(એફેસી ૨:૧૪-૨૨)
“કેમ કે તે આપણું સમાધાન છે, તેમણે બન્નેનું એક કર્યું, અને [આપણી] વચ્ચેની આડી ભીંત પાડી નાખી છે. સલાહ કરીને પોતાનામાં તે બેનું એક નવું માણસ કરવાને, અને વધસ્તંભ ઉપર વૈરને મારી નાખીને એ દ્વારા એક શરીરમાં ઈશ્વરની સાથે બન્નેનું સમાધાન કરાવવાને તેમણ પોતાના દેહથી વિધિઓમાં સમાયેલી આજ્ઞાઓ સાથેના નિયમ [શાસ્ત્ર] રૂપ વૈરને નાબૂદ કર્યું. તેમણે આવીને તમ વેગળાઓને તથા જેઓ પાસે હતા તેઓને પણ શાંતિ [ની સુવાર્તા] પ્રગટ કરી. કેમ કે તે દ્વારા એક આત્મા વડે આપણ બન્ને પિતાની હજૂરમાં જવા પામીએ છીએ. માટે તમે હવે પારકા તથા વિદેશી નથી, પણ પવિત્રોની સાથેના એક નગરના [રહેવાસી] તથા ઈશ્વરનાં કુટુંબના [માણસો] છો. પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમે બંધાયેલા છો. ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે. તેમનામાં દરેક બાંધણી એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાઈને પ્રભુમાં વધતાં વધતાં પવિત્ર મંદિર બને છે. તેમનામાં તમે પણ ઈશ્વરના નિવાસને માટે આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો”.
ગરીબીનાં કારણે દત્તક લીધેલું બાળક
કોને લોકોને ઈશ્વરના વિમુખ કર્યા?
તેઓના પાપે આવું કર્યું.
કોરિયન યુદ્ધને સમાપ્ત થયે અડધી સદી વીતી ગઈ છે. પણ તેણે કોરિયન લોકોના અંદર ઊંડા ઘાવ કર્યા છે. કોરિયન યુદ્ધના પરિણામ બાદ, ઘણાં જુવાન બાળકોને વિદેશી દેશોએ દત્તક લીધા હતા. ત્યાં સુધી કે સંયુક્ત રાષ્ટ્રની સેના પણ કોરિયા આવી અને તે સમયે અમને ઘણી મદદ કરી, પણ જ્યારે સૈનિકો પાછા જતા રહ્યા ત્યારે ઘણાં બાળકો અનાથ બન્યા.
સંયુક્ત રાષ્ટ્રના ઘણાં સૈનિકો જેઓની પત્નીઓ અને બાળકો હતા તેઓ જ્યારે પાછાં ગયા ત્યારે પોતાના પરિવારને અહિયાં છોડીને ગયા. તેઓમાનાં ઘણાં બાળકો પોતાની મા દ્વારા અનાથ આશ્રમમાં છોડી દેવામાં આવ્યા અને પછીથી દત્તક લેવા માટે વિદેશમાં મોકલી દેવામાં આવ્યા. હકીકતમાં આ સારું હતું કે તે જુવાન બાળકોનું પાલન કરવાવાળા માતા પિતા મળી ગયા અને તેઓનું પાલન પોષણ સારી રીતે થયું.
આ દત્તક લીધેલા બાળકો જ્યારે મોટા થયા ત્યારે તેઓ પોતાના માતા પિતા અને પડોશીઓ કરતા અલગ દેખાતા હતા, અને તેઓને ખબર પડી કે તેઓ કોરિયા નામના દેશમાંથી દત્તક લીધેલા છે. ‘શું મારા માતા પિતાએ મને છોડી દીધો છે? શું તેઓ મને નફરત કરતા હતા એટલે મને આ દેશમાં મોકલી દીધો છે?’ પોતાના જુવાન મન સાથે, આ બાળકો ન સમજી શક્યા કે શું થયું હતું.
પોતાના સાચા માતા પિતા પ્રત્યે જીજ્ઞાસા અને નફરતે તેઓને તેમને મળવા માટે ઉત્સુક કર્યા હતા. ‘હું વિચારું છું કે મારા માતા પિતા કેવા દેખાય છે? તેઓ મને કેવીરીતે છોડી શકે? શું તેઓએ આવું એટલા માટે કર્યું કેમ કે તેઓ મને નફરત કરતા હતા? ના, આવું કરવા પાછળ કોઈ કારણ જરૂર હોવું જોઈએ.’ તેઓને ઘણી ગેરસમજ હશે અને ઘણી વાર તેઓ નફરતનો પણ અનુભવ કરતા હશે. અને બીજી બાજુ તેઓ આ વિષે વધારે વિચારવા નથી માંગતા. તેઓ આ વિષે જાણે તે પહેલા, તે બાળકો મોટા થઈ ગયા અને હવે તેઓ જુવાન થઈ ગયા છે. તેઓએ લગ્ન કરી લીધા છે, તેઓના બાળકો છે અને તેઓએ પોતાનું પરિવાર બનાવ્યું છે.
એક સ્થાનિક ટીવી નેટવર્કનાં પ્રોગ્રામ દ્વારા મને આ બાળકોમાં રસ પડ્યો. આ પ્રોગ્રામમાં, ટીવી રિપોર્ટર એક સ્ત્રીનું ઈન્ટરવ્યું લઈ રહી હતી જે જર્મનીમાં રહેતી હતી અને જેને દત્તક લેવામાં આવી હતી. આ સ્ત્રી તે સમયે પોતાની ૨૦ વર્ષની ઉમરમાંથી પસાર થઈ રહી હતી અને તે ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરી રહી હતી. સર્વ પ્રથમતો તે સ્ત્રી પોતાને ટીવી ઈન્ટરવ્યુંથી બચાવતી રહી કેમ કે નહોતી ઈચ્છતી કે લોકો એવું જાને કે તે દત્તક લીધેલી છે. રીપોર્ટરે તેને સમજાવ્યું કે તેનું ઈન્ટરવ્યું વિદેશના લોકોને બાળકો દત્તક લેવાની જાણકારીમાં મદદ કરશે. સ્ત્રી માની ગઈ.
રિપોર્ટરનો એક પ્રશ્ન એ હતો, “જો તમે તમારા સાચા માતા પિતાને માળો તો તમે શું કહેશો? તમે શેના વિષે વધારે ઉત્સાહિત છો?” સ્ત્રીએ ઉત્તર આપ્યો, “હું સમજી શકતી નથી કે કેમ તેઓએ મને દત્તક આપી. હું પૂછવા માંગુ છું કે શું તેઓ મને નફરત કરતા હતા”. તેને જન્મ આપનારી માતાએ આ ઈન્ટરવ્યું ટીવી પર જોયું, ટીવી પ્રસારણ કરવાવાળાનો સંપર્ક કર્યો, અને કહ્યું કે તેણી તેઓને મળવા માંગે છે. આ રીતે બંને મળ્યા.
મા જલ્દી જ એરપોર્ટ પર આવી ગઈ હતી અને પોતાની દીકરીને આવવાની રાહ જોઈ રહી હતી. જ્યારે તે જવાન સ્ત્રી બહાર આવી, ત્યારે તેની મા ત્યાં ઉભી રહીને રડવા લાગી.
આ બંને વ્યક્તિઓ પહેલાં ક્યારેય સામસામે મળ્યા નહોતા. મા એ પોતાની મોટી થયેલી દીકરીને પહેલીવાર ટીવી પર જોઈ હતી. ભલે તેઓ બંને અલગ અલગ ભાષાઓ બોલતા હતા, પણ તેઓ પોતાના હૃદયથી વાત કરી રહ્યા હતા, અને ભાવુકતા સાથે બંને એક બીજાને મળ્યા. તેઓએ એકબીજાના ચહેરાને સ્પર્શ અકાર્યો અને મા એ જે કર્યું હતું તેના માટે તે માફી માંગી રહી હતી. તે ફક્ત રોઈ શકતી હતી અને જે કંઈપણ તેણે કર્યું તેના લીધે માફી માંગી શકતી હતી.
મા પોતાની દીકરીને ઘરે લઈને આવી અને તેઓએ સાથે ભોજન કર્યું. નિસંદેહ, દીકરી ફક્ત જર્મન ભાષા જ બોલતી હતી અને મા ફક્ત કોરિયન, તેથી તેઓ શાબ્દિક રીતે વાતચીત ન કરી શક્યા. પણ છતાં કોઈક રીતે મા અને દીકરીએ એકબીજાને સમજ્યા. તેઓએ શબ્દ વગર ઘણી વાત કરી, અને તેઓએ હાથોના ઇશારાથી, એકબીજાના ચહેરાને સ્પર્શ કરીને અને આંખો અને હૃદયથી વાત કરી.
જ્યારે તે જર્મની પાછી જઈ રહી હતી, ત્યારે દીકરીને ખબર પડી કે તેને જન્મ આપનારી તેની મા તેને પુષ્કળ પ્રેમ કરતી હતી. જે પત્રકારે પહેલું ઈન્ટરવ્યું લીધું હતું તેણે તેના જતા પહેલા બીજું એક ઈન્ટરવ્યું લીધું. “મારે પૂછવાની જરૂર પડી નહિ કે કેમ મારી મા એ મને દત્તક આપી દીધી. મારી મા આજેપણ ગરીબ છે. આ દેશના ઘણા સમૃદ્ધ લોકો એટલા પૈસાવાળા છે કે તેઓ વિદેશી ગાડીઓ ફેરવે છે, પણ મારી મા આજેપણ ગરીબ છે. તેણે આગળ કહ્યું, “ભલે મેં મારી માને તે પ્રશ્નો નહોતા પૂછ્યા અને મને તેની તરફથી કોઈ ઉત્તર નથી મળ્યો, મેં જોયું કે તેણે મને આ ગરીબીથી બચાવવા માટે મને દૂર મોકલી. તેથી તેને તે પ્રશ્ન પૂછવાની મને જરૂર ન પડી, અને હવે સઘળી શંકા અને નફરત દૂર થઈ ગયા છે”.
લોકો પોતાના હૃદયમાં પાપના કારણે ઈશ્વરથી વિમુખ થઈ ગયા હતા
કેમ આપણે ઈશ્વરથી અલગ થઈ ગયા, અને કેમ આપણે તેની નજીક ન જઈ શક્યા? જે સ્ત્રીને દત્તક લેવામાં આવી હતી તેણે શીખ્યું કે તેની મા એ તેને ગરીબીથી બચાવવા માટે તેને દૂર મોકલી હતી. શું આ ઈશ્વર સાથે પણ સાચું છે? ઈશ્વરે આપણને પોતાની સમાનતામાં બનાવ્યા છે. આપણને તેનાથી કોણ અલગ કરી શકે? ઉત્તર એ છે કે શેતાને મનુષ્યને પાપ કરવા માટે ઉત્સાહિત કર્યો, અને પાપે તેને ઈશ્વરથી અલગ કર્યો.
આરંભમાં, ઈશ્વરે મનુષ્યને પોતાની સમાનતામાં બનાવ્યો હતો અને તે પોતાની સૃષ્ટિને ખુબજ પ્રેમ કરતો હતો. મનુષ્યને ઈશ્વરના પ્રેમથી બનાવવામાં આવ્યો હતો અને આખી સૃષ્ટિમાં તે સૌથી શ્રેષ્ઠ હતો. જોકે, નીચે ફેકવામાં આવેલો દૂત જેનું નામ શેતાન છે તેણે મનુષ્યને ઈશ્વરથી અલગ કરવાનું કાર્ય કર્યું. શેતાને મનુષ્યને ઈશ્વરનું વચન ન માનવા માટે ઉક્સાવ્યો, અને તેને ભલું અને ભૂંડું જાણવાના વૃક્ષનું ફળ ખવડાવ્યું.
આમ મનુષ્ય પોતાના પાપના કારણે ઈશ્વરથી અલગ થઈ ગયો. મનુષ્ય ઈશ્વર પ્રત્યે અનાજ્ઞાકારી રહ્યો. મનુષ્યે અનંત જીવન આપનારા વૃક્ષનું ફળ ખાધું નહિ, જે ખાવા માટે ઈશ્વરે અનુમતિ આપી હતી, પણ તેને ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું ફળ ખાધું અને આજ્ઞા તોડી. તેનું પરિણામ એ હતું કે મનુષ્ય ઈશ્વરથી અલગ થઈ ગયો.
ઈશ્વરના પ્રથમ પ્રેમનો હકદાર મનુષ્ય ઘમંડનાં કારણે ઈશ્વરથી અલગ થઈ ગયો. તેના હૃદયમાં પાપ હોવાના કારણે, મનુષ્ય ધીરે ધીરે ઈશ્વરથી વિમુખ થઈ ગયો. ત્યારબાદ, મનુષ્ય લાંબા સમય સુધી ઈશ્વરથી અલગ રહ્યો અને ફરિયાદ કરવા લાગ્યો, “કેમ ઈશ્વરે અમને બનાવ્યા બાદ અમને છોડી દીધા? કેમ તેણે અમને નબળા બનાવીને નરકમાં મોકલી દીધા? તેનાથી સારું એ હોત કે તેમણે અમને બનાવ્યા જ ન હોત”. આપણે જન્મ પહેલા ઘણાં પ્રશ્નો, સાથે સાથે ઉત્સુકતા, શંકા અને નફરત લઈને જીવી રહ્યા છીએ.
જ્યારે મેં દત્તક લીધેલી સ્ત્રીને ટીવી પ્રોગ્રામમાં જોઈ, ત્યારે મને ખબર પડી કે જેવો સંબંધ તેનો પોતાની સગી મા સાથે હતો તેવોજ સંબંધ મનુષ્યનો ઈશ્વર સાથે છે. કોઈ વિપત્તિ, ગેરસમજ, શ્રાપ કે કોઈપણ પ્રકારનું પાપ કોઈપણ પરિસ્થિતિમાં મનુષ્યને ઈશ્વરથી અલગ કરી શકતું નથી. હું એ પણ સમજી શક્યો કે ભલે ઈશ્વર અને મનુષ્ય વચ્ચેનો સંબંધ પ્રેમ પર નિર્ભર હોય છતાં પણ ગેરસમજ થવાની શક્યતા છે.
જેન માએ નફરતનાં કારણે દીકરીને દૂર નહોતી મોકલી, તેમજ ઈશ્વરે નફરતના કારણે પોતાને મનુષ્યથી અલગ નથી કર્યા. ઈશ્વર પાસે મનુષ્યને નફરત કરવાનું કોઈ કારણ નથી અને મનુષ્ય પાસે ઈશ્વરને નફરત કરવાનું કોઈ કારણ નથી. આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ. મનુષ્ય ઈશ્વરથી અલગ રહે છે તેનું કારણ એ છે કે તે શેતાનની ચાલ સામે નમીને પાપી બની ગયો.
ઈશ્વરે ઈસુ દ્વારા આપણો સ્વીકાર કર્યો
“પણ તમે જેઓ પહેલાં દૂર હતા તે તમે હમણાં ખ્રિસ્ત ઈસુમાં ખ્રિસ્તના લોહીએ કરીને પાસે આવ્યા છો. 14કેમ કે તે આપણું સમાધાન છે, તેમણે બન્નેનું એક કર્યું, અને [આપણી] વચ્ચેની આડી ભીંત પાડી નાખી છે. 15સલાહ કરીને પોતાનામાં તે બેનું એક નવું માણસ કરવાને” (એફસી ૨:૧૩-૧૫). પ્રભુએ વ્યવસ્થાની આજ્ઞા પૂરી કરવા માટે યોહાન દ્વારા બાપ્તિસ્મા લીધું અને જગતના સઘળા પાપોને લઈ લીધા. પછી તેણે મનુષ્યોને તેમના પાપોથી બચાવવા માટે અને ઈશ્વર દ્વારા સ્વીકાર થઈ શકે તે માટે વધસ્તંભ પર પોતાનું રક્ત વહાવ્યું. ઈશ્વર હવે તેઓનો સ્વીકાર કરે છે જેઓ તેના દ્વારા શુદ્ધ થયા છે.
શું તમે ક્યારેય પાણી વગરની દુનિયાની કલ્પના કરી છે? થોડા સમય પહેલા, મેં ઈન્ચોન શહેરમાં બાઈબલની સભામાં ભાગ લીધો, જે કોરિયાના મોટા બંદરોમાનું એક મોટું બંદર હતું જ્યાં થોડા દિવસો સુધી નાળામાં પાણી નહોતું આવ્યું અને મેં વિચાર્યું કે, ‘લોકો પાણી વગર જીવી શકતા નથી’.
જો ઈશ્વર એક મહીના માટે દુનિયાને પાણી વગરની કરી નાખે, તો શહેરોમાં બદબૂ, ગંદકી અને અત્યાધિક તરસના લીધે જીવવાનું અસંભવ થઈ જશે. આપણે પાણીના મૂલ્યને સમજવું જોઈએ, જે ઈશ્વરે આપણને આપ્યું છે. જેમ પાણી ઈશ્વર માટે આવશ્યક છે, તેમ જ યર્દન નદીમાં યોહાન દ્વારા ઈસુએ જે બાપ્તિસ્મા લીધું તે પણ તેટલું જ મહત્વનું છે.
જો ઈસુ યોહાન દ્વારા બાપ્તિસ્મા લેવા માટે આ જગતમાં ન આવ્યા હોત, તો ઈસુ પર વિશ્વાસ કરવાવાળા પાપોની માફીને કઈ રીતે પ્રાપ્ત કરી શક્યા હોત? જેમ મનુષ્ય પાણી વગર નથી જીવી શકતો, તેમજ જો ઈસુએ યોહાનથી બાપ્તિસ્મા ન લીધું હોત તો આ જગતના સઘળા લોકો તેમના પાપોના કારણે મરી ગયા હોત.
જોકે, ઈસુના બાપ્તિસ્માએ આપણા સઘળા પાપો લઈ લીધા છે, હવે આપણે આપણા જ્ઞાનમાં આશ્વસ્થ થઈ શકીએ છીએ કે આપણા હૃદયને શુદ્ધ કરવામાં આવ્યું છે અને આપણને ઉદ્ધારનો આશીર્વાદ મળ્યો છે. તદુપરાંત, તેનું બાપ્તિસ્મા આપણા માટે પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવા માટે ખુબજ મહત્વનું છે.
ઈસુના એક શિષ્ય, પિતરે કહ્યું, “એ દ્દષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી, જે શરીરનો મેલ દૂર કરવાથી નહિ, પણ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હ્રદયની માંગણીથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હમણાં તમને પણ તારે છે” (૧ પિતર ૩:૨૧). પિતરનું કથાન કહે છે કે ઈસુએ આપણને આપણા પાપોથી બચાવવા માટે યોહાનથી બાપ્તિસ્મા લીધું અને વધસ્તંભ પર રક્ત વહાવ્યું. ઈસુનું બાપ્તિસ્મા, જે જગતના સઘળા પાપોને સાફ કરે છે, આ સાચી સુવાર્તા છે.
આવો હવે નિર્ગમન ૩૦:૧૭-૨૧માં પિત્તળના હોજ વિષેનો એક ભાગ જોઈએ, “અને યહોવાએ મૂસાને કહ્યું, “વળી હાથપગ ધોવાને માટે તું પિત્તળનો હોજ બનાવ, ને તેનું તળિયું પિત્તળનું થાય; અને તું તેને મુલાકાતમંડપ તથા વેદીની વચ્ચે મૂક, ને તેમાં પાણી રેડ. અને હારુન તથા તેના દીકરાઓ તેમાં હાથપગ ધુએ. તેઓ મુલાકાતમંડપમાં પેસે, અથવા સેવા કરવાને માટે, એટલે યહોવાને માટે હોમયજ્ઞ બાળવાને માટે, એટલે યહોવાને માટે, હોમયજ્ઞ બાળવાને માટે, વેદી પાસે આવે ત્યારે તેઓ માર્યા ન જાય માટે પાણીથી સ્નાન કરે. એમ જ તેઓ હાથપગ ધુએ, એ માટે કે તેઓ મરે નહિ. અને તે તેઓને માટે એટલે પેઢી દરપેઢી તેને માટે તથા તેના સંતાનને માટે સદાનો વિધિ થાય.”
તંબૂની અંદર પિત્તળનો હોજ હતો, જે તંબૂ અને વેદી વચ્ચે હતો, જેમાં સાફ કરવા માટે પાણી ભરેલું હતું. જો તે હોજ તંબૂની અંદર નહોત, તો યાજક બલિદાન અર્પણ કરતા સમયે કેટલા ગંદા થયા હોત.
લોકો માટે દરરોજ બલિદાન અર્પણ કરવાવાળા અને બલી પર પોતાના હાથો મૂકવાવાળા યાજકો ઉપર રક્ત અને ગંદકીના કેટલા ડાઘાં પડ્યા હોત? જો તંબૂમાં હોજ નહોત, તો યાજક ખુબજ ગંદા થયા હોત.
તેથીજ ઈશ્વરે તેઓ માટે હોજ બનાવ્યું જેથી તેઓ ઈશ્વર પાસે સાફ હાથ લઈને જઈ શક્યા. પાપી બલિદાન ઉપર પોતાના હાથ મૂકવા દ્વારા પોતાના પાપ બલિદાન ઉપર નાખતો હતો, અને તેઓના બદલે યાજક ઈશ્વર સામે બલિદાન ચઢાવતા. ઈશ્વરે પિત્તળનો હોજ તૈયાર કર્યો જેથી જાયક પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવા માટે પોતાને સાફ કરી શકે, નહીતો તે મૃત્યુ પામ્યાં હોત. ત્યાં સુધી કે યાજક પશુના રક્તના ડાઘા સાથે પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરી શકતા નહોતા. તેથી યાજ્કો માટે બલિદાન અર્પણ કર્યા બાદ ઈશ્વરની નજીક જવા માટે સઘળી ગંદકીને હોજના પાણીથી સાફ કરવાની હતી.
ઈસુના બાપ્તિસ્માએ જગતના સઘળા પાપોને ધોઈ નાખ્યા
યર્દન નદીમાં યોહાન દ્વારા ઈસુના બાપ્તિસ્માથી, જગતના સઘળા પાપો તેની ઉપર પારિત થઈ ગયા હતા. અને પાણીમાં સંપૂર્ણ રીતે ડૂબકી લગાવવી તેના મૃત્યુને દર્શાવે છે અને પાણીની બહાર આવવું તેના પુનરુત્થાનને દર્શાવે છે. બીજા શબ્દોમાં, જગતના સઘળા પાપો લઈ લેવા માટે ઈસુએ યોહાનથી બાપ્તિસ્મા લીધું, પાપોની કીમત ચૂકવી અને વધસ્તંભ પર મર્યો. તેનું મૃત્યુ આપણા પાપોની કીમત ચુકવવા માટે હતી અને તેનું પુનરુત્થાન આપણને જીવન આપે છે.
જો આપણે વિશ્વાસ નથી કરતા કે ઈસુએ પોતાના બાપ્તિસ્મા દ્વારા આપણા સઘળા પાપો લઈ લીધા છે, તો આપણા હૃદય પાપોથી ભરાઈ જશે. આ બાબતમાં, આપણે કઈ રીતે ઈશ્વરની નજીક જઈ શકીએ છીએ? પાપોની માફીની સુવાર્તા સંસ્થાનો કોઈ સિદ્ધાંત નથી પણ ઈશ્વરનું સત્ય છે.
આપણે સંપૂર્ણ જ્ઞાન વગર આપણા વિશ્વાસનું નેતૃત્વ કરી શકતા નથી, બીજા શબ્દોમાં, જો આપણે એ વાતની ચિંતા કરતા નથી કે ઈસુએ યોહાન દ્વારા બાપ્તિસ્મા લીધું છે તો આપણે જગતને જીતી શકતા નથી. જેમ સઘળા જીવોને જીવવા માટે પાણીની જરૂર પડે છે, તેમજ આપણને વિશ્વાસથી જીવવા માટે અને સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ કરવા માટે પાપોની માફી અને ઈસુના બાપ્તિસ્માનું પાણી જરૂરી છે. આપણને આપણા પાપોથી બચાવવા માટે ઈસુને બાપ્તિસ્મા લેવું પડ્યું, વધસ્તંભ પર મરવું પડ્યું અને પુનરુત્થિત થવું પડ્યું. આ પાનિયા ને આત્માની સુવાર્તા છે, જેના પર આપણે આપણા સંપૂર્ણ હૃદયથી વિશ્વાસ કરવાનો છે.
ભલે ઈસુને મારવા માટે વધસ્તંભ પર ચઢાવવામાં આવ્યો, પણ તેણે સજા પામવાં જેવું કશું કર્યું જ નહતું. તે આપણા પાપોને સાફ કરવા માટે આ જગતમાં આવ્યો, ૩૦ વર્ષની ઉમરમાં બાપ્તિસ્મા લીધું, અને ૩૩ વર્ષની ઉમરમાં વધસ્તંભ પર મારવા દ્વારા આપણો ઉદ્ધારક બન્યો. ઈશ્વર મનુષ્યજાતિને પોતાની સંતાન બનાવવા માંગે છે, ભલે પછી આપણે ખુબજ દુર્બળ અને પાપી કેમ ન હોય. તેથીજ ઈસુએ બાપ્તિસ્મા લીધું હતું. ઈશ્વરે આપણને એકજ સમયે પાપોની માફી અને પવિત્ર આત્માનો ઉપહાર આપ્યો.
બાઈબલ કહે છે કે જ્યાં સુધી વ્યક્તિ પાણી અને આત્માથી ન જન્મે, ત્યાં સુધી તે ન તો ઈશ્વરના રાજ્યને જોઈ શકે છે અને ન તો તેમાં પ્રવેશ કરી શકે છે (યોહાન ૩:૩-૫). તમારે જાણવું પડશે અને વિશ્વાસ કરવો પડશે કે આપણા સઘળા પાપો સાફ કરવા માટે ઈસુએ બાપ્તિસ્મા લીધું. જો કોઈ નવો જન્મ પામેલો ખ્રિસ્તી છે, પણ જો તે આ વાતને નથી જાણતો કે ઈસુએ જગતના સઘળા પાપો લઈ લેવા માટે બાપ્તિસ્મા લીધું હતું, તો તેમનું હૃદય ખુબજ જલ્દી મેલું થઈ જશે. કેમ કે આપણે શારીરિક પ્રાણી છીએ, તેથી આપણે દરરોજના જીવનમાં પાપના કારણે મેલાં થઈ જઈએ તે સમભાવ છે. તેથી આપણે હંમેશા વિશ્વાસથી જીવવું જોઈએ, અને ઈસુના બાપ્તિસ્મા, તેના રક્ત, અને તેમના પુનરુત્થાન પર મનન કરવું જોઈએ. જ્યાં સુધી આપણે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ ન કરીએ ત્યાં સુધી આપણે આ વિશ્વાસનું પાલન કરવું જોઈએ.
ઈસુ પાસે આપણા પાપોના કારણે બાપ્તિસ્મા લેવા અને મરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહતો, તેથી આપણે વિશ્વાસ કરવો જોઈએ કે આવું કરવા દ્વારા તેણે આપણને ઉદ્ધાર આપ્યો છે.
આપણે પ્રભુનો આભાર માનીએ છીએ, જેણે આપણને પાણી અને આત્માની સુવાર્તા આપી છે. ઈશ્વરે આપણને સૌથી મોટા ઉપહારના રૂપમાં પોતાનો એકાકીજનીત પુત્ર આપી દીધો જેણે પોતાના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા આપણને આપણા સઘળા પાપોથી બચાવ્યાં છે.
આપણે ઈશ્વરની નજીક જઈ શકતા નથી અને તેનાથી દૂર થઈને જીવવા માટે મજબુર છીએ તેની પાછળનું કારણ છે કે આપણા હૃદયમાં પાપ છે. જગતના સઘળા પાપો લઈ લેવા માટે ઈસુએ યોહાન પાસેથી બાપ્તિસ્મા લીધું અને મનુષ્ય અને ઈશ્વરને અલગ કરનારી દીવાલને તોડવા માટે વધસ્તંભ પર જીવ આપ્યો. તેના બાપ્તિસ્મા અને રક્તના કારણે મનુષ્ય અને ઈશ્વર વચ્ચેનો સંબંધ પુન:સ્થાપિત થયો. ઉપહાર માટે આપણે તેનો આભાર માનીએ છીએ. બાળકો માટે શારીરિક માતા પિતાનો પ્રેમ મહાન હોય છે, પણ ઈશ્વરનો પ્રેમ જેનાથી ઈસુએ આપણ પાપીઓને બચાવ્યા છે તેની સામે તેની કોઈ તુલના નથી.
ઈસુનું બાપ્તિસ્મા અને રક્ત બંને મહત્વપૂર્ણ છે. જો દુનિયામાં પાણી નહોત, તો શું કોઈપણ જીવતું રહી શક્યું હોત? ઈસુના બાપ્તિસ્મા વગર, કોઈપણ વ્યક્તિ પોતાના હૃદયમાં પાપ વગર રહેતું નથી. જો ઈસુએ બાપ્તિસ્મા ન લીધું હોત, અને જો તેણે વધસ્તંભ પર પોતાનો જીવ આપ્યો નહોત, તો કોઈપણ વ્યક્તિએ પાપોની માફી પ્રાપ્ત કરી નહોત. ઈસુએ બાપ્તિસ્મા લઈને અંતિમ બલિદાન અર્પણ કર્યું. ભલે આપણી અંદર અભાવ અને અવિશ્વાસુપણું છે, છતાં પણ આપણે તેના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્ત પર વિશ્વાસ કરીને પવિત્ર આત્મા પ્રાપ્ત કરી સહીએ છીએ.
જે લોકો ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્ત પર વિશ્વાસ કરે છે જેઓ ઈશ્વરની વધારે નજીક જઈ શકે છે, પ્રાર્થના કરી શકે છે અને તેની સ્તુતિ કરી શકે છે. હવે આપણે પ્રભુની સ્તુતિ અને આરાધના કરી શકીએ છીએ કેમ કે આપણે તેમની સંતાન બન્યા છીએ. આ ઈશ્વરની કૃપા અને આશીર્વાદ છે. ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના રક્તની સુવાર્તા ખરેખર અદભુત છે. આપણે સર્વ આ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરીને ઉદ્ધાર અને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરી શકીએ છીએ.