• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

વિષય ૮ : પવિત્ર આત્મા

[8-15] જ્યારે તમે સત્યને જાણશો ફક્ત ત્યારે જ તમે પવિત્ર આત્માને પ્રાપ્ત કરી શકો છો અને તે તમારી અંદર નિવાસ કરી શકે છે (યોહાન ૮:૩૧-૩૬)

2021.10.07 147
જ્યારે તમે સત્યને જાણશો ફક્ત ત્યારે જ તમે પવિત્ર આત્માને પ્રાપ્ત કરી શકો છો અને તે તમારી અંદર નિવાસ કરી શકે છે(યોહાન ૮:૩૧-૩૬)
“તેથી જે યહૂદીઓએ તેમના પર વિશ્વાસ કર્યો હતો, તેઓને ઈસુએ કહ્યું, “જો તમે મારા વચનમાં રહો, તો ખરેખર તમે મારા શિષ્યો છો. અને તમે સત્યને જાણશો, અને સત્ય તમને મુક્ત કરશે.” તેઓએ તેમને ઉત્તર આપ્યો, “અમે ઇબ્રાહિમના વંશજો છીએ, અને હજી કદી કોઈના દાસત્વમાં આવ્યા નથી. તો તમે કેમ કહો છો કે, ‘તમને મુક્ત કરવામાં આવશે?’” ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “હું તમને ખચીત ખચીત કહું છું કે, જે કોઈ પાપ કર્યા કરે છે, તે પાપનો દાસ છે. હવે જે દાસ છે તે હંમેશાં ઘરમાં રહેતો નથી, પણ દીકરો હંમેશાં રહે છે. માટે જો દીકરો તમને મુક્ત કરે, તો તમે ખરેખર મુક્ત થશો”.
 

પવિત્ર આત્માનો અંતર્નીવાસ મેળવવા માટે આપણે શું કરવું જોઈએ?
આપણે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવો જોઈએ અને વિશ્વાસથી જીવન જીવવું જોઈએ.
 
શું તમે જાણો છો સત્ય શું છે? ઈસુએ કહ્યું, “સત્ય હું છું” (યોહાન ૧૪:૬). તેથી ઈસુને જાણવા એ સત્યને જાણવું છે. શું પવિત્ર આત્મા તમારી અંદર નિવાસ કરે છે? સુંદર સુવાર્તા પરના તમારા વિશ્વાસને આભાર. તમારે જાણવું જોઈએ કે ઈસુનું બાપ્તિસ્મા અને વધસ્તંભ પરનું તેમનું રક્ત સુંદર સુવાર્તાની પરિપૂર્ણતા છે અને તેના પર વિશ્વાસ પણ કરવો જોઈએ.
આજે લોકો વારંવાર “નવો જન્મ” શબ્દનો ઉપયોગ કરે છે. “વ્યક્તિએ નવો જન્મ પ્રાપ્ત કરેલો હોવો જોઈએ. રાજનીતિ નવો જન્મ પામેલી હોવી જોઈએ. ધર્મ નવો જન્મ પામેલો હોવો જોઈએ”. તેઓ આ શબ્દને “સુધારણા” શબ્દની જેમ ઉપયોગ કરે છે. જોકે, નવો જન્મ પ્રાપ્ત કરવાનો અર્થ એવો નથી થતો કે શરીરનો સ્વભાવ સુધરે. નવો જન્મ પ્રાપ્ત કરવાનો અર્થ છે પાણી અને આત્માની સુવાર્તા સાંભળીને અને વિશ્વાસ કરીને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવો.
 
 

સત્યના વચનો કયા છે જે આપણને નવો જન્મ પ્રાપ્ત કરવાની અનુમતિ આપે છે?

 
કેમ મનુષ્યે નવો જન્મ પ્રાપ્ત કરવો જોઈએ? મનુષ્ય અપૂર્ણ છે, તેથી ઈશ્વરની સંતાનના રૂપમાં નવો જન્મ પ્રાપ્ત કરવા માટે તેણે પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવો જોઈએ. આપણે ઘણા લોકોને જોઈ શકીએ છીએ જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે પણ તેઓની અંદર પવિત્ર આત્માનો અંતર્નીવાસ નથી હોતો. નીકોદેમાસ યહૂદિયોનો સરદાર હતો. નીકોદેમાસ, જે યોહાન અધ્યાય ૩માં જોવામાં આવે છે, તે યહૂદિયોનો સરદાર હતો અને તેણે ઈશ્વરે આપેલી વ્યવસ્થાનું પાલન કરવાનો પ્રયત્ન કર્યો. જોકે, તે લોકો માટે ધાર્મિક આગેવાનનાં રૂપમાં કાર્ય કરતો હતો, પણ છતાં પવિત્ર આત્માના અંતર્નીવાસથી અજાણ્યો હતો.
પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવા માટે, આપણે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવો જોઈએ અને વિશ્વાસથી જીવવું જોઈએ. મનુષ્ય ફક્ત ત્યારેજ પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરી શકે છે જ્યારે તે પાણી અને આત્માના સત્યની સુવાર્તા પર વિશ્વાસ કરે. ઈસુએ કહ્યું, “જો મેં તમને પૃથ્વી પરની વાતો કહી, છતાં તમે વિશ્વાસ કરતા નથી, તો હું તમને આકાશમાંની વાતો કહું તો તમે કેમ વિશ્વાસ કરશો?” (યોહાન ૩:૧૨)
પાણી અને આત્માની સુંદર સુવાર્તા નિમ્નલિખિત છે. આપના પ્રભુ આ જગતમાં જન્મ્યાં, ૩૦ વર્ષની ઉમરમાં યોહાનથી બાપ્તિસ્મા લીધું, ત્રણ વર્ષ પછી વધસ્તંભ પર મર્યો, પુનરુત્થાન પામ્યો અને આ પ્રમાણે આપણને આપણા સઘળા પાપોથી છૂટકારો મેળવ્યો. તે એવા લોકોનો ઉદ્ધારક બન્યો જેઓ વિશ્વાસ કરે છે કે ઈસુએ યોહાન દ્વારા બાપ્તિસ્મા લીધું અને મૃત્યુથી સજીવન થયો. જે લોકો આ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે તેઓને પાપોની માફી અને પવિત્ર આત્માનો અંતર્નીવાસ મળે છે.
જેઓના હૃદયમાં હજી પાપ છે તેઓ ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત પર વિશ્વાસ કરીને માફી મેળવી શકે છે. મનુષ્ય ઈશ્વર આગળ પાપ કરે છે અને તેથી ઈસુએ પોતાનો ઉદ્ધાર સ્વીકારીને તેઓએ ઉદ્ધાર પ્રાપ્ત કરવો જોઈએ. ઈસુએ પાણી અને આત્માની સુંદર સુવાર્તા દ્વારા જગતના સઘળા પાપોને દૂર કર્યા છે. સઘળા પાપીઓ પાણી અને આત્માની સુવાર્તા સાંભળવા અને વિશ્વાસ કરવા દ્વારા બચી શકે છે. જે લોકો આ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે તેઓ પવિત્ર આત્માના અંતર્નીવાસથી આશીર્વાદિત થશે.
“જેમ  મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો, તેમ માણસના દીકરાને ઊંચો કરાવવાની જરૂર છે” (યોહાન ૩:૧૪). જુના કરારમાં, ભલે ઇસ્રાએલનાં લોકોએ પાપ કર્યું હતું, સાપ દ્વારા તેઓને જંગલમાં ડંખ મારવામાં આવ્યો હતો, તેઓ મરી રહ્યા હતા, પણ છતાં ઘણાં લોકો ઈશ્વર દ્વારા ઠરાવવામાં આવેલી વ્યવસ્થા અનુસાર પિત્તળના સાપ સામે જોઈને બચી ગયા હતા.
તે પ્રમાણે, આપણને પવિત્ર આત્માનો અંતર્નીવાસ મળ્યો છે. ઈસુએ પવિત્ર આત્માનો અંતર્નીવાસ એવા લોકોને આપ્યો છે જેઓ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે. શેતાન આપણને સુંદર સુવાર્તા જાણવાથી રોકે છે અને આત્માના સત્યને પ્રાપ્ત કરવામાં અવરોધ બને છે. જોકે, ઈશ્વરે આપણને પાપોની માફી અને ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત પર વિશ્વાસ કરવા દ્વારા પવિત્ર આત્માના અંતર્નીવાસથી આપણને આશીર્વાદિત કર્યા છે.
જો તમે આ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરો છો તો તમે પણ પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરી શકો છો. શું તમે ઈશ્વર આગળ આ સુંદર સુવાર્તાનો સ્વીકાર કરો છો? શું તમે વિશ્વાસ કરો છો કે આ સત્યની સુવાર્તા પર વિશ્વાસ કરીને તમે પવિત્ર અત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરી શકો છો?
પ્રભુ આપણને સત્ય જાણવા માટે કહે છે જે આપણને આપણા સઘળા પાપોથી બચાવે. “અને તમે સત્યને જાણશો, અને સત્ય તમને મુક્ત કરશે” (યોહાન ૮:૩૨). શું તમે સુંદર સુવાર્તાના સત્યને જાણો છો જે આપણને બચાવે છે અને પવિત્ર આત્માના અંતર્નીવાસથી આશીર્વાદિત કરે છે? જો તમે આ સુવાર્તાનો સ્વીકાર કરો છો, તો તમે ચોક્કસપણે પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરી શકો છો.