• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

વિષય ૮ : પવિત્ર આત્મા

[8-17] આપણને પવિત્ર આત્મા પર વિશ્વાસ અને આશા હોવી જોઈએ (રોમન ૮:૧૬-૨૫)

આપણને પવિત્ર આત્મા પર વિશ્વાસ અને આશા હોવી જોઈએ(રોમન ૮:૧૬-૨૫)
“આપણા આત્માની સાથે પણ [પવિત્ર] આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે ઈશ્વરનાં છોકરાં છીએ, હવે જો છોકરાં છીએ, તેઓ વારસ પણ છીએ. એટલે ઈશ્વરના વારસ છીએ, અને ખ્રિસ્તની સાથે વારસાના ભાગીદાર છીએ. તેમની સાથે મહિમા પામવાને માટે જો આપણે તેમની સાથે દુ:ખ સહન કરીએ તો. કેમ કે હું એમ માનું છું કે, જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે આ વખતનાં દુ:ખો સરખાવવા જોગ નથી. કેમ કે સૃષ્ટિની આતુરતા ઈશ્વરનાં છોકરાંના પ્રગટ થવાની વાટ જોયા કરે છે. કારણ કે સૃષ્ટિ પોતાની ઇચ્છાથી નહિ, પણ સ્વાધીન કરનાર [ની ઇચ્છા] થી વ્યર્થપણાને સ્વાધીન થઈ; પણ તે એવી આશાથી [સ્વાધીન થઈ] કે સૃષ્ટિ પોતે પણ નાશની ગુલામીમાંથી મુક્ત થઈને ઈશ્વરનાં છોકરાંના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે. કેમ કે આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી સમગ્ર સૃષ્ટિ નિસાસા નાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે. વળી તે એકલી જ નહિ, પણ આપણે પોતે જેઓને આત્માનું પ્રથમફળ મળ્યું છે, તે જોઈને પણ દત્તકપુત્રપણાની, એટલે આપણા શરીરના ઉદ્ધારની, રાહ જોતાં આપણે પોતના [મન] માં નિસાસા નાખીએ છીએ. કેમ કે તે જ આશાએ આપણે તારણ પામ્યા છીએ. પણ જે આશા દશ્ય હોય તે આશા નથી, કેમ કે કોઈ માણસ પોતે જે જુએ છે તેની આશા કેમ રાખે? પણ આપણે જે જોતા નથી તેની આશા જ્યારે રાખીએ છીએ, ત્યારે ધીરજથી તેની રાહ જોઈએ છીએ”. 
 
 

આ સમય આશા વગરનો સમય છે


કેમ ન્યાયી વ્યક્તિ પવિત્ર આત્મામાં આશા મેળવે છે?
કેમ કે આપણે નવો જન્મ પામેલા ખ્રિસ્તી નવું સ્વર્ગ અને નવી પૃથ્વીને પ્રાપ્ત કરીશું પછી ભલે નવો જન્મ ન પામેલા લોકો આ દુનિયા સાથે નાશ પામે.
 
શું આ જગતમાં હવે કોઈ સાચી આશા છે? ના, કોઈ નથી. આ ફક્ત ઈસુ સાથે અસ્તિત્વ રાખે છે. હવે અનિશ્ચિતતા અને નિરાશાનો સમય છે. દર દિવસે બધુજ ઝડપથી બદલાઈ રહ્યું છે, અને લોકો આ ઝડપથી બદલાતી વસ્તુઓ સાથે જીવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ ન તો આતિક સત્ય શીધી શકે છે અને ન તો આત્મિક આનંદમાં તેઓની કોઈ રૂચી હોય છે. તેના બદલે તેઓ નિષ્ફળતાને દૂર રાખવાનો સંઘર્ષ કરે છે અને આ જગતના સેવકનાં રૂપમાં જીવન જીવે છે.
નવી નોકરી મળે છે અને જૂની જતી રહે છે. તે પ્રમાણે, લોકો પણ નાટ્યાત્મક રીતે બદલી રહ્યા છે. તેથી તેઓ વ્યસ્ત અને વ્યગ્ર જીવન જીવે છે. અને ધીરે ધીરે, આ જગત માટે તેઓની આશા લુપ્ત થઈ જાય છે. આનું કારણ એ છે કે તેઓ ભવિષ્યની કોઈપણ જાતની નિશ્ચિતતા વગર જીવન જીવી રહ્યા છે. આપણે એક અસંતુલિત દુનિયામાં જીવી રહ્યા છીએ.
 
 

આપણને પવિત્ર આત્મામાં અંનત જીવનની આશા હોવી જોઈએ

 
આપણે સાચી આશા કેવી રીતે મેળવી શકીએ છીએ? આપણે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરીને તેને મેળવી શકીએ છીએ. જેઓએ પવિત્ર આત્મા મેળવ્યો છે તેઓની આશા આ પૃથ્વી પરની નથી, પણ સ્વર્ગની છે. પ્રેરિત પાઉલે સાચી આશા વિષે કહ્યું છે. આપણે જેઓએ પહેલાથીજ પવિત્ર આત્માનો અંતર્નીવાસ મેળવ્યો છે તેઓ સ્વર્ગીય વાતોમાં ઈચ્છા રાખે છે. આપણે આવું કરીએ છીએ કેમ કે ઈસુએ યોહાન દ્વારા પોતાના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર પોતાના રક્ત દ્વારા આપણા સઘળા પાપોને લઈ લેવા માટે અને આપણને બચાવવા માટે આવ્યો. પ્રભુ એવા લોકોને સ્વર્ગીય ખાતરી આપે છે જેઓ પાપોની માફી પર વિશ્વાસ કરે છે.
રોમન ૮:૧૯-૨૧ કહે છે, “કેમ કે સૃષ્ટિની આતુરતા ઈશ્વરનાં છોકરાંના પ્રગટ થવાની વાટ જોયા કરે છે. કારણ કે સૃષ્ટિ પોતાની ઇચ્છાથી નહિ, પણ સ્વાધીન કરનાર [ની ઇચ્છા] થી વ્યર્થપણાને સ્વાધીન થઈ; પણ તે એવી આશાથી [સ્વાધીન થઈ] કે સૃષ્ટિ પોતે પણ નાશની ગુલામીમાંથી મુક્ત થઈને ઈશ્વરનાં છોકરાંના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે”. આખી સૃષ્ટિ પાસે ભ્રષ્ટાચાર અને મૃત્યુનાં બંધનથી છૂટકારો મેળવવાની આશા છે.
આ જગતની સઘળી વસ્તુ અપૂર્ણ છે, તેથી તે ઈશ્વરના પુત્રોની રાહ જુએ છે અને તડપે છે. તે ઉપરાંત, તે ભ્રષ્ટાચારનાં બંધમાંથી સ્વતંત્ર થવાની અને અંનત જીવન જીવવાની ઈચ્છા રાખે છે. આખું જગત એ દિવસની રાહ જોઈ રહ્યું છે જ્યારે તેઓ ન તો કરમાશે અને ન તો ફીકા પડશે પણ તેના બદલે તેઓ હંમેશા માટે જીવન જીવશે. 
એક દિવસ ઈશ્વર દ્વારા બનાવવામાં આવેલી આખી સૃષ્ટિ નવી કરવામાં આવશે. જોકે આ જગતમાં ફૂલ મુરજાય જાય છે, પણ નવી દુનિયામાં તે હંમેશા માટે ખીલેલા રહેશે. આપણ જેઓ માસે પવિત્ર આત્માનો અંતર્નીવાસ છે તેઓ પણ આ દુનિયાને જોશે.
ઇસુ ખ્રિસ્તે વાયદો કર્યો છે કે તે પાછો આવશે, જેઓએ પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કર્યો છે તેઓને ફરીથી સજીવન કરશે, તે સર્વ લોકોને નવું શરીર આપશે જે શુદ્ધ અને અવિનાશી હશે અને તેઓને અંનત જીવન આપશે. તેણે તેઓને વાયદો પણ કર્યો છે કે તે હંમેશા માટે સ્વર્ગમાં ઈશ્વર સાથે રહેશે. આ જગતની સર્વ સૃષ્ટિ તે દિવસની રાહ જોઈ રહી છે. જ્યારે તે દિવસ આવશે ત્યારે તે પણ આપણી સાથે એટલે કે ઈશ્વરના પુત્રો સાથે હંમેશા માટે જીવશે.
 

આ જગતને આશા સાથે જોઈ

ન્યાયી વ્યક્તિ માટે આ સપનું ક્યારે સાચું થશે? આ ત્યારે સાચું થશે જ્યારે આપણો પ્રભુ પાછો આવશે. જ્યારે આપણે આ જગતની તરફ જોઈએ છીએ ત્યારે આપણે આશા સાથે જોવું જોઈએ. ઈસુએ કહ્યું કે દુષ્કાળ પડશે, મહામારી થશે, ભૂકંપ થશે, અને જગ્યાએ જગ્યાએ યુદ્ધ થશે (માથ્થી ૨૪:૭). પણ અંત હજી આવ્યો નથી. આ જગતના અંતિમ દિવસે, આપણો પ્રભુ ફરીથી આવશે, સઘળી સાંસારિક વસ્તુઓને નવી કરશે અને આપણને અવિનાશી આત્મિક શરીર આપશે. આનો અર્થ છે કે છોડવાઓ અને જાનવરો પણ અમરતા પ્રાપ્ત કરશે. આના પર વિશ્વાસ કરવા દ્વારા, આપણે જગતને નવી આશા સાથે જોવું જોઈએ.
આ જગતમાં, જેઓએ પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કર્યો છે તેઓ પણ આખા જગત સાથે પીડા સહન કરશે, અને ઈશ્વરની સંતાન હોવાના લીધે આપણા શરીરના છૂટકારા માટે મહિમાની રાહ જોશે. આપણે જગતને આશા સાથે જોઈ શકીએ છીએ કેમ કે પ્રભુ આપણને તેમની સંતાન બનાવશે, જેઓ તેમના બીજા આગમન સમયે ફરીથી ક્યારેય મુરજાશે નહિ અને મરશે નહિ.
જોકે એક દિવસે આ જગતનો અંત થવાનો છે, તેથી જ્યારે પ્રભુ ફરીથી આવશે ત્યારે સઘળી વસ્તુઓ બદલી નાખવામાં આવશે. આપણે તેના પર વિશ્વાસ કરીને આશા સાથે જીવન જીવવું જોઈએ. નવીનીકરણ કરેલી દુનિયા એટલીજ અદભુત અને શાનદાર હશે જેવું તમે કાલ્પનિક વાર્તામાં વાંચો છો. આવી દુનિયામાં હજાર વર્ષ જીવવા વિષે વિચારો. અને જ્યારે આપણે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરીશું ત્યારે આપણી પાસે તેમની સંતાન હોવાના લીધે અનંત જીવન હશે. આપણે આવી આશા સાથે જીવન જીવવું જોઈએ.
શું તમે આ જગતમાં કોઈ આશા જોઈ શકો છો? ના. લોકો ખુશહાલ – ભાગ્યશાળી રીતે જીવન જીવે છે, કેમ કે તેઓ પાસે આ જગત માટે કોઈ આશા નથી. પણ આપણા પ્રભુએ એવા લોકોને સ્વર્ગની આશા આપી છે જેઓના પાપ માફ કરવામાં આવ્યા છે અને જેઓ ન્યાયી બન્યા છે. “કેમ કે તે જ આશાએ આપણે તારણ પામ્યા છીએ. પણ જે આશા દશ્ય હોય તે આશા નથી, કેમ કે કોઈ માણસ પોતે જે જુએ છે તેની આશા કેમ રાખે? પણ આપણે જે જોતા નથી તેની આશા જ્યારે રાખીએ છીએ, ત્યારે ધીરજથી તેની રાહ જોઈએ છીએ”. આનો અર્થ છે કે આપણે ઈસુના આગમની ધીરજથી રાહ જોવી જોઈએ કેમ કે આપણે ઈશ્વરના વચન પર આપણા વિશ્વાસનાં કારણે બચાવવામાં આવ્યા છીએ.
આપણી અંદર પવિત્ર આત્માનો અંતર્નીવાસ છે કેમ કે આપણે આપણા પાપોથી બચાવવામાં આવ્યા છીએ. તેથી જેઓ ઈસુ દ્વારા બચાવવામાં આવ્યા છે તેઓના હૃદયમાં પાપની જગ્યાએ પવિત્ર આત્મા નિવાસ કરે છે. તો પછી આપણા શરીરનું શું? આપણું નબળું શરીર પણ પુનરુત્થાન પામશે, નવું જીવન અને અમરતા પ્રાપ્ત કરશે. જ્યારે ઈસુ પાછો આવશે ત્યારે આપણે હંમેશા માટે આપણા ઈશ્વર સાથે જીવીશું. ફક્ત જે લોકોએ નવો જન્મ પ્રાપ્ત કર્યો છે તેઓ જ આ આશાનો અધિકાર પ્રાપ્ત કરશે, અને તેથી આપણી આત્મા અને શરીર સંપૂર્ણ બનશે. આપણું શરીર અનંત બનશે અને ક્યારેય બીમાર પડશે નહિ. આપણું સાંસારિક શરીર નબળું છે, તેથી, આપણા માટે સંપૂર્ણ જીવન જીવવું અશક્ય છે. પણ પછી આપણે સંપૂર્ણ જીવન જીવી શકીએ છીએ. આવો આપણે પ્રભુના બીજા આગમન તરફ જોઈએ. જેઓએ પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કર્યો છે ફક્ત તેઓજ એ પ્રકારની આશા અને જીવન મેળવી શકે છે.
ન્યાયી લોકોની આશા ફક્ત સ્વર્ગમાં જ નહિ પણ આ જગતમાં પણ પૂરી થશે. બાઈબલ કહે છે કે મહાકલેશ પછી જ્યારે દુનિયાનો અંત થશે ત્યારે આપણા પ્રભુનું બીજું આગમન થશે. તે ચોક્કસપણે આવશે. જ્યારે તે પહેલીવાર આવ્યો હતો, ત્યારે તેણે પાપીઓ માટે બાપ્તિસ્મા લીધું હતું, તેઓને ન્યાયી બનાવવા માટે તે વધસ્તંભ પર માર્યો હતો, અને અંતમાં સ્વર્ગમાં ઉઠાવી લેવામાં આવ્યો હતો. હવે એવો સમય છે જ્યારે પ્રભુ ફરીથી આવવાનો છે.
તે સમયે, તે ઈસુ પર વિશ્વાસ કરવાવાળા અને જેઓએ પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કર્યો છે તે સઘળા સંતોને ફરીથી જીવિત કરશે અને તેઓને ભ્રષ્ટાચારનાં બંધનમાંથી મુક્ત કરશે. તે તેઓને નવું સ્વર્ગીય શરીર આપશે જે ન ક્યારેય તો મુરજાશે અને ન ક્યારેય બીમાર પડશે. તે ઉપરાંત, તેઓ તેને મળવા માટે વાદળો પર ઉઠાવી લેવામાં આવશે અને તે સઘળી વસ્તુઓને નવી કરશે.
ત્યાર બાદ, આપણા પ્રભુ ઈસુ સાથે, નવી દુનિયામાં સુવાર્તાના પુરસ્કાર માટે હજાર વર્ષો સુધી રાજ કરશે. આ તેવા લોકો માટે અભ્યાસ છે જેઓ સ્વર્ગામ જવાના છે. આ સ્વર્ગની આશા અને વાસ્તવિકતા છે. તે સમયે, સઘળી અપૂર્ણ વસ્તુ સંપૂર્ણ થશે, અને જે વસ્તુ મુરજાય છે તે ક્યારેય મુરજાશે નહિ. વચન, “મૂએલાંનું પુનરુત્થાન પણ એવું છે. વિનાશમાં તે વવાય છે; અવિનાશમાં ઉઠાડાય છે” (૧ કરિંથી ૧૫:૪૨), ઈસુ ખ્રિસ્ત દ્વારા તે સમયે પરિપૂર્ણ કરવામાં આવશે.
આવો આપણે જેઓ પાસે પવિત્ર આત્માનો અંતર્નીવાસ છે તેઓ આશા રાખીએ! તમારે યાદ રાખવું જોઈએ કે ભલે સર્વ વસ્તુઓ નબળી પડી જાય અને મરી જાય, પણ અ અંત નથી. આપણને આશાનો વિશ્વાસ હોવો જોઈએ કે આપણો પ્રભુ સર્વ આખા જગતને નવું કરશે. આપણે નવું સ્વર્ગ અને નવી પૃથ્વીની આશામાં જીવન જીવવું જોઈએ. આ આશા સાથે, આપણે સુવાર્તા પ્રચાર કરવા માટે સક્ષમ છીએ.
આપણી પાસે પવિત્ર આત્માનો અંતર્નીવાસ છે કેમ કે આપણે જગતના પાપોથી બચાવવામાં આવ્યા છીએ. આ પ્રમાણે, આપણી અંદર જે પવિત્ર આત્મા છે તે પ્રભુના બીજા આગમન તરફ જુએ છે. તે આપણા માટે પિતા પરમેશ્વર આગળ મધ્યસ્થા કરે છે જેથી આપણે આશા અને આપણા હૃદયમાં નિરાશા વગર જીવન જીવીએ.
 

આપણે પવિત્ર આત્મમાં આશા સાથે જીવન જીવવું જોઈએ
 
ન્યાયીઓની જગ્યા કઈ છે? તે [5]હજાર વર્ષોમાં છે જે પ્રભુના બીજા આગમન સમયેપૃથ્વીના નવીનીકરણ દ્વારા ફરીથી બનાવશે અને સ્વર્ગનું રાજ્ય પણ. તેથી, આપણે ધીરજ સાથે આવનારા દિવસની રાહ જોવી જોઈએ. આપણે એવો વિશ્વાસ કરવો જોઈએ કે આ જગતના અંત બાદ આપણો પ્રભુ આપણા શરીરને નવું બનાવશે. અને આપણી પાસે ઉત્તમ કાલની આશા હોવી જોઈએ.
 
5જ્યારે ઈસુ પોતાના વાયદા અનુસાર બીજા આગમનમાં આ પૃથ્વી પર આવશે, ત્યારે તે સ્વર્ગથી નીચે આવશે, અને ખ્રિસ્તમાં મરેલા લોકોને પહેલા જીવિત કરશે. ત્યારબાદ, તે સર્વ સંતોને, જીવિત કરીને ઉઠાવશે, તેઓને અનંત શુદ્ધ અને અવિનાશી શરીર આપશે, અને તે સર્વ સંતોને વાદળો પર મળશે (૧ થેસ્સાલોનિકી ૪:૧૬-૧૭, ૧ કરિંથી ૧૫:૫૧-૫૩).
ત્યારબાદ તે બાકી વધેલા પાપીઓ પર પોતાના ક્રોધના સાત કટોરાને રેડી દેશે અને સર્વ વસ્તુ નવી કરશે. તે પૃથ્વી પર પોતાના રાજ્યની સ્થાપના કરશે, અને જેઓએ પહેલા પુનરુત્થાનમાં ભાગ લીધો તેઓ સાથે હજાર વર્ષો સુધી રાજ કરશે (પ્રકટીકરણ ૨૦:૪-૫). પ્રત્યેક વર્ષ બાદ, તે સર્વ મરેલા લોકોનો ન્યાય કરશેઅને તેઓને આગની ખીણમાં નાખશે (પ્રકટીકરણ ૨૦:૧૧-૧૫). પછી તે પોતાના લોકોને સ્વર્ગીય શહેરમાં એટલે કે નવા યારુશાલેમમાં દોરવણી કરશે, અને તેઓ સાથે હંમેશા માટે રહેશે (પ્રકટીકરણ ૨૧:૧-૪).
 
પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કર્યા પછી, પાઉલ પાસે પણ એ જ આશા હતી જે આપણી પાસે છે. આપણે આપણા મનમાં એકસરખી આશા લઈને જીવી રહીએ છીએ, હજાર વર્ષોનો અને સ્વર્ગના રાજ્યની રાહ જોઈ શકીએ છીએ. જેઓએ નવો જન્મ નથી મેળવ્યો તે આ જગતના અંત સાથે નાશ પામશે, પણ આપણે નવો જન્મ પ્રાપ્ત કરેલા ખ્રિસ્તી નવું સ્વર્ગ અને નવી પૃથ્વીના અધિકારી બનીશું. આ આશા હકીકતમાં પૂરી થશે. આપણું શરીર સંપૂર્ણ બનશે અને નવી દુનિયામાં ઈસુ સાથે હજાર વર્ષો સુધી રાજ કરશે. તે દિવસની રાહ જોતા, આપણી પાસે આશા છે અને આપણે આ જગતમાં નીડરતાથી જીવી શકીએ છીએ.
આવો આપણે ધીરજ રાખીએ અને રાહ જોઈએ. ભલે આપનું જીવન થાકી ગયું છે, પણ આપણી આશા પૂરી થશે કેમ કે આપણે ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ. જેઓ પાસે આશા નથી તેઓ અત્યારે મરેલા વ્યક્તિથી વધારે કશું જ નથી. કૃપા કરીને ઈશ્વરના વચન પર વિશ્વાસ કરીને આશા રાખો અને પોતાના સ્વપ્નને બનાવી રાખો.
જેમ આપણી માફી સાચી હતી, તેમ આપણા શરીરમાં બદલાવ પણ સાચો હશે અને આ આખા જગત માટે સાચું છે કે તેઓ અનંત જીવન પ્રાપ્ત કરશે. તમે જેઓ વિશ્વાસ કરો છો તેઓ તેમાં આશા રાખો. જેઓ અંદર આશા છે તેઓ સુંદર અને આનંદિત છે. જો લોકો પાસે આશા નથી તો તેઓ નિરાશ થઈ જશે. જેઓ પાસે કોઈ સ્વપ્ન નથી તેઓ પાસે કોઈ આનંદ નથી. આપણે આનંદિત જીવન જીવી શકીએ છીએ કેમ કે આપણી પાસે હાજર વર્ષ અને સ્વર્ગના રાજ્યની આશા છે એટલે કે નવું સ્વર્ગ અને નવી પૃથ્વી.
ન્યાયી પાસે આશા હોવી જોઈએ અને પવિત્ર આત્મામાં આ આશાનો પ્રચાર કરવો જોઈએ. આપણે આશા રાખવી જોઈએ કે આપણી સુવાર્તા અખા જગતમાં ફેલાશે. જો તમારે પાસે અટલ વિશ્વાસ છે, તો તમને ભાન થવું જોઈએ નકે દુનિયા એટલી મોટી નથી. જોકે આપણી શુરુઆત નાની હતી, પણ જો આપણે આશા જાળવી રાખીએ તો આપણે આખા જગતમાં સુવાર્તા પ્રચાર કરવા માટે સક્ષમ બનીશું. જેમ પાઉલે કર્યું હતું, આપણે પણ એવો જ વિશ્વાસ કરવો જોઈએ.
જેઓ અંદર આશા છે તેઓ સુંદર સુવાર્તાના પોતાના કાર્યમાં વિશ્વાસું છે. આપણે નિરાશ યુગમાં સુવાર્તા પ્રચાર કરવાની આશા રાખવી જોઈએ. આપણે થાકેલા, નિરાશ, દીન અને નમ્ર સર્વ લોકોને સુંદર સુવાર્તા પ્રચાર કરવી જોઈએ. આપણે સ્વર્ગની આશાનો પ્રચાર કરીને તેઓને અંધકારમાંથી છોડાવવા જોઈએ, જેમાં ફક્ત એવા લોકો જ પ્રવેશ કરી શકે છે જેઓના પાપ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવા દ્વારા માફ થયા છે. આપણે તેઓને આશા રાખવા માટે પ્રેરણા આપવી જોઈએ કે આ કઠોર સમય પછી ઈશ્વરનું રાજ્ય ચોરની જેમ આવશે.
સેવક અને સંત જેઓએ નવો જન્મ પ્રાપ્ત કર્યો છે, કૃપા કરીને આ સુવાર્તાને જગતના અંત સુધી પ્રચાર કરો, અને સ્વર માટે તમારી આશાને અટલ રીતે જાળવી રાખો. આ જગત કેટલું જલ્દી નાશ પામશે તેનાથી કોઈ ફરક પડતો નથી, જેઓ અંદર આશા છે તેઓ ક્યારેય નાશ પામશે નહિ કેમ કે તેઓ પાસે આ પૃથ્વીના જીવનથી પણ અલગ કંઈક અનંત છે. ચોક્કસપણે તેઓ પાસે ઈશ્વરે આપેલું બીજું જીવન છે.