• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

વિષય ૮ : પવિત્ર આત્મા

[8-6] વિશ્વાસ કરો કે પવિત્ર આત્મા તમારી અંદર વસે છે (માથ્થી ૨૫:૧-૧૨)

વિશ્વાસ કરો કે પવિત્ર આત્મા તમારી અંદર વસે છે(માથ્થી ૨૫:૧-૧૨)
“તો આકાશના રાજ્યને દશ કુમારિકાઓની ઉપમા આપવામાં આવશે જેઓ  પોતપોતાની મશાલો લઈને વરને મળવા માટે બહાર નીકળી. અને તેઓમાંની પાંચ મૂર્ખ હતી ને પાંચ બુદ્ધિમાન હતી. કેમ કે મૂર્ખીઓએ પોતાની મશાલો લીધી ખરી, પણ તેઓએ સાથે તેલ લીધું નહિ. પણ બુદ્ધિવંતીઓએ પોતાની મશાલો સાથે પોતાની કુપ્પીમાં તેલ લીધું. અને વરને આવતાં વાર લાગી એટલામાં તેઓ સર્વ ઝોકાં ખાઈને ઊંઘી ગઈ. અને મધરાતે બૂમ પડી, ‘જુઓ, વર આવ્યો! તેને મળવાને નીકળો.’ ત્યારે તે સર્વ કુમારિકાઓએ ઊઠીને પોતપોતાની મશાલો તૈયાર કરી. અને મૂર્ખીઓએ બુદ્ધિવંતીઓને કહ્યું, ‘તમારા તેલમાંથી અમને આપો, કેમ કે અમારી મશાલો હોલવાઈ જાય છે.’ પણ બુદ્ધિવંતીઓએ ઉત્તર વાળ્યો, ‘કદાચ અમને તથા તમને પૂરું નહિ પડે, માટે તમે વેચનારાઓની પાસે જઈને પોતપોતાને માટે વેચાતું લો.’ અને તેઓ વેચાતું લેવા ગઈ એટલામાં વર આવી પહોંચ્યો, ને જેઓ તૈયાર હતી તેઓ તેની સાથે લગ્નજમણમાં ગઈ; અને બારણું બંધ કરવામાં આવ્યું. પછી તે બીજી કુમારિકાઓએ આવીને કહ્યું,  ‘ઓ સ્વામી, સ્વામી, અમારે સારું ઉઘાડ.’ પણ તેણે ઉત્તર વાળ્યો, ‘હું તમને ખચીત કહું છું કે હું તમને ઓળખતો નથી.’”

 

જે કુમારિકાઓએ પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કર્યો છે તેમના દ્વારા કોનું પ્રતિનિધિત્વ થાય છે?


પવિત્ર આત્મા કોની પાસે આવે છે?
તે એવા લોકો પાસે આવે છે જેઓનાં પાપ ઈસુના બાપ્તિસ્મા અને રક્ત પર વિશ્વાસ કરવા દ્વારા માફ કરવામાં આવ્યા છે.

ઉપરના ભાગમાં, પાંચ બુદ્ધિમાન કુમારિકાઓ અને પાંચ મૂર્ખ કુમારિકાઓ છે. પાંચ મૂર્ખ કુમારિકાઓ બુદ્ધિમાન કુમારિકાઓને તેમનું તેલ આપવા માટે કહ્યું. પણ બુદ્ધિમાનોએ મૂર્ખોને કહ્યું, ‘કદાચ અમને તથા તમને પૂરું નહિ પડે, માટે તમે વેચનારાઓની પાસે જઈને પોતપોતાને માટે વેચાતું લો.’ તો, જ્યારે મૂર્ખ તેલ ખરીદવા માટે નીકળી હતી ત્યારે પાંચ બુદ્ધિમાન કુમારિકાઓ જેમની પાસે તેલ હતું તે લગ્નનજમણમાં ચાલી ગઈ. તો આપણે પ્રભુ માટે તેલ કઈરીતે તૈયાર કરી શકીએ છીએ? ફક્ત એક કામ આપણે કરવાની જરૂર છે તે એ છે કે આપણા હૃદયમાં પાપોની માફી સાથે તેમની પ્રતીક્ષા કરીએ.
આપણે લોકોના વચ્ચે બે પ્રકારનો વિશ્વાસ જોઈ શકીએ છીએ. એક છે પાપોની માફી માટે સુવાર્તા પરનો વિશ્વાસ. બીજો છે વ્યક્તિનું ફક્ત પોતાના ધાર્મિક પંથ પ્રત્યે વિશ્વાસયોગ્ય રહેવું – એ વાતની ચિંતા કર્યા વગર કે ઈશ્વરે તેઓના પાપો માફ કર્યા છે કે નહિ.
જે લોકો પોતાના વિશ્વાસ પ્રત્યે વફાદાર રહે છે, તેઓ માટે સુંદર સુવાર્તા ભારરૂપ રહે છે. વરના આવવા પર તેલ ખરીદવા માટે બહાર ગયેલી મૂર્ક કુમારિકાઓની જેમ, જે લોકો પવીતે આત્માને પ્રાપ્ત કરવાની આશામાં એક ઘરેથી બીજા ઘરે જાય છે, તેઓ બીજા કોઈને નહિ પણ પોતાને છેતરે છે. આવા લોકો એ તથ્યથી અજાણ્યા છે કે ન્યાયના દિવસ પહેલા તેઓ પાસે પોતાના હૃદયમાં સુંદર સુવાર્તા પર વિશ્વાસ હોવો જોઈએ. તેઓ પોતાના ઉત્સાહ સાથે ઈશ્વરને પ્રભાવિત કરીને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માંગે છે. આપણે એક બહેરાના અંગીકારને જોઈશું જેણે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે ઘણા પ્રયાસો કર્યા. આ સ્વીકારોક્તિ તમારા માટે ઉપયોગી થશે.
“મેં પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે સઘળું કર્યું. મેં વિચાર્યું હતું કે હું પોતાને મારા વિશ્વાસ માટે સમર્પિત કરું છું તેથી એક એક પ્રાર્થના ઘરેથી બીજા પ્રાર્થના ઘરે ગયો. આ પ્રાર્થના ઘરોમાંના એકમાં લોકોએ સેવાના ભાગરૂપે ઈલેક્ટ્રીક પિયાનો અને ડ્રમ વગાડ્યું. સભાનું નેતૃત્વ કરવાવાળા પાળકે એક-એક કરીને એવા લોકોને બોલાવ્યા જેઓ પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માંગતા હતા અને જ્યારે તેમણે તે વ્યક્તિના માથાં પર માર્યું, તો તે અન્ય ભાષામાં બોલવા લાગ્યો. તે એક માઈક્રોફોન સાથે અહિયાં-ત્યાં ભાગ્યા અને “આગ પ્રાપ્ત કરો, આગ, આગ” એવું બોલતા બોલતા લોકોના માથા પર પોતાનો હાથ રાખ્યો, જેના લીધે તેઓમાંના કેટલાક બેહોશ થઈ ગયા. મને એ વાત પર શંકા હતી કે શું આ અભ્યાસ પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે હતો પણ હું પહેલાંથીજ આવી સભા માટે ટેવાયેલો હતો.”
આ અનુભવ પછી, હું પર્વતો પર ગયો અને એક વૃક્ષને પકડીને આખી રાત રડવાની અને પ્રાર્થના કરવાનો પ્રયાસ કર્યો. મેં એક ગુફામાં પણ પ્રાર્થના કરવાનો પ્રયત્ન કર્યો પણ તે પણ કામ ન આવ્યું. ત્યારબાદ, મેં ૪૦ દિવસો સુધી આખી રાત પ્રાર્થના કરવાનો પ્રયત્ન કર્યો પણ હું પવિત્ર આત્માને પ્રાપ્ત કરવામાં ક્યારેય સફળ ન થયો. પછી એક દિવસ મને પવિત્ર આત્મા વિષેના એક સેમિનારમાં આમંત્રિત કરવામાં આવ્યો. સેમિનાર અઠવાડિયામાં એકવાર આયોજિત કરવામાં આવતો હતો, અને સાથ અઠવાડિયા સુધી ચાલ્યો.
સેમિનાર ઈશ્વરના પ્રેમ, વધસ્તંભ, ઈસુના પુનરુત્થાન, હાથો મૂકવા, આત્માના ફળો અને આત્મિક વિકાસ પર હતો. તે સમયે જ્યારે સેમિનારનો કાર્યક્રમ લગભગ સમાપ્ત થઈ ગયો, ત્યારે સેમિનારમાં પ્રચારકે મારા માથા પર હાથ મૂક્યો અને પવિત્ર આત્મા માટે પ્રાર્થના કરી, અમે જેવું તેમણે મને કહ્યું, મેં તેવુંજ કર્યું. હું શાંત થઈ ગયો અને આકાશ તરફ મારા હાથ ઊંચા કર્યા અને વારંવાર “લા-લા-લા-લા” બોલવા લાગ્યો. અચાનક, જયારે હું “લા-લા-લા-લા” બોલી રહ્યો હતો ત્યારે મેં એક અલગ ભાષામાં નિરંતર બોલવાનું શરુ કર્યું. ઘણાં લોકોએ મને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા બદલ અભિનંદન આપ્યા. પણ જ્યારે હું ઘરે એકલો હતો, ત્યારે મને બીક લાગી. તેથી, મેં સેમિનાર માટે એક સ્વયંસેવક કાર્યકર્તાના રૂપમાં કામ કરવાનું શરુ કર્યું. મને લાગ્યું કે મારે કામ માટે સ્વયંસેવક બનવું જોઈએ, તેથી મેં મારી સેવા આપવા માટે દેશ ભરમાં યાત્રા કરી. અને જ્યારે મેં કેટલાંક બીમાર લોકો પર હાથ મૂક્યા, ત્યારે તેઓની બીમારી સારી થઈ ગઈ, જોકે તેઓ ફરીથી બીમાર પડ્યાં હતા. અને પછી મેં મારી આંખો સામે દર્શન જોયું અને ખબર પડી કે હું ભવિષ્યવાણી કરી શકું છું. અચરજની વાત એ છે કે મારી ભવિષ્યવાણી હંમેશા સાચી પડી. તે સમયથી, મને દરેક જગ્યાએ આમંત્રિત કરવામાં આવ્યો અને એક સેલિબ્રિટીની જેમ વ્યવહાર કરવામાં આવ્યો. પણ છતાં હું ડરતો હતો. પછી એક દિવસ, મેં એક અવાજ સંભાળ્યો, “આ પ્રકારે અહીંયા-તહિયા ભટકવાનું નથી, તેના બદલે જા અને તારા પરિવારને ઉદ્ધાર પ્રાપ્ત કરવા માટે મદદ કર.” જોકે, મને ખબર નહોતી કે ઉદ્ધાર શું છે. મને ફક્ત એ વાતની ખબર હતી કે બીજાઓએ મને શું કહ્યું છે – કે જો મેં પવિત્ર આત્માના ઉપહારનો ઉપયોગ ન કર્યો, તો તે મારાથી તેને દૂર કરશે. એકબાજુ હું મારી ક્ષમતાઓનો ઉપયોગ કરતા ડરતો હતો અને છતાં હું એમ કરવાનું બંદ કરી શકતો નહોતો.
એક દિવસે, મેં સાંભળ્યું કે એક શમન સ્ત્રી ઈસુ પર વિશ્વાસ કરવા માંગે છે તેથી હું તેને મારા મિત્રો સાથે મળવા માટે લઈ ગયો. અમે તેને પહેલાથીજ સૂચિત કર્યું હતું કે અમે તેને મળવા જઈશું. પણ શમન સ્ત્રી પહેલાથીજ ગેટ બહાર અમારી રાહ જોઈ રહી હતી અને કહ્યું, “મને ખબર હતી કે તમે આવશો.” પછી અચાનક તેણે અમારી ઉપર પાણી ફેંકવાનું શરુ કર્યું અને કહ્યું, “પૂર્વીય શમનવાદ અને પશ્ચિમી શમનવાદમાં કોઈ તફાવત નથી!” તેણે કહ્યું, “ઈસુ શમન” છે, અમારી તરફ ઈશારો કર્યો અને કહ્યું, “આ માણસ ડરેલો છે, પણ તે ડરેલો નહતો.” સ્ત્રી જાદુગરે જે કહ્યું તે મારા માટે એક ઝટકા સમાન હતું. હું વિચારવા લાગ્યો કે હું જે કંઈ પણ કરી રહ્યો હતો, તે જાદુગર કરે તેનાથી અલગ નહોતું. મેં જે કંઈપણ કર્યું તેનાથી પવિત્ર આત્મા મારી પાસે નથી આવ્યો કેમ કે મારા હૃદયમાં હજી પાપ હતું.”
આ સ્વીકારોક્તિથી, આપણે શીખી શકીએ છીએ કે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવો અપની ક્ષમતાઓ બહારનું છે. કેમ કે આવો વિશ્વાસ ઈશ્વરની સુવાર્તા પર આધારિત નથી, જે લોકો આ પ્રકારનું ધાર્મિક જીવન જીવે છે, તેઓની મશાલોમાં તેલ નથી હોતું. 
બાઈબલમાં મશાલ મંડળીને દર્શાવે છે અને તેલ પવિત્ર આત્માને દર્શાવે છે. બાઈબલ કહે છે કે જે લોકો પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યા વગર મંડળીમાં જાય છે તેઓ મૂર્ખ છે.
મૂર્ખ લોકો દિનપ્રતિદિન પોતાના ધાર્મિક જનૂન અને ઉત્સાહ માટે પ્રવૃત્ત હોય છે. બીજી રીતે કહીએ તો, મૂર્ખ લોકો ઈશ્વર માટે પોતાના આંધળા ઉત્સાહ સાથે-સાથે પોતાની ભાવનાઓને સળગાવી રહ્યા છે. જો આપણને કહેવામાં આવે કે આપણી ભાવના માત્ર ૨૦ સે.મી. છે અને ૧ સે.મી. સળગવા માટે ૧ દિવસ લાગે છે, તો આપણી સઘળી ભાવનાઓ સળગતાં માત્ર ૨૦ દિવસ લાગશે. તેઓના વિશ્વાસ પાછળની ભાવના સવારની પ્રાર્થના, આખી રાતની પ્રાર્થના, ઉપવાસની પ્રાર્થના અને જાગૃતિની સભાઓ દ્વારા નવી સામર્થ પ્રાપ્ત કરવી છે, પણ તેઓની ભાવનાઓ તેમના આખા જીવનભર સળગતી રહે છે. તેઓ પોતાની ભાવનાઓને સળગાવવાની આ પ્રક્રિયાથી ટેવાઈ ગયેલા છે.
તેઓની ભાવનાઓને ઈસુના નામે સળગાવવામાં આવે છે. તેઓ મંડળીમાં જાય છે અને પોતાની ભાવનાઓને સળગાવે છે પણ તેઓના હૃદય હજી પણ ભ્રમિત છે અને કંઈક શોધે છે. તેનું કારણ એ છે કે તેમનો વિશ્વાસ શારીરિક અનુભવોથી આવે છે; તેથી, તેઓને આ ભાવનાઓ નિરંતર મજબુત કરવાની જરૂર હોય છે જેથી જ્વાળા બહાર મરી ન જાય. જોકે, તેઓ આ પ્રકારના વિશ્વાસ સાથે પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકતા નથી. તેઓની ભાવના સળગાવવાથી તેઓને પવિત્ર આત્મા પ્રાપ્ત નહિ થાય.
આપણે સઘળાએ ઈશ્વરની પૂર્ણ ઉપસ્થિતિમાં પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે યોગ્ય વિશ્વાસ તૌયાર કરવો જોઈએ. ત્યારે અને માત્ર ત્યારેજ આપણે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા યોગ્ય બનીશું. આપણે એવો વિશ્વાસ કઈરીતે મેળવી શકીએ જે આપણને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે યોગ્ય બનાવે? સચ્ચાઈ સુંદર સુવાર્તામાં નિહિત છે જે યર્દનમાં ઈસુના બાપ્તિસ્મા દ્વારા અને વધસ્તંભ પર તેના રક્ત દ્વારા પરિપૂર્ણ કરવામાં આવી.
ઈશ્વરે આપણને આ રૂપમાં સંદર્ભિત કર્યા “પાપ કરનારાં સંતાન” (યશાયા ૧:૪). આપણે પોતે આ સ્વીકાર કરવું જોઈએ. લોકો મૂળભૂત રીતે ૧૨ પ્રકારના પાપો સાથે જન્મે છે (માર્ક ૭:૨૧-૨૩). માણસ મારતા સમય સુધી પાપ કરે છે.
યોહાન ૧:૬-૭માં લખ્યું છે, “ઈશ્વરે મોકલેલો એક માણસ આવ્યો. તેનું નામ યોહન હતું. તે સાક્ષીને માટે આવ્યો કે અજવાળા વિષે તે સાક્ષી આપે, એ માટે કે સર્વ તેનાથી વિશ્વાસ કરે”. યોહાન બાપ્તિસ્તે ઈસુને બાપ્તિસ્મા આપ્યું અને જગતના સઘળા પાપો તેની ઉપર નાખતાં કહ્યું, “જુઓ, ઈશ્વરનું હલવાન, જે જગતના પાપ દૂર કરે છે” (યોહાન ૧:૨૯). આપણે આપણા સઘળા પાપોથી બચી ગયા છીએ, યોહાન દ્વારા ઈસુના બાપ્તિસ્મા માટે આભાર. જો યોહાને ઈસુને બાપ્તિસ્મા ન આપ્યું હોત અને એવી ઘોષના ન કરી હોત કે તે ઈશ્વરનું હલવાન છે જેણે જગતનું પાપ દૂર કર્યું છે, તો આપણે તે જાણી શક્યા નહોત કે ઈસુએ વધસ્તંભ પર આપણા સઘળા પાપો ઉઠાવી લીધા છે. આપણે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવાની રીત પણ ન જાણી શક્યા હોત. પણ યોહાનની સાક્ષી માટે આભાર, આપણને સમજણ પડી કે ઈસુએ આપણા સઘળા પાપો દૂર કર્યા છે અને આપણે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે સક્ષમ છીએ.
આ વિશ્વાસ સાથે, આપણે દુલ્હન બની ગયા જે સંપૂર્ણ રીતે ઈસુ એટલે કે વરને પ્રાપ્ત કરવા માટે તૈયાર છે. આપણે કુમારિકાઓ છીએ જે ઈસુ પર વિશ્વાસ કરે છે અને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
શું તમે તમારા સંપૂર્ણ હૃદયથી પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરો છો? શું તમે વિશ્વાસ કરો છો કે યોહાનથી બાપ્તિસ્મા લીધા બાદ ઈસુએ તમારા સઘળા પાપોને લઈ લીધા હતા? બાઈબલ કહે છે, “એ પ્રમાણે [સંદેશો] સાંભળવાથી વિશ્વાસ [થાય છે], તથા ખ્રિસ્તના વચન દ્વારા [સંદેશો] સાંભળવામાં આવે છે” (રોમન ૧૦:૧૭). આપણે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે વિશ્વાસ કરવો જોઈએ કે ઈસુને યોહાન દ્વારા બાપ્તિસ્મા આપવામાં આવ્યું હતું અને વધસ્તંભ પર તેમનું મૃત્યુ થયું હતું. આપણે સમજવું પડશે કે પવિત્ર આત્માને પ્રાપ્ત કરવું ફક્ત એવો વિશ્વાસ કરવાથી થઈ શકે છે ઈસુ મનુષ્યના રૂપમાં પૃથ્વી પર આવ્યો અને યોહાન દ્વારા બાપ્તિસ્મા લીધું, તેથી તે વધસ્તંભ પર મર્યો અને પુનરુત્થિત થયો.
ત્યાં સુધી કે આજે પણ, વિશ્વાસીઓના બે સમૂહો છે, જેવીરીતે ઉપર દર્શાવવામાં આવેલી કહાનીમાં દસ કુમારિકાઓના બે સમૂહો છે. તમે કઈ બાજુ છો? તમારે પાણી અને આત્મામાં વિશ્વાસ કરવા દ્વારા પવિત્ર આત્મા પ્રાપ્ત કરવો જોઈએ. શું તમે મંડળીમાં જાઓ છો છતાં રાહ જુઓ છો કે પવિત્ર આત્મા તમારી પાસે આવે? તમારે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટેનો સાચો માર્ગ ઓળખવો પડશે.
આપણે કઈરીતે વિશ્વાસ દ્વારા પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકીએ છીએ? શું તમે શમનવાદના વિશ્વાસ દ્વારા પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકો છો? શું તમે કટ્ટર ધર્મ પર વિશ્વાસ કરવા દ્વારા પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકો છો? શું તમારે તમારા પાપોની માફી પ્રાપ્ત કરવા માટે નિરંતર ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ? બાઈબલ કહે છે જ્યારે ઈસુનું બાપ્તિસ્મા થયું અને જ્યારે તે પાણીની બહાર નીકળ્યો ત્યારે ઈશ્વરનો આત્મા કબુતર પેઠે તેની ઉપર ઉતાર્યો. તેણે આપણા સઘળા પાપો લઈ લેવા માટે અને આપણને આ કહેવા માટે બાપ્તિસ્મા લીધું કે આપણા સઘળા પાપોની કીમત ચુકવવા માટે તે વધસ્તંભ પર ચઢ્યો.
જગતના સઘળા પાપો લઈ લેવા માટે ઈસુએ યોહાનથી બાપ્તિસ્મા લીધું અને વધસ્તંભ પર એટલા માટે ચઢ્યો કે આપણે લોકો બચી શકીએ અને પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકીએ. આ સત્ય છે. ઈસુએ યોહાનથી બાપ્તિસ્મા લીધું, વધસ્તંભ પર આપણા સઘળા પાપોનો ન્યાય થયો અને પુનરુત્થાન પામ્યો. આપણે આપણા પાપોની માફી પ્રાપ્ત કરવા માટે યોહાન દ્વારા ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્ત પર વિશ્વાસ કરવો જોઈએ. આપણે ઈસુનું બાપ્તિસ્મા (માથ્થી ૩:૧૩-૧૫) દ્વારા જોઈ શકીએ છીએ કે પવિત્ર આત્મા આપણા માંથી એવા લોકો પર કબૂતરની પેઠે શાંતિથી આવે છે, જેઓ તેના બાપ્તિસ્મા પર વિશ્વાસ કરીને શુદ્ધ થયા છે.
પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે, યોહાન દ્વારા ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્ત પર વિશ્વાસ કરવો જરૂરી છે. જ્યારે વ્યક્તિ પાપોની માફી પર વિશ્વાસ કરે છે ત્યારે પવિત્ર આત્મા કબુતરની પેઠે શાંતિથી તેની ઉપર આવે છે. જેઓએ પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો છે તેઓએ તે જાણવું પડશે કે આ ફક્ત વિશ્વાસથી પાપોની માફી પર વિશ્વાસ કરવાથી શક્ય બન્યું છે. પવિત્ર આત્મા તે લોકો ઉપર આવે છે જેઓ પોતાના સંપૂર્ણ હૃદયથી પાપોની માફી પર વિશ્વાસ કરે છે.
ઈસુ ખ્રિસ્ત અનંત જીવનની રોટલી અને દ્રાક્ષારસથી આવ્યો (માથ્થી ૨૬:૨૬-૨૮, યોહાન ૬:૩૩-૩૬). જ્યારે ઈસુ પોતાના બાપ્તિસ્મા બાદ પાણીમાંથી બહાર નીકળ્યો, ત્યારે આકાશવાણી થઈ, “અ મારો પ્રિય પુત્ર છે, જેના પર હું પ્રસન્ન છું” (માથ્થી ૩:૧૭).
ઈશ્વરને ત્રીએક ઈશ્વરના રોપામાં માનવું સરળ છે. ઈશ્વર ઈસુના પિતા છે અને ઈસુ ઈશ્વરનો પુત્ર છે. પવિત્ર આત્મા પણ ઈશ્વર છે. ત્રીએક ઈશ્વર આપણા માટે એક છે.
તમને ખબર હોવી જોઈએ કે તમે ફક્ત વધસ્તંભ પર વિશ્વાસ કરીને કે સારા કર્યોથી પોતાને પવિત્ર કરવાનો પ્રયાસ કરીને ક્યારેય પણ પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકતા નથી. તમે પવિત્ર આત્મા ફક્ત ત્યારેજ પ્રાપ્ત કરી શકો છો જ્યારે તમે એવો વિશ્વાસ કરો કે આપણા સઘળા પાપો ઈસુ પર નાખવા માટે યોહાને ઈસુને બાપ્તિસ્મા આપ્યું, અને આપણા પાપોના પ્રાયશ્ચિત માટે તે વધસ્તંભ પર મર્યો સત્ય કેટલું સાધારણ અને સરળ છે! પાપોની માફી પ્રાપ્ત કરાવી અને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવું એટલું કઠીન નથી.
ઈશ્વરે આપણી સાથે સરળ શબ્દોમાં વાત કરી. એક સાધારણ વ્યક્તિનો અઈક્યું ૧૧૦થી ૧૨૦ની આસપાસ હોય છે. તેમની સુવાર્તા સાધારણ લોકોને સમજવા માટે ખુબજ સરળ હોય છે. ત્યાં સુધી કે ૪ કે ૫ વર્ષના બાળક માટે પણ, સુંદર સુવાર્તા સમજાવી અઘરી નથી. પણ જો ઈશ્વરે વધારે પરિષ્કૃત રીતે આપણી સાથે પવિત્ર આત્મા વિષે વાત કરી હોત, તો શું આપણે ક્યારેય સમજી શક્યા હોત? ઈશ્વરે આપણા સઘળા પાપોને માફ કરી દીધા અને પવિત્ર આત્માને તે લોકો માટે એક ઉપહારના રૂપમાં આપ્યો જે આ વાત પર વિશ્વાસ કરે છે.
ઈશ્વર આપણને કહે છે કે આપણે હાથ મૂકવા કે પસ્તાવાની પ્રાર્થના દ્વારા પવિત્ર આત્માને પ્રાપ્ત કરી શકતા નથી. પવિત્ર આત્મા ઉપવાસ કે મનન કે પર્વત પર જઈને આખી રાત પ્રાર્થના કરવા દ્વારા નથી મળતો. પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે આપણી અંદર કેવો વિશ્વાસ હોવો જોઈએ? આ સત્યનો વિશ્વાસ છે કે ઈસુ આ જગતમાં આવ્યો, આપણા સઘળા પાપોને લઈ લેવા માટે તેણે બાપ્તિસ્મા લીધું, વધસ્તંભ પર માર્યો, અને પુનરુત્થાન પામ્યો.
 
 

શું આપણે ખરેખર આ વાત પર વિશ્વાસ કરવાનો છે?


શા માટે આપણે પાપોની માફી પ્રાપ્ત કરવા દ્વારા પવિત્ર આત્મા પ્રાપ્ત કરવાનો છે? ઈશ્વરના રાજ્યના નાગરિક બનવા માટે, આપણને તેના આત્માની જરૂર છે. તેથી, પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે, આપણે ઈસુને આપણા ઉદ્ધારકના રૂપમાં, તેના બાપ્તિસ્મા અને રક્તમાં વિશ્વાસ કરવાની જરૂર છે, અને અંતમાં, આપણે આપણા પાપો માટે માફી પ્રાપ્ત કરવી જોઈએ.
શા માટે ઈશ્વર એવા લોકોને પવિત્ર આત્મા આપે છે જેઓના પાપ માફ થયા છે? તેનું કારણ તેમના લોકોના રૂપમાં તેઓ પર છાપ લગાવવાનું છે. તે લોકોને છાપ લગાવવા માટે જેઓ ઈશ્વરના વચનના આધાર પર ઈસુ પર વિશ્વાસ કરે છે, તેઓને તે પોતાના વાયદાના રૂપમાં પવિત્ર આત્મા આપે છે.
ઘણાં બધા લોકો ખોટા વિશ્વાસને માને છે. ઈસુના બાપ્તિસ્મા પર વિશ્વાસ કરવો અને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવો સરળ છે. આ તે લોકો માટે સરળ છે જેઓ પહેલાથીજ પવિત્ર આત્મા પ્રાપ્ત કરી ચુક્યા છે, પણ આ તેવા લોકો માટે અશક્ય છે જેઓને પાપોની માફી મળી નથી. તેઓ સત્યને જાણતા નથી અને તેના બદલે પવિત્ર આત્માને પ્રાપ્ત કરવા માટે અન્ય રીતોની શોધ કરે છે, જેમ કટ્ટર કાર્યો દ્વારા ધાર્મિક કાર્યોમાં ડૂબી જવું. તેઓ એટલા અજ્ઞાની છે તેઓ એવા બીજથી ભ્રમિત થાય છે જે શેતાને વાવ્યું છે, અને ધાર્મિક અંધશ્રદ્ધાના પ્રભાવમાં આવે છે.
પવિત્ર આત્મા એવા લોકોની અંદર નિવાસ કરે છે જેઓ ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેમના રક્ત પર વિશ્વાસ કરે છે અને જેઓ પાપોની માફી પ્રાપ્ત કરે છે. જેઓ ઈશ્વરના ઉધ્ધાર પર વિશ્વાસ કરે છે ફક્ત તેઓ જ સ્વીકાર કરી શકે છે, “મેં કોઈ પાપ કર્યું નથી”. જો કોઈ વ્યક્તિ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ નથી કરતી, તો તેઓ એવું નથી કહી શકતા કે તેઓએ કોઈ પાપ કર્યું નથી. તે જ રીતે, ઈશ્વરે પવિત્ર આત્મા પોતાની સંતાનને પ્રતિજ્ઞાના રૂપમાં પ્રદાન કર્યો છે જેઓ ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના રક્ત પર વિશ્વાસ કરે છે અને પાપોની માફી પ્રાપ્ત કરે છે.
કોણે સાક્ષી આપી કે ઈસુના બાપ્તિસ્માએ અને રક્તે આપણા સઘળા પાપોને લઈ લીધા છે. ઈસુ, તેમના શિષ્યો અને પવિત્ર આત્માએ સાક્ષી આપી. કોણે સઘળા લોકોને તેમના પાપોથી બચાવવાની યોજના બનાવી? પવિત્ર પિતાએ બનાવી હતી. આ યોજનાને કોણે પરિપૂર્ણ કરી? ઈસુ ખ્રિસ્તે પરિપૂર્ણ કરી. અંતમાં આ યોજના પરિપૂર્ણ થઇ તેનો વાયદો કોણે કર્યો? પવિત્ર આત્માએ કર્યો.
ઈશ્વર આપણને પોતાના લોક બનાવવા માંગતા હતા તેહી તેણે આપણને ઈસુના બાપ્તિસ્મા અને રક્તના માધ્યમથી આપણને બચાવવાનો નિર્ણય કર્યો. તેથી, દૈવીય ત્રીએક ઈશ્વર આપણા ઉદ્ધારનો વાયદો કરે છે અને આપણને પાપોની માફી આપે છે.
માથ્થી ૩:૧૭માં લખ્યું છે, “આ મારો પ્રિય પુત્ર છે, જેના પર હું પ્રસન્ન છું”. જે લોકો પાસે ઈશ્વરની પવિત્ર આત્મા છે, તેઓ ઈશ્વરના લોકો છે. તેઓ તેમની સંતાન છે. “આ મારો પ્રિય પુત્ર છે, જેના પર હું પ્રસન્ન છું”. ઈસુ મૂળભૂત રીતે ઈશ્વર છે. ઈશ્વર પિતા આપણને કહે છે, “જો તમે તમારા પાપોની માફી પ્રાપ્ત કરવા માંગો છો, તો વિશ્વાસ કરો કે સર્વ મનુષ્યજાતિના પાપોને મારા એકાકીજનીત પુત્ર, ઈસુએ હંમેશા માટે દૂર કર્યા છે, પવિત્ર આત્માને પ્રાપ્ત કરો, અને મારી સંતાન બનો”. જે લોકો આમાં વિશ્વાસ કરશે તેઓ પોતાના પાપોની માફી મેળવશે અને ઈશ્વરના દીકરા અને દીકરીઓ બનશે. તે તેઓને પવિત્ર આત્માનો ઉપહાર આપે છેજેથી તેઓને પોતાની સંતાનના રૂપમાં છાપ લગાવી શકે. આપણે આપણા પાપોની માફી ત્યારેજ પ્રાપ્ત કરી શકીએ છીએ જયારે આપણે ઈસુના બાપ્તિસ્મા અને રક્તને સાથે મેળવીને વિશ્વાસ કરીએ.જ્યારે લોકો પોતાના હૃદયોને ખાલી નથી કરતા અને માફીની સુવાર્તા પર વિશ્વાસ નથી કરતા, તો તેઓ માને છે કે મૂળ પાપ પહેલાથીજ જતું રહ્યું છે પણ છતાં તેઓને પોતાના પાપોની માફી મેળવવા માટે પસ્તાવાની પ્રાર્થના કરવી જોઈએ. જો તેઓ આ પ્રકારના વિચારોના શિકાર બને છે, તો બાઈબલ સમજણ બહાર જાય છે. તેથી, તેઓ ઈસુના શિષ્યોની અપેક્ષાએ અલગ વિશ્વાસ રાખે છે.
કેટલાક લોકો કહે છે કે પવિત્ર આત્મા તેઓ ઉપર “પ્રાર્થના દ્વારા” આવે છે. પણ બાઈબલના દ્રષ્ટિકોણથી આ સાચું નથી. આ પ્રસંશનીય લાગી શકે છે, પણ બાઈબલ કહે છે કે જ્યારે ઈસુ યોહાન દ્વારા બાપ્તિસ્મા લઈને પાણીથી નીકળ્યો, ત્યારે પવિત્ર આત્મા કબુતરની જેમ તેની ઉપર ઉતર્યો. આ સાબિત કરે છે કે જો આપણે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માંગીએ છીએ, તો ફક્ત આપણે એવો વિશ્વાસ કરવાની જરૂર છે કે ઈસુ આ જગતમાં આવ્યો, જગતના સઘળા પાપો દૂર કરવા માટે યોહાન દ્વારા બાપ્તિસ્મા લીધું, તે પાપો માટે વધસ્તંભ પર તેનો ન્યાય થયો અને આપણા ઉદ્ધારક બનવા માટે પુનરુત્થાન પામ્યો.
જ્યારે આપણે આ સત્ય પર વિશ્વાસ કરીએ છીએ અને પવિત્ર આત્મા પ્રાપ્ત કરીએ છીએ, તો ઈશ્વર આપણને શું કહે છે? તે કહે છે, “તું મારો પુત્ર છે. આ મારો પ્રિય પુત્ર છે, જેના પર હું પ્રસન્ન છું”. ઈશ્વર તે લોકોને પણ આ જ કહે છે જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે અને જેઓના ભવિષ્યના પાપો માફ કરવામાં આવ્યા છે. આ સત્ય આપણને ઈશ્વરની સંતાન બનવા માટે તેમનો વાયદો છે.
પણ લોકો હજી પણ વિચારે છે કે પવિત્ર આત્માને પ્રાપ્ત કરવા માટે બીજી રીતો પણ છે. શું તમને લાગે છે કે પવિત્ર આત્મા તમારા રોવા દ્વારા અને સાંસારિક પ્રયાસો દ્વારા તમારા ઉપર આવશે? ઈશ્વરના કાર્ય ફક્ત તેમની ઈચ્છાથી નિર્ધારિત થાય છે અને તે ફક્ત એવા લોકોને પવિત્ર આત્મા આપે છે જેઓએ પોતાના પાપોની માફી પ્રાપ્ત કરે છે. તે કહે છે, “મેં મારા પુત્રને બાપ્તિસ્મા આપ્યું જેથી તે તમારા સઘળા પાપોને દૂર કરી શકે અને તેઓના ન્યાય માટે વધસ્તંભ પર ચઢી શકે. મેં મારા પુત્રને તમારો ઉદ્ધારક નિયુક્ત કર્યો છે. જો તમે મારા પુત્ર દ્વારા કરવામાં આવેલી પાપોની માફીના કાર્યને સ્વીકાર કરો છો, તો હું તમને પવિત્ર આત્મા આપીશ”.
આપના પિતા જેવું તે ઈચ્છે છે તેવું કરે છે. ત્યાં સુધી કે જો કોઈ વ્યક્તિ આખી રાત પોતાના ઘૂંટણ પર આવીને પોતાના ફેફસાં ફાટી જાય ત્યાં સુધી રડે છે, તો એવું જરૂરી નથી કે ઈશ્વર તેને પવિત્ર આત્મા આપે. તે ફક્ત તેન આવું કહેવા દ્વારા ફટકાર લગાવશે, “તે હજી સુધી સાચા જ્ઞાનનો સ્વીકાર નથી કર્યો પણ ખોટા વિશ્વાસને પકડી રાખ્યો છે. જ્યાં સુધી તે સાચા વિશ્વાસને નકારતો રહીશ ત્યાં સુધી પવિત્ર આત્મા તારાથી દૂર રહેશે”.
આ જગતમાં, મનુષ્યોના નિર્ણય પરીસ્થીતીઓ અનુસાર બદલી શકે છે, પણ પાપોની માફી અને પવિત્ર આત્મા આપવા માટે ઈશ્વરે જે વ્યવસ્થા સ્થાપિત કરી છે તે ન બદલનારી છે. જો તમે ખોટા વિશ્વાસની સીમામાં છો, તો ફરીથી સાચો માર્ગ શોધવો મુશ્કેલ છે. બાઈબલ કહે છે કે ઈસુ એવા લોકો માટે એક ઠોકર છે જેઓ અનાજ્ઞાકારી છે (૧ પિતર ૨:૮).
જે લોકો ઈસુ પર વિશ્વાસ કરે છે અને હજી સુધી નથી જાણતા કે તેને બાપ્તિસ્મા શા માટે આપવામાં આવ્યું હતું તેઓ ફક્ત છૂટકારાની અડધી સુવાર્તા પર વિશ્વાસ કરે છે અને ચોક્કસપણે તેઓ નરકમાં જશે. તેથી, જ્યારે તમે પહેલીવાર ઈસુ પર વિશ્વાસ કરો છો, તો તમને ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત વિષે ખબર હોવી જોઈએ, જેના દ્વારા માફીની સુવાર્તાની રચના થઈ છે. અને જો તમે પાપોની માફી મેળવો છો, તો તમે પવિત્ર આત્માને પણ પ્રાપ્ત કરશો.
આવો આપણે પૃથ્વી પર ઈસુના જીવન વિષે વિચારીએ. ઈસુ મનુષ્ય બન્યો અને પોતાના બાપ્તિસ્મા દ્વારા જગતના સઘળા પાપોને લઈ લીધા. આપણને નરકની આગથી બચાવવા માટે તે વધસ્તંભ પર ચઢ્યો અને આપણા પાપોનો ન્યાય સહન કર્યો. જે લોકો તેના પર વિશ્વાસ કરે છે તેઓ પવિત્ર આત્માનો ઉપહાર પ્રાપ્ત કરે છે.
તેથી, આપણે સર્વ લોકોએ પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે સાચા માર્ગનું અનુસરણ કરવું જોઈએ. આપણે સત્યના વચનો અનુસાર વિચારવાની જરૂર છે. જ્યારે આપણે એવું કરીએ છીએ, તો ઈસુ તમને સંભાળીને રાખશે અને તમને આશીર્વાદ આપશે. જે લોકો પોતાનું હૃદય ખાલી કરે છે અને તેના વચનો પર વિશ્વાસ કરે છે, તેઓ પાપોની માફી પ્રાપ્ત કરીને સત્યમાં રહેશે, અને પવિત્ર આત્માના નેતૃત્વમાં ચાલશે. તે ઉપરાંત, તેઓ પવિત્ર આત્માની મદદથી બીજાઓને સાચા માર્ગ પર લઈ જઈ શકે છે.
ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તથી સંપન્ન છૂટકારા પર વિશ્વાસ કરો. ત્યારેજ આપણે વિશ્વાસ સાથે તેનું અનુસરણ કરી શકીએ છીએ અને પાપોની માફી, અનંત જીવન અને પવિત્ર આત્માના અંતર્નીવાસનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકીએ છીએ. ઈસુ માફીનો ઈશ્વર છે, જેણે પોતાના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર પોતાના મૃત્યુ દ્વારા જગતના સઘળા પાપોને લઈ લીધા. ઈસુએ આપણા સઘળા પાપોને સાફ કર્યા અને તે લોકોને બાપ્તિસ્મા આપ્યું જેઓ સત્યની સુવાર્તા પર વિશ્વાસ કરે છે. તમે સાચો વિશ્વાસ અપનાવીને પવિત્ર આત્માને પ્રાપ્ત કરી શકો છો.