(યહોશુઆ ૪:૨૩)“કેમ કે જેમ તમારા ઈશ્વર યહોવાએ સૂફ સમુદ્રને કર્યું, એટલે અમે પાર ઊતરી રહ્યા ત્યાં સુધી તેમણે તેને અમારી આગળ સૂકવી નાખ્યો, તેમ તમારા ઈશ્વર યહોવાએ તમે યર્દનની પાર ઊતરી રહ્યા ત્યાં સુધી તમારી આગળ તે નદીનાં પાણી સૂકવી નાખ્યાં”.
યર્દન નદીની ઘટના આપણને શું શીખવે છે?
તે આપણને શીખવે છે કે મનુષ્યજાતીના પાપોને કારણે જે મૃત્યુ આવ્યું હતું તેને સંપૂર્ણપણે હરાવ્યું છે.
હું સત્યની સુંદર સુવાર્તા વિષે બોલવા માંગુ છું જે આપણને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રદાન કરે છે. મૂસાના મૃત્યુ પછી, ઇસહ્વ્રે યહોશુઆને ઇસ્રાએલના આગેવાનના રૂપમાં નિયુક્ત કર્યો. મૂસા જુના કરારની વ્યવસ્થાનો પ્રતિનિધિ હતો. જો મૂસા ઇસ્રાએલના લોકો સાથે યર્દન નદી પાર કરીને કનાન દેશમાં આવ્યો હોત, તો યહોશુઆને આગેવાન બનવાની જરૂર પડી નહોત. જોકે, ઈશ્વરે મૂસાને ફક્ત કનાન દેશની સામેના ભાગમાં આવવા દીધો, અને તેને અંદર પ્રવેશ કરતા રોક્યો.
આપણા પ્રભુએ આપણને મૂસા અને યહોશુઆ આપ્યા
મૂસા, જુના કરારની વ્યવસ્થાનો પ્રતિનિધિ, ઇસ્રાએલના લોકોને કનાન દેશમાં લઈને ન જઈ શક્યો. જો તેણે વ્યવસ્થાને આધીન રહીને આવું કર્યું હોત, તો તે આપણા ઉદ્ધાર માટે ઈશ્વરની યોજના વિરુદ્ધનું હોત. કોઈપણ વ્યક્તિ વ્યવસ્થા સામે પોતાના પાપોથી મુક્ત થઇ શકતું નહતું કેમ કે કોઈપણ વ્યવસ્થાનું પાલન કરી શકતું નહતું. કેમ કે વ્યવસ્થા પાપોની ઓળખ માટે છે (રોમન ૩:૨૦).
ઈશ્વરે મનુષ્યને વ્યવસ્થા આપી તેનું કારણ તેને પાપનું જ્ઞાન આપવું હતું, વ્યવસ્થાને શીખવનાર બનાવ્યો અને ખ્રિસ્ત તરફ તેનું નેતૃત્વ કર્યું જેથી તે વિશ્વાસ દ્વારા ન્યાયી બને (ગલાતી ૩:૨૪). જોકે વ્યવસ્થા ઈસુને શોધવાના માર્ગદર્શન ઉપરાંત બીજું કંઈ પણ નથી, લોકોને ઈસુની જરૂર હતી, તેથી ઈસુને આ જગતમાં આવવું પડ્યું. ઈશ્વરે યહોશુઆને આદેશ આપ્યો હતો કે તે ઇસ્રાએલના લોકોને યર્દન નદી પાર કરાવીને કનાન દેશમાં પ્રવેશ કરે.
ઈશ્વર તેઓને મૂસાના મૃત્યુ પછી, તેઓના નવા આગેવાન સાથે કનાન દેશમાં લઈને ગયા. યહોશુઆએ લોકોના સરદારોને આદેશ આપ્યો, “તમે છાવણીમાં ફરો, અને લોકોને એવી આજ્ઞા આપો; ‘તમે તમારે માટે સીધાં તૈયાર કરો; કેમ કે જે દેશ તમારા ઈશ્વર યહોવા તમને વતન તરીકે આપે છે, તે પ્રાપ્ત કરવાને તમારે ત્રણ દિવસની અંદર આ યર્દન ઊતરીને ત્યાં જવાનું છે” (યહોશુઆ ૧:૧૧).
મૂસથી અશક્ય બન્યું ત્યારે ઈશ્વરે યહોશુઆને કનાન દેશમાં પ્રવેશ કરવાનો આદેશ આપ્યો, અને કહ્યું, “અને જે યાજકો કરારકોશ ઊંચકે છે તેઓને એવી આજ્ઞા કર કે યર્દનમાં પાણી આગળ તમે આવો ત્યારે યર્દનમાં ઊભા રહેજો.” અને યહોશુઆએ ઇઝરાયલીઓને કહ્યું, “અહીં આવીને તમારા ઈશ્વર યહોવાનાં વચન સાંભળો.” અને યહોશુઆએ કહ્યું, “આ ઉપરથી તમે જાણશો કે જીવતા ઈશ્વર તમારી મધ્યે છે, ને કનાનીઓ તથા હિત્તીઓ તથા હિવ્વીઓ તથા પરિઝીઓ તથા ગિર્ગાશીઓ તથા અમોરીઓ તથા યબૂસીઓને તે નક્કી તમારી આગળથી હાંકી કાઢશે” (યહોશુઆ ૩:૮-૧૦).
મૂસાના મૃત્યુ પછી, ઈશ્વરે યહોશુઆને ઇસ્રાએલના આગેવાનના રૂપમાં નિયુક્ત કર્યો અને તેને ઇસ્રાએલના લોકો સાથે કનાન દેશમાં પ્રવેશ કરવાનો આદેશ આપ્યો. યહોશુઆ નામનો અર્થ છે “ઉદ્ધારક”, “ઈસુ”, અને “હોશાયા” નું સમાનાર્થી. ઈશ્વરના સેવક, યહોશુઆએ યાજકોને આદેશ આપ્યો કે તેઓ કરાર કોશ ઉઠાવે અને ઇસ્રાએલના લોકો સાથે યર્દન નદી પાર કરે. જ્યારે યાજકોએ કરાર કોશ ઉઠાવ્યું અને તેઓના પગ યર્દન નદીના પાણીમાં પડ્યા (કેમ કે કાપણીની આખી ઋતુઓ યર્દન નદી કાંઠાઓ ઉપર થઈને છલકાઈ જતી હતી,) ત્યારે ઉપલી તરફથી વહેનાર પાણી ઠરી રહ્યું, અને ઘણે દૂર સુધી, એટલે સારેથાન પાસેના આદામનગર સુધી, ઢગલો થઈ ગયું. અને અરાબાના સમુદ્ર એટેલે ખારા સમુદ્રની તરફ જે વહેતું હતું તે વહી ગયું. અને લોક યારીખોની સામે પેલે પાર ઉતર્યા (યહોશુઆ ૩:૧૫-૧૬).
આ ઘટના દ્વારા, ઈશ્વર આપણને એવું શીખવે છે કે તેણે પાપ અને મનુષ્યજાતીના ન્યાયના કારણે જે મૃત્યુ આવ્યું હતું તેને સંપૂર્ણપણે હરાવી દીધું છે. બીજા શબ્દોમાં, ઈસુ ખ્રિસ્ત આપણા ઉદ્ધરકે યોહાન દ્વારા બાપ્તિસ્મા લેવા દ્વારા મનુષ્યજાતીનાં સઘળા પાપો લઈ લીધા હતા અને વધસ્તંભ પર મર્યો હતો. આ પ્રમાણે, તેણે મનુષ્યજાતીને કનાન દેશમાં આગેવાની આપીને તેઓના પાપોથી બચાવ્યા, જે સ્વર્ગનું રાજ્ય છે.
યર્દન નદી એ જગ્યા છે જ્યાં મનુષ્યજાતીને શુદ્ધ કરવામાં આવી
જુના કરાર અને નવા કરારમાં નોંધવામાં આવેલી યર્દન નદીની આસપાસની ઐતિહાસિક ઘટના, મનુષ્યજાતીના પાપોને કારણે ઉત્પન્ન થયેલા શ્રાપ અને ન્યાયથી ઉદ્ધાર મેળવવા માટે ખુબજ મહત્વપૂર્ણ છે.
યર્દન નદીને મૃત્યુની નદી, અને મૃત સાગરના રૂપમાં દર્શાવવામાં આવ્યું છે. યર્દન શબ્દનો અર્થ છે “એવી નદી જે ફક્ત નીચેની તરફ વહે છે, મૃત્યુ તરફ” અથવા “ડૂબવું, દબાવવું, દબાણ કરવું, છોડવું”. આ સ્પષ્ટ પણે મનુષ્યજાતીના પાપોનો ઈતિહાસ દર્શાવે છે. આ નદીમાં, ઈસુએ, પોતાના બાપ્તિસ્મા દ્વારા, મનુષ્યો દ્વારા ન રોકી શકાય તેવું પાપનું વહેણ મેળવ્યું હતું, અને પછી વધસ્તંભ પર મર્યો અને મનુષ્યજાતીના બદલે તેણે પાપોનો ન્યાય ઉઠાવ્યો.
આપણે આદમ અને હવાના વંશજો કઈ તરફ જઈ રહ્યા છીએ? જોકે આખી સૃષ્ટિ પાપ સાથે જન્મી હતી, તેથી તેઓ પાપ કરે છે, અને તે પાપોની કીમતનાં રૂપમાં, તેઓ મૃત્યુ તરફ આગળ વધી રહ્યા છે. મનુષ્યજાતીના ઈતિહાસમાં, સઘળા પ્રાણીઓ પોતાના જન્મથીજ નાશ તરફ જઈ રહ્યા છે. ભલે તેઓ પોતાનો પાપી સ્વભાવ નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે, પણ તેઓ કરી શકતા નથી, અને તેથી તે પોતાના પાપોને લીધે આખરી ન્યાય તરફ આગળ વધી રહ્યા છે.
જોકે, ઈશ્વરે પાપ અને ન્યાયનો પ્રવાહ કાપી નાખ્યો છે. ઈશ્વર યહોશુઆને ઇસ્રાએલના લોકો સાથે યર્દન નદી પાર કરાવીને કનાન દેશમાં લઈ ગયો. યહોશુઆ માટે આ ઈશ્વરની ઈચ્છા હતી. આ કહાની સમજાવે છે કે પાપોથી મુક્ત થવા માટે, આપણે પાપોનું મૂલ્ય ચુકવવું જોઈએ, જે મૃત્યુ છે, અને આ કીમત દ્વારા આપણે આપણા સઘળા પાપોથી શુદ્ધ થઈશું અને સ્વર્ગમાં પ્રવેશ કરીશું.
જુના કરારમાં, નદીનું વહેણ રોકાઈ ગયું, અને જ્યારે યાજકોએ કરાર કોશ સાથે નદીમાં પગ મૂક્યો ત્યારે તે કોરી ભૂમિમાં બદલાઈ ગયું. તેણે ઇસ્રાએલના લોકોને નદી પાર કરવાની અનુમતિ આપી. આ પાપોની માફી હતી જે ફક્ત એવા લોકોને આપવામાં આવી હતી જેઓ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરતા હતા. તે પાણી અને આત્માની સુવાર્તા હતી જેણે મનુષ્યજાતીના પાપોની કીમત ચૂકવી, અને આપણે આ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરીને પવિત્ર આત્માનો અંતર્નીવાસ મેળવી શકીએ છીએ.
સેનાપતિ નામાન
નામાન, જે ૨ રાજા અધ્યાય ૫માં જેવામાં આવે છે, જે સીરિયાનો મહાન અને સન્માનિત સેનાપતિ હતો જેણે પોતાના દેશને દુશ્મનોથી બચાવ્યો હતો. તે એક કોઢી પણ હતો જે પોતાના શ્રાપનાં કારણે સંપૂર્ણ ગુમાવવા માટે નિયોજિત કરવામાં આવ્યો હતો. પણ પછી તેણે સુંદર સુવાર્તા સાંભળી કે તે આ શ્રાપથી બચી શકે છે. તેને કહેવામાં આવ્યું કે જો તે ઇસ્રાએલમાં જઈને ઈશ્વરના સેવકને મળે તો તે સાજો થઈ શકે છે. આ સમાચાર એક નાની ગુલામ છોકરીએ આપ્યા હતા. તેણે કહ્યું. “તેણે પોતાની શેઠાણીને કહ્યું, “ઈશ્વર કરે ને મારા મુરબ્બી સમરુનમાંના પ્રબોધક પાસે જાય તો કેવું સારું! કેમ કે ત્યારે તો પ્રબોધક એમનો કોઢ મટાડે” (૨ રાજા ૫:૩).
તેણે આ સમાચાર પર વિશ્વાસ કર્યો અને તે ઇસ્રાએલ ગયો. જ્યારે તે એલીશાના ઘરની સામે પહોચ્યો, ત્યારે એલીશાએ તેની પાસે એક માણસને મોકલીને કહાવ્યું, “એલિશાએ તેની પાસે માણસ મોકલીને કહાવ્યું, “તમે જઈને યર્દનમાં સાત વાર સ્નાન કરો, એટલે તમને નવું માસ આવશે, ને તમે શુદ્ધ થશો” (૨ રાજા ૫:૧૦). ચમત્કારિત સાજાપણાની આશાએ, નામાન ક્રોધિત થયો અને પોતાના દેશ પાછો જઈ રહ્યો હતો. જોકે, તેના સેવકના આગ્રહના કારણે, તેણે એલીશાની વાત માનીઅને યર્દન નદીમાં સાતવાર ડૂબકી લગાવી. ત્યારે તેનું શરીર નાના છોકરાના શરીર જેવું થયું.
આ પ્રમાણે, આપણે જાણવું જોઈએ કે આપણા સઘળા પાપોથી માફી મેળવવા માટે, આપણે આપણા પોતાના વિચારોને છોડવા પડશે અને બાઈબલમાં જે લખ્યું છે તેનો સ્વીકાર કરવો પડશે. ત્યારે આપણને સુંદર આશીર્વાદ આપવામાં આવશે. જે કોઈપણ ઉદ્ધાર મેળવવા માંગે છે તેણે ઈશ્વરના વચનનું પાલન કરવાનું છે અને સંપૂર્ણપણે તેના પર વિશ્વાસ કરવાનો છે.
બાઈબલ કહે છે કે ઈસુના બાપ્તિસ્મા અને રક્તની સુવાર્તાથી જગતના સઘળા પાપો શુદ્ધ થઈ ગયા છે. આપણે અનાજ્ઞાકારી નામાનની જેમ નથી વિચારવાનું. આપણે પાણી અને આત્માની સુવાર્તા વગર આપણા પાપોથી શુદ્ધ થઈ શકતા નથી. તેથી, આપણા સઘળા પાપોની માફી મેળવવા માટે, આપણે પાણી અને આત્માની સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવો જોઈએ. જેમ નામાન પાણીમાં સાતવાર ડૂબકી લગાવવાથી શુદ્ધ થયો, તેમ આપણે પણ વિશ્વાસ કરવો જોઈએ કે ઈસુના બાપ્તિસ્મા, વધસ્તંભ પર તેના મૃત્યુ, અને પુનરુત્થાનની સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરીને આપણે પણ શુદ્ધ થઈ શકીએ છીએ.
યર્દન નદીમાં થયેલા આ ચમત્કારના લીધે આદમના સર્વ વંશજોને આશીર્વાદ મળ્યો છે કે તેમના સઘળા પાપો દૂર કરવામાં આવ્યા છે અને ન્યાયનો અંત થયો છે. આદમ અને હવાએ શેતાનના પ્રલોભનમાં પડીને પાપ કર્યા પછી સર્વ મનુષ્યજાતીને એદન વાટિકામાંથી બહાર કાઢી હતી. જોકે, યર્દન નદીમાં કે ઘટના થઈ હતી તે સુંદર સુવાર્તા હતી જેણે સઘળી મનુષ્યજાતીને એદન વાટિકામાં પાછાં ફરવા માટે નેતૃત્વ કર્યું.
યર્દન નદીની ઘટના
બાઈબલમાં સુંદર સુવાર્તાનો સમાવેશ છે કે ઈસુએ યર્દન નદીમાં સઘળા પાપો લઈ લીધા. “પણ ઈસુએ તેને ઉત્તર આપ્યો, “હમણાં એમ થવા દે; કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણ માટે ઘટિત છે.” ત્યારે તેણે તેમને બાપ્તિસ્મા પામવા દીધું” (માથ્થી ૩:૧૫). બાઈબલ કહે છે કે જ્યારે ઈસુએ યર્દનમાં બાપ્તિસ્મા લીધું ત્યારે સઘળા પાપો તેની પર નાખવામાં આવ્યા. બીજા શબ્દોમાં, ઈસુનું બાપ્તિસ્મા એ એવી ઘટના હતી જેણે એવા પાપોને દૂર કર્યા જેણે મનુષ્યજાતીને બાંધીને રાખી હતી. આ પ્રમાણે ઈસુએ પાપોનો અંત કર્યો અને પછી વધસ્તંભ પર પોતાના રક્તથી આપણને ઉદ્ધાર આપ્યો.
યર્દન નદી બાપ્તિસ્માની નદી છે જેણે આપણા સઘળા પાપો દૂર કર્યા છે. આપણે ઈશ્વરની વ્યવસ્થાને પૂર્ણ કરી શક્યા, “કેમ કે પાપનો મૂસારો તો મરણ છે” (રોમન ૬:૨૩), કેમ કે ઈસુએ યર્દન નદીમાં બાપ્તિસ્મા લઈને વધસ્તંભ પર મરવા દ્વારા કીમત ચૂકવી. આ સુંદર સુવાર્તા છે જે આપણા પ્રભુએ મનુષ્યજાતીને આપી છે.
મનુષ્યજાતીનાં સઘળા પાપો આદમથી શરુ થયા છે, પણ યર્દનમાં ઈસુનાં બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્તથી તે સઘળું સમાપ્ત થયું છે. કેટલી ધન્ય અને સુંદર સુવાર્તા છે આ. આપણે, આ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરીને, પાપના ચક્રથી બચી ગયા છીએ, આપણા સઘળા પાપોથી શુદ્ધ થયા છીએ, અને ઈશ્વરની છૂટકારાની વ્યવસ્થાથી પવિત્ર થયા છીએ. ઈસુનું બાપ્તિસ્મા અને વધસ્તંભ પરનું તેનું રક્ત સુવાર્તા છે જે સર્વ મનુષ્યજાતીને બચાવે છે. આપણે હકીકતમાં તેના પર વિશ્વાસ કરવો જોઈએ. ઈશ્વર કહે છે, “અને જે બધું વિશ્વાસ નથી તે તો પાપ છે” (રોમન ૧૪:૨૩). આ પ્રમાણે, આપણે ફક્ત ત્યારેજ આશીર્વાદિત થઈશું જ્યારે આપણે આ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરીશું.
ઈસુએ યોહાન દ્વારા બાપ્તિસ્મા લેવા દ્વારા સઘળા પાપોને લઈ લીધા છે આ હકીકતને જાણતાં હોવા છતાં શું હજી પણ તમારા હૃદયમાં પાપ છે? ઈસુએ જગતના સઘળા પાપોને લઈ લીધા છે. બાઈબલમાં જે લખ્યું છે તેના પર તમારે વિશ્વાસ કરવો જોઈએ. ફક્ત ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તની સુવાર્તા તમને તમારા પાપોથી બચાવી શકે છે અને તમને મૃત્યુ અને બીજા શ્રાપોથી બચાવી શકે છે. બાપ્તિસ્મા લેવાનો અર્થ છે, સાફ થવું, ડૂબવું, દટાવું, ની ઉપર નાખવું, અને પારિત કરવું.
સર્વ મનુષ્યજાતી ઈસુએ આપેલી સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરીને માફી પ્રાપ્ત કરી શકે છે. તેથીજ ઈસુએ પોતાને ‘સ્વર્ગનો દ્વાર’ કહ્યું છે. આપણે તેના પર વિશ્વાસ કરીને સ્વર્ગમાં પ્રવેશ કરી શકીએ છીએ અને અંનત જીવન પ્રાપ્ત કરી શકીએ છીએ. તે આપણો પ્રભુ છે, જેણે આપણને પવિત્ર આત્માનો અંતર્નીવાસ આપ્યો છે. આપણે તેના બાપ્તિસ્મા અને રક્ત પર વિશ્વાસ કરવાના લીધે સઘળા ન્યાય અને આપણા પાપોથી બચી ગયા છીએ.
શ્રાપ સમાપ્ત થયો અને નદી કોરી ભૂમિમાં પરિવર્તન થઈ કેમ કે યાજકોએ કરાર કોશ ઊંચકીને વિશ્વાસથી પાણીમાં પોતાના પગ મૂક્યા હતા. ઈશ્વરે આ યોજના બનાવી હતી, અને ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તે આ યોજના પરિપૂર્ણ કરી હતી. અ કેટલી સુંદર સુવાર્તા છે. આ ઉદ્ધારની વ્યવસ્થા હતી અને તેના વગર આપણો ઉદ્ધાર અસંભવ હતો. જે લોકો આ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે તેઓ હવે યર્દન નદી પાર કરી શકે છે અને કનાન દેશમાં પ્રવેશ કરી શકે છે. નદી કોરી ભૂમિ બની ગઈ તેનો અર્થ છે કે જગતના સઘળા પાપો ઈસુ પર ચાલ્યા ગયા અને આપણા માટે તેનો ન્યાય થયો. આ જ તે સુવાર્તા છે જે આપણને પવિત્ર આત્માનો અંતર્નીવાસ આપે છે.
ઈશ્વર, જેણે મનુષ્યજાતીને બચાવી, તે જાણે છે કે સામાન્ય મનુષ્યનું IQ લગભગ ૧૧૦ થી ૧૩૦ છે. તેથી, તે પવિત્ર આત્માના આ સત્યને અટપટું બનાવી શકતા નથી. ઈશ્વરે ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્તથી તેઓના સઘળા પાપો દૂર કર્યા છે. તેણે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવા દ્વારા પવિત્ર આત્માને પ્રાપ્ત કરવો સમભાવ બનાવ્યું જેથી સર્વ લોકો આ જાણી શકે. તમે પણ આ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવા દ્વારા પવિત્ર આત્માનો અંતર્નીવાસ જાણી શકશો.
બાઈબલમાં જે લખ્યું છે તેના અનુસાર, આપણે ફક્ત પસ્તાવાની પ્રાર્થના કરીને પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકતા નથી. લોકો વિચારે છે કે જ્યારે તેઓ ખુબજ વધારે પ્રાર્થના કરશે ત્યારે તેઓને પવિત્ર આત્મા મળશે. પવિત્ર આત્મા તેઓને આપવામાં આવે છે જેઓ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે, અને આ તેઓ માટે ઈશ્વરની સંતાન બનવા માટે જરૂરી છે. તેથી કહેવામાં આવ્યું છે કે, જેઓએ પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો છે તેઓ ચોક્કસપણે ઈશ્વરની સંતાન બનશે. જે લોકો સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે તેઓને ઈશ્વરે પવિત્ર આત્મા એટલા માટે આપવામાં આવ્યો છે કે તેઓને ખાતરી થાય કે તેઓ ઈશ્વરની સંતાન છે.
જો લોકો ઈસુ પર વિશ્વાસ કરે છે પણ સુવાર્તાને નથી જાણતા અથવા વિશ્વાસ નથી કરતા, તેઓને ખાતરી થઈ શકતી નથી કે તેઓના પાપ ઈસુ પર ચાલ્યા ગયા છે. તેથી, સર્વ લોકોએ આ જાણવું અને વિશ્વાસ કરવો જોઈએ કે ઈસુનું બાપ્તિસ્મા અને વધસ્તંભ પરનું તેનું રક્ત સુંદર સુવાર્તા છે જેણે આપણા પાપોને દૂર કર્યા છે.
ઈસુએ જગતના સઘળા પાપો લઈ લીધા છે આ વાતની સાક્ષી કોણ આપી શકે છે? તે યોહાન દ્વારા બાપ્તિસ્મા લે અને જગતના સઘળા પાપોને ઉઠાવે આ યોજના ઈશ્વર આપણા પિતાએ બનાવી હતી (લેવી ૪:૧૩-૨૧, ૧૬:૧-૩૦). તેમની યોજનાને કોણે પરિપૂર્ણ કરી? ઈસુએ કરી. આ યોજનાની પરિપૂર્ણતાની ખાતરી કોણ આપે છે? પવિત્ર આત્મા ખાતરી આપે છે. ત્રિએક ઈશ્વરે આપણને પોતાની સંતાન બનાવવા માટે ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તથી માફીની આ યોજનાને પરિપૂર્ણ કરી. પવિત્ર આત્મા આપણી અંદર વસે છે અને ખાતરી આપે છે કે જ્યારે ઈસુએ ઈશ્વરની યોજનાને પરિપૂર્ણ કરી ત્યારે આપણે આપણા પાપોથી બચાવવામાં આવ્યા.
શું આ જગતની દેખાતી વસ્તુ અસાધારણ છે? અને તમારા વિચારો કેટલા અસંગત છે? વ્યક્તિ ત્યાં સુધી સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરી શકતો નથી જ્યાં સુધી તે પોતાના વિચારોને છોડી ન દે. ઘણાબધા લોકો આજે ખ્રિસ્તત્વના જે સિદ્ધાંત પર વિશ્વાસ કરે છે તે એ છે કે ‘મૂળ પાપ દૂર થયા છે, પણ વાસ્તવિક પાપ ત્યારે દૂર થશે જ્યારે વ્યક્તિ પસ્તાવાની પ્રાર્થના કરશે’. જોકે, આ સંપૂર્ણ સત્યથી ઘણું દૂર છે; આ ખોટી સુવાર્તા છે. જો તમે આના પર વિશ્વાસ કરો છો તો, તમે બાઈબલને શરૂઆતથી લઈને અંત સુધી સમજી શકતા નથી, અને જેમ સમય વીતશે તેમ ઈસુનું અનુસરણ કરવામાં તમને વધારે મુશ્કેલી થશે. તેથી ખ્રિસ્તીઓમાં ઘણા લોકો એવા છે જેઓ ભિન્ન સુવાર્તા અને ભિન્ન ઈશ્વર પર વિશ્વાસ કરે છે.
કેટલાક લોકો કહે છે કે તેઓએ ‘પ્રાર્થના’ દ્વારા પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કર્યો છે. થઈ શકે કે આ સંભવ લાગે, પણ બાઈબલ કહે છે કે જ્યારે ઈસુ બાપ્તિસ્મા લઈને પાણીની બહાર આવ્યો ત્યારે પવિત્ર આત્મા કબૂતરની પેઠે તેના ઉપર ઉતર્યો. આ સાચી સુવાર્તા છે અને પવિત્ર આત્મા એવા લોકો ઉપર આવે છે જે આ સુવાર્તા પર વિશ્વાસ કરે છે.
તે ઉપરાંત, કેટલાક લોકો કહે છે કે તેઓએ પસ્તાવાની પ્રાર્થના કરીને પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો છે. શું પવિત્ર આત્મા ત્યારે આપવામાં આવે છે જ્યારે લોકો ફક્ત માફીની ભીખ માંગે છે? ઈશ્વર ન્યાયી છે. પવિત્ર આત્મા આ રીતે નથી આવતો કેમ કે તેને તેઓ પર દયા આવે છે. ભલે લોકો ખુબજ રડે અને પ્રાર્થના કરે, પણ પવિત્ર આત્મા તેઓ ઉપર આવી શકતો નથી. તે એવા લોકો પર આવે છે જેઓ વિશ્વાસ કરે છે કે ઈશ્વરે તેઓને બચાવવા માટે પોતાની યોજના પરિપૂર્ણ કરી. તમારે આ દિમાગમાં રાખવું પડશે કે તમે ભલે ઘણા લાંબા સમયથી ઈશ્વર માટે રોતા હોય અથવા કઠીન પ્રાર્થના કરતા હોય, પણ તમે પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકતા નથી. પવિત્ર આત્મા મનુષ્યની ઈચ્છા પર નિર્ભર છે.
જોકે આ જગતમાં મનુષ્યનો ઐતિહાસિક નિર્ણય પણ બદલાઈ શકે છે, પણ સુંદર સુવાર્તા અને પવિત્ર આત્માના અંતર્નીવાસનો નિયમ ક્યારેય બદલી શકતો નથી; તેને તેઓ ક્યારેય બદલી શકતા નથી. જો લોકો સુંદર સુવાર્તાને સમજતા નથી, તો તેઓ માટે સાચા વિશ્વાસ તરફ પાછાં ફરવું મુશ્કેલ છે. આ એટલા માટે છે કેમ કે ઘણાં લોકો પવિત્ર આત્માનો અંતર્નીવાસ મેળવી શકતા નથી. તમારા માટે આ કેટલી શરમજનક વાત હશે કે તમે ઈસુ પર વિશ્વાસ કરો છો પણ તમે સુંદર સુવાર્તાને નથી જાણતા માટે તમારો નાશ થશે? બાઈબલ કહે છે કે કેટલાક લોકો માટે સુંદર સુવાર્તા અવરોધ અને હાનીનો પથ્થર છે.
જો તમે યોહાન દ્વારા ઈસુના બાપ્તિસ્માના રહસ્યને સમજી ગયા છો, તો તમારા પાપોને પણ માફ કરવામાં આવશે અને તમે પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરશો. તેણે બાપ્તિસ્મા લઈને, વધસ્તંભ પર મારીને અને પુનરુત્થાન પામીને સઘળા પાપીઓને બચાવ્યા. ઈસુએ આપણને જે છૂટકારો આપ્યો છે તે ઉદ્ધારની ઉચિત રીત છે. તે સઘળા પાપીઓનો ઉચિત ઉદ્ધારક બની ગયો, અને પવિત્ર આત્માના અંતર્નીવાસને સુનિશ્ચિત કર્યો.
ફક્ત જો તમે આમાં વિશ્વાસ કરો છો!
જુના કરારમાં લખવામાં આવ્યું છે કે જ્યારે યાજકોએ પોતાના પગ પાણીમાં મૂક્યા, ત્યારે નદી કોરી ભૂમિ બની ગઈ. પાણી એકઠું થઈ ગયું એ ચમત્કાર પુરતો છે, પણ હજી વધારે ચમત્કાર થવાના હતા. સૌથી અદભુત વાત એ છે કે નદી કોરી ભૂમિમાં બદલાઈ ગઈ. આ ઘટના ઈશ્વરના ઉદ્ધારની ખાતરી બની, જેના પછી ઈસુનું બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્તથી માફી મળી. કોરી ભૂમિ દર્શાવે છે કે જગતના પાપ કઈ રીતે માફ થવાના છે, ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્તનો આભાર. આદમથી નીકળીને સઘળા પાપો ,મનુષ્યજાતીમાં ગયા, પણ ન્યાયનો શ્રાપ ઈસુના બાપ્તિસ્મા સાથે સમાપ્ત થયો. હવે, આપણા વિશ્વાસ દ્વારા આપણે આપણા પાપોની માફી મેળવવાની છે અને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવાનો છે. શું તમે સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરો છો કે ઈસુએ યર્દનમાં પોતાના બાપ્તિસ્મા દ્વારા તમારા સઘળા પાપોને લઈ લીધા છે?
તમારે વિશ્વાસ કરવો જોઈએ કે જગતના સઘળા પાપો લઈ લેવા માટે ઈસુએ બાપ્તિસ્મા લીધું. તે ઉપરાંત, તમારે એ પણ જાણવું, સમજવું અને વિશ્વાસ કરવો જોઈએ કે તેનું બાપ્તિસ્મા કેટલું મહત્વપૂર્ણ છે. જો યાજક યર્દનમાં પ્રવેશ ન કરત, તો ઇસ્રાએલના લોકો સફળતાપૂર્વક કનાન દેશમાં પ્રવેશ કરી શક્યા નહોત. કનાન દેશમાં પ્રવેશ કરવા માટેનું પહેલું પગલું હતું યર્દન નદી પાર કરવી. તેથી, જ્યારે આપણે કરાર કોશ સાથે યર્દન નદી પાર કરીએ છીએ ફક્ત ત્યારેજ કનાન દેશમાં પ્રવેશ કરી શકીએ છીએ. આ આપણને શીખવે છે કે વ્યક્તિ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરીને પોતાના પાપોથી માફી મેળવી શકે છે.
બાઈબલ કહે છે કે ઈસુનું બાપ્તિસ્મા ઈશ્વરનું કાર્ય હતું. યાજકો વિષે પણ એવુજ હતું. જ્યારે યાજકોએ પાણીમાં પોતાના પગ મૂક્યા ત્યારે યર્દનનું પાણી એકઠું થઈ ગયું તેવીજ રીતે જગતના સઘળા લોકો આ સુવાર્તા પર વિશ્વાસ કરવા દ્વારા બચાવવામાં આવે છે.
પવિત્ર આત્માનો અંતર્નીવાસ આ સુંદર સુવાર્તા પર વિશ્વાસના આધારે આપવામાં આવે છે. ઈસુનું બાપ્તિસ્મા અને વધસ્તંભ પરનું તેનું રક્ત તમને પાપોની માફી અને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવામાં તમારી દોરવણી કરશે. પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવા માટે પાણી અને આત્માની આ સુવાર્તા અનિવાર્ય છે.