• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

વિષય ૮ : પવિત્ર આત્મા

[8-13] પવિત્ર આત્માનું કાર્ય અને વરદાન (યોહાન ૧૬:૫-૧૧)

પવિત્ર આત્માનું કાર્ય અને વરદાન(યોહાન ૧૬:૫-૧૧)
“પણ હવે હું મારા મોકલનારની પાસે જાઉં છું. અને તું ક્યાં જાય છે એમ તમારામાંનો કોઈ મને પૂછતો નથી. પણ મેં તમને એ વચનો કહ્યાં છે, માટે તમારાં મન શોકથી ભરપૂર છે. તોપણ હું તમને સત્ય કહું છું. મારું જવું તમને લાભકારક છે; કેમ કે જો હું નહિ જાઉં, તો સંબોધક તમારી પાસે આવશે નહિ. પણ જો હું જાઉં, તો હું તેને તમારી પાસે મોકલી દઈશ. જ્યારે તે આવશે ત્યારે તે પાપ વિષે, ન્યાયપણા વિષે તથા ન્યાય ચૂકવવા વિષે, જગતને ખાતરી કરી આપશે. પાપ વિષે, કેમ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી; ન્યાયીપણા વિષે, કેમ કે હું પિતાની પાસે જઉં છું; અને તમે હવેથી મને જોશો નહિ; ન્યાય ચૂકવવા વિષે, કેમ કે આ જગતના અધિકારીનો ન્યાય‍ ચૂકવવામાં આવ્‍યો છે”.


પવિત્ર આત્માનું કાર્ય શું છે?
તે જગતને પાપનો, ન્યાયીપણાનો, અને ન્યાયનો અંગીકાર કરાવે છે.


ઉત્પત્તિ ૧:૨માં લખ્યું છે, “અને પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી; અને જળનિધિ પર અંધારું હતું; અને ઈશ્વરનો આત્મા પાણી પર હાલતો થયો”. આપણે અ ભાગથી જોઈ શકીએ છીએ કે પવિત્ર આત્મા પાપથી ભરેલા હૃદયમાં નિવાસ કરી શકતો નથી, પણ ફક્ત એવા લોકોમાં નિવાસ કરે છે જેઓ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે. જોકે, ઘણાં લોકો પોતાના હૃદયમાં શંકાના કારણે કટ્ટર વિશ્વાસમાં પડે છે, અને કહે છે કે તેઓના હૃદયમાં પાપ હોવા છતાં પણ તેઓ પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવા માંગે છે.
કટ્ટર વિશ્વાસથી મેળવેલો આત્મા સુંદર આત્મા નથી. શેતાનનું કાર્ય કટ્ટરવાદના ધર્મ વિરોધી લોકો અંદર હોય છે, અને કટ્ટર વિશ્વાસી ખુબજ સરળતાથી શેતાનની ચાલ અને સામર્થમાં ફસાય જાય છે. પણ પવિત્ર આત્મા ઈશ્વર છે જે બુદ્ધિમાન, ભાવનાત્મક અને અનંત ઈચ્છા રાખે છે. તેણે આ જગતની સૃષ્ટિ કરવામાં ઈશ્વર પિતા અને પુત્ર ઈસુ ખ્રિસ્ત સાથે કાર્ય કર્યું છે. હવે આપણે શીખીશું કે પવિત્ર આત્માએ આ જગતમાં કેવા કાર્યો કર્યા.

 

પવિત્ર આત્મા જગતને પાપોનો અંગીકાર કરાવે છે


પવિત્ર આત્માએ સૌથી પહેલું કાર્ય શું કર્યું? તેણે જગતને પાપોનું અંગીકાર કરાવ્યું.  તેના દ્વારા જે લોકોએ અંગીકાર કર્યો છે તે એ લોકો છે જેઓએ યોહાન દ્વારા ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના રક્તની સુંદર સુવાર્તાનો સ્વીકાર નથી કર્યો. તે સઘળા પાપીઓને અને પાણી અને આત્માને સુવાર્તા પર વિશ્વાસ નથી કરતા તેઓને પણ પાપોનો અંગીકાર કરાવે છે.

 

તે જગતને ઈશ્વરના ન્યાયીપણાનો અંગીકાર કરાવે છે


પવિત્ર આત્માએ બીજું કાર્ય શું કર્યું? તે ઈશ્વરનું ન્યાયીપણું અને ઈસુએ પાપીઓને તેમના પાપોથી બચાવ્યા છે તેની સાક્ષી આપે છે. યોહાન ૧૬:૧૦ કહે છે, “ન્યાયીપણા વિષે, કેમ કે હું પિતાની પાસે જઉં છું; અને તમે હવેથી મને જોશો નહિ”. આપણે જાણવું પડશે કે બાઈબલમાં ઈશ્વરના ન્યાયીપણાનો અર્થ શું છે. આનો અર્થ છે સત્ય એટલે કે ઈસુએ યોહાનથી બાપ્તિસ્મા લેવા દ્વારા જગતના સઘળા પાપોને લઈ લીધા અને હવે જે કોઈ પણ વિશ્વાસ કરશે તે ઈશ્વરની કૃપાથી ન્યાયી બની જશે. ઈસુને યોહાન બાપ્તિસ્ત દ્વારા બાપ્તિસ્મા આપવામાં આવ્યું અને તેણે જગતના સઘળા પાપોને સ્વીકાર કરી લીધા, વધસ્તંભ પર પોતાનું રક્ત વહાવ્યું, પુનરુત્થાન પામ્યો અને પાપીઓનો ઉદ્ધારક બન્યો. આ સુંદર સુવાર્તા છે જે ઈશ્વરે આપણને આપી છે. ઈસુએ ઈશ્વરની ઈચ્છા અનુસાર પાણી અને રક્તથી જગતના સઘળા પાપો લઈ લીધા અને આપણા જીવનનો સ્વામી બની ગયો.
પવિત્ર આત્મા એવા લોકોની મદદ કરે છે જેઓ યોહાન દ્વારા ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્ત પર વિશ્વાસ કરે છે, આવી રીતે તે તેઓને પાપોની માફી મેળવવા માટે મદદ કરે છે. તમારે જાણવું જોઈએ કે ત્રીએકમાં ઈશ્વરના કાર્ય પૂરક છે. પવિત્ર આત્મા સુંદર સુવાર્તા માટે કાર્ય કરે છે, લોકોને ઈશ્વરના પ્રેમ પર વિશ્વાસ કરાવે છે. તે પાણી અને આત્માની સુવાર્તા સાચી છે તેવી ખાતરી પણ કરાવે છે.

 

તે જગતને ન્યાયનો અંગીકાર કરાવે છે


પવિત્ર આત્માનું ત્રીજું કાર્ય શું છે? તે શેતાનનાં કાર્યોનો નાશ કરે છે. શેતાન લોકોના કાનોમાં ગણગણીને કહે છે, “તમે ઈસુ પર વિશ્વાસ કરી શકો છો, પણ ખ્રિસ્તત્વને જગતના એક ધર્મના રૂપમાં માનો”. શેતાન લોકોને ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્ત પર વિશ્વાસ કરવાથી રોકે છે જેથી તેઓ ઈસુ પર વિશ્વાસ કરવા છતાં પોતાના પાપોની માફી ન મેળવી શકે. કેમ કે શેતાને ખ્રિસ્તત્વને એક “સાધારણ” ધર્મ બનાવી દીધો, તેથી ઘણા લોકો શેતાનના એવા ભ્રમમાં પડે છે કે ઈસુ પર વિશ્વાસ કરવાનું કારણ સારા વ્યક્તિ બનવાનું છે. જોકે, ઈસુ પર વિશ્વાસ કરવાનો સાચો ઉદ્દેશ્ય નવો જન્મ પામીને ન્યાયી વ્યક્તિ બનવાનું છે.
તમારી પાસે ખોટો વિશ્વાસ ન હોવો જોઈએ. ખોટો વિશ્વાસ તમને પવિત્ર બનાવી શકતો નથી ભલે પછી તમે ઈસુ પર ગમે તેટલો વિશ્વાસ કેમ ન કરતા હોય. જો તમારી પાસે ખોટો વિશ્વાસ છે, તો તમે શેતાનમાં જુઠ્ઠાણાના લીધે ઈસુને સ્પષ્ટ રૂપે ઓળખી શકતા નથી અને જોઈ શકતા નથી. પવિત્ર આત્મા એવા લોકો માટે ઉદ્ધારની ખાતરી છે જેઓ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરીને બચી ગયા છે. જેઓના હૃદયમાં પાપ છે તેઓનો સઘળો વિશ્વાસ નકામો છે.
પવિત્ર આત્મા સુંદર સુવાર્તાની સાક્ષી આપે છે. ઈસુએ જગતના સઘળા પાપો લઈ લેવા માટે બાપ્તિસ્મા લીધું અને પાપોની કીમત ચુકવવા માટે વધસ્તંભ પર ચઢાવવામાં આવ્યો. પવિત્ર આત્મા આ હકીકતની સાક્ષી આપે છે. પવિત્ર આત્મા જગતના સઘળા લોકોને સત્યની સુવાર્તા પર વિશ્વાસ કરીને પોતાના સર્વ પાપોની માફી મેળવવા કહે છે. જોકે, આપણે યાદ રાખવું જોઈએ કે પવિત્ર આત્મા એવા લોકોનો ન્યાય કરે છે જેઓ સુંદર સુવાર્તાને પોતાના હૃદયમાં નથી રાખતા.


પ્રત્યેક વ્યક્તિ પાસે ધન્ય વિશ્વાસ હોવો જોઈએ

ધન્ય વિશ્વાસ શું છે? એવો વિશ્વાસ જે આપણને પાપોની માફી દ્વારા પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવા માટે દોરવણી કરે છે. જોકે, આપણે આખા જગતમાં ઘણા ખ્રિસ્તીઓને જોઈએ છીએ જેઓએ લાંબા સમયથી ઈસુ સાથે સંબંધ સ્થાપિત કર્યો છે છતાં પણ તેઓના હૃદયમાં હજી પાપ છે. જેટલો વધારે તેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે, એટલા જ વધારે તેઓ પાપી બનતા જાય છે. પોતાના પાપોથી છૂટકારો મેળવવા માટે સૌથી મોટી બાધા એ છે કે તેઓ વિશ્વાસ કરે છે કે અન્ય ભાષામાં બોલવું અને દર્શન પ્રાપ્ત કરવું પવિત્ર આત્મા પ્રાપ્ત કરવાનું પ્રમાણ છે. તેઓ પોતાના પાપોના લીધે ઈશ્વરના ન્યાયથી અજાણ છે.
આ જગતમાં ઘણા લોકો પવિત્ર આત્મા અને શેતાનનાં કાર્યો વચ્ચે તફાવત કરી શકતા નથી. શેતાન લોકોને ખોટો વિશ્વાસ આપવા દ્વારા તેઓને મુશ્કેલીમાં નાખે છે અને તેઓને વિનાશ તરફ લઈને જાય છે. શેતાન ઈશ્વર વિરુદ્ધ જઈને આવું જ કરવા માંગે છે. શેતાન લોકોને અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરાવે છે અને તેઓને પોતાના ગુલામ બનાવે છે. શેતાન તેઓ અંદર ચિહ્ન અને ચમત્કારનો અનુભવ કરવાની ઈચ્છા મૂકે છે અને તેઓને એવું વિચારવા માટે વિવશ કરે છે કે આવો અનુભવ કરવો એ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરીને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવો વધારે મહત્વપૂર્ણ છે.
જોકે, પવિત્ર આત્મા લોકોને વચન મારફતે ઈશ્વરની દુનિયા જોવાની અનુમતિ આપે છે. પવિત્ર આત્મા દ્વારા, તેઓ જાણી શકે છે અને વિશ્વાસ કરી શકે છે કે ઈશ્વર તેઓને પ્રેમ કરે છે, અને ઈશ્વર તેઓને બચાવવા માંગે છે. તેમની યોજના ઈસુ દ્વારા પાણી અને આત્માની સુવાર્તા મારફતે પાપીઓને બચાવવા અને વિશ્વાસથી તેઓના પ્રેમમાં જીવન વિતાવવા માટે આમંત્રિત કરવાનું છે.
૧ પિતર ૩:૨૧ કહે છે, “એ દ્દષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી, જે હમણાં તમને પણ તારે છે”. ૧ પિતર ૧:૨૩ કહે છે, “કેમ કે વિનાશી બીજથી નહિ, પણ અવિનાશીથી, ઈશ્વરના જીવંત તથા સદાકાળ રહેનાર વચન વડે, તમને નવું જીવન આપવામાં આવ્યું છે”.
પવિત્ર આત્માનું કાર્ય મનુષ્યોને પાપોથી, ન્યાયીપણાથી, અને ન્યાયથી અવગત કરાવવાનું છે અને તેઓને તે સત્યો પર વિશ્વાસ કરાવવાનું છે. પવિત્ર આત્મા તેઓને ઈશ્વરના ન્યાય વિષે કહે છે જેથી તેઓ ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્ત પર વિશ્વાસ કરીને પોતાના પાપોથી છૂટકારો મેળવી શકે. પવિત્ર આત્મા તેઓને જ્ઞાન આપે છે કે જયારે તેઓ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરે છે ત્યારે તે તેઓની અંદર રહે છે.
અત્યાર સુધી આપણે પવિત્ર આત્માના કર્યો જોયા. આ જગતના સઘળા લોકો પવિત્ર આત્માનો અંતર્નીવાસ અને ઈશ્વરનો પ્રેમ ફક્ત ત્યારે જ મેળવી શકે છે જ્યારે તેઓ ઈસુની પાણી અને આત્માની સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરીને પાપોની માફી મેળવે.


પવિત્ર આત્માનું વ્યક્તિત્વ

પવિત્ર આત્મા સર્વ સામર્થી ઈશ્વર છે. તેમની પાસે વ્યક્તિત્વનાં ખાસ ગુણ છે જેવા કે, બુદ્ધિ, લાગણી, અને ઈચ્છા. કેમ કે પવિત્ર આત્મા પાસે બુદ્ધિ છે, છતાં પણ તે ઈશ્વરની ઊંડી વાતે (૧ કરિંથી ૨:૧૦) અને મનુષ્યોના મનને પારખે છે.
કેમ કે પવિત્ર આત્મા પાસે લાગણી છે, તેથી તે એવા લોકોથી પ્રસન્ન થાય છે જેઓ ઈશ્વરના વચન પર વિશ્વાસ કરે છે, પણ અવિશ્વાસીથી તે ખેદિત થાય છે. ન્યાયી વ્યક્તિ પવિત્ર આત્મા દ્વારા ઈશ્વરના પ્રેમનો અનુભવ પણ કરી શકે છે.
પવિત્ર આત્માને “શાંતિદાતા” પણ કહેવામાં આવ્યો છે. આનો અર્થ છે કે પવિત્ર આત્મા ન્યાયી વ્યક્તિને તકલીફમાં મદદ કરે છે અને તેમના દુશ્મનો સામે લડીને તેને જીત અપાવે છે. તેમની પાસે બુદ્ધિ, લાગણી, અને ઈચ્છા છે જેમ એક મનુષ્યના અંદર હોય છે, અને તે તેઓની અંદર નિવાસ કરે છે જેઓ પાણી અને આત્માની સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે.


પવિત્ર આત્માના કાર્યો નિમ્નલિખિત છે

પવિત્ર આત્મા લોકોને પાપોની માફીના સત્યને સમજવા માટેની અનુમતિ આપે છે અને વિશ્વાસીઓના હૃદયમાં નિવાસ કરે છે. તેનું કાર્ય સત્યની સાક્ષી આપવાનું છે કે ઈસુએ પોતાના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા સર્વ મનુષ્યજાતીના પાપો લઈ લીધા (૧ યોહાન ૫:૬-૮). તે પોતાના સંતોને કોઈપણ મુશ્કેલીમાં શાંતિ આપે છે અને તેઓને ફરીથી ઉભા થવાની સામર્થ આપે છે. જ્યારે તેઓને ખબર હોતી નથી કે શું પ્રાર્થના કરવી ત્યારે તે પોતે તેઓ માટે મધ્યસ્થા કરે છે (રોમન ૮:૨૮). અને તે ઈશ્વરની મંડળીમાં ન્યાયીને આરામ આપે છે અને તેઓને ઈશ્વરના વચનની ભરપુરી આપે છે (ગીતશાસ્ત્ર ૨૩).


પવિત્ર આત્માના કર્યો બાઈબલ સંબંધિત છે

પવિત્ર આત્મા ન્યાયી વ્યક્તિને સત્ય જાણવા અને વિશ્વાસ કરવા અને બીજાઓને પ્રચાર કરવા માટે દોરવણી કરે છે. “દરેક શાસ્‍ત્ર ઈશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે” (૨ તિમોથી ૩:૧૬).
“યહોવાના પુસ્તકમાં શોધ કરો ને વાંચો; તેઓમાંથી એક પણ ખૂટશે નહિ, તેઓમાંનું કોઈ પણ પોતાના સાથી વગરનું માલૂમ પડશે નહિ; કેમ કે [યહોવાના] મુખે તો આજ્ઞા આપી છે, ને તેમના આત્માએ તો તેમને એકઠાં કર્યાં છે” (યશાયા ૩૪:૧૬).
“પ્રથમ તમારે એ જાણવું કે, પવિત્ર લેખમાંનું કોઈ પણ ભવિષ્યવચન મનુષ્યપ્રેરિત નથી. કેમ કે ભવિષ્યવચન માણસની ઇચ્છા પ્રમાણે કદી આવ્યું નથી; પણ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો ઈશ્વરનાં વચન બોલ્યા” (૨ તિમોથી ૧:૨૦-૨૧).
પવિત્ર આત્માએ ઈશ્વરના સેવકોને ઈશ્વરના વચનો લખવા માટે પ્રેરણા આપી જેથી આપણે વાંચી શકીએ. તેણે લોકોને પાણી ને આત્માની સુવાર્તાથી પરિચિત કર્યા અને તેઓને જગતમાં પ્રચાર કરવા માટે દોરવણી આપી. તેથી, ભલે ન્યાયી વ્યક્તિ આ જીવનમાં ખુબજ કષ્ટોનો સામનો કરે, છતાં પણ તે તેના પર જીત મેળવવા સક્ષમ છે, પવિત્ર આત્માની સામર્થ માટે આભાર.


પવિત્ર આત્માના વરદાન અને ફળ

પવિત્ર આત્માના વરદાનનો અર્થ છે કે તે સંતોને ઈશ્વરની સુંદર સુવાર્તા બીજાઓને પ્રચાર કરવા માટેની યોગ્યતા આપે છે. તેથી સંતો ઈશ્વરના કાર્ય માટે પોતાને સમર્પિત કરે છે, અને પવિત્ર આત્મા તેઓને પ્રભુને મહિમા આપવા માટે મદદ કરે છે. “પણ આત્માનું પ્રકટીકરણ દરેકને સામાન્ય હિતને માટે આપવામાં આવ્યું છે” (૧ કરિંથી ૧૨:૭).
પવિત્ર આત્માના વરદાનોનો ઉદ્દેશ્ય સંતોને વિશ્વાસમાં સુસજ્જ કરવાનો છે અને તેઓ આગળ જે દોડ છે તેને પૂરી કરવા માટે તેઓને મદદ કરવાનો છે (એફેસી ૪: ૧૧-૧૨). પવિત્ર આત્મા સેવકોને સુવાર્તાનો પ્રસાર કરવાની યોગ્યતા આપે છે. ઈશ્વરની મંડળી સંતોનો સમૂહ છે જેઓ ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર કરવામાં આવ્યા છે (૧ કરિંથી ૧:૨). 
પ્રત્યેક ખ્રિસ્તીએ જેમણે પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો છે તેમને આપવામાં આવેલા પદ અનુસાર વ્યવહાર કરવો જોઈએ, કેમ કે ઈસુ ખ્રિસ્ત મંડળીનું સિર છે. પવિત્ર આત્મા સંતોને આત્મિક દ્રષ્ટિકોણ અને યોગ્યતા આપે છે જેથી તેઓ ઈશ્વરના રાજ્ય માટે કાર્ય કરી શકે. તે ઈશ્વરે આપણને આપેલી સુવાર્તાની મહિમા માટે કંઈપણ કરી શકે છે. તે કહે છે, “માટે તમે ખાઓ કે, પીઓ કે, જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો” (૧ કરિંથી ૧૦:૩૧).


પવિત્ર આત્માના ભિન્ન ભિન્ન વરદાન 

પવિત્ર આત્માના ૧૨ પ્રકારના વરદાન છે. આપણે બાઈબલમાં જોઈ શકીએ છીએ કે આ વરદાન અલગ અલગ લોકોને આપવામાં આવ્યા છે. વરદાનોની આ મોટી સૂચી રોમન ૧૨:૬-૮, ૧ કરિંથી ૧૨:૮-૧૦, અને એફેસી ૪:૧૧માં મળે છે. નિમ્નલિખિત ૯ આત્મિક વરદાન છે જે પહેલો કરિંથી અધ્યાય ૧૨માં જોવા મળે છે.

૧) બુદ્ધિની વાતો: આ આપણને પાણી અને આત્માની સુવાર્તા સમજવા માટે અને સુંદર સુવાર્તાનો પ્રચાર કરવા માટે પ્રેરિત કરે છે.
૨) જ્ઞાનની વાતો: આ ન્યાયી વ્યક્તિના જીવનમાં આવનારી સઘળી મુશ્કેલીને ઈશ્વરના વચન દ્વારા સમાધાન કરવાની યોગ્યતા છે.
૩) વિશ્વાસ: પવિત્ર આત્મા સંતોને મજબુત વિશ્વાસ અને આત્મશક્તિ આપે છે જેથી તેઓ પોતાના પાપો અને શેતાનથી આત્માઓને બચાવવાનો ચમત્કાર કરી શકે. ન્યાયી વ્યક્તિ વિશ્વાસના સામર્થથી પોતાના પાપોની માફી મેળવી શકે છે અને આત્મિક બાબતને સાજી કરી શકે છે.
૪) સાજાપણું: પવિત્ર આત્મા ન્યાયી વ્યક્તિને ઈશ્વરના વચન પર તેના વિશ્વાસ અનુસાર સાજાપણું આપવાની યોગ્યતા આપે છે.
૫) ચમત્કાર કરવાનું સામર્થ: આ આશ્ચર્યજનક વરદાન છે જે સંતોને ઈશ્વરના વચન પર વિશ્વાસ કરવા દ્વારા કાર્ય કરવાની અનુમતિ આપે છે. ચમત્કાર એટલે અલૌકિક કાર્ય, જે મનુષ્યના કુદરતી જ્ઞાનના નિયમોથી પરે છે.
૬) ભવિષ્યવાણી: આ સમયે, જેવું લખ્યું છે તે અનુસાર ફક્ત તેઓ જ ભવિષ્યવાણી કરી શકે છે જેઓ ઈશ્વરના વચન પર વિશ્વાસ કરે છે અને તેનું પાલન કરે છે. જે લોકો બાઈબલમાં લખ્યું છે તે પ્રમાણે નહિ પણ પોતાના શબ્દોથી ભવિષ્યવાણી કરે છે તે સાચી ભવિષ્યવાણી નથી. ઈશ્વરનો સેવક, જેની અંદર પવિત્ર આત્માનો અંતર્નીવાસ છે, તે ઈશ્વરના વચનોનો પ્રચાર કરે છે અને તે કારણથી તેને મંડળી જે ઈશ્વરની દેહ છે તેનાથી ઉત્સાહિત કરવામાં આવે છે. પવિત્ર આત્મા આ યોગ્યતા ઈશ્વરના સેવક અને સંતોને આપે છે.
૭) આત્માઓની પરખ: આ પરખ કરવાની યોગ્યતા છે કે કોઈ વ્યક્તિએ પોતાના પાપોની માફી મેળવી છે કે નહિ. જો આપણે આ વરદાનને પ્રાપ્ત કરતા નથી તો શેતાન દ્વારા નાશ થવાની સંભાવના છે. કેમ કે જગત શેતાનનાં નિયંત્રણમાં છે, તેથી આપણે આ વરદાન ફક્ત ઈશ્વરે આપેલી સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવા દ્વારા જ મેળવી શકીએ છીએ અને આ પ્રમાણે પરીક્ષણ, ભાર અને જગતની ભૂંડાઈ પર જીત મેળવી શકીએ છીએ. ન્યાયી વ્યક્તિ સાચી સુવાર્તા પર વિશ્વાસ કરીને આ વરદાન પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે તે કહી શકે છે કે કોઈ વ્યક્તિના હૃદયમાં પાપ છે કે નહિ.
૮) ભિન્ન ભિન્ન ભાષાઓ: બાઈબલ આપણને અન્ય ભાષામાં બોલવા વિષે કહે છે: “તોપણ મંડળીમાં [અન્ય] ભાષામાં દશ હજાર શબ્દો બોલવા કરતાં બીજાઓને પણ શીખવવાને પાંચ શબ્દ પોતાની સમજશક્તિથી બોલવાનું હું વધારે પસંદ કરું છું” (૧ કરિંથી ૧૪:૧૯). સંતોએ સમજવું જરૂરી છે કે ઈશ્વરના વચનના સત્યને સમજવું એ અન્ય ભાષા બોલવા કરતા વધારે મહત્વનું છે જેને તેઓ પોતે નથી જાણતા. તેથી તેઓએ અન્ય ભાષા બોલવાથી દૂર રહેવાનું છે.
૯) ભાષાંતર કરવું: આ વરદાન શિષ્યોને આરંભમાં સુવાર્તાનો પ્રચાર કરવા માટે આપવામાં આવ્યું હતું. આ દિવસોમાં પવિત્ર આત્મા સંદેશાઓને વિવિધ ભાષાઓમાં ભાષાંતર કરવાની સેવા દ્વારા સુવાર્તાનો પ્રસાર કરી રહ્યા છે. જ્યારે સુવાર્તાનો પ્રચાર કરનાર વ્યક્તિ સર્વ ભાષાઓ જાણતો હોય તો તેને ભાષાંતર કરવાની જરૂર પડતી નથી. જોકે, આપણી વચ્ચે ભાષાઓનો અવરોધ છે, તેથી ઈશ્વર આપણ અનુવાદકોને પોતાનું કાર્ય કરવાની અનુમતિ આપે છે. ઈશ્વર ગડબડમાં કે આંનદ વિભોર થઈને કાર્ય કરતા નથી. પવિત્ર આત્મા સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે અને સંતોને વિવિધ ભાષાઓમાં સુવાર્તાનું ભાષાંતર કરવામાં દોરવણી કરે છે.


પવિત્ર આત્માના ફળો ક્યા છે? 

પવિત્ર આત્માના ફળો વિષે, બાઈબલ આપણને કહે છે, “પણ [પવિત્ર] આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી” (ગલાતી ૫:૨૨-૨૩).

૧) પ્રેમ: ન્યાયી વ્યક્તિ માટે સાચો પ્રેમ પાણી અને આત્માની સુંદર સુવાર્તા દ્વારા બીજાઓને તેમના પાપોથી બચાવવા છે. કેમ કે ન્યાયી વ્યક્તિની અંદર સુંદર સુવાર્તા છે જે ઈસુનો પ્રેમ છે, તે સાચા પ્રેમની સુવાર્તાનો પ્રચાર કરે છે અને બીજી આત્માઓને સાચો પ્રેમ પણ કરે છે.
૨) આનંદ: જ્યારે આપણે નવો જન્મ પ્રાપ્ત કરીએ છીએ ત્યારે તે આપણા હૃદયના ઊંડાણમાંથી બહાર આવતી મહાન ખુશી છે. ન્યાયી વ્યક્તિ જેને પોતાના સર્વ પાપોની માફી મળી છે તેના હૃદયમાં આનંદ હોય છે (ફિલીપી ૪:૪). કેમ કે ન્યાયી વ્યક્તિના હૃદયમાં આનંદ હોય છે, તેથી તેઓની પાસે પોતાનો આનંદ બીજા લોકો સાથે વહેંચવાની યોગ્યતા હોય છે.
૩) શાંતિ: આ હૃદયની શાંતિ છે જે એવા ન્યાયી વ્યક્તિને આપવામાં આવી છે જેણે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરીને પોતાના સઘળા પાપોની માફી મેળવી છે. પવિત્ર આત્મા ન્યાયી વ્યક્તિને સુંદર સુવાર્તાનો પ્રચાર કરવા માટે કહે છે. જે લોકોએ આ શાંતિની સુંદર સુવાર્તા સાંભળી છે તેઓ બીજાઓને જગતના પાપો પર જીત મેળવવા અને ઉદ્ધારની ભેંટના સામર્થ પર વિશ્વાસ કરવા માટે દોરવણી કરે છે. ન્યાયી વ્યક્તિ જે ઈશ્વર અને મનુષ્યો વચ્ચે શાંતિ કરાવે છે તેને ઈશ્વરનો પુત્ર કહેવામાં આવ્યો છે (માથ્થી ૫:૧) અને બીજાઓને પાપોની માફી પ્રાપ્ત કરવા માટે દોરવણી કરે છે (નીતિવચન ૧૨:૨૦). પવિત્ર આત્મા ન્યાયી વ્યક્તિને સુંદર સુવાર્તાનો પ્રચાર કરવા દ્વારા ધર્મી જીવન જીવવા માટે બીજાઓને આશીર્વાદ આપવા માટે દોરવણી કરે છે.
૪) સહનશીલતા: ધીરજનું ફળ ન્યાયી વ્યક્તિના હૃદયમાં હોય છે, જે સુવાર્તા પર વિશ્વાસ કરવા દ્વારા પોતાના પાપોથી બચ્યાં છે. આપણે પવિત્ર આત્મા સાથે સંગતી કરવા દ્વારા આ ફળને પ્રાપ્ત કરી શકીએ છીએ. ન્યાયી વ્યક્તિની અંદર સહનશીલ હૃદય હોય છે.
૫) માયાળુપણું: જ્યારે આપણે પાપોમાં ડૂબેલા હતા ત્યારે ઈશ્વરે આપણા પર દયા કરી અને આપણને ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્ત દ્વારા છૂટકારો આપ્યો. આપણે બીજા લોકોને પ્રેમ અને તેમના પર દયા કરી શકીએ છીએ કેમ કે ઈસુએ આપણા પર દયા કરી અને આપણા સઘળા પાપોને દૂર કર્યા, અને કેમ કે આપણે તેના પર વિશ્વાસ કરીએ છીએ અને આપણે કૃપા મેળવી છે. ન્યાયી વ્યક્તિનું હૃદય કૃપા અને સુંદર સુવાર્તાના ફળોથી ભરેલું હોય છે.
૬) ભલાઈ: અહિયાં ભલાઈનો અર્થ છે “સદાચાર”. ન્યાયી વ્યક્તિના હૃદયના ઊંડાણમાં પ્રભુમાં ભલાઈ અને વિશ્વાસ હોય છે.
૭) વિશ્વાસુપણું: વિશ્વાસનો અર્થ છે કે ઈશ્વર પ્રેત્યે વિશ્વાસથી ભરેલું હૃદય. સંતોના જીવનમાં વિશ્વાસ ત્યારે આવે છે જ્યારે તેઓ ઈસુ પ્રત્યે પ્રામાણિક બને છે.
૮) નમ્રતા: આનો અર્થ છે કે બીજાઓને સંપૂર્ણ રીતે સમજવા અને આપણા હૃદયમાં તેઓ પ્રત્યે નમ્ર રહેવાનું છે. ન્યાયી વ્યક્તિ પાસે તેઓના દુશ્મનો માટે પ્રેમ અને તેમના છૂટકારા માટે પ્રાર્થના કરવાનું હૃદય હોય છે.
૯) સંયમ: સંયમ પોતાને અનુશાસિત કરવાની યોગ્યતા છે, જીદ્દી જીવનને છોડીને સંયમનાં જીવનનું નેતૃત્વ કરવું.


પવિત્ર આત્માથી ભરપુર થવું

પવિત્ર આત્માથી ભરાવાનું પરિણામ શું આવે છે? આ પ્રકારના આશીર્વાદો મેળવવા સંતોને ઈસુના શિષ્યોની જેમ જીવન જીવવાની અને ઈશ્વરની મંડળીમાં જોડાવાની અનુમતિ આપે છે. પવિત્ર આત્મા ન્યાયી વ્યક્તિને ન્યાયીપણાનું પાત્ર બનવા અને ખ્રિસ્તની ઈચ્છા પૂરી કરવા માટે પોતાને સમર્પિત કરવા સક્ષમ બનાવે છે. ન્યાયી વ્યક્તિની ઈચ્છા પ્રભુની ઈચ્છા વડે નિયંત્રિત થાય છે, અને તે પોતાની સઘળી સંપતિ અને તાલંતો સ્વેચ્છાથી પ્રભુને સમર્પિત કરે છે. પવિત્ર આત્મા ન્યાયી વ્યક્તિને આત્મિક ગરીબી, હાર કે નિરાશાથી નહિ પણ જીત, આનંદ અને આત્મવિશ્વાસથી જગતના પાપો પર જીત મેળવવા માટે નેતૃત્વ કરે છે (રોમન અધ્યાય ૭).
“પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો; અને  યરુશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો” (પ્રેરિત ૧:૮). પવિત્ર આત્માની ભરપુરી ન્યાયી વ્યક્તિને સુવારતા પ્રચાર કરવાની દોરવણી આપે છે.
જેઓની અંદર પવિત્ર આત્મા નિવાસ કરે છે તેઓને પ્રભુએ સમર્થી વિશ્વાસ આપ્યો છે. અને ઈસુની સુંદર સુવાર્તા પર વિશ્વાસ દ્વારા જેઓના પાપ માફ થયા છે તેઓને ઈશ્વરની સંતાન બનવા માટેનો અધિકાર પણ આપ્યો છે (યોહાન ૧:૧૨). વિશ્વાસ દ્વારા ઈશ્વરની સંતાન બનેલી ન્યાયી વ્યક્તિ આ જગતમાં સુંદર સુવાર્તાનો પ્રચાર કરી શકે છે.
ન્યાયી વ્યક્તિ પાસે પાપોની માફીની સુવાર્તા દ્વારા શેતાનને હરાવવાની યોગ્યતા પણ હોય છે. તેઓ પાસે આત્મિક બીમારીને સાજી કરવાની (માર્ક ૧૬:૧૮), શેતાનના સામર્થ પર જીત મેળવવાની (લૂક ૧૦:૧૯), અને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવાની (પ્રકટીકરણ ૨૨:૧૪) સામર્થ પણ હોય છે. ન્યાયી વ્યક્તિ વાયદાના વચન પર વિશ્વાસ કરવા દ્વારા રાજાઓના અધિકાર સાથે જીવન જીવે છે (૨ કરિંથી ૬:૧૭-૧૮).
ન્યાયી વ્યક્તિ પવિત્ર આત્માના કારણે પોતાના જીવનમાંથી સઘળી સાંસારિક વાસનાઓ કાઢી નાખે છે. તે આપણને સાચી સુવાર્તાનો પ્રચાર કરવા માટે નેતૃત્વ કરે છે (૧ તિમોથી ૫:૬).
પવિત્ર આત્માના કારણે ન્યાયી વ્યક્તિ સુંદર સુવાર્તાને વાંચે છે અને વિશ્વાસ કરે છે અને બીજાઓને શીખવે છે (૧ તિમોથી ૪:૧૩).
પવિત્ર આત્મા દરરોજ ઈશ્વરની મંડળીમાં લોકોને જોડે છે (હિબ્રૂ ૧૦:૨૫).
પવિત્ર આત્માના કારણે ન્યાયી વ્યક્તિ પોતાના હૃદયમાં સત્યના પ્રકાશ માટે (એફેસી ૫:૧૩) પાપોનો અંગીકાર કરે છે (૧ યોહાન ૧:૯).
પવિત્ર આત્મા ન્યાયી વ્યક્તિને તેના જીવનમાં સાચા માર્ગ પર ચલાવે છે (ગીતશાસ્ત્ર ૨૩).
પવિત્ર આત્મા ન્યાયી વ્યક્તિને પોતાના વરદાનોને સાચવી રાખવા માટે કહે છે (૧ થેસ્સાલોનિકી ૫:૧૯).
પવિત્ર આત્મા અદભુત સુવાર્તા દ્વારા મહાન કાર્ય કરે છે (માર્ક ૧૬:૧૭-૧૮).
પવિત્ર આત્મા ન્યાયી વ્યક્તિને ઈશ્વરની મંડળીમાં જોડીને તેઓને પ્રભુના શિષ્યોની જેમ જીવન જીવવા માટે નેતૃત્વ કરે છે. તે ન્યાયીને સુંદર સુવાર્તાનો પ્રચાર કરવા દ્વારા અને પવિત્ર આત્માથી ભરપુર થઈને આત્મિક જીવન જીવવા માટે દોરવણી કરે છે. આ અદભુત સુવાર્તા દ્વારા પવિત્ર આત્માનું કાર્ય છે (૧ પિતર ૨:૯).
તે આ સમયે પણ સંતોના હૃદયમાં કાર્ય કરી રહ્યો છે. હાલ્લેલૂયાહ!