• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

વિષય ૮ : પવિત્ર આત્મા

[8-20] જેઓએ પવિત્ર આત્માનો અનુભવ કર્યો છે તેઓ બીજા લોકોને પવિત્ર આત્મા પામવા માટે માર્ગદર્શન કરી શકે છે (યોહાન ૨૦:૨૧-૨૩)

જેઓએ પવિત્ર આત્માનો અનુભવ કર્યો છે તેઓ બીજા લોકોને પવિત્ર આત્મા પામવા માટે માર્ગદર્શન કરી શકે છે(યોહાન ૨૦:૨૧-૨૩)
“તેથી ઈસુએ ફરી તેઓને કહ્યું, “તમને શાંતિ થાઓ. જેમ પિતાએ મને મોકલ્યો છે, તેમ હું તમને મોકલું છું.” એમ કહીને તેમણે તેઓના પર શ્વાસ નાખ્યો, અને તે તેઓને કહે છે, “તમે પવિત્ર આત્મા પામો જેઓનાં પાપ તમે માફ કરો છો, તેઓનાં [પાપ] માફ કરવામાં આવે છે અને જેઓનાં પાપ તમે કાયમ રાખો છો, તેઓનાં [પાપ] કાયમ રહે છે.”
 

પ્રભુએ ન્યાયીઓને કયો અધિકાર આપ્યો છે?
તેમણે તેઓને પાણી અને આત્માની સુવાર્તા દ્વારા કોઈપણ વ્યક્તિના પાપ માફ કરવાનો અધિકાર આપ્યો છે.
 
યોહાન અધ્યાય ૨૦માં ઈસુના પુનરુત્થાનની નોંધ કરવામાં આવી છે. આપણા પ્રભુ મૃત્યુમાંથી સજીવન થયા અને પોતાના શિષ્યોને કહ્યું, “પવિત્ર આત્માથી ભરપૂર થાઓ”. ઈસુના શિષ્યોએ ઉપહારના રૂપમાં પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કર્યો. ઈસુ એવા લોકોને પવિત્ર આત્માનો અંતર્નીવાસ અને અનંત જીવન આપે છે જેઓ વિશ્વાસ કરે છે કે તેમના બાપ્તિસ્મા અને રક્તે તેમના સઘળા પાપો સાફ કર્યા છે. બાઈબલ કહે છે કે ઈસુનું બાપ્તિસ્મા ઉદ્ધારનું પ્રતિક છે, જેનો અર્થ છે કે તેમના બાપ્તિસ્માએ સર્વ મનુષ્યોને તેમના પાપોથી બચાવ્યા છે (૧ પિતર ૩:૨૧).
 
 

ઈસુએ બાપ્તિસ્મા શા માટે લીધું?


કેમ ઈસુને યોહાન દ્વારા બાપ્તિસ્મા આપવામાં આવ્યું? આ પ્રશ્નનો ઉત્તર ઈસુએ માથ્થી ૩:૧૫માં જે કહ્યું તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે, “કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણ માટે ઘટિત છે.” અહીંયા, “એમ” નો અર્થ છે કે ઈસુએ જ્યારે બાપ્તિસ્મા લીધું ત્યારે જગતના સઘળા પાપોને લઈ લીધા હતા. તેનું બાપ્તિસ્મા જુના કરારના સમય પ્રમાણે હાથ મૂકવાની રીતે જ થયું હતું. તેના બાપ્તિસ્માનો ઉદ્દેશ્ય જગતના પાપોને ઈસુ પર નાખવાનો હતો.
“સર્વ ન્યાયીપણું” નો શું અર્થ છે? “ઘટિત” શબ્દનો શું અર્થ છે? “સર્વ ન્યાયીપણા” નો અર્થ છે કે ઈસુ માટે એ યોગ્ય હતું કે તે પોતાના બાપ્તિસ્મા દ્વારા જગતના સઘળા પાપોને લઈ લે. અને “ઘટિત” નો અર્થ છે કે આ સઘળું ઈશ્વરની દ્રષ્ટિમાં સૌથી ઉચિત અને યોગ્ય છે.
ઈસુએ પોતાના બાપ્તિસ્મા દ્વારા જગતના સઘળા પાપોને લઈ લીધા અને તેના પર વિશ્વાસ કરનારા માટે તે શુદ્ધ કર્યા. ઈસુએ તેઓના પાપોના ન્યાય માટે બાપ્તિસ્મા લીધું અને વધસ્તંભ પર ચઢ્યો. આ પાપોની માફીની સુવાર્તા છે. ઈશ્વરનું ન્યાયીપણું પાપોની માફી છે જે પાપીઓના સર્વ પાપોને દૂર કરે છે.
જો લોકો માથ્થી ૩:૧૩-૧૬માં લખ્યું છે તેવી જ રીતે ઈસુના બાપ્તિસ્માના રહસ્યને સમજે, તો તેઓ પાપોની માફી અને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનશે. ઈસુએ પોતાની સાર્વજનિક સેવાઓમાં જે કર્યું – તેનું બાપ્તિસ્મા, વધસ્તંભ પર ચઢવું અને પુનરુત્થાન – તે ઈશ્વર દ્વારા પૂર્વનિર્ધારિત આપણને ઉદ્ધાર તરફ ન્યાયી માર્ગ આપવા માટે હતું. આ પ્રમાણે, ઈસુ સર્વ પાપીઓનો ઉદ્ધારક બન્યો. તેના બાપ્તિસ્મા અને રક્તની સુવાર્તા ઉદ્ધાર માટે હતી, જેણે આપણા સર્વ પાપોને સાફ કર્યા છે.
લોકો ફક્ત ત્યારે જ પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકે છે જયારે તેઓ ઈસુના બાપ્તિસ્મા અને રક્તની સુવાર્તા પર વિશ્વાસ કરે. કેમ કે ઈસુના બાપ્તિસ્માએ જગતના સર્વ પાપો લઈ લીધા છે, તેથી આપણા પાપોને તેના ઉપર નાખવામાં આવ્યા છે. મનુષ્યજાતી માટે વધસ્તંભ પર તેમનું મૃત્યુ મારું પોતાનું મૃત્યુ હતું, અને તેનું પુનરુત્થાન મારું પુનરુત્થાન હતું. તે પ્રમાણે, ઈસુનું બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેમનું રક્ત પાપોની માફીની સુવાર્તા છે અને પવિત્ર આત્માને પ્રાપ્ત કરવા માટે હતું.
હું આશા કરું છું કે તમે ઈસુના બાપ્તિસ્માનું કારણ શીખ્યા છો અને તેના પર વિશ્વાસ પણ કરો છો. ત્યારે તમારા પાપો દૂર થશે અને તમે પવિત્ર આત્મા પ્રાપ્ત કરશો. કેમ ઈસુએ બાપ્તિસ્મા લીધું? જગતના સઘળા પાપોને લઈ લેવા માટે. “કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણ માટે ઘટિત છે” (માથ્થી ૩:૧૫). આમીન, હાલ્લેલૂયા!
આજે, કેટલાક લોકો વિશ્વાસ કરે છે કે અન્ય ભાષામાં બોલવું એ પવિત્ર આત્મા પ્રાપ્ત કરવાનું પ્રમાણ છે. જોકે, તેનું સાચું પ્રમાણ સુંદર સુવાર્તા પર અમૂલ્ય વિશ્વાસ છે જે તેઓના હૃદય પર લખેલું છે જેઓએ પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો છે.
 
 

પ્રભુએ સર્વ ન્યાયી લોકોને પાપ માફ કરવાનો અધિકાર આપ્યો છે.


પ્રભુએ પોતાના શિષ્યોને પાપ માફ કરવાનો અધિકાર આપ્યો અને કહ્યું, “જેઓનાં પાપ તમે માફ કરો છો, તેઓનાં [પાપ] માફ કરવામાં આવે છે અને જેઓનાં પાપ તમે કાયમ રાખો છો, તેઓનાં [પાપ] કાયમ રહે છે” (યોહાન ૨૦:૨૩). આનો અર્થ છે કે જ્યારે શિષ્યોએ પાણી અને આત્માની સુવાર્તાનો પ્રચાર કર્યો, ત્યારે સાંભળવાવાળા અને વિશ્વાસ કરવાવાળા સર્વના પાપ માફ થયા. જોકે, આનો અર્થ એવો નથી કે તેઓ કોઈપણ વ્યક્તિના પાપ માફ કરી શકે છે, પાણી અને આત્માની સુવાર્તા પર તેઓનો વિશ્વાસ છે કે નથી તે બાબત મહત્વની છે. 
ઈસુના શિષ્યોને પાણી અને આત્માની સુવાર્તા મારફતે કોઈપણ લોકોના પાપ માફ કરવાનો અધિકાર હતો. તેથી, જો તેઓ શીખવે છે કે શું લખવામાં આવ્યું છે, તો આપણે તેના પર વિશ્વાસ કરવો જોઈએ. તમને વિશ્વાસ હોવો જોઈએ કે તમારા સઘળા પાપોને દૂર કરવા માટે ઈસુ ખ્રિસ્તે તમને પાણી અને આત્માની સુવાર્તા આપી. ત્યાર બાદ જ તમે પાપોથી છૂટકારો મેળવી શકો છો અને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરી શકો છો. ઈસુએ સઘળા લોકોને તેમના પાપોથી બચાવવા માટે આપણને પાણી અને આત્માની સુવાર્તા પ્રચાર કરવાની સામર્થ આપી છે.
 

સંસારનાં અધિપતિનું સામર્થ 

ભૂતકાળમાં, જ્યાં હું રહેતો હતો, ત્યાં અમારે બસ પકડવા માટે એક અનપેક્ષિત માર્ગ પર જવું પડતું હતું. લોકોએ એક સ્થાન પર બસમાંથી ઉતરવું પડતું હતું અને એક પહાડ પર ચઢવું પડતું હતું. એકવાર, કોરીયાના રાષ્ટ્રપતિ એક થર્મલ પાવર પ્લાન્ટના ઉદઘાટન સમારોહમાં આવ્યા. ખબર મળતાજ લોકોએ માર્ગ પર કચરો વાળીને અને કિનારીએ વૃક્ષો લગાવીને રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું. તે દિવસે, મોટરસાયકલે માર્ગનું માર્ગદર્શન કર્યું અને તેઓની પાછળ રાષ્ટ્રપતિની કાર આવી. હાથોમાં રાષ્ટ્રીય ધ્વજ લઈને તેમનું સ્વાગત કરવા માટે લોકોની ભીડ જમા થઈ. એવું કહેવામાં આવ્યું કે રાષ્ટ્રપતિએ ટીપ્પણી કરી, “આ માર્ગ ખુબજ ખરબચડો છે, આને પાકો કરવાની જરૂર છે.” થોડાંક દિવસો પછી, માર્ગને ડામરથી પાકો કરી દેવામાં આવ્યો.
અહીંયા શું થયું? રાષ્ટ્રપતિની એક ટીપ્પણી માર્ગની સ્થિતિમાં મોટા પરિવર્તનનું કારણ બની ગઈ. એક રાષ્ટ્રપતિનાં આદેશમાં આટલી મોટી તાકાત હોય છે. જોકે, આપણે સારી રીતે જાણીએ છીએ કે ખ્રિસ્ત દ્વારા આપણને આપવામાં આવેલી પાણી અને આત્માની સુવાર્તા ઘણી વધારે સામર્થી છે. આપણે વિશ્વાસ કરવો જોઈએ કે આ સુવાર્તા આપણને જીવનભર માટે આપણા સઘળા પાપોથી મુક્ત કરવાની સામર્થ ધરાવે છે.
 
 

પાપોની માફીનો સાચો અધિકાર


“જેઓનાં પાપ તમે માફ કરો છો, તેઓનાં [પાપ] માફ કરવામાં આવે છે અને જેઓનાં પાપ તમે કાયમ રાખો છો, તેઓનાં [પાપ] કાયમ રહે છે”. ઈસુના શિષ્યોએ સુવાર્તાનો પ્રચાર કર્યો કે તેઓના સર્વ પાપો માફ કરવામાં આવ્યા છે. તેઓએ લોકોને કહ્યું, “ઈસુએ પોતાના બાપ્તિસ્મા અને રક્તથી જગતના સઘળા પાપોને દૂર કર્યા છે. ચિંતા કરવાની જરૂર નથી. જોકે તમે ભવિષ્યમાં પાપ કરવા માટે તૈયાર છો, પણ યોહાન દ્વારા બાપ્તિસ્મા લીધા પછી ઈસુએ તમારા દૈનિક પાપો પહેલાજ દૂર કરી દીધા છે અને તમારા માટે વધસ્તંભ પર રાક્ર વહાવ્યું છે. ઈસુએ તમને બચાવ્યા છે! તમારે આના પર વિશ્વાસ કરવો જોઈએ!”
ઈસુના શિષ્યો મારફતે પાણી અને આત્માની સુવાર્તા સાંભળવા અને વિશ્વાસ કરવાથી પાપીને છૂટકારો આપવામાં આવ્યો છે. ઈસુએ પોતાના શિષ્યોને પાણી અને આત્માની સુવાર્તા મારફતે પાપ માફ કરવાનો અધિકાર આપ્યો હતો. કેમ કે ઈસુના શિષ્યોએ જગતના સર્વ લોકોને પાણી અને આત્માની સુવાર્તાનો પ્રચાર કર્યો હતો, તેથી વિશ્વાસીઓને પાપોની માફી પ્રાપ્ત થઈ શકે છે. ઈસુએ પાપ માફ કરવાના અધિકાર સાથે તેઓને આ ઉપહાર આપ્યો.
ઘણાબધાં લોકોએ મારા દ્વારા પહેલા પ્રકાશિત કરવામાં આવેલી પુસ્તકને વાંચી છે, અને તેને વાંચ્યા બાદ તેઓ પોતાના પાપોથી બચ્યાં છે. કેટલાક લોકોએ અનુભવ કર્યો કે વધસ્તંભ પર ઈસુના મૃત્યુનું કારણ જગતના સઘળા પાપોને દૂર કરવા માટે તેના બાપ્તિસ્માનું પરિણામ હતું, “પણ આપણા અપરાધોને લીધે તે વીંધાયો, આપણાં પાપોને લીધે તે કચડાયો, આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ, ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે” (યશાયા ૫૩:૫).
તેના પુનરુત્થાન પછી, ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “એમ કહીને તેમણે તેઓના પર શ્વાસ નાખ્યો, અને તે તેઓને કહે છે, “તમે પવિત્ર આત્મા પામો જેઓનાં પાપ તમે માફ કરો છો, તેઓનાં [પાપ] માફ કરવામાં આવે છે અને જેઓનાં પાપ તમે કાયમ રાખો છો, તેઓનાં [પાપ] કાયમ રહે છે” (યોહાન ૨૦:૨૨-૨૩). ઈસુએ તેઓને લોકોના પાપ માફ કરવાનો અધિકાર આપ્યો.
આ સત્ય પર વિશ્વાસ કર્યા પહેલા આપણે ભ્રમ, શૂન્યતા અને પાપથી બંધાયેલા હતા. જોકે, હવે આપણને ઈસુના બાપ્તિસ્મા અને રક્ત પર વિશ્વાસ છે, અને આપણે પાપોથી મુક્ત છીએ, આપણે બીજાઓને આ સુવાર્તાનો પ્રચાર કરવાવાળા છીએ. તે ઉપરાંત, આપણા પ્રભુએ પોતાના શિષ્યોને શાંતિ આપી. આપણા પ્રભુએ આપણને પણ શાંતિ આપી છે અને પવિત્ર આત્માનો આશીર્વાદ પણ આપ્યો છે. ઈશ્વર પાસેથી શાંતિ અને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે, આપણે ઈસુના બાપ્તિસ્મા અને વધસ્તંભ પર વિશ્વાસ કરીને પાપોની માફી પ્રાપ્ત કરવી જોઈએ.
જે આપણને પાપોથી મુક્ત કરે છે તે પાણી અને આત્માની સુવાર્તા પરનો વિશ્વાસ છે. આ આત્મિક વિશ્વાસ છે જે આપણને સ્વર્ગીય આશીર્વાદ આપે છે. પણ મનુષ્યના પોતાના વિચારોના આધારે કરેલો વિશ્વાસ તેઓને વિનાશ તરફ લઈ જાય છે. આપણે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરીને છૂટકારો પ્રાપ્ત કરવો જોઈએ અને આ પ્રમાણે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવો જોઈએ. આ પ્રકારના વિશ્વાસ માટે, આપણે આપણા સાંસારિક વિચારોનો ત્યાગ કરવો જોઈએ અને આપણા વિશ્વાસને પાણી અને આત્માની સુવાર્તામાં બદલાવો જોઈએ.
પવિત્ર આત્માને પ્રાપ્ત કરવા જરૂરી વિશ્વાસ પ્રાપ્ત કરવા માટે, વ્યક્તિએ એ સુવાર્તાનો સ્વીકાર કરવો જોઈએ કે ઈસુએ આપણા માટે બાપ્તિસ્મા લીધું અને વધસ્તંભ પર ચઢ્યો. પ્રભુએ આપણને શાંતિ અને પવિત્ર આત્માનો અંતર્નીવાસ આપ્યો છે કેમ કે આપણે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરીએ છીએ. તેમણે પોતાના શિષ્યોને પવિત્ર આત્માનો અંતર્નીવાસ અને અધિકાર આપ્યો છે કે જે કોઈપણ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરે તેઓના પાપ માફ કરી શકે.
આપણે આ સુવાર્તા પર વિશ્વાસ કરીને પવિત્ર આત્માને પણ પ્રાપ્ત કર્યો. પાનિયા ને આત્માની સુવાર્તાએ બીજા ઘણા લોકોને પણ આવું કરવા માટે મદદ કરી છે. જ્યારે આપણે આપણા પાડોશી અને જગતને સુવાર્તા સંભળાવીએ છીએ, ત્યારે જે લોકો આને ગંભીરતાથી લે છે તેમને પવિત્ર આત્મા આપવામાં આવે છે. આપણે જે સુવાર્તા પ્રચાર કરીએ છીએ, જો તે લોકોને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવામાં મદદ ન કરી શકે, તો તે સાચી સુવાર્તા નથી. બીજી તરફ, આપણે જે સુવાર્તા પ્રચાર કરીએ છીએ, જો તે તેઓને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપી શકે છે, તો તે સાચી છે.
આ પ્રકારની સુવાર્તા માટે આપણે કેટલું ધન્ય અને આભારી હોવું જોઈએ. જે તમારા અને મારા દ્વારા પ્રચાર કરવામાં આવેલી સુવાર્તા છે, તે પરિપૂર્ણ અને ઉન્નત છે. પણ દુર્ભાગ્યે, એવા વ્યક્તિને શોધવું કઠીન છે જે આ સુવાર્તાને હકીકતમાં માનતો અને વિશ્વાસ કરતો હોય. તેથી, આપણે આખા જગતમાં સુવાર્તાનો પ્રચાર કરવો જોઈએ. આપણે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે લોકોની મદદ કરવી જોઈએ.
 

એવા લોકો જે શેતાન દ્વારા પાણી અને આત્માની સુવાર્તાનો નકાર કરવા માટે ભરમાવવામાં આવ્યા છે

આપણે એવા લોકોની મદદ પણ કરી શકીએ છીએ જેઓ પહેલાથી જ ઈસુ પર વિશ્વાસ કરે છે. તેઓમાંના ઘણા હજી સુધી પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શક્યા નથી, ભલે પછી તેઓ ઈસુ પર વિશ્વાસ કરતા હોય. તેથી આપણે સુવાર્તાનો પ્રચાર કરીને તેઓની મદદ કરી શકીએ છીએ અને આ પ્રમાણે તેઓને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે તેઓની મદદ કરી શકીએ છીએ.
જો કોઈ વ્યક્તિએ ઈસુ પર વિશ્વાસ કરવા છતાં પવિત્ર આત્માને પ્રાપ્ત નથી કર્યો, તો તેના વિશ્વાસમાં કોઈ સમસ્યા હોઈ શકે છે. ઈસુ પર પોતાના વિશ્વાસ મારફતે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવાવાળા લોકોને જ સાચો વિશ્વાસ કરવાવાળા લોકોના રૂપમાં માની શકાય છે. તેથી, આપણે સર્વ લોકોએ વિશ્વાસ કરવો જોઈએ જે આપણને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરે છે. આપણે પાણી અને આત્માની સુવાર્તાને જાણવી જોઈએ, કેમ કે આ સુવાર્તાનું સત્ય જ ફક્ત આપણને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનાવે છે.
આપણે પાણી અને આત્માની સુવાર્તાનો પ્રચાર કરીએ છીએ જેથી બીજા લોકો પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકે. જોકે, જે લોકો સુવાર્તા પ્રચાર કરે છે, તેઓ ઘણી મુશ્કેલીઓનો સામનો કરે છે. કેટલાક ખ્રિસ્તીઓ વિચારે છે કે તેઓ સમયની સીમમાં પ્રયાસ કરીને પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકે છે. તેઓ પાસે ઘણા ભ્રમિત અનુભવો છે જે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે અપ્રાસંગિક છે. આ પ્રમાણે ઘણા સમય અને બલિદાનની આવશ્યકતા હોય છે જેથી પાણી અને આત્માની સુવાર્તા સાથે પ્રબુદ્ધ કરી શકાય.
જો કોઈને લાગે છે કે વિશ્વાસ કરવાથી પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકાય છે તો પાણી અને આત્માની સુવાર્તા પર કોણ વિશ્વાસ નહિ કરે? સાચી સુવાર્તાના આવતા પહેલા શેતાને એક અલગ સુવાર્તા સાથે લોકોને છેતર્યા. આવા લોકો અચરજ કરે છે કે તેઓ પહેલાથીજ ઈસુ પર વિશ્વાસ કરે છે તો હવે વિશ્વાસ કરવા માટે બીજું શું છે. તેથી, તેઓ પાણી અને આત્માની સુવાર્તાનો નકાર કરે છે.
આ દિવસ અને યુગમાં ઘણાબધા લોકો પાણી અને આત્માની સુવાર્તામાં સંપૂર્ણ રીતે વિશ્વાસ કરતા નથી અને સ્વીકાર કરતા નથી, કેમ કે શેતાને તેઓને પહેલાંથીજ આંધળા કરી દીધા છે. પરિણામ સ્વરૂપ, તેઓ વિચારે છે કે ઈસુ પર વિશ્વાસ કરવો ખુબજ સરળ કાર્ય છે. જોકે, સુવાર્તાની હકીકતને સંપૂર્ણ રીતે સમજવું સરળ નથી. પાણી અને આત્માની સુવાર્તાને એક ખોટી સુવાર્તા દ્વારા ઢાંકી દેવામાં આવી છે. 
લોકો વિચારે છે કે જો તેઓ મંડળીમાં જાય અને અંગીકાર કરે કે તેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે તો તેઓ સ્વર્ગમાં જશે. ઘણા લોકો માને છે કે પવિત્ર આત્માના અંતર્નીવાસને પોતાના પ્રયાસો, જેમ કે પ્રાર્થના અને ઉપવાસ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. જોકે, આવી માન્યતા પવિત્ર આત્માને પ્રાપ્ત કરવાની હકીકતથી ખુબજ દૂર છે. તેઓ વિચારે છે કે અન્ય ભાષામાં બોલવું અને ચમત્કાર પવિત્ર આત્માને પ્રાપ્ત કરવાના સંકેત છે. 
આ પ્રમાણે, તેઓ સ્પષ રીતે સમજે છે કે પવિત્ર આત્માને પ્રાપ્ત કરવા માટે, પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવો આવશ્યક છે. જોકે, બાઈબલ કહે છે કે વ્યક્તિ ઈશ્વરના વચન પર વિશ્વાસ કરીને જ પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકે છે. ઈશ્વરે પોતાના વચનોમાં પવિત્ર આત્મા પ્રાપ્ત કરવાના રહસ્યને છુપાવેલું છે.
 
 
તેઓ જે પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવા માંગે છે

હું એકવાર મારા કાર્યકર્તાઓ સાથે તાઈવાન ગયો હતો. ત્યાના લોકોએ અમારી પાસે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવાની પુસ્તક માંગી. જાપાન અને રશિયામાં પણ આવુંજ થયું. ઘણાબધા લોકો ઈચ્છતા હતા કે પવિત્ર આત્માના અંતર્નીવાસ પર પુસ્તક હોય, આજના લોકો એટલી બધી ઉત્સુકતા સાથે પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. ઘણા લોકો ઈસુ પર વિશ્વાસ કરે છે પણ ઘણીવાર તેઓને ખાતરી નથી હોતી કે તેઓએ હકીકતમાં પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો છે કે નહિ, કેમ કે તેઓ પાસે પવિત્ર આત્માનો અંતર્નીવાસ નથી. 
એવા ઘણા લોકો છે જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે અને દાવો કરે છે કે તેઓએ પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો છે. જોકે, જે લોકોએ પવિત્ર આત્માને હંમેશા માટે અને અનંતકાળ માટે પ્રાપ્ત કર્યો છે એવા લોકો દુર્લભ છે. ઘણાબધા લોકો ઈસુ પર વિશ્વાસ કરવા છતાં આવું કરવા માટે અસમર્થ છે, અને આ જ કારણ છે કે હવે તેઓ આવું કરવા માટે તરસી રહ્યા છે.
જગતના ખ્રિસ્તીઓમાં, એવા ઘણા લોકો છે જેઓ વિચારે છે કે તેઓએ પવિત્ર આત્માનો અનુભવ કર્યો છે. કેટલાક લોકો કહે છે કે તેઓએ પોતાના સ્વપ્નમાં ઈસુનો ભેટો કર્યો છે, અને કેટલાક દાવો કરે છે કે તેઓની અંદર પવિત્ર આત્મા છે કેમ કે તેઓએ દુષ્ટ આત્માઓને કાઢવાનો અનુભવ કર્યો છે. આવા ઘણા લોકો હોય છે, જેઓનો વિશ્વાસ વ્યક્તિગત અનુભવ પર આધારિત હોય છે. જોકે, ફક્ત પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ દ્વારા જ પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત થાય છે.
મેં એકવાર વિચાર્યું કે આ કેટલી અનોખી વાત છે કે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ દ્વારા પવિત્ર આત્માના અંતર્નીવાસને પ્રાપ્ત કરવા માટે કોઈ પુસ્તક નથી. ઘણા લોકો પવિત્ર આત્મા સાથે પોતાના અનુભવ વિષે વાત કરે છે, પણ પવિત્ર આત્માના અંતર્નીવાસ પર પુસ્તક કેમ નથી? આખી દુનિયામાં દૂર દૂર સુધી જોઈએ તો પણ આ પુસ્તક મળવી મુશ્કેલ છે.
જે લોકો ખોટી રીતે ભાર મુકે છે કે તેઓએ પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો છે, તેઓનો દાવો છે કે તેઓ ઈસુને વ્યક્તિગત રીતે મળ્યા છે અને સ્વર્ગ અને નરકના રાજ્યની સફર કરી છે. તેઓ ભાર મૂકીને કહે છે કે ઈસુએ કહ્યું છે, “તમે સમય પહેલા આવી ગયા છો. તમારી પાસે તમારી દુનિયામાં કરવા માટે ઘણું બધું બાકી છે, તેથી તમે જ્યાં હતા ત્યાં પાછા જાઓ.” આવો અનુભવ સંભવ નથી. જોકે, શું તેઓએ જેની મુલાકાત કરી હતી તે હકીકતમાં ઈસુ હોઈ શકે છે? શું તેઓના હૃદયમાં પાપ હોવા છતાં ઈસુએ તેમની સાથે મુલાકાત કરી હશે? શું ઈસુ પાપીની અંદર નિવાસ કરે છે?
આ સાચું છે કે મોટાભાગના ખ્રિસ્તીઓએ આજે પણ પવિત્ર આત્માના અંતર્નીવાસને પ્રાપ્ત નથી કર્યું, ભલે પછી તેઓએ ઈસુ પર પોતાનો વિશ્વાસ જાળવી રાખ્યો હોય. તેથી આપણે, જેઓ પાસે પવિત્ર આત્મા છે, તેઓએ સુવાર્તાનો પ્રચાર કરવો જોઈએ જે બીજાઓને આ ઉપહાર પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપે છે. સર્વ લોકોએ પવિત્ર આત્મા પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે, અને આવું કરવા માટે, પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ જરૂરી છે. ફક્ત સુવાર્તા પર વિશ્વાસ કરવા દ્વારા જ વ્યક્તિ પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકે છે. સત્યની સુવાર્તા મારફતે જે આપણે સર્વ જાણીએ છીએ, આપણે ઈશ્વર પાસેથી પવિત્ર આત્માનો ઉપહાર પ્રાપ્ત કરી શકીએ છીએ.
આપણને પાણી અને આત્માની સુવાર્તા આપવા બદલ આપણે સર્વ લોકોએ ઈશ્વરનો આભાર માનવો જોઈએ અને સ્તુતિ કરવી જોઈએ. મેં પવિત્ર આત્માના આનંદનો અનુભવ કર્યો છે જયારે તે મારા પર આ પુસ્તક લખવા માટે પ્રબળ છે. જ્યારે આ પુસ્તક પ્રકાશિત થાય છે, ત્યારે ઘણા લોકો પવિત્ર આત્માના અંતર્નીવાસને સુવાર્તા પર પોતાના વિશ્વાસ મારફતે પ્રાપ્ત કરશે. “તેણે તેઓને પૂછ્યું, “તમે વિશ્વાસ કર્યો ત્યારે તમે પવિત્ર આત્મા પામ્યા?” તેઓએ તેને કહ્યું, “ના, પવિત્ર આત્મા છે એ અમે સાંભળ્યું પણ નથી” (પ્રેરિતો ૧૯:૨) પાઉલે એફેસસમાં બનવાવાળા શિષ્યોને કહ્યું.
આપણે સર્વ લોકોએ પવિત્ર આત્મા પ્રાપ્ત કરવો જોઈએ. વિશ્વ ઈતિહાસમાં આ અશાંત સમયમાં પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે જગત ભરમાં ખ્રિસ્તીઓ વિશેષ રૂપમાં રૂચી દાખવે છે. હું પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે બાઈબલની રીતે પ્રચાર કરી રહ્યો છું, જેમ પવિત્ર આત્મા મને કાર્ય કરવા માટે માર્ગદર્શન આપે છે. એક સંતોષી જીવન જીવવા માટે, તમારે પવિત્ર આત્માના અંતર્નીવાસ પર વિશ્વાસ કરવો જોઈએ. તેના માટે તમારા હૃદયમાં ઊંડાણથી પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટેની છેલ્લી તક છે. 
હું તે સુવાર્તાનો પ્રસાર કરવા માટે બોજ અનુભવું છું જે સર્વ લોકોને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે કેમ કે ઈસુ ખ્રિસ્તે મને પાણી અને આત્માની સુવાર્તા આપી છે અને મને પવિત્ર આત્માના ઉપહાર સાથે અવગત કરાવ્યો છે. 
 

વિદેશીઓએ પણ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવો જોઈએ

બાઈબલ જણાવે છે કે ઈસુના શિષ્યોએ બીજા લોકોને પવિત્ર આત્માની પ્રેરણા કઈ રીતે આપી. ત્યાં સુધી કે વિધર્મીઓને પણ પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે શિષ્યો સમાન વિશ્વાસ કરવો પડતો હતો. તે ઉપરાંત, ખાસ કરીને વિધર્મીઓને ઈશ્વરની દુનિયામાં પ્રવેશ કરવા માટે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરવાની જરૂર હતી, જે શિષ્યો પાસે હતો. તેથી આપણે, જે વિધર્મી છીએ, તેઓએ પણ પવિત્ર આત્મા પર વિશ્વાસ કરવા માટે સાચી સુવાર્તા પર વિશ્વાસ કરવો જોઈએ. ઈશ્વરે પિતરને કર્નેલીયસ પાસે મોકલ્યો, જે એક વિધર્મી હતો, જેથી તે પાણી અને આત્માની સુવાર્તાને જાણી શકે, જે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે જરૂરી છે.
યહૂદી વિશ્વાસી એવું સાંભળીને અચંબિત હતા કે પવિત્ર આત્માનો ઉપહાર વિધર્મીઓને પણ આપવામાં આવ્યો હતો. જ્યારે પિતર પાણી અને આત્માની સુવાર્તાનો પ્રચાર કરીને યરુશાલેમની મંડળીમાં પાછો ફર્યો, ત્યારે સુન્નતીઓએ તેની ટીકા કરી. “તેં બેસુન્નતીઓને ઘેર જઈને તેઓની સાથે ખાધું” (પ્રેરિત ૧૧:૩). પણ પિતરે શુરુઆતથી જ તેઓને સઘળું સમજાવ્યું. 
પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૫-૧૭માં તેની વ્યાખ્યાને દર્શાવવામાં આવી છે, “હું જોપ્પા શહેરમાં પ્રાર્થના કરતો હતો, તે વખતે મને મૂર્છા આવી, અને મેં દર્શનમાં જાણે કે એક મોટી ચાદર તેના ચાર ખૂણાથી લટકાવેલી હોય તેવું એક વાસણ આકાશમાંથી ઊતરતું જોયું. તે મારી પાસે આવ્યું. તેના પર એકી નજરે જોઈને મેં ધ્યાન આપ્યું, તો મેં [તેમાં] પૃથ્વી પરનાં ચોપગાં પ્રાણીઓ, રાની પશુઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ તથા આકાશનાં પક્ષીઓ જોયાં. વળી મેં એક વાણી મને એમ કહેતી સાંભળી, પિતર, ઊઠ; મારીને ખા.’ પણ મેં કહ્યું, ‘પ્રભુ, એમ નહિ; કેમ કે મારા મોંમાં કોઈ પણ નાપાક અથવા અશુદ્ધ વસ્તુ કદી પ્રવેશી નથી.’ પણ તેના ઉત્તરમાં આકાશમાંથી બીજી વાર વાણી થઈ, ‘ઈશ્વરે જે શુદ્ધ કર્યું છે, તેને તું અશુદ્ધ ન ગણ.’ એમ ત્રણ વાર થયું. પછી તે બધાંને આકાશમાં પાછાં ખેંચી લેવામાં આવ્યાં. અને જુઓ, તે જ સમયે કાઈસારિયાથી મારી પાસે મોકલેલા ત્રણ માણસ જે ઘરમાં અમે હતા તેની આગળ આવી ઊભા રહ્યા. [પવિત્ર] આત્માએ મને ક્હ્યું, ‘કંઈ પણ ભેદ રાખ્યા વિના તું તેઓની સાથે જા.’ આ છ ભાઈઓ પણ મારી સાથે આવ્યા; અને અમે તે માણસના ઘરમાં ગયા. ત્યારે તેણે અમને ખબર આપી. ‘મેં મારા ઘરમાં એક દૂતને ઊભેલો જોયો, તેણે મને કહ્યું, કે, [માણસને] જોપ્પા મોકલીને સિમોન, જેનું બીજું નામ પિતર છે, તેને તેડાવ. તે તને એવી વાતો કહેશે કે જેથી તું તથા તારા ઘરનાં સર્વ માણસો તારણ પામશે.’ હું બોલવા લાગ્યો કે તરત જેમ પ્રથમ આપણા પર પવિત્ર આત્મા ઊતર્યો હતો, તેમ તેઓ પર પણ ઊતર્યો. ત્યારે ‘યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો’ એ પ્રભુએ કહેલી વાત મને યાદ આવી. માટે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો ત્યારે આપણને જેવું [દાન] મળ્યું તેવું જ દાન ઈશ્વરે તેઓને પણ આપ્યું, તો હું કોણ કે, ઈશ્વરને અટકાવું?” 
પિતરે કહ્યું કે તે ફક્ત પુરુષોની સુન્નત કરવા માટે અને તેઓ સાથે ભોજન કરવા માટે નહોતો ગયો, તેણે તેઓને સુવાર્તા પણ આપી, પવિત્ર આત્માના માર્ગદર્શન માટે આભાર. જ્યારે તેઓએ આ વાતો સાંભળી ત્યારે તેઓ ચુપ થઈ ગયા, અને તેઓએ ઈશ્વરની મહિમા કરી, જેણે તે સર્વ કર્નેલીયસ, તેના સંબંધીઓ અને તેના ઘનિષ્ઠ મિત્રોને પ્રાયશ્ચિત અને જીવન આપ્યું હતું.
 
 
પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે પ્રેરિતોની સુવાર્તા 
 
પ્રેરિતોનું કાર્ય શું હતું?
પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે પાણી અને આત્માની સુવાર્તાનો પ્રચાર કરવો.

શું પ્રેરિતોએ ખરેખર પાણી અને આત્માની સુવાર્તાનો પ્રચાર કર્યો હતો? આપણે પહેલા ખાતરી કરવી જોઈએ કે પ્રેરિત પિતર પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરતો હતો કે નહિ? બાઈબલમાં, પિતરે કહ્યું, એ દૃષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી, ઈસુ ખ્રિસ્તનાં પુનરુત્થાન વડે હમણાં તમને પણ તારે છે” (૧ પિતર ૩:૨૧). પ્રેરિત પિતર ખરેખર વિશ્વાસ કરતો હતો કે ઈસુએ સર્વ પાપીઓને તેમના પાપોથી બચાવ્યા જ્યારે તેનું બાપ્તિસ્મા થયું અને તે વધસ્તંભ પર મર્યો. તેઓનું એવું પણ માનવું હતું કે જ્યારે ઈસુનું બાપ્તિસ્મા થયું (માથ્થી ૩:૧૫), ત્યારે સર્વ પાપ તેના પર નાખવામાં આવ્યા, તેને વધસ્તંભ પર ચઢાવવામાં આવ્યો અને પછી આપણને બચાવવા માટે પુનરુત્થાન પામ્યો. 
આ દિવસોમાં એવા લોકો છે જેઓ પિતર જેવો વિશ્વાસ રાખે છે. જે લોકો પાણી અને આત્માની સુવાર્તાનો પ્રચાર કરે છે તેઓ પિતરની જેમ સુવાર્તા પ્રચાર કરે છે. આ સત્ય સાંભળનારને પવિત્ર આત્માની પ્રેરણા પ્રાપ્ત કરવાની અનુમતિ આપે છે. 
જે રીતે પિતરે પાણી અને આત્માની સુવાર્તાનો પ્રચાર કર્યો, તે જ રીતે ઘણા લોકોએ પવિત્ર આત્માને પ્રાપ્ત કર્યો, આપણે પણ જોઈએ છીએ કે જ્યારે આપણે સત્યનો પ્રચાર કરીએ છીએ ત્યારે લોકો સુવાર્તા પર વિશ્વાસ કરે છે અને પવિત્ર આત્માને પ્રાપ્ત કરે છે. કોઈપણ વ્યક્તિ ફક્ત ઈસુએ ઈશ્વર માનીને સ્વર્ગમાં નહિ જાય, પણ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરીને જશે. 
પિતરે એકવાર વિધર્મીઓને જમીન પર ઢસડાતા જંતુઓ કરતા થોડાક જ વધારે આંક્યા હતા. વ્યવસ્થા અનુસાર, તેઓ ઈસુના બાપ્તિસ્મા લીધા પહેલા અશુદ્ધ જાનવર જેવા હતા, વધસ્તંભ પર મારી ગયા હતા અને પુનરુત્થાન પામ્યા હતા. જોકે, ત્યાં સુધી કે વિધર્મીઓને પણ પવિત્ર આત્માની પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરીને ધન્ય માની શકાય છે. એક વાણીએ પિતરને કહ્યું, ત્યારે બીજી વાર [તેના સાંભળવામાં] એવી વાણી આવી, “ઈશ્વરે જે શુદ્ધ કર્યું છે, તેને તું શુદ્ધ ન ગણ” (પ્રેરિતો ૧૦:૧૫).
આપણે, વિધર્મીઓના રૂપમાં, ક્યારેય પણ પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે સક્ષમ નહોતા, પણ આપણે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરીને પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરી શકીએ છીએ. જ્યારે આપણે ધીરજથી પ્રચાર કરીએ છીએ ત્યારે ઘણીવાર આપણે તેઓને સુવાર્તા પર વિશ્વાસ કરતા જોઈ શકીએ છીએ અને અંતમાં તેઓ પવિત્ર આત્મા પ્રાપ્ત કરે છે. આપણે તેઓને એવું સ્વીકારતા પણ જોઈ શકીએ છીએ કે ઈસુના બાપ્તિસ્મા અને રક્ત પર વિશ્વાસ કર્યા પછી તેઓના હૃદયમાં કોઈ પાપ નથી. ત્યારે જ પવિત્ર આત્મા તેઓની અંદર નિવાસ કરે છે.
આ સુવાર્તા પ્રચાર કરવાનો ઉદ્દેશ્ય ફક્ત બીજા લોકોને સમજાવવાનો નથી, પણ પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે તેઓની દોરવણી કરવાનો છે. આ હકીકત પર વિશ્વાસ કરવો જરૂરી છે કે આપણે જે સુવાર્તાનો પ્રચાર કરીએ છીએ તેનાથી તેઓના પાપ માફ કરવામાં આવશે. અને એ હકીકત છે કે તેઓ એકજ સમયે પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરે છે. આપણે ફક્ત જગતના લોકોને સુવાર્તાનો પ્રચાર નથી કરતા, પણ તેનાથી એક ડગલું આગળ લઈને જઈએ છીએ અને તે જ સમયે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે તેઓની દોરવણી કરીએ છીએ.
આપણે આ સંદર્ભમાં એવા લોકો માટે પાણી અને આત્માની સુવાર્તાનો પ્રચાર કરવો જોઈએ જેઓને તેની જરૂર છે. જો આપણે ફક્ત સુવાર્તાનો પ્રચાર કરીને જ સમાપ્ત થઈ ગયા હોત, તો આપણી મહેનતનો અર્થ ખોવાઈ ગયો હોત. આપણને ખબર હોવી જોઈએ કે આ સુવાર્તા લોકોને પવિત્ર આત્મા માટે પ્રેરિત કરે છે. જ્યારે આપણે તેને ધ્યાનમાં રાખીને સુવાર્તાનો પ્રચાર કરીએ છીએ, તો પવિત્ર આત્માની જ્વાળા જંગલની આગની જેમ આખા જગતમાં ફેલાઈ જશે.
જ્યારે એક સુવાર્તા પ્રચારક માને છે કે આ સુવાર્તા જગતના લોકોને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે માર્ગદર્શન આપે છે, ત્યારે તે અનુભવ કરવા માટે ઉત્સુક છે કે તેની સેવા ફક્ત લોકોને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાને માટે રાજી કરવાની નથી, પણ તેઓને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવાને મદદ કરવા માટે છે. તેથી, આ સમયે પાણી અને આત્માની સુવાર્તાનો પ્રચાર કરવો આપણા માટે મહત્વપૂર્ણ છે. 
વ્યક્તિએ ફક્ત પોતાના કાનોથી સાંભળવું જોઈએ અને સુવાર્તા પર પોતાના મનથી વિશ્વાસ કરવો જોઈએ કે આપણે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે પ્રચાર કરીએ છીએ. સ્પષ્ટ રૂપે, આપણે જે સુવાર્તા પ્રચાર કરી રહ્યા છીએ, તેનું લોકોના જીવન પર મોટો પ્રભાવ છે. સુવાર્તાની સામર્થ ઈશ્વર દ્વારા આપવામાં આવેલો અધિકાર અને આશીર્વાદ છે.
પિતર યહૂદીઓનો પ્રચારક હતો, જ્યારે પાઉલ વિધર્મીઓ માટેનો પ્રચારક હતો. જ્યારે પિતર એક ઘરની છત પર પ્રાર્થના કરી રહ્યો હતો, ત્યારે તેણે જોયું કે સ્વર્ગ ઉઘડેલું છે અને ચાર ખૂણેથી બાંધેલી એક મોટી ચાદર તેના પર ઉતરી. તેમાં સર્વ પ્રકારના અશુદ્ધ જાનવર હતા જેના વિષે બાઈબલમાં ખાવાની મનાઈ કરવામાં આવી હતી.
પિતરે ક્યારેય પણ અપવિત્ર કે અશુદ્ધ વસ્તુ ખાધી નહતી. જોકે, ઈશ્વરે તેને મારવા અને ખાવાનો આદેશ આપ્યો. પિતરે નકાર કર્યો અને કહ્યું કે, “પ્રભુ, એમ નહિ; કેમ કે મારા મોંમાં કોઈ પણ નાપાક અથવા અશુદ્ધ વસ્તુ કદી પ્રવેશી નથી” અને એક વાણીએ તેની સાથે વાત કરી “ઈશ્વરે જે શુદ્ધ કર્યું છે, તેને તું અશુદ્ધ ન ગણ.” આનાથી શું જાણવા મળે છે? ઈશ્વર કહી રહ્યો છે કે ઈસુએ જ્યારે બાપ્તિસ્મા લીધું અને વધસ્તંભ પર મર્યો હતો ત્યારે જગતના સઘળા પાપોને, ત્યાં સુધી કે વિધર્મિઓના પાપોને પણ સાફ કર્યા હતા.
ઈશ્વર દ્વારા અશુદ્ધ પશુઓને મારીને તેને ખાવાના ઈશ્વરના આદેશનો આત્મિક અર્થ એ હતો કે પિતર એવું પણ શીખવે કે વિધર્મીઓ પણ આવો વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વરની સંતાન બની શકે છે કે ઈસુએ આ જગતમાં મોકલવામાં આવ્યો, આપણા સઘળા પાપો દૂર કરવા માટે બાપ્તિસ્મા લીધું અને તેનો ન્યાય કરવા માટે તેને વધસ્તંભ પર ચઢાવવામાં આવ્યો.
વિશ્વાસની આત્મિક આંખોથી જોવાને બદલે, પિતર હજુ સુધી વ્યવસ્થાના નિયમોનું પાલન કરી રહ્યો હતો. પણ પિતરે પસ્તાવો કર્યો અને વિશ્વાસ કર્યો કે ઈશ્વરે વિધર્મીઓના પાપોને પહેલાંજ ધોઈ નાખ્યા હતા. પિતરને સુંદર સુવાર્તાના મૂલ્યનો વધારે ઉંડાણપૂર્વક ભાન થયું. જ્યારે તેણે ઈશ્વરના વચનનો પ્રચાર કર્યો ત્યારે સાંભળનારા લોકો પર પવિત્ર આત્માનો પ્રભાવ જોયો.
આપણે કેવીરીતે જાણી શકીએ કે આજના પ્રચારકોએ પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો કે છે નહિ? આ એ વાત પર આધાર રાખે છે કે તેઓ પાણી અને આત્માની સુવાર્તાનો સ્વીકાર કરે છે કે નહિ. જ્યારે એક સુવાર્તિક ઈશ્વરના વચનનો પ્રચાર કરે છે ત્યારે જે વ્યક્તિ સુંદર સુવાર્તા પર વિશ્વાસ કરે છે તે પવિત્ર આત્માનો અંતર્નીવાસ પ્રાપ્ત કરે છે. સુવાર્તિકના હૃદયમાં નિવાસ કરવા વાળો પવિત્ર આત્મા તેના જીવનમાં પણ નિવાસ કરે છે. પ્રચારક અને સાંભળનાર બાળપણના મિત્રની જેમ સંગતી કરે છે. તેઓ જોશે કે ઈશ્વરનો પ્રેમ એકબીજામાં વસે છે. સુવાર્તિક જોશે કે પાણી અને આત્માની સુવાર્તાનો સ્વીકાર કરીને સાંભળવાવાળા ઈશ્વરની સંતાન બની ગયા છે.
જ્યારે આપણે સુવાર્તાનો પ્રચાર કરીએ છીએ, ત્યારે જો તેઓ પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરે છે તો આપણે પવિત્ર આત્માને વિશ્વાસીઓ ઉપર ઉતરતા જોઈ શકીએ છીએ. આ ઉદ્ધારથી અલગ અનુભવ નથી. જે સુવાર્તાનો આપણે પ્રચાર કરીએ છીએ, તે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે બીજા લોકોને પ્રેરિત કરે છે.
જે લોકો પાસે પવિત્ર આત્માનો અંતર્નીવાસ છે તેઓ ઈશ્વરની સંતાન છે. પાણી અને આત્માની સુવાર્તાનો સિદ્ધાંત એક સંપ્રદાયનો સિદ્ધાંત નથી, તેથી જ્યારે આપણે તે બીજાને ઉપદેશ કરીએ છીએ, ત્યારે તેઓ વિશ્વાસ કરે છે, પવિત્ર આત્મા પ્રાપ્ત કરે છે અને ઈશ્વરની સંતાન બની જાય છે. આ કેટલો મોટો આશીર્વાદ છે! કેટલી અદભુત સુવાર્તા! અને તેનું કાર્ય કેટલું અદભુત છે! જે લોકો પાણી અને આત્માની સુવાર્તાનો પ્રચાર કરે છેતેઓ ઈશ્વરના રાજ્યનું નિર્માણ કરવામાં મદદ કરે છે. આપણે ફક્ત સુવાર્તાનો પ્રચાર કરીએ છીએ, પણ તેઓ પવિત્ર આત્મા પ્રાપ્ત કરે છે.
કેટલાક લોકો વિચારે છે કે ઈસુ પર વિશ્વાસ કરવો એક અલગ બાબત છે અને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવો એક અલગ બાબત છે. તેથી, ખ્રિસ્તીઓ આજે પણ પવિત્ર આત્મા માટે પ્રાર્થના કરે છે. જોકે, બાઈબલ કહે છે કે પવિત્ર આત્મા તેઓ પર ઉતરે છે જેઓ સેવકો દ્વારા પ્રચારિત સુવાર્તા સાંભળે છે અને વિશ્વાસ કરે છે. જગત ભરના લોકો પવિત્ર આત્મા માટે તરસ્યા છે. જે સુવાર્તાનો પ્રચાર આપણે કરીએ છીએ, તે તેઓને તેની ઈચ્છા પૂરી કરવા માટે પ્રેરણા આપે છે. તેથી આપણી જવાબદારી છે કે આપણે આખા જગતમાં સુવાર્તાનો પ્રસાર કરીએ. આપણે પિતા અને ઉત્તરાધિકારીના સંતાનો છીએ, જેઓ તેની મહાન આજ્ઞાને વફાદાર છે.
આપણે એવું ધ્યાનમાં રાખીને વિશ્વાસ સાથે સુવાર્તાનો પ્રચાર કરવો જોઈએ કે આપણું મિશન લોકોને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવાની અનુમતિ આપે છે. પાણી અને આત્માની સુવાર્તા કંઈક એવી છે જે બીજા લોકોને પ્રચાર કરતા પહેલા પ્રચારકે પોતે વિશ્વાસ કરવો જોઈએ. ત્યારે સાંભળનારા લોકો વિશ્વાસ દ્વારા પવિત્ર આત્મા પ્રાપ્ત કરશે. આ પ્રમાણે, આપણે તે સઘળા લોકોની અંદર અનંત જીવન રેડી શકીએ છીએ જેઓ સુવાર્તા પર વિશ્વાસ કરે છે. આપણી ફરજ તેઓને અંધકારની સામર્થથી મુક્તિ અપાવવી અને ઈશ્વરના રાજ્યમાં પહોંચાડવાની છે. સુવાર્તા પ્રચારકોએ પાપીઓને અંધકારની સામર્થ હેઠળ મરવાની યોજનાથી ઈશ્વરના પુત્રના રાજ્યમાં પહોંચાડ્યા છે. પાપીઓને ઈશ્વરની સંતાનનાં રૂપમાં બદલવા એક મહત્વપૂર્ણ કાર્ય છે.
ઘણા લોકો પવિત્ર આત્મા પ્રાપ્ત કરવાની કુંજી નથી જાણતા અને પોતાના પ્રયાસોથી તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. જોકે, આ વ્યર્થ સાબિત થશે. ફક્ત સુવાર્તા પર વિશ્વાસની જરૂર છે, કેમ કે વિશ્વાસ સઘળા પાપોથી સ્વતંત્ર કરે છે.
તમને પવિત્ર આત્મા કેવીરીતે મળ્યો? પ્રાર્થના દ્વારા? કે કદાચ હાથ મૂકવા દ્વારા? ના, એ રીતે નથી મળ્યો. આપણે પવિત્ર આત્મા ત્યારેજ પ્રાપ્ત કરીએ છીએ જ્યારે આપણે પાણી અને આત્માની સુવાર્તા પર વિશ્વાસ કરીએ છીએ. આપણે પ્રાર્થના કરવી જોઈએ અને સુવાર્તાનો પ્રચાર કરવો જોઈએ જેથી જગતના સઘળા લોકો પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકે.
“પ્રેરિત” શબ્દનો અર્થ છે “તે જે ઈશ્વર દ્વારા મોકલવામાં આવ્યો છે.” પ્રેરિત શું કરે છે? તે પાણી અને આત્માની સુવાર્તાનો પ્રચાર કરે છે જેથી લોકો પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકે. શું તમે પણ અમારી સાથે આ કાર્ય કરવા નથી માંગતા? આપણા સર્વ લોકો પાસે પવિત્ર આત્માનો અંતર્નીવાસ હોવો જોઈએ અને સર્વ લોકોએ તેનો પ્રચાર કરવો જોઈએ. હાલ્લેલૂયાહ! ઈશ્વરના પરમ સત્યની પ્રશંસા કરીએ જે પ્રભુએ આપણને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે આપ્યું હતું!