(એફેસી ૫:૬-૧૮)“તમને કોઈ નિરર્થક વાતોથી ન ભૂલાવે, કેમ કે એવાં કામોને લીધે ઈશ્વરનો કોપ આજ્ઞાભંગ કરનારા પર આવે છે. એ માટે તમે તેઓના સાથી ભાગીદાર ન થાઓ. કેમ કે તમે પહેલાં અંધકારરૂપ હતા, પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છો. પ્રકાશનાં સંતોનોને ઘટે તેમ ચાલો. (કેમ કે પ્રકાશનું ફળ સર્વ પ્રકારની ભલાઈમાં તથા ન્યાયીપણામાં તથા સત્યમાં છે.) પ્રભુને પસંદ પડતું શું છે, તે પારખી લો. વળી અંધારાનાં નિષ્ફળ કામોના સોબતીઓ ન થાઓ, પણ ઊલટું તેઓને વખોડો. કેમ કે તેઓ ગુપ્તમાં એવાં કામ કરે છે કે, જે કહેતાં પણ શરમ લાગે છે. જે સર્વ વખોડાયેલું, તે પ્રકાશથી પ્રગટ થાય છે; કેમ કે જે કંઈ પ્રગટ કરવામાં આવે છે; તે પ્રકાશરૂપ છે. માટે કહેલું છે, “ઊંઘનાર, જાગ, ને મૂએલાંમાંથી ઊઠ, ને ખ્રિસ્ત તારા પર પ્રકાશ પાડશે.” કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિબુદ્ધની જેમ નહિ, પણ ડાહ્યા માણસની જેમ, ચાલો. સમયનો સદુપયોગ કરો, કેમ કે દિવસો ભૂંડા છે. એ માટે અણસમજુ ન થાઓ, પણ પ્રભુની ઇચ્છા શી છે તે સમજો. મદ્યપાન કરીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ [પવિત્ર] આત્માથી ભરપૂર થાઓ”.
આપણે આપણા જીવનને પવિત્ર આત્માથી ભરપૂર રાખવા માટે શું કરવું જોઈએ?
આપણે પોતાનો નકાર કરવો જોઈએ, વધસ્તંભને ઊંચકવાનો છે, અને આપણા ભૂંડા વિચારોનો ત્યાગ કરવાનો છે, પોતાને સુવાર્તા માટે સમર્પિત કરવાના છે.
“પવિત્ર આત્માથી ભરેલા” જીવનને જાળવી રાખવા માટે, આપણે પોતાને સુવાર્તા પ્રચાર કરવા માટે સમર્પિત કરવા જોઈએ. પવિત્ર આત્માથી ભરેલું જીવન જીવવા માટે, આપણે સૌપ્રથમ પવિત્ર આત્માને આપણા હૃદયમાં રાખવા માટેના આશીર્વાદને પ્રાપ્ત કરવાનો છે. પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવા માટે આપણી અંદર દર્શાવવામાં આવેલો વિશ્વાસ હોવો જોઈએ, જેમ કે, આપણે ઈશ્વરે આપેલી પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવો જોઈએ. આ વિશ્વાસ હોવા દ્વારા, આપણે તે આશીર્વાદને પ્રાપ્ત કરીશું જેના દ્વારા પવિત્ર આત્મા આપણી અંદર રહેશે.
શું જેઓએ પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કર્યો છે તેઓ પવિત્ર આત્માની ભરપુરીવાળું જીવન ઈચ્છે છે? ચોક્કસપણે તેઓ ઈચ્છે છે. પણ એવું કેમ છે કે તેઓમાંથી કેટલાક આવું જીવન નથી જીવી શકતા? કારણ એ છે કે તેઓની પોતાની સમસ્યા ઈશ્વરના વચન ઉપર પ્રબળ થઈ જાય છે, અર્થ એ છે કે, તેઓ ઈશ્વર સાથે નથી ચાલી શકતા. પવિત્ર આત્માની ભરપુરીવાળું જીવન જાળવી રાખવા માટે, આપણે ઈશ્વરના વચનો શીખવા જોઈએ અને વિશ્વાસ કરવો જોઈએ. સૌપ્રથમ, આવો બાઈબલમાં જોઈએ કે આપણી પાસે કઈ પ્રકારનું જીવન અને વિશ્વાસ હોવો જોઈએ.
કેટલાક લોકો પવિત્ર આત્માથી ભરપુર જીવન નથી જીવી શકતા તેનું કારણ શું છે?
પહેલું, આપણે કહી શકીએ છીએ કે આવું એટલા માટે છે કેમ કે તેઓ પોતાનો નકાર નથી કરતા. બાઈબલ કહે છે કે જે લોકો પોતાનો નકાર કરે છે તેઓ પ્રભુની સાથે ચાલી શકે છે. પવિત્ર આત્માની ભરપુરીનું જીવન પોતાની પ્રાર્થનાઓથી પ્રાપ્ત કરી શકાતું નથી, પોતાનો નકાર કરવા માટે પ્રત્યેક વ્યક્તિની અંદર પવિત્ર આત્માનો અંતર્નીવાસ હોવો જરૂરી છે. ત્યાં સુધી કે જેઓએ પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કર્યો છે, તેઓ માટે પણ ઘણીવાર ઈશ્વરના રાજ્ય માટે પોતાનો નકાર કરવો મુશ્કેલ બને છે. તેથી, પવિત્ર આત્માથી ભરપુર જીવન માટે, આપણે પાણી અને આત્માની સેવા કરવી જોઈએ. ફક્ત ત્યારે જ વ્યક્તિ પોતાનો નકાર કરી શકે છે અને ધાર્મિકતાના સેવકના રૂપમાં જીવન જીવી શકે છે.
માથ્થી ૧૬:૨૪-૨૬માં કહ્યું છે, “પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવવું. કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે, તે તેને ખોશે, પણ જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે, તે તેને બચાવશે. કેમ કે જો માણસ આખું જગત મેળવે, ને પોતાનો જીવ ખોઈ બેસે, તો તેને શો લાભ થાય? અથવા માણસ પોતાના જીવને બદલે શું આપશે?”
કેટલાક લોકો પવિત્ર આત્માની ભરપુરીનું જીવન નથી જીવી શકતા તેનું કારણ છે કે તેઓ દેહની વાસનાઓનો નકાર નથી કરી શકતા. ત્યાં સુધી કે જેઓ પવિત્ર આત્માનો અંતર્નીવાસ પામી ચુક્યા છે તેઓ પણ ફક્ત ત્યારે જ પવિત્ર આત્માનું અનુસરણ કરી શકે છે જ્યારે તેઓ દેહની વાસનાઓનો નકાર કરે. પ્રભુનું અનુસરણ કરવા માટે આપણે જીવનની સઘળી અભિલાષાઓ છોડવી પડશે. પ્રભુ કહે છે, “તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવવું”.
સાંસારિક મનનું હોવું એ મૃત્યુ સમાન છે, પણ આત્મિક મનનું હોવું એ જીવન અને શાંતિ છે. જે લોકો આત્મામાં ચાલવા માંગે છે તેઓએ દેહનું જીવન છોડવું જોઈએ. ફક્ત તે લોકો જ પવિત્ર આત્માની ભરપુરીનું જીવન જાળવી શકે છે જેઓ આ પ્રકારનું બલિદાન કરી શકે છે. આ પવિત્ર આત્માની ભરપુરીનું જીવન છે.
તમે કોનું અનુસરણ કરવા માંગો છો, પ્રભુનું કે સંસારનું? તમારી પસંદગી અનુસાર તમને પવિત્ર આત્માની ભરપુરીનું જીવન અથવા વાસનાથી ભરેલું જીવન મળશે. જો તમે ખરેખર પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવા માંગો છો, તો પસંદગી તમારી છે. ઈશ્વરે આપણને સઘળા પાપોથી બચાવ્યા અને આપણને પવિત્ર આત્માના અંતર્નીવાસનો ઉપહાર આપ્યો. પણ આ તમારી ઉપર નિર્ભર કરે છે કે શું તમે પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવા માંગો છો. બીજા શબ્દોમાં, પવિત્ર આત્માથી ભરપુર જીવન ઈશ્વરે પૂર્વનિર્ધારિત નથી કર્યું. પવિત્ર આત્માથી ભરપુર જીવન આપણા ઉપર નિર્ભર કરે છે જેઓ પાણી અને આત્માની સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે.
પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવા માટે તમારી ઈચ્છા હોવી જોઈએ
જો તમે પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવા માંગો છો તો ઈશ્વર તમને અનુમતિ આપશે. તે તમારી મદદ કરશે અને તમને આશીર્વાદ આપશે. પણ જો તમે તે નથી ઈચ્છતા, તો તમે પવિત્ર આત્માથી ભરપુર જીવન ગુમાવશો.
તમે તમારી ઈચ્છાથી નહિ પણ ફક્ત પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરીને જ પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરી શકો છો. પણ પવિત્ર આત્માથી ભરપુર જીવનને જાળવી રાખવું તે તમારી ઈચ્છા પર આધાર રાખે છે.
તેથી, જો તમે પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવા માંગો છો, તો તમારે પોતાની ઈચ્છાની ચકાસણી કરવી જોઈએ અને ઈશ્વરની મદદ માંગવી જોઈએ. જો આપણે ખરેખર પવિત્ર આત્માથી ભરપુર જીવન ઈચ્છીએ છીએ, તો ઈશ્વર આપણને આશીર્વાદ આપશે અને આપણી ઈચ્છાઓને પૂરી કરશે. પણ આપણો હેતુ પામવા માટે, આપણે દેહની વાસનાઓનો નકાર કરવો પડશે.
બીજું, પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવા માટે, આપણે આપણો વધસ્તંભ ઊંચકવો પડશે. આપણે કઠીન પરિસ્થિતિમાં પણ ઈશ્વરની ઈચ્છા અનુસાર ચાલવું પડશે. પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવાનો આ જ અર્થ છે.
અને ત્રીજું, પ્રભુ કહે છે, “કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે, તે તેને ખોશે, પણ જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે, તે તેને બચાવશે. કેમ કે જો માણસ આખું જગત મેળવે, ને પોતાનો જીવ ખોઈ બેસે, તો તેને શો લાભ થાય? અથવા માણસ પોતાના જીવને બદલે શું આપશે?” આનો અર્થ છે કે પ્રભુનું અનુસરણ કરવું આપણા જીવન સાથે જોડાયેલું છે. હકીકતમાં, જો આપણે તેનું અનુસરણ કરીએ છીએ, તો આપણી આત્મા અને શરીર સમૃદ્ધ થાય છે, પણ જો આપણે તેનું અનુસરણ કરતા નથી અને પોતાની જાતે જીવન જીવવાનું પસંદ કરીએ છીએ, તો આપણી આત્મા અને શરીર નાશ પામશે.
કેમ આપણે પવિત્ર આત્માથી ભરપુર જીવન નથી જીવી શકતા? તેનું કારણ એ છે કે આપણે પોતાના વિચારોનો નકાર કરતા નથી જેમ કે દેહની વાસનાઓ. જ્યારે આપણે ઈસુનું અનુસરણ કરીએ છીએ, ત્યારે આત્મા આપણી અંદરના વ્યક્તિને મજબુત બનાવે છે અને તેથી ખુબજ આગ્રહથી આપણું નેતૃત્વ કરે છે.
એફેસી ૫:૧૧-૧૩માં લખ્યું છે, “વળી અંધારાનાં નિષ્ફળ કામોના સોબતીઓ ન થાઓ, પણ ઊલટું તેઓને વખોડો. કેમ કે તેઓ ગુપ્તમાં એવાં કામ કરે છે કે, જે કહેતાં પણ શરમ લાગે છે. જે સર્વ વખોડાયેલું, તે પ્રકાશથી પ્રગટ થાય છે; કેમ કે જે કંઈ પ્રગટ કરવામાં આવે છે; તે પ્રકાશરૂપ છે”. ખ્રિસ્તીઓએ અંધકારના નિષ્ફળ કામોમાં સહભાગી ન થવું જોઈએ. પણ જ્યારે આપણે પોતાને અંધકારના નિષ્ફળ કામોમાં સહભાગી બનાવીએ છીએ, ત્યારે ઈશ્વર તેને ઉજાગર કરવા માટે કહે છે. આપણે આપણા અંધકારના કાર્યોનો તિરસ્કાર કરવાનો છે, કેમ કે ગુપ્તમાં કરેલા તે કાર્ય વિષે બોલવું પણ શરમની વાત છે. પણ જે બધી વસ્તુને ઉજાગર કરવામાં આવી છે તે પ્રકાશ દ્વારા કરવામાં આવ્યું છે.
આ સઘળી શરમની વાતોને ઉજાગર કરવા અને વાત કરવા માટે કોણ સક્ષમ છે? જો અન્ય લોકો, તમારા ભાઈ કે બહેન અને ઈશ્વરના સેવક તેને ઉજાગર નથી કરી શકતા, તો તમારે પોતે તેને ઉજાગર કરવા જોઈએ. એવું કહેવામાં આવે છે કે સઘળી વસ્તુ જે ઉજાગર થાય છે, તેને પ્રકાશ દ્વારા પ્રગટ કરવામાં આવે છે. તેથી આપણે આપના ખોટા કાર્યોને સાચા ન માનવા જોઈએ, અને પવિત્ર આત્માના નેતૃત્વમાં આપણા કે આપણા આગેવાન દ્વારા અંધકારના નિષ્ફળ કાર્યોને ઉજાગર કરવા જોઈએ.
આ જગતમાં, સઘળી વસ્તુઓ જે સમાપ્ત થઈ જાય છે, તેને ઝાટકી નાખવામાં આવે છે, જે કંઈ પણ પ્રગટ થાય છે તે પ્રકાશ છે. કેમ કે આપણે પરિપૂર્ણતાથી ખુબજ દૂર છીએ, તેથી આપણે આ જગતમાં ઘણાં પાપ કરીએ છીએ. જોકે, આપણે જ્યારે ઈશ્વરના વચનોનો પ્રકાશ પોતાના પર પાડીએ છીએ, તો આપણે કેટલાક પાપો પ્રત્યે સચેત થઈ જઈએ છીએ અને તેનો સ્વીકાર કરવામાં સચેત થઈ જઈએ છીએ. અને તેથી આપણે ઈશ્વરનો પુષ્કળ આભાર માનીએ છીએ.
કેમ કે ઈસુએ આપણા સઘળા પાપો અને અધર્મોને દૂર કર્યા છે, અને જ્યારે તેણે યર્દનમાં બાપ્તિસ્મા લીધું ત્યારે ઈશ્વરનું સર્વ ન્યાયીપણું પૂર્ણ થયું, હવે આપણે ઈશ્વરના ન્યાયીપણાથી પ્રકાશ દ્વારા પ્રગટ થવા માટે સક્ષમ છીએ. મનુષ્યોએ જે અગણિત પાપ કર્યા છે તે પાપો યોહાને જ્યારે ઈસુએ બાપ્તિસ્મા આપ્યું ત્યારે તેની ઉપર નાખી દિશા. તે ઈશ્વરનું હલવાન છે જેણે જગતના પાપો લઈ લીધા છે, વધસ્તંભ પર ન્યાયનો સામનો કરવા માટે મરી ગયો અને પુનરુત્થાન પામ્યો. ઈસુએ મનુષ્યજાતિના સઘળા પાપોને માફ કર્યા અને જ્યારે તેણે કહ્યું, “સંપૂર્ણ થયું” (યોહાન ૧૯:૩૦), ત્યારે સર્વ મનુષ્યજાતિ બચાવવામાં આવી. ઈસુએ જે કંઈ પણ કર્યું તેના પર વિશ્વાસ કરવાથી આપણે પવિત્ર થયા છીએ. કેમ કે આપણા પાપોને માફ કરવામાં આવ્યા છે, તેથી આપણે ફરીથી પ્રકાશમાં આવી શક્યા છીએ અને ન્યાયીપણાથી ઈશ્વરનું અનુસરણ કરી શકીએ છીએ.
ઈશ્વરે આપણને સમયનો સદુપયોગ કરવા માટે કહ્યું છે
પાઉલ કહે છે કે જો આપણે પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવા માંગીએ છીએ, તો આપણે સમયનો સદુપયોગ કરવો પડશે. એફેસી ૫:૧૬-૧૭માં લખ્યું છે, “સમયનો સદુપયોગ કરો, કેમ કે દિવસો ભૂંડા છે. એ માટે અણસમજુ ન થાઓ, પણ પ્રભુની ઈચ્છા શી છે તે સમજો”. જો આપણે પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવા માંગીએ છીએ, તો આપણે સમયનો સદુપયોગ કરવો જોઈએ અને નિર્બુદ્ધ ન બનવું જોઈએ. આપણે ઈશ્વરની ઈચ્છા શું છે તે જાણવું જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ. આપણે યોગ્ય વસ્તુની પસંદગી કરવી જોઈએ: આપણા દેહની ઈચ્છા કે ઈશ્વરની ભક્તિ.
નવો જન્મ પ્રાપ્ત કર્યા પછી, પવિત્ર આત્મા આપણી અંદર નિવાસ કરે છે. જો આપણે પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરીએ છીએ, તો તેનો અર્થ છે કે આપણો સ્વામી પ્રભુ છે અને તે આપણો રાજા છે. ફક્ત તે જ આપણો ઉદ્ધારક છે અને આપણે સંપૂર્ણ રીતે તેને આપણા ઈશ્વરના રૂપમાં સ્વીકાર કરવા જોઈએ. તે સ્વામી છે જેણે આપણને બનાવ્યા છે, મારા સઘળા પાપ માફ કર્યા છે અને મને આશીર્વાદિત કર્યો છે. અને તે મારો રાજા છે જે મારા જીવન અને મૃત્યુ, આશીર્વાદ અને શ્રાપ પર અધિકાર રાખે છે. આપણે સ્વીકાર કરવો જોઈએ કે પ્રભુ પોતે સ્વામી અને ઈશ્વર છે, જેથી આપણે જીવનભર તેમનું અનુસરણ કરી શકીએ.
આવો જોઈએ કે ફિલીપી ૨:૫-૧૧માં શું લખ્યું છે. “ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું, તેવું તમે પણ રાખો: પોતે ઈશ્વરના રૂપમાં છતાં, તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઇચ્છયું નહિ. પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યા. અને માણસના આકારમાં પ્રગટ થઈને, મરણને, હા વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા. એને કારણે ઈશ્વરે તેમને ઘણા ઊંચા કર્યા, અને સર્વ નામો કરતાં તેમણે તેમને એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે, આકાશમાંનાં, ભૂમિ પરનાં તથા ભૂમિ નીચેનાં સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે. અને ઈશ્વર પિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે”.
પાઉલ કહે છે, “તેવું મન તમે પણ રાખો”. તેણે કહ્યું કે આવું ઈસુનું મન હતું. પાઉલ જે “મન” વિષે વાત કરી રહ્યો છે તે ઈસુનું મન છે, જે સૃષ્ટિકર્તા ઈશ્વર છે અને જે પોતાના પિતાની ઈચ્છા અનુસાર પોતાના લોકોને બચાવવા માટે આ જગતમાં આવ્યો. પ્રભુ આ જગતમાં આવ્યા અને તેમણે યોહાન દ્વારા પોતાના બાપ્તિસ્માથી જગતના સઘળા પાપો પોતાની ઉપર લઈ લીધા. અને જ્યારે તે વધસ્તંભ પર મર્યો, ત્યારે જગતના પાપો તેની સાથે ચાલ્યા ગયા. તે ત્રીજા દિવસે પુનરુત્થાન પામ્યો અને આપણો ઉદ્ધારક બન્યો.
ઈસુ ખ્રિસ્ત, સૃષ્ટિકર્તા, આ જગતમાં આપણને બચાવવા માટે આવ્યા. તેણે પોતાના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર રક્ત વહાવવા દ્વારા પોતાના પ્રેમને દેખાડ્યો. આખી સૃષ્ટિએ તેની સામે ઘૂંટણે પડવું જોઈએ અને સૃષ્ટિકર્તા હોવા છતાં તેણે પોતાને એટલો નમ્ર બનાવ્યો અને આપણને તેના પ્રેમ દ્વારા આપણને માફી આપી માટે આપણે તેનો આભાર માનવો જોઈએ. તેથી આખી સૃષ્ટિએ અંગીકાર કરવું જોઈએ કે તે તેનો સાચો ઉદ્ધારક છે. તેણે આપણને આ સ્વીકાર કરાવ્યું કે કે તે ફક્ત આખી સૃષ્ટિનો પ્રભુ નથી પણ સર્વ ન્યાયીપણાનો પણ ઈશ્વર છે.
આપણે, જે ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ અને જેઓની અંદર પવિત્ર આત્માનો અંતર્નીવાસ છે, તેઓએ વિશ્વાસ કરવો જોઈએ કે ‘ઈશ્વર મારો સાચો સ્વામી છે’ અને આપણા હૃદયમાં ઈસુ ખ્રિસ્તનો પ્રેમ હોવો જોઈએ. આપણને વિશ્વાસ હોવો જોઈએ કે આપણો સ્વામી આપણે પોતે નથી પણ ઈસુ ખ્રિસ્ત છે, જેણે આપણને બનાવ્યા છે અને આપણને આપણા પાપોથી બચાવ્યા છે. અને આપણને એવો પણ વિશ્વાસ હોવો જોઈએ કે તે સ્વામી છે જેણે આપણને આશીર્વાદિત નવું જીવન જીવવા માટે સક્ષમ બનાવ્યા અને આપણા માટે સર્વ વસ્તુ તૈયાર કરી.
ઘણા એવા લોકો છે જે નવો જન્મ પામ્યા પછી પોતાના સ્વામીને બદલવા નથી માંગતા. ઘણા એવા લોકો છે જેઓની અંદર પવિત્ર આત્માનો અંતર્નીવાસ છે પણ તેઓ પોતાને પોતાના સ્વામી માને છે. પવિત્ર આત્માથી ભરપુરીનું જીવન ઈશ્વરને અનુસરણ કરવાનું જીવન છે. આ પ્રકારનું જીવન એક જ દિવસમાં મેળવી શકાતું નથી પણ આ ફક્ત ત્યારેજ શક્ય છે જયારે આપણે વિશ્વાસ કરીએ છીએ કે ઈસુ આપણા જીવનનો સ્વામી છે અને તેણે આપણને અને બ્રહ્માંડની સર્વ વસ્તુનું સર્જન કર્યું છે. આપણે આપણા પ્રભુ, સ્વામી અને ઈશ્વર જેણે આપણને આપણા પાપોથી બચાવ્યા છે અને આપણને સ્વર્ગના રાજ્યમાં અનંત જીવન આપ્યું છે તેની સેવા કરવા માટે વિશ્વાસ કરવો જરૂરી છે.
આપણે આપણા મનોમાં ફળો આપવાના છે. ઘણા લોકો પોતાને પોતાના સ્વામી માનીને જીવન જીવે છે. તેઓ પોતાના ઉપર પોતાનો અધિકાર ચલાવે છે. પણ હવે સમય આવી ગયો છે કે આપણે આપણા સ્વામીને બદલીએ. હવે આપણે ઈશ્વરને ઓળખવાવાળા લોકો બની ગયા છીએ, તેથી આપણો મુખ્ય સ્વામી પ્રભુ છે.
આપણા સર્વના હૃદયમાં પાપ છે અને આપણે આપણા અપરાધોના લીધે નરકમાં ફેંકાઈ જવા જોઈએ. પણ આપણે પાણી અને આત્માની સુવાર્તા પર આપણા વિશ્વાસનાં કારણે ઈશ્વરને મેળવ્યા. તે આપણને એટલો બધો પ્રેમ કરે છે કે તે પોતે આ જગતમાં આવ્યો, યોહાન દ્વારા બાપ્તિસ્મા લઈને આપણા સઘળા પાપોને લઈ લીધા, અને આપણો સાચો ઉદ્ધારક બનવા માટે તે વધસ્તંભ પર મર્યો. અને ઈશ્વર પર આપણા વિશ્વાસના કારણે, આપણે આપણા સઘળા પાપોથી છૂટકારો મેળવી ચુક્યા છીએ. બીજા શબ્દોમાં, આપણે પવિત્ર આત્માનો અંતર્નીવાસ મેળવ્યો છે.
બાઈબલ કહે છે, “પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી, તો તે [ખ્રિસ્ત] નો નથી” (રોમન ૮:૯). જ્યારે આપણે તેનો છૂટકારો પ્રાપ્ત કરીએ છીએ, જે પવિત્ર આત્માનો અંતર્નીવાસ છે, ત્યારે આપણે ઈશ્વરની સંતાન બનીએ છીએ. પવિત્ર આત્મા આપણા માટે ઈશ્વર છે અને આપણે પવિત્ર આત્માના નેતૃત્વમાં ઈશ્વરના ન્યાયીપણામાં ચાલીએ છીએ. આવું જીવન જીવવા માટે, આપણે પોતાનું સ્વામીપણું છોડવું પડશે. ઈસુને મળી અને તેના દ્વારા છૂટકારો પ્રાપ્ત કર્યા પછી, આપણે ફક્ત તેને જ આપણો એકમાત્ર સ્વામી બનાવવો જોઈએ.
આપણા હૃદયમાં ઈસુ માટે સિંહાસન હોવું જોઈએ
જો આપણે પોતાને પોતાના સ્વામી માનીએ છીએ તો આપણે પ્રભુનું અનુસરણ કરી શકતા નથી. જ્યારે ઈશ્વર આપણને તેમની સેવા કરવાનો આદેશ આપે છે, ત્યારે જો આપણે પોતાને સ્વામી માનતા નથી તો રાહ જોયા વગર “હાં” કહીએ છીએ. નહિ તો, એવું કહી શકીએ છીએ , “મારે તમારા માટે આવું શા માટે કરવું જોઈએ?” જે માણસ પોતાને પોતાનો સ્વામી માને છે તે ઈશ્વરની કહેલી વાત કરવાનો નકાર કરે છે, અને વિચારે છે, “જે તે મારી પાસે કરાવવા માંગે છે તેના માટે તેણે વિનંતી કરાવી જોઈએ”. આવા લોકો માટે ઈશ્વરનો આદેશ ફક્ત નકામા શબ્દો જેવા જ છે.
જોકે, પવિત્ર આત્માથી ભરાવા માટે, આપણે તેની આજ્ઞાઓનું પાલન કરવું જોઈએ. આપણે ગાય જેવા બની શકતા નથી જેને ઢસડીને કતલ કરવા માટે લઈ જવામાં આવે છે, પણ આપણે આપણી ઈચ્છાથી ઈશ્વરનું અનુસરણ કરવું જોઈએ. આપણે આપણા ઈશ્વર, આપણા ઉદ્ધારકનું અનુસરણ કરવું જોઈએ, જે આપણને ધાર્મિકતાના માર્ગ પર ચલાવે છે. ઈશ્વર આપણો પ્રભુ છે જેણે આપણને ઉદ્ધારનો આશીર્વાદ આપ્યો છે. જો આપણે તેને આપણા સ્વામીના રૂપમાં સેવા કરીએ અને તેમની આજ્ઞાનું પાલન કરીએ, તો આપણે પવિત્ર આત્માથી ભરાઈ શકીએ છીએ. જો તમે અને તમારા પરિવારનાં સભ્યો પોતાને ઈસુના હાથોમાં સોંપી ડો અને તેને સૌથી પ્રથમ અને ઊંચું સ્થાન આપો, તો તમારા જીવનમાં અનુગ્રહ અને આશીર્વાદ આવશે.
તમે કદાચ એક પિક્ચર જોયું હશે જેમાં એક વ્યક્તિ મોટા તોફાનમાં પણ પોતાની હોડી ચલાવી રહ્યો છે અને ઈસુ તેની પાછળ ઉભો છે. જ્યારે આપણે આપણા જીવનના સંઘર્ષોથી પસાર થતા પ્રભુનું કાર્ય કરીએ છીએ, ત્યારે પ્રભુ ઈસુ આપનું નેતૃત્વ કરે છે અને આપણો હાથ પકડે છે. આ સર્વસામર્થી ઈશ્વર છે જે આપણા જીવનો પર નજર રાખે છે. તેણે આપણને બચાવ્યા છે. તે આપણને શેતાનથી બચાવે છે, આપનું નેતૃત્વ કરે છે અને આપણા જીવન પર પ્રભુતા કરે છે.
કેમ કે તે આપણો સ્વામી છે, તેથી તે આપણું નિરીક્ષણ કરે છે અને આપણને આશીર્વાદ આપે છે. પણ જો આપણે તેને આપણો સ્વામી ન માનીએ, તો તે પોતાની ભૂમિકા નથી નિભાવતા. જેમ કે તે વ્યક્તિગતનો ઈશ્વર છે, તેથી તે પોતાની ઈચ્છા પૂરી કરાવવા માટે આપણી ઉપર દબાણ નથી કરતા. ભલે તે સર્વસામર્થી ઈશ્વર છે, પણ તે ત્યાં સુધી કંઈ નથી કરતા જ્યાં સુધી આપણે આપણી ઈચ્છાથી તેને આપણા સ્વામીના રૂપમાં સ્વીકાર કરીએ અને તેમની મદદ માંગીએ.
સઘળી ચિંતા તેના પર નાખો
સઘળી ચિંતા તેના પર નાખો જેથી તે પોતાની પ્રભુતા આપણી ઉપર પરિપૂર્ણ કરે. તેની સેવા કરીએ અને કબુલ કરીએ કે તે આપણો સ્વામી છે. જોકે આપણે સંપૂર્ણતાથી ખુબજ દૂર છીએ, તેથી આપણે આપણી ચિંતા તેની ઉપર નાખી દેવી જોઈએ. એકવાર જ્યારે આપણે આપણા પરિવાર, આપણું દૈનિક જીવન અને સઘળું તેની પર નાખી દઈએ છીએ ત્યારે આપણે ઈશ્વર તરફથી બુદ્ધિને પ્રાપ્ત કરીએ છીએ અને આપણે તેની ઈચ્છા અનુસાર જીવવાવાળા બની જઈએ છીએ, ઈશ્વરે આપણને જે વિશ્વાસ અને સામર્થ આપ્યું છે તેનાથી આપણે સઘળી સમસ્યાનું સમાધાન કરી શકીએ છીએ.
આપણી સમસ્યા ત્યારે આપણા પ્રભુની સમસ્યા બની જાય છે જેનો અર્થ છે કે જો આપણે સામર્થી ઈશ્વર ઈસુનું અનુસરણ કરીએ છીએ, તો તે આપણી જવાબદારી ઉપાડે છે. આપણે પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવા માટે સક્ષમ બનીએ છીએ અને આપણી અંદર શાંતિનો આનંદ ઉઠાવી શકીએ છીએ. વિશ્વાસયોગ્ય ખ્રિસ્તી હોવાના લીધે, આપણે ઈશ્વર આગળ ઘૂંટણ ટેકવી દેવા જોઈએ, અંગીકાર કરવું જોઈએ અને આપણા સ્વામીના જેમ તેમની સેવા કરવી જોઈએ.
આવો જોઈએ છીએ કે ફિલીપી ૩:૩માં પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવા માટે આપણી અંદર કેવો વિશ્વાસ હોવો જોઈએ. “કેમ કે આપણે ઈશ્વરના આત્માથી સેવા કરનારા તથા ખ્રિસ્ત ઈસુમાં અભિમાન કરનારા તથા દેહ પર ભરોસો ન રાખનારા, [ખરા] સુન્નતી છીએ”. અહીંયા ‘સુન્નતી’ નો અર્થ છે કે તે વ્યક્તિ જે ઈશ્વરની આત્માની આગેવાનીથી ઉપાસના કરે છે, અને ખ્રિસ્ત ઈસુ પર ઘમંડ કરે છે, અને શરીર પર ભરોષો નથી કરતા.
સુન્નાતીની જેમ જીવન જીવવાનો અર્થ છે આપણા હૃદયના સઘળા પાપો ઉખાડી દઈને ઈસુ પર નાંખવા, જેણે યોહાન દ્વારા બાપ્તિસ્મા લીધું હતું. જેઓ આત્મા દ્વારા ચાલે છે તેઓના જીવનમાં અત્માનો અધિકાર હોય છે. તેઓ ઈશ્વરની સેવા કરે છે અને ખ્રિસ્ત ઈસુમાં આનંદ કરતા કહે છે, “ઈસુએ મને શ્રેષ્ઠ જીવન જીવવા માટે નેતૃત્વ કર્યું છે. તેણે મને ન્યાયી બનાવ્યો અને મને આશીર્વાદ આપ્યો. તેણે મને તે સઘળી કૃપા આપી જે મારે તેની સેવા કરવા માટે જરૂર હતી”. આપણે આવું જીવન જીવવું જોઈએ. આ પવિત્ર આત્માથી ભરપુર જીવન છે. પાઉલ કહે છે, “માટે તમે ખાઓ કે, પીઓ કે, જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો” (૧ કરિંથી ૧૦:૩૧).
ફિલીપી ૩:૧૩-૧૪માં લખ્યું છે, “ભાઈઓ, મેં પકડી લીધું છે એમ હું ગણતો નથી. પણ એક કામ હું કરું છું, એટલે કે જે પછવાડે છે તેને વીસરીને અને જે આગળ છે તેની તરફ ધાઈને, ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે નિશાનની ભણી આગળ ધસું છું”. ઈશ્વર આપણને કહે છે કે જે ભૂતકાળમાં વીતી ગયું છે તેને ભૂલી જઈએ અને આગળ જે રાખ્યું છે તેની તરફ જઈએ. આપણે આપણા ઉદ્દેશ્ય તરફ આગળ જવું જોઈએ. આપણા ન્યાયી કૃત્યો કે ખરાબ કૃત્યો જે પણ હોય આપણે તેને ભૂલવાના છે જે પાછળ છે અને જે આગળ રાખ્યું છે તેને મેળવવા આગળ વધવાનું છે. આ ઉદ્દેશ્ય ઈસુ પર વિશ્વાસ કરતા કરતા ઈસુને પકડીને તેની ઈચ્છાની સેવા કરવી છે.
આપણે સંપૂર્ણતાથી ખુબજ દૂર છીએ, તેથી જયારે આપણે દેહની વાસનાઓમાં પડીએ છીએ ત્યારે આપણે પડી જઈએ છીએ. જોકે, ઈશ્વર તરફ જોતા અને વિશ્વાસ હોવાને કારણે આપણે આપણી સઘળી નબળાઈ અને અપરાધોને દૂર કરી શકીએ છીએ. જયારે ઈસુ ખ્રિસ્તે યોહાનથી બાપ્તિસ્મા લીધું અને વધસ્તંભ પર પોતાનો જીવ આપ્યો, ત્યારે આપણા સઘળા પાપો તેની ઉપર ચાલ્યા ગયા. જ્યારે તે પુનરુત્થાન દ્વારા આપણો ઉદ્ધારક બન્યો, ત્યારે આપણને નવું જીવન આપવામાં આવ્યું અને તેના પર આપણા વિશ્વાસ માટે આભાર. તેથી, આપણે તે સઘળી વસ્તુઓને દૂર કરવાની છે જે આપણી પાછળ છે, અને જે આગળ છે તેની તરફ વધવાનું છે અને ઉદ્દેશ્ય તરફ આગળ વધવાનું છે.
પવિત્ર આત્માથી ભરપુર જીવન જાળવી રાખવા માટે
આપણે જે આગળ રાખ્યું છે તેની તરફ વધવાનું છે અને મહાન ઉદ્દેશ્ય તરફ આગળ જવાનું છે. હું આશા કરું છું કે જો તમને આ બોજા રૂપ લાગે છે તો તમે જેટલું થઈ શકે તેટલું જલ્દી ભૂતકાળની વસ્તુને ભૂલી જાઓ. એવી ઘણી બાબતો છે જે આપણી નબળાઈઓને કારણે પૂર્ણ થઈ નથી, હવે તેનો કોઈ મહત્વ નથી કેમ કે ભવિષ્યની વસ્તુ મહત્વની છે. જેમ ભવિષ્ય મહત્વનું છે, આપણે વિશ્વાસથી આપણો અધિકાર ઈસુ ખ્રિસ્તનાં હાથમાં સોંપવો જોઈએ અને તેના નેતૃત્વમાં ચાલવું જોઈએ. આપણે તેને નિર્ણય કરવા દેવો જોઈએ કે આપણે ભવિષ્યમાં કેવું જીવન જીવવાનું છે અને તેવુંજ કરવું જોઈએ જે તેને પ્રસન્ન કરે છે.
આપણે શિષ્યોના જેવું જીવન જીવવું જોઈએ
જો આપણે પાપોની માફી પરના આપણા વિશ્વાસમાં મજબુત બનીએ ત્યારેજ આપણે પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવી શકીએ છીએ. આ ખુબજ મહત્વપૂર્ણ છે. આવો ૨ તિમોથી ૨:૧-૧૦ જોઈએ. “માટે, મારા દીકરા, ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે તેમાં તું સમર્થ થા. જે વાતો ઘણા સાક્ષીઓ સમક્ષ તેં મારી પાસેથી સાંભળી છે તે બીજાઓને પણ શીખવી શકે એવા વિશ્વાસુ માણસોને સોંપી દે. માટે ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે તું મારી સાથે દુ:ખ સહન કર. યુદ્ધમાં જનાર કોઈ સૈનિક સાંસારિક કામકાજમાં ગૂંથાતો નથી, જેથી તે પોતાના ઉપરી અમલદારને સંતોષ પમાડે. વળી જો કોઈ અખાડામાં હરીફાઈમાં ઊતરે, તો નિયમ પ્રમાણે હરીફાઈ કર્યા વગર તેને ઇનામ મળતું નથી. મહેનત કરનાર ખેડૂતને પ્રથમ ફળ મળવાં જોઈએ. હું જે કહું છું તેનો વિચાર કર, કેમ કે સર્વ બાબતોની પ્રભુ તને સમજણ આપશે. ઈસુ ખ્રિસ્ત જેમને મારી સુવાર્તા પ્રમાણે મૂએલાંમાંથી ઉઠાડવામાં આવ્યા, [ને] જે દાઉદના સંતાનના છે, તેમને યાદ રાખ. તે [સુવાર્તા] ને લીધે હું ગુનેગારની જેમ બંદીખાનામાં પડતાં સુધીનું દુ:ખ વેઠું છું; પણ ઈશ્વરની વાત બંધનમાં નથી. તે માટે હું પસંદ કરેલાઓને માટે બધું સહન કરું છું કે, જેથી ખ્રિસ્ત ઈસુમાં જે તારણ છે તે [તારણ] તેઓ અનંત મહિમાસહિત પામે”.
જેમ પાઉલે તિમોથીને કહ્યું, “માટે, મારા દીકરા, ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે તેમાં તું સમર્થ થા. જે વાતો ઘણા સાક્ષીઓ સમક્ષ તેં મારી પાસેથી સાંભળી છે તે બીજાઓને પણ શીખવી શકે એવા વિશ્વાસુ માણસોને સોંપી દે”.
“ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે તેમાં તું સમર્થ થા”. અહીંયા કૃપામાં સમર્થ થવાનો અર્થ છે કે આપણે તેના પર વિશ્વાસ કરવા દ્વારા અને તેને પકડીને પાણી અને આત્માની સુવાર્તામાં આપણા વિશ્વાસને મજબુત કરવાનો છે. ઈસુએ આ જગતમાં પોતાનું બાપ્તિસ્મા લેવા દ્વારા આપણા સઘળા પાપોનો સ્વીકાર કર્યો, વધસ્તંભ પર મર્યો, પુનરુત્થાન પામ્યો અને આપણો ઉદ્ધારક બન્યો. તેનો અર્થ છે કે આપણે ઈશ્વરની કૃપામાં બળવાન થવાનું છે અને તેમના પ્રત્યે આભારી બનવાનું છે. ઈશ્વરે આપણને બચાવ્યા છે તેથી આપણે ઉદ્ધારને ઈશ્વરની ભેંટના રૂપમાં સ્વીકાર કરવો જોઈએ. આ પાપોની માફીનો ઉદ્ધાર છે. પ્રત્યેક દિવસે સવારની પ્રાર્થના કે મંડળીના ઈમારત માટે પૈસા દાન આપવાને આની સાથે કોઈ લેવાદેવા નથી. આ સઘળી વાત ઉદ્ધાર પ્રાપ્ત કરવા માટે ભલાઈની જગ્યાએ આપનું નુકશાન કરાવે છે.
પાપોની માફી દ્વારા આપણા ઉદ્ધારનો અર્થ છે કે ઈસુ ખ્રિસ્તે, આપણા કૃત્યોની ચિંતા કર્યા વગર આપણા સઘળા પાપો લઈ લેવા માટે બાપ્તિસ્મા લીધું, અને પછી સઘળા અપરાધો દૂર કરવા માટે વધસ્તંભ પર મર્યો. આપણને આપણા સઘળા પાપોથી બચાવવા માટે તે પુનરુત્થાન પામ્યો. સામાન્ય વિશ્વાસીની જેમ પાળક પણ સત્યની સુવાર્તા પર વિશ્વાસ કરવા દ્વારા માફી મેળવી શકે છે. જે કોઈ પણ આ રીતે ઈસુ ખ્રિસ્ત પર સંપૂર્ણ હૃદયે વિશ્વાસ કરે છે તે પાપોની માફી મેળવે છે. તેથી આપણને કૃપા પર ખાતરી થાય છે અને આપણો વિશ્વાસ દૃઢ બને છે.
જો આપણે પવિત્ર આત્માથી ભરપુર જીવન ઈચ્છીએ છીએ, તો આપણે પાનિયા ને આત્માની સુવાર્તા પર વિશ્વાસમાં મજબુત બનવું પડશે. આપણા જીવનમાં ઘણાં એવા ક્ષેત્ર છે જ્યાં આપણે નિષ્ફળ થયા છીએ, અને આપણે નબળા બન્યા છીએ. તેથી આપણે ઉદ્ધારની કૃપામાં મજબુત બનવું જોઈએ. જ્યારે પણ આપણને નિષ્ફળતા દેખાય છે, ત્યારે આપણે પોતાને આવું કહેવા દ્વારા આપણા વિશ્વાસનું મનન કરવું જોઈએ, “ઈશ્વરે મને પાણી અને આત્માની સુવાર્તા દ્વારા બચાવ્યો છે. ઈસુએ પાણી અને આત્મા દ્વારા મારા સઘળા પાપ માફ કર્યા છે”. આપણે આ સુવાર્તા પર વિશ્વાસ કરીને ન્યાયી બની શકીએ છીએ અને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરીને પોતાને મજબુત કરી શકીએ છીએ. આપણે આપણા સઘળા પાપોથી બચાવી લેવામાં આવ્યા છીએ અને પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરીને મજબુત બન્યા છીએ. આપણે આપણા વિશ્વાસનાં કારણે આશીર્વાદિત લોકો બન્યા છીએ.
પાઉલ કહે છે, “માટે તમે ખાઓ કે, પીઓ કે, જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો” (૧ કરિંથી ૧૦:૩૧). આ ખુબજ મહત્વપૂર્ણ છે. આનો અર્થ છે કે આપણે આપનું જીવન ઈશ્વરને સમર્પિત કરવું જોઈએ. “માટે તમે ખાઓ કે પીઓ”. આપણે ઈશ્વરનું કાર્ય કરવા માટે ખાવું જોઈએ, પીવું જોઈએ અને મજબુત બનવું જોઈએ. આપણે પ્રચાર કરવા માટે આપણા સ્વાસ્થ્ય માટે સારી વસ્તુઓ ખાવી જોઈએ.
“યુદ્ધમાં જનાર કોઈ સૈનિક સાંસારિક કામકાજમાં ગૂંથાતો નથી, જેથી તે પોતાના ઉપરી અમલદારને સંતોષ પમાડે” (૨ તિમોથી ૨:૪). પ્રચાર કરવા માટે તમારે પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવું જોઈએ. જ્યારે આપણે પ્રચાર કરવા માટે જીવન જીવીએ છીએ ત્યારે આપણે વિશ્વાસયોગ્ય જીવન જીવી શકીએ છીએ. જે કોઈ પણ આ પ્રકારનું વિશ્વાસયોગ્ય જીવન જીવે છે તે સઘળા લોકો પવિત્ર આત્માથી ભરપુર છે. આપણે સર્વ લોકોએ પવિત્ર આત્માથી ભરપુર જીવનની ઈચ્છા રાખવી જોઈએ. ત્યાં સુધી કે તમારી મહેનત દ્વારા મેળવેલી ભેંટ, સુવાર્તા પ્રચાર માટે ઉપયોગ કરી શકાય છે.
જો તમે પવિત્ર આત્માથી ભરપુર જીવન જાળવી રાખવા માંગો છો, તો તમારે ખુદને ઈશ્વરના હાથમાં સોંપવા જોઈએ, તેમની સેવામાં લાગુ રહો, તમારા પૈસાને સુવાર્તાના પ્રચાર માટે ઉપયોગ કરો અને તમારો સર્વ આનંદ અને દુઃખ ઈશ્વર સાથે વહેંચો. જો આપણે આ પ્રકારનું જીવન જીવવા ઈચ્છીએ છીએ, તો આપણે સુવાર્તાની સેવા કરવાની મજબુત ઈચ્છા પર વિશ્વાસ દ્વારા જીવન જીવવું જોઈએ.
ઘણાં લોકો અત્યાર સુધી પોતાના માટે જીવન જીવતા આવ્યા છે. તેઓએ પોતાના સ્વામી બનવા દ્વારા દીવાલો ઉભી કરી દીધી છે અને પોતાના માટે સંપતિ એકઠી કરી છે. જોકે, હવે આપણે ઈશ્વર માટે જીવવું જોઈએ. આપણે ઈશ્વરને આપણા એકમાત્ર સ્વામીના રૂપમાં સ્વીકાર કરવો જોઈએ. પ્રભુએ કહ્યું, “યુદ્ધમાં જનાર કોઈ સૈનિક સાંસારિક કામકાજમાં ગૂંથાતો નથી, જેથી તે પોતાના ઉપરી અમલદારને સંતોષ પમાડે”. સારા સૈનિકનો અર્થ છે કે નિયમોનું પાલન કરવું. જો આપણે પ્રભુ માટે તેના વિશ્વાસયોગ્ય સૈનિકની જેમ જીવન જીવીએ તો પ્રભુ આપણા માટે સમસ્યાઓનું સમાધાન કરે છે, આપણી રક્ષા કરે છે અને આપનું નેતૃત્વ કરે છે. તે આપણને પહેલા તેના રાજ્ય અને ધર્મની ખોજ કરવા માટે કહે છે (માથ્થી ૬:૩૩).
ઈશ્વરના વચનમાં કંઈપણ અસત્ય નથી. જો આપણે તેનું અનુસરણ કરીએ, તો આપણે તેમના વચનની સત્યતાને જાણી શકીશું. પણ યાદ રાખો કે પહેલા તમારા હૃદયમાં પવિત્ર આત્માનો અંતર્નીવાસ હોવો જરૂરી છે. પવિત્ર આત્માનો અંતર્નીવાસ મેળવ્યા વગર વ્યક્તિ પોતાનું સિંહાસન ઈશ્વરના હાથમાં સોંપી શકતો નથી. જોકે, જેણે પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કર્યો છે તે પોતાના સિંહાસનને ઈશ્વરના હાથોમાં સોંપે છે અને આ પ્રમાણે તે પવિત્ર આત્માની ભરપુરીનો અનુભવ કરે છે અને પોતાના હૃદયમાં આનંદ અને શાંતિ મેળવે છે.
જો તમે પાણી અને આત્મની સુંદર સુવાર્તાને સમજો છો અને વિશ્વાસ કરો છો ત્યારેજ તમે પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરી શકો છો. જો તમે પવિત્ર આત્માથી ભરપુર અને આશીર્વાદિત જીવન જીવવા માંગો છો, તો તમારે ઈશ્વરની રાજાના રૂપમાં સેવા કરવી જોઈએ અને તેના રાજ્યની ભલાઈ માટે જીવન જીવવું જોઈએ. ત્યારે તમે પવિત્ર આત્માથી ભરાઈ જશો અને તમારું હૃદય ભરપુર થશે અને તમે ઈશ્વરના રાજ્યમાં તેમની સંતાન બનાવાનો આશીર્વાદ પામીને પોતાના સમૃદ્ધ જીવનને જાળવી રાખશો.
મેં એક સંદેશો આપ્યો હતો કે જે લોકોએ પ્રભુ પર વિશ્વાસ કરીને પાપોથી ઉદ્ધાર અને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કર્યો છે તેણે પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવું જોઈએ. મેં પવિત્ર આત્માથી ભરપુર જીવન વિષે કહ્યું છે અને સમજાવ્યું છે કે આ પ્રકારનું જીવન તેઓ જાળવી રાખી શકે છે. મેં એપણ સમજાવ્યું કે વિશ્વાસથી તમારે તમારું સિંહાસન પ્રભુના હાથોમાં સોંપવું જોઈએ અને વિશ્વાસથી તેની સેવા કરાવી જોઈએ અને પવિત્ર આત્માથી ભરપુર જીવન જાળવી રાખવું જોઈએ.
ફરીથી એકવાર, વ્યક્તિ માટે પવિત્ર અત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવો, નવો જન્મ મેળવવો એ અંત નથી. આપણે ચોક્કસપણે જાણવું અને વિશ્વાસ કરવો જોઈએ કે જો આપણે આ પ્રકારનું જીવન જીવીએ છીએ ફક્ત ત્યારે જ આપણી આત્મા અને શરીર આશીર્વાદ મેળવે છે.
આવું જીવન અચાનક મળતું નથી. આ ફક્ત ત્યારેજ સમભાવ છે જ્યારે આપણે પ્રભુને આપણા સ્વામી માનીએ છીએ અને આપણા હૃદયમાં તેને પ્રથમ અને ઊંચું સ્થાન આપીએ છીએ. ઈશ્વરે આપણને બચાવ્યા અને પહેલાથીજ આપણને પવિત્ર આત્માથી ભરપુર જીવન આપ્યું છે, સુવાર્તાની સેવાનું જીવન. તેણે આપણને તેનું કાર્ય કરવા માટે કાર્ય અને પદ પણ આપ્યું છે, જેનાથી આપણે પવિત્ર આત્માથી ભરપુર જીવન જાળવી રાખી શકીએ.
તમારે તમારું જીવન તેને સમર્પિત કરવું જોઈએ અને તેના ,માટે જીવન જીવવું જોઈએ. સુંદર સુવાર્તાનો પ્રચાર કરીને તેની સેવા કરો. ત્યારે તમારું જીવન પવિત્ર આત્માથી ભરપુર થશે, તમારી અંદરથી આનંદ અને કૃપા વહેશે. તેના આગમનના દિવસે, તમે આશીર્વાદિત થશો, ગર્વથી તેમની સાથે ઉભા રહી શકશો અને તેનું પ્રતિફળ મેળવશો. તમારે અને મારે પવિત્ર આત્માથી ભરપુર જીવનની પ્રશંસા કરવી જોઈએ. આપણે વિશ્વાસથી આવું જીવન જીવવાની ઈચ્છા રાખવી જોઈએ. આ રીતે આપણે પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવી શકીએ છીએ.
શું તમે પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવા માટે તમારા હૃદયના સિંહાસનનો ત્યાગ કર્યો છે? હું આશા કરું છું કે તમે તમારા સંપૂર્ણ હૃદયને તેના હાથોમાં સોંપી દેશો. તમારા અંદર પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવાની ઈચ્છા હોવી જોઈએ. ત્યારબાદ તે તમને આશીર્વાદ આપશે જેનાથી તમે પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવશો.