(માથ્થી ૨૭:૪૫-૫૪)“છઠ્ઠા કલાકથી તે નવમા કલાક સુધી આખા દેશ પર અંધકાર છવાઈ રહ્યો. અને આશરે નવમા કલાકે ઈસુએ મોટે અવાજે બૂમ પાડી કે, “એલી, એલી, લામા સાબાખ્થાની, ” એટલે, ઓ મારા, ઈશ્ચર, મારા ઈશ્ચર, તમે મને કેમ મૂકી દીધો છે?” અને જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંથી કેટલાકે એ સાંભળીને કહ્યું, “એલિયાને તે બોલાવે છે.” અને તરત તેઓમાંથી એક જણે દોડીને વાદળી લઈને સરકાથી તે ભીંજવી, ને લાકડીની ટોચે બાંધીને તે ચૂસવાને તેમને આપી. પણ બીજાઓએ કહ્યું, “રહેવા દો, આપણે જોઈએ કે એલિયા એને છોડાવવા આવે છે કે નહીં.” પછી ઈસુએ બીજી વાર મોટે અવાજે બૂમ પાડીને પ્રાણ મૂક્યો. ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા, ને ધરતી કાંપી, ને ખડકો ફાટી ગયા, ને કબરો ઊઘડી ગઈ, ને ઊંઘેલા સંતોનાં ઘણાં શરીર ઊઠ્યાં, ને તેમના પાછા ઊઠ્યા પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયાં, ને ઘણાંઓને દેખાયાં. ત્યારે જમાદારે તથા તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા, તેઓએ ધરતીકંપ તથા જે જે થયું, તે જોઈને બહુ બીહીને કહ્યું, “ખરેખર, એ ઈશ્વરનો દીકરો હતો.”
જયારે ઈસુએ વધસ્તંભ આત્મા સોંપ્યો ત્યારે ઈશ્વરના મંદિરનો પડદો કેમ ફાટી ગયો?
કેમ કે ઈશ્વરનું રાજ્ય એવા લોકો માટે ખોલવામાં આવ્યું જેઓ તેના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના મૃત્યુ પર વિશ્વાસ કરતા હતા.
આ સુંદર સુવાર્તાનાં સત્યને જાણવા માટે, વ્યક્તિએ પહેલા જુના કરારમાં લોકોના પાપોની માફી માટે ઈશ્વર સમક્ષ જે બલિદાન અર્પણ કરવામાં આવતું હતું તેની પદ્ધતિને સમજવી પડશે. તમારે નિમ્નલિખિત સત્યને જાણવું અને વિશ્વાસ કરવો જોઈએ.
જુના કરારમાં લેવી અધ્યાય ૧૬માં લખેલું, પ્રાચીન પ્રાયશ્ચિતનાં બલિદાન અનુસાર, મહાયાજક પોતાના હાથોને જીવિત બકરા ઉપર રાખતો હતો અને વર્ષ ભરના લોકોએ કરેલા પાપો તેના ઉપર નાખતો હતો. પછી ઇસ્રાએલી લોકોના બદલે, બલિદાનને મારવામાં આવતું હતું, અને મહાયાજક તેના રક્તને દયાસન પર છાંટતો હતો. આ ઇસ્રાએલના લોકોના સઘળા પાપોનું પ્રાયશ્ચિત હતું. આ પ્રમાણે, ફક્ત એવા લોકો જ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરી શકતા હતા જેઓ હાથ મૂકવા, રક્ત અને ઈશ્વરના વચન પર વિશ્વાસ કરતા હતા.
યાજક હંમેશા સેવા કરવા માટે મુલાકાત મંડપના પહેલા ભાગમાં પ્રવેશ કરતા હતા. પણ બીજા ભાગમાં, એટલે કે અતિપવિત્ર સ્થાનમાં મહાયાજક એકલો વર્ષમાં ફક્ત એકજ વાર પ્રવેશ કરતો હતો, પણ રક્ત વગર તે જઈ શકતો નહતો જે તેણે પોતાના અને લોકો માટે વહાવ્યું હતું (હિબ્રૂ ૯:૬-૭). આ પ્રમાણે, મહાયાજક પણ અતિપવિત્ર સ્થાનમાં વિશ્વાસ દ્વારા હાથ મૂકીને તૈયાર કરેલા બલિદાનના રક્ત વગર પ્રવેશ કરી શકતો નહતો.
જેમ નવા કરારમાં કહેવામાં આવ્યું છે, ઈસુ ખ્રિસ્ત આપણા માટે બલિદાન થયો
નવા કરારમાં, આપણને કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત પર વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકે છે. ઈશ્વરના મંદિરનો પડદો ઉપરથી નીચે તરફ ક્યારે ફાટ્યો? ઈસુના આ જગતમાં આવવા અને યોહાન દ્વારા બાપ્તિસ્મા લીધા પછી જ્યારે તેને વધસ્તંભ પર ચઢાવવામાં આવ્યો ત્યારે.
તેનું શું કારણ આપવામાં આવ્યું છે? ઈસુ આ જગતમાં બલિદાન બનીને એટલે કે ઈશ્વરનું હલવાન બનીને આવ્યો હતો, યોહાન દ્વારા બાપ્તિસ્મા લેવા દ્વારા તેણે જગતના સઘળા પાપો ઉઠાવ્યા, અને જ્યારે તેને વધસ્તંભ પર ચઢાવવામાં આવ્યો ત્યારે તેણે મનુષ્યજાતીના પાપો સાફ કર્યા. પડદાનું ફાટવું એ ચિહ્ન છે કે મનુષ્યજાતીના સઘળા પાપો જેણે આપણને ઈશ્વરથી અલગ કર્યા હતા તેને ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્ત દ્વારા શુદ્ધ કરવામાં આવ્યા.
ઈસુએ પોતે પાપની કીમત ચૂકવીને જે તેની મૃત્યુ હતી, આ અવરોધને તોડી નાખ્યું હતું. જગતના પાપોને લઈ લેવા માટે ઈસુએ બાપ્તિસ્મા લીધું અને વધસ્તંભ પર ચઢ્યો. આ જ કારણ હતું કે ઈશ્વરનો પડદો બે ભાગોમાં ફાટી ગયો. જેમ યાજક હાથ મૂકવાની વાત પર વિશ્વાસ કરીને મુલાકાત મંડપમાં પ્રવેશ કરી શકતા હતા, તેવી જ રીતે આપણે સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ કરી શકીએ છીએ, ઈસુના બાપ્તિસ્મા અને રક્ત પર આપણા વિશ્વાસ માટે આભાર.
જ્યારે ઈસુને વધસ્તંભ પર ચઢાવવામાં આવ્યો, ત્યારે તેણે મોટા અવાજે કહ્યું, “એલી, એલી, લામા સાબાખ્થાની?” એટલે, ઓ મારા, ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે?” (માથ્થી ૨૭:૪૬) જ્યારે તેણે અંતમાં પોતાની આત્માને સોંપી, ત્યારે તેણે કહ્યું, “સંપૂર્ણ થયું!” (માથ્થી ૧૯:૩૦) થોડા સમય માટે ઈસુનો વધસ્તંભ પર પિતા દ્વારા તિરસ્કાર કરવામાં આવ્યો હતો કેમ કે તેણે યર્દન નદીમાં યોહાન પાસેથી બાપ્તિસ્મા લેવા દ્વારા જગતના સઘળા પાપોને લઈ લીધા હતા.
તે સર્વ મનુષ્યજાતીના ઉદ્ધાર માટે મર્યો. ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેના મૃત્યુના પરિણામ સ્વરૂપ, તેના પર વિશ્વાસ કરવાવાળા સઘળા લોકો બચી ગયા. કેમ કે આપણે જન્મથી પાપી છીએ અને દોષ માટે નિયોજિત છીએ, તેથી ઈસુએ આપણા સઘળા પાપોને લઈ લેવા માટે બાપ્તિસ્મા લીધું.
જ્યાં સુધી ઈસુએ આપણને આપણા સઘળા પાપોથી શુદ્ધ ન કર્યા ત્યાં સુધી સ્વર્ગ રાજ્યનો દરવાજો બંધ હતો. જ્યારે ઈસુએ યોહાન દ્વારા બાપ્તિસ્મા લીધું અને વધસ્તંભ પર મર્યો, ત્યારે ઈશ્વરના મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી બે ભાગોમાં ફાટી ગયો જેથી જે કોઈપણ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે તેઓ ઈશ્વરના સ્વર્ગીય મંદિરમાં પ્રવેશ કરી શકે.
હું પ્રભુનો આભાર માનું છું કે હું પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરું છું. હવે હું સુંદર સુવાર્તા જેને ઈસુએ પોતાના બાપ્તિસ્મા અને રક્તથી પરિપૂર્ણ કરી છે તેના પર વિશ્વાસ કરવા દ્વારા સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ કરી શકું છું. હું પોતાના સામર્થ, ઉપલબ્ધી અને પ્રયાસો દ્વારા ઉદ્ધાર પામી શકતો નહતો.
સ્વર્ગના રાજ્ય તરફ લઈ જનાર આશીર્વાદ ફક્ત પ્રાર્થના, દાન અને ભક્તિ દ્વારા મેળવી શકાતી નથી. વ્યક્તિ ફક્ત ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્ત પર વિશ્વાસ કરવા દ્વારા બચી શકે છે. વ્યક્તિ ફક્ત સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવા દ્વારા સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ કરી શકે છે. ઈસુ સ્વર્ગનો દ્વાર છે. જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે તેઓ માટે બીજા કોઈ વિશ્વાસની જરૂર નથી. વ્યક્તિને તેના દાન, સાંસારિક પ્રયાસ કે બીજા સારા કાર્યોના પુરસ્કારના રૂપમાં સ્વર્ગમાં પ્રવેશ આપવામાં આવતો નથી. વિશ્વાસી માટે રાજ્યમાં પ્રવેશ કરવા માટે ફક્ત એક વસ્તુની જરૂર છે અને તે છે યર્દન નદીમાં ઈસુનું બાપ્તિસ્મા અને વધસ્તંભ પરના તેના રક્તની સુવાર્તા પર વિશ્વાસ.
તેના પાણી (યર્દન નદીમાં ઈસુનું બાપ્તિસ્મા) અને રક્ત (વધસ્તંભ) પરનો વિશ્વાસ તમને સ્વર્ગના રાજ્યમાં લઈ જશે. જે વ્યક્તિ ઈસુ પર વિશ્વાસ કરે છે અને છતાં તેના અંદર પાપ છે તો તેણે એકવાત પર વિશ્વાસ કરવાની જરૂર છે: પાણી અને આત્માની સુવાર્તા. “તમે સત્યને જાણશો, અને સત્ય તમને સ્વતંત્ર કરશે” (યોહાન ૮:૩૨).
આપણે આપણી મૃત્યુનો સમય જાણતા નથી પણ ઈસુ સઘળું જાણે છે. જોકે તે આપણો પાપી સ્વભાવ સારી રીતે જાણે છે, તેથી તેણે લગભગ બે હજાર વર્ષો પહેલા પોતાના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર પોતાના રક્ત દ્વારા આપણા સઘળા પાપો સાફ કર્યા છે.
આપણે આ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવાનો છે જેણે ઈશ્વરના મંદિરના પડદાને ફાડી નાખ્યો
મનુષ્યજાતીને તેઓના પાપોથી બચાવવા માટે ઉદ્ધારકે કુંવારી દ્વારા જન્મ લીધો. આ ૩૦ વર્ષની ઉમરમાં યર્દન નદીમાં તેના બાપ્તિસ્માના કારણે હતું, કે ઈસુએ જગતના સઘળા પાપોને લઈ લીધા. મનુષ્યજાતીની નબળાઈ અને અપરાધોના પરિણામેં જે પાપો થયા તેને માફ કરવામાં આવ્યા, ઈસુનો આભાર. સઘળી મનુષ્યજાતીના ઉદ્ધાર માટે તેનું બાપ્તિસ્મા અને રક્ત અનંત કુંજી છે. ઈસુને બાપ્તિસ્મા આપવામાં આવ્યું અને તેનું રક્ત વહેવડાવવામાં આવ્યું અને હવે જેઓ આ સુવાર્તા પર વિશ્વાસ કરે છે તેઓ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકે છે.
જ્યારે ઈસુએ વધસ્તંભ પર પોતાનો આત્મા સોંપ્યો ત્યારે ઈશ્વરના મંદિરનો પડદો ફાટી ગયો. જ્યારે ઈસુ વધસ્તંભ પર મર્યો ત્યારે ઈશ્વરના મંદિરનો પડદો બે ભાગોમાં કઈ રીતે ફાટી શકે છે? કારણ એ છે કે સુંદર સુવાર્તામાં મનુષ્યજાતીનાં ઉદ્ધારને તેના દ્વારા ઉપલબ્ધ કરવામાં આવ્યું.
જુના કરારમાં, આપણે ઇસ્રાએલના મુલાકાત મંડપ વિષે શીખીએ છીએ. ત્યાં દહાનાર્પણ અને હોજ રાખવામાં આવ્યા હતા. આ હોજની પાછળ મુલાકાત મંડપ હતો અને મંડપની અંદર પડદા પાછળ કરાર કોશ હતો, જ્યાં ઈશ્વરની ઉપસ્થિતિ અને મહિમા નિવાસ કરતી હતી. પડદાને એટલી સારી રીતે વણવામાં આવેલો હતો કે જો કદાચ ચાર ઘોડા તેને ચારેય બાજુથી ખેંચે તોપણ તે ફાટે તેવો નહતો. ભલે સુલેમાન રાજાએ મંડપની જગ્યાએ મંદિર બનાવ્યું, છતાં પણ મૂળ વસ્તુ બદલવામાં આવી ન હતી, અને અતિપવિત્ર સ્થાનમાં જવા માટે પડદો હજી ત્યાજ હતો. જોકે, જ્યારે ઈસુ વધસ્તંભ પર પોતાનું રક્ત વહાવીને મર્યો ત્યારે પડદો ઉપરથી નીચે તરફ બે ભાગોમાં ફાટી ગયો. આ એ વાતની સાક્ષી આપે છે કે સુવાર્તા કેટલી સુંદર અને સંપૂર્ણ હતી જેને ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્તથી પરિપૂર્ણ કરવામાં આવી હતી.
ઈશ્વરે સર્વ મનુષ્યોને તેઓના પાપોની માફી અને અનંત જીવનથી આશીર્વાદિત કર્યા છે, અને સુંદર સુવાર્તાથી તેઓને આલિંગન આપ્યું છે. ઈસુએ, બલિદાન માટે, જ્યારે યોહાનથી બાપ્તિસ્મા લીધું અને વધસ્તંભ પર મર્યો ત્યારે પાપોની સર્વ કીમત ચૂકવી. બાઈબલ કહે છે કે, “પાપનો મૂસરો તો મરણ છે” (રોમન ૬:૨૩). જુના કરારના સમયની જેમ, વ્યક્તિ રક્ત અને બલિદાન દ્વારા જ મંદિરમાં પ્રવેશ કરી શકતો હતો અને પાપોની માફી મેળવી શકતો હતો, તેથી આપણે બલિદાન દ્વારા ઈશ્વર પાસે આવી શક્યા, તે બલિદાન ઈસુ હતો, અને આપણા અપરાધોની માફી મેળવી. આ સત્ય છે. અને વચન, “પાપનો મૂસારો તો મરણ છે” આપણને કહે છે કે સુંદર સુવાર્તા કેટલી સંપૂર્ણ છે.
સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવો સ્વર્ગનો રસ્તો છે. પડદાનું બે ભાગોમાં ફાટી જવું એ ઈશ્વરના રાજ્યનું ખુલી જવું એવું દર્શાવે છે. જ્યારે આપણે આ સુવાર્તાને જાણીએ અને વિશ્વાસ કરીએ છીએ, અને કહીએ છીએ, “અરે, પ્રભુએ મારા સઘળા પાપોને લઈ લીધા છે. અરે, ઈસુએ વધસ્તંભ પર પાપોની સઘળી કીમત ચૂકવી છે!” સ્વર્ગનો દ્વાર આપણી સામે ખુલી જશે. સ્વર્ગ એવા લોકો માટે ખુલી ગયું છે જેઓએ ઈસુના બાપ્તિસ્મા અને તેના રક્ત પર વિશ્વાસ કરીને છૂટકારો મેળવ્યો છે. ઈસુનું રક્ત પાપીઓને મૃત્યુથી બચાવે છે અને તેનું બાપ્તિસ્મા મનુષ્યજાતીના પાપો પોતાની ઉપર લઈ લેવા માટે હતું.
જ્યારે ઈસુએ વધસ્તંભ પર પોતાની આત્માને સોંપી ત્યારે ભૂકંપ થયો અને કબરો ઉઘડી ગઈ. ત્યાર પછી, તેનું રક્ત ભૂમિ પર પાડવા લાગ્યું અને નીચલી સપાટી તરફ વહેવા લાગ્યું. જ્યારે ઈસુ વધસ્તંભ પર મર્યો, ત્યારે મનુષ્યજાતીના સઘળા પાપો સાફ થઈ ગયા, સુંદર સુવાર્તા પરિપૂર્ણ થઈ, અને સઘળા વિશ્વાસીઓ સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ કરવા માટે સક્ષમ બન્યા. આ નવો જન્મ પ્રાપ્ત કરવાનું સત્ય છે.
ઘણા બધા વિદ્વાનો છે જેઓએ એવું સાબિત કરવા માટે શોધ કરી છે કે હકીકતમાં ઈસુ ખ્રિસ્તનું અસ્તિત્વ જ નહતું. પણ ઈસુના અસ્તિત્વના પ્રમાણ સામે તેઓની કલ્પના ટકી શકી નહિ. તેઓમાંના ઘણાએ હાર માની લીધી અને ઈસુના બાપ્તિસ્મા અને રક્તની સુવાર્તા પર વિશ્વાસ કરવા લાગ્યા. તેઓને ભાન થયું કે અસ્તિત્વના પ્રમાણ એટલા પર્યાપ્ત છે કે નકાર કરી શકાય એમ નથી. જ્યારે તેઓએ સુંદર સુવાર્તાને જાણી અને વિશ્વાસ કર્યો જે ઈસુનો જન્મ, બાપ્તિસ્મા, મૃત્યુ, પુનરુત્થાન, સ્વર્ગારોહણ અને બીજું આગમન છે ત્યારે તેઓએ ઈસુને પોતાના ઉદ્ધારકનાં રૂપમાં સ્વીકાર કર્યા.
આપણે ઈસુના બાપ્તિસ્માનાં સાક્ષીઓ નથી. ૨,૦૦૦ વર્ષ પહેલા શું થયું હતું તે આપણી આંખોએ જોયું નથી. જોકે, જે લખ્યું છે તેના દ્વારા કોઈપણ સુંદર સુવાર્તાના સંપર્કમાં આવી શકે છે. ઈસુએ પોતાના બાપ્તિસ્મા અને રક્તથી ઈશ્વર અને મનુષ્ય વચ્ચેનો અવરોધ તોડી નાખ્યો, અને આમ ઈશ્વરના રાજ્યનો પડદો ઉપરથી નીચે તરફ બે ભાગમાં ફાટી ગયો.
હવે જે કોઈપણ આ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે, જેને ઈસુના બાપ્તિસ્મા અને રક્ત દ્વારા પરિપૂર્ણ કરવામાં આવ્યું, તે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકે છે. શું તમે આ સત્ય પર વિશ્વાસ કરો છો કે ઈસુનું બાપ્તિસ્મા અને તેનું રક્ત એટલે કે સુંદર સુવાર્તા સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવાની કુંજી છે?
હું પહેલા પાપી હતો, જે ઈસુ પર ઉદ્ધારકના રૂપમાં વિશ્વાસ કરતો હતો પણ સુંદર સુવાર્તા વિષે જાણતો નહતો. જોકે, એકવાર બાઈબલમાં મેં મારા માટે તેના નિસ્વાર્થ પ્રેમ વિષે વાંચ્યું. મેં જાણ્યું કે તેણે મારા માટે બાપ્તિસ્મા લીધું, મારા માટે વધસ્તંભ પર મર્યો અને મારા માટે તે પુનરુત્થાન પામ્યો. ઈસુએ આપણા પ્રત્યે પોતાના પ્રેમ માટે યર્દન નદીમાં બાપ્તિસ્મા લેવા દ્વારા આપણને બચાવ્યા અને પાપોની કીમત ચુકવવા દ્વારા વધસ્તંભ પર ચઢ્યો. આપણે આ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરીને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવા યોગ્ય બનીએ છીએ.
આપણે મનુષ્યજાતી માટે ઈશ્વરનું મહાન ન્યાયીપણું અને ઈતિહાસની મહાન ઘટના છે. તેની સર્વ સેવાઓ – તેનો જન્મ, યર્દન નદીમાં બાપ્તિસ્મા, વધસ્તંભ પર મૃત્યુ, અને પુનરુત્થાન – આપણને આપણા પાપોથી બચાવવા માટે હતું. આપણે આપણા મૃત્યુ પછી નરક માટે નિયોજિત હતા, પણ ઈસુએ નરકના અનંતમાંથી આપણી આત્માઓને બચાવી અને આપણને ખાતરી આપી છે કે સુંદર સુવાર્તા સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવાનો માર્ગ છે.
પ્રિય ભાઈઓ, જ્યારે ઈસુ વધસ્તંભ પર મર્યો, ત્યારે એક સિપાહીએ તેની કુખમાં ભાલો માર્યો, અને તરતજ રક્ત અને પાણી વહેવા લાગ્યું. બાઈબલમાં આવુજ લખવામાં આવ્યું છે. આ ઈસુનું બાપ્તિસ્મા અને તેના રક્તની સુંદર સુવાર્તાની સાક્ષી છે.
શું તમે વિશ્વાસ કરો છો કે વધસ્તંભ પરના ઈસુના રક્ત પર તમારો વિશ્વાસ તમને તમારા સઘળા પાપોથી મુક્ત કરવા માટે કાફી પુરતું છે? શું ઈસુના બાપ્તિસ્માનું મહત્વ ઓછું છે કે પછી તમારા બાપ્તિસ્માને દર્શાવવા માટે છે? જો તમે આવો વિશ્વાસ કરો છો, તો કૃપા કરીને પ્રાયશ્ચિત કરો. હવે આપણે ઈસુના બાપ્તિસ્મા અને રક્તની સુવાર્તા પર વિશ્વાસ કરવો જોઈએ અને તેને ઈશ્વરનું સત્ય માનવું જોઈએ.
શું તમે તમારા સઘળા પાપોથી શુદ્ધ થવા માંગો છો?
જેમ આપણે આપણા દેવા માંથી નીકળવા માટે દેવું ચુકવવું પડે છે, તેમજ આપણા સઘળા પાપોને સાફ કરવા માટે આપણે ઈસુના બાપ્તિસ્મા અને રક્તની સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવાનો છે. આપણે ઈસુના બાપ્તિસ્મા અને રક્તની સુવાર્તા પર અવિશ્વાસનું પાપ નથી કરવાનું. આપણે સીધાજ આપણા પાપો ઈસુ પર નાખ્યા નથી, પણ યોહાન બાપ્તિસ્ત નામના મધ્યસ્થ વ્યક્તિએ આપણા માટે આ કાર્યને કર્યું છે.
આપણા પ્રભુએ આપણ ન્યાયીઓને સ્વર્ગનું રાજ્ય આપ્યું છે, જેઓએ પાપોની માફી મેળવી છે. આપણે આપણા શારીરિક સામર્થ અને ધાર્મિક પ્રયાસોથી નવો જન્મ પ્રાપ્ત નથી કર્યો, પણ સુંદર સુવાર્તા પર આપણા વિશ્વાસના કારણે. આ સુવાર્તા કાલ્પનિક કહાની નથી. જ્યારે ઈસુએ બાપ્તિસ્મા લીધું ત્યારે જગતના સઘળા પાપો તેનું ઉપર નાખવામાં આવ્યા. તેનામાં કોઈપણ પાપ નહોતું, પણ તેણે બાપ્તિસ્મા દ્વારા જે પાપ પોતાની ઉપર લીધા હતા તેના લીધે તેને વધસ્તંભ પર મરવું પડ્યું.
જ્યારે ઈસુએ પોતાની આત્મા સોંપી, ત્યારે ધરતી કાંપી અને ખડકો ફાટી ગયા. ત્યારે જમાદારે તથા તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા, તેઓએ ધરતીકંપ તથા જે જે થયું, તે જોઈએ બહુ બીહીને કહ્યું, “ખરેખર, એ ઈશ્વરનો દીકરો હતો” (માથ્થી ૨૭:૫૪).
અરિમથાઈના યૂસફે ઈસુની લાસને લઈને તેને શણના સફેદ કપડામાં વીંટાળી અને પોતાની કબરમાં તેને મૂકી. મુખ્ય જાયકો અને ફરોશીઓએ ત્રણ દિવસ સુધી કબરનો જાપતો રાખવાની આજ્ઞા આપી.
જોકે, ઈસુ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવાવાળા લોકોને નવું જીવન આપવા માટે પુનરુત્થાન પામ્યો. તે ગાલીલમાં ગયો જ્યાં તેણે વધસ્તંભ પર ચડતા પહેલા પોતાના શિષ્યોને મળવાની પ્રતિજ્ઞા કરી હતી. આ સઘળી વસ્તુઓ – તેનો જન્મ, બાપ્તિસ્મા, વધસ્તંભ પર ચઢવું, પુનરુત્થાન, સ્વર્ગારોહણ અને બીજું આગમન – એવા લોકો માટે છે જેઓ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે. હું પણ સાક્ષી આપવાવાળો બન્યો જેણે સાક્ષી આપી કે ઈસુ જીવતા ઈશ્વરનો પુત્ર છે અને મારો ઉદ્ધારક છે.
કોના દ્વારા સાચી સુવાર્તાનો પ્રચાર કરવામાં આવ્યો?
ઈસુના બાપ્તિસ્મા અને રક્ત પર વિશ્વાસ કરવાવાળા સત્યની સુંદર સુવાર્તાની સાક્ષી આપે છે. સુંદર સુવાર્તા પાપોથી બચેલા લોકોની સાક્ષી દ્વારા ફેલાય છે. જ્યારે વ્યક્તિ સુવાર્તા પર વિશ્વાસ કરવા દ્વારા મુક્ત થાય છે, ત્યારે ઈશ્વરનો આત્મા તેનું નેતૃત્વ કરવાની શુરુઆત કરે છે, અને તે પોતાની ઈચ્છાની ચિંતા કર્યા વગર તેને બદલી નાખે છે. આત્માઓને જીતવાવાળા ઈશ્વરના વચન નિરંતર ન્યાયી લોકોને બદલે છે અને તેઓને મજબુત વિશ્વાસ આપે છે. તેના બદલામાં તે પ્રભુની સ્તુતિ કરે છે. ઈશ્વરનું વચન તેઓમાં ટકી રહે છે, અને પરિણામ સ્વરૂપ દિનપ્રતિદિન તે પોતાના આંતરિક નવીનીકરણનો અનુભવ કરી શકે છે. તેને બદલેલો જોઈને લોકો સાક્ષી આપે છે, “તે ખરેખર છૂટકારો પામેલો વ્યક્તિ છે. તે પ્રામાણિક ખ્રિસ્તી અને ઈશ્વરની સંતાન બન્યો છે.”
ત્યાં સુધી કે શેતાન પણ આ સુંદર સુવાર્તાનો સ્વીકાર કરે છે અને પોતાનું માથું નમાવે છે. તે કહે છે, “હું અપમાનિત થયો છું!” પણ આ સત્ય છે કે હવે આ જગતમાં કોઈ પાપ નથી. કોઈપણ વ્યક્તિના હૃદયમાં પાપ નથી. તેથી, શેતાન વ્યક્તિના વિચારોમાં કાર્ય કરે છે, તેના વિશ્વાસુ જીવનમાં અવરોધ બને છે. શેતાનનું કાર્ય તેઓને સુવાર્તાના આત્મિક આશીર્વાદો મેળવવાથી રોકવાનું છે.
શેતાન ઈસુ વિરુદ્ધ પોતાના યુદ્ધને હારી ચુક્યો છે. શેતાન લોકોના હૃદયને નિયંત્રિત કરીને ઈસુને વધસ્તંભ પર ચઢાવવામાં સફળ થયો. જોકે, ઈસુએ જ્યારે બાપ્તિસ્મા લીધું, ત્યારેજ જગતના પાપોને લઈ લીધા હતા અને પાપોનું મુલ્ય ચુકવવા માટે તે વધસ્તંભ પર મર્યો. આ કારણે, તેણે સુવાર્તાના વિશ્વાસીઓને સંપૂર્ણ રીતે બચાવ્યા.
શેતાન મનુષ્યજાતીને પાપોથી તેઓને બચાવવાની ઈશ્વરની યોજનાને રોકવામાં અસફળ રહ્યો. ઈસુએ સુંદર સુવાર્તાને પરિપૂર્ણ કરવા માટે પોતાના બાપ્તિસ્મા અને રક્તથી મનુષ્યજાતીના પાપોનું મુલ્ય ચુકવ્યું. ઈસુએ પોતાના બાપ્તિસ્મા દ્વારા સઘળા પાપોને લઈ લીધા અને વધસ્તંભ પર [પોતાની મૃત્યુ દ્વારા સઘળા પાપોનો અંત કર્યો, અને કહ્યું, “સંપૂર્ણ થયું!” (યોહાન ૧૯:૩૦) શેતાન સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવાવાળા લોકો પર દોષ મૂકવાના સામર્થથી વંચિત રહ્યો. ઈસુએ પોતાના જન્મ, બાપ્તિસ્મા, ક્રૂસારોહણ અને પુનરુત્થાન દ્વારા શેતાનને હરાવ્યો.
શું હજી પણ તમારા હૃદયમાં પાપ છે? ના. ખ્રિસ્તી વ્યક્તિ સત્યની સુંદર સુવાર્તા પર પોતાના વિશ્વાસના આધારે આત્મવિશ્વાસ સાથે કહી શકે છે, “મારા હૃદયમાં પાપ નથી”. જે વ્યક્તિ ઈસુના બાપ્તિસ્મા અને રક્તની સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે તેઓના હૃદયમાં નાનું સરખું પણ પાપ નથી.
હવે સુંદર સુવાર્તા આપણા હૃદય પર લખવામાં આવી છે. હવે આપણે ઈશ્વરની ઉપસ્થિતિમાં ઉભા રહી શકીએ છીએ. શું તમે સઘળા વિશ્વાસ કરો છો કે ઈસુએ યર્દન નદીમાં બાપ્તિસ્મા દ્વારા તમારા સઘળા પાપો લઈ લીધા છે? જો કરો છો તો, ઈશ્વર પ્રત્યે તમારી કૃતજ્ઞતા અને આનંદ સંપૂર્ણ કરવામાં આવશે. સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરવાના કારણે, આપણે આ જગતમાં પવિત્ર થયા છીએ અને આપણા પાપોથી મુક્ત થયા છીએ. આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ.
“તેમણે અંધકારના અધિકારીમાંથી આપણને છોડાવ્યા તથા પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં લાવ્યા. તેમનામાં આપણને ઉદ્ધાર, એટલે પાપોની માફી છે” (ક્લોસી ૧:૧૩-૧૪). હાલ્લેલુયા, પ્રભુની સ્તુતિ થાઓ.
ઈસુએ સુંદર સુવાર્તાથી ઉદ્ધારના દ્વારને ખોલી નાખ્યો છે. જેમ મંદિરનો પડદો બે ભાગોમાં ફાટી ગયો હતો, તેમજ તમારે પણ સુંદર સુવાર્તાની સામર્થથી તમારા હૃદયના અવરોધોને તોડવા જોઈએ. સુંદર સુવાર્તા તમારા અને મારા માટે બનાવવામાં આવી છે. આપણે આ સુવાર્તા પર વિશ્વાસ કરીને સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ કરી શકીએ છીએ, અને આ પરમ સત્ય છે જે આપણને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવાની અનુમતિ આપે છે.