(યોહાન ૭:૩૭-૩૮)“હવે પર્વને છેલ્લે તથા મોટે દિવસે ઈસુએ ઊભા રહીને મોટે અવાજે કહ્યું, “જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવીને પીએ. શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે.”
પવિત્ર આત્માનું જીવિત પાણી કોણ પી શકે છે?
જે ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભના રક્તની સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે તેઓ
પવિત્ર આત્માનું જીવિત પાણી એ લોકોના હૃદયોમાં વહેશે જેઓ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે. યોહાન ૭:૩૮ કહે છે, “શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે.” આનો અર્થ છે કે જેઓ ઈશ્વરે આપેલી સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરશે તેઓ સાચો ઉદ્ધાર અને પાપોનો છૂટકારો મેળવશે.
પવિત્ર આત્માનો અંતર્નીવાસ ક્યારે થયો? પવિત્ર આત્માનો અંતર્નીવાસ ત્યારે પ્રાપ્ત કરી શકાય છે જ્યારે કોઈ વ્યક્તિ સાચી સુવાર્તા સાંભળે છે અને તેમાં વિશ્વાસ કરે છે, જે કહે છે કે ખ્રિસ્તે યોહાન દ્વારા પોતાના બાપ્તિસ્મા દ્વારા જગતના સઘળા પાપોને દૂર કર્યા છે. ત્યાર બાદ વ્યક્તિ પવિત્ર આત્માના જીવિત પાણીને પી શકે છે. જે લોકો સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે, તેઓ પાસે પવિત્ર આત્માનો અંતર્નીવાસ છે, અને તેઓ આત્મિક રીતે જીવિત પાણીની ભાવનાનો અનુભવ કરી શકે છે અને દર વખતે પોતાના સુકાયેલા હૃદયને હર્યુભર્યુ કરી શકે છે અને તેઓ ઈશ્વરના વચનોને સાંભળી શકે છે અને પ્રચાર કરી શકે છે.
પવિત્ર આત્માનું જીવિત પાણી તે લોકોના હૃદયથી વહે છે જેઓ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરે છે, જેઓ કહે છે કે સઘળા પાપીઓને પાપોથી બચાવવા માટે પ્રભુ આ જગતમાં આવ્યા. પવિત્ર આત્મા તે સત્ય છે જેને પાણી અને આત્માની સુવાર્તાથી અલગ કરી શકાતું નથી, અને એવા લોકોમાં નિવાસ કરે છે જેઓ ઈશ્વરના વચનમાં વિશ્વાસ કરે છે.
જે કોઈપણ પવિત્ર આત્માના જીવિત પાણીને પીવાની ઈચ્છા રાખે છે, તેઓને ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્તની સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરીને પોતાના સઘળા પાપોની માફી પ્રાપ્ત કરવી જોઈએ. પવિત્ર આત્માનું આ જીવિત પાણી તે લોકોના હૃદયમાં છે જેઓ ઈશ્વરના વચનો પર વિશ્વાસ કરે છે. જે લોકો પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરે છે તેઓ પાસે પવિત્ર આત્માનું જીવિત પાણી છે, જે તેઓના હૃદયથી નદીની જેમ વહે છે. ત્યાં સુધી કે આ સમયે પણ, પવિત્ર આત્માનું પાણી એવા લોકોના હૃદયમાંથી ઝરણાના પાણીની જેમ વહી રહ્યું છે, જેઓએ ઈસુ ખ્રિસ્તના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્તની સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરીને પોતાના પાપોથી છૂટકારો મેળવ્યો છે.
જોકે, સત્યની આ સુંદર સુવાર્તા પર વિશ્વાસ ન કરવાવાળા લોકોના હૃદયથી પવિત્ર આત્માના પાણીનું એક ટીપું પણ નથી વહેતું. જ્યાં સુધી મેં પાનિયા ને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરી અને તેનો સ્વીકાર નહોતો કર્યો, ત્યાં સુધી મારા હૃદયથી આત્મિક પાણીનું એક ટીપું પણ નહોતું વહેતું. તે સમયે, ભલે હું ઈસુ પર વિશ્વાસ કરતો હતો, છતાં પણ મને પવિત્ર આત્માના જીવિત પાણીના મહત્વ વિષે ખબર નહોતી કેમ કે મારા હૃદયમાં પવિત્ર આત્મા નહતો. જોકે, હવે મારી પાસે પાણી અને આત્માની સુંદર સુવાર્તા છે, અને પવિત્ર આત્માનું જીવિત પાણી મારા હૃદયથી સ્વતંત્ર રીતે વહી રહ્યું છે.
હવે પવિત્ર આત્માનું જીવિત પાણી મારા હૃદયથી વહી રહ્યું છે, અને એ લોકોના હૃદયથી પણ વહી રહ્યું છે જેઓ ઈશ્વરના વચનને સાંભળે છે અને વિશ્વાસ કરે છે. જેમ ઈસુએ કહ્યું, “જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવે”. પવિત્ર આત્માનું જીવિત પાણી નવો જન્મ પામેલા ખ્રિસ્તીઓ દ્વારા બીજાઓને તાજા કરે છે જેઓ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરે છે. આ જીવિત પાણી મારા હૃદયથી પાણી અને આત્માની સુવાર્તામાં મારા વિશ્વાસ સાથે આ ક્ષણે પણ વહી રહ્યું છે, અને બીજાઓને પીવાની અનુમતિ આપે છે. ઈશ્વર પવિત્ર આત્માના જીવિત પાણીને મારા હૃદયથી નદીની માફક વહેવા દે છે. આ વાતથી ફક્ત એ લોકો જ પરિચિત છે જેઓ પાસે પવિત્ર આત્માનો અંતર્નીવાસ છે.
જેમ પ્રકટીકરણમાં લખવામાં આવ્યું છે કે જે લોકો તેને પ્રાપ્ત કરે છે, તેઓ સિવાય બીજા કોઈ નથી જાણતા, પવિત્ર આત્મા અને જીવિત પાણીનું આવિષ્કાર એક રહસ્ય છે જે ફક્ત તેવા લોકો જાને છે જેઓ પાણી અને આત્માની સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે અને તેને માને છે. તેથી, તમને ખબર હોવી જોઈએ કે પવિત્ર આત્મા કયા લોકોની અંદર નિવાસ કરે છે. તમને ખબર હોવી જોઈએ કે પવિત્ર આત્માનો અંતર્નીવાસ ફક્ત તે લોકોને આપવામાં આવ્યો છે જેઓ ઈસુની સુવાર્તા પર વિશ્વાસ કરે છે.
હું ફક્ત વધસ્તંભ પરના રક્ત પર વિશ્વાસ કરતો હતો
ભલે હું વધસ્તંભ પરના ઈસુના રક્ત પર દસ વર્ષોથી વધારે વિશ્વાસ કરતો હતો, પણ પાપ હજી પણ મારા હૃદયમાં હતું. તે સમયે, મને વિશ્વાસ હતો કે મારા પાપ ફક્ત ઈસુના રક્ત દ્વારા માફ કરવામાં આવ્યા છે. જોકે, આ પ્રકારના વિશ્વાસ દ્વારા ન તો મેં મારા પાપોથી છૂટકારો મેળવ્યો અને ન તો પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કર્યો, અને મારા જીવનમાં ફક્ત ભ્રમ અને શૂન્યતા હતી. ઈસુ પરનો મારો વિશ્વાસ દેખાડવાનો એકમાત્ર સંકેત એ હતો કે હું મંડળીમાં ભાગ લેતો હતો.
તેમ છતાં મેં મારા વિશ્વાસ પર પુનર્વિચાર કરવાનું શરુ કર્યું. ‘શું ખરેખર મને પવિત્ર આત્મા પ્રાપ્ત થયો હતો?’ જ્યારે મેં પહેલી વાર ઈસુ પર વિશ્વાસ કર્યો હતો, ત્યારે મારું મન તેમના પ્રત્યે પ્રેમથી ભાવુક હતું અને ત્યાં સુધી કે મારી પાસે અન્ય ભાષાનું વરદાન પણ હતું. પણ હું શું બની ગયો હતો? મેં અનુભવ કર્યો કે આ જ્વલંત ભાવનાનો અનુભવ પવિત્ર આત્માના અંતર્નીવાસનો સંકેત નહતો અને મને પવિત્ર આત્મા મળ્યો નહોતો. હું ઈસુ પર વિશ્વાસ કરતો હતો, પણ પવિત્ર આત્મા કે પવિત્ર આત્માનું જીવિત પાણી મારી અંદર નહોતું.
ખરેખર એ મહત્વનું નહતું કે મારું હૃદય ગરમ છે કે ઠંડુ, કેમ કે મારો વિશ્વાસ [4]કેલ્વીનવાદ પર આધારિત હતો. જે પ્રશ્નોનો મારે ખરેખર ઉત્તર આપવાનો હતો, તે નિમ્નલિખિત હતા:
4 ખ્રિસ્તી અર્થઘટનની પ્રક્રિયા જ્હોન કેલ્વીને શરુ કરી. તે પૂર્વ નિર્ધારણા અને ઉદ્ધાર પર વધારે ભાર મૂકે છે. આર્મેનીયમનાં સ્થાનને પ્રતિઉત્તર આપવા માટે કેલ્વીનનાં પાંચ મુદ્દાઓને વિકસાવવામાં આવ્યા. કેલ્વીનવાદની શિક્ષા: ૧) સંપૂર્ણ અનૈતિકતા: મનુષ્ય સંપૂર્ણ રીતે પાપથી ઘેરાયેલો છે: શરીર, આત્મા, મન અને ભાવનાઓમાં, ૨) અનુગ્રહ જેના આપણે યોગ્ય નથી: મનુષ્ય પ્રત્યે ઈશ્વરની કૃપા તેમના મુક્ત પસંદગી પર આધારિત છે અને તેનો મનુષ્યો સાથે કોઈ લેવાદેવા નથી. આ મનુષ્યોના લાયક નથી, ૩) સીમિત પ્રાયશ્ચિત: ખ્રિસ્તે પ્રત્યેક વ્યક્તિના પાપોને નથી ઉઠાવ્યા, પણ ફક્ત તે લોકોના પાપોને ઉઠાવ્યા છે જેઓની પસંદગી કરવામાં આવી હતી, ૪) પ્રબળ અનુગ્રહ: ખ્રિસ્તના તેડાનો કોઈ નકાર કરી શકતું નથી, ૫) સંતોની ધીરજ: ઉદ્ધારને ગુમાવવો અશક્ય છે. પણ તમે સ્પષ્ટ રૂપે પાણી અને આત્માની સુવાર્તાથી તેની શિક્ષાને ઓળખી શકો છો, ખાસ કરીને તેના સીમિત પ્રાયશ્ચિતના સિદ્ધાંત વિષે. |
(૧) શું પવિત્ર આત્મા મારી અંદર નિવાસ કરે છે? ના. મને ખાતરી નથી કે તે મારી અંદર વસે છે.(૨) શું મારી અંદર પાપ છે? હા, છે. નિશ્ચિતપણે મારી અંદર પાપ હતું, ભલે પછી હું વધસ્તંભ પર ઈસુના રક્ત પર વિશ્વાસ કરતો હતો. મારા હૃદયમાં હજી પાપ હતું, ભલે હું હજી પણ ઈસુ પર વિશ્વાસ કરતો હતો અને પ્રત્યેક દિવસ પસ્તાવાની પ્રાર્થના કરતો હતો. મારા હૃદયમાં પાપ ક્યારેય પણ સંપૂર્ણ રીતે સાફ થયા નહોતા, ભલે પછી મેં ગમે તેટલા પ્રયત્નો કેમ ન કર્યા હોય.‘હું પવિત્ર આત્માનો અંતર્નીવાસ કઈ રીતે પ્રાપ્ત કરી શકું છું?’ હું મારા હૃદયના પાપોને કઈ રીતે સાફ કરી શકું છું?’ આ બે ભયાનક સમસ્યા ઈસુ પર વિશ્વાસ કરવા છતાં મારા મનમાં હતી. ઈસુ પર વિશ્વાસ કર્યા બાદ હું અન્ય ભાષામાં બોલતો હતો અને મને એ વિશ્વાસ પણ હતો કે મારા પાપ ઈસુ પર મારા વિશ્વાસના કારણે સાફ થઈ ગયા છે.જોકે, જેમ જેમ સમય વીતતો ગયો, તેમ વધારે અને વધારે પાપો મારા હૃદયમાં આવતા ગયા. પસ્તાવા કે ઉપવાસની પ્રાર્થના ત્યાં સુધી મારા હૃદયના પાપોને સાફ કરી શકાતી નહતી જ્યાં સુધી હું ફક્ત એકલા ઈસુના રક્ત પર નિર્ભર હતો. હું મારા વાસ્તવિક પાપો વિષે લાંબા સમય સુધી ચિંતિત રહ્યો. જેટલો વધારે હું ચિંતિત હતો, એટલો જ વધારે ઉત્સાહથી મેં બીજાઓને ઈસુના સંદેશનો પ્રચાર કર્યો. મેં મંડળીમાં વધારે નિયમિતપણે ભાગ લીધો અને તેના રક્ત પર નિર્ભર, ઈસુની સેવા કરવા માટે પોતાને સમર્પિત કર્યો.જોકે, જેમ જેમ સમય વીતી રહ્યો હતો, મારા હૃદયમાં વાસ્તવિક પાપ મને સાચો વિશ્વાસ કરવાથી રોકી રહ્યા હતા. ઈસુ પર વિશ્વાસ કરવો પહેલા કરતા વધારે મુશ્કેલ હતું. મેં ઈસુના રક્ત પર વધારે વિશ્વાસ કરવાનો પ્રયત્ન કર્યો અને સર્વશ્રેષ્ઠ પ્રયાસને આગળ વધાર્યો અને ઈશ્વર પ્રત્યે મારા સમર્પણને વધાર્યું. જોકે, મારા હૃદયમાં શૂન્યતા વધી ગઈ. આ પ્રકારના વિશ્વાસે મને ખાલીપણાં અને સુસ્તતાનો અનુભવ કરાવ્યો, અને મને એક પાખંડી ખ્રીસ્તીમાં બદલી નાખ્યો, જે ફક્ત બહારના દેખાવની ચિંતા કરતો હતો. પોતાના વિષે વિચાર્યું, ‘ઈસુ પર વિશ્વાસ કરવો પ્રત્યેક વ્યક્તિ માટે આવુંજ છે, આ ફક્ત મારા માટે જ નથી!’ મેં એ વાતનો નકાર કરવાનો પ્રયત્ન કર્યો કે મારો વિશ્વાસ ખોટો હતો. જોકે, ઈસુનું રક્ત અને પસ્તાવાની પ્રાર્થના હજી પણ મારા વાસ્તવિક પાપોને સાફ કરી શકી નહિ.તો પછી કયા વિશ્વાસ દ્વારા મારા વાસ્તવિક પાપોને સાફ કરી શકાતા હતા? મારા વાસ્તવિક પાપોને ફક્ત મારા વિશ્વાસ દ્વારા સાફ કરી શકાય છે કે જ્યારે ઈસુએ યર્દન નદીમાં બાપ્તિસ્મા લીધું ત્યારે મારા સઘળા પાપો તેની ઉપર નાંખવામાં આવ્યા. આ તે જ છે જે માથ્થી ૩:૧૩-૧૭માં લખવામાં આવ્યું છે. તો પછી મારા વાસ્તવિક પાપ ઈસુના રક્તથી કેમ સાફ કરવામાં નહોતા આવ્યા? હું તે સુંદર સુવાર્તાને નહોતો જાણતો અને વિશ્વાસ પણ નહોતો કરતો, જેમાં ઈસુ પર યોહાનના બાપ્તિસ્માનો અર્થ સમાયેલો છે.શું તેનો અર્થ એવો છે કે જગતના સઘળા પાપો ઈસુના બાપ્તિસ્મા દ્વારા સાફ થયા છે? હા તે સાચું છે. બાઈબલ આવું કહેવા દ્વારા સાક્ષી આપે છે કે, “જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય, તો ઈશ્વરના રાજ્યમાં તે જઈ શકતું નથી” (યોહાન ૩:૩-૫). ઈસુ આ જગતમાં આવ્યો અને તેમણે યોહાન દ્વારા બાપ્તિસ્મા લઈને જગતના સઘળા પાપોનો સ્વીકાર કર્યો.મને હજી પણ એ વિષે શંકા હતી અને તેને સ્પષ્ટ કરવા માટે જુના અને નવા કરારની તુલના કરી. પરિણામ એ આવ્યું કે મને ખબર પડી કે આ ખરેખર સાચું હતું. જ્યારે તે બાપ્તિસ્મા લઈ રહ્યો હતો, ત્યારે જગતના સઘળા પાપો ઈસુ પર નાખવામાં આવ્યા હતા, અને મારા સઘળા પાપો પણ એજ સમયે તેની ઉપર નાખવામાં આવ્યા હતા. હું આ વચનો પર મારા વિશ્વાસ દ્વારા પવિત્ર થયો. મને ભાન થયું કે આ સત્યના વચન હતા જે બાઈબલમાં લખવામાં આવ્યા છે અને આ જગતમાં સૌથી સુંદર સુવાર્તા છે.તે ઉપરાંત, મને એ ભાન થયું કે મારા પાપોને ફક્ત ઈસુનાં રક્ત પર મારા વિશ્વાસનાં કારણે કેમ સાફ કરવામાં નથી આવ્યા. તેનું કારણ એ હતું કે હું યર્દન નદીમાં તેના બાપ્તિસ્માની હકીકત નહોતો જાણતો, તેથી હું મારા વાસ્તવિક પાપોને ઈસુ પર નહોતો નાખી શકતો. અંતમાં સત્ય સાથે મારો ભેંટો થયો. મને ખબર પડી કે ઈસુ મારા માટે આ જગતમાં આવ્યો હતો, અને તેણે જગતના સઘળા પાપોને પોતાના બાપ્તિસ્મા દ્વારા દૂર કર્યા, અને ત્યારબાદ આપણને જગતના સઘળા પાપોથી છૂટકારો અપાવવા તે વધસ્તંભ પર ચઢ્યો. મેં એ પણ શીખ્યું અને આ સત્ય પર વિશ્વાસ પણ કર્યો કે ઈસુનું બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્તનો ઉદ્દેશ્ય જગતના સઘળા પાપોને દૂર કરવાનો હતો. હવે હું ન્યાયી છું, ઈસુએ આપણને જે સુંદર સુવાર્તા આપી હતી, તેમાં મારા વિશ્વાસ માટે આભાર, કેમ કે મારા સઘળા પાપોને માફ કરી દેવામાં આવ્યા હતા.આ મંડળીના સિદ્ધાંત નહોતા જેણે મારા પાપોને દૂર કર્યા હતા, આ ઈસુનું બાપ્તિસ્મા અને વધસ્તંભ પરનું તેમનું રક્ત હતું જેણે આ કર્યું હતું. આ હકીકત સુંદર સુવાર્તામાં હતી. હું મારા સઘળા પાપોથી બચી ગયો અને ન્યાયી બન્યો, ફક્ત ઈસુના રક્ત પર મારા વિશ્વાસને કારણે નહિ, પણ ઈસુનું બાપ્તિસ્મા અને વધસ્તંભ પરનું તેમનું રક્ત મારા ઉદ્ધાર માટે હતું.એક બીજી વાત જેના માટે મારે આભાર માનવો જોઈએ કે સુંદર સુવાર્તા પર વિશ્વાસ કર્યા બાદ ઈશ્વરની પવિત્ર આત્મા મારા પર આવી. હવે પવિત્ર આત્મા યોહાન દ્વારા ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્તના વચનો સાથે મારી અંદર રહે છે.હું પ્રભુનો આભાર માનું છું જેમણે મને આ સુંદર સુવાર્તા આપી અને જેમણે મને ઈસુના પ્રેરીતોની જેમ વિશ્વાસનો પ્રચાર કરવા દીધો. ઈશ્વરે મને પવિત્ર આત્માનો ઉપહાર આપ્યો, ભલે મેં ફક્ત સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવાનું એકજ કાર્ય કર્યું હતું. હવે હું આ સંદેશ જગતના સઘળા લોકોને ખુબજ સન્માન અને વિશ્વાસ સાથે વહેંચી શકું છું. નિશ્ચિતપણે હું કહી શકું છું કે ફક્ત ઈસુના રક્ત પર વિશ્વાસ કરવાથી તેઓના સઘળા પાપો દોર થવાના નથી!પણ હું તેઓને કહી શકું છું કે જો તેઓ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે, જે આપણને યોહાન દ્વારા ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેમના રક્ત વિષે બતાવે છે તો તેમના પાપ નિશ્ચિતપણે સાફ થઈ શકે છે. જ્યારે હું સુંદર સુવાર્તાનો પ્રચાર કરું છું ત્યારે મને ઈશ્વર આગળ થોડી પણ શરમ આવતી નથી. હવે હું જગતના સઘળા લોકોને પાણી અને આત્માથી નવો જન્મ પ્રાપ્ત કરવાની સુવાર્તાનો પ્રચાર સન્માન સાથે કરી શકું છું. હું પ્રભુનો આભાર માનું છું. હું પ્રભુનો આભાર માનું છું કે તેમણે મને પાણી અને આત્માની સુવાર્તા આપીને મને જીવિત પાણી પીવા દીધું.
નૈદાનીક પરીક્ષણ બતાવે છે કે પાણી અને આત્માની સુવાર્તા સાચી સુવાર્તા છે
શું તમે ખરેખર પાપોની માફી અને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કર્યો છે? તમે કઈ રીતે કહી શકો છો કે સુવાર્તા સાચી છે? મેં એકવાર એવા લોકો પર પ્રયોગ કર્યો જેઓ ઈસુએ આપેલી સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવાના જ હતા. એક વ્યક્તિને મેં ફક્ત વધસ્તંભ પર ઈસુના રક્ત વિષે પ્રચાર કર્યો. મેં તેને એ પણ કહ્યું કે ઈસુમાં કોઈપણ પાપ નહોવું જોઈએ. બીજા વ્યક્તિને મેં યોહાન દ્વારા ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના રક્તની સુંદર સુવાર્તા વિષે પ્રચાર કર્યો. તેનું પરિણામ એ આવ્યું કે જેણે ફક્ત ઈસુના રક્ત પર વિશ્વાસ કરવા દ્વારા પાપોની માફી મેળવી હતી તેણે કહ્યું કે તેને પોતાના વાસ્તવિક પાપો માટે નિરંતર માફી મેળવવી પડશે. પણ જે વ્યક્તિએ ઈસુના બાપ્તિસ્મા અને રક્તની સુંદર સુવાર્તા પર વિશ્વાસ કર્યો હતો તેણે કહ્યું કે હવે તે સંપૂર્ણ પાપરહિત વ્યક્તિ બન્યો છે.
તેણે કહ્યું કે હવે તેના હૃદયમાં કોઈ પાપ નથી કેમ કે તેણે સત્ય પર વિશ્વાસ કર્યો કે ઈસુએ તેના સઘળા પાપો લઈ લીધા હતા અને તેનો ન્યાય પણ થયો હતો. તે ઈશ્વર પાસેથી પવિત્ર આત્મા મેળવી શક્યો કેમ કે તેણે સુંદર સુવાર્તા પર વિશ્વાસ કર્યો હતો, જે કહે છે કે યોહાન દ્વારા ઈસુના બાપ્તિસ્માથી તેણે જગતના સઘળા પાપો લઈ લીધા હતા.
આ વ્યક્તિ કહી શક્યો કે હવે તેના હૃદયમાં કોઈ પાપ નથી તેનું કારણ એ હતું કે તેણે સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવાના કારણે પોતાના હૃદયમાં પવિત્ર આત્મા મેળવ્યો હતો. પવિત્ર આત્માએ તેને એવું કહેવાની ખાતરી આપી કે હવે તેના હૃદયમાં પાપ નથી. ઈશ્વર તે સર્વ લોકોને પવિત્ર આત્માનો અંતર્નીવાસ આપે છે જેઓ યોહાન દ્વારા ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેન્બા રક્ત પર વિશ્વાસ કરે છે. પવિત્ર આત્મા કોની અંદર નિવાસ કરે છે? પવિત્ર આત્મા એવા લોકોને ઉપહાર રૂપે આપવામાં આવ્યો છે જેઓ યોહાન દ્વારા ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના રક્તની સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે.
પેન્ટીકોસ્ટના દિવસે ફક્ત બહારની ઘટના જોઈને ઘણા લોકોએ પવિત્ર આત્મા મેળવવા વવિષે ખોટી ધારણાઓ સેવી હતી અને સુંદર સુવાર્તાને એકબાજુ રાખી દીધી હતી. લોકોએ વિચાર્યું કે જો તેઓ પ્રાર્થના કરશે અને પવિત્ર આત્માની ખોજ કરશે, ત્યારે તેઓ પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવામાં સક્ષમ બનશે. લાંબા સમય સુધી, જગતભરના ખ્રિસ્તીઓને સત્ય વિષે થોડી પણ ખબર નહતી, જે કહે છે કે વ્યક્તિ ઈસુના બાપ્તિસ્મા અને રક્તની સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવા દ્વારા જ પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકે છે. જોકે, હવે ઈશ્વરનો કોઈપણ સેવક, જેઓએ પાણી અને આત્માની સુવાર્તા પર પોતાના વિશ્વાસ દ્વારા પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કર્યો છે, તેઓ હવે પવિત્ર આત્માની મદદથી સુવાર્તા પ્રચાર કરી રહ્યા છે. પરિણામ સ્વરૂપે, જગતના ઘણા લોકોએ સુંદર સુવાર્તાનો સ્વીકાર કરવાનું શીખ્યું છે અને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કર્યો છે.
જે લોકો આ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે તેઓને ઈશ્વર પવિત્ર આત્માના અંતર્નીવાસનો અનુભવ આપે છે. બાઈબલમાં, કહેવામાં આવ્યું છે કે, “ઈશ્વર કહે છે કે, પાછલા દિવસોમાં એમ થશે કે, હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ” (પ્રેરિત ૨:૧૭). જોકે, વ્યક્તિએ સમજવું જોઈએ કે સુંદર સુવાર્તાને જાણ્યાં વગર પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવો એ મોટી ભૂલ છે. યોહાન દ્વારા ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેમના રક્ત પર વિશ્વાસ કર્યા વગર પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવાનો બીજો કોઈ માર્ગ નથી.
જ્યારે ઈશ્વરે કહ્યું કે જ્યારે વ્યક્તિ પાણી અને આત્માથી નવો જન્મ મેળવે છે ત્યારેજ તે સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ કરી શકે છે, અને ફક્ત નવો જન્મ પ્રાપ્ત કરેલી વ્યક્તિ જ પવિત્ર આત્માનો ઉપહાર મેળવી શકે છે, એમાં કોઈ શંકા નથી કે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવા માટે સઘળા લોકોએ પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવો જરૂરી છે. પાણી અને આત્માની સુંદર સુવાર્તા પર વિશ્વાસ કર્યા વગર તમે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા અને સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ કરવા વિષે કઈ રીતે વિચારી શકો? સુંદર સુવાર્તા પર વિશ્વાસ કર્યા વગર સ્વર્ગ રાજ્યમાં જવાનો બીજો કોઈ માર્ગ નથી. તમે ફક્ત ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તની સુવાર્તા પર વિશ્વાસ કરીને પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકો છો. જેમ કે આપણે કોઈ વસ્તુની ખરીદી કરીએ છીએ ત્યારેજ આપણે તેની કીમત ચુકવીએ છીએ, જ્યારે આપણે સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરીએ છીએ ત્યારેજ આપણે પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરી શકીએ છીએ.
હું તમને કહેવા માંગુ છું કે જો તમે ખરેખર પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવા માંગો છો, તો સૌથી પહેલા તમારે પાણી અને આત્માની સુવાર્તા જાણવી પડશે અને વિશ્વાસ કરવો પડશે. ત્યારે તમે પવીતે આત્મા પ્રાપ્ત કરવાનો અનુભવ પ્રાપ્ત કરી શકો છો. તમે ફક્ત પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવા દ્વારા જ પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરી શકો છો. ઈશ્વર તમને પવિત્ર આત્માના અંતર્નીવાસનો ઉપહાર આપવા માંગે છે.
હું સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરું છું અને જેમ સમય વીતતો ગયો, તેમ મને વધારે વિશ્વાસ થતો ગયો કે ઈશ્વરે મને જે સુંદર સુવાર્તા આપી છે તે જગતમાં સૌથી સુંદર અને મૂલ્યવાન વસ્તુ છે. હું ઈશ્વર પ્રત્યે આભારી છું. શું તમે પણ આવું જ મહેસુસ કરો છો? આપણને ભાન થયું કે આપણામાંથી જેઓએ પવિત્ર આત્મા મેળવ્યો છે તેઓ ઈશ્વર દ્વારા ખુબજ આશીર્વાદિત છે.
હું તમને સંદેશ આપી રહ્યો છું કે તમે કઈ રીતે સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવા દ્વારા પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરી શકો છો. લોકો ફક્ત પાણી અને આત્માથી નવો જન્મ પ્રાપ્ત કરવાની સુવાર્તાનો સ્વીકાર કરવા દ્વારા જ પોતાને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનાવી શકે છે.
યોહાન ૭:૩૮માં ઈસુ કહે છે, “શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે.” આનો અર્થ છે કે ઈસુએ જે સુંદર સુવાર્તા આપી છે તેના પર વિશ્વાસ કરવા દ્વારા લોકો પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરી શકે છે. પવિત્ર આત્માના જીવનનું પાણી તેઓના હૃદયમાંથી વહી નીકળશે. જે લોકો આ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે તેઓ આત્મિક જીવનના પાણીનાં વહેવાનો અનુભવ પ્રાપ્ત કરશે.
ભલે હું પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરતા પહેલા ઈસુ પર વિશ્વાસ કરતો હતો, પણ મારા હૃદયમાં પવિત્ર આત્માનું પાણી વહી રહ્યું નહતું. જોકે, જ્યારે હું પાણી અને આત્માની સુંદર સુવાર્તાના વિશ્વાસમાં આવ્યો ત્યારબાદ જેમ બાઈબલમાં લખ્યું છે તેમ જીવનનું પાણી મારી અંદરથી વહેવા લાગ્યું. ત્યાં સુધી કે અત્યારે પણ, પવિત્ર આત્માનું જીવિત પાણી, પાણી અને આત્માની સુવાર્તા સાથે મારી અંદરથી વહી રહ્યું છે જે ઈશ્વરે આપ્યું છે. આખા વર્ષભર પવિત્ર આત્માનું જીવિત પાણી ભરપૂર રીતે મારા હૃદયમાંથી વહી રહ્યું છે. મેં પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કર્યા બાદ સુંદર સુવાર્તાનો પ્રચાર કરીને સુવાર્તા પ્રચારકનું કાર્ય શરુ કર્યું.
સુંદર સુવાર્તા પર વિશ્વાસ કર્યા પછી અને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કર્યા પછી મારા વિશ્વાસનો અંગીકાર
મારા ૨૦ વર્ષની ઉંમરમાં પાનખરનું પૂરું થયા પહેલા. પાનખરે ખાસ કરીને મારી મૃત્યુની અનિવાર્યતા વિષે વિચારવા માટે મને મજબુર કર્યો. તે સમયે મારા હૃદયના પાપોના લીધે મારા જીવનમાં મુશ્કેલી, શૂન્યતા અને અંધકાર હતો. હું ખોટી દિશામાં જઈ રહ્યો હતો, મને ખબર નહોતી કી મારે ક્યા વળવાનું છે. મારું શરીર બીમાર પડ્યું અને મારા મનમાં શૂન્યતા વધતી જ ગઈ.
મારા પાપોને કારણે, હું સંપૂર્ણ રીતે નિરાશ થઈ ગયો હતો અને મને તેનું કારણ પણ ખબર નહોતી. મારી પાસે મારા જીવનના ન્યાય અને મારા પાપોના માટે માફી માંગવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહતો. “અરે પ્રભુ, હું મારતા પહેલા તમારા પર મારા વિશ્વાસ દ્વારા મારા પાપોની માફી મેળવવા માંગુ છું. મારા શરીરની બીમારીને પણ સાજી કરો!” મેં વારંવાર પ્રાર્થના કરી.
ત્યારે જ, મારા નિરાશ હૃદયના ઊંડાણમાં આશાનો સંચાર થયો. મારું હૃદય ઈશ્વરની તડપથી ભરાઈ ગયું, અને તે આગના ગોળા જેવું સળગી રહ્યું હતું. તે નિરાશા નહતી: તે નવી આશા હતી તે મારા હૃદયમાં તીવ્ર આગના જેવી સળગી રહી હતી. તે દિવસથી મેં ઈસુ મારા પાપોથી મને બચાવવા માટે વધસ્તંભ પર મર્યો એવો વિશ્વાસ કરવા દ્વારા મેં એક નવા ધાર્મિક જીવનની શરૂઆત કરી.
તેના થોડાં સમય પછી, મને અન્ય ભાષામાં બોલવાનો અનુભવ થયો. ત્યારબાદ જ્યારે પણ હું ઈસુએ વધસ્તંભ પર વહાવેલા રક્ત વિષે વિચારતો હતો ત્યારે મારા આંસુ નીકળી આવતા હતા. હું તેમનો આભારી છું કે તેમણે મારા માટે વધસ્તંભ પર રક્ત વહાવ્યું.
તે ઘટના પછી મેં મારું જુનું જીવન છોડી દીધું અને એવી નોકરી મેળવી જે મને રવિવારને પવિત્ર પાળવાની અનુમતિ આપતું હતું. તે સમયે, મારું હૃદય ઈસુ માટે પ્રેમથી ભરેલું હતું, અને જ્યારે પણ એવું વિચારતો કે તેણે મને પાપોથી બચાવવા માટે વધસ્તંભ પર રક્ત વહાવ્યું છે ત્યારે મારું હૃદય ભરાઈ આવે છે.
જોકે, જેમ સમય વીતતો ગયો, તેમ મારી નબળાઈ અને વાસ્તવિકતા પાપોના કારણે સંકટમાં પડી ગયો. મારા વાસ્તવિક પાપ સંપૂર્ણ રીતે સાફ થયા નહાતા કેમ કે હું ફક્ત વધસ્તંભ પરના ઈસુના રક્ત પર વિશ્વાસ કરતો હતો. મેં પ્રાર્થના અને પસ્તાવા દ્વારા મારા વાસ્તવિક પાપોને સાફ કરવાનો પ્રયત્ન કર્યો. જોકે, ઈશ્વર પાસેથી માફી મેળવવા માટે મેં જે પ્રાર્થના કરી હતી તેનાથી મારા વાસ્તવિક પાપ સંપૂર્ણ રીતે સાફ થયા નહોતા. આ સઘળું એટલા માટે થયું કેમ કે મેં ઈશ્વરની વ્યવસ્થાનું પાલન નહોતું કર્યું. મારા વાસ્તવિક પાપો વધતા ગયા.
ભલે મારા પસ્તાવાની પ્રાર્થનાથી મારા સઘળા પાપ સંપૂર્ણ રીતે સાફ ન થયા હોય, છતાં પણ મારી પાસે આ પ્રાર્થનાઓ સિવાય બીજો કોઈ વિકલ્પ નહતો. હું વિશ્વાસ કરતો હતો કે જ્યારે પણ મેં પાપ કર્યું ત્યારે પસ્તાવાની પ્રાર્થનાથી અને વધસ્તંભ પર ઈસુના રક્ત દ્વારા મારા પાપોને માફ કરી દેવામાં આવતા હતા. જેટલું વધારે હું મારું ધાર્મિક જીવન આગળ વધારતો હતો, ત્યારે મારી નબળાઈને કારણે મારા વાસ્તવિક પાપ વધતા જતા હતા. આ પાપોના કારણે મારી મુશ્કેલીઓ વધી ગઈ હતી.
હું એક પાખંડી ખ્રિસ્તી બાની ગયો હતો, અને હું મારા પાપો સાથે ડિકન બનવા માટે પસંદ કરાયો અને પછી હું સુવાર્તા પ્રચારક બન્યો. જ્યારે પણ હું મારા વાસ્તવિક પાપોની પીડાનો અનુભવ કરતો ત્યારે હું બહાર જઈને સુવાર્તા પ્રચાર કરતો, અને વિચારતો કે કે ફક્ત આ જ મારા પાપોને સાફ કરવાનો રસ્તો છે. પણ સિદ્ધાંત અને આત્મ-બલિદાન પર આધારિત આવા વિશ્વાસના લીધે મારા વાસ્તવિક પાપ સાફ થયા નહિ.
મને શેતાન દ્વારા પકડાવવાનો અનુભવ પણ થયો. મારા વાસ્તવિક પાપોના કારણે મને એવું લાગ્યું કે મારા પર દોષ લગાવવામાં આવ્યો છે અને મને અનુભવ થયો કે મારા અપરાધોને કારણે હું મરવાનો છું. “તમે પાપ કર્યું છે, શું નથી કર્યું?” શેતાને મારા પાપોને કારણે મારા પર દોષ લગાડવાનું અને પીડા આપવાનું ચાલુ રાખ્યું.
મારો વિશ્વાસ તૂટવાનો જ હતો. મને ભાન થયું કે હું ફક્ત ઈસુના રક્ત અને પસ્તાવાની પ્રાર્થનાથી મારા પાપો ધોઈ શકતો નથી, અને મેં પોતાને નિરાશામાં જોયો.
ધર્મવિજ્ઞાનની સેમીનારીમાં કેલ્વીનવાદનો અભ્યાસ કરતા કરતા, હું યોહાન દ્વારા ઈસુના બાપ્તિસ્મા પાછળનું કારણ જાણવા માટે ઉત્સુક થયો. મેં ઘણા શિક્ષકોને યર્દનમાં યોહાન દ્વારા ઈસુના બાપ્તિસ્મા વિષે પૂછ્યું. પણ તેઓનો ઉત્તર રૂઢીવાદી હતો, જેમ કે તેણે પોતાને ઈશ્વરનો પુત્ર ઘોષિત કરવા માટે બાપ્તિસ્મા લીધું હતું. જોકે, તે ઉત્તર મારી જીજ્ઞાશાને તૃપ્ત કરવા માટે પુરતો નહતો.
યોહાન દ્વારા ઈસુના બાપ્તિસ્માની હકીકત મારા માટે સુંદર સુવાર્તાની ઓળખાણનું કારણ બની
સેમીનારીમાં મારા સમય પછી, મારા પાપ હજી પણ ધોવાયા નહાતા, અને હું તેના ભાર તળે વધારે દબાઈ ગયો હતો. પછી એક દિવસે મને સમજણ પડી કે કેમ ઈસુએ બાપ્તિસ્મા લીધું અને કેમ તેણે કહ્યું કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણને ઘટારત છે. તે સુંદર સુવાર્તા હતી જેણે કહ્યું કે યર્દનમાં ઈસુના બાપ્તિસ્મા દ્વારા મારા સઘળા પાપો ઈસુ પર નાખી દેવામાં આવ્યા. ઈશ્વરે પોતાના લિખિત વચનો દ્વારા આ સત્યને સમજવામાં મારી મદદ કરી.
ઈશ્વરના વચનને વારંવાર વાંચ્યા પછી, જેમાં સુંદર સુવાર્તા લખેલી છે, અંતમાં મને સત્ય સમજાયું કે યોહાન દ્વારા ઈસુના બાપ્તિસ્મા દ્વારા મારા સઘળા પાપોને તેના પર નાખી દીધા અને વધસ્તંભ પર તેનો ન્યાય કરવામાં આવ્યો.
જ્યારે મને સમજ પડી કે પવિત્ર આત્માનો અંતર્નીવાસ ખરેખર મારી અંદર છે. સુંદર સુવાર્તાને સમજ્યા પછી અને વિશ્વાસ કર્યા પછી મારા હૃદયના સઘળા પાપો સંપૂર્ણ રીતે માફ થઈ ગયા છે. સુંદર સુવાર્તાની સામર્થ્ય દ્વારા મારી નિરાશા અને નિષ્ફળતા સંપૂર્ણ રીતે દૂર થઈ ગઈ. જે પાપો મારા આત્મ-બલિદાન અને પસ્તાવાની પ્રાર્થના દ્વારા સાફ ન થયા તે પાપ હવે સાફ થઈ ગયા હતા. હું ખરેખર પ્રભુનો આભાર માનું છું.
જ્યારે હું કહું છું કે જગતના સઘળા પાપો ફક્ત વધસ્તંભ પરના ઈસુના રક્ત દ્વારા સાફ થઈ શકતા નથી ત્યારે હું સાચું કહું છું. યોહાન દ્વારા ઈસુનું બાપ્તિસ્મા પાપોની માફી તરફ લઈ જાય છે. હવે પ્રત્યેક લોકોએ આ સમજવું અને વિશ્વાસ કરવો જોઈએ કે તેઓના સઘળા પાપો ધોવાઈ ગયા છે, પાણી અને આત્માની સુવાર્તાનો આભાર. મારા હૃદયમાં પવિત્ર આત્માનો અંતર્નીવાસ છે કેમ કે પાણી અને આત્માની સુંદર સુવાર્તા, ઈશ્વરની સાક્ષીના વચનો, જે તેના પુત્ર વિષે સાક્ષી આપે છે, તેના પર વિશ્વાસ કરું છું જે મારા હૃદયના સઘળા પાપોને દૂર કરવા માટે પુરતું છે. સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવાના લીધે મેં કબૂતરની પેઠે પવિત્ર આત્મા મેળવ્યો.
તે દિવસથી, પવિત્ર આત્મા મારા હૃદયમાં કાર્ય કરી રહ્યો છે, મને મારું આત્મિક કાર્ય કરવા માટે સક્ષમ બનાવે છે, બીજા શબ્દોમાં, સુંદર સુવાર્તાનો પ્રચાર કરવા માટે. હવે મારા હૃદયમાં કોઈ પાપ નથી. યોહાન દ્વારા ઈસુનું બાપ્તિસ્મા અને વધસ્તંભ અપરાનું તેનું રક્ત મારા પાપોની માફીની સાક્ષી આપે છે અને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવા માટે મને સક્ષમ બનાવ્યો છે. હાલ્લેલૂયાહ! હું પ્રભુની સ્તુતિ કરું છું. પવિત્ર આત્મા શાંતિથી કબૂતરની પેઠે મારી ઉપર ઉતર્યો, અને જ્યારથી મેં પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવાનું શરુ કર્યું છે ત્યારથી મારી અંદર રહેવા લાગ્યો છે. ક્યારેક ક્યારેક તે મારા હૃદયની અંદર કબૂતરની પેઠે કાર્ય કરે છે અને ક્યારેક ક્યારેક ભઠ્ઠીની જેમ કાર્ય કરે છે.
હવે જો તમે પાણી અને આત્માની સુંદર સુવાર્તાનો સ્વીકાર કરો અને વિશ્વાસ કરો તો તમે પણ પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરી શકો છો. શું તમે મારી સાથે પાણી અને આત્માની સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરીને પવિત્ર આત્મા પ્રાપ્ત કરીને પ્રભુની સ્તુતિ કરવા નથી માંગતા? શું તમે મારી સાથે પાણી અને આત્માની સુંદર સુવાર્તાને આખા જગતમાં પ્રચાર કરવા નથી માંગતા? પાણી અને આત્માની સુંદર સુવાર્તા તમને પવિત્ર કરશે અને પવિત્ર આત્માનો અંતર્નીવાસ આપશે. ઈશ્વરના ન્યાયીપણાંએ વિશ્વાસની સુવાર્તા પ્રગટ કરી છે. તેથી પવિત્ર આત્માનો અંતર્નીવાસ પાણી અને આત્માની સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવા દ્વારા આપવામાં આવ્યો છે.
પવિત્ર આત્માએ મારા માટે કરેલા અદ્ભુત કાર્યો
મેં પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કર્યા બાદ, સુંદર સુવાર્તાનો પ્રચાર કરવા માટે ઘણી મંડળીમાં કામ કરવાનું શરુ કર્યું. સુંદર સુવાર્તાનો પ્રચાર કરવા માટે પવિત્ર આત્માએ મને સામર્થી રીતે સક્ષમ બનાવ્યો.
આ જ સમય હતો જ્યારે નિમ્નલિખિત ઘટના બની. જે શહેરમાં હું રહેતો હતો, ત્યાં એક દરજી હતો જે વિદેશી ખરીદનારાઓ સાથે વ્યવસાય કરતો હતો. અ વ્યક્તિ ડિકન હતો. એકવાર તે કોઈ વ્યક્તિ સાથે વ્યવસાય કરવા માટે એક સ્થાનિક હોટલમાં રોકાયો ત્યાં તેણે અમારું પોસ્ટર જોયું. તે આમંત્રણથી આકર્ષિત થયો અને મારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. તે મને મળ્યો અને કહ્યું કે તે પાછલા લાંબા સમયથી પાપમાં જીવી રહ્યો છે. પાણી અને આત્માની સુવાર્તા પર પાંચ કલાક વાત કર્યા પછી, તેણે અંતમાં પાપોની માફીના સત્યને ઓળખ્યું. તેણે નવો જન્મ પ્રાપ્ત કર્યો, અને તે સમયે પવિત્ર આત્માનો અંતર્નીવાસ પણ મેળવ્યો.
અહીંયા એક બીજી કહાની પણ છે જ્યારે હું મંડળી માટે ઈમારત જોવા માટે ગયો હતો. મેં એક અદભુત અને આલીશાન ઈમારત શોધી. પણ તે સમયે તે ઈમારતને મંડળી માટે ભાડે લેવા માટે પારી પાસે પૂરતા પૈસા નહાતા. મારા અનુભવ અનુસાર તે ઈમારતને ભાડે લેવું અસંભવ હતું. જોકે, મારા અંદરના પવિત્ર આત્માએ કહ્યું, “મજબુત અને વિશ્વસ્થ બન”. આશ્ચર્યજનક રીતે, હું મંડળી માટે તે ઈમારત લેવાનાં કાર્ય માટે સક્ષમ બન્યો પવિત્ર આત્માની મદદ માટે આભાર. તે સમયથી પવિત્ર આત્માએ મને પાણી અને આત્માની સુવાર્તાનો પ્રચાર કરવા માટે સક્ષમ બનાવ્યો. ત્યાં સુધી કે તે સમયે પણ પવિત્ર આત્માનો અંતર્નીવાસ મારી અંદર હતો, જે મને સઘળા લોકોને સુંદર સુવાર્તાનો પ્રચાર કરવા માટે કહી રહ્યો હતો. અને મેં જોયું કે જે લોકોએ સુંદર સુવાર્તા ગ્રહણ કરી અને વિશ્વાસ કર્યો તેઓએ પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કર્યો.
હું પવિત્ર આત્માનો આભાર માનું છું જેણે મને સુંદર સુવાર્તાનો પ્રચાર કરવા માટે યોગ્ય બનાવ્યો. હું જાણું છું કે પવિત્ર આત્માએ મારા માટે જે કાર્યો કર્યા છે તે લખવા માટે મારું આખું જીવન પણ ઓછું પડશે. પવિત્ર આત્માએ મારા હૃદયથી જીવનનું પાણી વહાવવા સાથે માની જીવવાની પણ અનુમતિ આપી. જે મારી અંદર રહે છે હું તેનો આભાર માનું છું.
પવિત્ર આત્માએ મંડળીની સ્થાપના કરી જે પાણી અને આત્માની સુવાર્તા દ્વારા તેની સાથે ચાલે છે
એકવાર હું સુંદર સુવાર્તાનો પ્રચાર કરવા માટે જંગલમાં ગયો. તે સમયે, ઈશ્વર મને એક નાના નગરમાં લઈને ગયા અને હું લોકોના એક નાના સમૂહને મળ્યો જેઓ ઈશ્વરને શોધી રહ્યા હતા. ઈશ્વરે મને તે લોકોને સુંદર સુવાર્તાનો પ્રચાર કરવા માટે કહ્યું, જેનાથી તેઓને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત થયો. સુંદર સુવાર્તાને સાંભળવા અને વિશ્વાસ કરવા દ્વારા તેઓએ પણ પવિત્ર આત્મા મેળવ્યો. પવિત્ર આત્માએ તેઓને મારા સહકર્મી બનવા માટે પ્રેરણા આપી, અને તે સમયથી હું આખા જગતમાં તેઓ સાથે સુંદર સુવાર્તાનો પ્રચાર કરી રહ્યો છું.
તે સમયે તે એક નાનો સમૂહ હતો, જે કોઈપણ ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા નહોતા. તેઓ ઈશ્વરની ઈચ્છા અનુસાર જીવવા માંગતા હતા, પણ તેઓના પાપની ગુલામીના કારણે તેઓ રડીને ઈશ્વર આગળ પોતાના પાપોની માફી માંગતા હતા. પવિત્ર આત્મા મને તે સમૂહ પાસે લઈ ગયા અને સુંદર સુવાર્તાનો પ્રચાર કરવા માટે કહ્યું. હું જોઈ શકતો હતો કે પવિત્ર આત્માએ મને અને તે લોકોને મળવા માટે તૈયાર કર્યા હતા. ઈશ્વરે મને સુંદર સુવાર્તાનો પ્રચાર કરવા માટે સક્ષમ કર્યા જેનો આરંભ જેમ લેવીમાં લખવામાં આવ્યું છે તેમ બલિદાનની પદ્ધતિ દ્વારા થાય છે, અને લોકોએ સુંદર સુવાર્તાના વચનો દ્વારા પવિત્ર આત્માને પ્રાપ્ત કર્યો.
ઈશ્વરે સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરનારા લોકો સાથે પવિત્ર આત્માની મંડળીની સ્થાપના કરી. પવિત્ર આત્માએ સુંદર સુવાર્તા દ્વારા તેઓને ઈસુના શિષ્યો તરીકે નિયુક્ત કર્યા. હવે વધારેમાં વધારે ઘેટાં પવિત્ર આત્માને પ્રાપ્ત કરી રહ્યા હતા અને મંડળીમાં પ્રવેશ કરી રહ્યા હતા.
પવિત્ર આત્માએ મને મિશન સ્કૂલ શરુ કરવા અને શિષ્યોને તૈયાર કરવા માટે નેતૃત્વ કર્યું. તેમણે મને લોકોને ઈશ્વરના વચનો પ્રચાર કરવા માટે મદદ કરી અને તેમણે વિશ્વાસ સાથે તેનું પાલન કરવા માટે અને ઈશ્વરનું કાર્ય કરનારા બનવા માટે શીખવા મદદ કરી. તેઓ જ્યાં ક્યાંય પણ ગયા ત્યાં સુંદર સુવાર્તાનાં કાર્યને થવા દીધું અને ઈશ્વરે તેમના દ્વારા મંડળીની સ્થાપના કરી. પવિત્ર આત્મા પોતાના સેવકોને પાણી અને આત્માની સુંદર સુવાર્તાનો પ્રચાર કરવા માટે નેતૃત્વ કરી રહ્યા છે. પવિત્ર આત્મા ન્યાયીનું નેતૃત્વ કરે છે, જેણે પાપોની માફી મેળવી છે, મંડળી સાથે જોડાયેલા છે અને આ જગતમાં ન્યાયી જીવન જીવવા માટે આશીર્વાદિત છે.
શેતાન પુરાતન કાળથી લોકોને છેતરતો આવ્યો છે અને તે આવું કરવાનું ચાલુ રાખશે. શેતાન લોકોને કહે છે કે તેઓ પસ્તાવાની પ્રાર્થનાથી, ઉપવાસ કે હાથ મૂકાવવા દ્વારા પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકે છે. આ સાચું નથી. લોકો પસ્તાવાની પ્રાર્થના અને હાથ મૂકાવવા દ્વારા પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકતા નથી. તેઓ ફક્ત ત્યારે જ પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકે છે જ્યારે તેઓ ઈશ્વર દ્વારા આપાયેલી પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવા દ્વારા પોતાના સઘળા પાપોની માફી મેળવે. પવિત્ર આત્માના અંતર્નીવાસનો આ જ સાચો અર્થ છે. પવિત્ર આત્માએ લોકોને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે નિરંતર ઈસુના શિષ્યોને પાણી અને આત્માની સુંદર સુવાર્તાને પ્રચાર કરવા માટે આગેવાની કરી.
પવિત્ર આત્માને અમને જગતભરમાં સાહિત્યિક સેવા કરવા માટે આગેવાની કરી
જેમ પાઉલે પોતાના પત્રોમાં સુંદર સુવાર્તા લખી, તેમ જ મારા હૃદયમાં વસેલો પવિત્ર આત્મા લેખન દ્વારા પાણી અને આત્માની સુવાર્તા પ્રચાર કરવા માટેનો મુખ્ય સ્ત્રોત છે. આ જ કારણ છે કે અમે સુંદર સુવાર્તા વળી પુસ્તકો પ્રકાશિત કરીએ છીએ, જે વાંચનારને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે મદદ કરે છે. શરૂઆતમાં અમે ખુબજ થોડા પાનાંઓ વાળી એક નાની પુસ્તકથી આરંભ કર્યો, પણ થોડાંજ સમયમાં અમારી પુસ્તક જેમાં સુંદર સુવાર્તા સમાયેલી છે તે આખા જગતમાં ફેલાઈ ગઈ.
જે પવિત્ર આત્મા મારી અંદર વસેલો છે તેણે ઘણાં લોકોને મંડળીમાં જોડ્યા જેઓએ પુસ્તક વાંચવા દ્વારા પોતાના પાપોની માફી મેળવી હતી. તે ઉપરાંત, તેણે અમને ઘણી બીજી વિદેશી ભાષાઓમાં સુંદર સુવાર્તા પ્રચાર કરવા માટે આગેવાની કરી. તેણે અમને સંયુક્ત રાષ્ટો સાથે સાથે બીજા ૧૫૦ દેશોમાં સુંદર સુવાર્તા પ્રચાર કરવા માટે આગેવાની કરી.
પવિત્ર આત્માએ મંડળીને વર્લ્ડ મિશન માટે પ્રાર્થના કરવા પ્રેરણા આપી અને સુંદર સુવાર્તાને સાહિત્યિક સેવા દ્વારા ભિન્ન ભાષાઓમાં અનુવાદ કરવા માટે અને પ્રચાર કરવા માટે અમારી આગેવાની કરી જેનાથી અલગ અલગ દેશોના ઘણાં લોકો આને સાંભળી શકે અને વિશ્વાસ કરી શકે. પવિત્ર આત્માએ મને બીજા દેશોના નવા શિષ્યો સાથે કામ કરવા માટે આગેવાની કરી અને તેઓ સાથે ત્યાં સુંદર સુવાર્તાનો પ્રચાર કરવાની અનુમતિ આપી. હું પવિત્ર આત્માનો આભાર માનું છું.
પવિત્ર આત્માએ રશિયામાં સુવાર્તા પ્રચાર કરવા માટે મને જોશથી ભરી દીધો. પવિત્ર આત્માએ પ્રાર્થના કરવા માટે અમારી આગેવાની કરી અને સત્યની શોધ કરનાર સુવાર્તા પ્રચારક સાથે મળવાનો અને તેઓને સુંદર સુવાર્તા સંભળાવવાની તક આપી. તે સમયે તેઓએ પહેલીવાર સુંદર સુવાર્તાને સાંભળી. ત્યારે તેઓએ પાણી અને આત્માની સુવાર્તા સાંભળવા અને વિશ્વાસ કર્યા બાદ અમારી જેમ પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો.
તેમાંનો એક, જે મોસ્કોમાં રાષ્ટ્રીય મહાવિદ્યાલયમાં પ્રાધ્યાપક હતો, તેણે પાણી અને આત્માની સુવાર્તા સાંભળ્યા બાદ મારી પાસે આવો અંગીકાર કર્યો.
“હું ૬ વર્ષોથી ઈશ્વર પર વિશ્વાસ કરું છું, પણ હું વાસ્તવિક સમજ વગર વિશ્વાસ કરતો હતો. જોકે, પાણી અને આત્માની સુંદર સુવાર્તા સાંભળ્યા બાદ, હવે મારા હૃદયમાં શાંતિ અને મજબુત વિશ્વાસ છે, હું ખરેખર ઈશ્વરનો આભારી છું. ત્યાં સુધી મેં વિચાર્યું હતું કે હું સાચા વિશ્વાસ સાથે ધાર્મિક જીવન જીવી રહ્યો છું. મારું ધાર્મિક જીવન ફક્ત ઈસુના રક્ત પર વિશ્વાસ કરવા સુધી સીમિત હતું, જે આપણા પાપો માટે માર્યો. જોકે, મને ખબર નહતી કે ઈશ્વરે મારા સઘળા પાપો સાફ કર્યા છે.
પછી હું નવો જન્મ પામેલા પાળકને મળ્યો અને સુંદર સુવાર્તા વિષે સાંભળ્યું જે ઈશ્વરે આપણને આપી છે, અને શીખ્યું કે હું હજી પણ પાપી છું. મેં સુંદર સુવાર્તા અને ન્યાયી બનવું શું હોય છે તેના વિષે વધારે શોધ કરવાનું શરુ કર્યું. મને ભાન થયું કે જ્યારે ઈસુએ બાપ્તિસ્મા લીધું ત્યારે મારા સઘળા પાપો તેની ઉપર ચાલ્યા ગયા હતા. તે સુંદર સુવાર્તા હતી. મને ભાન થયું કે ફક્ત મારા વાસ્તવિક પાપોઆવ્યા હતા. આ સત્યની સુવાર્તા સાંભળવા અને વિશ્વાસ કરવા દ્વારા નવો જન્મ પ્રાપ્ત કરવાથી હું ખુબજ ખુશ છું.”
આ પ્રધ્યાપક સાથે રશિયાના બીજા ઘણાં લોકોએ પાણી અને આત્માની સુવાર્તા સાંભળવા અને વિશ્વાસ કરવા દ્વારા પવિત્ર આત્મા મેળવ્યો. હવે પવિત્ર આત્માની મંડળી ત્યાં સ્થાપિત છે, પવિત્ર આત્માના કાર્ય દ્વારા વધારેમાં વધારે લોકો સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરી રહ્યા છે. ઈશ્વરે આ બધું કર્યું છે, અને તેથી હું ખાસ કરીને પવિત્ર આત્માનો આભાર માનું છું.
મારી અંદર પવિત્ર આત્માના નિવાસને કારણે મેં નવો જન્મ મેળવ્યો છે, જેમ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવાવાળા લોકો સાથે થાય છે, અને હવે હું આખા જગતમાં સુંદર સુવાર્તાનો પ્રચાર કરું છું. તેણે અમારી સુંદર સુવાર્તાની પુસ્તકોને ફક્ત અંગ્રેજીમાં જ નહિ પણ દુનિયાની ભિન્ન ભિન્ન ભાષાઓમાં અનુવાદ કરવા માટે અમારી આગેવાની કરી. તેણે અમને આ સુંદર સુવાર્તા આખા જગતમાં પ્રચાર કરવા માટે સક્ષમ બનાવ્યા. હું પવિત્ર આત્માનો આભાર માનું છું. તમે પણ પવિત્ર આત્માના અંતર્નીવાસને પ્રાપ્ત કરી શકો છો. ઈશ્વર ઈચ્છે છે કે તમે પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરો.
ઘણાં લોકો ઈશ્વરનું નામ પોકારીને અને પ્રાર્થાનાઓ અર્પણ કરીને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરે છે. જોકે, ઈસુએ આપણને જે પાણી અને આત્માની સુવાર્તા આપી છે તેના વગર પવિત્ર આત્મા પ્રાપ્ત કરવો ખોટું છે. આપણે કહી શકીએ છીએ કે ઈસુના પાણી અને આત્મા વગર પવિત્ર આત્મા મેળવવો ખોટી શિક્ષા છે.
શું ઈસુના શિષ્યોએ ઈસુની આપેલી સુંદર સુવાર્તા પર વિશ્વાસ કર્યા વગર પવિત્ર આત્મા મેળવ્યો હતો? નાં, બિલકુલ નહિ. તમારે એ જાણવું જોઈએ કે આજના સમયમાં પવિત્ર આત્મા તેઓની અંદર નિવાસ કરે છે જેઓ પાણી અને આત્માની સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે, અને પવિત્ર આત્માના જીવનનું પાણી તેમના હૃદયથી વહે છે. ત્યાં સુધી કે અત્યારે, પવિત્ર આત્માના જીવનનું પાણી સુંદર સુવાર્તા સાથે મારા હૃદયથી વહી રહ્યું છે. હાલ્લેલૂયાહ, હું પ્રભુનો આભાર માનું છું.