• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

વિષય ૮ : પવિત્ર આત્મા

[8-16] જેઓએ પવિત્ર આત્મા પામ્યો છે તેઓ સર્વ માટે કાર્ય (યશાયા ૬૧:૧-૧૧)

જેઓએ પવિત્ર આત્મા પામ્યો છે  તેઓ સર્વ માટે કાર્ય(યશાયા ૬૧:૧-૧૧)
“પ્રભુ યહોવાનો આત્મા મારા પર છે; કારણ કે દીનોને વધામણી કહેવા માટે યહોવાએ મને અભિષિક્ત કર્યો છે; ભગ્ન હ્રદયોવાળાને સાજા કરવા માટે, બંદીવાનોને છુટકારાની તથા કેદીઓને કેદખાનું ઊઘડવાની ખબર પ્રસિદ્ધ કરવા માટે; યહોવાએ માન્ય કરેલું કૃપાનું વર્ષ, આપણા ઈશ્વરના પ્રતિકારનો દિવસ પ્રસિદ્ધ કરવા માટે; સર્વ શોક કરનારાઓને દિલાસ આપવા માટે; સિયોનમાંના શોક કરનારાઓને રાખને બદલે મુગટ, શોકને બદલે હર્ષનું તેલ, ખિન્ન આત્માને બદલે સ્તુતિરૂપ વસ્ત્ર આપવા માટે તેણે મને મોકલ્યો છે; જેથી તેઓ તેના મહિમાને અર્થે ધાર્મિકતાનાં વૃક્ષ, યહોવાની રોપણી કહેવાય. તેઓ પુરાતન કાળનાં ખંડિયેરોને બાંધશે, પૂર્વકાળની પાયમા થયેલી [ઇમારતો] ને તેઓ ઊભી કરશે, ઘણી પેઢીઓથી ઉજ્જડ તથા નષ્ટ થયેલાં નગરોને તેઓ સમારશે. પરદેશી ઊભા રહીને તમારાં ટોળાંને ચરાવશે, અને તેઓ તમારા ખેડૂત તથા તમારી દ્રાક્ષાવાડીના માળી થશે. પણ તમે તો યહોવાના યાજક કહેવાશો; આપણા ઈશ્વરના સેવક, એવું [નામ] તમને આપવામાં આવશે. વિદેશીઓની સંપત્તિ તમે ખાશો, ને તેમનું ગૌરવ [તમને પ્રાપ્ત થવા] માં તમે અભિમાન કરશો. તમારી લાજના બદલામાં તમને બમણું મળશે. અને [તમને થયેલા] અપમાનને બદલે તેઓ પોતાના મળેલા હિસ્સાથી હરખાશે. તેથી તેઓ પોતાના દેશમાં બમણો [વારસો] પામશે. તેમને અખંડ આનંદ મળશે. કેમ કે હું યહોવા ઇનસાફ ચાહું છું, અન્યાયથી કરેલી લૂંટફાટનો હું ધિક્કાર કરું છું; હું સત્યતા પ્રમાણે તેમની મહેનતનો બદલો આપીશ, ને તેઓની સાથે સર્વકાળનો કરાર કરીશ.તેમનાં સંતાન વિદેશીઓમાં, ને તેમની સંતતિ લોકોમાં ઓળખાશે; જેઓ તેમને જોશે તેઓ સર્વ કબૂલ કરશે કે, જે સંતાનને યહોવાએ આશીર્વાદ આપેલો છે તે તેઓ છે. હું યહોવામાં અતિશય આનંદ કરીશ, મારો જીવ મારા પ્રભુમાં હરખાશે; કેમ કે જેમ વર પોતાને મુગટથી સુશોભિત કરે છે, ને  કન્યા પોતાને આભૂષણથી શણગારે છે, તેમ તેમણે મને તારણનાં વસ્ત્ર પહેરાવ્યાં છે, ન્યાયીપણાનો ઝભ્ભો મારા પર ઓઢાડયો છે. જેમ ભૂમિ પોતામાંથી પીલો ઉગાડે છે, ને જેમ વાડી તેમાં રોપેલાંને ઉગાડે છે; તેમ પ્રભુ યહોવા ધાર્મિકતા તથા સ્તુતિ સર્વ પ્રજાઓની આગળ ઉત્પન્ન કરશે”.
 
 
જેઓએ પવિત્ર આત્મા મેળવ્યો છે તેઓનું કાર્ય શું છે?
આખા જગતમાં પાણી અને આત્માની સુવાર્તા પ્રચાર કરવી.

જે વ્યક્તિએ પવિત્ર આત્મા મેળવ્યો છે તેણે શું કરવું જોઈએ? તેણે સર્વ લોકોને પાણી અને આત્માની સુવાર્તાનો પ્રચાર કરવો જોઈએ. ઈશ્વરે નવો જન્મ પ્રાપ્ત કરવાની સુવાર્તા એવા લોકોને આપી છે જેઓએ ન્પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કર્યો છે. જેઓના પાપ ઈશ્વર આગળ માફ થયા છે તેઓ પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકે છે. તો પછી શું તમે વિચારો છો કે ઈશ્વર તેઓને પવિત્ર આત્માનો ઉપહાર કેમ આપે છે?
તેમણે તેઓને પોતાની સંતાન બનાવી છે તેની અંતિમ નિશ્ચિતતા આપવા માટે, તે પવિત્ર આત્માનો ઉપહાર આપે છે. તે એવી પણ ઈચ્છા રાખે છે કે તેઓ શેતાન પર જય પ્રાપ્ત કરે. જેઓએ પોતાના પાપોની માફી મેળવી છે અને પવિત્ર આત્માનો ઉપહાર મેળવ્યો છે તેને નિમ્નલિખિત વ્યક્તિ બનાવે છે:
 
 

તે તેઓ પાસેથી દીન લોકોને સુવાર્તા પ્રચાર કરાવે છે

 
દીન લોકો માટે સુવાર્તા શું છે? આ પાણી અને આત્માની સુવાર્તા છે. ઈશ્વરે દીન લોકો માટે એવા લોકોને સુવાર્તા પ્રચાર કરવાનો આદેશ આપ્યો છે જેઓએ પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કર્યો છે. જેઓએ પવિત્ર આત્મા મેળવ્યો છે, તેઓ પાસે સ્વર્ગની આશા છે, તેથી તેઓ પૃથ્વીની વસ્તુથી તૃપ્ત થતા નથી.
ઈશ્વરે દીન લોકોને પાણી અને આત્માની સુવાર્તા આપી છે અને તેઓના પાપ માફ કર્યા છે. તેમણે તેઓને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પણ આપ્યો છે અને અંનત સંસારમાં પ્રવેશ કરાવ્યો છે. ઈશ્વરે ન્યાયી લોકોને આદેશ આપ્યો છે કે તેઓ દીન લોકોને પાણી અને આત્માની સુવાર્તા સંભળાવે. તેમણે ઈશ્વર અને ઈસુ પર ફેલાવવા માટે પણ સમજાવ્યા છે. ઈશ્વરે આપણને પવિત્ર આત્મા આપ્યો છે તેનું કારણ એ છે કે આપણે ભરપુર રીતે જગતના દીન લોકોને સુંદર સુવાર્તાનો પ્રચાર કરી શકીએ.
 
 

તે આપણને ભગ્ન હૃદયોવાળાને સાજા કરવા માટે મોકલે છે

 
આપણો પ્રભુ આપણા મનને કઈ રીતે સાજુ કરે છે? તે ભગ્ન હૃદયોવાળાને પાણી અને આત્માની સુવાર્તા દ્વારા સાજા કરે છે. ઘણાં લોકો એવા છે જેઓના હૃદય તૂટેલાં છે. તેઓ માટે જીવન બેકાર છે અને ન્યાયીપણું ઉજ્જડ છે. તેઓના પાપોની પીડાને કારણે તેઓના હૃદય પીડાથી ભરેલા છે. તેથી, તેઓ ઘણીવાર તેઓના જીવન પ્રત્યે શંકાને કારણે સતાવનો સામનો કરે છે. સઘળા મનુષ્ય ઈચ્છા રાખે છે કે તેઓ ઉત્તમ જીવન જીવે અને પોતાના શરીર અને આત્મામાં સમૃદ્ધિનો આનંદ ઉઠાવે, પણ આ એટલું સરળ નથી જેમ કે ચોર વ્યક્તિની સર્વ સંપતિની ચોરી કરી લે છે.
આ પ્રમાણે, જેઓના હૃદયમાં પાપ છે તેઓનું ન્યાયીપણું નિરંતર ચોરી થાય છે, અને અંતમાં, પોતાના પાપોના લીધે નરકમાં જાય છે. તેથી પ્રભુએ, ભગ્ન હૃદયવાળા ઉપર દયા કરી, અને આપણને આજ્ઞા આપી કે આપણે તેઓને સુંદર સુવાર્તા સંભળાવીએ. ઈશ્વર તેઓને કયા વચનો દ્વારા સાજા કરે છે? તે પાણી અને આત્માની સુંદર સુવાર્તા દ્વારા આવું કરે છે. તેણે ભગ્ન હૃદયવાળાને સાજા કર્યા છે અને તેઓને અંનત જીવન પણ આપ્યું છે.
 
 

તે પાપના ગુલામોને સ્વતંત્રતાની ઘોષણા કરે છે

 
તે ગુલામોને સ્વતંત્રતા આપે છે. આનો અર્થ શું છે? આનો અર્થ છે કે ઈશ્વરે જગતના સઘળા પાપોથી તેઓને સ્વતંત્ર કર્યા છે. તેણે આ કાર્ય ફક્ત એવા લોકોને આપ્યું છે જેઓએ પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો છે, અને તેઓ બીજાઓને તેમના પાપોથી સ્વતંત્ર કરી શકે.
મનુષ્ય પાસે શરીર અને આત્મા છે. અને તેમના શરીર અને આત્માઓ પાપોના શ્રાપ અને વ્યવસ્થાથી ઘેરાયેલું છે. તે ફક્ત પાપોના ગુલામો તરીકે જીવન જીવી શકે છે, તે ઈશ્વર પર વિશ્વાસ કરે છે કે નથી કરતો તેના સાથે કોઈ લેવાદેવા નથી. પાપો સાથે જન્મ લેવાને કારણે, તે પાપ કરે છે. આ પ્રમાણે, તેઓ આખા જીવનભર પાપોની ગુલામીમાં જીવવા માટે નિયોજિત થયેલા છે. તે આ પ્રમાણે જ જીવન જીવે છે અને અંતમાં તે નાશ થવા માટે નિયોજિત થયેલો છે.
આ જ કારણ છે કે તેઓ પોતાની નબળાઈ વિષે આત્મ-દયામાં ડૂબેલા રહીને અપરિહાર્ય જીવનને જીવે છે જેને તેઓને આ પરિસ્થિતિમાં નાખ્યા છે. ઈશ્વર એવા લોકો પાસે પવિત્ર મોકલે છે જેઓ પાપ કરે છે અને મારવા માટે નિયોજિત છે, જેથી તે પાપમાં ડૂબેલા લોકોને સુવાર્તાનો પ્રચાર કરે, અને ગુલામોને તેમના પાપોથી સ્વતંત્ર કરી શકે. 
 

તે શોક કરનારને દિલાસો આપે છે
 
ઈશ્વર શોક કરનારને શું આપે છે? તેઓને માફીની સુવાર્તા આપીને, ઈશ્વર જગતના સર્વ શોકિત લોકોને દિલાસો આપે છે. તેણે મનુષ્યજાતીને તેમના પાપોની માફી આપવા માટે ઈસુ ખ્રિસ્તને આ જગતમાં મોકલ્યો. અને જગતના સઘળા પાપ તેના ઉપર નાખવા માટે, તેણે તેને યોહાન દ્વારા બાપ્તિસ્મા આપ્યું અને વધસ્તંભ પર તેનું મૃત્યુ થયું. આ પ્રમાણે ઈશ્વરે આપણને આપણા પાપોથી શુદ્ધ કર્યા. આમ, ઈશ્વરે આપણને જગતના સઘળા પાપોથી બચાવ્યા છે.
આપણો પ્રભુ દુઃખી લોકોને પાણી અને આત્માની સુંદર સુવાર્તા આપવા દ્વારા દિલાસો આપે છે. આવું કહેવા દ્વારા, તે અધૂરા વિશ્વાસથી પીડિત લોકોને આશીર્વાદ આપે છે. તે આ સુંદર સુવાર્તા પ્રચાર કરવા, ભગ્ન હૃદયોવાળાને સાજા કરવા અને પાપોની ગુલામીમાં પડેલા લોકોને સ્વતંત્ર કરવા માટે ફક્ત એવા લોકોની દોરવણી કરે છે જેઓએ પવિત્ર આત્મા મેળવ્યો છે.
આ જગતમાં આપણું અસ્તિત્વ આપણા પ્રભુ પાસેથી માફી મેળવવા અને પાપોમાં જકડાયેલા લોકોને સુંદર સુવાર્તાનો પ્રચાર કરીને તેઓને પાપોથી છોડાવીને શાંતિ આપવા માટે છે. ઈશ્વર આપણને કહે છે કે ભલે આપણું જીવન ટૂંકું છે, પણ તે બેકાર નથી. ઈશ્વરે તૈયાર કરેલી પાપોની માફી અને મનુષ્યો માટે આશીર્વાદ હકીકતનું પ્રમાણ છે.
આપણા ઈશ્વરે દુઃખી લોકોને વારસનાં રૂપમાં મહિમાનો મુગટ પણ આપ્યો છે. આનો અર્થ છે કે પાપીઓને તેમના પાપોની માફી મળી ગઈ છે, ઈસુના બાપ્તિસ્મા માટે આભાર અને આ પ્રમાણે સ્વર્ગમાં પ્રવેશ કરી શકે છે. જો વ્યક્તિ પોતાના પાપોથી માફી મેળવી ચુક્યો છે તો તે પોતાના મનમાં પ્રસન્ન થશે અને આ અદભુત આશીર્વાદનાં વખાણ કરશે. આપણા પ્રભુએ તેમને મહિમાનો મુગટ આપ્યો છે. તેમણે પાપીઓને પાણી અને આત્માની સુવાર્તા આપી છે અને તેના પર વિશ્વાસ કરનાર વ્યક્તિને પોતાની સંતાન બનાવી છે. આ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવાવાળા દુઃખનો નહિ આનંદનો અનુભવ કરે છે.
જેમ પ્રત્યેક મનુષ્ય રોતા રોતા જન્મ લે છે અને મરી જાય છે, આનંદ ક્ષણિક છે, અને તેઓના મન દુઃખથી ભરેલા છે. જોકે, ઈશ્વરે તેઓની મુલાકાત કરી અને તેઓને આશા પ્રકાશથી નવો જન્મ આપ્યો. આ પ્રમાણે, સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરીને નવો જન્મ પામેલા લોકો જીવન જીવે છે અને નવું કાર્ય પ્રાપ્ત કરે છે. તે ઉપરાંત, તે એવું કાર્ય કરી શકે છે જેની ઈશ્વર ઈચ્છા રાખે છે, અને તે છે જગતના સઘળા પાપીઓને પાણી અને આત્માની સુવાર્તાનો પ્રચાર કરવો, તેઓના હૃદયના સઘળા દુઃખોને બહાર કાઢવા અને તેના બદલામાં તેઓને સર્વ આનંદનો અનુભવ કરાવવો.
જેઓના પાપ ઈશ્વર દ્વારા માફ કરવામાં આવ્યા છે તેઓ ઈશ્વરને મહિમા આપે. તેણે ન્યાયીને સુંદર સુવાર્તા પ્રચાર કરવા માટે કહ્યું છે. તેણે પોતા વિષે જેવું છે તેવું જ પ્રચાર કરવા માટે કહ્યું છે, અર્થાત, તેણે જે સુવાર્તા આપી છે તે, અને તેણે આપણા માટે કેવું મહિમાવાન રાજ્ય તૈયાર કરીને રાખ્યું છે તે. આપણે તેના દ્વારા માફી પ્રાપ્ત કરેલા વ્યક્તિની અંદર ઈશ્વરની મહિમા જોઈ શકીએ છીએ. જે લોકો પવિત્ર આત્મા પ્રાપ્ત કરતા પહેલા પોતાના જીવનમાં દુઃખી હતા હવે તેઓ આનંદ કરે છે, જે લોકો પાપોથી ઘેરાયેલા હતા હવે તેઓ સ્વતંત્ર છે, અને જેઓ વ્યર્થ જીવન જીવી રહ્યા હતા તેઓ હવે ન્યાયી જીવન જીવે છે. આ સઘળું ઈશ્વરની મહિમા બતાવે છે. ઈશ્વરે ન્યાયી વ્યક્તિને ભગ્ન હૃદયવાળાને સાજા કરવાવાળા, અને નષ્ટ થયેલા નગરને ઉભું કરવાવાળા વ્યક્તિના રૂપમાં દર્શાવ્યા છે.
હકીકતમાં, પાણી અને આત્માની સુવાર્તા આરંભની મંડળીના સમયમાં પ્રેરિતો દ્વારા પ્રચાર કરવામાં આવી હતી. ઈસુને લગભગ બે હજાર વર્ષો પહેલા આ જગતમાં મોકલવામાં આવ્યો હતો. ઈ.સ. ૩૦૦ સુધી પાણી અને આત્માની સુવાર્તા આ જગતમાં પ્રચાર થતી હતી. આજે ન્યાયી વ્યક્તિ દ્વારા જે સુવાર્તાનો પ્રચાર થાય છે તે એ જ સુવાર્તા છે જે પ્રેરિત એ સમયમાં પ્રચાર કરતા હતા. જોકે, ૪થી સદીમાં રોમન સામ્રાજ્યના આરંભના સમયમાં, જયારે રોમે ખ્રિસ્તત્વને રાજ્ય ધર્મ બનાવ્યો અને નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતા આપી ત્યારે ઈસુની સુવાર્તા મલીન થઈ ગઈ અને ધીરે ધીરે અદ્રશ્ય થઈ ગઈ. જ્યારે ખ્રિસ્તત્વ સ્થાપિત ધર્મના રૂપમાં વધારે સમૃદ્ધ થયું, ત્યારે જેઓએ સાચી સુવાર્તા પ્રચાર કરી હતી તેઓ નષ્ટ થઈ ગયા.
કેમ સાચું ખ્રિસ્તત્વ અને સાચી સુવાર્તાનો પ્રચાર કરવાવાળાનો વિશ્વાસ બદલાઈ ગયો? ખ્રિસ્તત્વ રોમન સામ્રાજ્યનો રાજ ધર્મ બન્યા બાદ, ખ્રિસ્તી લોકો ઘલા બંધનોમાંથી સ્વતંત્ર થઈ ગયા અને રોમન નાગરિકોની જેમ અધિકારોનો ઉપયોગ કરવા લાગ્યા. ત્યારબાદ ખ્રિસ્તી લોકો રોમન લોકો સાથે લગ્ન કરી શક્યા, અને સરકારી સેવામાં પણ પ્રવેશ કરી શક્યા. આ અધિકારોને કારણે, તેમનો પુનરુત્થાનનો વિશ્વાસ ફક્ત સાધારણ વિશ્વાસ બનીને રહી ગયો. ત્યારથી લઈને, પાણી અને આત્માની સુવાર્તા અદૃશ્ય થઈ ગઈ, અને ધર્મ નિરપેક્ષ ખ્રિસ્તત્વ વધવા લાગ્યું.
ઈશ્વરે પોતાના બીજા આગમનના અંત સમયના આપણ વિશ્વાસીઓને પાણી અને આત્માની સુંદર સુવાર્તાનો પ્રચાર કરવા માટે કહ્યું છે જે ઘણા લાંબા સમયથી નષ્ટ થઈ ગઈ હતી, અને આમ મનુષ્યજાતીને તેમના પાપોથી બચાવી. તે પાણી અને આત્માની સુવાર્તાને ફરીથી પ્રચલિત કરશે જેનો પ્રચાર પ્રેરિતોનાં સમયમાં કરવામાં આવ્યો હતો. પ્રેરિતોના સમયમાં સુંદર સુવાર્તા ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના રક્તની સુવાર્તા હતી. તેણે આપણ મનુષ્યોને તેડ્યા છે જે નષ્ટ થયેલા નગરને ફરીથી ઉભું કરશે. તેણે આપણને પાણી અને આત્માની સુવાર્તા શીખવી અને વિશ્વાસ કરવાનું શીખવ્યું, અને આપણને તેમની દ્રાક્ષાવાડીમાં ખેડૂત બનાવ્યા છે.
ઈશ્વરે આપણને પ્રેરિતો જેવું જ કાર્ય આપ્યું છે. તેમણે તમને અને મને પાણી અને આત્માની આ સુંદર સુવાર્તા પ્રચાર કરવા માટે કહ્યું છે. “પ્રભુ યહોવાનો આત્મા મારા પર છે; કારણ કે દીનોને વધામણી કહેવા માટે યહોવાએ મને અભિષિક્ત કર્યો છે”. ઈશ્વરે એવા લોકોને સુવાર્તા પ્રચાર કરવા માટે કહ્યું છે જેઓએ પહેલાથી પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો છે અને આપણને પવિત્ર આત્મા આપ્યો છે.
ઈશ્વરે આપણને ફૂલોનો મુગટ પહેરાવ્યો છે, સઘળા દુઃખોને દૂર કર્યા છે, અને આપણને આનંદ આપવા દ્વારા આપણને સ્તુતિનો પોશાક પહેરાવ્યો છે. જેઓના હૃદયની અંદર પવિત્ર આત્મા છે તેઓ બીજા માટે આ સુંદર સુવાર્તાનું બીજ વાવે છે. ત્યારે તેઓ પણ આપણા પ્રભુ દ્વારા સુવાર્તા સ્વીકાર કરશે, અને અંતમાં પવિત્ર આત્મા મેળવશે.
આપણે ઈશ્વર માટે કાર્ય કરવાવાળા બની ગયા છીએ. તમે અને હું સ્વર્ગની મહિમાથી આશીર્વાદિત છીએ. જોકે, ઈશ્વરે તેઓને આંધળા કર્યા છે જેઓ પાસે પવિત્ર આત્મા નથી જેથી તેઓ આ સુંદર સુવાર્તાને ન જાણી શકે, ન જોઈ શકે, અને ન સમજી શકે. તેઓ બીજાને ઈસુ પર વિશ્વાસ કરવા યોગ્ય બનાવી શકે છે, પણ પોતે પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકતા નથી.
જેઓએ પવિત્ર આત્મા મેળવ્યો છે તેઓ દ્વારા ઈશ્વર નિમ્નલિખિત કાર્ય કરે છે. તે તેઓ દ્વારા દીન લોકોને સુવાર્તા પ્રચાર કરાવે છે અને પાણી અને આત્માની સુવાર્તા દ્વારા ભગ્ન હૃદયોવાળાને સાજા કરે છે. તેણે પાપની ગુલામીમાં પડેલા લોકોને ઉધ્ધારની સાચી સ્વતંત્રતા આપી છે અને દુઃખી લોકોને પાણી અને આત્માની સુવાર્તા દ્વારા દિલાસો આપ્યો છે. તેણે જેઓ પોતાની નબળાઈને કારણે પાપમાં બંધાયેલા હતા તેઓને સ્વતંત્ર કર્યા છે, અને આનંદ અને આશા આપી છે અને સ્વર્ગમાં ઉઠાવી લીધા છે.
તેના અનુસાર, પવિત્ર આત્મા જે આપણી અંદર નિવાસ કરે છે તે આપણને સર્વ લોકોને પાણી અને આત્માની સુવાર્તાનો પ્રચાર કરવા માટે કહે છે. જેઓના પાપ માફ થયા છે અને જેઓએ પવિત્ર આત્મા મેળવ્યો છે તેઓને ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે તે સર્વ પાપીઓને તેઓના પાપોથી બચાવે. પ્રભુ પોતાની યોજના માટે એવા લોકોને પસંદ કરે છે અને સશક્ત કરે છે જેઓએ પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કર્યો છે. તેણે સઘળા ન્યાયી લોકોને પોતાનું કાર્ય કરવા માટે કહ્યું છે. આપણે તેનું કાર્ય કરવાવાળા છીએ, તેઓ જે તેમની દ્રાક્ષાવાડી એટલે કે ઈશ્વરની મંડળીના કારભારીના રૂપમાં છે. આપણે તેના સેવક છીએ. ઈશ્વરે આપણને અદભુત આશીર્વાદ આપ્યો છે.
જ્યારે આપણે આપણા શરીર તરફ જોઈએ છીએ ત્યારે આપણને આપણી નબળાઈનું ભાન થાય છે, પણ ઈશ્વર આપણી સાથે કાર્ય કરે છે, તેથી આપણે તેના પર વિશ્વાસ કરવાનો છે અને વિશ્વાસથી તેમના સેવક બનવાનું છે. આપણે વિશ્વાસ કરીએ છીએ કે ઈશ્વર આપણા દ્વારા ઘણા મહાન કાર્ય કરશે અને આપણા ઉપર તેમના રાજ્યને વધારશે.
ઈશ્વરે નષ્ટ કરેલા નગરોમાં તોડી પાડેલા સુવાર્તાના કિલ્લાને ફરીથી સમારવાનો નિર્ણય કર્યો છે. તેણે વાયદો કર્યો છે કે તે ઉજ્જડ સ્થાન અને નષ્ટ કરેલા નગરોને ફરીથી બાંધશે. હું વિશ્વાસ કરું છું કે આખા જગતમાં ફરીથી સુવાર્તાની જાગૃતિ ફેલાશે!
જોકે આ મારી ઈચ્છા નથી. હું આવો વિશ્વાસ કરું છું કેમ કે ઈશ્વરે આવું કહ્યું છે માટે. આપણો ઈશ્વર તેઓ દ્વારા આખા જગતમાં સુંદર સુવાર્તાનો પ્રચાર કરાવશે જેઓ પાસે પવિત્ર આત્મા છે. તેણે પોતાના પુત્રને આ જગતમાં મોકલ્યો અને સુવાર્તાને પરિપૂર્ણ કરી, અને હું વિશ્વાસ કરું છું કે તે ફરીથી એકવાર આપણા દ્વારા જેઓએ પવિત્ર આત્માને પ્રાપ્ત કર્યો છે તેઓ દ્વારા પોતાની ઈચ્છા પૂરી કરશે. જે લોકો આ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે તે ઈશ્વરની મહિમા જોશે. હાલ્લેલૂયા!