ઈસુના બાપ્તિસ્માની સુંદર સુવાર્તાનું પ્રદર્શન કર્યું. ઈસુના શિષ્યોનું માનવું હતું કે યોહાન દ્વારા તેના બાપ્તિસ્માએ જગતના સઘળા પાપોને સાફ કર્યા છે. તેઓ તેમના પાપોથી માફી પામ્યા છે, અને આ રીતે સત્યતા પર વિશ્વાસ કરવા દ્વારા તેઓ વ્યવસ્થાના શ્રાપ હેઠળ નહોતા.
તેઓ ઈસુના બાપ્તિસ્મા પર અને વધસ્તંભ પરના તેના રક્ત બંનેમાં વિશ્વાસ કરતા હતા. આ સ્પષ્ટ છે કે આ વિશ્વાસ શિષ્યોની સફળતા માટે જરૂરી હતો. પ્રેરિતોના કૃત્યો ૧:૨૧-૨૨માં આવું કહ્યું છે, “માટે યોહાનના બાપ્તિસ્માથી માંડીને પ્રભુ ઈસુને આપણી પાસેથી ઉપર લઈ લેવામાં આવ્યા તે દિવસ સુધી તેણે આપણામાં આવજા કરી, તે સર્વ વખતમાં જે માણસો આપણી સાથે ફરતા હતા તેઓમાંથી એક જાણે આપણી સાથે તેમના પુનરુત્થાનના સાક્ષી થવું જોઈએ.” યોહાન દ્વારા ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ સાથે ઈસુના શિષ્ય બનવાની શરૂઆત થઈ.
હકીકત એ છે કે આપણે આપણા પાપો માટે માફી માંગવાની જરૂરિયાત ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્ત પરના વિશ્વાસથી શરુ થાય છે. “કેમ કે તમારામાંના જેટલા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા તેટલાએ ખ્રિસ્તને પહેરી લીધા” (ગલાતી ૩:૨૭). આ પ્રમાણે, પાઉલે યોહાન દ્વારા ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્ત પર વિશ્વાસ પણ કર્યો.
આવો તિતસ ૩:૫ને જોઈએ. “ત્યારે આપણા પોતાનાં કરેલાં ન્યાયીપણામાંનાં કૃત્યોથી નહિ, પણ તેમની દયાથી, નવા જન્મના સ્નાનથી તથા પવિત્ર આત્માથી [થયેલા] નવીનીકરણથી તેમણે આપણને તાર્યા”. આનો અર્થ છે જ્યારે યોહાને ઈસુને બાપ્તિસ્મા આપ્યું ત્યારે જગતના સઘળા પાપો સાફ થઈ ગયા. એજ પ્રમાણે, જો તમે તમારા પાપોની માફી ઈચ્છો છો, તો તમારે સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવાની જરૂર છે, જે કહે છે કે તમારા પાપોને યોહાન દ્વારા ઈસુના બાપ્તિસ્માના માધ્યમથી તેના ઉપર નાખવામાં આવ્યા છે. ઈસુ વધસ્તંભ પર ચઢ્યો અને મારી ગયો તેનું કારણ એ હતું કે તેણે યોહાન દ્વારા પોતાના બાપ્તિસ્મા દ્વારા આપણા સઘળા પાપોને પોતાની ઉપર લઈ લીધા હતા. આ તથ્ય પર વિશ્વાસ કરવું તે પવિત્ર આત્માના અંતર્નીવાસને પ્રાપ્ત કરવા માટે પર્યાપ્ત છે. પાઉલે સ્વીકાર કર્યું કે તે યોહાન દ્વારા ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્ત પર વિશ્વાસ કરે છે.
આવો આપણે હિબ્રૂ ૧૦:૨૧-૨૨ જોઈએ. તે કહે છે, “અને વળી ઈશ્વરના ઘર ઉપર આપણો એક મોટો યાજક છે. માટે દુષ્ટ અંત:કરણથી છૂટવા માટે આપણાં હૃદયો પર છંટકાવ પામીને, તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને, આપણે શુદ્ધ હૃદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને [ઈશ્વરની] સમીપ જઈએ”. અહીંયા, “નિર્મળ પાણીથી ધોઈને” યોહાન દ્વારા ઈસુના બાપ્તિસ્માને દર્શાવે છે, જેણે મનુષ્યજાતિના સઘળા પાપોને સાફ કર્યા.
તેથી, જુના અને નવા કરાર બંનેમાં, આપણે જોઈ શકીએ છીએ કે સુંદર સુવાર્તાના મુખ્ય ઘટક છે તેનું બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેમની મૃત્યુ. તમે પણ પાઉલની જેમ વિશ્વાસ કરો.
આજે, મોટાભાગના લોકો જાણ્યાં વગર વ્યર્થ વિશ્વાસ કરે છે કે જ્યારે યોહાને ઈસુને બાપ્તિસ્મા આપ્યું, ત્યારે જગતના સઘળા પાપો સાફ થઈ ગયા. કેટલાક ધર્મ શાસ્ત્રીઓનો તર્ક છે કે લોકોએ પોતાના પાપોની માફી માટે પાણીમાં બાપ્તિસ્મા લેવું જોઈએ. આ બાબત કદાચ પાણી અને આત્માની સુવાર્તાને જાણ્યા વગર બનાવવામાં આવ્યું છે, જેમ બાઈબલમાં લખવામાં આવ્યું છે. જ્યારે આપણે પાણીમાં ફક્ત એક વિધિના રૂપમાં બાપ્તિસ્મા લઈએ છીએ ત્યારે આપણા પાપોને માફ કરવામાં નથી આવતા. ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત પરનો વિશ્વાસ આપણને આપણા સઘળા પાપોથી મુક્ત કરે છે. ફક્ત જેઓ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે, તેઓના પાપોને માફ કરવામાં આવે છે. અને તેના રક્ત પર વિશ્વાસ કરીને, તેણે પોતાનો ન્યાય ચૂકવી દીધો છે. જે લોકોમાં આ વિશ્વાસ છે, તે જ લોકો પવિત્ર આત્માને પ્રાપ્ત કરી શકે છે.
“માટે દુષ્ટ અંત:કરણથી છૂટવા માટે આપણાં હૃદયો પર છંટકાવ પામીને, તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને, આપણે શુદ્ધ હૃદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને [ઈશ્વરની] સમીપ જઈએ” (હિબ્રૂ ૧૦:૨૨). હિબ્રૂના લેખકે આપણને પૂર્ણ આશ્વાસનમાં ખરા મનથી ઈશ્વરની નજીક આવવા માટે કહ્યું છે. તમારે પણ સુંદર સુવાર્તા પર વિશ્વાસના પૂર્ણ આશ્વાસન પર ખરા મનથી તેમની નજીક આવવું જોઈએ.
આજે, ખ્રિસ્તીઓને સંપૂર્ણ આશા છે કે તેઓ પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરશે. પણ પવિત્ર આત્મા ફક્ત તે લોકોમાં નિવાસ કરે છે જેઓના પાપ માફ કરવામાં આવ્યા છે. ઘણાં લોકો નથી જાણતા તેથી ઈસુના બાપ્તિસ્મા અને તેમના રક્તની સુંદર સુવાર્તા પર વિશ્વાસ કર્યા વગર પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માંગે છે. જે લોકો ઈસુ પર વિશ્વાસ કરે છે, પણ હજી સુધી તેમના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેમના રક્ત પર વિશ્વાસ નથી કરતા તેઓ પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકતા નથી. કારણ એ છે કે તેમની પાસે શુદ્ધ હૃદય નથી.
પાઉલે ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્તમાં વિશ્વાસ કર્યો તેથી પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો. તે ઉપરાંત, તેઓએ આ વિશ્વાસને ફેલાવ્યો અને ઢોંગી વ્યક્તિની જેમ સતાવનો સામનો કર્યો. પણ કેમ કે પવિત્ર આત્મા તેમના હૃદયમાં નિવાસ કરતો હતો, તેથી તેઓ અંત સુધી પાણી અને આત્માની સુવાર્તા ફેલાવી શક્યા. “જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું” (ફિલીપી ૪:૧૩). પવિત્ર આત્માના અંતર્નીવાસ માટે આભાર, તેણે ઈશ્વરની સેવા કરી અને જ્યાં સુધી તે ન મર્યો ત્યાં સુધી પવિત્ર આત્માના સંરક્ષણમાં રહ્યો. જેઓ પાઉલ જેવો વિશ્વાસ કરે છે ફક્ત તેઓ પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકે છે.
 આવો આપણે પાઉલના વિશ્વાસને જોઈએ. કલોસી ૨:૧૨માં તે કહે છે “તેમની સાથે તમે બાપ્તિસ્મામાં દટાયા, અને તેમાં પણ જે ઈશ્વરે તેમને મૂએલાંમાંથી ઉઠાડ્યા, તેમના સામર્થ્ય પરના વિશ્વાસથી તમને તેમની સાથે ઉઠાડવામાં આવ્યા”. તે ઈસુ પર વિશ્વાસ કરીને પોતાના સઘળા પાપોથી માફ કરવામાં આવ્યો હતો, જેને યોહાન દ્વારા બાપ્તિસ્મા આપવામાં આવ્યું હતું.

 

પ્રાચીનકાળથી ખ્રિસ્તી ધર્મ કઈ રીતે બદલાઈ ગયો છે?


હવે, આવો ઈસુ ખ્રિસ્તમાં પવિત્ર આત્માને પ્રાપ્ત કર્યા બાદ એક બહેનના વિશ્વાસને જોઈએ.
“હું વૃદ્ધ થઇ રહી છું, પણ હું બાળકને જન્મ આપી શકતી નહોતી, તેથી પ્રાર્થના દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે હું એક મંડળીથી બીજી મંડળીમાં ગઈ. ત્યાં સુધી કે જ્યારે હું ઘરમાં એકલી હોઉં, ત્યારે હું ઓછામાં ઓછું એક કે બે કલાક સુધી બાળક માટે પ્રાર્થના કરતી અને આ ધાર્મિક રીત મારા જીવનનો ભાગ બની ગયો.
આ પ્રકારાના ધાર્મિક જીવનનું નેતૃત્વ કરતા, હું એક વૃદ્ધ મહિલાને મળી. તેણે મને કહ્યું કે જો હું ઈશ્વર તરફથી બાળક પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખું છું તો, મારે હાથ મૂકાવીને પ્રાર્થના કરાવી જોઈએ. મેં ક્યાંક સાંભળ્યું છે કે તે મહિલા ઈશ્વરની દૂત હતી તેથી મેં તેને મારા માથા પર હાથ મૂકવાની અનુમતિ આપી. તે ક્ષણે, મારી પાસે એક એવો અનુભવ હતો જે મેં પહેલા ક્યારેય પણ અનુભવ નહોતો કર્યો. મારી જીભ ધ્રુજવા માંડી, અને હું એક અલગ ભાષામાં બોલવા લાગી અને મને કંઈક આગ જેવો અનુભવ થવા લાગ્યો.
મને એવો અનુભવ થયો કે મને પવિત્ર આત્મા પ્રાપ્ત થયો છે અને આ મારી પ્રાર્થનાઓનો ઉત્તર હતો. જે મહિલાએ મારા માથા પર હાથ મૂક્યો હતો, તેને પવિત્ર આત્મા તરફથી એક ઉપહાર મળ્યો હતો અને તે ભવિષ્યવાણી અને સાજાપણું આપી શકતી હતી. તેણે ક્યારેય પણ ઈશ્વરના વચનોની શિક્ષા પ્રાપ્ત કરી નહોતી, પણ પવિત્ર આત્માના સામર્થનો ઉપયોગ કરીને તેણે ઘણાં પાળકોને હાથ મૂકવા દ્વારા પવિત્ર આત્મા પ્રાપ્ત કરવામાં મદદ કરી હતી.
ત્યારથી જ, મેં એવી સભાઓમાં ભાગ લેવાનું શરુ કર્યું, જેમાંથી એકને [3]નવીનીકરણ/જાગૃતિ આંદોલન” કહેવામાં આવે છે. આ સભાઓમાં મારી પ્રાર્થનાઓ માંથી એકમાં મેં આખા શરીરમાં ધ્રુજારીનો અનુભવ કર્યો અને મારું મન ઈશ્વર અને મારા પાડોશી પ્રત્યે પ્રેમથી ભરાઈ ગયું. બીજાઓ સાથે પણ એવુજ થયું અને લોકો બેહોશ થઈ રહ્યા હતા અને અન્ય ભાષામાં બોલી રહ્યા હતા. ત્યાં દુષ્ટ આત્મા ગ્રસિત લોકો પણ હતા, અને તે સભાના આગેવાને દુષ્ટ આત્માઓને બહાર કાશી. આ નવીનીકરણ/જાગૃતિ આંદોલનનો ઉદ્દેશ્ય લોકોને પવિત્ર આત્માનો અનુભવ કરવામાં મદદ કરવાનો હતો જેમ કે ધ્રુજારી, ભવિષ્યવાણી કરાવી, દુષ્ટ આત્માઓને બહાર કાઢવી અને અન્ય ભાષામાં બોલવું. પણ આ સઘળા અનુભવો છતાં, મારી પાસે હજી પણ પાપ છે, અને મારા હૃદયમાં પાપોએ મને ડર અને શરમનો અનુભવ કરાવ્યો.
 
3 ખરું નવીનીકરણ ખ્રિસ્તી જીવનનો એક ભાગ છે, અને આ આત્મિક પરિપક્વતા, અને આત્માના ફળોથી આવે છે. પણ હમણાંના કેટલાક વર્ષોમાં, કેટલાક આંદોલનોએ “નવીનીકરણ” શબ્દને બદલી નાખ્યો છે અને એવી રીતે પ્રસ્તુત કર્યું છે કે તેમાં પવિત્ર શાસ્ત્ર અનુસાર આત્મિક પરિપક્વતાની પ્રક્રિયા નથી. તેમનું “નવીનીકરણ” જો અનિયંત્રિત ભાવનાઓને ઉત્પન્ન કરે છે, તો આ અભિવ્યક્તિ, અધિક બાઈબલના આધારે કે બાઈબલની બહારની શિક્ષા અને કાર્યોના કારણે છે.
આ કેટલીક સમસ્યાત્મક શિક્ષા અને કાર્ય વિવાદાસ્પદ આંદોલનમાં થાય છે: વચનથી વધારે કરિશ્માઈ કાર્યોને મહત્વ આપવું, ખોટી અભિવ્યક્તિ, ખોટી શિક્ષા, ખોટી ભવિષ્યવાણી, ખોટા ચિહ્નો અને ચમત્કારો વગેરે. જોકે, આ આંદોલનની સૌથી ખતરનાક વાત એ છે કે તેઓએ પવિત્ર આત્મા પ્રાપ્ત કરવાના વિષયમાં લોકોને ભ્રમિત કર્યા છે અને સુંદર સુવાર્તાને બાજુ પર રાખી દીધી છે.

તેથી, જ્યારે પણ મેં પ્રાર્થના કરી, ત્યારે મેં પ્રમાણિક પણે પ્રાર્થના કરી કે હું પાપની સમસ્યાનું સમાધાન કરી શકું. મેં અંગીકાર કર્યું કે મેં પાપ કર્યું હતું, પણ છતાં લોકો મને એક દૂત માનતા હતા. મને લાગ્યું કે મારી અંદર એક સારો વિશ્વાસ છે, પણ હું ખોટી હતી. જો મેં મારી ભૂલ સ્વીકારી નહોત, તો મને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવાની તક ન મળી હોત.
ત્યાર બાદ, હું તે લોકોને મળી, જેઓએ પાણી અને આત્માની સુવાર્તા ફેલાવી અને ઈશ્વરના વચનો પર વિશ્વાસ કરીને પોતાના સઘળા પાપો માટે માફી પ્રાપ્ત કરી હતી. હવે હું હકીકતમાં ખુશ છું. હું પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરું છું અને મેં પવિત્ર આત્માને પ્રાપ્ત કર્યો છે. હું ઈશ્વરનો અભાર માનું છું. હું ઈચ્છું છું કે દુનિયાના સઘળા ખ્રિસ્તીઓ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે અને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરે. હું આપણા ઈશ્વરનો અભાર માનું છું”.
અહીંયા આપણે શીખ્યું કે પવિત્ર આત્માને પ્રાપ્ત કરવા માટે આપણને પાણી અને આત્માની સુવાર્તાની જરૂર છે. જો તમે તમારાં સઘળા પાપોની માફી મેળવવા માંગો છો, તો તમારે યોહાન દ્વારા ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ કરવો જોઈએ. આવો આપણે એફેસી
૪:૫ જોઈએ. “એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા”. અહીંયા કહેવામાં આવ્યું છે કે ફક્ત એક ઈશ્વર અને એક બાપ્તિસ્મા છે, જેને આપણે માનીએ છીએ. આપણે સર્વ લોકોએ પવિત્ર આત્માના અંતર્નીવાસને પ્રાપ્ત કરવા માટે યોહાન દ્વારા ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના રક્ત પર વિશ્વાસ કરવો જોઈએ. જો આપણે નહિ કરીએ તો પવિત્ર આત્મા ક્યારેય આપણી અંદર નિવાસ નહિ કરે.
એક વાર કેટલાંક લોકોએ શીખવ્યું અને વિશ્વાસ કર્યો કે પવિત્રતા અને શુદ્ધતાનું આંદોલન તેઓને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. જોકે, શું તમને એવું લાગે છે કે જો આપણે આ પ્રકારના આંદોલનમાં ભાગ લઈએ તો પવિત્ર આત્મા આપણી અંદર નિવાસ કરશે? પવિત્રતા અને શુદ્ધતાના આંદોલનના કારણે શું તમે પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો છે? જો આ શક્ય હોત, તો તમારું વિશ્વાસ કરવું બુદ્ધિમાની હોત. પણ જો આ કારણે પવિત્ર આત્મા તમારી ઉપર આવે છે, તો આપણને આપણા પાપોથી બચાવવા માટે ઈસુને નીચે ન આવવું પડ્યું હોત અને ન યોહાન દ્વારા બાપ્તિસ્મા પામવાની જરૂર પડી હોત અને ન વધસ્તંભ પર ચઢવાની જરૂર પડી હોત.
પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવું એ ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તની સુવાર્તા પર વિશ્વાસનો એક ઉપહાર છે, જે તમને તમારા પાપો માટે માફી પ્રદાન કરે છે. પવિત્ર આત્માનો અંતર્નીવાસ એક ઉપહાર છે જે તે લોકોને આપવામાં આવે છે જેઓના પાપોને સાફ કરવામાં આવ્યા છે અને સાચી સુવાર્તા દ્વારા માફ કરવામાં આવ્યા છે.
આ દિવસોમાં, જે લોકો નવીનીકરણ/આગૃતિ અંદોલનમાં ભાગ લે છે, તેઓમાંના કેટલાક એવા છે જેઓ માને છે કે પસ્તાવાની સંપૂર્ણ પ્રાર્થના તેઓને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. તેઓ કહે છે કે ભલે કોઈ વ્યક્તિના હૃદયમાં પાપ છે, પણ જો તે પાસ્તા માટે પ્રાર્થના કરે છે, તો તે પવિત્ર આત્માને પ્રાપ્ત કરશે.
પેન્ટીકોસ્ટ-કરિશ્માઈ આંદોલન જગતભરમાં ફેલાઈ ગયું છે, સંયુક્ત રાજ્ય અમેરિકામાં ૧૮૦૦ના દસકામા શરુ થયું હતું. આ આંદોલન ઔદ્યોગિક ક્રાંતિ બાદ આવ્યું હતું, જ્યારે લોકોની નીતિ અને નૈતિકતા ધ્વસ્ત થઈ ગયા હતા. વધારે તણાવના કારણે ઘણાં લોકોના હૃદયમાં ઠોકર વાગ્યા બાદ આંદોલન આગળ વધી શક્યું. તે સમયથી, ઈશ્વરના વચનો પર આધારિત વિશ્વાસમાં ઘટાડો થયો અને એક નવા ધાર્મિક આંદોલનની શરૂઆત થઈ. આ પેન્ટીકોસ્ટ-કરિશ્માઈ આંદોલન હતું જેનો ઉદ્દેશ્ય શારીરિક રૂપમાં પવિત્ર આત્મા (ઈશ્વર) નો અનુભવ કરવો હતો – ઈશ્વરના કાર્યોને આંખોથી જોવું અને અને શરીર અને મનથી ઈશ્વરના વચનની સામર્થનો અનુભવ કરવો.
પણ આ આંદોલનમાં મોટો દોષ એ છે કે તે વિશ્વાસીઓને ઈશ્વરના વચનથી દૂર લઈ જાય છે અને એક એવા ધર્મના રૂપમાં હાજર છે જે દૈહિક આશીર્વાદો માટે પ્રયાસ કરે છે. પરિણામ સ્વરૂપે, આ નવા આંદોલનના અનુયાયી શમનવાદના વકીલ બની ગયા છે. આજે પણ, જે લોકો પોતાને પેન્ટીકોસ્ટ-કરિશ્માઈ આંદોલનમાં સામેલ કરે છે, તેઓનું માનવું છે કે જો કોઈને ઈસુ પર વિશ્વાસ છે, તો તે ધનવાન થશે, તેમની બીમારી સારી થશે, તે પ્રત્યેક વસ્તુમાં સમૃદ્ધ થશે, તે પવિત્ર આત્મા પ્રાપ્ત કરશે અને અન્ય ભાષામાં વાત કરશે અને બીજાઓને સાજા કરવાની સામર્થ મેળવશે. પેન્ટીકોસ્ટ-કરિશ્માઈ આંદોલન દુનિયાભરમાં ફેલાઈ ગયું છે. આ આંદોલન સુંદર સુવાર્તા પરની લોકોની આસ્થા અને પવિત્ર આત્માને પ્રાપ્ત કરવાની તેમની ક્ષમતા માટે અવરોધ બની ગયું છે.
આધુનિક ખ્રિસ્તત્વની ઉત્પત્તિ લગભગ ૫૦૦ વર્ષો પહેલા લૂથર અને કેલ્વીનની માન્યતાઓમાં થઈ. પણ ખ્રિસ્તત્વની સીમાઓની અંદર, પવિત્ર આત્માના અંતર્નીવાસનો બાઈબલ અભ્યાસ દૃઢતાથી સ્થાપિત નથી. સમસ્યા એ છે કે આધુનિક ખ્રિસ્તત્વની શુરુઆતથી જ મોટાભાગના ખ્રિસ્તીઓએ ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના મૃત્યુના મહત્વને ઓળખ્યા વગર ઈસુ પર વિશ્વાસ કર્યો. વાતને વધારે ખરાબ કરવા માટે, લોકોએ ખ્રિસ્તત્વના ખોટા સિદ્ધાંતો પર ભાર મૂકવાનું શરુ કર્યું અને ફક્ત શારીરિક અનુભવો પર ભાર આપ્યું. સઘળા ખ્રિસ્તીઓએ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવો જોઈએ જે કહે છે કે જગતના સઘળા પાપોને ઉઠાવવા માટે ઈસુને યોહાન દ્વારા બાપ્તિસ્મા આપવામાં આવ્યું હતું અને તે પાપોના ન્યાય માટે તેને વધસ્તંભ પર ચઢાવવામાં આવ્યો હતો. આ વિશ્વાસ તમારા માટે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવાનું કારણ બનશે.
આજે, ખ્રિસ્તત્વ એટલું વિરાન થઇ ગયું છે તેનું કારણ એ છે કે લોકો યોહાન દ્વારા ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્તની હકીકતને નકારે છે. ઈસુ આપણને હકીકત પર વિશ્વાસ કરવા માટે કહે છે. યોહાન દ્વારા ઈસુનું બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના રક્ત વિશ્વાસ કરવાનો અર્થ છે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવો. જો તમે પવિત્ર આત્માને પ્રાપ્ત કરવા માંગો છો, તો વિશ્વાસ કરો કે જ્યારે યોહાને ઈસુને બાપ્તિસ્મા આપ્યું, ત્યારે તમારા પાપો તેના પર નાખવામાં આવ્યા હતા અને તેમનું રક્ત તમારા સઘળા પાપો માટે ન્યાય અને માફી હતું. ત્યારે તમે પવિત્ર આત્મા પ્રાપ્ત કરશો.
ઘણાં ખ્રિસ્તી ફક્ત ઈસુના રક્તને જ છૂટકારાની સુવાર્તાના રૂપમાં માને છે. પણ શું તમારામાંથી જે ફક્ત તેના રક્ત પર વિશ્વાસ કરે છે, તેઓને પાપથી મુક્ત કરવામાં આવશે? શું તમને? જો તમને એવું લાગે છે કે આવું થઈ શકે છે, તો કદાચ તમને ઈસુના બાપ્તિસ્માનું અસ્પષ્ટ જ્ઞાન છે. તે બાબતે તમારા હૃદયમાં હજી પાપ છે. જયારે તમે ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તને એકસાથે જોડો છો ત્યારે તમે તમારા વિશ્વાસને લીધે તમારા પાપોથી બચી શકો છો અને પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકો છો. બાઈબલ કહે છે કે આ જ એકમાત્ર સાચી સુવાર્તા છે જે આપણને જગત પર જય પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. “કેમ કે સાક્ષી પૂરનાર ત્રણ છે, એટલે આત્મા, પાણી તથા રક્ત; અને એ ત્રણેની સાક્ષી એકસરખી છે” (૧ યોહાન ૫:૮). તેથી, આપણે તે જાણવું જોઈએ કે આપણા પાપોથી આપણને બચાવવાની તેમની ઈચ્છામાં, ઈશ્વરે યોહાન દ્વારા ઈસુને બાપ્તિસ્મા આપ્યું અને પછી તેને વધસ્તંભ પર ચઢાવ્યો.
ઈસુ પર વિશ્વાસ કરવા છતાં પણ મોટાભાગના ખ્રિસ્તીઓ પાસે પાપોની માફી નથી તેનું કારણ એ છે કે તેઓ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરતા નથી જે યોહાન દ્વારા ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના રક્તથી પૂર્ણ થાય છે. જે લોકો આ બંને વાતો પર વિશ્વાસ કરે છે, તેઓના પાપોને માફ કરવામાં આવશે અને પવિત્ર આત્મા તેઓના હૃદયોમાં નિવાસ કરશે.
જ્યારે લોકોને ખબર પડે છે કે તેઓના પાપ માફ થઈ ગયા છે, ત્યારે તેઓના હૃદય શાંત થઈ જાય છે અને પાણીની જેમ ભરપૂર થાય છે.z જે સમયે પવિત્ર આત્મા કોઈના હૃદયમાં નિવાસ કરે છે, ત્યારે તેઓના હૃદયમાં નદીની જેમ એક શાંતિ વહે છે. આપણે આપણા પ્રભુને આ સત્ય પર વિશ્વાસ કરીને અને આત્મા સાથે ચાલીને મળીએ છીએ કેમ કે આપણે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવાની સુવાર્તા ફેલાવીએ છીએ. આપણા હૃદયોમાં આવી શાંતિ પહેલા ક્યારેય નહોતી. જ્યારથી આપણે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવાની શરૂઆત કરીએ છીએ, આપણું જીવન નિર્મળ થઈ જાય છે અને આપણા મન પૂરી રીતે આનંદિત થઈ જાય છે. આપણે આ સુંદર સુવાર્તાથી દૂર થઈ શકતા નથી. પવિત્ર આત્મા હંમેશા આપણા હૃદયમાં છે, આપણને તેમના વચનનો પ્રસાર કરવા માટે પ્રેરિત કરે છે અને એવા લોકોને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવાની અનુમતિ આપે છે જે તેના પર વિશ્વાસ કરે છે.
કેમ કે આપણે ઈસુના બાપ્તિસ્માની સુંદર સુવાર્તા અને વધસ્તંભ પરના તેમના રક્ત પર વિશ્વાસ કરે છે, તેથી આપણને પવિત્ર આત્માનો આશીર્વાદ મળે છે. હવે તમારે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેમના રક્ત પર વિશ્વાસ કરવો જોઈએ. તે મહત્વપૂર્ણ છે કે જગતભરના લોકો ઈશ્વરના વચન પર વિશ્વાસ કરવાની પ્રક્રિયા શરુ કરે છે કે ઈસુને યોહાન દ્વારા બાપ્તિસ્મા આપવામાં આવ્યું જેથી તે જગતના સઘળા પાપો દૂર કરી શકે અને તેઓના પાપોના ન્યાય માટે વધસ્તંભ પર તેનું મૃત્યુ થઈ ગયું. જ્યારે તેઓ આવું કરે છે, ત્યારે તેઓ અંતમાં પવિત્ર આત્મા પ્રાપ્ત કરે છે.