• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

વિષય ૮ : પવિત્ર આત્મા

[8-7] સુંદર સુવાર્તા જે તમને અનુમતિ આપે છે કે પવિત્ર આત્મા તમારી અંદર વસે (યશાયા ૯:૬-૭)

સુંદર સુવાર્તા જે તમને અનુમતિ આપે છે કે પવિત્ર આત્મા તમારી અંદર વસે(યશાયા ૯:૬-૭)
“કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે; અને તેને “અદભૂત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા, ને શાંતિનો સરદાર,” એ નામ આપવામાં આવશે. દાઉદના રાજ્યાસન ઉપર, ને તેના રાજ્ય ઉપર, તેમને ઇનસાફ તથા ન્યાયીપણાથી તે સમયથી તે સર્વકાળ માટે સ્થાપવા તથા દઢ કરવા માટે તેમની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ. સૈન્યોના [ઈશ્વર] યહોવાની ઉત્કંઠાથી આ થશે.”


એવું શું છે જે પવિત્ર આત્માને વિશ્વાસીઓ અંદર રહેવાની અનુમતિ આપે છે?
પાણી અને આત્માની સુંદર સુવાર્તા

પવિત્ર આત્માને પ્રાપ્ત કરવા માટે, આપણે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવો જરૂરી છે. આપણા ઈશ્વરનું નામ અદભુત મંત્રી, અને સમર્થી ઈશ્વર છે. આપણા ઈશ્વરે પોતાને સ્વર્ગના માર્ગના રૂપમાં દર્શાવ્યો છે. ઈસુ ખ્રિસ્તે સર્વ લોકોને સુંદર સુવાર્તા ઉપહાર તરીકે આપી છે.
જોકે, આ જગતમાં, ઘણાં બધા લોકો છે જેઓ હજી અંધારામાં છે. તેઓ અંધારાથી બચવાનો પ્રયત્ન કરે છે, પણ તેઓ સુંદર સુવાર્તાને નથી જાણતા, તેથી તેઓ પોતાના પાપોથી બચી શકતા નથી. તેના બદલે તેઓ ખોટા સિદ્ધાંતોનાં લીધે પોતાના વિશ્વાસથી દૂર થઈ જાય છે. તેનાથી વિપરીત, જેઓ સત્યની ખોજ કરે છે, તેઓ સુંદર સુવાર્તાને મેળવશે અને પોતાના જીવનના બાકીના સમયને ઈશ્વરના આશીર્વાદો સાથે પૂરું કરશે. મારું માનવું છે કે આ ઈશ્વરનો વિશેષ આશીર્વાદ છે જે તેઓને સુંદર સુવાર્તા શોધવા અને તેઓના પાપોને દૂર કરવામાં તેઓની મદદ કરે છે.
તેથી, જો તેમનો આશીર્વાદ ન હોત તો પાપોથી મુક્તિ ક્યારેય ન મળી હોત. જો આપણે પ્રભુને મળ્યા છીએ અને પવિત્ર આત્માને પ્રાપ્ત કર્યો છે તો આપણે ખુબજ ધન્ય છીએ. અફસોસ, ઘણાં લોકો એ વાતને નથી જાણતા કે આ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવાથી ઈશ્વરનો આશીર્વાદ મળે છે.
ઈસુ ખ્રિસ્ત, તેમના એકાકીજનીત પુત્ર દ્વારા આપણને આપવામાં આવેલી સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવા દ્વારા આપણને આશીર્વાદ પ્રાપ્ત થયો. ઈસુ જ આપણને જગતના પાપોથી બચાવે છે અને આપણને તેમની દયાનો આશીર્વાદ આપે છે. કોઈ બીજું આપણને આપણા પાપોથી બચાવી શકતું નથી કે આપણા હૃદયમાં રહેલા અપરાધોને દૂર કરીને આપણી મદદ કરી શકતું નથી. કોણ પોતાના પાપોથી અને અનંત મૃત્યુથી સ્વયંને બચાવી શકે છે?
ઈશ્વર આપણને કહે છે, “એક એવો માર્ગ છે જે માણસને અદલ લાગે છે ખરો, પણ પરિણામે તે મોતનો માર્ગ છે” (નીતિવચન ૧૬:૨૫). લોકો પોતાના ધર્મોની સ્થાપના કરે છે અને સ્વયંને વિનાશ અને મૃત્યુ તરફ લઈ જાય છે. ઘણાં ધર્મોમાં દાવાઓ કરવામાં આવ્યા છે કે તેઓ ધાર્મિકતા પર ભાર મૂકે છે અને લોકોને તેમના પાપોથી બચાવવા માટે પોતાની રીતો બતાવે છે પણ આ ફક્ત પાણી અને આત્માની સુવાર્તા છે જે આપણને આપણા સઘળા પાપોથી બચાવી શકે છે. ફક્ત ઈસુ જ ઉદ્ધારક છે જે પાપીઓને તેમના પાપોથી બચાવી શકે છે.
યોહાન ૧૪:૬માં, આપણા પ્રભુએ કહ્યું, “ઈસુ તેને કહે છે, માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી”. તેણે પોતાનું શરીર અને રક્ત એવા લોકો માટે આપી દીધા જેઓ તેમની મૃત્યુના માર્ગ પર હતા. તેણે પોતાને સાચા જીવનના માર્ગ રૂપે સંદર્ભિત કર્યો છે. ઈશ્વર કહે છે કે જો કોઈ ઈસુની સુંદર સુવાર્તા પર વિશ્વાસ નથી કરતુ, તો તે સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ કરી શકતું નથી.
આપણે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવો જોઈએ, આપણે આપણા પાપોની માફી મેળવવી જોઈએ અને સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ કરવા માટે તે આપણો ઉદ્ધારક છે તેવો વિશ્વાસ કરવો જોઈએ.

 

એકવાર પ્રાચીન ઇસ્રાએલમાં!


“યહૂદિયાના રાજા ઉઝિયાના દીકરા યોથામના દીકરા આહાઝના સમયમાં અરામનો રાજા રસીન તથા ઇસ્રાએલના રાજા રમાલ્યાનો દીકરો પેકા યરુશાલેમની સાથે લડવાને ચઢી આવ્યા; પણ તેઓ તે પર ફતેહ પામી શક્યા નહિ” (યશાયા ૭:૧).
ઇસ્રાએલ મૂળ રૂપે એક રાષ્ટ્ર હતું. જોકે, ઇસ્રાએલ દક્ષીણ અને ઉત્તર ભાગમાં વિભાજીત થયું. ઈશ્વરનું મંદિર દક્ષિણી યહૂદીયાના યારુશાલેમમાં હતું, જ્યાં રાજા સુલેમાનનો પુત્ર રહોબામ શાસન કરતો હતો. પછી, સુલેમાનના સેવાકોમાંનો એક, યરોબામે ઉત્તરમાં એક રાષ્ટ્રની સ્થાપના કરી અને તેથી ઇસ્રાએલ વિભાજીત થયું. તે સમયથી, ઈશ્વર પરનો વિશ્વાસ ખરાબ થઈ ગયો. . વિશ્વાસનું ખરાબ થવું આજના ખોટા ધર્મોનો સ્ત્રોત બની ગયું. તેણે ઈશ્વરની વ્યવસ્થામાં સુધારો કર્યો કેમ કે તે પોતાના સિંહાસનને બચાવવા માંગતો હતો, તેથી તે ઢોંગીઓનો પિતા બન્યો. તેણે ઇસ્રાએલ, ઉત્તરી સામ્રાજ્યમાં પોતાના લોકો માટે એક અલગ ધર્મ બનાવ્યો અને તેણે યહૂદા, દક્ષિણી સામ્રાજ્ય પર આક્રમણ કરવાનો પણ પ્રયાસ કર્યો. લગભગ ૨૦૦ વર્ષ વીતી ગયા, પણ બંને રાજ્યો વચ્ચેની શત્રુતા ન બદલનારી હતી.
જોકે, ઈશ્વરે યશાયા દ્વારા વાત કરી, “અરામે, એફ્રાઈમે તથા રમાલ્યાના દીકરાએ તારા પર વિપત્તિ લાવવાની મસલત કરીને ઠરાવ્યું છે કે, ‘આપણે યહૂદિયા પર ચઢી જઈને તેને ત્રાસ પમાડીએ, ને આપણે પોતાને માટે તેમાં ભંગાણ પાડીએ, ને ત્યાં ટાબએલના દીકરાને રાજા નીમીએ.’ તેટલા માઠે પ્રભુ યહોવા એમ કહે છે, ‘એવું થશે નહિ, અને તે [ધારણા] પાર પડશે નહિ.’ અરામનું શિર દમસ્કસ છે, ને દમસ્કસનું શિર રસીન છે. પાંસઠ વર્ષમાં એફ્રાઈમ નાશ પામશે, ને પ્રજાની ગણતરીમાં રહેશે નહિ. વળી એફ્રાઈમનું શિર સમરુન છે, ને સમરુનનું શિર રમાલ્યાનો દીકરો છે. જો તમે વિશ્વાસ રાખશો નહિ તો તમે સ્થિર થશો નહિ” (યશાયા ૭:૫-૯).
તે સમયે, ઈશ્વરે યશાયા દ્વારા રાજા આહાજ સામે ભવિષ્યવાણી કરી હતી, પણ રાજાને તેમાં વિશ્વાસ નહતો. આહાજને ફક્ત એ વાતની ચિંતા હતી કે તે સીરિયાની સેના સામે પણ પકડ બનાવી શકશે નહિ, પણ એકબીજા સાથેની સંધિમાં સીરિયા અને ઇસ્રાએલના આક્રમણ વિષે સાંભળીને તે ડરી ગયો. પણ ઈશ્વરના એક સેવક યશાયાએ આવીને તેને કહ્યું, “પાંસઠ વર્ષો કરતા પણ ઓછા સમયમાં, ઉત્તર ઇસ્રાએલ તૂટી જશે. અને બે રાજાઓએ જે ષડયંત્ર રચ્યું છે તે ક્યારેય સાચું નહિ થાય”.
ઈશ્વરના સેવકે રાજા આહાજને કહ્યું કે તે ઈશ્વર પાસેથી ચિહ્ન માંગે. “પછી યશાયાએ કહ્યું, “હે દાઉદના વંશજો, સાંભળજો. માણસને કાયર કરો છો એ થોડું કહેવાય કે, તમે મારા ઈશ્વરને પણ કાયર કરવા માગો છો? તે માટે પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે.  જુઓ, કુમારી ગર્ભવતી થઈને પુત્રને જન્મ આપશે, અને તેનું નામ તે ઈમાનુએલ પાડશે” (યશાયા ૭:૧૩-૧૪). આ તેની ભવિષ્યવાણી હતી: કે તે પોતાના લોકોને તેમના પાપોથી બચાવશે.

 

ઈશ્વરનો શત્રુ કોણ છે?


મનુષ્યજાતિનો શત્રુ પાપ છે અને પાપ શેતાનથી ઉત્પન્ન થાય છે. અને આપણા પાપોથી આપણને ઉદ્ધાર અપાવનાર ઉદ્ધારક કોણ છે? ઉદ્ધારક ઈસુ ખ્રિસ્ત, ઈશ્વરના પુત્ર સિવાય બીજું કોઈ નથી. મનુષ્યો પાસે શારીરિક નબળાઈઓ છે અને તેથી તેઓ પાપ કરે છે. તેઓ શેતાનની સામર્થ્યને આધીન છે. ઘણાં લોકો આજે પણ ભવિષ્યવક્તા પાસે જાય છે અને જેમ આ ખોટા ભવિષ્યવક્તા કહે છે તેમ તેઓ પોતાનું જીવન જીવવાનો પ્રયાસ કરે છે. આ પ્રત્યક્ષ પ્રમાણ છે કે તેઓ શેતાનના નિયંત્રણમાં છે.
પ્રભુએ યશાયાને ઉદ્ધારનું પ્રમાણ આપતા કહ્યું કે એક કુંવારી પુત્રને જન્મ આપશે અને તેનું માં ઈમ્માનુએલ પાડશે. આ ઈશ્વરની યોજના હતી કે ઈસુને મનુષ્યના એક પાપી શરીરમાં મોકલવામાં આવે અને તે પાપીઓને શેતાનના ઉત્પીડનથી બચાવે. ભવિષ્યવાણી અનુસાર, ઈસુ કુંવારી મરિયમથી જન્મેલા માણસના રૂપમાં આ દુનિયામાં આવ્યો.
જો ઈસુ આપણી પાસે આવ્યો નહોત, તો આપણે હજી પણ શેતાનના શાસનમાં જીવતા હોત. પણ ઈસુ આ જગતમાં આવ્યો અને સઘળા પાપીઓને બચાવવાવાળી સુંદર સુવાર્તા આપવા માટે યોહાન દ્વારા બાપ્તિસ્મા લીધું અને વધસ્તંભ પર મર્યો. તેથી, ઘણાં લોકોએ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કર્યો, પોતાના પાપોની માફી પ્રાપ્ત કરી અને ઈશ્વરના સંતાન બન્યા.
ત્યાં સુધી કે આજે પણ, ઘણાં બધા ધર્મશાસ્ત્રી એ વાત પર વિવાદ કરે છે કે શું ઈસુ ઈશ્વર છે કે મનુષ્ય. રૂઢીવાદી ધર્મશાસ્ત્રીઓનું કહેવું છે કે “ઈસુ ઈશ્વર છે”, પણ કેટલાંક નવા ધર્મશાસ્ત્રીઓએ એવો તેર્ક કરતા કહ્યું કે ઈસુ યૂસુફનો ગેરકાયદેસર બાળક છે. આ કેટલી નિરાશાજનક વાત છે!
કેટલાક નવા ધર્મ વૈજ્ઞાનિક કહે છે કે તેઓ વિશ્વાસ કરી શકતા નથી કે ઈસુ પાસે પાણી પર ચાલવાની ક્ષમતા હતી. તેઓ કહે છે, “હકીકતમાં ઈસુ પર્વતની નીચલી સપાટી પર ચાલ્યા હતા અને તેમના શિષ્યોને દૂરથી જોઈને એવું લાગ્યું કે તે પાણી પર ચાલી રહ્યો હતો”. દિવ્યતાના વર્તમાન ડોક્ટર જેઓ ન્યુ થિયોલોજીની સ્કૂલોથી સંબંધિત છે તેઓ ધર્મશાસ્ત્રના મહારથી નથી. તેઓમાંના મોટાભાગના લોકો ફક્ત બાઈબલમાં લખેલી વાતોને માની શકે છે.
એક વધારે ઉદાહરણ આપવા માટે, બાઈબલ કહે છે કે ઈસુએ ૫,૦૦૦ લોકોને બે માછલી અને પાંચ રોટલીથી ખવડાવ્યું હતું. પણ તેઓ આ ચમત્કારને લઈને શંકામાં રહે છે. તેઓ તેને નિમ્નલિખિત શબ્દોમાં સમજાવે છે. “લોકો ઈસુનું અનુસરણ કરી રહ્યા હતા અને તેઓ ભૂખથી મારી રહ્યા હતા. તેથી ઈસુએ પોતાના શિષ્યોને વધેલા ભોજનને એકઠું કરવા માટે કહ્યું. પછી એક બાળકે પોતાની ઈચ્છાથી પોતાનું ભોજન આપ્યું, અને આ જોઈને બીજા લોકોએ પણ પોતાનું ભોજન કાઢ્યું. તેથી જ્યારે તેઓએ એકસાથે ભોજન કર્યું, ત્યારે વધેલા ભોજનની ૧૨ ટોકરીઓ ભરાઈ”. આ પ્રમાણે ધર્મ વૈજ્ઞાનિક ખાલી ઈશ્વરના વચનો પોતાની સીમિત સમજણ અનુસાર બનાવવાની કોશિશ કરે છે.
ઈશ્વરના સત્ય પર વિશ્વાસ કરવાથી સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરી શકાય છે જે ઈશ્વરે આપી છે. વિશ્વાસનો અર્થ એ નથી કે જે વાત સમજાય તેના પર વિશ્વાસ કરવો અને જે વાત ન સમજાય તેના પર વિશ્વાસ ન કરવો. ભલે આપણે તેને સમજીએ કે ન સમજીએ, પણ આપણે જેવું લખ્યું છે તેમ જ વચનો પર વિશ્વાસ કરવાનો છે અને તેનો સ્વીકાર કરવાનો છે.
ઈસુનુ માણસના દીકરાના રૂપમાં આપણી પાસે આવવાનો અર્થ છે કે તે આપણને આપણા સઘળા પાપોથી બચાવવા માટે મોકલવામાં આવ્યો છે. ઈસુ, જે ઈશ્વર છે, આપણને બચાવવા માટે આ પૃથ્વી પર આવ્યો. યશાયાએ ભવિષ્યવાણી કરી હતી કે તે કુંવારી દ્વારા જન્મ લઈને મનુષ્યના પુત્રના રૂપમાં આપણી પાસે આવશે.
ઉત્પત્તિ ૩:૧૫માં, ઈશ્વરે સાપને કહ્યું, “તારી ને સ્ત્રી વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે”. આનો અર્થ છે કે ઈશ્વરે ઈસુને એક મનુષ્યના રૂપમાં, મનુષ્યજાતિને તેમના પાપોથી બચાવવા માટે એક ઉદ્ધારકના રૂપમાં મોકલવાની યોજના બનાવી હતી.
બાઈબલમાં લખ્યું છે, “અરે મરણ તારો જય ક્યાં? અરે મરણ, તારો ડંખ ક્યાં? મરણનો ડંખ તો પાપ છે, અને પાપનું સામર્થ્ય નિયમ [શાસ્ત્ર] છે” (૧ કરિંથી ૧૫:૫૫-૫૬). મૃત્યુનો ડંખ પાપ છે. જયારે મનુષ્ય પાપ કરે છે, ત્યારે મૃત્યુ તેને પોતાનો સેવક બનાવી લે છે. પણ આપણા પ્રભુએ વાયદો કર્યો છે, “સ્ત્રીનું બીજ તારા માથાને છૂંદશે.” આનો અર્થ એવો છે કે ઈસુ પાપના ડંખને નષ્ટ કરશે જે શેતાને લગાવ્યો છે.
ઈસુ આ જગતમાં આવ્યો, જગતના સઘળા પાપોને દૂર કરવા માટે તેણે બાપ્તિસ્મા લીધું અને તે વધસ્તંભ પર લટક્યો. તેણે તે સઘળા લોકોને પાપોથી બચાવ્યા જેઓ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે. જ્યારે આદમ અને હવાએ પાપ કર્યું, ત્યારે ઈશ્વરે મનુષ્યજાતિને શેતાનની સામર્થથી બચાવવા માટે વાયદો કર્યો. વર્તમાન જગતમાં, ઈશ્વરનો શત્રુ એ છે જે સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરતો નથી.

 

શા માટે ઈસુ આ જગતમાં જન્મ્યો?

 
ઈશ્વરે આપણને આપણા પાપોથી બચાવવા માટે વ્યવસ્થા અને સુંદર સુવાર્તા આપી. ઈશ્વરની વ્યવસ્થા હેઠળ, તેની ઉપસ્થિતિમાં લોકો પાપી બની ગયા. તે જ પ્રમાણે, વ્યવસ્થા આપવામાં આવી જેથી લોકોને તેમના પાપોનું ભાન થાય. જ્યારે લોકો પાપ અને વ્યવસ્થાના ગુલામ થઈ ગયા, ત્યારે આપણા પ્રભુ વ્યવસ્થાની ધાર્મિક આવશ્યકતાઓને પૂરી કરવા માટે આ જગતમાં આવ્યા.
ઈસુનો જન્મ વ્યવસ્થા હેઠળ થયો હતો. તે વ્યવસ્થાના યુગમાં જન્મ્યો હતો. લોકોને વ્યવસ્થાની જરૂર એટલા માટે હતી કે તેઓને પોતાના પાપોની માફી મેળવવા માટે પોતાના પાપને જાણવું જરૂરી હતું. લોકો પોતાના કપડાં પરના મેલને ત્યારેજ સાફ કરે છે જ્યારે તેઓને ભાન થાય છે કે તે ગંદુ છે. તે જ પ્રમાણે, પોતાના પાપોને ઓળખવા માટે, લોકોએ ઈશ્વરના નિયમો જાણવા જોઈએ. જો કોઈ વ્યવસ્થા નહોત, તો પાપોનો કોઈ અર્થ નથી, અને ઈસુને આ જગતમાં ન આવવું પડ્યું હોત.
જો તમે ઈશ્વરની વ્યવસ્થાને જાણો છો, તો તમારી પાસે તેમને મળવાની એક તક છે. આપણે વ્યવસ્થા વિષે જાણતા હતા તેથી આપણા પાપો વિષે જાણવા માટે સક્ષમ હતા. જ્યારે આપણે આપણા પાપો વિષે જાણતા હતા ત્યારેજ ઈસુએ આપણા માટે વિશ્વાસ કરવા સુંદર સુવાર્તા આપી. જો ઈશ્વરે આપણને વ્યવસ્થા આપી નહોત, તો આપણે પાપી ન બન્યા હોત, અને ન્યાયનું અસ્તિત્વ નહોત. આ પ્રકારે, ઈશ્વરે આપણને વ્યવસ્થા આપી અને સઘળા પાપીઓને તેમના પાપોથી બચાવવા માટે સુંદર સુવાર્તા પ્રસ્તુત કરી.
સૃષ્ટિકર્તા અને તેમની સૃષ્ટિ વચ્ચે જે વ્યવસ્થા હોવી જોઈએ, તે ઈશ્વરના ઉદ્ધારની વ્યવસ્થા છે. આ પ્રેમની વ્યવસ્થા છે. ઈશ્વરે મનુષ્યોને કહ્યું, “પણ ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહિ; કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મારશે જ મારશે” (ઉત્પત્તિ ૨:૧૭). આ તે વ્યવસ્થા હતી જે ઈશ્વરે આપણને આપી હતી, અને વ્યવસ્થા તે પ્રેમનો આધાર બની ગઈ જેના દ્વારા ઈશ્વરે આપણને સર્વને આપણા પાપોથી બચાવ્યા. આપણા પાપોની માફીમાં ઉદ્ધારની વ્યવસ્થાનો પાયો છે. ઈશ્વર આપણને કહે છે કે તે આપણો સૃષ્ટિકર્તા છે અને તેમની ઈચ્છા અનુસાર સઘળા લોકો અસ્તિત્વમાં છે. તેનો અર્થ એવો છે કે ઈશ્વર સંપૂર્ણ છે અને તેથી લોકોએ ઉદ્ધારની વ્યવસ્થા પર વિશ્વાસ કરવો જોઈએ જે સુંદર સુવાર્તા દ્વારા પરિપૂર્ણ કરવામાં આવ્યું છે.
સંપૂર્ણ ઈશ્વર ખરેખર સારા છે. આ જગત માટે ઈશ્વરના પ્રેમે ઈશ્વરને તેમના એકાકીજનીત પુત્રનું બલિદાન કરવા માટે પ્રેર્યા, જે સઘળા પાપીઓનો ઉદ્ધારક બની ગયો. જો ઈશ્વરે આપણને બનાવ્યા અને આપણને બચાવવા માટે સુંદર સુવાર્તા આપી ન્હોત, તો આપણે તેમના વિરુદ્ધ ફરીયાત કરી હોત. પણ ઈશ્વર આપણને વિનાશથી બચાવવા માંગતા હતા તેથી તેમણે ઉદ્ધારની વ્યવસ્થાની સ્થાપના કરી. વ્યવસ્થાને લીધે, આપણે પોતાના પાપોના પાપોને સમજવા માટે સક્ષમ બન્યા અને તેમને જોઇને, ઈસુની સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવાનું શરુ કર્યું. જ્યારે આપણે ઈશ્વરના વચનનું ઉલ્લંઘન કરીએ છીએ, ત્યારે આપણે વ્યવસ્થા સમક્ષ પાપીના રૂપમાં પ્રગટ થઈએ છીએ, અને અંતમાં આપણે પાપી લોકો ઈશ્વર સામે પાપની માફીની દયા માટે ભીખ માંગીએ છીએ.
ઈસુ એક સ્ત્રી દ્વારા જન્મ્યા હતા અને મનુષ્યજાતિને પાપથી બચાવવા માટે આ જગતમાં આવ્યો હતો. ઈસુ આ જગતમાં આપણા માટે ઈશ્વરની યોજના પૂર્ણ કરવા માટે એક મનુષ્યના રૂપમાં આવ્યો. આપણે તતેની સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરીએ છીએ. તેથી, આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ.
કેટલાક લોકો ફરિયાદ કરે છે, “ઈશ્વરે મને આટલો નબળો કેમ બનાવ્યો કે મારા હૃદયમાં પાપ ખુબજ સરળતાથી પ્રવેશ કરે છે અને અધર્મ માટે આટલો કષ્ટ ઉઠાવે છે?” તેમણે આપણને પીડિત થવાની અનુમતિ આપી કેમ કે આપણે ઈસુની સુવાર્તા પર સંદેહ કરી રહ્યા હતા. ઈશ્વરે આપણને દુઃખ અને સુંદર સુવાર્તા બંને આપ્યા જેથી આપણે તેમની સંતાનના રૂપમાં તેમના જેવા સામર્થી બનીએ. આ તેમની યોજના હતી.
પણ દુષ્ટ આત્મા કહે છે, “ના! ના! ઈશ્વર એક તાનાશાહ છે! આગળ વધો અને પોતાની ઈચ્છા અનુસાર જીવો. સ્વતંત્ર રહો! પોતાના પ્રયાસો દ્વારા પોતાનું ભાગ્ય બનાવો!” દુષ્ટ આત્મા પણ ઈશ્વર પરના મનુષ્યોના વિશ્વાસને અવરુદ્ધ કરવાનો પ્રયાસ કરે છે. પણ જે લોકો ઈશ્વરથી અલગ રહેવાનું પસંદ કરે છે, તેઓ ઉદ્ધાર માટેની તેમની યોજનામાં બાધા રૂપ છે. ઈસુ આ જગતમાં આવ્યા અને એવા લોકોને તેડ્યા જેઓ શેતાનની સામર્થ હેઠળ છે અને પોતાનું પાપ છોડવા માટે તૈયાર છે. આપણે ઈશ્વરથી અલગ ન રહેવું જોઈએ.

 
મનુષ્ય જન્મથી પાપી છે જે નરક માટે નિયોજિત છે

આ ધરતી પર એવું કોઈ સત્ય નથી જે બદલાતું નથી. પણ ઈસુની સુંદર સુવાર્તા અટલ છે. તેથી, લોકો એ સત્ય પર નિર્ભર થઈ શકે છે અને શેતાનની સામર્થથી છૂટકારો મેળવી શકે છે. મનુષ્યજાતિને આદમ અને હવાના પાપો વારસામાં મળ્યા અને ખ્રિસ્તના હસ્તક્ષેપ વગર તેઓ નરકની આગમાં બરબાદ થઈ ગયા હોત. તેના બદલે, તેમના બલિદાન માટે આભાર, મનુષ્ય ઈશ્વરની સંતાન બનવાની સામર્થથી આશીર્વાદિત છે. “પરંતુ જે [ભૂમિ] પર સંકટ પડ્યું હતું, તેમાં અંધારું રહેશે નહિ. પ્રથમ તેમણે ઝબુલોન તથા નફતાલીના દેશને તિરસ્કારપાત્ર કરી નાખ્યો હતો, પણ છેવટે તેને, એટલે સમુદ્ર તરફના રસ્તા પર યર્દનને પેલે પાર જે વિદેશીઓનો પ્રાંત છે તેને, તેમણે પ્રતિષ્ઠિત કર્યો છે” (યશાયા ૯:૧). 
“અંધકારમાં ચાલનાર લોકોએ મહાન પ્રકાશ જોયો છે. મરણછાયાના દેશમાં વસનારા પર અજવાળું પ્રકાશ્યું છે” (યશાયા ૯:૨). આજે, આ વચન તમારા અને મારા માટે સાચું થયું છે. સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવાથી, આપણને અનંત જીવન પ્રાપ્ત થયું છે, જે આ પૃથ્વી પર નથી થઈ શકતું. ઈસુ ખ્રિસ્તે મનુષ્યજાતિને જગતના સઘળા પાપોથી બચાવી અને જેઓ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે, તેઓને અંનત જીવન અને સ્વર્ગનું રાજ્ય આપ્યું.


જે લોકો નિરાશ હતા તેઓ પર તેમણે સુવાર્તાનો સુંદર પ્રકાશ પાડ્યો

મનુષ્યનું અસ્તિત્વ આ જગતમાં એક ઝાકળ જેવું છે પણ તે જલ્દી અદ્રશ્ય થઈ જાય છે. તેમનું જીવન વાર્ષિક છોડ અને ઘાસ જેવું છે. ઘાર વર્ષ દરમિયાન ફક્ત થોડાક મહિનાઓ માટે જ પોતાની જીવન શક્તિ ટકાવી રાખે છે અને પછી ઈશ્વરના નિયમ અનુસાર અદ્રશ્ય થઈ જાય છે. આપણા જીવનમાં સઘળી વસ્તુ આ ઘાસ જેવી વ્યર્થ છે. પણ ઈશ્વરે આપણી થાકેલી આત્માઓને સુંદર સુવાર્તા આપી અને પોતાના ન્યાયીપણા સાથે આપણને તેમની સંતાન બનાવ્યા. આ કેટલી અદભુત કૃપા છે! આપણું નિરર્થક જીવન ઈશ્વરના પ્રેમનાં કારણે અનંત જીવન બની ગયું અને આપણને તેમની સંતાન બનાવાનો અધિકાર પણ પ્રાપ્ત થયો.
અહીંયા એક આત્માનો અંગીકાર છે જે સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરીને ઈશ્વરની કૃપાથી ધન્ય હતી.
મારો જન્મ એક એવા પરિવારમાં થયો હતો જેઓ ઈશ્વર પર વિશ્વાસ નહોતા કરતા. તેથી, મારો ઉછેર એવા સુંદર વિચાર સાથે થયો હતો કે મારે દરરોજ સવારે મારી મા સામે પાણીથી ભરેલો કટોરો રાખીને સ્વર્ગ અને પૃથ્વીના દેવતાઓ પાસે મારા પરિવારની ભલાઈ માટે પ્રાર્થના કરવાની હતી. જેમ જેમ હું મોટો થતો હતો, મને મારું મુલ્ય કે અસ્તિત્વનું કારણ ખબર નહોતી, જેનાથી મને વિશ્વાસ થયો કે હું જીવું છું કે મરી ગયો છું તેનાથી કોઈ ફરક પડતો નથી. કેમ કે હું મારા મૂલ્યથી અજાણ્યો હતો, હું એકલતામાં રહેતો હતો.
આ પ્રકારના જીવનથી હું થાકી ગયો અને તેથી હું લગ્ન કરવા માટે ઉતાવળ કરવા લાગ્યો. મારું લગ્ન જીવન સારું રહ્યું. મારી પાસે સારું કરવા માટે કંઈ પણ નહતું, તેથી મેં એક શાંત અને નિર્મળ જીવન જીવ્યું. પછી મારું એક બાળક થયું અને તે સમયથી મેં જોયું કે મારી અંદર પ્રેમ દેખાવા લાગ્યો. મેં મારી સ્વાર્થી ઈચ્છાઓને ખોવાનું શરુ કર્યું પણ મને મારી સૌથી નજીકના લોકોને ખોવાની બીક પણ હતી.
અ પ્રમાણે, મેં ઈશ્વરની શોધ શરુ કરી. હું નબળો અને અસમર્થ હતો અને તેથી, મારા પોતાના લોકો પર નજર રાખવા માટે મારે નિરપેક્ષ થવાની જરૂર હતી. તેથી મેં મંડળીમાં ભાગ લેવાનું શરુ કર્યું પણ મારો વિશ્વાસ મારી માના વિશ્વાસ કરતા થોડો અલગ હતો કેમ કે તેણે પાણીના કટોરા સામે પ્રાર્થના કરી હતી – મારી પ્રાર્થના ફક્ત અસ્પષ્ટ આશંકાઓ અને આશાઓ પર આધારિત હતી.
એકવાર, મેં સ્થાનિક મંડળીમાં આયોજિત એક નાની સભામાં ભાગ લીધો અને જ્યારે હું પ્રાર્થના કરી રહ્યો હતો, ત્યારે મારી આંખોથી આંસુ વહી રહ્યા હતા. મારી આજુબાજુના લોકોએ મારા માથા પર હાથ મૂક્યો અને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા બદલ મને અભિનંદન પાઠવ્યા. પણ હું ઘબરાએલો હતો. હું ઈશ્વરના વચનથી પરિચિત નહતો અને તમના ઉપર મારો વિશ્વાસ અસ્પષ્ટ હતો, તેથી મને કોઈ વિશ્વાસ નહતો કે આ બળ પવિત્ર આત્માનું હતું.
મેં જે મંડળીમાં ભાગ લીધો તે પેન્ટીકોસ્ટ-કરિશ્માઈ આંદોલન સાથે જોડાયેલું હતું, અને ઘણાં લોકો પાસે મારા જેવો અનુભવ હતો અને લગભગ દરેક લોકો અન્ય ભાષામાં બોલતા હતા. એક દિવસ, મને એક પાળકની આગેવાનીમાં એક જાગૃતિની સભા માટે આમંત્રિત કરવામાં આવ્યો હતો, જેના વિષે લોકો કહેતા હતા કે તે પવિત્ર આત્માથી ભરાયેલા છે. પાળકે મંડળીમાં ઘણાં લોકોને એકઠા કર્યા અને કહ્યું કે તે કોઈ વ્યક્તિની સાઈનસાઈટીસને સાજુ કરશે કેમ કે આવું કરવું તેમની આત્મિક સામર્થમાં હતું. જોકે, મને લાગ્યું કે સાઈનસાઈટીસ હોસ્પિટલમાં સરળતાથી મટી જાય તેવી બીમારી છે, તેથી મને તે વાતમાં વધારે રસ હતો કે તેમણે પવિત્ર આત્મા કઈ રીતે પ્રાપ્ત કર્યો. પણ જયારે પાળક પોતાના સજાપાણાના પ્રયાસોમાં સફળ થતા દેખાય, તો તેમને એવો દાવો કરવાનું શરુ કર્યું કે તે અનુમાન લગાવી શકે છે કે હાઈ સ્કૂલનો વિદ્યાર્થી પોતાના વિશ્વવિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં સફળ થશે કે નહિ. ઘણાં લોકોએ તેમના સામર્થની પ્રસંશા કરી જેમ કે તે ઈશ્વર હોય.
પણ હું તેને સમજી ન શક્યો. અને હું એવું કહી શકતો નહોતો કે પાળક પાસે જે સામર્થ છે તેનો પવિત્ર આત્મા સાથે કોઈ લેવાદેવા નથી. મને ન લાગ્યું કે તે મહત્વનું હતું કે તે સાઈનાઈટીસની બીમારી સારી કરી શકે છે કે પછી કોઈ પણ વ્યક્તિની પરીક્ષાની સફળતા વિષે અનુમાન કરી શકે છે. તેથી, હું તેના સ્પષ્ટ ચમત્કારો ને પવિત્ર આત્માના કાર્યો તરીકે લઈ શકતો નહતો.
ઈશ્વરની શક્તિ અને પ્રેમ જે મારા મનમાં હતું, તે મેં જે જોયું તેનાથી અલગ હતું. તે કારણથી, મેં તે મંડળીમાં જવાનું બંદ કરી દીધું અને પાળકની સામર્થ પર વિશ્વાસ કરવાવાળા લોકોથી બચીને રહ્યો. ત્યાર બાદ, મેં એક શાંત મંડળીમાં ભાગ લીધો, જેને મેં પસંદ કરી કેમ કે મારું માનવું હતું કે તે ઈશ્વરના વચનો સાથે વ્યવહાર કરે છે. મેં વ્યવસ્થાના જ્ઞાનને પ્રાપ્ત કર્યું અને તેના દ્વારા મને ભાન થયું કે હું ખુબજ અધર્મી હતો. ઈશ્વર મારા માટે ડરનો વિષય બની ગયા અને મેં શીખ્યું કે હું તેમની ઉપસ્થિતિમાં સન્માનજનક બની શકતો નથી અને તેમનો આત્મા મને ઉપેક્ષિત કરતો જણાયો.
યશાયા ૫૧:૧-૨માં લખ્યું છે, “જુઓ, યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે! અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે! પણ તમારા અપરાધો તમારી ને તમારા ઈશ્વરની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે, અને તમારાં પાપોએ તેમનું મુખ તમારી તરફથી એવું ફેરવી નાખ્યું છે કે, તે સાંભળે નહિ”. આ મારી પરિસ્થિતિ અનુરૂપ જણાયું. મારા માટે તેમની સંતાન બનવું અને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવો અસંભવ હતું કેમ કે મેં જે પણ કર્યું અથવા જોયું તે પાપમય હતું.
“મેં ઈશ્વરનો ભય માન્યો અને તેથી નિરંતર પસ્તાવાની પ્રાર્થના કરી. કોઈએ પણ મને એવું કરવા માટે કહ્યું ન હતું, પણ હું ઈશ્વર આગળ સન્માન પૂર્વક ઉભો રહેવા માંગતો હતો. કેમ કે હું પાપી હતો, તેથી મેં ઈમાનદારી પૂર્વક પસ્તાવાની વધારે પ્રાર્થના કરી. પણ આ પ્રાર્થનાઓ મારા પાપોને સાફ કરવામાં અસફળ નીવડી. મેં જે કંઈ પણ કર્યું, તે મારા વિચારે અને ઈમાનદારીને દર્શાવે છે, તેથી મારા પાપ હજી મારામાં હતા. તે સમયથી, મેં ઈશ્વર વિરુદ્ધ ફરિયાદ કરવાનું શરુ કર્યું. હું તેમની દ્રષ્ટિમાં પરિપૂર્ણ થવા માંગતો હતો, પણ હું તરત જ સારો થઈ શકાતી નહતો, તેથી મારી ફરિયાદ અને પાપોનો ઢગલો થઈ ગયો.
આવી ધાર્મિક ચિંતાના સમયમાં, મારા પિતાને હૃદયનો હુમલો આવ્યો. તેમના મૃત્યુ પહેલા ઓપરેશન રૂમમાં અને હોસ્પિટલના ખાટલા પર ૪૦ દિવસો સુધી રહેવું પડ્યું. પણ હું એકવાર પણ મારા પિતા માટે પ્રાર્થના ન કરી શક્યો. હું એક પાપી હતો, તેથી મેં વિચાર્યું કે જો હું મારા પિતા માટે પ્રાર્થના કરીશ તો તેમનો દર્દ વધી જશે. મારા વિશ્વાસમાં ખામી હોવાને કારણે હું ચિંતિત હતો અને હું ઈશ્વરનું અનુસરણ કરવા માંગતો હતો, પણ હું ફરિયાદ નહોતો કરતો અને અંતમાં હું તેમનાથી દૂર થઈ ગયો. મારું ધાર્મિક જીવન જાણે કે સમાપ્ત થઈ ગયું. મેં વિચાર્યું કે જો હું તેમના પર વિશ્વાસ કરું છું, તો તેમનો આત્મા મારી અંદર નિવાસ કરશે અને મને શાંતિ મળશે, પણ એવું થયું નહિ. ત્યાર બાદ, મારું જીવન વધારે વ્યર્થ બન્યું અને હું ભય અને દુઃખમાં જીવી રહ્યો હતો.
પણ પ્રભુએ મને ન છોડ્યો. તેમણે મને એક વિશ્વાસીનો ભેંટો કરવા માટે પ્રેરિત કર્યો, જેણે કહીકતમાં ઈશ્વરના વચનો દ્વારા પવિત્ર આત્માને પ્રાપ્ત કર્યો હતો. મને એ વ્યક્તિ દ્વારા ખબર પડી કે ઈસુએ યોહાન દ્વારા બાપ્તિસ્મા લેવા દ્વારા આપણા પાપો લઈ લીધા છે અને વધસ્તંભ પર તેના માટે તેનો ન્યાય થયો. તેથી, આ જગતના સઘળા પાપ, મારા પાપ પણ માફ કરવામાં આવ્યા છે. જ્યારે મેં સાંભળ્યું અને સમજ પડી, ત્યારે હું જોઈ શકતો હતો કે મારા સઘળા પાપ સાફ થઇ ગયા છે. ઈશ્વરે મને મારા પાપોનું માફી પ્રાપ્ત કરવા માટે મદદ કરી, મને પવિત્ર આત્માનો આશીર્વાદ આપ્યો અને મને એક શાંતિપૂર્ણ જીવન પ્રદાન કર્યું. તેમણે ચુપચાપ મારું નેતૃત્વ કર્યું, મને ભલા અને ભૂંડાની સમજ આપી અને મને આ જગતના પ્રલોભન પર જીત મેળવાની સામર્થ પ્રદાન કરી. તેમણે મારી પ્રાર્થનાઓના ઉત્તર આપ્યા, અને ન્યાયી અને સાર્થક જીવન જીવવા માટે મારી મદદ કરી. મને પવિત્ર આત્મા આપવા માટે ખરેખર હું ઈશ્વરનો આભારી છું.
આપણામાંના પ્રત્યેક પ્રભુની કૃપાથી આશીર્વાદિત છે અને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે સક્ષમ છે. આપણને સુંદર સુવાર્તા આપવા માટે હું તેમનો આભાર માનું છું. ઈશ્વરે ન્યાયી લોકોને આવાજ આશીર્વાદો આપ્યા છે. ન્યાયી લોકોના હૃદય આનંદિત થાય છે. ઈશ્વરે આપણને અનંત આનંદ આપ્યો છે. આપણે જાણીએ છીએ કે ઈશ્વરનો ઉદ્ધાર, પ્રેમ અને કૃપા કેટલી કીમતી છે અને આપણે તેના માટે આભારી છીએ. ઈશ્વરે આપણને સ્વર્ગની સુંદર સુવાર્તા દ્વારા આનંદ આપ્યો છે. આ કંઈક એવું છે જે પૈસા દ્વારા ખરીદી શકાતું નથી. ઈશ્વરે આપણને પ્રામાણિક બનવા માટે પવિત્ર આત્મા અને સાથે સાથે સુંદર સુવાર્તા પણ આપી છે. સુંદર સુવાર્તા આપણા જીવનને આશીર્વાદિત બનાવે છે. ઈશ્વરે આપણને સુંદર સુવાર્તા આપી અને તેમને ખુશી છે કે ન્યાયી લોકો ધન્ય જીવનનો આનંદ માણે છે.
જેમ લૂકમાં લખવામાં આવ્યું છે, મરિયમે કહ્યું, “કેમ કે  ઈશ્વર પાસેથી [આવેલું] કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહિ થશે.” મરિયમે તેને કહ્યું, “જુઓ, હું પ્રભુની દાસી છું; તમારા કહ્યા પ્રમાણે મને થાઓ.” ત્યારે દૂત તેની પાસેથી ગયો” (લૂક ૧:૩૭-૩૮). જે ક્ષણે મરિયમે ઈશ્વરના સુંદર વચનો પર વિશ્વાસ કર્યો, જેમ દૂતે તેને કહ્યું હતું, ત્યારે તેણે ઈસુને ગર્ભમાં ધારણ કર્યો. આ પ્રકારે, પોતાના વિશ્વાસ દ્વારા, ન્યાયી લોકો પોતાના હૃદયમાં સુંદર સુવાર્તાને ધારણ કરે છે.
“કેમ કે મિદ્યાનને દિવસે થયું તે પ્રમાણે તેના ભારની ઝૂંસરીને, તેની ખાંધ પરની કાઠીને ને તેના પર જુલમ કરનારી પરોણીને તેં ભાંગી નાખી છે” (યશાયા ૯:૪). શેતાને આપણા જીવનમાં સઘળા સંકટ, બીમારી અને અત્યાચાર નાખ્યા પણ આપણે તેના પર જીત મેળવવા માટે નબળા છીએ. પણ ઈશ્વર આપણને પ્રેમ કરે છે તેથી તેમણે શેતાન વિરુદ્ધ યુદ્ધ કર્યું અને તેને હરાવ્યો.
“કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે; અને તેને “અદભૂત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા, ને શાંતિનો સરદાર, ” એ નામ આપવામાં આવશે. દાઉદના રાજ્યાસન ઉપર, ને તેના રાજ્ય ઉપર, તેમને ઇનસાફ તથા ન્યાયીપણાથી  તે સમયથી તે સર્વકાળ માટે સ્થાપવા તથા દઢ કરવા માટે તેમની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ. સૈન્યોના [ઈશ્વર] યહોવાની ઉત્કંઠાથી આ થશે” (યશાયા ૯:૬-૭).
ઈશ્વરે ઈસુ દ્વારા લાવેલી સુંદર સુવાર્તા દ્વારા આપણને પોતાના સંતાનના રૂપમાં મહિમા આપવા માટેનો વાયદો કર્યો. તેમણે પોતાના વાયદા અનુસાર શેતાનને હરાવ્યો અને આપણને શેતાનની તાકાતથી બચાવ્યા.
પ્રભુ પૃથ્વી પર આવ્યા અને પોતાની સામર્થથી પાપના સઘળા અંધકારને દૂર કરવાની પ્રતિજ્ઞા કરી. તેથી આપણે આપણા પ્રભુને અદભુત કહીએ છીએ. તેમણે આપણા માટે ઘણા અદભુત કાર્ય કર્યા છે. મનુષ્યના રૂપમાં આ પૃથ્વી પર આવવાનો ઈશ્વરનો નિર્ણય રહસ્યમય હતો. “યહોવા કહે છે, “આવો, આપણે વિવાદ કરીએ:તમારાં પાપ જો કે લાલ [વસ્ત્રના] જેવાં હોય, તોપણ તેઓ હિમ સરખાં શ્વેત થશે; જો તે કીરમજના જેવાં રાતાં હોય, તોપણ તેઓ ઊન સરખાં થશે” (યશાયા ૧:૧૮). 
પ્રભુએ આપણને આપણા પાપોથી બચાવવા માટે આપણને અનંત માફી આપવાનો વાયદો કર્યો. ઈસુને એક અદભુત વ્યક્તિના રૂપમાં ઓળખવામાં આવે છે અને તેમણે આપણા માટે અદભુત કાર્ય કર્યા છે. “અદભુત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા, ને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે”. ઈશ્વરે, આપણા અદભુત મંત્રીના રૂપમાં, સુંદર સુવાર્તા સાથે આપણા ઉદ્ધારની યોજના બનાવી અને આપણને આપણા પાપોથી બચાવવા માટે પોતાની યોજનાને સાર્થક કરી.
ઈશ્વરની મૂર્ખતા મનુષ્યની તુલનામાં સમજદાર છે. યોહાન દ્વારા બાપ્તિસ્મા લેવું અને વધસ્તંભ પર મરવું આપણને આપણા સઘળા પાપોથી બચાવવા માટે ઈસુ માટેની તેમની બુદ્ધિ હતી. આ એક રહસ્યમય કાર્ય છે જે તેમણે આપણા માટે કર્યું, પણ આ પ્રેમની વ્યવસ્થા છે જેણે આપણને આપણા સઘળા પાપોથી બચાવ્યા છે. પ્રેમની વ્યવસ્થા સત્યતાની સુવાર્તા છે જે પાણી અને તેમના રક્ત દ્વારા પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા તરફ આપણી દોરવણી કરે છે.
યશાયા ૫૩:૧૦માં પ્રભુ કહે છે, “તોપણ યહોવાની મરજી તેને કચડવાની હતી; તેણે તેને દુઃખી કર્યો.” ઈસુએ ઈશ્વરની ઈચ્છા પૂરી કરવા માટે પોતાની આત્મા પાપ માટે બલિદાન કરી. તેમણે જગતના પાપો પોતાના પુત્ર, ઈસુ ખ્રિસ્ત પર નાખ્યા, અને તેણે વધસ્તંભ પર જડાવાનું દુઃખ સહન કર્યું જેથી તે તેના માટે ન્યાય કરે. આ સુંદર સુવાર્તા છે જેણે મનુષ્યજાતિને એકજ વારમાં હંમેશા માટે તેઓના પાપોથી બચાવ્યા. ખ્રિસ્તે આપણા માટે પોતાનું જીવન અર્પણ કર્યું, પાપોની કીમત ચૂકવી અને આપણને ઉદ્ધારનો આશીર્વાદ આપ્યો.


ઈશ્વરની બલિદાન પ્રથા

ઈસુએ યોહાન દ્વારા પોતાના બાપ્તિસ્મા દ્વારા કેટલા પાપો ઉઠાવ્યા?
આરંભથી લઈને અંતના સમય સુધી ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના સઘળા પાપો

બાઈબલ એવા બલિદાન વિષે વાત કરે છે જેના પરિણામ સ્વરૂપે એક દિવસના પાપોની માફી મળતી હતી. એક પાપીએ નિર્દોષ બલિદાન લાવવું પડતું હતું અને પોતાના પાપોને તેના પર નાખવા માટે તેના માથા પર હાથ મૂકવા પડતા હતા. પછી તેને બલિદાનને મારવું પડતું હતું અને તેના રક્તને યાજકને સોંપવું પડતું હતું. અને યાજક પશુના થોડાક રક્તને લઈને દહનાર્પણના શીંગો પર લગાવતો હતો અને વધેલા રક્તને વેદીના થળમાં ઢોળતો હતો.
આ રીતે, તેને એક દિવસના પાપોની માફી મળતી હતી. પાપી લોકો હાથ મૂકવા દ્વારા પોતાના પાપોને બલિદાન ઉપર નાખતા હતા. જે લોકો બલી પ્રથા અનુસાર બલિદાન અર્પણ કરતા હતા, તેઓ પોતાના પાપો માટે માફી પ્રાપ્ત કરી શકતા હતા. ઈસુએ પાપો દૂર કર્યા તે પહેલાના સમય સુધી બલિદાન પ્રથા આપણા પાપો માટે બલિદાન કરવાની રીતી હતી.
ઈશ્વરે પ્રાયશ્ચિતનો દિવસ પણ નિયુક્ત કર્યો હતો જેથી આખા વર્ષ દરમિયાન કરેલા પાપો માટે ઇસ્રાએલના લોકો પ્રાયશ્ચિત કરી શકે. ઈશ્વરે હારૂનને મહાયાજક તરીકે નિયુક્ત કર્યો, જે ઇસ્રાએલીઓના સઘળા પાપો બલીના બકરા પર નાખતો હતો. વિધિ ઈશ્વરની યોજના અનુસાર કરવામાં આવતી હતી. પાપોની માફી તેમની બુદ્ધિ અને મનુષ્યજાતી પ્રત્યેના તેમના પ્રેમને કારણે મળી. આ જ તેમની સામર્થ છે.
“દહનાર્પણની વેદીના શીંગ” નો અર્થ છે “ન્યાયની પુસ્તક” (પ્રકટીકરણ ૨૦:૧૨), જ્યાં મનુષ્યજાતીના પાપો નોંધવામાં આવ્યા છે. દહનાર્પણની વેદીના શીંગો પર યાજક રક્ત લગાવતો હતો જેનો અર્થ હતો કે ન્યાયની પુસ્તકમાં લખેલા નામ અને તેમના અપરાધો દૂર કરવા હતા. રક્ત શરીરનું જીવન છે. બલિદાને ઇસ્રાએલીઓના પાપોને દૂર કર્યા અને પાપના મૂલ્યની કીમત ચુકવવા માટે બલીના બકરાને મરવું પડ્યું. ઈશ્વરે તેઓને તેમના પાપોના ન્યાયનો સ્વીકાર કરવા માટે બલીપશુંને મારી નાખ્યું. આ તેમની બુદ્ધિ અને આપણા માટે તેમના પ્રેમની નિશાની હતી.
ઈશ્વરની યોજના પૂરી કરવા માટે ઈસુ ખ્રિસ્ત પાપના બલિદાનના રૂપમાં આ જગતમાં આવ્યો. ઈસુએ પોતાના બલિદાન દ્વારા જગતના પાપોને દૂર કર્યા. જો આપણે આ વાયદાના વચનને જોઈએ, તો આપણે જોઈ શકીએ છીએ, “તોપણ યહોવાની મરજી તેને કચડવાની હતી; તેણે તેને દુઃખી કર્યો” (યશાયા ૫૩:૧૦). અથવા “જે જગતનું પાપ દૂર કરે છે” (યોહન ૧:૨૯).
“કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે; અને તેને “અદભૂત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા, ને શાંતિનો સરદાર, ” એ નામ આપવામાં આવશે. દાઉદના રાજ્યાસન ઉપર, ને તેના રાજ્ય ઉપર, તેમને ઇનસાફ તથા ન્યાયીપણાથી  તે સમયથી તે સર્વકાળ માટે સ્થાપવા તથા દઢ કરવા માટે તેમની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ. સૈન્યોના [ઈશ્વર] યહોવાની ઉત્કંઠાથી આ થશે” (યશાયા ૯:૬-૭).
રહસ્યમય અને અદભુત વાયદો એ હતો કે ઈસુ ઈશ્વરની ઈચ્છા પૂરી કરશે અને જગતના સઘળા પાપો લઈ લેવા દ્વારા વિશ્વાસીઓને શાંતિ આપશે. ઈશ્વરનો વાયદો પ્રેમનો વાયદો હતો, જેના દ્વારા તેમણે સર્વ મનુષ્યજાતિ માટે શાંતિ લાવવાની યોજના બનાવી. આ તે જ છે જે ઈશ્વરે આપણી સાથે વાયદો કર્યો હતો, અને તેવુજ તેમણે કર્યું.
માથ્થી ૧:૧૮ કહે છે, “હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો, એટલે તેમની મા  મરિયમનું વેવિશાળ યૂસફ સાથે થયા પછી, તેઓનો મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી તે ગર્ભવતી થયેલી જણાઈ”. “ઈસુ” નો અર્થ છે ઉદ્ધારક, તે જે પોતાના લોકોને પાપોથી બચાવશે. “ખ્રિસ્ત” નો અર્થ છે અભિષિક્ત રાજા, રાજા ઈસુએ કોઈપણ પાપ નહોતું કર્યું, અને તે આપણો રાજા અને ઉદ્ધારક છે જે પોતાના લોકોને તેમના પાપોથી બચાવવા માટે એક કુંવારી દ્વારા જન્મ્યો હતો.
“અને તેને દીકરો થશે, ને  તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓનાં પાપથી તારશે તે એ જ છે.” હવે એ બધું એ માટે થયું કે, પ્રભુએ પ્રબોધકોની મારફતે જે કહાવ્યું હતું તે પૂરું થાય એટલે” (માથ્થી ૧:૨૧-૨૨).


ઈસુએ પોતાના બાપ્તિસ્મા દ્વારા જગતના સઘળા પાપોને પોતાની ઉપર લઈ લીધા

માથ્થી ૩:૧૩-૧૬માં લખવામાં આવ્યું છે, “ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવા માટે ગાલીલથી યર્દન [નદીએ] તેની પાસે આવ્યા. પણ યોહાને તેમને વારતાં કહ્યું, “તમારાથી મારે બાપ્તિસ્મા પામવું જોઈએ, ને શું તમે મારી પાસે આવો છો?” પણ ઈસુએ તેને ઉત્તર આપ્યો, “હમણાં એમ થવા દે; કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણ માટે ઘટિત છે.” ત્યારે તેણે તેમને બાપ્તિસ્મા પામવા દીધું. અને ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યા; અને જુઓ, તેમને માટે આકાશ ખૂલી ગયું, ને ઈશ્વરના આત્માને કબૂતરની જેમ ઊતરતો ને પોતા પર આવતો તેમણે જોયો”
આ ભાગમાં યોહાન બાપ્તિસ્ત જોવામાં આવે છે. કેમ યોહાને ઈસુને બાપ્તિસ્મા આપવું પડ્યું? ઈસુને જગતના સઘળા પાપો ઉઠાવવા માટે બાપ્તિસ્મા લેવું પડ્યું, અને તે સઘળું ઈશ્વરની યોજના અનુસાર કરવું પડ્યું.
 “તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે,” (યશાયા ૯:૬). અહીંયા “રાજ્યાધિકાર” નો અર્થ છે કે ઈસુ એ છે જેની પાસે સ્વર્ગના સ્વામીના રૂપમાં અને જગતના રાજાના રૂપમાં અધિકાર અને સામર્થ છે. ઈસુએ જગતના સઘળા પાપોને દૂર કરવા માટે એક અદભુત કાર્ય કર્યું. આ અદભુત કાર્ય યોહાન દ્વારા બાપ્તિસ્મા લેવાનું હતું. ઈસુનું એવું કહેવું કે “આમ સર્વ ન્યાયીપણું પૂરું કરવું આપણને ઘટારત છે” તેનો અર્થ છે કે જગતના સઘળા પાપો દૂર કરવા યોગ્ય અને ઉચિત હતું.
રોમન ૧:૧૭ કહે છે, “કેમ કે ઈશ્વરનું ન્યાયીપણું પ્રગટ થયેલું છે, તે [ન્યાયીપણું] વિશ્વાસથી છે, અને વિશ્વાસને અર્થે છે.” સુવાર્તામાં ઈશ્વરના ન્યાયીપણાંની ખબર પડે છે. શું પાણી અને આત્માની સાચી સુવાર્તા ખરેખર ઈશ્વરના ન્યાયીપણાંને દર્શાવે છે? હા! સાચી સુવાર્તા એ છે કે ઈસુ ખ્રિસ્તે પોતાના બાપ્તિસ્મા અને વધસ્તંભ દ્વારા જગતના સઘળા પાપો દૂર કર્યા. પાણી અને આત્માની સુવાર્તા સુંદર સુવાર્તા છે જેમાં ઈશ્વરના ન્યાયીપણાં વિષે ખબર પડે છે. ઈસુએ જગતના પાપોને કઈ રીતે દૂર કર્યા? જ્યારે યોહાને યર્દન નદીમાં તેમને બાપ્તિસ્મા આપ્યું, ત્યારે તેણે જગતના સઘળા પાપો લઈ લીધા.
“સર્વ ન્યાયીપણું” ગ્રીક ભાષામાં “પસન દીકાઈયોસુને” છે. તેનો અર્થ છે કે ઈસુએ મનુષ્યજાતિના સઘળા પાપો યોગ્ય અને અદભુત રીતે દૂર કર્યા. તેનો અર્થ છે કે જગતના સઘળા પાપો વિષે ઈસુની સફાઈ ન્યાયપૂર્ણ અને ઉચિત હતી. જગતના પાપો દૂર કરવા માટે ઈસુને યોહાન દ્વારા બાપ્તિસ્મા લેવું પડ્યું.
   ઈશ્વર જાણતા હતા કે મનુષ્યજાતિને શાંતિ પ્રદાન કરવા માટે ઈસુનું બાપ્તિસ્મા ખુબજ મહત્વનું હતું. જો તેણે યોહાન દ્વારા બાપ્તિસ્મા ન લીધું હોત અને વધસ્તંભ પર રક્ત વહાવ્યું નહોત, તો ઈસુ આપણો ઉદ્ધારક બની શક્યો નહોત. ઈસુ જગતના સઘળા પાપો દૂર કરવા માટે પોતે પાપબલી બની ગયો.
યશાયા ૫૩:૬માં ઈશ્વર કહે છે કે, “આપણે સર્વ ઘેટાંની જેમ ભટકી ગયા છીએ, દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે, અને યહોવાએ તેના પર આપણા સર્વના પાપ [નો ભાર] મૂક્યો છે”. ઈશ્વરની ઈચ્છા માટે ઈસુને જગતના સઘળા પાપોનો સ્વીકાર કરવો પડ્યો. આ જ કારણ છે કે ઈસુ એક મનુષ્યના શરીરમાં પાપબલી બનીને આવ્યો અને યોહાન દ્વારા બાપ્તિસ્મા લીધું.
ઈસુને મનુષ્યજાતિના સઘળા પાપોનો સ્વીકાર કરવો પડ્યો અને તેના માટે ન્યાયનો સામનો કરવો પડ્યો જેથી તે ઈશ્વરની યોજના પૂરી કરી શકે અને પોતાના પ્રેમને વ્યક્ત કરી શકે. જ્યારે ઈસુ બાપ્તિસ્મા લીધા બાદ પાણીમાંથી બહાર નીકળ્યો, ત્યારે ઈશ્વરે કહ્યું, “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું” (માથ્થી ૩:૧૭).
 
 
આપણા માટે એક બાળક જન્મ્યો

“કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે; અને તેને “અદભૂત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા, ને શાંતિનો સરદાર,” એ નામ આપવામાં આવશે” (યશાયા ૯:૬). ઈસુ ઈશ્વરનો પુત્ર છે. ઈસુ સૃષ્ટિનો ઈશ્વર છે જેણે સમગ્ર બ્રહ્માંડની નિર્માણ કર્યું છે. તે ફક્ત સર્વસામર્થી ઈશ્વરનો પુત્ર જ નથી, પણ તે સૃષ્ટિકર્તા અને શાંતિનો રાજા પણ છે. ઈસુ ઈશ્વર છે જેણે મનુષ્યજાતિને ખુશી આપી છે.
ઈસુ સત્યતાનો ઈશ્વર છે. તેણે આપણા સઘળા પાપોને દૂર કર્યા, આપણને બચાવ્યા, અને આપણને શાંતિ આપી. શું આ જગતમાં પાપ છે? ના, કોઈ પાપ નથી. આપણે વિશ્વાસથી કહી શકીએ છીએ કે કોઈ પાપ નથી તેનું કારણ એ છે કે આપણે સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરીએ છીએ, જે કહે છે કે ઈસુએ જગતના સઘળા પાપોને પોતાના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા વધસ્તંભ પર સાફ કર્યા. ઈસુ આપણી સાથે જુઠ્ઠું બોલતો નથી. ઈસુએ પોતાના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા પાપના મૂસારાની કીમત ચૂકવી. તેમણે વિશ્વાસ કરવાવાળા સઘળા લોકોને પોતાની સંતાન બનવા દીધા અને આપણ સર્વને શાંતિ આપી. તેમણે આપણને અનંતકાળ સુધી પોતાના પવિત્ર સંતાનના રૂપમાં જીવન આપ્યું. હું ઈશ્વરની સ્તુતિ કરું છું અને તેમનો આભાર માનું છું.

 
જુઓ, ઈશ્વરનું હલવાન, જે જગતનું પાપ દૂર કરે છે!

યોહાન ૧:૨૯ કહે છે, “બીજે દિવસે યોહાન પોતાની પાસે ઈસુને આવતા જોઇને કહે છે, જુઓ, ઈશ્વરનું હલવાન, જે જગતનું પાપ દૂર કરે છે!” ઈસુએ પોતાના બાપ્તિસ્મા દ્વારા જગતના સઘળા પાપો લઈ લીધા બાદ બીજા દિવસે ફરીથી યોહાન સામે પ્રગટ થયા. યોહાને આવું કહેવા દ્વારા ઈસુ વિષે સાક્ષી આપી, “જુઓ, ઈશ્વરનું હલવાન, જે જગતનું પાપ દૂર કરે છે! તેણે પછી યોહાન ૧:૩૫-૩૬માં ફરીથી સાક્ષી આપી, “બીજે દિવસે યોહાન તેના બે શિષ્યોની સાથે ફરી ઉભો રહેલો હતો. તેણે ઈસુને ચાલતા જોઇને કહ્યું, “જુઓ ઈશ્વરનું હલવાન!”
ઈસુ તે ખ્રિસ્ત હતો જે ઈશ્વરના હલવાનના રૂપમાં આવ્યો હતો, જેમ જુના કરારમાં વાયદો કરવામાં આવ્યો હતો. ઈસુ ખ્રિસ્ત અદભુત મંત્રી, પરાક્રમી ઈશ્વરના રૂપમાં આપણી સામે પ્રગટ થયો, અને આપણને સઘળા પાપોથી બચાવવા માટે તેણે બાપ્તિસ્મા લીધું. એક બાળક આપણા માટે જન્મ લેશે. તેણે યોહાન પાસેથી પોતાના બાપ્તિસ્મા દ્વારા જગતના સઘળા પાપોનો સ્વીકાર કર્યો, પાપની કીમત ચૂકવી, અને શાંતિનો રાજકુમાર બન્યો જે આપણને શાંતિ અને આપણા પાપોથી છૂટકારો આપે છે. “જુઓ, ઈશ્વરનું હલવાન, જે જગતના પાપ દૂર કરે છે.” 
લોકો પાસે પોતાના લીધે મારવા સિવાય બીજો કોઈ રસ્તો નહતો. મનુષ્યએ પોતાના પાપોના લીધે અગણિત પાપ કરવા માટે નિયોજિત કરવામાં આવ્યો અને અંતમાં નરક માટે દોષી ઠરાવવામાં આવ્યો. તેમણે દુઃખી જીવન વ્યતીત કર્યું; તેઓની નબળાઈઓનાં કારણે તેમાનો કોઈપણ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકતો નહતો અથવા સ્વપ્ન જોઈ શકતો નહતો. ઈસુ ખ્રિસ્ત, જે આપણા ઈશ્વર છે, તેમણે જ્યારે યર્દન નદીમાં યોહાન દ્વારા બાપ્તિસ્મા લીધું અને તેઓના અધર્મના ન્યાય માટે વધસ્તંભ પર ચઢાવવામાં આવ્યો હતો, ત્યારે તેણે તેઓના સઘળા પાપોનો સ્વીકાર કર્યો હતો. પોતાના મૃત્યુના સમયે, ખ્રિસ્તે કહ્યું, “સંપૂર્ણ થયું” (યોહાન ૧૯:૩૦). આ તથ્ય માટે તેના સાક્ષીઓનું કહેવું હતું કે ઈસુએ સર્વ મનુષ્યજાતિને તેઓના પાપ અને મૃત્યુથી બચાવી હતી, અને તેમણે સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવાવાળા સઘળા લોકોને છૂટકારો આપ્યો હતો.
“જુઓ, ઈશ્વરનું હલવાન, જે જગતનું પાપ દૂર કરે છે”. શું તમે જાણો છો કે જગતના સઘળા પાપો ક્યાં છે? શું તે ઈસુ ખ્રિસ્તના શરીર ઉપર નથી? આ જગતમાં આપણને અપમાનિત કરવાવાળા સઘળા પાપો અને અપરાધો ક્યાં છે? તે સઘળા ઈસુ ખ્રિસ્ત ઉપર પારિત થઈ ગયા છે. આપણા સઘળા પાપો ક્યાં છે? તે સર્વ તેના શરીર ઉપર છે જેની ખાંધ પર રાજ્યાધિકાર છે; તે સર્વ સામર્થી ઈશ્વરના શરીરમાં છે.


જન્મથી લઈને કબર સુધીના સઘળા પાપ!

આપણે જીવનભર પાપ કરીએ છીએ. આપણે જન્મ લીધો ત્યારથી ૨૦ વર્ષના થયા ત્યાં સુધી પાપ કર્યા. ૨૦ વર્ષો પહેલા કરેલા પાપો ક્યાં ગયા? તેને ઈસુ ખ્રિસ્તના શરીર પર પારિત કરવામાં આવ્યા છે. ૨૧ અને ૪૦ વર્ષો વચ્ચે જે પાપ આપણે કર્યા હતા, તે પણ ઈસુ પર નાખવામાં આવ્યા છે. કોઈ ફરક નથી પડતો કે વ્યક્તિ કેટલા વર્ષો સુધી જીવતો રહે છે, તેણે પોતાના જીવનની શુરુઆતથી લઈને અંત સુધી જે પાપ કર્યા હતા, તે ઈસુ ખ્રિસ્ત પર નાખવામાં આવ્યા છે. આદમથી લઈને આ પૃથ્વી પરના અંતિમ વ્યક્તિ સુધી, મનુષ્યજાતિએ જે પણ પાપ કર્યું, તે ઈસુ પર નાખવામાં આવ્યું છે. ત્યાં સુધી કે આપણા પૌત્ર-પૌત્રીના પાપો પણ પહેલાથીજ ઈસુ પર નાખી દેવામાં આવ્યા છે. જ્યારે તેણે બાપ્તિસ્મા લીધું ત્યારે સઘળા પાપોને તેની ઉપર નાખવામાં આવ્યા.
શું હજી પણ આ જગતમાં પાપ છે? ના, એકપણ પાપ નથી. જગતમાં કોઈપણ પાપ બચ્યું નથી કેમ કે આપણે તે સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરીએ છીએ જે ઈસુ ખ્રિસ્તે આપણને આપી છે. શું તમારા હૃદયમાં પાપ છે? ના. આમીન! આપણે તે સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરીએ છીએ જે કહે છે કે ઈસુ ખ્રિસ્તે આપણને આપણા સઘળા પાપોથી બચાવ્યા છે.
ઈસુ ખ્રિસ્તે આપણા ખોવાયેલા જીવનને પુન:સ્થાપિત કર્યું. હવે આપણે સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરીએ છીએ જેથી આપણે ઈશ્વર સાથે રહી શકીએ. ત્યાં સુધી કે જે લોકો ઈશ્વરના દુશ્મન હતા – પાપી લોકો જેઓ પાસે અંધકાર જંગલમાં છુપાવા સિવાય બીજો કોઈ રસ્તો નહતો – તેઓ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરીને પોતાના પાપોથી બચી શકે છે.
સુંદર સુવાર્તા આપણને શીખવે છે કે જ્યારે ઈસુએ યોહાન દ્વારા બાપ્તિસ્મા લીધું, વધસ્તંભ પર ચઢ્યો, અને પુનરુત્થાન પામ્યો ત્યારે પ્રભુએ આપણા સઘળા પાપોને ધોઈને સાફ કર્યા. આપણે ઈસુની સુવાર્તા પર વિશ્વાસ કરીને ઈશ્વરની પવિત્ર સંતાન બની ગયા છીએ. ઈસુએ આપણા પાપોની કિમતના રૂપમાં પોતાના ખુદના શરીરનું બલિદાન આપ્યું. તે, સર્વસામર્થી ઈશ્વરનો પુત્ર, જેણે આ જગતમાં એકપણ પાપ નહોતું કર્યું, તેણે જગતના સઘળા પાપો દૂર કર્યા અને જેકોઈ પણ તેના પર વિશ્વાસ કરે છે તેઓને બચાવ્યા. યશાયા ૫૩:૫ કહે છે, “પણ આપણા અપરાધોને લીધે તે વીંધાયો, આપણાં પાપોને લીધે તે કચડાયો”.
ઈસુએ જગતના સઘળા પાપોને લઈ લીધા, જેમાં મૂળ પાપો અને વાસ્તવિક પાપો બંને હતા અને એકપણ અપરાધ છોડવામાં નથી આવ્યો. તેણે વધસ્તંભ પર પોતાની મૃત્યુ સાથે પાપની કીમત ચૂકવી અને આ પ્રમાણે આપણને આપણા સઘળા પાપોથી બચાવ્યા. ઈસુએ આ સુંદર સુવાર્તા દ્વારા જગતના સઘળા પાપોને સાફ કર્યા. આપણે ઈસુ દ્વારા નવું જીવન પ્રાપ્ત કર્યું છે. જે લોકો આ સુંદર સુવાર્તાને માને છે તેઓ હવે આત્મામાં મરેલા નથી. હવે આપણી પાસે નવું અને અનંત જીવન છે, કેમ કે ઈસુએ આપણા પાપોની કીમત ચૂકવી દીધી છે. આપણે ઈસુની સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરીને ઈશ્વરની સંતાન બની ગયા છીએ.
શું તમે વિશ્વાસ કરો છો કે ઈસુ ઈશ્વરનો પુત્ર છે? શું તમે એવો પણ વિશ્વાસ કરો છો કે તે તમારો ઉદ્ધારક છે? હું વિશ્વાસ કરું છું. ઈસુ ખ્રિસ્ત આપણા માટે જીવન છે. આપણે તેના દ્વારા નવું જીવન પ્રાપ્ત કર્યું છે. આપણે આપણા પાપો અને અપરાધોના કારણે મારવા માટે નિયોજિત હતા. પણ ઈસુએ પોતાના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર મૃત્યુ દ્વારા પાપોની કીમત ચૂકવી. તેણે આપણને પાપની ગુલામીમાંથી, મૃત્યુના સામર્થથી, અને શેતાનના બંધનોથી છોડાવ્યા.
પ્રભુ એ ઈશ્વર છે જેણે આપણને આપણા પાપોથી બચાવ્યા અને ઈસુ પર વિશ્વાસ કરવાવાળા સઘળા લોકોનો ઉદ્ધારક બન્યો. જ્યારે આપણે હિબ્રૂ ૧૦:૧૦-૧૨, ૧૪ અને ૧૮ જોઈએ છીએ, તો આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુએ આપણને પવિત્ર કર્યા જેથી પાપના પ્રાયશ્ચિતને પ્રાપ્ત કરવાની જરૂરીયાત ન રહે. આપણે ઈસુ પર વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકીએ છીએ. આપણા પાપ અને અપરાધોના લીધે આપણું મારવાનું નક્કી હતું, પણ હવે આપણે સ્વર્ગમાં પ્રવેશ કરવા અને ઈસુના બાપ્તિસ્મા અને રક્ત પર વિશ્વાસ કરીને અનંત જીવનનો આનંદ લેવા માટે સક્ષમ છીએ.
“હું ઉત્તમ ઘેટાંપાળક છું, ઉત્તમ ઘેટાંપાળક ઘેટાંને માટે પોતાનો જીવ આપે છે” (યોહાન ૧૦:૧૧). આપણા પ્રભુ આ જગતમાં આવ્યા જેથી પોતાના બાપ્તિસ્મા, વધસ્તંભ પર પોતાના મૃત્યુ અને પોતાના પુનરુત્થાન દ્વારા આપણને જગતના પાપોથી બચાવી શકે. તે એ લોકોને પણ પવિત્ર આત્માનો અંતર્નીવાસ આપે છે, જેઓએ આ સત્ય પર વિશ્વાસ કરીને પોતાના પાપોનું પ્રાયશ્ચિત કર્યું છે. આભાર, પ્રભુ. તમારી સુવાર્તા સુંદર સુવાર્તા છે, જે વિશ્વાસીઓને પવિત્ર આત્માનો અંતર્નીવાસ આપી શકે છે. હાલ્લેલૂયાહ! હું પ્રભુની સ્તુતિ કરું છું.