(પ્રેરિત ૨:૩૮)“ત્યારે પિતરે તેઓને [કહ્યું,] “પસ્તાવો કરો, અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો કે, તમારાં પાપનું નિવારણ થાય, અને તમને પવિત્ર આત્માનું દાન મળશે”.
પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે કયો સાચો પસ્તાવો જરૂરી છે?
આ પાણી અને આત્માની સુંદર સુવાર્તા તરફ પાછાં ફરવું છે અને ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્ત પર વિશ્વાસ કરવો છે.
બાઈબલ પ્રેરિત અધ્યાય ૨માં કહે છે કે પિતરનાં ઉપદેશથી લોકોના અંદર ઊંડી અસર થઈ અને તેઓએ પોતાના પાપોનો પસ્તાવો કર્યો. તેઓના હૃદય છેદાઈ ગયા અને તેઓએ પિતર અને બીજા પ્રેરિતોને કહ્યું, “અમે શું કરીએ” (પ્રેરિત ૨:૩૭) ત્યારે પિતરે તેઓને કહ્યું, “પસ્તાવો કરો અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામે કે, તમારાં પાપનું નિવારણ થાય, અને તમને પવિત્ર આત્માનું દાન મળશે” (પ્રેરિત ૨:૩૮).
પિતરનો ઉપદેશ આપણને સ્પષ્ટ રૂપે કહે છે કે પવિત્ર આત્માને પામવા માટે પાણી અને આત્માની સુવાર્તા ખુબજ મહત્વની છે અને આપણને એ બાબત પણ કહે છે કે સાચો પસ્તાવો શું છે. આપણે જાણવું જોઈએ કે આપણે પવિત્ર શાસ્ત્રને ધ્યાનથી વાંચીને અને પાણી અને આત્માની સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરીને પાપોની માફીની સાથે પવિત્ર આત્મા પણ પ્રાપ્ત કરી શકીએ છીએ.
પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવા માટે પહેલી બાબત જે આપણી પાસે હોવી જોઈએ તે છે બાઈબલના આધારે પ્રાયશ્ચિત પર વિશ્વાસ. જોકે, આપણે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે પસ્તાવાને પ્રાયશ્ચિત નથી બનાવવાનું. આપણે બાઈબલમાં જોઈ શકીએ છીએ કે પ્રભુને વધસ્તંભ પર ચઢાવ્યા બાદ લોકોએ પસ્તાવો કર્યો હતો. પિતરે તેઓને પસ્તાવો કરવા માટે કહ્યું તે પહેલાં તેઓએ પિતરને પૂછ્યું કે તેઓ પસ્તાવા માટે શું કરે. આપણે જોઈ શકીએ છીએ કે પિતર જે પસ્તાવા વિષે વાત કરી રહ્યો હતો તે પાપોનો પસ્તાવો નહતો, પણ વ્યક્તિના પોતાના હૃદયમાં ઈસુ ખ્રિસ્તને ઉદ્ધારકનાં રૂપમાં સ્થાન આપવું અને તેણે આપેલી સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવો. આ સાચું પ્રાયશ્ચિત છે.
આપણા હૃદયમાં પાપોનો પસ્તાવો થાય તે પહેલા ઈસુ ખ્રિસ્તનો પ્રેમ આપણી પાસે આવ્યો. તેનો અર્થ એવો છે કે જ્યારે ઈસુએ યર્દન નદીમાં બાપ્તિસ્મા લીધું ત્યારે આપણા સઘળા પાપો લઈ લીધા હતા, પછી તે વધસ્તંભ પર મર્યો, અને પછી મૃત્યુમાંથી સજીવન થયો. આ રીતે, તેણે આપણને આપણા સઘળા પાપો અને અપરાધોને દૂર કર્યા.
સાચા પ્રાયશ્ચિતનો અર્થ છે કે આ સત્ય પર વિશ્વાસ કરવો. શું તમને એવું લાગે છે કે જો આપણે સામાન્ય રીતે આપણા પાપોનો પસ્તાવો કરીએ અને માફી માંગીએ તો આપણા પાપો હંમેશા માટે દૂર થશે? આ સાચો પ્રાયશ્ચિત નથી. સાચા પ્રાયશ્ચિતનો અર્થ છે કે ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તની સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવા દ્વારા આપણા સઘળા પાપોની માફી મેળવવી. બાઈબલ કહે છે કે આપણે પ્રાયશ્ચિત દ્વારા આપણા પાપોની માફી મેળવી શકીએ છીએ. તે પ્રમાણે, આપણે આપણા પાપોની સંપૂર્ણ માફી મેળવવા માટે ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તની સુવાર્તા પર વિશ્વાસ કરવો પડશે.
જે લોકો ઈસુ પર વિશ્વાસ કરતા હતા તેઓને પિતર “ઈસુના નામમાં” બાપ્તિસ્મા અપાતો હતો. ઈસુએ સમગ્ર મનુષ્યજાતીના પાપો લઈ લેવા માટે બાપ્તિસ્મા લીધું. તેનું બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેનું મૃત્યુ સુંદર સુવાર્તાની પૂર્તિ હતી જે વિશ્વાસીઓને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનાવે છે (માથ્થી ૩:૧૫-૧૭). મનુષ્યજાતી ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્ત પર વિશ્વાસ કરવા દ્વારા પવિત્ર થઈ શકે છે. ટૂંકમાં, જેઓએ સુવાર્તા પર વિશ્વાસ કરીને પાપોની માફી મેળવી છે તેઓએ પવિત્ર આત્મા પણ મેળવ્યો છે.
શું પ્રાર્થના પવિત્ર આત્માનો અંતર્નીવાસ આપી શકે છે?
લોકો પાપોની માફી અને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરી શકતા નથી પછી ભલે તેઓ તેને પ્રાપ્ત કરવા માટે ગમે તેટલી પ્રાર્થના કરે. પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવા માટે, ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્તથી પરિપૂર્ણ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવો જરૂરી છે. ઈશ્વરનો પવિત્ર આત્મા ફક્ત એવા લોકોને આપવામાં આવ્યો છે જેઓના પાપ પૂર્ણ રીતે સાફ થયા છે.
સુવાર્તા પર વિશ્વાસ કરવાનો અર્થ છે ઈસુ ખ્રિસ્તને સાચો ઉદ્ધારક માનવો. પ્રેરિત ૨:૩૮માં કહ્યું છે, “પસ્તાવો કરો, અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો કે, તમારાં પાપનું નિવારણ થાય, અને તમને પવિત્ર આત્માનું દાન મળશે”. પ્રેરિત પિતરે કહ્યું છે કે પવિત્ર આત્માનો અંતર્નીવાસ એવા લોકોને આપવામાં આવ્યો છે જેઓએ સાચા પ્રાયશ્ચિત દ્વારા વિશ્વાસ કરીને પોતાના પાપોની માફી મેળવી છે. પાપોની માફી અને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવો એકબીજા સાથે જોડાયેલું છે.
બાઈબલ કહે છે, “ત્યારે પિતરે તેઓને [કહ્યું,] “પસ્તાવો કરો, અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો કે, તમારાં પાપનું નિવારણ થાય, અને તમને પવિત્ર આત્માનું દાન મળશે. કેમ કે તે વચન તમારે માટે, તમારાં છોકરાંને માટે, તથા જેઓ દૂર છે તેઓને માટે, એટલે આપણા ઈશ્વર પ્રભુ જેટલાંને પોતાની પાસે બોલાવશે તેઓ સર્વને માટે છે.”
વ્યક્તિ ફક્ત એક શરત પર જ પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકે છે કે તેનું હૃદય પવિત્ર અને પાપરહિત હોવું જોઈએ. તેથી, આપણે તે સુવાર્તા પર વિશ્વાસ કરવો જોઈએ જે ઈસુ ખ્રિસ્તે આપણને આપી છે. સુંદર સુવાર્તા કહે છે કે ઈસુએ બાપ્તિસ્મા લીધું ત્યારે જગતના સઘળા પાપ તેના ઉપર પારિત થયા આ બાબત પર વિશ્વાસ કરીને આપણે પાપોની માફી મેળવીને પવિત્ર થવું જરૂરી છે. ફક્ત ત્યારે જ આપણે પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકીએ છીએ. આ ઈશ્વરની ઈચ્છા છે કે પવિત્ર આત્મા મનુષ્યોની અંદર નિવાસ કરે. “કારણ કે ઈશ્વરની ઇચ્છા એવી છે કે, તમારું પવિત્રીકરણ થાય” (૧ થેસ્સાલોનિકી ૪:૩).
સાચી માફી વ્યક્તિના પ્રયાશો, બલિદાન કે સારા કાર્યો દ્વારા મળતી નથી, પણ ફક્ત સુંદર સુવાર્તા દ્વારા મળે છે જે પવિત્ર ત્રીએક ઈશ્વરે યોહાન બાપ્તિસ્ત દ્વારા પૂરું કર્યું છે. ઈશ્વર, પવિત્ર ત્રીએક એવા લોકોને પવિત્ર આત્માનો અંતર્નીવાસ આપે છે જેઓએ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરીને માફી મેળવી છે.
પેન્ટીકોસ્ટના દિવસે પિતર જે કહી રહ્યો હતો તે સાંભળીને લોકોના હૃદયો છેદાઈ ગયા. તેઓ પોકારી ઉઠ્યા, “અમે શું કરીએ?” (પ્રેરિત ૨:૩૭) આ દર્શાવે છે કે તેઓએ પોતાના મનને બદલ્યું અને હવે ઈસુ પર પોતાના ઉદ્ધારકનાં રૂપમાં વિશ્વાસ કરવા લાગ્યા હતા. તેઓ પણ પિતર દ્વારા પ્રચાર કરવામાં આવેલ સાચા પ્રાયશ્ચિત પર વિશ્વાસ કરવા દ્વારા પોતાના પાપોથી બચાવવામાં આવ્યા હતા. પાપોની માફી સઘળી મનુષ્યજાતીને ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્તની સુંદર સુવાર્તા પર તેઓના વિશ્વાસના આધારે આપવામાં આવી હતી.
ઈસુના બાપ્તિસ્માનો ઉદ્દેશ્ય એ હતો કે તેને જગતના પાપો લઈ લેવાની અનુમતિ મળે. પવિત્ર આત્મા મેળવવા માટે આના પર વિશ્વાસ કરવો જરૂરી છે. ઈશ્વર એવા લોકોને પવિત્ર આત્માનો અંતર્નીવાસ આપે છે જેઓ ઈસુના બાપ્તિસ્માની સત્યની સુવાર્તા પર વિશ્વાસ કરે છે. “અને ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યા; અને જુઓ, તેમને માટે આકાશ ખૂલી ગયું, ને ઈશ્વરના આત્માને કબૂતરની જેમ ઊતરતો ને પોતા પર આવતો તેમણે જોયો” (માથ્થી ૩:૧૬). પેન્ટીકોસ્ટના દિવસે પવિત્ર આત્માનું ઉતરવું અને સુંદર સુવાર્તા પર પ્રેરિતોના વિશ્વાસને પરસ્પર ખાસ સંબંધ છે: ઈસુનુ બાપ્તિસ્મા, વધસ્તંભ પર તેનું મૃત્યુ અને પુનરુત્થાન.
પ્રેરિતોનાં કૃત્યોની પુસ્તક કહે છે કે લોકોને ઈસુના નામમાં બાપ્તિસ્મા આપવામાં આવ્યું અને તેઓએ પવિત્ર આત્મા મેળવ્યો. આપણે વિશ્વાસ કરવો જોઈએ કે પવિત્ર આત્માનો અંતર્નીવાસ ઈશ્વર તરફથી એક ખાસ ઉપહાર છે. પવિત્ર આત્માના વરદાન મેળવવા માટે, આપણા સઘળા પાપો ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના મૃત્યુ દ્વારા સાફ થવા જોઈએ.
પ્રેરિતો અનુસાર, જેઓએ પિતરનો ઉપદેશ સાંભળ્યો, જેમાં તેણે કહ્યું હતું, “તમે આ જમાનાના આડા લોકથી બચી જાઓ” (પ્રરિત ૨:૪૦), જેઓએ આ વાત ઉપર વિશ્વાસ કર્યો તેઓને બાપ્તિસ્મા આપ્યું. બાઈબલમાંથી આપણે જે શીખીએ છીએ તે એ છે કે આરંભની મંડળીના સમયમાં પ્રેરિત લોકો ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્ત પરના તેઓના વિશ્વાસના આધારે પવિત્ર આત્મા પ્રાપ્ત કરતા હતા. પવિત્ર આત્મા મેળવવા માટે આ ખુબજ આવશ્યક શરત છે. જો કોઈ વ્યક્તિ પાપોની માફી મેળવવા માંગે છે તો ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્ત પર વિશ્વાસ કરવો જરૂરી છે.
વિશ્વાસ જે પ્રાયશ્ચિત દ્વારા આપણને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે નેતૃત્વ કરે છે
આવો પ્રેરિત ૩:૧૯ જોઈએ, “માટે તમે પસ્તાવો કરો, ને ફરો, જેથી તમારાં પાપ ભૂંસી નાખવામાં આવે, અને એમ પ્રભુની હજૂરમાંથી તાજગીના સમયો આવે”. આપણે પ્રાયશ્ચિતને કેવી રીતે પરિભાષિત કરવું જોઈએ? આવો આના વિષે ફરીથી વિચારીએ.
બાઈબલમાં, પ્રાયશ્ચિતનો અર્થ છે છૂટકારા માટે વિશ્વાસ તરફ પાછું ફરવું. તે દિવસોમાં, લોકો ઈશ્વરની બનાવેલી વસ્તુને પોતાની ઈચ્છા અનુસાર પૂજતા હતા. પણ પછી તેઓને ભાન થયું કે ઈસુ ખ્રિસ્તે પાણી અને પોતાના રક્ત દ્વારા તેઓને તેમના પાપોથી બચાવ્યા છે, ત્યારે તેઓનું બદલાણ થયું. આ બાઈબલ આધારિત પ્રાયશ્ચિત છે. સાચું પ્રાયશ્ચિત પાણી અને આત્માની સુંદર સુવાર્તા તરફ પાછું ફરવું છે.
પવિત્ર આત્મા મેળવવા માટે ક્યા સાચા પ્રાયશ્ચિતની જરૂર છે? આ ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્ત પર વિશ્વાસ કરવો છે. “અને એમ પ્રભુની હજૂરમાંથી તાજગીના સમયો આવે”. જો લોકોના અંદર આવો વિશ્વાસ છે, તો તેઓને તેમના પાપોની માફી મળશે અને તેઓ પવિત્ર આત્મા પામશે. કેમ કે ઈસુએ પોતાના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના પોતાના રક્ત દ્વારા જગતના પાપીઓને પવિત્ર કર્યા છે, તેથી આપણે સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવો જોઈએ, છૂટકારો મેળવવો જોઈએ અને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવો જોઈએ.
ઈસુ પર વિશ્વાસ કરવા માટે અને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવા માટે, ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના મૃત્યુ દ્વારા વ્યક્તિના પાપ ઈસુ પર નાંખવા જોઈએ. આપણે વિશ્વાસ કરવો જોઈએ કે ઈસુએ આપણા સઘળા પાપો લઈ લીધા છે અને આપણા પાપોનો ન્યાય મેળવવા માટે તે વધસ્તંભ પર મર્યો. આ સાચો વિશ્વાસ અને સાચું પ્રાયશ્ચિત છે, જે આપણને પવિત્ર આત્માના અંતર્નીવાસને પ્રાપ્ત કરવા માટે સક્ષમ કરે છે.
પવિત્ર આત્મા એવા લોકો ઉપર આવે છે જેઓના સર્વ પાપો માફ થયા છે. કેમ ઈશ્વરે છૂટકારો મેળવેલા લોકોને પવિત્ર આત્મા ઉપહારના રૂપમાં આપ્યો છે? કેમ કે પવિત્ર આત્મા, પવિત્ર હોવાના કારણે તેઓ અંદર નિવાસ કરવા ઈચ્છે છે અને તેઓને ઈશ્વરની સંતાનનાં રૂપમાં છાપ લગાડવા માંગે છે.
પવિત્ર આત્મા ઈશ્વર છે. પિતા, પુત્ર, અને પવિત્ર આત્મા એક ઈશ્વર છે. તે ત્રણ વ્યક્તિ છે, પણ તે એવા લોકો માટે એકજ ઈશ્વર છે જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે. આપણને પાપોથી બચાવવા માટે પિતા પાસે એક યોજના હતી તેથી ઈસુ એટલે કે પુત્ર આ જગતમાં આવ્યો, જગતના પાપો લઈ લેવા માટે યોહાનથી બાપ્તિસ્મા લીધું, વધસ્તંભ પર મર્યો, ત્રીજા દિવસે મૃત્યુથી સજીવન થયો અને સ્વર્ગમાં ઉઠાવી લેવામાં આવ્યો. પવિત્ર આત્મા ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્તની સાક્ષી આપીને આપણને આ સુંદર સુવાર્તા માટે આપણી દોરવણી કરે છે.
ઈશ્વર એવા લોકો પર છાપ લાવાવે છે જેઓ પવિત્ર આત્મા દ્વારા બચાવવામાં આવ્યા છે. ઈશ્વર એવા લોકોને પવિત્ર આત્મા આપે છે જેઓ સુવાર્તા પર વિશ્વાસ કરે છે કે ઈસુએ જગતના સઘળા પાપો લઈ લીધા છે. ઈશ્વર એવા લોકોને પ્રતિજ્ઞાના રૂપમાં પવિત્ર આત્મા આપે છે અને તેઓ પર પોતાના સંતાનનાં રૂપમાં છાપ લગાવે છે. પવિત્ર આત્મા એવા લોકો માટે ઉદ્ધારનું આખરી પ્રમાણ છે જેઓ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે.
જેઓ અંદર પવિત્ર આત્મા છે તેઓ પ્રભુની સંતાન છે. જેઓ અંદર પવિત્ર આત્માનો અંતર્નીવાસ છે તેઓ હંમેશા તરોતાજા રહે છે. તેઓ ઈશ્વરના વચન, ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્ત પર મજબુત વિશ્વાસ કરે છે. તેઓ હકીકતમાં ખુબજ ખુશ છે. જે લોકોએ યોગ્ય રીતે પ્રાયશ્ચિત કર્યું છે તેઓના હૃદયની અંદર કોઈ પાપ નથી અને તેઓના અંદર પવિત્ર આત્માનો અંતર્નીવાસ છે.
બાઈબલ કહે છે કે પ્રાયશ્ચિતથી પાપોની માફી મળે છે. શું તમે આવું પ્રાયશ્ચિત કર્યું છે? જો તમે પ્રાયશ્ચિત કર્યું છે અને સાચા વિશ્વાસને ધારણ કર્યું છે, તો તમે પણ સુંદર સુવાર્તા પ્રાપ્ત કરી શકો છો. હું તમને સલાહ આપું છું કે તમે તમારા પાપોનું પ્રાયશ્ચિત કરો અને પવિત્ર આત્માને પ્રાપ્ત કરો. શું તમે પ્રાયશ્ચિત કરવા માટે અને સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવા માટે તૈયાર છો જે તમને પવિત્ર આત્માના અંતર્નીવાસ તરફ દોરવણી કરશે?