• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

વિષય ૮ : પવિત્ર આત્મા

[8-5] શું તમે પવિત્ર આત્મા સાથે સંગતી કરવા માગો છો? (૧ યોહાન ૧:૧-૧૦)

2021.09.13 209
શું તમે પવિત્ર આત્મા સાથે સંગતી કરવા માગો છો?(૧ યોહાન ૧:૧-૧૦)
"જે આરંભથી હતું, જે અમે સાંભળ્યું, જે અમે પોતાની આંખે જોયું, જેને અમે નિહાળ્યું, અને જેને અમે અમારે હાથે સ્પર્શ કર્યો, તે જીવનના શબ્દ સંબંધી [અમે તમને કહી દેખાડીએ છીએ].  (તે જીવન પ્રગટ થયું, તેને અમે જોયું છે, અને સાક્ષી પૂરીએ છીએ, અને તે અનંતકાળનું જીવન જે પિતાની પાસે હતું, અને અમને પ્રગટ થયું, તે તમને કહી બતાવીએ છીએ). હા, અમારી સાથે તમારી પણ સંગત થાય, એ માટે જે અમે જોયું તથા સાંભળ્યું છે, તે તમને પણ કહી બતાવીએ છીએ. અને ખરેખર, અમારી સંગત પિતાની સાથે તથા તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે છે. અને અમારો આનંદ સંપૂર્ણ થાય, માટે એ વાતો અમે લખીએ છીએ. હવે જે સંદેશો અમે તેમના મોંથી સાંભળ્યો છે, અને તમને જણાવીએ છીએ, તે એ છે કે ઈશ્વર પ્રકાશ છે, અને તેમનામાં કંઈ પણ અંધકાર નથી. જો આપણે કહીએ કે, તેમની સાથે આપણી સંગત છે, અને અંધકારમાં ચાલીએ, તો આપણે જૂઠું બોલીએ છીએ, અને સત્યથી વર્તતા નથી. પણ જેમ તે પ્રકાશમાં છે, તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ, તો આપણને એકબીજાની સાથે સંગત છે, અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે. આપણામાં પાપ નથી, એમ જો આપણે કહીએ, તો આપણે પોતાને ઠગીએ છીએ, અને આપણામાં સત્ય નથી. જો આપણે આપણાં પાપ કબૂલ કરીએ, તો આપણાં પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. આપણે પાપ કર્યું નથી, એવું જો આપણે કહીએ, તો આપણે તેમને જૂઠા પાડીએ છીએ, અને તેમનું વચન આપણામાં નથી."


પવિત્ર આત્મા સાથે સંગતી કરવા માટેની આવશ્યક શરત કઈ છે?
આપણે સૌથી પહેલા પાણી અને આત્માની સુવાર્તાને જાણવી પડશે અને વિશ્વાસ કરવો પડશે અને વિશ્વાસ દ્વારા આપણા સઘળા પાપોને સાફ કરવા પડશે.

જો તમે પવિત્ર આત્મા સાથે સંગતી કરવા માંગો છો, તો સૌ પ્રથમ, તમને ખબર હોવી જોઈએ કે પ્રભુની સામે નાનું પાપ પણ આવી સંગતિને અશક્ય બનાવે છે. તમે કદાચ વિચારતા હશો, ‘ઈશ્વર આગળ કોઈ વ્યક્તિ પાપ વગર કઈ રીતે ઉભો રહી શકે છે?’ પણ જો તમે ખરેખર ઈશ્વર સાથે સંગતીની ઈચ્છા રાખો છો તો તમારા હૃદયમાં અંધારું ન હોવું જોઈએ. તેથી, પ્રભુ સાથે સંગતી કરવા માટે, તમારે આ જાણવું જરૂરી છે કે તમારે છૂટકારાની સુવાર્તા પર વિશ્વાસ કરવો જોઈએ અને પોતાને સઘળા પાપોથી શુદ્ધ કરવા જોઈએ.
જો તમે ખરેખર પવિત્ર આત્મા સાથે સંગતી કરવા માંગો છો, તો તમારે સૌ પ્રથમ પાણી અને આત્માની સુવાર્તાને જાણવી અને માનવી જોઈએ અને વિશ્વાસ દ્વારા તમારા પાપોને શુદ્ધ કરવા જોઈએ. જો તમે પાણી અને આત્માની સુવાર્તાને નથી જાણતા અને તેને તમારા હૃદયમાં રાખતા નથી, તો તમારે પ્રભુ સાથે સંગતી કરવા વિષે વિચારવું જોઈએ નહિ. પવિત્ર આત્મા સાથે સંગતી ફક્ત ત્યારે જ શક્ય છે જ્યારે પાણી અને આત્માની સુવાર્તા દ્વારા તમારા સઘળા પાપ તમારા હૃદયમાંથી દૂર થાય છે.
પાણી અને આત્માની સુવાર્તાની હકીકત સાથે કોઈપણ વ્યક્તિના મનમાંથી પાપ શુદ્ધ કરી શકાય છે. જ્યારે તમે પાણી અને આત્માની સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરો છો ત્યારે પ્રભુ તમને પવિત્ર આત્માનો આશીર્વાદ આપે છે. શું તમે ખરેખર પ્રભુ અને પવિત્ર આત્મા સાથે સંગતી કરવા માંગો છો? તો પછી તમારા પાપોને ઓળખો અને પોતાને શુદ્ધ કરવા માટે સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરો. ત્યારબાદ તમે ખરેખર પ્રભુ સાથે સંગતી કરી શકો છો.
જો તમે પ્રભુ ઈસુ સાથે સંગતી કરવા માંગો છો, તો તમારે ઈસુએ યર્દનમાં યોહાન પાસેથી લીધેલાં બાપ્તિસ્મા પર અને વધસ્તંભ પરના તેના રક્તમાં વિશ્વાસ કરવો જોઈએ. જો લોકો ખરેખર પવિત્ર આત્મા સાથે સંગતી કરવાની ઈચ્છા રાખે છે, તો તેમને ખબર હોવી જોઈએ કે પવિત્ર આત્મા કોણ છે. પવિત્ર આત્મા પવિત્ર છે. અને તેથી તે ફક્ત એવા લોકોમાં નિવાસ કરે છે જેઓ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે.
આવો આપણે એક વ્યક્તિના અંગીકારને જોઈએ, જેના પાપોને યોહાન દ્વારા ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના રક્ત દ્વારા સાફ કરવામાં આવ્યા હતા, અને હવે જેની પાસે પવિત્ર આત્માની સંગતી છે.
“આ જગતમાં ઘણાં ભિન્ન ભિન્ન લોકો છે અને પ્રત્યેક લોકો પોતાના વિચારો અને રીતથી જીવન જીવે છે. હું તેઓમાંનો જ એક હતો. મારી પાસે એક ખુબજ સાધારણ જીવન હતું અને બાળપણથી, હું મારી મા સાથે મંડળીમાં ગયો અને સ્વાભાવિક રીતે ઈશ્વરમાં વિશ્વાસ કરવા લાગ્યો. મારા પિતા નાસ્તિક હતા અને મારા વિશ્વાસના કારણે વારંવાર મારી ટીકા કરતા હતા, પણ પરિવારના બાકી સભ્યો મંડળીમાં જતા હતા. મંડળીમાં જવું મારા જીવનનો એક મોટો ભાગ હતો.
જોકે, મારી કિશોરાવસ્થા દરમિયાન, પથારીમાં પડેલા મારા પિતાને જોઈને, જીવન અને મૃત્યુ, સ્વર્ગ અને નરક જેવી બાબતો વિષે ઘણાં વિચારો મારી પાસે આવ્યા. મોટાભાગના લોકોએ કહ્યું કે જો હું ઈશ્વર પર વિશ્વાસ કરું છું તો હું સ્વર્ગમાં પ્રવેશ કરી શકું છું અને તેમની સંતાન બની જઈશ, પણ મને એ વાત પર વિશ્વાસ નહોતો. મને ક્યારેય વિશ્વાસ નહતો કે હું તેમનો પુત્ર બની જઈશ. મેં શીખ્યું હતું કે જો હું પૃથ્વી પર સારું કરીશ તો હું સ્વર્ગમાં પ્રવેશ કરી શકું છું અને તેથી મેં જરૂરિયાતમંદ લોકોની ભલાઈ કરવાનો પ્રયત્ન કર્યો.
પણ મારા હૃદયમાં એક તરફ, મને ખબર હતી કે મેં પાપ કર્યું હતું. હું બીજા લોકો માટે એક સારા વ્યક્તિ જેવો લાગી શકતો હતો, પણ હું મારા પાપોને લીધે દોષ ભાવનાનો અનુભવ કરી શકતો નહતો. તે સમયે, મેં મંડળીમાં જવાનું અને પ્રાર્થના કરવાની આદત બનાવી લીધી, ‘કૃપા કરીને ખરેખર મને તમારો પુત્ર બનવા ડો. કૃપા કરીને મને હકીકત બતાવો.’ પ્રાર્થના કરતા સમયે, મેં મારા હૃદયમાં એક નવી ઉત્તેજનાનો અનુભવ કર્યો. જ્યારે પણ હું તેમના વચનોની શિક્ષાને સાંભળતો હતો, ત્યારે હું વચનોને સમજી નહોતો શકતો અને જોઈ પણ શકતો નહોતો. હું મારા જીવનની શૂન્યતા, મારા પાપ, મૃત્યુ વગેરેથી ઘેરાયેલો હતો.
મેં આવું વિચાર્યું કે, ‘હું નવો જન્મ પ્રાપ્ત કરવા માંગુ છું. જો હું નવો જન્મ પ્રાપ્ત કરીશ, તો હું આવો નહિ રહું.’ પણ આ વિચારો હોવા છતાં હું મંડળીમાં ખુબજ ઓછો ગયો અને મારી કિશોરાવસ્થા વીતી ગઈ. હવે મારે નોકરી શોધવાની જરૂર હતી, પણ આ મેં વિચાર્યું હતું તેનાથી વધારે કઠીન હતું. હું વધારે વ્યથિત હતો અને મેં વધારે પ્રયાસ કર્યો, પણ હું હસી શક્યો નહિ. પોતાને ખાલી મનનો જોઇને હું વધારે નિરાશામાં પડી ગયો. તે સમયે, મેં મારા મોટા ભાઈથી સુવાર્તા સાંભળી.
“માટે તમે પસ્તાવો કરો, ને ફરો, જેથી તમારાં પાપ ભૂંસી નાખવામાં આવે, અને એમ પ્રભુની હજૂરમાંથી તાજગીના સમયો આવે” (પ્રેરિત ૩:૧૯). આ ખરેખર પાણી અને આત્માની સુવાર્તા હતી. પહેલાંની મંડળીની સભાઓમાં મેં શીખ્યું હતું કે ઈસુ આપણા પાપો માટે વધસ્તંભ પર મર્યો હતો. પણ આ સુવાર્તાએ મને બતાવ્યું કે ઈસુને આપણા પાપો દૂર કરવા માટે યોહાન બાપ્તિસ્તથી બાપ્તિસ્મા આપવામાં આવ્યું હતું અને વધસ્તંભ પર આપણા પાપોનો ન્યાય કરવામાં આવ્યો હતો.
હું જીવનભર મંડળીમાં ગયો અને મેં ઈશ્વરની સંતાન હોવાનો ઢોંગ કર્યો હતો, પણ હું અસફળ રહ્યો હતો. મેં તેમના વચનોનો અર્થ સમજવાનો પ્રયત્ન કર્યો હતો, પણ હું અસફળ રહ્યો હતો. જોકે, મેં પાણી અને આત્માની સુંદર સુવાર્તા સાંભળી અને તેના પર વિશ્વાસ કર્યા પછી, મારા અંદર પાપ અને મને પીડા આપવાવાળી સઘળી વસ્તુઓ અદ્રશ્ય થઈ ગઈ અને મારું હૃદય શાંત થઈ ગયું.
મેં વિચાર્યું હતું કે જો મેં ફક્ત ઉત્સાહ સાથે ઈશ્વરમાં વિશ્વાસ કર્યો હોત અને પરિપૂર્ણ ઉપસ્થિતિ સાથે મંડળીમાં ગયો હોત, તો હું સ્વર્ગમાં જઈ શક્યો હોત. પણ ઈશ્વરે મારી પાસે પાણી અને આત્માની સુવાર્તા મોકલી અને મારા પાપ માફ કર્યા. તેમણે મને પવિત્ર આત્માનો ઉપહાર આપ્યો. હું તેનો છૂટકારો પ્રાપ્ત કરું તે પહેલા, મને પવિત્ર આત્મા વિષે અને અન્ય ભાષામાં બોલવા વિષે ખબર નહોતી. હું ફક્ત મંડળીમાં જતો હતો અને એવો વિશ્વાસ કરતો હતો કે જો હું ઈમાનદારીથી રહીશ અને મંડળીની સેવા કરીશ તો ઈશ્વર મને આશીર્વાદ આપશે. પણ મને ભાન થયું કે હું પવિત્ર આત્માને ત્યારેજ પ્રાપ્ત કરી શકીશ જયારે મારા પાપોને પાણી અને આત્માની સુવાર્તા દ્વારા માફ કરવામાં આવશે.
મારા પાછળના જીવનમાં, ઈશ્વર પર વિશ્વાસ કરવા છતાં હું પાપી હતો. અને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવાના મહત્વને જાણ્યાં વગર હુંફાળું જીવન જીવી રહ્યો હતો. પણ તેના સેવક દ્વારા, જેણે બાઈબલ અનુસાર સુંદર સુવાર્તાનો પ્રચાર કર્યો, મને વિશ્વાસ થયો અને મને ખબર પડી કે પવિત્ર આત્મા મારી અંદર પણ હતો.
છૂટકારો પ્રાપ્ત કર્યા પછી, સૌ પ્રથમ હું આશ્વસ્થ ન થઈ શક્યો કે પવિત્ર આત્મા મારી અંદર છે કે નહિ. પણ મેં નિરંતર તેમના વચનોનો અભ્યાસ કર્યો અને એવો અનુભવ કર્યો કે મારા હૃદયમાં એક નવો વિશ્વાસ વિકસિત થઇ રહ્યો હતો અને આ પ્રમાણે મને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત થયો. હવે આ સત્ય છે, અને મને વિશ્વાસ છે કે પવિત્ર આત્મા મારી અંદર નિવાસ કરે છે! પણ જ્યારે તેણે મારા પાપોને માફ કર્યા, ત્યારે હું જાણતો હતો કે ફક્ત તેવા લોકો ઈશ્વરની સંતાન બની શકે છે અને પવિત્ર આત્માને પ્રાપ્ત કરી શકે છે જેઓ પાપથી મુક્ત છે.
મને એ પણ ખબર હતી કે તેમની દ્રષ્ટિમાં સંપૂર્ણ દેખાવા માટે કે સંપૂર્ણ જીવન જીવવા માટેનો મારો પ્રયત્ન મને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવાની અનુમતિ નથી આપતું. ઈશ્વર તેવા લોકોની પાસે આવે છે જેઓ જાણે છે કે તેઓ પાપી છે અને છતાં નથી જાણતાં કે તેઓને શું કરવાનું છે. તે તેવા લોકોને મળે છે જેઓ ઉત્સુકતાથી તેની ખોજ કરે છે અને તેમની જરૂર હોય છે.
તેમણે મને બતાવ્યું કે સારું કરવું અને ઈશ્વર પર વિશ્વાસ કરવા સાથે લાપરવાહ પરિત્યાગ કરવાથી મને સ્વર્ગ મળશે નહિ અને તેથી ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા અને પાણી અને આત્માની સુંદર સુવાર્તા દ્વારા મારા પાપોથી મને બચાવશે. તેમણે હંમેશા માટે મારી અંદર નિવાસ કરવા માટે મને પવિત્ર આત્મા આપ્યો.
હું ઈશ્વરનો આભાર માનું છું કે તેમણે મને પોતાની સંતાન બનાવ્યો અને મને પવિત્ર આત્માના અંતર્નીવાસથી આશીર્વાદિત કર્યો. જો આ ઈશ્વર માટે નહોત, તો આજે પણ મારા મનમાં પાપ હોત અને નરકમાં આજીવન કારાવાસ માટે નિયોજીત બન્યો હોત.
તે જ પ્રમાણે, પહેલા હું ફક્ત વધસ્તંભ પરના તેના રક્ત પર વિશ્વાસ કરતો હતો અને પવિત્ર આત્માને પ્રાપ્ત કરી શકતો નહતો, ભલે હું પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતો હતો. તે સમયે, મેં ઈસુ પર વિશ્વાસ કર્યો, પણ મારા હૃદયમાં પાપ હતું જે મને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવાથી રોકતું હતું. એક પાપી પોતાના હૃદયમાં પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકતો નથી. પણ છતાં, ઘણાં પાપી પોતાના હૃદયમાં પાપ હોવા છતાં પવિત્ર આત્મા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે.
જો તમે ખરેખર પવિત્ર આત્માને પ્રાપ્ત કરવા માંગો છો અને તેની સાથે સંગતી કરવા માંગો છો, તો તમારે પાણી અને આત્માની સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવાની અને છૂટકારો પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે. શું તમે હજી પણ પાપી છો? તો પછી તમે તે લોકો પાસેથી સાચી સુવાર્તા સાંભળી શકો છો જેઓએ પહેલાંથીજ પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો છે. પવિત્ર આત્મા સાથે સંગતી કરવાની ઈચ્છા રાખનાર લોકોએ પાણી અને આત્માની સુંદર સુવાર્તા પર વિશ્વાસ હોવો જોઈએ.
મંડળી દ્વારા ફક્ત ધર્મી લોકો જ પવિત્ર આત્માના વચનો સાંભળી શકે છે. તેઓ સુંદર સુવાર્તા સાંભળીને પોતાનું વફાદાર જીવન જીવી શકે છે, પણ પાપી સુવાર્તા સાંભળ્યા વગર નરક માટે નિયોજિત પોતાનું શ્રાપિત જીવન જીવે છે.
તેથી, તમારે પાણી અને આત્માની સુવાર્તા વિષે શીખવું જોઈએ. તમારે આ સુવાર્તા પર વિશ્વાસ કરવાની જરૂર કેમ છે? તમારા માટે એ જરૂરી છે કે તમે વ્યવસ્થાના ધર્મથી બચી શકો અને ઈશ્વરના વચનોના આધારે સુંદર સુવાર્તા પર પોતાના વિશ્વાસને બનાવો. ઈસુના શિષ્યોએ આ સુંદર સુવાર્તાનું અનુસરણ કર્યું અને હવે તે એવા લોકોનું છે જેઓએ પવિત્ર આત્માને પ્રાપ્ત કર્યો છે. પાણી અને આત્માની સુંદર સુવાર્તા એવી છે જેમ આરંભની મંડળીની શુરુઆતમાં પ્રેરિતો પાસે હતું. સઘળા ખ્રિસ્તીઓએ પવિત્ર આત્મા પ્રાપ્ત કરવો જોઈએ. ત્યારેજ તેઓ ઈશ્વરની સંતાન બની શકે છે.
જે લોકો હજી પણ પાણી અને આત્માની સુંદર સુવાર્તા પર વિશ્વાસ નથી કરતા તેઓના હૃદયમાં હજી પણ પાપ હોવું જોઈએ. પવિત્ર આત્મા સાથે તેઓની સંગતી થઈ શકતી નથી. તેમની સાથે સંગતી કરવા માટે, તેઓએ સૌ પ્રથમ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવો પડશે જે ઈશ્વર તેઓને આપી છે અને પછી પવિત્ર આત્મા પ્રાપ્ત કરવો પડશે.
 
 

બાઈબલ વારંવાર પવિત્ર આત્માનો ઉલ્લેખ કરે છે


ઈસુના પુનરુત્થાન બાદ પવિત્ર આત્માના અંતર્નીવાસની શરૂઆત થઈ. હવે ઉદ્ધારનો દિવસ છે અને હવે તેની અસીમ કૃપાનો સમય છે. પણ જો આપણે પાણી અને આત્માની સુવાર્તાને પ્રાપ્ત નથી કરતા અને પવિત્ર આત્મા સાથે સંગતી વગરનું જીવન જીવીએ છીએ તો આપણા માટે ખુબજ દુર્ભાગ્ય છે.
શું તમારી પાસે પવિત્ર આત્મા સાથે સંગતી છે? શું તમારા પાપ તમને પવિત્ર આત્મા સાથે સંગતી કરતા રોકે છે? તો પછી પાણી અને આત્માની સુવાર્તા વિષે શીખો જે ઈશ્વરે તમને આપ્યું છે અને તેના પર વિશ્વાસ કરો. જો તમે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરો છો, તો પવિત્ર આત્મા તમારા હૃદયમાં નિવાસ કરશે અને તમારો સાથી બનશે. પવિત્ર આત્મા ફક્ત તેવા લોકોના હૃદયમાં નિવાસ કરે છે જેઓ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરે છે. પવિત્ર આત્મા ઘણીવાર ન્યાયી લોકોના હૃદયમાં તેમની ઈચ્છા પ્રગટ કરે છે. પવિત્ર આત્મા સાથે પાઉલની સેવા સુંદર સુવાર્તાનો પ્રસાર કરવાની હતી.
જે વ્યક્તિએ પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો છે તેને તમે કઈ રીતે ઓળખી શકો છો? માપદંડ શું છે? માપદંડ એ છે કે તે પાણી અને આત્માની સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે કે નહિ. જો વ્યક્તિ પાણી અને આત્માની સુંદર સુવાર્તાને જાણે છે અને માને છે, તો તે એવો વ્યક્તિ છે જેની પાસે પવિત્ર આત્માનો અંતર્નીવાસ છે.
પવિત્ર આત્મા એવા લોકોમાં નથી જેઓ સુંદર સુવાર્તા પર વિશ્વાસ નથી કરતા. પવિત્ર આત્મા ફક્ત એવા લોકોની અંદર નિવાસ કરે છે જેઓ પાપની માફી પર વિશ્વાસ કરે છે જે યોહાન દ્વારા ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્તથી મળે છે. શું તમે પવિત્ર આત્મા સાથે સંગતી કરવા માંગો છો?
શું તમે જાણો છો કે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે અને તેની સાથે સંગતી કરવા માટે તમારે કયા પ્રકારની સુવાર્તા સાંભળવાની જરૂર છે? સુંદર સુવાર્તા ફક્ત યોહાન દ્વારા ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેમના રક્તમાં મળે છે. જો તમે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ નથી કરતા, તો તમારા પાપોને માફ કરી શકાતા નથી અને તેથી પવિત્ર આત્મા તમારી અંદર નિવાસ કરી શકતો નથી. પવિત્ર આત્મા માંગ કરે છે કે લોકોએ તેને પ્રાપ્ત કરવા માટે પાણી અનમે આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવો જોઈએ.
પવિત્ર આત્મા પાપીઓના હૃદયમાં નિવાસ કરી શકતો નથી. જો તમે પવિત્ર આત્માને પ્રાપ્ત કરવા માંગો છો, તો તમારે સૌ પ્રથમ તમારા સઘળા પાપોને શુદ્ધ કરવા માટે સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવો જોઈએ. સાથે, જો તમે પવિત્ર આત્મા સાથે સંગતી કરવા માંગો છો, તો તમારે સુંદર સુવાર્તાના પ્રચારમાં વિશ્વાસયોગ્ય રહેવું જોઈએ. જો તમે પવિત્ર આત્માનું નેતૃત્વ પ્રાપ્ત કરવા માંગો છો, તો તમારે હંમેશા સુંદર સુવાર્તાને પ્રેમ કરવો જોઈએ અને જ્યાં ક્યાંય પણ તમે જાઓ ત્યાં તેનો પ્રસાર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. પવિત્ર આત્મા એવા લોકોની સાથે છે જેઓ પાણી અને આત્માની સુવાર્તાનો પ્રચાર કરે છે.
પવિત્ર આત્માનો અંતર્નીવાસ ફક્ત ન્યાયી લોકોને આપવામાં આવે છે, જેઓ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે. ફક્ત ન્યાયી, જેઓ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે, તેઓ જ પવિત્ર આત્મા સાથે સંગતી કરી શકે છે. તેઓ પવિત્ર સુવાર્તા, જેનો પવિત્ર આત્મા સ્વીકાર કરે છે, તે સુવાર્તા છે જે યોહાન દ્વારા ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્ત દ્વારા પરિપૂર્ણ કરવામાં આવી છે (૧ યોહાન ૫”:૩-૭).
પિતરે પણ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કર્યો અને કહ્યું, “એ દૃષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી, જે શરીરનો મેલ દૂર કરવાથી નહિ, પણ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હૃદયની માંગણીથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હમણાં તમને પણ તારે છે” (૧ પિતર ૩:૨૧). બાઈબલમાં “પાણી” ઘણીવાર તે બાપ્તિસ્મા માટે દર્શાવવામાં આવ્યું છે જે ઈસુએ યોહાન બાપ્તિસ્ત દ્વારા પ્રાપ્ત કર્યું હતું.
જેઓ પવિત્ર આત્માને પ્રાપ્ત કરવામાં સક્ષમ છે તેઓએ સુંદર સુવાર્તા દ્વારા છૂટકારો પ્રાપ્ત કર્યો છે અને સઘળા પાપોથી મુક્ત છે. જે લોકો સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે, તેઓ આત્માની આગેવાનીમાં આત્મા અને સત્યતાથી પિતાની આરાધના કરી શકે છે (યોહાન ૪:૨૩). પવિત્ર આત્મા ન્યાયી લોકોને આત્માથી ભરેલું જીવન જીવવામાં મદદ કરે છે. જે લોકો પાસે પવિત્ર આત્માનો અંતર્નીવાસ છે તેઓ હંમેશા પ્રભુની સ્તુતિ કરી શકે છે. પવિત્ર આત્મા વાયદો કરે છે કે આપણે ઈશ્વરની સંતાન છીએ. આપણે હંમેશા પાણી અને આત્માની સુવાર્તા હેઠળ પવિત્ર આત્મા સાથે રહી શકીએ છીએ.

 

પવિત્ર આત્મા તેવા લોકો સાથે સંગતી નથી કરતો જેઓ પોતાને છેતરે છે


પવિત્ર આત્મા ૧ યોહાન ૧:૮માં પાપીઓને કહે છે, “આપણામાં પાપ નથી, એમ જો આપણે કહીએ, તો આપણે પોતાને ઠગીએ છીએ, અને આપણામાં સત્ય નથી” પવિત્ર આત્મા એવા લોકોમાં રહી શકતો નથી જેઓ પોતાને છેતરે છે. પવિત્ર આત્મા પાપીઓને ફટકાર લગાવતા કહે છે, “તમે ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તથી સંપન્ન સુંદર સુવાર્તા પર વિશ્વાસ કેમ નથી કરતા?”
આપણે એક નવો જન્મ પામેલા ખ્રિસ્તીના અંગીકાર પર ધ્યાન આપીએ જે પહેલા વિશ્વાસ કરતો હતો કે તેણે ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તના પ્રમાણ વગર પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો છે. આ વ્યક્તિ હવે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરે છે અને પવિત્ર આત્માને પ્રાપ્ત કરી ચુક્યો છે. અહીંયા, આપણે ચોક્કસપણે દર્શાવવાનું છે કે પવિત્ર આત્મા કોના અંદર નિવાસ કરી શકે છે.
જ્યારે મેં આ જગતમાં મારા અસ્તિત્વના કારણનો અનુભવ કર્યો ત્યારે ઈશ્વર મારા હૃદયમાં રહેવા લાગ્યો. પોતાને જોતા, મને લાગે છે કે આ ક્રૂર જગતમાં રહેવા માટે મારી કર્તવ્ય પારાયણતા ઈશ્વરની લાલસાના રૂપમાં સામે આવી. મેં ઈશ્વરની શોધ નથી કરી, પણ સ્વાભાવિક રીતે સ્વીકાર કર્યો કેમ કે તે જોઈ શકાતું નથી, પણ તે અહીંયા છે. નિસંદેહ, મેં પોતાને પૂછ્યું, શું તે વાસ્તવમાં છે? પણ તેના વિષે વિચારવાએ મને દૃઢ વિશ્વાસ આપ્યો છે કે તે સઘળાનો સૃષ્ટિકર્તા છે.
જે લોકોએ ઈશ્વરનો અસ્વીકાર કર્યો છે તેઓ મૂર્ખ લાગી રહ્યા હતા, પણ છતાં કેટલીક બાબતોમાં મારા કરતા વધારે શક્તિશાળી હતા. તેઓને લાગતું હતું કે તેઓ પોતાની તાકાતથી કંઈ પણ કરી શકે છે અને બીજી બાજુ હું એક નબળો મૂર્ખ જેવો લાગતો હતો. પણ કેમ કે મને મૃત્યુ પછીના જીવનની આશા હતી, મેં ઈશ્વરને વધારે સન્માન સાથે જોયા. મેં વિચાર્યું કે સ્વર્ગ મારા જેવા લોકોના માટેની જગ્યા છે જેઓ અનુભવ કરે છે કે તેઓ પાસે હંમેશા અછત છે. અને તે પ્રશ્નએ મને વધારે અધિક સ્વર્ગ માટે ઈમાનદાર બનાવી દીધો.
મારા માતા-પિતા ધર્મવાળા લોકો તરફ જોતા હતા અને મારા ભાઈ-બહેન કોઈપણ ભક્તિ વગર મંડળીમાં જતા હતા. તેઓને લાગ્યું કે મંડળી પ્રત્યેની મારી શ્રાદ્ધ ખુબજ જલ્દી સમાપ્ત થઈ જશે, તેથી તેઓએ મને ત્યાં સુધી મંડળીમાં જતા ન રોક્યો જ્યાં સુધી હું માધ્યમિક શાળામાં ન આવ્યો. તેથી હું મંડળીઓમાં ફર્યો અને અંતમાં મારા ઘર પાસેની એક નાની મંડળીમાં જવાનું શરુ કર્યું જ્યાં સુધી હું કોલેજમાં ન આવ્યો.
આ મંડળીમાં મારું જવાનું કારણ એ હતું કે તેઓએ સુવાર્તા પર ભાર મૂક્યો. મંડળીનો પાળક એક ઈવેન્જીકલ પ્રચારક હતો, તેમણે સ્પષ્ટ રૂપે એવું કશું નથી કર્યું જે બાઈબલના વચનનું ઉલ્લંઘન કરતુ હોય. જ્યારે મને મારા અભ્યાસ પર ભાર મૂકવા માટે કહેવામાં આવ્યું ત્યારે પણ મારી પાસે ધાર્મિક જીવનના નેતૃત્વ માટે પ્રામાણિક કારણો હતા.
કારણ એ હતું કે જ્યારે લોકો મારા સાથી મંડળીના સભ્યોને અવિશ્વાસી કહેતા હતા, ત્યારે મને વિશ્વાસ હતો કે મારી મંડળી સાચી છે અને મને ખાતરી હતી કે હું સ્વર્ગમાં જઈશ. આ ખાતરી સુવાર્તા પર આધારિત હતી. તેઓએ કહ્યું કે પાપી સ્વર્ગના દ્વારમાં પ્રવેશ કરી શકતા નથી, અને અન્ય મંડળીના લોકોએ પણ કહ્યું કે તેઓના હૃદયો પાપથી ભરેલા છે. હું મંડળીમાં જતા પહેલા એવું માનતો હતો કે મારી મંડળીના લોકો પાપી છે, તેથી આ આલોચના વિષે મેં વધારે વિચાર્યું નહિ.
પણ કહેવાતા ઈવેન્જલીકલ રીવાઈવલીસ્ટ મારા ભૂતકાળના અનુભવોથી અલગ હતા. તેઓએ કહ્યું કે જો આપણે સાચી રીતે ઈસુ પર વિશ્વાસ કરીએ, તો આપણે પાપરહિત બનીશું. અને જેઓ પાપી છે તેઓ જ સ્વર્ગમાં જઈ શકે છે. તેમણે એવું પણ કહ્યું કે ઈસુએ આપણને વધસ્તંભ પર ન્યાય અપાવ્યો તેથી આપણે પાપી નહિ પણ ન્યાયી છીએ. મને પહેલા આ વાત પર વિશ્વાસ નહોતો, પણ જ્યારે મેં આ વિષે વિચાર્યું ત્યારે મને સમજણ પડી. હું નાનો હતો, અને મને લાગતું હતું કે જો હું સ્વર્ગમાં જવા માંગુ છું, તો ઈશ્વર મને ત્યારેજ જવા દેશે જ્યારે હું પાપરહિત બનું, કેમ કે ઈશ્વર પાપને તુચ્છ સમજે છે.
મારી તુલનામાં આ મંડળીની અલગ-અલગ માન્યતાઓ હતી. અને આરાધનાની વિધિ પણ અલગ હતી. પણ કેમ કે સ્વર્ગ એવી જગ્યા છે જ્યાં ફક્ત પસંદ કરેલા લોકોજ પ્રવેશ કરી શકે છે, એવું લાગતું હતું કે આ મંડળીના લોકોએ સાચા વિશ્વાસને અપનાવ્યો હતો. કેમ કે મંડળીએ ઈસુના શરીર અને રક્ત પર ભાર મૂક્યો, તેથી પ્રત્યેક રવિવારે અમે રોટલી અને દ્રાક્ષારસનું સેવન કર્યું. કેમ કે આ વિધિ બાઈબલના વચનો પર આધારિત હતી, તેથી મેં તેનો સ્વીકાર કર્યો. પણ મને પછીથી ખબર પડી કે લોકોએ તેનો સાચો અર્થ સમજ્યા વિના જ વિધિમાં ભાગ લીધો.
મારું માનવું હતું કે પવિત્ર આત્મા વિશ્વાસીઓના હૃદયમાં અને ન્યાયી લોકોના હૃદયમાં રહે છે અને તેણે તેઓની સર્વ પ્રાર્થનાઓને સાંભળી છે. તેથી મને વિશ્વાસ હતો કે પવિત્ર આત્મા મારી અંદર રહે છે. મને એટલો ભરોષો હતો કે ઈશ્વર મારો સાથી હતો અને મને તે સુવાર્તા પર ક્યારેય શંકા નહોતી જેના પર હું વિશ્વાસ કરતો હતો. જ્યારે હું કઠીન સમયથી પસાર થઈ રહ્યો હતો, તો મેં ઈશ્વર સાથે વાત કરી જેમ તે મારી બાજુમાં જ હોય. મને વિશ્વાસ હતો કે તેણે મારી વાત સાંભળી છે, મેં તેમને એવી વાતો કહી જે હું બીજા લોકોને કહી શકતો નથી. તેથી મેં તેમના પર વિશ્વાસ કર્યો અને તેમના પર નિર્ભર રહ્યો.
હું તે લોકોને સમજી ન શક્યો, જેઓ અન્ય ભાષામાં બોલવા માટે જાગૃતિની સભામાં ગયા હતા અને હું તેવા લોકો પર હસ્યો જેઓ ઉપવાસ પ્રાર્થનાની સભાઓમાં ભાગ લેતા હતા. આવા પ્રયાસોને જોઈને મેં વિચાર્યું કે, તેઓ પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે આવા નિરર્થક પ્રયાસો કેમ કરે છે? પવિત્ર આત્મા તેઓ પર ત્યારેજ આવે છે જ્યારે તેઓ પાપરહિત બને છે અને હંમેશા તેઓની સાથે રહેશે. તેઓએ પાપી હોવું જોઈએ. તેઓના સઘળા પ્રયાસો છતાં તે તેઓના પર ન આવ્યો. મને તેઓ પર દયા આવી. મને લાગ્યું કે તેઓ કેટલા મૂર્ખ છે. આ વાતને ધ્યાનમાં રાખતા, મને લાગ્યું કે સુવાર્તા પરનો મારો વિશ્વાસ સૌથી સારો હતો અને બીજા લોકોનો વિશ્વાસ ખોટો હતો.
મારું ઘમંડી હૃદય પોતાની ચરમ સીમાએ પહુંચી ગયું. ૧૦ વર્ષો સુધી મેં જાતે મારા ધાર્મિક જીવનનું નેતૃત્વ કર્યું. પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ મારા દિમાગમાં અને મારા હૃદયમાં પ્રશ્નો ઉઠવા લાગ્યા. મેં વિચાર્યું, હું વધસ્તંભ પરના રક્તની સુવાર્તાના કારણે પાપરહિત છું? શું તેઓ ખરેખર આ સુવાર્તા પર પણ વિશ્વાસ કરે છે? ‘મને નહોતી ખબર કે આ પ્રશ્નો પૂછવાનું મેં કેમ શરુ કર્યું. પ્રશ્નો ફક્ત મારા દિમાગમાં આવ્યા અને હું કોઈને પૂછી શક્યો નહિ. આ એક વ્યક્તિગત વિશ્વાસ હતો અને તેનું ઉલ્લંઘન કરવું જોઈએ નહિ. અને આ બીજા કોઈને પૂછી શકાય તેવો યોગ્ય સવાલ નહતો.
પણ મેં પોતાને આ પ્રશ્ન પૂછવાનું શરુ કર્યું. જ્યારે હું કોલેજમાં હતો, ત્યારે મેં એવા કાર્યો કરવાનું શરુ કરી દઈશું, જે ધાર્મિક ઉપદેશો સુધી સીમિત હતા અને મારું હૃદય એટલા અંધકારથી ભરાઈ ગયું કે મારો વિશ્વાસ ઓછો થવા લાગ્યો. હવે મને મારા વિશ્વાસ પર ભરોષો નહતો. શું હું પોતાને ન્યાયી કહી શકું છું? શું ખરેખર ઈસુએ મને મારાં સઘળા પાપોથી મુક્ત કર્યો છે? આ સઘળી સમસ્યાઓ વચ્ચે, મેં પોતાને વધસ્તંભની સુવાર્તા વિષે વિચારવા માટે મજબુર કર્યો અને મેં તેની સાથે પોતાનું દિમાગ લગાવ્યું. પણ જેટલું વધારે મેં પોતા પર દબાણ કર્યું, એટલો જ વધારે હું ખોવાઈ ગયો, અને હવે હું મંડળીની સેવામાં ભાગ ન લઈ શક્યો. મેં મારા ક્લબના કાર્યોને એક બહાનાના રૂપમાં ઉપયોગ કર્યો.
સર્વ ભ્રમ અને અરાજકતા વચ્ચે, અંતમાં મારો ભેટો હકીકત સાથે થયો. મેં પાણી અને આત્માની સુવાર્તા વિષે સાંભળ્યું અને તે મારા માટે એક વિજળીના ઝટકા સમાન આવ્યું. પ્રભાવ એટલો સરસ હતો કે મને રોવાનું મન થયું. પણ સુવાર્તા સાંભળતી વખતે, મારે એવો સ્વીકાર કરવો પડ્યો કે મેં જે કંઈ પણ વિશ્વાસ કર્યો હતો તે સઘળું ખોટું હતું.
મેં મારા પાપોને ઈસુ ઉપર નહોતા નાખ્યાં. મને વિશ્વાસ હતો કે તેણે મારા પાપો દૂર કર્યા છે અને હું એક પાપરહિત વ્યક્તિ હતો, પણ એવું હતું નહિ. ઈસુ બાપ્તિસ્મા લેવા માટે આ જગતમાં કેમ આવ્યા? શું તે આપણને બતાવવા માંગતો હતો કે તે એક ઘેટાંના જેવો નમ્ર હતો? કે પછી એવું સાબિત કરવા માટે કે તે એક મનુષ્યના રૂપમાં આવ્યો હતો? કે પછી પોતાની અનિવાર્ય મૃત્યુની ભવિષ્યવાણી કરવા માટે? મેં ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું નહતું કે બાપ્તિસ્માની જે સ્પષ્ટ જ્ઞાન મારી પાસે હતું, તેનું આટલું મહત્વ હતું. હકીકત એ હતી કે ઈસુને મનુષ્યજાતિના પ્રતિનિધિ યોહાન બાપ્તિસ્ત દ્વારા બાપ્તિસ્મા આપવામાં આવ્યું હતું, અને તે બાપ્તિસ્મા સાથે આપણા સઘળા પાપો તેની ઉપર નાખ્યાં હતા.
‘અરે! આ જ કારણ છે કે ઈસુ ઈશ્વરનું હલવાન બન્યો જેણે આપણા સઘળા પાપોને પોતાની ઉપર લઈ લીધા!’ હવે સઘળું સમજાયું. ‘ઈસુને વધસ્તંભ પર આપણા પાપો માટે ન્યાય કરવામાં આવ્યો હતો. તેથી હું મારા હૃદયમાં પાપરહિત છું.’ જે ક્ષણે મને પાણી (ઈસુનું બાપ્તિસ્મા), રક્ત (વધસ્તંભ), અને પવિત્ર આત્મા (ઈસુ ઈશ્વર છે) વિષે ખબર પડી, ત્યારે મને ભાન થયું કે મારા હૃદયના પાપો દૂર થયા છે.
હવે હું ખરેખર એક પાપરહિત અને ન્યાયી વ્યક્તિ છું અને પવિત્ર આત્મા મારા હૃદયમાં નિવાસ કરે છે. વધસ્તંભ પર મારો જે વિશ્વાસ હતો, તે મારા હૃદયમાં રહેલા પાપોને દૂર કરવા માટે પર્યાપ્ત નહોતા. જો તમને ખબર નથી કે તમારા પાપો ઈસુ પર કઈ રીતે નાખવામાં આવ્યા, તો તમારા પાપો માફ કરી શકાતા નથી, અને પવિત્ર આત્મા તમારી અંદર નિવાસ કરી શકતો નથી. હું ઈશ્વરનો આભાર માનું છું. હું સુંદર સુવાર્તાના માધ્યમથી પવિત્ર આત્માને પ્રાપ્ત કરવામાં સક્ષમ હતો.
કોઈપણ પ્રયાસ વગર, મને પાણી અને આત્માની સુવાર્તા દ્વારા માફ કરવામાં આવ્યો અને પવિત્ર આત્મા હંમેશા માટે મારી અંદર નિવાસ કરવા લાગ્યો. હવે, હું ગર્વથી પોતાને પાપરહિત વ્યક્તિ કહી શકું છું અને ગર્વ કરી શકું છું કે સ્વર્ગનું રાજ્ય મારું છે. હું ઈશ્વરનો આભાર માનું છું કે તેમણે મને કોઈપણ ખર્ચ વગર આશીર્વાદ આપ્યો છે. હાલ્લેલુયાહ!”
જે લોકો પવિત્ર આત્મા પ્રાપ્ત કરે છે, તેઓ કહી શકે છે કે તેઓ ઈશ્વરની ઉપસ્થિતિમાં પાપરહિત છે. તમે ઈસુ પર કેટલા સમયથી વિશ્વાસ કરો છો તેનો કોઈ ફર્ક પડતો નથી, જો તમે તે સુંદર સુવાર્તા પર વિશ્વાસ નથી કરતા જે ઈશ્વરે આપણને આપી છે, તો ચોક્કસપણે તમારા હૃદયમાં પાપ છે. આવા પ્રકારના લોકો પોતાને અને ઈશ્વરને પણ છેતરી રહ્યા છે. આ લોકો ક્યારેય પણ પ્રભુને નથી મળ્યા. જો કોઈ પાપી વ્યક્તિ પવિત્ર આત્મા સાથે સંગતી કરવાની ઈચ્છા રાખે છે, તો તેણે સૌ પ્રથમ પોતાને છેતરવાનું બંદ કરવું જોઈએ અને સ્વીકાર કરવો જોઈએ કે તેણે પાપ કર્યું છે. ત્યારેજ તે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવા માટે યોગ્ય બનશે. જે લોકો આ સુંદર સુવાર્તાને માને છે તેઓ પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે યોગ્ય છે.
પાપીઓને પવિત્ર આત્મા શું કહે છે? તે તેઓને ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તથી સંપન્ન સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરીને પોતાના પાપોની માફી મેળવવાની સલાહ આપે છે. જો તમે પાપ કરવા છતાં પણ કહો છો કે તમે પાપી નથી, તો તમે ક્યારેય પણ પવિત્ર આત્માને પ્રાપ્ત કરી શકતા નથી. જે લોકો સુંદર સુવાર્તા પર વિશ્વાસ નથી કરતા અને કહે છે કે તેઓએ પાપ નથી કર્યું તો તેઓ ઈશ્વર અને પોતાને છેતરે છે. પાપીઓએ સુંદર સુવાર્તાને જાણવી જોઈએ અને પવિત્ર આત્માને પ્રાપ્ત કરવો જોઈએ. ત્યારેજ તેઓ ઈશ્વરના ન્યાયથી બચશે.

 

ન્યાયી પોતાના પાપોનો અંગીકાર કરીને પવિત્ર આત્મા સાથે સંગતી કરી શકે છે


હું તેવા લોકો સાથે વાત કરું છું જેઓ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરે છે અને પવિત્ર આત્માને પ્રાપ્ત કર્યો છે. આવો આપણે જોઈએ કે ઈશ્વરે ન્યાયી લોકોને શું કહ્યું છે. ૧ યોહાન ૧:૯માં કહેવામાં આવ્યું છે, “જો આપણે આપણાં પાપ કબૂલ કરીએ, તો આપણાં પાપ માફ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે”. આ વચનનો અર્થ છે કે આપણે પોતાને એવું યાદ અપાવવા દ્વારા અને વિશ્વાસ કરવા દ્વારા આપણા ગંદા હૃદયમાંથી પાપોને સાફ કરી શકીએ છીએ કે જ્યારે ઈસુએ બાપ્તિસ્મા લીધું ત્યારે તેણે આપણા સઘળા પાપોને લઈ લીધા અને વધસ્તંભ પર ચઢવા દ્વારા તેનું પ્રાયશ્ચિત કર્યું. ન્યાયી લોકોએ ઈશ્વર આગળ પોતાના વાસ્તવિક પાપોને સ્વીકાર કરવાની જરૂર છે. ત્યારેજ તેઓ પવિત્ર આત્મા સાથે સંગતી કરી શકે છે. ન્યાયી લોકોએ પોતાના વાસ્તવિક પાપોનો સ્વીકાર કરવો જોઈએ અને સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવાનું ચાલું રાખવું જોઈએ.
ઘણાં વખત પહેલા, ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તની સુંદર સુવાર્તાએ આપણા સઘળા પાપોને સાફ કાર્ય હતા અને તેથી ન્યાયી લોકોએ આ સુવાર્તા પર વિશ્વાસ કરવો જોઈએ અને પોતાના સઘળા પાપોથી મુક્ત થવું જોઈએ. ન્યાયી વ્યક્તિએ પોતાના પાપોથી મુક્ત થવા માટે સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવો જોઈએ. ન્યાયી લોકો પાણી અને આત્માની સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરીને પોતાના હૃદયોને શુદ્ધ કરી શકે છે જે તેઓના વાસ્તવિક પાપોથી પ્રદૂષિત થયું છે.
આપણા ઈશ્વરે બાપ્તિસ્મા અને પોતાના રક્ત દ્વારા ન્યાયીઓના સઘળા પાપોને સાફ કરી દીધા છે. તેથી, જેઓ વિશ્વાસ કરે છે તેઓ હકીકતમાં પોતાના સઘળા પાપોથી મુક્ત થાય છે. જોકે, ન્યાયી લોકોએ ઈશ્વરની ઉપસ્થિતિમાં પોતાના પાપોનો સ્વીકાર કરવો જોઈએ. અને પછી ન્યાયીએ ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત પરના વિશ્વાસ તરફ પાછું ફરવું જોઈએ, જેણે તેઓને તેમના સઘળા પાપોથી મુક્ત થવા માટે સુંદર સુવાર્તાની રચના કરી. તેથી, તેઓ હંમેશા પવિત્ર આત્મા સાથે એક નવા જીવનનું નેતૃત્વ કરી શકે છે. જે લોકો પોતાની નબળાઈ વિષે ચિંતા કર્યા વગર પ્રભુને જોઈ શકે છે તેઓ ઈશ્વર સાથે સંગતી કરી શકે છે. પાણી અને આત્માની સુંદર સુવાર્તાનો આભાર.


આપણે પવિત્ર આત્મા સાથેની સંગતિનો ખરો અનુભવ ક્યારે મેળવી શકીએ છીએ?

એવા ઘણાં લોકો છે જેઓ પવિત્ર આત્મા સાથે સંગતી કરવાની ઈચ્છા રાખે છે. પણ તેઓ ઈસુ પર વિશ્વાસ કરવા છતાં પણ જાણતા નથી કે આ ઈચ્છાને સાચી કઈ રીતે કરી શકાય. સઘળા લોકો પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવા દ્વારા પવિત્ર આત્માને પ્રાપ્ત કરવા માંગે છે અને તે સમયથી તેઓ પવિત્ર આત્મા સાથે સંગતી કરવાનું શરુ કરે છે.
આ પ્રમાણે, એક ન્યાયી વ્યક્તિને પવિત્ર આત્મા સાથે સંગતી કરવા માટે ફક્ત એકજ માર્ગ છે અને તે છે પાણી અને આત્માની સુવાર્તાની સત્યતાને જાણવું અને વિશ્વાસ કરવો. ન્યાયી વ્યક્તિ અને પવિત્ર આત્માની વચ્ચે સંગતીને સાચી સુવાર્તા વગર પ્રાપ્ત કરી શકાતું નથી. પવિત્ર આત્મા સાથે સંગતી વિષે શું? આ ફક્ત સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવાથી જ શક્ય છે.


ઈશ્વર કહે છે કે મનુષ્ય જીવનભર પાપ કરે છે

૧ યોહાન ૧:૧૦, એવું કહે છે, “આપણે પાપ કર્યું નથી, એવું જો આપણે કહીએ, તો આપણે તેમને જૂઠા પાડીએ છીએ, અને તેમનું વચન આપણામાં નથી”. એવું કોઈ નથી કે જેણે ઈશ્વર સન્મુખ પાપ ન કર્યું હોય. બાઈબલ એવું પણ કહે છે, “જે સારું જ કરે છે અને પાપ કરતો નથી એવો નેક માણસ નિશ્ચે પૃથ્વી પર એકે નથી” (સભાશિક્ષક ૭:૨૦). સઘળા મનુષ્ય ઈશ્વર સન્મુખ પાપ કરે છે. જો કોઈ કહે છે કે તેણે પાપ નથી કર્યું, તો તે જુઠ્ઠું બોલે છે. લોકો પોતાના મારતા સમય સુધી જીવનભર પાપ કરે છે અને આ જ કારણે ઈસુને યોહાન પાસેથી સઘળા પાપો ઉઠાવી લેવા માટે બાપ્તિસ્મા આપવામાં આવ્યું. જો આપણે પાપ નથી કરતા, તો આપણે આપણા ઉદ્ધારકના રૂપમાં ઈશ્વર પર વિશ્વાસ કરવાની જરૂર નહોતી.
જેઓ કહે છે કે અમે પાપ નથી કર્યું એવા લોકોને પ્રભુ કહે છે કે, ‘મારું વચન તારામાં નથી’. જો કોઈ વ્યક્તિને પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ નથી, તો તે વિનાશનો હકદાર છે. જો કોઈ ન્યાયી અથવા તો પાપી વ્યક્તિ કહે છે કે તેણે ઈશ્વરની ઉપસ્થિતિમાં પાપ નથી કર્યું, તો તે સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવા માટે યોગ્ય નથી.
પ્રભુએ સર્વ લોકોને સુંદર સુવાર્તાનો ઉપહાર આપ્યો છે. આપણે આપણા સઘળા પાપોનો સ્વીકાર કર્યો અને સુંદર સુવાર્તા સાથે પાપોની માફી પ્રાપ્ત કરવા માટે પસ્તાવો કર્યો. આપણે તે સુંદર સુવાર્તા તરફ પાછાં ફરી શકીએ છીએ જેને ઈશ્વરે આપણા પાપોની માફીના રૂપમાં આપી છે અને પવિત્ર આત્મા સાથે સંગતી કરવા માટે તેમાં વિશ્વાસ કરી શકીએ છીએ. જો પવિત્ર આત્મા સાથે સંગતિનો સાચો અર્થ પાણી અને આત્માની સુવાર્તામાં છે, અને ફક્ત તેવા લોકો ઈશ્વર સાથે સંગતી કરી શકે છે જેઓ પાસે પાણી અને આત્માની સુવાર્તા છે.
આદમ અને હવાથી વારસામાં મળેલા પાપોને કારણે મનુષ્યજાતિ ઈશ્વરથી ખુબજ દૂર હતી. પણ હવે આપણે, જેઓને પાપનું બીજ વારસામાં મળ્યું છે, તેઓ ફરીથી ઈશ્વર સાથે સંગતી કરવાની આશા કરી શકે છે. આવું કરવા માટે, આપણે ઈસુ ખ્રિસ્તના પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ તરફ પાછું ફરવું જોઈએ અને જે પાપોએ આપણને ઈશ્વરથી દૂર કર્યા છે તેના માટે માફી મેળવવી જોઈએ.
જે લોકો સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે તેઓ પોતાના સઘળા પાપોથી બચી જશે અને ઈશ્વર તેઓને પવિત્ર આત્માથી ભરી દેશે. ન્યાયીઓની સંગતી ઈશ્વર સાથે થઈ શકે છે, કેમ કે તેઓને પવિત્ર આત્મા પ્રાપ્ત થયો છે. તેથી, જે લોકો પોતાના પાપોને કારણે ઈશ્વરથી દોર થઈ ગયા છે, તેઓએ પાણી અને આત્માની સુંદર સુવાર્તા તરફ પાછાં ફરવું જોઈએ અને તેના પર વિશ્વાસ કરવો જોઈએ. ત્યારેજ તેઓ તેમની સાથે સાચી સંગતી કરવાની શરૂઆત કરી શકે છે.
પવિત્ર આત્માનો અંતર્નીવાસ સુંદર સુવાર્તા સાથે આવે છે. આપણને ખબર હોવી જોઈએ કે પવિત્ર આત્માનો અંતર્નીવાસ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવા દ્વારા જ મળે છે. સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવાથી ઈશ્વર તરફ એક નવો માર્ગ તૈયાર થયો. ઈશ્વરે વચ્ચેની દીવાલને તોડી નાખી જેણે આપણને મૂળ પાપ અને વાસ્તવિક પાપોને કારણે તેમનાથી અલગ કર્યા હતા, અને આપણે પાણી અને આત્માની સુંદર સુવાર્તા પર આપણા વિશ્વાસ દ્વારા ઈશ્વર સાથે સંગતી કરવાની અનુમતિ આપી.
આપણે એકવાર ફરી પવિત્ર આત્મા સાથે સંગતી સ્થાપિત કરાવી જોઈએ. પવિત્ર આત્મા સાથે સાચી સંગતી, પાણી અને આત્માની સુવાર્તાને સમજવા દ્વારા મળે છે. પવિત્ર આત્મા સાથે સંગતી ત્યારે થાય છે જયારે આપણને આ તથ્ય પર વિશ્વાસ થાય છે કે આપના પાપોની માફી સુંદર સુવાર્તાથી આવે છે. જે લોકોને પોતાના પાપો માટે માફી નથીં મળી, તેઓ પવિત્ર આત્મા સાથે સંગતી કરી શકતા નથી. બીજા શબ્દોમાં, કોઈપણ વ્યક્તિ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કર્યા વગર પવિત્ર આત્મા સાથે સંગતી કરી શકતું નથી.
જો તમારા માટે પવિત્ર આત્મા સાથે સંગતી કરવાનું કઠીન છે, તો તમારે પહેલા એવું સ્વીકાર કરવું જોઈએ કે તમે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરતા નથી અને તમારા પાપોને માફ કરવામાં આવ્યા નથી. શું તમે પવિત્ર આત્મા સાથે સંગતી કરવા માંગો છો? તો પછી તે સુવાર્તા પર વિશ્વાસ કરો જે ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તના માધ્યમથી પરિપૂર્ણ થઈ છે. ત્યારેજ તમને તમારા સઘળા પાપોની માફી મળશે અને ઈનામના રૂપમાં તમારા હૃદયમાં પવિત્ર આત્મા પ્રાપ્ત થશે. આ સુંદર સુવાર્તા ચોક્કસપણે તમને પવિત્ર આત્મા સાથે સંગતી પ્રદાન કરી શકે છે.