• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

વિષય ૮ : પવિત્ર આત્મા

[8-10] આત્મામાં ચાલવું! (ગલાતી ૫:૧૬-૨૬, ૬:૬-૧૮)

આત્મામાં ચાલવું!(ગલાતી ૫:૧૬-૨૬, ૬:૬-૧૮)
"પણ હું કહું છું કે, આત્માથી ચાલો, એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહિ. કેમ કે  દેહ આત્માની વિરુદ્ધ ઇચ્છા કરે છે, અને આત્મા દેહની વિરુદ્ધ; કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે; અને તેથી જે તમે ચાહો તે તમે કરતા નથી. પણ જો તમે આત્માથી દોરાતા હો, તો તમે નિયમ [શાસ્‍ત્ર] ને આધીન નથી. દેહનાં કામ તો ખુલ્લાં છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિપૂજા, જાદુ, વૈરભાવ, કજિયા, કંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી, અદેખાઈ, છાકટાઈ, વિલાસ તથા એઓના જેવાં [કામ] ; જેમ પહેલાં મેં તમને ચેતાવ્યા હતા તેમ તેઓ વિષે હમણાં પણ ચેતાવું છું કે, જેઓ એવાં કામ કરે છે તેઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ. પણ [પવિત્ર] આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. જેઓ ખ્રિસ્તના છે, તેઓએ દેહને તેના વિષયો તથા ઇચ્છાઓ સહિત વધસ્તંભે જડ્યો છે. જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માથી ચાલવું પણ જોઈએ. આપણે એકબીજાને ખીજવીને તથા એકબીજા પર અદેખાઈ રાખીને મિથ્યા બડાઈ ન કરીએ. 
સુવાર્તા વિષે જે શીખનાર‌ છે તેણે શીખવનારને સર્વ સારાં વાનાંમાંથી હિસ્‍સો આપવો. ભૂલો નહિ; ઈશ્વરની મશ્કરી કરાય નહિ:કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે. કેમ કે જે પોતાના દેહને અર્થે વાવે તે દેહથી વિનાશ લણશે. પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંતજીવન લણશે. તો સારું કરતાં આપણે થાકવું નહિ; કેમ કે જો કાયર ન થઈએ, તો યોગ્ય સમયે લણીશું. માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું અને વિશેષ કરીને વિશ્વાસના કુંટુંબના જે છે તેઓનું સારું કરીએ. જુઓ, હું મારે પોતાને હાથે કેટલા મોટા અક્ષરોથી તમારા પર લખું છું. દેહ વિષે જેટલા સારા દેખાવા ચાહે છે, તેટલા ખ્રિસ્તના વધસ્તંભને લીધે પોતાની સતાવણી ન થાય માટે જ તમને સુન્‍નત કરાવવાની ફરજ પાડે છે. કેમ કે જેઓ સુન્‍નત કરાવે છે તેઓ પોતે નિયમ પાળતા નથી; પણ તમારા દેહમાં તેઓ અભિમાન કરે, એ માટે તેઓ તમારી સુન્‍નત કરાવવાને ચાહે છે. પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ સિવાય હું બીજા કશામાં અભિમાન કરું એવું ન થાઓ; તેથી કરીને મારા સંબંધી જગત વધસ્તંભે જડાયેલું છે, અને જગત સંબંધી હું. કેમ કે સુન્‍નત કંઈ નથી, તેમ બેસુન્‍નત પણ કંઈ નથી. પણ નવી ઉત્પત્તિ [એ જ કામની] છે. જેટલા આ નિયમ પ્રમાણે ચાલનારા છે, તેટલા પર તથા ઈશ્વરના ઇઝરાયલ પર શાંતિ તથા કૃપા હો. હવેથી કોઈ મને તસ્દી ન આપે, કેમ કે મારા શરીર પર પ્રભુ ઈસુનાં ચિહ્નોની છાપ મારેલી છે. ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો.આમીન."
 

આપણે પવિત્ર આત્મામાં ચાલવા માટે શું કરવું જોઈએ?
આપણે સુંદર સુવાર્તાનો પ્રચાર અને અનુસરણ કરવું જોઈએ.
 
પ્રેરિત પાઉલે ગલાતીઓને પોતાના પત્રમાં પવિત્ર આત્મા વિષે લખ્યું છે. ગલાતી ૫:૧૩-૧૪માં લખ્યું છે, કેમ કે, ભાઈઓ, તમને તો સ્વતંત્રતા પ્રાપ્ત કરવાને બોલાવેલા હતા, માત્ર એટલું જ કે તે તમારી સ્વતંત્રતા શારીરિક વિષયભોગને અર્થે ન વાપરો, પણ પ્રેમથી એકબીજાની સેવા કરો. કેમ કે “તું જેમ પોતા પર પ્રેમ રાખે છે તેમ તારા પડોશી પર પ્રેમ રાખ.” આ એક જ વચનમાં આખા નિયમ [શાસ્‍ત્ર] નો સમાવેશ થાય છે.”
ટૂંકમાં, સંદેશ એ છે કે જ્યારથી આપણે સુંદર સુવાર્તા પર વિશ્વાસનાં કારણે બચાવવામાં આવ્યા છીએ અને આપણા પાપોથી મુક્ત છીએ, તો પછી આપણે આ સ્વતંત્રતાને દૈહિક વાસનામાં પડવાની તક ન બનાવી જોઈએ, પણ પ્રેમથી આપણે એકબીજાની સેવા કરાવી જોઈએ અને સુંદર સુવાર્તાનું અનુસરણ કરવું જોઈએ. જ્યારે ઈશ્વરે આપણને આપણા સઘળા પાપોથી બચાવ્યા, તો આપણે સુવાર્તાનો પ્રચાર કરવો જોઈએ. પાઉલે પણ કહ્યું છે, “પણ જો તમે એકબીજાને કરડો તથા ફાડી ખાઓ, તો સાવધ રહો, રખેને કદાચ તમે એકબીજાથી નાશ પામો” (ગલાતી ૫:૧૫).
 
 

પવિત્ર આત્માથી ભરાવા માટે આત્મામાં ચાલો

 
ગલાતી ૫:૧૬માં પાઉલ કહે છે, “પણ હું કહું છું કે, આત્માથી ચાલો, એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહિ”. અને વચન ૨૨-૨૬માં તે કહે છે, “પણ [પવિત્ર] આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. જેઓ ખ્રિસ્તના છે, તેઓએ દેહને તેના વિષયો તથા ઇચ્છાઓ સહિત વધસ્તંભે જડ્યો છે. જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માથી ચાલવું પણ જોઈએ. આપણે એકબીજાને ખીજવીને તથા એકબીજા પર અદેખાઈ રાખીને મિથ્યા બડાઈ ન કરીએ”. અહીંયા, પાઉલ આપણને કહે છે કે જો આપણે આત્મામાં ચાલીએ, તો આપણે આત્માના ફળો આપીશું. આત્મામાં ચાલવા માટે આપણે પવિત્ર આત્માની જરૂર છે. પણ આપણે શરીરમાં જીવી રહ્યા છીએ.
આપણે મનુષ્ય શરીર સાથે જન્મ્યા છીએ જે ક્યારેય પણ આત્માના ફળો આપી શકતું નથી. ત્યાં સુધી કે જો આપણે આત્મમાં ચાલવાનો પ્રયત્ન કરીએ, તોપણ આપણો સ્વભાવ બદલી શકતો નથી. તેથી ફક્ત જેઓએ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવા દ્વારા પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કર્યો છે તે જ આત્મામાં ચાલી શકે છે અને આત્માના ફળો આપી શકે છે.
જ્યારે બાઈબલ આપણને આત્મામાં ચાલવા વિષે કહે છે, તેનો અર્થ છે કે આપણે સુંદર સુવાર્તાનો પ્રચાર કરવો જોઈએ જેનાથી બીજા લોકોના પાપ માફ થાય છે. જો આપણે આ સુંદર સુવાર્તા માટે જીવી રહ્યા છીએ, તો આપણે આત્માના ફળ આપીશું. બીજા શબ્દોમાં, આ મનુષ્યના સ્વભાવને બદલવાની વાત નથી. જ્યારે આપણે સુંદર સુવાર્તા સાથે ચાલીએ છીએ, આપણે પવિત્ર આત્માના ફળો આપીએ છીએ, જેમ કે પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, કૃપા, ભલાઈ, વિશ્વાસ, નમ્રતા અને સંયમ. આત્માના ફળો બીજાઓને તેમના પાપોથી બચાવવા માટે અને તેઓને અનંત જીવન પ્રાપ્ત કરવા માટે મદદ કરે છે.
 
 

દૈહિક વાસના વિરુદ્ધ આત્માની ઈચ્છા

 
પાઉલ કહે છે, “કેમ કે  દેહ આત્માની વિરુદ્ધ ઇચ્છા કરે છે, અને આત્મા દેહની વિરુદ્ધ; કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે; અને તેથી જે તમે ચાહો તે તમે કરતા નથી” (ગલાતી ૫:૧૭). આપણે એટલે જેઓએ છૂટકારો મેળવ્યો છે, દૈહિક વાસના અને આત્મા સાથે ધારણ કર્યું છે, જો બંને એકબીજાના વિરુદ્ધમાં છે. પરિણામે બંનેમાંથી કોઈપણ સંપૂર્ણ રીતે આપણા હૃદયને ભરી શકતું નથી.
આત્મા આપણને આપણા હૃદયના ઊંડાણથી, સુંદર સુવાર્તાનો પ્રચાર અને પ્રભુની સેવા માટે નેતૃત્વ કરે છે. તે આપણને આત્મિક કાર્યમાં જોડવા માટે ઉત્સુક કરે છે. તે આપણને ઈશ્વરની સુંદર સુવાર્તા પ્રચાર કરવા દ્વારા બીજા લોકોને બચાવવામાં મદદ કરે છે.
પણ બીજી બાજુ, આપણી ઈચ્છા દૈહિક વાસનાને ઉત્તેજિત કરે છે જેનાથી આપણે આત્મામાં ચાલીએ છીએ. આ આત્મા અને દૈહિક પાપ વચ્ચે અંનત લડાઈ છે. જ્યારે કોઈ વ્યક્તિ દૈહિક વાસનાથી ભરાઈ જાય છે, ત્યારે દેહ માટે પ્રતિબંધ કરવા દ્વારા તેનો અંત થાય છે. દેહ આત્મા વિરુદ્ધ પોતાની ઈચ્છા બનાવે છે. તે બંને એકબીજાની વિરુદ્ધમાં છે, તેથી આપણે તે કાર્ય નથી કરતા જે આપણે ઈચ્છીએ છીએ.
તો પછી આત્મામાં ચાલવા માટે શું જરૂરી છે? અને કઈ પ્રકારની વસ્તુ ઈશ્વરને પ્રસન્ન કરે છે? ઈશ્વર કહે છે કે સુંદર સુવાર્તાનો પ્રચાર કરવો અને અનુસરણ કરવું આત્મામાં ચાલવું છે. જેની પાસે પવિત્ર આત્માનો અંતર્નીવાસ છે તેને ઈશ્વર આત્મામાં ચાલવાનું હૃદય આપે છે, જેનાથી તે આત્મિક જીવનનું નેતૃત્વ કરી શકે. આત્મામાં ચાલવા દ્વારા આત્માના ફળો લાવવાની આજ્ઞા જે ઈશ્વરે આપણને આપી છે તે સુંદર સુવાર્તાનો પ્રચાર કરીને બીજાઓને બચાવવા માટે આપણા માટે પરામર્શ અને આદેશ હતો. પવિત્ર આત્મામાં ચાલવાનો અર્થ છે કે એવું જીવન જીવવું જે ઈશ્વરને પ્રસન્ન કરે.
આત્મામાં ચાલવા માટે, સૌપ્રથમ આપણી અંદર પવિત્ર આત્માનો અંતર્નીવાસ હોવો જોઈએ. જો આપણે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માંગીએ છીએ જે આપણી અંદર રહે છે તો સૌથી પહેલા આપણે ઈશ્વરે આપેલી સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવો પડશે. જો આપણે આપણા હૃદયના ઊંડાણથી સુંદર સુવાર્તા પર વિશ્વાસ નથી કરતા તો આપણે ન તો પવિત્ર આત્માને પ્રાપ્ત કરી શકીએ છીએ અને ન તો ઉદ્ધાર મેળવી શકીએ છીએ, જેનો અર્થ છે કે આપણે આત્મામાં ચાલવા માટે સક્ષમ નહિ બનીએ.
આત્મા આપણને સુંદર સુવાર્તા પ્રચાર કરવા માટે, પ્રભુની સેવા કરવા માટે અને ઈશ્વરની મહિમા કરવાની ઈચ્છા આપે છે. આ ઈચ્છા એવા હૃદયથી આવે છે જે કોઈપણ કીમતે સુંદર સુવાર્તાનો પ્રચાર કરવા માટે તૈયાર છે. જે લોકો સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે અને પોતાના પાપોની માફી મેળવ્યા બાદ પવિત્ર આત્મા પ્રાપ્ત કરે છે તે આત્મામાં ચાલવા અને પોતાને સુવાર્તા પ્રચાર કરવા માટે સમર્પિત કરવા સક્ષમ બને છે. આ ઉપરથી તેઓ માટે આત્મિક વારસો છે.
જેઓના અંદર પવિત્ર આત્માનો અંતર્નીવાસ હોય છે તેઓ પાવિત્ર આત્માની આજ્ઞાનું પાલન કરે છે અને આત્મામાં ચાલે છે, ભલે પછી તેઓની અંદર દૈહિક વાસના કેમ ન હોય કેમ કે પવિત્ર આત્મા તેમની અંદર વસે છે.પાઉલે કહ્યું, “આત્મામાં ચાલો”. અ કહેવાનો તેનો અર્થ હતો કે આપણે પાણી અને આત્માની સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવો જ જોઈએ જે ઈસુએ આપણને આપી છે જેનાથી આપણે બીજાઓને તેમના પાપ માફ થવા માટે મદદ કરી શકીએ.
ક્યારેક આત્મમાં ચાલતી વખતે, આપણે દેહના અનુસાર ચાલીએ છીએ. દૈહિક વાસના અને પવિત્ર આત્માની ઈચ્છા આપણા જીવનમાં યુદ્ધ કરે છે, પણ આપણે સ્પષ્ટ રૂપે જે જાણવાની અને ઓળખવાની જરૂર છે તે એ છે કે જેઓની અંદર પવિત્ર આત્માનો અંતર્નીવાસ છે તે આત્માના અનુસાર ચાલવાનું જીવન જીવે છે. ફક્ત આ રીતે જ આપણે ઈશ્વરના આશીર્વાદોથી ભરેલું જીવન જીવવા માટે સક્ષમ બની શકીએ છીએ. જેઓએ પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કર્યો છે તે લોકો પવિત્ર આત્માના ફળો આપવાની ના પાડે, તો તેઓ દેહના ફળ આપવા દ્વારા નાશ થશે. તેઓના ફળો નાશવાન અને તુચ્છ છે. અહિયાં આપણી પાસે આત્મામાં ચાલવા માટેનું કારણ છે.
આપણે સાંભળ્યું કે “આત્મામાં ચાલો”, પણ આપણામાંથી કેટલાક લોકો કદાચ એવું વિચારશે “જ્યારે હું પોતાની અંદર પવિત્ર આત્માનો અનુભવ નથી કરતો તો હું આ કઈ રીતે કરું?” આપણામાંથી કેટલાક લોકો વિચાર કરશે કે જો ઈશ્વર આપણી સામે આવીને આપણી સાથે વાત કરશે ત્યારેજ આપણે પવિત્ર આત્માનો અંતર્નીવાસ ઓળખી શકીશું. પણ આ ગેરસમજ છે. પવિત્ર આત્મા આપણને પાણી અને આત્માની સુંદર સુવાર્તા માટે જીવન જીવવાની ઈચ્છા આપે છે.
કદાચ એવું પણ થશે કે આપણને ખાતરી થશે કે પવિત્ર આત્મા આપણી અંદર છે પણ આપણે તેનો અનુભવ નહિ કરી શકીએ કેમ કે આપણે દેહના અનુસાર ચાલીએ છીએ. કેટલાક લોકો કદાચ વિચાર કરશે કે તે આપણી અંદર ઊંઘી રહ્યો છે. તે એવા લોકો છે જેઓએ પવિત્ર આત્મા પ્રાપ્ત તો કરી લીધો છે છતાં પણ હજી દેહમાં ચાલી રહ્યા છે.
આ લોકો ફક્ત પોતાની દેહને જ આરામ આપે છે અને એવા કર્યો કરે છે અને આ દેહની વધતી આવશ્યકતાના કારણે અંતમાં નાશ પામે છે. ત્યાં સુધી કે જેઓએ પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કર્યો છે તેઓ પણ દૈહિક વાસના અનુસાર જીવન જીવે છે, કેમ કે તેઓ વિચારે છે કે આવું કરવું સ્વાભાવિક છે. પણ જેઓ દેહના આધીન છે તેઓ દેહના ગુલામ બની જાય છે.
પ્રભુ આપણને આત્મા અનુસાર જીવન જીવવા માટે કહે છે. તેનો અર્થ છે સુંદર સુવાર્તાની સેવા કરાવી. તેનો એવો એર્થ પણ થાય છે કે આપણે આપણું સંપૂર્ણ જીવન પાણી અને આત્માની સુવાર્તાને આધીન કરવું જોઈએ. સુવાર્તામાં આનંદિત થવું અને તેના દ્વારા જીવન જીવવું એ આત્મામાં ચાલવું છે. આત્મામાં ચાલવું શું છે એ શીખવા દ્વારા આપણે એવું જીવન જીવવું જોઈએ. શું તમે આત્મામાં ચાલો છો?
 
 

શું જે વ્યક્તિ પાસે પવિત્ર આત્માનો અંતર્નીવાસ નથી તે આત્મામાં ચાલી શકે છે?

 
જેઓનો નવો જન્મ નથી થયો તેઓ આત્મામાં ચાલવું શું છે તે નથી જાણતા. આમ, ઘણાં લોકો પોતાની રીતે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. તેઓ એવું વિચારે છે કે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવાની ઈચ્છા અને પવિત્ર આત્માથી ભરાવું બંને એક સરખું જ છે.
ઉદાહરણ માટે, જયારે લોકો સભા માટે આરાધનાલયમાં ભેગા થાય છે, ત્યારે સેવક મોટેથી પ્રાર્થના કરવાનું શરુ કરે છે અને લોકો પણ પ્રભુનું નામ લેવા લાગે છે. ઘણાં લોકો અન્ય ભાષામાં બોલે છે જેમ કે તેઓ પવિત્ર આત્માથી ભરાઈ ગયા હોય, પણ કોઈ વ્યક્તિ નહિ, ત્યાં સુધી કે તેઓ પણ નથી જાણતા કે તેઓ શું બોલે છે. તે દરમિયાન, કેટલાક લોકો જમીન પર પડી જાય છે અને પોતાના શરીર આનંદથી હલાવવા લાગે છે. હકીકતમાં તેઓ દુષ્ટ આત્માથી ગ્રસિત હોય છે પણ તેઓ વિચારે છે કે તેઓએ પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ જ્યારે તેઓ બૂમો પાડે છે ત્યારે મોટો ઘોંઘાટ થાય છે, “પ્રભુ, પ્રભુ!” તેઓ પ્રભુનું નામ લે છે, આંસુ વહાવે છે અને પોતાના હાથોથી તાળીઓ પાડે છે. આ ઘટનાને “પવિત્ર આત્માથી ભરાવું” કહે છે.
સેવક વેદી પાસે ઉભો રહીને મોટેથી અન્ય ભાષામાં બોલે છે અને લોકો પણ મોટેથી “પ્રભુ, પ્રભુ!” બૂમો પાડે છે. તેઓને આ પ્રકારનું વાતાવરણ પસંદ છે અને કેટલાક લોકોતો કહે છે કે જ્યારે તેઓ બેહોશ હતા ત્યારે તેઓએ દર્શનમાં એદન વાડીમાં ભલું અને ભૂંડું જાણવાનું વૃક્ષ અને ઈસુનો ચહેરો જોયો. તે આ મિથ્યા વિચારને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવાની, તેનાથી ભરાઈ જવાની, અને તેની સાથે વાત કરવાની રીત સમજે છે. ઈશ્વર અને પવિત્ર આત્મા વિષેના તેમના મિથ્યા વિચાર તેઓના ખોટા કાર્યોનું પરિણામ છે.
“આત્મામાં ચાલો”. ઈશ્વર નાબ્વો જન્મ પામેલા લોકોને આવું કહે છે. આનો અર્થ છે કે તેમને પ્રસન્ન કરનારા કાર્યો કરવા. પાઉલ દેહના કાર્યોને પવિત્ર આત્માના ફળો સાથે સરખાવે છે. તેણે કહ્યું, “પણ [પવિત્ર] આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, 23નમ્રતા તથા સંયમ છે. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી” (ગલાતી ૫:૨૨-૨૩). 
“આત્મામાં ચાલવાનો” અર્થ છે સુંદર સુવાર્તાનો પ્રચાર કરવો અને બીજાઓને તેમના પાપોથી બચાવવા. જો આપણે આવું કરીએ છીએ, ત્યારે આપણે આત્માના ફળો આપવા માટે સક્ષમ બનીએ છીએ. પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, કૃપા, ભલાઈ. વિશ્વાસ, નમ્રતા, અને સંયમ આત્માના ફળો છે અને આપણે આત્માના આ ફળો ફક્ત ત્યારેજ આપી શકીએ છીએ જ્યારે આપણે સુંદર સુવાર્તા દ્વારા જીવન જીવીએ છીએ. જો કોઈ વ્યક્તિ સુંદર સુવાર્તાનો પ્રચાર કરે છે, તેના માટે પોતાને બલિદાન કરે છે, તો તે પવિત્ર આત્માથી ભરેલું જીવન જીવી શકે છે.
આત્માના ફળોની જેમ, “ભલાઈ” નો અર્થ છે સારા કાર્યો કરવા. તેનો અર્થ સદાચાર પણ છે. સુંદર સુવાર્તા માટે સદાચારને જાળવી રાખવું અને બીજાના ફાયદા માટે કંઈક કરવું એ ભલાઈ છે. ઈશ્વરની દ્રષ્ટિમાં સૌથી મોટી ભલાઈ બીજા લોકોના ફાયદા માટે સુવાર્તાનો પ્રચાર કરવો છે.
અને “કૃપા” નો અર્થ છે લોકો માટે દયાથી ભરાઈ જવું. જે બીજા લોકો પ્રત્યે દયાળુ છે તે સુવાર્તાની ધીરજ અને કૃપાથી સેવા કરે છે અને શાંતિ સ્થાપિત કરે છે. જેઓ આત્મામાં ચાલે છે તેઓ પ્રભુના કાર્યોને પૂર્ણ થતા જોઈએ ખુશ થાય છે, તેનું કાર્ય કરવું સારું લાગે છે, બીજાઓને પ્રેમ કરે છે અને તે પ્રત્યેક વાતમાં વિશ્વાસયોગ્ય રહે છે. જોકે કોઈપણ વ્યક્તિ તેને આવું કરવા માટે બાધ્ય નથી કરતુ, પણ જેની પાસે પવિત્ર આત્માનો અંતર્નીવાસ છે તે કાર્ય પૂર્ણ થતા સુધી વિશ્વાસયોગ્ય રહે છે. તે નમ્ર હોય છે અને સંયમને જાળવી રાખે છે. તેની અંદર આત્માના ફળો છે. જે વ્યક્તિની અંદર પવિત્ર આત્મા છે તે આત્મામાં ચાલે છે. જો તે આવું કરે છે ફક્ત ત્યારે જ તે આત્માના ફળો આપી શકે છે.
જો તમે આત્મામાં ચાલો તો તમે પણ આત્માના ફળો આપી શકો છો. પણ જો તમે નથી ચાલતા, તો તમે દૈહિક વાસનાઓ સાથે ચાલશો. ગલાતી ૫:૧૯-૨૧માં વચન કહે છે, “દેહનાં કામ તો ખુલ્લાં છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિપૂજા, જાદુ, વૈરભાવ, કજિયા, કંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી, અદેખાઈ, છાકટાઈ, વિલાસ તથા એઓના જેવાં [કામ] ; જેમ પહેલાં મેં તમને ચેતાવ્યા હતા તેમ તેઓ વિષે હમણાં પણ ચેતાવું છું કે, જેઓ એવાં કામ કરે છે તેઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ”.
 

દેહના કાર્યો ખુલ્લાં છે
 
દેહના કાર્યો ખુલ્લાં છે. દેહનું સૌથી પહેલું કાર્ય “વ્યભિચાર” છે, જેનો અર્થ છે વિપરીત લિંગ સાથે અનૈતિક સંબંધ રાકાહ્વો. બીજું છે “ખરાબ કાર્યો”. ત્રીજું છે “લંપટપણું”. ચોથું છે “વિલાસ”, જેનો અર્થ છે વાસનાથી ભરેલું હોવું. પાંચમું છે “મૂર્તિપૂજા”, જેનો રથ છે ઈશ્વરને છોડી મૂર્તિની સેવા કરાવી. છઠ્ઠું છે “જાદુ”. સાતમું છે “વૈરભાવ”. જો વ્યક્તિ પવિત્ર આત્મા વગર દેહ અનુસાર ચાલે, તો તે ફક્ત પોતાના પાપી સ્વભાવનાં કારણે બીજા પ્રત્યે વૈરભાવ રાખશે. આઠમું છે “કજિયા”. તેનો અર્થ છે આપણા મિત્ર કે પરીવાસ સાથે ઝગડો કરવો. બીજા છે “ઈર્ષા, ક્રોધ, અને ખટપટ”. આ સઘળા દેહથી ચાલવાવાળા વ્યક્તિના ગુણ છે.
દસમું છે “વિરોધ”. જ્યારે વ્યક્તિ ફક્ત પોતાની દેહ અનુસાર ચાલે છે ત્યારે તેના માટે મંડળીના કાર્ય કરવા અશક્ય બની જાય છે અને ધીરે ધીરે તે પોતાની ઈચ્છાથી મંડળીને છોડે છે. અગિયારમું છે “વિધર્મ”. જે દેહમાં ચાલે છે તે પોતાની ઈચ્છાને પૂરી કરી છે. પણ ઈશ્વરની ઈચ્છાથી જીવન એકદમ અલગ છે અને તે ધીરે ધીરે સુંદર સુવાર્તાથી દૂર ચાલ્યો જાય છે. વિધર્મનો અર્થ છે બાઈબલના સત્યથી અલગ થઈ જવું. જે કોઈ પણ ઈશ્વરના વચન પર વિશ્વાસ કરે છે અને આત્મામાં ચાલે છે તે ક્યારેય પણ ઈશ્વરની ઈચ્છાથી દૂર નહિ થાય. “અદેખાઈ, છાકટાઈ, વિલાસ અને એઓના જેવા” સઘળા દેહના કાર્યો છે. જે ફક્ત દેહના કાર્ય અનુસાર ચાલે છે તે અંતમાં આ સર્વ બાબતો કરે છે. એટલા માટેજ પ્રભુએ કહ્યું, “આત્મામાં ચાલો”. આપણે, જેઓએ નવો જન્મ પ્રાપ્ત કર્યો છે, તેઓએ આત્મામાં ચાલવું જોઈએ.
જે લોકોએ નવો જન્મ નથી મેળવ્યો તેઓના હૃદયમાં ફક્ત દૈહિક વાસના છે. તેથી તેઓ “લંપટપણું, વિલાસ, છાકટાઈ, અને મૂર્તિપૂજામાં” ભાગ લે છે. ખોટા સેવકો જેઓએ નવો જન્મ નથી મેળવ્યો તેઓ પોતાના અનુયાયીઓ પાસેથી વધારે પૈસા પડાવી લેવા માટે “જાદુ” નો પ્રયોગ કરે છે. તે એવા લોકોને મંડળીમાં મહત્વનું અને ઊંચું પદ આપે છે જેઓ વધારે પૈસા દાનમાં આપે છે. જે લોકો દેહ અનુસાર ચાલે છે તેઓ બીજા લોકો પ્રત્યે “વૈરભાવ” રાખે છે. તેઓએ મંડળીને અનેક પંથોમાં વિભાજીત કરી નાખી છે, તેઓ પોતાના પંથ પર અભિમાન કરે છે અને બીજા લોકોના પંથને ખોટો સમજે છે. “ઈર્ષા, ક્રોધ, વિરોધ, કજિયા, વિધર્મ અને ખટપટ” તેઓના હૃદયોમાં હોય છે જેઓએ નવો જન્મ નથી મેળવ્યો. જો આપણે ફક્ત દેહ અનુસાર ચાલીશું તો આપણ સંતો સાથે પણ આવુજ થશે.
 
 
આત્મા નવો જન્મ પામેલા લોકોમાં પવિત્ર આત્માના ફળો લાવે છે.
 
જેઓએ નવો જન્મ પ્રાપ્ત કર્યો છે તેઓને સુંદર સુવાર્તાનો પ્રચાર કરવા માટે જીવન જીવવું જોઈએ. જેમ કે આપણા માટે ફક્ત પ્રભુ ઈશુનું અનુસરણ કરવું ખુબજ કઠીન છે, તેથી આપણે સુંદર સુવાર્તાની સેવાનું કાર્ય ઈશ્વરની મંડળી સાથે મળીને કરવું જોઈએ. આપણે સાથે મળીને પ્રાર્થના કરાવી જોઈએ અને આપણી ઉર્જા એવા વ્યક્તિ બનવા માટે ખર્ચ કરવી જોઈએ જે આત્માની સુંદર સુવાર્તા અનુસાર ચાલતો હોય. જે લોકો આત્મામાં ચાલે છે તેઓ પાણી અને આત્માની સુવાર્તાનો પ્રચાર કરવા માટે જીવન જીવે છે. બીજા શબ્દોમાં, દેહના અનુસાર ચાલવાનો અર્થ છે ફક્ત પોતાના માટે જીવન જીવવું અને આત્મામાં ચાલવાનો અર્થ છે બીજાઓની આત્મા બચાવવા માટે કાર્ય કરવું. ઘણાબધાં ખ્રિસ્તી લોકો આ પ્રકારનું સુંદર જીવે છે. તેઓ બીજાની ભલાઈ માટે જીવન જીવે છે.
આ જગતમાં ઘણાબધાં લોકો એવા છે જેઓએ સુંદર સુવાર્તાને નથી સાંભળી. અમે એશિયા અને આફ્રિકાનાં લોકોને પ્રેમ કરીએ છીએ. અમે યુરોપ અને અમેરિકા અને દૂર દૂરના દ્વીપોને પણ પ્રેમ કરીએ છીએ. આપણે પાણી અને આત્માની સુંદર સુવાર્તાની ઓળખાણ કરાવીને તેઓને પ્રેમ બતાવવો જોઈએ.
આપણે આત્મામાં ચાલવું જોઈએ. આના વિરોધમાં કોઈ વ્યવસ્થા નથી. “પણ [પવિત્ર] આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, 23નમ્રતા તથા સંયમ છે. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી” (ગલાતી ૫:૨૨-૨૩). શું કોઈ એવી વ્યવસ્થા છે જે આના વિરોધમાં હોય? ના. આ આત્માની વ્યવસ્થા છે જેનું આપણે પાલન કરવું જોઈએ. પાઉલ આપણને આત્મામાં ચાલવાનું કહે છે. જેમ આપણા પ્રભુએ પોતાનું જીવન આપણ પાપીઓ માટે આપ્યું, તેમ આપણે બીજા લોકોને સુવાર્તા પ્રચાર કરવી જોઈએ. બીજા લોકોને તેઓના પાપોથી બચાવવા એ આત્મામાં ચાલવું છે. આપણે આત્મામાં ચાલવું જોઈએ.
ગલાતી ૫:૨૪-૨૬માં પાઉલે કહ્યું છે, “જેઓ ખ્રિસ્તના છે, તેઓએ દેહને તેના વિષયો તથા ઇચ્છાઓ સહિત વધસ્તંભે જડ્યો છે. જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માથી ચાલવું પણ જોઈએ. આપણે એકબીજાને ખીજવીને તથા એકબીજા પર અદેખાઈ રાખીને મિથ્યા બડાઈ ન કરીએ.” જો આપણે આત્મામાં જીવન જીવવા માંગીએ છીએ તો આપણે ખોવાયેલી આત્માઓને બચાવવા માટે જીવન જીવવું પડશે. આપણે આત્માના કાર્યો કરવા જોઈએ અને તેની સાથે ચાલવું જોઈએ. ઈશ્વરે આપણને જે પવિત્ર આત્મા આપ્યો છે તે આપણને આપણા હૃદયમાં ઈસુ સાથે જીવન જીવવા માટે નેતૃત્વ કરે છે. પવિત્ર આત્મા સઘળા લોકો ઉપર રાજા છે. ઈશ્વર આપણને તેના પ્રેમના સાધનના રૂપમાં ઉપયોગ કરવા માંગે છે.
પાઉલે કહ્યું, “જેઓ ખ્રિસ્તના છે, તેઓએ દેહને તેના વિષયો તથા ઇચ્છાઓ સહિત વધસ્તંભે જડ્યો છે” (ગલાતી ૫:૨૪). તેણે એવું પણ કહ્યું કે જે લોકો નવો જન્મ પામેલા છે તેઓ ઈસુ ખ્રિસ્ત સાથે મારી ચુક્યા છે. આપણે આ વાતને નથી સમજતા, પણ જ્યારે તે આપણા પાપોની કીમત ચુકવવા માટે મર્યો ત્યારે આપણે પણ તેની સાથે મરી ગયા હતા. બીજા શબ્દોમાં, ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચઢાવ્યો તેનો અર્થ છે તમે અને હું વધસ્તંભ પર તેની સાથે મરી ગયા. આપણી અંદર વિશ્વાસની જરૂર છે. આપણો વિશ્વાસ આત્મામાં ચાલવા માટે આપણું નેતૃત્વ કરે છે.
ઈશ્વરે આપણને આત્મામાં ચાલવા માટે સામર્થ્ય આપ્યું છે. તેથી, આપણે જેઓના પાપ માફ થયા છે તેઓએ આત્મામાં ચાલવું જોઈએ. જેઓએ પવિત્ર આત્મા મેળવ્યો છે તેઓએ આભાર માનવો જોઈએ કે તેઓના પાપ માફ થયા છે અને ખોવાયેલી આત્માના ઉદ્ધાર માટે સુંદર સુવાર્તાનો પ્રચાર કરવા માટે આપણું જીવન સમર્પિત કરવું જોઈએ. જોકે કોઈ વ્યક્તિ પોતાના પાપોની માફી મેળવી ચુક્યો હોય અને છતાં તે દૈહિક વાસનાઓ અનુસાર જીવન જીવતો હોય તો તે પ્રભુની મંડળીથી અલગ થઈ જશે અને તેની સેવા નહિ કરી શકે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના દિવસ સુધી તમારે અને મારે પાણી અને આત્માની સુવાર્તા દ્વારા જીવન જીવવું જોઈએ.
 
 
ક્યારેય પણ દંભી ન બનો પણ પવિત્ર આત્માની ભરપૂરી દ્વારા જીવન જીવો
 
પાઉલે કહ્યું, “આપણે એકબીજાને ખીજવીને તથા એકબીજા પર અદેખાઈ રાખીને મિથ્યા બડાઈ ન કરીએ”. ઘમંડ શું છે? આ દેહની વાસના અનુસાર ચાલવું છે. આ જગતમાં ઘણાં બધાં લોકો એવા છે જે પોતાના ઘમંડ માટે જીવન જીવે છે. ઘણાં લોકો પૈસા ભેગા કરે છે, શ્રેષ્ઠતાની ઈચ્છા રાખે છે, સાંસારિક સુંદરતાને પ્રેમ કરે છે અને અહિયાં વર્તમાન માટે જીવે છે. આમાં કોઈ સત્યતા નથી, અને જેમ સમય વીતશે તેમ આ બધું ગાયબ થઈ જશે. તેથી જે લોકો દેહ અનુસાર જીવે છે તેને ઘમંડી કહેવામાં આવ્યા છે. જો મનુષ્ય પાસે સમૃદ્ધિ હોય, તો શું તેનાથી તેના હૃદયમાં શાંતિ અને સંતુષ્ટિ હશે? દેહના ફાળો ધીરે ધીરે નાશ થઈ જાય છે. સાંસારિક વસ્તુ બીજાની ભલાઈ માટે નથી હોતી તે ફક્ત પોતાના માટે હોય છે. તે ફક્ત વ્યક્તિના પોતાના ભલા માટે હોય છે.
બાઈબલ કહે છે, “એવા માણસો કે જેઓ વેરી નાખે છે તેમ છતાં વૃદ્ધિ કરે છે; વળી એવા પણ છે કે જેઓ ઘટે તે કરતાં વધારે સંઘરી રાખે છે, તોપણ તેઓ માત્ર કંગાળવસ્થામાં આવે છે” (નીતિવચન ૧૧:૨૪). જે લોકોએ નવો જન્મ નથી મેળવ્યો તેઓ પૈસા બચાવીને રાખે છે. કેમ કે સાંસારિક વસ્તુ જ તેમના માટે બધું છે, તેઓની અંદર બીજાનું ધ્યાન રાખવાની કોઈ વાત નથી હોતી. તેથી તેઓ ફક્ત પોતાની ચિંતા કરે છે. પણ બાઈબલમાં કહેવામાં આવ્યું છે એવા પણ લોકો છે જે યથાર્થ કરતા ઓછું આપે છે, અને તેનાથી તેમની ઘટતી જ થાય છે. વ્યક્તિ દેહની વાસના અનુસાર ચાલે છે, પણ તેનું પરિણામ એવું હોય છે જેમ ચોર આવીને ચોરી કરી જાય છે અને મારી નાખે છે. આ બધું પરિણામ ઘમંડનાં કારણે થાય છે.
 

તેઓ જેને આત્માની ઈચ્છાનું અનુસરણ કરવું સારું લાગે છે
 
પાઉલ આત્મા અનુસાર જીવન જીવવા માંગતો હતો. તેણે આપણને ઈશ્વરના વચન અનુસાર જીવન જીવવા વિષે શીખવ્યું. તેણે ગલાતી ૬:૬-૧૦માં કહ્યું છે, “સુવાર્તા વિષે જે શીખનાર‌ છે તેણે શીખવનારને સર્વ સારાં વાનાંમાંથી હિસ્‍સો આપવો. ભૂલો નહિ; ઈશ્વરની મશ્કરી કરાય નહિ:કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે. કેમ કે જે પોતાના દેહને અર્થે વાવે તે દેહથી વિનાશ લણશે. પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંતજીવન લણશે. તો સારું કરતાં આપણે થાકવું નહિ; કેમ કે જો કાયર ન થઈએ, તો યોગ્ય સમયે લણીશું. માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું અને વિશેષ કરીને વિશ્વાસના કુંટુંબના જે છે તેઓનું સારું કરીએ”. 
પાઉલે એ લોકોને સલાહ આપી છે જે ઈશ્વરના વચનને જાણે છે અને કહ્યું છે કે શીખવનારને સર્વ સારાં વાનાંમાંથી હિસ્સો આપવો. “સર્વ સારા વાનાં” નો અર્થ છે કે આત્મામાં ચાલવું અને સુવાર્તાનો પ્રચાર કરીને ખોવાયેલી આત્માઓને બચાવીને જીવન જીવીને ઈશ્વરને પ્રસન્ન કરવા. જે લોકો નવો જન્મ પામી ચુક્યા છે તેઓએ એવા લોકો સાથે જોડાવું જોઈએ જેઓ આત્મા દ્વારા ચાલે છે અને શીખવે છે, કેમ કે તેઓના વિચાર, પ્રેમ અને ન્યાય એક સમાન હોય છે.
“શીખવનારને સર્વ સારા વાનાંમાંથી હિસ્સો આપવો”. “સારા વાનાં” નો અર્થ છે કે મંડળી દ્વારા બીજા લોકોને તેઓના પાપોથી બચાવવા. પાઉલે આપણને સઘળું એક મન, એક પ્રાર્થના અને એક હૃદય સાથે કરવા માટે કહ્યું છે. આપણે પ્રભુનું કાર્ય એકસાથે મળીને કરવું જોઈએ.
પાઉલે કહ્યું, “ભૂલો નહિ; ઈશ્વરની મશ્કરી કરાય નહિ: કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે”. અહીંયા, “મશ્કરી કરાવી” નો અર્થ છે “મજાક કરવી અને તિરસ્કાર કરવો” મતલબ કે ઈશ્વરનો મજાક ન કરો અને તેનો તિરસ્કાર ન કરો. કોઈપણ વ્યક્તિએ ઈશ્વરના વચનોને હળવાશમાં ન લેવા જોઈએ, વચનનું પોતાના અનુસાર વિશ્લેષણ ન કરવું જોઈએ અને તેનો તિરસ્કાર ન કરવો જોઈએ. પાઉલ કહે છે, “માણસ જે કંઈ વાવે તે જ લણશે”. આનો અર્થ છે કે જે દેહની વાવણી કરે છે તે ભ્રષ્ટાચારની કાપણી કરશે, પણ જે આત્માની વાવણી કરે છે તે અનંત જીવનની કાપણી કરશે.
જો આપણે પાણી અને આત્માની સુવાર્તાની વાવણી કરીએ તો આપણે શેની કાપણી કરીશું? આપણે અનંત જીવન અને આપણા પાપોથી ઉદ્ધાર પ્રાપ્ત કરીશું. આપણે બીજાઓના પાપોના છૂટકારા માટે અને ઈશ્વરના આશીર્વાદ દ્વારા અનંત જીવનથી બીજા લોકોની આત્માઓનું નેતૃત્વ કરીને આત્માના ફળોની કાપણી કરીશું.
પણ જે લોકો પોતાના દેહ અનુસાર જીવન જીવે છે તેઓ વિષે શું? તેઓ ભ્રષ્ટાચારની કાપણી કરશે અને અંતમાં તેઓનું મૃત્યુ થશે. તેઓના મૃત્યુ પછી કંઈપણ નહિ બચે. મનુષ્ય ખાલી હાથે જન્મે છે અને ખાલી હાથે મરી જાય છે. 
જો તે બીજા લોકોને તેઓના પાપોથી બચાવવાનું કાર્ય કરે, તો તેઓ આત્માના ફળોની કાપણી કરશે અને અનંત જીવન પ્રાપ્ત કરશે. પણ જો તેઓ દેહની વાસના અનુસાર ચાલશે, તો તેઓ ભ્રષ્ટાચારની કાપણી કરશે. તેઓ શ્રાપની કાપણી કરશે અને બીજા લોકો પર પણ શ્રાપ લાવશે. તેથી, પાઉલ, જે વિશ્વાસથી જીવવા વિષે સઘળું જાણે છે, તે આપણને દેહ અનુસાર ચાલવાની સલાહ નથી આપતો.
“તો સારું કરતાં આપણે થાકવું નહિ; કેમ કે જો કાયર ન થઈએ, તો યોગ્ય સમયે લણીશું”. પાઉલ ઈશ્વરનો સેવક હતો જે આત્મામાં ચાલતો હતો. જ્યારે લોકો બાઈબલમાં જોવે છે કે તે આત્મામાં ચાલતો હતો, તો કેટલાક વિચારશે કે પવિત્ર આત્માએ તે કરવા માટે તેને સીધો આદેશ આપ્યો હશે જેમ કે, “પાઉલ, ડાબી બાજુ જા અને કોઈકની મુલાકાત કર” અથવા “તારે તે વ્યક્તિથી દૂર રહેવું જોઈએ”. પણ આ સાચું નથી.
તે બીજા લોકોને સુવાર્તા પ્રચાર કરીને અને તેઓની આત્માઓને બચાવવા માટે મદદ કરવા દ્વારા આત્મામાં ચાલતો હતો. જે લોકો આત્મામાં ચાલતા હતા તેઓ સાથે જોડાઈને પણ પાઉલે પ્રભુની સેવા કરી. ખ્રિસ્તીઓમાં, એવા લોકો પણ છે જેઓ આત્મામાં નથી ચાલતા પણ દેહની વાસના અનુસાર ચાલે છે. તેઓ પાઉલનું સ્વાગત નથી કરતા પણ તેનો વિરોધ કરે છે અને તેને બદનામ કરે છે. પાઉલ કહે છે કે જે લોકો ઈસુ ખ્રિસ્તનાં શિષ્યો વિરુદ્ધ લડે છે અને તેઓને બદનામ કરે છે તેઓની સાથે મારે કંઈ લેવાદેવા નથી.
જો તમે આત્મામાં ચાલવા માંગો છો, તો તમારે સુવાર્તા અનુસાર જીવન જીવવું પડશે. સુન્નત કરેલા લોકોએ પાઉલની સતાવણી કરી. ગલાતી ૫:૧૧માં લખ્યું છે, “હે ભાઈઓ, જો હું હજી સુધી સુન્નતની હિમાયત કરતો હોઉં, તો હજી સુધી મારી સતાવણી કેમ થાય છે? જો એમ હોય તો વધસ્તંભની ઠોકર લોપ થઈ છે”. સુન્નત કરેલા લોકો એ હતા જેઓ સુન્નત કરવાની હિમાયત કરતા હતા, અને કહેતા હતા કે, “જો કોઈ ઈસુ પર વિશ્વાસ દ્વારા નવો જન્મ પ્રાપ્ત કરે છે, તો તેણે સુન્નત કરાવવી જોઈએ. જો તે શારીરિક સુન્નત નથી કરાવતો, તો તે ઈશ્વરની સંતાન નથી”. કેમ તેઓ તેની પાછળ પડી ગયા? પાઉલ વિશ્વાસ કરતો હતો કે છૂટકારો અને અનંત જીવનનો આશીર્વાદ ફક્ત ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્ત પર વિશ્વાસ કરવા દ્વારા જ મળે છે. તેણે આવો જ પ્રચાર કર્યો.
લોકોને ન્યાયી બનાવવાનો વિશ્વાસ સત્ય શીખવવા દ્વારા અને તેના પ્રચાર કરવા દ્વારા આવે છે. પાઉલે પાણી અને આત્માના સત્યને ખુબજ મહત્વપૂર્ણ કહ્યો છે. તે વિશ્વાસ કરતો હતો કે જે લોકો સત્યને જાણે છે તેઓ આત્મામાં ચાલે છે અને તેથી સુન્નત કરવાની કોઈ જરૂર નથી. તેણે આ જ પ્રચાર કર્યો. પણ સુન્નત કરાવેલા લોકો વિશ્વાસ કરતા હતા કે વ્યક્તિના ઉદ્ધાર પર વિશ્વાસ માટે સુન્નત ખુબજ મહત્વની છે. જોકે, ઈશ્વર દ્વારા આપવામાં આવેલી સુવાર્તા દ્વારા બીજી કોઈ સુવાર્તા નથી તેથી આપણે તેમાં કંઈપણ ઉમેરવું કે ઘટાવું જોઈએ નહિ.
જ્યારે પાઉલ આત્મામાં ચાલતો હતો ત્યારે પોતાના યહૂદી અનુયાયીઓ દ્વારા તેનો નકાર કરવામાં આવ્યો અને તેની સતાવણી કરવામાં આવી. “દેહ વિષે જેટલા સારા દેખાવા ચાહે છે, તેટલા ખ્રિસ્તના વધસ્તંભને લીધે પોતાની સતાવણી ન થાય માટે જ તમને સુન્‍નત કરાવવાની ફરજ પાડે છે. કેમ કે જેઓ સુન્‍નત કરાવે છે તેઓ પોતે નિયમ પાળતા નથી; પણ તમારા દેહમાં તેઓ અભિમાન કરે, એ માટે તેઓ તમારી સુન્‍નત કરાવવાને ચાહે છે. પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ સિવાય હું બીજા કશામાં અભિમાન કરું એવું ન થાઓ; તેથી કરીને મારા સંબંધી જગત વધસ્તંભે જડાયેલું છે, અને જગત સંબંધી હું. કેમ કે સુન્‍નત કંઈ નથી, તેમ બેસુન્‍નત પણ કંઈ નથી. પણ નવી ઉત્પત્તિ [એ જ કામની] છે” (ગલાતી ૬:૧૨-૧૫). અને પાઉલે સુન્નત કરાવેલા લોકોને કહ્યું, “દેહ વિષે જેટલા સારા દેખાવા ચાહે છે, તેટલા ખ્રિસ્તના વધસ્તંભને લીધે પોતાની સતાવણી ન થાય માટે જ તમને સુન્‍નત કરાવવાની ફરજ પાડે છે”.
જે લોકો દેહની વાસના અનુસાર ચાલે છે તેઓને પાઉલ ધિક્કારે છે. તેઓ દેહની વાસનાનાં કાર્ય અનુસાર ચાલે છે અને તેઓના જેવા ઘણાબધાં લોકો છે. પણ પાઉલ તેઓ સાથે સંબંધ કાપી નાખે છે. પાઉલે કહ્યું, “પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ સિવાય હું બીજા કશામાં અભિમાન કરું એવું ન થાઓ”. જગતના સઘળા પાપો લઈ લેવા માટે ઈસુ ખ્રિસ્તે યોહાન દ્વારા બાપ્તિસ્મા લીધું અને તેડાયેલા સઘળા લોકોને બચાવવા માટે તે વધસ્તંભ પર મર્યો. પાઉલે કહ્યું, “પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ સિવાય હું બીજા કશામાં અભિમાન કરું એવું ન થાઓ; તેથી કરીને મારા સંબંધી જગત વધસ્તંભે જડાયેલું છે, અને જગત સંબંધી હું. કેમ કે સુન્‍નત કંઈ નથી, તેમ બેસુન્‍નત પણ કંઈ નથી”. પાઉલ,જે જગત માટે મરેલો હતો, પણ ખ્રિસ્ત દ્વારા ફરીથી સજીવન કરાયો.
હકીકતમાં આપણે ખ્રિસ્તમાં મરેલા છીએ. પણ ઘણીવાર આપણે આ વાતને ભૂલી જઈએ છીએ. આપણે આના પર વિશ્વાસ કરવો જોઈએ. જો આપણને આ સત્ય પર વિશ્વાસ નથી, તો આપણે દેહની વાસના અને આપણા પરિવારથી બંધાયેલા છીએ, અને આ આપણને પ્રભુની સાથે ચાલતા રોકે છે. આપણી દેહ એટલી નબળી છે કે આપણો પરિવાર પણ આપણને તેની સાથે ચાલવા માટે મદદ કરી શકતું નથી. ફક્ત પ્રભુ આપણી મદદ કરી શકે છે. પણ હવે આપણે જગત માટે વધસ્તંભ પર ચઢી ગયા છીએ. કોઈ મરેલો માણસ સંસારના લોકોને સંસારની બાબતોમાં મદદ કઈ રીતે કરી શકે? જે લોકો આ જગતમાં મારી ગયા છે તેઓ પાસે કોઈ સાંસારિક વસ્તુ નથી હોતી.
ઈસુ પુનરુત્થિત થયો હતો. તેનું પુનરુત્થાન આપણને આત્મિક જીવનમાં નવો જન્મ પ્રાપ્ત કરવા માટે અનુમતિ આપે છે. અહીંયા આપણી પાસે નવું કાર્ય, નવું પરિવાર, નવી આશા છે. આપણે નવો જન્મ પામેલા લોકો છીએ. આપણે સ્વર્ગના સૈનિક છીએ તેથી ઈશ્વરના વચનોનો પ્રચાર કરવો આપણી ફરજ છે. પાઉલ અંગીકાર કરે છે કે તે સાંસારિક રીતે નહિ પણ આત્મિક રીતે બીજાઓને ઉદ્ધાર મેળવવા મદદ કરવાવાળો વ્યક્તિ બન્યો હતો. તેણે કહ્યું કે તે પહેલા મરી ચુક્યો છે અને ઈસુ ખ્રિસ્ત દ્વારા ફરીથી સજીવન કરાયો છે. આવો એવા વ્યક્તિ બનીએ જે આવી સાક્ષી આપનાર હોય.
પાઉલ ગલાતી ૬:૧૭-૧૮માં કહે છે, “હવેથી કોઈ મને તસ્દી ન આપે, કેમ કે મારા શરીર પર પ્રભુ ઈસુનાં ચિહ્નોની છાપ મારેલી છે. ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન”. પાઉલે ઈસુ ખ્રિસ્તનાં ચિહ્નોની છાપ લીધી હતી. તેણે આત્મામાં ચાલવા માટે પ્રભુ માટે પોતાના સ્વાસ્થ્યની ચિંતા પણ નહોતી કરી. જ્યારે તે ધીરે ધીરે પોતાની જોવાની ક્ષમતા ખોઈ રહ્યો હતો, ત્યારે તે લખી પણ શકતો નહતો. તેથી જ્યારે તે ઈશ્વરના વચન બોલી રહ્યો હતો ત્યારે તેના કેટલાક પત્રો તેના સાથી તિરતિયસે લખી હતી. ભલે તે શારીરિક રીતે નબળો હતો, છતાં પણ તે આત્મામાં ચાલીને ખુશ હતો અને તેણે કહ્યું, “પણ જોકે અમારું બાહ્ય મનુષ્યત્વ ક્ષય પામે છે, તોપણ અમારું આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થતું જાય છે” (૨ કરિંથી ૪:૧૬).
પાઉલ આપણને સલાહ આપે છે કે આપણે આત્મામાં ચાલવાવાળા નમ્ર વ્યક્તિ બનીએ. તેણે આવું પણ કહ્યું, “આત્મમાં ચાલવાનો અર્થ છે સુવાર્તા માટે જીવવું”. તમારે અને મારે આ વાત યાદ રાખવાની જરૂર છે કે આત્મામાં ચાલવાનો અર્થ શું છે. આપણે સુવાર્તા માટે જીવવાની જગ્યાએ નાશ થનાર વસ્તુઓ પાછળ ન ભાગવું જોઈએ. આવો આપણા બાકીના જીવનમાં વિશ્વાસ સાથે આત્મામાં ચાલીએ.
હવે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવાથી, સાચો આત્મા આપણા હૃદયમાં છે. જો આપણે સુવાર્તા અનુસાર પ્રાર્થના કરીશું તો ચોક્કસપણે ઈશ્વર ઉત્તર આપશે. આત્માના ફળ આપવાનો અર્થ છે કે આત્મામાં ચાલવું અને આત્માઓને છોડાવવી. જ્યારે આપણે આત્મામાં ચાલીએ છીએ અને સુવાર્તા અનુસાર જીવન જીવીએ તો તમે પણ આત્માના ફળ આપી શકો છો જેમ કે પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, કૃપા, ભલાઈ, વિશ્વાસ, નમ્રતા અને સંયમ. પાણી અને આત્માની સુવાર્તાનો પ્રચાર કરવા માટે, આપણે કષ્ટ વેઠવો પડશે, સહનશીલ બનવું પડશે, કૃપાનો પ્રયોગ કરવો પડશે અને ખોવાયેલા લોકો માટે ભલાઈ કરવી પડશે.
પવિત્ર આત્માના ફાળો એ લોકોના જીવનમાં આવે છે જેઓ ખોવાયેલા લોકોને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરાવવા માટે ભલાઈ કરે છે અને સુવાર્તાનો પ્રચાર કરે છે અને તેઓને બચાવે છે. આના દ્વારા જ આત્માના ફાળો મેળવી શકાય છે અને આત્મામાં ચાલી શકાય છે.