(તિતસ ૩:૧-૮)“તેઓએ રાજસત્તાને આધીન રહેવું, અધિકારીઓના હુકમો માનવા, અને સર્વ સારાં કામ કરવામાં તત્પર રહેવું, એવું તેઓના સ્મરણમાં લાવ. કોઈની નિંદા ન કરવી, ટંટાખોર નહિ, પણ નમ્ર રહીને સર્વ માણસોની સાથે પૂરેપૂરા વિનયથી વર્તવું. કેમ કે આપણે પણ પહેલાં અજ્ઞાન, અનાજ્ઞાંકિત, ભ્રમણામાં પડેલા, ભિન્ન ભિન્ન વિષયો તથા વિલાસના દાસો, દ્વેષબુદ્ધિ અને અદેખાઈ રાખનારા તિરસ્કારપાત્ર તથા એકબીજાનો તિરસ્કાર કરનારા હતા. પણ ઈશ્વર આપણા તારનારની દયા તથા માણસો પરનો તેમનો પ્રેમ પ્રગટ થયો, ત્યારે આપણાં પોતાનાં કરેલાં ન્યાયીપણામાંનાં કૃત્યોથી નહિ, પણ તેમની દયાથી, નવા જન્મના સ્નાનથી તથા પવિત્ર આત્માથી [થયેલા] નવીનીકરણથી તેમણે આપણને તાર્યા. તે [પવિત્ર આત્મા] ને તેમણે આપણા તારનાર ઈસુ ખ્રિસ્તદ્વારા આપણા ઉપર પુષ્કળ રેડયો છે. જેથી આપણે તેમની કૃપાથી ન્યાયી ઠરીને [આપણી] આશા પ્રમાણે અનંતજીવનના વારસ થઈએ. એ વાત વિશ્વાસયોગ્ય છે; અને જેઓએ ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો તેઓ સારાં કામ કરવાની કાળજી રાખે, માટે આ વાતો તું તેઓનાં મનમાં ઠસાવ્યા કરે, એવી મારી ઇચ્છા છે. આ બાબતો સારી તથા માણસોને હિતકારક છે”.
આપણે પવિત્ર આત્માથી ભરપુર જીવન કઈ રીતે જીવી શકીએ?
આપણે ઈશ્વરની ઈચ્છાને જાણવી જોઈએ અને તેના અનુસાર સુવાર્તાનો પ્રચાર કરવો જોઈએ.
જે લોકો ઈસુ પર વિશ્વાસ કરે છે અને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કર્યો છે જેઓએ પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવું જોઈએ. ખ્રિસ્તીઓ માટે, પવિત્ર આત્માથી ભરપુર જીવન કંઈક એવું છે જેની ઈશ્વર માંગ કરે છે. આપણે તેમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તો પછી આપણે પવિત્ર આત્માથી ભરપુર જીવન કઈ રીતે જીવી શકીએ છીએ? પાઉલ આપણને આ સંબંધી શું કહે છે તેના તરફ આપણે ધ્યાન આપવું જોઈએ.
પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવા માટે શું જરૂરી છે?
તિતસ ૩:૧માં પાઉલ કહે છે, “તેઓએ રાજસત્તાને આધીન રહેવું, અધિકારીઓના હુકમો માનવા, અને સર્વ સારાં કામ કરવામાં તત્પર રહેવું, એવું તેઓના સ્મરણમાં લાવ”. સર્વ પ્રથમ તે આપણને રાજસત્તા અને અધિકારીઓના આધીન રાખે છે, જેથી આપણે તેમની આજ્ઞા માનીએ અને સારા કાર્ય કરવા માટે તત્પર રહીએ. તેનો અર્થ એ હતો કે જો આપણે જગતના નિયમોનું પાલન નથી કરતા તો આપણે પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવી શકતા નથી. નિસંદેહ, જો જગતના અધિકારીઓ અને નિયમો સત્યની વિરોધમાં છે તો આપણે તેને ન માનવા જોઈએ. પણ જો નિયમ આપણા વિશ્વાસનાં વિરોધમાં નથી તો, આપણે શાંતિથી સુવાર્તાની સેવા કરવા માટે તેને માનવા જોઈએ.
આપણે એવા લોકો છીએ જેઓએ પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કર્યો છે. જો આપણે સાંસારિક નિયમોને તોડીએ છીએ તો આપણે કઈ રીતે પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવા માટે સક્ષમ બની શકીએ? તેથી, પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવા માટે, આપણે જગતના નિયમોનું અનુસરણ કરવું જોઈએ. જેઓએ પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કર્યો છે તેઓ સમાજનાં નિયમોનું પાલન કરે છે. આપણે ફક્ત ત્યારે જ ઈશ્વર સાથે ચાલી શકીએ છીએ જ્યારે આપણે જગતના નિયમોનું પાલન કરીએ.
માની લો કે આપણામાંથી કોઈ એક વ્યક્તિએ મંડળીમાં જતા સમયે એક અપરાધ કર્યો. તો શું તે શાંતિથી પ્રભુની સેવા કરી શકશે? જો તે નિયમ બહાર જીવન જીવશે તો કેવી રીતે આ પૃથ્વી પર રહીને પ્રભુની શિક્ષા અનુસાર જીવન જીવી શકશે? આપણે આત્મામાં ચાલતા સમયે સામાજિક નિયમોને તોડવા ન જોઈએ. નિયમ તોડવાથી કંઈપણ સારું થતું નથી. આપણે નિયમનું પાલન કરવા દ્વારા શાંતિ જાળવવી જોઈએ. આપણે સુવાર્તાનો પ્રચાર કરતી વખતે ઉત્તમ જીવન જીવવાની આશા રાખવી જોઈએ. પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવા માટે, સંતો માટે આ બુદ્ધિમાની હશે કે તેઓ સામાજિક નિયમોને પકડીને રાખે.
આપણે આપણા હૃદયમાં નમ્રતા રાખવાની છે
પાઉલે કહ્યું, “કોઈની નિંદા ન કરવી, ટંટાખોર નહિ, પણ નમ્ર રહીને સર્વ માણસોની સાથે પૂરેપૂરા વિનયથી વર્તવું”. પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવા માટે, આપણે કોઈને બદનામ કરવાના અંતહી, પણ કોમળ સ્વભાવના બનવાનું છે, અને સઘળા મનુષ્યો સાથે નમ્રતા સાથે રહેવાનું છે.
નવો જન્મ પામેલા લોકોના હૃદયમાં, નમ્રતા, સંયમ અને દયા છે. પાઉલે આપણને કહ્યું છે કે એકબીજા સાથે ઝઘડો કરીને સુવાર્તાને નષ્ટ કરવાની નથી. નિસંદેહ, જ્યારે સામાજિક નિયમો સુવાર્તાના વિરોધમાં હોય ત્યારે આપણે લડવાનું છે. પણ જો આવું નથી તો, આપણે શાંતિથી રહેવાનું છે. આપણે કંઈક એવું કરવાનું છે કે લોકો આપણા વિષે વિચારે, “ભલે થોડા સમય માટે તે સિંહ જેવો નીડર હોય છે, પણ હકીકતમાં તે કબુતર જેવો શાંતિપૂર્ણ છે. ખ્રિસ્તત્વ પરના તેના વિશ્વાસને તેને વિનમ્ર અને સમજદાર વ્યક્તિ બનાવ્યો છે.
દેહની વાસનાઓમાં કોઈ દયા કે નમ્રતા નથી હોતી. પણ પવિત્ર આત્માના અંતર્નીવાસ દ્વારા અને પ્રભુ દ્વારા જેણે આપણને આપણા પાપોથી બચાવ્યા છે, આપણે બીજા લોકો પ્રત્યે નમ્ર બની શકીએ છીએ. જેણે મારી સાથે ખરાબ કર્યું છે તેને માફ કરી દેવા એ જ સાચી “માફી” છે અને અને હૃદયની ઊંડાણની નમ્રતાથી વ્યવહાર કરવો એ જ સાચી “નમ્રતા” છે. જ્યારે કોઈ વ્યક્તિ પ્રત્યે મારા હૃદયમાં કડવાશ હોય અને હું નમ્ર હોવાનો ઢોંગ કરું તો એ મારા માટે નમ્રતા નથી. નમ્રતા અને માફીથી ભરેલું હૃદય નવું જીવન પ્રાપ્ત કરેલા ખ્રિસ્તીઓ માટે આંતરિક નૈતિકતા છે.
જ્યારે લોકો આપણી સાથે ખોટું કરે છે ત્યારે પણ આપણી અંદર ભલાઈ હોવી જોઈએ. જ્યાં સુધી તેઓ સુવાર્તાના વિરોધમાં ઉભા ન થાય ત્યાં સુધી આપણે સર્વ લોકો સાથે નમ્ર રહેવાનું છે. પણ જો તેઓ આવું કરે છે તો આપણે ભલાઈના પ્રકાશને સત્યના પ્રકાશમાં બદલવાનો છે. ભલાઈ ફક્ત ઈશ્વરના વચનોમાં મેળવી શકાય છે, તેથી જે લોકો વિરોધ કરે છે અને ઈશ્વરના વચનને બદનામ કરે છે તેઓ ભલાઈને લાયક નથી.
ઈશ્વર વિરોધ કરવાવાળાને માફ કરતા નથી પણ તેઓને કીમત ચુકવવા માટે કહે છે. ઈશ્વરે ઈબ્રાહીમને કહ્યું, “અને જેઓ તને આશીર્વાદ આપે તેઓને હું આશીર્વાદ આપીશ, ને જેઓ તને શાપ આપે તેઓને હું શાપ આપીશ” (ઉત્પત્તિ ૧૨:૩). જે લોકો સુવાર્તાનો વિરોધ કરે છે તેઓ પાસે ઉદ્ધાર મેળવવાનો કોઈ માર્ગ નથી. તેઓ તે વિનાશથી બચી શકશે નહિ જે ફક્ત તેઓના જીવનને જ નહિ પણ તેમની ત્ત્રીજી પેઢી સુધી સઘળું નષ્ટ કરી દેશે.
કેમ આપણે સહનશીલ અને નમ્ર બનવાનું છે? જેમ તિતસ ૩:૩માં લખ્યું છે, “કેમ કે આપણે પણ પહેલાં અજ્ઞાન, અનાજ્ઞાંકિત, ભ્રમણામાં પડેલા, ભિન્ન ભિન્ન વિષયો તથા વિલાસના દાસો, દ્વેષબુદ્ધિ અને અદેખાઈ રાખનારા તિરસ્કારપાત્ર તથા એકબીજાનો તિરસ્કાર કરનારા હતા”. આપણે નવો જન્મ પામ્યા પહેલા આ લોકો જેવા જ હતા. તેથી આપણે સહન કરવાનું છે અને તેઓને માફ કરવાના છે કેમ કે આપણે પણ પહેલા તેઓ જેવા હતા.
તિતસ ૩:૪-૮માં લખ્યું છે, “પણ ઈશ્વર આપણા તારનારની દયા તથા માણસો પરનો તેમનો પ્રેમ પ્રગટ થયો, ત્યારે આપણાં પોતાનાં કરેલાં ન્યાયીપણામાંનાં કૃત્યોથી નહિ, પણ તેમની દયાથી, નવા જન્મના સ્નાનથી તથા પવિત્ર આત્માથી [થયેલા] નવીનીકરણથી તેમણે આપણને તાર્યા. તે [પવિત્ર આત્મા] ને તેમણે આપણા તારનાર ઈસુ ખ્રિસ્તદ્વારા આપણા ઉપર પુષ્કળ રેડયો છે. જેથી આપણે તેમની કૃપાથી ન્યાયી ઠરીને [આપણી] આશા પ્રમાણે અનંતજીવનના વારસ થઈએ. એ વાત વિશ્વાસયોગ્ય છે; અને જેઓએ ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો તેઓ સારાં કામ કરવાની કાળજી રાખે, માટે આ વાતો તું તેઓનાં મનમાં ઠસાવ્યા કરે, એવી મારી ઇચ્છા છે. આ બાબતો સારી તથા માણસોને હિતકારક છે”.
બાઈબલ અનુસાર, ઈશ્વરે આપણને આપણા પાપોથી એટલા માટે નથી બચાવ્યાં કે આપણે સારા કાર્યો કરતા હતા. તેમણે આપણને નવો જન્મ પ્રાપ્ત કરવાનો આશીર્વાદ આપ્યો કેમ કે તે આપણને પ્રેમ કરતો હતો અને તેને આપણા પર દયા આવી. બીજા શબ્દોમાં, ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યો, બાપ્તિસ્મા લીધું, ક્રૂસ પર માર્યો, પુનરુત્થાન પામ્યો, અને આ પ્રમાણે આપણા સઘળા પાપો ધોયા. મૃત્યુથી સજીવન થવા દ્વારા, જગતની સઘળી અપૂર્ણ વસ્તુઓ સંપૂર્ણ થઈ ગઈ.
ઈશ્વરે આપણા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને પવિત્ર આત્માથી આશીર્વાદિત કર્યા છે. ઈસુ ખ્રિસ્તે જગતના સઘળા પાપો લઈ લેવા માટે યોહાન દ્વારા બાપ્તિસ્મા લીધું અને વધસ્તંભ પર મર્યો જેથી આપણા સઘળા પાપો માફ થઈ શકે. આપણને ઉદ્ધાર આપવામાં આવ્યો અને આપણે ન્યાયી બન્યા.
બાઈબલ એવું પણ કહે છે, “જેથી આપણે તેમની કૃપાથી ન્યાયી ઠરીને [આપણી] આશા પ્રમાણે અનંતજીવનના વારસ થઈએ”. આનો અર્થ છે કે આપણે, ઈશ્વરના વારસ, એ લોકો છીએ જેઓ તેમની સઘળી સંપતિ અને મહિમાના વારસ છીએ. આ પ્રકારનું આશીર્વાદિત જીવન જીવવા માટે, આપણે પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવું જોઈએ. તમારે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવો જોઈએ, તમારા પાપોની માફી પ્રાપ્ત કરવી જોઈએ અને બીજાઓને સુવાર્તાનો પ્રચાર કરવો જોઈએ.
તેથી, આપણા સઘળા પાપોથી માફી પ્રાપ્ત કર્યા પછી, આપણે બીજા લોકોની ભલાઈ માટે કાર્ય કરવું જોઈએ, આપણે જગતના નિયમોનું પાલન કરવું જોઈએ અને બીજા લોકોને સુવાર્તાનો પ્રચાર કરવો જોઈએ જેઓ ઈશ્વરને શોધી રહ્યા છે. અને આપણે તે લોકોને માફ કરી દેવા જોઈએ જેઓ આપણી સાથે ખરાબ વ્યવહાર કરે છે અને તેઓ સાથે ભલાઈ અને નમ્રતાથી વર્તન કરવું જોઈએ જેથી તેઓ સુંદર સુવાર્તાના પ્રચારમાં બાધા ન બને. “આ બાબતો સારી તથા માણસોને હિતકારક છે”. જો તમે પવિત્ર આત્માની ભરપુરીની ઈચ્છા રાખો છો, તો પાઉલે આપણને જે કહ્યું છે તે યાદ રાખવાનું છે. આ કદાચ કંઈ ખાસ હોય એવું નથી લાગતું, પણ આ ખુબજ મહત્વપૂર્ણ વચન છે.
જોકે આપણે આ જગતમાં જીવી રહ્યા છીએ, તો જો આપણે આ જગતના નિયમોની અવગણના કરવા દ્વારા બીજાનો વિરોધ કરીને પવિત્ર આત્માથી ભરપુર થઈ શકતા નથી. તેથી જ્યાં સુધી નિયમ ઈશ્વરના વિરોધમાં ન હોય ત્યાં સુધી આપણે તેને માનવા જોઈએ. આપણે આ જગતના નિયમોનું પાલન કરવું જોઈએ. જો આપણી અંદર વિશ્વાસ છે, છતાં પણ જો આપણે પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવા માંગીએ છીએ તો નિયમોનું પાલન કરવું આપણા માટે ઉત્તમ વિકલ્પ છે. આપણા માટે ભલાઈનાં કાર્ય કરવાનો અર્થ છે કે આપણે જગતના નિયમોનું પાલન કરવું અને આપણા પાડોશી સાથે શાંતિથી રહેવું.
શું તમે પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવા માંગો છો?
એફેસી ૫:૮-૧૧ કહે છે, “કેમ કે તમે પહેલાં અંધકારરૂપ હતા, પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છો. પ્રકાશનાં સંતોનોને ઘટે તેમ ચાલો. (કેમ કે પ્રકાશનું ફળ સર્વ પ્રકારની ભલાઈમાં તથા ન્યાયીપણામાં તથા સત્યમાં છે.) પ્રભુને પસંદ પડતું શું છે, તે પારખી લો. વળી અંધારાનાં નિષ્ફળ કામોના સોબતીઓ ન થાઓ, પણ ઊલટું તેઓને વખોડો”. આ ભાગ આપણને અજવાળાની સંતાનના રૂપમાં ચાલવા અને પવિત્ર આત્માના ફાળો આપવા વિષે કહે છે.
એફેસી ૫:૧૨-૧૩ કહે છે, “કેમ કે તેઓ ગુપ્તમાં એવાં કામ કરે છે કે, જે કહેતાં પણ શરમ લાગે છે. જે સર્વ વખોડાયેલું, તે પ્રકાશથી પ્રગટ થાય છે; કેમ કે જે કંઈ પ્રગટ કરવામાં આવે છે; તે પ્રકાશરૂપ છે”. પાઉલ કહે છે કે, જે સર્વ વાખોડાયેલું છે, તે પ્રકાશથી પ્રગટ થાય છે. જો ન્યાયી વ્યક્તિ ધાર્મિક રીતે જીવન જીવી શકતો નથી, તો તે ઈશ્વર દ્વારા પ્રગટ થશે. જ્યારે કોઈ વ્યક્તિ અંધકારનાં કાર્ય કરતા પકડાઈ જાય છે, અને પછી પ્રકાશ દ્વારા ફટકાર મળે છે ત્યારે શું થાય છે? પોતાની ભૂલ માની લીધા પછી, જયારે તે બીજી વાર ઈશ્વર આગળ ઉભો રહે છેત્યારે તેનું હૃદય પ્રકાશિત થઈ જાય છે. “જે સર્વ વખોડાયેલું, તે પ્રકાશથી પ્રગટ થાય છે; કેમ કે જે કંઈ પ્રગટ કરવામાં આવે છે; તે પ્રકાશરૂપ છે”. પ્રકાશ સામે પ્રગટ થવું સારું છે. ત્યારે આપણે આપણા અપરાધોનો સ્વીકાર કરીએ છીએ અને ઈશ્વર પાસે પાછા ફરીએ છીએ.
જો આપણે હકીકતમાં પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવા માંગીએ છીએ, તો આપણા હૃદયમાં દયા હોવી આવશ્યક છે. જો કોઈ વ્યક્તિના હૃદયમાં પાપ નથી, તેનો એવો અર્થ નથી કે તેને દયાળુ બનવાની જરૂર નથી. આપણે આપણા જીવનમાં ભલાઈ અને દયા રાખીને જીવવું જોઈએ. આપણે બુદ્ધિથી પ્રચાર કરવો જોઈએ અને તેઓ માટે પ્રાર્થના કરાવી જોઈએ જેઓ પાણી અને આત્માની સુવાર્તાને જાણતા નથી જેથી તેઓ તેને સમજે અને તેઓના પાપ માફ થાય. અને આપણે બીજા લોકોને હાની પણ ન પહોચાડવી જોઈએ. આપણે સુવાર્તા માટે ખાવાનું છે, આરામ કરવાનો છે જીવન જીવવાનું છે અને બીજા લોકોની સેવા પણ કરવાની છે.
પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવા માટે, આપણે સમયના મહત્વ વિષે વિચારવાનું છે અને મનુષ્યની બુદ્ધિની જેમ સુંદર સુવાર્તાનો પ્રચાર કરવાનો છે. જ્યારે આપણે જગતને પ્રેમ કરીએ છીએ, ત્યારે આપણે અંધકાર સમાન બાની જઈએ છીએ અને ઈશ્વરના કાર્યને કરવાનું ચુકી જઈએ છીએ. તેથી, આપણે આપણી આંખો પ્રભુ પર રાખવી જોઈએ અને તેવું જ કરવું જોઈએ જેવું તે ઈચ્છે છે. ઈશ્વરે આપણને જે ઉદ્ધાર આપ્યો છે તેના પર વિશ્વાસ કરીને, આપણે દર સમયે સજાગ પણ રહેવાનું છે. આત્માની બુદ્ધિથી ભરેલો માણસ જગત અંધકારથી ભરાઈ જાય તે પહેલા સુવાર્તા પ્રચાર કરવા માટે પોતાને સમર્પિત કરે છે.
પ્રભુની ઈચ્છાને સમજો
આપણે તેની શોધ કરવી જોઈએ જે ઈશ્વરને પ્રસન્ન કરે છે. આપણે તે શીખવું જ જોઈએ કે તે પોતાની મંડળી અને વચનો દ્વારા આપણી પાસેથી શું કરાવવા માંગે છે. આપણે તે જાણવું જોઈએ કે આપણે તેને પ્રસન્ન કરવા માટે શું કરી શકીએ છીએ અને આપણા માટેની તેમની ઈચ્છા શોધવી જોઈએ.
જેઓના પાપ માફ કરવામાં આવ્યા છે તેઓએ નવો જન્મ પ્રાપ્ત કર્યો છે અને નવો જન્મ પામેલા લોકો એવા લોકો છે જેઓ પાસે પવિત્ર આત્માનો અંતર્નીવાસ છે. જે લોકોની અંદર પવિત્ર આત્મા છે તેઓ સાચા પવિત્ર અને ઈશ્વરની સંતાન છે. તેઓએ પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવું જોઈએ. આ સર્વ સંતોનું કર્તવ્ય છે. આપણે બીજા લોકોની જરૂરીયાતને નકારીને પોતાના પર જ પોતાની યોગ્યતા અને ઉર્જા વેડફવી ન જોઈએ. આપણે સમય સાથે વહીને ઈશ્વરનાં કાર્યમાં બાધારૂપ બનવું જોઈએ નહિ.
જો આપણે પવિત્ર કરવામાં આવ્યા છીએ અને ઈશ્વરના પ્રેમ દ્વારા નવો જન્મ મેળવ્યો છે, તો તેના કાર્યને નિરંતર કરવા માટે આપણે સારા વ્યક્તિ બનવું જોઈએ. જો આપણે તેના પર વિશ્વાસ કરીને તેની સંતાન બન્યા છીએ, તો તે આપણા માટે સારું છે કે આપણે ભલાઈના લોકો બનીએ.
ઈશ્વરની સંતાનોના શરીર સંપૂર્ણતાથી ખુબજ દૂર છે છતાં પણ તે ઈશ્વરને પ્રસન્ન કરે છે; જો આપણે ઈશ્વરની ઈચ્છાની ચિંતા કરીએ અને સારા કામ કરીએ તો. પણ જે નાવો જન્મ પામેલો વ્યક્તિ છે તે જો ફક્ત પોતાના ,માટે જીવન જીવે છે તો તે બીજાઓ માટે ખરાબ કરે છે. “મદ્યપાન કરીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ [પવિત્ર] આત્માથી ભરપૂર થાઓ” (એફેસી ૫:૧૮) અર્થ છે કે આપણે દેહની વાસનાઓથી તૃપ્ત થવાનું નથી પણ સારા કૃત્યો કરવાના છે.
પાઉલ એફેસી ૫:૧૯-૨૧માં કહે છે, “ગીતોથી, સ્તોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે વાતો કરીને તમારાં હ્રદયોમાં પ્રભુનાં ગાયનો તથા ભજનો ગાઓ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે સર્વને માટે ઈશ્વર પિતાની આભારસ્તુતિ નિત્ય કરજો. ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો”. જો આપણે પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવા માંગીએ છીએ, તો આપણે ઉદ્ધારની સુવાર્તા પર વિશ્વાસ કરવાનો છે અને તેનો પ્રચાર પણ કરવાનો છે અને ઈશ્વરે આપણા માટે જે કર્યું તે પ્રગટ કરવાનું છે.
જ્યારે પણ આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે ઈશ્વર આપણને આશીર્વાદ આપે છે અને આપણે એક સ્વર અને અવાજે તેમની સ્તુતિના ગીત ગાઈએ એટલા માટે ઈશ્વરે આપણને ગીતશાસ્ત્ર અને આત્મિક ગીતોમાં દોર્યા છે. આપણે તેમની સરાહના, આભાર અને સ્તુતિ કરાવી જોઈએ. જ્યારે આપણે એવા લોકો માટે પ્રાર્થના કરીએ છીએ જેઓએ ઉદ્ધાર મેળવ્યો નથી અને એકબીજા માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે પવિત્ર આત્માથી ભરપુર જીવનનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણે આપણા હૃદયના ઊંડાણથી ઈશ્વરનો આભાર માનવો જોઈએ અને ઈસુ ખ્રિસ્તને આદર દેવો જોઈએ, જેણે આપણને બચાવ્યા છે. આપણા હૃદયમાં આ વિચાર સાથે, આપણે આપણા ખોટા કાર્યોનો સ્વીકાર કરવા માટે સક્ષમ બનીએ છીએ, આપણા પાપોને સાફ કરવા માટે આપણે તેની સરાહના કરીએ છીએ અને તેમની આજ્ઞાનું પાલન કરીએ છીએ. આનો જ અર્થ પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવાનો છે.
આપણે આપણા જીવનભર સુંદર સુવાર્તાની સેવા કરવી જોઈએ
આપણે સારા કાર્યોની યોજના બનાવવી જોઈએ અને સુંદર સુવાર્તાની મહિમા માટે તેનું પાલન કરવું જોઈએ. ઈશ્વરની મંડળી સાથે જોડાઈને, આપણે સાથે મળીને પ્રાર્થના કરવી જોઈએ અને પ્રત્યેક મનુષ્યની આત્માને બચાવવા માટે ઈશ્વરને પોકાર કરવો જોઈએ. હજી પણ એવા ઘણા લોકો છે જેઓએ નવો જન્મ પ્રાપ્ત કર્યો નથી કેમ કે ઈશ્વરની શોધ કરવા છતાં તેઓ સુંદર સુવાર્તાને જાણતા નથી. આપણે આ લોકો માટે પ્રાર્થના કરવી જોઈએ અને કહેવું જોઈએ, “ઈશ્વર, કૃપા કરીને આ લોકોને પણ બચાવો”. અને આપણે સ્વાર્થી વસ્તુઓ પાછળ નથી ભાગવાનું પણ ખોવાયેલાઓને બચાવવા માટે સુવાર્તાની સેવા માટે આપણી સંપતિને પણ જોડવી જોઈએ. બીજાઓની આત્માઓ માટે અને ઈશ્વરના રાજ્યની વૃદ્ધિ માટે જીવન જીવવું સારું કાર્ય છે.
આ પ્રકારના કાર્યો કરવાનો અર્થ છે કે પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવું. પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવાનો અર્થ એ નથી કે અન્ય ભાષામાં બોલવું અને ચમત્કાર કરવા, પણ ઈશ્વરને કેવી રીતે પ્રસન્ન કરવા તે શીખવું છે. આનો અર્થ છે કે ઈશ્વરે આપણને જે ઉદ્ધાર આપ્યો તેના પર વિશ્વાસ કરવો, કવિતા અને ભજનો દ્વારા ઈશ્વરની સ્તુતિ અને મહિમા કરવી. આપણા સંપૂર્ણ હૃદયથી ઈશ્વરની મહિમા કરવી, અને આપણા શરીર રૂપી ધાર્મિક પાત્ર દ્વારા તેની સેવા કરવી જ ઈશ્વરની ઈચ્છા છે. તેના આદેશનું પાલન કરવાનો અર્થ છે કે પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવું.
પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવા માટે, આપણે એકબીજાની આજ્ઞાનું પાલન કરવાનું છે. જો આપણને કોઈ સલાહ આપી રહ્યું છે, તો આપણે સાંભળવું જોઈએ કે તે શું કહી રહ્યો છે. આજ પ્રમાણે, જો હું તેને સલાહ આપી રહ્યો છું, તો ભલે તે મારી સાથે સહમત ન હોય પણ તેણે સાંભળવું જોઈએ. આ પ્રમાણે, આપણે એકબીજાની આજ્ઞા માનીને અને ઈશ્વરના કાર્યોને કરીને પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવું જોઈએ.
આત્માથી ભરપુર જીવન જીવવાનો અર્થ છે ઈસુની મહિમા કરવી
પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવાનો અર્થ છે ઈસુ ખ્રિસ્તની આજ્ઞાનું પાલન કરવું. આવો એફેસી ૬:૧૦-૧૩ વાંચવા દ્વારા સમજીએ કે આનો અર્થ શું છે. “છેવટે, [હું કહું છું] , પ્રભુમાં તથા તેમના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ. શેતાનની કુયુક્તિઓની સામે તમે દ્દ્રઢ રહી શકો માટે ઈશ્વરનાં સર્વ હથિયારો સજો. કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક [લશ્કરો] ની સામે છે. એ માટે તમે ઈશ્વરનાં સર્વ હથિયારો સજી લો કે, તમે ભૂંડે દિવસે સામા થઈ શકો, અને બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો”.
પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવાનો શો અર્થ છે? આનો અર્થ છે કે પ્રભુમાં બળવાન થવું અને તેમની સામર્થમાં વિશ્વાસ કરવો. આનો અર્થ છે કે આપણી પોતાની નહિ પણ પવિત્ર આત્માની સામર્થ દ્વારા જીવન જીવવું જે આપણી અંદર નિવાસ કરે છે. આ ઉપરાંત, આનો અર્થ છે પ્રાર્થનાનું જીવન જીવવું. પ્રાર્થના દ્વારા, આપણે ભિન્ન યોગ્યતા અને ઈશ્વરના આશીર્વાદો મેળવીને ધાર્મિક જીવન જીવી શકીએ છીએ. આ પ્રકારનું જીવન જીવવાનો અર્થ છે ઈશ્વરના હથિયાર પહેરી લેવા. આપણે એટલા નબળા છીએ કે જો આપણે તેની સાથે ચાલવાની, તેની સેવા કરવાની અને તેમની આજ્ઞાનું પાલન કરવાનો પ્રયત્ન કરીએ તો આપણે ત્યાં સુધી પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવી શકતા નથી જ્યાં સુધી આપણે તેના વચનોને પકડી ન રાખીએ.
આપણી આત્મિક સામર્થને વધારવા માટે ઈશ્વરના વચનો પર વિશ્વાસ હોવો મહત્વપૂર્ણ છે. જો આપણી અંદર વિશ્વાસ છે, તો આપણે આ બોલવા દ્વારા ઈશ્વરના હથિયાર પહેરી શકીએ છીએ, “મને ખાતરી છે કે આ ઈશ્વરના વચનમાં લખ્યું છે તેવું જ છે”. આ વિશ્વાસ છે જે આપણને પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવા માટે સક્ષમ બનાવે છે.
શું તમારામાંથી કોઈપણ આ પ્રકારનું જીવન જીવવા માટે સમસ્યાનો સામનો કરી રહ્યું છે? તો પછી પવિત્ર શાસ્ત્રનાં વચનો યાદ રાખો અને ઈશ્વરના હથિયારથી સજ્જ થઈ જાઓ. ઈશ્વર આપણને તેમના હથિયારોથી સજ્જ થવા માટે કહે છે. આપણા હૃદયોના ઊંડાણમાં વચનો રાખવા દ્વારા, તમે ઈશ્વરના હથિયારથી સજ્જ થવાના અર્થને સમજી શકશો. આપણું વાતાવરણ અને લોકો શું કહે છે તે વાતની ચિંતા કર્યા વગર આપણે ઈશ્વરના વચનો પકડી રાખવાના છે. આ પ્રમાણે, પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવી શકીએ છીએ.
આપણે આ વિશ્વાસને ક્યા મેળવી શકીએ છીએ? પ્રકટીકરણ ૩:૨૨ કહે છે, “આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે”. પવિત્ર આત્મા મંડળીને શું કહે છે તે આપણે સાંભળવું જોઈએ. બીજા શબ્દોમાં, ફક્ત ઈશ્વરના સેવકો જ ઈશ્વરના વચન સાંભળી શકે છે અને પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવી શકે છે. પવિત્ર આત્મા કોના દ્વારા વાત કરે છે? ઈશ્વર પોતાનું મંડળીમાં પોતાના સેવકો દ્વારા સઘળા સંતો અને દુનિયાના સર્વ લોકો સાથે વાત કરે છે.
આ એવું કહે છે કે, તમારે વિશ્વાસ કરવો જોઈએ કે મંડળીની શિક્ષા ઈશ્વરના વચનો પર આધારિત છે. તમારે મનમાં આ વિશ્વાસ રાખીને મંડળીની શિક્ષાનો સ્વીકાર કરવાનો છે. જો પવિત્ર આત્મા પ્રચારકની અંદર રહેતો નથી, તો શક્ય છે કે તે પોતાની વાતો શીખવે. જે પ્રચારકની અંદર પવિત્ર આત્માનો અંતર્નીવાસ છે તે પવિત્ર આત્માના નિયંત્રણમાં ઈશ્વરના વચનોનો પ્રચાર કરે છે. જો પ્રચારક આવું નથી કરતો અને બાઈબલ બહારના વચનોનો પ્રચાર કરે છે તો પવિત્ર આત્મા તેને રોકશે કેમ કે તે તેની અંદર નિવાસ કરે છે.
પવિત્ર આત્મા ઈશ્વર છે. ઈશ્વરના સેવકનો અધિકાર મહાન છે, કેમ કે ઈશ્વર તેઓ અંદર નિવાસ કરે છે. નવા કરારમાં, ઈસુ ખ્રિસ્તે પિતરને કહ્યું, “આકાશના રાજ્યની કુંચીઓ હું તને આપીશ” (માથ્થી ૧૬:૧૯). સ્વર્ગની ચાવી પાણી અને આત્માની સુવાર્તા છે. બીજા શબ્દોમાં, આ સુવાર્તા સ્વર્ગમાં પ્રવેશ કરવા માટેની ચાવી છે. ઈશ્વરે પોતાના વચનોનો પ્રચાર કરવાનો અધિકાર ફક્ત પિતરને નથી આપ્યો પણ ઈશ્વરના સર્વ સેવકો અને સંતોને આપ્યો છે જ્યાં સુધી તેઓ નવો જન્મ અને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત ન કરે.
પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવા માટે, આપણે ઈશ્વરના સર્વ હથિયારોથી સજ્જ થવું પડશે. જો આપણી અંદર વિશ્વાસ નથી, તો આપણે મંડળીનો અધિકાર અને ઈશ્વરના સેવકો દ્વારા દરરોજ મંડળીની શિક્ષાઓને માનવી પડશે. તમે આજે જે ઉપદેશ સાંભળ્યો છે તે તમારા કોઈ કામનો નહિ હોય તમારા જીવન સાથે સીધો જોડાયેલો નહિ હોય, છતાં પણ તમે તેને સાંભળો અને તમારા હૃદયમાં રાખો. દરરોજ તમારા માટેના વચનોને બાઈબલમાં શોધો. તેને પકડી રાખો, આ પ્રમાણે, તમે વિશ્વાસના વ્યક્તિ બની જશો. ત્યારે તમે પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવી શકશો, ઈશ્વર સાથે ચાલી શકશો, અને સંસારની અંધકારની સત્તા સાથેનું યુદ્ધ જીતી શકશો.
તમે કદાચ ચિંતિત થતા હશો કેમ કે તમને કહેવામાં આવ્યું છે કે જગતના નિયમોનું પાલન કરવું અને હવે હું કહું છું કે જગતની અંધકારની સતા સામે યુદ્ધ કરવું. રોમનના સમયમાં, રોમન સમ્રાટ પોતાને ઈશ્વર કહેતો હતો અને નિયમ મુજબ સર્વ લોકોએ તેને ઈશ્વર તરીકે પૂજવાનો હતો. પણ આ કંઈક એવું છે જે ખ્રિસ્તી લોકો નહોતા કરી શકતા કેમ કે તે ઈશ્વરના વચનની વિરુદ્ધ હતું. તેથી તે સમયના ખ્રિસ્તીઓ પાસે રોમન સમ્રાટ સામે યુદ્ધ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો, જેની સામે લોકો નમતા હતા જેમ કે તે ઈશ્વર હોય.
શેતાન સામે યુદ્ધ જીતવા માટે, આપણે ઈશ્વર પર વિશ્વાસ કરવાનો છે અને તેને પકડી રાખવાના છે. જો આપણે ઈશ્વરના વચન અનુસાર જીવીએ, તો આપણે તેમના આશીર્વાદો મેળવી શકીએ છીએ અને શેતાનને હરાવી શકીએ છીએ. જો આપણે બચાવવામાં આવેલા છીએ છતાં પણ ઈશ્વરના વચનોને પકડી નહિ રાખીએ તો આપણે શેતાન વિરુદ્ધ યુદ્ધ હારી જઈશું. ઈશ્વર આપણને ચેતવણી આપે છે, “સાવચેત થાઓ, જાગતા રહો; [કેમ કે] તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની જેમ કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે” (૧ પિતર ૫:૮). જે વ્યક્તિ ઈશ્વરના વચન પર વિશ્વાસ નથી કરતા તેના પર શેતાન સરળતાથી હુમલો કરી શકે છે.
જો તે ઈશ્વરના વચનથી ન હોત તો ઈસુ પણ શેતાન વિરૂદ્ધ યુદ્ધ ન કરી શક્યા હોત. “એમ લખેલું છે કે, માણસ એકલી રોટલીથી નહિ, પણ દરેક શબ્દ જે ઈશ્વરના મોંમાંથી નીકળે છે તેથી જીવશે” (માથ્થી ૪:૪). ઈશ્વરે જે લખ્યું છે તેના પર વિશ્વાસ કરીને તેણે શેતાનને ભગાડ્યો. અને આપણા વિષે શું? આપણી અંદર બુદ્ધિની ઘટી છે અને ઈસુ સાથે આપણે આપણી સરખામણી કરી શકતા નથી. તેથી, આપણે ઈશ્વરના વચન પર વિશ્વાસ કરવાનો છે અને તેને દ્રઢતાથી પકડી રાખવાનું છે.
આપણે ફક્ત એવું નથી કહેવાનું કે, “હું વિચારું છું કે વચન સાચું છે પણ હું સંપૂર્ણપણે તેના પર વિશ્વાસ કરી શકતો નથી”. વચનને પકડીને રાખવાનું છે. “હું વિશ્વાસ કરું છું કે જેમ લખ્યું છે તેવું જ થશે.” આ સાચો વિશ્વાસ છે અને આપણે ઈશ્વરના હથિયારથી સજ્જ થવા માટે સક્ષમ બનવાનું છે. જે લોકો કહે છે કે, “જેમ આપણા પ્રભુએ કહ્યું એમ જ પૂરું થશે” તે આશીર્વાદિત થશે. જો વ્યક્તિ ઈશ્વરના વચનોને પકડી રાખે છે અને તણા પર નિર્ભર રહે છે, તો તેના વિશ્વાસ અનુસાર સઘળું સારું થશે. જો શેતાન આપણને પરીક્ષણમાં નાખવાનો પ્રયત્ન કરે, તો તે ચોક્કસપણે દૂર ભાગી જશે જો આપણે કહી શું કે, “હું ઈશ્વરના વચન પર વિશ્વાસ કરું છું. હું તેના વચન પર વિશ્વાસ કરું છું તે સાચો ઉત્તર છે.” શેતાન વિરુદ્ધ યુદ્ધ જીતવાનો આ એકમાત્ર રસ્તો છે.
આપણે ઈશ્વરના વચનને પકડીને રાખવાનું છે
“એ માટે તમે ઈશ્વરનાં સર્વ હથિયારો સજી લો કે, તમે ભૂંડે દિવસે સામા થઈ શકો, અને બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો. માટે સત્યથી તમારી કમર બાંધીને તથા ન્યાયીપણાનું બખતર પહેરીને તથા શાંતિની સુવાર્તાની તૈયારીરૂપી જોડાં પહેરીને, ઊભા રહો. સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટના બળતા ભાલાઓ હોલવી શકશો. વળી, ઉદ્ધારનો ટોપ [પહેરો], તથા આત્માની તરવાર, જે ઈશ્વરનું વચન છે, તે લો” (એફેસી ૬:૧૩-૧૭).
આ ભાગમાં, “માટે સત્યથી તમારી કમર બાંધીને,” ઈશ્વરનું વચન વ્યક્તિના કમરે બાંધેલા પટ્ટા સાથે તુલના કરે છે. આનો અર્થ છે કે આપણે ઈશ્વરના વચનથી આપણા મનની સુરક્ષા કરવી જોઈએ. તે આપણને સત્યના વચનનું અનુસરણ કરવા માટે કહે છે જેથી આપણે ઈશ્વર સાથે એક મનના થઈ શકીએ. પણ જેમ આ પટ્ટો શરીર સાથે મજબુતીથી બાંધેલો હોય છે, તેવી જ રીતે આપણે પોતાને ઈશ્વરના વચન સાથે મજબુતી સાથે જોડેલા રાખવાના છે. જ્યારે આપણે ઈશ્વર સાથે એક મનના થઈએ છીએ, ત્યારે આપણે સ્વાભાવિક રૂપમાં વિશ્વાસ કરવા અને આ કહેવા માટે સક્ષમ બનીએ છીએ કે, “હું વિશ્વાસ કરું છું કે સઘળું સારું થશે, હું વિશ્વાસ કરું છું કે જેમ ઈશ્વરે કહ્યું છે તેમ જ પૂરું થશે”.
બીજું, આપણે ન્યાયીપણાનું બખતર પહેરવાનું છે. આપણે પાણી અને આત્માની સુવાર્તાનું બખતર પહેરવું જોઈએ જે કહે છે કે ઈશ્વરે આપણને બચાવ્યા છે. આપણે સત્યતાથી આપણી કમર બંધાવાની છે, અને ન્યાયીપણાનું બખતર પહેરવાનું છે. આપણે મૂલ્યવાન રત્નનું બખતર પહેરવાનું છે. આપણે તે એવા વિશ્વાસ સાથે પહેરવાનું છે કે ઈશ્વરે આપણા સઘળા પાપ માફ કર્યા છે. આપણે આપણા સંપૂર્ણ મનથી ઈશ્વરના વચન પર વિશ્વાસ કરવાનો છે. આપણે શાંતિ આપનારા ઉદ્ધારની સુવાર્તાનો પ્રચાર પણ કરવાનો છે.
ઉપરના સર્વ વચનો પકડી રાખીને, આપણે પગમાં સુવાર્તાની તૈયારીરૂપી જોડાં પહેરી શકીએ છીએ, અને ઉદ્ધારની સુવાર્તાનો પ્રચાર કરી શકીએ છીએ જે સઘળા લોકોને ઈશ્વરની શાંતિ આપે છે. જો આપણે આપણા પાપોથી બચી ગયા છીએ, તો આપણે આપણા મુખથી આપણા વિશ્વાસનો અંગીકાર કરીશું. અને સર્વ સમયે આપણા પાપ અને દુષ્ટતા પ્રગટ થશે, આપણે તરત જ ઈશ્વર આગળ તે સર્વ દૂર થયા છે એવા સત્ય દ્વારા તેને દૂર કરવાના છે. તેણે આવું ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના રક્ત દ્વારા કર્યું. આપણે ઈશ્વરનો આભાર માનીને મહિમાનું જીવન જીવવાનું છે. આપણે પાણી અને આત્માની સુવાર્તાનો પ્રચાર કરવાનો છે, જે એવા પ્રત્યેક વ્યક્તિને શાંતિ આપે છે જેઓએ હજી સુધી પાપોથી છૂટકારો મેળવ્યો નથી.
સૌથી ઉપર, આપણે દુષ્ટ સામે વિશ્વાસની ઢાલથી લડવાનું છે. જ્યારે શેતાન હુમલો કરે છે, ત્યારે આપણે એક હાથમાં સત્યતાની ઢાલ અને બીજા હાથમાં આત્માની તલવારથી તેને દૂર ભગાડવાનો છે.
પછી આપણે ઉદ્ધારનો ટોપ પહેરવાનો છે. આપણે આવું કહેવા દ્વારા ઉદ્ધારના વચનોનો સ્વીકાર કરવાનો છે કે, “હું પાણી અને આત્માની સુવાર્તા દ્વારા મારા સર્વ પાપોથી બચી ગયો છું. ઈશ્વરે આ રીતે મારા સર્વ પાપો માફ કર્યા છે”. આપણે આપણા દિમાગમાં સત્યને ઓળખવાનું છે. આપણે ઈશ્વરના વચન, ઉદ્ધારનો ટોપ અને આત્માની તલવારને શેતાન સામે હથિયારના રૂપમાં ઉપયોગ કરવાનો છે.
જો શેતાન આપણી ઉપર હુમલો કરે છે, ત્યાર આપણે તલવાર કાઢીને તેને મારવાનો છે. “ઈશ્વરે આ કહ્યું છે! અને મેં તેના પર વિશ્વાસ કર્યો છે!” આપણે ઈશ્વરના વચન પર વિશ્વાસ દ્વારા શેતાનને ભગાડી શકીએ છીએ. જો આપણે ઈશ્વરના વચન પર વિશ્વાસ કરીએ અને આત્મિક તલવારથી સજ્જ થઈ જઈએ, ત્યારે શેતાન ભાગી જશે અને બૂમો પાડશે “અરે! આ દર્દ આપનારું છે”. જો આપણે ફક્ત ઈશ્વરના વચન પર વિશ્વાસ કરીએ તો શેતાનનાં કોઈ પણ પ્રકારના હુમલાનો સામનો કરી શકીએ છીએ અને તેને હરાવી શકીએ છીએ.
તમારે એવું ધાર્મિક જીવન જીવવું જોઈએ અને અંગીકાર કરવો જોઈએ, “મારી દેહ સંપૂર્ણતાથી ખુબજ દૂર છે, પણ હું ઈશ્વરનો વ્યક્તિ છું જેણે છૂટકારો મેળવ્યો છે. હું વિશ્વાસથી ઈશ્વરે મને જે વચનો કહ્યા છે તેને પકડીને જીવન જીવું છું”. જો આપણી અંદર આ પ્રકારનો વિશ્વાસ છે, તો જ્યારે પણ શેતાન આપણને હેરાન કરવા અથવા આપણા વિશ્વાસુ જીવનમાં અડચણરૂપ બનવા આવે ત્યારે સત્યની તલવારથી તેને હરાવી શકીએ છીએ. જો આપણે સાંસારિક શબ્દોથી શેતાન પર હુમલો કરીશું તો તેને કોઈ ફરક પડશે નહિ. તેથી, આપણે આવું કહેવા દ્વારા તેના વિરુદ્ધ યુદ્ધ કરવું જોઈએ, “ઈશ્વર આમ કહે છે”. ત્યારે શેતાન ઈશ્વરના અધિકાર સામે સમર્પણ કરી દેશે.
જો આપણે પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવા માંગીએ છીએ, તો આપણે ઈશ્વરને પ્રાર્થના કરાવી જોઈએ કે મંડળી, સર્વ સંતો અને ઈશ્વરના સેવકો પોતાને સુવાર્તાની સેવા માટે સોંપી દે. આ પ્રકારની પ્રાર્થના કરવાથી, “મને નીડરતાથી સુવાર્તાના રહસ્યને પ્રગટ કરવા દો,” ત્યારે આપણે સુવાર્તાની સેવાના ઉદ્દેશ્યનું જીવન જીવી શકીએ છીએ. આ પવિત્ર આત્માથી ભરપુર જીવન છે. પવિત્ર આત્માથી ભરપુર જીવન સર્વ સંતો માટે મહત્વપૂર્ણ છે. જો આપણે સાચા સંત બનવા માંગીએ છીએ, તો આપણે પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવું જોઈએ. આવું જીવન જીવવું સર્વ સંતો માટે ખુબજ જરૂરી છ, જેમ કે પાપોની માફી મેળવવી સઘળી આત્માઓ માટે જરૂરી છે. આ ઈશ્વરનો આદેશ છે.
જેઓ પોતાના પાપોથી બચાવી લેવામાં આવ્યા છે પણ જાણતા નથી કે વિશ્વાસુ જીવન કેવી રીતે જીવવું તો તેઓએ પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવું જોઈએ. આ જ ઈશ્વરની ઈચ્છા છે. સંતોએ પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવું જોઈએ, જે ઈશ્વરની ઈચ્છા છે. પવિત્ર આત્માથી ભરપુર જીવન સંતોને સારા કાર્યો કરવા દ્વારા સુવાર્તાનો પ્રચાર કરવા માટે પ્રેરણા આપે છે. તેઓ સુવાર્તા પ્રચાર કરવાને, ઈશ્વરને પ્રાર્થના કરવાને, અને ઈશ્વરના વચન પર વિશ્વાસ કરવાને અને તેને પકડી રાખવાને પ્રેમ કરે છે. આપણે ઉદ્ધારનો ટોપ પહેરીને અને ન્યાયીપણાનું બખતર પહેરીને આવું કહેવા દ્વારા શેતાનને દૂર ભગાડવાનો છે કે, “હું સર્વ સમયે ન્યાયી છું”.
જોકે સંતો પાસે પવિત્ર આત્માનો અંતર્નીવાસ છે, તેથી તેઓ આત્મામાં ચાલી શકે છે અને પવિત્ર આત્માની સમર્થ મેળવવા માટે સમર્થ છે. તેઓ વિશ્વાસની પ્રાર્થના દ્વારા મેળવેલા ઈશ્વરના આશીર્વાદ દ્વારા સારા કૃત્યો કરે છે. અને જ્યાં સુધી તેઓ શેતાનને હરાવી ન દે અને ઈશ્વર આગળ ઉભા ન રહે ત્યાં સુધી તેઓએ આત્મામાં ચાલવું જોઈએ. ફક્ત નવો જન્મ પામેલા ખ્રિસ્તી લોકો જ ઈશ્વરના હથિયાર પહેરી શકે છે જે પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવી શકે છે.
“કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક [લશ્કરો] ની સામે છે” (એફેસી ૬:૧૨). નવો જન્મ પામેલા લોકોનું યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી. જોકે, જેઓએ પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કર્યો છે તેઓનું યુદ્ધ અંધકારની સત્તાઓ સામે અને દુષ્ટતાના આત્મિક લશ્કર સામે છે, જે આપણને સુવાર્તાની સેવા કરવા માટે રોકે છે અને આપણને હેરાન કરે છે.
જ્યારે આપણે પ્રભુની સુવાર્તા માટે આત્મિક યુદ્ધ કરવા માટે બહાર નીકળીએ છીએ, ત્યારે આપણે ટોપ અને આત્માના હથિયાર પહેરવા જોઈએ. જો આપણે આ યુદ્ધમાં ફક્ત સાધારણ કપડાં પહેરીશું તો આપણે ઘાયલ થઈ જઈશું. તેથી આપણે હથિયાર પહેરવા જોઈએ. આપણને તલવાર, ઢાલ અને ટોપની જરૂર છે. યુદ્ધ જીતવા માટે આપણે યુદ્ધ પહેલા સંપૂર્ણ રીતે તૈયાર થવું જોઈએ. આપણે બખતર પહેરવાનું છે, કમરને બાંધવાની છે અને બંને પગમાં જોડાં પહેરવાના છે. પછી એક હાથમાં ઢાલ અને બીજા હાથમાં તલવાર લઈને, આપણે આપણા દુશ્મનોને હરાવી શકીએ છીએ. આ પવિત્ર આત્માથી ભરપુર જીવન છે.
આપણે સુંદર સુવાર્તાનું પાલન કરવું જોઈએ
પાઉલે આપણને કહ્યું છે કે, “જે સારી અનામત તને સોંપેલી છે તે આપણામાં રહેનાર પવિત્ર આત્મા વડે સંભાળી રાખ” (૨ તિમોથી ૧:૧૪). સારી અનામત શું છે? તે પાણી અને આત્માની સુવાર્તા છે જેણે આપણને આપણા પાપોથી બચાવ્યા છે. તિતસ ૩:૫માં લખ્યું છે, “નવા જન્મના સ્નાનથી તથા પવિત્ર આત્માથી [થયેલા] નવીનીકરણથી તેમણે આપણને તાર્યા”. આપણા પ્રભુએ આપણા સર્વ પાપો સાફ કરી દીધા છે જે આપણે આ જગતમાં કર્યા હતા, તે વધસ્તંભ પર મર્યો અને પુનરુત્થાન પામ્યો. આપણે આ સુંદર સુવાર્તાનું પાલન કરવાનું છે. આપણે ઉદ્ધારનો ટોપ અને ન્યાયીપણાનું બખતર પહેરવાનું છે અને સત્યતાથી આપણી કમર બાંધવાની છે. આપણે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવો જોઈએ.
આ રીતે પોતાને હથિયારથી સજ્જ કર્યા પછી, આપણે શેતાન વિરુદ્ધ યુદ્ધ જીતવાનું છે. ફક્ત ત્યારે જ આપણે જીત મેળવી શકીએ છીએ અને બીજાઓ સાથે વહેંચી શકીએ છીએ. આપણે પ્રભુના રાજ્યમાં પ્રવેશ કરતા પહેલા શેતાન વિરુદ્ધ ઘણા આત્મિક યુદ્ધ લડવાના છે અને પુરસ્કાર મેળવવાના છે જે આપણો વારસો છે. જેટલા વધારે યુદ્ધ આપણે આપણા વિરોધી વિરુદ્ધ જીતીએ છીએ, તેટલું જ આગળનું યુદ્ધ આપણા માટે સરળ થઈ જાય છે. આપણે સર્વ લોકોએ તેના રાજ્યની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી જોઈએ. ત્યારબાદ આપણે પવિત્ર આત્માથી ભરપુર જીવન પ્રાપ્ત કરી શકીએ છીએ.
આપણે આપણા પાપોની માફીથી સંતુષ્ટ થવું જોઈએ નહિ પણ પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવવું જોઈએ. સુવાર્તા અને આપણા સારા કૃત્યો માટે, આપણે ઈશ્વરના વચનો પર વિશ્વાસ કરવો જોઈએ. આપણે પવિત્ર આત્મા દ્વારા દોરવણી પ્રાપ્ત કરીને ચાલવું જોઈએ અને ઈશ્વરના વચનનું પાલન અને તેમાં વિશ્વાસ કરવો જોઈએ, જેથી આપણે શેતાન વિરુદ્ધ યુદ્ધ હારીને નષ્ટ ન થઈએ.
શું તમે મને સમજી રહ્યા છો. ફક્ત ત્યારે જ આપણે પવિત્ર આત્માથી ભરપુર જીવન પ્રાપ્ત કરી શકીએ છીએ. હું આશા કરું છું કે તમે પણ પાણી અને આત્માની સુવાર્તાની સેવા કરશો અને ઈશ્વરના વચન પર નિર્ભર રહીને તેનું પાલન કરશો. આવો આપણે સર્વ લોકો આત્માઓને શેતાનથી બચાવવાનું કાર્ય કરીએ. આપણે પ્રભુના બીજા આગમન સુધી પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવી શકીએ છીએ. પવિત્ર આત્માથી ભરપુર જીવન પ્રાપ્ત કરવું આપણા માટે ઈશ્વરે આપેલી બીજી આજ્ઞા છે. તેમનો આભાર માનીએ. આપણા હૃદયમાં પાપોની માફી હોવાના કારણે આપણે પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરી શકીએ છીએ. અને જો આ પવિત્ર આત્માના અંતર્નીવાસ માટે નથી, તો હું પવિત્ર આત્માથી ભરપુર જીવન શરુ કરી શક્યો નહોત. મને પવિત્ર આત્માથી ભરપુર જીવન આપવા માટે હું ઈશ્વરનો આભાર માનું છું.
શું તમે વિશ્વાસ કરો છો કે તમે પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરી શકો છો? આપણે જેઓએ પાપોની માફી પ્રાપ્ત કરી છે, તેઓ અંદર પવિત્ર આત્માનો અંતર્નીવાસ છે. જેઓ પાણી અને આત્માની સુવાર્તાને નથી જાણતા અને વિશ્વાસ નથી કરતા, તેઓ પાસે પવિત્ર આત્માનો અંતર્નીવાસ નથી. જો તેઓની અંદર પવિત્ર આત્માનો અંતર્નીવાસ નહિ હોય તો જગતના સઘળા લોકોને નરકમાં નાખી દેવામાં આવશે.
જોકે આપણા હૃદયમાં પાપ નથી, તેથી આપણી અંદર પવિત્ર આત્માનો અંતર્નીવાસ છે. અને પવિત્ર આત્મા આપણા હૃદયમાં રહે છે, તેથી આપણે પવિત્ર આત્માથી ભરપુર જીવન જીવી શકીએ છીએ. આપણે, જેઓ પાસે પવિત્ર આત્માનો અંતર્નીવાસ છે, તેઓએ પવિત્ર આત્માથી ભરપુર થવા માટે આત્માની સઘળી ઈચ્છાઓનું પાલન કરવું જોઈએ. જેટલું વધારે આપણે ઈચ્છાનું પાલન કરીશું, એટલું જ વધારે આપણો વિશ્વાસ એક હથિયારથી સુસજ્જ યોદ્ધા જેવું મજબુત બનતું જશે. પણ જો આપણે આત્માની આજ્ઞા માનવામાં નિષ્ફળ થઈએ, તો તે આપણા માટે હથિયાર નીચે મૂકવા જેવું થશે.
આવો પવિત્ર આત્માના વચનો દ્વારા વૃદ્ધિ પામીએ અને વિશ્વાસનાં વ્યક્તિ બનીએ. જ્યારે આપણે પવિત્ર આત્માના વચન સાંભળીએ છીએ ત્યારે આપણો વિશ્વાસ વધે છે કેમ કે ઈશ્વર કહે છે, “એ પ્રમાણે [સંદેશો] સાંભળવાથી વિશ્વાસ [થાય છે]” (રોમન ૧૦:૧૭). તેથી, જો શેતાન આપણી ઉપર હુમલો કરે છે, છતાં પણ આપણે આ વચનો પર આપણા વિશ્વાસને લીધે સુરક્ષિત છીએ. શેતાન એ લોકો પર હુમલો નથી કરતો જેઓએ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવા દ્વારા વિશ્વાસની ઢાલ પકડી છે. વિશ્વાસુ વ્યક્તિ પાસે પોતાના વિશ્વાસ દ્વારા શેતાનનાં હુમલાને નાશ કરવાનું સામર્થ છે.
આવો વિશ્વાસથી પવિત્ર આત્માની ભરપુરીવાળું જીવન જીવીએ. પવિત્ર આત્માથી ભરપુર જીવન એવા જીવનનો સંકેત કરે છે જે આખા જગતમાં વિશ્વાસુપણે પાણી અને આત્માની સુવાર્તાનો પ્રચાર કરે છે. આવું જીવન પવિત્ર આત્માથી ભરપુર જીવન છે.